________________
၇၇၇၇၇၇၇၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉
તીર્થકર થઈશ માટે વાંદુ છું. એમ વારંવાર સ્તવના કરી ભરત પિતાના સ્થાનકે ગયા. મરીચિ પણ તે સાંભળીને હર્ષના ઉદ્વેગ થકી ત્રિપદી આસ્ફોટન કરી નાચતે થકે એમ કહેવા લાગ્યું કે, હું પહેલે વાસુદેવ થઈશ, ચરમ તીર્થંકર થઈશ, અને સૂકા નગરીએ ચક્રવર્તી પણ થઈશ. તે માટે મહારૂં કુળ ઉત્તમ છે. વળી નવ વાસુદેવમાં પ્રથમ વાસુદેવ હું, તથા બાર ચકવતમાં પ્રથમ ચક્રવતી મહારા પિતા, વળી
વીશ તીર્થકરમાં પણ પ્રથમ તીર્થંકર મહારા પિતામહ (બાપના બા૫) શ્રી બાષભદેવજી થયા, માટે મહારૂં કુળ ઉત્તમ છે. એ રીતે મદ કરવાથી તે મરીચિએ નીચગેત્ર કમ બાંધ્યું.
जातिलाभकुलैश्वर्य, बलरुपतपः श्रुतैः ।
कुर्वन् मद पुन स्तानि, हीनानि लभते जनः ॥१॥ એ કર્મ મરીચિને ભવે બાંધ્યું. તે શ્રી વીરસ્વામિના ભાવમાં પણ અચ્છરાભૂત બ્રાહ્મણને કુલે પ્રભુ ઉપન્યા
એ કથા હેમચંદ્રાચાર્ય કૃત શ્રી વીરચરિત્રમાં છે. હવે ચેથા અશ્વય મદ ઉપર દશાર્ણભદ્ર રાજાનું
દષ્ટાંત કહે છે. દશાણપુર પાટણને વિષે દશાર્ણભદ્ર રાજા રાજ્ય કરે છે. ત્યાં એકદા શ્રી વીરસ્વામી દશાર્ણ પર્વતને વિષે આવી સમસર્યા. વનપાલકે રાજાને વધામણી દીધી. તે સાંભળી હર્ષ પામીને રાજાએ આસનથી ઉઠી ઉત્તરાસંગ કરી પરમેશ્વરની સન્મુખ સાત આઠ પગલાં ભરીને શ્રી વિતરાગને વિધિ પૂર્વક વંદના કરી. પાછા સિંહાસને બેસી વધામણ આપનારને મહાદાન આપીને વિચાર્યું કે, પ્રભાતે જગદ્ગુરુને જેમ પૂર્વે કેઈએ ન વાંધા હોય તે રીતે હું વાંદીશ. એવું ચિંતવી રાત્રિને વિષે નગર શણગાયું. પતાકાઓ ઉભી કરી, હાટે શેભા કરી, સુગંધી પાણીએ ધરતીને વિષે છટકાવ કરાવ્યું, રત્નનાં તેણે બંધાવ્યા. પુતલિયે સહિત એવા મંચાતિમંચની શ્રેણી વિરાજિત કરી, સ્થાને સ્થાને
sssssssmelessessmethose
૧૧૫