________________
*૧૨
પ્રવચન ૫૬ મું
-તારવાનો વિચાર સરખો ન કરે તે પણ તારવાને કટીબદ્ધ થવું જ જોઈએ. બીજા ડૂબતાને તારવાનો પ્રયત્ન ન કરે તે શાસાકાર સમકીતિ ગણવાને ના કહે છે. સંસારને સમુદ્ર ગણે તે બીજા ડૂબતા જીવોને વગર પ્રેરણુએ તારવાને માટે કટિબદ્ધ ન થાય તે તે સમકીતિ નથી. જેઓ ધર્મ સમજ્યા છે, સમ્યકત્વ, શાસ્ત્ર સમજ્યા છે, તેઓ પોતાના આત્માને અને બીજાને તારવાને કટિબદ્ધ હોય છે. પણ જેમ એક જીવ મોક્ષનું
સ્વરૂપ સાંભળે. કેવળીના ગુણો સાંભળે તે વખતે મોક્ષ કેવણીપણું વીતરાગપણું અંતઃકરણથી માને છે. પછી ઉઘમમાં નડે કેશુ? - નશીબે સિદ્ધિ-ઉદ્યમે પ્રાપ્તિ
દુનિયામાં ઋદ્ધિ ઈચ્છાઈ. ઉદ્યમ કર્યો પણ નડે કોણ? નશીબની ખામી. જગતની અંદર જેને કોઈ સંસારીને ઋદ્ધિ મળતી હોય તે આવતી ઋદ્ધિને કેઈ ધક્કો મારતું નથી. દરેક ઋદ્ધિ માટે ઉદ્યમ કરે છે, પણ આડું લાભાંતરાય આવે છે. પશમ જેટલો થયે હેય તેટલું - જ મળે છે. દુનિયાનાં દ્રવ્યાદિક લાભાંતરાયના લપશમ ઉપર આધાર - રાખે છે. ઉદ્યમ સિદ્ધ વસ્તુને લાવી આપનાર, સિદ્ધ કરનાર નસીબ. ખેતરમાં અનાજ તયાર થયું. તીડ ન પડ્યા, ઊંદર ન પડ્યા, યેગ્ય વરસાદ થયે, નિષ્કટકપણે અનાજની ઉત્પત્તિ થઈ. નસીબ ત્યાં લગી, પણ ખેતરમાં ઉગ્યા એવા ઘરના કોઠારમાં આવી પડતા નથી. દાણા *ઉગ્યા પણ આવીને ઘરમાં પડ્યા એવું બન્યું છે? નશીબે સિદ્ધિ, ઉદ્યમે પ્રાપ્તિ, તલમાં તેલ થયું કર્મથી, કર્મથી–પુન્યથી–નશીબથી તલમાં તેલ થયું, પણ તલમાંથી તેલને ઝરો નીકલ્યો? કઈ એ ઘાંચી નશીબદાર દેખ્યો કે જેને ઘેરથી તલમાંથી તેલને ઝરો નીકલ્યો? તયાર તેલની પ્રાપ્તિ ઉદ્યમને આધીન છે. આ વાત દુનિયાદારીથી જણાવી. નશીબને નવો અવકાશ જ નથી. શા માટે? આપણને બાદરપણું વ્યસપણું પંચેન્દ્રિયપણું મનુષ્યપણું વિગેરે નશીબે કર્યું છે, એની જરૂર આત્મકલ્યાણમાં પહેલે નંબરે છે. બાદર–ત્રપણે વગર યાવત્ પંચંદ્રિયની સંપૂર્ણતા વગર કલ્યાણ થવાનું નથી. મોક્ષપ્રાપ્તિમાં પણ નશીબને થાંભલે જોઈએ છે. કર્મ સાથે સમરાંગણું
આ જેના મગજમાં ન હોય તે જૈન નહિં. કઈ વસ્તુ? કર્મ શત્રુ જ છે. જૈન કેનું નામ? કર્મને શત્રુ માને, તેથી ગળથુથીમાં એજ રાખ્યું