________________
આત્મ-ઉત્થાનને પાયે આ દુનિયામાં કેહીનુર હીરે અતિ મૂલ્યવાન ગણાય છે. તેને “તેજને પર્વત” કહે છે, કેટલાક તેને કૌસ્તુભ મણી કહે છે. જેની પાસે તે હી હોય તે શહેનશાહ ગણાય. એ હીરાની કિંમત ગમે તેટલી હોય, પણ તેને જોવા માટે જેને આંખ ન હોય, તેને મન તેની કિંમત કેટલી?
કેવળ કહીનુર જ નહિ, કિન્તુ તેવા અસંખ્ય હીરાએ જેનાવડે દેખી શકાય છે, તે ચક્ષુની કિંમત કરોડની નહિં પણ અબજની આંકીએ તે પણ એછી જ ગણાય.
પાસે એ હીરે પણ હય, ચક્ષુ પણ હોય અને મન ન હોય તે ? મન પણ હેય કિન્તુ બુદ્ધિ ન હોય તે?
તે હીરાની કિંમત કશી જ નથી. માટે ખરૂં રત્ન એ હીરે નહિ પણ ચક્ષુ છે. બાહ્ય રત્નને દેખનાર ચહ્યું એ ખરૂ રત્ન છે. અથવા દેખેલા બાહા રનની પરીક્ષા કરીને તેની કિંમત આંકનાર મન અને બુદ્ધિ એ ખરાં રત્ન છે. અને એ મન અને બુદ્ધિ પણ જેની સહાયથી કામ કરી શકે છે, તે આત્મારૂપી રતનની કિંમત તે આંકી શકાય તેમ છે જ નહિ, તેમ છતાં તેની દરકાર કરનારા, સારસંભાળ રાખનારા વિરલ હોય છે.
જે આતદષ્ટિ કરીએ તે જ તેની કિંમત સમજાય તેમ છે. દેહ-ઈન્દ્રિથી ભિન્ન એવું આત્મ-રત્ન–એ જ સાચું રતન છે. અને એની કિંમત એ જ સાચી કિંમત છે. દુનિયામાં બીજા દ્રવ્ય નામ માત્રથી દ્રવ્ય છે, સાચું દ્રવ્ય એ આત્મદ્રવ્ય છે.
એ આત્માની ઉંચાઈ કેટલી ? એ આત્માનું માપ કેવડું? એ આત્માનું જીવન કેટલું? અને એ આત્માનું બળ કેટલું?
ઊંચામાં ઊંચે મેરુપર્વત, તેનાથી પણ આત્મા ઊંચે છે. ઊંડામાં ઊંડે સ્વયંભૂરમણ સમુદ્ર, તેનાથી પણ તે ઊંડે છે. પહેળામાં પહેલું કાકાશ, તેનાથી પણ તે પહેળે છે.
લાંબામાં લાંબે ભૂતકાળ, તેનાથી પણ તે લાગે છે. ભવિષ્યકાળ એટલે લાંબે છે. તેનાથી પણ લાંબુ આત્માનું જીવન છે.
પર્વતની ઉંચાઈ, પૃથ્વીની પહોળાઈ અને કાળની લંબાઈ પણ જેની આગળ તુરછ છે, તે આત્માની ઉંચાઈ, પહોળાઈ, ઉંડાઈ કે લંબાઈનું માપ નીકળી શકતું નથી, કારણ કે, તે અસીમ અને અમાપ છે.
પશુઓમાં, બળવાનમાં બળવાન હાથી અને સિંહ, મનુષ્યમાં બળવાનમાં બળવાન ચક્રવર્તી અને વાસુદેવ, માં બળવાન ઈ અને અહમિદ્ર, તે બધાથી પણ અધિક બળવાન આત્મા છે.