________________
અ. વ્યાર
Jain Educ
樂錄
GENI
નુપુરપંડિતા અને નાગશ્રી પ્રમુખનાં દૃષ્ટાંતા પેાતાની મેળે જાણી લેવાં. વળી આગમમાં પણ કહ્યું છે કે‘ અનંતાબો પાવરાનીબો, નયા સત્યમાયા । तया इत्थित्तणं पत्तं, सम्मं जाणाहि गोयमा ॥
હે ગૌતમ! જ્યારે અનંતી પાપની રાશી ઉદયમાં આવે ત્યારે સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે, તે સમ્યક્ પ્રકારે જાવું.’ આ માટે રજ્જા સાધ્વીના વૃત્તાંત જાણવા. આ પ્રમાણે સર્વત્ર સ્ત્રીની નિંદા કરેલી દૃષ્ટિએ પડે છે, તેા તેવી સ્ત્રીઓનું દાન, માન અને વાત્સલ્ય કરવું કેમ ઘટે?’
ગુરુમહારાજ કહે છે કે–‘હે શિષ્ય! તારે એકાંતે એમ ન જાણવું કે સ્ત્રી જ દોષથી ભરેલી છે, પુરુષા પણ કેટલાએક તેવા હાય છે. ‘અખાઈ રાઠોડ’ જેવા મહાક્રૂર આશયવાળા, નાસ્તિક અને દેવગુરુને ઠગવાવાળા ઘણા પુરુષા લેવામાં આવે છે. વળી સ્ત્રીઓમાં પણ કાઈકાઈ વખત ઘણા દોષ જોવામાં આવે છે; અને કેટલીએક સ્ત્રીઓ જેવી કે સુલસા-રેવતી—કલાવતી—મદનરેખા વગેરે કેટલીક શ્રાવિકાએ એવી ઉત્તમ થઈ ગઈ છે કે જેઓની શ્રીજિનેશ્વરદેવાએ પણ ઘણી જ પ્રશંસા કરેલી છે. તેથી તેવી શ્રાવિકાનું માતાની માફક, બહેનની માફક અને પોતાની પુત્રીની માફક વાત્સલ્ય કરવું તે યુક્તિસંગત છે. બીજું કૃત્ય સંપૂર્ણ થયું.
૩ દરેક વરસે ઓછામાં ઓછી એકેક યાત્રા કરવી. યાત્રા ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે
tional
For Private & Personal Use Only
૨૦
jainelibrary.org