________________
નામે આચાર્યા પધાર્યા છે. તે સાંભળીને રાજા હર્ષિત થઈ એક મુકુટ વિના બીજા પિતાના સર્વ અલંકાર વનપાલકને દેતે હવે. પછી રાજા પરિવાર સહિત કુમારને તેડીને વંદન કરવા ગયે. ત્યાં વંદના કરી ચાગ્ય સ્થાનકે બેઠો. ગુરૂએ પણ ધર્મલાભ દઈને ધર્મદેશના દેવા માંડી. અને કહ્યું કે રે ભવ્ય પ્રાણીઓ ! દશ દષ્ટાતે કરી મનુષ્યભવ પામ દુર્લભ છે, માટે મનુષ્યભવ પામી મોક્ષમાર્ગને વિષે યત્ન કરે. તે દેશના સાંભળીને રાજાએ સમક્તિ મૂલ બાર વ્રત અંગીકાર કર્યા. અને ભીમકુમાર પણ દેશના સાંભળી શ્રદ્ધાવંત થશે. ત્યારે મુનિએ
ગ્ય જાણ ભીમને કહ્યું કે હે ભીમ ! તું દયાવત ચેમ્બે પાળજે. બીજા સર્વ વ્રત પ્રથમ વતની વાડરૂપ છે. દયા સર્વ ધર્મની માતા છે. માટે કોઈ નિરપરાધી છવને હણીશ નહી: આધેડ પ્રમુખ સર્વથા ત્યજી દેજે. એવું સાંભળીને ભીમે નીરપરાધી જીવને નહીં. હણવાના પચ્ચખાણ કર્યા. સમકિત પણ અંગીકાર કર્યું. વળી મુનિ બોલ્યા કે તને ધન્ય છે. જે માટે તે બાળક હોવા છતાં પણ વૃદ્ધન. જેવી મતિ કરી. પછી તેને સ્થિર કરવા માટે મુનિએ એક ઉદાહરણ કર્યું.
તે કહે છે
કેઈક ગામમાં છ પુરુષ ઘાત કરવાને અર્થે ગયા. તેમાં એક બાભે કે, દ્વિપદ, ચતુપદ જે આવે તેને મારે. બીજે બોલ્યા, કે, પશુને માર્યો શું થાય ? માટે મનુષ્યને જ મારે. ત્રીજે છે , મનુ ષ્યમાં પણ સ્ત્રીને મારશે નહિ. પણ પુરુષને જ મારશો. ચે. બલ્ય, પુરૂષમાં પણ હથીયાર બંધને મારજે, પણ બીજાને મારવાનું શું કામ છે? પાંચમો બોલ્યો કે જે કઈ આપણને મારવા આવે તેને મારજો, પણ બીજાએ આપણું શું બગાડયું છે? ત્યારે છઠ્ઠો બોલે, કેઈને મારશે નહિ. આપણું કામ સર્યાથી કામ. એ છએ પુરુષ અનુક્રમે એ લેક્ષાના પરિણામો જાણવા. તે માટે હે ભીમકુમાર ! તું ઉત્તમ શુકલ હેયાને ધણી થજે. તે બાળક છતાં ભલે નિયમ લીધું છે. તે સાંભળી ભીમકુમાર બોલ્યો. હે મામિન ! તમે આવી તરૂણ વયમાં ચારિત્ર કેમ