________________
ત્યાં પરમેશ્વર બાળ બ્રહ્મચારી શ્રી નેમિનાથજી ભગવાનને વંદના કરી પાછા વળતાં પછવાડેથી ચેલાએ ગુરુને મારવા માટે શિલા નાખી. તેને ખડખડાટ શબ્દ સાંભળીને ગુરુએ બંને પગ પહોળા કર્યા. એટલે તે શિલાને પત્થર ગુરુના પગ વચ્ચે થઈ જતો રહ્યો. તે સમયે ગુરુને કષાય ચડે. તેથી ગુરુએ શાપ દીધે. અરે પાપી! સી થકી તારા વ્રત ભંગ થશે. ચેલાએ વિચાર્યું કે ગુરુને શ્રાપ જૂઠે કરે. માટે જયાં સ્ત્રીનું નામ પણ કોઈ ના જાણે ત્યાં જઈને રહું.
એમ ચિંતવી ગુરુને ત્યાગીને કે પર્વતની નદીને કાંઠે જઈ કાઉસ્સગ્નમાં ઊભો-રહ્યો. માસખમણ પ્રમુખને પારણે કોઈ પંથી આવે તે તેની પાસેથી આહાર મળે તે લે. એમ કરતાં ચોમાસામાં નદીમાં પૂર આવ્યું ત્યારે શાસનદેવે વિચાર્યું કે તપસ્વી મુનિ તણાઈ જશે. એમ વિચારીને નદી બીજે માર્ગે વાળી. તે માટે મુનિનું નામ કુલવાલુક એવું કહેવાયું. એવું આચાર્યનું વચન સાંભળીને વેશ્યા હર્ષ પામતી ઘેર આવી. પછી તીર્થયાત્રા કરવાને બહાને તે કુલવાલુકસાધુ છે ત્યાં આવી. વંદના કરીને સાધુને કહેવા લાગી કે હે મુનિ ! હું ગિરનાર પ્રમુખના ચૈત્યને વાંદવા નીકળી છું. ત્યારે મુનિએ કાઉસગ્ગ પારી ધર્મલાભ દઈને પૂછ્યું કે તમે કયાંથી આગ્યા? વેશ્યા કહે અમે ચંપા નગરીથી તીર્થયાત્રા કરવા આવ્યા, પણ તીર્થ કરતાં તે પરમતીર્થ તમે મળ્યા. તે માટે અમારે આહાર શુદ્ધમાન છે તે લઈ પારણું કરીને અમારી ઉપર ઉપગાર કરે. એવા કપટી શ્રાવિકાના વચન સાંભળ્યાં, એટલે કૃપાવંત થઈને તેની સાથે વહોરવા ચાલ્યા. તેણીએ પણ પૂર્વ સંવેજીત દ્રવ્યના મોદક દીધા. એટલે તે માદક વાપર્યા, એટલે તેમને અતિસાર રોગ થયે. તે અતિસારે કરી હાથપગ પણ સંકોચી ન શકે એવા શ્વાન થયા. ત્યારે માગધિકા બેલી, હે સ્વામિન્ ! અમે પાપીણીએ છીએ ! જે માટે અમારા ઉપગારને અથે પારણું કર્યું. અને આહારને અનંતર તમને રોગ ઉપન્યા. તે માટે હે સવામિન્ ! તમને એકલા મૂકીને અમારાથી કેમ જવાય?
pasessedeededressessesseeeeSeSeeSeSeeSeSeeSeSeSeSessessessessessesotho