________________
અને તેને હાર હાથી પણ છીનવીને કેમ લેવાય ? તે સાંભળીને તે ચંપાનગરીએ જ કેણિકને કહયું. કેણિક પણ તત્કાળ, ક્રોધારૂણને કરીને જય ભંભા વગાડતે થકે તે સમયે કેણિકના કાલાદિક ઓરમાન દશે ભાઈ આવી હાજર થયા. તે એકેકને ત્રણ ત્રણ હજાર હાથી, ત્રણ ત્રણ હજાર ઘોડા, ત્રણ ત્રણ હજાર રથ, ત્રણ ત્રણ કેડી પાયદળ છે, તેમ કણિકને પણ એટલું જ લશ્કર છે. એટલા લશ્કર સહિત ચેડા મહારાજ ઉપર ચઢાઈ કરી. ચેડા મહારાજા પણ અઢાર મુકુટ બંધ રાજા સહિત સન્મુખ આવ્યા. તે પણ એકેક રાજાને ત્રણ ત્રણ હજાર હાથી, ત્રણ ત્રણ હજાર ઘોડા, ત્રણ ત્રણ હજાર રથ, તથા ત્રણ ત્રણ ક્રોડ પાયલ છે. અને એટલું જ ચેડા મહારાજાનું પણ લશ્કર છે. તે સર્વે મળી સત્તાવન હજાર હાથી, સત્તાવન હજાર રથ, સત્તાવના હજાર ઘડા અને સત્તાવન કોડ પાયદલ એટલું સૈન્ય એકઠું થયું. અને કેણિક પણ સર્વ મળી તેત્રીશ હજાર હાથી, તેત્રીશ હજાર ઘેડા, તેત્રીશ હજાર રથ અને અને તેત્રીશ કોડ પાયદળ એટલું લશ્કર લઈ વિશાલાએ આવ્યો. તેણે કાલકુમારને સેનાધિપતિ કર્યો. તે કાલકુમાર ચેડા મહારાજાના સૈન્ય સાથે લડત લડતે અનુક્રમે ચેડા મહારાજાના હસ્તિની નજીક આવ્યું. કેને હટાવ્યા હટ નહિ. તે વેળાએ ચેડા મહારાજાએ એક દિવ્ય બાણ મૂકયું. તેથી કાલકુમાર મરણ પામે. ચેડામહારાજાની એક એવી પ્રતિજ્ઞા છે કે નિત્ય એક બાણું નાંખવું. તે અમેશ બાણ પાછું ફરે નહિ માટે તે બાણ નિત્ય એક જ અગ્રસેનાનીને મારવા માટે નાખે.
તે સંગ્રામમાં પહેલે દિવસે રૂધીરની નદીઓ ચાલી. એવામાં સૂર્ય આથમે. સંગ્રામ નિવર્યો. બીજે દિવસે મહાકાલ લડાઈએ ચડયો. તે પણ એમ જ મરણ પામ્યો. એ રીતે દશે ભાઈ દશે દિવસે સેનાની થઈ સંગ્રામમાં મરણ પામ્યા. એ સંગ્રામનું વર્ણન લખવામાં ન આવે એવું જોરદાર થયું. હવે પિતાના દશ ભાઈ બાબરીયા મરણ પામ્યા જાણીને કેણિક ચિંતવવા લાગ્યો, કે અમેઘ બાણને
essessessoassosofessodeselestofadosebecomdevodessessessodessessessoms"
૭