Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
លលលលលលលលលលលលលលលលលលលលលលលល
શ્રી સિદ્ધાત્માને નમઃ નિજ શુદ્ધાત્માને નમઃ
แ
,,
આ જાણી, શુદ્ધાત્માબની, ધ્યાવે ૫૨મ નિજ આત્મને, સાકાર અણ આકાર હો, તે મોહગ્રંથિ ક્ષય કરે. ” (શ્રી પ્રવચનસારજી ગાથા-૧૯૪)
શુદ્ધ અંતઃતત્ત્વ
“એ રીત તેથી આત્મને જ્ઞાયકસ્વભાવી જાણીને, નિર્મમપણે રહી સ્થિત આ પરિવર્જુ છું હું મમત્વને.” (શ્રી પ્રવચનસારજી ગાથા-૨૦૦)
અધ્યાત્મમૂર્તિ પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીના અનન્ય ભક્તરત્ન સિદ્ધાંતમૂર્તિ આત્મનિષ્ઠ પૂ. શ્રી લાલચંદભાઈ મોદીના શ્રી નિયમસારજી શાસ્ત્રના શુદ્ધભાવ અધિકાર ઉ૫૨ થયેલા અધ્યાત્મરસ ભરપૂર પ્રવચનો.
પ્રકાશન અને પ્રાપ્તિસ્થાન
શ્રી દિગમ્બર જૈન કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટ ‘સ્વીટ હોમ ’ જીમખાના રોડ-જાગનાથ પ્લોટ શેરી નં-૬. રાજકોટ (સૌરાષ્ટ્ર)
prereserereresereserenesenerereresereresererereres.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
GU
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
This shastra has been kindly donated in "electronic form" to AtmaDharma.com by Shree Digambar Jain Kund Kund Kahanamrut Prabhavna Mandir Trust, Rajkot, who have allowed it to be made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Shuddh Antahtattva is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Date
Changes
Version Number
001
19 June 2002 First electronic version.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાન સંવત
વિરનિર્વાણ
૨૫૨૮
વિક્રમ સંવત - ૨૦૧૮
ઈ. સ. ૨૦૦૨
૨૨
- પ્રકાશન પ. પૂ. ગુરુદેવશ્રીની ૧૧૩ મી જન્મજયંતિ સુઅવસરે,
તેમજ પૂ. લાલચંદભાઈ શ્રીના ૯૩ મા જન્મદિન સુઅવસરે
જેઠ સુદ-૯ તા. ૧૯/૬/૦૨
પ્રથમ આવૃત્તિ
પ્રત: ૧OOO પડતર કિંમત રૂા.100( અંદાજે)
મૂલ્ય: નિત્ય સ્વાધ્યાય
પ્રાપ્તિ સ્થાન શ્રી દિગંબર જૈન કુંદકુંદ
શ્રી શાંતિભાઈ સી. ઝવેરી કાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટ. ૮૧, “નિલામ્બર” “સ્વીટહોમ”
૩૭, પેડર રોડ, જાગનાથ શેરી નં-૬,
મુંબઈ - ૪૦૦ ૦૨૬ રાજકોટ-૩૬૦૦૦૧
ફોન-૪૯૪૯૬૩૬/૪૯૪૭૦૭૫
www.AtmaDharma.com
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
1.પ્રકાશકીય...કલમે...કા
પ્રારંભિક મંગલાચરણ:
શુદ્ધ અંત:તત્ત્વ
“ અહો ઉ૫કા૨ જિનવ૨નો કુંદનો ધ્વનિ દિવ્યનો; જિનકુંદ ધ્વનિ આપ્યાં, અહો ! તે ગુરુ કહાનનો.”
આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં દ્વિતીય શ્રુતસ્કંધના પ્રણેતા, અતિ આસન્નભવ્ય મહાત્મા શ્રી કુંદકુંદાચાર્યદેવ થયા. તેઓશ્રીએ દ્રવ્યાનુયોગના શાસ્ત્રોની રચના કરી. તેમાનું આ નિયમસાર શાસ્ત્ર છે. આ ગ્રંથની સર્વોપરીતા એ છે કે-તે નિજભાવના નિમિત્તે લખાયેલું છે... અર્થાત્ નિજના સંબોધનાર્થે લખાયેલું શાસ્ત્ર છે. જ્યારે સમયસાર છે તે અપ્રતિબુદ્ધ જીવોના સંબોધનાર્થે લખાયેલું શાસ્ત્ર છે. આ રીતે નિયમસાર અધ્યાત્મની ઉચ્ચ કોટિનું અને અપૂર્વ શાસ્ત્ર છે.
શ્રી કુંદકુંદદેવ સમયસારની જેમ નિયમસારના માંગલિકમાં પણ ફરમાવે છે કે“ જેવની સુવર્ણવતી મળિવું” કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું હું કહીશ. “ બિન વીર નત્વા”, મારો વીર મારો શાશ્વત ભગવાન છે જે કર્મથી અને ભવથી અને ભવના ભાવથી રહિત છે.. તેને મારો નિશ્ચય નમસ્કાર છે. અને જેમણે પર્યાયમાંથી ભવનો અભાવ કર્યો છે તેવા વી૨ જિનેન્દ્રને મારો વિકલ્પરૂપ-વ્યવહાર નમસ્કાર છે.
આ વાતની પુષ્ટિ તેઓશ્રી ત્રીજી ગાથામાં કરે છે. “ નિયમેન યત હાર્ય ” નિયમથી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ કરવા યોગ્ય છે. ‘નિયમ ’ શબ્દ અભેદ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગને સૂચિત કરનારો છે.
આ નિયમસાર શાસ્ત્ર તેમની ઉત્તર અવસ્થામાં લખાયેલું હોવાથી આ ગ્રંથમાં શુદ્ધભાવ અધિકાર અને ૫૨માર્થ પ્રતિક્રમણ જેવા અધિકારોનું નિરૂપણ કરી ત્રિકાળી ધ્રુવ આત્માને જયવંત વર્તાવ્યો છે. જેમને આત્માના અસંખ્ય પ્રદેશથી આનંદની ભરતી ઊઠે છે–તેવા પ્રચુર આનંદના રસાસ્વાદી ભાવલિંગી સંત શુદ્ધભાવ અધિકારમાં મૂલથી ચૂલ સુધી પરિણામથી નિરપેક્ષ શુદ્ધાત્માનું સર્વાંગીપણે વિશ્લેષણ કરી અને કા૨ણ ૫૨માત્માને હથેળીમાં બતાવ્યો છે. જૈનશાસનનો પ્રાણ જે ચૈતન્ય દેવતા તેને પ્રત્યક્ષ કર્યો છે. આવો ગંભીર, વચનાતીત સ્વભાવ વાણી દ્વારા કહી શકાતો નથી છતાં પણ મોક્ષમાર્ગે ગમન કરનારા મુનિકુંજરોએ તેમની લેખનીમાં જીવંત કર્યો છે.
શ્રી કુંદકુંદાચાર્ય પછી લગભગ ૧૧૦૦ વર્ષ બાદ વી૨નંદી સિદ્ધાંત ચક્રવર્તીના શિષ્ય કે જેમના મુખમાંથી મકરંદ ઝરે છે, જેઓ વૈરાગ્યરૂપી શિખરના શિખામણી છે, તેવા વૈરાગ્ય યોગી શ્રી પદ્મપ્રભમલધારિદેવ થયા. તેમણે ટોંચના પરમ પારિણામિકભાવને
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ શિખરની ટોંચ ઉપર સર્વોત્કૃષ્ટ રીતે પ્રતિપાદિત કર્યો છે.
તેઓશ્રી તાત્પર્યવૃત્તિના મંગલાચરણમાં લખે છે કે- “ત્વયિ સતિ પરમાત્મનૈવિશાળ્યોદમુશ્વાનહું વીતરાગતાનો પૂજારી, આ રાગી-દ્વેષી–મોહી જીવોને કેમ પૂછું? હે.. પરમાત્મા! મારી પરમાર્થ ભક્તિનો પોકાર છે કે-હું સિદ્ધ-તું સિદ્ધ અને બધા જીવ સિદ્ધ છે. આ કોણ કહે છે? જેઓ કેવળજ્ઞાનની તળેટીમાં ઉભા છે, જેમણે ઉત્કૃષ્ટ ચારિત્રને અંગીકૃત કર્યું છે. તે કહે છે. બીજા શ્લોકમાં જિન ભગવંતોની સ્યાદ્વાદ મુદ્રિત વાણીને નમસ્કાર કર્યા અને ત્રીજા શ્લોકમાં શ્રીગુરુને નમસ્કાર કર્યા.
ચોથા કળશમાં ફરમાવે છે કે “ભવ્યોના મોક્ષના અર્થે તેમજ નિજ આત્માની શુદ્ધિના અર્થે હું તાત્પર્યવૃતિ ટીકા કહીશ.” કારણપરમાત્મામાં રમતાં-રમતાં ટીકા થાઓ તો થાઓ ! ટીકા રચવાનો જે વિકલ્પ છે તે નિયમસારની ટીકામાં રમે છે. ત્યારે અમારી પરિણતી તો અભેદ સ્વરૂપની અભેદતા સાધતી વિજ્ઞાનઘન થતી જાય છે. અત્યારે અમને બીજા જીવો સમજે તેવો ભાવ ગૌણ થઈ ગયો છે. કારણ એ કે-ટીકાના કાળે અમારું ચરમ લક્ષ તો નિર્વાણપ્રાપ્તિ અર્થાત્ અવ્યાબાધ સુખની પ્રગટતા જ છે.
સ્વાત્મનિષ્ઠ પદ્મપ્રભમલધારિદેવે શુદ્ધભાવ અધિકારમાં ય શું? ઉપાદેય શું? સ્વદ્રવ્ય શું? પરદ્રવ્ય શું? વગેરે વિષયોનો ઊંડાણથી રસાસ્વાદ ચખાડ્યો છે. ભવ્યોત્તમ જીવોને નૂતન ઉન્મેષોની પરમેશ્વરી ભેટ સમર્પિત કરેલ છે. સ્વરૂપસ્થ શીતલ શશી પૂ. ગુરુદેવશ્રી
નિયમસારમાં આ શુદ્ધભાવ અધિકાર ઘણો જ સૂક્ષ્મ છે. આ અધિકાર ગ્રહણ કરવા યોગ્ય શું અને ત્યાજ્ય શું તે વિષયને કહેનારો છે. જીવાદિ બાહ્ય તત્ત્વ હેય છે તો ઉપાદેય કોણ છે? કેવો આત્મા ઉપાદેય છે? પરિણામ માત્ર બહિર્તત્વ છે. અનંતગુણમયી અખંડ પરમાત્મા છે તે ઉપાદેય છે. આત્મા એકલો ચૈતન્યદળ, આનંદદળ, ધ્રુવકંદ, જ્ઞાનઘન પૂર્ણ પરમાત્મ સ્વરૂપ છે. તે આશ્રયભૂત તત્ત્વમાં રંગ નથી-રાગ નથી, ભેદ નથી–ભંગ નથી. જેમાં સંવર, નિર્જરા ને મોક્ષ આદિની નિર્મળ પર્યાયોનો પણ અભાવ છે.. તેવો સામાન્ય એકરૂપ જીવતત્ત્વ તે આત્મા છે. આવા આત્માને લક્ષમાં લઈ પરિણમવું તે મોક્ષમાર્ગ છે. એક સમયની નિર્મળ પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી માટે મોક્ષની પર્યાય પણ પરદ્રવ્ય છે. શીતલચંદ્રની ચંદ્રિકા પૂ. ભાઈશ્રી:
જેમ સમયસારનો અજીવ અધિકાર અપૂર્વ છે તેમ નિયમસારનો શુદ્ધભાવ અધિકાર અપૂર્વ છે. અજીવ અધિકારમાં જીવનું વર્ણન નાસ્તિની મુખ્યતાથી કર્યું છે. જ્યારે શુદ્ધભાવ અધિકારમાં અસ્તિની મુખ્યતાથી જીવનું પ્રતિપાદન કરેલ છે. વળી આ શાસ્ત્ર નિજભાવના નિમિત્તે રચાયેલું હોવાથી.. શુદ્ધભાવ અધિકારમાં અમૃતરસ વહાવ્યો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ અનંતકાળથી જીવે પર્યાયથી સહિત આત્મા છે તેમ તો સાંભળ્યું છે, પરિચય પણ કર્યો છે અને તેમને જ દેષ્ટિનો વિષય માની તેનું સેવન પણ કર્યું છે. અનાદિથી તેને એક એવું મિથ્યા શલ્ય થઈ ગયું છે કે આત્મા તો પરિણામથી સહિત જ હોય ને? જો પરિણામથી રહિત હોય તો એકાંત થઈ જશે !! સાંખ્યમત થઈ જશે !! તેમ કરી-કરીને તેણે વ્યવહારનો પક્ષ દ્રઢ કર્યો છે. અનાદિથી જાણવાના વિષયભૂત દ્રવ્યનું અવલંબન લીધું પરંતુ દેષ્ટિના વિષયભૂત તત્ત્વનું અવલંબન એક સમયમાત્ર પણ લીધું નથી. આ શુદ્ધભાવ અધિકારમાં અવલંબનભૂત વિષય શું? અને જાણવાનો વિષય શું તેનો ઊંચામાં ઊંચો વિભાગ બતાવ્યો છે. જીવથી જીવનું ભેદજ્ઞાન કરાવનારો આ સર્વોત્કૃષ્ટ અધિકાર
સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની વહેંચણી પરાકાષ્ટાએ કરી છે. કાં તો પરિણામને આત્મા માને છે અથવા પરિણામીને ધ્યેયરૂપ આત્મા માને છે; તે બન્ને ભૂલ છે. પરિણામ પરદ્રવ્ય પણે ભાસવા જોઈએ અને પરિણામી શેયપણે ભાસવું જોઈએ. જ્યારે ધ્યેય તો અનાદિ અનંત નિરંજન નિજ ધ્રુવ તત્ત્વ જ છે તેમ દૃષ્ટિમાં આવવું જોઈએ. પૂ. ‘ભાઈશ્રી’ લાલચંદભાઈની ૯૩મી જન્મ જયંતિ સુઅવસરે:
દ્રવ્યદૃષ્ટિવંત દિવ્યમૂર્તિ દિનેશ ! આપની દિવ્યવાણી તો અજ્ઞજનોને અંજનાવટીરૂપ છે. આપના દિવ્ય વચનો મિથ્યા અંધકારને પ્રક્ષણ કરનારા અને શુદ્ધાત્માની ઉષાના ઓજસ પાથરનારા છે. ચૈતન્યના અક્ષુણ વિલાસમાં નિમગ્ન સાધકોની સાધનાની સંતુલિતતાના ઉરસ્પન્દનોની ઉર્મિલતાના અનાહત પ્રવાહરૂપ આ પ્રવચનો છે. આત્માર્પણતાની સંજ્ઞ સામાયિકની નિર્મલ આરસીના પ્રતિબિંબરૂપ “શુદ્ધ અંત:તત્ત્વ”ની આ અર્ચના છે. પુસ્તક પ્રકાશનના હેતુઓ:
૧) અનંતકાળથી જીવને સમ્યગ્દર્શન થયું નથી તેનું કારણ કયાંક ને કયાંક પર્યાયમાં અહુબુદ્ધિ છે. પરપદાર્થની અહબુદ્ધિ તો હજુ છૂટે પરંતુ પોતાના પરિણામની અહબુદ્ધિ છૂટવી મુશ્કેલ છે. આ શાસ્ત્ર પરિણામની સ્વામિન્વબુદ્ધિ છોડાવનાર છે.
૨) ત્રિકાળી દ્રવ્ય પર્યાયમાત્રથી ભિન્ન છે તે વાત તેણે કદી રુચિપૂર્વક સાંભળી નથી. તેથી તેની વ્યવહાર શ્રદ્ધા પણ ખોટી છે. વ્યવહાર શ્રદ્ધા કોને કહેવાય અને નિશ્ચયશ્રદ્ધા કોને કહેવાય તેનો સ્પષ્ટ ચિત્તાર આપતું આ પુસ્તક છે.
૩) શ્રી કુંદકુંદઆચાર્ય, અમૃતચંદ્રાચાર્યદવ, પદ્મપ્રભમલધારિદેવ અને કહાનગુરુ કહે છે કે-પર્યાયમાત્ર પરદ્રવ્ય છે. સ્વદ્રવ્યથી પરિણામ અત્યંત ભિન્ન છે આ વાતને પુષ્ટ કરનારી આ રચના ભેદજ્ઞાન સભર છે.
૪) સંતો કહે છે અમોને એક શુદ્ધાત્મા જ સહજ પ્રાસ છે, બાકી બધું જ અપ્રાસ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
છે. આ રીતે શુદ્ધભાવની મહિમાને મંડિત કરાવનારો અપૂર્વ ગ્રંથ છે.
૫) પર્યાયદેષ્ટિવાળાને એમ થાય છે કે-પરિણામને સર્વથા ભિન્ન કહેશો તો એકાંત થઈ જશે. જૈનદર્શન તો સર્વથા અનેકાન્તમય છે. તેથી વ્યવહારનો પક્ષપાતી સમ્યક્ એકાન્તમાં આવતો નથી. હવે દૃષ્ટિને મૂળમાંથી કેવી રીતે સમ્યક્ પ્રકારે ખિલવવી તેનું પ્રતિપાદન કરનાર આ શાસ્ત્ર છે.
૬) સંતો કહે છે–ભલે તારી પાસે દ્રવ્યદૃષ્ટિ નથી પરંતુ દૃષ્ટિનો વિષય દ્રવ્ય તો છે ને ? હવે તું જ્યારે દ્રવ્યની નિધિને જોઈશ તો તને પરિણામની અધિકતા ભાસશે જ નહીં. આમ પરિણામની મહિમાને ભસ્મીભૂત કરાવી શુદ્ઘજીવાસ્તિકાયમાં પદાર્પણ કરાવનાર આ ગ્રંથ છે.
૭) હું દ્રવ્યે શુદ્ધ છું અને પર્યાયે અશુદ્ધ છું તે ઉછીનું લીધેલું જ્ઞાન છે. તારી માન્યતામાં હું શુદ્ધ છું તે કયાં આવ્યું છે ? જે એમ જાણે કે–હું શુદ્ધ જ છું, તેની પર્યાયમાં શુદ્ધતા જ હોય છે. શ્રદ્ધા જ્ઞાનની મૈત્રી સભર આ માધ્યસ્થ રચના છે.
૮) હજુ પરિણામની નિરપેક્ષતા સુધી આવવું મુશ્કેલ થતું હોય ! તો પછી દ્રવ્યની નિરપેક્ષતામાં કયાંથી આવે ? હું અશુદ્ધ હતો અને શુદ્ઘ થયો તે બન્ને ભાવથી નિ૨પેક્ષ ભાવ–“હું વર્તમાનમાં શુદ્ધ છું”... તેવા રહસ્યને પદે પદે પ્રકાશનાર આ કૃતિ છે.
પર્યાયથી સહિત દ્રવ્ય તે ધ્યેય તો નથી પરંતુ તે જ્ઞેય પણ નથી. દ્રવ્યલિંગી આ વાતનું રહસ્ય પામતો નથી. જેને પર્યાયથી રહિત શુદ્ધાત્મા ધ્યાનનું ધ્યેય થાય છે તેને જ નિર્મળ પર્યાયથી કથંચિત્ સહિત આત્મા જ્ઞાનનું જ્ઞેય થાય છે. આમ અનુભવનો નિચોડ આ ગ્રંથમાં... વરસાવ્યો છે.
પુસ્તક પ્રકાશનની મંગલ કાર્યવાહી:
શ્રી નિયમસારજી શુદ્ધભાવ અધિકારના પ્રવચનો વિડિયો ઓડિયો કેસેટમાંથી અક્ષરસઃ ઉતારવામાં આવ્યા છે. કેસેટ ઉપરથી પ્રવચનો આત્માર્થી ડો. દેવેન્દ્રભાઈ દોશી (સુરેન્દ્રનગ૨ ) તેમજ આત્માર્થી હંસાબેન ઝવેરી (મુંબઈ ) દ્વારા લખવામાં આવ્યા છે. આ બન્ને કાર્યકર્તાઓને સંસ્થા દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે. સંકલનકર્તા અને સંપાદનકર્તા પ્રત્યે આભારઃ
કેસેટ ઉ૫૨થી લખાયેલા અક્ષરસઃ પ્રવચનોની પ્રવચનધારાને અખંડિત રહે અને સૂક્ષ્મ ભાવોનો પ્રવાહ યથાવત જળવાય રહે એ રીતે સંકલનનું દાયિત્ત્વ આત્માર્થી બા. બ્ર. શોભનાબેન જે. શાહ (રાજકોટ) દ્વારા થયેલ છે. તદ્ઉપરાંત આ પુસ્તકનું સંપાદન પણ તેઓશ્રી દ્વારા નિષ્પન થયેલ છે. લખાયેલા પ્રવચનોને પુનઃ તપાસવાનું તેમજ સમગ્ર પ્રુફ રીડિંગનું કાર્ય આત્માર્થી ચેતનભાઈ સી. મહેતા ( રાજકોટ ) દ્વારા પૂર્ણ થયેલ છે. માત્ર અઢીમાસના ટૂંક સમયમાં સમગ્ર પુસ્તક પ્રકાશનની કાર્યવાહી
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
કરનાર બન્ને મુમુક્ષુઓને ખૂબ ખૂબ ધન્યવાદ તેમજ તેમની દેવગુરુશાસ્ત્ર પ્રત્યેની અર્પણતાને
સંસ્થા બિરદાવે છે.
પુસ્તક પ્રકાશનના સહાયક દાતાઓ:
પૂ. કહાનલાલના નિયમસાર શુદ્ધભાવ અધિકાર ઉ૫૨ના પ્રવચનો પુસ્તકરૂપે પ્રકાશિત થવામાં રાજકોટ નિવાસી સ્વ. ડો. નવરંગભાઈ મોદીના આત્મોન્નતિના શ્રેયાર્થે રૂ. ૫૧૦૦૦/- તેમના ધર્મપત્નિ શ્રી શારદાબેન મોદી અને તેમના કુટુંબીજનો તરફથી આવેલા છે.
તેમજ મુંબઈ નિવાસી સ્વ. રજનીકાન્તભાઈ કોઠારીના કલ્યાણકા૨ી માર્ગના શ્રેયાર્થે રૂ. ૫૧૦૦૦/- તેમના ધર્મપત્નિ ભારતીબેન કોઠારી તેમજ તેમના કુટુંબીજનો તરફથી “શુદ્ધ અંત:તત્ત્વ ” પ્રકાશન ખાતે દાનરાશિ પ્રાપ્ત થયેલી છે. ઉપરોક્ત સર્વે આત્માર્થીજનો પ્રત્યે સંસ્થા ખૂબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
મુદ્રકઃ- આ પુસ્તકનું સુંદર રીતે લેસર ટાઈપીંગ કરી આપવા બદલ ઈન્ફોસોફટ સર્વિસીઝનાં સંચાલક દેવાંગભાઈ તેમજ નિલેષભાઈ વારીઆનો સંસ્થા આભાર માને છે. ડોટએડનાં સંચાલક કમલેશભાઈ તેમજ રાજેશભાઈ દ્વારા પુસ્તકનું ફ્રન્ટ પેઈજ, કલર પેઈજ વિગેરે સુંદર બનાવી આપવા બદલ તેમજ ચંદ્રકાન્તભાઈ મહેતાનો આ પુસ્તક છાપવામાં સહકાર મળવા બદલ સંસ્થા આભારી છે.
આવકાર્ય:- અમારા દિગમ્બર કુંદામૃત સ્વાધ્યાય હોલનું આ છઠ્ઠું પુષ્પ છે. અધ્યાત્મરસના પ્યાલા ભરી ભરીને તૃષાવંત જીવોને અમૃતપાન કરાવી તૃપ્ત કરાવ્યા છે. આ પુસ્તક
પ્રકાશનમાં અજાણતા કોઈ પણ પ્રકારે ક્ષતિ રહી જવા પામી હોય તો તે માટે અમો ક્ષમા પ્રાર્થીએ છીએ. સાથે-સાથે યોગ્ય માર્ગદર્શનની અપેક્ષા પણ રાખીએ છીએ.. જેથી અમારા પ્રકાશનને તીવ્ર વેગ મળે.
સત્ પુરુષોનો પ્રત્યક્ષ યોગ દુર્લભ છે. પરંતુ તેમનો અક્ષરદેહ પુસ્તકરૂપે પ્રકાશિત થાય તો વર્તમાન અને ભાવિ મુમુક્ષુઓને સારભૂત શુદ્ધાત્મ તત્ત્વનો સ્વાધ્યાય થાય અને શુદ્ધાત્મમય જીવન બને તે જ આ સંસ્થાનું ધ્યેય છે. ૫૨મ પવિત્ર શુદ્ધાત્મ તત્ત્વનો અમોઘ મહામંત્ર આપનાર કહાનલાલના ચરણોમાં કોટી કોટી વંદના.
શ્રી દિગમ્બર જૈન કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટ “ સ્વીટ હોમ ”–જાગનાથ શેરી નં-૬ સામે, જીમખાના રોડ-રાજકોટ.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ સંકલિત...કલમે... શુદ્ધાત્મતત્ત્વના ઉપાસક, ઉપાદેય તત્ત્વના મર્મજ્ઞ એવા ગુણમૂર્તિ શ્રી કહાનગુરુદેવે આપણને શુદ્ધાત્મરસનું મકરંદ ન પીવડાવ્યું હોત તો જિનવાણીરૂપી સમુદ્રમાં નિરપેક્ષ શુદ્ધાત્માના વૈભવને કોણ જાણી શકત? હે ગુરુદેવ ! આપના અનંત ઉપકારોનું વર્ણન વાણી દ્વારા તો અકથ્ય જ છે.
જૈનદર્શનમાં સર્વાધિક મહિમા અને યશોગાન ગવાયા હોય તો તે સમ્યગ્દર્શન અને તેનો વિષય ત્રિકાળી ધ્રુવભાવના ગવાયા છે. પૂ. ગુરુદેવશ્રીએ પણ વર્ષો સુધી શુદ્ધાત્માની મહિમાને પ્રકાશી છતાં સમ્યગ્દર્શન કેમ થતું નથી ? આ મુમુક્ષુ સમાજનો પ્રશ્ન છે. પર્યાયને અથવા પરિણામી દ્રવ્યને દૃષ્ટિનો વિષય માનવો તે જ સમ્યગ્દર્શનમાં બાધક છે. હેય, ય, ઉપાદેય તત્ત્વનું જ્ઞાન કરી પરમોપાદેય નિજઆત્મતત્ત્વમાં “હું પણું” થવું તે જ સમ્યગ્દર્શન છે. મોક્ષ આ કાળને વિષે દુર્લભ હો તો હો ! પ્રાપ્ત થાય કે ન થાવ! પરંતુ મુક્તિદૂત કહાનગુરુ દ્વારા જે મુક્ત સ્વભાવનું દાન મળ્યું છે તે જ મુક્તિ છે. તેમના દ્વારા પ્રભુતાનું જે આહવાનનું મળ્યું છે... તેના દ્વારા જે સ્પષ્ટીકરણ થયું છે તે જોતાં મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવી દુર્લભ નથી.
હેકહાનલાલ! આપ પણ વારંવાર કહેતા કે આ શુદ્ધભાવ અધિકાર જો અંદરમાં ખોડાય ગયો તો હવે તેને સંસારમાં રખડવું હશે તો પણ રખડવા નહીં ઘે. આખી જિંદગી ધ્યેયના નિર્ણયમાં ચાલી જાય તો ભલે ચાલી જાય.... પરંતુ દ્રવ્ય પર્યાયનાં નિર્દયતાપૂર્વક ભાગલા સમજે. સત્ય સમજણ છે તે શુદ્ધાત્મમાં પ્રવેશ કરાવનાર આંગણું છે. અનુમાન છે તે શુકન છે અને સમ્યગ્દર્શન તે ચારિત્રને વરવાના શ્રીફળ છે અને મુક્તિ તે પરિણય છે.
પૂ. ગુરુદેવશ્રી પણ શુદ્ધભાવ અધિકારની ૫૦ ગાથાની પ્રતિપાદનની જવાબદારી સીમંધરપ્રભુને સોંપતા હોય, સીમંધર પ્રભુને વિનંતી કરી અને ગાદી ઉપર બેસીને કહે કે તમારે જે કહેવું હોય તે કહેજો ! “આ સ્વદ્રવ્યનો અર્થ આજે પરમાત્મા કરશે.” અને ખરેખર નિજ પરમાત્મામાંથી જે અપૂર્વ ભાવો આવ્યા હોય, તે ગાથાની ઊંડપ કેવી હશે? - આચાર્ય સમતભદ્ર કહે છે-હે રાજન! મારો નમસ્કાર તારા કુદેવ નહીં ઝીલી શકે! તેમ અહીં સંતો કહે છે-મારો નમસ્કાર પરદ્રવ્ય નહીં ઝીલી શકે ! મારો નમસ્કાર તો આત્મા જ ઝીલી શકશે. અર્થાત્ આત્માનો નમસ્કાર આત્મા જ ઝીલી શકે છે. બીજી અપેક્ષાએ કહીએ તો જેટલી વીતરાગી પર્યાયો પ્રગટી છે તેને વ્યવહાર જિનપણે જાણીએ છીએ અને ધ્રુવ આત્માને નિશ્ચય જિનપણે જાણીએ છીએ.
આપના મંગલમયી પ્રવચનોમાં ધ્રુવભાવ તો સદા ધ્રુવ અટારીને આંબતો, ધ્રુવતાના શિખરો સર કરતો ધ્રુવતાએ જ રહ્યો છે. આ પ્રવચનોમાં શુદ્ધાત્માની ઉછળતી રુચિના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ દર્શન થાય છે. સાથે સાથે દેષ્ટિની તીક્ષ્ણતા, જ્ઞાનની વેધકતા, સ્વદ્રવ્ય-પદ્રવ્યની
સ્વાનુભવથી પૃથતા, સવિકલ્પમાં વૈરાગ્ય પરાયણતા, દષ્ટિપૂર્વક જ્ઞાનની સંધિ, ક્ષણને પળે ભેદજ્ઞાન યુક્ત જાગૃત દશા, ઉત્કટ આત્મ ચિંતન અને પરમાર્થમાર્ગની પ્રભાવનાનો ભાવ વગેરે વિધ વિધ વીતરાગી કુસુમોથી અધ્યાત્મબાગ મઘમઘી રહ્યો છે. આ પ્રવચનોમાં પરિણામની એકત્ત્વબુદ્ધિ તોડવાના મહામંત્રો આપ્યા છે.
સૂર્ય પ્રગટ છે તેને પ્રગટ કરવાનો નથી... માત્ર આંખ ઉઘાડતાં પ્રગટ સૂર્યના પ્રગટ દર્શન થાય છે. તેમ રુચિની આંખ ઉઘાડતાં ભગવાન આત્મા પ્રગટ છે તેમ દર્શન થાય છે. પર્યાય પણ પર્યાયથી ઉદાસ થાય છે. પર્યાય પણ પર્યાયની ઉપેક્ષા કરે છે. આમ અનેક પ્રકારે શુદ્ધાત્માના સ્વરૂપને ઊંડાણથી લક્ષગત્ કરાવ્યો છે. અભૂતથી અદભૂત ચમત્કારીક આ અધિકાર છે. માત્ર દેષ્ટિ ફેરવવાની વાત છે. શુદ્ધાત્માનો પક્ષ આવીને પક્ષીતિક્રાંત થાય તેવો મહાન અધિકાર છે.
જે આત્મા સાધકને ઉપાદેય છે તે જ આભા મિથ્યાદેષ્ટિ જીવને ઉપાદેય છે. જેટલો અરીસો સ્વચ્છ તેટલા જ પ્રમાણમાં બહારના પદાર્થો વધારે સ્પષ્ટ ઝળકે છે, તેમ જ મનમાં-અનુમાનમાં અભેદ ધારે છે; પછી તેનું વારંવાર મનન કરે છે, તો તેને પરોક્ષમાં પણ શુદ્ધાત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્પષ્ટ ઝળકી ઊઠે છે. પછી “મન પાવે વિશ્રામ... અનુભવ યાકો નામ.”
આગમમાં છ દ્રવ્યને, રાગને પરદ્રવ્ય કહેવાય. જ્યારે અધ્યાત્મમાં પરિણામને પદ્રવ્ય કહેવાય. પરિણામરૂપ પરદ્રવ્યનો કર્તા સ્વદ્રવ્ય નથી. પરિણામમાં કંઈ પણ કરવાની ઇચ્છા તે મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ તે જ પરિગ્રહ છે. એક તરફથી ભગવાન આત્માને અપરિગ્રહી-નિસ્પૃહ કહેવો અને તેને જ પરદ્રવ્યને પ્રગટ કરવાની ભાવનાવાળો કહેવો તે વિરોધી વાત છે. હવે જે દેવગુરુશાસ્ત્ર છે તે પરદ્રવ્ય તો છે, પરંતુ તે જ્ઞય પણ છે. જ્યારે પરિણામ-પદ્રવ્ય છે તેથી તે હેય છે. પરિણામરૂપ પરદ્રવ્ય ધ્યેય તો નથી પરંતુ તે શેય પણ નથી.
આચાર્યદવે સમયસારમાં અનુભવથી નિજ વૈભવ બતાવવાની જે પ્રતિજ્ઞા કરી છે તે પ્રતિજ્ઞા નિયમસારમાં ચાલી આવે છે. જેમ સમયની સાથે “સાર” શબ્દ જોડયો છે તેમ નિયમની સાથે સાર” શબ્દ જોયો છે. સમયની સાથે “સાર” શબ્દ છે તે દ્રવ્યનો નિશ્ચય બતાવે છે. અને નિયમની સાથે જે “સાર” શબ્દ છે તે પર્યાયનો નિશ્ચય બતાવે છે.
સમયસાર દષ્ટિપ્રધાન શાસ્ત્ર હોવાથી દૃષ્ટિનો વિષય મુખ્યતાએ આપ્યો છે. જ્યારે નિયમસાર ધ્યાનરૂપ હોવાથી શ્રદ્ધાનો વિષય છે તેને વિષય કરનારા સ્વસંવેદન નિર્વિકલ્પ પરિણામ નવા પ્રગટ થાય છે. એ અતીન્દ્રિય પરિણામ તે પર્યાયનો નિશ્ચય છે. વિષય એક, સમય એક અને પરિણામ ત્રણ પ્રગટ થાય છે તે સ્વાશ્રિત નિશ્ચયરૂપ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
III.
શુદ્ધ અંત:તત્ત્વ જેને સમયસારનું ધ્યાન થાય છે તેને ધ્યેય ધ્યાન અને ધ્યાતાની એકરૂપતા થાય છે. સમયસાર ધ્યેયરૂપ છે, નિયમસાર ધ્યાનરૂપ છે આ બન્નેની અભેદતા તે ધ્યાતા છે. જ્યારે ધ્યાતા થયો ત્યારે આખો આત્મા ય થયો. આ રીતે ધ્યેય+શેયની સંધિ છે.
આ પુસ્તકમાં નિજ શુદ્ધાત્માનો પરમાર્થ પ્રસાદ પીરસ્યો હોવાથી આ પુસ્તકનું નામ “શુદ્ધ અંત:તત્વ” રાખ્યું છે. શ્રી કુંદામૃત કહાન સંસ્થાએ મને શુદ્ધ અંત:તત્ત્વ પુસ્તકનું સંકલન અને સંપાદન કરવાનું કાર્ય સોપેલું તે બદલ હું સંસ્થાની અંત:કરણથી આભારી છું. નિજ શુદ્ધાત્માની રુચિ પ્રગાઢ થવામાં મને માર્ગદષ્ટ બન્યું છે. તઉપરાંત પુસ્તક પ્રકાશન માટે મને જેમની નિરંતર પ્રેરણા અને સહ્યોગ મળતા રહે છે તેવા આત્માર્થી વડિલશ્રી શાંતિભાઈ ઝવેરીની હું આભારી છું. આ પુસ્તક પ્રકાશનમાં આદિથી અંત સુધી સર્વે કાર્યોમાં મને જેમનો અમુલ્ય સહ્યોગ મળ્યો છે તેવા આત્માર્થી ચેતનભાઈ મહેતા માટે કોઈ પણ પ્રકારના શબ્દો દ્વારા આભાર માનવો તે તેમના પ્રત્યેના આભારને ઉણો દર્શાવે છે.
અંતમાં “શુદ્ધ અંત:તત્ત્વ” પુસ્તક પ્રકાશનમાં કહાનલાલ આપની અતિશય ભક્તિ આ કાર્ય થવામાં મને માર્ગદષ્ટા બની છે.
શુદ્ધ અંત:તત્ત્વના નિર્માતા; સમ્યક્ત્વ રત્નના દાતા; સહજ પુરુષાર્થના જ્ઞાતા;
મોક્ષમાર્ગના મુક્ત વિખ્યાતા... એવા શ્રી કહાનગુરુદેવ તેમજ પૂ.ભાઈશ્રી લાલચંદભાઈના હસ્તયુગલમાં આ ભક્તિ પુષ્પ અર્પણ કરું છું.
બા. . શોભનાબેન જે. શાહ (રાજકોટ)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
IV
Aસંપાદઠિય...કલમે... “શુદ્ધાતમ્ વિચારે ધ્યાવે.. શુદ્ધાતમેં કેલિ કરે;
શુદ્ધાતમમેં સ્થિર રહે. અમૃતધારા વરસે રે....” શ્રી જિનેન્દ્રદેવના જ્ઞાનદર્પણમાં ઝલકી રહેલ મુક્તિ વધુના મુખચંદ્રને પ્રત્યક્ષ દેખવા માટે જેમણે કમરકસી છે તેવા પદ્મપ્રભમલધારિદેવ આચાર્ય કુંદકુંદના હૃદય સરોવરમાં પેસી, શુદ્ધાતનું અવગાહન કરી અને આત્મરસના રસાસ્વાદી બની અને ટીકામાં તેમણે મુક્તિના મંડપ સ્થાપ્યા. આ ભાવલિંગાણાની પ્રચુર આનંદની મસ્તીમાં ચાલેલી કલમની કમાલ છે.
શુદ્ધભાવ અધિકાર એટલે શુદ્ધાત્માનો અધિકાર. આ અધિકાર ત્રિકાળ સ્વભાવને બતાવનારો અજોડ અધિકાર છે. આ ભેદજ્ઞાનની પરાકાષ્ટાનો અર્થાત્ અધ્યાત્મની ટોંચનો અધિકાર છે. શુદ્ધ સ્વભાવની અસ્તિની મતિ સંતોને કેવી વર્તે છે તે બતાવનારો અધિકાર છે. આ અધિકારને પ્રયોગાત્મક વિધિથી અને અનુભવ દેષ્ટિથી જોઈએ તો તેનિજ આત્મામાં “હું પણું ” સ્થાપિત કરાવનાર મહાન અધિકાર છે. અંતમાં કહું તો આ અધિકાર ભરતક્ષેત્રનો ભગવાન છે.
આ અધિકાર વ્યવહારનો તો નથી, પ્રમાણનો પણ નથી; પરંતુ વ્યવહાર સાપેક્ષ નિશ્ચયનો પણ નથી. આ અધિકાર નવતત્ત્વોને દર્શાવનારો નથી; કેમકે નવતત્ત્વો વ્યવહારનયનો વિષય છે તેથી આ અધિકાર ઉપર નવતત્ત્વોમાંથી કોઈ તત્ત્વનું નામ ન આપ્યું. આ અધિકારનું નામ તેના પેટાળમાં રહેલા ઊંડાણના આત્મસ્પર્શી ભાવોનું દર્શન કરાવે છે તેથી શુદ્ધભાવ નામ આપ્યું છે. આ અધિકારમાં સામાન્ય તત્ત્વને સ્કુરાયમાન કરતું પરમાર્થ પ્રભાવક નિરૂપણ કર્યું છે. ભવ્યોના ધન્યભાગ્ય અને ધન્યકાળે આ અધિકાર રચાય ગયો છે.
આચાર્ય કુંદકુંદદેવ અને પદ્મપ્રભદેવ ધ્રુવદળની ઊંડાઈમાં લઈ જતાં ડર્યા નહીં. તેમણે નિશંક થઈ અને સર્વાગીપણે દૃષ્ટિનો વિષય પીરસ્યો. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની વહેંચણી પરાકાષ્ટાએ કરી. સંતોની દૃષ્ટિમાં કોઈ પણ પ્રકારનો ભેદ સહ્ય નથી. જિનાગમ રત્નાકરમાંથી સંતોએ નિષ્કારણ કણાપૂર્વક અમૂલ્ય નિધાનને વીણી-વીણીને આપ્યા છે. તે સહજ ગુણમણિની રત્નમાળા ભવ્યજીવોના કંઠનું આભરણ બની છે.
કારણનિયમ અને કાર્યનિયમની વ્યાખ્યા કરનારો ગ્રંથ એટલે નિયમસાર. નિયમ એટલે નિયમથી કરવા યોગ્ય કાર્ય. આ જગતમાં હિતકારક હોય તો તે સમ્યગ્દર્શનશાન ચારિત્રના પરિણામ છે. અને તે કાર્ય નિયમરૂપ છે. આવા મંગલકાર્યની ઉત્પત્તિ કારણના આશ્રયે થાય છે. એ કારણ નિયમ તે શુદ્ધાત્મા છે. કારણ નિયમ અર્થાત્
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ શુદ્ધાત્મા, તેનું અવલંબન લેતા જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય તે કાર્ય નિયમ છે. ખરેખર તો કાર્યસાપેક્ષ આત્માને કારણપરમાત્મા કહેવાય છે. પરંતુ અહીં તો કાર્ય નિરપેક્ષ શુદ્ધભાવ બતાવવો છે.
એક બાજુથી એમ કહેવું કે-સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ નિયમથી કરવા યોગ્ય છે. બીજી બાજુથી એમ કહેવું કે પરિણામ હેય છે.. તો અમારે શું સમજવું?
જ્યાં નિર્મળ પરિણામ પ્રગટ કરવા યોગ્ય કહ્યું છે ત્યાં તે અપેક્ષિત વાત છે. ત્યાં આશ્રયની વાત નથી, ત્યાં પ્રગટ કરવાની વાત છે. જ્યારે આ અધિકારમાં તો પરિણામનો આશ્રય છોડાવી દ્રવ્યનો આશ્રય કરાવવો છે. કોઈ જગ્યાએ એમ કથન આવે કે-કેવળજ્ઞાન
ય છે. કોઈ જગ્યાએ એમ કથન આવે કે-રત્નત્રય પ્રગટ કરવા યોગ્ય છે. આ બન્ને કથનમાં અપેક્ષા સમજવી જોઈએ.
શુદ્ધભાવ અધિકારમાં ખરેખરો આત્મા કેવો છે તે બતાવ્યું છે. આત્મા એક છે તેનાં પડખાં બે છે. એક ખરું સ્વરૂપ અને એક ઉપચરિત સ્વરૂપ કહ્યું છે. આત્મા બે પડખાં વાળો છે તો તેમાં બન્ને પડખાં ઉપાદેય પણ ન હોય અને બન્ને પડખાં હેય પણ ન હોય. તેમાં એક પડખું ઉપાદેય હોય અને એક પડખું હેય હોય. આમ પ્રમાણભૂત વસ્તુમાં જ હેય-ઉપાદેય હોય છે. પૃથક વસ્તુમાં કોઈ હેય પણ ન હોય અને કોઈ ઉપાદેય પણ ન હોય, પરંતુ તે માત્ર જ્ઞય હોય છે.
આત્મા ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિનો ધારક હોવાથી આત્માને સ્વભાવનું ગ્રહણ કરવાનું નથી. કેમકે તેણે કદી સ્વભાવનો ત્યાગ કર્યો જ નથી. હવે પર્યાય અપેક્ષાથી જોઈએ તો આજ દિવસ સુધી પર્યાયે સ્વભાવનું ગ્રહણ પણ કર્યું નથી. તેણે સમયે-સમયે સ્વભાવનો ત્યાગ જ કર્યો છે. માટે વિશેષમાં સ્વભાવનું ગ્રહણ થાય છે.
પદ્મપ્રભદેવ કહે છે કે અમારું જ્ઞાન સાત તત્ત્વોથી પરાભુખ છે. અર્થાત્ વિશેષ છે તે સ્વદ્રવ્યની સન્મુખ થયું છે અને પારદ્રવ્યોથી પરાડમુખ થયું છે. પરંતુ હું અપરિણામી દ્રવ્ય, કદી પરની સન્મુખ થયો નથી. તેથી મારે સ્વની સન્મુખ થવાનું નથી. મને કોઈ પર્યાયની સાપેક્ષતા તો નથી, પરંતુ પર્યાયની અપેક્ષાય નથી, પરમાર્થે પર્યાયની પરમ ઉપેક્ષા પણ મને નથી અને ખરેખર પર્યાયની નિરપેક્ષતા પણ મને સ્પર્શતી નથી તેવો પરમ ઉદાસીન છું. જેને અનંત આનંદમૂર્તિમયી આત્મા દેખાય તેને આત્માના કયા પ્રદેશ પર્યાયની મહિમા હોય ? જેને પર્યાય પરદ્રવ્ય ભાસે છે તે તો આત્માની મહિમામાં જ ડોલતો હોય છે. કોઈ મહાભાગ્યવાન જીવ હશે તેને પર્યાય પરદ્રવ્ય છે તેવો અર્થ સાંભળવા મળશે. પર્યાય પરદ્રવ્ય છે તેમ સાંભળતાં જ પર્યાયનું લક્ષ અને પર્યાયનો પક્ષ બન્ને છૂટી જાય છે, અને સ્વદ્રવ્યનું લક્ષ થઈ જાય છે. પર્યાય પરદ્રવ્ય છે તે કથન ઉપર સંતો વારી જાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
VI
સાધક ધર્માત્મા કહે છે–તારે પરિણામને છોડવાના નથી... કેમકે પરિણામ વિના એક સમયમાત્ર આત્મા ન રહી શકે. પરંતુ પરિણામના લક્ષ વિના તો આત્મા રહે છે. તેથી આ અધિકારમાં પરિણામનો આશ્રય છોડાવ્યો છે.
પરિણામનું જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે... અર્થાત્ પરિણામ છે તેમ તારા જ્ઞાનમાં સ્વીકાર કરજે. પરિણામ બિલકુલ છે જ નહીં... અવસ્તુ છે તેમ નથી. તેમ પરિણામને જાણીને પરિણામનો આશ્રય પણ કરવાનો નથી. પરિણામને જાણીને, પરિણામમાંથી આત્મબુદ્ધિ છોડવાની છે. સાત તત્ત્વોને જાણવા એટલા માટે કે–જાણીને તેનું લક્ષ છોડી દેવું... ત્યારે તેને સાત તત્ત્વો તૈય થયા કહેવાય. શુદ્ધાત્માને જાણીને આત્મબુદ્ધિ કરવી અર્થાત્ ‘ આ જ હું છું ’ તેમ પ્રતીતિમાં લઈ પરિણમી જવું તેને આત્મા ઉપાદેય થયો તેમ કહેવામાં આવે છે. આ વાતને નાટક સમયસારમાં પૂ. ગુરુદેવશ્રી આ રીતે કહે છે–“એક સમયની પર્યાય ત્રિકાળીને માને ત્યારે તેણે દ્રવ્યને માન્યું કહેવાય. ૫રદ્રવ્ય પદ્રવ્યમાં રહીને સ્વદ્રવ્યની શ્રદ્ધા કરે છે.” આ કથનમાં એકાંતે સ્વદ્રવ્યનું સ્મરણ અને એકાંતે પર્યાયનું વિસ્મરણ કરાવ્યું છે.
શ્રદ્ધા પલટવી તે જુદી વાત છે અને દૃષ્ટિનો વિષય સારો લાગવો, તેની પ્રીતિ થવી તે જુદી વાત છે. શુદ્ધભાવ અધિકારનું હાર્દ સમજાય તો તે જીવ અવશ્ય શુદ્ધાત્મામાં સમાય જાય તેવો આ અધિકાર છે. અનુભૂતિનો વિષય કેવો છે? અને અનુભૂતિમાં આવતો આત્મા કેવો છે ? આટલો નિર્ણય બસ છે.
ચિંતા નથી રહી ઉપશમની હવે, મમતા નથી રહી ક્ષયોપશમની હવે, પ્રીતિ નથી રહી ક્ષાયિકની હવે, વાંછા નથી રહી શુદ્ધાતમ્ની હવે, ત્યારે ?
‘હું ’ માં ‘ હું પણે ’ કૃતકૃત્ય થયો હવે.
આ પુસ્તકની મંગલમ પૂર્ણાહૂતિ પ્રસંગે ત્રિકાલ નવીનતાના ભંડાર સ્વરૂપ છતાં સદા અનવીનતારૂપ શુદ્ધાત્માના દર્શન ક્ષણ.. ક્ષણ.. પ્રતિક્ષણ થાય તેવી મંગલ ભાવના પૂર્વક ઈત્યાલમ્.
બા. બ્ર. શોભનાબેન જે. શાહ (રાજકોટ)
: 40:0
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #16
--------------------------------------------------------------------------
________________
VII
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી પ્રદેશભેદ
ધ્યેય સ્વરૂપના પ્રબોધક, અધ્યાત્મ શિખરના શિખામણી એવા શ્રી કહાનગુરુદેવે દ્રવ્ય-પર્યાયના પ્રદેશભેદની તીક્ષ્ણતા યુક્ત સ્પષ્ટતા દ્વારા નિરપેક્ષપણે દૃષ્ટિનો વિષય આપી ભેદજ્ઞાનનો સ્વર્ણિય અધ્યાય ઉમેરી અને એક અનોખો ઈતિહાસ સર્જયો છે.
પ્રદેશભેદની વાત ગુરુદેવે કહી છે તે પૂર્વાચાર્યો, સંતોના આધારે અને સ્વાનુભવથી પ્રમાણિત કરીને કહી છે. ભગવાન આત્મા તો ચૈતન્ય મહેલનો શાશ્વત નિવાસી છે. તે પર્યાયના ક્ષેત્રને સ્પર્શતો પણ નથી. ચૈતન્ય તેના અસંખ્ય પ્રદેશી તેવા એક અખંડ ક્ષેત્રમાં સર્વાંગ રહેલો છે. તેથી જગતના જીવો તેને તમે બહારના ક્ષેત્રમાં અર્થાત્ પર્યાયના ક્ષેત્રમાં ન જુઓ.
ચૈતન્ય પ૨મ જાગૃત પ્રભૂ ! અસંખ્ય અખંડ ચૈતન્ય પ્રદેશોમાંથી ઊઠીને બહાર ગયો છે તેવા મિથ્યા વિકલ્પોથી નિવૃત્તિ હો !
આપણે એક પ્રશ્ન ઊઠાવીએ કે–દ્રવ્ય અને પર્યાયનાં પ્રદેશ સર્વથા એક હોય તો શું દોષ આવે ? સંતો કહે છે–જો સર્વથા એક હોય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. જો ધ્રુવનું ક્ષેત્ર અને ઉત્પાદનું ક્ષેત્ર એક માનવામાં આવે તો ઉત્પાદનો તો વ્યય થાય છે તો ધ્રુવનો પણ વ્યય થઈ જાય.
દ્રવ્ય અને પર્યાયના પ્રદેશ ભિન્ન છે તેની પાછળ લોજીક છે. દરેક ન્યાયને તર્કની કસોટી ઉ૫૨ કસી અને સ્વાનુભવથી પ્રમાણિત કરે ત્યારે જૈનદર્શન પ્રાપ્ત થયું કહેવાય. ચિદ્વિલાસમાં દીપચંદજી કહે છે કે-ગુણની સત્તા વિના પર્યાયની સત્તા છે. પર્યાયના પ્રદેશ પર્યાયથી છે. જ્યારે દ્રવ્યગુણના પ્રદેશ એક છે. જેમાંથી પર્યાય ઊઠે છે તેના પ્રદેશ ભિન્ન છે.
શ્રી નિયમસાર ગાથા ૪૦ માં કહે છે કે-અંતઃતત્ત્વ અને બહિર્તત્ત્વને પ્રદેશભેદ છે. શુદ્ધ અંતઃતત્ત્વ જુદું છે અને રાગાદિનું અશુદ્ધ અંતઃતત્ત્વ જુદું છે. અશુદ્ધ અંતઃતત્ત્વની સાથે કર્મપ્રકૃતિને પ્રદેશબંધ થાય છે. એટલે કે-રાગાદિની સાથે કર્મનો બંધ થાય છે પરંતુ શુદ્ધ અંત:તત્ત્વ સાથે કર્મનો બંધ થતો નથી. આ રીતે રાગના પ્રદેશ ભિન્ન થયા. જો રાગના પ્રદેશ ભિન્ન છે તો રાગના અભાવપૂર્વક જે વીતરાગભાવ થયો તેના પ્રદેશ પણ ભિન્ન થઈ ગયા.
શ્રી સમયસાર ૧૮૧ થી ૧૮૩ ગાથામાં ક્ષેત્રભેદની વાત સ્પષ્ટ છે. એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. કારણ કે બન્નેના પ્રદેશ ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે. (અર્થાત્ બન્નેની સત્તા જુદી-જુદી છે.)
હવે આ વાતને સંતો અનુભવથી સિદ્ધ કરે છે. નિર્વિકલ્પ ધ્યાનના કાળે જે પર્યાય
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
VIII
ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનું અવલંબન લ્યે છે ત્યારેજે દ્રવ્યનું ક્ષેત્ર છે તે જ જો પર્યાયનું પણ ક્ષેત્ર હોય.. અર્થાત્ બન્નેનું ક્ષેત્ર એક જ હોય તો દ્રવ્યનું અવલંબન લેતાં પર્યાયનું અવલંબન આવી જાય છે. તેથી અનુભવથી સિદ્ધ થાય છે કે પર્યાય અભૂતાર્થ હોવાથી. તેનું ક્ષેત્ર ભિન્ન હોવાથી પર્યાયનું અવલંબન આવતું નથી. માટે અનુભવથી જ આ વાત સિદ્ધ થાય છે કે–દ્રવ્ય પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે.
૧) ચિદ્વિલાસમાં કહ્યું છે કે-નિશ્ચયથી તો પર્યાયનું દ્રવ્ય ભિન્ન, ક્ષેત્રભિન્ન, કાળ ભિન્ન, ભાવ ભિન્ન. શું કહ્યું ? આહાહા ! અહીં વિકારી પર્યાયની તો વાત જ નથી. અને શ૨ી૨વાણીની ક્રિયા આત્માની એ વાત પણ અહીં નથી, એ ક્રિયા તો જડની છે. પણ ભગવાન આત્માની જે મોક્ષમાર્ગની પર્યાય, જે અંદર થઈ છે, એ પર્યાયને કથંચિત્ ભિન્ન કહી. કેમકે, પર્યાય છે તે એક અંશ છે.
અહીં ચિવિલાસમાં દ્રવ્ય તે અંશી (અને બાકીનો અંશ) તે ભિન્ન (કહ્યું. ) દ્રવ્ય અર્થાત્ ત્રિકાળી વસ્તુ છે તેનાથી પર્યાય ભિન્ન છે. જેટલામાંથી પર્યાય ઉત્પન્ન થાય છે એટલા પ્રદેશ ભિન્ન છે. દ્રવ્યના પ્રદેશથી એ ( પર્યાયના ) પ્રદેશનો અંશ ભિન્ન છે. છે તો અસંખ્ય પ્રદેશ પણ અસંખ્ય પ્રદેશમાંથી બે પ્રકાર: જેટલામાંથી મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન્ન થઈ છે તે ક્ષેત્ર ભિન્ન છે, અને જેટલામાં ધ્રુવ રહે છે તે ક્ષેત્ર ભિન્ન છે.
[ શ્રી પ્રવચન નવનીત ભાગ-૧ પેઈજ નં. ૨૮૩] ૨) શ્રી નિયમસારમાં પર્યાયને પરદ્રવ્ય કહ્યું છે. દ્રવ્ય જે વસ્તુ છે તેનાથી એ પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે, અને પર્યાયનો કાળ ભિન્ન છે.. ( પર્યાય એક સમયની અને વસ્તુ ત્રિકાળ. ) અને પર્યાયનો ભાવ ભિન્ન છે (દ્રવ્ય સ્વભાવ કરતાં પર્યાયનો ભાવ ભિન્ન છે.)
શ્રોતા:- સ્વભાવ પણ ભિન્ન ?
ઉત્તર:- ત્રિકાળી વસ્તુથી પર્યાય ભિન્ન છે. શુદ્ધ પર્યાય ભિન્ન છે. જો બે એક થઈ જાય તો ! એટલે કે-પર્યાય અંશમાં દ્રવ્ય આવી જાય તો તે દ્રવ્ય ‘ અંશ ’ થઈ જાય, અને પર્યાય દ્રવ્યમાં આવી જાય તો, પર્યાય દ્રવ્ય થઈ જાય. પણ એમ કદી બનતું નથી. [ શ્રી પ્રવચન નવનીત ભાગ-૧ પેઈજ નં. ૨૮૩] (૩) જો આ મોક્ષમાર્ગની પર્યાય આત્માથી સર્વથા અભિન્ન હોય તો જ્યારે મોક્ષ થશે ત્યારે એ પર્યાયનો તો નાશ થશે, તો અવિનાશી આત્મદ્રવ્યનો પણ નાશ થશે. અહીં તો પ્રદેશની અપેક્ષા લઈને (પર્યાયને ) ‘ કથંચિત્ ભિન્ન ’ કહી કે પોતાના પ્રદેશમાં છે ને ! એ અપેક્ષા રાખી છે. નહીંતર તો પ્રદેશેય ખરેખર ભિન્ન છે.
[ શ્રી પ્રવચન નવનીત ભાગ-૧ પેઈજ નં. ૩૦૭ ]
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
IX
શુદ્ધ અંત:તત્ત્વ
૪) એ અસંખ્ય પ્રદેશમાં જેટલા ક્ષેત્રમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે એટલું ક્ષેત્ર; અને આ બાજુનું ક્ષેત્ર એનાથી દૂર છે. પર્યાયનું ક્ષેત્ર પણ દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે! આહા.. હા! ઝીણી વાત છે! પર્યાયનો કાળ-પરકાળ એ સ્વકાળથી ભિન્ન છે. પર્યાયનો ભાવ જ દ્રવ્યભાવથી ૫૨-ભિન્ન છે અને દ્રવ્યભાવ (પર્યાયભાવ થી ભિન્ન છે.) [શ્રી પ્રવચન નવનીત ભાગ-૨ પેઈજ નં-૩૨ ] (૫) સમયસાર સંવર અધિકા૨માં લીધું છે ને! પુણ્ય-પાપના ભાવ છે એ ૫૨વસ્તુ છે, એ પરક્ષેત્ર અને પરભાવ છે, એનું પરક્ષેત્ર છે. જેટલામાં વિકલ્પ અવસ્થા ઉત્પન્ન થાય છે એ પર્યાય છે તો અસંખ્યપ્રદેશી પણ એ અસંખ્ય પ્રદેશમાં જેટલામાંછેલ્લા અંશમાં વિકૃત કે અવિકૃત-નિર્વિકારી અવસ્થા ઉત્પન્ન થાય છે–એ બેયનું ક્ષેત્ર ભિન્ન છે. આહાહા ! સમજાય છે કાંઈ ?
[શ્રી પ્રવચન નવનીત ભાગ-૨ પેઈજ નં-૩૨] ઊ આહાહા ! આવી વાત છે, પ્રભુ ! કેટલો દૂર છે ? એ તો કાલે આવી ગયું હતું ભાઈ ! એક સમયની પર્યાય અને ધ્રુવ છે તો સમીપ. એના અસંખ્ય પ્રદેશમાં જેટલા પ્રદેશમાંથી પર્યાય ઊઠે છે તેટલું ક્ષેત્ર અને તેટલો ભાવ; અને ધ્રુવ ક્ષેત્ર અને ધ્રુવક્ષેત્રનો ભાવ-તે બન્ને ભિન્ન-ભિન્ન છે. તો એના બે અર્થ લેવાઃ એક તો ત્રિકાળીમાં કામ (કાર્ય) છે જ નહીં. એ ‘સાર’ તત્ત્વમાં કામ છે જ નહીં. બીજી રીતે-એ ત્રિકાળી ભગવાન આનંદકંદ પ્રભુ ! નિત્યાનંદ ધ્રુવ; એના આશ્રયથી સંસાર અર્થાત્ કામનો-કામની વાસનાનો-નાશ થાય છે. આહા... હા! પહેલી સમ્યગ્દર્શનની ભૂમિકા કોઈ અલૌકિક છે.
[ શ્રી પ્રવચન નવનીત ભાગ-૨ પેઈજ નં. ૩૫ ] (૭) અહીં પરમાત્મા જિનેન્દ્રદેવ, સંતો આડતિયા થઈને વીતરાગની વાત જગતને જાહેર કરે છે કે–તારી જે નિર્મળ પર્યાય સમ્યગ્દર્શન આદિ થાય તે, જે દ્રવ્ય વસ્તુ સામાન્ય છે તેને અડતી નથી. આહાહા ! એ પર્યાય દ્રવ્યની ઉપ૨ ઉપર તરે છે.
જેમ પાણીમાં તેલનાં ટીપા ઉ૫૨-ઉપર તરે અંદર ન પેસે. આહાહા...! તેલનાં ટીપા એ ઉપ૨ ઉપર તરે છે (પરંતુ ) અંદર પાણીના દળમાં પેસતા નથી. [ શ્રી પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૧૧૮ ] (૮) સવારમાં તો આવ્યું હતું ને ! પર્યાયની વાત તો ઘણી આવી હતી. પર્યાયનું કર્તાપણું જ્ઞાનીને નથી. પર્યાયનું ક્ષેત્ર જુદું છે એમ કહ્યું. ત્યાં તો એમ કહ્યું કે-જે રાગની પર્યાય થાય તેના કર્તાપણાનો નય છે. જ્ઞાનની અપેક્ષાએ પણ જે રાગ છે એનું ક્ષેત્ર જુદું છે, અને ગુણનું ક્ષેત્ર જુદું છે. અરે ! એ તો ઠીક પણ જે સમ્યગ્દર્શનની-દૃષ્ટિની પર્યાય નિર્મળ થઈ સમ્યગ્દર્શનની અને સ્વરૂપમાં સ્થિરતાની ચારિત્રની દશા થઈ.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
તે પર્યાય પર્યાયની કર્તા થઈ. તે પર્યાયનો કર્તા દ્રવ્ય કે ગુણ નથી. આટલું લાંબું... કયાં યાદ રાખવું આમાં. અને જે નિર્મળ પર્યાય તે શુદ્ધોપયોગ છે. એ નિર્મળ પર્યાય છે તેનું ક્ષેત્ર પણ દ્રવ્ય-ગુણથી ભિન્ન છે. આહાહા..! પર્યાય જેટલા ક્ષેત્રમાંથી ઊઠે છે એ પર્યાયનું ક્ષેત્ર પર્યાય છે. એ પર્યાયનું ક્ષેત્ર (જુદું છે ) જે ગુણનું ક્ષેત્ર છે તે પર્યાયનું ક્ષેત્ર નથી. આવી વાતો હવે ! સમજાણું કાંઈ ?
[ પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૨૯૩] ૯) આકરી વાત છે પ્રભુ! સંવર-નિર્જરાને મોક્ષના ભાવથી આભા દૂર છે. આહાહા !
કેમકે બે ચીજ એક નહીં થાય. પર્યાય ને દ્રવ્ય બે ભિન્ન છે તો બે રહેશે. પર્યાય ને દ્રવ્ય બન્ને એકમેક થઈ જતા નથી. આહાહા ! ધ્રુવથી પર્યાય ભિન્ન છે. નાશ પામવા યોગ્ય પર્યાય ભાવ છે, એવા ભાવોથી (આત્મ) વસ્તુ-દ્રવ્ય દૂર છે.
પ્રશ્ન:- પર્યાય, દ્રવ્યથી કેટલી દૂર છે?
ઉત્તર:- કહ્યુંને દૂર છે. એટલું એ એમ પણ નહીં. પરંતુ ક્ષેત્રથી દૂર છે. બહુ લાંબુ જશે...તો હવે કહીએ. (તમારે) સાંભળવું છે તો સાંભળો.. (પર્યાય) ક્ષેત્રથી દૂર છે, કાળથી દૂર છે, ભાવથી દૂર છે,.. કહો! કેટલું દૂર છે?
સમયસાર.. સંવર અધિકારમાં શરૂઆતમાં લીધું છે કે જેટલાં પુણ્ય અને પાપના વિકલ્પ છે એ બધી વસ્તુનું ક્ષેત્ર ભિન્ન છે. દીપચંદજીએ ચિવિલાસ બનાવ્યું છે એ ચિવિલાસમાં લીધું છે કે પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે. આહાહા ! આકરી વાત પ્રભુ! આત્માના અસંખ્ય પ્રદેશ છે, એમાં આખિરમાંથી–જેમાંથી પર્યાય ઊઠે છે એટલું ક્ષેત્ર ભિન્ન ગણવામાં આવેલ છે. આહા. હા! આકરી વાત છે. આ ચિવિલાસમાં છે ભાઈ !
સમયસારમાં સંવર અધિકારના મૂળ પાઠમાં છે કે વિકારનું ક્ષેત્ર ભિન્ન છે. દયા-દાનનો વિકલ્પ ઊઠે છે એ ક્ષેત્ર ભિન્ન છે. ભગવાનનું ક્ષેત્ર ભિન્ન છે અને એનું ( વિકારનું) ક્ષેત્ર ભિન્ન છે. એનો કાળ ભિન્ન છે એ એક સમયનો છે અને આ ત્રિકાળ રહ્યો ! ક્ષેત્ર કાળ અને ભાવે ભિન્ન થઈ ગયો. દ્રવ્ય એને કહીએ.. જે ભિન્ન છે. પર્યાયને પરદ્રવ્ય કહેવામાં આવે છે. આહાહા ! નિયમસાર ૫૦ ગાથામાં પર્યાયને પદ્રવ્ય કહેવામાં આવે છે.
શ્રોતા:- ક્રોધાદિના પ્રદેશ ભિન્ન કહ્યા છે પણ સંવર-નિર્જરાના પણ ભિન્ન ?
ઉત્તરઃ- એ તો ભિન્ન છે જ, અને આ એ ભિન્ન! આહા.. હા ! ક્રોધના સ્થાનમાં ક્ષમા ઉત્પન્ન થાય ને! સ્થાન તો એ જ છે. અસંખ્ય પ્રદેશમાં ઉપર.... અસંખ્ય પ્રદેશમાં ઉપર એટલે આ કાંઈ અસંખ્ય પ્રદેશ છે ને એ ઉપર એમ ન સમજવું. પણ જ્યાં પેટમાં (પેટાળમાં) છે ને અસંખ્ય પ્રદેશ, એમાં દરેક પ્રદેશ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ ઉપર પર્યાય છે. અંદરમાં પ્રદેશ-પ્રદેશે પર્યાય છે. આહાહા ! સમજમાં આવ્યું?
આહાહા ! ક્ષેત્ર ભિન્ન કહ્યું, ભાવ ભિન્ન કહ્યાં તો ક્ષેત્ર ભિન્ન થઈ ગયું ને! છે અસંખ્ય પ્રદેશ.... એમાંના આખિરની ઉત્પત્તિ, જે ઉત્પત્તિ છે તેનું ક્ષેત્ર, ધ્રુવ ક્ષેત્રથી ભિન્ન ગણવામાં આવ્યું છે. આહા.. હા ! ઝીણી વાત છે પ્રભુ! છેલ્લામાં છેલ્લી સાર.
આહા... હા ! જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવ તેનાથી (આત્મા) દૂર છે. આહાહા ! સંવર-નિર્જરા-મોક્ષના ભાવોથી દૂર છે. આહાહા ! સંવર-નિર્જરાને મોક્ષની પર્યાય દ્રવ્યથી દૂર છે. દ્રવ્ય એટલે ધ્રુવ તે ક્રિયાથી દૂર છે. પર્યાય (પોતે ) ધ્રુવ નથી પરંતુ પર્યાય (જેને) વિષય કરે છે તે ધ્રુવ છે. સમ્યગ્દર્શન પર્યાય છે એનો વિષય ધ્રુવ છે. સમ્યગ્દર્શનનો વિષય સમ્યગ્દર્શન નથી.
| [ શ્રી પ્રવચન રત્નો ભાગ-૪ પ્રથમ આવૃત્તિ પેઈજ નં-૨૫૩-૨૫૪]
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૪ દ્વિીતિય આવૃત્તિ પેઈજ નં-૨૬૪-૨૬૫] (૧૦) દૂરનો અર્થક્ષેત્રથી ભિન્ન. એનું ક્ષેત્ર અને આનું ક્ષેત્ર ભિન્ન-ભિન્ન છે. એટલામાં પર્યાય ઉત્પન્ન થાય છે એ ક્ષેત્ર અને ધ્રુવનું ક્ષેત્ર બેય ભિન્ન છે.
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૪ પ્રથમ આવૃત્તિ પેઈજ નં. ૨૫૮]
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૪ દ્વીતિય આવૃત્તિ પેઈજ નં. ર૬૯ ] (૧૧)શ્રોતા- (દ્રવ્ય ને પર્યાય) એક ક્ષેત્રમાં હોવા છતાં દૂર છે તે વાત કયાંથી બેસે ?
ઉત્તર:- પર્યાયનું અસ્તિત્વ એક સમયનું છે જ્યારે દ્રવ્યનું તો ત્રિકાળી અસ્તિત્વ છે. ખરેખર તો તે બન્નેના ક્ષેત્ર પણ ભિન્ન છે. નિશ્ચયથી પર્યાયનું ક્ષેત્ર ત્રિકાળી દ્રવ્યથી ભિન્ન છે. તે બન્નેના ભાવ ભિન્ન છે, ક્ષેત્ર ભિન્ન છે ને બધું સત્ત્વ પણ ભિન્ન છે. એવી વાત છે.
પ્રવચન રત્નચિંતામણી ભાગ-૨ પેઈજ નં. ૪૭] (૧૨) પ્રશ્ન- સમયસાર સંવર અધિકારની પ્રારંભિક ગાથા ૧૮૧ ની ટીકામાં કહ્યું છે કે
ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી, તેમાં એ પણ કથન કર્યું છે કે જીવ અને રાગના પ્રદેશ ભિન્ન-ભિન્ન છે. તો કૃપા કરી સ્પષ્ટીકરણ કરશો?
ઉત્તર- ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી તેથી બન્નેના પ્રદેશ ભિન્ન છે. આત્મ વસ્તુથી શરીરાદિ પરદ્રવ્યો તો ભિન્ન છે જ પણ અહીં તો મિથ્યાત્વ રાગ-દ્વેષના જે પરિણામ છે તે નિર્મળાનંદ પ્રભુ એવા આત્માથી ભિન્ન સ્વરૂપે છે. તેથી પુણ્ય-પાપના ભાવ તે આત્માથી ભાવે ભિન્ન છે, ભાવે ભિન્ન હોવાથી તેના પ્રદેશ પણ ભિન્ન છે. અસંખ્ય પ્રદેશી આત્મા છે તેનાથી આસ્રવના પ્રદેશ ભિન્ન છે. એ છે તો જીવના અસંખ્ય પ્રદેશમાં જ, પણ નિર્મળાનંદ અસંખ્ય પ્રદેશી ધ્રુવ છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XII
શુદ્ધ અંત:તત્ત્વ
તેનાથી આગ્નવભાવના પ્રદેશ ભિન્ન છે અને આત્માના આશ્રયે પ્રગટેલી નિર્મળ પર્યાય છે તેને પણ આસ્રવ વસ્તુથી ભિન્ન કહી છે. ભાવે ભિન્ન હોવાથી તેના પ્રદેશને પણ ભિન્ન કહીંને વસ્તુ જ ભિન્ન છે તેમ કહ્યું.
[ જ્ઞાનગોષ્ઠી-બોલ નં. ૧૮૨-પેઈજ નં. ૫૬] (૧૩) આહાહા ! એ અતીન્દ્રિય આનંદનો સાગર તેમાં વિકલ્પના કાર્ય કે દિ' હોય ! એ
અતીન્દ્રિય આનંદનો નાથ જ્યારે જાગ્યો અને તેની પરિણતી નિર્મળ થઈ એ જ તેનું સત્ત્વ છે. પરના સત્ત્વથી તેનું સત્ત્વ જુદું છે. નિશ્ચયથી જોઈએ તો જે વીતરાગી પરિણામનું સત્ત્વ છે તે ચૈતન્ય સત્ત્વથી ભિન્ન છે. ચૈતન્ય સત્ત્વના પ્રદેશથી પર્યાયની સત્તાના પ્રદેશ ભિન્ન છે.
[કલશામૃત ભાગ-૨ પ્ર. નં-૬૧ તા. ૮-૮-૭૭] ૧૪)કલશટીકા-શ્લોક નં. ૫૦.વિવરણ-“જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ ચૈતન્ય સ્વભાવ, પગલદ્રવ્યના ભિન્ન પ્રદેશ અચેતન સ્વભાવ એ રીતે ભેદ ઘણો છે.”
આહાહા ! સમયસારના સંવર અધિકારમાં એવું લીધું છે કે-દયા, દાન-વ્રતભક્તિનાં જેટલા પરિણામ ઉત્પન્ન થાય છે તેના પ્રદેશ ભિન્ન છે. છે તો અસંખ્ય પ્રદેશ, પરંતુ કેટલામાં રાગ ઉત્પન્ન થાય છે તેનું ક્ષેત્ર અર્થાત્ પ્રદેશ ભિન્ન ગણવામાં આવ્યા છે. વસ્તુ ભિન્ન છે તો તેનું ક્ષેત્ર ભિન્ન કહ્યું છે. સમજમાં આવ્યું? થોડું થોડું સમજવું.. આ તો અમૃતના ઘરની વાત છે.
અહીં કહે છે–પુણ્ય-પાપના ભાવ જેટલા અંશમાં-ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે એ ક્ષેત્રભિન્ન છે.. અને આનંદઘન ભગવાન આત્મા જે છે તેના ક્ષેત્ર ભિન્ન છે. સમજમાં આવ્યું કાંઈ ? જેમ પર્વત ઉપર ઘાસ ઉત્પન્ન થાય છે તેનું ક્ષેત્ર ભિન્ન છે અને બાકીના આખા પર્વતનું ક્ષેત્ર ભિન્ન છે.
તેમ અહીંયા કહે છે–જેમાં વિકાર ઉત્પન્ન થાય છે એટલે પર્યાય ઉત્પન્ન થાય છે તેના પ્રદેશ ભિન્ન છે. એમ અહીં કહે છે. ચિવિલાસમાં તો એમ લીધું છે કેનિર્મળ પર્યાયના પ્રદેશ ભિન્ન છે. અસંખ્ય પ્રદેશ મળેલાં છે પણ તેના બે ભાગ છે.
આહાહા ! જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ તે ચૈતન્ય સ્વભાવે જ છે. ક્ષેત્ર ભિન્ન અને ભાવ ભિન્ન તેમ બન્ને પ્રકારે લીધું છે. પુદ્ગલ દ્રવ્યનું ક્ષેત્ર-પ્રદેશ ભિન્ન અને ચેતનથી અચેતન સ્વભાવની ભાવે ભિન્નતા છે. તે બે વચ્ચે અત્યંત ભિન્નતા છે. તે બે વચ્ચે અંતર ભિન્ન છે.
ભગવાન! તને તારી ખબર નથી. આ રીતે બેના પ્રદેશો ભિન્ન છે. તો બે એક કેવી રીતે થઈ જાય ? જ્ઞાનભાવ છે તે જડ પર્યાયરૂપે કેવી રીતે થઈ જાય ? તે કયારેય થતા નથી. બે ભિન્ન છે તે એક કેવી રીતે થાય ? જ્ઞાયકભાવ રાગરૂપે કેવી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
XIII
શુદ્ધ અંત:તત્ત્વ
રીતે થાય ?
[ કલશામૃત ભાગ-૨ શ્લોક નં. ૫૦ તા. ૯-૮-૭૭ ] (૧૫) આ સોનગઢનું ક્ષેત્ર જુદું અને આત્માનું ક્ષેત્ર જુદું. અરે ! સોનગઢનું ક્ષેત્રતો ઠીક પણ એ સંબંધી જ્ઞાનમાં આવ્યું કે–સોનગઢ આવું છે અને પ્રતિમા આવી છે અને સીમંધર ભગવાન આવા છે એવું જે જ્ઞાનરૂપે પરિણમન થયું તે પણ એક સમયનું ક્ષેત્ર છે. તે ધ્રુવ ક્ષેત્ર નથી. એ પર્યાયનું ક્ષેત્ર તે કાંઈ વસ્તુ છે? સમજાણું કાંઈ ? મકાન એ તો ૫૨ક્ષેત્ર છે અને જ્ઞાનમાં જણાયું એટલો જે પર્યાય તે સ્વક્ષેત્રથી ભિન્ન છે. અથવા પરક્ષેત્રની પર્યાય એનાથી સ્વક્ષેત્ર ભિન્ન છે. આ વાત કળશટીકામાં છે. [નાટક સમયસાર સાધ્ય સાધક અધિ. તા. ૭-૯-૯૧ શ્લોક ૧૧ થી ૨૨] (૧૬) આત્મા સ્વક્ષેત્રપણે હોવાપણે છે તેમાં બે પ્રકાર છે. પર્યાયમાં પરક્ષેત્રનું જ્ઞાન હોવા છતાં તે ૫૨ક્ષેત્રપણે થયો નથી. તે સ્વક્ષેત્રપણે રહ્યો છે. અને પર્યાયમાં જે સ્વક્ષેત્રનું જ્ઞાન પોતાથી થયું તેને પણ પરક્ષેત્ર ગણીને તેમાં સ્વક્ષેત્ર આવતું નથી.
ઘટપટાદિ જ્ઞેયથી જ્ઞાન તન્મય થતું નથી. જ્ઞાન તો આત્માની સત્તા બરોબર છે. જ્ઞાન જગતનું ચૂડામણિ છે. ભગવાન આત્મા ચૂડામણિ મુગુટ છે. ત્રણકાળત્રણલોકના પદાર્થોના ક્ષેત્રને જાણવા છતાં પરરૂપે થયો નથી.. અને ૫૨ના ક્ષેત્રનું જ્ઞાન એક સમયમાં આવ્યું તે રૂપે પણ દ્રવ્ય થતું નથી.
૫૨ક્ષેત્ર ભિન્ન અને ભગવાન આત્માની પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે. પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે અને દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. જુઓ ! સ્યાદ્વાદ વસ્તુનું સ્વરૂપ જ આવું છે. જ્ઞાન ૫૨ક્ષેત્રરૂપે તો નથી પણ, પરક્ષેત્રનું એક સમયની પર્યાયમાં જ્ઞાન થાય એટલો આત્મા નથી. આહાહા! અહીં કહે છે તારું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર વીતરાગ સિવાય બીજે કયાંય નથી. અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્ર તેમાં જે દ્રવ્યરૂપ ભાવ તે સ્વક્ષેત્ર અને પર્યાયરૂપનું ક્ષેત્ર તે પરક્ષેત્ર.
જીવ તો પોતાના જ્ઞાનની સત્તા પ્રમાણે છે. તે ૫૨ની સત્તા પ્રમાણે નથી. ‘ જ્ઞેય સો અવ્યાપક’, ખરેખર ૫૨ક્ષેત્ર તે અવ્યાપક છે. ૫૨ક્ષેત્રમાં તેણે પ્રવેશ કર્યો નથી. એ તો ઠીક... પણ, પરક્ષેત્રને જાણવાની જે એક સમયની સ્વતઃ પર્યાય છે એમાં પણ દ્રવ્યે પ્રવેશ કર્યો નથી.
આ તમારા છ લાખના મકાનમાં (તમે ) પ્રવેશ કર્યો નથી. અને એ ક્ષેત્રનું
અહીંયા જ્ઞાન થાય એ જ્ઞાનની પર્યાય પણ પરક્ષેત્રને લઈને પરક્ષેત્રમાં ગઈ નથી અને પરક્ષેત્રનું જે જ્ઞાન થયું પર્યાયમાં એટલામાં આખું સ્વક્ષેત્ર આવતું નથી. તારી પર્યાયમાં પરક્ષેત્ર સંબંધી જ્ઞાન થાય છે (તેનો ) ખેદ ન કર.. ખેદ ન કર ! એ તો જ્ઞાન સ્વભાવમાં રહેલો આત્મા છે.. એમાં એ ક્ષેત્રનું જ્ઞાન થાય છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XIV
શુદ્ધ અંત:તત્ત્વ
વિરતી એટલે છૂટા. એ યાકારને જુદા પાડી. “જ્ઞાન ભિન્ન માની લિજિયે.” ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ તો તે ક્ષેત્રથી ભિન્ન છે. આહાહા ! આણે તો બહુ લીધું ! પર્યાયનું ક્ષેત્ર જ ભિન્ન છે સમજાણું કાંઈ ? ઈ.. પર્યાયનું ક્ષેત્ર તે જ પરક્ષેત્ર છે.
યાકાર અર્થાત્ પોતાની પર્યાયમાં થતો આકાર એટલું. એ (ખરેખર) ક્યાં તત્ત્વ છે. અને જો એકાંત માને તો તે પર્યાય-બુદ્ધિવાળો મિથ્યાષ્ટિ છે. હોં ! પરંતુ ત્રિકાળી દ્રવ્ય સહિત પર્યાયને માને તો; પર્યાયમાં છે. તેને પર્યાયનું જ્ઞાન સાચું છે.
[ નાટક સમયસાર પ્ર. નં. ૧૫૫ તા. ૭-૯-૯૧] સમયસારનાં સંવર અધિકારમાં આવ્યું છે કે-પુણ્ય-પાપના ભાવ અને વ્યવહાર રત્નત્રયનો જેટલો વિકલ્પ છે તે સર્વ રાગ ત્રિકાળી દ્રવ્યથી ભિન્ન છે. આહા! ભાવ તો ભિન્ન છે પણ રાગના પ્રદેશોય ભિન્ન છે એમ ત્યાં કહ્યું છે. આહાહા ! એકલું આનંદનું દળ પ્રભુ આત્મા–એમાંથી વિકાર ઉત્પન્ન થતો નથી. એટલે વિકારનું ક્ષેત્ર ત્રિકાળી દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે. અનંત-ગુણધામ પ્રભુ આત્મા શુદ્ધ અસંખ્ય પ્રદેશી વસ્તુ છે. તેની પર્યાયમાં જે દયા-દાન આદિ વિકલ્પ ઉઠે છે તે ત્રિકાળી સ્વભાવથી તો ભિન્ન છે, પણ ક્ષેત્રથી પણ તે ભિન્ન છે, બન્ને ને ભિન્ન-ભિન્ન વસ્તુ કહી છે. એક વસ્તુની ખરેખર બીજી વસ્તુ નથી.
[અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પેઈજ નં. ૬૪] (૧૮) સત્તા ભિન્ન હોય એવા પદાર્થમાં વ્યાપ્ય વ્યાપકપણું ન જ હોય. રાગાદિ વિભાવ
ભિન્ન સત્તાવાળો પદાર્થ છે. તેની સાથે આત્માને વ્યાપ્ય વ્યાપકપણું નથી. વસ્તુ ભિન્ન છે માટે ક્ષેત્ર ભિન્ન છે. તેથી વ્યાપ્ય વ્યાપકપણું નથી માટે આત્મા અને રાગાદિ વિભાવને કર્તાકર્મપણું નથી.
[ પ્રવચન રત્નાકર ભાગ-૩ પેઈજ નં. ૧૧૬] ૧૯) આત્માના અસંખ્ય પ્રદેશમાં વિકાર થાય છે. પણ જેટલા અંશમાંથી વિકાર ઉઠે છે
તે પ્રદેશોને ભિન્ન ગણવામાં આવ્યા છે. આમ આસ્રવના અને આત્માના પ્રદેશો ભિન્ન-ભિન્ન તેમને (બે) એક સત્તાની અનુત્પત્તિ છે. અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે-દ્રવ્ય એ પર્યાય નહીં અને પર્યાય તે દ્રવ્ય નહીં. ખરેખર તો નિર્મળ પર્યાયના પ્રદેશો (અંશો ) પણ (ધ્રુવ આત્માથી) જુદા છે પણ અહીં એની વાત નથી. અહીં મલિન પર્યાયની વાત છે. વળી એવી જ રીતે જેટલા અંશમાં આસ્રવ થાય છે અને જેટલા અંશમાં સંવર-નિર્મળતા થાય છે એ બેના (આસ્રવ અને સંવરના) પ્રદેશો પણ ભિન્ન-ભિન્ન છે. ગજબ વાત છે ભાઈ !
આ માથાના વાળ નથી હોતા ? તેમાં કોઈ કોઈ વાળમાં છેડે બે છેડા હોય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #24
--------------------------------------------------------------------------
________________
XV
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ છે; વાળ એક અને છેડા બે. એમાં બે છેડા ભિન્ન ન પડે. બે ફણગા હોવા છતાં ચીરી ન શકાય. અહીં (જ્ઞાનમાં ) ચિરાય છે એની વાત છે. અલૌકિક વાત છે ભાઈ ! દિગમ્બર સંતો સિવાય આવી વાત બીજે કયાંય છે નહીં. અહો ! દિગમ્બર સંતો તો ક્વળીના કેડાયતીઓ છે.
[પ્રવચન રત્નાકર ભાગ-૬ પેઈજ નં. ૩૭૧ ] (૨૦) પ્રશ્નઃ- દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે કોઈ પ્રકારે પ્રદેશભેદ છે?
ઉત્ત૨:- તેમના પ્રદેશો એક જ છે પણ તેમાં પ્રદેશના અંશોરૂપી ભેદ પાડી શકાય છે. પર્યાયના પ્રદેશ-અંશ એક સમયનો ઉત્પાદ ને વ્યયરુપનો છે, ને દ્રવ્યના પ્રદેશ ધ્રુવરૂપ છે તેવો ભેદ થઈ શકે છે. જો એવો ભેદ કરવામાં ન આવે તો દ્રવ્ય ને પર્યાય અથવા ગુણને પર્યાય વચ્ચેનું જે સ્વરૂપ ભેદપણું છે તેનો નાશ થઈ જાય છે. દ્રવ્ય-ગુણ ને પર્યાય વચ્ચે પ્રદેશભેદ હોતો નથી... એમ જે શાસ્ત્રમાં કહેવામાં આવે છે તેનો અર્થ એવો છે કે-બીજા દ્રવ્યોના પ્રદેશથી તેના પ્રદેશો જુદા પાડવા હોય ત્યારે તેઓના પ્રદેશો એકરૂપ જ છે એમ કહેવામાં આવે છે.
[પૂ. ગુરુદેવશ્રીની રાત્રિચર્ચા તત્ત્વચર્ચા પેઈજ નં. ૧૭] ૨૧ સાકાર ઉપયોગમયી...” ઉપયોગમયી, ઐસા પાઠ લિયા હૈ. ઉપયોગ સ્વરૂપ ઐસા ભેદ ભી નહીં. (દશિ શક્તિમેં ) અનાકાર ઉપયોગમયી (ઐસે ) અભેદ લેના હૈ, આહાહા ! ભગવાન આત્મા વસ્તુ હૈ, ઉસમેં એક સાકાર ઉપયોગમગી શક્તિ અભેદ હૈ. શક્તિ ઔર શક્તિવાન કોઈ ભિન્ન-ભિન્ન નહીં હૈ, ઉસકે પ્રદેશ ભિન્ન નહીં. શક્તિ ઔર દ્રવ્ય-જો શક્તિવાન ઉસકે પ્રદેશ ભિન્ન નહીં. આહાહા! જ્ઞાનકી પર્યાયમેં ઉસકા જો ઉપયોગ હોતા હૈ, યહુ જ્ઞાનકી પર્યાય સ્વદ્રવ્યકો પૂર્ણ જાનતી હૈ. ફિર ભી ઈસ પર્યાયમેં વહ દ્રવ્ય આયા નહીં. પરંતુ જાનનેકી તાકાતકી (પ્રતીતિ ) આ ગયી ઔર યે પર્યાય કે પ્રદેશ ભી દ્રવ્ય-ગુણસે ભિન્ન હૈ. સમજમેં આયા. [શ્રી પ્રવચન નવનીત ભાગ-૪ / પેઈજ નં. ૫૫-૫૬] (૨૨) યહ વીર્ય જો હૈ વહ અપને દ્રવ્ય, ગુણ પર્યાયમેં ઔર અપને ક્ષેત્રમેં કામ કરતા હૈ. થોડા સૂક્ષ્મ હૈ. નિશ્ચય સે તો જો મોક્ષમાર્ગકી નિર્મલ પર્યાય હૈ વો દ્રવ્ય કે આલંબનસે (પ્રગટ હોતી હૈ ઉસકા ક્ષેત્ર ભિન્ન હૈ). સૂક્ષ્મ હૈ ભગવાન! માર્ગ ઐસા હૈ. આહાહા ! ઈસ સમય તો સબ લોપ હો ગયા હૈ. સત્યાર્થ ભગવાન કો પકડ કરકે
જો અનુભવ હુઆ યહ અનુભવ કી જો પર્યાય હૈ ઉસ પર્યાયકા ક્ષેત્ર ઔર દ્રવ્ય, ગુણ કા ક્ષેત્ર વહ દોનોં ભિન્ન હૈ. અરે.. એસી બાત હૈ ! સમજમેં આયા ? ભેદવિજ્ઞાનકી બાત બહુત સૂક્ષ્મ હૈ, ભાઈ !
પર્યાયકા ક્ષેત્ર (ભિન્ન હૈ ). સંવર અધિકાર મેં આયા હૈ. વિકાર વસ્તુ ભિન્ન
66
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
XVI હૈ (ર) ઉસકા ક્ષેત્ર ભી ભિન્ન હૈ. આહાહા ! ઐસી ભગવાન કી બાત! સર્વજ્ઞ પરમેશ્વર ! ઉનકે સંતો, દિગમ્બર મુનિઓ આડતીયા હોકર સર્વજ્ઞકા માલ દેતે હૈ. સમજ મેં આયા? કહતે હૈં કિ અપની વસ્તુ સત્યાર્થ, ભૂતાર્થ, જ્ઞાયક સ્વભાવ જો હૈ, ઉસકે આશ્રયસે-ઉસમેં સ્થિત રહને સે આનંદ કે અનુભવકી, અનંત ગુણકી પર્યાય એક સમયમેં ઉછલતી હૈ. વહુ આયા ન? એક સમયમેં અનંત ગુણકી પર્યાય ઉછલતી હૈ નામ ઉત્પન્ન હોતી હૈ. વહુ પર્યાય ઉત્પન્ન હોતી હૈ ઉસકા ક્ષેત્ર ઔર દ્રવ્ય ગુણકા ક્ષેત્ર દોનોં ભિન્ન ગિનનમેં આયા હૈ. આહાહા ! પર્યાય કા ક્ષેત્ર પર્યાય હૈ, પર્યાય કી શક્તિ પર્યાય હૈ, પર્યાય પર્યાય કે કારણસે હૈ-દ્રવ્ય ગુણ સે ભી નહીં. ભેદજ્ઞાન સૂક્ષ્મ (હૈ) બાપુ! સર્વજ્ઞ પરમેશ્વર કે અલાવા યહ બાત કિસીને દેખી નહીં ઔર કલ્પિત બાતે સબ બનાઈ. આહાહા! યહ તો સર્વજ્ઞ પરમેશ્વરને વીતરાગ દેવને જો આત્મા દેખા વહ કહતે હૈ.
[ શ્રી પ્રવચન નવનીત ભાગ-૪ પેઈજ નં-૯૨ ] (૨૩) અસંખ્ય પ્રદેશમેં અનંતગણ (હૈ). પ્રત્યેક (ગુણકી) પર્યાય ભિન્ન-ભિન્ન હૈ. ઈસ
પર્યાયકા લક્ષ છોડકર, (માત્ર) ઉપરકી (પર્યાયકા) લક્ષ છોડના ઐસા નહીં. અંદર કે પ્રદેશમેં પર્યાય હૈ, ઉન સબકા લક્ષ છોડકર, અંદર ધ્રુવ ભગવાન હૈ, ધ્રુવકી ધારા હૈ (ઉસકા લક્ષ કરના). આહાહા ! સમુદ્રમેં ધ્રુવકે તારેસે જહાજ ચલતા હૈ ન? ઉસમેં ધ્રુવકા તારા હોતા હૈ. ઉસકે સ્થાનમેં વહી રહતા હૈ, વહ ફિરતા નહીં.
બડી આગબોટ સમજતે હૈં ન ? સ્ટીમ્બર. સ્ટીમ્બર કહો કે આગબોટ કહો (એક હી બાત હૈ) આહાહા ! વહ સબ ધ્રુવ કે તારે કે લક્ષસે ચલતા હૈ. વૈસે ભગવાન આત્મા ધ્રુવરૂપ જો અંદર વસ્તુ હૈ, એક સમયકી પર્યાય અસંખ્ય પ્રદેશમેં ઉપર હૈ, ઉસસે અંદર ધ્રુવપના ભિન્ન હૈ. ઉસ ધ્રુવકી ઔર પર્યાયકો વર્તમાનમેં ગહરાઈમેં લે જાના. આહાહા ! તબ ઉસ પર્યાયને ધ્રુવમેં એકતા કરી. પરસે એકતા થી અબ સ્વસે એકતા હુઈ. રાગ કે સાથ એકતા થી, ઉસ પર્યાયકી ધ્રુવકે સાથ એકતા હુઈ. એકતાકા અર્થ? ધ્રુવ ઔર પર્યાય એક હો જાતી હૈ ઐસા એકતાકા અર્થ નહીં. પર્યાય ઉસ ઔર ઝુકતી હૈ તો એકતા કહુને મેં આતી હૈ. ઐસા માર્ગ (હું)! બહુત સૂક્ષ્મ, બાપુ! ઐસા સત્ય હૈ, વહુ અંદરમેં બેઠે નહીં, અનુભવ ન હો
ઔર વ્રત ઔર તપ કરનેસે કલ્યાણ હો જાયેગા, ઐસા ભાવ) મિથ્યાત્વભાવ પાખંડભાવ હૈ. સમજમેં આયા?
પ્રવચન નવનીત ભાગ-૪ પેઈજ નં-૩૩૬] ૨૪) કલ રાત્રિકો કહા થા ન? (આત્મા કે) અસંખ્ય પ્રદેશ છે. પ્રત્યેક પ્રદેશમેં પર્યાય
ભિન્ન ઉપર હૈ. સમજમેં આયા? યહ આત્મા જો હૈ વહ તો ઈસ શરીર પ્રમાણ હૈ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #26
--------------------------------------------------------------------------
________________
XVII
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ પરંતુ અંદર અપની ચીજ ભિન્ન હૈ. ઈસમેં બાહર જો ઉ૫૨-ઉ૫૨ અસંખ્ય પ્રદેશ હૈ, ઉસમેં યહ પર્યાય હૈ, ઐસા નહીં. સમજમેં આયા ? યહા શરીરમેં-પેટમેં અંદરમેં અસંખ્ય પ્રદેશ હૈ તો પ્રદેશ પ્રદેશમેં પર્યાય ભિન્ન ઉપર હૈ. રાત્રિકો આયા થા. એક પોઈન્ટમેં પર્યાયકા ક્ષેત્ર ભિન્ન હૈ ( ઔર ) ધ્રુવકા ક્ષેત્ર ભિન્ન હૈ. આહાહા ! યહ તો અલૌકિક બાતેં હૈ. ભગવાન !
[પ્રવચન નવનીત ભાગ-૪ પેઈજ નં. ૩૩૫ ] (૨૫) “પર્યાયકા પ્રદેશત્વ પર્યાયકા કારણ હૈ.” આહાહા! સમ્યગ્દર્શન આદિ ધર્મકી નિર્મલ પર્યાય ઉત્પન્ન હુઈ, ઉસકા પ્રદેશ ભિન્ન હૈ. અસંખ્ય પ્રદેશમેં ધ્રુવકા પ્રદેશ ભિન્ન ( ઔર ) પર્યાયકા પ્રદેશ ભિન્ન હૈ. આહાહા ! જિતને ક્ષેત્રમેર્સે નિર્મલ પર્યાય ઉત્પન્ન હોતી હૈ, ઈતને પ્રદેશ ભિન્ન ગિનનેમેં આયે હૈ. પર્યાયકા કારણ વહ પ્રદેશ હૈ. ધ્રુવ પ્રદેશ (પર્યાયકા કારણ ) નહીં ઐસા કહતે હૈ. આહાહા ! સમજમેં આયા ? ધ્રુવકા પ્રદેશ સૂક્ષ્મ હૈ, પર્યાય કી ઉત્પત્તિમેં ધ્રુવકા ક્ષેત્ર કારણ નહીં. પર્યાયકા ક્ષેત્ર પર્યાયકા કારણ હૈ, આહાહા ! ગજબ બાત કરતે હૈ ન ! યહ ગૃહસ્થ પંડિતકા લિખા હુઆ હૈ. આહાહા !
[પ્રવચન નવનીત ભાગ-૪ પેઈજ નં. ૪૯૨ ] (૨૬) ભગવાન અસંખ્ય પ્રદેશી આત્મા છે. અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન સર્વ વ્યાપક છે. હવે તેમાં એક સમયની અવસ્થામાં આ પરના જે ક્ષેત્રો છે તેના આકારોનું જ્ઞાનની પર્યાયમાં જાણવું થાય છે એટલે એ ( અજ્ઞાની ) એ પરક્ષેત્રનું જ્ઞાન માનીને તેને કાઢવા માગે છે, સ્વક્ષેત્રમાં રહેવા માટે. ખરેખર તો પરક્ષેત્રને (જાણવાની) જ્ઞાનની પર્યાય તેની સ્વક્ષેત્રમાં નાસ્તિ છે.
એક સમયનો જ્ઞાનનો પર્યાય તેમાં ૫૨ક્ષેત્રનું જ્ઞાન થાય એ તો પોતાનું જ્ઞાન છે. છતાં એ પરક્ષેત્રનું જ્ઞાન પર્યાયમાં થાય તેને ઈ.. અશુદ્ધ માનીને, પરક્ષેત્રથી ભિન્ન મારું સ્વક્ષેત્ર છે તેમ કરીને એ પરક્ષેત્રની પર્યાયનો નાશ કરવા માગે છે. એકલું ૫૨થી ભિન્ન સ્વક્ષેત્ર તેને માનતો નથી. સ્વક્ષેત્રમાં રહેવા માટે પર્યાયમાં ૫૨ક્ષેત્રનો જે ખ્યાલ છે તેનો અભાવ કરું તો સ્વક્ષેત્રમાં રહું! તો કહે છે– એમ નથી. પર્યાયમાં ૫૨ક્ષેત્ર સ્વક્ષેત્રનું જ્ઞાન એક અંશના ક્ષેત્રમાં હોવા છતાં એ રૂપે ત્રિકાળી ક્ષેત્ર નથી. ભારે ઝીણું ! પરક્ષેત્ર તો આત્મામાં છે જ નહીં.
[શ્રી નાટક સમયસાર પ્ર. નં. ૧૫૫ તા. ૭-૯-૯૧ શ્લોક ૧૧ થી ૨૨] (૨૭) એક ચીજ છે આત્મા, તેને બીજા આત્મા હારે કે પરમાણુ હારે, કાંઈ સંબંધ નથી.
કાંઈ સંબંધ નથી તેનું કારણ... કે-બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી-બેયના પ્રદેશ ભિન્ન છે. બેનાં રહેવાના સ્થાન ભિન્ન છે. વિકાર અલ્પ પ્રદેશમાં રહે છે-અંશમાં
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
XVIII અને આખી ચીજ બધા પ્રદેશમાં રહે છે. રાગ-દયા–દાન-ભક્તિ આદિ એના પ્રદેશો ઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તો જુદાં છે. આહા.. હા! પરના દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ તો જુદાં છે જ, પણ એની પર્યાયનો અંશ જે ઊઠ જેટલા અંશમાંથી એટલા પ્રદેશો પણ, દ્રવ્ય-આત્માની અપેક્ષાએ જુદો છે.
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૫ પેઈજ નં. ૨૧૧] (૨૮) ચૈતન્યની શુદ્ધ નિર્મળ પરિણતી તે આધાર, આત્મા આધેય. આહા ! આહીં તો એ
જ સિદ્ધ કરવું છે ને ! નહીંતર તો પર્યાય છે તે દ્રવ્યમાં નથી, વર્તમાન પર્યાય પ્રગટ છે એ સિવાયની પર્યાયો બધી દ્રવ્યમાં છે, બાહ્ય નથી. પણ વર્તમાન પર્યાય છે એ દ્રવ્યમાં નથી. એ શું કહ્યું? આત્મામાં જે અનાદિ-અનંત પર્યાય છે એમાં પ્રગટ એક સમયની પર્યાય, ઈ દ્રવ્યમાં નથી. ભિન્ન છે એનું સત્ ! ભૂત ભવિષ્યની પર્યાયો અંદરમાં ગઈ છે એ દ્રવ્યમાં છે આહા ! અને વર્તમાન પર્યાય પ્રગટ વિનાનો કોઈ દિ' એનો કાળ હોય નહીં. એ પ્રગટ પર્યાય અને વસ્તુ (આત્મ દ્રવ્ય) બેની સત્તા પ્રદેશ ભિન્ન છે તેથી તેની (બન્નેની) સત્તા ભિન્ન છે. આહા...! હા..! આવી વાત છે.
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૫ પેઈજ નં. ૨૧૨ ] (૨૯) (કહે છે) તેમને અને જ્ઞાનને, આત્માને એટલે જ્ઞાનને અને તેમને એટલે પુણ્ય
પાપનાં ભાવ આદિને, પ્રદેશભેદ હોવાથી, અત્યંત ભેદ છે. જેમાંથી (પુણ્ય-પાપ) ઉત્પન્ન થાય. જેટલા ક્ષેત્રમાંથી એ પ્રદેશ ભિન્ન છે. જડના પ્રદેશો જડના ભાવ, એ જે પ્રદેશ છે ચૈતન્યના, પણ ઈ પ્રદેશ છે ઈ ભિન્ન પ્રદેશ છે. આહા.. હા! અત્યંત ભિન્ન છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ ને નોકર્મ નથી.
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૫ પેઈજ નં. ૨૩૧] 30) આંહીતો વિકારમાં લીધું છે... પણ નિર્વિકારી પરિણતી થાય, એનાય પ્રદેશ જુદા
છે. કેમ કે બે ભાવ થયાને! એક ધ્રુવ ભાવ છે અને એક પરિણતી ભાવ છે. બે ભાવ થયા માટે બેય ભાવના પ્રદેશ જુદા છે. શુદ્ધ પરિણતીના પ્રદેશ જુદા છે.
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૫ પેઈજ નં. ૧૯૧] (૩૧) આંહીતો વિકારાના પ્રદેશો ભિન્ન કહ્યાં, નહિતો નિર્વિકારમાંય પણ (પર્યાયના)
પ્રદેશ ભિન્ન છે. નિર્વિકારી પરિણતી અને અશુદ્ધ પરિણતી બેય, એ પર્યાય છે માટે એટલા અંશ-પ્રદેશ ભિન્ન છે. એ “ચિવિલાસ”માં આવે છે. “ચિવિલાસ”માં એમ કહ્યું કે નિર્મળ પરિણતીના પ્રદેશ ભિન્ન છે ને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. નિર્મળ પરિણતી તે પર્યાય છે અને દ્રવ્ય છે તે ધ્રુવ છે. સમજાણું કાંઈ....
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૫ પેઈજ નં. ૧૮૨]
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #28
--------------------------------------------------------------------------
________________
XIX
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
“મંગલમ્ ભગવાન વીરો મંગલમ્ ગૌતમો ગણી, મંગલમ્ કુંદકુંદાર્યો જૈનધર્મોડસ્તુ મંગલમ્.
ઝરતું મકરંદ...
શુદ્ધાત્મના રસાસ્વાદી, જ્ઞાનાનંદ વિભોરી, પરમાગમ નિધાન પ્રકાશી, પરમભાવની પ્રસાદી આપી, ૫૨મા૨થ પંથ ઉજાળી, ૫૨માનંદ પિયુષ વહાવી...
,,
મોક્ષમાર્ગના મહા૨થી એવા પૂ. કહાનલાલ જયવંત વર્તો.. જયવંત વર્તો. આચાર્ય કુંદકુંદદેવ દિગમ્બર જૈનધર્મના ચિર સ્થંભ થયા. તેઓશ્રી નિરંતર પરમાનંદ-નિત્યાનંદના ભોજી અને તત્ત્વાન્વેષણ કરનારા યોગીરાજ હતા. ભાવિ તીર્થંકર પદ્મપ્રભમલધારિદેવ દ્વારા પરમ પારિણામિકભાવનું આશીર્ઘાન મળ્યું. તેથી સમસ્ત જૈન જગત ઉપર અધ્યાત્મની લાલિમા છવાઈ ગઈ.
શુદ્ધાત્મ પ્રકાશક, દ્રવ્યદૃષ્ટિ પ્રદાતા શ્રી કહાનગુરુદેવ દ્વારા નિતાંત પરિશુદ્ધ ધ્રુવ ૫૨મભાવનું પ્રવર્ષણ થયું. આ વિશુદ્ધ પ્રબોધ ધારામાં ધ્યેય સ્વરૂપ ઉર્ધ્વ રહ્યું. આત્મધ્યાનની મંદમંદ શીતલ સમ્યક્ ધારા મુમુક્ષુની આત્મપ્રભાને ઉજ્વલિત કરતી રહી. આમ સમગ્ર દિગમ્બર સમાજ આત્મદર્શનની સૌખ્યતા ૫૨ મંત્રમુગ્ધ થયો.
કહાનલાલ ! આપશ્રીએ શુદ્ધ અંતઃતત્ત્વની અનુભૂતિ દ્વારા ઉલ્લસિત વીર્યપૂર્વક અખંડ પ૨માત્માને અખંડપણે દર્શાવી શુદ્ધભાવનું દિવ્ય દિગ્દર્શન કરી શુદ્ઘનયના પ્રવાહને અખંડિત રાખ્યો છે. સ્વસંવેદનમયી સ્વરોમાં અકથ્ય આત્મવૈભવની વર્ષા વરસાવી પંચમપદની પ્રાપ્તિને અર્થે પંચમભાવના પિયુષ પીવડાવ્યા છે. આત્મરસના રસિકો માટે આ પરમભાવની પ્રસાદી છે.
જિનાગમમાં અધ્યાત્મની ચર્ચા-વાર્તા-પ્રવચન આદિનું તાત્પર્ય એટલું જ છે કેજીવોને શુદ્ધાત્માની ઉપલબ્ધિ કેમ થાય. આ પ્રવચનોને પ્રત્યગ્દર્શી થઈને જોઈએ તો માત્ર શુદ્ધભાવનું દર્શન સર્વોદયપણે થયેલું છે. આ પ્રવચનો શુદ્ધભાવની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં મંગલ પ્રતિક બન્યા છે. કારણ કે–વીતરાગતાની મુખ્યતાએ શાસ્ત્ર તાત્પર્ય અને સૂત્ર તાત્પર્ય તે બન્નેની એકતા વર્તતી હોવાથી આ પ્રવચનો અધ્યાત્મની પરાકાષ્ટાને પાર કરી ગયા છે.
જે શુદ્ધાત્માના ચરણોને ચૂમી-ચૂમીને સાદિ અનંતકાળ સુધી પૂર્ણ પર્યાયોનો પ્રવાહ પ્રવાહિત થયા કરે તો પણ કાંઈ ઘટ નહીં, કોઈ અધૂરાશ નહીં.. તે અક્ષયકોષ કેવો હશે ? સાધક આત્માઓ જેમાં સ્થિર રહેવા નિરંતર ઉદ્યમી થયા છે તે સહજાનંદમયી તત્ત્વને વંદન કરવાનું કોને મન ન થાય ?
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
♦ વિહંગાવલોકન:
XX
શ્રી નિયમસારજી નિજભાવના પ્રધાન શાસ્ત્ર છે. તેમાં જીવઅધિકાર પછી અજીવ અધિકાર લખ્યો. કારણ કે–અજીવ અધિકારનું સ્વરૂપ સમજવાથી જ્ઞાનની સૂક્ષ્મતામાં વૃદ્ધિ થાય છે. ત્યાર પછી શુદ્ધભાવ અધિકાર લીધો તે સમયસારના અજીવ અધિકારની સામ્યતા ધરાવે છે. ત્યાર પછી તરત જ વ્યવહારચારિત્ર અધિકાર લીધો. જુઓ ! નિશ્ચયવ્યવહા૨ની સંધિ કેવી કરતા આવે છે. નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય છે, નિશ્ચય વિના વ્યવહાર ત્રણકાળમાં હોતો નથી.
આ શુદ્ધભાવ અધિકારની ૩૮ થી ૫૫ ગાથા તે આચાર્ય શ્રીકુંદકુંદદેવ દ્વારા લખાયેલી છે. તેમની ઉપર તાત્પર્યવૃત્તિ ટીકામાં ૫૪ થી ૭૫ કળશો ભાવિતીર્થંકર શ્રીપદ્મપ્રભમલધારિદેવ દ્વારા લખાયેલા છે. તાત્પર્યવૃત્તિ ટીકાના શિખર ઉપર મનોરમ્ય કળશ શુદ્ધ સ્વરૂપને ધ્વનિત કરતા શોભી રહ્યા છે. આચાર્યદેવની ગાથાની વાતને અને પોતાની ટીકાની વાતની પુષ્ટિ અર્થે અન્ય આચાર્યદેવના કળશોનો આધાર લઈ વસ્તુ સ્વભાવને વિશેષે દ્રઢ કરે છે.
♦ નિદોર્ષ પ્રભુતા દર્શાવનાર પૂ. ભાઈશ્રી:
ત્રિકાળી પ૨માત્મામાં ‘હું પણું ’ સ્થાપિત કરાવનાર મહાન અધિકાર છે. ૫રમાત્માના જ્ઞાનમાં બીજા જીવોનો ૫રમાત્મા કેવો જણાય છે તેનું સહજભાવે નિરૂપણ કરનાર શુદ્ધભાવ અધિકાર છે.
નિજ ૫રમાત્માને જોતાં રાગ કેવો ? પોતાને જોવામાં અરુચિ કેવી ? જે સ્વભાવથી સહજ પરિપૂર્ણ છે તેને પૂર્ણ કરવાનો વિકલ્પ કેવો ? સ્વયંથી સ્વયંની સંપૂર્ણ અક્ષય વિભુતા ભાસિત થાય છે ત્યારે તેને સ્વરૂપ સંબંધી રાગ-દ્વેષરૂપ અર્થાત્ વિભાવરૂપ કોઈ વિકલ્પો ઉત્પન્ન થતા જ નથી.
પ્રભુ ! તું.. સ્વયમ્ પોતાથી જ એટલો પૂર્ણ અને તૃત છો કે તને કોઈની જરૂરત જ નથી. તારી પ્રભુતા સ્વાભાવિક છે, નિર્દોષ છે. તું તારાથી જ અત્યંત વૈભવ સંપન્ન અને સુંદર છો. આત્મન્ ! ખરેખર તારે કોઈને સાંભળવાની, સંભળાવવાની કે સ્વાધ્યાયની કોઈ જ જરૂરત નથી. સ્વભાવને સ્વરૂપ ચિંતવનની કોઈ જરૂરત નથી. ક્મકે તું અત્યારે કૃતકૃત્ય ૫રમાત્મા છો. (૧) સ્વનું અધ્યયન તે સ્વાધ્યાય. (૨)ચિંતવન એવું હોય કે–અચિંત્યવસ્તુ ને ચિંતવનની જરૂરત જ ન ભાસે. (૩) સાંભળવું એવું હોય કે–સાંભળ્યા પછી એક ક્ષણ માટે નિજ પરમાત્માનું વિસ્મરણ કદી ન થાય અને ફરી ફરી સાંભળવાનો ભાવ પણ ઓસરી જાય. પરિપૂર્ણ પ૨માત્મને શું જરૂરત પડી કે ઉપરોક્ત શુભભાવ કરવા પડે!
અહો... પ્રભુ ! તું સ્વયં પ્રભુતામય છો ને ! તારે પ્રભુ થવાનું નથી. પ્રભુ છે તેને પ્રભુ બનવું નથી.. કેમકે તે અનાદિથી બન્યો બનાવ્યો સહજ પ્રભુ છે. હું પ્રભુ છું તેવો વિકલ્પ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXI
શુદ્ધ અંત:તત્ત્વ પણ જેને સ્વીકાર્ય નથી.. તો પછી અન્યની કથની શું કરવી? પરમાત્માની અનુભૂતિમાં હું પરમાત્મા છું તેવો વિકલ્પ બાધક છે. આ વિકલ્પ પરમાત્માની પીઠ કરીને ઉભો થાય છે. પરમાત્માની સન્મુખતાથી તો નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય છે. માટે પ્રભુ બનવાની ઇચ્છા તે જ પરિમાણની વક્રતા છે. “હું પ્રભુ છું” તેવી અનુભૂતિ તે પરિણામની ઋજુતા છે. મારે પ્રભુ થવું છે તેવા ભાવમાં તો પરમાત્માની વિરાધના થઈ રહી છે. “હું પ્રભુ છું' એ પૂર્ણાહૂતિમાં પ્રભુતા દોડતી આવે છે. વાહ રે વાહ! દ્રવ્ય દૃષ્ટિનાં પ્રદાતા ગુરુવર્ય! આ વાત સાંભળીને મડદાં પણ ઉભા થઈ જાય છે.
શ્રી પદ્મનંદી પંચવિશંતિકામાં કહ્યું છે કે “મોહજન્ય મોક્ષાભિલાષ પણ કરે મોક્ષનો સ્વયં વિરોધ.” હે. મોક્ષાર્થી જીવો! મોક્ષની અભિલાષા થવી તે પણ મોહનો ઉદય જાણ ! તેથી શ્રી નિયમસારમાં પદ્મપ્રભદેવ કહે છે કે-મોક્ષ અર્થાત્ જે પરદ્રવ્ય છે તેની વાંછા તો મને નથી. પરંતુ નિજ પરમતત્ત્વની વાંછા પણ અમોને નથી. પોતે સ્વય સુખને આનંદથી લબાલબ ભર્યું.. ભર્યું તત્ત્વ છે –તેને જોનારને કોઈ ઇચ્છા જ ઉત્પન્ન થતી નથી.
આ રીતે શુદ્ધભાવ અધિકારમાં શુદ્ધાત્માની મુક્તાને ઉછાળી છે. પ્રત્યેક શુદ્ધાત્માઓ તેના પરમ પરિણામિકભાવ સ્વરૂપે રહેલા છે. મારું રહેઠાણ શુદ્ધ જીવાસ્તિકાય છે. હું જ્ઞાનનો ધનપિંડ અને આનંદનો રસકંદ છું. હું એક અખંડ નિત્યભાવ છું. હું અપરિણામી નિષ્ક્રિય તત્ત્વ છું. હું મારા અસ્તિત્વભાવથી સદાય ટકેલો છું. હું અનાદિ અનંત નિર્વિકલ્પ તત્ત્વ છું. હું પરદ્રવ્યો (પરિણામો) થી અને પરભાવોથી સર્વથા શૂન્ય છું. આવા અનેક પ્રકારના વાચક દ્વારા વાચ્ય પ્રભુને ઓળખાવવામાં આવ્યો છે. લાયક જીવ છે તે.... નિશ્ચય વચનો દ્વારા પરમાર્થ જીવને ઓળખી વાચ્યને ગ્રહણ કરી લ્ય છે. આ રીતે શુદ્ધભાવ અધિકારમાં અનેક વિશેષણો દ્વારા એક શુદ્ધાત્માને પ્રતિપાદિત કર્યો છે. જ્ઞાનલોક પર્યત નિજ સ્વભાવને ઉછાળી અને તેમાં સ્વચ્છંદપણે, અવિચ્છિન્ન ભાવે અને અપ્રતિત દશાએ નિજ નિલયમાં વિહાર કરાવ્યો છે. ૪ શ્રદ્ધાનું સ્વરૂપ દર્શાવનાર પૂ. ભાઈશ્રી:
ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્માને ગ્રહણ કરનારી શ્રદ્ધા કેવી છે? તેની તાકાત કેટલી છે? તેમાં બળવંતતા કેવી છે? પૂર્ણ સ્વરૂપને પૂર્ણપણે પ્રતીતમાં લેનારી શ્રદ્ધાની તાકાત કેટલી છે? એક સમયની શ્રદ્ધા અનંતગુણમયી દ્રવ્યને કેવા સામર્થ્યથી ઝીલે છે? તે ઉપાય તત્ત્વનો કયા પ્રકારે આદર-સત્કાર કરે છે? શુદ્ધાત્મા પ્રત્યેની તેની અર્પણતા-પ્રીતિ કેવી છે? વગેરે પ્રકારના અનેક પ્રશ્નો ઉદ્ભવે અને દરેક પ્રશ્ન ઘણો ઘણો ઊંડો વિચાર પણ માગે છે. તેની ઊંડાણતાનો તાગ લેવા માટે ધ્રુવ સ્વભાવના દળમાં પ્રવેશવું પડશે..! તો આ સર્વ પ્રશ્નના સમિચીન ઉત્તર સ્વયંથી પ્રાપ્ત થશે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
XXII
સમ્યક્ શ્રદ્ધાના સ્વરૂપને જોવામાં આવે તો તેનું સ્વરૂપ નિર્વિકલ્પ છે. તે ધ્રુવ આસન ઉપર સવાર થયેલ હોવાથી પર્યાય નામની વસ્તુ શ્રદ્ધાના લોકમાં નથી; પર્યાય જ્ઞાનના લોકમાં હો તો હો ! શ્રદ્ધાના લોકમાં તો માત્ર શ્રદ્ધેય તત્ત્વનો જ વાસ છે. શ્રદ્ધા કહે છે કે પર્યાય નામની વસ્તુનો મને ખરેખર પરિચય જ નથી. કેમકે હું સર્વથા શુદ્ધ સ્વરૂપને સ્વીકારતી હોવાથી.. હું નિજભાવમાં સ્થાયીપણે પ્રતિષ્ઠા પામી છું. ખરેખર સામાન્ય પડખાનું જ મને દર્શન છે; સાચું પુછો તો મારામાં બીજું પડખું જ નથી. “ પ્રેમ ગલી અતિ સાંકડી તેમાં દૂજો ન કરે વાસ.
હું પણ શું કરું? મારો સ્વભાવ ભગવાન આત્માને સર્વથા શુદ્ધપણે જાણવાનોદેખવાનો-શ્રદ્ધવાનો જ છે. મને જે કાંઈ દેખાય છે તે ભાવો સર્વથાપણે-જે છે તે જ દેખાય છે. વસ્તુમાં જેટલું અપરિણામીપણું છે તેટલું જ મને ‘હું પણે ’ શ્રદ્ધાય છે. હું મને નિત્ય નિરાવ૨ણ પૂર્ણ શુદ્ધ જ જોઉં છું. હું નિષ્ક્રિય છું તેવું જ શ્રદ્ધાન ઉદિત થાય છે. ૫૨મ પારિણામિભાવ મારો છે તેમ પણ ખરેખર મને શ્રદ્ધાન થતું નથી. મારો સ્વર તો અખંડ પરમાત્મા છું' તેમ જ છે. હું અનાદિ અનંત આનંદમય છું તેમ શ્રદ્વાય છે. પરિણામ પરદ્રવ્ય છે અને એ પરદ્રવ્યની મારા સ્વભાવમાં નાસ્તિ છે તેવું શ્રદ્ધાન પણ મને ઉદિત થતું નથી. સંક્ષેપમાં કહું તો મારામાં માત્ર મારી જ અર્થાત્ ધ્રુવ સામાન્યની જ સ્વીકૃતિ સમાય છે. શ્રદ્ધા કહે છે હું શ્રદ્ધેય તત્ત્વને જોવા સમર્થ છું પરંતુ હું મને જોવામાં અસમર્થ છું. મારું સમ્યક્પણું મને જોવામાં પણ નથી તો પછી કચિત્ બીજા પડખાંને જોવું તે મારો ધર્મ કયાંથી હોય ?
શ્રદ્ધેય તત્ત્વ અનાદિ અનંત શાશ્વત હોવાથી તેને શ્રદ્ધનાર પોતાને પણ અનાદિ અનંત શાશ્વત સ્વીકારે છે. શ્રદ્ધાનો વિષય જે છે, જેટલો છે તેનો જ માત્ર સ્વીકાર છે. શ્રદ્ધાની માન્યતાગત્ અભિન્નતાની ખાસિયત એવી વર્તે છે કે-પોતાનો પરિચય ધ્રુવ દ્વારા જ આપે છે. તેને પર્યાયનો પરિચય જ નથી તો તે ભેદનો પરિચય કેવી રીતે આપે ? શ્રદ્ધા કહે છે-મારો ઉત્પાદ ‘ હું પણા ’થી શરૂ થાય છે. કેમકે મારું સર્વાર્પણ ધ્રુવમાં છે.. તેથી હું મને ધ્રુવપણે જ જોવું છું. “ આ આત્મા તે હું છું” તેટલો લાંબો પરિચય પણ શ્રદ્ધા આપતી નથી, તેવો લાંબો પરિચય તો જ્ઞાનનો છે. શ્રદ્ધાનો નિર્વિકલ્પ પરિચય ‘હું ’ બસ આટલો જ છે.
મિથ્યાત્વ અવસ્થામાં શ્રદ્ધા લોકાલોકથી માંડીને કોઈપણ ગુણભેદમાં કયાંક પણ ‘હું પણું ’ કરતી હતી. હવે સમ્યક્ થઈ તો સામાન્યતત્ત્વને ‘હું પણે ’ સ્વીકારીને તે ઢીમ થઈ ગઈ છે. સામાન્ય આત્મા મારો તેવો ભેદ શ્રદ્ધાને મંજૂર નથી.
જિનાગમમાં શ્રદ્ધા પોષક વાકયો વિરલ જોવા મળે છે. નવતત્ત્વોથી હું અત્યંત ભિન્ન છું. ગુણ પર્યાયથી સર્વથા વ્યતિરિક્ત છું. પરિણામમાત્રથી સર્વથા ભિન્ન છું. ચાર
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXIII
શુદ્ધ અંત:તત્ત્વ ભાવોથી હું શૂન્ય છું. ચૌદ ગુણસ્થાનોનો મારામાં અભાવ છે. શ્રદ્ધાની શરૂઆત સર્વથાથી જ થાય છે. શ્રદ્ધાના સ્વરૂપમાં કથંચિત્નો અર્થાત્ સ્વાદ્વાદનો અભાવ છે. પ્રમાણમાં મુખ્ય-ગૌણ છે અને મુખ્ય-ગૌણ છે તે જાણવાના પડખાંની સિદ્ધિ કરે છે. જ્યારે હેયઉપાદેયમાં સાધ્યની અર્થાત્ પ્રયોજનની સિદ્ધિ થાય છે. આ રીતે શ્રદ્ધા પ્રયોજનની સિદ્ધિ કરાવે છે.
સત્પુરુષ કહો કે ચિપુરુષો કહો કે જ્ઞાનસ્વરૂપ કહો.. તે પોતાની અકૃત્રિમ પ્રભુતાને નિરંતર ભજે છે. પ્રત્યેક જીવ પોતાની ધ્રુવ પરિધિમાં જ બિરાજે છે. નિજ શાશ્વત પ્રભુ છે તે પોતાના અખંડ ચૈતન્ય પ્રદેશોમાંથી ઊઠીને કદી બહાર ગયો જ નથી. આવા સ્વભાવનું નામ સત્યમ્-શિવમ્-સુંદરમ્ છે.
તેથી મારા શાશ્વત ભવન ઉપર ન કોઈનો અધિકાર છે ન કોઈનો પ્રતિબંધ છે. તે શુદ્ધાત્મ ભવનમાં નિવાસ કરવા માટે ન કોઈની મને અનુમતિ જોઈએ છીએ. હું આત્મન્ ! તું જ્યાં જવા માગે છે, તું જ્યાં રહેવા માગે છે.... તું અત્યારે ત્યાં જ રહેલો છે. તું જો ! તું અત્યારે તને જો તો એમ જ જણાશે કે હું જ્યાં રહેવા માગું છું ત્યાં જ રહેલો છું. તું જ્યારે જોઈશ ત્યારે તારી પ્રભુતામાં તું સ્વયંથી પ્રતિષ્ઠિત જ જણાઈશ.
તેથી સંતો કહે છે-હવે સ્થાપ્ના બદલાવ! તારા અને અમારા આત્મામાં સિદ્ધની સ્થાપ્ના કરીએ છીએ. આ કાળ તો સ્થાપ્ના બદલાવવાનો છે. “હું ઉપાસ્યમાન તત્ત્વ છું” તે જ ઉપાસના છે. હું આરાધ્ય તત્ત્વ છે તે જ અભેદ આરાધના છે. આત્મદર્શન કહો કેજૈનદર્શન કહો તે બેરિહાજ વિથદર્શન છે. વસ્તુના સ્વરૂપને વસ્તુની સીમામાં સિમિત કરનારું વાસ્તવિક અને નિર્ભય દર્શન છે. શ્રીમજી અપૂર્વ અવસરમાં કહે છે કે
“ જે પદ શ્રી સર્વ શે દીઠું જ્ઞાનમાં; કહી શકયા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેવું સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ?
અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” ૩૮+૫૦ ગાથાની સંધિ કરાવનાર પૂ. ભાઈશ્રી:
સૌ પ્રથમતો શુદ્ધભાવ અધિકાર જ અલૌકિક છે અને તેમાં ૩૮+૫૦ તે ગાથાઓ પણ અલૌકિક છે. તેથી અલૌકિક અધિકારની અલૌકિક ગાથાઓ છે. આ બન્ને ગાથા ભેદવિજ્ઞાનની પરાકાષ્ટારૂપ છે. આ બન્ને ગાથા શુદ્ધભાવ અધિકારનો પ્રાણ છે. ખરેખરતો આ બે ગાથામાં સમસ્ત દ્રવ્યાનુયોગના સારને ગર્ભિત કરી દીધો છે.
શ્રી સમયસારમાં જીવ અધિકારનો સાર તેની છેલ્લી ૩૮ ગાથામાં મૂકી દીધો. જ્યારે નિયમસારમાં શુદ્ધભાવ અધિકારનો સાર તેની પહેલી ૩૮ ગાથામાં મૂકી દીધો. ૩૮ ગાથામાં કુંદકુંદદેવે આત્માની વ્યાખ્યા નાસ્તિથી કહી. “કર્મોપાધિ ગુણ પર્યાયોથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
XXIV વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે.” આચાર્યદેવના આ ક્રમમાં પણ રહસ્ય છે. કેમકે વ્યવહારના પક્ષના નિષેધ વિના નિશ્ચયનો પક્ષ પણ આવતો નથી. વ્યવહારના પક્ષનો નિષેધ તે જ અનિર્વચનીય નિશ્ચયનું વાચ્ય છે. માટે વ્યવહારનો નિષેધ તે નિશ્ચયની પ્રાપ્તિનો ઉપાય છે. આ રીતે જ માર્ગનો ક્રમ છે.
ટીકામાં વિભાવગુણ પર્યાયો વિનાનો છે તેમ કહ્યું એટલે કે વ્યંજન પર્યાયથી તો રહિત છે પરંતુ અર્થ પર્યાયથી રહિત છે. તેનાથી આગળ અગુરુલઘુ આદિ ગુણની નિરપેક્ષ પર્યાયોથી પણ રહિત છે. આ વિભાવ ગુણ પર્યાયો છે તે બહિર્તત્વ છે.
શ્રી કુંદકુંદદેવે ૩૮ ગાથામાં સાતેય તત્ત્વોને બહિર્તત્ત્વ-હેય કહ્યું. જ્યારે ટીકાકારે હેય ન કહેતા પરદ્રવ્ય કહ્યું. બહિર્તત્ત્વની સામે અંત:તત્ત્વ કેવું છે? તે વાત કુંદકુંદદેવે ૫૦ ગાથામાં કહી. ૩૮માં સાતેય તત્ત્વોના સમૂહને હેય કહ્યું તો ૫૦ માં પરદ્રવ્ય કહ્યું. ૩૮માંપર્યાયને બહિર્તત્ત્વ અને હેય કહ્યું. તેનું કારણ પ૦ ગાથામાં કહ્યું. ૫૦ ગાથામાં-પર્યાયને પરસ્વભાવો, પરદ્રવ્ય અને હેય કહ્યું. પરિણામ પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે માટે હેય છે.
૩૮ ગાથામાં ટીકાકારે સાત તત્ત્વોને પરદ્રવ્ય કહ્યાં. પરદ્રવ્યની સામે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્યબુદ્ધિ છે તે વાત કહી પરંતુ સ્વદ્રવ્યનું સ્વરૂપ શું છે તે વાત તેમણે ન કહી. જ્યારે ૫૦ ગાથામાં કુંદકુંદભગવાને પર્યાયને પરદ્રવ્ય કહ્યું તેની સામે સ્વદ્રવ્ય કેવું છે તે સ્વરૂપ પણ બતાવ્યું. પ૦માં પરિણામ પરસ્વભાવો છે અને સ્વસ્વભાવ નથી તેમ અસ્તિનાસ્તિ ભેદજ્ઞાનથી વાત કહી. આમ વિશેષમાત્ર બહિર્તત્ત્વ છે અને સામાન્ય તે જ અંત:તત્ત્વ છે. સ્વદ્રવ્ય એક છે, પરદ્રવ્ય સાત છે. ગુણો અનેક છે, ગુણી એક છે. સ્વભાવ એક છે પરભાવો ચાર છે. હેય ઉપાદેયનું સ્વરૂપ બતાવનાર પૂ. ભાઈશ્રી:
આ બન્ને ગાથામાં અંદરમાં જ હેય તત્ત્વ છે અને અંદરમાં જ ઉપાદેય તત્ત્વ છે. આમ ય ઉપાદેયની વહેંચણી પ્રમાણજ્ઞાનના વિષયભૂત દ્રવ્યમાં જ કરેલી છે. અંદરમાં જ સ્વદ્રવ્ય છે અને અંદરમાં જ પરદ્રવ્ય છે. પરદ્રવ્યને બહારમાં શોધવાની જરૂરત નથી. કેમકે બહારમાં પરદ્રવ્ય નથી. બહારના પદાર્થો તો શય છે.
સ્વદ્રવ્યની અને પારદ્રવ્યની સ્વભાવથી જ ભિન્નતા હોવા છતાં મિથ્યાષ્ટિ જીવ તેને એકપણે માને છે. અજ્ઞાની ને સ્વદ્રવ્ય-પદ્રવ્યની જુદાઈ ભાસતી નથી. જેને જુદાઈ ભાસે છે તેને દૃષ્ટિમાં પારદ્રવ્યથી એકત્ત્વબુદ્ધિ તૂટી જાય છે અને પછી સ્વર્શયમાંથી પણ ભિન્નતા થઈ જાય છે અર્થાત્ ભેદરૂપ સાત તત્ત્વો દશામાંથી પણ અવસ્તુ થઈ જાય છે.
સ્વદ્રવ્ય પદ્રવ્ય વચ્ચે અપેક્ષા ઉપેક્ષા હોય પરંતુ રાગ-દ્વેષ ન હોય. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય વચ્ચે હેય ઉપાદેય હોય પરંતુ મુખ્ય-ગૌણ ન હોય. મુખ્ય-ગૌણ જ્ઞાનની સિદ્ધિ કરે છે જ્યારે હેય-ઉપાદેય શુદ્ધનયની સિદ્ધિ કરે છે. બીજું પડખું જાણવા માટે ભલે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
XXV
શુદ્ધ અંત:તત્ત્વ સત્યાર્થ હોય પરંતુ અહીંયા આશ્રયની મુખ્યતા હોવાથી તેને ઊડાડયું છે. જો એક પડખું હેય છે તો નિયમથી બીજું પડખું ઉપાદેય છે. હૈય ઉપાદેયમાં જ સાધ્યની સિદ્ધિ થાય છે. સાધ્યની સિદ્ધિ થતાં જ સમ્યજ્ઞાન પ્રગટ થાય છે તેમાં મુખ્ય-ગૌણ થાય છે.
માટે સિદ્ધ થાય છે કે–કોઈ પણ કાળે, કોઈ પણ જીવને, કોઈ પણ સ્થિતિમાં પ્રમાણજ્ઞાનનો વિષય જે દ્રવ્યપર્યાય સ્વરૂપ પરિણામી દ્રવ્ય તે ઉપાદેય નથી. સર્વ જીવોને, સર્વ કાળે શુદ્ધનયના વિષયભૂત પરિણામમાત્રથી સર્વથા ભિન્ન ધ્યેય પરમાત્મા જ ઉપાદેય છે, તે જ અહમ્ કરવા લાયક છે, તે જ શ્રદ્ધામાં શ્રદ્ધેય બનાવવા યોગ્ય છે. ♦ હેય તત્ત્વનું સ્પષ્ટીકરણ કરનાર પૂ. ભાઈશ્રી:
એવો પ્રશ્ન થાય કે તમે પરિણામનું અસ્તિત્વ તો રાખો છો અને વળી હેય પણ કહો છો ? પર્યાય હૈય શા માટે છે? હેય શબ્દનું યથાર્થ વાચ્ય શું છે? પર્યાયનું આલંબન શા માટે ન લેવું ? પર્યાય વસ્તુનો જ અંશ છે તો પછી તેની ઉપેક્ષા શા માટે કરવી ? પર્યાયનું લક્ષ શા માટે છોડાવો છો ? આવા અનેક પ્રશ્નો ઉદ્ભવે છે.
સૌ પ્રથમ તો હેયની પરિભાષા. “ ન ઉપાદેયમ્ ઇતિ હેયમ્. ” હેય અર્થાત્ ત્યાજ્ય. પરિણામ તૈય છે, હૈય છે તેમ હેય શબ્દને દ્વેષ વાચક ન સમજવો. કેમકે વીતરાગ માર્ગમાં રાગ-દ્વેષ કરવાનો ઉપદેશ કયાંથી હોય ? માટે હૈય શબ્દને ઉપેક્ષા વાચક સમજવો.
જેમ નિશ્ચય વ્યવહારનો જન્મ નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે. તેમ હેય-ઉપાદેયનો જન્મ પણ નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં જ થાય છે. માટે આત્માનુભવ થવાનો અને હૈય ઉપાદેય થવાનો સમય એક જ છે. સવિકલ્પ દશામાં હૈય-ઉપાદેય ન થાય. જ્યારે આનંદમૂર્તિ ‘હું પણે ’ પ્રત્યક્ષ શ્રદ્વાય છે ત્યારે પર્યાય છે તે હેય છે. આમ અનુભૂતિના બળે જ હૈય-ઉપાદેય થાય છે.
૧) એક સમયવર્તી પરિણામ દૃષ્ટિનો વિષય બનતો નથી માટે હેય છે.
૨) પરિણામમાં આત્મબુદ્ધિ ન થવી તેનું નામ પરિણામ હૈય છે.
૩) આત્મજ્ઞાનના પરિણામમાં મમત્વ ન થવું તેનું નામ પરિણામ હૈય છે. ૪) પરિણામ આશ્રયભૂત તત્ત્વ નથી માટે હૈય છે.
૫) પરિણામ લક્ષ કરવા યોગ્ય નથી માટે હૈય છે.
૬) સ્વનું અવલંબન લેતાં પરિણામનું અવલંબન છૂટી ગયું તેને પરિણામ હૈય થયા તેમ કહેવામાં આવે છે.
૭) પરિણામ પ્રત્યે પરમ ઉપેક્ષાવૃત્તિ-ઉદાસીનતા તેનું નામ પરિણામ તૈય છે. ૮) પરિણામ તૈય તો છે ને! તેમ હેયપણે પણ ન જોવું તેનું નામ પરિણામની હેયતા છે.
૯) પરિણામ વ્યવહારનયનો વિષય છે માટે પરિણામ હેય છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
XXVI ૧૦) ભેદનું પ્રતિક્રમણ થાય છે માટે પરિણામ હય છે. ૧૧) પરિણામથી અજ્ઞાત થઈ જવું, પરિણામને જાણવાનું સર્વથા બંધ કરી દેવું તેનું
નામ પરિણામ હુય છે. ૧૨) પરિણામનું પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના થાય છે માટે પરિણામ
ય છે. ૧૩) જેને દ્રવ્ય સામાન્ય ઉપાદેયપણે જોય થાય છે તેને જ પરિણામ પ્રત્યે ઉપેક્ષા વર્ત
છે તે જ પરિણામની હેયતા છે. ૧૪) પરિણામ ભેદ હોવાથી સ્પશેય પણ નથી. તેને શેયપણે પણ ન જોવા તેનું નામ
પરિણામ હેય છે. ૧૫) પરિણામ તે ભેદ છે. ભેદથી પરામુખતા અને અભેદની સન્મુખતા તેનું નામ
પરિણામની હેયતા છે. ૧૬ ) પરિણામ છે તે ધ્રુવઆત્માનો સ્વભાવ નહીં હોવાથી પરસ્વભાવ હોવાથી હેય છે. ૧૭) પરદ્રવ્યને-પદ્રવ્ય જાણવું તેનું નામ પરિણામ ય છે. ૧૮) જેમ પરદ્રવ્યમાંથી પરિણામ નથી આવતા તેમ પરિણામમાંથી પરિણામ નથી
આવતા માટે પરિણામ હય છે. ૧૯) પરિણામ ઉપાદેય તો નથી જ, પરંતુ તે શયપણ નથી અને અનુભવના કાળે
હેય છે તેવો વિકલ્પ પણ નથી તેનું નામ પરિણામ હેય છે.
જ્યારે ભેદજ્ઞાનની શક્તિ વિકાસ પામે છે ત્યારે તેને અભેદનો અનુભવ થઈ જાય છે, ત્યારે તેને પરિણામ પરભાવ અને હેય છે તેમ જાણવામાં આવે છે. આત્મા ઉપાદેય થયા વિના પરિણામ ય છે તેમ જાણવામાં ન આવે. જ્યારે આત્મા ઉપાદેય થાય ત્યારે જ બીજી ચીજ હેય ભાસે છે. અને જ્યાં સુધી પરિણામમાં હેયબુદ્ધિ ન આવે ત્યાં સુધી આત્મા ઉપાદેય થતો નથી. જ પરિણામ પરદ્રવ્ય શા માટે છે? તે બતાવનાર પૂ. ભાઈશ્રી:
આચાર્ય કુંદકુંદ, આચાર્ય અમૃતચંદ્ર અને પદ્મપ્રભમલધારિદેવ તેમ ત્રણ ત્રણ સંતો કહે છે કે પરિણામ પરદ્રવ્ય છે. અધ્યાત્મની ઉત્કૃષ્ટ શૈલીમાં પરિણામને પરદ્રવ્ય કહ્યું છે. છ દ્રવ્ય પરદ્રવ્ય છે તે વાત જગત પ્રસિદ્ધ છે. પરંતુ પરિણામ પરદ્રવ્ય છે તે વાત જગતને અપ્રસિદ્ધ છે. જે જગતને અપ્રસિદ્ધ છે તેને સંતો દાંડી પીટીને પરદ્રવ્ય કહે છે.
સાતતત્ત્વો હેય છે તેમ તો જિનાગમમાં ઘણી જગ્યાએ આવે છે, પરંતુ અહીંતો સંતોને ઘણાં ઊંચા પ્રકારની વાત કહેવાનો ભાવ આવ્યો છે. જ્યાં સુધી પરિણામ તેને પરદ્રવ્યપણે ન દેખાય ત્યાં સુધી પરિણામ તેને સ્વદ્રવ્યપણે ભાસે છે અને તેનું નામ સંસાર છે. જ્યાં સુધી આચાર્યદવ પરિણામ કહે છે ત્યાં સુધી પરિણામમાંથી “હું પણું'
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXVII
શુદ્ધ અંત:તત્ત્વ છૂટતું ન હતું, તેથી અત્યંત કરુણા કરી અને હાઈડોઝ આપ્યો કે-પરિણામ પરદ્રવ્ય છે. જ્યાં પરિણામ પરદ્રવ્ય ભાસ્યા ત્યાં તો આત્મા તેના હાથમાં આવી ગયો.
આચાર્યદવની દૃષ્ટિમાં તીક્ષ્ણતા તો જુઓ! તેમણે પરિણામને પર ન કહેતાં પરદ્રવ્ય કહ્યું. પરિણામ સાથે સર્વ પ્રકારના સંબંધનો પરિહાર કરવા કમર કસી છે. રાગાદિભાવો અચેતનનું પરદ્રવ્ય છે અને સમ્યગ્દર્શનાદિભાવો તે ચેતનનું પરદ્રવ્ય છે. પરિણામ પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે.
આત્મા સ્વ અને પરિણામ પર તેમ પણ ન કહ્યું. જે પરિણામ આત્માને જાણવાનું છોડે છે તે પરિણામ પર છે. જે પરિણામ આત્માને જાણે છે તે પરિણામ પરિણામ છે. તેવો વિભાગ ન કરતાં જે પ્રગટ થાય છે તે બધું જ અમને પરદ્રવ્ય છે. તેમને કોઈપણ ભેદ પોસાતો નથી. દૃષ્ટિમાં તો ભેદનો અભાવ જ છે પરંતુ જ્ઞયમાં પણ ભેદ ખટકે છે. આ તેમની પરિણામ પ્રત્યેની પરમ ઉદાસીનતાનું પ્રતિક છે.
તéપરાંત તેઓશ્રીએ પરિણામને પ્રમાણનો અંશ છે તેમ ન કહ્યું. પરિણામ વ્યવહારજીવ છે તેમ પણ ન કહ્યું. સંવર-નિર્જરા ને મોક્ષ પ્રગટ કરવા માટે ઉપાદેય છે તેમ પણ ન કહ્યું. કોઈ જ હિચકાટ-ખિચકાટ વિના સીધુ જ પરદ્રવ્ય કહ્યું. પર્યાય માટે પરદ્રવ્ય વિશેષણ લગાવ્યું તે તેમના વૈરાગ્યની ખુમારી દર્શાવે છે.
સમ્યગ્દષ્ટિ વૈરાગી કેમ છે? તેને સમ્યગ્દર્શન પ્રત્યે પણ મમત્વ નથી. ઇન્દ્રિયસુખની ઉપેક્ષાની તો વાત જ શું કરવી ! પરંતુ જેને અતીન્દ્રિય સુખની પણ પરમઉપેક્ષા વર્તે છે. સંતોની દૃષ્ટિમાં અવેદક-અભોક્તા સ્વભાવની ચરમ સીમા વર્તે છે. શુદ્ધ પર્યાય પરદ્રવ્ય છે એટલે તેમાં સ્વદ્રવ્યની મમતા થતી નથી. મમતા નથી માટે વૈરાગ્ય વર્તે છે. પરિણામને અમે પરદ્રવ્ય જાણીએ છીએ તેથી અમે વૈરાગી રહ્યા છીએ. જો અમે પર્યાયને સ્વદ્રવ્ય જાણીએ તો અમારો વૈરાગ્ય ચાલ્યો જાય અને અમે રાગી થઈ જઈએ.
મોક્ષની પર્યાય પરદ્રવ્ય છે. પરદ્રવ્યની સાથે “નાસ્તિ સર્વોડપિ સમ્બન્ધ: પરદ્રવ્યાત્મતત્ત્વયોઃ” પરદ્રવ્યની સાથે આ આત્માને કોઈ પણ સંબંધ નથી. અહીં પરદ્રવ્ય એટલે પર્યાયની વાત ચાલે છે તે ખાસ ધ્યાન રાખવું. પરદ્રવ્યની સાથે કર્તાકર્મ સંબંધતો નથી પરંતુ જ્ઞાતા-શય સંબંધ પણ નથી. તોડી નાખ સર્વ સંબંધને તો તને આત્મદર્શન થશે.
જેમાં અનંતજ્ઞાન-દર્શન-સુખ-વીર્ય પ્રગટ થયા છે તે મોક્ષની પર્યાય પરદ્રવ્ય છે. કેમકે આત્માનું લક્ષણ જે પરમ પરિણામિક ભાવ તે મોક્ષ પર્યાયમાં નથી. મોક્ષ પર્યાયનું લક્ષણ ક્ષાયિકભાવ છે મોક્ષ પર્યાયની તન્મયતા ક્ષાયિકભાવથી છે પરંતુ પરમ પારિણામિકભાવથી નથી. વળી તે કર્મકૃત સાપેક્ષ અને નાશવાન છે તેથી તે પરદ્રવ્ય છે.
પરપદાર્થ, તેના આશ્રયે તો ધર્મ ન થાય પરંતુ ધર્મના આશ્રયે પણ ધર્મ થતો નથી. માટે ધર્મની પર્યાય આત્મા છે તેવી બુદ્ધિ કરીશમાં. ધર્મ તો ધર્મીના આશ્રયે જ થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
XXVIII જે પરિણામ મારો આશ્રય લ્ય છે... તેનો આશ્રય હું શા માટે લઉં? ચક્રવર્તીનો આશ્રય ચપરાશી (પટ્ટાવાળો ) લ્ય, પરંતુ ચપરાશીનો (પટ્ટાવાળાનો) આશ્રય ચક્રવર્તી ભે! ? વાહ રે વાહ! અધર્મના પરિણામો પરદ્રવ્ય છે પરંતુ ધર્મના પરિણામ પરદ્રવ્ય છે. કારણ કે તે અનિત્ય છે. તેનામાં અનંતગુણ વ્યાપતા નથી. વળી પરિણામને જાણતાં શુદ્ધિની વૃદ્ધિ થતી નથી અને શુદ્ધિની પૂર્ણતા પણ થતી નથી માટે પરદ્રવ્ય છે.
૧) એક સમયની પર્યાયમાં પરમ પરિણામિકભાવ વ્યાપતો નથી માટે તે પરદ્રવ્ય છે. ૨) એક સમયની પર્યાયમાં અનંતગુણોનો અભાવ હોવાથી તે પરદ્રવ્ય છે. ૩) પર્યાય પોતે નાશવાન છે, બીજા સમયે બીજી પ્રગટે છે તેથી તેમાં “હું પણું' કેવી
રીતે થાય? પર્યાયના ‘પણા માટે સ્થિરતત્ત્વ જોઈએ. માટે પર્યાય પરદ્રવ્ય છે. ૪) પર્યાયનાં લક્ષ આનંદ પ્રગટ થતો નથી માટે પર્યાય પરદ્રવ્ય છે. ૫) પરિણામના લક્ષે નિયમથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે માટે પરિણામ પરદ્રવ્ય છે. ૬) પરિણામ પ્રગટ થાય છે માટે પરદ્રવ્ય છે અને જે પ્રગટ છે તે સ્વદ્રવ્ય છે. ૭) સાતેય તત્ત્વો કર્મોપાધિજનિત હોવાથી તે પરદ્રવ્ય છે. સાતેય તત્ત્વમાંથી કોઈ - તત્ત્વને આત્મજનિત ન કહ્યું. ૮) પર્યાય પરદ્રવ્ય છે તેનો અર્થ જ એટલો છે કે તે આશ્રય કરવા લાયક નથી.
૯) પરિણામને જાણવાથી સમ્યગ્દર્શન થતું નથી માટે પર્યાય પરદ્રવ્ય છે. ૧૦) સંતો કહે છે-પરદ્રવ્યને જાણવા રોકાણો ત્યાં સુધી સમ્યગ્દર્શન નહીં થાય. કેમકે
પરદ્રવ્યને જાણતાં સ્વદ્રવ્યનું લક્ષ છૂટી જાય છે. જ્યારે પરદ્રવ્યને જાણવાનું બંધ
કરે છે ત્યારે સ્વદ્રવ્ય જણાય, જણાયને જણાય. ૧૧) જેમ પરદ્રવ્યમાંથી પર્યાય આવતી નથી તેમ પર્યાય પોતે એક સમયના
જીવનવાળી હોવાથી તેના આશ્રયે આનંદની દશા ઉત્પન્ન થતી નથી માટે તે પદ્રવ્ય છે. પર્યાય જાણવા યોગ્ય હો તો હો પણ તે આશ્રય કરવા યોગ્ય નથી.
જ્યાં પર્યાયને પરદ્રવ્ય કહ્યું હોય ત્યાં સામાન્યથી વિશેષ સર્વથા ભિન્ન છે તેમ સમજવું. જ્યાં સર્વથા ભિન્નતા હોય ત્યાં જ પર્યાય માટે પરદ્રવ્ય શબ્દ લાગુ પડે છે. જ્યાં કથંચિત્ ભિન્ન કહ્યું હોય ત્યાં પર્યાય માટે પરદ્રવ્ય વિશેષણ લાગુ પડતું નથી. કેમકે ત્યાં શ્રદ્ધા પૂર્વક જ્ઞાનનું પડખું બતાવવું છે. પરિણામ તે પરદ્રવ્ય છે તેમ જાણવાથી શું ફાયદો !!તે બતાવનાર પૂ. ભાઈશ્રી:૧) પરિણામને પરદ્રવ્ય કહ્યું ત્યાં તો પરિણામની કર્તબુદ્ધિ છૂટી ગઈ અને પરદ્રવ્યની
(પરિણામની) જ્ઞાતાબુદ્ધિ પણ છૂટી ગઈ. પરદ્રવ્ય પ્રત્યેની મમતા જ છૂટી
ગઈ. સ્વદ્રવ્યને જાણવા કટીબદ્ધ થયો. ૨) પરદ્રવ્ય ( પરિણામ) મારા કર્યા વિના સ્વયં થયા કરે છે. જે સ્વયં થાય તેને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXIX
શુદ્ધ અંત:તત્ત્વ મારે શું કરવાનું? પરદ્રવ્ય ( પરિણામ ) મારા જાણ્યા વિના જણાયા કરે છે. જે
સ્વયં જણાય છે તેને શું જાણવું? ૩) મારે ધર્મના પરિણામ પ્રગટ કરવા છે તે પહેલી ભૂલ હતી અને પછી જાણેલો
પ્રયોજનવાન તે બીજી ભૂલ હતી. હવે ખ્યાલ આવ્યો કે-પરદ્રવ્યને પ્રગટ કરીને પછી તેને જાણવા તે બન્ને ભૂલ હતી. જે પ્રગટે છે તેને જાણું? ના. જે
પ્રગટ છે તેને જાણવું તેનું નામ સમ્યગ્દર્શન છે. ૪) પરિણામ પરદ્રવ્ય છે તેથી તેની સાથે કર્તાકર્મ સંબંધ તો લાગુ પડતો નથી.
પરમાર્થે સ્વસ્વામિ સંબંધ તો છે જ નહીં પરંતુ વ્યવહાર પણ અસ્વામી
સંબંધ લાગુ પડતો નથી. ૫) પરિણામને પરદ્રવ્ય કહેતાં જ તેની સિદ્ધિ સામાન્ય દ્રવ્યથી સર્વથા ભિન્નતારૂપ
જ થાય છે. સર્વથા ભિન્નમાં આવ્યો છું અને દૃષ્ટિ પ્રગટી શું ! ૬) જે એમ ભાવે છે કે-મારે ભવિષ્યમાં મોક્ષની પર્યાય પ્રગટ કરવી છે તેને
પરદ્રવ્યની વાંછા હોવાથી મોક્ષની પર્યાય પ્રગટ નહીં થાય. તેથી હવે પરદ્રવ્યની
ભાવનાના પ્રત્યાખ્યાન કરે છે. ૭) સંવરના પરિણામ પરદ્રવ્ય છે તેથી મારા અધિકારની વાત નથી કે હું તેને
પ્રગટ કરું. ૮) આજ દિવસ સુધી સમ્યગ્દર્શન પ્રગટ કરવાની ભાવનાથી સમ્યગ્દર્શન થતું ન
હતું. તેમાં તે પરદ્રવ્યનો કર્તા બની જતો હતો. ૯) અનાદિથી ખતવણી ખોટી થઈ હતી. હવે ખ્યાલ આવ્યો કે પર્યાય તો પરદ્રવ્યના
ખાતામાં જાય છે... તેથી તેને સ્વદ્રવ્યના ખાતામાંથી ઉથાપે છે. ૧૦) સાધક સવિકલ્પ દશામાં પરદ્રવ્યથી પરાભુખ રહે છે. તેથી પરિણામ દેખાવા
છતાં દેખાતા નથી. જણાવા છતાં જણાતા નથી. કેમકે પરદ્રવ્યને જાણવાની
આકાંક્ષા છૂટી ગઈ છે. ૧૧) જે પરદ્રવ્યના સ્વામિત્વને ત્યાગે છે તેને નિયમથી મોક્ષમાર્ગની પર્યાય હોય છે. ૧૨) સમયે સમયે જે અનંતી પર્યાયો પ્રગટ થાય છે તે બધી જ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય
અનંત છે અને સ્વદ્રવ્ય તો એક છે. અરે ! ગુણ અનેક છે તેનો આધાર એક
છે. અનેકનો આશ્રય ન હોય, આશ્રય તો એક નો જ હોય. ૧૩) જેમ પરપદાર્થને જાણતાં જ્ઞાન અને સુખ ન થાય. તેમ અહીં અધ્યાત્મમાં
પર્યાયોને પરદ્રવ્ય કહ્યું છે. તેથી પરદ્રવ્યને જાણતાં જ્ઞાન અને સુખ થતાં નથી. ૧૪) જે પરદ્રવ્યથી પરાભુખ છે અને સ્વદ્રવ્યની સન્મુખ છે તે સાધક ધર્માત્મા એમ
ફરમાવે છે કે આત્મા પરદ્રવ્યનો જાણનારો છે એમ જે માને છે તે દિગમ્બર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
*
*
*
*
શુદ્ધ અંત:તત્ત્વ
XXX જૈન નથી. અહીં આ ગાથામાં આચાર્યદેવ ફરમાવે છે કે-જે પરદ્રવ્યને એકાંતે જ્ઞાનનો વિષય બનાવે છે અને દ્રવ્ય સ્વભાવને લક્ષમાંથી છોડી દે છે તે
દિગમ્બર જૈન નથી... એટલે કે તે સમ્યગ્દષ્ટિ નથી. ૧૫) ભગવાન આત્માને પરદ્રવ્યની સાથે કોઈ સંબંધ નથી. કારણ કે
* સ્વદ્રવ્યમાં પરદ્રવ્યનો અભાવ છે. * સ્વકાળમાં પરકાળનો અભાવ છે. * સ્વક્ષેત્રમાં પરક્ષેત્રનો અભાવ છે. * સ્વભાવમાં પરભાવનો અભાવ છે. માટે તું..
“પદ્રવ્ય તજ અને સ્વદ્રવ્ય ભજ.” આચાર્યદેવ કહે છે કે-અમે પરિણામને એટલા માટે પરદ્રવ્ય કહ્યું કે તું તેને સ્વદ્રવ્ય માની બેઠો હતો. જ્યાં પર્યાયને પરદ્રવ્ય કહ્યું ત્યાં તો તારી પર્યાયમાંથી અહબુદ્ધિ છૂટી ગઈ. પર્યાયમાંથી મારાપણાનો ભાવ છૂટી ગયો. મારાપણું છૂટયું તો કર્તાબુદ્ધિ છૂટી ગઈ અને આગળ પર્યાયની જ્ઞાતાબુદ્ધિ પણ છૂટી ગઈ.
પર્યાય હેય છે તો ઉપાદેય તત્ત્વ કોણ છે? કોનો આશ્રય લેવાથી ધર્મ થાય છે? કોનામાં સ્થિર થવાથી, કોનું લક્ષ કરવાથી ધર્મ થાય છે? ઉપાદેય આત્માનું સ્વરૂપ શું છે? તેને ઉપાદેય કોણ કરે છે? # ઉપાદેય તત્ત્વની વ્યાખ્યા કરનાર પૂ. ભાઈશ્રી
ઉપાદેય એટલે આદર કરવા યોગ્ય વસ્તુ. ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ. ઉપ+આદેય=સ્વભાવની સમીપે જઈને “આ હું છું” તેમ પરિણમવું તેનું નામ ઉપાદેય છે.
સામાન્ય ટંકોત્કીર્ણ પરમાત્મા તે જ હું છું એવું પરમાત્માની અભિમુખ થઈને જે પરિણમન થયું તેનું નામ આત્મા ઉપાદેય થયો તેમ કહેવામાં આવે છે. ગ્રહણનો અર્થ જ એ થાય છે કે-ઉપાદેય વસ્તુમાં હું પણું થવું, અહમ્ થવું. “ગ્રહણ થવું એટલે પકડવું તેવો અર્થ નથી. ગ્રહણ એટલે સામાન્ય દ્રવ્યનું લક્ષ થવું–તેમાં એકાગ્ર થવું. જે જાણવામાં આવે છે તે જ હું છું.. તેમ જાણવું થયું તેનું નામ આત્માની ઉપાદેયતા. અનંતગુણોનો પિંડ સ્વદ્રવ્ય તે ઉપાદેય છે, તેમાં લક્ષ સ્થાપવા યોગ્ય છે, અને પરિણામ ઉપરથી લક્ષ હઠાવવા યોગ્ય છે. પર્યાય દૃષ્ટિનો ત્યાગ તે જ ત્યાગ છે. દ્રવ્યદૃષ્ટિ થઈ તેનું નામ જ દ્રવ્યનું ગ્રહણ છે. ત્યાગઉપાદાન શૂન્યત્વ શક્તિના ધારક આત્માને આ રીતે ત્યાગઉપાદાન હોય છે.
ખરેખર તો ધર્માત્માને આત્મા ઉપાદેય છે. અંતર સન્મુખ થઈને, આત્માની સમીપે જઈને, આત્માનો આદર થવો, મહિમા કરવો, તેમાં અહમ્ થવું તેનું નામ આત્મા ઉપાદેય થયો તેમ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXXI
શુદ્ધ અંત:તત્ત્વ છે કેવો આત્મા ઉપાદેય છે? તે પ્રકાશનાર પૂ. ભાઈશ્રી:
પ્રમાણજ્ઞાનનો વિષય જે સામાન્ય વિશેષાત્મક આત્મા તે ઉપાદેય નથી. જે પ્રમાણજ્ઞાનનો વિષય છે તે શ્રદ્ધાનો વિષય નથી. માટે પ્રમાણજ્ઞાનનો વિષયભૂત આત્મા તે આશ્રય કરવા યોગ્ય નથી. જે ઉપાદેય તત્ત્વ છે તે ગુણપર્યાયથી વ્યતિરિક્ત છે. જે પરિણામ દ્રવ્યને વિષય કરે છે તે પરિણામ દ્રવ્યમાં નથી. પરિણામે પરિણમતો હોવા છતાં જે પરિણામથી રહિત આત્મા છે તે ઉપાદેય છે. પરિણામ તો ઉપાદેય નથી પરંતુ પરિણામી દ્રવ્ય પણ ઉપાદેય નથી. જે પરિણમતો જ નથી અપરિણામી છે તે ઉપાદેય આત્મા છે. જે નિરપેક્ષ ધ્યેયને જોવા માટે ઉધમી થયો છે તેને સાપેક્ષ દ્રવ્ય યાદ આવતું નથી.
આહાહા ! જીવતત્ત્વને પરિણામ જ ન હોય. સર્વજ્ઞ ભગવાન કહે છે કે જે પરમાર્થભૂત જીવતત્ત્વ છે તે અમોને પરિણામ સહિત દેખાતો જ નથી. કોઈ જીવ પરિણામ સાપેક્ષ જણાતો જ નથી. કેમ જણાતો નથી? જીવને પરિણામ નથી માટે પરિણામથી સાપેક્ષ જણાતો નથી. ઉપાદેયતત્ત્વમાં પરિણામ હોય અને સર્વજ્ઞને ન જણાય તેમ બને જ નહીં. સંતો કહે છે-આત્મા અસંખ્યાત પ્રદેશી છે તેનો ખૂણે ખૂણો તપાસી ને જોયો અમને કયાંય પરિણામ દેખાણા નહીં. જેમ અભેદમાં ભેદ ન હોય, અકર્તાને કર્મ ન હોય, ધ્રુવ જ્ઞાતાને વ્યવહાર શેય ન હોય, સામાન્યમાં વિશેષ ન હોય તેમ અપરિણામીને પરિણામ ન હોય. દ્રવ્યમાં પર્યાય ન હોય. ધ્રુવમાં ઉત્પાદું વ્યય ન હોય. જેમ સાપેક્ષને નિરપેક્ષની અપેક્ષા ન હોય તેમ ધ્યેયતત્ત્વમાં ધ્યાનાવલી ન હોય.
માટે પરિણામ સાપેક્ષ દ્રવ્ય છે તે જાણવાનો વિષય છે પણ તે આદરવાનો વિષય નથી. કેમકે પરિણામી દ્રવ્ય સમયે સમયે પલટે છે અને તેને વિષય બનાવશો તો તમારું ધ્યાન પણ પલટશે. તમારી શ્રદ્ધા એકાગ્ર નહીં થાય. માટે ઉત્પાદ વ્યયથી રહિત આત્મા છે તે દૃષ્ટિનો વિષય છે. જ્યારે દ્રવ્યને પરિણામથી રહિત જોશો ત્યારે દષ્ટિમાં સાચો આત્મા આવશે. પરિણામી દ્રવ્ય ધ્યાનનું ધ્યેય કેમ નથી? તે બતાવનાર પૂ. ભાઈશ્રી:
પરિણામી દ્રવ્ય ધ્યાનનું ધ્યેય કેમ નથી તેવો પ્રશ્ન થઈ શકે છે. પરિણામી દ્રવ્ય ધ્યાનનું ધ્યેય એટલે નથી કે દ્રવ્યની સાથે તમે પર્યાયને ભેળવી દીધી. તો કઈ પર્યાય દ્રવ્યનું ધ્યાન કરશે! પર્યાયને દ્રવ્યમાં ભેળવી દીધી તેથી તે તો દ્રવ્ય થઈ ગઈ. દ્રવ્યથી ભિન્ન સત્ હોય તે દ્રવ્યનું ધ્યાન કરે ને? ધ્યાન કરનારી તો પર્યાય છે ને ! તે પર્યાયને દ્રવ્યમાં સામેલ કરી દીધી તો તમે ધ્યાનની પર્યાયનો જ નાશ કર્યો. તો દ્રવ્યનું ધ્યાન કોણ કરશે ? ધ્યાનની પર્યાયને ધ્રુવમાં મેળવી દીધી માટે ધ્યેયનો પણ દૃષ્ટિમાંથી નાશ થયો.
મારે દ્રવ્યનું ધ્યાન કરવું છે. પરંતુ તમે પર્યાયને તો દ્રવ્યની સાથે મેળવી દીધી. જો તમે પર્યાયને જુદી રાખો તો તે ધ્યાન કરે ! વિષય અને વિષયી તે બે સત્ ભિન્ન ન રહ્યાં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
XXXII
જો પર્યાય ત્રિકાળ સ્વભાવથી મળેલી હોત તો પણ ધ્યેયનું ધ્યાન કરો તેવો ઉપદેશ આપવામાં ન આવત. પર્યાય દ્રવ્યથી ભિન્ન છે માટે તો દ્રવ્યનું ધ્યાન કરો તેવો ઉપદેશ આપવામાં આવે છે. જો પર્યાય ત્રિકાળી ધ્રુવથી સર્વથા અભિન્ન હોય તો ત્રિકાળીનું કૂટસ્થપણું રહેશે નહીં. અને બીજુ પર્યાયનું ક્ષણિકપણું પણ રહેશે નહીં. કાં તો દ્રવ્યને ક્ષણિક થવું પડશે અથવા પર્યાયને ધ્રુવ થવું પડશે. તો તો બે સત્નો નાશ થશે. આ રીતે સિદ્ધ થાય છે કે-એક વસ્તુમાં ભિન્ન દ્રવ્ય છે અને ભિન્ન પર્યાય દ્રવ્યનું ધ્યાન કરે છે. હવે તે પર્યાય ત્રિકાળી સામાન્યનું લક્ષ કરે છે કે-‘હું ધ્રુવ છું’ તેમ અભેદનું લક્ષ થતાં તે પર્યાય કર્થંચિત્ અભેદ થઈ ગઈ. જેવું દ્રવ્ય છે તેવી પર્યાય અંશે.. થઈ ગઈ. શ્રી સોગાનીજી કહે છે કે“ પર્યાય મેરા ધ્યાન કરો તો કરો મેં કિસકા ધ્યાન કરું !” પર્યાય ધ્યેયનું ધ્યાન કરે છે ત્યારે ધ્યેય ધ્યાનને ધ્યાતાનો ભેદ નથી, અનુભવ કાળે ત્રણેય એકરૂપ છે. ધ્યેયનું ધ્યાન કરતાં પર્યાય ધ્યેયમયી થઈ જાય છે. વસ્તુગત્ તો દ્રવ્ય પર્યાયની ત્રૈકાલિક ભિન્નતા અબાધિત વર્તે છે અને નિર્વિકલ્પ અનુભૂતિના કાળે ભેદવિકલ્પના અભાવને કારણે માન્યતાગત્ અભિન્નતા થઈ જાય છે તેને પર્યાય અભેદ થઈ તેમ કહેવાય છે. ધ્યાનની પર્યાયનો જો ભેદ કરો તો તે હૈય છે અને અભેદ કરો તો તે જ્ઞેય છે પરંતુ તે ધ્યેય નથી. સાધક કહે છે–હું ધ્યાતા કયારે રહું? ધ્યેયનું ધ્યાન ચાલુ હોય તો. ધ્યાતા પુરુષ પણ ધ્યાનનું ધ્યાન કરતા નથી અને ધ્યાતાનું પણ ધ્યાન કરતા નથી, તેઓ તો ધ્યેયનું ધ્યાન કરે છે. ધ્યેયનું ધ્યાન કરે છે માટે જ ધ્યાતા રહે છે. ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે–“ જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરમ પારિણામિક ભાવલક્ષણ નિજ પ૨માત્મ દ્રવ્ય છે તેજ હું છું, આ ખંડ જ્ઞાન તે હું નથી.”
માટે શ્રદ્ધાનો વિષય પરિણામ તો નથી પરંતુ પરિણામે પરિણત આત્મા પણ નથી. પર્યાય સાપેક્ષ દ્રવ્ય છે તે વ્યવહારનયનો વિષય છે. પર્યાય નિરપેક્ષ દ્રવ્ય છે તે શુદ્ધનયનો વિષય છે.
♦ શુદ્ધને શુદ્ધપણે ઉપાસવામાં આવતા શુદ્ધ છે.
સંતો કહે છે કે–આવુ શુદ્ધ અંતઃતત્ત્વ તારી પાસે છે પરંતુ તેના હોવાપણા માત્રથી તને કશો જ લાભ નહીં થાય. તેને ધ્યેય બનાવી ને તેમાં એકાગ્ર થા તો લાભ થાય. કેમકે જ્યારે આત્મા ઉપાદેય થયો ત્યારે જ તેને સમ્યક્ પરિણમન થયું. આત્મા હૈય છે તો નિયમથી બીજી ચીજ ઉપાદેય છે. માટે કહે છે કે-આત્માના અસ્તિત્વથી તને લાભ નથી. લાભ-હાનિ પર્યાયમાં થાય છે. જે પર્યાયના લક્ષે નુકશાન થયું હતું તે હવે સ્વના અસ્તિત્વના સ્વીકારથી લાભ થવા લાગ્યો. દુઃખ ગયું અને સુખ આવ્યું.
પ્રશ્ન:- કારણ પરમાત્મા છે પરંતુ કાર્ય કેમ આવતું નથી ?
ઉત્ત૨:- તને હું કા૨ણ પરમાત્મા છું તેવું શ્રદ્ધાન કયાં છે ? તો પછી કાર્ય કયાંથી
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXXIII
શુદ્ધ અંત:તત્ત્વ આવે? હું પરમાત્મા છું તેવા વિકલ્પમાં ઉભા રહેવાથી કાર્યની પ્રગટતા થતી નથી. જે કારણને શુદ્ધ જુએ છે તેને કાર્યમાં શુદ્ધતા જ હોય છે. જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા જ મેળવે. જેવું સામાન્ય છે તેવી જાતનું વિશેષ થાય તેણે જ કારણને માન્યું છે. કેમકે કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે. જ કેવા આત્માને આત્મા ઉપાદેય છે તે દર્શાવનાર પૂ. ભાઈશ્રી:
જે અશુભભાવમાં રત છે તેવા આત્માને આત્મા ઉપાદેય છે? શુભભાવવાળાને આત્મા ઉપાદેય છે? શાસ્ત્ર વાંચે છે તેને આત્મા ઉપાદેય છે? બીજા જીવોને સમજાવે છે તેવા જીવને આત્મા ઉપાદેય છે? એકાંતમાં ચિંતવન કરે છે–આ હેય છે અને આ ઉપાય છે; તેને આત્મા ઉપાદેય છે? જે પરોક્ષ અનુમાનમાં આવ્યો છે તેને આત્મા ઉપાદેય છે ?
ઉપરોક્ત કહેલા કોઈ પણ પ્રકારવાળાને આત્મા ઉપાદેય નથી. જઘન્ય જ્ઞાનીથી કરીને ઉત્કૃષ્ટ ભાવલિંગી સંતને જ આત્મા ઉપાદેય છે. તે જ્યારે શુદ્ધોપયોગપણે પરિણમી જાય છે તેવા આત્માને આત્મા ઉપાદેય છે. કેમકે શુદ્ધોપયોગમાં જ શુદ્ધાત્માના પ્રત્યક્ષ દર્શન થાય છે. બીજું ચારેય ગતિના સંજ્ઞી પંચેન્દ્રીય જીવોમાંથી; જે આત્મા આત્માને ઉપાદેય કરે છે તેને નિયમથી સમ્યગ્દર્શન થાય છે. ૪ આત્મા ને ખરેખર આત્મા ઉપાદેય છે તેનું સ્પષ્ટીકરણ કરનાર પૂ. ભાઈશ્રી:
શુદ્ધોપયોગ પરિણત આત્માને આત્મા ઉપાદેય છે. શુદ્ધોપયોગમાં આત્મા ઉપાદેય થાય છે તે પણ ભેદનું કથન છે. જ્યારે શુદ્ધોપયોગરૂપે પરિણમી જાય છે ત્યારે આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. શુદ્ધપરિણતીને આત્મા ઉપાદેય છે તે પરંપરાએ કથન કરેલ છે.
જેણે ઉપયોગને આત્મામાં જોડ્યો છે તે હવે પરિણામી આત્મા થયો. સાધક આત્માને એટલે પરિણામી આત્માને અપરિણામી ઉપાદેય છે. “આત્માને” તે પહેલો શબ્દ છે તેનો અર્થ-જે ઉપયોગ શુદ્ધાત્માની સન્મુખ થઈને અભેદ થયો તે પરિણામી આત્માને અપરિણામી આત્મા ઉપાદેય છે. શ્રુતજ્ઞાનને આત્મા ઉપાદેય છે તેમ ન કહ્યું, ધર્મધ્યાનમાં આત્મા ઉપાદેય છે તેમ ન કહ્યું, પરંતુ આત્માને આત્મા ઉપાદેય છે. જે જ્ઞાન અંતરમુખ થઈને પરિણમ્યું છે તેને ભગવાન આત્મા ઉપાદેય થયો છે.
જીવદ્રવ્યને જીવ તત્ત્વ ઉપાદેય છે. ધ્યાતાને ધ્યેય ઉપાદેય છે પરંતુ ધ્યાનને નહીં, કેમકે ધ્યાન તેવો ભેદ પરદ્રવ્યમાં જાય છે. પરિણામીને અપરિણામી ઉપાદેય છે પરંતુ પરિણામને નહીં. કેમ કે પરિણામનો ભેદ પરદ્રવ્યમાં જાય છે. સ્વજ્ઞય ને ધ્યેય ઉપાદેય છે. ભેદને અભેદ ઉપાદેય છે તેમ ન કહેતાં નવા અભેદને જૂનું અભેદ ઉપાદેય છે. જ્ઞાતાને શેય ઉપાદેય છે... પરંતુ જ્ઞાનને નહીં.
અભેદનયથી જોવામાં આવે તો ધર્મધ્યાનને પણ આમા કહેવાય છે. ધર્મધ્યાન પરિણત આત્માને આત્મા ઉપાદેય છે. જેને ઉપચારે આત્મા કહેવામાં આવે છે તેને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
XXXIV
અણઉપચારે આત્મા ઉપાદેય રહેલો છે. આનંદપર્યાય પરિણત આત્માને આનંદમૂર્તિ આત્મા ઉપાદેય છે.
જ્યાં ઉપાદેય તત્ત્વ ઉ૫૨ દૃષ્ટિ ગઈ તો તેણે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમીને આત્માનો આશ્રય કર્યો છે. તે જ્યારે સમ્યક્ પ્રકારે પરિણમ્યો ત્યારે તેને ભાન થયું કેત્રિકાળી સામાન્ય આત્મા ઉપાદેય છે. પરિણમેલો આત્મા એમ જાણે છે કે-પરિણામથી રહિત આત્મા ઉપાદેય છે.
ખરેખર સમ્યગ્દર્શન જ્ઞાનમાં જ આત્મા ઉપાદેય થયો. પરિણામીએ અપરિણામી થઈને અપરિણામીને ઉપાદેય કર્યો છે. હવે જે પરિણામી થયો તેમાં પરિણામ તો ઉપાદેય થતા નથી પરંતુ પરિણામી દ્રવ્ય પણ ઉપાદેય થતું નથી. કેમકે દૃષ્ટિ ધ્યેય ઉ૫૨થી ખસતી નથી. નિર્મળ પર્યાયથી સહિત દ્રવ્યમાં ઉપાદેયતા આવી જાય તો તે સ્થળ મિથ્યાર્દષ્ટિ છે.
જે આત્માનું અવલંબન લઈને પરિણમ્યો છે તે અભેદજ્ઞેય છે પણ તે ધ્યેય નથી. પરિણામી દ્રવ્ય જ્ઞેય છે તો ધ્યેય શું છે? અપરિણામી તત્ત્વ ધ્યેય છે. ધ્યેયનું ધ્યાન થતાં આત્મા ધ્યાતારૂપે પરિણમે છે. પરિણમતો આત્મા પણ અપરિણામીનું લક્ષ રાખે છે. તેનું લક્ષ પરિણામી ઉપર નથી પરંતુ તેનું લક્ષ ત્રિકાળી દ્રવ્ય ઉ૫૨ છે. માટે શેયનું અવલંબન નથી પરંતુ ધ્યેયનું અવલંબન છે. સાધકને પરિણામી દ્રવ્યમાં પણ ઉપાદેય બુદ્ધિ નથી. પરિણામીમાં જે અપરિણામી છૂપાયેલો છે તેમાં જ ઉપાદેયતા વર્તે છે. જે પર્યાયથી અભેદ છે તે પરિણામી છે. જે પર્યાયથી ભિન્ન છે તે અપરિણામી છે.
♦ નિર્વિકલ્પ ધ્યાનના કાળે શું સ્થિતિ હોય છે તેનું સ્પષ્ટીકરણ ક૨ના૨ પૂ. ભાઈશ્રી:
“ આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો.. ” તે થન અભેદ નયનું છે. આ અભેદનય
નિર્વિકલ્પ ધ્યાનના કાળે જ ઉદિત થાય છે. જેને અભેદનયે આત્મા કહેવાય છે તેને જ ભેદનયે પર્યાય કહેવાય છે. શુદ્ધોપયોગને આત્માથી અભેદગણીને તેને જ આત્મા કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગને આત્મા કહ્યો તે જ્ઞાનપ્રધાન કથન છે. કેમકે ધ્યેયમાં શુદ્ધોપયોગની પર્યાયનો પણ અભાવ છે. ધ્યાતામાં શુદ્ધોપયોગની પર્યાયનો સદ્ભાવ છે. ધ્યેયમાં પર્યાયનો અભાવ છે અને જ્ઞેયમાં પર્યાયનો સદ્ભાવ છે, સમય એક છે. આનંદમૂર્તિ તે ધ્યેય છે, અને આનંદની પર્યાય પ્રગટ થઈ તે ધ્યાન છે, અને આખો અભેદ આત્મા તે ધ્યાતા છે. અનુભૂતિમાં કોઈ ભેદ દેખાતો નથી. અનુભૂતિ તે આત્મા છે. આનંદ પર્યાય પરિણત આત્મા, અભેદનયથી આત્મા હોવા છતાં તે જ્ઞેય છે, તે ધ્યેય નથી. પ્રમાણજ્ઞાનનો વિષય છે તે જ્ઞેય છે પણ તે ધ્યેય નથી.
આત્માને આત્મા ઉપાદેય છે એટલો ભેદ કરીને સમજાવે છે. પરંતુ અનુભવમાં ખરેખર બે આત્મા નથી. આત્મા તો એક જ છે. ઉપાસ્યને ઉપાસક જુદા નથી. સાધ્યને સાધક જુદા નથી. જ્ઞાનને જ્ઞેય જુદા નથી. તે એક આખી અભેદ વસ્તુ છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXXV
શુદ્ધ અંત:તત્ત્વ આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે.. એ પણ ભેદ છે. શું ત્યાં બે આત્મા છે? અનુભૂતિમાં તો એક અભેદ આત્મા જ વિલસે છે. ત્યાં કોઈ ભેદ ભાસતો નથી માટે ત્યાં સ્વસ્વામી સંબંધનો પણ અભાવ વર્તે છે.
અનુભવના કાળે માત્ર અપરિણામી પણ નથી અને પરિણામ પણ નથી, ત્યાં તો માત્ર પરિણામી છે. ત્યાં કોઈ ભેદ નથી, કોઈ વિકલ્પ નથી, આખું અભેદ સ્વજ્ઞય છે. આ દ્રવ્ય છે અને આ પર્યાય છે તેવો ભેદ પણ નથી. અનુભૂતિમાં તો આખું દ્રવ્ય એકરસ અનુભવાય છે.
અનુભૂતિમાં જે કોઈ છે તે આત્મા છે. ત્યાં માત્ર દ્રવ્ય નથી કે માત્ર પર્યાય નથી. માત્ર ઉત્પાદ નથી કે માત્ર વ્યય નથી કે માત્ર ધ્રૌવ્ય નથી પરંતુ ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્તમ્ સત્ છે. અહીં કોઈ હેય નથી, કોઈ ઉપાય નથી પરંતુ આખી વસ્તુ પ્રમાણજ્ઞાનમાં પ્રમેય છે.
કોઈ પણ કથન કરો એટલે અભેદમાં ભેદ પડ્યા વિના રહે જ નહીં. જ્યારે અભેદના અનુભવમાં કોઈ ભેદ હોતો નથી. આ રીતે અનેકા અનેક ન્યાયોથી ભરપૂર આ ગ્રંથ અમૃતરસને પાનાર છે. અખંડ દ્રવ્યનું અખંડપણે અવલંબન લેવડાવી અખંડપણે શુદ્ધ અંતઃતત્ત્વમાં નિહિત કરાવ્યા છે. શ્રીમદ્જીનું વાકય છે કે “આ આત્મા અમૃતથી ભરેલી સચોળી નાળિયેરી છે.” ભગવાન આત્મા વિષે જેટલું કહો તેટલું સ્વાહા થઈ જાય છે. તે વચનથી અગોચર છે અર્થાત્ વાણીનો વિષય નથી અને તે વિકલ્પ દ્વારા પણ જણાતો નથી. તેને કયા માધ્યમથી પ્રકાશિત કરવો! નિયમસારમાં પણ આવે છે કે આ બહિત્મા અને આ અંતભા તેવો ભેદ શુદ્ધ અતં તત્ત્વમાં પાડવો, અથવા જે આવો ભેદ પાડવાવાળો વિકલ્પ ઉઠે તે સંસાર રમણીને પ્રિય છે, એટલે કે તે મુક્તિ રમણતાને વરતો નથી.
ખરેખર માર્ગ શાસ્ત્રમાં કહ્યો છે અને શાસ્ત્ર બહિરંગ નિમિત્ત છે. પરંતુ તેનો મર્મ જ્ઞાનીના હૃદયમાં રહેલો છે. તેથી તે અંતરંગ નિમિત્ત છે. આ વાક્ય આ પ્રવચનોને સાંગોપાંગ સાફલ્ય કરે છે. “ખરેખર માર્ગને પામેલાઓ જ માર્ગને પમાડે છે.”
“રાગને નિવારી, ભેદને વિદારી;
અભેદને નિહારી, સ્વસંવેદના અમારી.” અતિ વિકલ્પથી બસ થાઓ.. બસ થાઓ !
અલ.. અલમ્.. ઈતિ સંપૂર્ણમ્.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
શ્રી સમયસારજી-સ્તુતિ
(હરિગીત )
સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હ્રદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રામૃત તણે ભાજન ભરી. (અનુષ્ટુપ )
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. (શિખરિણી )
અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજિલ ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડ પરિણતિ. (શાર્દૂલવિક્રિડિત )
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવી૨નો, વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સશુરુદેવ-સ્તુતિ|
(હરિગીત) સંસાર સાગ૨ તા૨વા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યશશિ ફળ્યો અહો!ગુરુશ્કહાન તું નાવિક મળ્યો.
અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધ૨-વીર-કુંદના ! બાહ્યાંત૨ વિભવો તાશ, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી) સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દ૨વ-ગુણ-પર્યાય વિલશે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત). હૈયું ‘સત્ સત્ જ્ઞાન જ્ઞાન' ધબકે છે વનવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પ૨દ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હદયે ૨હે સર્વદા.
(વસંતતિલકા) નિત્યે સુધા૨ણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું, હે જ્ઞાનપોષક સુમેધ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું છું.
(સ્ત્રગ્ધરા). ઊંડી ઊંડી, ઊંડેથી સુખનધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ! તારી ઉ૨-અનુભવના સૂક્ષમ ભાવે ભરેલી; ભાવો ઊંડાવિચારી, અભિનવ મંહમાંચિત્તમાં લાવી લાવી, ખોયેલું પામું-મન૨થ મનનો, પૂરજો શકિતશાળી !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( જિનજીની વાણી ( રાગ-આશાભર્યા અમે આવિયા)
સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે. વાણી ભલી, મન લાગે રળી, જેમાં સાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે....સીમંધર. ગૂંથ્યાં પાહુડ ને ગૂંચ્યું પંચાસ્તિ, ગૂંચ્યું પ્રવચનસાર રે,
- જિનજીની વાણી ભલી રે. ગૂંચ્યું નિયમસાર, ગૂંચ્યું રયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે....સીમંધર. સ્યાદ્વાદ કેરી સુવાસ ભરેલો જિનજીનો કારનાદ રે,
જિનજીની વાણી ભલી રે. વંદુ જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ ૩ૐ કારનાદ રે,
જિનજીની વાણી ભલી રે....સીમંધર. હૈડ હજો, મારા ભાવે હજ, મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
|
૨
: અનુક્રમણીકા : પ્રવચન નં. તારીખ |
વિષયવસ્તુ
સ્થળ
ન. ૧૩/૫/૭૯ નિયમસાર ગાથા-૩૮
મુંબઈ ૧૪/૫/૭૯ નિયમસાર ગાથા-૩૮/૩૯ | મુંબઈ | - ૧૯ ૧૫/૫/૭૯ | નિયમસાર ગાથા-૪૦ | મુંબઈ
૩૬ ૧૬/૫/૭૯ | નિયમસાર ગાથા-૪/૪૧ | મુંબઈ | પર ૧૭/૫/૭૯ નિયમસાર ગાથા-૪૧/૪ર મુંબઈ | ૭ર ૧૮/૫/૭૯ | નિયમસાર ગાથા-૪૨ | મુંબઈ | ૯૨ ૧૯/૫/૭૯ | નિયમસાર ગાથા-૪૨/૪૩ | મુંબઈ | ૧/૯ ૨૦/૫/૭૯ નિયમસાર ગાથા-૪૩ મુંબઈ | ૧૨૮ ૨૧/૫/૭૯ નિયમસાર ગાથા-૪૩ મુંબઈ | ૧૪૩ ૨૨/૫/૭૯ નિયમસાર શ્લોક-૬૮ મુંબઈ ૧૬૨ ૯/૧૧/૮૭ નિયમસાર શ્લોક-૬૮ દેવલાલી ૧૬૩ ૯/૧૧/૮૭ નિયમસાર ગાથા-૪૪ દેવલાલી ૧૬૮ રર/પ/૭૯ નિયમસાર ગાથા-૪૭ ૯-૧O/૯૮૯ નિયમસાર શ્લોક-૭ર જામનગર ૧૯૨ ૨૩/પ/૭૯ નિયમસાર ગાથા-૪૯ મુંબઈ ૧૯૮ ૨૩/૫/૭૯ નિયમસાર ગાથા-૫૦ મુંબઈ | ૨૧૨ ૨૪/૫/૭૯ નિયમસાર ગાથા-૫૦ મુંબઈ ૨૧૬
૨૫/૫/૭૯ નિયમસાર ગાથા-૫૦ મુંબઈ | ૨૩) ૧૪. ૨૬/૫/૭૯ નિયમસાર ગાથા-૫૦ મુંબઈ ૨૪૬ ૧૫. ૭/૧૧/૮૭ | પરિશિષ્ટ-૧ શ્લોક-૭૧ દેવલાલી | ૨પર ૧૬. ૯૯૯૧ | પરિશિષ્ટ-૨ શ્લોક-૭૧ જામનગર | ર૬ર
| ૩-૪/૩/૮૯ પરિશિષ્ટ-૩ ગાથા-૩૮ રાજકોટ | ૨૭ર ૧૮. | ૧૬/૨/૮૯ | પરિશિષ્ટ-૪ ગાથા-૫૦ | રાજકોટ | ૨૮૯ |
મુંબઈ
૧૯૧
૧૧.
૧૩.
૧૭.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
ગાથા
अथेदानीं शुद्धभावाधिकार उच्यते ।
-
३८
जीवादिबहित्तच्चं हेयमुवादेयमप्पणो अप्पा । कम्मोपाधिसमुब्भवगुणपज्जाएहिं वदिरित्तो ।। ३८ ।।
जीवादिबहिस्तत्त्वं हेयमुपादेयमात्मनः आत्मा।
कर्मोपाधिसमुद्भवगुणपर्यायैर्व्यतिरिक्तः
हेयोपादेयतत्त्वस्वरूपाख्यानमेतत्।
जीवादिसप्ततत्त्वजातं परद्रव्यत्वान्न ह्युपादेयम् । आत्मनः सहजवैराग्यप्रासादशिखरशिखामणेः परद्रव्यपराङ्मुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य परमजिनयोगीश्वरस्य स्वद्रव्यनिशितमतेरुपादेयो ह्यात्मा। औदयिकादिचतुर्णां भावान्तराणामगोचरत्वाद् द्रव्यभावनोकर्मोपाधिसमुपजनितविभावगुणपर्यायरहितः, अनादिनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसहजपरमपारिणामिकभावस्वभावकारणपरमात्मा ह्यात्मा । अत्यासन्नभव्यजीवानामेवंभूतं निजपरमात्मानमन्तरेण न किंचिदुपादेयमस्तीति ।
હવે શુદ્ધભાવ અધિકાર કહેવામાં આવે છે.
=
।। ३८ ।।
છે બાહ્યતત્ત્વ જીવાદિ સર્વે હેય, આત્મા ગ્રાહ્ય છે, -જે કર્મથી ઉત્પન્ન ગુણપર્યાયથી વ્યતિરિક્ત છે. ૩૮.
अन्वयार्थः- [ जीवादिबहिस्तत्त्वं ] पाहि तत्त्व [ हेयम् ] डेय छे; [ कर्मोपाधिसमुद्भवगुणपर्यायैः ] र्भोपाधिनित गुणपर्यायोथी [ व्यतिरिक्तः ] व्यतिरिक्त [ आत्मा ] आत्मा [ आत्मन: ] आत्माने [ उपादेयम् ] उपाहेय छे.
ટીકા:- આ, હેય અને ઉપાદેય તત્ત્વના સ્વરૂપનું કથન છે.
જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ ૫૨દ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણિ છે, ૫૨દ્રવ્યથી જે પ૨ાભુખ છે, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે, જે પરમ જિનયોગીશ્વર છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે-એવા આત્માને ‘ આત્મા ’ ખરેખર ઉપાદેય છે. ઔયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે (કા૨ણપ૨માત્મા) ૧. શિખામણ ટોચ ઉપરનું રત્ન; ચૂડામણિ; કલગીનું રત્ન.
૨. ભાવાંતરો = अन्य भावो. [ जौहयि, औपशमिङ, क्षायोपशमि भने क्षायि- यार भावो પરમપારિણામિભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કહ્યા છે. ૫૨મપારિણામિક-ભાવ જેનો સ્વભાવ છે એવો કારણપરમાત્મા આ ચાર ભાવાંતરોને અગોચર છે.]
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
re
પ્રવચન નં:- ૧ ગાથા-૩૮ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપઉપાધિથી જનિત વિભાવગુણપર્યાયો વિનાનો છે, ઉપાધિથી જનિત વિભાવગુણપર્યાયો વિનાનો છે, તથા અનાદિ-અનંત અમૂર્તિ અતીન્દ્રિયસ્વભાવવાળો શુદ્ધ-સહજ- પરમ-પારિણામિકભાવ જેનો સ્વભાવ છેએવો કારણપરમાત્મા તે ખરેખર “આત્મા” છે. અતિ- આસન ભવ્યજીવોને એવા નિજ પરમાત્મા સિવાય (બીજું) કાંઈ ઉપાદેય નથી.
તા. ૧૩/૫/૭૯ પ્રવચન નં- ૧ સ્થળ:- મુંબઈ ઝવેરી બજાર મંદિર
ગાથા - ૩૮: ઉપર પ્રવચન દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને અતિ સૂક્ષ્મ છે. એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે. કોઈ મહાભાગ્ય જોગે જીવના હાથમાં દ્રવ્યાનુયોગ આવે છે. દ્રવ્યાનુયોગ સાંભળવાનું મહાભાગ્ય હોય ત્યારે તેમના કાને આ વાત પડે છે. દ્રવ્યાનુયોગ શાસ્ત્રોમાં પણ સમયસાર આદિ ઘણાં શાસ્ત્રો છે. એ દ્રવ્યાનુયોગમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આ નિયમસાર શાસ્ત્ર છે. નિયમસારને સમયસાર કરતાં પણ ઉત્કૃષ્ટ કેમ કહ્યું? પદ્મપ્રભમલધારિદેવ ટીકા કરતાં પહેલાં ૪ નંબરના શ્લોકમાં કહે છે- નિજ આત્માની શુદ્ધિને અર્થે નિયમસારની તાત્પર્યવૃત્તિ ટીકા હું કહીશ
આહા....! અમુક અપેક્ષાએ જોવામાં આવે તો સમયસાર શાસ્ત્ર કરતાં પણ આ શાસ્ત્ર ઊંચુ છે. પરંતુ તેનો જેટલા પ્રમાણમાં દિગમ્બર સમાજમાં પ્રચાર હોવો જોઈએ તેટલા પ્રમાણમાં આ શાસ્ત્રનો પ્રચાર નથી. આ વાત ૬૦-૭૦ વરસ પહેલાંની છે. આ વાતનો ઉલ્લેખ આપણા પંડિતરત્ન પણ કર્યો છે. [“શ્રી કુંદકુંદાચાર્યનાં પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર એ ત્રણ રત્નો બહુજ પ્રસિદ્ધ છે. ખેદની વાત છે કે તેમના જેવું બલકે કંઈ અંશોમાં તેમનાથી પણ અધિક જે નિયમસાર રત્ન છે, તેની પ્રસિદ્ધિ એટલી બધી ઓછી છે કે કોઈ કોઈ તો તેનું નામ પણ જાણતા નથી.”]
એ પ્રશ્ન છે ને કે સમયસાર અને નિયમસાર તે બે શાસ્ત્રમાં નિયમસાર ઉત્કૃષ્ટ કેમ છે? આચાર્ય મહારાજે જ્યારે સમયસાર શાસ્ત્રની રચના કરી તે અનાદિ અપ્રતિબુદ્ધ જીવને સમજાવવાને અર્થે કરી. આમાં સ્વલક્ષની સાથે થોડું પરલક્ષરૂપ વિકલ્પ લખવાના કાળે આવતો હતો. પરંતુ આ નિયમસાર શાસ્ત્ર લખ્યું ત્યારે તેમની ઉત્કૃષ્ટ ભૂમિકાનો કાળ હતો. ૧૮૭ નંબરની અંતિમ ગાથામાં કહે છે-નિજ ભાવનાના અર્થે આ હું નિયમસાર શાસ્ત્રની રચના કરું છું. સમયસારમાં તો પરને સમજાવવાની અપેક્ષા હતી. જ્યારે નિયમસારની રચના વખતે પરને સમજાવવાનો કાળ અમારો ઓસરી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ ગયો છે. હવે તો અમે અમારા નિજ ભાવનાને અર્થે આ નિયમસાર શાસ્ત્રની રચના કરીએ છીએ. આજથી ર000 વર્ષ પહેલાં એમણે એના પોતાના શબ્દોમાં લખ્યું છે.
“નિજ ભાવના અર્થે રચ્યું મેં નિયમસાર-સુશાસ્ત્રને,
સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને.” ૧૮૭ નિજ ભાવના નિમિત્તે લખ્યું છે, અપ્રતિબુદ્ધના નિમિત્તે રચના નથી થઈ. અર્થાત્ નિયમસાર રચાવામાં અપ્રતિબુદ્ધ જીવોનું નિમિત્તપણું નથી. “આ નિયમસાર શાસ્ત્રની હું રચના કરું છું તે નિજ ભાવના નિમિત્તે શાસ્ત્ર રચું છું.
આ શાસ્ત્રના ટીકાકાર મુનિરાજ કહે છે કે સેંકડો પરમ અધ્યાત્મ શાસ્ત્રમાં કુશળ એવા કુંદકુંદભગવાન થયા, તેઓ કહે છે-નિજ ભાવના નિમિત્તે અને અશુભવંચનાર્થે નિયમસાર નામનું શાસ્ત્ર કરીશ. શુભ અને અશુભ બન્ને ભાવો અશુભ જ છે.
આહા... હા ! શુકલધ્યાનનું કારણ થાય એવું આ શાસ્ત્ર છે. શુકલ ધ્યાનનું કારણ એવું ધર્મધ્યાન સંયમધારી મુનિઓને હોય છે. તે ધર્મધ્યાનવાળા જીવોને શુકલધ્યાન થાય છે. એ શુકલધ્યાનનું કારણ સમ્યગ્દર્શન છે અને એ સમ્યગ્દર્શનનો વિષય એકલો શુદ્ધાત્મા છે.
એ શુદ્ધાત્માને આ શુદ્ધભાવ અધિકારમાં એકલો, નિર્ભેળ, શુદ્ધાત્મા બતાવ્યો છે. નિજ ભાવનાને અર્થે શાસ્ત્ર છે ને! તેથી હું કેવો છું તેની ભાવના ભાવે છે. હું કોણ છું? કેવો છું? અને કેવડો છું? મારામાં શું છે? અને મારામાં શું નથી ? તેવા અસ્તિ-નાસ્તિ અનેકાન્ત દ્વારા આખો શુદ્ધભાવ અધિકાર સમજાવે છે. તેમાં આ ૩૮ ગાથા છે.
આહ.. હા ! આ ચાર પ્રકારના જે ભાવો ઉત્પન્ન થાય છે તે કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે. એને ઉત્પન્ન કરનાર હું નથી. રાગ-દ્વેષ આદિ જે ઉદયભાવ વિભાવભાવ તેનો ઉત્પાદ્ધ અર્થાત્ જનક હું નથી. સમ્યગ્દર્શનની અપેક્ષાએ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ તે ત્રણભાવ સાધકને હોય છે. ક્ષાયિક સમ્યગ્દર્શન સાધકને હોય, અથવા ઉપશમ, ક્ષયોપશમ ભાવ હોય છે. જ્યારે ક્ષાયિકભાવ પરમાત્માને ઉત્પન્ન થાય છે. એ ચાર પ્રકારના વિકારી કે અવિકારી પરિણામો જે કર્મથી ઉત્પન્ન થાય છે તેમ હરિગીતમાં લખેલું છે. તે મારા સ્વભાવ ભાવો નથી, હું તો એક ત્રિકાળી જ્ઞાનાનંદ પરમાત્મા છું અને એ જ મને ઉપાદેય છે. પોતાની વાત કરે છે કે મને મારો એક આત્મા જ ઉપાદેય છે.
તે આત્મા કેવો છે? કર્મથી ઉત્પન્ન થયેલા ચાર ભાવોથી રહિત છે. તેને હું નિત્ય ભાવું છું. તેને હું નિત્ય નમું છું. હું તેનું જ નિરંતર ધ્યાન કરું છું.
પ્રશ્ન- મોક્ષ શાસ્ત્રમાં તો ઉદયભાવને સ્વતત્ત્વ કહ્યું છે ને?
ઉત્તર:- અહીં તેને પર તત્ત્વ કહ્યું છે. કોઈ અપેક્ષાએ સંવર-નિર્જરાને પણ સ્વતત્ત્વ કહેવાય અને આગમ પ્રમાણથી રાગને પણ સ્વતત્ત્વ કહેવાય. તે વિષય બીજો છે અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૧ ગાથા-૩૮ આ વિષય બીજો છે. જીવાદિ બાહ્ય તત્ત્વમાં મોક્ષ પણ બહિર્તત્ત્વ છે, હમણાં તેને પરદ્રવ્ય કહેશે. જીવાદિ બાહ્ય તત્ત્વ હેય છે. કર્મોપાધિજનિત જે ગુણ-પર્યાયો છે તેનાથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે. સાધક આત્માને આત્મા ઉપાદેય છે, સાધક આત્માને જીવાદિ બાહ્ય તત્ત્વ હેય છે.
હવે ૩૮ ગાથાની ટીકા-“આ”, આ એટલે આ ગાથામાં આચાર્ય ભગવાન શું કહેવા માગે છે! તેનું સંક્ષેપથી વર્ણન કરે છે. “હેય અને ઉપાદેય તત્ત્વના સ્વરૂપનું કથન છે.” આ હેય તત્ત્વ શું છે ? અને ઉપાદેય તત્ત્વ શું છે? ક્યનું સ્વરૂપ શું છે? અને ઉપાદેયનું સ્વરૂપ શું છે? તેનું આ ગાથામાં કથન કરવામાં આવે છે.
“જીવાદિ સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ”, મૂળ સંસ્કૃતમાં “જીવાદિ” હતું તેમાંથી ટીકાકારે કાઢયું-“જીવાદિ સાત તત્ત્વો”. કુંદકુંદભગવાને “જીવાદિ' લખ્યું હતું ને ! તેમાંથી કાઢયું કે જીવાદિ સાતતત્ત્વોનો સમુહ. હવે ‘બાહ્ય તત્ત્વ' શબ્દનો ટીકાકાર વિસ્તાર કરે છે-બાહ્ય તત્ત્વ એટલે શું? એ પરદ્રવ્ય હોવાને લીધે બહિર્તત્ત્વ છે.
હવે આમાંથી એક પ્રશ્ન થાય કે –જીવ અજીવ, આસ્રવ બંધ, સંવર, નિર્જરા, મોક્ષ તે સાત તત્ત્વો કહ્યાં, તેમાં પુણ્ય-પાપ તો આસ્રવ તત્ત્વમાં આવી જાય અને તેઓ બહિર્તત્ત્વ ભલે હો ! પરંતુ જીવને બહિર્તત્ત્વમાં કેમ લીધું ? તેનો ખુલાસો સમયસાર ૩૨૦ ગાથા જે જયસેન આચાર્યદેવની ટીકા છે તેમાં કરેલો છે.
દશ પ્રકારના પ્રાણથી જે જીવ જીવે છે તેને વ્યવહારજીવ કહેવામાં આવે છે. અશુદ્ધ પરિણામિક ભાવને જીવ કહેવામાં આવે છે. એટલે કે જીવના જે દશ પ્રકારના પ્રાણ છે, જેનાથી વ્યવહારે જીવે છે-તે બહિર્તત્વ છે. અને જીવ સામાન્ય છે તે અંત:તત્ત્વ છે. એક પ્રમાણ જ્ઞાનના વિષયભૂત જીવ દ્રવ્ય છે એ જીવદ્રવ્યને પ્રમાણનો વિષય કહેવાય અને જીવતત્ત્વને શુદ્ધનયનો વિષય કહેવાય. આમ ‘જીવદ્રવ્ય ’ શબ્દ એક છે. તે જીવદ્રવ્યમાં... જીવ સામાન્ય પણ આવી જાય.., જે જીવ શુદ્ધ જીવત્ત્વશક્તિથી જીવે છે તે નિશ્ચયનયનો વિષય છે. અને જે દશ પ્રકારના પ્રાણથી જીવે છે તે બન્ને મળીને પણ જીવદ્રવ્ય કહેવાય, પરંતુ તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. હવે તે પ્રમાણજ્ઞાનના વિષયમાં, પ્રમાણજ્ઞાન નિશ્ચયને પણ ગ્રહણ કરે છે અને તે પ્રમાણજ્ઞાન વ્યવહારનયને પણ ગ્રહણ કરે છે. પ્રમાણજ્ઞાન વ્યવહારનો નિષેધ કરતું નથી. જ્યારે નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે.
પાઠમાં “જીવાદિ' શબ્દ છે ને ! જીવ આદિમાં ક્યો જીવ ય છે? દશ પ્રકારના પ્રાણથી જે જીવ જીવે છે એવો જે વ્યવહારજીવ એટલે કે પરિણામ તે જીવ હેય છે. દશ પ્રાણમાં પાંચ ઇન્દ્રિય, ઇન્દ્રિયનો ઉઘાડ, મનબળ, વચનબળ અને કાયબળ, તેત્રણ શ્વાચ્છોશ્વાસ અને આયુ તે હેય છે. આયુકર્મ તે અજીવ તત્ત્વમાં જાય છે. એ જીવની યોગ્યતા કે અમુક કાળ ની મર્યાદા સુધી જીવ શરીરમાં રહે તે યોગ્યતાને ભાવ આયુ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૫
કહેવામાં આવે છે. દ્રવ્યકર્મરૂપ જે દ્રવ્ય આયુ છે તે નિમિત્ત છે. એ દશ પ્રકારની યોગ્યતા જે છે તે હૈય છે. જીવ હેય છે અર્થાત્ વ્યવહા૨જીવ હેય છે.
હવે બીજો શબ્દ છે ‘ અજીવ ’. પોતાના એક શુદ્ધાત્મા સિવાય બાકી બધુંય અ.. જીવ છે. લોકાલોક અ.. જીવ, તેમાં પંચપરમેષ્ઠી પણ અ.. જીવ છે. મૂળમાં કુંદકુંદભગવાને જીવાદિ બાહ્ય તત્ત્વને માટે ‘ હૈય ’ શબ્દ વાપર્યો હતો. ટીકાકાર કહે છે–સાત તત્ત્વોનો સમુહ ઉપાદેય નથી. મૂળમાં જે હેય શબ્દ છે તેમાંથી ઉપાદેય નથી તે કાઢયું.
પંચપરમેષ્ઠી ઉપાદેય નથી તેનો અર્થ આશ્રય કરવા યોગ્ય નથી. અજીવમાં પંચપરમેષ્ઠી ભેગા આવી ગયા. અજીવ તત્ત્વ હૈય છે અને ઉપાદેય નથી. અષ્ટપાહુડમાં કહ્યું છે કે-“ પરવળ્વાઓ વાડ્.” તીર્થંકર ભગવાનની સામે જોઈશ ને તો પણ તારી દુર્ગતિ થશે. દુર્ગતિ એટલે માઠી ગતિ થશે. માટે અજીવ તત્ત્વ પણ હેય છે.. એટલે કે ઉપાદેય નથી.. એટલે કે-આશ્રય કરવા યોગ્ય નથી.
હવે જીવ અને અજીવ એ બેમાં બન્નેના પરિણામને પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય છે. જીવ સામાન્ય અને અજીવ સામાન્ય તે બે વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કોઈ કાળે થઈ શકતો નથી, અશકય છે. તેથી અજીવ વિશેષ અને જીવ વિશેષ તે બન્ને હેય છે. જીવ સામાન્ય ઉપાદેય છે અને અજીવનું જે સામાન્ય છે તે જ્ઞેય છે. અજીવના વિશેષો હેય છે અને જીવના વિશેષો તે પણ હેય છે. જીવના સાત વિશેષો અને અજીવના સાત વિશેષો તે બન્ને હૈય છે.
સૌ પ્રથમ જીવ આવ્યો, પછી અજીવ આવ્યો અને હવે આસ્રવ અને બંધ આવે છે. અજીવના લક્ષે થતાં આસ્રવ અને બંધ તે હેય છે. આ સાંભળવાનો જે વિકલ્પ ઊઠે છે ને તે અજીવના લક્ષે ઉત્પન્ન થયેલો શુભભાવ હોવાથી તે હેય છે. તે ઉપાદેય નથી એટલે કે તે જીવતત્ત્વ નથી. જીવમાં શુભભાવ નથી અને શુભભાવમાં જીવ નથી.. તેથી શુભભાવ ૫૨ દ્રવ્ય છે અને ૫દ્રવ્ય હોવાને કારણે ઉપાદેય નથી. તે શુભભાવ લક્ષ કરવા યોગ્ય નથી. અજીવના લક્ષે ઉત્પન્ન થયેલો શુભાશુભ ભાવ આસ્રવ અને બંધ તે આશ્રય કરવા યોગ્ય નથી.
અજીવમાં આસ્રવ અને બંધ તો નથી, અને તે અજીવના સદ્ભાવ સંબંધે ઉત્પન્ન થયેલા આસ્રવ અને બંધના વિકારી પરિણામ એ પણ હૈય છે ઉપાદેય નથી. તે જીવ તત્ત્વ નથી. જીવમાં શુભાશુભ ભાવ નથી.. અને શુભાશુભ ભાવમાં જીવ નથી. અજીવમાં જીવ નથી અને જીવમાં અજીવ નથી.
કહે છે-જે દશ પ્રકારનાં પ્રાણ છે તે જીવની સત્તામાં અર્થાત્ જીવના અસ્તિત્વમાં નથી. સામાન્ય જીવ જે ઉપાદેય છે તેમાં આ વિશેષ દશ પ્રકારના પ્રાણનો અભાવ છે. સામાન્યમાં વિશેષનો અભાવ છે.. માટે વિશેષો ઉપાદેય નથી. તેમ અજીવ પણ ઉપાદેય નથી.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૧ ગાથા-૩૮ હવે અજીવના સંબંધથી થતા આસ્રવ અને બંધ તત્ત્વ છે. આસવમાં પુણ્ય અને પાપ બન્ને ગર્ભિત આવી જાય છે. એ વિકારી પરિણામ પરદ્રવ્યના લક્ષે ઉત્પન્ન થયેલા ભાવો છે. તેનાથી આકુળતા ઉત્પન્ન થાય છે અને તેનાથી સંસાર પ્રાપ્ત થાય છે. માટે વિકારી વિભાવભાવ હોય છે. શુભભાવ છે તે પરદ્રવ્ય છે તે સ્વદ્રવ્ય નથી.
હવે આગળ કહે છે-એ જીવના પરિણામ અજીવનો સંબંધ કરતા હતા, પરંતુ જીવ અજીવનો સંબંધ કરતો નથી. અને કોઈ કાળે કરશે પણ નહીં. જીવ સામાન્ય છે તે શુદ્ધાત્મા અપરિણામી-નિષ્ક્રિય છે. સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ એવો જે નિજ શુદ્ધાત્મા એ અજીવના સંબંધમાં ભૂતકાળમાં આવ્યો ન હતો, વર્તમાનમાં છે નહીં, અને ભાવિ કોઈ કાળે તે અજીવનો સંબંધ કરે એવો જીવનો ત્રણેકાળ સ્વભાવ નથી.
પ્રશ્ન થાય કે-અજીવનો સંબંધ કોણ કરે છે? એ. અજીવનો સંબંધ અજીવ કરે છે, હું કરતો નથી. ઝીણી વાત તો છે. હું અજીવનો સંબંધ કરું એવો મારો સ્વભાવ નથી. આતો નિજ ભાવના અર્થે શાસ્ત્ર છે ને!? આ શાસ્ત્ર બીજાને સમજાવવા માટે નથી.
શાસ્ત્ર લખવામાં એમને એટલું હતું કે-શાસ્ત્ર તો લખું છું મારી ભાવનાના અર્થે અને કદાચિત્ લાયક જીવના હાથમાં આ નિયમસાર શાસ્ત્ર આવશે... અને એ નિયમસાર શાસ્ત્રમાંથી એ શુદ્ધભાવ અધિકાર તેના હાથમાં આવશે અને જો તે ભાવથી એનું અધ્યયન કરશે તો એના સંસારકાળની મર્યાદા છ મહિનાની અંદરમાં આવી જશે. તેને છ મહિનામાં તો અવશ્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે.. થશે ને થશે જ એવો કોલ કરાર કરનારો આ શુદ્ધભાવ અધિકાર છે.
શું કહ્યું? હું જીવ સામાન્ય છે તેથી કોઈ કાળે મેં અજીવનો સંબંધ કર્યો નથી. જે અજીવનો સંબંધ કરે છે તે અજીવનો સંબંધ છોડે છે. પરદ્રવ્ય પરદ્રવ્યનો સંબંધ કરે છે. અજીવ તત્ત્વ અજીવનો સંબંધ કરે છે. હું તો જીવતત્ત્વ છે તેથી હું અજીવનો સંબંધ કરતો નથી. એ અજીવના સંબંધને છોડવાની વાત પણ મારામાં નથી. જે બંધાય તે મૂકાય.. હું તો ત્રિકાળ મુક્ત સ્વભાવી આત્મા છું.
અજીવનો સંબંધ કોણ કરે છે? જીવ અજીવના સંબંધમાં જાય છે તે ખોટી વાત છે. જીવ અજીવના સંબંધથી રહિત છે. જીવ સામાન્ય જ્ઞાયકભાવ અપરિણામી નિત્ય તત્ત્વ જે છે તે તો જ્ઞાનઘન પરમાત્મા છે. તે જ્ઞાનઘન પરમાત્માએ તો ભૂતકાળમાં એક સમયમાત્ર અજીવનો-કર્મનો સંબંધ કર્યો નથી. તેણે અજીવનું લક્ષય કર્યું નથી. એનું લક્ષ કરે તેવા પરિણામ જીવ સામાન્યમાં નથી માટે એ અજીવનું લક્ષ કરતો નથી.
તો અજીવનો સંબંધ કોણ કરે છે? આ જે સાત પર્યાયો છે જેને (ભગવાને) પદ્રવ્ય કહી છે તે અજીવનો સંબંધ કરે છે. પરદ્રવ્ય પરદ્રવ્યનો સંબંધ કરે છે. આસ્રવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ બંધ તે પરદ્રવ્યો છે. એ અજીવનો સંબંધ કરીને ઉભા થયેલા ભાવો છે. માટે તે કર્મજનિત ભાવો છે, એ ભાવો આત્મજનિત નથી. કેમકે સ્વદ્રવ્ય પરદ્રવ્યની ઉત્પત્તિ કરી શકે નહીં.
અહીંયા પરદ્રવ્ય કોને કહ્યું છે? આસ્રવ અને બંધના જે પરિણામ છે તેને પરદ્રવ્ય કહ્યું છે. એ પરદ્રવ્યનો જનક હું નથી.
હવે જે પરિણામ અજીવનો સંબંધ કરતા હતા તે પરિણામ અજીવનો સંબંધ છોડ છે. જે સંબંધ કરે તે છોડે. મેં કોઈ દિવસ અજીવનો સંબંધ કર્યો નથી તેથી મારે અજીવનો સંબંધ છોડવાનો નથી. આહા... હા ! એ એજન્ડા ઉપર વાત જ નથી.
અહીં કહે છે-અજીવનો સંબંધ કરનારા જે પરિણામ છે તે હવે થાકીને અજીવનું લક્ષ છોડે છે. એ પરિણામ થાકીને હવે મારું લક્ષ કરે છે. પરિણામ મારું ધ્યાન કરે છે.... હું મારું ધ્યાન કરતો નથી. પરિણામ થાકીને-દુઃખી થઈ ને હવે ધ્યાન બદલે છે. પરિણામ દુ:ખી થાય છે ત્યારે તે પરિણામ અજીવનો સંબંધ છોડે છે. તે પરિણામને જ્યાં સુધી અજીવના સંબંધથી સુખ ભાસે છે ત્યાં સુધી પરિણામ પણ અજીવનો સંગ છોડતા નથી.
શું કહ્યું? જે પરિણામ અજીવનો સંબંધ કરે છે, વળી જે પરિણામમાં સુખ ભાસે છે. તે પરિણામ અજીવનો સંબંધ અને અજીવનું લક્ષ છોડશે નહીં. પરંતુ જે પરિણામને અજીવના સંબંધથી આકુળતા ઉત્પન્ન થાય અને એ પરિણામમાં આકુળતા વેદાવાનું પણ જ્યારે તેને દુઃખ લાગે ત્યારે તે પરિણામ અજીવનો સંબંધ છોડે છે. અને મારું ધ્યાન કરે છે.
કોણ કરે છે મારું ધ્યાન? મારું ધ્યાન પરિણામ કરે છે. મારું ધ્યાન કરનારો પરિણામનો સાધકભાવ છે તે પરદ્રવ્ય છે, તે સાધકભાવ જીવમાં નથી. સંવર, નિર્જરા તત્ત્વ પરદ્રવ્ય હોવાના કારણે એ પણ મારું સ્વરૂપ નથી. સંવર, નિર્જરાના પરિણામ પદ્રવ્ય હોવાથી તે મને ય છે. અર્થાત્ ઉપાદેય નથી. શું કહ્યું? આહા... હા ! આ એકલો દૃષ્ટિનો વિષય છે હોં ! આ શાસ્ત્રમાં એકલો માલ ભર્યો છે.. કેમકે નિજ ભાવનાને અર્થે છે ને!? તેમાં પણ એક શુદ્ધભાવઅધિકાર ઊંચામાં ઊંચો અને બીજો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે.
શુદ્ધભાવ અધિકાર ઊંચો હોવા છતાં ટીકાકારને ક્યાંય પાંચ રત્ન લખવાનો ભાવ ન આવ્યો, પરંતુ પરમાર્થ પ્રતિક્રમણ લખતાં શરૂઆતમાં પાંચ ગાથા જે કુંદકુંદભગવાને લખી છે તેની ટીકા કરતાં ટીકાકાર મથાળું બાંધે છે હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે. એ પંચરત્નની ગાથામાં ભગવાન આત્મા જે દૃષ્ટિનો વિષય છે જેને સામાન્યજીવ કહ્યો છે તે શુદ્ધાત્માની વાત છે.
એ.. સામાન્ય શુદ્ધાત્મ તત્ત્વ પરિણામનો કર્તા નથી, પરિણામનું કારણ નથી, તે પરિણામને કરાવતો નથી. (બીજો ) પરિણામને કરે એમ મારા જ્ઞાનમાં જણાય જાય છે.. કે-આ પદાર્થ આ પરિણામને કરે છે. તેને હું અનુમોદન આપતો નથી. ભગવાન આત્મા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૧ ગાથા૩૮ કર્તા નથી, કારણ નથી, કારયિતા નથી અને અનુમોદક નથી. ભગવાન આત્મા સમ્યગ્દર્શનનું કારણ નથી. એક સાઈડથી ભગવાન આત્માને સમ્યગ્દર્શનનું કારણ કહેવાય, પરંતુ એ વાતને અત્યારે ગૌણ કરે છે. અહીં અત્યારે કાર્ય સાપેક્ષ કારણની વાત નથી, પરંતુ કાર્ય નિરપેક્ષ કારણની વાત ચાલે છે. કાર્યની સાપેક્ષતાથી આત્માને કારણ પરમાત્મા કહેવાય છે. પરંતુ કાર્યથી નિરપેક્ષ જોવામાં આવે તો ભગવાન આત્મા મોક્ષનું કારણ નથી.
આહા... હા! કહ્યું? આ સંવર નિર્જરાના જે પરિણામ છે તેણે મારું ધ્યાન કર્યું છે, છતાં એ પરિણામમાં મારું અસ્તિત્વ નથી. કેમકે તે પરદ્રવ્ય છે. એ પરિણામનો હું જનક નથી. એ ભાવો કર્મના અભાવની સાપેક્ષતાથી ઉત્પન્ન થયેલા હોવાથી તેને કર્મકૃત ભાવ કહેવામાં આવે છે. તેનો જન્મ મારાથી થયો નથી; જો મારાથી જન્મ થતો હોત તો આજ દિવસ સુધી તેનો જન્મ કેમ ન થયો? માટે તેનો જન્મદાતા પર છે. હું તેનો જન્મદાતા નથી. આ સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય તેના વિષયની ગાથા છે.
કહે છે કે-સંવર-નિર્જરા અને તેના ફળમાં જે મોક્ષની પર્યાય પ્રગટ થઈ તે મને પદ્રવ્ય છે. કોઈ એમ તર્ક કરે કે-જે પ્રગટ પર્યાય છે તેને હેય કહેવાય, પણ મોક્ષની પર્યાય જે અપ્રગટ છે તેને ય કેવી રીતે કહેવાય? કેટલાક જીવોને આવી આશંકા ઉત્પન્ન થઈ શકે છે. મિથ્યાત્વ અવસ્થામાં સમ્યગ્દર્શનની પર્યાય તો અવિદ્યમાન છે. હવે જ્યારે મિથ્યાત્વ અવસ્થા હોય ત્યારે સમ્યગ્દર્શનની પર્યાય હેય છે એમ કેમ કહી શકાય ? કેમકે હોય તેને હેય કહેવાય પરંતુ જે ન હોય તેને હેય કેમ કહેવાય? આ તર્ક સમજાણો ?
સાધક આત્મા એવા કુંદકુંદાચાર્ય લખે છે કે મોક્ષની પર્યાય અમને પ્રગટ થઈ નથી. પરંતુ અમને દેષ્ટિનો વિષય જે શુદ્ધાત્મા..શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવ્યો, શુદ્ધનયનો વિષય શુદ્ધાત્મા જ્ઞાનમાં આવ્યો ત્યારથી તે શુદ્ધનયે એમ જાણ્યું છે કે-મોક્ષ પણ હેય છે. પ્રગટ થવાવાળા પરિણામ પણ હોય છે એમ અત્યારથી હું એનું પ્રત્યાખ્યાન કરી લઉં છું.
શું કહ્યું? હોય તેની આલોચના અને ભૂતકાળનું પ્રતિક્રમણ. ભૂતકાળના ભાવોનું પ્રતિક્રમણ કહેવાય, વર્તમાનના પરિણામને આલોચના કહેવાય અને ભાવિના પરિણામ હજુ થયા નથી તેને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. મોક્ષના પરિણામ પ્રગટ નથી પરંતુ અત્યારથી હું તેનો ત્યાગ કરું છું. એટલે કે તે મને ઉપાદેય નથી, કેમકે તે પરદ્રવ્ય છે.
સંવર, નિર્જરા અને મોક્ષ પરદ્રવ્ય છે તેથી તેમાં હું નથી. એ પરિણામ મારામાં નથી અને હું તેનો ઉત્પાદક નથી. મૂળ પાઠમાં શબ્દ છે “કર્મથી ઉત્પન્ન.” હરિગીતમાં છે-“જે કર્મથી ઉત્પન્ન ગુણ-પર્યાયથી વ્યતિરિક્ત છે”. વ્યતિરિક્ત એટલે રહિત છે. ભગવાન આત્મા સાત પ્રકારના પરિણામથી રહિત છે. એ સાત પ્રકારના પરિણામ પરદ્રવ્ય હોવાને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ લીધે, પરદ્રવ્ય થવાને લીધે તેમ નથી લખ્યું. “હોવાને લીધે ” એટલે તે અનાદિ અનંત પરદ્રવ્ય છે. જ્યારે પૂછો ત્યારે સાત તત્ત્વોનો સમુહ પરદ્રવ્ય છે. અને સ્વદ્રવ્ય નથી.
ધર્મના પરિણામ પરદ્રવ્ય છે? હા, ધર્મના પરિણામ પરદ્રવ્ય છે. ધર્મી આત્મા સ્વદ્રવ્ય છે. ધર્મી એટલે અનંત ગુણો અનાદિ અનંત ધારી રાખે એવો ગુણી પરમાત્મા તે ધર્મી છે. એક સમયના પરિણામ જે સંવર-નિર્જરા અને મોક્ષ તે નાશવાન અર્થાત્ એક સમયની મુદતવાળા-આયુષ્યવાળા હોવાથી તે સંયોગ છે. સંવર-નિર્જરા અને મોક્ષ તે ધ્રુવ તત્ત્વનો સંયોગ છે, પરંતુ તે સ્વભાવ નથી. જે ઉત્પન્ન થાય અને જાય તેને સંયોગ કહેવાય છે. ઉત્પન્ન થાય તેને સંયોગ કહેવાય અને વ્યય થાય તેને વિયોગ કહેવાય છે. સંવર-નિર્જરા અને મોક્ષ તે પરદ્રવ્ય-સંયોગીભાવ છે તેથી તે ઉપાદેય નથી. એટલે કે એ પરિણામ હું છું એમ શ્રદ્ધા કરવા યોગ્ય નથી.
શ્રોતા:- ધર્મના પરિણામને પરદ્રવ્ય કહ્યું તે ગજબની વાત છે.
ઉત્તર- શુભાશુભ ભાવને તો પરદ્રવ્ય કહ્યું પરંતુ અહીંયા તો અનુભવી પુરુષ ધર્મના પરિણામને પરદ્રવ્ય કહે છે. ધર્મી સાધક આત્મા, ધર્મના પરિણામને હેય કહે છે. અરે ! મોક્ષને હેય કહેવાની તાકાત તો અનુભવીની છે. બીન અનુભવી પુરુષને ( તેની શ્રદ્ધામાં) આ વાત આવી શકતી નથી.
પ્રશ્ન:- સાધક સ્વભાવને અને મોક્ષને બન્નેને ઓળખે છે માટે તે સરખામણી કરી શકે છે?
ઉત્તર- તેણે સરખામણી કરી કે-ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા હું છું. હું તો શુદ્ધ ચિતૂપ છું. “શુદ્ધચિતૂપો-અહમ્'. હું તો ચિટૂપ એટલે જ્ઞાનઘન છું. જ્ઞાનઘન સ્વભાવમાં આ કોઈ પરિણામ પ્રવેશી શકતા નથી. એ ભાવો ઉપર ઉપર તરે છે. એ ભાવો આવે છે ને જાય છે, એ ટળતો ભાવ છે પરંતુ ટકતો ભાવ નથી. ટકતો ભાવ છે તે હું છું અને આ ટળતો ભાવ છે તે પરદ્રવ્ય હોવાને કારણે ય છે-ઉપાદેય નથી. સાત તત્ત્વરૂપ ભાવો છે તે ટળતા ભાવ છે-સંયોગીભાવ છે. તે ટકતોભાવ નહીં હોવાથી તે પરદ્રવ્ય છે. ધર્મના પરિણામ અને ધર્મનું ફળ મોક્ષ તે અનાદિ અનંત પરદ્રવ્ય હોવાને કારણે તે ગ્રાહ્ય નથી... પણ ત્યાજ્ય છે. ત્યાજ્યમાં ઉપેક્ષા છે. ત્યાજ્યમાં દ્રષબુદ્ધિ ન કરવી. જેને પર્યાય ઉપર દ્વષબુદ્ધિ આવે છે તે શુદ્ધાત્મદ્રવ્યની વાત કરતો હોય તો પણ તેનું જ્ઞાન મધ્યસ્થ નહીં થતું હોવાને લીધે તેને અનુભવ થતો નથી. આવા જીવો દૃષ્ટિના વિષયની વાતો કરવા છતાં તેનો જ્ઞાન ઉપયોગ અંદરમાં આવી શકતો નથી, કેમકે તેને પર્યાય ઉપર દ્વેષ આવ્યો છે. આ ભુતકાળની વાત ચાલે છે. તે પર્યાય તો હવે ગઈ. સમજી ગયા?!
જેને પર્યાય ઉપર દ્વેષ આવે છે તેને શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. હેય છે તે હૈષવાચક શબ્દ નથી પરંતુ તે ઉપેક્ષાવાચક શબ્દ છે. જ્ઞાનમાં પર્યાયો ઉદાસીનપણે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૦
પ્રવચન નં:- ૧ ગાથા-૩૮
જણાય છે.. પણ તે મારું સ્વરૂપ નથી તેમ સાધક જાણે છે છતાં પણ સાધક તેના પ્રત્યે ઉદાસ છે. પરિણામ છે ખરા પણ તે વ્યક્ત પરિણામ પ્રત્યે ઉદાસ છે.. તેનું નામ પરિણામ હેય છે. હૈયનો અર્થ દ્વેષવાચક નથી... પરંતુ ઉપેક્ષાવાચક છે. માટે પરિણામ છે, હવે એ પરિણામને જે ઉડાડે છે તેણે દ્રવ્યને ઉડાડયું છે. બીજું જે પરિણામને જાણવામાંથી અર્થાત્ જ્ઞાનના શેયમાંથી ઉડાડે છે-દ્વેષ કરે છે તેને દૃષ્ટિનો વિષય હાથમાં આવતો નથી. આ મુદ્દાની વાત છે.
અહીં હેયનો અર્થ ચાલે છે. હેય શબ્દ છે તે દ્વેષવાચક નથી. હાય...! હાય... ! તમે પર્યાયની વાત કરો છો... અને પર્યાયની વાત કરશો તો તમે મિથ્યાર્દષ્ટિ થઈ જશો ! આહા... હા ! જોઈ લ્યો ! બહુ શીખીને તું કયાં આવ્યો ? પર્યાય ઉ૫૨ તો તને દ્વેષ થઈ ગયો છે. ત્યારે પૂ. ગુરુદેવશ્રીના હાથમાં રૂમાલ હતો તે બતાવીને કહ્યું કે જે પર્યાય ઉપર દ્વેષ કરે છે તે નિગોદમાં જશે. તે સીધો નિગોદમાં જશે ( અથવા ) અહીંથી મરીને તે સાંખ્યમત પ્રવર્તાવશે.
પર્યાયો છે ખરી.. પણ તે ઉપાદેય નથી. હોય તેને ઉપાદેય નથી તેમ કહેવાય. પર્યાયો છે ખરી પણ તે હેય છે એટલે કે તે ઉપેક્ષા કરવા યોગ્ય છે. જેમ લોકાલોક છે તેમ પર્યાય પણ છે, સમ્યગ્દર્શન પણ છે. અહીં કહે છે-તે સમ્યગ્દર્શન ઉપાદેય નથી, સમ્યગ્દર્શનમાં સમ્યગ્દર્શનનો વિષય એક જ ઉપાદેય છે અને સમ્યગ્દર્શન ઉપેક્ષા કરવા યોગ્ય છે. ક્ષાયિકભાવ ઉપેક્ષા કરવા યોગ્ય છે. હૈયનો અર્થ ઉપેક્ષાવાચક છે, હૈયનો અર્થ દ્વેષવાચક નથી. ભગવાન આત્મા ઉપાદેય છે અર્થાત્ રાગવાચક નથી પરંતુ અપેક્ષાવાચક છે. એકની અપેક્ષા થતાં બીજાની ઉપેક્ષા સહજ થઈ જાય છે.. પરંતુ ખરેખર ઉપેક્ષા કરવી પડતી નથી.
શ્રોતાઃ- ભગવાન આત્મા રાગ વાચક નથી પરંતુ અપેક્ષાવાચક છે
ઉત્ત૨:- હા, અપેક્ષા વાચક છે. જેમ હેય શબ્દ દ્વેષ કરવા યોગ્ય નથી, તેમ ભગવાન આત્માને ઉપાદેય કહ્યો તો તેના પ્રત્યે રાગ કરવા યોગ્ય નથી પરંતુ ‘ ઉપાદેય ’ શબ્દ અપેક્ષાવાચક છે. પર્યાય ‘ હૈય ’ છે તે ઉપેક્ષાવાચક છે. તે ઉપેક્ષિતભાવો જ્ઞાનમાં જણાય જાયછે પણ તે હું નથી. કેમકે એ બધાં ભાવો નાશવાન છે. તે કર્મથી ઉત્પન્ન થયેલાં ભાવો છે, એ મારાથી ઉત્પન્ન થયેલાં ભાવો નથી. હું અકર્તા હોવાથી તેનો કર્તા નથી.
ભગવાન આત્મા સંવ૨-નિર્જરા અને મોક્ષના પરિણામનો કર્તા પણ નથી, કારણ પણ નથી, કાયિતા પણ નથી. એ ભાવો કર્મના અભાવથી ઉત્પન્ન થાય તો મને ઠીક અને કર્મનો ક્ષય થાય તો ઠીક તેવી અનુમોદના હું કરતો નથી.
અહીં કહે છે કે- તે સાતેય તત્ત્વો પરદ્રવ્ય હોવાને કા૨ણે તે ઉપાદેય નથી અર્થાત્ ગ્રાહ્ય નથી. તે ભાવો ગ્રહણ કરવા યોગ્ય નથી એટલે તેમાં આત્મબુદ્ધિ કરવા યોગ્ય નથી.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૧ તે જાણવા યોગ્ય છે. જાણવા યોગ્ય છે માટે તો તેને હેય કહ્યું. જો તે જ્ઞાનનો વિષય જ ન હોય તો તેને હેય કોણ કહે? સસલાના શિંગડા હેય ન હોય. કોઈ કહે–સસલાના શિંગડા હોય છે. તો તેને કહે છે સસલાના શિંગડા જ ન હોય. એમ દૃષ્ટિના લોભમાં ચડેલા આત્માઓ જ્ઞાનનો દ્રોહ કરે છે અર્થાત્ પર્યાયને જ્ઞાનના જ્ઞયમાંથી ઉડાડે છે તેને દ્રવ્યદૃષ્ટિ થતી નથી.
પ્રશ્ન- હેયનો અર્થ ભિન્ન છે તેમ કરવાનો? ઉત્તર:- હેયનો અર્થ ઉપેક્ષા. પ્રશ્ન:- હેયનો અર્થ ભિન્ન પણ કરે છે.
ઉત્તર:- ભિન્ન તો છે, પણ ઉપરાંત હોય છે. પરિણામ આત્માથી અભિન્ન તો છે જ નહીં એટલે એનો તો સવાલ નથી. પરિણામ ભિન્ન હોવા છતાં એ ઉપાદેય નથી પરંતુ હય છે. હેય હોવા છતાં તે દ્વેષ કરવા યોગ્ય નથી. સમ્યગ્દર્શન પ્રત્યે દ્વેષ કરીશમાં. સંવરનિર્જરાના પરિણામ તને પ્રગટ થયા હોય તો એ કાંઈ દ્વેષ કરવા યોગ્ય નથી. મોક્ષના પરિણામ પ્રગટ થયા નથી છતાં હું તેના પ્રત્યે દ્વેષ કરતો નથી. તેના પ્રત્યે મને ઉપેક્ષા વર્તે છે. મોક્ષ થાવ તો થાવ! એમાં જીવને શું વધ્યું? મોક્ષ થાય તેમાં જીવની શું વૃદ્ધિ થઈ ? અને પરિણામમાં બંધ હોય તો જીવને શું ઘટયું? આહા... હા ! એ તો ટંકોત્કીર્ણ જ્ઞાનઘન પરમાત્મા એવો ને એવો અનાદિ અનંત બિરાજમાન છે.
એ પરમાત્માનું લક્ષ કરતાં. અર્થાત્ તેનું લક્ષ થતાં સંવર નિર્જરાના પરિણામ પ્રગટ થાય છે. લક્ષ કરતાં તે ઉપદેશનું વાકય છે અને લક્ષ થતાં તે સહજતાનું વાકય છે. ઉપદેશ બોધમાં એમ કહે કે-તમારા ઉપયોગને બહારથી હુંટાવી અને આત્મ સન્મુખ કરો. સિદ્ધાંતબોધ આનાથી જુદો છે.
જીવાદિ સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી” પરદ્રવ્યોથી જે પરામુખ છે,” કોઈ પરિણામ ગ્રાહ્ય નથી, ઉપાદેય નથી, આત્મબુદ્ધિ કરવા યોગ્ય નથી. તો કોણ કોને ઉપાદેય છે? તો કહે છે–આત્મા આત્માને ઉપાદેય છે.. તેવા મૂળ પાઠમાં શબ્દો છે. જેવો આત્મા છે તેવો કોને ઉપાદેય થયો છે? કે જે સાધક આત્મા છે.. અંતરાત્મા છે તેને પોતાનો આત્મા ઉપાદેય છે.. અને બીજું કાંઈ ઉપાદેય નથી.
સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણી છે.” ફૂટનોટમાં છેશિખામણી-ટોચ ઉપરનું રત્ન; ચૂડામણિ; કલગીનું રત્ન. આ વાત અંતરાત્માની છે. અંતરાત્માને હેય અને ઉપાદેયનું જ્ઞાન નિરંતર સહજ વર્તે છે. તેને કરવું પડતું નથી. જે સાત તત્ત્વોનો સમુહ છે એ તેને પરદ્રવ્ય છે. પરદ્રવ્યથી તેની દૃષ્ટિ વિમુખ થઈ ગઈ છે. પરદ્રવ્યો એટલે જે સાત તત્ત્વોના પરિણામ તે પરદ્રવ્ય છે. હું તો ક્યાં છું ત્યાં નો ત્યાં છું. મારે વિમુખ થવાનું નથી અને સન્મુખે થવાનું નથી. જે પરિણામ ભેદની સન્મુખ થયા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૨
પ્રવચન નં:- ૧ ગાથા-૩૮ હતા તે પરિણામ અભેદની સન્મુખ થયા છે.. એ મારા જ્ઞાનમાં જણાય છે.. તેમ સાધક કહે છે. જે પરિણામ ભેદની સન્મુખ હતા ત્યારે તે પરિણામમાં મિથ્યાત્વ હતું. હવે તે પરિણામ ભેદથી પરાભુખ થયા છે, હું નહીં. ભેદનું લક્ષ કોણ છોડયું છે ? પરિણામે ભેદનું લક્ષ છોડયું છે.. અને પરિણામે અભેદનું લક્ષ કર્યું છે.. એવા જે પરિણામો છે તે પરિણામોથી પણ દૃષ્ટિ દૂર થઈ છે અર્થાત્ પરિણામોથી પરાભુખ છે. દૃષ્ટિ દૃષ્ટિના વિષયની સન્મુખ છે. દૃષ્ટિ એટલે પર્યાય-૫૨દ્રવ્ય અને તેનાથી દૃષ્ટિ વિમુખ છે. પ્રગટ થયેલી દૃષ્ટિ પરિણામ હોવાથી ૫૨દ્રવ્ય છે.
આહા.. હા ! એ સમ્યગ્દર્શનના જે પરિણામ થયા તે સમ્યગ્દર્શનની સન્મુખ નથી. જો તે પરિણામ સમ્યગ્દર્શનની સન્મુખ હોય તો સમ્યગ્દર્શન ન હોય. દાચિત્ સમ્યગ્દર્શનની સન્મુખ થાય તો સમ્યગ્દર્શન પડી જાય છે. સમ્યગ્દર્શન ત્યારે જ થાય છે કે જ્યારે તે પરિણામ અભેદની સન્મુખ થાય છે. અનાદિનો પ્રથમ ઉપશમ સમ્યગ્દષ્ટિ જો તે ભેદની સન્મુખ થઈ ગયો અને અભેદથી વિમુખ થયો તો તેને ઉપશમમાંથી મિથ્યાત્વ અવસ્થા પ્રગટ થાય છે.
અહીં કહે છે કે-આ પદ્રવ્યો અર્થાત્ ભેદો જે છે તે પરદ્રવ્યથી તો પરાભુખ છું. દેહાદિ જે પદ્રવ્યો છે તેને તો જગત પરદ્રવ્ય કહે છે પરંતુ સર્વજ્ઞ ભગવાન સંવર– નિર્જરાના પરિણામને પદ્રવ્ય કહે છે. એ પરદ્રવ્યથી હું પરાભુખ છું-વિમુખ છું. મારી દૃષ્ટિ એમાં લાગતી નથી. આ કોણ કહે છે ? વૈરાગ્યવંત સાધક આત્મા પોતાથી વાત કરે છે. મુનિરાજ ભાવલિંગી સંત પોતાથી વાત કરે છે. એ રીતે પંચમગુણસ્થાનવાળા કે ચોથાગુણસ્થાનવાળા દરેક સાધકની આ જ સ્થિતિ હોય છે. તેનાથી જુદી બીજી સ્થિતિ
હોતી નથી.
પરદ્રવ્યોથી એટલે પરિણામોથી અર્થાત્ સંવર–નિર્જરાના પરિણામથી એટલે જ્ઞાનધ્યાનના પરિણામ જે ઉત્પન્ન થયા તેમનાથી હું તો પરાભુખ છું. હું કયાં તેનાથી સન્મુખ થયો હતો કે મારે હવે પરાસ્મુખ થવું પડે ! હું એટલે જ્ઞાયકભાવ-સ્વભાવભાવ-જ્ઞાનથન આત્મા–ચિદાનંદઆત્મા- જે નિષ્ક્રિય અપરિણામી ધ્રુવ સામાન્ય તત્ત્વ છે તે કાંઈ ૫૨દ્રવ્યની સન્મુખ થયું નથી અને તેને પરદ્રવ્યથી વિમુખ થવાનું નથી. જે પરિણામ ભેદની સન્મુખ થતાં હતાં તે પરિણામ ભેદથી વિમુખ થયા.
વ્યવહાર બે પ્રકારે છે. (૧) પરાશ્રિત વ્યવહાર (૨) ભેદાશ્રિત વ્યવહાર. એ બે પ્રકારના વ્યવહારથી... અર્થાત્ વ્યવહારનયનો વિષય જે પદ્રવ્ય છે એ ૫દ્રવ્યથી પરિણામ વિમુખ થયા છે. હવે તે પરિણામ ભેદથી વિમુખ થઈને તે અભેદની સન્મુખ થયા એ પણ મને હૈય છે. કેમકે તે મને પરદ્રવ્ય છે. એ પરિણામમાં હું છું તેમ મારા જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં આવતું નથી. આ પરિણામથી પરાસ્મુખ થયેલા સાધક આત્માની વાત ચાલે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
શુદ્ધ અંત:તત્ત્વ છે. અને જેને સાધક થવું હોય તેને પણ આ જ રીત છે.
(૧) મિથ્યાષ્ટિને પણ એક જ રીત છે, (૨) સમકિતીને પણ એક જ રીત છે, (૩) વીતરાગી સાધક મુનિરાજને પણ એક જ રીત છે. શ્રીમદ્જીમાં આવે છે..
એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ, પ્રશ્ન- આ જ્ઞાનીની વાત છે... જ્ઞાની છે તે આવી રીતે ભેદજ્ઞાનથી પરિણમે છે. તેમને ભેદજ્ઞાનની કલા આવડે છે... તેમ કહેવું છે?
ઉત્તર:- જેને આવું ભેદજ્ઞાન પ્રગટ થયું છે તે બીજાને એમ કહે છે કે આ રીતે અમે ભેદથી પરામુખ થયા છીએ અને પરિણામમાં સાધક અવસ્થા પ્રગટ કરી છે. તેથી તે કહે છે-હે. અજ્ઞાની. આત્માઓ ! તમારે પણ અમારા જેવું થવું હોય તો.. તમે પણ આ પરિણામમાત્રની ઉપેક્ષા કરજો. પરિણામ પ્રત્યે દ્વેષ કરતા નહીં, કેમકે વીતરાગમાર્ગમાં રાગ અને દ્વેષ નથી. આત્મા પ્રત્યે મને રાગ નથી અને પરિણામ પ્રત્યે મને દ્વેષ નથી. ( શ્રોતા:- બહુ સરસ... બહુ સરસ ) પડકાર આવે છે હોં !
અરે ! સાધકનું જે જ્ઞાન મધ્યસ્થ થયું તેને આત્મા ઉપર રાગ આવતો નથી અને આત્માશ્રિત જે પરિણામ પ્રગટ થયા છે તેના પ્રત્યે દ્વેષ આવતો નથી. હેય છે એટલે કે ઉપેક્ષારૂપ છે. જ્ઞાનમાં એમ જણાય છે કે એક સમયનો જે પર્યાય પ્રગટ થયો છે તે તેનાથી થયો છે. એના ષકારકથી.. એના અકાળે. એની જન્મક્ષણ છે તેથી તે પરિણામ પ્રગટ થયા છે. એ સમ્યજ્ઞાનના પરિણામ મારા આત્માને જાણે છે. હું આત્માને જાણતો નથી. જે પરિણામ સમ્યજ્ઞાનના-અતીન્દ્રિયજ્ઞાનના પ્રગટ થયા તે ભગવાન આત્માને જાણે છે. આત્માને જાણતાં-જાણતાં એ પરિણામમાં સ્વપર પ્રકાશક શક્તિ એવી પ્રગટ થઈ ગઈ છે કે દ્રવ્ય જણાતાં એ પરિણામ ઉપેક્ષારૂપે તે સમયે જણાય જાય છે. એક અપેક્ષારૂપ જણાય છે, બીજું ઉપેક્ષારૂપ જણાય છે. અપેક્ષારૂપ જણાય છે તે ઉપાદેયરૂપ તત્ત્વ છે. ઉપેક્ષારૂપ જણાય છે તે હેય તત્ત્વ છે. ઝીણી વાત છે ભાઈ !
સમયસારને સમજાવવાનો જે વ્યવસાય કર્યો છે તે હવે ભાવ ઓસરી ગયો છે. હવે અમારી ઉત્તર અવસ્થા છે એટલે ઠરવાની અવસ્થા છે. અમારો કાળ સ્વભાવમાં ઠરવાનો આવ્યો છે. ( શ્રોતા:- સત્યવાત છે.) પરમ સત્યવાત છે તેમ ગુરુદેવ ફરમાવે છે. આ અફર વાત છે.
કહે છે-સાધક આત્મા પરદ્રવ્યથી પરાભુખ છે. મિથ્યાષ્ટિને પણ આ વાત લાગુ પડે છે એમ ! કોઈને એમ થાય કે આ તો સાધકની વાત છે એટલે જ્ઞાનીની વાત છે. જ્ઞાનીને પરિણામ હોય છે અને મિથ્યાદેષ્ટિ હોય તેને પરિણામ ઉપાદેય કરવા જેવા છે?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૪
પ્રવચન નં:- ૧ ગાથા-૩૮
ર
તો તેને મિથ્યાત્વ કાયમ રહી જશે. તેને મિથ્યાત્વનો અનુભાગ ઘટશે પણ નહીં. “પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે, જે ૫૨મ જિનયોગીશ્વર છે,” આહા... હા ! શું કહે છે ? પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર છે તે મર્યાદા બહાર જતો હતો તે પાંચ ઇન્દ્રિયના જ્ઞાનનો વ્યાપાર મર્યાદામાં આવી જાય છે. હવે તેને વારંવાર આત્માનો વિચાર આવે છે. હવે તેને ઇન્દ્રિયજ્ઞાનનો ફેલાવ રોકાય ગયો છે.
“દેહમાત્ર જેને પરિગ્રહ છે ” એટલે દેહનો સંયોગ છે પરંતુ દેહ ઉપર તેને મૂર્છા નથી. મૂર્છાને પરિગ્રહ કહેવાય છે. દેહ છે તે નિમિત્તરૂપે છે પણ તેની મૂર્છા નથી. દેહનો સદ્ભાવ દેખીને ઉપચારથી પરિગ્રહ કહેવામાં આવે છે.
“તે ૫૨મ જિનયોગીશ્વર છે,” આહા... હા ! આ કેવળીની વાત નથી. ૫૨મ જિનયોગીશ્વર એટલે યોગીમાં પણ જે ઉત્કૃષ્ટ છે... તેને યોગીશ્વર કહેવામાં આવે છે.
સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે-એવા આત્માને ‘ આત્મા ’ ખરેખર ઉપાદેય છે. જુઓ, અહીં પરદ્રવ્યની સામે સ્વદ્રવ્ય લીધું. પરિણામમાત્ર પરદ્રવ્ય છે અને ત્રિકાળ સામાન્ય શુદ્ધાત્મા જે શાયકભાવ છે તે સ્વદ્રવ્ય છે. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે તેવા સાધક આત્માને આત્મા ઉપાદેય છે. જે પદ્રવ્યોથી પરાભુખ છે અને સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ આત્મા ઉ૫૨ ચોંટી ગઈ છે અર્થાત્ હવે ઉખડતી નથી. શ્રદ્ધા એવી ચોંટી ગઈ છે કે તે હવે ખસતી નથી. આહા... હા ! અભેદનયથી જોવામાં આવે તો શ્રદ્ધાને શ્રદ્ધા નો વિષય જાણે એક હોય તેમ લાગે છે, છતાં પણ શ્રદ્ધાને શ્રદ્ધાનો વિષય એક થતા નથી.
“જેની તીક્ષ્ણ બુદ્ધિ છે,” પહેલાં તો સ્થૂળ બુદ્ધિ હતી. પરિણામ પ્રત્યે જેની ઉપાદેય બુદ્ધિ હતી તે તો સ્થૂળ બુદ્ધિવાળા અજ્ઞાની જીવો હતા. આતો જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા સાધક આત્માને ખરેખર આત્મા ઉપાદેય છે, સાત તત્ત્વો ઉપાદેય નથી.
સામાન્ય શુદ્ધાત્મા છે તે સાત તત્ત્વોથી રહિત છે. સાત તત્ત્વોથી રહિત છે એટલું ન લખ્યું... પરંતુ આગળ લખ્યું કે તે હૈય છે. સામાન્યમાં વિશેષનો ત્રણેકાળ અભાવ છે. એ સામાન્યનું વિશેષ હોવા છતાં તે વિશેષ ઉપાદેય નથી... પરંતુ હેય છે. પરિણામ આત્મદ્રવ્યથી ભિન્ન છે એટલું નહીં... પણ આગળ કહે છે-ભિન્ન હોવાને કારણે તે હૈય છે, ઉપેક્ષા કરવા યોગ્ય છે.
“ એવા આત્માને ‘આત્મા ’ ખરેખર ઉપાદેય છે.” તેમાં શું કહે છે? આત્મા એટલે શુદ્ધઆત્મતત્ત્વ અનાદિ અનંત જે સ્વદ્રવ્ય છે, જે દૃષ્ટિનો વિષય છે, જે ભૂતાર્થ સ્વભાવ છે તે આત્મા છે. ભૂતાર્થને આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે એવો જે ત્રિકાળી સામાન્ય એકરૂપ ચિદાનંદ આત્મા નિત્ય નિરાવરણ અખંડ જ્યોતિ છે... તે મારો આત્મા ખરેખર મને ઉપાદેય છે. એવા આત્માને એટલે આત્મ સન્મુખ થયેલા પરિણામને ઉપચારથી આત્મા કહી, અને તે આત્માને ત્રિકાળી આત્મા ઉપાદેય છે તેમ કહેવા માગે છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૧૫
શું કહ્યું ? ફરીને... ઝીણી વાત છે. ‘ એવા આત્માને ’ એમ પાઠમાં શબ્દ છે તેનો
વિસ્તાર કર્યો. ‘ એવા આત્માને ' એટલે સાધક અંતરાત્માને આત્માશ્રિત જે પરિણામ પ્રગટ થયા છે તેને ઉપચારથી આત્મા કહેવામાં આવે છે. હવે ઉપચારથી જેને આત્મા કહ્યો છે તેને અણઉપચાર આત્મા ઉપાદેય રહેલો છે. વ્યવહારનયનો વિષય જે છે તેને નિશ્ચયનયનો વિષય ઉપાદેય છે. પરિણામ ને અપરિણામી ઉપાદેય છે. સક્રિયને નિષ્ક્રિય ઉપાદેય છે. ભેદને અભેદ ઉપાદેય છે. અનિત્યને નિત્ય ઉપાદેય છે. ખંડજ્ઞાનને અખંડજ્ઞાન ઉપાદેય છે. ‘ એવા આત્માને ’ એમ કહ્યું ને ! આ ત્રિકાળી આત્મા નથી. આત્મા આશ્રિત ધર્મધ્યાનના જે પરિણામ પ્રગટ થયા તેને ઉપચારથી આત્મા કહે છે. અથવા ધર્મધ્યાન પરિણત આત્માને અભેદ વિવિક્ષાએ આત્મા કહ્યો તેવા આત્માને ત્રિકાળી આત્મા ઉપાદેય છે.
'
“ઔયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે (કા૨ણ ૫રમાત્મા )દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવગુણ પર્યાયો વિનાનો છે.”
ઉપર કહ્યું કે-આત્મા આત્માને ઉપાદેય છે. હવે કહે છે તે આત્માનું સ્વરૂપ શું છે ? ઉપાદેય આત્માનું સ્વરૂપ કેવું છે? જે ગ્રાહ્ય છે એટલે ગ્રહણ કરવા યોગ્ય છે, આશ્રય કરવા યોગ્ય છે તેનો વિસ્તાર કરે છે.
નીચે ફૂટનોટમાં છે-ભાવાંતો-અન્ય ભાવો. (ઔયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક-એ ચા૨ ભાવો ૫૨મપાણિામિક ભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કહ્યા છે. ૫૨મપારિણામિક ભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કહ્યા છે. પરમપારિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કા૨ણ પરમાત્મા આ ચાર ભાવાંતોને અગોચર છે.)
ભાવાંતરો એટલે તે અનેરાભાવો છે, મારા ભાવો નથી. ઔદિયક, ઔપમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક એ ચાર ભાવો પરમપારિણામિક ભાવથી અન્ય હોવાને લીધે, તે અન્ય થવાને લીધે તેમ નહીં. પરમપારિણામિક ભાવથી તે ભાવો અનાદિઅનંત કાળથી અન્યરૂપે રહેલાં છે, તે અનન્યરૂપે થયેલા નથી. આમાં જે લખ્યું છે તેનો અર્થ ચાલે છે.
“૫૨મપારિણામિકભાવથી તે ભાવો અન્ય હોવાને લીધે, ” આ ચારેય ભાવો ભગવાન આત્માથી ત્રણેયકાળ અન્ય હોવાને કા૨ણે તેને ભાવાંતરો કહ્યા છે. ભાવાંતરો એટલે અનેરાભાવો છે. મારા ભાવથી એ ભાવો અનેરાપણે દેખાય છે. એ ચાર ભાવો મારા ભાવો છે તેમ સાધકને દેખાતું નથી. અનેરાભાવોને જે મારા માને છે તે અજ્ઞાની મિથ્યાર્દષ્ટિપણે રહેલો છે. પરમપારિણામિક ભાવ તે તેનો સ્વભાવ છે. ચારભાવો અન્ય
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
પ્રવચન નં:- ૧ ગાથા-૩૮ હોવાને લીધે તેને ભાવાંતરો કહ્યાં છે.
આવો કારણ પરમાત્મા આ ચાર ભાવાંતરોને અગોચર છે. અરે! મારું જે લક્ષણ છે તે તો પરમપરિણામિક ભાવે છે અને તે નિરપેક્ષ છે. આ ચાર ભાવો છે તે સાપેક્ષ છે. હું નિત્ય છું, આ ભાવો છે તે અનિત્ય છે. હું શુદ્ધ છું અને તે શુદ્ધાશુદ્ધ એવા સાપેક્ષ છે. શુદ્ધાશુદ્ધ તે ચારેય ભાવો સાપેક્ષ છે. હું તો ત્રિકાળ શુદ્ધ નિરપેક્ષ છું. એટલે મારા પરમપરિણામિક ભાવની સાથે મેળવવા જાઉં છું તો તે અણમળતા ભાવો છે. રાગાદિક ભાવતો આત્માની સાથે મળતા નથી તેની તો વાત હું કરતો જ નથી. કેમકે હું નિજ ભાવનાને અર્થે આ શાસ્ત્રની રચના કરું છું. મને આ ધર્મધ્યાનના જે પરિણામ પ્રગટ થયા છે, સંવર-નિર્જરાના પરિણામ પ્રગટ થયા છે તે મારા ભાવની સાથે અણમળતા ભાવ હોવાના કારણે તે હેય છે. તે ભાવો મારી સાથે મળતા આવતા નથી.
મારું લક્ષણ પરમપરિણામિકભાવ છે અને સંવર-નિર્જરાનું લક્ષણ ઉપશમ અને ક્ષયોપશમભાવ છે. જ્યારે મોક્ષનું લક્ષણ ક્ષાયિકભાવ છે. માટે તે અનેરાભાવો છે. મારા લક્ષણની સાથે તે પરિણામનું લક્ષણ મળતું આવતું નથી. માટે પરમપરિણામિક ભાવ જેનો એટલે મારો સ્વભાવ છે. જેનો એટલે આત્માનો, મારો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા આ ચાર ભાવોને અગોચર છે. તે ચાર ભાવોથી રહિત રહેલો છે.
ઔદયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે (કારણ પરમાત્મા) દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવગુણ પર્યાયો વિનાનો છે.” હવે જે આત્મા આત્માને ઉપાદેય થયો છે તે આત્માનું શું સ્વરૂપ છે? જે ઉપાયભૂત તત્ત્વ ભૂતાર્થ સ્વભાવ છે તેનું સ્વરૂપ બતાવે છે. એ દ્રવ્યકર્મ વિનાનો છે તેમ કહે છે. દ્રવ્યકર્મનો અભાવ થાય છે તેમ ન કહ્યું, પરંતુ અનાદિ અનંત આઠ પ્રકારના દ્રવ્યકર્મથી તે રહિત છે-વિનાનો છે, અર્થાત્ આઠ કર્મથી સહિત નથી. હવે કહે છે-ભાવકર્મ એના વિનાનો એટલે તેનાથી પણ રહિત છે અનાદિ અનંત નોકર્મરૂપ ઉપાધિથી રહિત છે.
વિભાવરૂપ ગુણ પર્યાયો વિનાનો છે.”શું કહે છે! આઠ કર્મથી તો રહિત છે. ભાવકર્મ એટલે વિકારથી રહિત છે. હવે જે અવિકારી પરિણામ પ્રગટ થયા એ વિભાવરૂપ પર્યાયો વિનાનો છે. તેવો ભગવાન આત્મા ઉપાદેય છે. આ નાસ્તિથી વાત કરીને હવે આત્માના સ્વરૂપની અસ્તિથી વાત કરે છે.
તથા અનાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળો શુદ્ધ-સહજ-પરમ પારિણામિકભાવ જેનો સ્વભાવ છે-એવો કારણ પરમાત્મા તે ખરેખર “આત્મા” છે. અનાદિ અનંત શબ્દ છે તે કાળવાચક છે. અરૂપ શબ્દ મૂર્તનો નિષેધ કરે છે. ભગવાન આત્મા અનાદિ અનંત અતીન્દ્રિય સ્વભાવથી ભરેલો છે. અતીન્દ્રિયજ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે તો પરદ્રવ્ય છે. તે પરદ્રવ્ય હોવાથી હેય છે. હેય હોવાથી ઉપેક્ષા કરવા યોગ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭
શુદ્ધ અંત:તત્ત્વ છે. જાણેલો પ્રયોજનવાન છે તે કોને? જેને દ્રવ્ય ઉપાદેય થાય તેને.
આહા હા ! હું સ્વભાવથી જ અતીન્દ્રિય છું. અનાદિ અનંત અમૂર્તિક અતીન્દ્રિય સ્વભાવવાળો છું અને ઇન્દ્રિયજ્ઞાનવાળો હું નથી. હું શુદ્ધ સહજ અકૃત્રિમ છું. શુદ્ધ એટલે નિરપેક્ષ શુદ્ધ નિત્ય શુદ્ધ છે. કર્મના અભાવથી જે શુદ્ધ પર્યાય પ્રગટ થાય એ પર્યાયનું વિશેષણ છે. અનાદિ અનંત નિત્ય શુદ્ધ સહજ અકૃત્રિમ પરમપારિણામિકભાવ સ્વરૂપ છે. પરમ એટલે પૂજનિક.
“પારિણામિકભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા તે ખરેખર “આત્મા” છે.” શું કહે છે? કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે બાકી કોઈ આત્મા નથી. વ્યવહારનય આત્મા હોવાનો ઉપચાર કરે છે. એકેન્દ્રિયને આત્મા કહેવાય, બેઇન્દ્રિયને આત્મા કહેવાય, મનુષ્યને આત્મા કહેવાય, રાગી જીવ છે, દ્વેષી જીવ છે, ક્રોધી જીવ છે, ચોથા ગુણસ્થાનવાળો જીવ છે, પાંચમા ગુણસ્થાનવાળો જીવ, તેરમા ગુણસ્થાનવાળો જીવ છે આ રીતે વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે. જે જીવ નથી તેને જીવ કહે છે. જેને નિશ્ચયનયનો વિષય હાથમાં આવ્યો નથી તે વ્યવહારનયના વાક્યને સાચું માની સંસારમાં રખડે છે.
આ મુદ્દાની વાત છે તેથી ફરીને, પ્રશ્ન:- એકેન્દ્રિય જીવને જીવ કહેવામાં આવે છે તે કઈ રીતે?
ઉત્તર- એકેન્દ્રિય જીવને જીવ કહેવામાં આવે છે તે વ્યવહારનયનું વચન છે. અને વ્યવહારનય અભૂતાર્થ છે. તે બીજાના ભાવને બીજાનો કહે છે. એકેન્દ્રિય જીવ એટલેએકેન્દ્રિયના જ્ઞાનનો ઉઘાડ. એકેન્દ્રિય નિગોદના જીવને સ્પર્શઇન્દ્રિય માત્ર હોય છે તેને એકેન્દ્રિય કહીં, તેમાં અર્થાત્ પાંચ ઇન્દ્રિયમાં તેને એકમાત્ર સ્પર્શ ઇન્દ્રિય હોય છે. એ જે સ્પર્શ ઇન્દ્રિય છે તે જ્ઞાનના ઉઘાડની દશા છે.. અને તેથી તે ભાવઇન્દ્રિય છે અને ભાવઇન્દ્રિયને જીવ કહેવો એ વ્યવહાર છે અને તે વ્યવહાર અભૂતાર્થ છે. હવે જેને નિશ્ચયનું ભાન નથી તે વ્યવહારનયને સત્યાર્થ માનીને મિથ્યાષ્ટિ બની જાય છે.
એકેન્દ્રિયજીવ, બેઇન્દ્રિયજીવ, મનુષ્યજીવ, નારકીજીવ એ બધા વ્યવહારનયના કથનો છે. વ્યવહારનયનું લક્ષણ એવું છે કે તે બીજાના ભાવને બીજાનો કહે છે. અને નિશ્ચયનયનું લક્ષણ એવું છે તે દ્રવ્યના નિજ સ્વભાવને જ કહે છે. આ વાત તો આપણે વ્યાખ્યાનમાં ઘણી થઈ ગઈ છે. વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે તે વાત તો બહુ આવી ગઈ છે. પરંતુ ખ્યાલમાંથી નીકળી જાય છે. બીજા પર પદાર્થની રુચિ હોયને તેથી આ વાત યાદ ન રહે. તે ધારણામાં પણ ન રહે. તે વાત ધારણામાંથી પણ છૂટી જાય છે. બેંક બેલેન્સ ધારણામાં રહે પરંતુ આ વાત ધારણામાંથી છૂટી જાય છે. જો ધારણામાંથી છૂટી જાય તો પછી સ્વાધ્યાય કયાંથી કરી શકે ? તે ચિંતવન પણ કરી શકે નહીં. એ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
પ્રવચન નં:- ૧ ગાથા-૩૮ ધારણા જ્ઞાનથી પણ પાર પરમાત્મા છે. ધારણાજ્ઞાન હેય છે કેમકે તે ઇન્દ્રિયજ્ઞાન છે. મતિજ્ઞાનની જે ધારણા છે તે પણ આત્મા નથી. તેનાથી આત્મા ભિન્ન છે. અરે ! મતિશ્રત પણ હેય છે, તે પણ ઉપાદેય નથી.
- હવે ટોટલ મારે છે. “અતિ-આસન્ન ભવ્ય જીવોને એવા નિજ પરમાત્મા સિવાય (બીજું) કાંઈ ઉપાદેય નથી.” એકલા આસન્નભવ્ય તેમ ન કહેતાં. અતિ આસન્નભવ્ય જીવોને તેમ કહ્યું. કેમકે આ જે ટીકાકાર છે તે આસન્નભવ્ય નથી. પરંતુ પોતે અતિ આસન્નભવ્ય છે. હવે તેને એકાદભવ માત્ર બાકી છે. અતિઆસન્ન ભવ્ય જીવોને નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાય નથી. પરમાત્માની આગળ વિશેષણ છે “નિજ' પરમાત્મા.
આહાહા! અત્યારે અમારો આત્મા કેવો છે? પરમાર્થથી તો એક પરમાત્મા છે અને પરિણામે બીજો પરમાત્મા થાય છે. હવે જે પરિણામે આત્મા થાય છે તે વ્યવહાર પરમાત્મા છે. જે સ્વભાવથી અનાદિ-અનંત પરમાત્મા છે એ નિશ્ચય પરમાત્મા છે. અને વ્યવહાર પરમાત્મા છે તે પરદ્રવ્યમાં જાય છે. નિશ્ચય પરમાત્મા સ્વદ્રવ્યમાં આવે છે.
અતિ આસન્ન ભવ્ય જીવોને એવા નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી.” એકલું પરમાત્મા નહીં, પરમાત્માની આગળ વિશેષણ લગાડયું નિજ ' પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. આ પરિણામો ઉપાદેય નથી તો હીરા તો કયાંથી ઉપાદેય હોય? અરે ! કષાય ઉપાદેય નથી ત્યાં હીરા તો ઉપાદેય કયાંથી હોય! અરે ! હીરાને જાણનારું જે જ્ઞાન અર્થાત્ ઇન્દ્રિયજ્ઞાન એ ઉપાદેય નથી તો એનો વિષય ઉપાદેય કયાંથી હોય! અરે ! જે અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે એ પણ ઉપાદેય નથી. પરંતુ એ અતીન્દ્રિયજ્ઞાનનો વિષય એક જ ઉપાદેય છે. નિજ પરમાત્મ દ્રવ્ય સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી.
શ્લોક - ૫૪
(માલિની) जयति समयसार: सर्वतत्त्वैकसार: सकलविलयदूरः प्रास्तदुर्वारमारः। दुरिततरुकुठार: शुद्धबोधावतार:
सुखजलनिधिपूरः क्लेशवाराशिपारः।। ५४।। [ શ્લોકાર્ચ- ] સર્વ તત્ત્વોમાં જે એક સાર છે, જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂર છે, જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે, જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે, જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, જે સુખસાગરનું પૂર છે અને જે કલેશોદધિનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯
શુદ્ધ અંત:તત્ત્વ કિનારો છે, તે સમયસાર (શુદ્ધ આત્મા) જયવંત વર્તે છે. ૫૪. તા. ૧૪/૫/'૭૯ પ્રવચન નં- ૨ સ્થળ- મુંબઈ ઝવેરી બજારમંદિર
શ્લોક - ૫૪: ઉપર પ્રવચન આ ૫૪ નંબરનો કળશ છે. “સર્વ તત્ત્વોમાં જે એક સાર છે”, સર્વ તત્ત્વોમાં અહીં તત્ત્વોમાં તે બહુવચન કહ્યું છે. સર્વ તત્ત્વો એટલે કે જીવતત્ત્વ, અજીવતત્ત્વ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો જે ૩૮ ગાથામાં કહ્યા તે સાત તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે તે ખરેખર ઉપાદેય નથી. હવે જે સાત તત્ત્વો છે તેને અહીં સંક્ષેપમાં “સર્વ તત્ત્વોમાં' એમ કહ્યું. સાતે તત્ત્વોમાં સામાન્ય જીવ સાર છે બાકી બધું અસાર છે.
શું કહ્યું? સાત તત્ત્વોમાં જે છુપાયેલી આત્મજ્યોતિ, શુદ્ધાત્મતત્ત્વ છે... તે સમયસાર એક જ સાર છે. સાર એટલે ઉપાદેય છે. ઉપાદેય છે એટલે ગ્રહણ કરવા યોગ્ય છે અને બાકીના જે પર્યાયના ભાવો છે તે અસાર છે. અર્થાત્ ય છે. હેય છે એટલે ત્યાજ્ય છે, ત્યાજ્ય છે એટલે ઉપેક્ષા કરવા યોગ્ય છે. અર્થાત્ તે આશ્રય કરવા યોગ્ય નથી. સર્વ તત્ત્વોમાં એક શુદ્ધાત્મા સાર છે. સાર છે એટલે ઉપાદેય છે.
“જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે”, ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય એ ચાર પ્રકારના જે ભાવો છે. પરિણામો છે તે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવો છે અને તેનાથી જીવ અર્થાત્ શુદ્ધાત્મા દૂર છે. એટલે રહિત છે-ભિન્ન છે.
હવે આમાં એક વિશેષ વાત કરે છે. ભગવાન આત્મા સાત પ્રકારની પર્યાયોથી તો દૂર છે, પરંતુ અગુસ્લઘુગુણની પર્યાય, અસ્તિત્વગુણની શુદ્ધ પર્યાય તે પણ નાશ પામવા યોગ્ય હોવાથી તે પરિણામથી ભગવાન આત્મા દૂર છે. દૂર છે એટલે ભિન્ન છે, ભિન્ન છે. એટલે રહિત છે.
જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે”, ભગવાન આત્માએ દુર્વાર કામને નષ્ટ કર્યો છે. કામ એટલે ઇચ્છા તેનો આત્મામાં અભાવ છે. નાશ કર્યો છે તેનો અર્થ એવો નથી કે ઇચ્છા છે અને પછી આત્મામાંથી કામ-ઇચ્છાને કાઢે છે તેમ નથી. કરવું અને ભોગવવું એવી જે ઇચ્છા એનાથી અભાવ સ્વભાવે રહેલો છે. આત્મા અપોક છે. અપોહક છે એટલે રાગાદિના અભાવ સ્વભાવે રહેલો છે તે આત્મા ઉપાદેય છે.
“જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે”, પુણ્ય ને પાપ એ બન્ને અધ્યાત્મમાં પાપના પરિણામ કહેવામાં આવે છે. પાપ શબ્દ પુણ્ય ને પાપ બન્ને લઈ લેવા. પુષ્ય ને પાપનો ભેદ ન કરવો. પાપને તો સૌ કોઈ પાપ કહે છે પરંતુ પુણને વિરલા અનુભવી આત્માઓ પાપ કહે છે. એ પાપરૂપી વૃક્ષ એટલે મિથ્યાત્વ રૂપી જે પાપ એવું જે વૃક્ષ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
- પ્રવચન :- ૨ ગાથા-૩૮ તેને છેદનાર કુહાડા સમાન છે. એટલે શુદ્ધાત્માનું અવલંબન લેતાં એ પાપ મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે. અથવા તે મિથ્યાત્વના અભાવ સ્વભાવે રહેલો છે. બન્ને સાથે લેવા.
બધી લીટીમાં “જે” “જે ' શબ્દ આવે છે. પહેલી લીટીમાં “જે' પછી બીજી લીટીમાં “જે” અને પછી ત્રીજી લીટીમાં “જે આવ્યું ને? “ જે” એટલે શુદ્ધાત્મા. અત્યાર સુધી “જે” નો અર્થ કર્યો. “જે શુદ્ધજ્ઞાનનો અવતાર છે”, આ બધા આત્માની વાત ચાલે છે. નિગોદનો જીવ પણ આવો છે અને સિદ્ધનો આત્મા પણ આવો છે અને સાધકનો આત્મા પણ આવો છે, ભવ્યનો આત્માપણ આવો છે, અભવ્યોનો આત્મા પણ આવો છે. ભવીને અભવીના આત્મામાં કાંઈ ફરક નથી. આત્મા એટલે શુદ્ધાત્મા, જે શુદ્ધજ્ઞાનનો અવતાર છે એટલે કે જે શુદ્ધાત્મા છે તે શુદ્ધજ્ઞાનનો અવતાર છે, તે આત્મામાં એકલો જ્ઞાન અને આનંદ ભરેલો છે. અવતાર એટલે એમય છે. સુખમય, જ્ઞાનમય, આનંદમય એવો એનો અવતાર છે. અવતાર છે એટલે અવતરવું-જન્મવું એમ નહીં. શુદ્ધજ્ઞાનનો અવતાર છે તે આત્માનો સ્વભાવ છે.
જે સુખ સાગરનું પૂર છે”, અહીં જ્ઞાન અને સુખ બે ગુણો લીધા. જે જ્ઞાનનો અવતાર છે તેમાં જ્ઞાનગુણ અને સુખ સાગરનું પૂર તેમાં સુખગુણ લીધો. જેમ નદીમાં ઘોડાપૂર આવે છે તેમ અંદરમાં સુખ સાગરનો પ્રવાહ ચાલે છે. સુખનો પ્રવાહ ચાલે છે. કોઈ કૂવાના પાણીના જાણકાર હોય તેને જમીન ઉપર ચાલે અને ખબર પડે કે કયાં પાણીનો પ્રવાહ ચાલે છે. મારી બહુ નાની ઉંમરની વાત કરું છું-અનુભવેલી વાત કરું છું. કાન પાટા ઉપર રાખીએ તો ટ્રેન ઘણે દૂર હોય તો પણ તેને ખબર પડે છે. તેમ ભગવાન આત્મામાં અંદરમાં સુખનો પ્રવાહ પૂર ચાલે છે. સુખથી સભર-ભરેલો સમુદ્ર છે. જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનું પૂર છે. તે સુખ સાગરનું પૂર છે.
જે કલેશદધિનો કિનારો છે તે સમયસાર (શુદ્ધાત્મા) જયવંત વર્તે છે.” કલેશદધિનો કિનારો છે અર્થાત્ સંસારરૂપી કલેશ આત્મામાં નથી. અત્યાર સુધી “જે' શબ્દ આવતો હતો હવે “તું” શબ્દ આવ્યો. અહીંયા સમયસાર એટલે શુદ્ધાત્મા. અહીંયા સમયસાર શાસ્ત્રની વાત નથી. સમયસાર એટલે શુદ્ધાત્મા ત્રિકાળ જયવંત વર્તે છે. ત્રણેય કાળ ભગવાન આત્મા જયવંત વર્તે છે. આત્મા છે, છે ને છે. જ્યારે શુદ્ધાત્માને પ્રતીતમાં લેશે, આત્માનો અનુભવ કરશે ત્યારે તેની દશામાંથી મિથ્યાત્વનો નાશ થઈ અને મોક્ષમાર્ગ પ્રગટશે. આત્મા જયવંત વર્તે છે. પર્યાય જયવંત વર્તે છે તેમ નહીં, કારણ કે પર્યાય નાશવાન છે તે જયવંત કયાંથી વર્તે ? એ ભાવો તો નાશવાન છે અને નાશવાન ભાવો થી ભગવાન આત્મા દૂર છે. દૂર એટલે રહિત છે. તે ભગવાન સમયમસાર શુદ્ધાત્મા જયવંત વર્તે છે. ૩૮ ગાથામાં જે ઉપાદેય તત્ત્વ બતાવ્યું તેનો આ કળશમાં સાર કહ્યો.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
ગાથા ૩૯
णो खलु सहावठाणा णो माणवमाणभावठाणा वा । णो हरिसभावठाणा णो जीवस्साहरिस्सठाणा वा ।। ३९ ।।
न खलु स्वभावस्थानानि न मानापमानभावस्थानानि वा। न हर्षभावस्थानानि न जीवस्याहर्षस्थानानि वा ।। ३९।। निर्विकल्पतत्त्वस्वरूपाख्यानमेतत्।
त्रिकालनिरुपाधिस्वरूपस्य शुद्धजीवास्तिकायस्य न खलु विभावस्वभावस्थानानि। प्रशस्ताप्रशस्तसमस्तमोहरागद्वेषाभावान्न च मानापमानहेतुभूतकर्मोदयस्थानानि। न खलु शुभपरिणतेरभावाच्छुभकर्म, शुभकर्माभावान्न संसारसुखं, संसारसुखस्याभावान्न हर्षस्थानानि। न चाशुभपरिणतेरभावादशुभकर्म, अशुभकर्माभावान्न दुःखं, दुःखाभावान्न चाहर्षस्थानानि चेति।
જીવને ન સ્થાન સ્વભાવનાં, માનાપમાન તણાં નહીં, જીવને ન સ્થાનો હર્ષનાં, સ્થાનો અહર્ષ તણાં નહીં. ૩૯.
૨૧
અન્વયાર્થ:- [ નીવત્સ્ય] જીવને [વતુ] ખરેખર [TM સ્વભાવસ્થાનાનિ ] સ્વભાવસ્થાનો (વિભાવસ્વભાવનાં સ્થાનો) નથી, [ન માનાપમાનમાવસ્થાનાનિ વા] માનાપમાનભાવનાં સ્થાનો નથી, [7 હર્ષમાવસ્થાનાનિ ] હર્ષભાવનાં સ્થાનો નથી [ વા] કે [ન અહર્ષસ્થાનાનિ] અહર્ષનાં સ્થાનો નથી.
ટીકાઃ- આ, નિર્વિકલ્પ તત્ત્વના સ્વરૂપનું કથન છે. ત્રિકાળ-નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ- સ્વભાવસ્થાનો (વિભાવરૂપ સ્વભાવનાં સ્થાનો ) નથી; ( શુદ્ધ જીવાસ્તિકાયને ) પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ હોવાથી માન-અપમાનના હેતુભૂત કર્મોદયનાં સ્થાનો નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) શુભ પરિણતિનો અભાવ હોવાથી શુભ કર્મ નથી, શુભ કર્મનો અભાવ હોવાથી સંસારસુખ નથી, સંસાર-સુખનો અભાવ હોવાથી હર્ષસ્થાનો નથી; વળી (શુદ્ધ જીવાસ્તિકાયને ) અશુભ પરિણતિનો અભાવ હોવાથી અશુભ કર્મ નથી, અશુભ કર્મનો અભાવ હોવાથી દુ:ખ નથી, દુ:ખનો અભાવ હોવાથી અહર્ષસ્થાનો નથી.
***
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #70
--------------------------------------------------------------------------
________________
૨૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૨ ગાથા-૩૯
ગાથા ૩૯: ઉ૫૨ પ્રવચન
પ્રથમ અન્વયાર્થ લઈએ પછી એની ટીકા લઈશું. જીવ એટલે કોને ? જીવ એટલે મને તેમ લેવું. આ કયા જીવની વાત ચાલે છે ? પોતાના આત્માની વાત ચાલે છે. જીવને એટલે મને–મારા જીવમાં ખરેખર સ્વભાવ સ્થાનો નથી. કૌંસમાં વિભાવ સ્વભાવના સ્થાનો નથી તેમ કહ્યું. આ કૌંસ શેમાંથી કાઢયો ? ટીકાની પહેલી લીટી છે તેમાં છે ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો નથી. એમાં જે ‘વિભાવ સ્વભાવ ’ શબ્દ વાપર્યો છે ને તેમાં ‘સ્વભાવ સ્થાનો નથી ' તે મૂળ ગાથામાં છે. એ સ્વભાવ શબ્દમાંથી ટીકાકારે કાઢયું વિભાવ સ્વભાવના સ્થાનો નથી.
હવે
એ સ્વભાવ શબ્દના ઘણાં અર્થ થાય છે. ‘ મુળા: સ્વમાવા ભવન્તિ, સ્વમાવા મુળા: ન ભવન્તિા' શું કહ્યું ? ગુણોને સ્વભાવ કહેવામાં આવે છે અને ગુણોને ધર્મ પણ કહેવામાં આવે છે. ગુણને સ્વભાવ કહેવાય અને ધર્મ પણ કહેવાય. આત્મામાં જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્રગુણ, સુખગુણ, પ્રભુત્વગુણ છે તેને સ્વભાવ પણ કહેવામાં આવે છે. એ ત્રિકાળી ગુણોને સ્વભાવ પણ કહેવાય અને આત્માનો ધર્મ પણ કહેવાય. સ્વમાવા ગુળા: ન મવન્તિ”, સ્વભાવને ગુણ કહેવામાં આવતો નથી. સ્વભાવ એટલે એક સમયની પર્યાયમાં જે રાગ છે તેને ધર્મ કહેવામાં આવે છે. પર્યાય ધારી રાખેલો ભાવ તેને ધર્મ કહેવામાં આવે છે, પરંતુ તેને ગુણ કહેવામાં આવતો નથી. “મુળા: સ્વમાવા મવન્તિ, સ્વમાવા ગુળા: ન મવન્તિ” જે સ્વભાવ છે તેને ગુણ કહેવામાં આવતો નથી. એમ અનિત્ય નામનો એક ધર્મ છે તે સ્વભાવ ગુણ નથી. તેને ધર્મ કહેવાય પણ તેને ગુણ ન કહેવાય. માટે જે સ્વભાવ સ્થાનો એમ જે કહ્યું હતું તેનો અર્થ વિભાવસ્વભાવના સ્થાનો આત્મામાં નથી.
#
66
આ નિર્વિકલ્પ તત્ત્વના સ્વરૂપનું કથન છે.” નિર્વિકલ્પ એટલે આત્મા અનાદિ
કાળથી જે મિથ્યાર્દષ્ટિ છે તેને હવે પ્રથમ ઉપશમ સમ્યગ્દર્શનના કાળમાં નિર્વિકલ્પ ધ્યાન પ્રગટ થાય છે તે વાત નથી. નિર્વિકલ્પરૂપ ઉપશમ સમ્યગ્દર્શન થાય તે પર્યાયનું વિશેષણ છે. રાગ રહિત શુદ્ધ ઉપયોગની દશાને નિર્વિકલ્પ દશા કહેવામાં આવે છે. આ નિર્વિકલ્પ શબ્દ પર્યાયનું વિશેષણ છે. અહીંયા જે નિર્વિકલ્પ છે તે એ ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ છે. અનંતગુણથી અભેદ જે ભગવાન આત્મા છે તે નિર્વિકલ્પ છે.
આ શુદ્ધભાવનો અધિકાર છે. ત્રિકાળ આત્માને નિર્વિકલ્પ કહેવાય છે. પર્યાય ક્ષણિક નિર્વિકલ્પ થાય છે. પર્યાય થાય ત્યારે થાય છે અને સ્વભાવ તો ત્રણેકાળ નિર્વિકલ્પ છે. છે, છે, ને છે. એ જે નિર્વિકલ્પ છે તે હું છું, નિર્વિકલ્પ થાય તે હું નથી. જે નિર્વિકલ્પ થાય છે તે પરિણામ છે અને તે પરિણામ તો નાશવાન છે. નાશવાન છે તે પરિણામથી હું રહિત છું–જુદો છું.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૩
66
‘આ નિર્વિકલ્પ તત્ત્વના સ્વરૂપનું કથન છે.” તત્ત્વ એટલે ભાવ. તત્ત્વ એટલે સ્વરૂપ. તત્ત્વનો અર્થ ભાવ અથવા સ્વરૂપ. નિર્વિકલ્પ તત્ત્વના એટલે એના ભાવના સ્વરૂપનું કથન છે. આ ભગવાન આત્માની વાર્તા ચાલે છે. આ નિયમસાર શાસ્ત્ર ઊંચું અને એમાં પણ આ અધિકાર ટોંચનો છે. સત્ન જરા જેટલું-પૈસા જેટલું પણ લક્ષમાં લ્યે ને તો એક પૈસામાંથી સો પૈસા થઈ જશે. સત્ છે ને ! તેને પૈસા જેટલું તો લક્ષમાં લે ! અસત્તનો ઝગડો બહુ કર્યો. હવે એક પૈસા જેટલું સત્ને લક્ષમાં લે !
આ ગાથામાં કુંદકુંદભગવાને જે શુદ્ધાત્મા કહ્યો તેને અહીંયા નિર્વિકલ્પ કહેવામાં આવે છે. જેને સમયસાર કહ્યો તેને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. જેને જ્ઞાયક કહ્યો તેને નિર્વિકલ્પ કહેવામાં આવે છે જેને કારણ પ૨માત્મા કહ્યો તેને અહીંયા નિર્વિકલ્પ કહેવામાં આવે છે. આ એના સ્વરૂપનું કથન છે.
“ ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે ”, કહે છે કે જે શુદ્ધ પર્યાય થાય છે તે ક્ષણિક નિરુપાધિ સ્વરૂપ છે. શુદ્ધ પર્યાય જે પ્રગટ થાય છે તે ક્ષણિક નિરુપાધિ સ્વરૂપ અર્થાત્ રાગથી રહિત છે. રાગની ઉપાધિ એમાં નથી. ભગવાન આત્મા કેવો છે ? તે ત્રિકાળ નિરુપાધિ છે, જેને કોઈપણ પ્રકારની રાગની ઉપાધિ લાગુ પડતી નથી. ભગવાન આત્મા કષાયની ઉપાધિથી રહિત છે. કર્મથી તો રહિત છે તે હવે પછીની ગાથામાં લેશે. રાગની ઉપાધિ અર્થાત્ દયા, દાન, કરુણા, કોમળતાના ભાવની ઉપાધિ જીવને લાગુ પડતી નથી. કેમકે એ ભાવો ત્રિકાળ જીવમાં નથી. ત્રણેય કાળ નિરુપાધિ અર્થાત્ ઉપાધિ રહિત જેનું સ્વરૂપ છે... જેનું એટલે આત્માનું સ્વરૂપ છે.
“ એવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો (વિભાવરૂપ સ્વભાવના સ્થાનો ) નથી.” એકલા જીવાસ્તિકાય તેમ ન કહેતાં શુદ્ધ જીવાસ્તિકાયને એમ કહ્યું. છ દ્રવ્યમાં જે જીવદ્રવ્ય છે તે જીવાસ્તિકાય છે, પણ... તે શુદ્ધ જીવાસ્તિકાય નથી. જ્યારે મારો આત્મા શુદ્ધ જીવાસ્તિકાય છે. જીવાસ્તિકાયમાં મારો આત્મા અને બીજા આત્મા પણ તેમાં આવી ગયા. મારો આત્મા છે તે શુદ્ધ જીવાસ્તિકાયમાં આવે છે. એટલે જીવાસ્તિકાય જે દ્રવ્યો છે તે જ્ઞાનનું શેય છે. અને શુદ્ધ જીવાસ્તિકાય છે એ ધ્યાનનું ધ્યેય છે. છએ દ્રવ્યોમાં જીવ દ્રવ્ય જીવાસ્તિકાયરૂપ છે. પુદ્ગલ દ્રવ્યને પણ ઉપચારથી જીવાસ્તિકાય કહેવામાં આવે છે. પુદ્ગલ પરમાણું એક પ્રદેશી છે, તે બહુ પ્રદેશી નથી. ૫રમાણુની અપેક્ષાએ સ્કંધને ઉપચારથી બહુપ્રદેશી કહેવામાં આવે છે. ભગવાન આત્મા તો અનાદિ અનંત શુદ્ધ જીવાસ્તિકાય તત્ત્વ છે. એ તો રાગની ઉપાધિથી રહિત છે.
આવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો નથી. આહા... હા... ! વિભાવને પણ સ્વભાવ કહ્યો. કેમકે આસ્રવની પર્યાયે એક સમયમાં ધારી રાખેલો ધર્મ હોવાથી તેને સ્વભાવ કહેવામાં આવે છે.., પણ તેને ગુણ કહેવામાં આવતો નથી. એ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
પ્રવચન નં:- ૨ ગાથા-૩૯ ભગવાન શુદ્ધ જીવાસ્તિકાયને વિભાવ સ્વભાવના સ્થાનો નથી. છે એને ગૌણ કરીને પછી એને અભૂતાર્થ કરવા તે વાત જુદી છે. પ્રમાણ સ્થાપો તો ગૌણ કરાય પરંતુ નિશ્ચયનય એક જ વસ્તુને સ્વીકારે છે માટે મુખ્ય-ગૌણ હોતું નથી. આ તો ગીરનારની તળેટીમાંથી ઊંચે ટોંચ ઉપર જવાની વાત છે. ઓહો ! આ તો ટોંચના બોર છે. ટોંચના બોર બહુ મીઠા હોય તેમ મારા પિતાજી કહેતા હતા. ત્યાં સુધી પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. પહોંચી તો શકાય છે. અશકય નથી... એમ કહે છે.
ભગવાન શુદ્ધ જીવાસ્તિકાયને તે નથી. જીવાસ્તિકાયમાંથી પણ હું શુદ્ધ જીવાસ્તિકાયમાં આવું છું. શુદ્ધ જીવાસ્તિકાય કહેતાં બીજા જીવોથી હું જુદો પડી જાઉં છું. એટલે એમ કે-હું શુદ્ધ જીવાસ્તિકાય છે તેથી મારામાં વિભાવ સ્વભાવના સ્થાનો નથી, ત્રણેય કાળે હોં ! ભગવાન આત્માનું ત્રિકાળ નિરુપાધિ સ્વરૂપ છે. રાગ દ્વેષની ઉપાધિ ભગવાનને લાગુ પડતી નથી. ઉપાધિ પર્યાયને લાગુ પડે છે પણ દ્રવ્ય સામાન્યને લાગુ પડતી નથી. રાગની ઉપાધિ કોને લાગુ પડે? જેનામાં રાગ થાય તેને લાગુ પડે.. પણ, મારામાં રાગ થતો નથી તેથી ઉપાધિ મને લાગુ પડતી નથી. હું તો ત્રિકાળ નિરુપાધિ સ્વરૂપ છું માટે મારામાં ખરેખર વિભાવ સ્વભાવના સ્થાનો નથી.
અહીંયા કોઈએ એમ તર્ક ન ઉઠાવવો કે-પર્યાયમાં તો રાગ થાય છે કે નહીં. જો એવો તર્ક ઉઠાવશે તો તેને આ અધિકારનો મર્મ તેના લક્ષમાં આવશે નહીં. અને લક્ષમાં નહીં આવે તો પક્ષમાં આવશે નહીં. અને પક્ષમાં નહીં આવે તો પક્ષાતિક્રાંત થવાનો અવકાશ આવશે નહીં. પર્યાયમાં રાગ થાય છે એ વાત ભૂલી જા ! આહા દ્રવ્ય સ્વભાવ કેવો છે તેને તો લક્ષમાં લે! દ્રવ્ય લક્ષમાં આવતાં હવે તું પર્યાયને જાણીશ તો પર્યાયમાં રાગ નહીં હોય. જે પરિણામ દ્રવ્યનું લક્ષ છોડે છે તેને પર્યાયમાં રાગ દેખાય છે. દ્રવ્યનું લક્ષ કરનારને, શુદ્ધ જીવાસ્તિકાય જે ઉપાદેય તત્ત્વ છે તે પર્યાયમાં ગ્રહણ થાય છે. તે પર્યાય રાગથી રહિત થઈ જાય છે. હું તો ત્રણેકાળ રાગથી રહિત જ છું.
આહા. હા! હું રાગથી રહિત છું એવા સ્વભાવને જ્યાં લક્ષમાં લીધો, દેષ્ટિમાં લીધો તેની પર્યાયમાં રાગ રહેતો નથી. અંદરમાં આત્મા ઉપર જ્યાં દૃષ્ટિ પડી કે-હું તો રાગથી રહિત છું, રાગથી રહિત એવી વીતરાગમૂર્તિને જે જાણે છે તેને પર્યાયમાં રાગ ઉત્પન્ન થતો નથી. તેની દૃષ્ટિ પણ હવે વીતરાગી થઈ જાય છે. દ્રવ્ય તો વીતરાગની મૂર્તિ છે પણ વીતરાગને જે સ્વીકારે છે તેની દૃષ્ટિમાં મિથ્યાત્વનો રાગ રહેતો નથી.
આહા હા ! મારા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ સ્વભાવના સ્થાનો નથી. કોઈ ખોટી રીતે મને આરોપ આપે તો તે સાવ ખોટો છે. જીવમાં વિભાવ થાય છે તેમ કહેનારો ખોટો-મૂરખ-પાગલ છે. તેને જીવની ખબર નથી. તે ગાંડો છે મતવાલો છે. જીવમાં કોઈ દિવસ રાગ થાય ?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫
શુદ્ધ અંત:તત્ત્વ
આ નિયમસાર શાસ્ત્ર ઊંચુ છે-કેમકે તે નિજ ભાવનાને અર્થે લખાયું છે. આ નિયમસાર હું રચું છું. હવે અમારો ઠરવાનો ઉત્તરકાળ આવ્યો છે. અપ્રતિબુદ્ધને સમજાવવાનું અમારું જે લક્ષ હતું તે છૂટી ગયું છે. બીજાને સમજાવવાનો અમારો ભાવ ઓસરી ગયો છે. બીજાને સમજાવવાનો ભાવ હતો ત્યારે સમયસાર લખ્યું હતું. હવે નિયમસાર શાસ્ત્ર ઉત્તર અવસ્થામાં લખાયું છે. નિજ શુદ્ધાત્માની ભાવનાને માટે લખ્યું છે. અત્યારે પરને સમજાવવાનું અમારું લક્ષ નથી. આ શાસ્ત્ર લખતાં-લખતાં આ લખાણ ઉપરથી કોઈ પાત્ર હોય અને સમજે તો ભલે સમજે પરંતુ અમે પરને સમજાવવાની મુખ્યતાથી લખતા નથી. આ તો સ્વરૂપમાં ઠરવાની મુખ્યતાથી લખીએ છીએ. તેમાંય આ અધિકાર ઊંચો છે.
અરે...! એક વખત જો નિષેધ કરે કે-મારામાં રાગ થતો જ નથી. જો રાગ થતો નથી તો તેને ટાળે કોણ? રાગ મારામાં થતો હોય તો હું ટાળુ ને? ભાઈ ! રાગ મૂળમાં નથી. આહા ! જ્યારે આવા દ્રવ્ય સ્વભાવની વાત કરીએ ત્યાં પર્યાયમાં તો રાગ થાય છે કે નહીં ? તું કયાં ગયો? ખલાસ થઈ ગયું તે આ દુનિયામાંથી ગયો. તેણે મોટું પાપ કર્યું. પાછો તે તર્ક કરે કે- પર્યાયમાં રાગ થાય છે તેનું જ્ઞાન ન કરવું? ના, એનું જ્ઞાન ન કરવું. જ્ઞાયકનું જ્ઞાન કરને ભાઈ ! તું કષાયનું જ્ઞાન શું કામ કરે છે ભાઈ ! શું કષાયનું જ્ઞાન કરવા માટે તારો જન્મ છે? અકષાય એવા જ્ઞાયક સ્વભાવનું દર્શન કરવા માટે તારો જન્મ થયો છે. કષાયના દર્શન કરવા જેવા નથી. ભગવાનના દર્શન કરવા જેવા છે. આ બે તર્ક ઊઠાવ્યા, કારણ કે ભણેલા ભૂલે છે.
ભણેલા તર્ક કરે.. , બારમી ગાથામાં લખ્યું છે ને તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. અરે ! મૂરખ છો એતો બારમી ગાથામાં અપેક્ષાએ કથન છે. જેને જ્ઞાયકભાવ દૃષ્ટિમાં આવી ગયો છે તેના જ્ઞાનમાં પરિણામો કયા પ્રકારના ભજે છે તેના લક્ષ વિના તેનું જ્ઞાન થઈ જાય છે. તે પર્યાયનું લક્ષ કરતો નથી. જ્ઞાનીને પરિણામનું લક્ષ છૂટી ગયું છે અને દ્રવ્યનું લક્ષ થઈ ગયું છે તેથી તેને પર્યાયનું જ્ઞાન સહજ થાય છે. એ પર્યાયનું જ્ઞાન કરતો નથી પરંતુ પર્યાયનું જ્ઞાન સહજ થઈ જાય છે. દ્રવ્યનું જ્ઞાન કરે છે અને પર્યાયનું જ્ઞાન થઈ જાય છે.
(શુદ્ધ જીવાસ્તિકાયને ) પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ હોવાથી માન-અપમાનના હેતુભૂત કર્મોદયનાં સ્થાનો નથી. ખરેખર વિભાવ
સ્વભાવના સ્થાનો મારામાં નથી. હું તો શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્મામાં રાગ થતો જ નથી. રાગ થાય તો ટાળુ ને? રાગને કરું તો ટાળુ ને? હોય તો ટાળુ ને? હું તો પ્રથમથી જ શુદ્ધ છું. હું અનાદિ-અનંત શુદ્ધ જીવાસ્તિકાય દ્રવ્ય છું. અહીં શુદ્ધ જીવાસ્તિકાયને પ્રશસ્ત કે અપ્રશસ્ત, શુભ કે અશુભ સ્થાનો નથી. “સમસ્ત” શબ્દ વાપર્યો છે. સમસ્ત મો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૨ ગાથા-૩૯ રાગ-દ્વેષનો અભાવ હોવાથી , અભાવ થવાથી તેમ નહીં. “અભાવ હોવાથી તે શબ્દ એમ સૂચવે છે કે-વસ્તુમાં સમસ્ત વિભાવભાવોનો અનાદિ અનંત અભાવ છે. વસ્તુમાં રાગ ને દ્વેષ ને મોટું ન હોય. એ થાય છે બીજામાં અને વ્યવહારનય કહે છે-જીવમાં થાય છે. એ કથન જુઠાલાલનું છે. અસત્યાર્થ કહો કે જૂઠું કહો એકાર્થ છે. કળશ ટીકામાં વ્યવહાર જૂઠો છે તેમ કહ્યું છે. ભગવાન આત્મામાં પ્રશસ્ત કે અપ્રશસ્ત મોહ-રાગ અને દ્વેષનો ત્રણેયકાળ આત્મામાં અભાવ છે. વસ્તુમાં એ ભાવ છે નહીં.
પ્રશસ્ત-અપ્રશસ્ત ભાવોનો અભાવ હોવાથી માન-અપમાનના હેતૃભત કર્મોદયના સ્થાનો નથી.”માનના કારણભૂત અને અપમાનના કારણભૂત કર્મોદયના સ્થાનો આત્મામાં નથી. કર્મનો ઉદય કર્મમાં રહે છે કર્મનો ઉદય આત્મામાં આવતો નથી. તેનાથી આગળ હજુ બીજી વાત કરે છે.
કર્મના ઉદયના સ્થાનો શુદ્ધ જીવાસ્તિકાયમાં નથી. આ જીવને આવો કર્મનો ઉદય આવ્યો, અશાતાનો ઉદય આવ્યો, તું મૂરખ છે શુદ્ધ જીવાસ્તિકાયને કર્મનો ઉદય હોય શકે જ નહીં. કયારે ન હોય? તે ભવી હોય કે અભવી સંસારી મિથ્યાષ્ટિ હોય પર્યાયમાં છે પણ પર્યાયથી ભિન્ન શુદ્ધ જીવાસ્તિકાય તત્ત્વ જે છે નિર્વિકલ્પ તેને કર્મનો ઉદય હોતો નથી.
(શુભ જીવાસ્તિકાયને) શુભ પરિણતીનો અભાવ હોવાથી શુભ કર્મ નથી, શુભ કર્મનો અભાવ હોવાથી સંસાર સુખ નથી.” અહીં કહે છે શુભ પરિણતીનો અભાવ હોવાથી, અભાવ થવાથી નહીં. શુભ પરિણતીનો અનાદિ અનંત અભાવ છે. શુભભાવ જીવમાં થતો જ નથી. જેને એમ ભાસે છે કે મારામાં શુભભાવ થાય છે તેને શુદ્ધ જીવાસ્તિકાયનું લક્ષ પણ નથી આવતું અને તે પક્ષમાં પણ આવતો નથી. તેથી તે પક્ષાતિક્રાંત થતો નથી અર્થાત્ આત્માની અનુભૂતિથી ટ્યુત થઈ જાય છે. આ એકદમ મુદ્દાની વાત ચાલે છે.
મારામાં શુભભાવનો અભાવ છે. દયા-દાન, કરુણા, કોમળતાના ભાવો મારામાં નથી. ગુરુદેવ મારે આંગણે પધાર્યા અને હું તેમને હીરાથી વધાવું એવો જે શુભભાવ, એ શુભભાવની પરિણતીનો મારામાં ત્રણેકાળ અભાવ છે. શુભભાવ મારામાં થતા નથી તે બીજા સ્થાનમાં થાય છે. એનું સ્થાન જુદું છે અને મારું સ્થાન જુદું છે. મારા સ્થાનમાં શુભ પરિણતીનો ત્રણેકાળ અભાવ છે. શુભભાવનો અભાવ છે તેથી એક શુદ્ધાત્મા રહી ગયો. શુભ પરિણતીનો મારામાં અભાવ હોવાથી મારામાં શુભકર્મ નથી.
શુભકર્મનો અભાવ હોવાથી સંસાર સુખ નથી”, શુભકર્મનો અભાવ હોવાથી, શતાવેદનીય કર્મનો અભાવ હોવાથી મને સંસાર સુખ નથી. આ સાંસારિક સુખ જે છે તેની સત્તા ભિન્ન છે અને શુદ્ધ જીવાસ્તિકાયની સત્તા ભિન્ન છે. તે દ્રવ્યથી ભિન્ન, ક્ષેત્રથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૭ ભિન્ન, કાળથી ભિન્ન ને ભાવથી ભિન્ન છે. શુભભાવો મારી સત્તામાં નથી. આહા ! શુદ્ધ
જીવાસ્તિકાય તત્ત્વ છું ને! હું તો નિર્વિકલ્પ તત્ત્વ છું ને! હું તો શુદ્ધ તત્ત્વ છું ને! એ શુદ્ધ તત્ત્વમાં આ અશુદ્ધપણું ને અશુદ્ધતા કયાંથી આવે? અશકય છે. એ ભાવો બહાર છે, એનું સ્થાન ભિન્ન છે એના પ્રદેશ ભિન્ન છે અને મારા પ્રદેશ ભિન્ન છે.
આહા.... હા ! કર્મનો અભાવ હોવાથી સાંસારિક સુખ નથી. સાંસારિક સુખ છે ને એ મારામાં નથી. આહા ! આતો અજબ-ગજબની વાત છે. આ તો કોઈ આસન્ન ભવ્ય જીવ હોય તો જ તેને લક્ષમાં આવવા યોગ્ય છે. આહા ! દૂરભવી જીવ હોય તેને તો પર્યાય દષ્ટિનું જોર વર્તે છે. જ્યારે શુદ્ધાત્માની વાત ચાલતી હોય ત્યારે આવા જીવનું લક્ષ પર્યાય ઉપર ચાલ્યું જાય છે. તેને એમ થાય છે–પર્યાયમાં તો છે ને! દ્રવ્યમાં ન હોય તો કાંઈ નહીં! દ્રવ્યમાં નથી તો નથી એમ અમે સ્વીકાર કરીએ છીએ. નિશ્ચયનયે જોવામાં આવે તો દ્રવ્યમાં શુભભાવ નથી. વ્યવહારનયે હું સંસારી જીવ છું અને હું હજુ સિદ્ધ થયો નથી એટલે મારામાં શુભભાવ તો થાય છે... તે મારામાં જ થાય છે ને? તે દુનિયામાંથી ગયો. તે જડ થઈ ગયો... અર્થાત્ તેની બુદ્ધિ જડ થઈ ગઈ. તેને આત્મજ્ઞાન ઉદય થાય તેવા લક્ષણ પણ વર્તમાનમાં દેખાતા નથી. ભવિષ્યમાં થાય તો ભલે થાય.
શ્રોતા- આત્મામાં શુભભાવ થતો જ નથી, તેથી મને કર્મ બંધાતા નથી.
ઉત્તર:- હા, આત્મા શુભભાવને કરે તે સવાલ જ ઉઠતો નથી. મારામાં શુભભાવ થયો અને તેના નિમિત્તે કર્મ બંધાણા અને તે કર્મનો ઉદય આવ્યો અને સંસારી સુખ મને પ્રાપ્ત થયું એ વસ્તુના સ્વભાવમાં નથી. આહા! કેટલી ચોખવટ કરીને લખે છે.
આહા ! અનંતો ઉપકાર સંતાનો છે. તેઓ જંગલમાં રહીને અને આનંદનો અનુભવ કરતાં-કરતાં આવા શાસ્ત્રો આપણા માટે લખી ગયા છે. એ શાસ્ત્રમાં ગાથાએ ગાથાએ આપણું નામ લખેલું છે, તેને વાંચતા આવડતું નથી. એ નામ એવી શાહીથી લખાય કે અગ્નિની સામે તે અક્ષર દેખાય. તેમ અંતરમુખ થાય તો ખબર પડે કે મારા માટે લખેલું છે.
“સંસાર સુખનો અભાવ હોવાથી હર્ષ સ્થાનો નથી.” આહા! આ સંસાર સુખ મારામાં નથી. અરે ! હું સુખી પણ નથી અને દુ:ખી પણ નથી. હું તો સુખનું પૂર છું અને જ્ઞાનનો દરિયો છું. સાંસારિક સુખનો શુદ્ધ જીવાસ્તિકાયમાં અત્યારે અભાવ હોવાથી હર્ષ સ્થાનો નથી. આત્મામાં હર્ષના સ્થાનો નથી. આહા... હા! મને બહુ હર્ષ આવ્યો ! મને હર્ષ આવ્યો કે હર્ષ સંબંધીનું જ્ઞાન થયું ? કે જ્ઞાયક સંબંધેનું જ્ઞાન થયું ? હર્ષ સંબંધીનું જ્ઞાન થયું એ અજ્ઞાન છે. જ્ઞાયક સંબંધીનું જ્ઞાન થયું તે સમ્યજ્ઞાન છે. એ સમ્યજ્ઞાનની પણ અમને ઉપેક્ષા છે. જે ઉત્પાદુ ધ્રુવ પરમાત્માને પ્રસિદ્ધ કરે છે તે ઉત્પાદની પણ અમને ઉપેક્ષા છે. જે પર્યાય મને પ્રસિદ્ધ કરે છે તે પર્યાય પણ મારું સ્વરૂપ નથી. કેમકે એ બધા ભાવો નાશવાન છે, તેનાથી હું જુદો છું. હું એ ભાવોથી એકમેક થયો નથી. જો હું તેનાથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
પ્રવચન નં:- ૨ ગાથા-૩૯
એકમેક થાઉં તો એના નાશે મારો નાશ થઈ જાય, પરંતુ એમ તો બનતું નથી. શુદ્ધ જીવાસ્તિકાય શબ્દને બધામાં કૌંસમાં લીધો. કેમકે વાંચતા-વાંચતા ભૂલી જાય તેને યાદ કરાવે છે. શેમાં આ ભાવો નથી ! આ ભાવો શેમાં નથી ? તો કૌંસ કરવો પડયો,
–
“ વળી (શુદ્ધ જીવાસ્તિકાયને) અશુભ પરિણતીનો અભાવ અશુભ કર્મ નથી”, આહા! આ જે મિથ્યાત્વની-પાપની પરિણતી છે તેનો ભગવાન શુદ્ધ
જીવાસ્તિકાયમાં અભાવ છે. મિથ્યાત્વનો અભાવ છે અને ચારિત્રના હિંસાદિ પાપના પરિણામોનો પણ ભગવાન આત્મામાં ત્રણેકાળ અભાવ હોવાથી.. અશુભકર્મ નથી. તેને પાપકર્મની પ્રકૃતિ બંધાણી નથી અને પાપની પ્રકૃતિનો ઉદય પણ આવતો નથી. અશુભ કર્મનો અભાવ હોવાથી.., અશાતા વેદયનીય કર્મનો અભાવ હોવાથી મને દુ:ખ નથી. આગળની લીટીમાં સુખ નથી તેમ કહ્યું હતું અને અહીં દુઃખ નથી તેમ કહ્યું.
આહાહા ! ઘણાં કહે–અમને બહુ પ્રતિકૂળતા છે, અમારા જેવો કોઈ દુઃખી નથી. રહેવા દે.. રહેવા દે... ! બોલીશ માં ! આહા.. ભાઈ! કોઈને દેહની પ્રતિકૂળતા, કોઈને સંયોગની પ્રતિકૂળતા તેમ અનેક પ્રકારની બાહ્યમાં પ્રતિકૂળતા છે તે ખરેખર પ્રતિકૂળતા નથી.
બે મિત્રો હતા તે કરોડોપતિ હતા. બે મિત્રો પણ ભાઈ કરતાં વધારે પ્રેમ. એક દિવસ પણ ખાલી ન જાય કે તે બે મળ્યા ન હોય. તેમાં એક શેઠ બહુ ઉદાસીન થવા લાગ્યા, ઉદાસીન બહુ થઈ ગયા એટલે બીજા મિત્રને તે ખ્યાલ આવી ગયો. થોડા દિવસ તેણે નિરીક્ષણ કર્યું- કાંઈ બોલે નહીં. મિત્રના ચહેરા ઉપર બહુ ઉદાસીનતા લાગવા માંડી, જાણે તે બહુ દુ:ખી હોય તેમ લાગે. એક દિવસ, બે દિવસ આમ આઠ દિવસ ગયા... પંદર દિવસ પછી પૂછ્યું, ભાઈ ! મને એક વાત પૂછવાનું મન થાય છે, તમને જે હોય તે વાત કરજો ! ઘણાં દિવસથી તમે બહુ ઉદાસ છો અને તમે કાંઈ ચિંતામાં હો તેવું મને લાગે છે. મારા બેઠાં તમે દુ:ખી થાવ! તમે મને વાત કરો, હું તમારું દુ:ખ દૂર કરીશ. તેને તો એમ કે પાંચ-પચ્ચીસ લાખ રૂપિયા જોતા હશે !
પેલો મિત્ર કહે- વાત તો તમારી સાચી છે. મારા જેવો બીજો કોઈ દુ:ખી મને દેખાતો નથી.
બીજો મિત્ર- તમને શું દુઃખ છે તે તો વાત કરો !
પેલો મિત્ર− હું તને વાત કરું તો તું મારું દુઃખ ભાંગી નાખીશ ?
બીજો મિત્ર કહે- ચોક્કસ ભાંગીશ, હું જીવતો છું, હું કયાં મરી ગયો છું.
પેલો મિત્ર કહે- મારા જ્ઞાન અને દર્શનમાં મારો ભગવાન આત્મા મને જણાતો નથી અને દેખાતો નથી અને અનુભવમાં આવતો નથી તે મને મોટી પ્રતિકૂળતા છે. આ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૯ પ્રતિકૂળતા મને દુઃખનું કારણ છે.
તે કહે- હું બહુ દુઃખી છું. બીજો મિત્ર કહે- દુઃખનું કારણ તો કહો ! ? મિત્ર કહે– મારા જ્ઞાનની અંદર મારો ભગવાન આત્મા જાણવામાં આવતો નથી–જણાતો નથી, અનુભવમાં આવતો નથી એટલે મને બહુ પ્રતિકૂળતા છે, અને એ પ્રતિકૂળતાનું મને બહુ દુ:ખ વર્તે છે. - અજ્ઞાની અને જ્ઞાનની પ્રતિકૂળતાની વ્યાખ્યામાં મોટો ફેર છે. મારા જેવું કોઈ દુઃખી નથી. પણ તમારું દુઃખ શું છે તે તો કહો? મારા જ્ઞાનમાં મારા ભગવાન આત્માના દર્શન હજુ થતા નથી તેથી જ્ઞાનદર્શનને વિષયનો જે પ્રતિબંધ થયો છે તે દુઃખ છે. વિષય એટલે જ્ઞાયક આત્મા તે જ્ઞાનનો વિષય છે, અને તેનો પ્રતિબંધ એટલે આત્માનું જ્ઞાનમાં ન જણાવું, અનુભવમાં ન આવવું એ પ્રતિબંધ છે અને પ્રતિકૂળતા છે અને તે મને દુઃખ છે. એ પ્રતિકૂળતાનો સિદ્ધ ભગવાનને અભાવ હોવાથી તેઓ સુખી છે. આ વાત પંચાસ્તિકાય શાસ્ત્રમાં લખેલી છે હોં !
“અશુભ કર્મનો અભાવ હોવાથી દુઃખ નથી, દુ:ખનો અભાવ હોવાથી અહર્ષ સ્થાનો નથી.” આહા.. હા ! અહર્ષના એટલે શોકના સ્થાનો મારામાં નથી. મારામાં શોક થતો નથી શોક બહારમાં થાય છે. હર્ષ પણ બહારમાં થાય છે અને શોક પણ બહારમાં થાય છે. એ પણ ક્યાં સુધી થાય છે? જ્યાં સુધી હું સ્વરૂપમાં લીન નથી થતો ત્યાં સુધી થાય છે. પ્રથમ એનું જ્ઞાન થાય છે પછી તો તેનું જ્ઞાન પણ રહેતું નથી.
શ્લોક - ૧૫
(શાર્દૂનવિક્રીડિત) प्रीत्यप्रीतिविमुक्तशाश्वतपदे निःशेषतोऽन्तर्मुखनिर्भेदोदितशर्मनिर्मितवियतिम्बाकृतावात्मनि। चैतन्यामृतपूरपूर्णवपुषे प्रेक्षावतां गोचरे
बुद्धिं किं न करोषि वाञ्छसि सुखं त्वं संसृतेर्दुष्कृतेः।। ५५ ।। [શ્લોકાર્ચ- ] જે પ્રીતિ-અપ્રીતિ રહિત શાશ્વત પદ છે, જે નિઃશેષપણે અંતર્મુખ અને નિર્ભદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે, જે નભમંડળ સમાન આકૃતિવાળો (અર્થાત્ નિરાકાર-અરૂપી) છે, ચૈતન્યામૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે, જે વિચારવંત ડાહ્યા પુરુષોને ગોચર છે-એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી અને દુષ્કૃતરૂપ સંસારના સુખને કેમ વાંછે છે? ૫૫.
શ્લોક - ૨૫: ઉપર પ્રવચન “જે પ્રીતિ-અપ્રીતિ રહિત શાશ્વત પદ છે” પ્રીતિ એટલે રાગ અને અપ્રીતિ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩)
પ્રવચન નં:- ૨ ગાથા-૩૯ એટલે દ્વેષ તેનાથી રહિત છે. પ્રીતિ અને અપ્રીતિરૂપ ભાવો તો નાશવાન છે અને મારું પદ તો શાશ્વત, અવિનાશી છે. આહા... હા ! હું તો શાશ્વત છું. મારું પદ અવિનાશી છે. આ પ્રીતિ અને અપ્રીતિના ભાવો છે તે બધા નાશવાન છે. અને હું તો અવિનશ્વર છુંમારું પદ શાશ્વત છે.
જે નિ:શેષપણે અંતર્મુખ અને નિર્ભેદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે”, “નિઃ' એટલે કાંઈ પણ બાકી રાખ્યા સિવાય, વિશેષ એટલે બહારની કાંઈપણ ચીજ બાકી રાખ્યા સિવાય, બહારનું છોડીને અંતર્મુખ છે. અહીં અંતર્મુખ કહેતાં પર્યાયની વાત નથી. અહીં તો ત્રિકાળી દ્રવ્ય અંતર્મુખ છે અને પર્યાયને બહિર્મુખ-બહિર્તત્ત્વ કહ્યું છે. આત્મા અંતર્મુખ અને નિર્ભર છે. જેમાં ગુણ-ગુણીનો ભેદ પણ નથી તેવો નિર્ભદ. પર્યાયોનો તો આત્મામાં અભાવ છે. ગુણોનો સર્ભાવ છે. પરંતુ ગુણભેદનો અભાવ હોવાથી નિર્ભેદ છું.
શું કહ્યું? ફરીને. પર્યાયનો તો મારામાં અભાવ છે. તેની વાત તો હું કરતો નથી. પરંતુ મારામાં અનંતગુણો છે અને અનંત ગુણોના ભેદ પણ વિદ્યમાન છે. એ ભેદો વિદ્યમાન હોવા છતાં પણ મારું લક્ષ ભેદ ઉપર નથી. હું તો નિર્ભદ-અભેદ સામાન્ય આત્મા છું. અહીં ગુણભેદને કાઢયા. નિર્ભદમાંથી ગુણભેદને કાઢયા. નિર્ભદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો મારો આત્મા છે. આહા.. હા! હું સુખનો સાગર છું. નિર્ભદપણે હું સુખ.. સુખ અને સુખમય છું. હું સુખવાળો નથી.. સુખમય છું.
જે નભમંડળ સમાન આકૃતિવાળો (અર્થાત્ નિરાકાર-અરૂપી) છે”, નભમંડળ એટલે આકાશને નભ કહેવાય. એ નભમંડળ સાથે દષ્ટાંત આપીને એની સાથે સરખાવે છે. જેમ આકાશ અરૂપી છે તેમ આ આત્મા પણ નિરાકાર-અરૂપી છે. જેમ આકાશ અરૂપી છે તેમ આત્મા પણ આકૃતિ વગરનો નિરાકાર-અરૂપી છે. આહા... હા! પુદ્ગલની આકૃતિ છે તે તો જડની-મૂર્તિકની આકૃતિ છે, તે આકૃતિ મારામાં નથી. ત્યારે હું કોના જેવો અરૂપી છું? જેમ આકાશ અરૂપી છે તેના જેવો હું અરૂપી છું.
ચૈતન્યામૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે”, આહા ! જ્ઞાન અને દર્શન એવું ચૈતન્ય પૂર તેના પ્રવાહથી ભરેલો તેના પ્રવાહથી સભર ભગવાન આત્મા હું છું. આત્મા ચૈતન્યરૂપી અમૃત સરોવર છે. આ શુભભાવ ઝેર છે-તે ઝેરનું ઝાડ છે. તે ઝેરથી હું શૂન્ય છું-ખાલી છું. તો હું શેનાથી ભરેલો છું? ચૈતન્ય અમૃતના પૂરથી ભરેલો છે. આત્મા ખાલીખમ નથી. તે ઝેરથી ખાલી છે પણ ચૈતન્યરસથી ભરેલો ભગવાન આત્મા છે.
જેમ ઘડો ઘી થી ભરેલો હોય તેમ આ કાશીઘાટનો ઘડો છે. દેહાકારપણે રહેલો તે દેહથી ભિન્ન છે. આત્માને દેહનો આકાર નથી. ધ્યાન કરતી વખતે આ હું દેહ પ્રમાણ છું એમ ધ્યાન કરે ને! તો કહે છે એમ નથી. આ દેહનો આકાર તે જડની વ્યંજનપર્યાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧
શુદ્ધ અંત:તત્ત્વ અને અંદર દેહના નિમિત્તે આત્માનો આકાર જે થાય તે પણ વ્યંજનપર્યાય છે. એ વિભાવ વ્યંજનપર્યાયથી તો રહિત પરંતુ સ્વભાવ વ્યંજન પર્યાયથી પણ રહિત તેવું અનિર્દિષ્ટ મારું સંસ્થાન છે. જેમાં કોઈનો આકાર કે કાંઈ છે નહીં એવો નિરાકાર અરૂપી છે.
“જે વિચારવંત ડાહ્યા પુરુષોને ગોચર છે-એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી અને દુષ્કૃતરૂપ સંસારના સુખને કેમ વાંછે છે.” આહા ! ડાહ્યા એટલે વિચિક્ષણ પુરુષો, વિચારવંત એટલે અનુભવીઓ. પોતે અનુભવી છે તેથી પોતે પોતાથી લખે છે. વિચારવંત એટલે જ્ઞાનવંત છે, જેને સમ્યજ્ઞાન પ્રગટ થયું છે તેવા વિચાર એટલે અહીં માનસિક વિચાર ન લેવો. વિચારનો અર્થ અતીન્દ્રિયજ્ઞાન લેવું. વિચારવંત એટલે ડાહ્યા વિચિક્ષણ અનુભવી પુરુષોને એટલે આત્માઓને. પુરુષ એટલે સ્ત્રી-પુરુષ તેમ ન લેવું. આત્માને પુરુષ કેમ કહ્યું? આત્મામાં એક વીર્ય નામનો ગુણ છે તે ત્રિકાળી વીર્ય નામના ગુણની અપેક્ષાએ આત્માને પુરુષ કહેવાય. જ્ઞાનની અપેક્ષાએ આત્માને જ્ઞાની કહેવાય.
ડાહ્યા પુરુષોને ગોચર છે. અનુભવીને આવો શુદ્ધ ભગવાન આત્મા-શુદ્ધ જીવાસ્તિકાય આત્મા દૃષ્ટિમાં આવે છે. અમને તો આવો આત્મા દૃષ્ટિમાં આવી ગયો છે. ડાહ્યા પુરુષોને આવો આત્મા અનુભવમાં આવે છે. એવા આત્માની તું કેમ રુચિ કરતો નથી, અને પરમાં કેમ રુચિ કરી રહ્યો છો? હવે તો તારો કાળ પાકી ગયો છે. કેમકે તારી સામે નિયમસાર શાસ્ત્ર છે અને તારી સામે શુદ્ધભાવ અધિકાર છે, અને તને બે આચાર્યો બોધ આપે છે. તારો કાળ પાકી ગયો છે હવે તું આત્માની રુચિ કેમ કરતો નથી? અરે ! ભૂંડા ! હવે તો રુચિ કર ! અત્યાર સુધી તે રુચિ ન કરી તો તે ક્ષમ્ય છે, જા તને માફ છે. પણ હવે માફ નહીં થાય. હવે તું આત્મામાં રુચિ નહીં કરે તો ક્ષમા નહીં મળે. કેમકે “સબ અવસર આ ચૂકા હૈ.” અત્યારે ચોથો કાળ વર્તે છે. પૂ. ગુરુદેવે વ્યાખ્યાનમાં કહ્યું ને... અમૃતના વરસાદ વરસે છે.
તને આવો યોગ મળ્યો, સંજ્ઞી પંચેન્દ્રિયપણું મળ્યું, તને જૈનધર્મ મળ્યો, સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા અને વિચાર કરવાની શક્તિ મળી. ય શું અને ઉપાદેય શું તેવું વિચારવા માનસિકજ્ઞાન મળ્યું. એ માનસિક જ્ઞાન દ્વારા નિર્ણય કરીને આત્માનો અનુભવ થઈ શકે એવી તારામાં શક્તિ છે. એ અનુમાનને છોડીને આત્માનો સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ થાય એવો કાળ પાકી ગયો છે. ભગવાન મહાવીરનો જીવ સિંહના ભવમાં હતો અને સમ્યગ્દર્શન થવાનો તેનો કાળ પાકયો હતો તો તેને ઉપદેશ આપવા માટે ચારણ ઋદ્ધિધારી મુનિઓ આવ્યા. ઉપાદાન જ્યારે તૈયાર થાય છે ત્યારે નિમિત્તને મેળવવું પડતું નથી, તેને નિમિત્ત મળી જાય છે. નિમિત્ત મળવા છતાં નિમિત્તથી હું ભિન્ન છું. અરે ! નિમિત્તના લક્ષથી થતાં ભાવો તેનાથી પણ મારો આત્મા ભિન્ન છે. નિમિત્ત મળો તો મળો!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૨ ગાથા-૩૯ કહે છે-નિમિત્તનું લક્ષ કરવાથી દુર્ગતિ થાય છે. નિમિત્તનું લક્ષ કરવા માટે મારો જન્મ થયો નથી. મારો જન્મ તો ઉપાદાનનું લક્ષ કરવા માટે થયો છે. આહા ! નિમિત્તનું લક્ષ કરતાં તો દુર્ગતિ થાય છે... એમ ગુરુએ કહ્યું ને!? એતો ગુરુ જ કહને! જ્ઞાની કહે બીજું કોણ કહે! અષ્ટપાહુડમાં આવે છે-“ ધ્વાનો મારૂં” અરે...! સાક્ષાત તીર્થકર ભગવાનની સામે જઈશ તો તારી પરિણતી માઠી થશે. તારી ચૈતન્ય પરિણતી હણાય જશે, તને હિંસા થશે, કેમકે પરના લક્ષે રાગની ઉત્પત્તિ થઈ તેને ભગવાન નિશ્ચયથી હિંસાના પરિણામ કહે છે.
આચાર્યદવ કહે છે-આવા આત્માને અમે તને હથેળીમાં બતાવીએ છીએ કે તારો આત્મા આવી છે. આવા આત્માને તું કેમ લક્ષમાં લેતો નથી ? દેષ્ટિમાં કેમ લેતો નથી? એકવાર તો દૃષ્ટિમાં લે ! આહાહા...! આવા આત્માની તું કેમ રુચિ કરતો નથી ? આહા ! અમને આશ્ચર્ય થાય છે. તને આવો યોગ મળ્યો અને તેને સમજાવનારા ભાવલિંગી સંત મળ્યા, તેઓ સ્વર્ગમાંથી ભારતમાં નીચે આવીને તને બોધ આપે છે. આ બોધ કોનો છે? આહા.... હા ! આચાર્ય ભગવાન બોધ આપે છે ને! અમે સ્વર્ગમાંથી ઉતરીને તને આ બોધ આપીએ છીએ કે–તારો આત્મા જે શુદ્ધ જીવાસ્તિકાય તત્ત્વ છે તે અનાદિ-અનંત શુદ્ધ છે. આત્મા નિત્ય શુદ્ધ છે. તે એક સમય માટે પણ અશુદ્ધ થયો નથી.
આત્મા કથંચિત્ અશુદ્ધ છે તેમ આવે છે ને? એલા..! કથંચિન્ને વળગમાં, કારણ કે તે મેલડીનો વળગાડ છે, તેમાં તું મરી જઈશ. આત્મા કથંચિત્ શુદ્ધ છે એમ જો તું કહીશ તો કથંચિત્ અશુદ્ધ છે એવા જ્ઞાનના પક્ષમાં અર્થાત્ વ્યવહારના પક્ષમાં આવી ગયો. અરે ! સર્વથા શુદ્ધ છે તેમ એકવાર તો હા પાડ! એકવાર તો હા પાડ કે સર્વથા શુદ્ધ છું. કથંચિત્ શુદ્ધ તે મારું સ્વરૂપ નથી. કથંચિત્ કયાં લાગુ પડે ? શુદ્ધાત્મામાં કયાંથી લાગુ પડે !
આહા ! જે શુદ્ધ હોય તે ત્રણેય કાળ શુદ્ધ હોય. જે શુદ્ધ હોય તે કોઈ સમયે અશુદ્ધ હોય તેમ ત્રણકાળમાં બની શકતું નથી. “એક સમય તે સૌ સમય.” શુદ્ધાત્મા જે શુદ્ધ જીવાસ્તિકાય તત્ત્વ છે તે તો ત્રણેકાળ શુદ્ધ... શુદ્ધ ને શુદ્ધ જ છે. અત્યારે પર્યાયને યાદ કરીશ નહીં. આહા... હા ! રામ બોલો ભાઈ રામ અત્યારે ન હોય. અત્યારે મોક્ષના મંડપ રોપાણા છે.
અરે ! કુંદકુંદભગવાન સમયસારની પહેલી ગાથા લખતાં કહે છે-અમે અમારા આત્મામાં સિદ્ધને સ્થાપીને આ સમયસારની રચના કરીએ છીએ. અને હું શ્રોતાઓ ! તમારા આત્મામાં પણ અમે અત્યારે સિદ્ધની સ્થાપ્ના કરીએ છીએ. તેથી હું સિદ્ધ છું એમ સ્થાપના કરીને તું સાંભળજે, તો તું સિદ્ધ થયા વિના રહીશ નહીં. કોલ કરારથી કહીએ છીએ અને અમારા આશીર્વાદ તને સાથે આપીએ છીએ. હું પામર છું, હું સંસારી છું, હું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૩૩
મિથ્યાર્દષ્ટિ છું, મારામાં રાગ થાય છે, મારામાં દુઃખ થાય છે એ હવે ભૂલી જા ! રાગ થાય છે બીજે અને માને છે જીવમાં થાય છે તે અજ્ઞાન છે. રાગ-દ્વેષ-મોહ થાય છે બીજામાં અને સ્થાપે છે પોતામાં તેનો સંસારથી આરો કેદ આવશે ! આહા! તેનો આરો આવવો મુશ્કેલ છે. રાગ-દ્વેષ-મોહ બીજામાં થાય છે. મારામાં નહીં હોં! હવે મારામાં સ્થાપ નહીં. ખતવણી કરવામાં ભૂલ કર નહીં. ખતવણી ફેરે મોટો ફેર પડશે.
એવા આત્માની તું રુચિ કેમ કરતો નથી ? ‘તું ’ ‘તું ’ કેમ રુચિ કરતો નથી તેમ કહે છે. તારા આત્મામાં રુચિ કરી લેને ! જે આત્મા ડાહ્યા પુરુષોને ગોચર છે. અમારો આત્મા અમને અનુભવમાં આવી ગયો છે. અમે અનુભવીને કહીએ છીએ કે અમારો આત્મા શુદ્ધ છે. અમે તમારા આત્માને પણ શુદ્ધરૂપે જાણીએ છીએ. તમારો આત્મા અશુદ્ધ છે એમ અમારા જ્ઞાન અને શ્રદ્ધાનમાં આવતું નથી. કેમકે અશુદ્ધને જાણનારી વ્યવહારનયનો અમારામાં અભાવ છે.
હું કઈ નયથી જાણું કે તું અશુદ્ધ છો ! એ નય અમારી પાસે નથી. આ ઊંચા પ્રકારની વાત છે. આહા ! આ આત્માનું રુપ કેવું રમણીય છે. આહા... હા ! રમવાનું કોઈ સ્થાન હોય તો એક શુદ્ધાત્મારામ જ છે. એ રમણીય હોવાથી તે રમવા જેવું છે, બીજે રમવા જેવું નથી. આવા આત્મામાં તું કેમ રુચિ કરતો નથી ?
66
અને દુષ્કૃતરૂપ સંસારના સુખને કેમ વાંછે છે ? ” શુભભાવ તે દુષ્કૃત છે. અહીંયા અશુભ ભાવની તો વાત જ નથી. કેમકે તેને છેડે અશુભ લખ્યું છે. દુષ્કૃત એટલે અશુભભાવ તેવો અર્થ નથી. દુષ્કૃત એટલે શુભભાવ તે સંસારસુખને કેમ વાંછે છે? સાંસારિક સુખની તને હજી કેમ વાંછા રહે છે ? એ આશા અને તૃષ્ણા તારી કેમ મટતી નથી ? તું શુદ્ધાત્માની રુચિ કેમ કરતો નથી ? કાળ પાકી ગયો છે અને લક્ષ્મી ચાંદલો કરવા આવે અને તું હવે મોઢું ફેરવમાં. આ મોટા ઘરના કહેણ આવ્યા છે તેને ના પાડીશ નહીં હોં!
જૂનાગઢનો રાજા રા'માંડળિક ગાદી ઉપર બેસે છે. રિવાજ મુજબ ચારણની કુંવારી દીકરી રાજાને ચાંદલો કરવા આવે છે. ચારણની દીકરી પુત્રી છે અને રાજા પિતા છે. તે જ્યારે પિતાને અર્થાત્ રાજાને ચાંદલો કરવા જાય છે ત્યારે રાજા આમ મોંઢુ ફેરવે છે. રાજા ચાંદલો કરવા દેતો નથી. કેમકે ચાંદલો કરે તો તે દીકરી થઈ જાય તો તેનો ભાવ ફરી જાય. ચાંદલો કરવા ધે તો કામવાસનાનો ભાવ ટળી જાય. દીકરી ગઈ તેની મા પાસે અને તે માતાને વાત કરે છે. માતાજી રા 'માંડળિકને હું ચાંદલો કરવા ગઈ તો ‘રા’ એ મોંઢુ ફેરવ્યું. માતા કહે–રા 'માંડળિકનો દિ' ફરી ગયો છે. તેની દૃષ્ટિમાં વિકાર આવી ગયો છે તેથી તે ગાદી ઉ૫૨ ટકશે નહીં. અને ખરેખર એમ જ થયું.
તેમ અહીંયા કહે છે–અત્યારે આ કાળ આવ્યો છે. મારામાં રાગ નથી, મારામાં દ્વેષ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
પ્રવચન નં:- ૨ ગાથા-૩૯ નથી, મારામાં સુખ-દુઃખ નથી તેવો હું શુદ્ધ જીવાસ્તિકાય તત્ત્વ છે. આવા શુદ્ધાત્માની રુચિ કેમ કરતો નથી ? અને આ કરુણા, કોમળતા, દયા-દાન-ઉપવાસના પરિણામ તેવો શુભભાવ કે જે સાંસારિક સુખનું કારણ છે તેવા પુણ્યને અને પુણ્યના ફળને તું કેમ વાંછી રહ્યો છે. હવે તને આ શોભતું નથી. હવે આવો અપૂર્વ કાળ આવ્યો અને તું સાંસારિક સુખને ઇચ્છે છે? છોડ એ સાંસારિક સુખની દૃષ્ટિને અને શુદ્ધાત્માનું લક્ષ કર. હવે આત્માની રુચિ કર. એક સમયની કમાઈ અનંતકાળ સુધી ખાઈશે. એક સમયનો અનુભવ અને તેના ફળમાં સાદિ અનંતકાળ આનંદનું વેદન. એ પણ વ્યવહારનયે તને વેદન આવશે, નિશ્ચયનયે તો આનંદનું વેદન આવતું નથી.
આવા આત્માની તું કેમ રુચિ કરતો નથી ? દુષ્કૃત એટલે શુભભાવ હોં ! અશુભભાવની વાત નથી. સાંસારિક સુખનું નિમિત્તે શુભભાવ છે.. અને એ શુભભાવ દુષ્કૃત્ય છે. બીજાની સેવાનો ભાવ છે તે દુષ્કૃત્ય છે. એ તારું કર્તવ્ય નથી માટે તેને શ્રદ્ધામાંથી છોડી દે! શ્રદ્ધામાંથી છોડ્યા પછી ચારિત્રની નબળાઈમાં આવી જાય તો કરણી જુદી અને શ્રદ્ધા જુદી છે.
આપણા ઉપર એક આરોપ હતો કે તમારી કથની કાંઈ અને કરણી કાંઈ છે. ત્યારે ગુરુદેવે તેનો જવાબ જડબાતોડ આપ્યો. શું જવાબ આપ્યો? બે ગુણ જુદા છે તેની જગતને ખબર નથી. એક ગુણ શુદ્ધ થઈ જાય છે અને બીજો ગુણ આંશિક શુદ્ધ થાય છે તે ચારિત્ર ગુણમાં અશુદ્ધતા ઘણી રહી જાય છે. એ બધા ચાળા ચારિત્રગુણના છે. તે ચાળા મારા નથી. મારા જ્ઞાનનું તે વ્યવહાર જ્ઞય છે, પરંતુ તે કર્તાનું કર્મ થઈ શકતું નથી. આહા ! આવો સુંદર જવાબ આપ્યો હતો.
આ પૈસાથી કાંઈ લાભ ન થાય, બિલકુલ સુખ થાય નહીં અને રોજ દુકાન ખોલે અને પાછો કમાવાનો લોભ રહે. અરે ! અરે ! શ્રદ્ધામાંથી તો લોભનું સ્વામિત્વ છૂટી ગયું છે. પરંતુ ચારિત્રનો લોભ હજુ જીવાતો નથી. એટલે શ્રીમદ્ રાજચંદ્રજીને પણ દુકાને આવવું પડતું હતું. તેઓ જાણતાં હતાં કે-ચારિત્રનો દોષ છે. શ્રદ્ધાનો ગુણ શુદ્ધ થયો હતો પરંતુ ચારિત્રગુણની શુદ્ધિ કરવાની તાકાત-બળ હજુ આવ્યું ન હતું. તેથી ભાવના ભાવે છે કે
અપૂર્વ અવસર એવો કયારે આવશે.” તેમણે ભાવના ભાવી પરંતુ ચારિત્રના એ પ્રકારના રાગને જીતી શકતો નથી. તેમને નબળાઈનું પણ જ્ઞાન વર્તે છે અને સબળાનું પણ જ્ઞાન વર્તે છે. કેવા સ્વભાવમાં કેમ ઠરવાથી રાગનો અભાવ થશે તેનું જ્ઞાન પણ તેને વર્તે છે. છતાં ઠરી શકાતું નથી. તેથી અજ્ઞાનીને એમ લાગે છે કે કરણી ભિન્ન અને કથન પદ્ધતિ ભિન્ન છે, બાકી ખરેખર એમ છે નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫
શુદ્ધ અંત:તત્ત્વ
ગાથા - ૪૦ णो ठिदिबंधट्ठाणा पयडिट्ठाणा पदेसठाणा वा।
णो अणुभागट्ठाणा जीवस्स ण उदयठाणा वा।। ४०।। न स्थितिबंधस्थानानि प्रकृतिस्थानानि प्रदेशस्थानानि वा। नानुभागस्थानानि जीवस्य नोदयस्थानानि वा।। ४०।। अत्र प्रकृतिस्थित्यनुभागप्रदेशबन्धोदयस्थाननिचयो जीवस्य न समस्तीत्युक्तम्।
नित्यनिरुपरागस्वरूपस्य निरंजननिजपरमात्मतत्त्वस्य न खलु जघन्यमध्यमोत्कृष्टद्रव्य कर्मस्थितिबंधस्थानानि। ज्ञानावरणाद्यष्टविधकर्मणां तत्तद्योग्यपुद्गलद्रव्यस्वाकार: प्रकृतिबन्धः, तस्य स्थानानि न भवन्ति। अशुद्धान्तस्तत्त्वकर्मपुद्गलयो: परस्परप्रदेशानुप्रवेश: प्रदेशबन्धः, अस्य बंधस्य स्थानानि वा न भवन्ति। शुभाशुभकर्मणां निर्जरासमये सुखदुःखफलप्रदानशक्तियुक्तो ह्यनुभागबन्धः, अस्य स्थानानां वा न चावकाशः। न च द्रव्यभावकर्मोदयस्थानानामप्यवकाशोऽस्ति इति।
સ્થિતિબંધસ્થાનો, પ્રકૃતિસ્થાન, પ્રદેશનાં સ્થાનો નહીં,
અનુભાગનાં નહિ સ્થાન જીવને, ઉદયનાં સ્થાનો નહીં. ૪૦ અન્વયાર્થ:- [ નીવસ્ય] જીવને [ ન સ્થિતિવંધસ્થાનાનિ] સ્થિતિબંધસ્થાનો નથી, [પ્રકૃતિસ્થાનાનિ] પ્રકૃતિસ્થાનો નથી, [pદ્દેશસ્થાનાનિ વા] પ્રદેશસ્થાનો નથી, [ન અનુમા સ્થાનાન] અનુભાગસ્થાનો નથી [ વા] કે [ ૩યસ્થાનાન] ઉદયસ્થાનો નથી.
ટીકા:- અહીં (આ ગાથામાં) પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધનાં સ્થાનોનો તથા ઉદયનાં સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યું છે.
સદા *નિ પરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન ( નિર્દોષ) નિજ પરમાત્મતત્ત્વને ખરેખર દ્રવ્યકર્મના જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધનાં સ્થાનો નથી. જ્ઞાનાવરણાદિ અષ્ટવિધ કર્મોમાંના તે તે કર્મને યોગ્ય એવો જે પુગલદ્રવ્યનો
સ્વ-આકાર તે પ્રકૃતિબંધ છે; તેના સ્થાનો (નિરંજન નિજ પરમાત્મતત્વને ) નથી. અશુદ્ધ અંત:તત્વના (-અશુદ્ધ આત્માના) અને કર્મયુગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશબંધ છે; આ બંધનાં સ્થાનો પણ (નિરંજન નિજ પરમાત્મતત્વને) નથી. શુભાશુભ કર્મની નિર્જરાના સમયે સુખદુઃખરૂપ ફળ દેવાની * નિમ્પરાગ = ઉપરાગ વિનાનું. [ ઉપરાગ = કોઈ પદાર્થમાં, અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ; ઔપાધિક ભાવ; વિકાર; મલિનતા.1
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૩૬
પ્રવચન નં:- ૩ ગાથા-૪૦ શક્તિવાળો તે અનુભાગબંધ છે; આનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ ૫૨માત્મતત્ત્વને વિષે ) નથી. વળી દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ઉદ્દેયનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ ૫૨માત્મતત્ત્વને વિષે ) નથી.
તા. ૧૫/૫/ ’૭૯
પ્રવચન નં:- ૩ સ્થળઃ- મુંબઈ-ઝવેરીબજાર મંદિર
ગાથા ૪૦ : ઉ૫૨ પ્રવચન
-
દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં આ એક નિયમસાર નામનું શાસ્ત્ર છે. તેના મૂળ કર્તા કુંદકુંદાચાર્ય ભગવાન છે અને ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ છે. તેનો શુદ્ધભાવ અધિકાર ચાલે છે.
ભગવાન આત્મા ત્રણેયકાળ શુદ્ધ છે તે વાત તેણે એક સમયમાત્ર સ્વીકારી નથી.. તેનું લક્ષ કર્યું નથી. હું શુદ્ધ છું એમ લઈને ખરેખર તે અનુમાન જ્ઞાનમાં અર્થાત્ આત્માના પક્ષમાં પણ આવ્યો નથી.
અહીં આચાર્યદેવ સમજાવે છે કે–તારો આત્મા શુદ્ધ છે. કેમકે મારો આત્મા શુદ્ધ છે એમ મને અનુભવ થયો છે. જો મારો આત્મા સ્વભાવે શુદ્ધ છે તો બધા આત્મા પણ શુદ્ધ હોય. કોઈ જીવ અશુદ્ધ નથી અને કદી અશુદ્ધ પણ હતો નહીં અને ભવિષ્યકાળમાં કોઈ દિવસ અશુદ્ધ થવાનો નથી. એવો આ સમ્યગ્દર્શનના વિષયનો અધિકાર છે. એટલે કે જેને ધર્મ કરવો હોય તેને આવો શુદ્ધાત્મા સમજવો પડશે. જ્યારે સમજશે ત્યારે તેને ધર્મ થશે. આ ગાથામાં જીવનું સાચું સ્વરૂપ શું છે તે સમજાવે છે. અજ્ઞાની આત્માને આવા શુદ્ધાત્માનો અનુભવ થયો નથી. અનંતકાળ વીત્યો તેણે કામ, ભોગ, બંધનની કથા સાંભળી છે, પણ તેણે શુદ્ધાત્માની વાર્તા રુચિપૂર્વક-પ્રીતિપૂર્વક દી સાંભળી નથી.
“ અહીં ( આ ગાથામાં ) પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધના સ્થાનો તથા ઉદયનાં સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યું છે.”
આ ૪૦ નંબરની ગાથામાં પ્રકૃતિબંધ અને એક સ્થિતિબંધની એટલે કર્મની વાત છે. જડકર્મ આઠ પ્રકારના છે. સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ, પ્રકૃતિબંધ એ ચાર પ્રકારના બંધ છે. એ આઠ પ્રકારના કર્મો છે તેનો જીવની પર્યાયની સાથે સંબંધબંધ થાય છે, પરંતુ જીવની સાથે નહીં.
શું કહ્યું ? શુદ્ધાત્માની સાથે ભૂતકાળમાં કર્મનો બંધ થયો નથી વર્તમાનકાળમાં શુદ્ધાત્મા કર્મથી બંધાણો નથી; કેમકે આત્માનો સ્વભાવ અબદ્ધ છે તેથી તે કર્મથી બંધાતો નથી. ત્યારે બંધ થયો છે... તો કોની સાથે થયો છે? આ ચાર પ્રકારનો બંધ કોની સાથે થયો છે? તે બંધ અશુદ્ધ અંત:તત્ત્વ સાથે થયો છે પરંતુ મારી સાથે તેનો બંધ થયો નથી.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭
શુદ્ધ અંત:તત્ત્વ
અહીં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધના સ્થાનો ચાર કહ્યાં. હવે આગળ જે વાત કરે છે તે તેના કરતાં વધારે માર્મિક છે. “તથા ઉદયના સ્થાનોનો સમૂહ જીવને નથી. કર્મનો ઉદય આત્મામાં થતો નથી. કર્મનો ઉદય આત્મામાં ન થાય. કર્મનો ઉદય એટલે ઉત્પત્તિ કર્મમાં થાય છે. જડની વ્યક્તિ-અવસ્થા જડમાં થાય છે. ભાવકર્મનો ઉદય પણ આત્મામાં થતો નથી તેમ કહેશે. ભાવકર્મ આત્મામાં થાય તેવો અવકાશ નથી. ભાવકર્મના સ્થાનો આત્મામાં નથી. ટીકાની છેલ્લી લીટીમાં એ વાત કરશે.
આ ઉદયના સ્થાનોનો સમૂહ જીવને નથી. આ રીતે જે પાંચ પ્રકાર કહ્યા તે જીવને નથી. એટલે કે મને નથી. કર્મનો બંધ મને નથી અને કર્મનો ઉદય મને થતો નથી તેમ કહ્યું. આ અન્વયાર્થની વાત સંક્ષેપમાં કહી હવે તેનો વિસ્તાર કહે છે.
સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે” જે સદાય એટલે હંમેશને માટે-ત્રણેયકાળ નિરુપરાગ જેનું સ્વરૂપ છે. મારા આત્માનું સ્વરૂપ નામ સ્વભાવ એવો છે કે-હું ત્રણેયકાળ રાગ રહિત છું. નિરુપરાગનો નીચે અર્થ કર્યો છે-“ઉપરાગ વિનાનું”. ઉપરાગ વિનાનું એટલે રાગ વિનાનો છે. રાગનું સમીપપણું મને નથી. હું રાગની સમીપમાં નથી. અને રાગ મારી સમીપમાં નથી.
ઉપરાગ એટલે કોઈ પદાર્થમાં અન્યઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ”, ઔપાધિકભાવ, મલિનતા તે ભગવાન આત્મામાં નથી. ભગવાન આત્મા રાગ રહિત અને મલિનતા રહિત છે. આત્મા રાગ રહિત થાય છે તે વ્યવહારનયનું કથન છે. અને આત્મા ઉપરાગ રહિત છે તે કથન નિશ્ચયનયનું છે. આત્મા રાગ રહિત થયો અને મારે રાગ રહિત થવું છે તે વાત તેને ગમે છે. પણ હું રાગ રહિત છું એ વાત તેને સાંભળવી ગમતી પણ નથી. જે દિવસે એ વાત એને ગમશે તે દિવસે એ સાક્ષાત રાગ રહિત થઈને વીતરાગ પરમાત્મા થઈ જશે.
મારે દુ:ખથી રહિત થવું છે. તેથી હે પ્રભુ! દુઃખથી રહિત થવાનો ઉપાય મને બતાવો. ત્યારે જ્ઞાની ધર્માત્મા તેને દુઃખના નાશનો ઉપાય બતાવતાં કહે છે કે તારામાં ત્રણે કાળ દુઃખનો અભાવ છે. આ દુ:ખના નાશનો ઉપાય છે. દુઃખના નાશનો ઉપાય શું? કહેતું તો ત્રણેકાળ દુઃખથી રહિત છો. રાગ અને રાગના ફળથી રહિત છો. કર્મચેતના અને કર્મફળચેતના ભગવાન આત્મામાં નથી. કેમકે તે સદા નિરુપરાગ છે. સદા ઉપરાગથી રહિત છે.
ભગવાન આત્મા અત્યારે અંતરમાં બિરાજમાન છે. દેહનો સંયોગ છે ત્યારે, આઠ કર્મનો સંયોગ છે ત્યારે; અને પરિણામમાં પર સન્મુખતાવાળો ભાવકર્મ થાય છે ત્યારે ભગવાન આત્મા નિરુપરાગ છે. પરિણામમાં ભાવકર્મ થાય છે ત્યારે દ્રવ્યમાં ભાવકર્મ થતો નથી. ભાવકર્મ જીવમાં થતો નથી, ભાવકર્મ આસ્રવમાં થાય છે. ભાવકર્મ આસ્રવનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૩૮
પ્રવચન નં:- ૩ ગાથા-૪૦ લક્ષણ છે, ભાવકર્મ જીવનું લક્ષણ નથી. ઔદિયક ભાવ તે વિકારી પરિણામનું લક્ષણ છે અને ભગવાન આત્મા તો નિત્ય શુદ્ધ પરમપારિણામિકભાવે બિરાજમાન છે. એ એનું લક્ષણ નથી પરંતુ મારું લક્ષણ છે. આત્માનું લક્ષણ છે એમ નહીં પણ તે મારું લક્ષણ છે. આહા... હા ! એક એક લીટીમાં અમૃતના ઢગલા ભર્યા છે. આ શાસ્ત્ર વાંચવા માટે નથી પરંતુ આ શાસ્ત્ર તો ઘોળી–ઘોળીને ઘૂંટડા ભરી ભરીને પીવા જેવું છે. ભાઈ ! પડકાર કરે છે હો ! તેમને અંતરથી ઉલ્લાસ આવે છે. જગતને એમ લાગે કે તેમને બોલતા આવડતું નથી. અરે ! ભાષાનો બોલનારો આત્મા નથી સાંભળતો ખરા !
66
સદા નિરુપ૨ાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન (નિર્દોષ ) નિજ ૫૨માત્મ તત્ત્વને ખરેખર દ્રવ્યકર્મના જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધનાં સ્થાનો નથી.”
સદા નિરુપરાગ છે એટલે આત્મા હંમેશાં-ત્રણેકાળ રાગરહિત છે એવું જેનું સ્વરૂપ છે. જેનું એટલે મારું, જેનું એટલે કોનું ? આત્માનું નહીં પરંતુ મારું તેમ લેવું. કેમકે હું તો શુદ્ધાત્મા છું, હું તો ત્રણેકાળ રાગથી રહિત છું.
નિરંજન એટલે અંજન-દોષ રહિત છે. અંજન એટલે રાગની કાળપનો મેલ આત્મામાં નથી. ભગવાન આત્મા દોષ રહિત નિર્દોષ છે.. તેવા નિજ પરમાત્મતત્ત્વને ઉપાધિરૂપ કોઈ સ્થાનો નથી. ભગવાન આત્મા માટે કેટલા વિશેષણો કહ્યાં. ૫રમાત્માને નહીં પરંતુ નિજ પરમાત્મતત્ત્વને તેમ કહ્યું. અહીં નિજ ૫૨માત્માની વાત ચાલે છે. પેલા પરમાત્મા તેના ઘરે રહ્યા. પેલા સિદ્ધ પરમાત્મા તેને ઘરે રહ્યા. અરિહંત પરમાત્મા પણ તેને ઘરે રહ્યાં. હું તો નિજ પરમાત્મા છું.
આ નિજ ૫૨માત્મા કેવો છે ? સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ ૫રમાત્મતત્ત્વને-આ એકવચન કહ્યું. નવતત્ત્વોને તે બહુવચન કહેવાય, જ્યારે જીવતત્ત્વ તે એકવચન કહેવાય. એવા નિજ ૫૨મઉત્કૃષ્ટ આત્મતત્ત્વને, તત્ત્વને એટલે સ્વભાવને ખરેખર કર્મોની ઉપાધિ નથી.
નિશ્ચયથી એટલે સાચી દૃષ્ટિથી જોવામાં આવે તો..., સાચો વિચાર કરવામાં આવે તો, અને ખોટો વિચાર છોડવામાં આવે તો, સાચું જ્ઞાન કરવામાં આવે તો ખરેખર દ્રવ્યકર્મના, જડકર્મના જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્થાનો નથી. જઘન્ય કર્મની સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર ક્રોડાક્રોડી સાગરની સ્થિતિ છે. જડકર્મની ઘટીને અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સીત્તેર ક્રોડાક્રોડી સાગરની છે. વચ્ચેની સ્થિતિને મધ્યમ સ્થિતિ કહેવામાં આવે છે. એ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્થાનો આત્મામાં નથી.
સીત્તેર ક્રોડાક્રોડી સુધીનો બંધ પણ જીવને થતો નથી. અંતર્મુહૂર્ત માટે પણ જીવને કર્મ બંધાતું નથી. કર્મનો બંધ કર્મમાં થાય છે કર્મનો બંધ જીવમાં થતો નથી. કેમકે જો
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
જીવને કર્મનો બંધ થાય તો... કર્મ જડ હોવાથી આત્મા જડ થઈ જાય.
આ શું કહ્યું ? આ બધા વ્યવહારનયના વચનો શાસ્ત્રમાં ઘણાં આવશે... પણ વ્યવહારનયના ક્શનને ઓળંગી જજે. એનું લક્ષ કરીશ નહીં. નિશ્ચયનયનું ન આવે ત્યાં આંખ ઊઘાડીને વાંચજે. જ્યાં વ્યવહારનયનું ન આવે ત્યારે આંખ મીચીને જોઈ લેજે જરા, અને એમાં સમજી જાજે કે જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્થાનો મને નથી. આહા ! મને કર્મનો બંધ અંતર્મુહૂર્ત માટે બંધ થયો નથી. સીત્તેર ક્રોડાકોડી કર્મનો બંધ પણ મને થતો નથી, અને તેની વચલી સ્થિતિનો મધ્યમ બંધ પણ મને નથી. બંધ રહિત-કર્મના બંધ રહિત ભગવાન આત્માનું સ્વરૂપ નિરુપરાગ છે. ત્રણેકાળ આત્મા અબદ્ધ સ્વભાવી છે. આત્મા કર્મથી બંધાયેલો દેખાતો નથી. પાઠમાં ખરેખર શબ્દ છે ને ! ખરેખર કર્મનો બંધ આત્માને નથી.
કોઈને અંદરથી ઘોડો ઊઠે કે–તો પછી વ્યવહારે બંધ થાય કે નહીં ? આહા ! આ વિચાર તેને અજ્ઞાનમાંથી ઊઠયો છે. આવો વિચાર જ્ઞાનમાંથી તેને ઉદ્ભવતો નથી. આ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો વ્યવહા૨ છે. જ્ઞાની આવા વ્યવહારની વાત કરતા હોય પરંતુ નિશ્ચય તેને લક્ષમાં હોવાથી તેને વ્યવહારનો પક્ષ રહેતો નથી. જ્યારે અજ્ઞાનીને વ્યવહારનો પક્ષ છે તેથી વ્યવહારના પક્ષથી વાત કરે છે. જ્ઞાની વ્યવહારનયથી વાત કરે છે. અજ્ઞાની વ્યવહા૨ના પક્ષથી વાત કરે છે.. એટલે તેને નિશ્ચયનો વિષય દૃષ્ટિમાંથી છૂટી જાય છે. આહા ! જ્ઞાનીઓએ પણ વ્યવહારનયની વાત બહુધા કરવા જેવી નથી.. એમ શાસ્ત્રનું વચન છે હોં !
૩૯
શાસ્ત્રનું એવું વચન છે કે-કદાચિત્ કોઈ ભૂખ્યો-તરસ્યો તત્ત્વનો આવે અને તારો સમજાવવાનો કાળ હોય એટલે કે પર્યાયનો સ્વકાળ હોય, મારામાં સમજાવવાનો સ્વકાળ આવતો નથી, પરંતુ પર્યાયનો સમજાવવાનો કદાચ સ્વકાળ હોય, તે પણ કદાચ કહ્યું, નિરંતર ન કહ્યું, તેટલા કાળ પૂરતું અભેદનો ભેદ પાડીને સમજાવવું, તેમાં પણ રાગ અને ભાવઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય છે... તેથી અન્યકાળે વ્યવહાર ઉત્પન્ન કરીશ નહીં. આહા ! આ જ્ઞાનીની વાત કરે છે હોં ! જ્ઞાનીને કહે છે–વ્યવહારનયની પ્રધાનતાથી બહુ તું સમજાવવામાં રોકાઈશમાં. કેમકે પૂર્વે તને વ્યવહારનો પક્ષ હતો અને વર્તમાનમાં ક્ષાયિક સમ્યગ્દર્શન નથી. ક્ષયોપશમ સમ્યગ્દર્શન છે માટે તું બહુ ચેતતો રહેજે. વ્યવહારનયને બહુ ઘુંટીશમાં કદાચિત્ તારી પર્યાયનો કહેવાનો તારો કાળ આવે તો નિશ્ચયની વાત કરજે. જો તને નિશ્ચય ઘુંટાશે તો તને પણ એ વિકલ્પ છૂટીને અનુભવ થઈ જશે. ( શ્રોતા:– બહુ સરસ. )
શું કહ્યું ? આ સ્થિતિબંધના સ્થાનો મને નથી. ‘ મને ’ તેમ બધાએ વિચારવું હોં ! તત્ત્વની વાત સાંભળતી વખતે ‘મને’ કર્મનો બંધ થતો નથી તેમ ખ્યાલમાં રાખવું.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
પ્રવચન નં:- ૩ ગાથા-૪) સિદ્ધને કર્મનો બંધ ન થાય પરંતુ સંસારીને કર્મનો બંધ થાય કે નહીં? રહેવા દે ભાઈ ! વ્યવહારનયના પક્ષને છોડીને વાત કર. અરે ! વ્યવહારનયથી પણ વાત છેડવા જેવી નથીકરવા જેવી નથી. તો પછી વ્યવહારનયના પક્ષથી તો વાત કરવા જેવી જ કેમ હોય ? નહીંતર તારું અત્યંત બુરું થઈ જશે. આ અજબ-ગજબની વાત છે.
સાધક મુનિ જ્ઞાની-સમ્યગ્દષ્ટિ પોતે પોતાને સંબોધે છે. તે કહે છે-શું કરીએ ! પર્યાયનો કાળ છે એટલે સમજવાનો ભાવ “એનામાં—પર્યાયમાં આવે છે. અને સમજનારો તેની પર્યાયમાં સમજે છે. મારો આત્મા મારા પરિણામથી રહિત છે. સામે સમજનારો આત્મા પણ તેના પરિણામથી રહિત છે. આ તો નિજ ભાવનાનો ગ્રંથ છે ને?
આ નિયમસાર શાસ્ત્ર છે તે તેની ઉત્તર અવસ્થામાં લખાયેલું છે. એટલે શુદ્ધાત્માની ભાવનાની તેને મસ્તી ચડી ગઈ છે. તે કહે છે કે સ્થિતિબંધના સ્થાનો આત્મામાં નથી તે વાત કરી. આચાર્યદેવને કદાચિત્ સમજાવવાનો ભાવ આવે છે તો એ પરિણામમાં આવે છે. બીજાને સમજાવવાનો ઉછાળો પરિણામમાં આવ્યો છે. કેમકે પરિણામ હજુ સ્વરૂપમાં ઠરતા નથી તેથી બીજાને સમજાવવાનો ઉછાળો આવે છે. એ પરિણામનું મને જ્ઞાન વર્તે છે અને સાથે એમ પણ જાણવામાં આવે છે કે એ પરિણામ મારા નથી. જે સાંભળનાર છે તે પરિણામથી સમજે છે. એ પરિણામ પણ તેના આત્મામાં નથી. મારો આત્મા મારા પરિણામથી ભિન્ન છે અને શ્રોતાનો આત્મા પણ તેના પરિણામથી ભિન્ન છે. પરિણામ અજ્ઞાનરૂપ થાય છે અને પરિણામ જ્ઞાનરૂપ થાય છે, પરંતુ હું તો જ્ઞાનમય આત્મા છું. હું અજ્ઞાની થયો જ નથી ને! તેથી મારે જ્ઞાની થવાનું હોઈ શકે નહીં. જે બંધાય તે મૂકાય છે. પરંતુ હું તો પ્રથમથી જ મુક્ત છું.
આહા..! ગઈકાલે એક મુમુક્ષુ ભાઈએ કહ્યું કે-આમાં તો આત્માની ભાવના ચૂંટાયા છે. તેવી આત્માની વાત આવે છે. આહા! આતો આત્માની મસ્તી ચડી જાય એવું છે. કુંદકુંદભગવાન આપણને સમજાવે છે.
“જ્ઞાનાવરણાદિ અષ્ટવિધ કર્મોમાંના તે તે કર્મને યોગ્ય એવો જે પુગલ દ્રવ્યનો સ્વ-આકાર તે પ્રકૃતિબંધ છે; તેના સ્થાનો (નિરંજન નિજ પરમાત્મ તત્ત્વને) નથી.” આઠ પ્રકારના કર્મ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, વેદનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય એમ આઠ પ્રકારના કર્મ છે. કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૪૮ છે. તેના બે ભાગ ઘાતિ અને અઘાતિ તે જાણવાનો વિષય છે. એ પર પદાર્થનો બહુ વિચાર કરવા જેવો નથી. જ્ઞાનાવરણાદિ અષ્ટવિધ કર્મોમાં તે તે કર્મને યોગ્ય એટલે જ્ઞાનાવરણીયને યોગ્ય, દર્શનાવરણીયને યોગ્ય એવો જે પુદ્ગલદ્રવ્યનો સ્વ આકાર તે પ્રકૃતિબંધ છે.
જ્ઞાનની પર્યાય હીણી થાય છે તે તેના સ્વકાળથી થાય છે ત્યારે જ્ઞાનાવરણીય ને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧
શુદ્ધ અંત:તત્ત્વ નિમિત્ત કહેવામાં આવે છે. પર્યાયની યોગ્યતામાં રાગ થાય ત્યારે તેમાં કર્મની પ્રકૃતિ નિમિત્ત થાય છે. કર્મની પ્રકૃતિ અને રાગ બન્ને ભિન્ન-ભિન્ન છે. આઠેય કર્મની પ્રકૃતિ ભિન્ન-ભિન્ન છે. તેના સ્થાનો નિરંજન નિજ પરમાત્માને નથી.
જેમ ૩૯ ગાથામાં વારંવાર શુદ્ધ જીવાસ્તિકાયને તેમ કહેતા હતા ને! કેમકે તે વારંવાર આત્માને ભૂલ્યો છે એટલે શ્રીગુરુ વારંવાર શુદ્ધાત્માની વાત તેને સંભળાવે છે. નિરંજન નિજ પરમાત્માને આ પ્રકૃતિબંધના સ્થાનો નથી. જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારની પ્રકૃતિ ભગવાને કહી તેનો બંધ મને નથી. તેનું સ્થાન રહેઠાણ મારામાં નથી. મારે અને તેને પ્રદેશભેદ છે. કર્મ કર્મની સત્તામાં છે મારી સત્તામાં તેની ત્રણેકાળ નાસ્તિ છે. ડો. સાહેબ! આ ડોક્ટર સાહેબ નવા છે પરંતુ તેને થોડા વખતમાં બહુ બેસી ગયું છે. તે આત્મા છે ને!
શ્રી સોગાનીજીએ એક વ્યાખ્યાન સાંભળ્યું-જ્ઞાન ભિન્ન અને રાગ ભિન્ન છે. રાત્રે ધ્યાનમાં બેસી ગયા અને સવારે ચાર વાગ્યે તો સમ્યગ્દર્શન લઈને ઊઠ્યા. આહા ! આત્મા છે ને ! આ તો મારે એની તલવાર છે. બે વાત કરી હવે ત્રીજી વાત આવે છે તે સાંભળવા જેવી છે.
આ વાતનો સ્વીકાર આવે તેની તો બલિહારી છે, પરંતુ કોઈને સ્વીકાર ન આવે તો સાંભળીને ધારણામાં રાખવા જેવી તો છે. આ વાતનો અત્યારે કદાચ સ્વીકાર ના આવે, તારો પર્યાયનો કાળ હજુ પાકયો ન હોય તો આ સર્વજ્ઞભગવાને કહેલી વાત, જિનેન્દ્ર ભગવાને કહેલી વાતને કુંદકુંદભગવાન કહે છે. ટીકાકાર મુનિ ભગવંત ફરમાવે છે કે-તને હું એક વાત કહું છું તે વાત તે સાંભળી નથી. કેમકે તને વ્યવહારનો પક્ષ બહુ છે. તારી પાસે વ્યવહાર તો નથી... પરંતુ વ્યવહારનો પક્ષ ઘણો છે. અજ્ઞાની પાસે વ્યવહારનય ન હોય. જ્ઞાની શ્રુતજ્ઞાની પાસે નિશ્ચયનયપૂર્વક વ્યવહારનય હોય. કેવળીને પણ નય ન હોય અને મિથ્યાષ્ટિને પણ નય ન હોય, પરંતુ વ્યવહારનયનો પક્ષ હોય. સાંભળ તને એક વાત કહું છું તે વાત અપૂર્વ અને ઝીણી છે. આવી વાત બીજી જગ્યાએ કયાંય ખુલ્લી નથી.
અશુદ્ધ અંત:તત્ત્વના (અશુદ્ધાત્માના) અને કર્મ પુદ્ગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશબંધ છે;” જુઓ, પાઠમાં લખેલું છે-અશુદ્ધ અંત:તત્ત્વના એટલે શુદ્ધ અંત:તત્ત્વના નહીં-શુદ્ધાત્માના નહીં. આમાં કૌંસમાં લખ્યું છે-“અશુદ્ધ આત્માના” પરંતુ એ વ્યવહારનયનું કથન છે. આહા ! અશુદ્ધ અંત:તત્વના અને કર્મના તેમ વાંચવું. અશુદ્ધ અંત:તત્ત્વ એટલે પરાશ્રયે જે રાગ-દ્વેષ અને મોહના ભાવ થાય છે તે અશુદ્ધ અંત:તત્ત્વ છે. જડકર્મ અને નોકર્મ એ તો પ્રગટપણે આત્માથી ભિન્ન હોવાથી બહુ દૂર છે. અને આ પરિણામ તો આત્માની નજદીક થાય છે પણ આત્મામાં થતા નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
પ્રવચન નં:- ૩ ગાથા-૪) એ અશુદ્ધ અંત:તત્ત્વના ( પ્રદેશો ) આત્મામાં નથી.
આહા ! ભાવકર્મ આત્મામાં થતો નથી. આત્માથી ભિન્ન રહીને અશુદ્ધ અંત:તત્ત્વ ઉત્પન્ન થાય છે. અશુદ્ધ અંત:તત્ત્વ એટલે ભાવકર્મ. ભાવકર્મને અને શુદ્ધ અંતઃતત્ત્વને પ્રદેશભેદ છે. અર્થાત્ અશુદ્ધ અંત:તત્ત્વના પ્રદેશ અને કર્મના પ્રદેશોને પરસ્પર પ્રદેશબંધ થાય છે. કેમકે મારા પ્રદેશ અને અશુદ્ધ અંત:તત્ત્વના પ્રદેશ ભિન્ન છે. રાગના પ્રદેશની સાથે કર્મના પ્રદેશોનો પરસ્પર બંધ થાય છે.
કોની સાથે બંધ થાય છે? પાઠમાં લખ્યું છે કે-અશુદ્ધ અંત:તત્ત્વના પ્રદેશો અને કર્મના પ્રદેશોને પરસ્પર બંધ થાય છે. હું તો શુદ્ધાત્મા છું તેથી મારા પ્રદેશની સાથે કર્મના પ્રદેશનો નિશ્ચયનયે તો બંધ થતો નથી પરંતુ વ્યવહારનયે પણ બંધ થતો નથી. (શ્રોતા:વાહ! વાહ! વાહ!) બહુ ઊંચી અને ઝીણી વાત છે. કામ થઈ જાય તેવી વાત છે.
આહા! આ લક્ષમાં રાખવા જેવી વાત છે. કદાચ ન બેસે તો ધારણામાં રાખશો તો ભવિષ્યમાં પાછું કામ લાગશે. જ્યારે તેની યોગ્યતા પાકશે ત્યારે તે ધારણામાંથી હા આવશે. જ્યારે તેને અંદરથી આવશે ત્યારે પેલી ધારણા સાથે મેળવશે તો તેને તેની શ્રદ્ધા દ્રઢ થશે કે આ વાત મને કુંદકુંદભગવાને અને ગુરુદેવે કરી હતી. એટલે અંતરમાંથી આવેલી વાતનો તેને ટેકો મળશે. આગમના વચનો અને ગુરુના વચનો દ્વારા તેનું શ્રદ્ધાન બળવાન થઈ જશે. આ રીતે તેની ધારણા પણ નકામી નહીં જાય. કયારે ? જ્યારે તેને અંદરમાંથી ભાવ આવશે ત્યારે. નહીંતર ધારણા બેકાર છે. બહુ ઝીણી વાત છે.
ભાવનગરમાં આપણા શશીભાઈ રહે છે. એ શશીભાઈનો બંગલો છે. હવે તેમના ઘેર જવા માટે તેમની શેરીમાં જઈએ તો બન્ને બાજુ બાવળના કાંટાવાળા ઝાડ છે. અને એ બંગલાની આજુબાજુ પણ બાવળના કાંટાના ઝાડ છે. પરંતુ તેમના બંગલામાં બાવળના કાંટાના ઝાડ કયાંય નથી. એ બાવળના કાંટા બંગલામાં છે? બંગલાની બહાર છે.
તેમ ભગવાન ચિદાનંદશુદ્ધ આત્મા, ધ્રુવ નિજ પરમાત્મા દ્રવ્ય છે. તેની બહાર રાગના કાંટા ઊગે છે. મારા શુદ્ધાત્માના ક્ષેત્રમાં કાંટા ઉગતા નથી. એ ભગવાનની ભક્તિનો-રાગનો કાંટો મારા ક્ષેત્રમાં ઉગતો નથી. –ઉદ્ભવતો નથી. મારા સ્થાનમાંથી રાગ આવતો નથી. મારા ક્ષેત્રમાં રાગ થતો નથી. રાગ બીજાના ક્ષેત્રમાં થાય છે. બીજાના ક્ષેત્રમાં રાગ થતો હોવાથી મારા પ્રદેશ અને રાગના પ્રદેશ ભિન્ન છે. આમાં લખ્યું છે. ( શ્રોતા – ખુલ્લું લખ્યું છે.)
આમાં ગુજરાતીમાં ખુલ્લું લખ્યું છે. આ કાંઈ ઘરની વાત નથી. છે તો ઘરની વાત પણ જેણે ઘર જોઈ લીધું છે તે લખે છે. લાયક જીવ એ વાતનો સ્વીકાર કરીને અલ્પકાળમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે. હવે તેને લાંબા ભવ હોતા નથી. આહા !ભાવથી જે શુદ્ધભાવઅધિકાર સાંભળશે, ભણશે, વાંચશે, વિચારશે, ધ્યાવશે તેના કાળની મર્યાદા છ મહિનાની આવી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૪૩
જશે... તેની મર્યાદા વધારેમાં વધારે છ મહિનાની, બાકી સમ્યગ્દર્શન અંતર્મુહૂર્તમાં થાય છે. આચાર્યદેવ કહે છે-વધારેમાં વધારે તને છ મહિનામાં સમ્યગ્દર્શન થઈ જશે. આ શુદ્ધભાવઅધિકારનું ભાવથી ભાસન થશે તો તેને અંદ૨માંથી કોલકા૨ આવી જશે.. તેવો ઊંચો અધિકાર છે. આચાર્ય ભગવાન વિદાય સંદેશો આપે છે. સંસારની વિદાય, સંસારનો અભાવ થાય તેવો સંદેશો આ અધિકારમાં છે. આ તેમનો વિદાય સંદેશો છે.
સર્વજ્ઞભગવાનના આડતિયા કુંદકુંદભગવાન એમ ફરમાવે છે કે-તારા ક્ષેત્રમાં દયાનો ભાવ ઉત્પન્ન થતો નથી. દયાનું ક્ષેત્ર એટલે અશુદ્ધ અંતઃતત્ત્વનું ક્ષેત્ર અને શુદ્ધ અંત:તત્ત્વનું ક્ષેત્ર તે બે વચ્ચે અત્યંત અભાવ છે, કેમકે તેને પ્રદેશભેદ છે.
આહા ! અલૌકિક અધિકાર અને અલૌકિક ગાથાઓની રચના થઈ ગઈ છે. આપણા મહા ભાગ્યયોગે તેને ઉકેલનારા આપણાં ગુરુદેવ મળ્યા. નહીંતર આપણે એકલે હાથે ઉકેલ કરી શકત નહીં. માટે આપણા સીધા ઉપકારી તો પૂ. ગુરુદેવ છે. પરોક્ષ ઉપકારી કુંદકુંદભગવાન આદિ બધા આચાર્યો છે.
પેલા ભાઈ કહે છે કે–આમાં તો ચોખ્ખું લખ્યું છે કે-પ્રદેશભેદ છે. ‘ પ્રદેશો ’ શબ્દ છે તે અંતઃદીપક છે. જે શબ્દ છેડે હોય તેને બધે લાગુ પાડવો. તેને અંતઃદીપક કહેવાય. એક આધ દીપક અને એક મધ્ય દીપક હોય છે તે વાત બધી લાંબી-લાંબી છે. આપણે તો અહીંયા અધ્યાત્મનો રસ કસ કાઢવો છે.
શું કહે છે? અશુદ્ધ અંતઃતત્ત્વના પ્રદેશોનો અને કર્મપુદ્ગલ પ્રદેશોનો પરસ્પર પ્રવેશ થાય છે. આહાહા..! ભગવાન આત્માના પ્રદેશમાં નિશ્ચયનયે તો કર્મના પ્રદેશનો પ્રવેશ થઈ શકતો નથી... પરંતુ વ્યવહારનયે પણ શુદ્ધાત્માના પ્રદેશમાં એ કર્મના પ્રદેશનો પ્રવેશ થઈ શકતો નથી. અહીં આ ગાથામાં પ્રદેશભેદનો મોટો આધાર છે. આના કરતાં હજુ સૂક્ષ્મ વાત બાકી છે.
આગળની સ્થૂળવાતની અપેક્ષાએ આ વાતને સૂક્ષ્મ કહી હતી. હવે જ્યારે હું આને સ્થૂળ કહું છું ત્યારે એક સૂક્ષ્મ વાત બાકી રહી જાય છે. કહે છે કે-રાગની પર્યાયનો અર્થાત્ પર્યાયમાત્રનો પ્રદેશભેદ છે. એટલે જેમાં રાગ થાય છે તે પર્યાયનો પ્રદેશભેદ થાય છે, તો રાગથી રહિત જે વીતરાગી પર્યાય થાય છે તેનો પણ પ્રદેશભેદ જ છે. એ પ્રદેશ આત્માનો નથી. કેમકે આત્માનું ક્ષેત્ર અને વીતરાગી પરિણામનું ક્ષેત્ર નિશ્ચયથી એક જ હોય તો વીતરાગી પરિણામનો નાશ થવાથી આત્માના ક્ષેત્રનો પણ નાશ થઈ જાત, પરંતુ એમ ત્રણકાળમાં બનતું નથી. માટે જે પર્યાયમાં રાગ થાય છે એ પર્યાયમાં રાગનો વ્યય થઈને વીતરાગભાવ થાય છે માટે તેના પ્રદેશ મારામાં નથી. મારાથી નિર્મળ પર્યાયનો પ્રદેશભેદ છે. જો શુદ્ધ પર્યાયનો પ્રદેશ મારામાં હોય, દ્રવ્ય અને પર્યાયના પ્રદેશ એક હોય તો ધ્યેયમાં ધ્યાનની પર્યાય આવી જશે. સમજાણું ?
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
પ્રવચન નં:- ૩ ગાથા-૪) જેમ અનંતગુણનો પિંડ આત્મા ધ્યાનનું ધ્યેય છે તેમ શુદ્ધ પર્યાય પણ આત્માના પ્રદેશથી અભેદ હોય તો આત્માનું અવલંબન લેતા, ગુણોનું અવલંબન લેતાં પર્યાયનું અવલંબન આવી જાય. પરંતુ પર્યાયનું અવલંબન ત્રણકાળમાં આવતું નથી. માટે પ્રદેશભેદ છે. આ ભાઈ બહુ જૂનો છે. તે કહે છે યથાર્થ વાત છે. લ્યો !
આહા.... હા ! અહીં કહે છે-એકવાર તો વ્યવહારનો પક્ષ છોડ ! એકવાર તો નિશ્ચયના પક્ષમાં તો આવ બાપલા ! અરે ! નિશ્ચયના પક્ષમાં આવતા તને અપેક્ષિત શાંતિ થશે. અરે! અપેક્ષિત શાંતિ પણ નહીં પરંતુ સમ્યગ્દર્શન થશે એવા અંદરથી ભણકારા આવી જશે.
શ્રોતા:- એ પક્ષને છોડે તો થાય ને!
ઉત્તર:- કોણ છોડે ? હું છોડું તો થાય એમ લેવું. છોડે તો છૂટે એમ ન લેવું. આ હું ની વાત છે. બીજાની વાત નથી. આપણું નામ લખેલું છે ને તેથી આપણે આપણા ઉપર લેવું. તમારા પુસ્તકમાં ઉપર કાંતિભાઈ લખ્યું છે અને આમાં લાલચંદભાઈ લખ્યું છે. આ ધર્મપિતાના પુત્રો છે. પિતાને તો બધા પુત્રો સરખા હોય ને! લૌકિક કહેવત છે ને.. અમારે તો બધી આંખ સરખી છે.. એમ ધર્મપિતા સંભળાવે છે.
તને શલ્ય ગરી ગયું છે કે મારા પ્રદેશમાં રાગ થાય છે, તેથી રાગનો કર્તા અને ભોક્તા હું છું. સાંભળ તારે પ્રદેશભેદ છે માટે કર્તા ભોક્તાપણું અશકય છે. રાગના કર્તાભોક્તાપણે થવું અશકય છે. કથંચિની વાત હમણાં થોડીકવાર છોડી દે! થોડીકવાર તો છોડ! આહાહા ! સંવર અધિકારમાં જે પ્રદેશભેદ કહ્યો છે ત્યાં જરા થોડો વિચાર વિશેષ માગે છે. તેમાં તો હજુ બીજો અર્થ નીકળી શકે છે પરંતુ આ ગાથામાં બીજો અર્થ નીકળી શકતો નથી. અહીંયા તો વધારે સૂક્ષ્મ છે.
બધા ઠવણી કાઢી નાખો અને બધા આગળ આગળ આવો તેમ આચાર્ય ભગવાન કહે છે હોં ! અહીંયા આવો.. અહીંયા આવો.. આ પદ તમારું છે. તમારું માનેલું પદ અપદ છે. માટે ઠવણી કાઢીને બધા ગુરુદેવની પાસે આવો. અહીં ગુરુદેવ બિરાજમાન છે ને ! તેની પાસે બધા આવો. આ વ્યવહારગુરુ છે અને નિશ્ચયગુરુ અહીંયા અંદર છે.
શું કહ્યું? આહા.. હા ! આતો દ્રવ્યાનુયોગનું શાસ્ત્ર છે.. અને એ દ્રવ્યાનુયોગમાં પણ રાજા-ભૂપ સમયસાર અને નિયમસાર એ ભૂપ સમાન અર્થાત્ રાજા સમાન છે. આ કાળમાં દ્રવ્યાનુયોગના બીજા શાસ્ત્રો અત્યારે ઉપલબ્ધ નથી. બીજા શાસ્ત્રો હોય શકે છે પરંતુ અત્યારે આપણી પાસે જે ઉપલબ્ધ હોય તેના વખાણ કરીએ. કયાંક ભંડારોમાં હોય તો આપણા જાણવામાં નથી. આહા.. હા ! પણ એની સામે દુર્લક્ષ કર્યું છે. જગતને દ્રવ્યશ્રુતની કાંઈ કિંમત નથી. આહા... હા ! પાનાઓ બધા સડે છે સમજી ગયા ! તેના માટે કુંદકુંદ કહાન ટ્રસ્ટ ઉભું થયું છે.
અહીં શું કહે છે? અશુદ્ધ અંત:તત્ત્વને એમ કહ્યું ને! તેના પ્રદેશો અને કર્મ પુદ્ગલના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૪૫
પ્રદેશો એ બેયના પ્રદેશો વચ્ચે પરસ્પર પ્રદેશબંધ છે, પણ મારા શુદ્ધ આત્માની સાથે કર્મના પ્રદેશનો નિશ્ચયનયે પણ બંધ નથી અને વ્યવહારનયે પણ બંધ નથી. જો વ્યવહારનયે બંધ હોય તો તે બંધનો પર્યાયમાંથી અભાવ થઈ અને પર્યાયમાં વ્યવહા૨મોક્ષ થાય છે. માટે વ્યવહારે બંધ છે.
શું કહ્યું ? આ બહુ ઊંચી વાત છે. કામ થઈ જાય એવું છે. આહા ! વ્યવહારનયે પર્યાયમાં ભાવબંધ થાય છે તેથી વ્યવહારનયે પર્યાયનો મોક્ષ થાય છે. પરંતુ ભગવાન આત્માનો તો વ્યવહારનયે ભાવબંધ નથી માટે વ્યવહારનયે ભગવાન આત્માનો મોક્ષ નથી. ત્રિકાળ મુક્તનો મોક્ષ થતો નથી. જે બંધાય તે મૂકાય હું તો બંધાણો જ નથી.
અશુદ્ધ અંતઃતત્ત્વના પ્રદેશોનો અને કર્મ પુદ્ગલ પ્રદેશોનો એમ વાંચવું. બન્નેના પ્રદેશોનો ૫૨સ્પ૨ બંધ થાય છે અર્થાત્ તે બન્ને પોતાનું સ્થાન પોતાનામાં રાખે છે. પ્રવેશ એટલે પરસ્પર બે મળીને એક થઈ જાય છે તેમ કહેવાનો આશય નથી.
આ પ્રદેશબંધના સ્થાનો પણ નિરંજન નિજ ૫૨માત્માને નથી. શું કહે છે ? નિરંજન નિજ પરમાત્માને નથી.. નથી ને નથી... એટલે ત્રણેયકાળે નથી. ભૂતકાળમાં પણ પ્રદેશબંધ નથી, વર્તમાનમાં પ્રદેશબંધ નથી અને ભાવિ કોઈ કાળ એવો નહીં આવે કે મારી સાથે પ્રદેશબંધ થશે. થોડા વખત અશુદ્ધ અંતઃતત્ત્વની સાથે પ્રદેશબંધ થાવ તો થાવ પરંતુ મારામાં પ્રદેશબંધ થતો નથી. આમ જે જુએ છે તેને પર્યાયમાંથી પ્રદેશબંધ ઊડી જશે. અને આત્મા પૂર્ણાનંદની પ્રાપ્તિ કરશે. પછી પરિણામમાં પણ કર્મનો બંધ નહીં થાય... અને અશુદ્ધ અંતઃતત્ત્વનો નાશ થશે. પછી કર્મનો પ્રદેશબંધ પણ થશે નહીં. સાધક જાણે છે–થોડો ટાઈમ થાવ તો થાવ પણ તે બહા૨માં થાય છે.
શશીભાઈના બંગલાની બહાર એ બાવળના કાંટા ઉગ્યા છે. એના બંગલામાં કયાંય બાવળના કાંટા નથી. એમ આ ભાવકર્મનો ઉદય મારામાં થતો નથી.
અશુદ્ધ અંતઃતત્ત્વ માટે અશુદ્ધ આત્મા એમ કૌંસમાં શબ્દ વાપર્યો છે... તે વ્યવહારનયનું કથન છે. જે કૌંસમાં અશુદ્ધ આત્મા કર્યું છે એ વાત વ્યવહારનયની પ્રધાનતાથી લખી છે. વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે. છે પર્યાય અશુદ્ધ અને વ્યવહા૨નય કહે છે-આત્મા અશુદ્ધ છે. તેથી વ્યવહારનયનું એટલે તે જૂઠાલાલજીનું કથન છે. તે કથન સત્યવાદીનું નથી.
અશુદ્ધ અંતઃતત્ત્વના અને કર્મપુદ્ગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશબંધ છે. આ બંધના સ્થાનો... પ્રદેશબંધના સ્થાનો પણ નથી. પણ શબ્દ શા માટે લગાડયો ? આગળથી વાત ચાલતી આવે છે કે-નિરંજન નિજ પરમાત્મામાં આના સ્થાનો નથી.. આના સ્થાનો નથી.
‘શુભાશુભ કર્મની નિર્જરાના સમયે ” શુભ અને અશુભ-પુણ્ય અને પાપ તે
દ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
પ્રવચન નં:- ૩ ગાથા-૪) કર્મની પ્રકૃતિ છે. એ કર્મની પ્રકૃતિ ઉદયમાં આવી ને ખરી જાય છે. જ્યારે ઉદયમાં આવીને ખરે છે ત્યારે પરિણામ તેની સન્મુખ થાય છે.. ત્યારે એ પરિણામમાં દુ:ખ થાય છે, પરંતુ ભગવાન આત્મામાં દુઃખ થતું નથી.
અજ્ઞાનીને એમ ભાસે છે હું દુઃખી થઈ ગયો. ભાઈ ! તું દુઃખી થયો નથી. એ બધા વ્યવહારના કથનો છે. આહાહા! આ અજ્ઞાની આત્મા! અનંતકાળથી ચારગતિ અને ચોર્યાશી લાખ યોનિમાં રખડી અને બહુ દુ:ખ ભોગવે છે. એ બધા વ્યવહારના કથનો છે. વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે. સમજાવવા માટે બીજું શું થાય ?
શુભાશુભ કર્મની નિર્જરાના સમયે સુખદુ:ખરૂપ ફળ દેવાની શક્તિવાળો તે અનુભાગબંધ છે; આનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ પરમાત્મ તત્વને વિષે) નથી.” શુભાશુભ કર્મની એટલે જડકર્મની હોં! નિર્જરા એટલે ખરવાના સમયે એનો કાળ પાકે છે ત્યારે એ કર્મ ખરે છે. કેમકે ઉપર પાઠમાં સ્થિતિ બંધ કહ્યો હતો ને ! એ કર્મની સ્થિતિનો પરિપાક પૂરો થાય ત્યારે કર્મ ખરે છે. જેમ ઝાડમાં કેરી પાકે પછી ખરી જાય, પાંદડુ સૂકાય જાય તો તે પાંદડુ પણ ડાળીમાંથી ખરી પડે છે.
તેમ નિર્જરાના સમયે સુખદુઃખરૂપ ફળ દેવાની શક્તિવાળો જે અનુભાગબંધ એટલે કર્મની અંદર એક અનુભાગ છે. સુખ અને દુઃખ એવો જે રસ એ જડકર્મમાં રહેલો છે, એનું જ્યારે લક્ષ કરે છે ત્યારે અશુદ્ધ અંતઃતત્ત્વમાં સુખ-દુ:ખ થાય છે. નિમિત્તમાં સુખ-દુ:ખ છે. એ નિમિત્તનું લક્ષ કરે છે ત્યારે નૈમિત્તિક પર્યાયમાં સુખ-દુઃખ થાય છે. શુદ્ધાત્મામાં તો સુખ-દુ:ખ થતું નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યો વચ્ચે ન હોય. પર્યાય અને પર્યાય વચ્ચે હોય એ પણ વ્યવહારનયનું કથન છે. ખરેખર તો નિમિત્તનૈમિત્તિક સંબંધનો પણ ત્રણેકાળ અભાવ છે. અને પારદ્રવ્યની સાથે જ્ઞાતા-શૈય સંબંધનો પણ ત્રણેકાળ અભાવ છે.
નાસ્તિ સર્વોf સત્પન્થ: પ૨દ્રવ્યાત્મતત્ત્વયો:” આ આત્માને પરની સાથે કર્તકર્મ સંબંધ નથી, નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો પણ અભાવ છે અને ખરેખર નિશ્ચયથી જવામાં આવે તો-ઉપાદેયની પ્રધાનતાથી જોવામાં આવે તો જ્ઞાતા-શયના સંબંધનો પણ અભાવ છે.
શ્રોતાઃ- પોતે જ જ્ઞાતાને પોતે જ જ્ઞય છે...!
ઉત્તર:- એવો ભેદ પણ નથી. શુભાશુભ કર્મની નિર્જરાના સમયે સુખ દુ:ખરૂપ ફળ દેવાની શક્તિવાળુ એ કર્મ છે. એ.. કર્મમાં સુખ દુઃખ થાય છે. નિશ્ચયથી સુખ-દુ:ખ કર્મમાં થાય છે. અને વ્યવહારે જીવની પર્યાયમાં થાય છે. એ પણ સુખ દુઃખમાં જોડાય છે ત્યાં સુધી થાય છે.
સુખ દુઃખમાં કોણ જોડાય છે? કહે-પર્યાય જોડાય છે. કઈ પર્યાય જોડાય છે?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
४७ અશુદ્ધ અંત:તત્ત્વની પર્યાય જોડાય છે. સુખ દુઃખમાં તે કોના સુખ-દુ:ખમાં જોડાય છે? તે જડકર્મના અનુભાગમાં જોડાય છે ત્યારે નૈમિત્તિક ભાવમાં સુખ-દુ:ખ ઉત્પન્ન થાય છે. અર્થાત્ બે જગ્યાએ–બમાં સુખ-દુ:ખ છે. એક અજીવ દુઃખરૂપ છે અને બીજા જીવના પરિણામ દુઃખરૂપ છે. અજીવ પુર્ણને, જીવ પુણ્ય. અજીવ પાપ અને જીવ પાપ. જીવના પરિણામમાં દુઃખ અને અજીવના પરિણામમાં દુ:ખ છે.
અજીવના પરિણામમાં દુઃખ હોય? હા.. ભાઈ ! સાંભળ ! અનુભાગ એવો રસ છે તારા અજ્ઞાનનું નિમિત્ત પામીને એ જડકર્મમાં-નૈમિત્તિકમાં ઉત્પન્ન થયેલો જે રસ તેને અનુભાગ કહેવામાં આવે છે. આહા..! એ અનુભાગના સ્થાનોનો પણ અવકાશ નથી. અહીં શબ્દ વાપર્યો છે-અવકાશ નથી.
શું કહ્યું? હવે સરવાળો મારે છે. હવે આ જડકર્મની સત્તામાં થતો સુખ-દુઃખનો ભાવ, બીજું પોતાના શુદ્ધાત્માને છોડીને જે અશુદ્ધ અંત:તત્ત્વરૂપ પરિણમન છે તે કર્મના સુખ-દુઃખનું લક્ષ કરે છે... ત્યારે લક્ષ કરનારી જે પર્યાય છે તેમાં સુખ-દુઃખ થાય છે. એ સુખ-દુ:ખનો આત્મામાં અવકાશ નથી એટલે કે તેનો અભાવ છે. હવે આગળ ભાવકર્મમાં આ વાતને ચોખ્ખી કરશે.
અન્વયાર્થમાં ચાર પ્રકારના બંધ લીધા અને એક ઉદય સ્થાન લીધું છે. અન્વયાર્થીની છેલ્લી લીટી વાંચો-તેમાં “ઉદય સ્થાનો નથી'. એનો વિસ્તાર હવે કહે છે.
વળી દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ઉદયનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ પરમાત્મ તત્વને વિષે) નથી.” કર્મના ઉદયના સ્થાનો જીવમાં નથી. એ ઉદયના બે પ્રકાર કહેશે. એક જડકર્મનો ઉદય અને એક ભાવકર્મનો ઉદય. જડકર્મનો ઉદય તો આત્મામાં છે જ નહીં. પરંતુ ભાવકર્મના ઉદયનો અવકાશ પણ આત્મામાં નથી. આ સમજવા જેવી વાત છે. ન સમજાય તો નકાર તો ન કરવો ભાઈ ! આ સર્વજ્ઞભગવાનનું વચન છે હોં! ન સમજાય તો અત્યારે ડીપોઝીટ રાખવું પણ નકાર તો ન કરવો. કેમકે અત્યારે તારી વર્તમાન યોગ્યતાની પર્યાયનો સમજવાનો સ્વકાળ ન પાક્યો હોય તો કાલ પાકી જશે. પરંતુ નકાર કરીશમાં હોં!
આ વાતનો નકાર કરીશમાં... અને હુકાર ન આવે તો આમ (હા) પણ કરીશમાં. (સમજ્યા વિના હા પાડીશમાં) આમ તો કરીશમાં એટલે (નકાર કરીશમાં) જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આમ ( સ્થિર) રાખજે. આ સર્વજ્ઞભગવાનનું કથન છે તે વિચારવા યોગ્ય છે. તેને વિચાર કોટીમાં રાખજે તો તારું કામ થશે.
અહીં કહે છે-દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ઉદયના સ્થાનોનો પણ અવકાશ નથી. આહા હા ! શું કહ્યું? અવકાશ જ નથી. જીવમાં મિથ્યાત્વના પરિણામ પ્રગટ થઈ જાય તેવો અવકાશ જ નથી. વાત તો જરા કઠણ પડે તેવી છે. પણ અમૃત જેવી છે. કામ થઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
પ્રવચન નં:- ૩ ગાથા-૪) જાય એવું છે. આ ગાથા દષ્ટિ પલટાવી નાખશે. આ શુદ્ધભાવ અધિકાર તેને સંસારમાં નહીં રહેવા દે ! જો સાંભળવા આવવું હોય તો ધ્યાન રાખજો કે સંસારમાં રહેવું હોય તો પણ રહેવા દેશે નહીં. એવો આ શુદ્ધભાવ અધિકાર છે. સમજીને આવવું સાંભળવા. સંસારમાં રહેવું હોય તો આ સાંભળવા જેવું નથી. કેમકે આ સંસારમાં રહેવા દેશે નહીં. આમાં લખેલું છે અને ગુરુદેવે આપણને સમજાવ્યું છે. આ એનું વિવેચન કરવામાં આવે છે.
આહાહા ! શું કહ્યું? ભાવકર્મના ઉદયના એટલે ઉત્પત્તિના સ્થાનોનો અવકાશ નથી. રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભ, આ જે સાંભળવાનો રાગ ઉત્પન્ન થાય છે ને ! દેશનાલબ્ધિ સાંભળવાનો રાગ ઉત્પન્ન થાય છે ને ! તેની ઉત્પત્તિનો અવકાશ ભગવાન આત્મામાં નથી. આત્મામાં રાગ ઉત્પન્ન થાય તેનો અવકાશ નથી. ભાવલિંગી મુનિરાજ પ્રત્યે ભક્તિના લીધે તેમને આહારદાન દેવાનો જે શુભરાગ આવે છે, એ રાગની ઉત્પત્તિ મારામાં થાય એનો અવકાશ મારામાં છે નહીં.
સાક્ષાત તીર્થકર ભગવાન બિરાજતા હોય અને તેના પ્રત્યે ભક્તિનો ભાવ આવ્યો હોય તો જે શુભભાવ થાય છે તે શુભભાવની ઉત્પત્તિ મારામાં થાય તે વાતને સ્થાન જ નથી. મારામાં શુભભાવની ઉત્પત્તિ થાય તો નાશ કરું ને? મારામાં જો રાગ ઉત્પન્ન થાય તો તેનો નાશ કરવાનો પ્રસંગ આવે ! પણ મારામાં એનો અવકાશ જ નથી.
શું કહ્યું? આહા! આ જે ભક્તિનો રાગ, દેશનાલબ્ધિ સાંભળવાનો જે રાગ આવ્યો, ભગવાનની પ્રતિમાના દર્શન કરવાનો ભાવ આવ્યો તે શુભભાવ મારામાં થતો નથી. “જિનપ્રતિમા જિનસારખી” છે. અરિહંત ભગવાન તમે અત્યારે સાક્ષાત મુંબઈમાં બિરાજો છો અને તમારી સામે જોઈને પછી હું મારી સામે જોઉં છું. હું તમારી સામે જોવા માટે આવ્યો નથી. પરંતુ ચોવીસ કલાક વેપાર ધંધામાં મારા આત્માનું વિસ્મરણ થઈ ગયું છે એટલે મંદિરે આવી તમારા દર્શન કરું છું. તમને જોતાં મને મારું સ્વરૂપ સ્મરણમાં આવે છે. એ વખતે જે શુભભાવ થાય છે તેની ઉત્પત્તિ મારામાં થાય છે એમ મને જાણવામાં માનવામાં આવતું નથી. રાગની ઉત્પત્તિ મારાથી બહાર થાય છે. મારી સાથે તેનો પ્રદેશભેદ છે. એટલે કે બીજાના ક્ષેત્રમાં ભાવકર્મ ઉત્પન્ન થાય છે, મારા ક્ષેત્રમાં ભાવકર્મ ઉત્પન્ન થતું નથી.
શ્રોતા:- ઘણી કઠિન વાત છે.
ઉત્તર:- મેં પહેલાં જ કહ્યું હતું કે-વાત કઠણ છે. કદાચ સમજાય નહીં તો આમ નિષેધ ન કરવો. કેમકે આ કથન સર્વજ્ઞ ભગવાનનું છે. અને સમજ્યા વિના હા પણ ન પાડવી. પરંતુ સ્થિર રહેવું. આ વાતને વિચાર કોટીમાં રાખવી. જ્યારે સમજાય ત્યારે હી પાડવી. પરીક્ષા કરીને પ્રમાણ કરવું પણ ના તો પાડીશ માં. આ સર્વજ્ઞ ભગવાનનું અનુભવીનું વચન છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૪૯
આહા... હા હા ! અતિ આસન્નભવ્ય પોતે લખે છે. પદ્મપ્રભમલધારિદેવ પોતે પોતા માટે લખે છે–અતિ આસન્નભવ્ય જીવ અને બીજું લખે છે–અમારા મુખમાંથી મકરંદ ઝરે છે. આનંદનો રસ ઝરતાં-ઝરતાં અમે આ શાસ્ત્ર બનાવીએ છીએ. ભાઈએ કહ્યું ને કેકઠણ પડે છે. કઠણ તો પડે ! જ્યાં ૫દ્રવ્યની સાથે એકતાબુદ્ધિ તીવ્ર હોય ત્યાં રાગને અને આત્માને પ્રદેશભેદ છે એ વાત કઠણ તો પડે એવી છે પરંતુ સમજવાથી સહેલી થાય એવી પણ છે. આને સમજ્યા વિના છૂટકો નથી. આવો આવે તેમ નથી.
શ્રોતાઃ- અનંતકાળ સુધી અનંત આનંદ લેવાની વાત આવે તે કઠણ કેમ પડે? ઉત્તર:- ન સમજાય એટલે કઠણ તો પડે. અને સમજાય તેને મજા આવે. વળી અનેક પ્રકારના જીવો હોય એટલે પર્યાયની યોગ્યતા ભિન્ન-ભિન્ન છે. અને આ વાત, આત્માને કયાં સમજવી છે? સમજનારી તો પર્યાય છે. જ્યારે પર્યાયને દુઃખ લાગશે ત્યારે તે સમજીને મારી સન્મુખ થશે.. તો એ સુખી થશે. આ દ્રવ્ય અને પર્યાયનું ઉત્કૃષ્ટ ભેદજ્ઞાન ચાલે છે હોં !
શ્રોતાઃ- આ સમજવું પડશે સમજ્યા વિના છૂટકો નથી.
ઉત્ત૨:- તેથી તો કહ્યું કે-આ સર્વજ્ઞ ભગવાનનું કથન છે એમ શ્રદ્ધામાં રાખીને અંદરમાં ધા૨ણામાં રાખવું, નકાર ન કરવો. અને જ્યાં સુધી અંદરમાં ભાવથી ન આવે ત્યાં સુધી હા પણ ન પાડવી. પરીક્ષા કરીને પ્રમાણ કરવું, પરંતુ નકાર કરવા જેવો નથી. ભાવકર્મના ઉદયના એટલે ઉત્પાદ, ભાવકર્મની પ્રગટતા, ભાવકર્મની વ્યક્તિ, ભાવકર્મની પર્યાય એનું સ્થાન નિજ ૫રમાત્મામાં નથી. આ દેશનાલબ્ધિ સાંભળવાનો જે રાગ એની ઉત્પત્તિ-એનું જે સ્થાન એ મારામાં નથી. કેમકે મારે અને તારે પ્રદેશભેદ છે. મારે અને તારે, મારા શુદ્ધાત્માને અને મારી પર્યાયને પ્રદેશભેદ છે એમ નથી. શું કહ્યું ? મારે અને તારે કાંઈ લાગતું-વળગતું નથી. તારો અને મારો પ્રદેશભેદ છે. મારા ખેતરમાં (ક્ષેત્રમાં ) કાંટા ઊગતા નથી.
શ્રોતા:- મારી પર્યાય એમ નહીં?
ઉત્ત૨:- મારે અને તારે પ્રદેશભેદ છે.
શ્રોતા:- નહીંતર તો પર્યાય મારી થઈ જાય.
ઉત્ત૨:- હા, તો મારી થઈ જાય.. સમજ્યા ? આ અધ્યાત્મની વાત એવી છે કેએને ખ્યાલમાં આવે તો પ્રમોદ આવે. અને પ્રમોદમાંથી શબ્દ નીકળી જાય.
જયપુરમાં ભરી સભામાં બનાવ બની ગયો છે. તે સમજવા જેવું છે માટે કહું છું. જયપુરની આપણી વિદ્યાલય છે ત્યાં વિદ્યાર્થીઓએ માંગણી કરી કે–અમે જયપુરમાં વિધા અભ્યાસ કરીએ પણ સાથે સાથે અમારો અધ્યાત્મનો રસ જળવાય રહે તે માટેની એવી ગોઠવણ કરો કે–બાર મહિનામાં પાંચ, સાત, દશ પંડિતો આવે અને અધ્યાત્મની
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦
પ્રવચન નં:- ૩ ગાથા-૪) વાર્તા અમને સંભળાવે તો અમારું તાજું રહે. અમારે વિદ્યાલયમાં એકલા ભણવા ખાતર ભણવું નથી. ત્યાર પછી એ પ્રમાણે નક્કી થયું કે-દરેકે અમુક અમુક દિવસ, પંદર દિવસ આપવા. ત્યારે મારાથી પ્રોમિસ અપાઈ ગયું છે તેથી દર વર્ષે પંદર દિવસ હું જાઉં છું. હું રાજકોટમાં વાંચતો નથી પરંતુ જયપુરમાં વાંચવા જાઉં છું. હવે જોવાનું મન તો થતું નથી પરંતુ પાંચ વર્ષ સુધી તો મેં હા કહી છે. બે વર્ષ ગયો અને આ ત્રીજે વર્ષે શ્રાવણમાં જાઉં છે. ત્યાં પાંચ વર્ષે વિદ્યાર્થીની બેંચ પૂરી થાય છે.
જયપુરમાં કુંભોજના ગજ્જાબેન છે, તે બહુ વીર્યવાળી બાઈ છે. અભ્યાસી છે, સોનગઢ આવે છે. કારંજાથી તે ગજ્જાબેન અને બ્ર. ચૌરેજી અને બ્ર. યશપાલજી પણ આવ્યા હતા.
જયપુરમાં કર્તાકર્મ અધિકારની ૭૩મી ગાથા ચાલતી હતી. શુદ્ધ પર્યાયનો આત્મા કર્તા નથી માટે શુદ્ધ છે. એમાં એમ આવે છે કે-ષટ્ટરકની પ્રક્રિયાથી પાર ઉતરેલી, અનુભૂતિમાત્ર હોવાથી હું શુદ્ધ છું. જ્યારે એ વિષય ખૂલ્યો કે-શુદ્ધ પર્યાયનો આત્મા કર્તા તો નથી પણ આત્મા શુદ્ધભાવે-શુદ્ધરૂપે થયો પણ નથી. હું તો શુદ્ધ જ છું. ત્યારે ગજ્જાબેન બોલ્યા કે “કર્તા પના ગયા ઔર હોના ભી ગયા તબ હું રહે ગયા.” કર્તા ગયા, હોના ભી ગયા તબ હું રહે ગયા. મારે શુદ્ધ કયાં થાવું છે? શુદ્ધને કરવું તો નથી. મારે શુદ્ધ થવું છે એમાં હું અશુદ્ધ છું તેમ આવી ગયું. તેમાં પર્યાયષ્ટિ થઈ તો મિથ્યાત્વનો દોષ લાગી જશે એવી અધ્યાત્મની બહુ ઊંચી વાત છે.
મારે અને એને કાંઈ લાગતું વળગતું નથી. મારા પ્રદેશ અને એના પ્રદેશ ભિન્ન છે. મારે અને તારે કાંઈ સંબંધ નથી. તું તારામાં અને હું મારામાં છું. તારી ઉત્પત્તિ મને નડતી નથી. તારા ક્ષેત્રમાં જે કાંઈ પાક આવે તે મારા ક્ષેત્રને અડતો નથી.
શ્રોતા:- મારે ને મારી પર્યાયને પ્રદેશભેદ છે એવું તો અંદરમાં શલ્ય રહે છે.
ઉત્તર:- એ. શલ્ય કાઢવા માટે મારે અને તારે તે શબ્દ મેં વાપર્યો. અને તે વાત તમે પકડી લીધી. મારે અને મારી પર્યાય વચ્ચે પ્રદેશભેદ છે એમ નહીં. મારે અને તારે પ્રદેશભેદ છે-ક્ષેત્રભેદ છે. અહીં પર્યાય મારી છે તેમ પણ નથી કહેવું પરંતુ દ્રવ્ય પર્યાયની પ્રદેશભિન્નતા માટે મારે અને તારે શબ્દનો પ્રયોગ કરેલ છે. મારા બંગલાની હદ જુદી અને બાજુમાં પાડોશી રહે છે તેના બંગલાની હદ જુદી છે. હદ એટલે તેનું ક્ષેત્ર જુદું જ છે. એના ક્ષેત્રમાં કાંટા ઊગે કે એના ક્ષેત્રમાં ગુલાબના ફૂલ ઊગે તેની સાથે મારે કાંઈ સંબંધ નથી. મારું લક્ષ પરિણામ ઉપર નથી.. કેમકે મારા પ્રદેશ અને તારા પ્રદેશ જુદા છે.
ભાવકર્મના ઉદયના સ્થાનોનો પણ અવકાશ નથી. ભાવકર્મ આત્મામાં ઉત્પન્ન થઈ જશે એવો ભય રાખીશમાં ! મિથ્યાત્વ નામનું ભાવકર્મ મારામાં ઉત્પન્ન થઈ જશે તો? એવો ભય રાખીશમાં. એ ભયને કાઢી નાખ અને નિર્ભય થઈ જા! તારમાં ભાવકર્મ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૧
શુદ્ધ અંત:તત્ત્વ ઉત્પન્ન થતા જ નથી –તેને અવકાશ જ નથી. તેથી ભય રાખીશ માં કે-હાય ! હાય ! મારામાં અજ્ઞાનભાવ ઉત્પન્ન થશે તો? અરે ! તારામાં ભાવ મિથ્યાત્વ કયાંથી ઉત્પન્ન થાય ! તું તો શુદ્ધ ચિદાનંદ આત્મા છો ને!નિજ પરમાત્મદ્રવ્ય છો ને ! તેથી રાગને ને મારે બન્નેને પ્રદેશભેદ છે. અવકાશ નથી તેવો કડક શબ્દ વાપર્યો છે. ઊંચામાં ઊંચો શબ્દ વાપર્યો છે.
આહાહા..! ઉત્પન્ન થાય અને પછી નાશ થાય તે વાત પરિણામની છે. પરંતુ અહીંયા તો ઉત્પન્ન જ થતું નથી તે વાત છે. મારા બંગલામાં બાવળના કાંટા ઊગતા જ નથી ને! આહા! પછી એ કાંટાને મારે દાતરડાંથી કાઢવા તે પ્રશ્ન રહેતો જ નથી ને ! અવકાશ નથી એ શબ્દ છે ને? આત્મામાં ભાવકર્મ ઉત્પન્ન થાય તેનો અવકાશ નથી. નિજ નિરંજન પરમાત્માને વિષે નથી.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કે-પદ્મપ્રભમલધારિદેવ સમયસારનો આધાર આપે છે. “જગત મોહ રહિત થઈને સર્વ તરફથી પ્રકાશમાન એવા તે સમ્યક સ્વભાવને જ અનુભવો” શું કહે છે? સમ્યક્ સ્વભાવને જ અનુભવો કથંચિત્ આને અનુભવો અને કથંચિત્ આને એમ નથી. સર્વથા શુદ્ધાત્માના સ્વભાવને અનુભવો... એટલે અનુસરો.
કે જેમાં આ બદ્ધસ્પષ્ટત્વ આદિ ભાવો ઉત્પન્ન થઈને સ્પષ્ટપણે ઉપર તરતા હોવા છતાં ખરેખર સ્થિતિ પામતા નથી.” આ ૧૪મી ગાથાનો આધાર આપ્યો. જેમ પાણી અગ્નિના નિમિત્તે ઉષ્ણ થાય છે એમ જીવના પરિણામમાં કર્મના નિમિત્તે રાગ થાય છે. એ ઉત્પન્ન થાય છે પણ મારામાં સ્થિતિ પામતા નથી. કેમકે તે ઉપર ઉપર તરે છે. ઉપર ઉપર તરે છે અને ઉપરથી આવે છે અને ઉપરથી જાય છે. આકાશમાંથી ઉડતું ઉડતું તણખલું આવે છે અને પાછું આકાશમાં ચાલ્યું જાય છે. મારા ક્ષેત્રમાં એ રાગનું તણખલું આવતું નથી.
બદ્ધ પૃષ્ટવ આદિ ભાવો ઉત્પન્ન થઈને સ્પષ્ટપણે, પ્રત્યક્ષપણે ઉપર તરતા હોવાથી તે ભગવાન આત્માના ક્ષેત્રથી બહાર પર્યાયના ક્ષેત્રમાં છે. પર્યાયમાં ઉપરા-ઉપર હોવા છતાં ખરેખર તે ભગવાન આત્મામાં સ્થિતિ પામતાં નથી. તે આત્માના સ્વભાવમાં પ્રવેશ કરતા નથી. શિયાળાના ધીમાં જેમ આંગળી પ્રવેશે નહીં તેમ જ્ઞાનઘન પરમાત્મામાં પર્યાય પ્રવેશી શકતી નથી.
*
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
પ્રવચન નં:- ૪ ગાથા-૪) શ્લોક - ૧૬
(અનુદુમ ) नित्यशुद्धचिदानन्दसंपदामाकरं परम्।
विपदामिदमेवोचैरपदं चेतये पदम्।। ५६ ।। [ શ્લોકાર્ચ- ] જે નિત્ય-શુદ્ધ ચિદાનંદરૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે અને જે વિપદાઓનું અત્યંતપણે અપદ છે (અર્થાત્ જ્યાં વિપદા બિલકુલ નથી) એવા આ જ પદને હું અનુભવું છું. પ૬. તા. ૧૬/૫/ '૭૯ પ્રવચન નં- ૪ સ્થળ:- મુંબઈ-ઝવેરીબજાર મંદિર
શ્લોક - પ૬ : ઉપર પ્રવચન આ નિયમસાર શાસ્ત્ર છે. ટીકાકારે આ શાસ્ત્રને પરમાગમની ઉપમા આપી છે. એકલું આગમ નહીં પરંતુ અમારા મુખમાંથી પરમાગમ ઝરે છે. એવા સમયસાર આદિ પરમાગમોમાંનું આ નિયમસાર પણ અધ્યાત્મનું પરમાગમ શાસ્ત્ર છે. આ દ્રવ્યાનુયોગનું શાસ્ત્ર છે.
શ્રી ટોડરમલ્લજી સાહેબે કહ્યું કે પ્રથમ જીવે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો અને પછી સ્વરૂપમાં ન ટકાય તો ચરણાનુયોગ, કરણાનુયોગ અને પ્રથમાનુયોગનો અભ્યાસ કરવો. પ્રથમમાં પ્રથમ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાનું કારણ એ છે કે-દ્રવ્યાનુયોગમાં શુદ્ધાત્માનું સ્વરૂપ કહ્યું છે અને જેટલી અશુદ્ધતા છે, સંયોગ છે તે પર્યાય છે અને તેને પદ્રવ્ય કહીને તેને હેય કહી છે. દ્રવ્યાનુયોગમાં હેય અને ઉપાદેયની સ્થિતિ કહી છે.
જ્યારે કરણાનુયોગ, ચરણાનુયોગ અને પ્રથમાનુયોગ તે જાણવાના શાસ્ત્રો છે. અને દ્રવ્યાનુયોગમાં તો એક શુદ્ધાત્મા જ માત્ર ઉપાદેય છે તેવું જેમાં પ્રતિપાદન કરેલું છે. મોક્ષનું કારણ સંયમ છે અને સંયમનું કારણ સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનનું કારણ દ્રવ્યાનુયોગ છે. એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાની ૨૯ વર્ષની ઉંમરે લખ્યું છે-તેવો પાઠ છે.
પરમાગમ શાસ્ત્રોમાં આ નિયમસાર છે. નિયમસાર એટલે નિયમથી કરવા યોગ્ય. નિયમથી જો કરવા યોગ્ય હોય તો એક માત્ર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ કરવા યોગ્ય છે, કારણ કે તે આત્માને હિતરૂપ અને સુખનું કારણ થાય છે. જગતમાં આ ભવ કે બધા ભવોમાં એકમાત્ર સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રના પરિણામ કરવા યોગ્ય છે.
નિયમસાર ના બે અર્થ કર્યા છે. (૧) કરવા યોગ્ય એટલે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રના વીતરાગી પરિણામ છે તે આત્માની સન્મુખ થઈને કરવા યોગ્ય છે. એ કાર્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૫૩
નિયમરૂપ છે. ( ૨ ) એ કાર્ય નિયમનું જે કારણ છે તે તો ચિદાનંદ ભગવાન આત્મા છે, એ કારણ નિયમ છે.. એમ આ શાસ્ત્રમાં કહે છે.
નિયમથી કરવા યોગ્ય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે. એ પરિણામ કેમ પ્રગટ થાય ? કહે–કારણ નિયમનું અવલંબન લ્યે ત્યારે કાર્ય પ્રગટ થાય. તો આ બહુ ઊંચામાં ઊંચું શાસ્ત્ર છે. તેની ચાલીશ ગાથા પૂર્ણ થતાં હવે ૫૬ નંબરનો શ્લોક આવે છે. “ જે નિત્ય-શુદ્ધ ચિદાનંદરૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે,” આ મારો ભગવાન આત્મા છે તે નિત્ય શુદ્ધ છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ અનિત્ય શુદ્ધ છે તેથી એ મારી સંપદા નથી કેમકે તે નાશવાન ભાવો છે. એ નાશવાન ભાવોથી મારું સ્વરૂપ દૂર છે. દૂર છે એટલે ભિન્ન છે. આ વાત ૫૪ નંબરના શ્લોકમાં આવી ગઈ છે.
અહીં કહે છે–જે નિત્યશુદ્ધ છે તે જ હું છું. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના જે અનિત્ય શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે તે અનિત્ય શુદ્ધ હોવાથી મારી સંપદા નથી. તે પરિણામ મારા ધ્યાનનું ધ્યેય નથી.. તેથી એમાં આત્મબુદ્ધિ કરવા યોગ્ય નથી. પરિણામ છે એમ જણાય છે પણ તે મારા છે એમ મને જાણવામાં આવતું નથી. આ કોણ કહે છે ? સાધક કહે છે.
એ સાધક એમ જાણે છે અને કહે છે કે–જે અનિત્ય શુદ્ધ પરિણામ મને પ્રગટ થઈ ચૂકયા છે તેમાં હું આત્મબુદ્ધિ કરતો નથી. કેમકે તે મારી નિત્ય શુદ્ધતા નથી, અનિત્ય શુદ્ધતા છે. અનિત્ય શુદ્ધ તે વ્યવહારનયનો વિષય છે.. અને તેથી તે હેય છે. નિત્યશુદ્ધ તે નિશ્ચયનયનો વિષય હોવાથી તે એક જ ઉપાદેય છે. ‘ જે નિત્ય શુદ્ધ ’ એટલાનો અર્થ થયો.
“ચિદાનંદરૂપી સંપદા ”, ચિક્ એટલે જ્ઞાન. સહજ જ્ઞાન અને સહજ આનંદ તે બન્ને ત્રિકાળી ગુણ લેવા, પર્યાય નહીં. ચિદ્ એટલે જ્ઞાન અને આનંદ માત્ર એ જ મારી સંપદા છે. નિત્ય શુદ્ધ અર્થાત્ નિત્ય જ્ઞાન અને નિત્ય આનંદ તે મારી સંપદા છે. આ જે અનિત્ય આનંદ મને પ્રગટ થઈ ગયો છે તે મારી સંપદા નથી. મારી સંપદા તો નિત્ય શુદ્ધ ચિદાનંદરૂપી સંપદા છે.. તે મારી સંપદા છે.
66
ઉત્કૃષ્ટ ખાણ છે.” એ ઉત્કૃષ્ટ ખાણ નામ ખજાનો છે. આત્મા જ્ઞાન અને આનંદનો ખજાનો છે. એ મારો ખજાનો છે. નિત્ય શુદ્ધ એટલું જ મારું તત્ત્વ છે. અનિત્ય શુદ્ધ એ મારું તત્ત્વ અને મારું સ્વરૂપ નથી. એ મારો સ્વભાવ નથી-એ વિભાવ એટલે કે વિશેષભાવ છે.. તેથી એ મારી ચીજ નથી.
વળી આ ભાવો સાપેક્ષ છે અને હું તો નિરપેક્ષ છું. એ સાવ૨ણ છે જ્યારે હું તો નિરાવરણ છું. સદા નિરાવરણની ખાણ છું. ખજાનો એટલે ખાણ. મારા ખજાનામાં શું છે? મારો ખજાનો નિત્ય શુદ્ધરૂપ જ છે. મારા ખજાનામાં સહજ જ્ઞાન નામનો ગુણ જેનું લક્ષણ પ૨મ પારિણામિક છે, અને જે નિરપેક્ષ નિત્ય શુદ્ધ છે. પૂર્ણ જ્ઞાન અને
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૪ ગાથા-૪૦
૫૪
પરિપૂર્ણ આનંદ છે એ મારી ખાણ અથવા ખજાનો છે-હું આટલો જ છું.
“ જે વિપદાઓનું અત્યંતપણે અપદ છે (અર્થાત્ જ્યાં વિપદા બિલકુલ નથી.)” એ.. વસ્તુ કેવી છે! જેમાં આપદા નથી. મારી સંપદામાં વિપદાનો ત્રણેકાળ અભાવ છે. લૌકિકમાં આપણે નથી કહેતા કે- મારા ઉ૫૨ આપદા આવી પડી, દુઃખ આવી પડયું. વિપદા કહો કે દુઃખ કહો.. તે વિપદાઓનું અત્યંતપણે એટલે સર્વથાપણે અપદ છે.
આહા... હા ! શું કહે છે? મારો જે આ આત્મા છે તે સંપદા સંપન્ન છે. બહા૨માં આ ફેક્ટરીઓ, મકાન અને મોટો અને ગાડીઓ છે એતો મારી સંપદા નથી પણ મને જે અનિત્ય શુદ્ધ પરિણામ પ્રગટ થઈ ગયા છે અને અનિત્ય આનંદ પણ વર્તે છે પરંતુ એ મારી સંપદા નથી. તે મારી ચીજ નથી તેથી હું તેમાં મમતા પણ કરતો નથી. મારી ચીજ એટલા માટે નથી કે તે નાશવાન છે. તેને કર્મના અભાવની અપેક્ષા હોવાથી તે સાવરણ ભાવ છે જ્યારે હું તો નિત્ય નિરાવરણ પરમાત્મતત્ત્વ છું. અમારી સંપદા આટલી જ છે અને એ સંપદામાં વિપદાનો ત્રણેયકાળ અભાવ છે. સર્વથા અભાવ છે. તેનો ચિત્ સદ્ભાવ તો કહો ? ભાઈ ! તું કથંચમાં આવ્યો એટલે વ્યવહારમાં આવી ગયો.
વળી પાછો તે કહે કે–અમે તો જ્ઞાન કરવા માટે કચિત્ કહીએ છીએ ! આ તારો કાળ પર્યાયનું જ્ઞાન કરવા માટે છે કે દ્રવ્યનું જ્ઞાન કરવા માટે છે? હવે આ કાળ છે તે દ્રવ્યસ્વભાવનું જ્ઞાન કરવાનો કાળ છે. એ વ્યવહારના પક્ષવાળા જીવો જ્ઞાનના બહાના હેઠળ વ્યવહારનયના વિષયને આગળ કરે છે. જ્ઞાનનો વિષય તો છે ને! શાસ્ત્રમાં જાણેલો પ્રયોજનવાન તો કહ્યો છે ને ! જુઓ, એ શાસ્ત્રપાઠીએ શાસ્ત્રમાંથી આ કાઢયું ! એ શાસ્ત્રપાઠી પણ મૂરખ છે.. એવું આગમનું વચન છે. શાસ્ત્રપાઠી જ્ઞાનના વિષયને આગળ કરે છે અને સમ્યગ્દષ્ટિ છે તે દૃષ્ટિના વિષયને કાયમ આગળ રાખે છે અને પર્યાયને ગૌણ કરીને તે જાણી લ્યે છે. ખરેખર એમ પણ નથી પરંતુ તેના જ્ઞાનમાં જણાય જાય છે. આહા ! પર્યાયને જાણવાનો પુરુષાર્થ ન હોય, દ્રવ્ય સ્વભાવને જાણવાનો પુરુષાર્થ હોય.. તેનું નામ પુરુષાર્થ છે. સામાન્ય દ્રવ્ય શુદ્ધાત્મા જ્ઞાનમાં ઉપાદેયપણે જણાય છે, શેયપણે જણાય છે ત્યારે એ પરિણામ ઉપેક્ષારૂપ તેના જ્ઞાનમાં જણાય જાય છે. જ્ઞાનની પર્યાયનો સ્વપ૨પ્રકાશક સ્વભાવ છે તેથી ત્રિકાળી જ્ઞાયક છે તે સ્વ છે અને આનંદની પર્યાય પ્રગટ થઈ તે પર છે. એવો સ્વપરપ્રકાશક સ્વભાવ નિશ્ચયથી રહેલો છે. ઓલા સ્વપ૨પ્રકાશકની વાત વ્યવહારમાં જાય છે. આહાહા ! રાગ જણાય છે તે વ્યવહા૨માં ગયું.
આહાહા ! અહીં તો ત્રિકાળી દ્રવ્ય ઉપાદેયપણે જણાય છે અને અતીન્દ્રિયઆનંદ, અનિત્યઆનંદ, અનિત્યશુદ્ધતા જે પ્રગટ થઈ છે એ પણ જ્ઞાનમાં શૈયપણે જણાય છે. એક ઉપાદેયપણે જણાય છે અને એક ઉપેક્ષારૂપે જણાય છે. રાગ તો મારાથી બાહ્ય છે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૫૫
ભિન્ન છે તેથી તેને હવે હું મારા જાણવાના વિષયમાંથી કાઢું છું. જાણવાના વિષયના નામે પણ જ્ઞાયક આત્મા તેને તિરોભાવ થાય છે.. અને તેને શેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય છે.. તે અજ્ઞાન છે.
શું કહ્યું ? સંપદાથી ભરેલો મારો ભગવાન આત્મા છે તેમાં આ શુભાશુભભાવોની જે વિપદાઓ છે અને એની જે આકુળતા છે તેનો મારામાં અત્યંતપણે અભાવ છે.. તેથી તે અપદ છે. સ્વપદમાં આ વિપદા અપદ હોવાથી તેનો મારામાં અભાવ છે, અર્થાત્ જ્યાં બિલકુલ વિપદા નથી. આહા! સાધકને પર્યાયમાં જરાક-સહેજ પણ અસ્થિરતાની આકુળતા હોય એ આકુળતાનો મારી સંપદામાં ત્રિકાળ અભાવ છે-તે મારામાં નથી. પ્રગટ થયેલો અતીન્દ્રિયઆનંદ મારામાં નથી તો પછી આકુળતાની વાત તો કયાંયને કયાંય દૂર રહી જાય છે.
એમ કહ્યું ને-વિપદાઓનું અત્યંતપણે એટલે વિપદા બિલકુલ નથી. અત્યંતપણે અપદ છે તેથી તે મારું પદ નથી તે અપદ છે. શુભાશુભભાવો અપદ છે. નિત્ય શુદ્ધભાવ તે સ્વપદ છે. આહા... હા ! મારી સંપદામાં વિપદાનો ત્રણેયકાળ અભાવ છે.
આ શુદ્ધભાવ અધિકાર ચાલે છે. આના મથાળું સંવર નિર્જરા કે મોક્ષ નથી. આ અધિકારનું મથાળું આસ્રવ, બંધ પણ નથી. આના મથાળામાં શુદ્ધ જીવતત્ત્વનું મથાળું છે. શુદ્ધતત્ત્વ કહો કે શાયકભાવ કહો. પરમપારિણામિકભાવ જેનું લક્ષણ છે એવો નિજ પરમાત્મદ્રવ્ય તે જ હું છું. આ વાત પરમાત્માની છે. અહીંયા પરમાત્મા બિરાજમાન છે હોં !
નિત્ય શુદ્ધતા તે મારી સંપદા છે, જ્યાં વિપદા બિલકુલ નથી એવું અસ્તિ-નાસ્તિ અનેકાન્ત કર્યું. સંપદાઓ છે આપદાઓ મારામાં નથી એમ અસ્તિ-નાસ્તિ અનેકાન્ત કરીને સમ્યક્ એકાન્તનું અવલંબન લેતાં અનેકાન્તનું જ્ઞાન થઈ જાય છે.
શું કહ્યું ? અસ્તિ-નાસ્તિ અનેકાન્તનું જ્ઞાન કરાવ્યું કે આવી સંપદાથી હું ભરેલો છું અને મારામાં વિપદાઓ બિલકુલ નથી એમ અસ્તિ-નાસ્તિનું જ્ઞાન કરાવીને સમ્યક્ એકાન્ત એવા નિજ સંપદામાં હું દૃષ્ટિ લગાવું છું. સમ્યક્ એકાન્તનું જ્ઞાન થતાં તેને અનેકાન્તનું જ્ઞાન પણ પ્રગટ થઈ જાય છે. સમ્યક્ એકાન્તપૂર્વક અનેકાન્ત તે સમ્યક્ અનેકાન્ત છે. સમ્યક્–એકાન્તને છોડીને જે અનેકાન્તમાં રોકાય છે તે મિથ્યા અનેકાન્ત છે, તેનું નામ અનેકાન્ત છે નહીં. અનેકાન્તના નામે પણ શાસ્ત્ર પાઠી રોકાઈ જાય છે. સમંતભદ્રાચાર્યનું સૂત્ર છે-“ અનેળાન્તોઽપિ અનેહાન્ત: ન મેળાન્ત: ” તે દૃષ્ટિનો વિષય નથી. સમ્યક્ એકાન્ત એવો શુદ્ધઆત્મા તે દૃષ્ટિનો વિષય છે. શ્રીમદ્ભુએ પણ કહ્યું છે કે–“ અનેકાન્તિક જ્ઞાન પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. ”અનેકાન્તમાં આવતાં તે પંડિત થાય છે અને અનેકાન્તમાંથી એકાન્ત કાઢે તોએ સમકિતી બની જાય છે. તેણે અસ્તિ-નાસ્તિ અનેકાન્ત કર્યું.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬
પ્રવચન નં:- ૪ ગાથા-૪) હું આવો છું અને મારામાં આપદા નથી એમ અતિ નાસ્તિ અનેકાન્તનું જ્ઞાન કરાવ્યું. એ અનેકાન્તનું જ્ઞાન કયારે થાય ? નિત્ય શુદ્ધનું અવલંબન લે ત્યારે અનેકાન્તનું જ્ઞાન થાય. મારામાં આપદા નથી એમ ખબર કયારે પડે ? અસ્તિને અવલંબે ત્યારે.. અસ્તિમાં જે છે એનું જ્ઞાન થયું અને એની સાથે.. સાથે મારામાં શું નથી એનું જ્ઞાન એની સન્મુખ થયા વિના થયું.
શ્રોતા:- એની સન્મુખ થયા વિના.
ઉત્તર- તેની સન્મુખ થયા વિના સહજપણે થઈ જાય છે. મારામાં જેની નાસ્તિ છે તેની સન્મુખ જ્ઞાન થતું જ નથી. અસ્તિની સન્મુખ થતાં, અસ્તિના અવલંબને જે એમાં નથી એનું જ્ઞાન થાય તેને અનેકાન્તિક જ્ઞાન કહેવામાં આવે છે. સમ્યફ એકાન્ત એવા નિજપદનું અવલંબન લિધા વિના દ્રવ્ય-પર્યાયનું જ્ઞાન થઈ શકતું નથી.
આ જ પદને હું અનુભવું છું.” આહાહા ! શું કહે છે? સાધક ભાવલિંગી સંત એમ ફરમાવે છે કે હું આ જ પદને અનુભવું છું. કથંચિત્ શુદ્ધાત્માને અનુભવું છું અને કથંચિત્ પર્યાયને આત્માપણે હું અનુભવું છું એમ કથંચિત્ નથી. આહા! અજ્ઞાનીને કથંચિનું જ્ઞાન જ ન હોય. એ તો વ્યવહારના પક્ષથી બોલે છે.
કહ્યું કે “આ.. જ પદને', મારું પદ નિત્ય શુદ્ધ છે. મારું સ્વરૂપ છે તેને હું અનુભવું છું એટલે આ જ હું છું તેમ શ્રદ્ધાને જ્ઞાનમાં અને ચારિત્રમાં આવે છે. આ એક શુદ્ધાત્મા જ મારો છે તેમ અનુભવમાં આવે છે. મારા પરિણામનો વિષય અપરિણામી છે. આ અપરિણામી અને નિષ્ક્રિય શબ્દ જ્યાં સોગાનીજીની વાતમાં બહાર પડ્યો ત્યાં તો ઉહાપોહ થયો. બીજે તો થાય પણ ઘરમાં થયો. પરંતુ પૂ. બહેનશ્રીના વચનામૃતમાં બોલ ન ૨૦૧ અને ૨૦૨ માં અપરિણામી અને નિષ્ક્રિય કાલ વંચાવ્યું હતું. ઘરે જઈને બધા વાંચી લ્ય. બધાની પાસે હવે તો શાસ્ત્ર છે.
આહાહા ! દ્રવ્યદૃષ્ટિએ વસ્તુ અપરિણામી અને નિષ્ક્રિય જ છે-અનાદિ અનંત આવી જ છે. એમાં સાંખ્યમત આવતો નથી. કેમકે નિશ્ચયનયે અપરિણામી છે એટલે બીજીનયે બીજો છે તેવું જ્ઞાન થઈ જાય છે. નાસ્તિનું જ્ઞાન થઈ જાય છે. અસ્તિના અવલંબને નાસ્તિનું જ્ઞાન થઈ જાય છે. આપણે આપણા ઘરમાં દાખલ થયા એટલે આજુબાજુના ઘર મારા નથી એ ગોખવું પડે ? તમે તમારા ઘરમાં બેઠા એટલે આજુબાજુના જે મકાનો છે તે બધા મારા નથી એમ સહેજ આવી જાય છે. તેને અસ્તિનાસ્તિ અનેકાન્તિકજ્ઞાન કહેવામાં આવે છે.
આહા. હા! આ જ પદને હું અનુભવું છું. એકાન્ત મારા શુદ્ધાત્માને જ અનુભવું છું, નિરંતર અનુભવું છું. હું શુદ્ધાત્માને જ સેવું છું. હું નિરંતર શુદ્ધાત્માની જ ઉપાસના કરું છું. હું બીજાની ઉપાસના કરતો નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૭
શુદ્ધ અંત:તત્ત્વ
શ્લોક - પ૭
(વસંતતિનેT) यः सर्वकर्मविषभूरुहसंभवानि मुक्त्वा फलानि निजरूपविलक्षणानि। भुंक्तेऽधुना सहजचिन्मयमात्मतत्त्वं
प्राप्नोति मुक्तिमचिरादिति संशयः कः।। ५७।। [શ્લોકાર્થ-] (અશુભ તેમ જ શુભ) સર્વ કર્મરૂપી વિષવૃક્ષોથી ઉત્પન થતાં, નિજરૂપથી વિલક્ષણ એવાં ફળોને છોડીને જે જીવ હમણાં સહજચૈતન્યમય આત્મતત્વને ભોગવે છે, તે જીવ અલ્પ કાળમાં મુક્તિને પામે છે-એમાં શો સંશય છે? પ૭.
શ્લોક - પ૭° ઉપર પ્રવચન (અશુભ તેમજ શુભ) અશુભ તેમજ શુભ બન્ને લઈ લીધાં. “સર્વે કર્મરૂપી વિષવૃક્ષોથી ઉત્પન્ન થતાં”, આહા! શુભભાવ અને અશુભભાવ બેય ઝેરનું ઝાડ છે. એમાંથી ઝેરના ફળ આવે છે. તેના નિમિત્તે જે કર્મ બંધાય તે ઝેરથી બંધાયેલા હોવાથી, ભવિષ્યમાં એ કર્મના ઉદયનું લક્ષ કરશે ત્યારે એને ઝેરની જ ઉત્પત્તિ થશે. એટલે નૈમિત્તિકમાં પણ ઝેર અને નિમિત્તમાં પણ ઝેર. જ્યાં સુધી નિમિત્તનું લક્ષ કરે ત્યાં સુધી ઝેર છે. પછી તો તે જ્ઞાનનું જ્ઞય છે. અશુભભાવ તેમજ શુભભાવ બે પ્રકારના કર્મ છે. કર્મ એટલે કાર્ય, કાર્ય એટલે ભાવકર્મ. કર્મ એટલે જડકર્મની વાત નથી. પણ ભાવકર્મની વાત છે.
સર્વે કર્મરૂપી વિષવૃક્ષોથી ઉત્પન્ન થતાં”, આહા.... હા ! પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું છે. પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું અને બે ઘડીની સામાયિક બાંધે તેને? એ વિષકુંભ છે તેમ જીવથી કમ બોલાય ! એ સામાયિક કરવા રોજ બેસે છે. એ શુભભાવરૂપ જે સામાયિક છે એ વિષકુંભ છે. અને નિશ્ચય સામાયિક છે એ તો ચારિત્રના વીતરાગી પરિણામ છે.. અને એ તો સાક્ષાત મોક્ષનું કારણ છે. પ્રતિકમણ, પ્રત્યાખ્યાન ને સામાયિક તે નિશ્ચય અને વ્યવહાર બે રૂપે છે.
શું કહે છે? અરે ભાઈ ! આ તારો અભિપ્રાય એક બાજુએ રાખીને નવી વાત તો સાંભળ. જ્ઞાનીઓ કહે છે–તારા અભિપ્રાયની અમને ખબર છે. અશુભભાવ છે તે ય છે અને શુભભાવ છે તે ઉપાદેય છે. અશુભભાવ વિષકુંભ છે અને શુભભાવ તે અમૃતકુંભ છે-આ તારી માન્યતાની અમને ખબર છે. અશુભભાવ દુ:ખરૂપ છે અને શુભભાવ એવી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
પ્રવચન નં:- ૪ ગાથા-૪) જે તારી અનાદિની માન્યતા છે તે મિથ્યાશ્રદ્ધારૂપ છે. હવે જે વાત તારા અનુભવમાં આવી છે અને તારા સાંભળવામાં પણ આવી છે અને પરસ્પર આચાર્યપણું પણ તું કરી રહ્યો છે એની અમને ખબર છે. હવે બે ઘડી તું એ વાતને તારા ખાનામાં ડીપોઝીટ રાખ! હમણાં ફેંકીશ નહીં. તને કોઈ સારી ચીજ મળી જાય તો ફેંકી દેજે.
શુભ અને અશુભથી રહિત એવો જે આત્મા છે તે આત્માને ચૂકીને, આત્માને ભૂલીને, પારદ્રવ્યનું લક્ષ કરીને, કર્મના ઉદયમાં જોડાઈને જે શુભ અને અશુભ પરિણામ થાય છે એ સર્વ કર્મરૂપી વિષવૃક્ષો છે. વિષ એટલે ઝેરનું ઝાડ છે. વિષ એટલે ઝેર અને વૃક્ષ એટલે ઝાડ. વિષવૃક્ષોથી ઉત્પન્ન થતાં શુભને અશુભ બન્ને ફળો છે. વિષવૃક્ષથી ઉત્પન્ન થયેલાં શુભને અશુભ ફળ બન્ને ઝેર છે. વિષ્ટા ન કહ્યું. વિષ્ટા ખાય તો મરે નહીં પરંતુ ઝેર ખાય તો...?
આહા... હા ! પુણ્યને વિષ્ટા કહી ત્યાં તો આખું ભારત ચમકી ગયું. વિષ્ટા અને ઝેર એ બે શબ્દોમાં મોટો આંતરો છે. “વિષ” શબ્દ તો સમયસારમાં છે, તેની સામે ઉહાપોહ થઈ શકે તેમ નથી. સંતો કહે છે–સાંભળ ! બે ઘડી તારી માન્યતાને એક બાજુએ રાખી અને એક નવી વાત સાંભળ ! હું તને તારા હિતની વાત કહું છું બાપુ! અમે જેનાથી હિત સાધ્યું છે અર્થાત્ અનુભવ કરીને આ વાત તને કહીએ છીએ. તારા જે શુભાશુભ પરિણામ છે એ વિષવૃક્ષોથી ઉત્પન્ન થયેલાં ઝેરના ફળોને છોડ હવે. સામાયિકનો વિકલ્પ તે વિષવૃક્ષ છે.
હવે કહે છે–સામાયિક બે પ્રકારની છે. (૧) વીતરાગી સામાયિક અને (૨) શુભરાગરૂપી સામાયિક. સમકિતીને આવી બે પ્રકારની સામાયિક હોય છે. (૧) નિશ્ચય સામાયિક અને (૨) વ્યવહાર સામાયિક. અજ્ઞાનીને નિશ્ચય સામાયિક નહીં હોવાથી તેના શુભભાવરૂપ વ્યવહારને સામાયિક નામ પણ આપવામાં આવતું નથી. તેને કષાયની મંદતા કહેવામાં આવે છે. તેને નિશ્ચય ન હોવાથી ઉપચારથી સામાયિકપણ કહેવામાં આવતી નથી.
અજ્ઞાની કહે છે–સામાયિક તો દરરોજ બે ઘડી કરીએ છીએ. પ્રતિક્રમણ પણ સવાર-સાંજ કરીએ છીએ. તો કહે છે–તું કર્તા બુદ્ધિએ કષાયની મંદતા કરી રહ્યો છે. તને અકર્તા સ્વભાવ દૃષ્ટિમાં આવતો નથી. આવા વિષવૃક્ષથી ઉત્પન્ન થતાં ફળોને. આમાં પહેલા વાકયમાં વિષવૃક્ષ છે અને બીજા વાકયમાં ફળ લીધું છે. શુભાશુભ ભાવ તે વિષવૃક્ષનું ફળ છે. એ ફળ કેવું છે તે કહે છે.
નિજરૂપથી વિલક્ષણ એવાં ફળોને છોડીને”, નિજ જ્ઞાન ને આનંદ એવી જે મારી સંપદા તે અમૃતનો કુંભ છે. એ અમૃતકુંભથી વિલક્ષણ એટલે વિરુદ્ધ આ શુભાશુભ ભાવો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૯
શુદ્ધ અંત:તત્ત્વ
આહા.. હા ! દ્રવ્યાનુયોગમાં આ નિયમસાર પરમાગમ શાસ્ત્ર અલૌકિક છે. ટીકાકાર સંત ફરમાવે છે કે હું ભવ્ય. આત્મા ! શુભાશુભભાવથી ઉત્પન્ન થયેલો આ આકુળતામયદુ:ખમય જે ભાવ છે એ વિષ નામ ઝેર છે. એ ઝેરથી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના જે આનંદમય પરિણામ છે તેનો નાશ થઈ જાય છે, એટલે કે તેનું મરણ થાય છે, પરંતુ ભગવાન આત્માનું તો મરણ થઈ શકતું નથી. વિષનું પાન કરવાથી કોનું મરણ થાય છે? કહે છે–તેનું ભાવમરણ થાય છે. શ્રીમદ્જીમાં આવે છે-“ક્ષણક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો.”
જ્યાં થોડો શુભભાવ અને હત્ પુણ્ય કર્યું તો રાજી થઈ ગયો. મિથ્યાષ્ટિનું પુણ્ય છે તે હત્ પુણ્ય છે. અહીં કહે છે-ભાઈ ! એમાં તારું ભાવમરણ થયું. તું એ ઝેરનું પાન કરી રહ્યો છો. એ સમ્યગ્દર્શનમાં ઉત્પન્ન થતો અતીન્દ્રિયઆનંદ શુભાશુભભાવમાં હણાય જાય છે. અને તને હિંસા થઈ જાય છે. તારું સમયે-સમયે ભાવમરણ થાય છે. તેની તને ખબર પડતી નથી. અરે ! એ વિષપાનને તું છોડ અને અમૃતપાન તું કરી લે ! એક વખત અમૃતનો સ્વાદ આવ્યા પછી એ તને વિષ જ લાગશે. અત્યારે તને અમૃત લાગે છે. અત્યારે શુભભાવ મીઠો-મધુરો લાગે છે. પણ એ કડવો, કષાયેલો અને ઝેરરૂપ ભાવ છે. એક વખત આત્મસન્મુખ થઈને અતીન્દ્રિયઆનંદનું તું પાન કરીશને અને પછી સવિકલ્પદશામાં આવીશને ત્યારે તને આ ઝેર લાગશે. એટલે ઝેર પ્રત્યે તને અત્યંત ઉપેક્ષા થશે. અત્યંત ઉપેક્ષા થવાથી ફરી ફરીને ઉપયોગ અંદરમાં આનંદના અનુભવમાં આવી જશે. આહા ! એ અત્યારે તને કેમ વિષ લાગતું નથી ? પેલો અતીન્દ્રિયઆનંદનો અનુભવ નથી એટલે વિષ લાગતું નથી. તેમાં તેને મીઠાસ લાગે છે.
આહા.. હા ! મકાનના ફર્નિચર શું કરાવે! પાંચ લાખના દશ-દશ લાખના ફર્નિચર કરાવે. દશ લાખનો ફલેટ અને દશલાખનું ફર્નિચર કરાવે. આહા ! એ બધું રહેવા દે ભાઈ ! એમાં મમતા કરમાં. જે દરવાજા બનાવ્યા છે એ દરવાજામાંથી તને કાઢશે.. રામ બોલો ભાઈ રામ! એ મકાનનું, દરવાજાનું તું અભિમાન લઈને આવી રહ્યો છે. એ સ્મશાન તારે છોડવા પડશે.
શ્રોતા:- વર્તમાનમાં સ્મશાન છે.
ઉત્તર:- હા, આચાર્ય ભગવાન ત્યાં સુધી ફરમાવે છે કે જે ઘરની અંદર તત્ત્વચર્ચા થતી નથી એ ઘર સ્મશાન સમાન છે. શું કહ્યું? વીસ લાખના ફલેટમાં જ્યાં તે ટી. વી. જોઈ રહ્યો છો.. પણ તું તત્ત્વની પા કલાક કે અડધો કલાક કે કલાક પણ બેસીને તત્ત્વની વાત કરતો નથી તો અમે કહીએ છીએ કે-તારું મકાન સ્મશાન છે. આહા ! “નાગા બાવા બાદશાહથી આઘા” ગુરુદેવે આમ ફરમાવ્યું છે ને! મુનિઓને શું છે? તેને કાંઈ ખરડો કરવો છે? તેને કાંઈ અપેક્ષા છે? અરે ! ચક્રવર્તી વંદે છતાં પણ ન મળે માન છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૬૦
પ્રવચન નં:- ૪ ગાથા-૪૦
જેને માનની પણ ભૂખ નથી એવા સંતો ફરમાવે છે કે–આ શુભાશુભ ભાવ છે તે ઝેરના પરિણામ છે. એના ફળમાં તને આકુળતા થશે. તને આપદા અને દુઃખનું વેદન સમયે સમયે થાય છે તેથી તારો આનંદભાવ હણાય જાય છે. એટલે ભાવમરણ થાય છે.
નિજરૂપથી વિલક્ષણ, ભગવાન ચિદાનંદ આત્માથી વિરુદ્ધ લક્ષણવાળા, અમૃતના કુંભથી વિરુદ્ધ લક્ષણવાળા શુભાશુભભાવો એ બધાં ઝેરના લક્ષણ છે. એવા ફળોને છોડીને એટલે તેની ઉપેક્ષા કરીને. છોડવું છે શું ? દૃષ્ટિમાં ગ્રહ્યું છે તેથી દૃષ્ટિમાંથી ત્યાગ કરવાનો છે. છોડવાનું એટલે શું? એનું સ્વામિત્વપણું છૂટી જાય છે. સમકિતીને ગૃહસ્થ અવસ્થામાં તેનું સ્વામિત્વપણું છૂટે છે. આ કોઈ ચીજ મારી નથી. આહા... હા ! હું તો એક ચિદાનંદ આત્મા છું. બીજું મારું આ જગતમાં કાંઈ દેખાતું નથી. મારા સગાવ્હાલા તો મારી અંદર છે. આ મારો પરદેશ છે. હું કયાં આવી ચડયો આમાં !
66
“નિજરૂપથી વિલક્ષણ એવાં ફળોને છોડીને જે જીવ હમણાં સહજ ચૈતન્યમય આત્મતત્ત્વને ભોગવે છે, તે જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે-એમાં શો સંશય છે ? ” “ એનાં ફળોને છોડીને જે જીવ હમણાં ”, એટલે કાલ નહીં અને આજ પણ નહીં. કાલ તો નહીં પરંતુ આજે નહીં પરંતુ હમણાં એટલે આ ક્ષણે. હમણાં એટલે આ સમયે સહજ ચૈતન્યમય આત્મતત્ત્વને ભોગવે છે. આહાહા ! સહજ અકૃત્રિમ, અનાદિ-અનંત સ્વભાવથી જ ચૈતન્યમય છે. કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ નથી અને કોઈ સંયોગના વિયોગથી તેનો નાશ થતો નથી. તે કોઈ દિ ' જન્મતો નથી અને કોઈ દિ ’ મરતોએ નથી. એવો સહજ અકૃત્રિમ ચૈતન્યમય સ્વભાવ છે. ચૈતન્યમય જ્ઞાન અને આનંદમય એવું જે આત્માનું તત્ત્વ એટલે આત્માનું જે સ્વરૂપ છે તેને હમણાં ભોગવે છે તે કાલ ઉપર રાખતો નથી. આજે શુભાશુભભાવ ભોગવી લઉં અને કાલે આત્માને ભોગવીશ.. તેમ કરતો નથી.
કાલ.. કાલ.. ભાઈ કાલ, આજ.. આજ ભાઈ અત્યારે. ” અત્યારે ને બદલે તેમણે હમણાં કહ્યું. અત્યારે કહો કે હમણાં કહો તે બન્ને એક જ છે.
આહાહા ! “ જે જીવ આવા આત્મતત્ત્વને”, જીવ એટલે જે બહિર્માત્મા છે તે આવા શુદ્ધાત્માને, સહજ ચૈતન્યમય આત્મતત્ત્વને ભોગવે છે તે જીવ-તે આત્મા ! અલ્પકાળમાં મુક્તિને પામે છે. તે અલ્પકાળની અંદર પૂર્ણઆનંદની પ્રાપ્તિ કરે છે. મુક્તિ એટલે પૂર્ણઆનંદ, પૂર્ણઆનંદની પ્રાપ્તિ. નિયમસારમાં ચોથી ગાથામાં મોક્ષનો વિસ્તાર કરતા કહ્યું કે-પૂર્ણઆનંદની ઉપલબ્ધિ તેને મોક્ષ કહેવામાં આવે છે. પૂર્ણઆનંદની ઉપલબ્ધિ એટલે પ્રગટતા. ઉપલબ્ધિ એટલે પ્રગટતા નામ પ્રાપ્તિ, પ્રાપ્તિ એટલે વ્યક્તતા. પૂર્ણ આનંદ જ્યાં પ્રગટ થયો તેને ભગવાન મુક્તિ કહે છે.
સાધક જીવ અલ્પકાળમાં હોં ! લાંબા કાળે નહીં એક વાત કરી. હમણાં તો હમણાંનું
66
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૧
શુદ્ધ અંત:તત્ત્વ ફળ હમણાં. આ ધર્મ ઉધારિયો નથી. આહા ! જ્યારે ધર્મ કરે ત્યારે જ તે સમયે તેને આનંદ આવે.
“એ જીવ અલ્પકાળમાં”, અલ્પકાળમાં એમ કેમ લખ્યું? કહે છે-પંચમકાળ છે ને ! એટલે આજ ભવમાં એમ ન લખ્યું. અલ્પકાળમાં એટલે થોડા કાળમાં. થોડાકાળમાં તે મુક્તિને પામે છે. દૃષ્ટિ અપેક્ષાએ તો મુક્ત થઈ જાય છે પણ આતો પર્યાય અપેક્ષાએ તેને અલ્પ કાળમાં મુક્તિ થાય છે.
કોને થાય છે? જે હમણાં સહજ ચૈતન્યમય આત્મતત્ત્વને અનુભવે છે-ભોગવે છે એવા જીવો અલ્પકાળમાં મુક્તિ પામે છે. “એમાં શો સંશય છે. એમાં કાંઈ સંશય નથી, એમાં અમને કોઈ શંકા નથી. તમે પણ શંકાને છોડી દેજો. જે સમયે તેને આત્માનો અનુભવ થાય તે સમયે એને પ્રતીત અને એના જ્ઞાનમાં વિશ્વાસ આવી જાય છે. અરે ! કોઈ સાધકને કોઈ વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં, ભાવશ્રુતજ્ઞાનમાં મોક્ષના દર્શન પણ થઈ જાય છે. એમાં શો સંશય છે? એમાં કાંઈ સંશય નથી, અવશ્ય મુક્તિ થાય થાય ને થાય જ.
* આત્મ-ભાવના *
હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એક સ્વભાવ છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધાત્માના સમ્યક્ શ્રદ્ધાન, જ્ઞાન, અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિ માત્ર લક્ષણ દ્વારા
સ્વસંવેદન જ્ઞાન વડે સંવેધ, ગમ્ય, પ્રાપ્ય-ભરિતાવસ્થ છું. રાગ-દ્ધ ષ-મોહુ-ક્રોધ-માન-માયા-લોભ પંચેન્દ્રિય વિષયવ્યાપાર, મનવચનકાયવ્યાપાર, ભાવકર્મ-દ્રવ્યકર્મનોકર્મ-ખ્યાતિ-પૂજા-લાભ-દષ્ટિ વ્યુતઅનુભૂત ભોગઆકાંક્ષારૂપ નિદાન-માયા-મિથ્યા-ત્રણશલ્ય આદિ સર્વ વિભાવપરિણામ રહિત છું, શૂન્ય છું, શુદ્ધ નિશ્ચયે હું આવો છું. તથા ત્રણે લોક અને ત્રણે કાળે બધાય જીવ એવા છે. એમ મન, વચન, કાયાથી અને કૃત, કારિત, અનુમોદનાથી નિરંતર ભાવના કર્તવ્ય છે.”
(શ્રી સમયસાર તાત્પર્યવૃતિ ટીકામાંથી)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
६३
ગાથા-૪૧
२॥था - ४१ णो खइयभावठाणा णो खयउवसमसहावठाणा वा। ओदइयभावठाणा णो उवसमणे सहावठाणा वा।। ४१।। न क्षायिकभावस्थानानि न क्षयोपशमस्वभावस्थानानि वा।
औदयिकभावस्थानानि नोपशमस्वभावस्थानानि वा।। ४१।। चतुर्णां विभावस्वभावानां स्वरूपकथनद्वारेण पंचमभावस्वरूपाख्यानमेतत्।
कर्मणां क्षये भवः क्षायिकभावः। कर्मणां क्षयोपशमे भवः क्षायोपशमिकभावः। कर्मणामुदये भव: औदयिकभावः। कर्मणामुपशमे भव: औपशमिक भावः। सकलकर्मोपाधिविनिर्मुक्त: परिणामे भव: पारिणामिकभावः। एषु पंचसु तावदौपशमिकभावो द्विविधः, क्षायिकभावश्च नवविध:, क्षायोपशमिकभावोऽष्टादशभेदः, औदयिकभाव एकविंशतिभेदः, पारिणामिकभावस्त्रिभेदः। अथौपशमिकभावस्य उपशमसम्यक्त्वम् उपशमचारित्रम् च। क्षायिकभावस्य क्षायिकसम्यक्त्वं, यथाख्यातचारित्रं, केवलज्ञानं केवलदर्शनं च , अन्तरायकर्मक्षयसमुपजनितदानलाभभोगोपभोगवीर्याणि चेति। क्षायोपशमिकभावस्य मतिश्रुतावधिमनःपर्ययज्ञानानि चत्वारि, कुमतिकुश्रुतविभंगभेदादज्ञानानि त्रीणि, चक्षुरचक्षुरवधिदर्शभेदादर्शनानि त्रीणि, कालकरणोपदेशोपशमप्रायोग्यताभेदालब्धयः पञ्च, वेदकसम्यक्त्वं, वेदकचारित्रं, संयमासंयमपरिणतिश्चेति। औदयिकभावस्य नारकतिर्यङ्मनुष्यदेवभेदाद् गतयश्चतस्रः, क्रोधमानमायालोभभेदात् कषायाश्चत्वारः, स्त्रीपुंनपुंसकभेदाल्लिङ्गानि त्रीणि, सामान्यसंग्रहनयापेक्षया मिथ्यादर्शनमेकम् , अज्ञानं चैकम् , असंयमता चैका, असिद्धत्वं चैकम् ,शुक्लपद्मपीतकापोतनीलकृष्णभेदाल्लेश्याः षट् च भवन्ति।पारिणामिकस्य जीवत्वपारिणामिकः, भव्यत्वपारिणामिकः, अभव्यत्वपारिणामिकः, इति त्रिभेदाः। अथायं जीवत्वपारिणामिकभावो भव्याभव्यानां सदृशः, भव्यत्वपारिणामिकभावो भव्यानामेव भवति, अभव्यत्वपारिणामिकभावोऽभव्यानामेव भवति। इति पंचभावप्रपंचः।
पंचानां भावानां मध्ये क्षायिकभावः कार्यसमयसारस्वरूपः स त्रैलोक्यप्रक्षोभहेतुभूततीर्थकरत्वोपार्जितसकलविमलकेवलावबोधसनाथतीर्थनाथस्य भगवत: सिद्धस्य वा भवति। औदयिकौपशमिकक्षायोपशमिकभावा: संसारिणामेव भवन्ति, न मुक्तानाम्। पूर्वोक्तभावचतुष्टयमावरणसंयुक्तत्वात् न मुक्तिकारणम्। त्रिकालनिरुपाधिस्वरूपनिरंजननिजपरमपंचमभावभावनया पंचमगतिं मुमुक्षवो यान्ति यास्यन्ति गताश्चेति।
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૩
શુદ્ધ અંત:તત્ત્વ
સ્થાનો ન ક્ષાયિકભાવના, લાયોપથમિક તણાં નહીં;
સ્થાનો ન ઉપશમભાવનાં કે ઉદયભાવ તણાં નહીં. ૪૧. અન્વયાર્થ:- [ ન લાયમાવસ્થાનાનિ] જીવને ક્ષાયિકભાવનાં સ્થાનો નથી, [ન ક્ષયોપશમસ્વભાવસ્થાનાનિ વા] ક્ષયોપશમસ્વભાવનાં સ્થાનો નથી, [ ગૌવિમાવસ્થાનાનિ] ઔદયિકભાવનાં સ્થાનો નથી [વા] કે [૧ ૩૫શનqમાવસ્થાનાનિ] ઉપશમસ્વભાવનાં સ્થાનો નથી.
ટીકા:- ચાર વિભાવસ્વભાવોના સ્વરૂપકથન દ્વારા પંચમભાવના સ્વરૂપનું આ કથન છે.
*કર્મોનો ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિકભાવ છે. કર્મોના ક્ષયોપશમે જે ભાવ હોય તે ક્ષાયોપથમિકભાવ છે. કર્મોના ઉદયે જે ભાવ હોય તે ઔદયિકભાવ છે. કર્મોના ઉપશમે જે ભાવ હોય તે ઔપશમિકભાવ છે. સકળ કર્મોપાધિથી વિમુક્ત એવો, પરિણામે જે ભાવ હોય તે પરિણામિકભાવ છે.
આ પાંચ ભાવોમાં, ઔપથમિકભાવના બે ભેદ છે, ક્ષાયિકભાવના નવ ભેદ છે, લાયોપથમિકભાવના અઢાર ભેદ છે, ઔદયિકભાવના એકવીશ ભેદ છે, પારિણામિકભાવના ત્રણ ભેદ છે.
હવે, પશમિકભાવના બે ભેદ આ પ્રમાણે છે: ઉપશમસમ્યકત્વ અને ઉપશમચારિત્ર.
સાયિકભાવના નવ ભેદ આ પ્રમાણે છે: ક્ષાયિકસમ્યકત્વ, યથાવાતચારિત્ર, કેવળજ્ઞાન ને કેવળદર્શન, તથા અંતરાયકર્મના ક્ષયજનિત દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય.
લાયોપથમિકભાવના અઢાર ભેદ આ પ્રમાણે છેઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ને મન:પર્યયજ્ઞાન એમ જ્ઞાન ચાર; કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન ને વિર્ભાગજ્ઞાન એવા ભેદને લીધે અજ્ઞાન ત્રણ; ચક્ષુદર્શન, અચલુદર્શન ને અવધિદર્શન એવા ભેદને લીધે દર્શન ત્રણ; કાળલબ્ધિ, કરણલબ્ધિ, ઉપદેશલબ્ધિ, ઉપશમલબ્ધિ ને પ્રાયોગ્યતાલબ્ધિ એવા ભેદને લીધે લબ્ધિ પાંચ; વેદકસમ્યકત્વ; વેદકચારિત્ર અને સંયમસંયમપરિણતિ.
દયિકભાવના એકવીશ ભેદ આ પ્રમાણે છે: નારકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ ને દેવગતિ એવા ભેદને લીધે ગતિ ચા૨; ક્રોધકષાય, માનકષાય, માયાકષાય ને લોભકષાય એવા ભેદને લીધે કષાય ચાર; સ્ત્રીલિંગ, પુંલિંગ અને * કર્મોના ક્ષયે = કર્મોના ક્ષયમાં; કર્મોના ક્ષયના સદ્ભાવમાં. [ વ્યવહાર કર્મોના ક્ષયની અપેક્ષા જીવના જે ભાવમાં આવે તે ક્ષયિકભાવ છે. ]
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
પ્રવચન નં:- ૪ ગાથા-૪૧ નપુંસકલિંગ એવા ભેદને લીધે લિંગ ત્રણ; સામાન્યસંગ્રહનયની અપેક્ષાએ મિથ્યાદર્શન એક, અજ્ઞાન એક ને અસંયમતા એક; અસિદ્ધત્વ એક; શુકલલેશ્યા, પઘલેશ્યા, પીતલેશ્યા, કાપોતલેશ્યા, નીલલેશ્યા ને કૃષ્ણલેશ્યા એવા ભેદને લીધે લેશ્યા છે.
પારિણામિકભાવના ત્રણ ભેદ આ પ્રમાણે છેઃ જીવત્વપારિણામિક, ભવ્યત્વપારિણામિક અને અભવ્યત્વપારિણામિક. આ જીવત્વપારિણામિકભાવ ભવ્યોને તેમ જ અભવ્યોને સમાન હોય છે; ભવ્યત્વપારિણામિકભાવ ભવ્યોને જ હોય છે; અભવ્યત્વ-પારિણામિકભાવ અભવ્યોને જ હોય છે.
આ રીતે પાંચ ભાવોનું કથન કર્યું.
પાંચ ભાવો મળે ક્ષાયિકભાવ કાર્યસમયસારસ્વરૂપ છે; તે (ક્ષાયિકભાવ) ત્રિલોકમાં પ્રલોભના હેતુ ભૂત તીર્થંકરપણા વડે પ્રાપ્ત થતા સકળ-વિમળ કેવળજ્ઞાનથી યુક્ત તીર્થનાથને (તેમ જ ઉપલક્ષણથી સામાન્ય કેવળીને) અથવા સિદ્ધભગવાનને હોય છે. ઔદયિક, પથમિક અને ક્ષાયોપથમિક ભાવો સંસારીઓને જ હોય છે, મુક્ત જીવોને નહિ.
પૂર્વોક્ત ચાર ભાવો આવરણસંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. ત્રિકાળ નિપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ પરમ પંચમભાવની (પારિણામિકભાવની) ભાવનાથી પંચમગતિએ મુમુક્ષુઓ (વર્તમાનકાળ) જાય છે, (ભવિષ્યકાળ) જશે અને (ભૂતકાળ) જતા.
ગાથા – ૪૧ : ઉપર પ્રવચન આહા... હા! કુંદકુંદભગવાન અને તેના ટીકાકાર તે બન્નેની જોડી મળી ગઈ. આહા ! એ જોડી લખે છે કે-આ મારા ભગવાન આત્મામાં ક્ષાયિકભાવના સ્થાનો નથી. હવે અન્વયાર્થ લઈએ.
જીવને એટલે મને. આ ક્યા જીવની વાત છે? આ શુદ્ધજીવાસ્તિકાયતત્ત્વની વાત છે. આ જીવદ્રવ્યની વાત નથી. જીવદ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય આવી જાય. અને જીવતત્ત્વમાં એકલો સામાન્ય જ્ઞાયકભાવ જેનું લક્ષણ પરમપારિણામિક ભાવ છે તે જીવતત્ત્વમાં આવે છે. જીવાદિ તત્ત્વોમાંથી જીવતત્ત્વ ખેંચવા જેવો છે. જીવાદિ તત્ત્વોમાંથી અર્થાત્ સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વરૂપ આત્મજ્યોતિને અંતષ્ટિ કરીને ખેંચી લેવા જેવી છે.
જીવને ક્ષાયિકભાવના સ્થાનો નથી.” જીવને એટલે મને ક્ષાયિકભાવના સ્થાનો નથી. પ્રશ્ન થાય કે અત્યારે ક્ષાયિકભાવ નથી અને અત્યારે તેનું જ્ઞાન કરવું? હા, ભાઈ ! જે તારામાં નથી તેનું અત્યારથી જ્ઞાન કરાવે છે. કેવળજ્ઞાન તારામાં નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૬૫
અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય એ અનંતચતુષ્ટય અરિહંતને પ્રગટે છે તે જીવમાં નથી. એ ચાર પ્રકારના કેવળજ્ઞાનાદિ પૂર્ણ પરિણામ તે જીવમાં નથી. હું કેવળજ્ઞાનથી ભિન્ન છું. કેવળજ્ઞાનથી ભિન્ન હોવાથી કેવળજ્ઞાન મારું નથી. અને આ બાયડી છોકરાં, મકાનને આ બધું જંગલ એ મારું છે. જેને હજુ ૫૨ પદાર્થ મારા છે તેવી ભાવના ઘૂંટાય છે અને કેવળજ્ઞાન ભિન્ન છે એમ કહે છે તેનો કે દિ’ આરો આવશે ?
આહા ! ભાઈ ! એ પરદ્રવ્યથી જેની બુદ્ધિ હજુ ખસતી નથી, જેની બુદ્ધિ શુભાશુભભાવથી છૂટતી નથી અને શુભાશુભભાવથી દાચિત્ છૂટે તો ઇન્દ્રિયજ્ઞાનમાં
ફસાતો દેખીને તેને પ્રથમથી જ લાલબત્તી ધરે છે. કહે છે–તને જે ઉપશમ સમ્યગ્દર્શન થાય એ પણ તારામાં નથી.
અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવને કહે છે કે–તને પ્રથમ ઉપશમનો ભાવ પ્રગટ થશે. તને ભલે હજુ થયો ન હોય તો પણ તું પહેલેથી શ્રદ્ધા અને જ્ઞાનમાં રાખજે કે–આ ઉપશમભાવ પ્રગટ થયો એ મારો નથી, એ ભાવ મારામાં નથી... તેથી એ ચીજ મારી નથી-તેથી એ મારું તત્ત્વ નથી. મારામાં નથી એટલે એ ચીજ મારી નથી તેથી હું પ્રથમથી જ એની મમતાને છોડી દઉં છું. પ્રગટ થયા પહેલાં મમતા છૂટે છે.. તેને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. પ્રગટ થયેલા ભાવમાં મમતા ન થાય તેને આલોચના કહેવાય. આ ભાવો ભૂતકાળમાં મારામાં ન હતા તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
જીવને ક્ષાયિકભાવના સ્થાનો નથી. અત્યારે પ્રત્યાખ્યાન કરાવે છે. અત્યારે ક્ષાયિકભાવ તો નથી.. કેવળજ્ઞાન તો નથી.. છતાં પણ શુદ્ધાત્માની શુદ્ધ દૃષ્ટિ કરાવવા આ જે પરિણામો પ્રગટ થશે તેને અત્યારથી હું મારા શ્રદ્ધા-જ્ઞાનમાં એમ લઉ છું કે–તે ભાવો મારામાં નથી. એ પરિણામ મારામાં નથી તેવો નિર્ણય અત્યારે થયો પછી અનુભવપૂર્વક નિર્ણય આવ્યો. હવે એ પરિણામ પ્રગટ થશે તો પણ તેમાં આત્મબુદ્ધિ થશે નહીં. અત્યારે લેશન પાકું કરાવે છે.
આહા.. હા ! ભાવિની પર્યાય પ્રગટ કરવાની છે એના પ્રત્યે અત્યારે હું મમતા છોડી દઉં છું આ રીતે મોક્ષનું પ્રત્યાખ્યાન કરાવે છે આહા... હા ! આ અધ્યાત્મશાસ્ત્ર છે, આ વાત અપૂર્વ છે. પ્રત્યાખ્યાન તો શુભાશુભ ભાવના હોય ને ! સાંભળ ભાઈ ! સાંભળ ! એ કથન સ્થૂળ છે. હવે આ સૂક્ષ્મ વાત ૪૫-૪૫ વરસ થયા ગુરુદેવ સમજાવે છે અને તને સૂક્ષ્મવાત ન બેસે એમ બને નહીં. કદાચ ન બેસે તો ના તો ન પાડતો. વિચાર કોટીમાં રાખજે.
જીવને એટલે મને ક્ષાયિકભાવના સ્થાનો નથી. આહા.. હા ! એ બધા અપદ છે, તે મારું પદ નથી. એ અનિત્ય શુદ્ધ છે અને હું તો નિત્ય શુદ્ધ છું. કેવળજ્ઞાન–મોક્ષ અનિત્ય શુદ્ધ છે, સાપેક્ષ શુદ્ધ છે. હું તો નિત્ય શુદ્ધ અને નિરપેક્ષ શુદ્ધ રહેલો છું. એ કેવળજ્ઞાનની
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬
- પ્રવચન નં:- ૪ ગાથા-૪૧ અવસ્થા સાવરણ છે, જ્યારે હું તો નિત્ય નિરાવરણ છું. આ ઉદયભાવને-રાગને તો સાવરણ કહેવાય પણ આ કેવળજ્ઞાન-મોક્ષની પર્યાય જે પ્રગટ થશે તેને પણ સાવરણ કહેશે. હમણાં એ વાત આવશે હોં! આ બધી વાત શાસ્ત્રમાં છે. ચારેય ભાવોને હુમણાં સાવરણ કહેશે. કેમકે તે કર્મના અભાવની અપેક્ષાથી જેનો જન્મ થયો છે માટે તે સાવરણ છે. પર્યાય સાથે સભાવ સંબંધ હોય કે અભાવ સંબંધ હોય. પરંતુ ક્ષયોપશમભાવનાં, ઔદયિકભાવના કે ઉપમભાવના સ્થાનો નથી.
ચાર વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું આ કથન છે.” જુઓ, ૩૯મી ગાથામાં વિભાવ સ્વભાવો આવ્યું હતું ૩૯ ગાથાનો અન્વયાર્થ કાઢો. “જીવને ખરેખર સ્વભાવ સ્થાન નથી.” સ્વભાવ સ્થાનો નથી એટલે કે વિભાવ સ્વભાવના સ્થાનો નથી. આ વિભાવ સ્વભાવના સ્થાનો એટલે વિકારીભાવો નથી. વિકારી ભાવો અર્થાત્ વિરુદ્ધભાવો, કષાયભાવો જીવમાં નથી. ૩૯ ગાથામાં વિભાવનો અર્થ કરવો-વિકારી ભાવો અને આ ગાથામાં વિભાવનો અર્થ કરવો વિશેષભાવો. વિભાવના બે અર્થ થાય એક વિરુદ્ધભાવ-કષાયભાવ અને એક વિભાવભાવ એટલે વિશેષભાવ.
સામાન્યભાવમાં વિશેષભાવનો અભાવ છે. સામાન્ય એટલે દ્રવ્ય સ્વભાવ છે તેને સામાન્યભાવ કહેવાય, અને એના પરિણામ જે છે તેને વિશેષ કહેવાય. ચાર વિભાવ સ્વભાવોમાં મોક્ષ આવી ગયો. ક્ષાયિકભાવ આવી ગયો. ક્ષાયિકભાવ તે વિભાવભાવ છે. આહા! આ અભ્યાસ તો માંગે છે હોં ! બહારના અભ્યાસમાં બધા હોંશિયાર કહે. અહીં સંતો કહે છે–ભાઈ ! તું આ અભ્યાસમાં પ્રવિણ થા. તો તારું હિત થશે.
આહાહા ! કહે છે કે-ચાર વિભાવ સ્વભાવો એટલે વિશેષ ભાવો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક અને ઉદય એ ચાર પ્રકારના જે પરિણામો પ્રગટ થાય છે તે વિભાવ સ્વભાવ છે. ઉદયભાવ પરલક્ષે થાય છે અને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ તે સ્વલક્ષ થાય છે. આ ચારેય પ્રકારના જે પર્યાયો છે તે વિશેષભાવો છે, તે સામાન્યભાવો નથી.
વિભાવ એટલે વિશેષભાવ, “એ સ્વરૂપ કથન દ્વારા” એટલે તેના સ્વરૂપના કથન દ્વારા પંચમભાવનું સ્વરૂપ કહે છે. અહીં સમજાવવું છે શું? ચાર ભાવો સમજાવવાનું પ્રયોજન નથી. પંચમભાવ એટલે પરમપરિણામિકભાવમાં આ ભાવો નથી. જીવમાં ચારે ભાવો નથી. આ ગાથામાં જીવ જે શબ્દ પડયો છે તે પરમપરિણામિકભાવે બિરાજમાન છે. અને ચાર ભાવો જે છે તે વિભાવભાવે રહેલા છે. આ વાત મૂળગાથામાં છે. “જીવ’ શબ્દ છે ને! એ જીવશબ્દમાંથી કાઢયું પરમપરિણામિકભાવ. પંચમભાવને અદ્ધરથી કાઢયો નથી. અદ્ધરથી કાઢયો છે? મૂળમાં કુંદકુંદભગવાને કહ્યું છે-જીવને નથી. જીવ કોને કહેવો? પરમપરિણામિક ભાવ જેનું લક્ષણ છે એવું નિજ પરમાત્મદ્રવ્ય તે જ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૬૭ હું છું. “જીવ” શબ્દ છે તેમાંથી ટીકાકારે કાઢ્યું.
“એ સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું કથન છે.” આ ચારભાવોને સમજાવવાનો અમારો હેતુ નથી. ચારભાવને તે ગોખી રાખ્યા છે પરંતુ પંચમભાવને તે ગોખ્યો પણ નથી. તો પછી તેનો અનુભવ તો તને ક્યારે આવશે? આ ચારભાવને તું ભાવરૂપે જાણશ પરંતુ આનાથી ભિન્ન પંચમભાવ જે એક આત્માનું લક્ષણ છે તે જ ખરેખર જીવનો ભાવ છે. આ ચાર ભાવો તો બધા વિભાવભાવો છે. કર્મકૃતભાવ અપદ છે તે સ્વપદ નથી. વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા અર્થાત્ નાસ્તિ દ્વારા અસ્તિ સમજાવવાનો અમારો ઇરાદો છે. વ્યવહાર દ્વારા નિશ્ચય સમજાવવાનો ઈરાદો છે. કેમકે વ્યવહારીજનો વ્યવહારને જાણતાં હોવાથી પ્રથમ તેની ભાષામાં તેને કહીએ છીએ. ઘીનો ઘડો કહે ત્યારે તે હું પાડે છે. પછી કહે છે–ઘીનો ઘડો છે તે માટીમય છે. હું ! ઘીનો ઘડો તો પ્રસિદ્ધ છે. તેમ દરેક જીવને વ્યવહાર તો પ્રસિદ્ધ છે. કે-જીવમાં પરિણામ થાય છે એટલે કે-પરિણામ વિના દ્રવ્ય હોઈ શકે નહીં. પરંતુ પરિણામ વિના જ દ્રવ્ય છે તે વાત તેના લક્ષમાં આવતી નથી.
તે ભણેલો છે એટલે તર્ક કરે. જો તમે દ્રવ્યને પરિણામ વિના કહેશો તો જૈનમતનો નાશ થશે, કેમકે તમે અનેકાન્તને ઊડાડ્યું! તમે સ્વાદ્વાદને છોડ્યો. અહીં સંતો કહે છે- સાંભળ ભાઈ ! સાંભળ! બાપુ! સમ્યક્ એકાન્ત વિના અનેકાન્તની ભાષા જાણનારો સ્યાદ્વાદ પણ પ્રગટ થશે નહીં. આહા ! આના દ્વારા એટલે નાતિ દ્વારા કહ્યું કે એ ભાવો આત્મામાં નથી. અમારે નાસ્તિ દ્વારા અસ્તિનું જ્ઞાન કરાવવું છે. નાસ્તિના જ્ઞાન દ્વારા, નાસ્તિના જ્ઞાનનું અવલંબન છોડાવવું છે. નાસ્તિનું તો અવલંબન છોડાવ્યું છે પણ સાથે નાસ્તિના જ્ઞાનનું પણ અવલંબન છોડાવવું છે. અને અસ્તિનું જે જ્ઞાન થાય છે એ જ્ઞાનનું પણ અમારે અવલંબન કરાવવું નથી. માત્ર એકલી અસ્તિનું અવલંબન કરાવવું છે. બહુ સારો અધિકાર છે હોં !
આ બહુ સુંદર અધિકાર આવ્યો છે. આહા. હા! આ તેમની ઉત્તર અવસ્થામાં લખાયેલું શાસ્ત્ર છે ને! નિજ ભાવનાને અર્થે હું આ શાસ્ત્રની રચના કરું છું. અત્યારે કોઈને સમજાવવાનો અમારો અભિપ્રાય નથી. અમારા ભાવમાં કોઈ જીવ ચારભાવ વાળો દેખાતો નથી. અમને તો એક શુદ્ધ જીવાસ્તિકાય એ કલો આત્મા જ દેખાય છે.
એ કહે છે કે-નાસ્તિ દ્વારા અસ્તિ સમજાવવાનો અમારો અભિપ્રાય છે. અરે! જે તારામાં નથી તેનું જ્ઞાન પણ અમારે કરાવવું નથી. તેનું જ્ઞાન તો તને થઈ જશે. આ સિદ્ધની પર્યાય છે તે પંચમભાવ નથી પણ પંચમગતિ છે. ગતિ એટલે શુદ્ધાત્માની પરિપૂર્ણ શુદ્ધ પરિણતીને-સિદ્ધની પર્યાયને ગતિ કહેવાય. સિદ્ધગતિ છે એ પણ પંચમભાવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
રાજીવ છે.
પ્રવચન :- ૪ ગાથા-૪૧ નથી. પંચમભાવ તો અહીંયા છે. આવે છે ને-પૂજિત પંચમભાવની પરિણતી. આ પંચમભાવના સ્વરૂપનું કથન છે. નાસ્તિ દ્વારા અસ્તિનું જ્ઞાન કરાવવું છે. નાસ્તિનું જ્ઞાન કરાવવું નથી, નાસ્તિના જ્ઞાનનું જ્ઞાન કરાવવું નથી, અસ્તિના જ્ઞાનનું જ્ઞાન કરાવવું નથી, પરંતુ માત્ર અસ્તિનું જ્ઞાન કરાવવું છે. જરા ઝીણું તો પડે, તેથી જ અભ્યાસ હોય તો મજા પડે તેવું છે.
આ પંચમભાવના સ્વરૂપનું કથન કરીએ છીએ. સાંભળ ભાઈ ! હવે ટીકાકાર વિસ્તાર કરે છે. આ પંચમભાવ કાઢયો શેમાંથી? જીવને નથી... , જીવમાં નથી, જીવમાં નથી એટલે પંચમપરિણામિકભાવ છે તેમાં આ ચાર ભાવો નથી. આ ક્ષાયિકના સ્થાનો નથી.. ક્ષયોપશમના નથી... નથી તમે કહો છો તો તે કોનામાં નથી ? એટલે ટીકાકાર કહે છે-જીવમાં નથી. મૂળમાં જીવ શબ્દ નથી. મૂળમાં ઔદયિકના સ્થાનો નથી, ઉપશમના નથી, એ નથી તેમાંથી ટીકાકારે જીવ શબ્દ કાઢયો છે. જીવ એટલે જે પંચમભાવ છે તેને જીવ કહેવામાં આવે છે. અને બાકી બધું અજીવ છે.
કહ્યું? ખરેખર જીવનો વિસ્તાર નથી. ખરેખર અજીવનો વિસ્તાર છે. સાત તત્ત્વો છે એમાં પહેલો શબ્દ જીવ છે. બીજો અજીવ છે.. અને અજીવની પાછળ બધી લાંબી લપ છે. જીવની પાછળ કાંઈ નથી. જીવ પછી વિસ્તાર સ્ટોપ થઈ ગયો. જ્યાં અજીવ શબ્દ આવ્યો તો અજીવનો વિસ્તાર છે. એટલે પરમાર્થમાં અધ્યાત્મમાં ચારેય ભાવને અજીવ કહેવામાં આવે છે. અજીવનો અર્થ એ છે કે તે મારાપણે નથી. હું જીવ છું તો મારી અપેક્ષાએ બધું અજીવ છે. પંચપરમેષ્ઠી અજીવ છે તે મારાપણે કયાં છે! તેનું લક્ષ કરતાં મારા પ્રયોજનની સિદ્ધિ થતી નથી. હું મારું ધ્યાન કરું તો મારું પ્રયોજન સિદ્ધ થાય. એક અપેક્ષાએ એ બધા જીવો હોવા છતાં મારી અપેક્ષાએ, આશ્રય છોડાવવાના પ્રયોજન અર્થે તે જીવ હોવા છતાં હું તેને અજીવ જાણું છું—એ મારું પ્રયોજન છે. એ બધા અજીવ થઈ જાય તેમ હું ભાવના ભાવતો નથી. તું ભાવના ભાવે તોય તેઓ જીવ ટળીને અજીવ નહીં થાય. પરંતુ અજીવ કહેવાનો આશય અને અપેક્ષા સમજવી જોઈએ. અપેક્ષા સમજે તો તેને બહુ મજા આવે. પહેલાં મજા આવે અને પછી અતીન્દ્રિયઆનંદ પણ આવે. પહેલાં મજા આવે અને ચિત્તની પ્રસન્નતા થાય તો તેને હર્ષ પણ આવે. એ હર્ષના સ્થાનો મારામાં નથી એ ધ્યાન રાખવા જેવી ચીજ છે. એ આગળ આવી ગયું આપણે.
“કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિકભાવ છે.” આની વ્યાખ્યા-કર્મોના ક્ષયની જેને અપેક્ષા આવે એવો જે ભાવ હોય તે ભાવને ક્ષાયિકભાવ કહેવામાં આવે છે. ક્ષાયક-ક્ષાયિક એટલે કર્મોના ક્ષય થઈને જે ભાવ ઉત્પન્ન થયો તે અપેક્ષાએ તેને ક્ષાયિકભાવ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯
શુદ્ધ અંત:તત્ત્વ
કર્મોના ક્ષયોપશમે જે ભાવ હોય તે ક્ષાયોપથમિક ભાવ છે.” કર્મોમાં પણ ક્ષયોપશમ થાય છે. અઘાતિકર્મનો ઉદય અને ઘાતિકર્મના ઉદયનો એ વખતે અભાવ હોય છે. દેશવાતિકર્મનો ઉદય અને સર્વવાતિકર્મનો અનુદય હોય છે. આવી ક્ષયોપશમ કર્મની સ્થિતિ હોય છે. ક્ષયોપથમિક જે ભાવ હોય તેને ક્ષાયોપથમિક ભાવ કહેવામાં આવે છે. એક કર્મ છે અને એક કર્મના સંબંધથી થયેલાં પરિણામ છે. એ કર્મના સંબંધથી થયેલાં જીવના પરિણામ છે માટે તેની આત્મામાં નાસ્તિ છે. તે કર્મકૃત ભાવ થયો. કારણ કે તેને કર્મની સાપેક્ષતા લાગે છે. આ ક્ષયોપશમભાવ છે તે ધર્મરૂપ છે. અને ક્ષાયિકભાવ તે ધર્મનું ફળ છે. “કર્મોના ઉદયે જે ભાવ હોય તે ઔદયિકભાવ છે.” અને તે અધર્મરૂપ છે. ઉદય, રાગ, દ્વેષ, મોહ પ્રશસ્ત કે અપ્રશસ્ત તે બધું અધર્મ છે. “કર્મના ઉપશમે જે ભાવ હોય તે ઔપથમિક ભાવ છે”—એ ધર્મના પરિણામ છે, તે ધર્મનું ફળ નથી પણ ધર્મના પરિણામ છે. ક્ષાયિકભાવ ધર્મનું ફળ છે. ઉદયભાવ અધર્મ હોવાથી તે સંસારનું ફળ છે. એક મોક્ષનું ફળ અને એક સંસારનું ફળ છે, જેમાં સંસાર ફળે છે તે ઔદયિકભાવ છે.
“સકળ કર્મોપાધિથી વિમુક્ત એ વો, પરિણામે જે ભાવ હોય તે પારિણામિકભાવ છે.” જેમાં કર્મના સદભાવની અને અભાવની અપેક્ષા આવતી નથી અર્થાત્ તેનાથી જે વિમુક્ત છે તે પારિણામિકભાવ છે. કર્મઉપાધિથી વિશેષ કરીને રહિત એવો જે ભાવ હોય તે પરિણામિકભાવ છે. પરિણામે એટલે છે, છે, છે, છે, છે, છે. પરિણામ એટલે ઉત્પાદ-વ્યય નહીં. પરિણામે એટલે છે, છે, છે, છે, છે, ને છે તેને પરિણામે કહેવામાં આવે છે. એવા પરિણામે જે ભાવ હોય તે પારિણામિકભાવ છે. આ ચાર ભાવો કહ્યાં તે પર્યાયરૂપ છે-કર્મ સાપેક્ષ છે. જે આ પરિણામિક એક ભાવ કહ્યો તે કર્મની અપેક્ષા રહિત હોવાથી તે પારિણામિકભાવ છે. આ પારિણામિક ભાવ છે તે દ્રવ્યરૂપ છે. દ્રવ્યનું લક્ષણ છે પરિણામિક અને પર્યાયનું લક્ષણ આ ચાર ભાવો છે.
દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ આખી વસ્તુ પ્રમાણજ્ઞાનનો વિષય થાય છે. એટલે જાણવાનો વિષય થાય છે. એ પ્રમાણજ્ઞાનનો વિષય પણ વ્યવહારનયનો વિષય છે. કેમકે પ્રમાણ નિશ્ચયને તો રહે છે પણ સાથે.. સાથે વ્યવહારનયના વિષયને પણ ગ્રહે છે. માટે પ્રમાણ એ લક્ષણ વ્યવહારનયનું છે. એ નિશ્ચયનું લક્ષણ નથી. કેમકે પ્રમાણમાં વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ નથી. નિશ્ચયનય તેને કહીએ કે જે વ્યવહારનો નિષેધ કરે છે. જે પરિણામ વ્યવહારનો નિષેધ કરે તેને ભગવાન નિશ્ચયનય કહે છે.
| નિશ્ચયનય નિષેધક છે અને વ્યવહારનય નિષેધ કરવા યોગ્ય છે. સોનગઢના સંત વ્યવહારનો નિષેધ કરે છે? હા, તેનો જન્મ વ્યવહારનો નિષેધ કરવા માટે જ થયો છે. તેણે તો વ્યવહારનો નિષેધ કર્યો અને બીજા જીવોને પણ વ્યવહારનો નિષેધ કરાવી અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭)
- પ્રવચન નં:- ૪ ગાથા-૪૧ નિશ્ચયમાં લઈ જાય છે. જ્ઞાનીઓના જન્મ તેના માટે જ હોય છે. જ્યારે-જ્યારે જ્ઞાનીઓનો જન્મ થાય છે ત્યારે ત્યારે સ્વભાવની પ્રાપ્તિ કરાવવા માટે જ તેમનો જન્મ થાય છે.
આ દેહાદિ તો તારા નથી પરંતુ આ સંયોગ પણ ક્યાંય દૂર રહી ગયા. હવે જે પરિણામ પ્રગટ થાય છે. પછી તે સ્વાશ્રિત હોય કે પરાશ્રિત એ પણ તારું સ્વરૂપ નથી. કેમકે તે વિભાવ સ્વભાવો છે. તે વિશેષ ભાવો છે. તે મારું પદ નથી કેમકે તે કર્મકૃતભાવ છે અને સાવરણ છે. જ્યારે હું તો નિત્ય નિરાવરણ પરમાત્મા છું.
આહા.... હા ! વ્યવહારનો નિષેધ કરાવે છે; હાય ! હાય! જો વ્યવહારનો નિષેધ કરશો તો અમારું શું થશે? અહીં કહે છે-તો તને કેવળજ્ઞાન થઈ જશે. વ્યવહારનયનો તમે આશ્રય છોડાવશો તો મુનિઓ નિરાધાર થઈ જશે, અશરણ થઈ જશે! આવો પ્રશ્ન ઊઠાવ્યો છે. શાસ્ત્રમાં. અહીં કહે છે-ના, ના, અશરણ નહીં થાય; કેમકે તેને ભગવાન આત્માનું શરણ રહેલું છે. તેનો તો જલ્દી મોક્ષ થશે.
સકળ કર્મોપાધિથી વિમુક્ત એવો જે પરિણામે ભાવ હોય તે પારિણામિક તેમ કહ્યું. પરિણામે તેવો શબ્દ છે, તેનો અર્થ ઉત્પાદ વ્યય ન લેવો. ક્ષણિક પર્યાય નહીં. પરિણામે છે એટલે છે, છે, છે ને છે એવો જે ભાવ હોય તેને પરિણામિકભાવ કહેવામાં આવે છે. પરિણામિકભાવ છે તે દ્રવ્યરૂપ છે અને ઉપરના જે ચાર ભાવો કહ્યાં તે પર્યાયરૂપ છે. તે પર્યાયરૂપ હોવાથી નાશવાન છે. વળી તે કર્મ સાપેક્ષ છે. દ્રવ્યરૂપ જે પારિણામિકભાવ છે તે નિત્ય છે.. અને કર્મથી નિરપેક્ષ છે-શાશ્વત છે. થોડોક અભ્યાસ તો જોઈએ હોં! આ પાંચભાવની ખબર ન હોય તેને સમજાય નહીં.
શ્રીમદ્જીએ તેના વખતમાં કહ્યું છે-આ કાળમાં નવ તત્ત્વના નામ હોં ! ભાવ નહીં, નામ જાણનારા પણ આંગળીને વેઢે ગણાય તેટલા છે. અને ભાવને જાણનારા તો મને કોઈ દેખાતા જ નથી. આ તો નામમાત્ર હોં! નામ આવડે એવા પણ આંગળીને વેઢે ગણાય એટલા છે. અત્યારે આ ૪૫ વરસમાં કાળ એવો આવ્યો છે એ તો શ્રીમદ્જીના કાળ કરતાં ઘણો ઊંચો કાળ આવ્યો છે. આહા... હા ! આની સભામાં એવા પાત્ર જીવો પણ પાકયા છે. અને પાકતા આવે છે. જેમ ચૂલા ઉપર ચોખા ચડાવ્યા હોય તો પાકી જાય છે કે નહીં ? કે કાચા રહે છે? એમ આ જે દેશનાલબ્ધિ સાંભળે છે ચિત્તની પ્રસન્નતાથી તો એ ભાવિ નિર્વાણ ભાજનમ છે. તેનો સંસાર લાંબો રહેતો નથી.
હવે આ પાંચ ભાવોનું વર્ણન કરે છે. “એ પાંચ ભાવોમાં, ઔપશમિકભાવના બે ભેદ છે.” ઔપશમિકના બે ભેદમાં (૧) ઉપશમ સમકિત છે અને (૨) ઉપશમ ચારિત્ર છે. ક્ષાયિકભાવના નવ ભેદ છે તે આગળ આવશે. ક્ષાયોપથમિકભાવના અઢાર ભેદ છે તે હમણાં કહેશે. ઔદયિકભાવના એકવીસ ભેદ છે તે પાછળ વિસ્તારથી આવશે. પારિણામિકભાવના ત્રણ ભેદ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૭૧
હવે ઔપમિકભાવના બે ભેદ છે તે આ પ્રમાણે છે. હવે તેઓ એક-એકનો વિસ્તાર કરે છે. અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવ પહેલાં સમ્યગ્દર્શન પામે છે ત્યારે તેને ઉપશમ સમ્યગ્દર્શન હોય છે. એટલે ઉપશમભાવના બે ભેદ તેમાં એક ઉપશમ સમ્યક્ત્વ અને બીજું ઉપશમચારિત્ર છે. અગિયારમાં ગુણસ્થાને ઉપશાંત મોહ જ્યારે થાય છે ત્યારે તેને ઉપશમચારિત્ર કહેવામાં આવે છે. આ રીતે ઉપશમ પરિણામ બે પ્રકારે લાગુ પડે છે. ઉપશમ સમ્યક્ત્વ (૧) શ્રદ્ધાગુણની પર્યાયને અને (૨) ચારિત્રગુણની પર્યાયને લાગુ પડે છે. બન્ને વીતરાગી પરિણામ છે.
શ્રદ્ધાગુણની પર્યાયમાં જ્યારે સમ્યગ્દર્શન થાય ત્યારે ઉપશમ થાય છે. પ્રથમ તો તેને એટલે સમ્યગ્દર્શનના પરિણામને શ્રદ્ધાગુણની પર્યાય કહેવામાં આવે છે. હવે જ્યારે તે આત્મા ઉપશમ શ્રેણી માંડે છે અને તેને અગિયારમું ગુણસ્થાન જ્યારે આવે છે ત્યારે તેને ચારિત્રનો રાગ બિલકુલ રહેતો નથી. તે રાગ ઉપશમ થાય છે તેને ઉપશમ ચારિત્ર કહેવામાં આવે છે. આ રીતે ઉપશમભાવ શ્રદ્ધામાં અને ચારિત્રમાં લાગુ પડે છે. ઉપશમભાવ બેમાં લાગુ પડે છે. આ જાણવાનો વિષય છે, આ આદરવાનો વિષય નથી. પરંતુ તે બધું આવે છે એટલે તેનો વિસ્તાર ટૂંકાણમાં તો કરવો જોઈએને !
ક્ષાયિકભાવના નવ ભેદ આ પ્રમાણે છે. આમાં ક્ષાયિક સમકિત આવે છે. ઉપશમભાવમાં ઉપશમસમકિત જ લીધું હતું. હવે સમ્યગ્દર્શનમાં એક ક્ષાયિક સમ્યગ્દર્શન પણ થાય છે. કેવળી તીર્થંકર ભગવાનની સમીપે જીવને ક્ષાયિક સમ્યગ્દર્શન થાય છે. પછી ક્ષાયિકભાવનો બીજો ભેદ ચારિત્ર છે. યથાખ્યાતચારિત્ર તે બારમા ગુણસ્થાને પ્રગટ થાય છે. અગિયારમાં ગુણસ્થાને ઉપશમચારિત્ર હોય છે. ક્ષપકશ્રેણી માંડે ત્યારે બારમા ગુણસ્થાને ક્ષાયિકચારિત્ર હોય. રાગનો તદ્ન અભાવ થઈ જાય છે તેને યથાખ્યાતચારિત્ર કહેવામાં આવે છે. કેવળજ્ઞાન-ક્ષાયિકભાવ તે તેરમા ગુણસ્થાને પ્રગટ થાય છે. ક્ષાયિક સમકિત ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે. યથાખ્યાત ચારિત્ર બારમા ગુણસ્થાને પ્રગટ થાય છે.
ક્ષાયિક કેવળ તેરમે પ્રગટ થાય છે. કેવળદર્શન તેમે પ્રગટ થાય છે. અંતરાય કર્મના ક્ષયથી અનંતદાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ તેરમે ગુણસ્થાને પ્રગટ થાય છે. આ ગુણસ્થાનની પરિપાટીની અપેક્ષાએ વાત છે. પેલો શ્રદ્ધાગુણનો પૂર્ણ પર્યાય છે. બીજો ચારિત્રગુણનો પરિપૂર્ણ પર્યાય છે. ત્રીજો જ્ઞાનગુણનો પૂર્ણપર્યાય છે. ચોથો દર્શન ઉપયોગનો પૂર્ણ પર્યાય છે. એટલે દર્શન નામના ગુણનો પૂર્ણ પર્યાય છે. તેમજ બીજી બધી પર્યાય અંતરાય કર્મના ક્ષયજનિત છે દાન, લાભ, ભોગ, ઉપભોગ. વીર્ય ગુણના પરિણામ રહેલા છે. ભોગવવું એટલે વારંવાર ભોગવવું. આનંદને ભોગવે અને ફરી ફરીને ભોગવે. ઇત્યાદિ ક્ષાયિક ભાવના નવ ભેદો રહેલા છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર
પ્રવચન :- ૫ ગાથા-૪૧ તા. ૧૭/૫/૭૯ પ્રવચન નં:- ૫ સ્થળ:- મુંબઈ-ઝવેરી બજાર મંદિર
આ દ્રવ્યાનુયોગ શાસ્ત્રમાં જે નિયમસારશાસ્ત્ર છે તેની ૪૧મી ગાથા ચાલે છે. આ દષ્ટિના વિષયની ગાથા છે. આવા શુદ્ધાત્મામાં દષ્ટિ લગાવવાથી તેને શુદ્ધાત્માનો સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ થાય છે. એ શુદ્ધાત્માના પરિણામના ત્રણ ભેદ છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર છે એટલો મોક્ષનો માર્ગ છે. એ શુદ્ધાત્મામાં ઉપશમભાવનો અભાવ છે. આગળ ઉપશમ ભાવના બે ભેદ કહી ગયા. ક્ષાયિકભાવના નવભેદ કહ્યાં... તે અભેદ આત્મામાં નથી. એ પરિણામ અપરિણામી આત્મામાં નથી. એ સક્રિયભાવો નિષ્ક્રિય તત્ત્વમાં નથી.
હવે ક્ષયોપશમભાવના અઢારભેદ કહે છે. ક્ષયોપશમભાવના વિગતવાર અઢારભેદ આ પ્રમાણે છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન એમ જ્ઞાનના ચાર પ્રકાર છે. કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એમ સાત પ્રકારની જ્ઞાનની પર્યાયો ક્ષયોપશમભાવે છે. ત્રણ અજ્ઞાન અને ચાર જ્ઞાન કુલ સાત ભેદો તે બધા પરિણામના ભેદો છે.
હવે દર્શનઉપયોગના ભેદ કહે છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એવા ત્રણ પ્રકારના દર્શનના ભેદ છે. આ ક્ષયોપશમ સમ્યગ્દર્શનની વાત ચાલે છે. ક્ષાયિકદર્શન ઉપર ક્ષાયિકના ભેદમાં ગયું. ચાર જ્ઞાનના ત્રણ કુશાનના એમ સાત અને ત્રણ દર્શનના ભેદો મળીને કુલ દશપ્રકાર થયા.
હવે પાંચભેદ લબ્ધિના કહે છે. ક્ષયોપશમલબ્ધિ, ઉપદેશલબ્ધિ એટલે દેશનાલબ્ધિ, કરણલબ્ધિ અને ઉપશમલબ્ધિ એટલે વિશુદ્ધિલબ્ધિ અને પ્રાયોગ્યલબ્ધિ એવા ભેદને લીધે લબ્ધિ પાંચ છે. સાતને + ત્રણ = દશ અને પાંચ લબ્ધિ મળીને કુલ પંદર થયા.
હવે ચારિત્રના ભેદ કહે છે. ક્ષયોપશમ ચારિત્ર, વેદક સમ્યકત્વ એટલે ક્ષયોપશમ સમ્યગ્દર્શન અને વેદક ચારિત્ર એટલે ક્ષયોપશમ ચારિત્ર અને સંયમસંયમ પરિણતી એ પણ ક્ષયોપશમભાવે છે. ઉપશમ ચારિત્રમાં ઉપશમ આવ્યું અને ક્ષાયિક ચારિત્રમાં યથાખ્યાત ચારિત્ર આવ્યું. આ રીતે ક્ષયોપશમ ચારિત્રના ત્રણ ભેદ કહ્યાં. (૧) વેદક સમ્યકત્વ (૨) વેદક ચારિત્ર (૩) સંયમસંયમ પરિણતી તે પંચમ ગુણસ્થાને હોય છે. વેદક ચારિત્ર એ ક્ષયોપશમભાવ હોવાથી સાધકને દશમાં ગુણસ્થાન સુધી હોય છે. વેદક સમ્યત્વ એ ક્ષયોપશમ સમ્યગ્દર્શનની પર્યાય છે. એ ત્રણ ભેદો અને ઉપરના પંદર બધા મળીને અઢાર ભેદો થયા તે પર્યાયના ભેદો એટલે ક્ષયોપશમના ભેદો છે.
હવે “ઔદયિકભાવના એકવીસ ભેદ છે”, તે આ પ્રમાણે છે. આ જીવના પરિણામની યોગ્યતાની વાત છે. નરકગતિ તે જીવના પરિણામની યોગ્યતા છે. તેમાં કર્મ તો નિમિત્ત માત્ર છે. આ બધા જીવના પરિણામો છે તેમાંથી કેટલાક પરિણામ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૭૩
બહિર્સન્મુખ થયેલા છે અને કેટલાક પિરણામ અંતર્સન્મુખ થયેલા છે. એ બે પ્રકારના
પરિણામના ભેદોની વાત કહે છે.
નારકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ તે જીવના પરિણામની યોગ્યતાના ભેદને લીધે ગતિ ચાર છે. ગતિ એટલે આત્માની પરિણતી. હવે કષાયની વાત-ક્રોધકષાય, માનકષાય, માયાકષાય અને લોભકષાય એવા ભેદને લીધે કષાય ચાર છે. તે બધા ઉદયભાવના પ્રકારો છે. સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ એવા ભેદને લીધે લિંગ ત્રણ છે. સામાન્ય સંગ્રહનયની અપેક્ષાએ મિથ્યાદર્શન એક, અજ્ઞાન એક, અસંયમતા એક, અસિદ્ધત્વ એક, શુકલલેશ્યા એક, પદ્મલેશ્યા એક અને પીત્તલેશ્યા તે ત્રણેય શુભભાવ છે અને ત્રણ અશુભભાવરૂપ છે તે કાપોત લેશ્યા, નીલલેશ્યા, કૃષ્ણલેશ્યા એવા ભેદને લીધે લેશ્યા છ પ્રકારની છે.
આ બધા બહિર્મુખ પરિણામથી ઉત્પન્ન થયેલાં ઉદયભાવો છે. આ પર્યાયો છે. એ ભાવો છે ત્યાં સુધી છે, તે કાંઈ સસલાના શીંગડા નથી. પરંતુ એ બધા ભાવો છે પરંતુ મારામાં નથી. એ પરિણામો જીવને નથી, જીવમાં નથી તેથી ખરેખર નિશ્ચયનયે જોવામાં આવે તો જીવ તેનો કર્તા અને ભોક્તા પણ નથી. એવો અકર્તા આત્મા-જ્ઞાયક આત્મા તે દૃષ્ટિનો વિષય છે. તેમાં દૃષ્ટિ લગાવતાં તેને આત્માનો અનુભવ થાય છે. એ વીતરાગી પરિણતીને પરમાત્મા ધર્મ કહે છે-તેનું નામ ધર્મધ્યાન છે.
હવે પારિણામિકભાવના ત્રણભેદ આ પ્રમાણે છે. (૧) જીવત્વપારિણામિક, ભવ્યત્વ પારિણામિક અને અભવ્યત્વ પારિણામિક તેને કર્મની અપેક્ષા નથી. તેને કર્મના ઉદયની, ઉપશમની, ક્ષયોપશમની કે ક્ષયની કાંઈ અપેક્ષા આવતી નથી. એવા ભાવને ૫રમાત્મા પારિણામિકભાવ કહે છે. એ પારિણામિકભાવના ત્રણ ભેદ કહ્યા.
(૧) જીવત્વ પારિણામિકભાવ ભવ્યોને તેમજ અભવ્યોને સમાન હોય છે. (૨) ભવ્યત્વ પારિણામિકભાવ ભવ્યોને જ હોય છે.
(૩) અભવ્યત્વ પારિણામિક ભાવ અભવ્યોને જ હોય છે.
ત્રણ પ્રકારના પારિણામિકમાં જીવત્વ પારિણામિક કહ્યું તે ભવ્ય અને ભવ્યોને બધાને હોય છે. આ અશુદ્ધ પારિણામિક ભાવ હોવાથી એ પર્યાયાર્થિકનયનો વિષય છે. તે વ્યવહારનયનો વિષય હોવાથી એ ભાવ ભગવાન આત્મામાં નથી. જીવનું ખરેખર લક્ષણ શુદ્ધ જીવત્વપારિણામિક ભાવ છે. એ તો જીવમાં તન્મયપણે રહેલો છે. આ ત્રણપ્રકારના જે ભાવો કહ્યાં તે બધા પર્યાયાર્થિકનયનો વિષય હોવાથી તે ભગવાન આત્મામાં નથી.
જે જીવત્વ પારિણામિક કહ્યો તેનાં બે ભેદ છે. (૧) શુદ્ધજીવત્વ અને (૨ દશપ્રકારના પ્રાણથી જીવે તેવો અશુદ્ધ જીવત્વ. આ અશુદ્ધ જીવત્વ આત્મામાં નથી. શુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
७४
પ્રવચન નં:- ૫ ગાથા-૪૧ જીવત્વ પારિણામિક તે અંદરમાં છૂપાયેલું છે. અને જે શુદ્ધ જીવત્વ પારિણામિક ભાવ છે તે ખરેખર આત્માનું લક્ષણ છે-એ જ ખરેખર આત્મા છે. આ રીતે પાંચ ભાવોનું કથન જાણવા માટે કર્યું.
આ પાંચ ભાવો મધ્ય ક્ષાયિકભાવ-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય અરિહંતને હોય છે. જે અરિહંત પરમાત્મા અને સિદ્ધોને આ ભાવ હોય છે. આ ક્ષાયિકભાવ કાર્યસમયસારરૂપ છે. તે કારણરૂપ નથી પરંતુ કાર્યરૂપ છે.
“તે (સાયિકભાવ) ત્રિલોકમાં પ્રલોભના હેતુભૂત તીર્થંકરપણા વડે પ્રાસ થતા સકળ-વિમળ કેવળજ્ઞાનથી યુક્ત તીર્થનાથને”, “પ્રક્ષોભ = ખળભળાટ [ તીર્થંકરના જન્મકલ્યાણકાદિ પ્રસંગે ત્રણલોકમાં આનંદમય ખળભળાટ થાય છે.] તીર્થકરપણા વડે પ્રાપ્ત થતાં એટલે તીર્થકરોને પણ આ ક્ષાયિકભાવ હોય છે. સકળ-વિમળ કેવળજ્ઞાનથી યુક્ત તીર્થનાથને તેમજ ઉપલક્ષણથી સામાન્ય કેવળીનેતીર્થકરને પણ અરિહંત કહેવાય છે. સામાન્ય કેવળીને પણ અરિહંત કહેવાય છે. અરિહંતને ક્ષાયિક ભાવ હોય છે. એ ક્ષાયિકભાવને કાર્યસમયસાર પણ કહેવામાં આવે છે. સિદ્ધ ભગવાનને હોય છે અને તીર્થકરને પણ હોય છે. જે સામાન્ય કેવળીને હોય છે તે સિદ્ધ પરમાત્માને તો હોય જ છે. એટલે કે-અરિહંત અને સિદ્ધને ક્ષાયિકભાવ હોય છે. એ રીતે અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા થયા.
અરિહંતોના ભેદોમાં તીર્થકરને અરિહંત કહેવાય અને સામાન્ય કેવળીને પણ અરિહંત કહેવાય. તેરમા ગુણસ્થાને બિરાજમાન પરમાત્મા નમો અરિહંતાણમ્ અને નમોસિદ્ધાણમ્ એ બે પદધારી પરમાત્માઓને આ ક્ષાયિકભાવ હોય છે. અને હવે જે બીજા ત્રણ પ્રકારના ભાવો કહ્યાં “ઔદયિક, ઔપથમિક અને લાયોપશમિક એ ભાવો સંસારીઓને જ હોય છે-મુક્ત જીવોને હોતા નથી.” આમાં ક્ષાયિક સમ્યગ્દર્શન ન લેવું. કેમકે ક્ષાયિક સમ્યગ્દર્શન સંસારીઓને પણ હોય છે.
અહીંયા કહ્યાં તે ત્રણ પ્રકાર સંસારીઓને હોય છે. ક્ષાયિકભાવનો પ્રકાર (૧) કેવળીઓને (૨) અરિહંતને (૩) સિદ્ધોને હોય છે. હવે “પૂર્વોક્ત ચાર ભાવો” જે કહ્યાં તેમાં એક ક્ષાયિકભાવ કહ્યો અને એક ઔદયિકભાવ કહ્યો, એક ઔપથમિકભાવ કહ્યો અને ક્ષાયોપથમિક ભાવ કહ્યો. એ ચાર પ્રકારના ભેદો પરિણામના ભેદો છે. પૂર્વોક્ત ઉપર કહ્યાં તે ચાર ભાવો એટલે ચાર પ્રકારના જે પરિણામો તે “આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી.”
હવે એક મુદ્દાની વાત કરે છે. ઔદયિકભાવ આવરણ સંયુક્ત છે. એટલે કે કર્મના ઉદયના નિમિત્તે થયેલો એ ભાવ છે. એમાં તો આવરણ સંયુક્તપણું છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ એ તો આવરણ સંયુક્ત છે પરંતુ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૫
શુદ્ધ અંત:તત્ત્વ જે ધર્મના સાધકના પરિણામ ઔપથમિક અને ક્ષાયોપથમિક તે અંતરાત્માને હોય છે. તો પણ તે પરિણામ આવરણ સંયુક્ત છે. કેમકે તેમાં કર્મના અભાવની અપેક્ષા આવે છે. તેને કર્મના આવરણની અપેક્ષા લાગે છે.
ચોથો ક્ષાયિકભાવ છે જે અરિહંત અને સિદ્ધને હોય છે. તે પણ કર્મ આવરણજનિત ભાવ કહેવાય છે. કેમકે એ ભાવ પણ કર્મના અભાવથી ઉત્પન્ન થયેલો ભાવ છે. તે કર્મ સાપેક્ષભાવ હોવાથી તેને પણ આવરણ સંયુક્ત કહ્યો. ક્ષાયિકભાવને પણ આવરણ સંયુક્ત કહ્યો. કેવળજ્ઞાન વખતે જ્ઞાનાવરણકર્મનો ઉદય પણ નથી અને ક્ષયોપશમ પણ નથી. પરંતુ કેવળજ્ઞાનાવરણકર્મનો અભાવ છે. અભાવથી ઉત્પન્ન થયેલો ભાવ-કર્મ સાપેક્ષભાવ હોવાથી તેને પણ આવરણ સંયુક્ત કહ્યો. ક્ષાયિકભાવને આવરણ સંયુક્ત કહ્યો. કેવળજ્ઞાન વખતે જ્ઞાનાવરણ કર્મનો ઉદય પણ નથી. અને ક્ષયોપશમ પણ નથી. પરંતુ કેવળજ્ઞાનાવરણકર્મનો અભાવ છે આ ભાવ કેવળજ્ઞાનાવરણના અભાવથી ઉત્પન્ન થયેલો ભાવ હોવાથી તે અભાવ સંયુક્ત છે. એ ભાવમાં અભાવની અપેક્ષા આવતી હોવાથી તેને પણ આવરણ સંયુક્ત કહેવામાં આવે છે આ ભાવ નિત્ય નિરાવરણ નથી. પરમાત્મ દ્રવ્ય તો આવરણથી નિત્ય રહિત છે.
પરમાત્મ દ્રવ્ય તો અનાદિ-અનંત આવરણથી રહિત છે. ધ્રુવ આત્માને એક સમયમાત્ર પણ એને કર્મનું આવરણ કે ભાવકર્મનું આવરણ ત્રણકાળમાં નથી. દ્રવ્યકર્મનું તો આવરણ નથી પણ ભાવકર્મનું પણ આવરણ નથી. નિજ શુદ્ધ પરમાત્માને સમયમાત્ર આવરણ નથી. આત્માનો આશ્રય કરનારને ધર્મની પ્રગટતા થાય તેનો હેતુ એ છે. કહે છે કે-આ ચાર ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી.
કોઈ જગ્યાએ એમ આવે કે-નિશ્ચય મોક્ષમાર્ગ એ મુક્તિનું કારણ છે. નિશ્ચય મોક્ષમાર્ગ-ક્ષયોપશમ અને ઉપશમભાવ તે મોક્ષનું કારણ છે. અહીંયા તેને મોક્ષનું કારણ નથી તેમ કહ્યું. ક્ષાયિકભાવ પણ મોક્ષનું કારણ નથી. કેમકે તે ભાવ આવરણ સંયુક્ત છે. કેમકે એ ભાવ આશ્રય કરવા યોગ્ય નથી. ક્ષાયિકભાવ છે.. પણ ક્ષાયિકભાવનું અવલંબન કરવા યોગ્ય નથી. એ ક્ષાયિકભાવ શ્રદ્ધાનો વિષય નથી. એ જ્ઞાનમાં ઉપાદેયભૂત શેય પણ નથી. ભેદનું લક્ષ કરવા જેવું નથી. માટે તે કારણ નથી. ક્ષાયિકભાવ-કેવળજ્ઞાન એ પણ મોક્ષનું કારણ નથી.
એમ તર્ક ઊઠે કે-કેવળજ્ઞાન થયા વિના તો મોક્ષ થતો નથી તો કેવળજ્ઞાનને કેમ કારણ ન કહેવાય ? કેમકે કેવળજ્ઞાન થયા પછી મોક્ષ થાય છે. કેવળજ્ઞાન તેરમા ગુણસ્થાને પ્રગટ થાય છે, ત્યાર પછી મોક્ષ થાય છે. તો મોક્ષનું કારણ તો ખરેખર કેવળજ્ઞાન થયું. અહીં કહે છે-કેવળજ્ઞાન મોક્ષનું કારણ નથી. સાંભળ, ભાઈ ! અમને ખબર છે તને અનાદિથી પર્યાયષ્ટિ છે. તું તારી શ્રદ્ધામાંથી ઉદયભાવને કદાચિત્ છોડીશ, ઉપશમભાવને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
પ્રવચન નં:- ૫ ગાથા-૪૧ પણ કદાચિત્ છોડીશ, ક્ષયોપશમભાવને પણ કદાચિત્ છોડીશ, પણ તારી દૃષ્ટિમાંથી ક્ષાયિકભાવ છૂટતો નથી. એ ક્ષાયિકભાવ આવરણ સંયુક્ત છે અને તે મોક્ષનું કારણ નથી. તે આશ્રય કરવા યોગ્ય ભાવ નથી. એક પરમ પારિણામિક પંચમભાવ તે જ આશ્રય કરવા યોગ્ય છે. એનો આશ્રય કરનારને નિયમથી–અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય જ છે. કેવળજ્ઞાન પ્રગટ થયા પછી પણ લાખો-કરોડો-અબજો વરસ ચાલ્યા જાય અને મુક્તિ ન થાય. પરમ પરિણામિકભાવનું આલંબન લેનારને અંતર્મુહૂર્તની અંદર મોક્ષની પ્રગટતા થાય છે. માટે એ ક્ષાયિકભાવ પણ મુક્તિનું કારણ નથી. મોક્ષનું કેમ કારણ નથી? કેમકે તે સાવરણ છે, નાશવાન છે, સાપેક્ષ છે અને તે કર્મકૃત છે. તેમાં કર્મના અભાવની અપેક્ષા આવે છે.
બહુ વિશાળ દૃષ્ટિથી જૈનદર્શન સમજે તો સમજાય તેવું છે. સંકુચિત દૃષ્ટિથી જૈનદર્શન સમજે તો સમજાય એવું જૈનદર્શન-આત્મદર્શન નથી. જૈનદર્શન કહો કે આત્મદર્શન કહો. એને જરા મધ્યસ્થ થવાની જરૂર છે. પોતે જે માની રાખ્યું હોય તેને જરા ડીપોઝીટ રાખવું. હમણાં દરિયામાં ન ફેંકી દેવું. આમ તો દરિયામાં ફેંકવા જેવું જ છે. પણ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ન ફેંકવું. નવા કાને નવી વાત આવતી હોય તો તેને શાંતિથી, ધીરજથી અને તે વાત કઈ અપેક્ષાથી કહેવામાં આવે છે, એ અપેક્ષાથી સમજે તો તેને સમાધાન થઈ જાય. એ અપેક્ષાઓ બધી જ્ઞાનમાં આવે છે. અપેક્ષાઓ દૃષ્ટિમાં આવતી નથી. અને દૃષ્ટિના વિષયમાં પણ અપેક્ષા આવતી નથી. કેમકે દૃષ્ટિ નિર્વિકલ્પ છે અને દૃષ્ટિનો વિષય પણ નિર્વિકલ્પ છે. જ્ઞાન છે તે સવિકલ્પ છે. એનો સવિકલ્પ જાણવાનો સ્વભાવ હોવાથી તે ભેદ પાડીને જાણે છે. જ્ઞાનમાં અપેક્ષા આવે છે અને જ્ઞાનની અપેક્ષાથી જીવ સમજી શકે છે. ક્ષાયિકભાવને સાવરણ કેમ કહ્યો તો તે સમજી જાય છે. કે-કર્મના અભાવની અપેક્ષા આવી તેથી તેને સાવરણ કહેવામાં આવે છે.
કેવળજ્ઞાનને મોક્ષનું કારણ કેમ ન કહ્યું? કેમકે તે પરિણામ છે અને તે પરિણામ અવલંબન કરવા યોગ્ય નથી. તે શ્રદ્ધાનો વિષય નથી, અને એ જ્ઞાનનો વિષય પણ નથી અને એ ચારિત્રનો વિષય પણ નથી. ચારિત્રના પરિણામનો વિષય પણ ભગવાન આત્મા અને ઉપાદેયપણે જ્ઞાનનો વિષય પણ ભગવાન આત્મા અને શ્રદ્ધાનો વિષય પણ આત્મા છે. એવા આત્મામાં આ ચાર પ્રકારના આવરણ સંયુક્ત ભાવોનો ત્રણેકાળ અભાવ છે. એક સમય પણ એ પરિણામ દ્રવ્યમાં આવતા નથી. દ્રવ્યથી પરિણામ ભિન્ન રહી જાય છે તેથી એ પરિણામનો પણ આત્મા કર્તા અને ભોક્તા નથી.
હવે કયા ભાવથી આત્માનો મોક્ષ થાય છે? અને કયા ભાવની ભાવના કરવા યોગ્ય છે? આ ચાર પ્રકારના પરિણામના જે ભેદો કહ્યા તે ભાવના કરવા યોગ્ય નથી, પરંતુ આત્માની ભાવના કરવા યોગ્ય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
“ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ પરમ પંચમભાવની (પારિણામિકભાવની) ભાવનાથી પંચમગતિએ મુમુક્ષુઓ (વર્તમાનકાળ) જાય છે, અને (ભવિષ્યકાળ) જશે અને (ભૂતકાળ) જતા.” અહીં કહે છે કે-આત્મા ત્રિકાળ નિરુપાધિ છે અને ચાર ભાવોને ઉપાધિકૃત કહ્યાં હતાં. સાવરણ કહો કે ઉપાધિથી ઉત્પન્ન થયેલાં કહો બન્ને વાત એક જ છે. ત્રિકાળ નિરુપાધિ અર્થાત્ ત્રણેકાળ જેમાં કર્મની કે રાગની ઉપાધિ લાગુ પડતી નથી તેવો ભાવ. આ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક અને ઉદય એ બધા પરિણામોના વિશેષણો છે. એ દ્રવ્યના વિશેષણો નથી. દ્રવ્ય સામાન્ય શુદ્ધાત્મા જે છે તે એક જ અવલંબન કરવા યોગ્ય છે, આશ્રય કરવા યોગ્ય છે. આત્માને જો શરણ હોય તો પોતાનો શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મામાં ચાર પ્રકારના પરિણામની ત્રણેયકાળ અભાવ છે.
ત્રિકાળ નિરુપાધિ અર્થાત્ ત્રણેકાળ જેમાં કર્મની ઉપાધિ કે રાગના સભાવ કે અભાવની અપેક્ષા આવતી નથી તેવો ત્રિકાળ નિરુપાધિ ભાવ જેનું લક્ષણ છે. જેનું એટલે મારું લક્ષણ છે, આત્માનું લક્ષણ છે તેમ નહીં. મારું આવું સ્વરૂપ છે હોં ! જેનું એટલે મારું આવું સ્વરૂપ છે. એવો નિરંજન નિર્દોષ પરમાત્મા છે. નિર્દોષ એટલે જેમાં અંજન-મેલ નથી.
ભગવાન આત્મા ત્રિકાળ નિરુપાધિ હોવાથી જે એક સમયમાત્ર પણ આત્મા અશુદ્ધ થયો નથી, થતો નથી અને કોઈ કાળે થશે નહીં. ભાઈ ! આત્મા અશુદ્ધ ન થાય, આસ્રવ અશુદ્ધ થાય. તેમ આત્મા શુદ્ધ પણ ન થાય. સંવર-નિર્જરા શુદ્ધ થાય અને મોક્ષ પરિપૂર્ણ શુદ્ધ થાય, જ્યારે હું તો પ્રથમથી જ શુદ્ધ છું. મારે શુદ્ધ થવું નથી. જે અશુદ્ધ થયો હોય તે શુદ્ધ થાવ તો થાવ અને ન થાવ તો ન થાવ! હું તો પ્રથમથી જ શુદ્ધ રહેલો છું. મારે શુદ્ધ થવું નથી ભાઈ !
આહા ! મારે શુદ્ધ થવું છે એમ જો તું વિચારમાં લઈશ તો વર્તમાનમાં હું અશુદ્ધ છું એમ તારે સ્વીકાર કરવો જ પડશે. અશુદ્ધતાનો સ્વીકાર કર્યા વિના મારે શુદ્ધ થવું છે એ વાત આવી શકશે નહીં. આહા! કાલ એ ભાઈ કહેતા હતા કેતમારે કયાં લઈ જવા છે! આત્મામાં લઈ જવા છે. આ લખનારની ભાવના એમ છે કે અમે અમારા શુદ્ધ આત્માને નિરંતર ભાવીએ છીએ. અમે પર્યાયને ભાવતા નથી. આહા! ચારિત્રની પ્રગટ થયેલી ત્રણ કષાયના અભાવપૂર્વકની વીતરાગતા અને અતીન્દ્રિયઆનંદની દશા પ્રગટ થઈ છે. અમે પર્યાયની ભાવના કરતા નથી. અમે ભાવનાની ભાવના નથી કરતા પણ ભાવની ભાવના કરીએ છીએ. અમે ત્રિકાળ ભાવને ભજીએ છીએ. અમે ક્ષણિકભાવને ભજતા નથી.ત્રિકાળભાવને ભજતાં અમને ભાવનાનું જ્ઞાન વર્તે છે. એ ભાવના અને ઉપાદેયપણે જ્ઞાનનું શેય થતું નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
७८
પ્રવચન નં:- ૫ ગાથા-૪૧
આ મુદ્દાની ૨કમનો ટોટલ હવે આવ્યો. આમાં આવે છે જાણવાનો વિષય કે જે આત્મામાં નથી... જે ૫૨દ્રવ્ય છે. ૫૨દ્રવ્યને જાણવું એ પણ મારું કર્તવ્ય અને કાર્ય નથી. એવા નિરંજન જેમાં અંજન-મેલ નથી. સમયમાત્ર પણ જે આત્મા મલિન થયો નથી. જેમ પાણી પર્યાય ઉષ્ણ છે એ વખતે પણ પાણી પોતાના શીતળ સ્વભાવને છોડતું નથી. એ પાણીનો શીતળ સ્વભાવ પારિણામિકભાવ છે. અને જે ઉષ્ણતા છે તે ઉદયભાવે છે. અને થોડી ઠંડી અને થોડી ગરમ મિશ્ર અવસ્થા થાય છે તે ક્ષયોપશમભાવે છે. એ પાણી પર્યાયમાં સર્વથા શીતળતારૂપ પરિણમે છે તેને ક્ષાયિભાવ કહેવામાં આવે છે.
આ ત્રણેય ભાવો અગ્નિની સાપેક્ષતારૂપના ભાવો છે. અગ્નિનો સંયોગ સંબંધ પાણીની પર્યાયની સાથે છે. પાણીની પર્યાય અગ્નિનો સંબંધ કરે છે. જ્યારે પાણીનું દળસ્વભાવ જે શક્તિરૂપ છે એ અગ્નિના સંબંધથી રહિત છે. એ અગ્નિના સંબંધ થયેલી ઉષ્ણ પર્યાય એનાથી પણ શીતળ સ્વભાવ રહિત રહેલો છે.
તેમ આ જે ભગવાન આત્મા છે તેની દશામાં જે રાગાદિ થઈ રહ્યા છે, દેખાય છે એ રાગને કર્મની સાથે સંબંધ છે. પરંતુ મને રાગની કે કર્મની સાથે સંબંધ થયો નથી, થતો નથી અને થશે નહીં. માટે હું ત્રિકાળ શુદ્ધ છું–એમ જે શુદ્ધાત્માની ભાવના ભાવે છે તે આત્મા શુદ્ધ થઈ જાય છે. થાય છે પર્યાય શુદ્ધ અને ઉપચારથી કહ્યું કે-આત્મા શુદ્ધ થાય છે, પણ ખરેખર આત્મા શુદ્ધ થતો નથી કેમકે આત્મા તો શુદ્ધ જ છે. શુદ્ધ થવું એ આત્મામાં નથી. થવું, થયું અને થશે એ બધું પરિણામમાં થાય છે. દ્રવ્ય સ્વભાવમાં ફેરફાર થતો નથી. પર્યાયના ફેરફારે દ્રવ્ય તો ટંકોત્કીર્ણ રહે છે. પરિણામમાં અનેક પ્રકારના ફેરફાર ભલે આવે! મેરુ ડગે પણ ભગવાન આત્મા ડગતો નથી. તે શુદ્ધ સ્વભાવથી એક સમયમાત્ર ચ્યુત થતો નથી.
પોતાના નિજ ત્રિકાળ નિરુપાધિ શુદ્ધ સ્વભાવને એક સમય માત્ર છોડતો નથી... અને ભગવાન આત્મા અશુદ્ધતાને ગ્રહણ કરતો નથી. એવી ત્યાગઉપાદાન શૂન્યત્વ શક્તિ આત્મામાં રહેલી છે. એ આત્મા આત્માને ઉપાદેય છે. એ દૃષ્ટિનો વિષય છે. એ આત્મામાં દૃષ્ટિ લગાવવા યોગ્ય છે. આહા ! એ દૃષ્ટિ મારામાં લાગે છે. મારે કાંઈ મારામાં આશ્રય કરવો નથી. પરિણામમાં દુઃખ થાય છે અને પરિણામને જ્યારે સુખી થવું હોય ત્યારે પરિણામ મારી સમીપે આવે છે... અને પરિણામ શુદ્ધ થઈ જાય છે. હું તો પહેલેથી જ શુદ્ધ છું, મારે શુદ્ધ થવું નથી. હું તો પ્રથમથી જ શુદ્ધ રહેલો છું તે દૃષ્ટિનો વિષય છે– તે સમ્યગ્દર્શનનો વિષય છે–આ ધર્મનો વિષય છે. જેને ધર્મ ક૨વો હોય તેણે શુદ્ધાત્માનું શરણ લેવું પડશે. આહા ! એ પરિણામ શરણ લ્યે છે.
આહા ! થાય છે પરિણામ શુદ્ધ અને ઉપચારથી કહેવાય કે-આત્મા શુદ્ધ થયો. પહેલાં આત્મા અશુદ્ધ હતો તે ઉપચારનું કથન હતું અને હવે આત્મા શુદ્ધ થયો એ પણ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૭૯
ઉપચારનું કથન છે. એ પર્યાયનો આરોપ આત્મા ઉપર આપીને આત્મા શુદ્ધ થયો એમ કહે છે. થયા છે પરિણામ શુદ્ધ અને કહેવાય છે આત્મા શુદ્ધ થયો તો એ પરિણામનો ઉપચાર આત્મા ઉપર આપીને અથવા અભેદનયે આત્માને અશુદ્ધ થયો તેમ કહેવામાં આવે છે. બાકી આત્મા અશુદ્ધ થયો નથી તેથી શુદ્ધ પણ થતો નથી. જે અશુદ્ધ થાય તે શુદ્ધ થાય; એ પરિણામ શુદ્ધ થાવ તો થાવ ! એ પરિણામ શુદ્ધ થયા માટે મારામાં કાંઈક શુદ્ધતા વધી ગઈ એવું છે નહીં. અને પરિણામ અશુદ્ધ થયા તો મારામાં શુદ્ધતા થોડી – અંશે ઘટી ગઈ એમ છે નહીં. અરે ! શુદ્ધ પરિણામ અને અશુદ્ધ પરિણામ મને અડતા નથી. પ્રશ્ન:- પરિણામ શુદ્ધ થયા તો ત્રિકાળીમાં કારણપણું આવ્યું કે નહીં ?
ઉત્ત૨:- ના, આત્મા કા૨ણેય નથી. એ પરિણામ પરિણામથી શુદ્ધ થાય છે ત્યારે ઉપચારથી આત્માને કા૨ણ પરમાત્મા કહેવામાં આવે છે. ખરેખર શુદ્ધ પરિણામનો આત્મા કારણ પણ નથી. કર્તાપણ નથી, કાયિતા પણ નથી.. અને અનુમોદક પણ નથી. કર્મના અભાવથી પરિણામમાં શુદ્ધિ થઈ એ પણ ઉપચારનું ક્થન છે. આત્માનો આશ્રય કર્યો માટે પરિણામ શુદ્ધ થયા એ પણ ઉપચારનું કથન છે. એના ષટ્કા૨કથી, અહેતુક, પર્યાયનો શુદ્ધ થવાનો સ્વકાળ હતો ત્યારે થયા. તે સમયે પરિણામનું મુખ પરસન્મુખ ન હોય પણ એનું મુખ સ્વસન્મુખ છે તેથી ઉપચારથી આત્માને કા૨ણ પરમાત્મા પણ કહે છે. ખરેખર પર્યાયનું કારણ પર્યાય છે. પર્યાયનું કારણ દ્રવ્ય પણ નથી.
“ એવા નિરંજન નિજ પરમ પંચમભાવ, પંચમગતિ નહીં.” પંચમગતિ સિદ્ધને લાગુ પડે છે અને પંચમભાવ તે આત્માના ત્રિકાળી સ્વભાવને લાગુ પડે છે. પંચમભાવ તે દ્રવ્યનું વિશેષણ છે, અને પંચમગતિ તે પર્યાયનું વિશેષણ છે–એ પર્યાયનો ધર્મ છે. પંચમગતિ તે પર્યાય ધારી રાખેલો ધર્મ છે. અને પંચમભાવ તે મારા શુદ્ધાત્માએ ધારી રાખેલો પંચમભાવ છે. પારિણામિકભાવ એ પ૨મ પંચમ ભાવ છે. ૫૨મ શબ્દ કેમ લગાડયો ? ઉત્કૃષ્ટ-પૂજનિક છે માટે ૫૨મ કહ્યું. બાકી પારિણામિકભાવે તો છએ દ્રવ્યો રહેલાં છે. જ્યારે પરમપારિણામિકભાવે તો નિજ પરમાત્મદ્રવ્ય છે.
આહા! ૫૨મ પંચમભાવની એટલે ૫૨મપારિણામિકભાવની ભાવનાથી પંચમગતિને પામે છે. ભાવના એટલે એકાગ્રતાથી. ભાવના એટલે-“ આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન ”, આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન એમ બોલવું કે વિલ્પ કરવો તે આત્માની ભાવના નથી. એ તો વિકલ્પની ભાવના છે. એ તો બધા રાગના રગડા છે, એ તો બધા દુઃખના કારણો છે. વિકલ્પમાત્ર દુઃખ છે. આત્માની ભાવના એટલે આત્મામાં એકાગ્રતા. પરિણતી જ્યારે આત્માની સન્મુખ થાય છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થા આવે છે. એ નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થાને આત્માની ભાવના થઈ તેમ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮)
- પ્રવચન નં:- ૫ ગાથા-૪૧ એ પંચમભાવની ભાવનાથી મુમુક્ષુઓ પંચમગતિએ જાય છે. પંચમગતિએ એટલે મોક્ષપુરીમાં મુમુક્ષુ પધારે છે. અથવા તેની મુક્તિ પર્યાયમાં થાય છે. ખરેખર તો આત્મા ક્યાંય જતોએ નથી ને આવતોએ નથી, પરંતુ પર્યાયની પ્રધાનતાથી જાય છે અને જશે તેમ કહેવામાં આવે છે. આહા ! વ્યવહારનયના કથન ઢગલાબંધ છે. નિશ્ચયનયનું કથન તો એમાંથી કાઢવું જોઈએ. દ્રવ્યાનુયોગમાંથી પણ નિશ્ચયનું કથન કાઢવું. એ કાઢનારા બે પ્રકારના જીવો હોય છે. કાં તો સમકિતી એમાંથી કાઢી શકે છે અર્થાત્ મિથ્યાત્વના અનુભાગનો જેને અભાવ થયો છે તેવા જીવો દ્રવ્યાનુયોગના કથનના રહસ્યને પામી શકે છે અને મિથ્યાત્વનો અનુભાગ જેને ઘટી ગયો છે તેને દ્રવ્યાનુયોગ આ રીતે કહેવા માગે છે તે તેના ખ્યાલમાં-અનુમાન જ્ઞાનમાં આવી શકે છે. જ્યારે તીવ્ર મિથ્યાત્વીને એ ખ્યાલ આવતો નથી. વ્યવહારના પક્ષવાળા જીવનો દ્રવ્યાનુયોગમાં પ્રવેશ થઈ શકતો નથી.
આહા ! જેને વ્યવહારનો પક્ષ છૂટયો હોય, નિશ્ચયનો પક્ષ આવ્યો હોય, મિથ્યાત્વનો અનુભાગ ઘટયો હોય, જ્ઞાન શુદ્ધ ન થયું હોય પણ... જ્ઞાન નિર્મળ થયું હોય તે જીવ સમજી શકે છે. ઓહો હો..! તો ત્રણેયકાળ શુદ્ધ છું. હું માનતો હતો કે વર્તમાનમાં હું અશુદ્ધ છું હું તો માનતો હતો કે-હું તો સંસારી છું. અરે ! હું તો ત્રણેકાળ મુક્ત જ છું. અરે ! હું તો માનતો હતો કે-આઠ કર્મનું મને આવરણ છે. અને આઠકર્મથી હું બંધાયેલો છું. તેને દ્રવ્યાનુયોગ ફરમાવે છે કે-તને આઠ પ્રકારના કર્મનો બંધ થયો નથી. તું અત્યારે મુક્ત છો.
આત્મા તો બધા સરખા-સમાન અને શુદ્ધ છે.. અને પરિપૂર્ણ છે. આવા ભગવાન આત્માની ભાવના ભાવ! હજુ તો તે નિમિત્તની ભાવનામાં પડ્યો છે! પડ્યો છે નિમિત્તની ભાવનામાં અને તે કહે છે મારે ધરમ કરવો છે. હજુ નિમિત્તની ભાવના છૂટતી નથી, પુણ્યના ફળની ભાવના પણ છૂટતી નથી-સંયોગની ભાવના પણ છૂટતી નથી એટલે કે આ ધનધાન્યની ભાવના છૂટતી નથી, કુટુંબની ભાવના છૂટતી નથી, દેવ-ગુરુ-શાસ્ત્રની ભાવના પણ હજુ છૂટતી નથી. અરે ! એતો પૃથક પદાર્થો આત્માથી ભિન્ન છે. પરંતુ અંદરમાં જે ઇન્દ્રિયજ્ઞાનનો ઉઘાડ થયો શાસ્ત્રનો તેની ભાવના ભાવે છે અને કાં કષાયની મંદતા થઈ તેની ભાવના ભાવે છે કે આજનો દિવસ સારો ગયો. શું થયું? તો કહે–આજ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભભાવ થયો. કેમકે મને ગુરુદેવ પધાર્યા તેમના દર્શન થયા. અરે ! એ દર્શન કરે છે ભાવ ઇન્દ્રિય.. હું તો ગુરુદેવના દર્શન કરે એવા પરિણામથી પણ ભિન્ન છું.. તેથી હું એના દર્શન કરતો નથી.
(શ્રોતા:- ગજબ વાત કરી, બહુ સરસ વાત છે.) ઊંચા પ્રકારની વાત છે. દેવગુરુ-શાસ્ત્રના તો દર્શન કર્યા પણ ભગવાન આત્માના દર્શન એક સમયમાત્ર પણ તે કર્યા નથી. એ અવસર આવ્યો છે, નિજ ગુરુના દર્શન કર. નિજ પરમાત્મદ્રવ્ય તે પરમગુરુ છે. આ પરમગુરુ બિરાજમાન છે. હવે નિમિત્તની ભાવના છોડ, શુભાશુભ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૮૧
ભાવની ભાવના છોડ અને શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડરૂપ અગિયાર અંગનું જ્ઞાન કે જે ઇન્દ્રિયજ્ઞાન છે તેની ભાવના છોડ અને સમ્યગ્દર્શનની ભાવના પણ છોડ! ત્યારે તને શુદ્ધાત્માની ભાવના પ્રગટ થશે. પછી અલ્પકાળમાં મોક્ષ થયા વિના રહેશે નહીં. શુદ્ધાત્માની ભાવના ભાવતાં તેને સમ્યગ્દર્શન થાય છે.. અને એની જ ભાવનામાં તેને ચારિત્ર પ્રગટ થાય છે. અને એની જ ભાવનામાં ચારિત્ર વૃદ્ધિગત્ થાય છે. અને એની જ ભાવના ભાવતાં જીવની મોક્ષ દશા પ્રગટ થાય છે. આદિ, મધ્ય, અંતમાં એક શુદ્ધાત્માની ભાવના ભાવવા જેવી છે. અનેકની ભાવના ભાવવા જેવી નથી. પર્યાયની ભાવના કરવા જેવી નથી. હજુ તો ચોવીસે ક્લાક નિમિત્તની ભાવનામાં પડયો છે. એ અનુમાનજ્ઞાનમાં, ઇન્દ્રિયજ્ઞાનથી પણ હજુ આત્માની ભાવના ભાવતો નથી. સમજાણું ?
શું કહ્યું ? હવે પાંચ ઇન્દ્રિયના વ્યાપારને રોકીને.., પાંચ ઇન્દ્રિયોનો વિષય સ્થૂળ રૂપી પદાર્થ છે તેને રોકીને પહેલાં મનવડે તો આત્માની ભાવના ભાવ ભાવમનમાં તો આત્માનું સ્મરણ કર. ભાવમન વડે આત્મા આવો છે તેમ નિર્ણય કર ! ભાવમનથી તો આત્માની ભક્તિ કર કે–હું આવો જ છું અને આ ભાવના કરતા મારો મોક્ષ થશે એમ મનમાં તો લાવ અને મનમાં તો નિમિત્તની ભાવના છોડ! હવે મનમાંથી તો ભેદની પર્યાયની ભાવના છોડ! મનમાં તો ત્રિકાળીની ભાવના ભાવ તો મન મરી જશે અને શુદ્ધાત્માની ભાવના થઈ નિર્વિકલ્પ આત્માનો અનુભવ થશે.
પ્રશ્ન:- અભાવ કારણ થયું ને ?
ઉત્ત૨:- એ ભૂત નૈગમનયે કા૨ણ થયું. કેમકે જ્યારે અતીન્દ્રિયજ્ઞાનથી શુદ્ધાત્માની ભાવના ભાવે છે ત્યારે ભાવમનનો અભાવ થઈ જાય છે. એ વખતે ભાવમન રહેતું નથી. એ અભાવને વ્યવહારે–ભૂતનૈગમનયે કા૨ણ પણ કહેવામાં આવે, એ પણ ભૂતનૈગમનયે. નિર્વિકલ્પ નિશ્ચયનય પ્રગટ થાય છે ત્યારે સવિકલ્પ નિશ્ચયનય અથવા વ્યવહારનય હોતી નથી. એ વ્યવહારનયનો તો અભાવ થઈને અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થયું ત્યારે વ્યવહારનયનો સદ્ભાવ હોતો નથી. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કા૨ણ કહ્યું હોય તો તેને ભૂતનૈગમનયે કારણ કહેવામાં આવે છે. કેમકે જ્યાં સુધી વ્યવહા૨નો સદ્ભાવ છે ત્યાં સુધી નિશ્ચય પ્રગટ થતો નથી. આ રીતે શુભભાવને પણ પરંપરાએ કારણ કહ્યો છે. આ બધા ભૂતનૈગમનયના કથનો છે. ઋજુસૂત્રનયના થન નથી.
શુભભાવરૂપનો વ્યવહા૨ તારો ઉભો રહે અને તને નિર્વિકલ્પ ધ્યાન આવી જાય તેમ ત્રણકાળમાં બનવાનું નથી. બીજું ભાવમન જીવતું રહે અને આત્માનો અનુભવ થાય એમ પણ બનવાનું નથી. વ્યવહારે આમ થયું કહેવાય તેમાં અભાવને કારણ કહેવાય. અભાવ કારણ એટલે કારણ નહીં. તેને ઉપચારથી કારણ કહ્યું અને એ પણ એનો અભાવ થાય ત્યારે કા૨ણ કહેવાય. એનો સદ્ભાવ હોય ત્યારે કારણનો ઉપચાર
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ર
પ્રવચન નં:- ૫ ગાથા-૪૧ પણ આવતો નથી. એ અભાવને જે કારણ કહ્યું તે પણ ભૂતનૈગમનયે કહ્યું છે.
પરમાત્મપ્રકાશમાં ગુરુએ કહ્યું કે-વ્યવહાર કારણ અને નિશ્ચયકાર્ય થાય છે. આ પરમાત્મપ્રકાશ યોગીન્દુદેવનું શાસ્ત્ર છે અને તેની ટીકા બ્રહ્મદેવે કરી છે. તેનું હિન્દી દૌલતરામજીએ કર્યું છે. અને હુમણાં તે ગુજરાતી થયું છે. એક ગાથામાં આચાર્ય ભગવાન કહે છે કે-વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય છે. તે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે.
આ પ્રશ્ન આચાર્યદવે પોતે ઊઠાવ્યો છે. શિષ્ય કહે છે-હે ભગવાન! તમે વ્યવહારને કારણ અને નિશ્ચયને કાર્ય કહ્યું તો જ્યારે નિશ્ચય નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા આવે છે ત્યારે તો વ્યવહાર હોતો નથી અને તમે તેને કેમ કારણ કહ્યું? તો કહે છે–અમે તેને ભૂતનૈગમનયે કારણ કહ્યું છે. કેમકે એ વખતે તેની હાજરી હોતી નથી. પરંતુ નિશ્ચય પ્રગટયો તે પહેલાં હતું એટલે ભૂતનૈગમનયે કારણ કહ્યું.. પણ ખરેખર તે કારણ નથી. આવો ઊંડો ઉતરે ત્યારે હજુ વ્યવહારનો પક્ષ છૂટે અને નિશ્ચયના પક્ષમાં આવે. નિશ્ચયનો પક્ષ છૂટે પછી અનુભવ થાય. માર્ગ બહુ કાપવો પડશે અંદરમાં હોં! કેમકે બુદ્ધિ બહુ દૂર ચાલી ગઈ છે. એ હજુ તો નિમિત્તની ભાવનામાં પડયો છે.
આહા... હા ! હજુ તો ચોવીસે કલાક પરની ભાવનામાં પડ્યો છે. મુંબઈમાં એનું જોર વધારે દેખાય છે. આહા! સાત પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન હોય તો પણ ચોવીસ કલાક ગધામજૂરીમાં પડ્યો છે. નિમિત્તની ભાવનામાં પડ્યો છે. અવગતિયો છે. શ્રીમજી કહે છે કે-અરે ! ભવ્ય આત્મા ! તને જો આજીવિકાનું સાધન થઈ ગયું હોય તો બસ કરજે. સંતોષ રાખજે ! એ સંતોષનો ઉપયોગ પણ નિવૃત્તિ લઈ અને તારા આત્માની પ્રાપ્તિમાં એ કાળ લગાવજે.. તો તને આત્માની પ્રાપ્તિ થશે. આહા! શ્રીમદ્જીના શબ્દો વિચારવા જેવા છે હોં !
આહા ! એ મૂડીને વ્યાજે ન મૂકે અને એ મૂડીને જ વાપરે તો પણ એ મૂડી ખૂટે તેમ નથી. પેલાભાઈ કહેતા હતા કે આપણે મૂડીનું વ્યાજ શું કામ ગણીએ ! આપણી મૂડી હોય અને આપણે સો વરસ જીવીએ તો પણ મૂડી ખૂટે નહીં. એટલી મૂડી હોય તો પણ તેને સત્કાર્ય સુઝતું નથી. જે બધા દુષ્કૃત્યો છે તેમાં પડ્યો છે. ચોવીસે કલાક નિમિત્તની ભાવનામાં પડ્યો છે. આહા ! નિમિત્તની ભાવનાવાળાને શુદ્ધાત્માની ભાવના થઈ શકતી નથી. તેથી નિમિત્તની ભાવનાનો શ્રદ્ધામાંથી ત્યાગ કરવો પડશે.
ભાવના બે પ્રકારે છે. (૧) શ્રદ્ધા અપેક્ષાએ ભાવના (૨) ચારિત્ર અપેક્ષાએ ભાવના. અત્યારે શ્રદ્ધા અપેક્ષાએ જે ભાવના છે તેની વાત ચાલે છે. આચરણ બે પ્રકારના (૧) શ્રદ્ધાનું આચરણ અને એક ચારિત્રનું આચરણ. પરંતુ જગતને શ્રદ્ધાના આચરણની કાંઈ કિંમત નથી. તેને ચારિત્રના આચરણની કિંમત છે. ચારિત્રના આચરણમાં પણ વ્યવહારચારિત્રની કિંમત કરે છે તે નિશ્ચય ચારિત્રને તો સમજતો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૮૩ નથી. કાંઈક શ્રદ્ધાનું આચરણ થાય તે બહુ તરતમાં દેખાતું નથી. શ્રદ્ધામાંથી ત્યાગ થઈ જાય છે. ચક્રવર્તી છ ખંડનો રાજા કહેવાય પરંતુ તેના પરિણામ લુખા થઈ ગયા છે. આ કોઈ પદાર્થનો હું સ્વામી નથી. શાંતિનાથ ભગવાનને ક્ષાયિક સમ્યગ્દર્શનની ભાવના નથી અને તેમને મોક્ષની પણ ભાવના નથી. એ તો નિરંતર શુદ્ધાત્માની ભાવનામાં પડ્યા છે. આહા ! પરિણતી તો નિરંતર આત્માની ભાવના ભાવે છે અને કોઈ વખતે ઉપયોગ આત્માની ભાવના ભાવી લ્ય છે.
સમકિતીને ચોવીસે કલાક નિરંતર પરિણતીથી તો આત્માની ભાવના હોય છે. અને કોઈ વખતે કોઈ કાળે-ચોથા ગુણસ્થાનવાળાને લાંબાકાળે અને છઠ્ઠી-સાતમા ગુણસ્થાનવાળાને ટૂંકા કાળે, જલ્દી-જલ્દી આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. સમકિતી આત્માની ભાવનામાં પડ્યો છે. તે ભેદની ભાવના કરતો નથી. તેને ભેદનું જ્ઞાન છે પણ ભેદની ભાવના નથી. એટલે ભેદ પ્રત્યે તે ઉદાસ છે, ભેદની તેને ઉપેક્ષા છે. અભેદની ભાવના છે એટલે અભેદની ભાવના નિરંતર તેને રહ્યા કરે છે.
પૂર્વોક્ત ચાર ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી એટલે આશ્રય કરવા યોગ્ય નથી. આશ્રયની વિવિક્ષાથી તે કારણ નથી એમ કહ્યું તેથી તેની ભાવના ભાવવા યોગ્ય નથી. તે જાણવા યોગ્ય છે. એ કયારે ? દ્રવ્યને જાણ્યા પછી જાણવા યોગ્ય છે.
અજ્ઞાની શું કહે છે? પરિણામને અમે જાણીએ છીએ કે-આવા પરિણામ અમને થાય છે. તેને કહે છે કે-પરિણામ જાણવા યોગ્ય નથી, પરંતુ દ્રવ્ય સામાન્ય જાણવા યોગ્ય છે. ઉપાદેયપણે દ્રવ્ય સામાન્ય જાણવા યોગ્ય છે.. ત્યારે પરિણામ જણાય જાય છે. તેને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવે છે. એલા ! દ્રવ્યને જાણ્યા વિના તું પર્યાયને જાણવા જાઈશ તો પર્યાય શેય નહીં થાય ! પર્યાય તને ઉપાદેયપણે જણાશે અને તારી પર્યાય દૃષ્ટિ થઈ જશે... સાંભળતો ખરો !
આહા ! દ્રવ્યાનુયોગ અતિ ગંભીર અને અતિ સૂક્ષ્મ છે. એ પાત્ર જીવને ખ્યાલમાં આવે છે. દ્રવ્યાનુયોગ એટલે શુદ્ધાત્માનો અધિકાર જેમાં મુખ્યપણે રહેલો છે.
અહીં શું કહે છે? એવા નિરંજન નિજ પરમ પંચમભાવની ભાવનાથી પંચમ તિ એટલે પરિણતીએ મુમુક્ષુઓ જાય છે. જશે અને જતા હતા. મુમુક્ષુઓ વર્તમાનકાળે જાય છે-છસો ને આઠ જીવ મોક્ષમાં પધારે છે. કોની ભાવનાથી? આત્માની ભાવનાથી અને ભવિષ્યકાળે પણ જે શુદ્ધાત્માની ભાવના કરશે તેનો મોક્ષ થશે જે ભેદની, નિમિત્તની, પર્યાયની ભાવના કરશે, સમ્યગ્દર્શનની ભાવના કરશે, મોક્ષની પર્યાયની ભાવના કરશે તેનો મોક્ષ થવાનો નથી. પરંતુ તેનો સંસાર વધવાનો છે. સંસાર વધવાનો છે એમ કહ્યું ! કેમકે તે નિમિત્તની ભાવના ભાવે છે. જ્યાં સુધી નિમિત્તની ભાવના કરશે ત્યાં સુધી તેને સંસારની વૃદ્ધિ થશે, તેનો મોક્ષ થશે નહીં. નિમિત્તની ભાવનાથી તે ભૂતકાળે મોક્ષે ગયા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
પ્રવચન નં:- ૫ ગાથા-૪૧ નથી અને ભવિષ્યકાળે પણ જશે નહીં.
આહા ! ભૂતકાળમાં જેટલા પરમાત્મા સિદ્ધ થયા તે શુદ્ધાત્માની ભાવનાથી સિદ્ધ થયા છે. ભવિષ્યકાળે જેટલા જીવો મોક્ષમાં જવાના છે એ પણ નિજ પરમાત્માની ભાવનાથી જશે. અને વર્તમાનકાળે પણ જેને મોક્ષ થાય છે તેને શુદ્ધાત્માની ભાવનાથી મોક્ષ થાય છે. [ હવે ૪૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે. ]
શ્લોક – ૫૮
(માર્યા) अंचितपंचमगतये पंचमभावं स्मरन्ति विद्वान्सः।
संचितपंचाचाराः किंचनभावप्रपंचपरिहीणाः।। ५८ ।। [ શ્લોકાર્ચ-1(જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ) પાંચ આચારોથી યુક્ત અને કાંઈ પણ પરિગ્રહપ્રપંચથી સર્વથા રહિત એવા વિદ્વાનો પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે પંચમભાવને સ્મરે છે. ૫૮.
શ્લોક - ૫૮ : ઉપર પ્રવચન (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ) પાંચ આચારોથી યુક્ત અને કાંઈ પણ પરિગ્રહ પ્રપંચથી સર્વથા રહિત એવા વિદ્વાનો પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે પંચમભાવને સ્મરે છે.” જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ પાંચ આચારોથી યુક્ત એટલે સહિત. વ્યવહારનયે આ પાંચ પ્રકારના આચારોથી આત્મા સહિત છે. તે કાંઈ પણ પરિગ્રહુ પ્રપંચથી સર્વથા રહિત છે. આહા! એક કટકો કે એક તરણું પણ એના શરીર ઉપર હોતું નથી. એટલો પરિગ્રહ પણ તેને હોતો નથી. આહા ! આવી મુનિની દશાની પણ હજુ ખબર નથી. લુગડાં પહેરેલા હોય અને તેને માને સાધુ ! અરે ! અષ્ટપાહુડમાં તો કહ્યું છે કે આવા આત્મા સાધુ માને, મનાવે તે નિગોદમાં જનારા જીવો છે. મુનિરાજ કોઈપણ પ્રકારના પરિગ્રહ પ્રપંચથી સર્વથા રહિત છે. સર્વથા શબ્દ લગાડ્યો છે.
એવા વિદ્વાનો પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે પંચમભાવને સ્મરે છે.” હે! બુદ્ધિમાન જીવો! વિદ્વાનો પૂજનીય પંચમગતિને પામવા માટે પંચમભાવનું સ્મરણ કરે છે. ૪૧ ગાથામાં “પરમ ” શબ્દ હતો અને અહીંયા ‘પૂજનીય’ શબ્દ કહ્યો. પંચમગતિને પ્રાપ્ત કરવા માટે એટલે પ્રગટ કરવા માટે, પ્રગટ કરવાની અપેક્ષાએ પ્રાસ છે, તે પર્યાયને પ્રાપ્ત નથી કરવાની. દ્રવ્યને પ્રાપ્ત કરતાં પર્યાય પ્રગટ થઈ જાય છે. તો તેણે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૫.
શુદ્ધ અંત:તત્ત્વ પર્યાયને પ્રાપ્ત કરી તેમ ઉપચારથી કહેવામાં આવે છે. આત્મા પર્યાયને પ્રાપ્ત ન કરે. પરંતુ નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેથી આત્માએ સિદ્ધ પર્યાયને પ્રાપ્ત કરી એમ કહેવામાં આવે છે. નિત્ય અનિત્યને-ક્ષણિકને ગ્રહણ કરતું નથી.
વિદ્વાનો એટલે બુદ્ધિજનો પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે પંચમભાવને સ્મરે છે. સાધક અંતરાત્મા હંમેશાં પંચમગતિની પ્રાપ્તિ માટે પંચમભાવનું ધ્યાન કરે છે. એના ધ્યાનનો વિષય નિમિત્ત નથી નગ્નતા નથી, પાંચ મહાવ્રત નથી, એના ધ્યાનનો વિષય પરસત્તાવલંબનશીલ જ્ઞાન જે ભાવબંધ છે શાસ્ત્રનો ઉઘાડ તે નથી, જે વીતરાગી પરિણતી પ્રગટ થઈ છે ત્રણકષાયના અભાવપૂર્વકની, જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષનો માર્ગ છે તે પણ ધ્યાનનો વિષય નથી. તે જ્ઞાનનો વિષય છે પરંતુ ધ્યાનનો વિષય નથી. શુદ્ધ પર્યાય જ્ઞાનનો વિષય છે પરંતુ તે ધ્યાનનો વિષય નથી. ધ્યાનનો વિષય તો મારો એક પંચમભાવ એવો શુદ્ધાત્મતત્ત્વ જ છે. તે ધ્યાનનું ધ્યેય હોવાથી ધ્યાનનો વિષય છે. તે અત્યારે ધર્મધ્યાનનો વિષય થયો છે અને અલ્પકાળમાં શુકલધ્યાનનો વિષય પણ તે જ આવશે. હવે શુકલધ્યાન થશે ત્યારે ધ્યેય ફરશે નહીં. અરે ! જે ધ્યેય સમ્યગ્દર્શનમાં આવ્યું તે ધ્યેય ચારિત્રમાં આવે છે. અને શુકલધ્યાનમાં પણ તે જ આત્મા ધ્યેયપણે ધ્યાનમાં આવીને તે મોક્ષને પામે છે.
પંચમગતિને પ્રાપ્ત કરવા એટલે પ્રગટ કરવા માટે સંતો-સાધક અંતરાત્માઓ પરમાત્મા થવા માટે પરમાત્માને ભાવે છે. પરમાત્માને પરમાત્મા થવા માટે ભાવે છે. પરમાત્મા થવા માટે એટલે કેવળજ્ઞાન પ્રગટ કરવા માટે નિજ પરમાત્મદ્રવ્યને, જેમાં કેવળજ્ઞાનનો પણ અભાવ છે એવો શ્રેય આત્મા તે ધ્યાનનો વિષય છે. એ એમાં નિરંતર ધ્યાન લગાવે છે. ધ્યાતા પુરુષ ધ્યેયને ધ્યાવે છે પણ ધ્યાનને ધ્યાવતા નથી.
ધ્યાતા પુરુષ ધ્યેયને ધ્યાવે છે પણ તે ધ્યાનને ધ્યાવતા નથી, ધ્યાન તો હેય છે. આહા ! ધર્મધ્યાન અને શુકલધ્યાન હેય છે. હાય ! હાય! અત્યાર સુધી અશુભભાવને ય કહ્યો અને ધીમે ધીમે તમે શુભભાવને હેય કહ્યો અને હવે તો બહુ આગળ નીકળી ગયા !? અરે ! ભાઈ, તને તત્ત્વની કાંઈ ખબર નથી. તત્ત્વનો જ્યાં અભ્યાસ જ ચાલ્યો ગયો, જીવો ક્રિયાકાંડમાં મગ્ન થઈ ગયા. આહા. હા ! જૈનદર્શનના બહારવટિયા જમ્યા અને ધર્મને ઊંધે કાંધ માર્યો. તદ્દ વિપરીતતાનું પ્રતિપાદન કર્યું. “વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ.” આહા ! આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ કહ્યો. કયાંય ખૂણે ખાંચરે હોય તે વાત ગૌણ છે.
પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે આ અંતરાત્માઓ-સાધક આત્માઓ અને સમકિતી અને ચારિત્રવંતો બધા પંચમભાવને સ્મરે છે. સ્મરે છે એટલે વિકલ્પ નહીં, નિર્વિકલ્પ ધ્યાનમાં આવીને શુદ્ધાત્માની ભાવનામાં લીન થઈ જાય છે. એટલી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૫ ગાથા-૪૧
૮૬
એકાગ્ર થાય છે કે જ્યાં દ્રવ્યને પર્યાયનું દ્વૈત પણ ભાસતું નથી. આ ધ્યાન અને ધ્યેય એવો ભેદ પણ જ્યાં તિરોભૂત થઈ જાય છે–ઢંકાય જાય છે. એવો ભેદ પાડવાનો ભાવ પણ છૂટી જાય છે. ભેદ ભેદપણે રહી જાય છે અને અભેદ અભેદપણે રહી જાય છે. પરંતુ આ અભેદ છે અને આ ભેદ છે એવો ભાવ પણ જ્યાં જન્મતો નથી. અને ત્યાં દ્વૈત પ્રતિભાસતું નથી. આ અનુભૂતિના કાળમાં થયેલ નિર્વિલ્પ ધ્યાન કહેવામાં આવે છે.
શ્લોક - ૫૯
(માલિની )
सुकृतमपि समस्तं भोगिनां भोगमूलं त्यजतु परमतत्त्वाभ्यासनिष्णातचित्तः । उभयसमयसारं
सारतत्त्वस्वरूपं
भजतु भवविमुक्त्यै कोऽत्र दोषो मुनीशः ।। ५९ ।।
[ શ્લોકાર્થ:-] સઘળુંય સુક્ત (શુભ કર્મ) ભોગીઓના ભોગનું મૂળ છે; ૫૨મ તત્ત્વના અભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા મુનીશ્વ૨ ભવથી વિમુક્ત થવા અર્થે તે સઘળાય શુભ કર્મને છોડો અને સારતત્ત્વસ્વરૂપ એવા ઉભય સમયસારને ભજો. એમાં શો દોષ છે? ૫૯.
શ્લોક - ૫૯ : ઉ૫૨ પ્રવચન
66
“ સઘળુંય સુકૃત (શુભકર્મ) ભોગીઓના ભોગનું મૂળ છે;” ભોગી એટલે સંસારીઓ જે દુ:ખીયો છે તે-દુ:ખીયા જીવો.. છે તેને ભોગી કહ્યો. આહા ! જે જીવો દુઃખથી પીડિત છે એવા સંસારી મિથ્યાર્દષ્ટિ, અજ્ઞાની આત્માઓ છે. તેને સુકૃત એટલે શુભકર્મ ભોગીઓના ભોગનું મૂળિયું છે. તે દુ:ખનું મૂળયું છે. શુભભાવને જે કર્તબુદ્ધિએ કરે છે એવા જે ભોગીઓ તેને એ દુઃખના ભોગનું મૂળિયું છે. એ બધા દુ:ખી થવાના છે.
શુભભાવને દુષ્કૃત કહ્યું. કેમકે શુભભાવનું ફળ દુ:ખ છે અશુભભાવનું ફળ તો વર્તમાનમાંય દુ:ખ અને પરંપરાએ પણ દુ:ખ છે. આ દેશનાલબ્ધિ સાંભળવાનો જે શુભભાવ ઊઠે તે શુભભાવ દુઃખરુપ છે. મુનિરાજ ભાવલિંગી સંતને આહા૨ દેવાનો જે શુભભાવ ઉત્પન્ન થાય છે એ પણ દુઃખરૂપ છે, એ આકુળતાનું કારણ છે; એ અનાકુળતાનું કા૨ણ નથી. અનાદિનો શુભ ભાવનો પક્ષ છે ને ! એ પક્ષ છૂટવો બહુ કઠણ છે. હજુ તો નિમિત્તનો પક્ષ છોડવો પડશે, શુભભાવનો પક્ષ છોડવો પડશે. અતીન્દ્રિયજ્ઞાન થવા પહેલાં જે અનુમાનજ્ઞાન થાય, જેમાં આત્મા છે તેવો નિર્ણય થાય તેનો પણ પક્ષ છોડવો * સમયસાર સારભૂત તત્ત્વ છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૮૭ પડશે. પછી જે પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય અને જે અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય તેનો પણ પક્ષ છોડવો પડશે. અને જે ત્રિકાળી સ્વભાવ છે તેનોય પક્ષ વિકલ્પ છોડવો પડશે. ત્યારે પક્ષાતિક્રાંત થઈને સાક્ષાત્ અનુભૂતિ-સ્વાનુભવદશા પ્રગટ થાય છે. તેને ધર્મધ્યાન કહેવામાં આવે છે.
સઘળુંય સુકૃત ભોગીઓના ભોગનું મૂળિયું છે. આહા.. હા ! એના ફળને સંસારી ભોગવે છે. એ શુભભાવના ફળને સંસારી ભોગવતા નથી. પાંચ મહાવ્રતના ફળને ધર્માત્મા ભોગવતા નથી. અરે! અતીન્દ્રિયઆનંદને ધર્માત્મા ભોગવે છે. એ પણ ઉપચારનું કથન છે. આહા ! શુભભાવનું ફળ જે આકુળતા, પાંચ મહાવ્રતનું ફળ આકુળતા તેને ધર્માત્મા ભોગવતા નથી. તેને તો જ્ઞાનના પરજ્ઞયમાં નાખે છે. તેના પ્રત્યે ઉપેક્ષા અને તેના પ્રત્યે એકતાબુદ્ધિ નથી. અસ્થિરતાના દુ:ખના વેદનને અહીં ગૌણ કરવામાં આવે છે.
પરમતત્વના અભ્યાસમાં નિષ્ણાંત ચિત્તવાળા”, જે પરમતત્ત્વના અનુભવમાં નિષ્ણાંત છે. અભ્યાસ એટલે આ શાસ્ત્રનો અભ્યાસ તે અભ્યાસ નહીં. પરમ તત્ત્વમાં', નવ તત્ત્વોમાં તે બહુવચન છે અને પરમતત્ત્વમાં-આત્મતત્ત્વમાં તે એકવચન છે. જે પરમતત્ત્વમાં અર્થાત્ શુદ્ધાત્મતત્ત્વમાં, જીવતત્ત્વમાં નિષ્ણાંત છે. જીવતત્ત્વમાં પણ સામાન્ય જીવતત્ત્વ જેનું લક્ષણ સહુજજ્ઞાન, સહજદર્શન, સહજસુખ અને સહજવીર્ય એવા ગુણો જેનું લક્ષણ છે. અને એ ગુણોનું લક્ષણ પારિણામિક છે, એવા અનંતગુણોનો પિંડ તેને પરમપારિણામિકભાવ કહેવામાં આવે છે. જ્યાં પર્યાયને લક્ષણ કહ્યું હોય તે પ્રમાણથી કહેલ છે. જ્યાં ગુણભેદને લક્ષણ કહ્યું હોય એ નિશ્ચય નથી છે. અને ગુણી તે હું છું એવો વિકલ્પ ઉઠ તેને નિશ્ચયનયનો પક્ષ આવ્યો તેમ કહેવામાં આવે છે. ગુણભેદના પક્ષવાળો છે તેને પણ હજુ નિશ્ચયનો પક્ષ આવ્યો નથી. પર્યાયના પક્ષવાળાને તો નિશ્ચયનો પક્ષ છે જ નહીં. પરંતુ ગુણભેદના પક્ષમાં ઉભો છે તેને નિશ્ચયનો પક્ષ નથી. એ પણ વ્યવહારના પક્ષમાં ઉભો છે. કેમકે ગુણભેદ પણ વ્યવહારનયનો વિષય છે. એ નિશ્ચયનયનો વિષય નથી.
આહાહા! ગુણભેદ એ નિશ્ચયનયનો વિષય નથી. તે ગુણભેદને પણ ઓળંગે છે. ગુણભેદને પણ દ્રવ્યમાં અંતર્લીન કરે છે. ત્યારે ગુણભેદ પણ દેખાતો નથી. ત્યારે ગુણભેદ ભાવમનમાંથી એટલે અનુમાનમાંથી પણ છૂટી જાય છે. તેને અનુમાનમાં પણ ગુણી સામાન્ય આવે છે તેથી તે અનુમાન પણ છૂટીને અલ્પકાળમાં અનુભવ થાય છે.
હજુ તો તે નિમિત્તના પક્ષમાં ઉભો છે અને તેને કરવો છે ધર્મ. અમે ૪૦-૪) વરસ થયા સોનગઢમાં રહીએ છીએ. પણ સમ્યગ્દર્શન થતું નથી. તારા આત્માને પૂછને ! તું કોની ભાવના ભાવી રહ્યો છો ? તે આત્માની ભાવના ભાવે છે કે-ધારણાની ભાવનામાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८८
પ્રવચન નં:- ૫ ગાથા-૪૧ ઉભો છે! ધારણાની ભાવના તે સંસારનું કારણ છે.
શ્રોતા- આચાર્યદવે અધિકમાં અધિક છ મહિનાનો સમય આપ્યો છે.
ઉત્તર:- જે આ શુદ્ધાત્મદ્રવ્ય કહ્યું-તેટલો જ હું છું.. એવો યથાર્થ નિર્ણય અને પરિપકવ સ્થિતિ અને સવિકલ્પરૂપ નિરંતર પરિણતી ચાલુ રહે તો વધારેમાં વધારે છે મહિના કહ્યાં છે. બાકી ઉગ્ર પુરુષાર્થ કરે તો અંતર્મુહૂર્તમાં અનુભવ થાય. નિર્ણયવાળા જીવને હવે સવિકલ્પદશામાં ઉંઘમાં પણ પરિણતી જતી નથી. નિર્ણય થયો છે કે હું આવો જ છું, ઉપરથી હવે દેવ આવે તો પણ ફરતો નથી.
શ્રીગુરુના શ્રીમુખેથી વ્યવહારના કથનો સાંભળે છે તોપણ તે તેને ગણકારતો નથી. શુદ્ધાત્મા હું છું એમ યથાર્થ નિર્ણય અને પરિપકવ નિર્ણય થતાં હવે તેને સવિકલ્પ દશામાં એક એવી પરિણતી ઉત્પન્ન થાય છે કે-જે પરિણતીનો અભાવ થઈને તેને અવશ્ય સમ્યગ્દર્શન થાય છે. આ તેને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છ મહિનાનો કાળ કહ્યો છે. જે પરિણતિ પાછી ફરી જાય તો ફરી પાછો ફેરો કરવો પડશે. ગોથા ખાનારા જીવો પણ મને ઘણાં મળ્યા છે. તેને પહેલાં શુદ્ધાત્માનો એકદમ વિચાર આવે, ત્યારે આપણને થાય કેહવે આ આત્મા કાંઈક નજીક આવ્યો છે. પછી વરસ બે વરસ પછી આપણને ભેગા થાય ત્યારે આખું ચક્કર ફરી ગયું હોય. અરે ! આ શું થયું તમને ભાઈ ! મનમાં થાય હોં! મને મોઢે કહેવાની બહુ ટેવ નથી પરંતુ મારા પિતાજી તો મોંઢે જ ચોંટાડી ઘે. તેને કહેવાથી કદાચ જીવ નાશીપાસ થાય.
ભાઈ ! આવા શુદ્ધાત્માની ભાવના ભાવો. આ ભેદની ભાવના છોડવા જેવી છે. શું કહ્યું? પરમ તત્વના અભ્યાસમાં, અભ્યાસમાં એટલે અનુભવમાં નિષ્ણાંત ચિત્તવાળા એટલે જ્ઞાનવાળા મુનિશ્વર એટલે ધર્માત્માઓ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ મહારાજો, “ભવથી વિમુક્ત થવા અર્થે તે સઘળાય શુભકર્મને છોડો.”
ભવ એટલે રાગનો જે ભાવ છે તે ભવ છે. આ બાયડી, છોકરાં, કુટુંબ-પરિવાર એ ભવ નથી. અને જેમાં એ ભવનો ભાવ નથી. છતાં પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય તેને ભવ કહેવામાં આવે છે. એ ભવથી વિમુક્ત એટલે વિશેષ કરીને મુક્ત થવા અર્થે તે સઘળાય શુભકર્મને છોડો.
આહા ! તમે વ્યવહારને છોડાવો છો ! અરે! વ્યવહારને છોડવા માટે જ્ઞાનીઓનો જન્મ થાય છે.. તું સાંભળતો ખરો ! વ્યવહારને રાખવા માટે અથવા વ્યવહાર કરતાંકરતાં ધર્મ થશે એ માટે જ્ઞાનીનો જન્મ નથી. અજ્ઞાનીના બોલનો તોલ તેના એક શબ્દમાં થઈ જાય છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ બીજે દિવસે તેનો સંગ છોડી દે છે. પછી પેલો અજ્ઞાની કહે ક-હમણાં કેમ આવતા નથી? ભાઈ ! ટાઈમ મળતો નથી. તમારા એક બોલમાં તોલ થઈ ગયું છે. તમારો તોલ તો અમારા જ્ઞાનમાં આવી ગયો છે. તમે કયાં ઉભા છો અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૮૯ કઈ વાત કરો છો તે ખ્યાલ આવી ગયો છે. તમે અનંત સંસારી છો. તમે નિકટભવી નથી.. એમ પરીક્ષા પણ થઈ શકે છે.
તે સઘળાય શુભકર્મને પાંચ મહાવ્રતના શુભભાવને છોડો. જો તમારે મુક્તિ જોઈતી હોય તો પાંચ મહાવ્રતના પરિણામને પણ છોડો. છોડો એ પણ ઉપચારનું કથન છે. તેને કયાં ગ્રહણ કર્યું છે કે ત્યાગ કરવો પડે. એતો સ્વભાવમાં ઠરે એટલે શુભભાવ ઉત્પન્ન થતો નથી. તેને છોડ્યો એમ કહેવામાં આવે છે. સઘળાંય શુભકર્મને-પાંચ મહાવ્રત, અઠ્ઠાવીસ મૂળ ગુણ તેને છોડો.
“સાર તત્વ સ્વરૂપ એવા ઉભય સમયસારને ભજો. એમાં શો દોષ છે?” કારણ સમયસારને ઉપાદેય માટે ભજો અને કાર્ય સમયસારને પ્રગટ કરવા માટે ભજો. ઉભય સમયસાર બે પ્રકારના છે. એક કારણ સમયસાર અને એક કાર્ય સમયસાર. કારણ સમયસાર શુદ્ધાત્મા છે અને કાર્ય સમયસાર તે તો કેવળજ્ઞાન-મુક્તિ છે.
આહા! બન્નેને ભજો તેમ લખ્યું છે તેનો અર્થ શું? બેયને ભજો તેમ લખ્યું છે ને! તો તેનો અર્થ તો કરવો પડશે ને? ઉભયનયે બન્નેને ભજો એટલે કારણ સમયસાર અને કાર્ય સમયસારને ભજો. મુનિશ્વરો કહે છે કે તમે આ બેયને ભજો-કારણ ને અને કાર્યને ભજો !
કારણ સમયસારને તો ઉપાદેયપણે ભજો અને કાર્ય સમયસારને પ્રગટ કરવા માટે ભજ-કેમકે આખરમાં પ્રયોજન તો આ છે. બન્નેને ભજો તેમાં બન્નેનો આશ્રય કરાવવાનું કહ્યું નથી. તેમાં એક ધ્યાનનું ધ્યેય અને બીજું જ્ઞાનનું જ્ઞય છે. જે ય છે તેને પ્રગટ કરવાની અપેક્ષાએ ભજો એમ કહેવામાં આવે છે.
આચાર્યશ્રી માધનન્દિકુત ધ્યાનસૂત્ર•••••••••••••••••••••••••••••°•••••••••••••••••૪
શુદ્ધચિદ્રુપોડહમ્,નિત્યાનન્દસ્વરુપોડહમ્, શુદ્ધોડ, બુદ્ધોડહમ્, અનંત ચતુષ્ઠયસ્વરૂપોડહમ્, નિરંજનોડહમ્, શલ્યત્રયરહિતોડહમ્, કેવલજ્ઞાનસ્વરુપોડહમ્, કેવલદર્શનસ્વરુપોડહુમ, અનંતજ્ઞાનસ્વરુપોડહમ્, અનંતદર્શનસ્વરૂપોડહમ, અનંત સુખસ્વરુપોડહમ, અનંતવીર્ય સ્વરુપોડહમ્, મિથ્યાત્વત્રય રહિતોડહુમ્, આનંદ સ્વરુપોડહમ્, નિર્વિકલ્પ સ્વરુપોડહમ્, સ્પર્શ-રસ-ગંધ-વર્ણ રહિતોડહમ્, ક્રોધ-માન-માયા-લોભ રહિતોડહમ્, રાગ-દ્વેષમોહ રહિતોડહમ્, પંચેન્દ્રિય વ્યાપાર શૂન્યોડમ્.”
. .......... ................... ૨
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
"
गाथा - ४२
चउगइभवसंभमणं जाइजरामरणरोगसोगा य । कुलजोणिजीवमग्गणठाणा जीवस्स णो संति।। ४२ ।।
चतुर्गतिभवसंभ्रमणं जातिजरामरणरोगशोकाश्च। कुलयोनिजीवमार्गणस्थानानि जीवस्य नो सन्ति।। ४२ ।।
इह हि शुद्धनिश्चयनयेन शुद्धजीवस्य समस्तसंसारविकारसमुदयो न समस्तीत्युक्तम्।
द्रव्यभावकर्मस्वीकाराभावाच्चतसृणां
नारकतिर्यङ्मनुष्यदेवत्वलक्षणानां
गतीनां परिभ्रमणं न भवति । नित्यशुद्धचिदानन्दरूपस्य कारणपरमात्मस्वरूपस्य द्रव्यभावकर्मग्रहणयोग्यविभावपरिणतेरभावान्न जातिजरामरणरोगशोकाश्च । चतुर्गतिजीवानां कुल योनिविकल्प इह नास्ति इत्युच्यते। तद्यथा- पृथ्वीकायिकजीवानां द्वाविंशतिलक्षकोटिकुलानि, अप्कायिकजीवानां सप्तलक्षकोटिकुलानि, तेजस्कायिकजीवानां त्रिलक्षकोटिकुलानि, वायुकायिकजीवानां सप्तलक्षकोटिकुलानि, वनस्पतिकायिकजीवानाम् अष्टोत्तरविंशतिलक्षकोटिकुलानि, द्वीन्द्रियजीवानां सप्तलक्षकोटिकुलानि त्रीन्द्रियजीवानाम् अष्टलक्षकोटिकुलानि चतुरिन्द्रियजीवानां नवलक्षकोटिकुलानि, पंचेन्द्रियेषु जलचराणां सार्धद्वादशलक्षकोटिकुलानि, आकाशचरजीवानां द्वादशलक्षकोटिकुलानि चतुष्पदजीवानां दशलक्षकोटिकुलानि, सरीसृपानां नवलक्षकोटिकुलानि, नारकाणां पंचविंशतिलक्षकोटिकुलानि, मनुष्याणां द्वादशलक्षकोटिकुलानि, देवानां षड्विंशतिलक्षकोटिकुलानि। सर्वाणि सार्धसप्तनवत्यग्रशतकोटिलक्षाणि १९७५०००००००००००।
पृथ्वीकायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, अप्कायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, तेजस्कायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, वायुकायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, नित्यनिगोदिजीवानां सप्तलक्षयोनिमुखानि, चतुर्गतिनिगोदिजीवानां सप्तलक्षयोनिमुखानि, वनस्पतिकायिकजीवानां दशलक्षयोनिमुखानि, द्वीन्द्रियजीवानां द्विलक्षयोनिमुखानि त्रीन्द्रियजीवानां द्विलक्षयोनिमुखानि चतुरिन्द्रियजीवानां द्विलक्षयोनिमुखानि देवानां चतुर्लक्षयोनिमुखानि, नारकाणां चतुर्लक्षयोनिमुखानि तिर्यग्जीवानां चतुर्लक्षयोनिमुखानि, मनुष्याणां चतुर्दशलक्षयोनिमुखानि । स्थूलसूक्ष्मैकेन्द्रियसंज्ञ्यसंज्ञिपंचेन्द्रियद्वीन्द्रियत्रींद्रिय चतुरिन्द्रियपर्याप्ता
3
गाथा -४२
"
"
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૧
શુદ્ધ અંત:તત્ત્વ पर्याप्तकभेदसनाथचतुर्दशजीवस्थानानि। गतीन्द्रियकाययोगवेदकषायज्ञानसंयमदर्शनलेश्याभव्यसम्यक्त्वसंड्याहारविकल्पलक्षणानि मार्गणास्थानानि। एतानि सर्वाणि च तस्य भगवतः परमात्मन: शुद्धनिश्चयनयबलेन न सन्तीति भगवतां सूत्रकृतामभिप्रायः।
ચઉગતિભ્રમણ નહિ, જન્મ મરણ ન, રોગ શોક જરા નહીં,
કુળ, યોનિ કે જીવસ્થાન માર્ગણસ્થાન જીવને જ નહીં. ૪૨. અન્વયાર્થ:- [ નીવસ્ય] જીવને [ ચતુતિમસંક્રમi ] ચાર ગતિના ભવોમાં પરિભ્રમણ [નાતિનરામરારો શો: જન્મ, જરા, મરણ, રોગ, શોક, [ jpયોનિનીવાળસ્થાનાનિ ] કુળ, યોનિ, જીવસ્થાનો અને માર્ગણાસ્થાનો [નો સન્તિ] નથી.
ટીકા - શુદ્ધ નિશ્ચયનયે શુદ્ધ જીવને સમસ્ત સંસારવિકારોનો સમુદાય નથી એમ અહીં (આ ગાથામાં) કહ્યું છે.
દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો સ્વીકાર નહિ હોવાથી જીવને નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વસ્વરૂપ ચાર ગતિઓનું પરિભ્રમણ નથી.
નિત્ય-શુદ્ધ ચિદાનંદરૂપ કારણપરમાત્મસ્વરૂપ જીવને દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ગ્રહણને યોગ્ય વિભાવપરિણતિનો અભાવ હોવાથી જન્મ, જરા, મરણ, રોગ અને શોક નથી.
ચતુર્ગતિ (ચાર ગતિના) જીવોનાં કુળ તથા યોનિના ભેદ જીવમાં નથી એમ (હવે ) કહેવામાં આવે છે. તે આ પ્રમાણે
પૃથ્વીકાયિક જીવોનાં બાવીશ લાખ કરોડ કુળ છેઃ અપ્લાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છે: તેજકાયિક જીવોનાં ત્રણ લાખ કરોડ કુળ છે; વાયુકાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; વનસ્પતિકાયિક જીવોનાં અઠયાવીશ લાખ કરોડ કુળ છે; વિદ્રિય જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; ત્રીદ્રિય જીવોનાં આઠ લાખ કરોડ કુળ છે; ચતુરિંદ્રિય જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; પંચેંદ્રિય જીવોને વિષે જળચર જીવોનાં સાડા બાર લાખ કરોડ કુળ છે; ખેચર જીવોનાં બાર લાખ કરોડ કુળ છે; ચાર પગવાળા જીવોનાં દશ લાખ કરોડ કુળ છે; સર્પાદિક પેટે ચાલનારા જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; નારકોનાં પચીશ લાખ કરોડ કુળ છે; મનુષ્યોનાં બાર લાખ કરોડ કુળ છે અને દેવોનાં છવ્વીશ લાખ કરોડ કુળ છે. બધાં થઈને એક સો સાડી સત્તાણું લાખ કરોડ (૧૯૭૫00000000000) કુળ છે.
પૃથ્વીકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; અષ્કાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; તેજકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; વાયુકાયિક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૯૨
પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ જીવોનાં સાત લાખ યોનિમુખ છે; નિત્ય નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; ચતુર્ગતિ ( -ચાર ગતિમાં પરિભ્રમણ કરનારા અર્થાત્ ઇતર ) નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; વનસ્પતિકાયિક જીવોનાં દશ લાખ યોનિમુખ છે; દ્વીદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે; ત્રીદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે; ચતુરિંદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે; દેવોનાં ચાર લાખ યોનિમુખ છે; ના૨કોનાં ચા૨ લાખ યોનિમુખ છે; તિર્યંચ જીવોનાં ચાર લાખ યોનિમુખ છે; મનુષ્યોનાં ચૌદ લાખ યોનિમુખ છે. (બધાં થઈને ૮૪૦૦૦૦૦ યોનિમુખ છે.)
સૂક્ષ્મ એકેંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, સ્થૂલ એકેંદ્રિય પર્યાસ ને અપર્યાસ, ઢીંદ્રિય પર્યાસ ને અપર્યાસ, ત્રીદ્રિય પર્યાસ ને અપર્યાસ, ચતુરિંદ્રિય પર્યાસ ને અપર્યાસ, અસંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત ને અપર્યાસ, સંશી પંચેંદ્રિય પર્યાસ ને અપર્યાપ્તએવા ભેદોવાળાં ચૌદ જીવસ્થાનો છે.
ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંશિત્વ અને આહા૨-એવા ભેદસ્વરૂપ (ચૌદ) માર્ગણાસ્થાનો છે. આ બધાં, તે ભગવાન પરમાત્માને શુદ્ધનિશ્ચયનયના બળે (-શુદ્ધનિશ્ચયનયે ) નથી-એમ ભગવાન સૂત્રર્તાનો (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવનો ) અભિપ્રાય છે. સ્થળઃ- મુંબઈ-ઝવેરી બજાર મંદિર
તા. ૧૮/૫/ ’૭૯
પ્રવચન નં:- ૬
ગાથા
૪૨ : ઉ૫૨ પ્રવચન
આ નિયમસારશાસ્ત્ર ઊચું અને તેમાં શુદ્ધભાવ અધિકાર ઊંચો છે. જેઓ ચિત્તની પ્રસન્નતાથી અને પ્રયોજનની સિદ્ધિ અર્થે સાંભળે, વિચારે, ધ્યાવે તેને આત્માનો અનુભવ થાય છે. અનંતકાળથી જે ઉત્પન્ન થતો મિથ્યાત્વભાવ એ ટળીને એને પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય એવો આ અધિકાર છે. જેને આત્મા જોઈતો હોય તેને આમાંથી મળે એમ છે. જેને સંયોગ જોઈતા હોય તેને આ અધિકારમાંથી મળે એમ નથી.
-
‘શુદ્ધ નિશ્ચયનયે ’ નિશ્ચયનયની આગળ એક વિશેષણ કહ્યું. શુદ્ધનિશ્ચયનયે જીવને એટલે મને, સમસ્ત એટલે બધા પ્રકારે. સંસાર વિકારોનો એટલે સંસારી વિશેષકાર્યોનો સમુદાય નથી.. એમ અહીં આ ગાથામાં કહ્યું છે.
66
શુદ્ધ નિશ્ચયનયે શુદ્ધ જીવને સમસ્ત સંસાર વિકારોનો સમુદાય નથી... એમ અહીં (આ ગાથામાં) કહ્યું છે.” શુદ્ઘનિશ્ચયનયે એટલે કે-જીવને અનાદિ કાળથી એક એવો વ્યવહારનો પક્ષ પડયો છે.. કે મારામાં રાગ, દ્વેષ, સુખ, દુ:ખના પરિણામ થાય છે. તેને વ્યવહારનો પક્ષ કહેવામાં આવે છે. એ પરિણામ જીવમાં થતાં નથી છતાં થાય છે. ત્રણેય કાળમાં એક સમયમાત્ર જીવમાં–શુદ્ધભાવમાં–શુદ્ધાત્મામાં
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૯૩ રાગ-દ્વેષ કે સુખ-દુઃખના પરિણામ ન થતાં હોવા છતાં પણ મારામાં એ પરિણામ થાય છે, એવું મિથ્યાજ્ઞાન અને મિથ્યાશ્રદ્ધાન કરતો હોવા છતાં પણ તેમાં તો થઈ શકતા નથી. આવો એક પક્ષ અનાદિથી જીવને છે. આવો વિકલ્પાત્મક વ્યવહારનો પક્ષ તેણે પહેલા માનસિક જ્ઞાનમાંથી કાઢવો જોઈએ અર્થાત્ દૂર કરવો જોઈએ. કેમકે હું તો નિશ્ચયનયે શુદ્ધાત્મા છું. આ શુદ્ધનિશ્ચયનયની વ્યાખ્યા પછી કરવામાં આવશે. - “નિશ્ચયનયે ” શબ્દ છે ને ! તેનો અર્થ ચાલે છે. નિશ્ચયનય બે પ્રકારની છે. (૧) સવિકલ્પ નિશ્ચયનય (૨) નિર્વિકલ્પ નિશ્ચયનય. હવે જે નિર્વિકલ્પ નિશ્ચયનય છે તે શુદ્ધનિશ્ચયનય છે.. અને તે અનુભવના કાળમાં પ્રગટ થાય છે. તેની પૂર્વે નિશ્ચયનયના વિષયનો જે પક્ષ આવે છે તેને સવિકલ્પ નિશ્ચયનય કહેવામાં આવે છે.
શાસ્ત્રકાર ફરમાવે છે કે પ્રથમ તારી વિચારકોટિ બદલાવ. તારો જે શુદ્ધાત્મા છે તેના ઉપર વિચાર લગાવીને તારો ઉપયોગ લાગશે તો તો અનુભવ થઈ જશે. ઉપયોગ જો આત્મામાં લાગી જાય તો તો તને અનુભવ થઈ જશે. પરંતુ તે પહેલાં વિચારકોટિમાં શુદ્ધાત્માની સન્મુખ મનને લગાવી દેતાં પછી મનાતીત દશા થાય છે. તારો શુદ્ધાત્મા છે તેમાં આ સંસાર વિકારોનો ત્રણેયકાળ અભાવ છે. એવો તારો સ્વભાવ ત્રણેયકાળ રહેલો છે, એમ પહેલાં મનવડે આત્માના સ્વભાવને કળી લે!
મનવડે આત્માના સ્વભાવને કળી લે! તે મનવડે કળાય એવો છે. પાંચ ઇન્દ્રિયના જ્ઞાનના ઉઘાડવડે કળી શકાતો નથી. પરંતુ મનવડે કળી શકાય છે તેને સવિકલ્પ સ્વસંવેદન પણ કહેવામાં આવે છે. મનવડે કળવાની વાત શ્રી અમૃતચંદ્રદેવે પ્રવચનસારની ૮) ગાથામાં કરી છે. એમાં એમ કહ્યું કે-તારા શુદ્ધાત્માને પ્રથમ મન વડે કળી લે કે હું આવો છું? જયસેન આચાર્ય ભગવાને એ જ ગાથાની ટીકા કરતા કહ્યું કે પ્રથમ વિકલ્પ સ્વસંવેદનમાં તો તારા આત્માને લઈ લે કે “હું આવો છું.” અનુભવથી તો પછી નક્કી થશે. - નિશ્ચયનયે એટલે આત્માની સન્મુખ નજર કરીને જોઉં છું તો મારામાં રાગ દ્વેષ અને મિથ્યાત્વના પરિણામ ઉત્પન્ન જ થતા નથી–કેમકે હું તો શુદ્ધાત્મા છું. શુદ્ધભાવમાં અશુદ્ધભાવોનું ઉત્પન્ન થઈ શકવું અશક્ય છે. એ ભાવોનો શુદ્ધાત્મામાં અવકાશ જ નથી. એવો તું છો તેમ વિચારમાં તો લે ! વિચારમાં લેવાથી તારું કાંઈ બગડશે નહીં.
પ્રથમ વિચારમાં તો લે કે હું આવો છું. કેવો છું? નિશ્ચયનયે શુદ્ધજીવને એટલે મને-શુદ્ધાત્માને સમસ્ત પ્રકારના સંસાર વિકારો એટલે વિશેષકાર્યોનો સમુદાય નથી. સમુદાયનો અભાવ થાય છે તેમ નહીં. જો અભાવ થાય તો તો સદ્ભાવ થઈ ગયો. શુદ્ધાત્મામાંથી રાગનો અભાવ થયો, તો એમ સિદ્ધ થયું કે-પૂર્વે રાગનો સદ્ભાવ હતો. પરંતુ શુદ્ધાત્મામાં રાગાદિનો ત્રણેયકાળ અભાવ હોવાથી.. તે સમુદાય મને નથી. “નથી”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ શબ્દ સીધો પાધરો વાપર્યો. “નથી' એમ અહીં આ ગાથામાં કહ્યું છે.
હવે આવો જીવ શુદ્ધનયે શુદ્ધાત્માની સન્મુખ પોતાના મનને લગાડીને મન વડે જે કળી લે છે એવો એ આત્મા વિશેષ મનની એકાગ્રતા દ્વારા શુદ્ધાત્માનો નિર્ણય કરે છે કે“હું આવો જ છું.” એમ નિર્ણય કરીને, એમ જાણીને પછી તેમાં મનને લગાડે છે તો મનાતીત થાય છે ત્યારે એક શુદ્ધનિશ્ચયનય પ્રગટ થાય છે તે નિર્વિકલ્પ નિશ્ચયનયને શુદ્ધ નિશ્ચયનય કહેવામાં આવે છે. ત્યારે તેને સાક્ષાત આત્માનો અનુભવ થાય છે. ત્યારે મન પાવે વિશ્રામ' એટલે કે મનનો ઉપયોગ અટકી જાય છે, મનનો વ્યાપાર અટકી જાય છે. પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર તો પ્રથમથી જ અટકી ગયો છે. જ્યાં આત્માના વિચારમાં આવ્યો ત્યાં પાંચ ઇન્દ્રિયના જ્ઞાનના ઉઘાડનો વ્યાપાર અટકી જાય છે. અને એક મનનો વ્યાપાર ચાલુ થાય છે. જેવું આત્માનું સ્વરૂપ અનુભવમાં આવે છે, અતીન્દ્રિયજ્ઞાનમાં જેવો શુદ્ધાત્મા આવવાનો છે તેવો આત્મા પ્રથમ ભાવ મનમાં આવે છે. તેને સવિકલ્પ સ્વસંવેદન કહેવામાં આવે છે. અથવા તેણે મનવડે આત્માનું સ્વરૂપ જાણી લીધું તેમ કહેવામાં આવે છે. આહા ! આ ભાઈ બહુ પ્રમોદિત થાય છે. એ લાયક છે. આમાં કાંઈ પૈસાવાળાને સમ્યગ્દર્શન થાય અને નિર્ધનને ન થાય એવું છે? શાસ્ત્ર ભણનારાને થાય અને દેડકાને ન થાય એવું નથી. આ તો મારે તેની તલવાર છે.
શું કહ્યું? કે પહેલાં તો તું મન વડે આત્માનો નિર્ણય કર, કેમકે મન વડે નિર્ણય થઈ શકે છે... એમ શાસ્ત્રનું આગમનું વચન છે. જેવું આત્માનું સ્વરૂપ છે તેવું અતીન્દ્રિયજ્ઞાનમાં અનુભવમાં આવવાનું હોય તેવું જ, એનાથી કિંચિત્માત્ર ફેરફાર નહીં એવું પહેલાં મનમાં આવે છે તે આત્મા મનવડે શુદ્ધાત્માને પ્રથમ કળી લે છે. અને પછી ઉપયોગ તેમાં લગાવે છે ત્યારે મન વિશ્રામ પામે છે. ત્યારે તેને સાક્ષાત શુદ્ધાત્માનો અનુભવ થાય છે. તેને શુદ્ધનિશ્ચયનય કહેવામાં આવે છે. અનુભવનો કાળ આવ્યો ત્યારે તેને શુદ્ધનિશ્ચયનય પ્રગટી કહેવાય છે.
શુદ્ધનિશ્ચયનયે શુદ્ધ જીવને સમસ્ત એટલે બધા પ્રકારના સાંસારિક વિકારોનો એટલે વિશેષકાર્યોનો સમુદાય મને નથી. વિશેષ કાર્યોમાં માર્ગણાસ્થાન પણ લેવા છે. વિશેષ એટલે વિકારી પર્યાય નહીં પરંતુ વિશેષ કાર્યો. વિકાર એટલે વિશેષકાર્યોનો સમુદાય મને નથી એમ અહીં આ ગાથામાં કહ્યું. હવે તેનો વિસ્તાર કરે છે.
દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો સ્વીકાર નહીં હોવાથી જીવને નારકન્ડ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વસ્વરૂપ ચારગતિઓનું પરિભ્રમણ નથી.” દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો જીવને સ્વીકાર જ નથી. ભાવકર્મ મારામાં થાય છે તે વાત જ અશકય છે. કેમકે જીવમાં ન થાય પરંતુ થાય છે તે પરિણામમાં થાય છે. અપરિણામી તત્ત્વમાં વિકાર-વિશેષ કાર્યો નથી.. થતાં, કેમકે અપરિણામી તત્ત્વ નિષ્ક્રિય છે. સક્રિય એવા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૯૫ પરિણામોમાં ભલે વિકારો હોય, પરંતુ તે સક્રિય પરિણામોમાં હું નિષ્ક્રિય નહીં હોવાથી મારામાં થતાં જ નથી. આહી.. હા ! જોઈ લેજો ! આ દ્રવ્ય અને પર્યાયનું ઉત્કૃષ્ટ ભેદજ્ઞાન ચાલે છે.
દ્રવ્યકર્મ એટલે જ્ઞાનાવરણાદિ આઠ કર્મ અને ભાવકર્મ એટલે રાગાદિ તેનો સ્વીકાર નહીં હોવાથી. રાગાદિનો નાશ થવાથી તેમ લખ્યું નથી. રાગાદિ ભાવોનો અનાદિઅનંત સ્વીકાર નહીં હોવાથી હોં! એક સમયમાત્ર પણ આ વિકારો આત્મામાં થતાં નથી. આવા આત્માને પહેલા સવિકલ્પ દ્વારા એટલે નિશ્ચયનયના પક્ષમાં આવીને વિચાર તો કર.. બાપુ! તારું કામ થઈ જશે. તેને એવું જ્ઞાન છે કે-ભલે સમ્યગ્દર્શન ન હોં! અને ભલે મિથ્યાત્વના પરિણામ હોં ! તો પણ તે મિથ્યાત્વ સ્વભાવમાં નથી. એવા સ્વભાવનો નિર્ણય કરીને અને પછી તેનો અનુભવ કરતાં પર્યાયમાંથી મિથ્યાત્વનો અભાવ થઈ અને તેની જગ્યાએ સમ્યગ્દર્શન પ્રગટ થાય.. થાયને થાય છે. આ એક જ રીત છે બીજી કોઈ રીત નથી.
દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો સ્વીકાર નહીં હોવાથી જીવને એટલે મને નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વ સ્વરૂપ ચારગતિઓનું પરિભ્રમણ નથી.” ચારગતિમાં પરિભ્રમણ ભગવાન આત્મા કરતો નથી. પરિભ્રમણ પર્યાયમાં થાય છે, પરિભ્રમણ આત્મામાં થતું નથી. પરિભ્રમણનો ભાવ છે ખરો, પરિભ્રમણનો ભાવ અવસ્તુ નથી. એ પણ તે-તે સમયનું ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે અથવા તે ક્ષણિક સત્ છે. પંરતુ ત્રિકાળ જે સત્ છે-શુદ્ધ ઉપાદાન તેને પરિભ્રમણ થયું નથી. ચારગતિમાં પરિભ્રમણ કરે છે એવો એનો નિજ સ્વભાવ નથી.
એ ચારગતિઓનું પરિભ્રમણ આત્માને છે એવા અજ્ઞાનને તું છોડ! ચારગતિમાં તારે પરિભ્રમણ કરવું પડશે એવું આગમનું વચન આવે ત્યાં એમ સમજવું કે આ વ્યવહારનયથી કથન કરેલું છે. નિશ્ચયનયે તો આત્માને પરિભ્રમણ નથી. અહીંયા નિશ્ચયની મુખ્યતાથી વાત ચાલે છે ત્યારે કોઈ જીવ વ્યવહારનયને વિકલ્પમાં આગળ કરશે તો પણ તેને આ નિશ્ચયનયનો વિષય લક્ષમાં નહીં આવે. તો પછી નિર્વિકલ્પ થવાનો તો તેને પ્રસંગ આવવાનો નથી. સમજાણું?
સંતો કહે છે-આ વાતને પહેલાં વિચારમાં તો લે! અનુભવ તો પછી થશે. અનુભવ તો પછી પણ તે નિર્ણય તો કર કે-હું આવો જ છું” એ નિર્ણય એવો કર કેઉપરથી દેવ આવે તો પણ ચળે નહીં. અરે ! ઉપરથી કુંદકુંદભગવાન આવી જાય અને કહે કે–તારામાં ચારગતિના ભાવો છે. તો એ કહે છે-મારામાં એ ચાર ભાવો નથી. ચારભાવો મારામાં નથી એમ હું આપની પાસેથી જ સમજ્યો છું.
હું સમજ્યો છું કોની પાસેથી ? આપની પાસેથી જ સમજ્યો છું. હે ભગવાન! હે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ કુંદકુંદાચાર્ય ! આપ સ્વર્ગમાંથી પધાર્યા તે અમારા ધન્ય ઘડી અને ધન્ય ભાગ્ય ! મને આપના દર્શન આજ થયા, પણ આપ મને કહો છો કે–ચારગતિમાં તારું ભ્રમણ થાય છે; તો એ ભ્રમણ મારું થતું નથી એમ હું આપની પાસેથી શીખ્યો છું. ત્યારે તેઓ કહે છે– શાબાશ! હું તને શાબાશી આપું છું-કેમકે તને પર્યાયનો પક્ષ છૂટી ગયો છે. તારા વચનના યોગે હું સમજી શકયો છું કે તને પર્યાયનો પક્ષ છૂટી ગયો છે, તને હજુ આત્માનો અનુભવ થયો નથી.. પણ તને આત્માનો અનુભવ હમણાં થશે. અંતર્મુહૂર્તમાં થઈ જશે. તારા વચનના યોગે હું સમજી ગયો છું.. કે-આ આત્મા નિશ્ચયના પક્ષમાં આવી ગયો છે. આ શિષ્ય મારી સામે થયો છે!
સ્વરૂપની સમજણનાં ટાંણા આવ્યા છે અને આ અધિકાર પણ ટાણે આવ્યો છે. જીવને નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વ સ્વરૂપ ચારગતિઓનું પરિભ્રમણ નથી–શુદ્ધ નિશ્ચયનયે તે શરત છે હોં ! સૌથી આગળ એ શરત મૂકી છે. શુદ્ઘનિશ્ચયનયે એટલે સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો... ? તો મને આ પરિભ્રમણના ભાવો નથી.. અને પરિભ્રમણ મને થતું નથી.
“ નિત્ય-શુદ્ધ ચિદાનંદરૂપ કા૨ણ ૫૨માત્મા સ્વરૂપ જીવને ”, આ બધા જીવને વિશેષણ લગાડયા છે. જીવ કેવો છે ? તે નિત્ય શુદ્ધ છે. નિત્ય-શુદ્ધ શા માટે વિશેષણ લગાડયું? કેમકે માર્ગણાસ્થાનોમાં અનિત્ય શુદ્ધતા આવશે માટે અનિત્ય શુદ્ધતા તે આત્માને નથી. અનિત્ય અલ્પ શુદ્ધતાના પરિણામ કે અનિત્ય પૂર્ણ શુદ્ધતાના પરિણામો તે તારા આત્મામાં કયાંથી આવી ગયા ? તારી બુદ્ધિ ફરી ગઈ છે. તું જીવને જોતો નથી. તારી દૃષ્ટિ પરિણામ ઉપર છે. તું પરિણામ ઉપર દૃષ્ટિ રાખીને બોલે છે.. કે–મારામાં રાગ-દ્વેષ થાય છે તે મિથ્યાત્વ છે. એ ભૂલ સાધારણ નથી.
રાગ-દ્વેષ પરિણામમાં તો થાય છે ને ? તારી દૃષ્ટિ-નજર કયાં છે ? તું પરિણામ ઉપ૨ નજ૨ ૨ાખીને બોલી રહ્યો છે. હવે અપરિણામી ઉપર નજર કરીને તો બોલ, અનુભવની તો ત્યાર પછીની વાત છે તારી ભાષા તો ફેરવ ! ભાવ ફરે તો ભાષા ફરે ! પણ તારો ભાવ ફર્યો નથી માટે તારી ભાષા પણ ફરતી નથી.
આહા ! આ અપૂર્વ ચીજ છે હોં ! આ શુદ્ધભાવ અધિકાર છે તે કુંદકુંદભગવાનની અપૂર્વ દેન છે. કુંદકુંદ આચાર્ય ભગવાને આપણા ઉપ૨ અનંતો ઉપકાર કર્યો છે. અને એમને સમજાવનારા ખરેખર તો ઉપકારી આપણા ગુરુદેવ છે. જો ગુરુદેવ ન મળ્યા હોત તો આ અધિકા૨માં કુંદકુંદાચાર્ય ભગવાન આપણને શું કહેવા માગે છે તે આપણે સમજી
શકત નહીં.
અહીં કહે છે–‘ નિત્ય શુદ્ધ', આ એક-એક શબ્દમાં કિંમત છે. જે અનિત્ય શુદ્ધ તે જીવ નથી. અનિત્ય શુદ્ધ તે સંવર, નિર્જરા અને મોક્ષ તત્ત્વ છે. જેનામાં અનિત્ય
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
શુદ્ધતા પ્રગટ થાય તે હું નથી. ત્યારે તે કોણ છે?
અનિત્ય શુદ્ધતા છે ખરી. જો તેને જ્ઞાનના શેયમાંથી ઉડાડીશ તો દૃષ્ટિ પ્રાપ્ત થશે નહીં. કારણ કે જ્ઞાન ખોટું થશે તો દૃષ્ટિ પણ ખોટી થશે. તો પછી તું કોના પ્રત્યે ઉપેક્ષા કરીશ ? અનિત્ય શુદ્ધતા છે તે જ્ઞાનનું જ્ઞેય જ નથી તો પછી ઉપેક્ષા કોના ૫૨ કરીશ ? એને જાણ્યા વિના ઉપેક્ષા હોય શકતી નથી. પેલાભાઈ હસે છે. જે વાત આવે છે તેને બરાબર સો એ સો ટકા કહેવામાં આવે છે.
૯૭
અનિત્ય શુદ્ધતા છે ખરી પણ તે પરિણામમાં છે. તેનું નામ સંવર–નિર્જરા અને મોક્ષતત્ત્વ છે. તેનું નામ જીવતત્ત્વ નથી. મોક્ષનું નામ જીવતત્ત્વ નથી. પર્યાય અનિત્ય શુદ્ધ છે, હું તો નિત્ય શુદ્ધ છું. હું અને તું વચ્ચે ભેદજ્ઞાન ચાલે છે. હું તો નિત્યશુદ્ધ છું. પાઠમાં લખેલું છે ‘નિત્ય શુદ્ધ' એક-એક શબ્દની કિંમત છે. “નિત્ય શુદ્ધ ચિદાનંદરૂપ કારણ ૫૨માત્મ સ્વરૂપ ”, જુઓ ! કાર્ય ૫૨માત્મા કાઢી નાખ્યું. જીવ કાર્ય ૫રમાત્મારૂપે થતો જ નથી.
:
જીવ કારણ પ૨માત્મ સ્વરૂપે અનાદિ અનંત બિરાજમાન છે. એવા જીવદ્રવ્યને “ દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ગ્રહણને યોગ્ય ” એટલે શું કહે છે ? દ્રવ્યકર્મને અને ભાવકર્મને પોતાનામાં ગ્રહણ કરી લ્યે તેને યોગ્ય વિભાવ પરિણતીનો અભાવ હોવાથી એટલે કે મિથ્યાત્વનો અભાવ હોવાથી ભાવકર્મનું ગ્રહણ કરતો નથી. ભાવ કર્મનું ગ્રહણ કરવું તે મિથ્યાત્વ છે. ભાવકર્મનું ગ્રહણ કરે એવો જે વિભાવ પરિણામ એવો જે મિથ્યાત્વનો ભાવ તેનો અભાવ હોવાથી જન્મ, જરા, મરણ નથી. જન્મ નથી, જરા નથી, મ૨ણ નથી, રોગ નથી અને શોક મને નથી.
કોના બળે કહે છે કે મને નથી ? શુદ્ઘનિશ્ચયનયના બળે તે શરત છે.. નહીંતર મરી જાય તે પાછો. આહા ! સમજી.. સમજીને ગ્રહણ કરવા યોગ્ય છે. આ વાત ૫૨મ સત્ય છે.
แ ચતુર્ગતિ ( ચા૨ ગતિના ) જીવોના કુળ તથા યોનિના ભેદ જીવમાં નથી તે આ પ્રમાણે છે. ” ચતુર્ગતિ અર્થાત્ ચારગતિના જીવોના કુળ તથા યોનિના ભેદ જીવમાં નથી એમ હવે કહેવામાં આવે છે તે આ પ્રમાણે એના ભેદો કહે છે. કુળ અને યોનિના ભેદો પણ નથી. યોનિના ભેદો એટલે પ્રકારો પણ જીવને નથી. એક સો સાડી સત્તાણુ લાખ કરોડ કુળ છે. આ છેલ્લી લીટીમાં છેલ્લે લીધેલું છે.
આ કુળના ભેદો કેટલા છે ? એકસો સાડી સત્તાણુંલાખ કરોડ. એકલા લાખ નહીં, આટલા લાખ કરોડ કુળ છે તે જીવને નથી.
“ પૃથ્વીકાયિક જીવોનાં બાવીશ લાખ કરોડ કુળ છેઃ પ્રશ્ન:- આ બધું ભગવાનના જ્ઞાનમાં આવે છે ને ?
ઉત્ત૨:- ભગવાનના જ્ઞાનમાં તો આવે છે પરંતુ તે જીવમાં નથી એમ પણ આવ્યું
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮
પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ છે. શું કહ્યું? સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં કુળની સંખ્યા જ આવી છે એમ નથી. પરંતુ જે કુળની સંખ્યાઓ છે તે જીવમાં નથી એમ આવ્યું છે, ત્યારે વાકય પુરું થાય છે. અમે સર્વજ્ઞને એમ માનીએ છીએ કે-આ કુળના ભેદોને જાણ્યા માટે તમે સર્વજ્ઞ છો એમ અમે સર્વજ્ઞને જાણતા નથી. પરંતુ કુળના ભેદોને જાણીને સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું કે-આ કુળના ભેદો તારામાં નથી. એ પ્રયોજન છે.
પૃથ્વીકાયિક જીવોના બાવીશલાખ કરોડ કુળ છે. અષ્કાયિક, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય છે તે બધુંય પ્રતિક્રમણમાં આવે છે ને! આ બધું ખામણામાં આવે છે ને! આ પૃથ્વીકાયિક જીવ છે તેના બાવીશ લાખ કરોડ કુળ છે-તે જીવમાં નથી. પૃથ્વીકાયિક જીવ જેને કહેવામાં આવે છે એ પૃથ્વીકાયિકનો જે જીવ છે, તે જીવને પૃથ્વીકાયિક સંયોગરૂપે પ્રાપ્ત થઈ છે એવા તે જીવોને પણ તે પૃથ્વીકાયનો તેનામાં અભાવ છે.
મારામાં તો એ પૃથ્વીકાય જીવનો અભાવ છે, કારણ કે હું પૃથ્વીકાયિક નથી. પરંતુ પૃથ્વીકાયના જે જીવો છે અને તેના જે બાવીશલાખ કરોડ કુળ છે, તેનામાં શુદ્ધ નિશ્ચયનયના બળે તે જીવોને હું જોઉં છું તો તે ભેદો તેનામાં દેખાતા નથી. તેમ સર્વજ્ઞ ભગવાન પોકાર કરીને કહે છે. પૃથ્વીકાય તે તો સંયોગ છે. કુળનો તો તેને સંયોગ થયો છે. પૃથ્વીકાયનું કુળ એમાં કયાં ઘૂસી ગયું છે? તેમાં અંદર ગરી(પેસી) ગયું છે? પૃથ્વીકાય એનો જીવ તો જ્ઞાયક ચિદાનંદ ભગવાન આત્મા છે. શુદ્ધનયે પૃથ્વીકાય કુળનો તે જીવમાં અભાવ છે. ત્રણે કાળ એ જીવમાં છે નહીં.
“અપ્લાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છે.” અપ્લાયિક જીવના સાત લાખ કરોડ કુળ છે તે જીવને નથી. તેજકાયિક જીવોનાં ત્રણ લાખ કરોડ કુળ છે: વાયુકાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; વનસ્પતિકાયિક જીવોના અઠ્યાવીશ લાખ કરોડ કુળ છે; એકેન્દ્રિયજીવોની વાત પૂરી થઈ હવે બેઇન્દ્રિય જીવોની વાત કરે છે.
તંદ્રિય જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; ત્રીદ્રિય જીવોનાં આઠલાખ કરોડકુળ છે; ચતુરિંદ્રિય જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; પંચેન્દ્રિય જીવોને વિષે જળચર જીવોનાં સાડાબાર લાખ કરોડ કુળ છે; ખેચર જીવોનાં બાર લાખ કરોડકુળ છે, ચાર પગવાળા જીવોનાં દશ લાખ કરોડ કુળ છે; સર્પાદિક પેટે ચાલનારા જીવોનાં નવલાખ કરોડકુળ છે, નારકોના પચીશ લાખ કરોડ કુળ છે;
હવે મનુષ્યો આવ્યા, મનુષ્યોના બાર લાખ કરોડ કુળ છે... તે કુળ મનુષ્યના જીવ સ્વભાવને નથી. મનુષ્યોની અંદર જે જીવનો સ્વભાવ છે જ્ઞાયકભાવ તેમાં એ નથી. “અને દેવોનાં છવ્વીશ લાખ કરોડ કુળ છે. તે બધાં થઈને એકસો સાડી સત્તાણું લાખ કરોડ (૧૯૭૫00000000000) કુળ છે.”
આ બધા કોને છે? સંસારી જીવોને છે, સિદ્ધોને છે નહીં. હવે સંસારમાં રહેલ જે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૯
શુદ્ધ અંત:તત્ત્વ પ્રાણીઓ છે એકેન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય સુધી પ્રાણીઓ તેના ગણવામાં આવે છે. એકસો સાડી સત્તાણુલાખ અને પાછા કરોડ એવા કુળ તે જીવને નથી. તે-તે કુળમાં રહેલા તે તે જીવોને તે-તે કુળ નથી. તે-તે કુળમાં રહેલા જીવોને જે જીવતત્ત્વ સામાન્ય છે, તે સામાન્ય તત્ત્વમાં આવા કુળના ભેદોનો અર્થાત્ વિશેષોનો તેના સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે. આ ભેદો કોઈના જીવ સામાન્ય નથી. મને તો નથી પરંતુ બીજાને પણ નથી આમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના આવી જાય છે સમજી ગયા?
અહીંથી સ્વર્ગમાં જાય તો સ્વર્ગનું કુળ મને નથી.. એ વર્તમાનમાં પ્રત્યાખ્યાન કરે છે. ભવિષ્યનાં પ્રત્યાખ્યાન અને વર્તમાનમાં મનુષ્ય (પર્યાય) હોય છતાં તે મનુષ્યના કુળ મને નથી–તેને આલોચના કહેવાય છે. ભૂતકાળમાં એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિમાં હું ગયો હતો ત્યારે પણ મને કુળ નહોતા-આને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આ વાત મિથ્યાત્વના પ્રતિક્રમણની ચાલે છે. તે મિથ્યાત્વનું પ્રતિક્રમણ તો કરતો નથી અને તે અવ્રતનું પ્રતિક્રમણ, કષાયનું પ્રતિક્રમણ અને યોગનું પ્રતિક્રમણ તેને હોઈ શકે નહીં. સર્વજ્ઞભગવાનના મતમાં ક્રમભંગ નથી.
પહેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ, મિથ્યાત્વની આલોચના અને મિથ્યાત્વનું પ્રત્યાખ્યાનત્યાગ હોય છે. ભાવિના કોઈ કાળમાં મિથ્યાત્વનો ભાવ મારામાં પ્રગટ થશે નહીં... આજથી હું તેના પચ્ચખાણ લઈ લઉં છું. પ્રતિજ્ઞા કરું છું કે- ભવિષ્યમાં મને મિથ્યાત્વનો ભાવ આવવાનો નથી. આહા! મિથ્યાત્વ તો ક્યાંયનું કયાંય રહી ગયું અને કષાયોનો ત્યાગ કરો, તેના માટે લઈ લ્ય પચ્ચખાણ. પચ્ચખાણ શેના? આહા ! એમને એમ લોલલોલ હાલ્યું. પાછા એવી વાત કરનારા કાન પકડનારા જીવો પણ તત્ત્વના અભ્યાસી નહીં એટલે કોઈ કાન પકડ નહીં. આહા...અને કોઈ કાન પકડવા જાય તો બીજા એમ કહે કે-અરે ! આપણા સાધુને કહેવાય ?
તે સાધુ કહે-જિનેન્દ્ર ભગવાને આમ કહ્યું છે તેમ હાંકે જિનેન્દ્રભગવાનના નામે. અમારા આવા મહાવીર હતા. મહાવીર ભગવાને આમ કહ્યું છે. અરે ! મહાવીર ભગવાને શું કહ્યું છે તે તને કાંઈ ખબર નથી. હવે યોનિની વાત આવે છે.
જે જીવ યોનિમાં જન્મે તેને યોનિ કહેવાય. જે સ્થાનમાં જીવની ઉત્પત્તિ થાય તેને યોનિ કહેવામાં આવે છે. “પૃથ્વીકાયિક જીવોનાં સાત લાખ યોનિ મુખ છે; અષ્કાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; તેજકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; વાયુકાયિક જીવોના સાત લાખ યોનિમુખ છે.” આમાં કરોડની સંખ્યા નીકળી ગઈ અને લાખ આવ્યા. નિત્ય નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; નિત્ય નિગોદ એટલે હંમેશાં નિગોદમાં રહેનારા. ચતુર્ગતિ (ચાર ગતિમાં પરિભ્રમણ કરનારા અર્થાત્ ઈતર) નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; ઈતર નિગોદ એટલે એક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦)
પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ વખત નિગોદમાંથી બહાર નીકળીને પાછો નિગોદમાં જાય તેને ઈતર નિગોદ કહેવામાં આવે છે. એક નિત્ય નિગોદ, બીજું ઈતર નિગોદ થયા. વનસ્પતિકાયિક જીવોનાં દશ લાખ યોનિમુખ છે; કીદ્રિય જીવોનાં લાખ યોનિમુખ છે. ત્રીદ્રિય જીવોનાં લાખ યોનિમુખ છે; ચતુરિંદ્રિય જીવોનાં લાખ યોનિમુખ છે; દેવોના ચાર લાખ યોનિમુખ છે; મનુષ્યોનાં ચૌદલાખ યોનિમુખ છે. (બધાં થઈને ૮૪00000 યોનિમુખ છે.).
બધાં થઈને ચોરાશી લાખ યોનિ છે. ચાર ગતિને ચોરાશી લાખ યોનિ એટલે જીવોની ઉત્પત્તિ થવાના વ્યવહારનયે સ્થાનો કહ્યાં. એ સંયોગમાં ઉત્પન્ન થાય છે એમ વ્યવહારનયે કહેવામાં આવે છે. ખરેખર! તો જીવની ઉત્પત્તિ નથી અને મરણ પણ નથી. થોડા ઊંડા ઉતરે તો એને મજા આવે એવી વાત છે. પરિણામ આત્મ સન્મુખ થતાં પોતાને જોવામાં આવે છે. પોતાને ખબર પડે છે કે-પર્યાયષ્ટિ છૂટતી જાય છે. તેને દ્રવ્યદૃષ્ટિ થવા પહેલાં સ્વભાવનો વિચાર તેને વિશેષપણે ઉગ્રપણે આવતો જાય છે. એ પોતાને જ ખબર પડે બીજાને ખબર ન પડે. આ ભેદો જીવમાં નથી એ વાત તમને કોઈએ કહી ! તમને કહી ? કેટલા વરસ થયા પાટને પાયે બેસે પ્રમુખથઈ ને.. પ્રમુખ એટલે મુખ્ય વ્યક્તિ. આ યોનિ તારામાં નથી. એ વાત તેના ચોપડામાં નથી..
અજ્ઞાનીના લખેલાં ચોપડા કહેવાય, તેને શાસ્ત્ર ન કહેવાય. એને ચોપડા કહેવાય. શું કહ્યું? આહા! દિગમ્બર શાસ્ત્રો તે શાસ્ત્રો છે. બાકી બધા ચોપડા છે. તેથી તેમાં આ વાત ક્યાંથી હોય! ન હોય ને! તો કહે પણ કયાંથી ? પોતાને ભાન ન મળે અને તેના ચોપડામાં પણ લખેલું નથી. શાસ્ત્રમાં લખેલું હોય પણ ચોપડામાં લખેલું ન હોય. કેમકે ચોપડા અજ્ઞાની લખે છે... અને જ્ઞાની લખે તે શાસ્ત્ર, જ્ઞાનીનું જે લખાણ છે તેને શાસ્ત્ર કહેવાય. તે આગમ કયાં છે ? એના આગમ બધા સમજવા જેવા છે. તેમણે નામ નિક્ષેપ આગમ લખી નાખ્યું છે.
કોથળીમાં કળિયાતું ભર્યું હોય ઉપર નામ લખે સાકર તો કળિયાતું સાકર થઈ જાય? તેમ આ લોકોએ ઉપર લખ્યું આગમ. અજ્ઞાનીના લખેલા ચોપડાને આગમ કહીને મારી નાખ્યા.
આ ચોરાશી લાખ યોનિમુખ છે તે જીવમાં નથી. તે ભાવ એક સમયમાત્ર પણ જીવમાં આવી શકતો નથી. જીવ જીવભાવે રહેલો છે. એ જીવ પરિણામરૂપે થઈ શકતો નથી. અપરિણામી જીવ પરિણામરૂપે થઈ શકે નહીં. ત્રણકાળમાં અપરિણામી પરિણામરૂપ ન થાય. અપરિણામીપણું તે છોડે નહીં અને પરિણામમાં તે આવી શકે નહીં. નિષ્ક્રિય શુદ્ધભાવ છે તે સક્રિય અશુદ્ધ કે શુદ્ધભાવમાં આવી શકતો નથી.
સૂક્ષ્મ એકૅન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાસ, પૂલ એકેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત”,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૦૧ એકેન્દ્રિયના બે ભેદ એક સૂક્ષ્મ અને સ્થળ. સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાય એટલે શરીર પુરું થાય અને અપર્યાપ્ત એટલે શરીર અધુરું રહે. સૂક્ષ્મ એકેન્દ્રિયના બે ભેદ અને ધૂળ એકેન્દ્રિયના બે ભેદ. હદ્રિય પર્યાય અને અપર્યા, ત્રીદ્રિય પર્યાયને અપર્યાય, ચતુરિંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાય અને અપર્યાય, સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત-એવા ભેદોવાળાં ચૌદ જીવસ્થાનો છે.” આ બધા જીવને રહેવાના સ્થાનો છે-રહેઠાણો છે.. તો પણ જીવ તેમાં રહેલો નથી. કયા જીવસ્થાનો? ઉપર કહ્યાં તે જીવસ્થાનોમાં જીવ રહેતો નથી. ઓહો ! દષ્ટિ પલટાવવાની આ વાત છે.
સ્વભાવથી વિચારશે તો તેને સ્વભાવની પ્રાપ્તિ થશે. આહા ! પર્યાયથી વિચારશે, ભેદથી વિચારશે, વ્યવહારથી વિચારશે તેને સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય. તેને સ્વભાવનો વિચાર જ ઉઠશે નહીં તો સ્વભાવની પ્રાપ્તિનો અવકાશ જ નહીં રહે. અનુભવ પહેલા તારી વિચારકોટિ બદલાવ. આહા ! જ્ઞયનિષ્ઠ પીંજણ મૂકી દે હવે અને ધ્યેયનું સ્વરૂપ કેવું છે એને લક્ષમાં તો લે! ભણીને શાસ્ત્રપાઠી થાય અને ભેદમાં રોકાય જાય. તે કહે અમને અભેદનો તો વિચારેય આવતો નથી. અને કદાચિત્ વિચાર આવે તો તે વિચાર ટકતો નથી. તેનો અર્થ એમ છે કે તેણે અભેદને પ્રેમ કર્યો નથી. આવી ભાષા (વાત) બધી સાંભળેલી છે હોં ! આપણે સાંભળી લઈએ બીજું શું થાય? કેમકે માની જીવને બહુ કાંઈ કહેવાય નહીં, નહીંતર તેના નાકની દાંડી ઠરડાઈ જાય. આહા! રહેવા દે ભાઈ !
આહા ! ભેદના વિચારમાં જામાં તારી બુદ્ધિ બગડી જશે. તું બુદ્ધિથી ભ્રષ્ટ થઈ જાઈશ... કેમકે એ ભેદો તારામાં નથી. તું તેને જીવના ભેદપણે માની રહ્યો છો... પણ એ અજીવનો ભેદ છે. એ જીવના ભેદપણે અમને દેખાતો નથી. જરા. સૂક્ષ્મવાત આવી ગઈ.
આહા ! જીવ તો અભેદપણે બિરાજમાન છે. આ જે બધા ભેદો કહ્યાં છે તેને ઉપચારથી જીવના ભેદો કહ્યાં છે. પરંતુ નિશ્ચયનયે જોવામાં આવે તો એ બધા ભેદો અજીવના છે. એ મારા ભેદો નથી કેમકે હું તો અભેદ છું. આ મસ્તી ચડી જાય એવી વાત છે હોં ! બે ઘડી તો સંસારનું વિસ્મરણ થઈ જાય તેવી વાત છે. એ ભેદો મારામાં કયાં છે? હું તો અભેદ ટંકોત્કીર્ણ એક શુદ્ધ પરમાત્મા છું. આ બધા ભેદો મારામાં નથી.
એ ભેદો તો જીવમાં નથી. પરંતુ તેનાથી બીજી એક વાત હજુ સૂક્ષ્મ આવે છે. આહા ! એ જીવનો ભેદ છે, એ જીવનો ભેદ છે, એ જીવનો ભેદ છે, એ જીવનો ભેદ છે અરે ! રહેવા દે! એ ભેદ જીવમાં નથી. એ બધા ભેદો અજીવના છે. આ વાત સમયસારના અજીવ અધિકારમાં છે.
સમયસારના અજીવ અધિકારમાં ચૌદ ગુણસ્થાન, ચૌદ માર્ગણાસ્થાનના સ્થાનો અને ચૌદ જીવસમાસો એ બધાને અજીવમાં નાખ્યાં છે. આગળ વધીને પુદ્ગલના પરિણામ છે. અરે! પુદ્ગલ છે જા ! કોઈ હિસાબે દૃષ્ટિ ફેરવ. અહા ! કોઈ હિસાબે દૃષ્ટિને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૬ ગાથા-૪૨
૧૦૨
તું અંદ૨માં લાવ ! જ્યાં જીવ છે ત્યાં લગાવ તો તારું કામ થઈ જશે.
આહા... હા ! વ્યવહારનયે એ ભેદો જીવના કહેવાય, પરંતુ નિશ્ચયનયે એ ભેદો અજીવના છે. તેનાથી આગળ કહીએ તો.. નિશ્ચયનયથી જોવામાં આવે તો એ ભેદો અજીવના પણ નથી અજીવ જ છે. શું કહ્યું ? જીવના ભેદને પણ અજીવમાં અભેદ ક૨. આ જીવનો ભેદ આ અજીવનો ભેદ તેમ પણ નહીં.. તેમાં પણ તને વિકલ્પ ઉત્પન્ન થશે. પરંતુ તે અજીવનો ભેદ નથી પણ અજીવ જ છે. હું તો જીવ જ છું તો જીવમાં પણ ભેદ દેખાતો નથી, અને અભેદનું અવલંબન લેતા તેને અનુભવ થશે.
પ્રશ્ન:- જીવના ભેદને અજીવમાં અભેદ કર એમ કહેવું છે!?
ઉત્ત૨:- જીવના જે ભેદો કહેવામાં આવે છે–તે ઉપચારથી કહેવામાં આવે છે. સર્વજ્ઞ ભગવાને તે ભેદો વ્યવહારનયથી કહ્યા છે. શાસ્ત્રમાં લખાણ આવે કે-આ જીવનો ભેદ છે, આ જીવનો ભેદ છે એ બધાં વ્યવહારનયના કથનો છે. હવે તેણે પૂછ્યું જોઈએ કેઆ કઈ નયના કથનથી તમે જીવનો ભેદ કહ્યો ? તેને કહે છે- એ વ્યવહારનયે જીવનો ભેદ કહ્યો છે.
જો વ્યવહારનયે આ ભેદોને જીવનો ભેદ કહ્યો છે તો હું પૂછું છું કે-નિશ્ચયનયે તે ભેદ કોના છે? તમે મને જવાબ ધો ! જો નિશ્ચયનયે જીવનો ભેદ કહે તો તો પેલો ઉભો
થઈને ચાલ્યો જાય. પછી તે પેલાની સામે વાત પણ કરે નહીં. આ કોઈ મૂરખ લાગે છે! ભલે ગાદી ઉ૫૨ બેઠો હોય, મોટો વાંચનકાર હોય પણ તેથી શું ? આહા ! મારા પ્રયોજનની અહીં સિદ્ધિ થતી નથી એમ જાણીને તે મૂંગે મોઢે ચાલ્યો જાય છે. તે તકરાર કરતો નથી પરંતુ સમતા રાખે છે.
અહીંયા કહે છે–જે જીવ અભેદ સુધી પહોંચ્યો નથી તેને ભેદ વ્યવહારનયે જીવનો કહ્યો; સર્વજ્ઞ ભગવાને ભલે કહ્યો હોય. એ ભેદને વ્યવહા૨નયે જો જીવનો કહ્યો હોય તો મારો પ્રશ્ન છે કે-એ ભેદ નિશ્ચયનયે કોનો છે ? સર્વજ્ઞ ભગવાને એ ભેદ વ્યવહારનયે ભલે દર્શાવ્યો હોય, મને મંજૂર છે અને હું પણ વ્યવહારનયે તે જીવનો ભેદ છે તેમ જાણું છું પણ તેમ માનતો નથી. હું પણ એમ જાણું છું કે–સર્વજ્ઞ ભગવાને જે આ વ્યવહારનય દર્શાવ્યો છે કે આ અજીવના ભેદો છે. હું પણ એમ જાણું છું. પરંતુ મારો એક પ્રશ્ન છે કેવ્યવહારનયે એ ભેદ જીવનો છે તો નિશ્ચયનયે એ ભેદ કોનો છે? તો કહે છે એ ભેદ અજીવનો છે. ત્યારે જીવ સામાન્ય ઉપર તેની દૃષ્ટિ આવ્યા વિના રહેતી નથી. કેમકે તે ભેદ મારામાં નથી. ભેદ મારામાં નથી તેનો તો નિષેધ કર્યો પરંતુ એ ભેદને અજીવમાં નાખ્યો એટલે તે ભેદ ઉ૫૨થી લક્ષ છૂટી ગયું અને તેની દૃષ્ટિ અભેદમાં આવી ગઈ.
શ્રોતાઃ- જીવનો ભેદ કહ્યો છે પરંતુ તે જીવનો ભેદ નથી.
ઉત્તર:- વ્યવહારનયે આ જીવના ભેદો છે તેમ વ્યવહાર દર્શાવવામાં આવે છે. જે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૦૩ વ્યવહાર દર્શાવ્યો છે તેમાં અજ્ઞાનીને ભાસે છે કે-વ્યવહાર દર્શાવ્યો છે ને? વ્યવહાર જીવનો ભેદ કહ્યોને ? તો નિશ્ચયનયે તે ભેદ કોના છે? તો કહે છે-નિશ્ચયનયે તે અજીવનો ભેદ છે.
તો હવે મારો પ્રશ્ન છે કે-વ્યવહારનયે જીવનો ભેદ શું છે? તો કહે છે-જ્ઞાન, દર્શન, ચારિત્ર તે ત્રિકાળી ગુણ છે. તે વ્યવહારનયે જીવનો ભેદ છે. નિશ્ચયનયે તો ગુણભેદ પણ દેખાતો નથી, ગુણી એકલો દેખાય છે. આ બહુ ઊંચા પ્રકારનો સ્વાધ્યાય ચાલે છે. કેમકે નિજ ભાવનાને અર્થે આ શાસ્ત્ર લખવામાં આવ્યું છે. અત્યારે અમારો ભાવ બીજાને સમજાવવાનો નથી.
આચાર્ય ભગવાન કહે છે-આ અમારો ઉત્તરકાળ આવી ગયો છે. હવે આ અમારો ઠરવાનો કાળ આવ્યો છે. હવે અમને પરને સમજાવવાનો વિચાર છૂટી ગયો છે.
અહીં કહે છે–ચૌદ ભેટવાળા જીવસ્થાનો તે જીવને નથી. એ જીવને નથી ત્યારે વાકય પુરું થાય છે. આ જીવસ્થાનો છે તે જીવને નથી ત્યારે પૂર્ણ વિરામ થાય છે. હવે આગળ આનાથી વધારે સૂક્ષ્મ વાત આવે છે.
“ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્યત્વ, સમ્યકત્વ, સંશિત્વ અને આહાર-એવા ભેદ સ્વરૂપ (ચૌદ) માર્ગણાસ્થાનો છે.”
આહા... હા! શું કહે છે? ક્ષાયિક સમ્યગ્દર્શન જીવને નથી. જ્ઞાનમાર્ગણામાં કેવળજ્ઞાનમાર્ગણા જીવમાં નથી. મતિ-શ્રુત તો જીવમાં નથી પરંતુ કેવળજ્ઞાનના પરિણામો પણ મારા નથી... તેથી આજથી હું તેના પ્રત્યાખ્યાન કરું છું. ભાવિકાળે જે કેવળજ્ઞાન પ્રગટ થશે તે મારામાં આવી જશે તેમ ત્રણકાળમાં બનવાનું નથી. તેના હું આજથી પ્રત્યાખ્યાન કરું છું. દષ્ટિમાંથી હું તેનો ત્યાગ કરું છું. પર્યાય મારામાં નથી, ભાવિની પર્યાય મારામાં નથી એવો ત્યાગ કરું છું તેનું નામ પ્રત્યાખ્યાન છે. વર્તમાનમાં ક્ષાયિક સમ્યગ્દર્શન અને પ્રગટ થયું છે અથવા ક્ષયોપશમ અથવા ઉપશમ તે મારામાં નથી. તેની હું આલોચના કરું છું. ભૂતકાળમાં જે સમ્યકત્વ માર્ગણાના જે છ પ્રકારના ભેદ છે તે મિથ્યાત્વમાર્ગણા છે. એ પૂર્વે મારામાં નહોતી એમ પ્રતિક્રમણ કરી લઉં છું. આહા ! આ અપૂર્વ વાત છે.
આ ભેદો જે વ્યવહારે જીવના કહ્યાં, તે ભેદો મારામાં મને દેખાતા નથી. અભેદની દૃષ્ટિમાં એ ભેદોનો મારામાં અત્યંત અભાવ છે અને મારામાં ગુણભેદ હોવા છતાં અભેદની દૃષ્ટિમાં એ ગુણભેદ પણ વિલય પામી જાય છે. ગુણભેદ દેખાતો નથી. પર્યાય તો મારામાં છે જ નહીં, પણ ગુણભેદ મારામાં છે પરંતુ અભેદને અર્થ તે ગુણભેદ પણ મને તિરોભૂત થઈ જાય છે–દેખાતો નથી.
આ બહુ ઊંચા પ્રકારની વાત છે. આહા ! એક પૈસાભાર પણ નિશ્ચયનો પક્ષ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૦૪
પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ આવ્યો હશે ને ! એક પૈસાભાર પણ કહું છું હોં ! સત્નો પક્ષ એક પૈસાભાર આવ્યો હશે ને ! અને સો ટકા વ્યવહારના પક્ષમાંથી એક પૈસો પણ ઘટયો હશે અને સત્નો પક્ષ એક પૈસો થયો હશે ને ! તો તે એક પૈસો, બે પૈસા, ચા૨ પૈસા, દશ પૈસા અને પછી સો પૈસા થઈ જશે.. અને વ્યવહારનો પક્ષ છૂટી જશે. સો પૈસાનો જે નિશ્ચયનો પક્ષ આવ્યો છે તે પક્ષ છૂટીને અનુભવ થઈ જશે. એક પૈસાભાર તો સ્વભાવનો પક્ષ લાવ ભાઈ ! જીવ વ્યવહા૨થી ૨ખડયો નથી પરંતુ તે વ્યવહારનાપક્ષથી તે રખડે છે. વ્યવહારથી અલ્પકાળ રખડે છે અને વ્યવહા૨ના પક્ષથી તે અનંતકાળ રખડે છે. વ્યવહાર રખડાવે તો છે પરંતુ વ્યવહારનો જે પક્ષ છે તે જીવને મારી નાખે છે. વ્યવહારે શુભભાવ આવશે ખરો પણ તે અલ્પ સંસારનું કારણ છે. શુભભાવ મારામાં થાય છે તેવું તું તારામાં સ્થાપમાં, તેને હવે આસવમાં સ્થાપ. તેને જીવમાંથી ઉથાપ અને આસ્રવમાં સ્થાપ. વ્યવહારનો પક્ષ હવે છોડી દે ! મિથ્યાત્વના પરિણામ મારામાં થતાં નથી. આ વાત ગળે કેમ ઉતરે ? આહા ! થાય છે તેનો નકાર કેમ કરવો ?
આહાહા ! મિથ્યાત્વ જીવમાં થાય છે તે તને પર્યાયદેષ્ટિથી દેખાય છે. પર્યાયમાં થાય છે ત્યારે દ્રવ્ય સ્વભાવમાં નથી. સવિકલ્પ સ્વસંવેદનથી આત્માને મનમાં તો સ્થાપ ! અને મનમાંથી તો રાગ ને ઉથાપ ! ભાવમનમાંથી તો રાગની ઉથાપના કર તો ભાવમન મરી જશે અને અતીન્દ્રિયજ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થશે. આ મોજ આવે એવી વાત છે. હોં ! આહા ! આ નિયમસાર શાસ્ત્ર અને તેમાંય આ શુદ્ધભાવ અધિકાર અજોડ છે. ભારતનો અજોડ અધિકાર છે. આ અધિકારમાં ચોખ્ખી વાત છે.
માર્ગણાસ્થાનોમાં બધાય શુદ્ધ પરિણામ લઈ લીધા. અશુદ્ધ પરિણામ અને પરિપૂર્ણ શુદ્ધ પરિણામ તેને માર્ગણાસ્થાનમાં લઈ લીધા જ્ઞાનમાર્ગણામાં કેવળજ્ઞાન અને દર્શનમાર્ગણામાં કેવળદર્શન આવી ગયું. સમ્યક્ત્વની અંદર ક્ષાયિક સમ્યગ્દર્શન આવી ગયું. આવા ભેદસ્વરૂપ એ ભેદો છે અર્થાત્ તે ભેદના પ્રકારો છે પરંતુ અભેદના પ્રકારો નથી. અભેદમાં આ ભેદો નથી. અભેદ એકરૂપ હોય છે... અને ભેદ અનેકરૂપ હોય છે. હું એક છું અને અનેકરૂપ નથી. આ ચૌદ માર્ગણાસ્થાનો છે, તે જીવને નથી તે બધામાં લઈ લેવું. અશુદ્ઘનિશ્ચયનયે છે અને શુદ્ધ નિશ્ચયનયે જીવમાં નથી. આપણે આ પરિણામના ભેદોને જીવમાં સ્થાપ્વા નથી. આ પરિણામના ભેદો અભેદમાં નથી એમ સ્થાપ્યું છે.
એ જાણીને કરવું છે શું ? કે-મારામાં નથી તેમ પ્રતીતમાં લેવાનું છે. શાસ્ત્ર દ્વારા ભેદોનું જ્ઞાન કરે.. પરંતુ એ ભેદ મારામાં નથી એવું જોર શાસ્ત્રના વાંચનકારને પણ જોવામાં આવતું નથી.
હવે સરવાળો કરે છે... ટોટલ મારે છે. આ બધા ઉપર કહ્યાં તે ભેદો ભગવાન પરમાત્માને નથી. આહા... હા ! ભણ્ એટલે જ્ઞાન ને આનંદવાન મારો પરમાત્મા છે તેને
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૦૫
શુદ્ધ નિશ્ચયનયના બળે એટલે આત્માના સ્વભાવની સન્મુખ થઈને... અનુભવના કાળમાં અને અનુભવના કાળથી જોતાં તે ભેદો જીવમાં નથી એટલે મારામાં નથી. અનુભવના કાળથી એટલે જ્યારથી અનુભવ થયો છે ત્યારથી અનુભવ ચાલું છે.
શુદ્ધનિશ્ચયનયે નહીં પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે અર્થાત્ શુદ્ધાત્માની સન્મુખ થઈને હું જોઉં છું તો આ ભેદો મારામાં દેખાતા નથી. અભેદમાં કોઈ ભેદ-પર્યાયનો ભેદ દેખાતો નથી. પર્યાયનો તો ત્રણેકાળ મારામાં અભાવ છે પરંતુ ગુણભેદનો માામાં સદ્ભાવ હોવા છતાં અભેદના લક્ષે જોઉં છું ત્યારે મારામાં ગુણભેદ હોવા છતાં તે ગુણભેદ મને દેખાતો નથી. મને તો એકલો ગુણી સામાન્ય દેખાય છે... એમ ભગવાન સૂત્રકર્તાનો અભિપ્રાય છે. સૂત્રકર્તાનો અભિપ્રાય છે એટલે કુંદકુંદભગવાનનો આ અભિપ્રાય છે. પદ્મપ્રભદેવ કહે છે–મેં જે ટીકામાં કહ્યું છે તે કુંદકુંદભગવાનના અભિપ્રાય અનુસાર લખું છું.. એવો વિવેક કરે છે. એવો વિવેક છે કે–હું જે આ કહું છું ને, મેં જે વાત કરી છે તે કુંદકુંદભગવાને મૂળસૂત્રમાં કહેલી છે. તેમના અભિપ્રાયની વાત, તેના હૃદયની વાત હું ખોલીને તમને સમજાવું છું. આ વાત મૂળસૂત્રમાં છે. સંસ્કૃતમાં અન્વયાર્થમાં છે “ જીવસ્ય ત્યાંથી શરૂઆત કરી છે. એ ભેદો જીવના નથી.
29
સમયસાર શ્લોક ૩૫
-
(માલિની )
“ सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम् । इममुपरि चरंतं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम्॥
,,
“ [ શ્લોકાર્થ:- ] ચિશક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને અને ચિત્શક્તિમાત્ર એવા નિજ આત્માનું અતિ સ્ફુટપણે અવગાહન કરીને, આત્મા સમસ્ત વિશ્વના ઉ૫૨ સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ (એક) અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત્ અનુભવો.”
શ્લોક - ૩૫ : ઉ૫૨ પ્રવચન
“ એવી રીતે (આચાર્યદેવ ) શ્રીમદ્ અમૃતસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૩૫-૩૬ માં બે શ્લોક દ્વા૨ા )” કહ્યું છે કે-આ રીતે ટીકાકાર સમયસારનો ટેકો લ્યે છે. સમયસાર શાસ્ત્રનો ટેકો લઈને આ વાત મજબૂત કરે છે. અમે જે વાત કરી છે તે વાત કુંદકુંદભગવાને કરી છે. એ વાત કુંદકુંદભગવાને
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬
- પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ સમયસારમાં તો કરી છે પરંતુ ઉપરાંત ટીકાકાર અમૃતચંદ્રસૂરિએ પણ આ વાત કરી છે. આ વાત પરંપરાથી ચાલી આવે છે. આ સત્ પરંપરાથી રહેલું છે અને આ સત્ પરંપરા રહેશે. સત્ છે તે કોઈ દિવસ અસત્ થશે નહીં. તેની બુદ્ધિ અસત્ થશે, તેની બુદ્ધિ ભ્રષ્ટ થશે પરંતુ વસ્તુ ફરશે નહીં. વસ્તુ નહીં ફરે પરંતુ તેની બુદ્ધિ ફરી જશે.
“શ્લોકાર્થ:- ચિન્શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને અહીં સામાન્ય ચિન્શક્તિ લેવી. એકલી ચિન્શક્તિ ન લેવી. ચિન્શક્તિથી રહિત એટલે ચૈતન્યગુણથી રહિત અન્ય સકળ ભાવોને....ઉપર કહ્યાં તે સંકળભાવોને એટલે ભેદરૂપ ભાવોને “મૂળથી છોડીને અને ચિન્શક્તિમાત્ર એવા નિજ આત્માનું અતિ ફુટપણે અવગાહન કરીને ”, ચિન્શક્તિમાત્ર એવા-જ્ઞાનશક્તિમાત્ર એવા ચિટૂપ સ્વભાવમાત્ર એવા નિજ આત્માનું અતિ ફુટપણે અવગાહન કરીને, આહાહા! અતિપ્રત્યક્ષપણે બળવાનપણે અવગાહન કરીને અર્થાત્ જાણીને, દેખીને અને અનુભવ કરીને.... “આત્મા સમસ્ત વિશ્વ ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ (એક) અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો.” વિશ્વ ઉપર એટલે વિશ્વથી જુદો અનુભવો.
આ જે ભેદો કહ્યાંને તેને વિશ્વ કહેવાય. અનેકતાના જે ભેદો કહ્યાં તેને વિશ્વ કહેવાય. વિશ્વ એટલે અનેકપણું. અનેકપણાને વિશ્વ કહેવામાં આવે છે. જ્યાં વિશ્વ કહ્યું એટલે તેની દૃષ્ટિ બહાર ગઈ. અરે! જે આ ભેદો છે તે જ અનેકપણું-વિશ્વપણું છે. ભગવાન આત્મા તેનાથી જુદો છે.
અવિનર એવા વિશ્વની ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા કેવળ એક અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો. આહા.. હા ! પ્રભુ! આ જે બધા ભેદો છે તે ભેદો ઉપરથી લક્ષ ઉઠાવ.. અને અભેદનું લક્ષ કર ! આ જે ભેદો છે એ વિશ્વ એટલે અનેક પ્રકારના છે. તે ભગવાન આત્માની ઉપર-ઉપર તરે છે. પરંતુ તે આત્મામાં સમાવેશ પામતા નથી. એવા આ કેવળ એક અવિનાશી આત્માને. , આત્માને એટલે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને, આત્મામાં એટલે આત્મસન્મુખ થયેલાં શુદ્ધ ઉપયોગ પરિણામને આત્માથી અભેદ કરીએ તો અભેદનયે તેને પણ આત્મા કહેવામાં આવે છે. તે ભેદનયે પર્યાય છે. શુદ્ધોપયોગ પણ ભેદનયે તો પર્યાય છે. આ જ્ઞાનપ્રધાન કથન છે હોં ! તે ધ્યાનમાં રાખવું. શુદ્ધોપયોગને આત્મા કહ્યો પરંતુ તે શુદ્ધોપયોગ કાંઈ આત્માથી અભેદ થતો નથી. આત્માને એટલે ત્રિકાળી દ્રવ્યને આત્મામાં એટલે વિશેષ શુદ્ધઉપયોગ પ્રગટ થયોઅર્થાત્ આત્માની સન્મુખ થઈને તે અભેદનયે અભેદ થયો. તેમાં આ દ્રવ્ય અને આ પર્યાય તેવું દૈતપણું દેખાતું નથી. દૃષ્ટિપ્રધાન કથનથી ભેદ છે અને જ્ઞાનપ્રધાન કથનથી અભેદ છે.
આત્માને આત્મામાં” તેમ આવ્યું ને! તેમાં પહેલું ધ્યેય છે અને બીજું જ્ઞય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૦૭ પહેલો આત્મા છે તે ધ્યેય છે. બીજો આત્મા જે લખ્યો તે શુદ્ધોપયોગરૂપે પરિણમી ગયો છે. આત્મા આત્માની સન્મુખ થઈને શુદ્ધોપયોગથી તે અભેદ આત્મા થયો છે. તેને કથંચિત્ અભેદ કહો, અનિત્ય તાદામ્ય કહો, વ્યવહારનયે અભેદ કહો કે-આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો તેમ કહો.
આહા ! શુદ્ધઉપયોગમાં તમારા શુદ્ધાત્માને સાક્ષાત્ અનુભવો-પ્રત્યક્ષ અનુભવો. આ અનુભૂતિ પ્રત્યક્ષ છે, આ અનુભૂતિ પરોક્ષ નથી. આહા ! આશીર્વાદ આપે છે હોં ! આવા આત્માને તમે અનુભવો. આ જે ભેદોને તમે અનુભવી રહ્યા છો એટલે કે ભેદને તમે આત્મા માની રહ્યા છો તે અનાત્મા છે. તે અજીવનો ભેદ છે, અરે ! તે અજીવ છે. હવે તેને આત્મા માનવાનું છોડો. જે અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ એક આત્મા છે તેને તારા જ્ઞાનમાં અને પ્રતીતમાં લઈ અને તેને અત્યારે તું પ્રત્યક્ષ અનુભવ કરે તો તને હુમણાં જ અનુભવ થશે. તને અત્યારે હમણાં જ અનુભવ થશે, કાલ નહીં થાય. આહા ! આવી જેને લગની લાગી તે કાલ પડવા દેતો નથી.
આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો.” આત્માને આત્મામાં તેમાં પહેલો આત્મા છે તે દ્રવ્ય સામાન્ય છે. બીજો આત્મા છે તે શુદ્ધઉપયોગ પર્યાયે પરિણતદ્રવ્ય છે. શુદ્ધ પર્યાયપરિણતદ્રવ્યને ઉત્તર પર્યાયપરિણતદ્રવ્ય કહેવામાં આવે છે. આ બધું જૈનતત્ત્વ મિમાંસામાં ઘણું આવેલું છે.
પૂર્વ પર્યાયપરિણતદ્રવ્ય તેને કારણ કહેવાય અને ઉત્તરપર્યાયપરિણતદ્રવ્યને કાર્ય કહેવામાં આવે છે. પહેલો આત્મા છે તે અપરિણામી છે અને બીજો આત્મા છે તે પરિણામી છે. અહીં પરિણામ ન લેવા પરંતુ પરિણામી લેવો. પરિણામ લેતાં તો ભેદ પડશે. અને પરિણામી તે જ્ઞાનપ્રધાનથી અભેદ છે હોં ! તે અપરિણામી કાંઈ પરિણામી થતો નથી પરંતુ ઉપચારથી તેને અભેદ પણ કહેવામાં આવે છે... એવું પણ શાસ્ત્રનું લખાણ છે. શ્રીમદ્જી કહે છે કે
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ,
ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એહ.” જે પ્રકારે જે વિવિક્ષાથી કથન આવે તેને તે પ્રકારે સમજી લેવું જોઈએ.
સમયસાર શ્લોક - ૩૬
(અનુકુમ ) “ चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्। अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।।"
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
- પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ [ શ્લોકાર્થ-] ચૈતન્યશક્તિથી વ્યાસ જેનો સર્વસ્વ-સાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે; આ ચિન્શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પદ્ગલિક
છે. ”
શ્લોક – ૩૬ : ઉપર પ્રવચન “ચૈતન્યશક્તિથી વ્યાસ જેનો સર્વસ્વ સાર છે”, આહા ! જે ભગવાન આત્મા છે તે તો સામાન્ય ચૈતન્ય શક્તિથી ભરેલો છે. તે વ્યાસ અર્થાત્ ફેલાયેલો છે. તેમાં માત્ર ગુણો જ રહેલાં છે, તેમાં આ પર્યાયના ભેદો નથી. એ જે ભેદો છે એ ભેદ આત્મામાં વ્યાપ્ત નથી. પરંતુ જે ચૈતન્ય આદિ ગુણો છે, જેવા કે-જ્ઞાન, દર્શન, ચારિત્ર તે બધાથી વ્યાસ જેનો સર્વસ્વસાર છે. આત્મામાં ગુણો રહેલા છે-ગુણો વ્યાપેલા છે-ગુણો પ્રસરેલા છે. પરંતુ આ ભેદો પર્યાયમાં પ્રસરેલા નથી. તેવો આ જીવ છે. એ જીવની વ્યાખ્યા કરી.
આહા! ચૈતન્ય શક્તિથી વ્યાસ અને ભેદથી અવ્યાત છે. ભેદથી અવ્યાત છે તેમ આવ્યું કે નહીં ? બે વાત કરી. ચૈતન્ય શક્તિથી વ્યાસ અને ઉપરના જે ભેદો કહ્યાં તેનાથી ભગવાન આત્મા અવ્યાસ છે. સર્વસ્વસાર છે એટલે તે ઉપાદેય તત્ત્વ છે. એવો આ જીવ છે તે એટલો જ માત્ર જીવ છે. જે આ ભેદો છે તે જીવ નથી. આહા.... હા ! અરે ! ભેદ જીવ નથી તે પણ થોડીવાર માટે છે. જ્યાં અભેદ ઉપર આવ્યો ત્યાં આ જીવનો ભેદ છે પછી જીવનો ભેદ નથી પછી અજીવનો ભેદ છે અથવા તો અજીવ છે તેવા વિચાર પણ છૂટી જાય છે. જ્યાં અભેદનો વિચાર કરે છે ત્યાં ભેદનો વિચાર પણ છૂટી જાય છે અને જ્યારે અભેદનો અનુભવ કરે છે ત્યારે અભેદનો વિચાર પણ છૂટી જાય છે.
આ બધા ભેદો મારામાં નથી તેવો વિચાર પહેલાં આવે છે. તો આ ભેદો કોના છે? તે ભેદો વ્યવહારનયે જીવના કહ્યાં, પણ નિશ્ચયનયે તે બધા ભેદો અજીવના છે. એવો વિચાર નાસ્તિથી આવે છે પછી તે વિચાર છૂટી જાય છે. લેશન પાકું થઈ ગયા પછી તે ભેદો કોના છે? તેનો શું કામ વિચાર કરવો જોઈએ.
રેલ્વેમાં સો રૂપિયાની નોટ પડી ગઈ. કોઈ ભાઈ ઉભા થઈને કહે કે-આ સો રૂપિયાની નોટ મને મળી છે... પરંતુ મારી નથી. તો બધાં ભેગાં થઈ ગયાં, તે સો રૂપિયાની નોટ કોની છે? તે નોટ કોની છે તેની મને કયાં પરવાહ છે! આ નોટ મારી નથી... પછી તે કોની છે તે સિદ્ધ કરવા માટે મારે કયાં રોકાવું છે, એને જાણવાનું કામ મારું ક્યાં છે !
એ ભેદો મારા નથી. મારા નથી, તો કોના છે? અરે ભાઈ ! મારા નથી એટલું મારું પ્રયોજન છે-કેમકે હું તો અભેદ છું. પછી પેલો નાસ્તિનો વિચાર છૂટી જાય છે. પછી અભેદનો વિચાર પણ છૂટીને સાક્ષાત અનુભવ થાય એવો આ જીવમાત્ર છે. એટલો જ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૦૯ જીવ માત્ર છે.
આ ચિન્શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પદ્ગલિક છે.” ચિલ્શક્તિથી શૂન્ય એટલે રહિત જે આ ભાવો છે તે બધાય પદ્ગલિક છે. આ ભાવો છે ખરા હોં ! તે સસલાના શીંગડા જેવા નથી. આ ભાવો છે ખરા ! તો પણ તેનાથી હું રહિત છું તેનાથી હું શૂન્ય છું. તા. ૧૯/૫/ '૭૯ પ્રવચન નં:- ૭ સ્થળ:- મુંબઈ-ઝવેરી બજાર મંદિર
ચાર પ્રકારના અનુયોગમાં એક દ્રવ્યાનુયોગ નામનો વિભાગ છે. જેમાં શુદ્ધાત્માની વાત અને તેની દૃષ્ટિ કેમ પ્રગટ થાય તે વિભાગ જેમાં કહેવામાં આવ્યો હોય તેને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે છે.
આ દ્રવ્યાનુયોગમાં સમયસાર, નિયમસાર આદિ શાસ્ત્રો છે. તેમાં સમયસારમાં બારસંગનો સાર છે. દ્રવ્યાનુયોગનો સાર નિયમસારમાં ભરી દીધો છે. તેમાંય સારરૂપ આ શુદ્ધભાવ અધિકાર છે. આ અધિકાર માખણ છે. મૂળ ચીજની મૂળ રકમ છે. મૂળ રકમ હાથમાં આવે તો પછી કમાવાની જરૂર ન પડે. વ્યાજ તો ઘેર બેઠા આવેને? પછી કમાવું ન પડે. કારખાનામાં જવું ન પડે, મૂડી બેંકમાં મૂકી હોય તો વ્યાજતો આવ્યા જ કરે. તેને કમાવાની જરૂર નથી. - આ મૂળ રકમની વાત છે. શુદ્ધભાવ એટલે શુદ્ધાત્મા જો એક વખત પણ દૃષ્ટિમાં આવી ગયો તો એને મૂડી હાથમાં આવી ગઈ. પછી તેને શુદ્ધિની વૃદ્ધિ થયા જ કરે. શુદ્ધિની વૃદ્ધિ તે તો વ્યાજ છે. શુદ્ધભાવ તે મૂડી છે અને શુદ્ધ પરિણામ તે વ્યાજ છે, તે મૂડી નથી. કેમકે વ્યાજ ખવાય છે જ્યારે મૂડી ખવાય નહીં. મૂડી ખવાય તો તો પછી વ્યાજ પણ ન આવે. સમજાય છે કાંઈ? આ દષ્ટાંત પણ માર્મિક છે હોં ! મૂડીનો ભોગ-ઉપભોગ ન હોય પરંતુ વ્યાજનો ભોગ-ઉપભોગ હોય.
તેમ જ્યાં શુદ્ધાત્મા એક વખત દૈષ્ટિમાં આવી જાય તો પુંજી હાથમાં આવી ગઈ. હવે જે આનંદ પ્રગટ થાય તે આનંદ વધ્યા કરે છે. એ આનંદ છે તે ભોગવાય અને પછી વ્યય થાય છે. એ આનંદની અવસ્થા ભોગવાય પછી વ્યય થાય છે. મૂડી કાયમ રહે અને વ્યાજ ખવાય છે.
તેમ દૃષ્ટિમાં ભગવાન આત્મા આવી જાય અને પછી વ્યાજમાં આનંદની અવસ્થા પ્રગટ થાય અને ભોગવાય... અને પછી જાય છે. તે ભોગવાયા વિના જતી નથી. આ મૂળરકમનો અધિકાર છે. આ દષ્ટાંત બરોબર છે અને બુદ્ધિથી દરેકને બેસે તેવું છે બધા વેપારી છે ને! એટલે આવું દૃષ્ટાંત લીધું. વળી (૪૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧)
પ્રવચન નં:- ૭ ગાથા-૪૨ શ્લોક – ૬૦
(માનિની ) अनवरतमखण्डज्ञानसद्भावनात्मा व्रजति न च विकल्पं संसृते?ररूपम्। अतुलमनघमात्मा निर्विकल्प: समाधि:
परपरिणतिदूरं याति चिन्मात्रमेषः ।।६।। [ શ્લોકાર્થ-] સતતપણે અખંડ જ્ઞાનની સદ્ભાવનાવાળો આત્મા (અર્થાત્ હું અખંડ જ્ઞાન છું' એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે તે આત્મા) સંસારના ઘોર વિકલ્પને પામતો નથી, પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પર૫રિણતિથી દૂર, અનુપમ, અનઘ ચિન્માત્રને (ચૈતન્યમાત્ર આત્માને) પામે છે. ૬૦.
શ્લોક - ૬O : ઉપર પ્રવચન શ્લોકાર્ચ- “સતતપણે અખંડ જ્ઞાનની સભાવનાવાળો આત્મા”, સત પણે એટલે નિરંતર, એક સમયનો પણ જેમાં આંતરો પડતો નથી. મૂડી વ્યાજ મૂકયા પછી એક સમય એવો ન હોય કે-વ્યાજ ન ચડે. અમારા મૂળજીભાઈ લાખાણી કહેતા હતા કે-અમે રાત ને દિ’ કમાઈએ અને છોકરાઓ તમે તો દિવસના કમાવ છો. તમે દુકાન કરીને કમાવ પરંતુ અમે તો રાતને દિ’ કમાઈએ. એક સમય પણ એવો ન હોય કે-જ્યાં વ્યાજ ન ચડે. સમજ્યાં?
એમ સતતપણે અર્થાત્ નિરંતર, એક સમયનો આંતરો પાડયા વિના તેને સતતપણે કહેવામાં આવે છે. તે કાળ અપેક્ષાએ કથન છે. સતતપણે નિરંતર-હંમેશાં. હવે અખંડજ્ઞાનની સદ્ભાવનાવાળો આત્મા તેનો અર્થ કરે છે.
અખંડજ્ઞાનની સદ્ભાવનાવાળો આત્મા એટલે શું? “અખંડજ્ઞાનની સદ્ભાવના વાળો આત્મા” તે શબ્દ છે પાઠમાં. તેનો અર્થ-હું અખંડજ્ઞાન છું. આ મૂળ પૂંજીની વાત ચાલે છે. આ જ્ઞાનની પર્યાયની વાત નથી. જ્ઞાન એટલે અખંડ જ્ઞાનાનંદ આત્મા. હું અખંડજ્ઞાન છું. જુઓ, અખંડજ્ઞાનની વ્યાખ્યા કરી. હવે કૌંસમાં વ્યાખ્યા કરે છે. (હું અખંડ જ્ઞાન છું.) હું અખંડ જ્ઞાનસ્વરૂપી આત્મા છું.
એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે તે આત્મા”, સદ્ભાવના શબ્દ છે ને તેનો અર્થ કરે છે. એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે તે આત્મા તે સાધક આત્મા. હવે ભાવનાના બે પ્રકાર છે તે કહે છે. શુદ્ધાત્માની (૧) ઉપયોગરૂપ ભાવના ૧. અનn = દોષ રહિત, નિષ્પાપ, મળ રહિત.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૧૧ (૨) પરિણતીરૂપ ભાવના. ઉપયોગરૂપી ભાવના જો અંતર્મુહૂર્ત ટકે તો તો કેવળજ્ઞાન થાય. અલ્પકાળમાં ઉપયોગ અંદરમાં જાય અને પાછો બહાર નીકળી જાય તે ઉપયોગાત્મક ભાવના તો મુનિઓને જલ્દી-જલ્દી આવે છે. ઉપયોગાત્મકભાવનામાં પંચમ ગુણસ્થાનવાળાને વખત લાગે અને ચોથા ગુણસ્થાનવાળાને વધારે વખત લાગે. ચોથાવાળાને ઉપયોગાત્મક ભાવના નિરંતર નથી પરંતુ પરિણતીરૂપની ભાવના તો નિરંતર વર્તે છે. પંચમગુણસ્થાને પણ નિરંતર વર્તે છે.
એક ઉપયોગાત્મક ભાવના શુદ્ધાત્માની હોં! નિમિત્તની ભાવના નહીં, ભેદની ભાવના નહીં. જ્ઞાનીઓ ધર્માત્માઓ નિમિત્તની-ભેદની ભાવના ભાવતા નથી. જ્ઞાનીને પાંચમહાવ્રતની ભાવના નથી. શાસ્ત્રના જ્ઞાનનો જે ઉઘાડ થયો છે તેની ભાવના તેને નથી. અતીન્દ્રિયજ્ઞાન ને જે આનંદ પ્રગટ થયો છે-એવો જે ભેદ તેની પણ ભાવના કરતા નથી. ભાવના તો એક શુદ્ધાત્માની છે. જ્ઞાનીને નિરંતર એક શુદ્ધાત્માની ભાવના હોય છે. અજ્ઞાનીને નિરંતર નિમિત્તની ભાવના હોય છે. નિમિત્તમાં બધું આવી ગયું. નિમિત્તમાં ભેદ, રાગ, પરપદાર્થ આવી ગયા. અજ્ઞાની રાત્રે સૂતો હોય તો તેને ભાવના કોની હોય ? નિરંતર અર્થાત્ ચોવીસે કલાક હોં ! ઉંઘમાં ભલે ઉપયોગ ન લગાવતો હોય તો પણ પરિણતીરૂપે ભાવના તેને નિરંતર ચાલુ છે.
હું અખંડજ્ઞાની છું” એ સદ્ભાવનાનો અર્થ કરે છે. સમ્યપ્રકારે અર્થાત્ સાચી ભાવના. ભાવના એટલે એકાગ્રતા ભાવના એક ઉપયોગરૂપ અને એક પરિણતીરૂપ તેવા બે ભેદ સાધકની દશામાં પડે છે. કેવળજ્ઞાન થયા પછી ઉપયોગાત્મક દશા છે, પછી તે ભાવના કરે છે તેવું પણ લાગુ પડતું નથી. તે વાત સાધકને લાગુ પડે છે. કેવળી ભગવાનને આત્માની ભાવના કરું છું તેમ હોતું નથી. કેમકે તેમને પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ ગઈ છે. તેમને સાધ્ય સિદ્ધ થઈ ગયું છે. કેવળજ્ઞાનને-મોક્ષ તે સાધ્ય છે-ધ્યેય નથી.
આગળ આવ્યું હતું કે-કારણસમયસાર અને કાર્યસમયસાર તેવા ઉભયસમયસારને ભજ તેમ આવ્યું ને! કારણસમયસાર તો ધ્યાનનું ધ્યેય છે. કાર્ય સમયસાર સાધ્ય છે. સાધ્ય એટલે પ્રગટ કરવા યોગ્ય હોય તેને સાધ્ય કહેવાય. એવી સાચી ભાવના. ભાવના એટલે એક નિર્વિકલ્પ અનુભવ અને એક નિર્વિકલ્પ વીતરાગી પરિણતી. આવી ભાવના તેને નિરંતર વર્તે છે. કોની ભાવના વર્તે છે? હું શુદ્ધાત્મા છું તેવી ભાવના. હું શુદ્ધાત્મા છું તેવા વિકલ્પ દ્વારા શુદ્ધાત્માની ભાવના થઈ શકતી નથી-અશકય છે. ઇન્દ્રિયજ્ઞાન દ્વારા પણ શુદ્ધાત્માની ભાવના થઈ શકતી નથી. અતીન્દ્રિયજ્ઞાન દ્વારા શુદ્ધાત્માની ભાવના પ્રથમ ઉપયોગાત્મક થાય છે.
અનાદિ મિથ્યાષ્ટિ હોય તેને પ્રથમ ઉપયોગાત્મક શુદ્ધાત્માની ભાવના થાય છે. પછી ઉપયોગ બહાર આવી જાય અને પછી તેને પરિણતીરૂપે શુદ્ધાત્માની ભાવના રહે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
પ્રવચન નં:- ૭ ગાથા-૪૨ છે. ઉંધમાં પણ સતતપણે શબ્દ વાપર્યો છે ને ! દિવસ ને રાત્રીનો ભેદ પાડ્યો નથીસતતપણે. કાળીચૌદશ હોય તે દિવસે પણ, આહા.. હા! તે કયાં તેનો છે, તે તો બહારની વસ્તુ છે આવી સાચી ભાવના સાધકને નિરંતર-સતતપણે હોય છે. સતતનો અર્થ કર્યો નિરંતરપણે જેમાં એક સમયનો આંતરો પડતો નથી. તેની ભાવના છૂટતી નથી. ઉપયોગ ભલે છૂટે પરંતુ ભાવના પરિણતીરૂપે જે ચાલુ છે તે છૂટતી નથી.
જેને ઉપયોગરૂપ ભાવના ભલે છૂટે પરંતુ જેને એટલે સાધક આત્માને પરિણતીરૂપ ભાવના નિરંતર વર્તે છે. એવા સાધક આત્માને ભાવનો વિષય શું કહ્યો? હું અખંડ જ્ઞાન છું તેવો વિકલ્પ નહીં, તેવો ભાવઇન્દ્રિયનો વ્યાપાર નહીં. આ ભાવઇન્દ્રિયના વ્યાપારવાળાની વાત નથી. આ તો સમજાવે છે બીજું શું કરે? સમજાવવા માટે શબ્દની રચના આવે, વિકલ્પ ઉઠે, ઇન્દ્રિયજ્ઞાનનો પણ વ્યાપાર થાય, સાંભળનારને અતીન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર ન હોય તો તે સાંભળે છે કે ઇન્દ્રિયજ્ઞાન મારામાં નથી. ઇન્દ્રિય જ્ઞાનથી શુદ્ધાત્માની ભાવના થતી નથી. તેમ સાંભળનારો લાયક-પાત્ર જીવ છે.
અમારે આ ભાઈ કહેતા હતા કે-આ પંદર દિવસમાં એવો માલ મળશે કે ઘોલનમાટે ઘણોમાલ મળશે. આ તત્ત્વ જરાક ઝાંખુ થાય એટલે પાછું સોનગઢ દોડી જવું હોં ! એ શરત છે. અહીંયા બેસી ન રહેવું! કેમકે આ સોનગઢનો માલ છે ને!
જેને એટલે સાધક આત્માને નિરંતર આવી ભાવના વર્તે છે “તે (આત્મા) સંસારના ઘોર વિકલ્પને પામતો નથી.” અહીંયા વિકલ્પ એટલે દુઃખ, તે સંસારના ઘોર દુ:ખ છે. આહા હા ! તેને આ સાધક આત્મા પામતો નથી. તે વિકલ્પ પામતો નથી તો કોને પામે છે? પરંતુ તે નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો. તેને પરિણતીમાંથી ફરીને નિર્વિકલ્પ સમાધિ આવી જાય છે. તેનો ઉપયોગ આત્મામાં જોડાય જાય છે શ્રદ્ધાનું બળ એવું છે કે-લાંબો વખત ઉપયોગ બહાર રહી શકે એમ નથી. શ્રદ્ધાના બળે ઉપયોગ અંદરમાં આવે છે.
બહેનશ્રી ભગવતીમાતાનું વચન હતું ને કે તું ઉપયોગને આત્મામાં લગાવવા જઈશ તો નહીં લાગે પરંતુ જો આત્માની રુચિ કરીશ તો ઉપયોગ સહજ અંદરમાં આવી જશે, તારે વાળવો નહીં પડે. ઉપયોગને વાળ્યો તેમ ઉપચારથી કહેવામાં આવે છે. ઉપયોગને વાળ કોણ ? ઉપયોગ વાળવાનો આત્માનો સ્વભાવ નથી. તેમાં તો કર્તા બુદ્ધિનો દોષ આવી જાય છે. જેને આત્માની રુચિ લાગી તેને રુચિના બળે ઉપયોગ અંદરમાં આવી જાય છે. રુચિ કહો કે શ્રદ્ધાનું બળ કહો બન્ને એક જ વાત છે. પછી તે સંસારના ઘોર વિકલ્પને પામતો નથી. તે નિર્વિકલ્પ શાંતિને સમાધિના ઘૂંટડા અંતરમાં ભરે છે.
નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પર પરિણતીથી દૂર છે”, સમાધિ એટલે શાંતિ. આધિ, વ્યાધિ અને ઉપાધિથી રહિત તેને સમાધિ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૧૩ આધિ, વ્યાધિ અને ઉપાધિ તેવા ત્રણ પ્રકારના જે સંકલ્પ-વિકલ્પ છે તેનાથી રહિત નિર્વિકલ્પ સમાધિ હોય છે. તે સાધક આત્મ શાંતિને પ્રગટ કરતો થકો તે સાધ્ય બની જાય છે. ધ્યેય તો ધ્રુવ આત્મા છે પરંતુ પરિણતી કયાં જાય છે ! સાધ્યને પ્રાપ્ત કરવાનું એવું એક કારણ અંદરમાં ઉત્પન્ન થાય છે. તે મોક્ષને પ્રાપ્ત કરે છે. આવો એક નિશ્ચય મોક્ષમાર્ગ કારણરૂપે પ્રગટ થાય છે, પરંતુ ભગવાન આત્મા મોક્ષનું કારણ નથી.
પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો એટલે પ્રગટ કરતો થકો પરપરિણતીથી દૂર થયો છે. આહી.. હા ! તે ઇન્દ્રિયજ્ઞાનથી તો દૂર અને પાંચ મહાવ્રતના શુભભાવથી પણ દૂર છે. તે “અનુપમ, અનઘ ચિન્માત્રને (ચૈતન્યમાત્ર આત્માને પામે છે.” અનુપમ એટલે ઉપમા ન આપી શકાય તેવું. અનઘ એટલે દોષ રહિત, નિષ્પાપ, મળરહિત ચિન્માત્ર-ચૈતન્યમાત્ર આત્માને પામે છે.
ઓહો ! દૃષ્ટિમાં તો ચૈતન્યમાત્ર આત્મા આવ્યો છે. હવે નિર્વિકલ્પ ધ્યાનમાં પણ, ચૈતન્યમાત્ર આત્મામાં પ્રગટપણે પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ જાય છે. સાધક સતપણે ધ્યાન કરે છે હોં ! ગુરુદેવ જ્યારે આહાર કરતા હોય ત્યારે તેને શુદ્ધાત્માની ભાવના છે કે છૂટી ગઈ છે? તેમને સતપણે ભાવના ચાલુ છે. “સતત્પણે ” આવ્યું કે નહીં ? નિરંતર આવ્યું કે નહીં? નહીંતર તો મિથ્યાષ્ટિ થઈ જાય. તેમને શુદ્ધાત્માની ભાવના ખસતી નથી અને સંયોગની ભાવના સમયમાત્ર પણ આવતી નથી. એક સમયમાત્ર પણ સાધકને સંયોગની ભાવના ન હોય.
ગૃહસ્થી સાધક હોય તો તેને સંયોગનો ભાવ આવે. પરંતુ તેને સંયોગની ભાવના ન હોય. ભાવ અને ભાવનામાં મોટો ફેર છે. શાંતિનાથ ભગવાન ચક્રવર્તી હતા તો તેમને પરપદાર્થનો ભાવ આવે છે. આવે છે કે નહીં? ખાવું, પીવું, ફરવું, હરવું, વગેરેનો હોં !
શ્રોતા:- છ ખંડનો.. પણ...
ઉત્તરઃ- છ ખંડનો તો ભાવ આવે છે પરંતુ છ ખંડની તેમને ભાવના નથી. ભાવના અખંડની અને છ ખંડનો ભાવ આવે છે. છ ખંડને જીતો, પેલા રાજાને નમાવો-તેને આપણો ખંડિયો બનાવી દ્યો ! પરંતુ તેમને અંદરમાં બીજા રાજાને ખંડિયો બનાવવાની ભાવના નથી. ભાવ આવે છે તે-અસ્થિરતાનો રાગ છે. એ કાર્ય બીજું છે. તે મારું કર્તવ્ય નથી. મારાથી તો રાગ ભિન્ન છે. જુઓ ! આવી શુદ્ધાત્માની ભાવના નિરંતર ચાલુ છે.
ચતુર્થ ગુણસ્થાનના પહેલા સમયથી ઉપયોગરૂપ જે ભાવના હતી તે અંતર્મુહૂર્તપછી તેને પરિણતીરૂપ ભાવના ચાલુ રહે છે. મુનિઓને નિર્વિકલ્પ ઉપયોગ જલ્દી-જલ્દી આવે છે.
જે પર૫રિણતીથી દૂર, અનુપમ, અનઘ, નિર્દોષ ચિન્માત્રને પામે છે.” આ સાધકની દશાની વાત છે, સાધ્ય તો મોક્ષ છે, અને ધ્યેય તો એક અખંડ આત્મા જ છે. તેને સાધ્ય શું છે? પ્રગટ કરવાની અપેક્ષાએ મોક્ષને સાધ્ય કહેવાય. આહા ! સાધકને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૧૪
સાધ્યનો ભાવ આવે પરંતુ તેને સાધ્યની ભાવના નથી. શ્રોતા:- સાધ્ય છે તે ધ્યેય નથી !.
પ્રવચન નં:- ૭ ગાથા-૪૨
ઉત્ત૨:- સાધ્ય છે તે તો પ્રગટ કરવાની અપેક્ષાએ છે. જ્યારે ધ્યેય તો ધ્રુવ પરમાત્મા એકલો જ છે. આહા ! એવો ભાવ આવે છે. “ અપૂર્વ અવસર એવો કયારે આવશે. એમ કહેવાય કે ભાવના ભાવે છે પરંતુ તે ભાવના ભાવતા નથી. તેમને ભાવ આવે છે.. પરંતુ ભાવના તો નિરંતર શુદ્ધાત્માની જ છે. આ શબ્દો પડયા છે ને ! આપણા ઘરની કયાં વાત છે! આમાં લખ્યું છે. આમાં લખ્યું છે કે નહીં ? હું અખંડ જ્ઞાન છું તેવી સાચી ભાવના નિરંતર ભાવે છે.
99
ભાવના એક શુદ્ધાત્માની છે. આહા ! ૫૨૫દાર્થની ભાવના, નિમિત્તની, ભેદની ભાવના હોતી નથી. આહા ! સાધ્ય મોક્ષ છે તેનો ભાવ છે પરંતુ તેની ભાવના નથી. તેમને ત્રિકાળ મુક્ત સ્વભાવની ભાવના વર્તે છે. એ ભાવનામાં ને ભાવનામાં તે પર્યાય મુક્ત થાય છે તેને સાધ્યની સિદ્ધિ કહેવામાં આવે છે. પ્રગટ કરવાની અપેક્ષાએ સાધ્યની સિદ્ધિ થઈ એમ કહેવામાં આવે છે.
આ અધિકા૨ બહુ ઊંચો છે. ટીકાકાર પણ એવા જ છે. આહા ! એકદમ અધ્યાત્મની મસ્તી ચડી જાય છે. હું કઈ નયથી જોઉં કે આ સંસારી અને આ મુક્ત છે.. એવી નય અમારી પાસે નથી. તેઓ સવિકલ્પદશામાં આવીને આ શ્લોક લખે છે.
હું કઈ નયથી એવા ભેદ પાડું-તફાવત કરું કે–આ સંસારી જીવ છે અને આ સિદ્ધ છે. એવી વ્યવહારનય અમારી પાસે નથી. આહા... હા.. હા! તેમને કેટલું ત્રિકાળ સ્વભાવનું બળ છે. સ્વભાવનું બળ આવતાં તેઓ આ લખે છે. બહુ વ્યવહારનયને સ્થાપિશ નહીં. અને સ્થાપવા જઈશ તો વ્યવહારમાં મગ્ન થઈ જઈશ. એટલા માટે શબ્દ છે. એ શબ્દ કાંઈ મફતનો નથી. સાધકે લખ્યું છે.
આહા ! અમારી પાસે બીજી નય હોય તો કહીએને ? આ સંસારી અને આ સિદ્ધ? અમે તો બધાને સિદ્ધ ૫૨માત્મા તરીકે જોઈએ છીએ. તેનો શુદ્ધાત્મા અમારા જેવો જ આત્મા છે તેમ માનીએ છીએ- આ ભગવતીમાતાનો શબ્દ છે ને! વળી નાટક સમયસારમાં આવે છે કે “સિદ્ધ સમાન સદા પદ મેરો.” દ્રવ્ય સંગ્રહમાં એક શ્લોક છે કે-“ સવ્વુ શુદ્ધા શુદ્ઘનયા ” શુદ્ઘનયથી જોવામાં આવે તો બધા આત્માઓ પછી તે ભવિ હો કે અભવિ હો, કે નિગોદમાં હો ! તે બધા શુદ્ધ ૫૨માત્મપણે બિરાજમાન છે. શ્રીમદ્ભુનું વાકય છે-“ સર્વ જીવ છે સિદ્ધસમ જે સમજે તે થાય.
23
;;
આ શાસ્ત્ર ભાવનાનું છે હોં ! નિજ ભાવનાને અર્થે હું લખું છું.. તેમ લખ્યું છે. એમાં આ બરોબર ભાવનાનો શ્લોક આવ્યો.. કે નહીં? તેઓ કોની ભાવના ભાવે છે? “હું અખંડ જ્ઞાન છું...” તેવી ભાવના નિરંતર ભાવે છે. ખાતાં, પીતાં, હાલતાં, ચાલતાં,
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૫
શુદ્ધ અંત:તત્ત્વ ઉઠતાં, બેસતાં અને આગળ વધીને જો કહેવામાં આવે તો....! કોઈએ ઉંધુ ન લેવું હોં! સવળુ લેજો ! સંભાળીને કહેવું પડે છે. સમાજને સંભાળીને કહેવું પડે છે.
અરે ! ચક્રવર્તી છ ખંડના રાજ્યને ભોગવતો હોય, જ્યારે તેના ઉપયોગમાં પાપના પરિણામ છે ત્યારે નિરંતર આત્માની ભાવનામાં પડ્યો છે. તેને નિરંતર આત્માની ભાવના છૂટતી નથી. એટલે તેના પાપના પરિણામને અનંતાનુબંધી નામ લાગુ પડતું નથી. આનો અર્થ નીચે ઉતરવાનો નથી. પરંતુ સમ્યગ્દર્શનનો મહિમા અને તેનું શું બળ છે અને તે ચીજ શું છે તેની જગતને ખબર પડતી નથી.
શ્રોતા:- આપની વાત સત્ય છે.
ઉત્તર:- સર્વજ્ઞ ભગવાનની વાત સત્ય છે અને ગુરુદેવની વાત સત્ય છે. આવી સત્યતાની આપણે ભાવના ભાવીએ છીએ. આહા ! સર્વેએ આપણી ઉન્નતિ અર્થે પણ આ એકની ભાવના ભાવવા જેવી છે. નિમિત્તની ભાવના ભાવવા જેવી નથી. અને નિમિત્તનો ભાવ આવે તેમાં પણ રોકાવા જેવું નથી. એમાં પણ તેને નિષેધબુદ્ધિ આવવી જોઈએ. તેને એમ લાગે કે-અરે નિમિત્તનો ભાવ આવ્યો અને આ વલણ નિમિત્તનું થઈ ગયું. જો નિમિત્તનું વલણ થયું તો ખરેખર તે ભાવ નથી પરંતુ ભાવના થઈ ગઈ છે. સાધકને ભાવ હોય અને અજ્ઞાનીને તો નિમિત્તની ભાવના જ હોય છે.
શ્લોક - ૬૧
(ગ્નપર) इत्थं बुद्ध्वोपदेशं जननमृतिहरं यं जरानाशहेतुं भक्तिप्रह्वामरेन्द्रप्रकटमुकुटसद्रत्नमालार्चितांघेः । वीरात्तीर्थाधिनाथाद्दुरितमलकुलध्वांतविध्वंसदक्षं
एते संतो भवाब्धेरपरतटममी यांति सच्छीलपोताः।। ६१।। [ શ્લોકાર્ચ- ] ભક્તિથી નમેલા દેવેંદ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમનાં ચરણોને પ્રગટ રીતે પૂજે છે એવા મહાવીર તીર્થાધિનાથ દ્વારા આ સંતો જન્મજરા-મૃત્યુનો નાશક અને દુષ્ટ મળસમૂહુરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો (પૂર્વોક્ત) ઉપદેશ સમજીને, સલ્હીલરૂપી નોકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. ૬૧.
શ્લોક - ૬૧ : ઉપર પ્રવચન “ભક્તિથી નમેલા દેવેન્દ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમનાં ચરણોને પ્રગટ રીતે પૂજે છે એવા મહાવીર તીર્થાધિનાથ દ્વારા”, દેવેન્દ્રો એટલે દેવોના પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૧૬
પ્રવચન નં:- ૭ ગાથા-૪૨ ઇન્દ્રો એટલે ઇન્દ્રમહારાજના મુગુટની સુંદર રત્નમાળા વડે પ્રગટ રીતે પૂજે છે.. એવા તીર્થંકર પરમાત્મા સંતો દ્વારા તેમજ ભગવાન મહાવીરના ચરણોમાં ઇન્દ્રપણે ઝૂકે છેનમે છે. અસંખ્યદેવોના જે અધિપતિ એવા એ ઇન્દ્ર જ્યારે ભગવાન મહાવીરના સમવસરણમાં જાય છે ત્યારે તેઓ પૂજે છે-નમે છે... એવા જે તીર્થંકર ભગવાનની વાણીમાં જે આવ્યું છે તેને સંતો દ્રવ્યશ્રુત દ્વારા કહે છે.
જન્મ-જ૨ા-મૃત્યુનો નાશક અને દુષ્ટ મળસમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર”, આ પાંચ મહાવ્રતના પરિણામ છે તે દુષ્ટ મળ છે. આ પાંચ મહાવ્રતના પરિણામ ઝેરના ઝાડ છે હોં ! કોના શુભ ભાવ ? ભાવલિંગી સંતના. અજ્ઞાનીને વ્યવહારવ્રત ન હોય, તેના વ્રતને તો કષાયની મંદતા કહે છે. કેમકે તેને શુભરાગ પ્રત્યે વૈરાગ્ય નથી. જ્ઞાનવૈરાગ્ય વિનાનો એ ભાવ હોવાથી રૂંધાયેલો કષાય છે. આ દ્રવ્યલિંગી મુનિની વાત ચાલે છે... હોં ! એની વાત કહી તેમાં નીચેના બધા આવી જાય છે. જેઓ પાંચ મહાવ્રત, અઠ્ઠાવીસ મૂળગુણ તેને નિરતિચા૨૫ણે પાળે છે.. છતાં તેનાં પાંચ મહાવ્રત... વ્રત નામને પામતા નથી. તેમને વ્યવહારવ્રત નથી પરંતુ કષાયની મંદત્તા છે. કેમકે નિશ્ચયવ્રતના અભાવમાં કષાયની મંદતાને વ્યવહા૨વ્રત પણ કહી શકાતું નથી. તેના વ્રત કષાયની મંદતામાં જાય છે પરંતુ વ્યવહારવ્રતમાં જતા નથી.
આતો ભાવિલંગી સંત છે. પાંચ મહાવ્રતનો વિકલ્પ ઉઠયો છે પણ તેને દુષ્ટ જાણે છે. તેઓ ૫૨ પરિણતીથી દૂર છે ૫૨પરિણતીથી એટલે પાંચ મહાવ્રતથી હું રહિત છું તેમ પ્રતીતમાં વર્તે છે.
''
66
મળ સમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર”, આહાહા! વિકલ્પનો નાશ કરે છે તે પણ ઉપચારનું કથન છે. જ્યારે સ્વભાવનું અવલંબન થાય છે ત્યારે વિકલ્પની ઉત્પત્તિ થતી નથી તો તેણે નાશ કર્યો તેમ ઉપચારથી કહેવામાં આવે છે. નાશ કર્યો તે પણ ઉપચારનું કથન છે. પરંતુ કથનની પદ્ધતિ તો જે પ્રકારે આવતી હોય તે પ્રકારે આવે.
“ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો (પૂર્વોક્ત) ઉપદેશ સમજીને, સત્હીલરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. ” આહા ! ભગવાન મહાવી૨ના ઉપદેશમાં તો એમ આવ્યું છે કે–હું એક અખંડ જ્ઞાન છું-તું તેની ભાવના ભાવ. આહાહા ! ભગવાનની વાણીમાં એમ નથી આવ્યું કે તું પાંચ મહાવ્રતનું પાલન કર અને કષાયની મંદતા કર. ઉપદેશમાં એમ આવ્યું નથી. શુદ્ધાત્માની ભાવના ભાવ તો તારો મોક્ષ થશે.. એમ વાણીમાં આવ્યું છે. એવા પ્રકારનો આ ઉપદેશ છે.
પૂર્વોક્ત જે કહેવામાં આવે છે એટલે અત્યાર સુધી જે ગાથાઓમાં કહ્યું તેને ભગવાન મહાવીરનો ઉપદેશ કહેવામાં આવે છે. ભગવાન મહાવીરનો ઉપદેશ આવ્યો છે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
કે–તું તારા શુદ્ધાત્માની ભાવના ભાવ. આહા ! સંયોગની, કષાયની, ઇન્દ્રિયજ્ઞાનની ભાવના ભાવવા જેવી નથી. એવા પ્રકારનો પૂર્વોક્ત ઉપદેશ સમજીને, ઉપદેશ સાંભળીને નહીં; ઉપદેશ સમજીને તેમ લખ્યું છે. એટલે કે દ્રવ્યશ્રુતનું કહેવાનું જે વાચ્ય છે કે–હું અખંડ જ્ઞાનાનંદ આત્મા છું એમ સમજીને, સાંભળ્યા પછી સમજવું, સાંભળીને ધારણામાં ન રાખવું. સાંભળીને ધારણામાં રાખવું તે લોભીની લક્ષ્મી સમાન છે. લોભીની લક્ષ્મીની વાત આવે છે ને !
૧૧૭
એકવાર દુષ્કાળ પડયો તો જે બે રૂપિયે કિલો મળતા ઘઉં તેનો ભાવ પચીસ રૂપિયા થઈ ગયો. એક લોભી શેઠ હતા, તેની તેજુરીમાં રોકડા પૈસાના ઢગલા પડયાતા. ઘઉંવાળો પૂછવા આવ્યો કે-શેઠ ઘઉં લેવા છે? શેઠ કહે હા ભાઈ ! ઘઉં તો લેવા છે. છોકરાં ભૂખે ટળવળે છે. ઘઉં તો મારે જોઈએ છીએ. કિલોનો શું ભાવ છે? એક કિલોના પચાસ રૂપિયા છે. અરે ! ગઈસાલ તો બે રૂપિયા ભાવ હતો અને આ સાલ પચાસ રૂપિયા ?
થોડો વખતમાં આટલો ફેરફાર ? ઘઉં મારે જોઈતા નથી.
બીજે દિવસે બીજો આવ્યો, તે કહે–શેઠ, ઘઉં લેવા છે! શેઠ કહે–હા, ઘઉં તો લેવા છે. તમારી પાસે પૈસા છે ? અરે ? પૈસાના તો ઢગલા પડયા છે. ઘઉંવાળો કહે-પંચોતેર રૂપિયાના કિલો છે. શેઠ કહે–નથી લેવા. ઘઉં વેંચવાવાળો ત્રીજે દિવસે આવ્યો.. શેઠ, ઘઉં લેવા છે ? હા, ભાઈ ! ઘઉંની બહુ જરૂર છે. આ છોકરા ત્રણ દિવસથી ભૂખ્યા મરે છે. તો લઈ લ્યો, આ દશ કિલો ઘઉં છે અને સો રૂપિયે કિલો છે. ના, ના, મારે ઘઉં લેવા નથી. એમ ચાર દિ’, છ દિ', આઠ દિ ’ થયા ત્યાં એક પછી એક છોકરાં તરફડીને મરી ગયા. તે લોભિયાએ ધનનો ઉપયોગ કર્યો નહીં.
તેમ દેશનાલબ્ધિ સાંભળીને એ દેશના જે ધારણામાં રાખે છે કે-શુદ્ધાત્માની ભાવના કરવા જેવી છે.. તેમ ધા૨ણામાં રાખે છે... તે લોભીની લક્ષ્મી છે. તેને શુદ્ધાત્માની પ્રાપ્તિ થતી નથી. એ ધારણા તેની બંધપેટી છે,તેનું ઇન્દ્રિયજ્ઞાન રગડયું છે. આહા ! તે પ્રયોગ કરતો નથી પછી શું થાય ? ઓલા છોકરાઓ જેમ મર્યા તેમ આ પણ ભાવમ૨ણે મરી રહ્યો છે. અને હવે દ્રવ્યમરણ પણ નજીક છે. જીવે તો પણ વધારેમાં વધારે સો વરસ પછી તો દ્રવ્યમ૨ણ છે જ. સો વરસ પણ કોઈક જીવે, બાકી તો ત્રીસ, પાંત્રીસ, ચાલીસ વરસે હાર્ટફેઈલમાં ચાલ્યા જાય છે.
શ્રોતા:- આ દાખલો સારો છે.
ઉત્ત૨:- હું જાણું છું કે-ભૂતાર્થને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. મેં ગુરુદેવ પાસે સાંભળ્યું છે–આ બધા ભેદો મારામાં નથી. હું અભેદ છું... તેમ હું બરાબર જાણું છું! તેં સાંભળ્યું પણ નથી અને તું સમજ્યો પણ નથી. કેમકે તેં અમલ કર્યો નહીં-માટે તારી ધારણા લોભીની લક્ષ્મી સમાન છે. એવી ધારણાની કોડીની કિંમત નથી. ધારણાનું
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
પ્રવચન :- ૭ ગાથા-૪૨ અભિમાન કરીશમાં !
આ શાસ્ત્ર ઉત્તર અવસ્થામાં લખાયેલું છે ને ! શાસ્ત્રકાર પોતાની ભાવના કહે છે. હવે મને અપ્રતિબુદ્ધને સમજાવવાનો વિકલ્પ આવતો નથી. આ શાસ્ત્ર તેમની ઉત્તર અવસ્થામાં લખાયેલું છે. એટલે આ વિદાય સંદેશો છે.
વિદાય સંદેશો એટલે શું? સંસારમાંથી વિદાય થવાનો આમાં સંદેશો આપેલોછે. હું એક શુદ્ધાત્મા જ છું, આ જગતમાં બીજી કોઈ ચીજ મારી નથી. અરે ! આ પરિણામ મારાં નથી તેથી તે પરિણામ પ્રત્યે હું મોટું અને મમતા છોડી દઉં છું. કેમકે તે મારે માટે પરદ્રવ્ય છે. એ મારે માટે પરદ્રવ્ય છે પરંતુ સ્વદ્રવ્ય નથી, તેથી હવે હું તેની ભાવના ભાવતો નથી. હું તો એક અખંડ આત્માની ભાવના ભાવું છું. એ અખંડ આત્માની ભાવના ભાવતાં તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય..... થાય ને થાય જ છે. એવા પ્રકારનો ઉપદેશ ભગવાન મહાવીરની વાણીમાં આવ્યો છે.
મહાવીરની વાણીમાં શું ઉપદેશ આવ્યો છે? તું શુદ્ધાત્માની સન્મુખ થા. જો તું અમારી સામે જોઈશ તો તને મિથ્યાત્વ સહિતનું પુણ્ય થશે. કેવું પુણ્ય થશે ? મિથ્યાત્વ સહિતનો તને શુભરાગ થશે. માટે અમારી સામે જોવાનું લક્ષ છોડી દે. અને તું તારા શુદ્ધાત્માની સામે જ તો તારું કામ થશે. આવો ઉપદેશ છે.
એવા પ્રકારનો ઉપદેશ સાંભળ્યા પછી તેને સમજીને, “સલ્હીલરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે.” આહા ! સાધક આત્માઓ ! સન્સીલરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. સલ્હીલરૂપી નૌકા એટલે ચારિત્ર. શુદ્ધાત્માની અંદર જે રમણતા થાય છે તેને શીલ કહેવાય છે, તેનું નામ બ્રહ્મચર્ય કહેવાય છે. બ્રહ્માનંદમાં લીનતા થવી તેનું નામ શીલ અથવા બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. શીલની આગળ સત્ વિશેષણ લગાડયું છે. સશીલ એટલે સમ્યપ્રકારનું શીલ સમ્યક પ્રકારનું એટલે આત્માની સન્મુખ થઈને અંદર લીન થવું તેનું નામ શીલ પાળ્યું કહેવામાં આવે છે.
એ નૌકા વડે અર્થાત્ ચારિત્રની નૌકા વડે, તેમને સમ્યગ્દર્શન તો છે ઉપરાંત ચારિત્રની નૌકા વડે ભવાબ્ધિના-ભવરૂપી સમુદ્રના સામા કિનારે પહોંચી જાય છે, તેને કિનારો સામો આવી જાય છે. તે સંસાર સમુદ્રથી પાર ઉતરી જાય છે. સમ્યગ્દષ્ટિ સંસારરૂપી સમુદ્રને પાર કરે છે. ચૈતન્યની દૃષ્ટિ કરીને ફરી ફરીને તેમાં લીન થાય છે. એટલે સત્ શીલરૂપી નૌકા વડે એ સંસારરૂપી કિનારાને પાર કરીને એ શિવપૂરીની પ્રાપ્તિ કરે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
ગાથા
णिद्दंडो णिद्दद्दो णिम्ममो णिक्कलो णिरालंबो। णीरागो णिद्दोसो णिम्मूढो णिब्भयो अप्पा ।। ४३।। निर्दण्डः निर्द्वन्द्वः निर्ममः निःकलः निरालंबः। नीरागः निर्दोष: निर्मूढः निर्भयः आत्मा ।। ४३ ।।
-
४३
૧૧૯
इह हि शुद्धात्मन: समस्तविभावाभावत्वमुक्तम् ।
मनोदण्डो वचनदण्डः कायदण्डश्चेत्येतेषां योग्यद्रव्यभावकर्मणामभावान्निर्दण्डः। निश्चयेन परमपदार्थव्यतिरिक्तसमस्तपदार्थसार्थाभावान्निर्द्वन्द्वः। प्रशस्ता
प्रशस्तसमस्तमोहरागद्वेषाभावान्निर्ममः। निश्चयेनौदारिकवैक्रियिकाहारकतैजसकार्मणाभिधानपंचशरीरप्रपंचाभावान्निःकलः । निश्चयेन परमात्मनः परद्रव्यनिरवलम्बत्वान्निरालम्बः। मिथ्यात्ववेदरागद्वेषहास्यरत्यरतिशोकभयजुगुप्साक्रोधमानमायालोभाभिधानाभ्यन्तरचतुर्दशपरिग्रहाभावान्नीरागः । निश्चयेन निखिल - दुरितमलकलं कपंकनिर्निक्तसमर्थ सहजपरमवीतरागसुखसमुद्रमध्यनिर्मग्नस्फुटितसहजावस्थात्मसहजज्ञानगात्रपवित्रत्वान्निर्दोषः । सहजनिश्चयनयबलेन
सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखाद्यनेकपरमधर्माधार
निजपरमतत्त्वपरिच्छेदनसमर्थत्वान्निर्मूढः, अथवा साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारनयबलेन त्रिकालत्रिलोकवर्तिस्थावरजंगमात्मकनिखिलद्रव्यगुण पर्यायै क समय परिच्छित्तिसमर्थ सकल विमल केवलज्ञानावस्थत्वान्निर्मूढश्च । निखिलदुरितवीरवैरिवाहिनीदुःप्रवेशनिजशुद्धान्तस्तत्त्वमहादुर्गनिलयत्वान्निर्भयः । अयमात्मा ह्युपादेयः इति ।
निर्द्वैऽ ने निर्द्वद्व, निर्भभ, निःशरीर, नीराग छे, निर्दोष, निर्भय, निरवलंजन, आतमा निर्मूढ छे. ४३ .
अन्वयार्थः-[ आत्मा ] आत्मा [ निर्दण्ड: ] 'नि, [ निर्द्वन्द्वः ] निर्द्वद्व, [ निर्मम: ] निर्भभ, [ निःकल: ] निःशरीर, [ निरालंब: ] निरालंब, [नीराग: ] नीराग, [ निर्दोषः ] [निर्दोष, [ निर्मूढः ] निर्भूढ अने [ निर्भयः ] निर्भय छे. ટીકા:-અહીં (આ ગાથામાં) ખરેખર શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો અભાવ છે એમ કહ્યું છે.
૧. નિર્દંડ = દંડ રહિત. ( જે મનવચનકાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દંડાય છે તે પ્રવર્તનને દંડ કહેવામાં આવે छे.)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૨૦
પ્રવચન નં:- ૭ ગાથા-૪૩
મનદંડ, વચનદંડ અને કાયદંડને યોગ્ય દ્રવ્યકર્મો તથા ભાવકર્મોનો અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે. નિશ્ચયથી ૫૨મ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થસમૂહનો (આત્મામાં) અભાવ હોવાથી આત્મા નિર્દેશ્ર્વ (દ્વૈત રહિત ) છે. પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ હોવાથી આત્મા નિર્મમ (મમતા રહિત ) છે. નિશ્ચયથી ઔદારિક, વૈક્રિયિક, આહા૨ક, તેજસ અને કાર્યણ નામનાં પાંચ શરીરોના સમૂહનો અભાવ હોવાથી આત્મા નિઃશ૨ી૨ છે. નિશ્ચયથી ૫૨માત્માને ૫૨દ્રવ્યનું અવલંબન નહિ હોવાથી આત્મા નિરાલંબ છે. મિથ્યાત્વ, વેદ, રાગ, દ્વેષ, હાસ્ય, તિ, અતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ નામનાં ચૌદ અત્યંતર પરિગ્રહોનો અભાવ હોવાથી આત્મા નીરાગ છે. નિશ્ચયથી સમસ્ત
પાપમળકલંકરૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ, સહજ-૫૨મવીતરાગસુખસમુદ્રમાં મગ્ન ( ડૂબેલી, લીન ) પ્રગટ સહજાવસ્થાસ્વરૂપ જે સહજજ્ઞાનશ૨ી૨ તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે. સહજ નિશ્ચયનયથી સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ ૫રમવીતરાગ સુખ વગેરે અનેક ૫૨મ ધર્મોના આધારભૂત નિજ ૫૨મતત્ત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ (મૂઢતા રહિત ) છે; અથવા, સાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્ભૂત વ્યવહા૨નયથી ત્રણ કાળના અને ત્રણ લોકના સ્થાવર-જંગમસ્વરૂપ સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ સકળ-વિમળ ( સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાનરૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂઢ છે. સમસ્ત પાપરૂપી શૂરવી૨ શત્રુઓની સેના જેમાં પ્રવેશી શક્તી નથી એવા નિજ શુદ્ધ અંતઃતત્ત્વરૂપ મહા દુર્ગમાં ( કિલ્લામાં ) વસતો હોવાથી આત્મા નિર્ભય છે. આવો આ આત્મા ખરેખર ઉપાદેય છે.
ગાથા
૪૩ : ઉ૫૨ પ્રવચન
આહા ! વારંવાર આ ભેદોની વાત કેમ કરે છે ? જે આ ભેદો દેખાય છે પર્યાયમાં તેમાં અનાદિકાળથી આત્માએ કેવી આત્મબુદ્ધિ કરી છે. એક સમયમાત્ર પણ ભેદનું લક્ષ છોડીને તેણે અભેદનું લક્ષ કર્યું નથી. માટે આ ભેદ તારામાં નથી તેમ વારંવાર પોતે તેમ વિચારે છે... અને કહે છે. એ વિચાર લખાય જાય છે તો બીજાનું કામ પણ થઈ જાય છે. પરંતુ અત્યારે બીજાને સમજાવવાનું અમારું લક્ષ નથી. અત્યારે તો પોતે હું આવો છું, હું આવો છું તેવી ભાવના ભાવે છે.
ટીકા:- અહીં (આ ગાથામાં) ખરેખર શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો
-
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૨૧ અભાવ છે એમ કહ્યું છે.ખરેખર શુદ્ધાત્માને એટલે આ બધા આત્માની વાત છે. આ સિદ્ધના આત્માની વાત નથી. સિદ્ધ એને ઘરે રહ્યાં. શુદ્ધાત્માને એટલે જ્ઞાયકભાવને પરમ પારિણામિકભાવ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને. જેનું લક્ષણ ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ નથી. કારણકે એતો પર્યાયોનું લક્ષણ છે. એ લક્ષણ કોઈ દ્રવ્યનું નથી. એવા ખરેખર શુદ્ધાત્માને સમસ્ત વિભાવોનો અભાવ છે.
આ બધા પ્રકારના જે વિભાવો છે તેને વિસ્તારથી કહેવામાં આવે છે તેનો શુદ્ધાત્મામાં ત્રણેકાળ અભાવ છે. અભાવ થાય છે એમ નહીં પરંતુ અત્યારે અભાવ છે. નિગોદનો જીવ પણ આવો છે. નિગોદના જીવની જ્ઞાન શક્તિ-વીર્યશક્તિ બીડાય ગઈ છે. તેથી તે શુદ્ધાત્માની ભાવના કરી શકતો નથી. પર્યાયની યોગ્યતા બિડાઈ ગઈ છે. એક સમયની જે પર્યાય છે... નિગોદના જીવની તેની યોગ્યતા બીડાઈ ગઈ છે. એટલે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય તેને સમ્યગ્દર્શન થવાની યોગ્યતા તેની પર્યાયમાં અત્યારે પ્રગટ નથી.
જેને સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રગટ થયું છે તેવો આત્મા, મારામાં સમસ્ત વિભાવોનો અભાવ છે તેમ વિચારીને નિર્ણય કરી શકે છે. પછી એ નિર્ણયનો વિકલ્પ છૂટીને, નિશ્ચયનો પક્ષ છૂટીને શુદ્ધાત્માનો અનુભવ થઈ શકે છે. પરંતુ જેને વ્યવહારનો, ભેદનો પક્ષ હશે તેને આ સમજાશે નહીં. તેવા જીવોને એમ લાગે કે આ બધું અત્યારે નથી ? હા, ભાઈ ! તારામાં અત્યારે મિથ્યાત્વ નથી. એ વાત આગળ આવી ગઈ કે આત્મામાં મિથ્યાત્વનો ઉત્પાદુ થાય તે અશકય છે-તેનો અવકાશ જ નથી.
આત્મામાં મિથ્યાત્વ થાય અને પછી આત્મામાંથી હું મિથ્યાત્વને બહાર કાઢે એમ નથી. મિથ્યાત્વ સંયોગમાં થાય છે. સ્વભાવમાં મિથ્યાત્વ થતું નથી. પર્યાયમાત્ર સંયોગીભાવ છે, એ પણ સ્વભાવભાવ નથી. કેમકે ઉત્પા સંયોગ કહેવાય અને વ્યયને વિયોગ કહેવાય. પંચાસ્તિકાયની ૧૮ નંબરની ગાથામાં આ વાત કહી છે. જે વાત આપણે રાત્રે કરી હતી તે વાત ગુરુદેવશ્રીના શ્રીમુખેથી પણ આવેલી. રાત્રિ ચર્ચામાં આ વિષય આવ્યો હતો. અશુદ્ધ પર્યાય હો કે શુદ્ધ પર્યાય હો ! પર્યાયમાત્ર સંયોગ છે, સ્વભાવ નથી.
અમદાવાદમાં કહ્યું હતું કે-આ પર્યાયો જે આવે છે ને જાય છે તે મહેમાન છે, ઘરધણી નથી. આહા...! પર્યાયો.. મહેમાન ! સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રના પરિણામ મહેમાન છે. ધર્મના પરિણામ જે મોક્ષમાર્ગ છે તે મહેમાન છે. અને ધર્મી તે ઘરધણી છે. ધર્મી છે તે ઘરધણી છે. બાકી આવેને જાય તે તો મહેમાન જ છે.
મહેમાન હોય તે કેટલા દિવસ રહે? બે દિ', ચાર દિ', આઠ દિ'... રહે; કોઈ પૂછે કે–તમારે ત્યાં આટલા બધા મહેમાન આવ્યા છે? ઘરધણી પણ એમ કહે કે-મહેમાન આવ્યા છે. અને બજારમાં મહેમાન મળે તેને પૂછીએ કે તમે કયાં ઉતર્યા છો? તો તે પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
પ્રવચન નં:- ૭ ગાથા-૪૩ એમ કહે–અમારે ફલાણા ભાઈ સગા છે ને ત્યાં ચાર દિવસ માટે મહેમાન તરીકે આવ્યા છીએ. મહેમાન પણ સમજે છે કે હું મહેમાન છું. અને ચાલ્યો જવાનો છું. અને ઘરધણી સમજે છે કે આને આગ્રહ કરવાની જરૂર નથી. તેની મેળે ચાલ્યા જશે. કદાચ બહુ પ્રેમી હોય તો ચાર દિવસ વધુ રોકે તો પણ તે રોકાય નહીં.
તેમ પર્યાયમાત્ર મહેમાન છે.. ઘરધણી નથી. હું અખંડજ્ઞાન એક પરમાત્મા એ જ ઘરધણી છે-માલિક ઘરનો પોતે છે. આહા! એમાં માલિકીભાવ સ્થાપ્યા જેવો છે. પર્યાયમાં માલિકીભાવ સ્થાપ્યા જેવો નથી.
શ્રોતા:- એક સમય ઘરમાં રહે છે, ટકે છે–તે ઝાઝુ રહેતી નથી.
ઉત્ત૨:- પર્યાયનું આયુષ્ય એક સમયનું છે. કોઈ બાળક આવે બે વરસનો અને તે આયુષ્ય ટૂંકું લઈને આવ્યો હતો અને આયુષ્ય પૂરું થયું અને બાળક ચાલ્યો ગયો. તેમ આ પર્યાયનો કાળ આયુષ્ય છે. આયુષ્યની મર્યાદા કેટલી છે? એક સમયની છે. ભગવાન આત્માની મર્યાદા અનાદિ-અનંત છે. આહા.. હા ! તેને જન્મ લાગુ પડતો નથી. માટે મરણ થતું નથી. પર્યાય જન્મે છે માટે મરે છે. સમ્યગ્દર્શનની પર્યાય જન્મે છે માટે મરે છે અને પછી બીજી સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે એ પણ જન્મે છે અને મરે છે. આહીં.. હા ! તારા રાગની વાત તો કયાંયની કયાંય રહી ગઈ. તારા મિથ્યાત્વના અભિપ્રાયમાં રાગ છે.
આહા... હા! સમકિતી મારામાં રાગ થાય છે એમ દષ્ટિના જોરે કહેતો નથી. અસ્થિરતાથી કોઈ વાત જાણવા માટે કહે, તો... અજ્ઞાની ત્યાં ચોટી જાય છે. અસ્થિરતાથી તો રાગ થાય છે ને? આહા ! એને શું જોઈએ છીએ? રાગ. એટલે તે આત્માથી દૂર કયાંય ચાલ્યો ગયો છે. તે કયાં આવી ગયો છેઠ! તેણે રાગને અહીંયા ( આત્મામાં) સ્થાપ્યો છે એટલે અસ્થિરતાથી રાગ થાય છે ને ! ? નહીંતર તો કેવળજ્ઞાન હોવું જોઈએ. જોઈ લ્યો ! આ તેણે શાસ્ત્રમાંથી કાઢયું. અરે ! આ રાગથી ભિન્ન હું ચિદાનંદ આત્મા છું તે કાઢને ભાઈ ! ભગવાન મહાવીરનો આ ઉપદેશ છે હોં !
ભગવાન મહાવીરનો ઉપદેશ છે કે-પુણ્ય-પાપના પરિણામથી ભિન્ન શુદ્ધાત્માનો અનુભવ કરવો તે ઉપદેશ છે. શુભ કરો, દયા પાળો, વ્રત કરો, દાન કરો, વરસીતપ કરો તે ઉપદેશ નથી. આ બલ્લુભાઈને ગુરુદેવ યાદ કરે છે. તેમણે વરસીતપ કર્યો હતો અને પછી ગુરુદેવ પાસે ગયા હતા, તો ગુરુદેવે કહ્યું કે આ બધી લાંધણ છે. ચોખ્ખા શબ્દોમાં કહ્યું. ત્યારે હું પણ સાથે હતો. તમારો વરસીતપ તે વરસીતપ નથી. આ ભગવાન મહાવીરે કહ્યું કાંઈ અને જગત ઊંધે રવાડે ચડી ગયું.
આહા ! ભગવાન મહાવીરનો બોધ છે કે-શુભાશુભ છે તે આસ્રવ છે. તે આકુળતાને ઉત્પન્ન કરનારા અચેતન ભાવો છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા છે. તેની ઉપર દૃષ્ટિ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૨૩ દે તો તારું કામ થશે. આ જિન ભગવાન મહાવીરનો ઉપદેશ છે. શુભભાવ કરવાનું કહેતેવો મહાવીરનો ઉપદેશ હોય શકે નહીં. કુંભારપણ કહે છે કે-પુણ્ય કરો તો ધર્મ થાય, અને ભગવાન મહાવીર અને મહાવીરના અનુયાયીઓ શુભભાવ કરવાથી ધર્મ થાય તેમ કહે ? તો તો કુંભાર અને ભગવાનમાં અને ભગવાનના અનુયાયીઓમાં કાંઈ ફેર નથી. તો તો એ બધા જ ભારની જાતના છે. ચોખ્ખી વાત છે હોં ! ૪૫-૪૫ વરસ થયા ને!
આહા ! ગુરુદેવ તો એમ કહે છે કે-શુભભાવની રચના કરનારો નપુંસક છે. તે હીજડો-પાવૈયો છે. કુંભાર તો હજુ પણ સારો. ગુરુદેવ તો ભરસભામાં કહે. દશ-દશ હજારની મેદનીમાં આવી વાત કહેવાની કોની તાકાત છે? આવા શબ્દો કોણ કહી શકે ? પાછા શુભભાવની કર્તા બુદ્ધિવાળા જીવો સભામાં બેઠા છે. તેની કર્તબુદ્ધિ છોડાવવા માટે કહે છે, પરંતુ તેના પ્રત્યે દ્વેષ આવતો નથી. જ્ઞાનીને શુભરાગ પ્રત્યે દ્વેષ નથી કેમકે તેનું જ્ઞાન મધ્યસ્થ છે. સાધક શુભભાવ પ્રત્યે ઉદાસ છે તેથી શુભભાવ પ્રત્યે દ્વેષ આવતો નથી. તેમજ તેને ક્રોધ પ્રત્યે રાગ આવતો નથી. ક્રોધ આવે છે જે પાપનો ભાવ તેના પ્રત્યે દ્વષ નથી. ક્ષમાનો તેના અકાળે શુભભાવ આવે તો તેના પ્રત્યે દ્વેષ નથી. શુભભાવ આવે છે તે મહેમાન છે. કેમકે તે એક સમયની મુદત લઈને આવ્યો છે ને! શુભભાવને મારે ટાળવો છે. અરે ! ટળતો ભાવ ઉત્પન્ન થયો છે તે ટળે... ટળને ટળે જ. તેને ટાળવાનો ધર્મ પણ મારો નથી. અને તેનો ઉત્પાર્ક પણ હું નથી. અરે! વીતરાગભાવનો ઉત્પાર્ક હું નથી. તો આ રાગનો ઉત્પાર્ક તો કયાંથી હોઉં! આહા! આ ભગવાન મહાવીરનો ઉપદેશ છે કે-આત્મા અકારક અને અવેદક છે.
આહા.. હા ! વિચાર તો એમ થાય છે કે-ઝાઝી ગાથાઓ થાય તો ઠીક, પરંતુ બહુ ઝાઝું ચાલતું નથી.
આ ગાથામાં કહે છે કે-ખરેખર શુદ્ધાત્માને સમસ્ત વિભાવનો અભાવ છે. અભાવ છે.. અભાવ થતો નથી. મૂળમાં પહેલેથી અભાવ છે. આત્મા રાગના અભાવ સ્વભાવે રહેલો હોવાથી આત્માનું નામ અપોહક છે.
મનદંડ, વચનદંડ અને કાયદંડને યોગ્ય દ્રવ્યકર્મો તથા ભાવકર્મોનો અભાવ હોવાથી આત્મા નિર્દડ છે.” આહા... હા ! મારામાં ભાવકર્મ થાય છે તે વાત હવે બે ઘડી ભૂલી જા તું! આહી. હા ! બે ઘડી તો તેનો પાડોશી બન તું! શુદ્ધ આત્માને રાગથી ભિન્ન પાડીને, ભેદજ્ઞાન કરીને અંતરમાં જા ! આત્માને ભાવકર્મનો અભાવ હોવાથી આત્મા નિર્દડ છે. આત્મા ભાવકર્મથી કે દ્રવ્યકર્મથી દંડાય એવો તેનો સ્વભાવ નથી. કેમકે તે નિર્દડ છે. નિર્દડ એટલા માટે કે આત્મા દંડાતો નથી. તેને દ્રવ્યકર્મ, ભાવકર્મનો અભાવ છે તેથી તે દંડાતો નથી. ભાવકર્મ સંયોગમાં છે તે સ્વભાવને દંડી શકતો નથી. ભાવકર્મ સંયોગમાં ભલે હો ! તો પણ હું તો નિર્દડ છું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
પ્રવચન નં:- ૭ ગાથા-૪૩ “નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો (આત્મામાં) અભાવ હોવાથી આત્મા નિકંદ છે. (દ્વૈત રહિત છે.)” નિશ્ચયથી પરમ પદાર્થ એટલે એક શુદ્ધાત્મા તે પરમ પદાર્થ છે. પહેલાં દ્રવ્યકર્મ અને ભાવકર્મ લીધું અને હવે નોકર્મ લીધું. જે છ દ્રવ્યનો સમૂહ છે તે નોકર્મમાં જાય છે. તે પદાર્થ સમૂહનો અભાવ હોવાથી આત્મા નિર્દદ છે. આત્માને દેહાદિનો સંબંધ થતો નથી. ભગવાન આત્મામાં ત્રણેકાળ પદ્રવ્યોનો અભાવ છે. પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહેં–રાગ-દ્વેષનો અભાવ હોવાથી.., ત્રણેકાળ આત્મામાં અભાવ છે. આહા! આ આત્માની ભાવના ભાવવા જેવી છે. આહા ! પ્રશસ્ત એટલે શુભ અને અપ્રશસ્ત એટલે અશુભ એવા સમસ્ત મોહ, રાગ, દ્વેષનો અભાવ હોવાથી.. , આત્મા નિર્મમ છે, અર્થાત્ મમતા રહિત છે.
આત્મા દુઃખી થાય છે. આત્માને વર્તમાનમાં મમતા તો હોયને એ કયાં સમકિતી થયો છે ભાઈ ! સાંભળ બાપુ સાંભળ! આ શુદ્ધનયના વિષયભૂત દ્રવ્ય સ્વભાવની વાત ચાલે છે. અત્યારે અહીંયા પર્યાયની વાત ચાલતી નથી. જ્યારે પર્યાયમાં મમત્વના પરિણામ છે ત્યારે આત્મા નિર્મમત્વ છે. આ પર્યાયના મમત્વના નાશનો ઉપાય છે.
શું કહ્યું? પર્યાયમાં મમત્વનો ભાવ છે. અજ્ઞાનીને. એ મમત્વના પરિણામ તે હું છું, તે હું છું-એવી જે રાગની, દ્વેષની, મોહની ભાવના ભાવે છે અર્થાત્ તેના પ્રત્યે મમતા છે. પર્યાય તે હું છું તે તેના પ્રત્યે મમતા કહેવાય. એ મમત્વના જે પરિણામ થાય છે તેનાથી રહિત હું નિર્મમ છું. હું મમતા રહિત છું. હું શુદ્ધ છું એવી જે ભાવના ભાવે છે તેને પર્યાયમાંથી મમતાનો નાશ થઈ જાય છે. આ પર્યાયમાં થતી મમતાના નાશનો ઉપાય છે. એ મમતા મારામાં ત્રણેકાળ ન હોવાના કારણે હું નિર્મમ આત્મા છું. એમ નિર્મમ આત્માને શ્રદ્ધા જ્ઞાનમાં લેતાં પર્યાયમાંથી મમતાનો નાશ થઈ જાય છે, અને વીતરાગી પરિણતી પ્રગટ થાય છે.
નિશ્ચયથી ઔદારિક, વૈક્રિયિક, આહારક, તેજસ અને કાર્યણ નામના પાંચ શરીરોના સમૂહનો અભાવ હોવાથી આત્મા નિ:શરીર છે.” એ શું કહ્યું? અત્યારે મનુષ્યોને ત્રણ પ્રકારના શરીર હોય છે. (૧) તૈજસ (૨) કામણ (૩) ઔદારિક. એક ઔદારિક શરીર આ રોટલા-દાળ-ભાત-શાકથી થયેલા શરીરને ઔદારિક કહેવાય. અને આઠ પ્રકારના કર્મોનો જે સમૂહ છે તે કર્મોનું શરીર છે-તે જીવનું શરીર નથી. તેમને કાણ નામનું શરીર કહેવાય.
એક તૈજસ નામનું સૂક્ષ્મ શરીર છે, એ પણ રજકણથી બનેલું છે, કે જેથી પરમાણુમાં ક્રાંતિ દેખાય. ક્રાંતિ એટલે તેજ દેખાય. તે તેજસ વર્ગણાથી બનેલું તૈજસ શરીર છે. એક આઠ કર્મોથી બનેલું કાર્મણ શરીર છે. અને રોટલા, દાળ, ભાત, શાકથી બનેલું ઔદારિક શરીર છે. તે ત્રણ પ્રકારના શરીર મનુષ્યોને હોય છે. અને એ જીવ કોઈ વખતે સાધુ થાય,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૧૨૫ ભાવલિંગી સંત થાય ત્યારે આહારક શરીરની લબ્ધિ પ્રગટ થાય છે. તેને આહારક શરીર કહેવામાં આવે છે.
હવે વૈકિયિક શરીર તે નારકી અને દેવને હોય છે. મનુષ્યને અને તિર્યંચને ઔદારિક શરીર હોય છે. આહારક શરીર મુનિ ભાવલિંગી સંતને હોય છે. તૈજસ અને કાર્પણ બધાને હોય છે. એ નામના પાંચ શરીરના સમૂહુનો અભાવ હોવાથી એ શરીરનો મને અભાવ છે. એ શરીરનો મારે અભાવ કરવો છે તેમ નથી. એલા ! તેનો મૂળમાં અભાવ જ છે. તારામાં શરીર કયાં ઘૂસી ગયું છે? શરીર-શરીરમાં, અને જડ-જડમાં, અને ચેતન-ચેતનમાં. શ્રીમજીમાં આવે છે...
જડ ભાવે જડપરિણમે ચેતન ચેતન ભાવ,
કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ.” આવા પ્રકારના શરીરના સમૂહનો અભાવ હોવાથી આત્મા નિ:શરીર છે. તે શરીર વગરનો છે. મારે અશરીરી થવું નથી, હું તો અશરીરી છું–તો પછી વ્યવહારે અશરીરી થાય છે. થાય છે એ પણ વ્યવહારનયે. હું તો વર્તમાનમાં પહેલેથી અનાદિ અનંત અશરીરી છું.
“નિશ્ચયથી પરમાત્માને પરદ્રવ્યનું અવલંબન નહીં હોવાથી આત્મા નિરાલંબ છે.” આ બોલ જરા સૂક્ષ્મ છે. શું કહે છે? કે આત્મા જે નિજ સ્વભાવ છે તે પરદ્રવ્યનું અવલંબન લ્ય છે અને પછી પરદ્રવ્યનું અવલંબન છોડે છે એવો આત્માનો સ્વભાવ નથી. અમે તો તેને આત્મા કહીએ છીએ જે પરદ્રવ્યનું અવલંબન લેતો જ નથી. અને નિજભાવને છોડતો નથી.
આહાહા! પરદ્રવ્યનું અવલંબન લ્ય છે તે આસ્રવતત્ત્વ છે તે જીવતત્ત્વ નથી. જે પદ્રવ્યનું અવલંબન છોડે છે તેને સંવર, નિર્જરા અને મોક્ષતત્ત્વ કહીએ છીએ. અમે તેને જીવતત્ત્વ કહેતા નથી. એમાં જીવતત્ત્વ તેવું નામ લખ્યું નથી. કેમકે તેમાં જીવતત્ત્વનો ભાવ નથી, માટે તે જીવતત્ત્વ કહેવાતું નથી.
આ બોલ સૂક્ષ્મ છે તે ફરીથી લઈએ. હું ત્રણેકાળ નિરાલંબી છે. એક સમયમાત્ર મેં પારદ્રવ્યનું અવલંબન લીધું નથી. નિગોદની અવસ્થામાં હું હતો ત્યારે પણ મેં કર્મનું અવલંબન લીધું નહોતું. વર્તમાનકાળમાં પણ હું પરદ્રવ્યનું અવલંબન લેતો નથી. અને ભાવિ કોઈ કાળે એટલે જ્યાં સુધી મોક્ષ નહીં થાય અને પરદ્રવ્યનો સંયોગ રહેશે તે કદાચ એકાદ, બે, પાંચ ભવ, તો પણ હું પરદ્રવ્યનું અવલંબન લઉં તેવો મારો સ્વભાવ નથી. એવો નિરાલંબી વર્તમાનમાં છું, ત્રણેકાળ નિરાલંબી છે.
અરે ! પરદ્રવ્યનું અવલંબન જે લ્ય છે તે જીવ લેતો નથી. પરદ્રવ્યનું અવલંબન જીવતત્ત્વ ન લ્ય.. પણ તે આસ્રવતત્ત્વ લ્ય છે. પરિણામ પરદ્રવ્યને અવલંબે છે પરંતુ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
પ્રવચન નં:- ૭ ગાથા-૪૩ અપરિણામી પરદ્રવ્યને અવલંબી શકે નહીં. જીવને પરદ્રવ્યનો આશ્રય છે નહીં. અવલંબન કહો કે આશ્રય કહો એક જ છે. કાલે આ ભાઈ કહે-તમારે કયાં લઈ જવા છે? આત્મામાં લઈ જવા માટેની વાત છે.
શ્રોતા:- આત્માને બહુ લડાવો છો !
ઉત્તરઃ- જીવનું આવું સ્વરૂપ છે તે વાત તેણે રુચિપૂર્વક ખરેખર સાંભળી નથી. નહીંતર “ભાવિ નિર્વાણ ભાજનમ્.” તે વ્યવહારનો પક્ષ રાખીને શુદ્ધાત્માની વાત સાંભળે છે. તેના માટે ગુરુદેવ દષ્ટાંત આપે છે.
બે ભમરા મિત્રો હતા. એક ફૂલ ઉપર જઈને પરાગ લે અને એક વિષ્ટા પર જાય અને ત્યાંથી પાછા ફરીને બન્ને ભેગાં થાય. બન્ને પોતપોતાના વખાણ કરે. વિષ્ટાવાળો કહે–આજ તો બહુ મજા આવી. પેલો ફૂલવાળો કહે મને બહુ મજા આવી. ફૂલ વાળા ભમરાને વિચાર આવ્યો કે-આ દરોજ વિઝા ઉપર જઈને બેસે છે તો આજે તેને હું ફૂલ ઉપર લઈ જાઉં. તે મિત્રને કહે–આજે તું મારી સાથે ચાલ ! વિષ્ટાવાળો ભમરો કહે–આજે નહીં, કાલે તમારી સાથે આવીશ.
બીજે દિવસે તે ગયો વિષ્ટા ઉપર અને ઝીણી બે ગોળી અંદર નાકમાં બરોબર ચડાવી. સરખાઈની ચડાવી કે ક્યાંય પડી ન જાય ! ઉડ તો પણ પડે નહીં તે રીતે ચડાવી. પછી બન્ને ગયા ફૂલના બગીચા ઉપર. અને ફૂલ ઉપર જઈને બેઠા. પેલો ફૂલવાળો ભમરો વિચારે છે-આજે તો તેને બરાબરની સરખી સુગંધ આવી હશે ! ? તેને દુર્ગધ છૂટી ગઈ હશે !. આજે તેને દુધનું વેદન નહીં હોય!
ફૂલવાળો ભમરો પૂછે છે-કેમ ભાઈ ! કેવી મજા આવી ? વિષ્ટાવાળો ભમરો કહેમને કાંઈ ફેર દેખાણો નહીં. અરે !! આ તું શું વાત કરે છે? આપણે બન્ને ફૂલ ઉપર બેઠા હતા. મેં જોયેલું કે તું ફૂલ ઉપર બેઠો હતો અને ફૂલની સુગંધ લેતો હતો. તારા શ્વાચ્છોશ્વાસ તો ચાલે છે ને ? તો પછી તને થયું શું? પછી કહેએલા તે નાકમાં તો કાંઈ નાખ્યું નથી ને? ભમરો કહે-બે ગોળી ચડાવીને આવ્યો હતો. તેથી મને ફૂલની સુગંધ આવી નહીં. એતો દષ્ટાંત થયો હવે સિદ્ધાંત.
તેમ તે તીર્થકરની સભામાં જાય છે, તે ગુરુદેવની સભામાં દેશનાલબ્ધિ સાંભળવા જાય છે. પણ તે ગોળી ચડાવીને જાય છે. તે વ્યવહારની ગોળી ચડાવીને નથી જતો પરંતુ તે વ્યવહારના પક્ષની ગોળી ચડાવીને જાય છે. આત્મા પરદ્રવ્યનો આશ્રય લ્ય છે, પરદ્રવ્યનો આશ્રય છોડે છે તેવું શાસ્ત્રમાં આવે છે તો તે કોના માટેની વાત છે? આ જે નિરાલંબન આત્મા કહે છે તે સાધક માટેની વાત છે? વ્યવહારનો પક્ષ રાખીને નિશ્ચયની વાત સાંભળનારા આત્માઓને નિશ્ચયનો પક્ષ આવશે નહીં. તેથી તે પક્ષીતિક્રાંત થતો નથી. આહા ! કયાંયને કયાંય ખૂણે ખાંચરે ભેદનો પક્ષ રહી જાય છે. વ્યવહારનય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૭
શુદ્ધ અંત:તત્ત્વ સઘળોય અભૂતાર્થ છે તે મહાવચન છે, મહાવાકય છે. વ્યવહારનય સઘળોય અભૂતાર્થ છે એવું વાકય સાંભળનારને વ્યવહારનો પક્ષ છૂટી જાય છે. નિશ્ચયનો પક્ષ આવી જાય છે. નિશ્ચયનો પક્ષ આવી જાય છે અને પછી પક્ષીતિક્રાંત થઈને આત્માનો અનુભવ થાય છે.
પોતાની વાત કરે છે-આ આત્માએ ભૂતકાળમાં વ્યવહારનો પક્ષ રાખીને સાંભળી હતી. મારા આત્માએ આવી ભૂલ કરી હતી. ઓહો હો...! ગોળી ચડાવીને, વ્યવહારનો પક્ષ રાખીને હું તીર્થંકરની સભામાં ગયો. બરાબર સાંભળું છું હોં ! હું તમારી વાત કરતો નથી.. હું મારી વાત કરું છું. એટલે આટલા ભવો થયા.
હવે વ્યવહારનો પક્ષ છોડીને, નિશ્ચયનો પક્ષ રાખીને સાંભળે તો ખરો ! અનુભવથી સાંભળવાની વાત પછી, જીવને અનુભવ તો પછી થાય છે. તે વ્યવહારનો પક્ષ છોડીને, નિશ્ચયનો પક્ષ રાખીને સાંભળે છે કે-શ્રીગુરુ મારા શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવે છે કે હું નિરાલંબી અને તું પણ નિરાલંબી છો. એકેન્દ્રિયાદિમાં જે આત્મા છે તે બધા જ નિરાલંબી છે. એક સમયમાત્ર પરદ્રવ્યનું અવલંબન ત્યે તેવું જીવનું સ્વરૂપ નથી-તેવો સ્વભાવ નથી. પરદ્રવ્યનું અવલંબન લ્ય છે કો'ક અને આરોપ આપ્યો છે આત્મા ઉપર. પરદ્રવ્યનું અવલંબન લ્ય છે આસ્રવના પરિણામ પરંતુ જીવતત્ત્વ અવલંબન લેતો નથી. આસ્રવતત્ત્વ પદ્રવ્યનું અવલંબન લ્ય છે. જીવતત્વ પરદ્રવ્યનું અવલંબન લઈ શકે નહીં-અશકય છે. કેમકે અપરિણામી નિષ્ક્રિય પરમાત્મા છે તે પરદ્રવ્યનું અવલંબન લે નહીં. અરે! એ આત્મા સ્વદ્રવ્યનું અવલંબન લેતો નથી. સ્વદ્રવ્યનું અવલંબન સંવર નિર્જરાના પરિણામ હ્યું છે. તો ઉપચારથી કહ્યું કે-આત્માએ આત્માનું અવલંબન લીધું છે. પરંતુ આત્મા તો ખરેખર નિરાલંબી રહ્યો છે.
આ ઊંચા પ્રકારની વાત ચાલે છે. આ વાત ઊંચે ઊંચે ચડવાની છે હોં ! દ્રવ્યદૃષ્ટિ કરાવવાનો હેતુ છે. પર્યાયનું તો જ્ઞાન થઈ જાય છે. દ્રવ્યદૃષ્ટિ વિના પરિણામનું જ્ઞાન સમ્યક થઈ શકતું નથી. પરંતુ પરિણામમાં આત્મબુદ્ધિ થાય છે.
કહ્યું? આ બોલ બહુ ઊંચો છે. આ કયા પરમાત્માની વાત ચાલે છે? અત્યારે હું પરમાત્મા છું તે વાત છે. આ નાને મોઢે મોટી વાત સોનગઢના સંતે બધાને શીખવાડી દીધી છે. અરે! શીખવાડી નથી દીધું ! એવું સ્વરૂપ છે. સોનગઢની વાત તને કાને નથી પડી, તને સોનગઢનો અને જ્ઞાનીઓનો પક્ષ પણ આવ્યો નથી. અને હજુ તારે અજ્ઞાનીના યોગમાં જઈને આત્માની વાત સાંભળવી છે? જે આત્માને નથી જાણતાં તેના યોગમાં તું જઈને બેઠો છો? તેને દેશનાલબ્ધિનો યોગ નથી તેથી તેને તો વ્યવહારનો પક્ષ છૂટતો નથી.
નિશ્ચયથી પરમાત્માને એટલે મને પરદ્રવ્યનું અવલંબન નથી. હું પરમાત્મા છું અને પદ્રવ્યો-પદ્રવ્યો છે. પરદ્રવ્ય જ નથી એમ નથી. પરંતુ હું પરદ્રવ્યનું અવલંબન લેતો જ નથી. કયારે? કહે-હુમણાં. આ જે કાન ઉપર વાણી આવે છે ને તે પરદ્રવ્ય છે એ વાણીનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
પ્રવચન નં:- ૮ ગાથા-૪૩ અવલંબન લઈને સાંભળે તેવો જીવનો સ્વભાવ નથી. આહા... હા ! ઊંચા પ્રકારની વાત છે. આ ભાઈને બહુ પ્રમોદ આવે છે.
આહા ! પચીસ-પચીસ વરસના યુવાનો આજથી આ માર્ગે ચડયા છે. આહા... હા ! એ પચીસ વરસ પછી એટલે પચાસ વરસ પછી તેની સ્થિતિ કેટલી ઉત્કૃષ્ટ થઈ જશે ! આહા... હા ! ઉત્કૃષ્ટ સ્થિતિ બની જશે. આટલી નાની ઉંમરથી બાળકો, યુવાનો, બહેનો, ભાઈઓ, પંદર-પંદર વર્ષની બાલિકાઓ, અઢાર વર્ષની કુંવારિકાઓ પચ્ચીસ વર્ષની બહેનો, કુંવારા યુવાનો જેના હજુ લગ્ન પણ નથી થયા તેવા યુવાનો ને તત્ત્વનો રસ લાગ્યો છે.
એક પ્રસંગની વાત છે. વખાણની વાત નથી. દૃષ્ટાંત ભલે કોઈનું હોય પરંતુ તે આપણે જીવનમાં ઉતારવા જેવું છે. ઘણાં વખત પહેલાની વાત છે, ત્યારે સત્કાર સમારંભમાં હું ગયો હતો. હું અહીં અવાર-નવાર આવતો હતો. ત્યારની વાત છે. પછી વરસમાં એકાદ વખત આવતો. ત્યારે મને પંકજ કહે ભાઈ ! હું આપના વાંચનમાં આવી શકતો નથી. અરે..! અહીંયા ઉભીને તને આ વિચાર આવ્યો? તેને ખેદ થયો કે-હું હમણાં તમારા વાંચનમાં આવી શકતો નથી. આતો દાખલો છે. કોઈના વખાણ કરવા માટે નથી. અને જેનાં વખાણ થાય તેણે વખાણ ગ્રહણ કરવા યોગ્ય નથી. પરંતુ મને તો એ વિચાર આવ્યો કે-નાની વયના બાળકોને અધ્યાત્મનો રંગ ચડી ગયો છે. ભવિષ્યમાં તે વટવૃક્ષ થશે હોં! કેમકે તેને ટાઈમ ઘણો છે. દશવરસ, વીસ વરસ, પચાસ, સાંઈઠ, સીત્તેર થશે ત્યાં તો કયાંયનો કયાંય તે આત્મા પહોંચી જશે. તે આત્માની ઉન્નતિ કરશે. કરશે ને કરશે. તેવા જીવોને આત્માની ઉન્નતિ ન થાય તેમ બનવાનું નથી.
હું નિરાલંબ છું તેમ સાંભળેલું છે. તેણે શ્રીગુરુ પાસેથી સાંભળ્યું છે તે આહાહા...! ગડથુથીમાં આવ્યું છે. ગુરુ પાસેથી એમ સાંભળ્યું કે નિરાલંબન છું. હું પરદ્રવ્યનું અવલંબન લઉં અને પરદ્રવ્યનું અવલંબન છોડું તે મારી વાત નથી. તે બીજાની વાત છે બીજો બીજાનું અવલંબન લે છે-હું અવલંબન લેતો નથી. તા. ૨૦/૫/ ૭૯ પ્રવચન નં- ૮ સ્થળ:- મુંબઈ-ઝવેરી બજાર મંદિર
આ શ્રી નિયમસારજી શાસ્ત્ર છે. તેનો આ શુદ્ધભાવ અધિકાર ચાલે છે. શુદ્ધભાવ એટલે શુદ્ધાત્માનો અધિકાર. શુદ્ધાત્માનું નિશ્ચયથી ખરેખર શું સ્વરૂપ છે, અને તેનો શું સ્વભાવ છે તે એક સમયમાત્ર પણ ખરેખર ચિત્તની પ્રસન્નતા પૂર્વક કયારેય સાંભળ્યું નથી. આવા શુદ્ધાત્માનો તેને કદી પક્ષ પણ આવ્યો નથી. અનંતકાળ થયા શુદ્ધાત્માનો તેને એક સમયમાત્ર પણ અનુભવ થયો નથી. એવા શુદ્ધાત્માનો અનુભવ જીવને કેવી રીતે થાય તે અંદરમાં ગર્ભિતપણે હેતુ રહેલો છે. પ્રગટપણે તો પોતે પોતાની ભાવના ભાવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૨૯ નિશ્ચયથી પરમાત્માને ” યા પરમાત્માની વાત ચાલે છે? આ નિજ પરમાત્મ સ્વભાવ છે. પરમ આત્મા છે. આત્મા તો છે પરંતુ પરમ આત્મા છે. પરમ આત્મા એટલા માટે છે કે મારો આત્મા મારી પરિણતીને પૂજનિક થયો છે. મારી પરિણતી ઉત્પન્ન થાય તેને મારો આત્મા જ પરમ પૂજનિક થાય છે. તેથી હું પરમ આત્મા છું. હું દ્રવ્ય સ્વભાવે પરમ આત્મા છું અને દ્રવ્ય પરમ આત્મા હોવાથી પરિણતી પરદ્રવ્યનું અવલંબન લેતી નથી. એ નિરાલંબી તત્ત્વનું અવલંબન લેતાં પર્યાય પણ પરમાત્મ સ્વરૂપે પ્રગટ થાય છે.
નિશ્ચયથી પરમાત્માને એટલે મને પરદ્રવ્યનું અવલંબન નહીં હોવાથી હું પરદ્રવ્યનો આશ્રય કરતો નથી. આત્મા એટલે પરમાત્મા પરદ્રવ્ય એવા દેવ-ગુરુ-શાસ્ત્રનું અવલંબન લેતો નથી. આત્મા નિમિત્તનું તો અવલંબન નથી લેતો, કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રનું તો લેતો જ નથી પરંતુ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું પણ અવલંબન ત્યે તેવો નિરાલંબી તત્ત્વનો સ્વભાવ નથી. નિજ પરમાત્મ દ્રવ્યને એ પરદ્રવ્યનું અવલંબન નહીં હોવાથી, આશ્રય નહીં હોવાથી, પરદ્રવ્યની સન્મુખતા નહીં હોવાથી, આત્મા ભૂતકાળમાં પરદ્રવ્યની સન્મુખ થયો જ નથી, વર્તમાનકાળમાં પરદ્રવ્યની સન્મુખ થતો નથી. ભાવિ કોઈપણ કાળે એ પરમાત્મા નિરાલંબી તત્ત્વ હોવાથી પરદ્રવ્યનું અવલંબન લઈ શકતો નથી.
નિરાલંબી આત્મા પરદ્રવ્યનું અવલંબન લે તેવું મારા સ્વભાવમાં નથી. કેમકે હું પોતે સહજ સ્વભાવે નિરાલંબ છું. પરદ્રવ્યનું અવલંબન લેવું અને પછી પરદ્રવ્યનું અવલંબન છોડવું, પરદ્રવ્યનો આશ્રય કરવો અને પછી પરદ્રવ્યનો આશ્રય છોડવો તે મારું કામ નથી. કેમકે હું તો સ્વભાવથી જ નિરાલંબ છું. પરદ્રવ્યનું અવલંબન લઉં તેવો મારો નિજ પરમાત્મદ્રવ્યનો સ્વભાવ નથી. પરિણામ પરદ્રવ્યનું અવલંબન લ્ય છે અને પરિણામ પરદ્રવ્યનું અવલંબન છોડે છે. પર્યાય પરદ્રવ્યનું અવલંબન છોડીને એ પરિણતી મારું અવલંબન લ્ય છે. પરિણતી જ્યારે નિરાલંબી તત્ત્વનું અવલંબન લ્ય છે ત્યારે પરિણતીમાંથી દુઃખનો અભાવ થાય છે. એ પરિણતીમાં જે સુખ પ્રગટે છે તે તેને ભોગવે છે. નિરાલંબી તત્ત્વ તે પરિણતીનો કર્તા પણ નથી અને તે સુખની પરિણતીનો ભોક્તા પણ નથી.
શાસ્ત્રનું વચન છે કે-લાયક જીવો ઉપકારને ઓળંગતા નથી. સજ્જનો ઉપકારને ઓળંગતા નથી. એ લૌકિક વાત છે. આ લોકોત્તર પરિણતી અર્થાત્ શુદ્ધ પરિણતી એમ કહે છે કે હે! નિરાલંબી તત્ત્વ! મેં પરદ્રવ્યનું શરણ-આશ્રયને અવલંબન છોડયું અને મેં તારું અવલંબન લીધું ત્યારે મારી દશામાં સુખની પ્રગટતા થઈ. એટલે હું તારો ઉપકાર માનું છું.
છે. નિરાલંબી પ્રભુ ! વિભુ!હે ! નિરાલંબી નિર્વિકલ્પ તત્ત્વ! હે ! નિરાલંબી શુદ્ધ જીવાસ્તિકાય!હે.. નિરાલંબી પરમાત્મા ! હે ! કારણ પરમાત્મા ! તારું અવલંબન લેતાં,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૩૦
પ્રવચન નં:- ૮ ગાથા-૪૩ તારા શરણમાં આવતાં મને સુખ પ્રગટ થયું છે.. તેથી અમે સજ્જન છીએ.. તેમ પરિણતી કહે છે. અમે સજ્જન છીએ કે–તારું અવલંબન લેતાં દુ:ખ ટળ્યું અને સુખ પ્રગટ થયું. એટલે તારો અનંતો ઉપકાર આજે મારા ઉપર થયો છે. નિશ્ચયથી તો તારો ઉપકાર છે, પરંતુ વ્યવહારનયે સર્વજ્ઞ પરમાત્માઓ, પંચપરમેષ્ઠીઓથી માંડીને મારા ગુરુપર્યંત ધમાત્માઓ એ મને તારું સ્વરૂપ સંભળાવ્યું અને મેં પણ તારા સ્વરૂપની વાર્તા સાંભળી. આમ સજ્જન પરિણતી કહે છે. શુદ્ધ પરિણતી સજ્જન છે.
લૌકિક સજ્જનતાની વાત પણ અત્યારે મોટે ભાગે મરી પરવારી છે. લૌકિક સજ્જનતા પણ ઘટતી જાય છે. આતો લોકોત્તર સજ્જનતાની વાત ચાલે છે. તારું શરણ મેં લીધું, તારું અવલંબન મેં લીધું અને તેં મને અવલંબન દીધું એવું તારામાં નથી. પરંતુ મેં તારું અવલંબન લીધું એમ મારામાં મને જણાય છે. એટલે હૈ! નિરાલંબી પરમાત્મા તારો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. આમ નિરાલંબીતત્ત્વની સન્મુખ થઈને પરિણતી કહે છે. નિશ્ચયથી તો તારો ઉપકાર છે... એમ તું તો નિરાલંબન છો. પણ પદ્રવ્યનું અવલંબન કરતી પરિણતીમાં કાંઈ દેખાતું નહોતું. હવે જ્યારે સાંભળ્યું કે૫રદ્રવ્યની દેશનાલબ્ધિ પણ ૫૨ દ્રવ્ય છે. હવે તેનું અવલંબન છોડ! આત્મા નિરાલંબી તત્ત્વ છે. હું તો અનાદિથી પર્યાયને જ આત્મા માનતી હતી... કે-આ પર્યાય છે તેટલો જ આત્મા છે. પરંતુ પર્યાયથી ભિન્ન પરમાત્મા નિરાલંબી તત્ત્વ રહેલું છે. પર્યાય પરદ્રવ્યનું અવલંબન લ્યે છે અને પરદ્રવ્યનું અવલંબન છોડે છે. જ્યારે ૫૨માત્મા નિરાલંબી છે તેણે કોઈનું અવલંબન લીધું જ નથી એવા આત્માનું અવલંબન લેતાં પરિણતી શુદ્ધ થાય છે. આ રીતે મેં મારા શ્રીગુરુ પાસેથી સાંભળ્યું છે તેથી શ્રીગુરુ પણ વ્યવહારે ઉપકારી છે.
કેમકે સજ્જન છે તે વ્યવહારને ઓળવતો નથી. હવે પરિણતી તેનાથી આગળ જાય છે.
હૈ!નિરાલંબી પરમાત્મા ! મેં તારું અવલંબન લીધું માટે હું શુદ્ધ થઈ છું એમ પણ ખરેખર નથી. હું મારા સ્વકાળે શુદ્ધ થઈ છું... ત્યારે મારું મુખ તારી સન્મુખ છે... એટલે તારા અવલંબનથી શુદ્ધતા પ્રગટ થઈ એવો વ્યવહા૨ીજનોનો ઉપચાર આવે છે. કેમકે અમે વ્યવહારીજન છીએ તેમ પરિણતી કહે છે. અમે વ્યવહારીજન છીએ એટલે તારો ઉપકાર માન્યા વિના રહી શકાતું નથી.
આ ભગવાન આત્મા નિરાલંબી તત્ત્વ છે તે એક બોલ જો વણાય જાય, તે સ્વરૂપજ્ઞાનમાં ખોડાઈ જાય તો તેને અલ્પકાળમાં સમ્યગ્દર્શન થયા વિના રહેશે નહીં... તેવો ઊંચામાં ઊંચો આ બોલ છે.
આત્મા કોનું અવલંબન લ્યે ! ૫૨માત્મા કોનું અવલંબન લ્યે ! ચક્રવર્તી કોનું અવલંબન લ્યું ! આહા ! આ જે સિદ્ધ પ૨માત્મા છે તે બીજાનું અવલંબન લ્યે ! તો પછી આ સ્વતઃ સિદ્ધ પરમાત્મા તે બીજાનું અવલંબન લ્યે ! જેમ સિદ્ધ ૫૨માત્માને બીજું અવલંબન છૂટી
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૧
શુદ્ધ અંત:તત્ત્વ ગયું છે તેમ આ નિજ શુદ્ધ પરમાત્માને તેને કોઈનું અવલંબન નથી. અનાદિ અનંત જીવ સિદ્ધ સમાન સ્વતઃ સિદ્ધ છે. સ્વતઃ સિદ્ધ છે તેવો નિજ પરમાત્મા નિરાલંબી તત્ત્વ છે. હવે હું નિરાલંબી તત્ત્વના શરણમાં જાઉં છું.. એમ પરિણતી કહે છે.
તે કહે છે-મને પરદ્રવ્યનું અવલંબન લેતા અનંતકાળ વીત્યો. સ્વદ્રવ્ય એવો આત્મા નિરાલંબીતત્ત્વ છે એવું મેં સાંભળ્યું પણ ન હતું અને તેવું વિચાર્યું પણ ન હતું અને તેવું જાણ્યું પણ ન હતું. આજે શ્રીગુરુ પાસેથી સાંભળ્યું કે-આત્મા નિરાલંબી છે. પરનું અવલંબન લેવાવાળો આત્મા નથી. પરિણતી પરદ્રવ્યનું અવલંબન ત્યે છે તો વ્યવહારનયથી–ઉપચારથી એમ કહેવાય છે કે-અનાદિકાળથી આત્માએ પરદ્રવ્યનું અવલંબન લીધું હતું. હે... આત્મા ! હવે પરદ્રવ્યનું અવલંબન છોડ! એમ પર્યાયનો ઉપચાર આત્મા ઉપર આપીને વ્યવહારનય અન્યથા કથન કરે છે. આત્માએ એક સમયમાત્ર પદ્રવ્યનું અવલંબન લીધું નથી. કર્મનું અવલંબન એક સમયમાત્ર લીધું નથી. દર્શનમોહનું અવલંબન એક સમયમાત્ર ભગવાને લીધું નથી. કોઈ કર્મનું, નોકર્મનું કે ભાવકર્મનું અવલંબન લે તેવો નિજ પરમાત્માનો સ્વભાવ જ નથી. એતો સ્વભાવથી જ નિરાલંબી છે તેથી તેને કોઈનું અવલંબન નથી. વસ્તુ આલંબન રહિત છે.
પરદ્રવ્યના આલંબન રહિત એવો નિજ પરમાત્મદ્રવ્ય હોવાથી પરનું અવલંબન નહીં હોવાથી આત્મા એટલે પરમાત્મા, પરમાત્મા એટલે નિજ પરમાત્મા. શું કહ્યું? આત્મા એટલે પરમાત્મા અને પરમાત્મા એટલે નિજ પરમાત્મા જે નિરાલંબ છે. નિરાલંબી આત્માએ કોઈ દિવસ દેવ-ગુરુ-શાસ્ત્રનું અવલંબન નથી લીધું. દેશનાલબ્ધિનું અવલંબન આત્માને ન હોય. તીર્થંકર પરમાત્માનું અવલંબન આત્માને ન હોય. એ તીર્થકર પરમાત્માનું જે અવલંબન લેવા જાય છે તે પરિણતી લેવા જાય છે. એ પરદ્રવ્યનું અવલંબન લેતાં તે પરિણતી દુઃખી થાય છે. પરંતુ હું દુઃખી થતો નથી. એ પરિણતી દુઃખને કરે છે અને દુ:ખને ભોગવે છે. જે પરનું આલંબન ત્યે તે દુઃખી થાય, એ પરિણતી પણ ક્ષણમાત્ર તે સમય પુરતી તે દુઃખને કરે છે અને તે સમયે ભોગવે છે.
જે સમયે પરિણતી કર્તા થઈને એ દુ:ખને કર્મ બનાવીને દુઃખને વેદે છે. તે પણ એક સમયમાત્ર છે. પરદ્રવ્યનું અવલંબન લઈને પરિણતી દુઃખી થાવ તો થાવ! હવે એ પરિણતી જ્યારે દુઃખથી થાકે છે ત્યારે તે પરદ્રવ્યનું અવલંબન છોડે છે. અને તે મારું અવલંબન લે છે. જે નિરાલંબી તત્ત્વ છે તેનું અવલંબન પરિણતી લ્ય છે.. ત્યારે પરિણતીમાં સુખ પ્રગટ થાય છે. ત્યારે એ પરિણતી સુખને ઉત્પન્ન કરે છે અને સુખને ભોગવે છે. હું એ સુખની પરિણતિનો કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી. કેમકે હું નિરાલંબી તત્ત્વ છું તેથી શુદ્ધ પરિણતીનું પણ અવલંબન મને આવે એવો મારો સ્વભાવ નથી. કેવળજ્ઞાનનું અવલંબન હું લઉં એવો મારો સ્વભાવ નથી. હું તો નિરાલંબી તત્ત્વ છું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર
પ્રવચન નં:- ૮ ગાથા-૪૩ મારો સ્વભાવ અપરિણામી, નિષ્ક્રિય, નિરાલંબી છે. અકર્તા સ્વભાવથી ભરેલો છે તેવો મારો આત્મા છે. હું કોનું અવલંબન લેવા જાઉં? પૂર્ણ તત્ત્વ કોઈનું અવલંબન ન લે, જે અપૂર્ણ છે તે અવલંબન લ્ય છે. પૂર્ણ પરમાત્મા કોઈનું અવલંબન ન લ્ય! હું કોઈનો ઓશિયાળો નથી. આહાહા ! મારે કોઈની જરૂરત નથી. અરે ! દેવ-શાસ્ત્ર-ગુરુથી પણ હું નિરપેક્ષ છું. એનું અવલંબન મને ભૂતકાળમાં પણ આવ્યું ન હતું. જ્યારે તીર્થકરની સભામાં મારો આત્મા બેઠો હતો ત્યારે તે પરિણતીએ તીર્થંકરનું અવલંબન દુ:ખી થવામાટે લીધું હતું પરંતુ હું તો તે સમયે પણ તીર્થંકર પરમાત્મા જે પરદ્રવ્ય છે તેના આલંબન રહિત જ મારો સ્વભાવ છે તેથી હું નિરાલંબી છું.
પરદ્રવ્યમાં બધું આવી ગયું કે નહીં? આહા... હા! નિશ્ચયથી પરમાત્માને એટલે નિજ પરમાત્માને પરદ્રવ્યનું અને પરભાવોનું અવલંબન, આશ્રય, સન્મુખતા નહીં હોવાથી અનાદિ અનંત આત્મા-પરમાત્મા નિરાલંબ છે.
આ શુદ્ધઆત્માની ભાવનાનો અધિકાર છે. ભાવનામાં કંટાળો ન હોય ! નિમિત્તની ભાવનામાં કંટાળો આવે પરંતુ શુદ્ધઆત્માની ભાવનામાં કંટાળો હોતો નથી. કેમકે ભાવના તે નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થા છે. વિકલ્પાત્મક ભાવના નહીં. ભાવના એટલે સ્વરૂપની એકાગ્રતા નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થા જેમાં રાગની ઉત્પત્તિ થતી નથી અને ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે અને નિરંતર સતપણે શુદ્ધઆત્માની ભાવના જ્ઞાનીઓ ભાવે છે. તે ભાવના કોઈ વખતે ઉપયોગાત્મક અને બાકીના ટાઈમે પરિણતીરૂપ ભાવે છે. હું એક અખંડ જ્ઞાન છું, નિરાલંબી તત્ત્વ છું-તેમ પરિણતી મારી ભાવના ભાવે છે. હું કોઈની ભાવના ભાવું એવો મારો સ્વભાવ નથી. પરિણતીમાં દુ:ખ છે તેનો અભાવ થઈને સુખ પ્રગટ થયું છે. પર્યાયનો સ્વભાવ પણ અપૂર્ણ સુખી રહે તેવો નથી.
આ પુણ્ય-પાપના ભાવો તે સ્વભાવ નથી પરંતુ મળ અને મેલ છે. તે પુણ્યપાપના ભાવો સુખને આપતા નથી. સાધકને અધુરા સુખમાં તેને સંતોષ નથી. તેથી પૂર્ણ સુખની પ્રગટતા માટે પરિણતી ફરી... ફરી મારું અવલંબન લ્ય છે. અને જો ધારાવાહિક ઉપયોગાત્મક અંતર્મુહૂર્ત અવલંબન લે તો પર્યાય પરિપૂર્ણ શુદ્ધ પ્રગટ થઈ જાય છે. એવો પર્યાયનો સ્વભાવ છે. પર્યાયનો સ્વભાવ રાગ તો નથી, પરંતુ અપૂર્ણ વીતરાગતા તે પણ પર્યાયનો સ્વભાવ નથી. જેમ દ્રવ્યનો સ્વભાવ પરિપૂર્ણ છે તેમ પર્યાયનો સ્વભાવ પણ પરિપૂર્ણ છે. દ્રવ્ય પરિપૂર્ણ રહે અને પર્યાયમાં અપૂર્ણતા રહી જાય તેવું સામાન્ય વિશેષાત્મક જે જ્ઞાનનું જ્ઞય છે તેવું જ્ઞાનનું જ્ઞય પણ નથી. દ્રવ્ય પૂર્ણ અને પર્યાય પણ પૂર્ણ તે જ્ઞાનનું જ્ઞય છે. જે ય છે તે ધ્યાનનું ધ્યેય નથી. ધ્યાનનું ધ્યેય તો નિરાલંબી તત્ત્વ એક જ છે. ભેદ અપેક્ષાએ પર્યાય શેય છે અને અભેદનયે એટલે પર્યાય પરિણત દ્રવ્યથી જોઈએ તો અભેદનયે તે આત્મા સ્વયછે. તે સ્વય છે પણ સ્વધ્યેય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૩૩ નથી. આ રીતે ધ્યેયપૂર્વક સ્વજ્ઞયની પરિણતી પ્રગટ થાય છે. સ્વય એટલે દ્રવ્ય પૂર્ણ અને પર્યાય પણ પૂર્ણ છે. તેને પૂર્ણ જ્ઞય કહેવામાં આવે છે. ધ્યેય તો પહેલા જ સમયે પુરું થઈ જાય છે (શ્રદ્ધામાં) અને જ્ઞયને પુરું થવા થોડો વખત લાગે છે.
હવે આગળ. મિથ્યાત્વની વાત આવે છે.
“મિથ્યાત્વ, વેદ, રાગ, દ્વેષ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ નામનાં ચૌદ અત્યંતર પરિગ્રહોનો અભાવ હોવાથી આત્મા નિરાગ છે.” અહીં ભાવ મિથ્યાત્વની વાત છે હોં ! આ દ્રવ્ય મિથ્યાત્વની વાત નથી. વેદ એટલે પણ ભાવવેદ લેવું. અભ્યતર એટલે આત્માની સાથે રહેલી પરિણતીપર્યાય તે સંયોગરૂપ છે, તે આત્માથી તાદાભ્યરૂપે થતી નથી. એવા જે અત્યંતર પરિગ્રહો તેનો અભાવ હોવાથી અભાવ થવાથી તેમ નથી લખ્યું. અભાવ હોવાથી, ત્રણેકાળ મિથ્યાત્વના પરિણામથી પરમાત્મા રહિત છે.
જે કોઈ આત્મા આત્માને રાગથી સહિત માને છે તે અનંત સંસારનું બીજ છે. દયાના પરિણામથી હું વર્તમાનમાં સહિત છું, હું વર્તમાનમાં ક્રોધના પરિણામથી સહિત છું અને પ્રતિમાજીના દર્શન કરવાનો જે શુભરાગ થયો તેનાથી હું સહિત છું અને મેં શુભભાવ કર્યો એમ જે માને છે એવી માન્યતા એ જીવને અનંત સંસારનું કારણ થઈ જાય છે. એ પરમાત્મા ભાવ મિથ્યાત્વથી રહિત છે. દ્રવ્ય મિથ્યાત્વથી પૃથક છે. અને ભાવ મિથ્યાત્વથી રહિત છે.
જ્ઞાયક ભાવ પ્રમત્ત-અપ્રમત્તથી રહિત છે. બીજા શબ્દથી કહે છે કે-ચૌદ પ્રકારના અંતરંગના પરિગ્રહથી ભિન્ન છે. તેને અંતરંગ પરિગ્રહ કેમ કહ્યું? જેમ અંતઃ શુદ્ધતત્ત્વ છે તેમ એક અંતઃ અશુદ્ધતત્ત્વ પણ છે. તેનાથી પરમાત્મા રહિત છે-મિથ્યાત્વથી રહિત છે. આ ચૌદ પરિગ્રહ કહ્યાં તે-વેદ, રાગ, દ્વેષ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ એવા આ અભ્યતર પરિગ્રહનો આત્મામાં અભાવ હોવાથી આત્મા એટલે પરમાત્મા નિરાગ છે. નિજ પરમાત્મા નિરાગ છે.
આત્મા રાગી થતો નથી, આત્મા ક્રોધી થતો નથી, આત્મા મિથ્યાષ્ટિ થઈ શકતો નથી. તારે મિથ્યાષ્ટિ થવું હોય ને તોપણ તું મિથ્યાષ્ટિ થઈ શકવાનો નથી.. મિથ્યાષ્ટિ થવું અશકય છે અને આત્માએ સમ્યગ્દષ્ટિ થવું હોય તો પણ આત્મા સમ્યગ્દષ્ટિ થઈ શકે નહીં. આત્મા નિજ પરમાત્મા પૂર્ણાનંદનો નાથ છે. તેતો બંધને મોક્ષથી રહિત છે જે મિથ્યાત્વને સમ્યગ્દર્શનથી રહિત છે તેવા નિજ શુદ્ધાત્માની હું ભાવના ભાવું છું. આચાર્ય મહારાજ કહે છે-જેની ભાવના હું ભાવું છું તું તેને ભજ. અરે! હું જેની ભક્તિ કરું છું તું તેની ભક્તિ કર. આ નિશ્ચય ભક્તિની વાત છે. વ્યવહાર ભક્તિ તો બંધનું કારણ છે. અને નિશ્ચયભક્તિ પરિણતી હોવાથી તે મોક્ષનું કારણ છે. એક અપેક્ષાએ તો પારિણામિક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
પ્રવચન નં:- ૮ ગાથા-૪૩ ભાવના આશ્રયથી મોક્ષ થાય છે.
આત્મા નિરાગ છે. મારો ભગવાન આત્મા અત્યારે નિરાગ છે. ક્રોધ, માન, માયા ને લોભ એવા જે પરિણામ પર્યાયમાં પ્રગટ થાય છે એમ જ્ઞાનમાં જણાય છે. એમ વ્યવહારજ્ઞાનથી જણાય છે. જ્યારે નિશ્ચયજ્ઞાનથી જુદું જણાય છે. વ્યવહારજ્ઞાનથી એટલે વ્યવહારનયની પ્રધાનતાથી પર્યાયથી સહિતપણું જણાય છે. પરંતુ નિશ્ચયજ્ઞાનથી હું જોઉં છું તો આ બધા પરિણામથી હું રહિત છું.
આ વિકારી પરિણામથી તો રહિત છું, પરંતુ સહજ અગુરુલઘુગુણના પરિણામ જે પ્રગટ થાય છે પદ્ગણ હાનિવૃદ્ધિરૂપ જે કેવળીગમ્ય છે અને આગમથી માનવા યોગ્ય છે. તેવા પરિણામથી પણ મારો આત્મા રહિત છે. ઉત્પાદ્ વ્યયથી સહિત હોવા છતાં ઉત્પા ભયથી રહિત તેવા ધ્રુવ પરમાત્માનું હું ધ્યાન કરું છું. હે ભવ્ય આત્માઓ! તમારો આત્મા ઉત્પાદ–વ્યયથી કથંચિત્ સહિત હોવા છતાં કથંચિત્ ઉત્પાદ–વ્યયથી રહિત છે. આવા શુદ્ધાત્માની તમે ભાવના ભાવોતો તમારી દશામાં સમ્યગ્દર્શન આદિ ની નિધિ પ્રગટ થશે.
હું નિરાગી છું મારામાં રાગ થયો નથી, મારામાં દુઃખ નથી, હર્ષ નથી શોક નથી એ વિનાની વસ્તુ છે.
“નિશ્ચયથી પાપ મળકલંકરૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ, સહજપરમ વીતરાગ-સુખ સમુદ્રમાં મગ્ન ( ડૂબેલી બીજી પ્રગટ સહજ અવસ્થારૂપ જે સહજજ્ઞાન શરીરી તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે.” | મારો આત્મા વર્તમાનમાં નિર્દોષ છે, મારે નિર્દોષ થવું નથી. હું તો નિર્દોષ છું. આહી... હા! જરા આગળ આવો ! વધારે આગળ આવો.. બે, પાંચ, દસ માણસની જગ્યા થઈ જશે. આજ રવિવારના હિસાબે સંકડાશ બહુ લાગે છે. રવિવારે ટાઈમ મળે છે, બાકી તો ઓછો ટાઈમ મળે છે. મળે નહીં એમ નહીં પરંતુ ઓછો મળે.
આ શુદ્ધાત્માની ભાવના માટે તો ટાઈમ મળતો નથી. પરંતુ શુદ્ધભાવની વાર્તા સાંભળવા માટે પણ ટાઈમ મળતો નથી. તે શુદ્ધાત્માની વાર્તા સાંભળવા ટાઈમ કાઢતો નથી.. અને તેને શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી છે. કેમકે શુદ્ધાત્માની વાર્તા સાંભળવા માટે ટાઈમ કાઢે તો એક દિ', બે દિ', ચાર દિવસ સોનગઢ જવું પડે ને તો તેનાં વેપાર ધંધાને ધક્કો લાગે ! અરેરે ! તું શુદ્ધાત્માની ભાવનાથી રહિત થઈ રહ્યો છે. તને કેવું નુકશાન થાય છે તે કેવળી પરમાત્મા જાણે છે તને કાંઈ ખબર પડતી નથી.
નિશ્ચયથી સમસ્ત પુણ્ય અને પાપ બન્ને મળ અને મેલ છે. જેમ શેવાળ છે તે પાણીનો મળ અને મેલ છે અને તે કલંકરૂપ છે. આહા ! એ પરિણતીમાં કલંક છે. એ કલંક પરિણતીને લાગે છે. પરંતુ હું તો નિષ્કલંક છું. આહા! પરિણતીને કલંક લાગી જાય છે અને તું તેને મારામાં ખતવી દે છે કે આત્મા કલંકિત થઈ ગયો, એ તારી મોટી ભ્રાંતિ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૩૫ છે. તને ભિન્નતાની ખબર નથી. પુણ્ય-પાપથી ભિન્ન પરમાત્મા નિષ્કલંક છે તેની તને ખબર નથી. ખોટા આરોપો આપમાં? ચોરી કરે કો'ક અને શાહુકારને જેલમાં નાખમાં ભાઈ ! હું તો શાહુકાર છું મેં કાંઈ ચોરી કરી નથી. આહાહા ! રાગ મારો છે તેમ હું માનું તો ચોર ઠરી જાઉં. પરંતુ રાગ મારામાં નથી, માટે મારો નથી, માટે હું તેનો સ્વામી નથી, માટે હું તેનો કર્તા અને ભોક્તા નથી. તેનો સ્વામી તો પુગલદ્રવ્ય છે.
આ પર પરિણતી છે તે પરસ્ત્રી છે. રાગ એ પરપરિણતી અને પરસ્ત્રી છે. તેનો સ્વામી અનાદિથી પુદ્ગલ દ્રવ્ય છે. તેનો સ્વામી એક સમયમાત્ર હું થાઉં તો હું જડ બની જાઉં. પરંતુ હું તેનો સ્વામી થવા માટે અશકય છું. એટલે મારો ચૈતન્ય સ્વભાવ કાયમ માટે મારો રહી જાય છે. એક સમય પણ જડનો સ્વામી થતો નથી. જડનો સ્વામી જડ હોય. ભેંસનો સ્વામી પાડો હોય.. તેમ ગુરુદેવ કહે છે. આ તો ગુરુદેવના શબ્દો છે.
આહા.. હા ! એ દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામનો સ્વામી પુગલ છે. આ જે દેશનાલબ્ધિનો પ્રશસ્ત રાગ છે તે મળ અને મેલ છે. તેનો સ્વામી પુદ્ગલ દ્રવ્ય છે, હું તેનો સ્વામી નથી. તેના સ્વામીપણે થવું અશકય છે. પાંચ મહાવ્રતના પરિણામ મળ અને મેલ છે. તેનો સ્વામી પુદ્ગલ દ્રવ્ય છે, હું તેનો સ્વામી નથી.
હાય ! હાય ! એ પાંચ મહાવ્રતના પરિણામ છે તેને મળ અને મેલ કહે છે? તેને તમે બંધનું કારણ કહો છો? આહા ! જેને મોક્ષનું કારણ માનીને બેઠો છે નિરાંતે, તેમાં આ સત્ની વાત બહાર આવી. પાંચ મહાવ્રતના પરિણામ પણ બંધનું કારણ છે. ભાવલિંગી સંતના પાંચ મહાવ્રતના પરિણામ તે બંધનું કારણ છે. પાંચ મહાવ્રત છે તે ભાવલિંગી સંતને જ હોય છે. અજ્ઞાની જીવોને વ્યવહાર વ્રત હોઈ શકે નહીં. એતો સંધાયેલો કષાય છે. તે કષાયની મંદતા હોવાથી તે વ્યવહારવ્રત પણ નામ પામતું નથી.
પાપ એટલે પુણ્ય ને પાપ તે મળ છે. એ પર્યાયનું કલંક છે.. અને હું તો નિષ્કલંક છું. હું એ પર્યાયના કલંકથી રહિત છું. હું તો નિરાગી, નિષ્કલંક સ્વરૂપ છું.
એ કાદવને ધોઈ નાખવામાં સમર્થ ”, શું કહે છે? આ શુભરાગ તે કાદવ છે. તેને ધોવામાં સમર્થપણું છે. સમર્થ એટલે ત્રિકાળ સ્વભાવનો આશ્રય લેતાં એ મળ ધોવાય જાય છે-નાશ પામી જાય છે. ખરેખર એ મળને ધોવાનું કામ મારું નથી. એ પરિણતી મારું અવલંબન લે છે. ત્યારે તેને મળની ઉત્પત્તિ થતી નથી. એ વ્યવહાર મારા ઉપર આરોપ મૂકે છે.. કે આત્માએ મળને ધોયો. અરે ! મળને હું ઉત્પન્નેય કરતો નથી તો પછી મળને ધોવાનું એવું ધોબીનું કામ મને શું કામ સોંપો છો? હું ધોબી નથી, સાંભળતો ખરો ! હું પુણ્ય-પાપને ધોઉં તેવું ધોબીનું કામ મને ન સોંપો ! એ તો જ્યારે પરિણતી મારું અવલંબન ત્યે છે ત્યારે મળ ઉત્પન્ન થતો નથી. તેથી વ્યવહારનય એમ કહે છે કેઆત્માએ મળને ધોઈ નાખ્યો. વ્યવહારનય અન્યથા કથન કરે છે, મારો તેવો સ્વભાવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
પ્રવચન નં:- ૮ ગાથા-૪૩ નથી. મળને ધોઉં એવો પણ મારો સ્વભાવ નથી. કેમકે મારે મળને ધોવા માટે પણ મળની સન્મુખ થાવું પડે. આહી.. હા ! હું મારાથી જરા પણ વિમુખ ત્રણકાળમાં એક સમયમાત્ર થતો નથી. આહા ! પરદ્રવ્યનું તો અવલંબન નથી પરંતુ પર્યાયનું પણ મને અવલંબન નથી. તેથી હું નિરાલંબી તત્ત્વ છું.
આહા ! સમ્યગ્દર્શનનું અવલંબન મને નથી. સમ્યગ્દર્શનને મારું અવલંબન છે પરંતુ હું નિરાલંબી તત્ત્વ છું તો હું કોનું અવલંબન લઉં? હું તો પૂર્ણ પરમાત્મા છું. અપૂર્ણ પૂર્ણનું અવલંબન લ્ય છે પરંતુ પૂર્ણ અપૂર્ણનું, નિત્ય અનિત્યનું, શરણ લે તેમ ત્રણકાળમાં બનતું નથી.
સમસ્ત પાપમળ કલંકરૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ, સહજ-પરમ વીતરાગ-સુખ સમુદ્રમાં મગ્ન (ડૂબેલી-લીન) પ્રગટ સહજ અવસ્થા સ્વરૂપ જે સહજ જ્ઞાનશરીર તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે.”
આહા ! આવો ત્રિકાળ સ્વભાવ છે. આત્માનો કે જે વીતરાગ સુખમાં ડૂબેલો આત્મા છે. અથવા આત્મામાં પરિપૂર્ણ વીતરાગતાને સુખ ભરેલું છે. સહુજ અવસ્થા એટલે અકૃત્રિમ અવસ્થા છે, છે ને છે. પર્યાય નહીં, ઉત્પાદ-વ્યય નહીં. સહજ જ્ઞાન શરીર એટલે જ્ઞાન વિભુ આત્મા તે જ્ઞાનના શરીરથી બનેલો છે. તે નભમંડળની માફક અરૂપી છે. તે સહજ જ્ઞાન શરીર વડે પવિત્ર હોવાને લીધે, પવિત્ર થવાને લીધે તેમ નહીં. જો પવિત્ર થાય તો પહેલાં એમ આવી ગયું કે-આત્મા પહેલાં અપવિત્ર હતો. પરંતુ હું અપવિત્ર થાઉં તેમ તો અશકય છે. એ તારી પર્યાય દૃષ્ટિ, તારી દૃષ્ટિ અપવિત્ર ઉપર છે અને જે અપવિત્ર પરિણામ છે તેને તે આત્મા માની રહ્યા છો તેથી હું અપવિત્ર થયો એમ તને ભાસે છે. પણ હું અપવિત્ર થતો નથી. એવા પવિત્ર પરમાત્માની દૃષ્ટિ તને થઈ નથી ત્યાં સુધી હું અપવિત્ર આત્મા માની રહ્યો છે. આહા ! પવિત્ર પરમાત્માની સામે જો ! આ પરિણતી અપવિત્ર થઈ અને પછી પવિત્ર થઈ છે. આહા ! કપડાની અવસ્થા મલિન થઈ અને કપડાંની અવસ્થા સ્વચ્છ થઈ છે પરંતુ કપડું તો પ્રથમથી જ અનાદિ-અનંત સ્વચ્છ, નિર્મળ અને શુદ્ધ રહેલું છે. એ પાણીની અવસ્થા ગરમ થઈ અને પાણીની અવસ્થા ઠંડી થઈ છે. એ ગરમ વખતે અને ઠંડી અવસ્થા વખતે પર્યાયથી નિરપેક્ષ જે પાણીનું દળ છે એ તો શીતળ સ્વભાવથી ભરેલું છે. એ પાણીની ગરમ અવસ્થા તેના શીતળ સ્વભાવના ટકા ઘટાડી શકતી નથી. અને પાણીની જે પ્રગટ થયેલી શીતળ અવસ્થા તે શીતળ સ્વભાવને વધારી શકતી નથી. એ વધઘટ વિનાની વસ્તુ છે તે અનાદિ અનંત રહેલી છે.
સહજ પરમ વીતરાગ સુખ સમુદ્રમાં મગ્ન પ્રગટ સહજ અવસ્થારૂપ જે સહજજ્ઞાન શરીર તેના વ.. અર્થાત્ પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે. આત્મા અનાદિ અનંત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૩૭ નિર્દોષ છે. જેને આત્મા માનવો છે તારે એ આત્મા નિર્દોષ છે તેમ તું માન મારે નિર્દોષ થવું છે તે તારી દૃષ્ટિ પર્યાય ઉપર છે. આહા ! હું મિથ્યાષ્ટિ છું અને હવે મારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે તો તારી દૃષ્ટિ પર્યાય ઉપર ગઈ. એ મિથ્યાત્વના પરિણામથી ભગવાન આત્મા રહિત છે. અંતઃ પરિગ્રહથી આભારહિત છે.
હવે નિર્મૂઢનો બોલ આવે છે. એ નિર્મૂઢના બોલમાં નિશ્ચય અને વ્યવહાર બન્ને ઉતારશે. “સહજ નિશ્ચયનયથી સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વીતરાગ સુખ વગેરે અનેક પરમ ધર્મોના આધારભૂત નિજ પરમાત્મ તત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ છે. (મૂઢતા રહિત) છે;” અત્યાર સુધી તો બધા બોલમાં નિશ્ચય ઘુંટાવ્યું. હવે જે નિર્મૂઢનો બોલ આવે છે તેમાં નિશ્ચયથી નિર્મૂઢ છે... અને વ્યવહાર નિર્મૂઢ થાય છે. એ નિર્મૂઢનો બોલ દ્રવ્ય અને પર્યાય બન્નેના વિશેષણમાં લગાડશે.
નિર્મૂઢ પહેલો બોલ છે તેમાં દ્રવ્યનું વિશેષણ કહે છે. સહજ નિશ્ચયનયથી આહાહા ! સહજ નિશ્ચયનયથી એટલે અંતર્મુખજ્ઞાનથી, સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો આત્મા અનાદિ અનંત નિર્મૂઢ છે. હવે નિર્મૂઢ કેમ છે તેનું કારણ કહે છે.
સહજ જ્ઞાન એટલે ત્રિકાળી ગુણ લેવો. કેવળજ્ઞાનનું લક્ષણ.. કેવળજ્ઞાનની પર્યાયનું લક્ષણ ક્ષાયિકભાવ છે. અને જે કેવળ.. માત્ર-ફક્ત સહજ જ્ઞાનગુણ છે તેનું લક્ષણ પારિણામિકભાવ છે. દ્રવ્યનું વિશેષણ સહજ જ્ઞાન છે. તે ગુણનું વિશેષણ છે. અને ગુણીનો એ અંશ છે. પણ તે ગુણી નથી. શું કહ્યું? સહજ જ્ઞાન તે ગુણી નથી... પરંતુ ગુણ છે. ગુણ છે પરંતુ તે સહજ છે. સહજ એટલે અકૃત્રિમ. અને કેવળજ્ઞાન તે કૃત્રિમ છે. કારણ કે તે નવી અવસ્થા છે, જે પહેલાં ન હતી અને પછી પ્રગટ થઈ છે. આ તો અનાદિ અનંત આત્માનો સહજ સિદ્ધ સ્વભાવ છે. અહીં સહજજ્ઞાનમાં ગુણની વાત છે.
હવે સહજ દર્શન એ પણ ત્રિકાળી ગુણ છે. સહજ ચારિત્ર એ પણ ત્રિકાળીગુણ છે. ચારિત્રની પર્યાયમાં જે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે અને ક્ષયોપશમ ચારિત્ર પ્રગટ થાય છે ઉપશમ શ્રેણી વખતે જે ઉપશમ ચારિત્ર પ્રગટ થાય છે તેની વાત નથી. આતો ચારિત્ર નામનો આત્માનો ત્રિકાળી સહુજ ગુણ છે. તે નિત્ય નિરાવરણગુણ છે. અને એ ગુણપૂર્ણ છે. અને એ ગુણનું લક્ષણ પરમપરિણામિક છે. એક-એક ગુણમાં પારિણામિક ભાવની પરિણતી પૂજિત છે. પંચમભાવની પરિણતી થાય છે. એ ગુણ છે તે પારિણામિકભાવથી થાય છે અને ક્ષાયિકભાવથી વ્યાસ કેવળજ્ઞાન છે. તું શું ક્ષાયિકભાવથી વ્યાસ છો? હું તો પરમપારિણામિકભાવથી વ્યાપ્ત છું. અહીં તો હું અને તું ની વાત છે.
અરે ! મારે અને તારે પ્રદેશભેદ છે. એમ આવ્યું તું ને! તે ભાઈને બહુ પ્રમોદ આવ્યો કે-મારામાં અને તારામાં, મારા વચ્ચે અને તારા વચ્ચે પ્રદેશભેદ છે. મારા દ્રવ્યને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
પ્રવચન નં:- ૮ ગાથા-૪૩ અને મારી રાગની પર્યાયને પ્રદેશભેદ છે.. એમ નથી. મારે અને તારા વચ્ચે પ્રદેશભેદ છે. જેમ મારે અને આ ભીંતને પ્રદેશભેદ છે એમ મારે અને તારે એટલે રાગ વચ્ચે પ્રદેશભેદ છે-અત્યંત અભાવ છે.. એમ અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે.
સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર એવા જે ગુણો છે એ ગુણની સાથે પારિણામિકભાવ થાય છે, અને કેવળજ્ઞાનની સાથે ક્ષાયિકભાવ વ્યાપ્ત છે. કેવળજ્ઞાનની પર્યાયની સાથે પારિણામિકભાવ વ્યાસ નથી. અને મારી સાથે ક્ષાયિકભાવ વ્યાપ્ત નથી. આ અધિકાર ઊંચા પ્રકારનો છે અને તે જીવનમાં સમજવા જેવો છે.
આહા ! સૌ પ્રથમ અભેદને સમજવો. અભેદને સમજ્યા પછી ભેદ તો સહજપણે સમજાય જશે. એને સમજવાનો પુરુષાર્થ કર્યા વિના સમજાય જશે. જ્યારે અભેદને સમજવા માટે પુરુષાર્થ કરવો પડશે. ભેદને સમજવા માટે જુદો પુરુષાર્થ હોતો નથી. પરંતુ અભેદને સમજવા માટે પુરુષાર્થ હોય છે.
પુરુષાર્થ એટલે શું? પુરુષાર્થ એટલે જેવો સ્વભાવ છે એવા સ્વભાવને લક્ષમાં લઈને પ્રતીતમાં લેવો, અને તે પ્રતીત અને જ્ઞાનને બળ આપે તેને પુરુષાર્થ કહેવામાં આવે છે. વીર્યગુણ એને કહેવાય કે જે શુદ્ધિની રચના કરે. તેને પુરુષાર્થ કહેવામાં આવે છે. અનંત વીર્યનો પિંડ તેવો પુરુષાર્થી ભગવાન આત્મા બિરાજમાન છે તે તો પુરુષાર્થનો પિંડ છે. બીજો એક પર્યાયનો પુરુષાર્થ છે.
આત્મા અનંતવીર્યનો પિંડ છે. અનંતવીર્યથી ભરેલો આત્મા છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અને અનંતવીર્યથી ભરેલો પરમાત્મા છે. સહજ પરમ વીતરાગસુખ વગેરે બધા ગુણો તેમાં આવી ગયા. અનેક પરમ ધર્મો અર્થાત્ ગુણને ધર્મ કહેવામાં આવે છે. TTT: સ્વમાવી ભવન્તિ” ગુણને ગુણ પણ કહેવાય, ગુણને સ્વભાવ પણ કહેવાય અને ગુણને ધર્મ પણ કહેવાય.
તેવા અનેક પરમ ધર્મો.. આહા... હા ! ગુણ છે તે પરમ ધર્મ છે. કેવળજ્ઞાનની પર્યાય છે તે ધર્મ છે પરંતુ પરમધર્મ નથી. પરમ એટલે પૂજનિક. એક ગુણ છે તે પૂજનિક નથી પરંતુ અનંતગુણનો જે પિંડ છે તે પૂજનિક છે. તો અનંતગુણ પૂજનિક છે. ભેદ અપેક્ષાએ ગુણને પૂજનિક ઉપચારથી કહેવામાં આવે છે. બહુ ધ્યાન રાખીને સંભાળવા જેવું છે.
આ શુદ્ધભાવ અધિકાર ઊંચો છે હોં ! જો ઉપયોગ બીજે ગયો તો નહીં સમજાય. અને ઉપયોગમાં સમજવા જેટલું બળ અને એકાગ્રતા નહીં હોય તો પણ યથાર્થ નહીં સમજાય. ઉપયોગ બહાર જાય તો તો સમજાશે જ નહીં. જેટલી માત્રામાં આ શુદ્ધભાવને સમજવો જોઈએ તેટલી માત્રામાં તેનું વીર્ય કામ કરે અને ઉપયોગની એકાગ્રતા હોય તો તેને જેમ છે તેમ પ્રથમ અનુમાનમાં ભાવભાસન થાય. પછી તે અનુમાન નામના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૧૩૯
ભાવભાસનનો અભાવ થઈ અને પ્રત્યક્ષ અવભાસન-અનુભવ થાય એવો આ અધિકાર છે. તે અનુભવને આપે અને અનુભવને લાવે તેવો આ અધિકાર છે. શુદ્ધભાવની ભાવના કરનારને પરિણતીમાં અનુભૂતિ થયા વિના રહેતી નથી. આ આચાર્યદેવ તો મોક્ષની પ્રગટતા માટે શુદ્ધભાવની ભાવના કરે છે. સમકિતી ચારિત્ર માટે શુદ્ધભાવને ભાવે છે અને મિથ્યાર્દષ્ટિ સમ્યગ્દર્શનને માટે શુદ્ધાત્માની ભાવના ભાવે છે. મિથ્યાર્દષ્ટિ પણ સમ્યગ્દર્શનની ભાવના ભાવતા નથી. મિથ્યાર્દષ્ટિ પણ શુદ્ધાત્માની ભાવના ભાવે છે. આવી ભાવનામાં ને ભાવનામાં નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થા પ્રગટ થતાં સહજ સમ્યગ્દર્શન થઈ જાય છે. નિશ્ચય મોક્ષમાર્ગરૂપે પરિણમે ત્યારે તેને ઉપચારથી કર્તાપણ કહેવામાં આવે છે. આ અધિકાર બહુ ઊંચો છે. જેટલું આમાંથી કાઢે એટલું ઓછું લાગે. ભાવો બ્રહ્માંડના ભર્યા છે. આ તો બધા અનાદિના ઝેર ઉતારનારા ગૂઢમંત્રો છે. આ બધા મંત્રો સર્વજ્ઞ કથિત છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવેલી આ વાત છે. અને સંતોએ અનુભવીને આ શાસ્ત્ર લખ્યાં છે.
૫૨મ ધર્મોના એટલે ૫૨મગુણોના.., આ ગુણોની વાત છે એટલે ૫૨મ વિશેષણ મૂક્યું. આહા ! શુદ્ધાત્મા અને ગુણો પરમભાવે છે, બાકી બધા અપરમભાવે છે. આ ચારેય ભાવો પૂજનિક નથી એટલે આશ્રય કરવા યોગ્ય નથી. પરમધર્મોના બહુ વચન છે ને ! ? ૫૨મ ધર્મોના સહજજ્ઞાન, દર્શન વિગેરે વિગેરેના ધર્મોનો આધારભૂત. આહાહા ! આ બધા ધર્મોનો આધારભૂત એટલે બધા ગુણોનો આધાર નિશ્ચયનયે ૫૨માત્મદ્રવ્ય છે. હવે જે કેવળજ્ઞાનની પર્યાયને આત્મા આધાર થાય છે તે શુદ્ધ સદ્ભૂત વ્યવહા૨નયે છેનિશ્ચયનયે નથી. એ બે વાત નિર્મૂઢના બોલમાં કહેશે. નિર્મૂઢનો બોલ બહુ સારો છે.
એક વાત દ્રવ્યનું વિશેષણ નિર્મૂઢતા તે કહેશે. બીજીવાત કેવળજ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ તે નિર્મૂઢ અવસ્થા છે તેમ કહેશે. આ “૫૨મધર્મોના આધારભૂત નિજ ૫૨મ તત્ત્વને ” આહા ! આ ગુણોનો આધાર ગુણી છે. ગુણોનો આધાર ગુણી છે તેમ ભેદ કરીને સમજાવે છે. આ આધાર અને આ આધેય તેવો ભેદપણ જ્યાં દેખાતો નથી. દ્રવ્ય આધા૨ છે અને તે ગુણને આધાર આપે છે. ગુણ ગુણીમાં રહેલા છે. તે પણ સમજાવવાની એક પ્રકારની પદ્ધતિ છે. બાકી અભેદ વસ્તુમાં ગુણ અને ગુણી વચ્ચે આધાર-આધેય સંબંધનો પણ પરમાર્થે અભાવ છે.
૫૨મ ધર્મોના એટલે ૫૨મ ગુણોના આધા૨ભૂત નિજ ૫૨મ તત્ત્વને એટલે કે-આ ગુણો મારા આધારે રહેલા છે. નિજ પરમ તત્ત્વને આધારે મારા ગુણો રહેલા છે. મારા ગુણો છે તે ગુણની પર્યાયના આધારે નથી. રાગને આધારે નથી, નિમિત્તના આધારે નથી, પરંતુ મારા આધારે રહેલા છે.
શું કહ્યું ? જે આ ગુણો છે તે કેવળજ્ઞાનની પર્યાયના આધારે છે.. એમ નથી.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
પ્રવચન નં:- ૮ ગાથા-૪૩ સમ્યગ્દર્શનની પર્યાયના આધારે શ્રદ્ધા નામનો ગુણ નથી. શ્રદ્ધા નામના ગુણને પર્યાયનો આધાર નથી. કેમકે પર્યાય વિનશ્વર છે અને જો તેના આધારે ગુણ હોય તો ગુણનો પણ નાશ થઈ જાય. સમ્યગ્દર્શનના આધારે શ્રદ્ધા નામનો ગુણ નથી. પરંતુ શ્રદ્ધાગુણને આધાર નિજ પરમાત્મ દ્રવ્યનો છે. કેમકે હું પણ નિત્ય અને ગુણ પણ નિત્ય છે. તેથી નિત્યનો આધાર નિત્ય જ હોય. નિત્યનો આધાર અનિત્ય હોય શકે નહીં. તો પછી નિમિત્તનો આધાર તો કયાંથી હોય? આ બહુ ઊંચા પ્રકારની વાત છે.
અરે ! નિમિત્તનો પક્ષ તો છૂટી જાય, શુભભાવનો પક્ષ પણ છૂટી જાય, શુદ્ધ પર્યાય જે પ્રગટ થાય છે એ શુદ્ધપર્યાયનો પક્ષ પણ છૂટી જાય તેવી વાત છે. શુદ્ધ પર્યાયનો પક્ષ છૂટી જશે અને શુદ્ધપર્યાય તો પ્રગટ થશે. શુદ્ધપર્યાયનો અભાવ નહીં થાય. શુદ્ધપર્યાયનો પક્ષ પણ છૂટે છે.
શુદ્ધપર્યાય છે તે જ્ઞાનનું જ્ઞય છે. હવે તે શુદ્ધપર્યાયનો જો પક્ષ હોય તો શુદ્ધ પર્યાય પ્રગટ થતી નથી. પરંતુ શુદ્ધપર્યાયમાં આત્મબુદ્ધિ થઈ જાય છે, તેથી તે જ્ઞાનનું ય થઈ શકતી નથી. આહા! આમાં તો ભાવો બ્રહ્માંડના ભર્યા છે.
ભગવતી માતાએ એક દષ્ટાંત આપ્યું છે. જેવી રીતે અબરખનું પડ હોય, તે અંદરમાં હજારો પડથી ભરેલું હોય છે. જેમ જેમ એ પડને ઉખેડતા જાવ. સાચવીને.. ધીમે-ધીમે, એક-એક પડને પાછું તે અખંડપડને સાચવે. સાચવે એટલે તેના ટૂકડા ન થાય. પણ જે એક-એક, ઝીણું ઝીણું પડ છે ને! તે ઉખળતું જાય છે. આહા.... હા! તેમ આ સર્વજ્ઞ ભગવાનની વાણી સીધી આવી છે હોં ! તે વાણીને કુંદકુંદભગવાને ઝીલી છે અને ગુરુદેવે કહી છે. તેમાં બ્રહ્માંડના ભાવો ભર્યા છે. સમયસારની સ્તુતિમાં આપણાં પંડિત રત્ન લખે છે.. કે-હું સમયસાર ભગવાન! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા છે. ગણધર કહે છે-મારી શક્તિ નથી, તો પછી તું તો છદ્ભસ્થ છો, નાનો છો, તારી શક્તિ કેટલી હોય ? આમાં તો ભાવો બ્રહ્માંડના ભર્યા છે. જેમ-જેમ આનું ઊંડાણથી અધ્યયન કરવામાં આવે છે તેમતેમ શુદ્ધાત્મામાંથી, શુદ્ધાત્માને જાણનારી જ્ઞાનની પર્યાયના પડ ઉખડતાં જાય છે. તેઓ કુશળ છે તેમ ૧૮૭માં કહ્યું છે.
એ પરમધર્મોના આધારભૂત નિજ આત્માને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ છે. જાણવામાં સમર્થ એટલે જાણવાની શક્તિથી સમર્થ. જાણવાની ક્રિયાથી નહીં. ક્રિયા પછી આવશે. આત્મા આત્માને જાણે તેવી આત્મામાં સામર્થ્ય શક્તિ રહેલી છે તેથી આત્મા નિર્મૂઢ છે. આત્મા આત્માને ન જણાય એવો આત્મા જ નથી. તેવો આત્માનો સ્વભાવ જ નથી. આત્મા આત્માને જાણે તેવું જ આત્મામાં સામર્થ્ય છે. અને આત્મા આત્મામાં જણાય જાય તેવું બેવડું સામર્થ્ય છે. તેથી આત્મા જ્ઞાતા પણ છે અને આત્મા શેય પણ છે. એવા સામર્થ્યથી ભરેલો નિમૂઢ આત્મા છે. આ નિર્મૂઢ તે ત્રિકાળીનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૪૧ વિશેષણ છે. પર્યાયનું વિશેષણ હવે આવશે. બધા ઘરેથી વાંચીને આવે છે.
અનાદિ-અનંત આત્મા મૂઢતા રહિત નિર્મૂઢ છે. આ વાત નિશ્ચયથી તો કરી પરંતુ હવે વ્યવહારથી કહે છે. “સાદિ અનંત અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભુત
વ્યવહારનયથી.” વ્યવહારનયથી જોવામાં આવે તો સાદિ અનંત છે. જુઓ ! નિર્મૂઢની નિશ્ચયની વાતમાં અનાદિ અનંત લીધું હતું. અને આ નિર્મૂઢતા જે પ્રગટ થાય તે સાદિ કેવળજ્ઞાનની પર્યાય છે. તેની તો નવી શરૂઆત થાય છે. તેની શું કિંમત ? કિંમત તો અનાદિ અનંતની છે. આ તો શુદ્ધભાવ અધિકાર છે. તેનો જેટલા ટાઈમ સુધી સ્વાધ્યા કરીએ, છ મહિના સ્વાધ્યાય કરીએ તો પણ ટૂંકો છે. આહા ! એવો આ અધિકાર છે.. તેમાં બ્રહ્માંડના ભાવો ભર્યા છે.
હવે વ્યવહારનયની વિવિક્ષાથી વાત કરે છે. ઉપાદેય તત્ત્વની વાત મુખ્ય રાખીને તે જ્ઞાનના જ્ઞયની વાત કરે છે. પર્યાય વ્યવહાર જ્ઞય છે. તે પર્યાય વ્યવહારજ્ઞાનનો વિષય છે. કેવળજ્ઞાનનો પર્યાય તે વ્યવહારે ય છે. નિશ્ચયથી જ્ઞયતો મારો પરમાત્મા છે. અથવા કેવળ જ્ઞાનની શરૂઆત સાદિથી થાય છે ને! કેવળજ્ઞાન પહેલાં ન હોય પરંતુ પછી પ્રગટ થાય છે. સાદિ અનંત અર્થાત્ સાદિ કહેતાં શરૂઆત થાય અને પછી અનંત કહેતાં કેવળજ્ઞાનનો કોઈ દિવસ અભાવ ન થાય. માટે અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા કહ્યું. કેમકે કેવળજ્ઞાનનો સ્વભાવ છે તે અતીન્દ્રિયસ્વભાવ છે.
આ પ્રગટ થયેલા અતીન્દ્રિય સ્વભાવને દ્રવ્યઇન્દ્રિયનું અવલંબન નથી તેથી તે ભાવઈન્દ્રિય વડે આત્માને જાણતો નથી. પરંતુ તે અતીન્દ્રિયજ્ઞાનથી પોતાના શુદ્ધાત્માને જાણે છે.
કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન
કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.” જગતના જીવો આ કેવળજ્ઞાનને નથી સમજી શકતા માટે કેવળજ્ઞાનનું રૂપ કહેવું પડે છે... કે-કેવળજ્ઞાન કોને કહેવાય ?
ત્રણકાળના અને ત્રણલોકના સ્થાવર-જંગમ સ્વરૂપ સમસ્ત દ્રવ્યગુણ અને પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ સકળ-વિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન રૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂઢ છે.” જગતના જીવો સમજી શકતા નથી તેથી હવે કેવળજ્ઞાનનું સ્વરૂપ કહે છે. લોકલોકના પદાર્થોને ભૂત, ભવિષ્ય તેમજ વર્તમાનની પર્યાયને યુગપદ જાણે, (સ્થાવર જંગમ અર્થાત્ ) ચલ, અચલ પદાર્થને જાણે તેને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. જે કેવળજ્ઞાનના સ્વરૂપથી વિમૂઢ થઈ ગયા છે તેવા અજ્ઞાની જીવોને આ કેવળજ્ઞાનનું સ્વરૂપ વ્યવહાર સાપેક્ષથી સમજાવવામાં આવે છે. પરંતુ ખરેખર એમ નથી. “કેવળ નિજ સ્વભાવનું અખંડવર્તે જ્ઞાન'. કેવળી તેને કહીએ કે-કેવળજ્ઞાન વડે સતત અર્થાત્ ધારાવાહી ઉપયોગમાં ઉપયોગાત્મકપણે આત્માને જાણ્યા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
- પ્રવચન :- ૮ ગાથા-૪૩ જ કરે છે. તેને કેવળજ્ઞાનનું નિશ્ચય લક્ષણ કહેવામાં આવે છે. લોકાલોકને જાણે છે તે તો વ્યવહારથી લક્ષણ છે. તે કેવળજ્ઞાનનું સાચું લક્ષણ નથી.
આવા શુદ્ધાત્માની ભાવના ભાવતાં શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. આહા ! આવું કેવળજ્ઞાન પ્રગટ થવાં પહેલાં કેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે અમારા જ્ઞાનમાં આવી જાય છે. આ વાત ત્રણ જગ્યાએ આવે છે.
આ વાત જીવોને પચે એવી નથી પરંતુ ત્રણ જગ્યાએ આ વાત છે. શ્રીમદ્ રાજચંદ્રજી થઈ ગયા, તેઓ ફરમાવે છે કે અરે મુખ્યમયના હેતુથી કેવળજ્ઞાન થયું છે. ઇચ્છાનયે કેવળજ્ઞાન વર્તે છે આવા ત્રણ-ચાર બોલ કહ્યાં છે. થયું છે, વર્તે છે એમ કહ્યું પરંતુ થશે એમ નથી કહ્યું.
તત્ત્વાનુશાસનના રચયિતા નાગસેન આચાર્ય થઈ ગયા છે તેના શાસ્ત્રમાં આ વાત આવે છે કે-વર્તમાનમાં અમને અરિહંતના દર્શન થયાં. ત્યારે આચાર્યદવ શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે. અરે! અત્યારે પંચમકાળ અને અરિહંતના-કેવળજ્ઞાનના દર્શન? ગુરુજી ! આ વાત કરો છો ? શ્રીગુરુ કહે–સાંભળ ભાઈ ! આ વાત મૃગજળની માફક જૂઠ નથી. અમે જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં જામી જઈએ છીએ. ત્યારે કોઈ વખતે એમ થઈ જાય છે કે જાણે સાક્ષાત મોક્ષ થયો હોય ! જાણે કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું હોય ! એમ દ્રવ્ય નિક્ષેપે જણાય છે. જ્ઞાનનો ધર્મ ભાવિ નૈગમન અને દ્રવ્ય નિક્ષેપથી ભાવિ પર્યાયને વર્તમાનવત્ જાણી લે છે. આ વાત અનુભવની છે. બીન અનુભવીને કઠણ પડે તો પડો ! અનુભવીની પરમ સત્યવાત છે. આ વાત ફરે એવી નથી.
આ વાતનો ત્રીજો આધાર-સમયસારના ભાવાર્થમાં કહ્યું છે-જ્યારે આચાર્ય ભગવંતો, મુનિઓ નિર્વિકલ્પ ધ્યાનમાં જામી જાય છે ત્યારે તેને કોઈ વખતે એમ થઈ જાય છે કે-જાણે સાક્ષાત મોક્ષ થયો હોય ! જાણે કેવળજ્ઞાન થયું હોય ! તેને શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનના દર્શન થઈ ગયા.
આ ત્રણે તો પરોક્ષ જ્ઞાનીની વાત કરી. શાસ્ત્રના આધારથી વાત કહી. હવે એક પ્રત્યક્ષગુરુની વાત કહું છું. સાંભળજો જરા !
એક વખત પૂ. ગુરુદેવશ્રી રાજકોટમાં રાત્રિચર્ચામાં ચિત્તની પ્રસન્નતાથી બોલી ઉઠયા કે-આહા ! શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનના દર્શન થઈ જાય છે. ત્યારે પ્રશ્નકારે પ્રશ્ન ઉઠાવ્યો કે-આપ શ્રદ્ધા અપેક્ષાએ કહો છો ને ? ગુરુદેવ કહે-બિલકુલ નહીં, હું જ્ઞાન અપેક્ષાએ કહું છું. હું કહું છું કે-શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનના દર્શન અમને થયા.
આહા... હા ! પંચમકાળમાં કેવળજ્ઞાનના દર્શન? અત્યારે કેવળજ્ઞાન તો નથી. સાંભળ ભાઈ ! અનુભવીની વાતની સાથે બિન અનુભવીએ હોડમાં ઉતરવા જેવું નથી. ન સમજાય તો નકાર કરીશમાં પણ વિચારકોટિમાં રાખજે ! આ ચોથી તમને આધાર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૪૩
આપ્યો તે પ્રત્યક્ષ ગુરુનો. શ્રીગુરુ રાજકોટમાં બોલેલા છે. પછી બધા રાત્રે ઘરે આવ્યા અને બધાએ પહેલો એકસાથે પ્રશ્ન ઉઠાવ્યો !
આજે આ શું વાત કરી ગુરુદેવે ! શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનના દર્શન ? વર્તમાનકાળમાં કેવળજ્ઞાન તો નથી. એલા ! શું હોય એનું જ જ્ઞાન થાય ? ન હોય તેનું જ્ઞાન ન થાય ? ન હોય તેનું જ્ઞાન ન થાય તો તે જ્ઞાન જ નથી જા ! તને જ્ઞાનની ખબર નથી. હોય તેનું તો જ્ઞાન બધા કરે, પરંતુ ન હોય તેનું પણ જ્ઞાન થાય તેને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. તેમાં દ્રવ્ય નિક્ષેપ શબ્દ લગાડયો છે.
નાગસેન આચાર્ય ભગવાનનો આધાર છે. આધાર જોઈતો હોય તો ત્રણ આધાર તો છે. બાકી ગુરુદેવને પૂછી લેવું. રાજકોટમાં બોલ્યા હતા. પ્રશ્નકારે પ્રશ્ન કર્યો એ તો શ્રદ્ધા અપેક્ષાએ ? નહીં, આ વાત શ્રદ્ધા અપેક્ષાએ નથી. શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનના દર્શન થયા તે જ્ઞાનની અપેક્ષાએ વાત છે. આ તો શ્રુતજ્ઞાનમાં દર્શન થયા છે. શ્રદ્ધાની વાત જુદી અને શ્રુતજ્ઞાનની વાત અનેરી છે. સ્વસંવેદન અતીન્દ્રિયજ્ઞાનમાં કેવળજ્ઞાનના દર્શન થાય છે. આહા.. હા ! કેવળજ્ઞાનના દર્શન થયા છે. ગુરુદેવ તો કહે છે–શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે તેવો ધવલમાં પાઠ છે પરંતુ આ તો શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનના દર્શન થયા. કોઈ પૂછે-આપને કેવળજ્ઞાનના દર્શન થઈ ગયા ? હા, ભાઈ ! કેવળજ્ઞાનના દર્શન થઈ ગયા. ભૂતાર્થનયે જ્યારે શુદ્ધાત્માને જાણે છે ત્યારે નવતત્ત્વોનું જ્ઞાન તેને થઈ જાય છે. ઘણી વાતો અંદરની ગંભીર રહેલી છે. સાધક શ્રુતજ્ઞાન વડે આત્માને જાણે છે. કેવળી... કેવળજ્ઞાન વડે આત્માને જાણે છે. માટે બન્નેના જાણવામાં ફેર નથી કારણ કે બન્નેનો વિષય એક છે.
આ વિષય જરા જુદો અને ગંભીર છે. આ વિષયથી વિષયાન્તર થવા જેવું નથી. આ વાત ધા૨ણામાં રાખવા જેવી છે. જ્યારે અનુભવ થશે ને ત્યારે આવો અનુભવ પણ કોઈને કયારેક થઈ જશે.. આ એવી વાત છે. આહાહા !
તા. ૨૧/૫/ ’૭૯
પ્રવચન નં:- ૯ સ્થળઃ- મુંબઈ–ઝવે૨ી બજાર મંદિર
આ શુદ્ધદ્રવ્ય સામાન્યના અધિકાર ની ૪૩મી ગાથા છે. પ્રથમવાત એ કરી કે–આ ભગવાન આત્મા અનાદિ-અનંત ત્રણેકાળ નિર્મૂઢ હોવાથી; જુઓ, દ્રવ્યના વિશેષણમાં હોવાથી આવે છે અને પર્યાયના વિશેષણમાં થવાથી આવે છે. આમાં બધા આત્માઓ ત્રણેકાળ નિર્મૂઢ છે. નિર્મૂઢનો અર્થ ઉ૫૨ કર્યો છે. નિશ્ચયનયથી સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર, સહજ૫૨મવીતરાગસુખ વગેરે અનંતગુણો અને અનેક પ૨મ ધર્મોના એટલે પરમગુણોના આધારભૂત નિજ પરમાત્મ તત્ત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ છે. જાણવામાં સમર્થ હોવાથી એટલે જેમાં જાણવાની શક્તિ રહેલી છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૪૪
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩ આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિર્મૂઢ હોવાથી.. એવો શબ્દ વાપર્યો છે. દ્રવ્ય અપેક્ષાએ હોવાથી
આવે અને પર્યાય અપેક્ષાએ થવાથી આવે છે.
હવે બીજી રીતે નિર્મૂઢતાનો અર્થ કરવામાં આવે તો અથવા બીજી રીતે જોઈએ તો આત્મા કોઈ અપેક્ષાએ નિર્મૂઢ થાય છે? કહે છે-કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારે તેને નિર્મૂઢ થયો તેમ કહેવામાં આવે છે. હોય એવું થાય, ન હોય તેવું જે થાય તે આત્માના પરિણામ નથી. આત્મા શુદ્ધ હોવાથી પર્યાય શુદ્ધ થાય છે–એવું તો બને છે.
પાણી સ્વભાવે શીતળ હોવાથી શીતળ થાય છે તે તો બની શકે છે. હવે બીજી વાત-પાણી સ્વભાવે શીતળ હોવાથી ઉષ્ણ થયું તે વાત સો ટકા જૂટી છે. એ ઉષ્ણતા તે અગ્નિનો ધર્મ છે.. તે પાણીનો ધર્મ નથી. તેમ આત્મા શુદ્ધ હોવાથી શુદ્ધ થાય છે. પરંતુ આત્મા સ્વભાવે શુદ્ધ હોવાથી પર્યાયે આત્મા અશુદ્ધ થયો તે વાત દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો, સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો, આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરીને જોવામાં આવે તો આત્મા અશુદ્ધ થયો છે, થાય છે, તે વાત સો ટકા જૂઠી છે. આત્મા પર્યાયે અશુદ્ધ થયો છે એમ જેને ભાસે છે તે અજ્ઞાની મૂઢ-મિથ્યાર્દષ્ટિ છે.
આત્મા નિર્મૂઢ હોવાથી પર્યાય નિર્મૂઢ થાય છે. સાદિ અનંતકાળ સુધી પર્યાયમાં નિર્મૂઢ થાય છે. આત્માને પર્યાય દૃષ્ટિથી જોવાય જ નહીં. પર્યાય દૃષ્ટિથી આત્માને જોતાં તેને અશુદ્ધતા આત્મામાં લાગે છે. હોય અશુદ્ધતા આસ્રવની અને ભાસે અશુદ્ધતા જીવની.. તે જ અજ્ઞાન છે.
બીજું અજ્ઞાન કયું છે ? મલિનતા આસ્રવ તત્ત્વની છે. જીવ તત્ત્વની મલિનતા નથી. જીવતત્ત્વ મલિન થાય ? એ તો નિર્મળાનંદનો નાથ છે, તેથી તેની અવસ્થામાં નિર્મળ અવસ્થા પ્રગટ થાય છે. અથવા સાદિ એટલે શરૂઆત, કેવળજ્ઞાનની શરૂઆત થાય છે. સાદિ અને પછી અનંત શબ્દ છે. જે કેવળજ્ઞાન પ્રગટયું તે પ્રગટયું હવે તેનો નાશ નહીં થાય, ઉપશમભાવ સાદિ સાંત હોય છે. ક્ષયોપશમભાવ ધર્મનો સાદિ સાંત હોય છે. ક્ષાયિકભાવ સાદિ અનંત હોય છે. જે પ્રગટ થયો તે થયો, મોક્ષ થયો તે થયો.. હવે તે જીવ ફરીથી સંસારમાં આવતો નથી.. માટે સાદિ અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધ સદ્ભુત વ્યવહારનયથી જ્યારે દ્રવ્યની વાત કરી તેમાં નિશ્ચયનય શબ્દ હતો.
ત્રિકાળી દ્રવ્યમાં નિશ્ચયનયથી.., હોવાથી શબ્દ આવે. જ્યારે પર્યાયમાં વ્યવહારનયથી આવે છે. કેવળજ્ઞાન તે વ્યવહારનયનો વિષય છે.. માટે તે ઉપાદેય નથી. કેવળજ્ઞાન છે તે જ્ઞાનનું જ્ઞેય છે, ધ્યાનનું ધ્યેય નથી. શુદ્ધ સદ્ભુત વ્યવહારનયથી ત્રણકાળના અને ત્રણલોકના સ્થાવર અને જંગમ પદાર્થોને જાણે છે. સ્થાવર એટલે ફેરફાર ન થાય- જ્યાં હોય ત્યાં જ હોય. જંગમ એટલે ફેરફાર થાય.
સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ સકળ-વિમળ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૪૫
( સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાનરૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂઢ છે. એક સમયમાં સ્થાવરને તેમજ જંગમને તેમ ત્રણલોકના પદાર્થોને ત્રણેકાળ દ્રવ્ય-ગુણ-પર્યાયને એક સમયમાં જાણે છે. કાળનો નાનામાં નાનો સમય.. તેને એક સમયમાં જાણવામાં સમર્થ છે. સર્વથા સકળ-વિમળ નિર્મળ કેવળજ્ઞાનમાં કોઈ પણ પ્રકારે મલિનતા હોઈ શકે નહીં. કેવળજ્ઞાન સ્વરૂપે અવસ્થિત થવાથી.., જુઓ, અહીં પર્યાયની વાતમાં થવાથી વિશેષણ કહ્યું. અને દ્રવ્યની વાત કરશે ત્યારે ‘હોવાથી ’ વિશેષણ લગાડશે. ‘હોવાથી ’ અને ‘ થવાથી ’ તે બન્ને શબ્દો છે કે નહીં ? નિશ્ચયમાં એટલે નિશ્ચયનયના વિષયમાં ‘ હોવાથી ’ શબ્દ આવે અને વ્યવહારનયના વિષયમાં ‘ થવાથી ’ શબ્દ આવે છે. અહીં પણ થવાથી લીધું પરંતુ આમ કરવાથી એમ ન લીધું.
આહા ! દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક સમયમાં જાણવામાં સમર્થ એ સકળ-વિમળ કેવળજ્ઞાનરૂપે અવસ્થિત થવાથી એટલે કેવળજ્ઞાન પ્રગટ થયું તે થયું તેનો હવે નાશ નહીં થાય. આ રીતે આત્મા નિર્મૂઢ છે. પહેલામાં દ્રવ્ય અપેક્ષાએ નિર્મૂઢ છે અને પર્યાય અપેક્ષાએ નિર્મૂઢ થાય છે. કેમકે પ્રમાણ અપેક્ષાએ આત્માનો પરિણામી સ્વભાવ છે. પ્રમાણજ્ઞાનની અપેક્ષાએ જોવામાં આવે તો આત્માનો સ્વભાવ પરિણામી છે. એટલે પર્યાયમાં પણ કેવળજ્ઞાન થાય છે.
સમસ્ત પાપરૂપી શૂરવીર શત્રુઓની સેના જેમાં પ્રવેશી શકતી નથી એવા નિજ અંતઃતત્ત્વરૂપ મહા દુર્ગમાં (કિલ્લામાં ) વસતો હોવાથી આત્મા નિર્ભય
,,
છે. ” ‘પાપરૂપી શૂરવીર શત્રુઓની સેના', શું કહે છે? અહીં પુણ્ય અને પાપ બન્નેને પાપ કહેવામાં આવે છે. પુણ્યને પાપના ભેદ નથી બન્ને પાપના પરિણામ છે. પુણ્યપણ પાપ અને પાપ પણ પાપ છે. યોગીન્દુદેવ યોગસા૨માં કહે છે કે
“ પાપને તો સૌ કોઈ પાપ કહે પરંતુ પુણ્યને તો કોઈ વિરલા અનુભવી–જ્ઞાની પાપ કહે છે. ” એ જ્યારે કલકત્તામાં કહ્યું ત્યારે ત્યાં રતનલાલજી ચમકી ગયા કે પુણ્યને પાપ ! હા, ભાઈ ! પુણ્યને પણ પાપ કહેવામાં આવે છે. જયસેન આચાર્ય ભગવાન પુણ્ય પાપ અધિકારની પૂર્ણાહૂતિ કરતાં કહે છે કે-હવે પાપ અધિકાર પૂર્ણ થાય છે. પુણ્યને પાપ બન્નેને પાપ કહેવાય છે.
66
અજ્ઞાની પુણ્ય નથી કરતો પરંતુ પાપ કરે છે કેમકે તેમાં જીવનું ભાવમરણ થાય છે. તેનો અતીન્દ્રિયઆનંદ હણાય જાય છે. એ હિંસાના પરિણામ થયા તેને પાપ કહેવામાં આવે છે. જે પુણ્યના પરિણામ ઉત્પન્ન થયા તેમાં આત્માની હિંસા થઈ, આત્માના સ્વભાવની હિંસા થઈ- તેમાં જીવ હણાણો. જે પરિણામોથી જીવ હણાય એ પરિણામને પાપ કહેવામાં આવે છે. આ ન્યાયથી વાત છે કે નહીં ?
‘સમસ્ત પાપરૂપી શૂરવીર શત્રુ”, શૂરવીર કેમ કહ્યું ? એ પુણ્ય ને પાપ શૂરવીર
66
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩ છે તેને સંવર નામનો યોદ્ધો જ જીતી શકે છે. તેને આત્મા જીતવા જતો નથી. ચક્રવર્તી તો બંગલામાં હોય અને તેના સેનાપતિ હોય તે યુદ્ધ લડે. તેમ આત્માનો સેનાપતિ સંવર છે. તે આસ્રવ નામના શૂરવીર યોદ્ધાને હણે છે. પરંતુ એ શૂરવીર શત્રુ જે પુષ્ય ને પાપ છે તેને ભગવાન આત્મા હણતો નથી. કેમકે તે તો અભેદ કિલ્લામાં નિર્ભયપણે રહેલો છે. બહારના કર્તવ્યો બધા બહારમાં થાય છે. એ બહારનો ભાવ બહારને હણે છે. સંવર આસ્રવને હણે છે. પરંતુ ભગવાન આત્મા આસ્રવને હણતો નથી.. એ આમાં કહેવું છે. એ વાત આમાં લખેલી છે હોં! જે લખેલું છે તેનો અર્થ ચાલે છે. જુઓ પાઠમાં છે અંદર. જુઓ, “પાપરૂપી શૂરવીર શત્રુઓની સેના'. આ સેના બહુ મોટી જબદસ્ત છે.
આહા.. હા ! શાંતિભાઈ આવ્યા છે? એક વખત શાંતિભાઈ ને ફોન કર્યો કે- ધ્યાન રાખજો તમારા ઘરમાં મોહરાજાએ પુણ્યની સેના મોકલી છે, તેનાથી ચેતતા રહેજો ! પુણ્ય ને પુણ્યના ફળ તે શત્રુ છે-મિત્ર નથી. પુણ્યને મિત્ર ન ગણશો નહીંતર છેતરાઈ જશો. તેમ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું છે. આહા ! પાપ વખતે તો ધર્મને યાદ કરે પરંતુ પુણ્ય ને પુણ્યના પ્રકારના ફળ ભજે ત્યારે બહુ ચેતવા જેવું છે. જો મોહરાજાને ખબર પડી જાય કે-આ જીવ સોનગઢ જતો થઈ ગયો છે અને હવે મારી વસ્તી ઘટશે. એટલે તેને શું કરે? તેના ઘેર પુણ્યની સેના મોકલે. હાઈશ..! હવે બરોબરનો સરખો ફસાઈ જવાનો. તે જીવ એવો ગુંચવાય જાય; વીંટાઈ જાય.. આ વાત બધાને લાગુ પડે છે.
“સમસ્ત પાપરૂપી શૂરવીર શત્રુઓની સેના” પાઠ છે આ સેના કયાં છે? ભગવાન આત્માના અભેદ કિલ્લાથી બહાર છે. એ શત્રુઓનો વસવાટ કયાં છે? એ શત્રુઓ કયાં વસે છે? ભગવાન આત્માનો જે અભેદ કિલ્લો-નિર્ભય કિલ્લો છે તેની બહાર શત્રુની સેના છે.
જૂનાગઢમાં ઉપરકોટનો એક કિલ્લો છે. તેમાં રા'ખેંગાર રાજા હતો અને રાણકદેવી સાથે તેના લગ્ન થયાં હતાં. રાણકદેવીનું સિદ્ધરાજની સાથે સગપણ થયું હતું. પછી રા'ખેંગાર તેને લઈ આવ્યો અને તેની સાથે લગ્ન કર્યા. પછી સિદ્ધરાજે જૂનાગઢ ઉપર ચઢાઈ કરી. પરંતુ કિલ્લો એવો મજબૂત કે-બાર-બાર વરસ સુધી સિદ્ધરાજનું સૈન્ય તે કિલ્લામાં પ્રવેશી શકયું નહીં. એમ આ પુણ્ય-પાપની બધી સેના છે તે બહારની શત્રુની સેના છે. તે આત્મામાં પ્રવેશી શકતી નથી. પુણ્ય-પાપનો આત્મામાં પ્રવેશ નથી.
જ્ઞાનઘન, વીતરાગઘન પરમાત્મામાં, આત્માના સ્વભાવમાં, એ વિજ્ઞાનઘન સ્વભાવની દિવાલમાં બાકોરું કરીને તેમાં પુણ્ય-પાપ પ્રવેશી જાય તેમ એક સમય પણ બનતું નથી. તેમ બનવું અશક્ય છે. તો પછી તે શત્રુસેનાને જીતે છે કોણ? એ ચક્રવર્તીનો સંવર નામનો જે યોદ્ધો પ્રગટ થાય છે તે સેનાને જીતી લ્ય છે. આત્મા તેને જીતતો નથી. કેમકે આત્મામાં તે સેનાનો પ્રવેશ નથી. ચક્રવર્તી તો નિરાંતે ઉંધે છે હોં ! લડાઈ બહારમાં થતી હોય છે, ચક્રવર્તીતો નિર્ભય છે. તે જાણે છે અમારા ગઢમાં કોઈ આવી શકે નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૪૭ જેમાં એટલે આત્મામાં આ બધા ભાવો નથી. મારા આત્માથી બહાર પુણ્યપાપના શત્રુ દેખાય છે. તે મારા સ્વભાવમાં પ્રવેશી શકતા નથી. તે મને હણી શકતા નથી. તે ભાવોથી પર્યાયનું ભાવમરણ થાય છે પરંતુ દ્રવ્ય સ્વભાવનું ભાવમરણ કોઈ કાળે થઈ શકે નહીં. ભાવનું એટલે પર્યાયનું મરણ થાય છે. દ્રવ્ય સ્વભાવનું ભાવમરણ થતું નથી. કેમકે આત્મા જન્મતો નથી અને મરતોએ નથી. જેમાં એટલે આત્મામાં આ શત્રુઓની સેના પ્રવેશી શકતી નથી. “એવા નિજશુદ્ધ' નિજ શુદ્ધ શબ્દ વારંવાર વાપરે છે.
“નિજ શુદ્ધ અંત:તત્ત્વરૂપ મહા દુર્ગમાં ( કિલ્લામાં)”, શત્રુની આગળ વિશેષણ મૂક્યું શૂરવીર તેમ દુર્ગની આગળ વિશેષણ છે મહાદુર્ગ કિલ્લામાં શત્રુસેના પ્રવેશી શકતી નથી. ભગવાન આત્મા તો આ ગઢમાં વસે છે. તે પોતાના ગઢમાં હોવાથી નિર્ભય છે. આત્મા ત્રણેકાળ સ્વભાવે નિર્ભય હોવાથી પર્યાયે નિર્ભય થાય છે. હોવાથી પર્યાયે થાય છે.
આહા ! જે પ્રકારના શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે એવા જ પ્રકારનો આત્માનો ત્રિકાળ સ્વભાવ રહેલો છે. આત્મા નિર્ભય હોવાથી નિર્ભય થાય છે. નિર્મૂઢ હોવાથી નિર્મૂઢ થાય છે. શુદ્ધ હોવાથી શુદ્ધ થાય છે. વીતરાગી હોવાથી વીતરાગી થાય છે. હોવાથી શબ્દ છે ને ! માટે પર્યાયમાં એવું જ રૂપ પ્રગટ થાય છે.
તે મહા દુર્ગમાં વસતો હોવાથી મારો આત્મા નિર્ભય છે. મને કોઈ પ્રકારનો ભય નથી. મને આ લોકનો ભય કે પરલોકનો ભય કે મરણનો ભય મને બિલકુલ છે નહીં.
આવો આત્મા’ તેમ નહીં પરંતુ આવો આ આત્મા... એટલે મારો આત્મા પ્રત્યક્ષ-પ્રગટ વિદ્યમાન છે. આ’ શબ્દ છે તે આત્માની વિદ્યમાનતા-હૈયાતિ બતાવે છે.
ભાઈઓ જરા આગળ... આગળ આવો. પછવાડ સાંકડ બહુ થઈ ગઈ છે. ઠવણી કાઢી નાખો. ભલે ચાર-છ દિ' સાંકડ વેઠાય તેનો વાંધો નહીં. કહેવત છે ને! સજ્જનની સાંકડ સારી. સાંકડ ભલે ચાર છે 'દિ રહે પરંતુ સજ્જનની સાંકડ સારી. કાલે તો બધા પગથિયા ઉપર ઉભા હતા રવિવાર હતો ને!?
શું કહે છે? આ અધિકાર બહુ ઊંચો છે. જરા એનું લક્ષ બંધાણું અને લક્ષ પછી જ પક્ષ થઈ ગયો તો આ આત્મા અવશ્યમેવ, બહુ થોડા કાળમાં પક્ષાતિક્રાંત થાય છે. એવો આ અધિકાર છે.
આહા! નિજ શુદ્ધઅંત:તત્ત્વરૂપ મહા દુર્ગમાં વસતો હોવાથી આત્મા નિર્ભય છે. જ્યારે દ્રવ્ય ઉપાદેય થાય છે ત્યારે આમ થયું તેવું સાથે જ્ઞાનપણ થઈ જાય છે. પર્યાયનું જ્ઞાન કરવા માટે જુદો પુરુષાર્થ કરવો પડતો નથી. જ્યાં દ્રવ્યને જાણવાનો પુરુષાર્થ થયો ત્યાં પર્યાયનું સહેજે જ્ઞાન થઈ જાય છે. પર્યાય તેના જ્ઞાનમાં જણાય જાય છે. આમ હતું અને આમ થયું તેમ જણાય છે. કર્તા, કર્મ અને કાર્યમાં આમ થયું તેમ જણાય જાય છે. કાર્ય પ્રગટ થયું તેમાં પૂર્વ પર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પા જ્ઞાનમાં જણાય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩ જાય છે. આહા ! એ જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. મારામાં જાણવાની ક્રિયા પણ થતી નથી. હું તો નિષ્ક્રિય આત્મા છું. “આવો આ આત્મા... ખરેખર ઉપાદેય છે.”
કેવળજ્ઞાનની પર્યાય શુદ્ધ સભૂત વ્યવહારનયનો વિષય હોવાથી, તે જ્ઞાનનું જ્ઞયા છે પરંતુ મારા ધ્યાનનું ધ્યેય નથી. કેવળજ્ઞાનની પર્યાય મને ઉપાદેય નથી. કેવળજ્ઞાન જેનું અવલંબન લે છે તેવો મારો આત્મા ત્રણેકાળ મને ઉપાદેય છે. પર્યાય એક સમયમાત્ર ઉપાદેય નથી. એક ઉપાદેય છે અને બીજું અઉપાદેય છે. ત્રિકાળી સામાન્ય સ્વભાવ ઉપાદેય છે અને પ્રગટ થયેલી શુદ્ધ પર્યાયો અઉપાદેય છે. કેમકે શુદ્ધાત્માને અવલંબને રાગ ઉત્પન્ન થતો નથી. માટે તે હેયના ખાનામાંથી પણ ચાલ્યો જાય છે. આ જરા ઝીણી વાત છે.
ફરીને.. શું કહ્યું? જ્યારે આવો શુદ્ધાત્મા આત્માને ઉપાદેય થાય છે, ઉપાદેય એટલે દૈષ્ટિમાં ગ્રહણ થાય છે. તે ધ્યાનમાં ધ્યય થાય છે, જ્ઞાનમાં ઉપાદેયપણે શય થાય છે. જ્યારે ભગવાન આત્મા દૃષ્ટિમાં અને જ્ઞાનમાં ઉપાદેય થાય છે, શય થાય છે. આવું ગ્રહણ થાય છે તે અંતર્સનુખના પુરુષાર્થથી થાય છે. જ્યારે આત્મા ઉપાદેય થાય છે ત્યારે આત્માશ્રિત પરિણામો પણ પ્રગટ થાય છે. કેમકે અંતર સન્મુખ પરિણામમાં જ અપરિણામી ઉપાય થાય છે. અંતર્સન્મુખ થયેલા જે પરિણામ છે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના તે પરિણામમાં આત્મા ઉપાદેય થાય ત્યારે ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય થયું કહેવાય છે. આ રત્નત્રયના પરિણામમાં દ્રવ્ય ઉપાદેય છે અને તે પરિણામમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પ્રગટ પરિણામ અન્ઉપાદેય છે. તે સમયે મિથ્યાત્વના પરિણામ તો પ્રગટ થતા જ નથી. તે પરિણામ છે જ નહીં તો જ્ઞાનનું ય પણ થતું નથી. જે હોય તે જ્ઞાનનું શેય થાય, પરંતુ જે અવસ્તુ થઈ ગઈ તે જ્ઞાનનું જ્ઞય અત્યારે મને થતું નથી.
આહા ! જેમ-જેમ આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે તેમ-તેમ આ આત્મા આસ્રવોથી નિવર્તે છે. તેથી ઉપાદેય તત્ત્વ ત્રિકાળી દ્રવ્ય છે અને અઉપાદેય શુદ્ધ પર્યાય છે. પ્રથમ મિથ્યાત્વ જાય છે પછી બીજી ચોકડીનો અભાવ થાય છે. જેનો અભાવ હોય તે ય કેમ થાય? તે તો અવસ્તુ થઈ ગઈ. પછી ત્રણ ચોકડીનો અભાવ થયો ને સાધુ થયો તો હવે ત્રણ કષાયના અભાવ સ્વરૂપ વીતરાગતા છે તે અઉપાદેય છે અને શુદ્ધાત્મા જ ઉપાદેય છે. આહા.. હા ! આવી વસ્તુની સ્થિતિ છે. આહા... હા ! એ રાગને જ્ઞાનના જ્ઞયમાં પણ રાખવા જેવો નથી. એ જાણેલો પ્રયોજનવાન થશે કે નહીં ? ભાઈ ! એ વાત બીજી છે. અને આ વાત બીજી છે. અત્યારે તો આ શુદ્ધભાવ અધિકાર ચાલે છે.
આહા.. હા ! એ બધા આગમપદ્ધતિના અને કથનપદ્ધતિના પ્રકાર જુદા છે. અધ્યાત્મપ્રમાણની કથનપદ્ધતિનો પ્રકાર જુદો છે. પ્રમાણના બે પ્રકાર છે. એક આગમપ્રમાણ અને એક અધ્યાત્મપ્રમાણ. હવે અધ્યાત્મપ્રમાણમાં ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૪૯ અને પરિણામ પણ શુદ્ધ એટલો જ અધ્યાત્મપ્રમાણનો વિષય છે. આગમ પ્રમાણમાં રાગાદિ છે તે આવી જાય છે. જ્યારે અહીંયા તો રાગનું કામ નથી. કેમકે જે આશ્રિત પરિણામ થયા તે અઉપાદેય છે. એટલે કે-તેના પ્રત્યે મને ઉપેક્ષા વર્તે છે. સમયસાર ૪૯ ગાથામાં અવ્યક્તના બોલમાં આવે છે કે-વ્યક્ત પર્યાય પ્રત્યે ઉદાસ છે. અવ્યક્તના બોલમાં રાગને યાદ કર્યો નથી. છ બોલ છે તેમાં રાગને યાદ કર્યો છે?
આહા ! સાધક આત્મા કહે છે કે-વ્યક્ત પર્યાય પ્રત્યે હું ઉદાસીન છું. મને તેમાં ઉપાદેયબુદ્ધિ થતી નથી. તેની પ્રગટતા જ્ઞાનમાં જણાય છે પણ તેમાં ઉપાદેયતા થતી નથી. જ્ઞાનમાં જ્ઞાયક ઉપાદેયપણે જણાય છે ત્યારે જ્ઞાયક આશ્રિત જે જ્ઞાન, દર્શન, ચારિત્રના પરિણામ વીતરાગી પ્રગટ થયા છે તે અઉપાદેયપણે જ્ઞાનમાં જણાય છે. ઉપાદેય એક છે અને અઉપાદેય અનેક પરિણામ છે. આવો આ આત્મા ખરેખર ઉપાદેય છે. દરેક જીવને માટે એક જ આત્મા ઉપાદેય છે બાકી કોઈ પરિણામ ઉપાદેય નથી.
એવી રીતે (શ્રી યોગીન્દ્રદેવકૃત) અમૃતાશીતિમાં (પ૭મા શ્લોક દ્વારા) કહ્યું છે કેतथा चोक्तममृताशीतौ
(મતિની) " स्वरनिकरविसर्गव्यंजनाद्यक्षरैर्यद् रहितमहितहीनं शाश्वतं मुक्तसंख्यम्। अरसतिमिररूपस्पर्शगंधाम्बुवायु
क्षितिपवनसखाणुस्थूलदिक्चक्रवालम्।।” “[ શ્લોકાર્થ-] આત્મતત્ત્વ સ્વરસમૂહું, વિસર્ગ ને વ્યંજનાદિ અક્ષરો રહિત તથા સંખ્યા રહિત છે ( અર્થાત્ અક્ષર અને અંકનો આત્મતત્વમાં પ્રવેશ નથી), અહિત વિનાનું છે, શાશ્વત છે, અંધકાર તેમ જ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ વિનાનું છે, પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અણુઓ રહિત છે તથા સ્કૂલ દિચક્ર (દિશાઓના સમૂહ) રહિત છે.”
શ્લોક - ઉપર પ્રવચન શ્લોકાર્થ:- “આત્મતત્વ સ્વરસમૂહ”, વિસર્ગને વ્યંજનાદિ અક્ષરો રહિત તથા સંખ્યા રહિત છે. (અર્થાત્ અક્ષર અને અંકનો આત્મતત્ત્વમાં પ્રવેશ નથી).
આ જે સ્વર નીકળે છે બહારમાં તે સ્વર અને વિસર્ગને વ્યંજનાદિ અક્ષરોથી રહિત છે. અક્ષરોના ત્રણ વિશેષણો છે-ક, ખ, ગ, ઘ, ડ એ અક્ષરો કહેવાય. તેનાથી ભગવાન આત્મા રહિત છે. તેમજ એક બે, ત્રણ, ચાર વગેરેને સંખ્યા કહેવાય. તેનાથી ભગવાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૫૦
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩ આત્મા રહિત છે. જુઓ, કૌંસમાં અક્ષર અને અંક તેમ બે વાત કહી. અક્ષર એટલે ક, ખ, ગ, ઘ, ઙ અને અંક એટલે એક, બે, ત્રણ તેનો આત્મતત્ત્વમાં પ્રવેશ નથી. આત્મા તો જે છે તે છે... પરંતુ સમજાવવા માટે અંકની જરૂર પડે છે. તેને અનેકપણાની બુદ્ધિ થઈ ગઈ છે માટે તેનો નિષેધ કરવા હું એક અને શુદ્ધ છું તેમ કહેવામાં આવે છે. પરંતુ એક નામનો જે અંક છે તે આત્માના સ્વભાવને વિશે નથી. આત્મા છે તે છે. આવા અંકનો અક્ષરોનો આત્મતત્ત્વમાં પ્રવેશ નથી હોં!
‘ આત્મા ’, આત્મા તેવું નામ તેને અક્ષર કહેવાય. તેનું નામ અ, આ, ઈ, ઉ થાય ને! આત્મા જે અક્ષર છે તેનો પ્રવેશ આત્મામાં નથી. અને આત્મા એક છે તેવો એક નામનો જે અંક તેનો પ્રવેશ પણ ભગવાન આત્મામાં નથી. આહા... હા ! અક્ષરનો પણ પ્રવેશ નહીં અને અંકનો પણ પ્રવેશ નથી.. તેમ યોગીન્દુદેવે કહ્યું છે.
આહાહા! આ અદ્ભૂતવાત છે હોં! હું એક છું તેમ થોડીવાર માટે રહેવા દે! અનેકનો નિષેધ કરવા માટે હું એક છું તેવો વિચાર આવ્યો તો તે વિચાર છોડી દે ! હું તો જે છું તે છું–ત્યારે તને અનુભવ થશે. એકના વિચારમાં પણ અટકવા જેવું નથી. તે ભાઈ ! વીર્યવાન જીવ છે-આમ કહે છે હોં ! (પ્રમોદ બતાવે છે.)
અક્ષર પણ નહીં અને અંક પણ નહીં. આત્મા તે અક્ષર કહેવાય. અને આત્મા એક છે તે અંક કહેવાય. આત્મા એવો જે શબ્દ તે આત્મામાં નથી. અક્ષર પણ આત્મામાં નથી અને એક, બે, ત્રણ, ચાર તેવા અંક એ પણ આત્મામાં નથી. સંખ્યાથી રહિત, અક્ષરથી રહિત તે વાત કરી.
66
અહિત વિનાનું છે, શાશ્વત છે, અંધકાર તેમજ સ્પર્શ, ૨સ, ગંધ અને રૂપ વિનાનું છે.” શું કહે છે... ભગવાન આત્મા ત્રણેયકાળ હિતરૂપ-સુખરૂપ છે.. પણ દુઃખરૂપ નથી. અહિતરૂપ એટલે હિત વિનાનું છે. આત્માનું અહિત કોઈ દિ ’ થાય નહીં. અર્થાત્ કોઈ કહે-આત્માનું બહુ બગડી ગયું, આત્માનું અહિત થઈ ગયું, તો તેને કહે છે– આત્માનું અહિત ન થાય. પરિણામનું અહિત થાય છે અને પરિણામનું હિત થાય છે. એ.. પરિણામમાં હિત હો કે અહિત હો ! તે હિત વિનાનો હું આત્મા છું.
આહાહા..! મારું કોઈ બગાડી નાખે અને હું બગડી જાઉં, અને મારું અહિત બીજો કરી ઘે, મિથ્યાત્વના પરિણામ મારું અહિત કરી ઘે તેમ ત્રણકાળમાં બનવાનું નથી. કેમકે હું તો અહિત વિનાનો છું. હું અહિત વિનાનો છું એટલે અહિત વિનાનો થઈ જાય છે. એ જે અહિત વિનાનો થાય છે તેના ઉ૫૨ મારું લક્ષ નથી મારું લક્ષ તો છું તેના ૫૨ છે. મારું લક્ષ કયાં છે? હું કેવો છું તેની ભાવના ભાવું છું.
આચાર્ય મહારાજ કહે છે કે-મારી ઉત્તર અવસ્થામાં હવે મારે ઠરી જવું છે. અલમ્.. અલમ્.. બસ થાઓ, બસ થાઓ. મેં ઘણું કહ્યું હવે મારે કાંઈ કહેવું નથી-હું મારા
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૫૧
સ્વરૂપમાં લીન થાઉં છું. શ્રીમદ્ભુએ છેલ્લે ટાઈમે કહ્યું કે–હવે મને કોઈ બોલાવશો નહીં. હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું.
આત્મા કેવો છે? શાશ્વત છે. અવિનશ્વર છે.. તે છે, છે ને છે. તે અંધકાર તેમજ પ્રકાશ વિનાનો છે. જડનો અંધકાર આત્મામાં નથી અને જડનો પ્રકાશ પણ આત્મામાં નથી. તેમજ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ વિનાનું છે. ભગવાન આત્મામાં અંધકાર પણ નથી અને પ્રકાશ પણ નથી. જડના ગુણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને તેની અવસ્થાઓ તે આત્મામાં નથી.
“ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અણુઓ રહિત છે, તથા સ્થૂલ દિક્ર (દિશાઓના સમૂહથી ) રહિત છે. ” પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુઓના ૫૨માણુઓથી રહિત છે, એટલે જડથી રહિત છે. દશ પ્રકારની જે દિશાઓ છે તેની કલ્પનાથી તેમજ આકાશની દિશાઓ-આ પૂર્વદિશા અને આ પશ્ચિમદિશા અને આ ઉત્તરદિશા, દક્ષિણદિશા તે બધી કલ્પનાઓથી રહિત આત્મા છે. ચાર દિશા અને ચાર તેના ખૂણા, ઉ૫૨-નીચે એ રીતે દશ દિશા કહેવામાં આવે છે. એ દશા દિશાઓ આત્મામાં નથી. એ તો કલ્પનાની દિશાઓ છે. દિચક્ર એટલે દિશાઓના સમૂહથી રહિત છે. આત્મા દશેય દિશાઓથી રહિત છે.
વળી (૪૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ સાત શ્લોક કહે છે.) સાત શ્લોકનો ઝુમખો કહે છે જેમ દ્રાક્ષનો ઝુમખો હોયને! તેમ કળશનો ઝુમખો લખે છે. ટીકા કરતાં પણ સંતોષ ન થયો, ટીકા કરતાં પણ તૃપ્તિ ન થઈ એટલે હવે કળશમાં પણ તે ભાવ કહે છે.
શ્લોક - ૬૨
(માલિની)
दुरघवनकुठारः प्राप्तदुष्कर्मपारः परपरिणतिदूर: प्रास्तरागाब्धिपूरः। हतविविधविकारः सत्यशर्माब्धिनीरः
सपदि समयसारः पातु मामस्तमारः ।।६२।।
[ શ્લોકાર્થ:- ] જે ( સમયસાર ) દુષ્ટ પાપોના વનને છેદવાનો કુહાડો છે, જે દુષ્ટ કર્મોના પા૨ને પહોંચ્યો છે (અર્થાત્ જેણે કર્મોનો અંત આણ્યો છે), જે ૫૨૫રિણતિથી દૂર છે, જેણે રાગરૂપી સમુદ્રના પૂરને નષ્ટ કર્યું છે, જેણે વિવિધ વિકારોને હણી નાખ્યા છે, જે સાચા સુખસાગ૨નું નીર છે અને જેણે કામને અસ્ત કર્યો છે, તે સમયસાર મારું શીઘ્ર ૨ક્ષણ કરો. ૬૨.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૫૨
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩
શ્લોક - ૬૨ : ઉપ૨ પ્રવચન
66
દ
શ્લોકાર્થ-“ જે ( સમયસાર) દુષ્ટ પાપોના વનને છેદવાનો કુહાડો છે”, પુણ્ય અને પાપ એ દુષ્ટ છે. તે આત્માનું અહિત કરનારા છે.. તેને છેદવાનો કુહાડો આ ભગવાન આત્મા છે. “ જે દુષ્ટ કર્મોના પા૨ને પહોંચ્યા છે (અર્થાત્ જેણે કર્મોનો અંત આણ્યો છે )” જે કર્મથી રહિત આત્મા છે. કળશમાં આ બધાં કહ્યાં તે ત્રિકાળીના વિશેષણો છે હોં ! “ જે ૫૨ પરિણતીથી દૂર છે ”, આ ઔયિકાદિની જે ચાર પ્રકારની પરિણતી છે, તેમાં રાગાદિની અથવા વીતરાગી પરિણતીથી ભગવાન આત્મા રહિત છે. જેણે રાગરૂપી સમુદ્રના પૂરને નષ્ટ કર્યું છે.” એટલે આત્મા રાગથી રહિત છે. “ જેણે વિવિધ વિકારોને હણી નાખ્યા છે”, એટલે આત્મા વિકાર વિનાનો છે. “ જે સાચા સુખ સાગરનું નીર છે અને જેણે કામને અસ્ત કર્યો છે”, જેમાં ઇચ્છાઓ ઉત્પન્ન થતી નથી. ઇચ્છા છે તે આસવમાં ઉત્પન્ન થાય છે. આત્માના સ્વભાવમાં ઇચ્છા ઉત્પન્ન ન થાય. આહા ! જેમાં ઈચ્છા ઉત્પન્ન થાય તે જીવતત્ત્વથી બીજું એક તત્ત્વ છે. ઉપચારથી કહેવાય કે-આત્મામાં ઇચ્છા થઈ. પરંતુ નિશ્ચયનયથી સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો એક સમયમાત્ર પણ ઇચ્છા આત્મામાં ઉત્પન્ન થતી નથી. ઇચ્છાની ઉત્પત્તિ થાય તેનો આત્મામાં અવકાશ નથી. આગળ આ વાત આપણે આવી ગઈ છે.
તે વખતે પેલા ભાઈએ કહેલું-કયાં લઈ જવા છે? અરે! ભગવાન આત્માના ઘરમાં લઈ જવાની વાત છે. આહા... હા... હા ! “ જેણે કામને અસ્ત કર્યો છે, તે સમયસાર મારું શીઘ્ર રક્ષણ કરો.” સંવર કહે છે કે-હે ભગવાન ! તું મારું રક્ષણ કર. મને આસ્રવથી બચાવી લે ! કેમકે તારું અવલંબન લેતાં આ શત્રુ કાંઈ મને નડશે નહીં... એમ સંવર બોલે છે હોં! તે સમયસાર મારું શીઘ્ર રક્ષણ કરો. પરિણામ અપેક્ષાએ પરિણામને પણ આત્મા કહેવાય. મારું શીઘ્ર રક્ષણ કરો.
આહા... હા.. હા ! જો પરિણામને શરણ હોય તો એક તારું શરણ હોજો.. બીજાનું શરણ ન હોજો. દેવ-ગુરુ-શાસ્ત્રનું શરણ પણ શુભભાવ છે. અને એ શુભભાવ મારામાં ઉત્પન્ન થતો નથી. તેથી એ દેવ-ગુરુ-શાસ્ત્રના શરણની વાંછાથી પણ રહિત છું. આગળ આવશે કે–આત્માને મોક્ષની પણ ઇચ્છા નથી. ઊંચા પ્રકારની વાત છે. ચારે બાજુ પર્યાયની જ વાત ફેલાયેલી છે, અને પરસ્પર વાતો પણ પર્યાયની જ કરે છે. પર્યાયનો આરોપ આત્મા ઉપર મૂકે છે, પરંતુ ભગવાન આત્મા પરિણામમાં આવતો નથી. આત્મા નવતત્ત્વના પરિણામથી પાર અનાદિ અનંત પાર છે. તે નિત્ય શુદ્ધ રહેલો છે. તે સમયસાર શીઘ્ર મારું રક્ષણ કરો. આવી ભાવના ભાવે છે કે–ભગવાન તારું જ મને શરણ હોજો.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૫૩ શ્લોક – ૬૩
(માલિની) जयति परमतत्त्वं तत्त्वनिष्णातपद्मप्रभमुनिहृदयाब्जे संस्थितं निर्विकारम्। हतविविधविकल्पं कल्पनामात्ररम्याद्
भवभवसुखदुःखान्मुक्तमुक्तं बुधैर्यत्।। ६३।। [ શ્લોકાર્ચ- ] જે તત્ત્વનિષ્ણાત (વસ્તુ સ્વરૂપમાં નિપુણ) પદ્મપ્રભમુનિના હૃદયકમળમાં સુસ્થિત છે, જે નિર્વિકાર છે, જેણે વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે, અને જેને બુધપુરુષોએ કલ્પનામાત્ર-રમ્ય એવાં ભવભવનાં સુખોથી તેમ જ દુઃખોથી મુક્ત (રહિત) કહ્યું છે, તે પરમતત્વ જયવંત છે. ૬૩.
શ્લોક - ૬૩ : ઉપર પ્રવચન શ્લોકાર્થ- જે તત્ત્વ નિષ્ણાત (વસ્તુ સ્વરૂપમાં નિપુણ ) તત્ત્વોમાં નહીં પરંતુ તત્ત્વમાં નિપુણ છે. તત્ત્વોમાં નિપુણ પંડિત છે અને તત્ત્વમાં નિપુણ જ્ઞાની છે. તત્ત્વોમાં નિપુણ કોણ ? પંડિતો, તત્ત્વોમાં નિપુણ છે. પરંતુ તે તત્ત્વમાં નિપુણ નથી. જ્ઞાની તો તત્ત્વ નિષ્ણાત છે. તત્ત્વ એટલે જીવતત્ત્વ સામાન્ય તે માં જે નિષ્ણા ત એટલે તેમાં જેની અહુબુદ્ધિ થઈ ગઈ છે એવા વસ્તુ સ્વરૂપમાં નિપુણ “પદ્મપ્રભમુનિના હૃદય કમળમાં સુસ્થિત છે.” આહાહા ! જે તત્ત્વમાં નિષ્ણાત છે એવા પદ્મપ્રભ મુનિ જે છે તેના હૃદય કમળમાં આ ભગવાન આત્મા સુસ્થિત છે. ભગવાન આત્મા સંવરમાં રહેલો છે. ભગવાન આત્મા આસ્રવમાં રહેતો નથી. આત્મા સંવરમાં સુસ્થિત છે તે પણ વ્યવહારનયનું કથન છે. એતો પરમભાવમાં સુસ્થિત રહેલો છે-એટલે પારિણામિક ભાવમાં સ્થિત છે.
તત્ત્વનિષ્ણાત મુનિ પોતે પોતાથી વાત કરે છે. તત્ત્વ નિષ્ણાત એટલે તત્ત્વનો અનુભવી, આત્માના સ્વરૂપનો અનુભવી છે તેને તત્ત્વ નિષ્ણાત કહેવામાં આવે છે. એવા પદ્મપ્રભમુનિના હૃદયકમળમાં એટલે મારા અંતરમાં, મારા શુદ્ધોપયોગમાં. હૃદયકમળમાં એટલે ભાવમનમાં નહીં. આહા! ભાવભાસનમાં વિકલ્પ સ્થિત છે અને અતીન્દ્રિયજ્ઞાનમાં શુદ્ધોપયોગમાં-હૃદયકમળમાં ભગવાન આત્મા સ્થિત રહેલો છે. મારામાં બીજું કાંઈ મને દેખાતું નથી.
જે નિર્વિકાર છે, જેણે વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે, અને જેને બુદ્ધ પુરુષોએ કલ્પનામાત્ર-૨) એવાં ભવભવનાં સુખોથી તેમ જ દુઃખોથી મુક્ત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૫૪
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩ ( રહિત ) કહ્યું છે. તે ૫૨મ તત્ત્વ જયવંત છે. આ જે કલ્પનાનું સુખ અને જે કલ્પનાનું દુઃખ કહ્યું તેનાથી ત્રિકાળી તત્ત્વ રહિત છે.. તેમ બુધજનોએ કહ્યું છે. જે તત્ત્વમાં નિપુણ અનુભવી પુરુષો આમ કહે છે. તારા આત્મામાં કલ્પનાનું સુખ અને કલ્પનાનું દુઃખ નથી. તે સુખ-દુઃખથી તારો ભગવાન આત્મા દૂર રહેલો છે.. તેવો આત્મા આત્માને ઉપાદેય છે. અને એ આત્મા ઉપાદેય હોવાથી ૫૨મ તત્ત્વ જયવંત છે. મોક્ષ તત્ત્વ છે પરંતુ પરમ તત્ત્વ તો ત્રિકાળી શુદ્ધ સ્વભાવી ભગવાન આત્મા છે. સંવર પણ તત્ત્વ છે, નિર્જરા પણ તત્ત્વ છે અને મોક્ષ પણ તત્ત્વ છે. અને જે જીવ છે તે પરમ તત્ત્વ છે.. તે ત્રિકાળ જયવંત વર્તો. આહા ! કેમકે સંવ-નિર્જરા નાશવાન છે અને મોક્ષની પર્યાય એક સમયે ઉત્પન્ન થાય છે અને બીજા સમયે તેનો પણ વ્યય થાય છે. અને ભગવાન આત્મા શાશ્વત હોવાથી ૫૨મ તત્ત્વ હોવાથી પૂજનિક તત્ત્વ તો ત્રિકાળી ભગવાન આત્મા છે માટે ૫૨મ વિશેષણ લગાડયું છે.
પરમ તત્ત્વો નહીં પરંતુ પરમ તત્ત્વ તે એકવચન છે, ૫૨મ તત્ત્વો તે બહુવચન છે. હું વ્યાકરણ કે ન્યાય કે કાંઈ ભણ્યો નથી હોં! પરંતુ તત્ત્વ શબ્દ એમ બતાવે છે કેએકવચન છે અને તત્ત્વો બહુવચન છે. ૫૨મ તત્ત્વ જયંવત છે. આહા ! ત્રણેકાળ ભગવાન આત્મા પૂજનિક પંચમભાવરૂપ અને ૫૨મ તત્ત્વ છે. આહા... હા ! તે જયવંત વર્તે છે. અમને તેનું જ નિત્ય શરણ હો ! શરણ લેનારી પર્યાયનું પણ અમને શરણ ન હો ! કેમકે તે અમને અઉપાદેય જણાય છે. એક ભગવાન આત્મા જ ઉપાદેયપણે જણાય છે. આહા ! આ બહુ ઊંચો અધિકાર છે. ટાઈમ ટુંકો લાગે, સ્વાધ્યાયમાં બીજા બે મહિના ચાલે તેવું છે.
શ્લોક - ૬૪
(માલિની ) अनिशमतुलबोधाधीनमात्मानमात्मा सहजगुणमणीनामाकरं तत्त्वसारम्। निजपरिणतिशर्माम्भोधिमज्जन्तमेनं भजतु भवविमुक्त्यै भव्यताप्रेरितो यः ।। ६४॥
[ શ્લોકાર્થ:- ] જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત હોય, તે આત્મા ભવથી વિમુક્ત થવા અર્થે નિરંતર આ આત્માને ભજો-કે જે (આત્મા) અનુપમ જ્ઞાનને આધીન છે, જે સહજગુણમણિની ખાણ છે, જે (સર્વ) તત્ત્વોમાં સાર છે અને જે નિજ પરિણતિના સુખસાગરમાં મગ્ન થાય છે. ૬૪.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૫૫ શ્લોક - ૬૪: ઉપર પ્રવચન શ્લોકાર્થ- જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત હોય, જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત થયો છે તેવો આત્મા, આવા આત્માને હવે આત્મા જ ખપે છે. તેને બીજું ખપતું નથી. આહા ! તેણે પુષ્ય ને પુણ્યના ફળના પચ્ચખાણ લીધા છે. મને પુણ્ય અને પુણ્યનું ફળ જોઈતું નથી. જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત હોય એટલે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય અને જેને સ્વભાવની પ્રાપ્તિની ઝંખના અને લગની લાગી હોય તેવા આત્માને ભવ્યતા વડે પ્રેરિત થયો કહેવામાં આવે છે.
“તે આત્મા ભવથી વિમુક્ત થવા અર્થે નિરંતર આ આત્માને ભજો.” પરિણામમાં જે ભવનો ભાવ છે રાગાદિ એ ભાવથી વિમુક્ત થવા એટલે તેનાથી મૂકાવા માટે, વિશેષ કરીને મૂકાવા માટે, મુક્ત થવા અર્થે નિરંતર આ આત્માને ભજો. આહા ! નિરંતર હોં ! એક સમયના આંતરા વિના ભજો.
આ આત્માને એટલે ઉપાદેય આત્માને શુદ્ધભાવને તમે ભજો. કે જે આત્મા અનુપમજ્ઞાનને એટલે જેને બીજાની સાથે સરખાવી ન શકાય. ઉપમા આપવાથી તેની મતિ મપાય જાય છે. “જે આત્મા અનુપમ જ્ઞાનને આધીન છે”, આત્મા આવો છે, આત્મા આવો છે, આવો છે. આના જેવો છે અને આના જેવો છે, રહેવા દે! ભાઈ ! બીજાની સાથે સરખામણી હોઈ શકે નહીં. જે આત્મા અનુપમજ્ઞાનને આધીન છે. આહા ! આત્મા સહજજ્ઞાનને આધીન રહેલો છે. અથવા અંતર્સન્મુખ થયેલા અતીન્દ્રિયજ્ઞાનને આધીન રહેલો છે.
જે સહજ ગુણમણિની ખાણ છે”, અનંતગુણની ખાણ તેમાં રહેલી છે. આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, પ્રભુત્વ, વિભુત્ત્વ એવી અનંત.. અનંત. અનંત શક્તિથી ભરેલો છે. ગુણને મણિરત્નની ઉપમા આપી. એક એક ગુણમણિ રતન સમાન છે.
“જે સર્વ તત્ત્વોમાં સાર છે”, આહા..હા ! સાતેય તત્ત્વોમાં સારભૂત તો ભગવાન આત્મા છે. આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ એવા જે તત્ત્વો તે સારભૂત નથી. એક જીવવિશેષ અને એક અજીવવિશેષ અને આસ્રવ, બંધ, પુણને પાપ, સંવર, નિર્જરાને, મોક્ષ એ બધાં મળીને નવ એવા જે તત્ત્વો છે-નવપદાર્થો એમાં જે સાર એટલે ઉપાદેય ત્રિકાળી આત્મા છે.
“અને જે નિજ પરિણતીના સુખ સાગરમાં મગ્ન થાય છે.” મગ્ન થાય છે એટલે મગ્ન રહેલો છે. પોતાના સુખમાં ભગવાન આત્મા મગ્ન રહેલો છે. પછી પરિણતી પણ એનામાં લીન થતાં મગ્ન થાય છે. સુખમાં મગ્ન-લીન થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩ શ્લોક - ૬૫
(ફુતવિનંવિત) भवभोगपराङ्मुख हे यते पदमिदं भवहेतुविनाशनम्। भज निजात्मनिमग्नमते पुन
स्तव किमध्रुववस्तुनि चिन्तया।। ६५।। [ શ્લોકાર્ચ- ] નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા તથા ભવથી ને ભોગથી પરાક્ષુખ થયેલા હે યતિ! તું ભવહેતુનો વિનાશ કરનારા એવા આ (ધ્રુવ) પદને ભજ; અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? ૬૫.
શ્લોક - ૬૫ : ઉપર પ્રવચન “નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા”, આહા ! જે નિજ પરમાત્મ સ્વભાવ છે તેમાં લીનતા, આ વાત ચારિત્રની મુખ્યતાથી મુનિવરો પોતે કરે છે. નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા એટલે જ્ઞાનવાળા, “તથા ભવથી ને ભોગથી પરાભુખ થયેલા હે યતિ!” ભવ એટલે પુણ્યના પરિણામ અને પુણ્યના પરિણામના ફળ તેને ભોગ કહેવાય છે. એ ભવ અને તેના ભોગથી પરામુખ થયેલા હે! યતિ! હે મુનિરાજ! હે! અતિઆસન્નભવ્ય આત્માઓ! “તું ભવ હેતુનો વિનાશ કરનારા એવા આ ધ્રુવ પદને ભજ”
જેનું અવલંબન લેતાં ભવનો નાશ થાય તેમજ ભવના કારણનો વિનાશ કરનારા એવા આ ધ્રુવપદને ભજ. આહા..હા ! નિમિત્તને ભજવાનું હવે તો છોડ! નિમિત્તનું ભજન કરવાનું હવે તો છોડ! એમ કહે છે કે પાંચમહાવ્રતનું ભજન કરવાનું હવે તો છોડ! દેશવ્રતનું ભજન કરવાનું હવે તો છોડ! આ અવ્રતનું તો ભજન કરવા જેવું જ નથી. અરે ! સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામનું ભજન કરવા જેવું નથી. કેમકે એક સમયના પરિણામ નાશવાન છે. તેમજ કર્મ સાપેક્ષ હોવાથી તેને કર્મકૃત પણ કહેવામાં આવે છે. તે પરિણામ અધુવ છે. આહા! સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ અધ્રુવ છે. સંવર, નિર્જરા અને મોક્ષ તત્ત્વ પણ અધ્રુવ છે. તે જ્યારે પ્રગટ થાય પછી ભલે કાયમ રહે.. પરંતુ એ સિદ્ધની મોક્ષની પર્યાય એક સમયવર્તી છે. માટે તે પણ અધ્રુવ છે.
તેથી કહે છે કે-ભવના હેતુનો અને દુઃખના કારણોનો નાશ કરવાની તારી ભાવના થઈ હોય અને તું ભવ્ય ભાવથી પ્રેરિત થયો હોય તો! આ વાતની સંધિ કરી. આગળના અને ઉપરના કળશની સંધિ કરી. જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત થયો હોય, એટલે જેને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૫૭
હવે આત્મા ખપે છે બીજું કાંઈ ખપતું નથી. આ ભવના હેતુ એવા દુઃખના કારણનો નાશ ક૨વાની તારી જો અભિલાષા થઈ હોય, આ દુઃખમાં તને દુ:ખ લાગ્યું હોય અને પુણ્યના ફળમાં તને દુઃખ લાગ્યું હોય, હવે તને પુણ્યના ફળમાં સુખ ન લાગતું હોય તો હવે આ ભવહેતુનો વિનાશ કરનારા એવા ધ્રુવપદને ભજ આહા આ આજ્ઞા આપે છે હોં ! ઉપદેશ નથી આપતા પરંતુ આજ્ઞા આપે છે.
આ શુદ્ધાત્માનું ભજન કરવા યોગ્ય છે તેમ ન કહ્યું. તું ભજ, તું ભજ! પરંતુ કોને ભજવું ? તો કહે–ધ્રુવપદને ભજ. ધ્રુવપદને જાણતાં આ પરિણામ અધ્રુવ છે તેમ જ્ઞાનમાં શેયપણે જણાશે. એ અધ્રુવ પરિણામ ધ્યાનમાં ધ્યેય થશે નહીં. કેમકે પરિણામ ધ્યેય થવા અસમર્થ છે. ધર્મધ્યાન અને શુકલધ્યાનના એવા જે પરિણામ છે એનું ધ્યેય તો ધ્રુવધામ પ૨માત્મા એક જ છે, બીજું કાંઈ છે નહીં. એને તું ભજ ! તેમ આદેશ આપ્યો. તું ભજ! પરંતુ કોના માટે ભજવું ? જો તને સંસારમાં દુઃખ લાગ્યું હોય, અને દુઃખથી તારે મૂકાવું હોય તો આધ્રુવપદને ભજ ! અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે?
શું કહે છે? આ શુભ અને અશુભભાવો અને આ મળેલા સંયોગો એ બધા અધ્રુવ છે. આ દેહ પણ અધ્રુવ નાશવાન છે. આ સંયોગો છે તે બધા નાશવાન અધ્રુવ છે. અરે ! એ તો અધ્રુવ છે પરંતુ શુભ અને અશુભભાવો પણ અધ્રુવ છે. અને જે સંવ૨ નિર્જરાથી આત્માનું ભજન થાય છે એ ભાવ પણ અધ્રુવ છે, એનો વિષય ધ્રુવ છે. અધ્રુવનો વિષય ધ્રુવ છે. એ સંવર, નિર્જરા પણ ભજન કરવા યોગ્ય નથી. એ જાણવા યોગ્ય છે પણ એ આત્મા છે તેમ માનવા યોગ્ય નથી.
એક ધ્રુવપદને ભજ ! અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? આહા... ! આ અધ્રુવપદ જે છે પરિણામ તેની ચિંતા તું શા માટે કરે છે ? કેમકે એતો સ્વભાવથી અધ્રુવ છે. એને તું રાખવા માંગીશ તો પણ તે રહેશે નહીં. પથારીમાં સૂતા.. વિચારે છે કે–આ વૈભવ મને જે મળ્યો છે તેને કેમ ટકાવું ? એ ચિંતા છોડી દે ! એ વૈભવ સ્વભાવથી જ અધ્રુવ છે. એ તારાં થવાના નથી પછી તે અધ્રુવની તું ચિંતા શા માટે કરે છે ? ધ્રુવને ભજ તો પર્યાય પણ એક અપેક્ષાએ ધ્રુવ એટલે મોક્ષની થઈ જશે. મોક્ષની પર્યાય ધ્રુવ થઈ એટલે ફરીથી એ પર્યાય નીચે પડીને હવે તેમાં સંસાર થશે નહીં. આહા! અધ્રુવ વસ્તુની ચિંતાથી, વિકલ્પથી તારે શું પ્રયોજન છે? મારે કાંઈ પ્રયોજન નથી. જ્ઞાનીઓ કહે છે–હું તો ધ્રુવપદને ભજું છું. અશ્રુવને જાણું છું પણ અધ્રુવને ભજતો નથી.
આહા ! પરિણામ પ્રગટ થાય છે, તે આવે ને જાય છે... તે મહેમાન છે તેમ હું જાણું છું. અને હું તો ઘરધણી છું. આ જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો છે તે તો મહેમાન છે. તેને હું ભજતો નથી, હું તો મારા ધ્રુવ પરમાત્માને ભજુ છું.
****
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩ શ્લોક - ૬૬
(દુતવિનંવિત) समयसारमनाकुलमच्युतं जननमृत्युरुजादिविवर्जितम्। सहजनिर्मलशर्मसुधामयं
समरसेन सदा परिपूजये।। ६६ ।। [શ્લોકાર્થ-] જે અનાકુળ છે, *અય્યત છે, જન્મ-મૃત્યુ-રોગાદિ રહિત છે, સહજ નિર્મળ સુખામૃતમય છે, તે સમયસારને હું સમરસ ( સમતાભાવ ) વડે સદા પૂછું છું. ૬૬.
શ્લોક – ૬૬ : ઉપર પ્રવચન આ કળશમાં આત્મા માટે “છે” વિશેષણ લગાડ્યું છે. “જે અનાકુળ છે”, “છે” તે કોનું વિશેષણ છે? તે દ્રવ્યનું વિશેષણ છે; છે, છે ને છે. થાય છે અને જેમાં મોટો જમીન આસમાન જેટલો ફરક છે. પૂર્વ-પશ્ચિવ જેટલો ફેર છે. છે અને થાય છે તેમાં મોટો ફેર છે. “છે” તે કેવું છે? તે અનાકુળ આનંદથી ભરેલો પરમાત્મા છે. “તે અશ્રુત છે”, એટલે જે પોતાના પરમ સ્વભાવથી વ્યુત થતો નથી. તે પરમ પારિણામિક ચૈતન્ય સામાન્ય તત્ત્વ તેનાથી ટ્યુત થઈ અને તે વિશેષરૂપ થઈ જાય છે તેમ ત્રણકાળમાં બનવાનું નથી. તે નિજભાવને છોડતો નથી અને તે પરભાવરૂપે થતો નથી.
એવા કથન આવે કે-આત્મા પ્રુત થયો અરે! એતો પરિણામનું વિશેષણ છે. અય્યત છે તે દ્રવ્યનું વિશેષણ છે. તેમ આવે કે તે આત્મા સ્વભાવથી ભ્રષ્ટ થયો, જ્યારે આત્મા સ્વભાવથી શ્રુત થાય છે ત્યારે તે રાગાદિરૂપે પરિણમે છે. આ બધા પરિણામના વિશેષણો છે. તે બધાં જાણવાના વિષયો છે. તે અનાત્માની વાત છે. એ વાત અજીવના ભેદની છે. તે અજીવની વાત છે.. જીવની વાત નથી. જીવ તો ત્રણેકાળ અય્યત છે આ શુદ્ધભાવ અધિકાર છે ને! આ ટોંચના બોર છે તે બહુમીઠાં હોય. | મારા પિતાજી કહેતા હતા કે બોરડીમાં છેલ્લે ઊંચે જે બોર હોયને તે બહુ મીઠાં હોય. ત્યાં જ સૂડા ( પોપટ) ચાંચ મારે. તેમ આ શુદ્ધભાવ અધિકાર ભારતનો ભગવાન છે. આમાં ભગવાન થવાના મંત્રો લખેલા છે. એ ભગવાન કોણ થાય છે? તો કહે છેહું ભગવાન છે તેને જે ભજે છે તે પર્યાયે ભગવાન થાય છે. માટે થાય છે. શું કહ્યું? ભગવાન છે માટે ભગવાન થાય છે. પરમાત્મા છે માટે પરમાત્મા થાય છે. થાય છે તો * અય્યત = અખ્ખલિત; નિજ સ્વરૂપથી નહિ ખસેલું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૫૯ થાય છે, તો થાવ ! હું તો છું, છું ને છું. ઝુંપણું દૃષ્ટિમાંથી છૂટતું નથી. જ્યારે પર્યાયમાં કાર્ય પરમાત્મા થાય ત્યારે પણ હું પરમાત્મા છું તે શ્રદ્ધા છૂટી શકતી નથી. ચોથે ગુણસ્થાને જે શ્રદ્ધા પ્રગટ થઈ તે એવીને એવી સાદિ અનંતકાળ સુધી રહે છે. “હું અય્યત છું” તેમ પાઠમાં છે ને ! અનાકુળ છું પછી અય્યત છું. નીચે ફૂટનોટમાં છે-અય્યત = અખ્ખલિત, નિજ સ્વરૂપથી નહીં ખસેલું, મારા સ્વભાવથી અખ્ખલિત થતો નથી. હું મારા સ્વભાવથી પડતો નથી.
આહા ! મારો જે નિજ સ્વભાવભાવ છે એવો ચૈતન્ય સામાન્ય તે હું છું. ચૈતન્ય વિશેષ તે હું નથી. જે ચૈતન્ય સામાન્ય છે તે ધ્રુવપદ છે અને જે ચૈતન્ય વિશેષ છે તે અધ્રુવપદ છે –તે મારું પદ નથી. ચૈતન્ય વિશેષ તે મારું પદ નથી હોં ! પેલા રાગાદિ તો પુદગલનું વિશેષ છે. એની તો અહીંયા વાત જ નથી. એ તો જીવનું વિશેષ પણ નથી. કેમકે તે અણમળતા ભાવ છે. તે ચૈતન્ય સાથે મળતો ભાવ નથી. આહા ! ઊંચો અધિકાર હોયને ત્યારે ઊંચી વાત ચાલે. ઊંચી વાત જો એક વખત પણ કાને પડશે અને જો તે અંદર ઘર કરી ગઈ તો કામ થઈ જશે. અમારે આ ટ્રસ્ટી કહેતા હતા કે-આ અધિકાર પંદર દિવસ ચાલશે એટલે ખોરાક પૂરતો મળી જશે. વાત તો એમ જ છે.
આચાર્ય ભગવાને પોતાની નિજ ભાવના ભાવતાં-ભાવતાં આ શાસ્ત્ર લખ્યું છે. ફૂટનોટમાં જે લખેલું છે તેનો અર્થ કર્યો. જે અસ્મલિત એટલે નિજ સ્વરૂપથી નહીં ખસેલું અય્યત આત્મા પોતાના ચૈતન્ય સામાન્ય પરમપરિણામિક સ્વભાવથી કદી પણ ખસતો નથી એટલે કે તે ટ્યુત થતો નથી. “તે જન્મ, મૃત્યુ રોગાદિ રહિત છે.” ત્રણે કાળ આત્મા જન્મતો નથી અને મરતો પણ નથી. પરમાત્મપ્રકાશમાં આચાર્ય ભગવાન ફરમાવે છે-“Mવે ૩૨gય ન મરડું ન વંધ મોવડુ ઝરેય તેમ જિનેન્દ્ર ભગવાન ફરમાવે છે કે-આત્મા જન્મ, જરા, મરણથી રહિત છે. તે જન્મતોય નથી અને મરોય નથી. જન્મ અને મરણથી રહિત છે એટલે આ જન્મ મરણ નહીં હોં ! આ દેહનું જન્મવું અને દેહનું મરવું તેની વાત નથી. આત્મા નવો ઉત્પન્ન થતો નથી. નવો ઉત્પન્ન નહીં થતો હોવાને કારણે તેનો નાશ પણ થતો નથી.
આત્માના વિશેષણો જુદા છે અને જન્મ-મરણના પર્યાયના વિશેષણો જુદા છે. અને દેહના જન્મ-મરણના વિશેષણો જુદા છે. અહીં તો આત્મા ઉત્પન્ન થતો નથી અને આત્મા મરતો નથી. આત્મા નવો ઉત્પન્ન થાય નહીં માટે આત્માનું મરણ પણ થતું નથી.. એટલે આત્માનો નાશ થતો નથી એ બધાં ત્રિકાળી દ્રવ્યના વિશેષણો છે. તે પર્યાયના નહીં, અને દેહના પણ નહીં, અને આયુકર્મના પણ નહીં. આહાહા ! આ તો ઊંચામાં ઊંચો અધિકાર છે. પર્યાયષ્ટિ છૂટી જાય અને દ્રવ્યદૃષ્ટિ થઈ જાય તેવો અધિકાર છે.
સહજ નિર્મળ સુખામૃતમય છે”, ભગવાન આત્મા સહજ નિર્મળ સુખામૃતમય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬)
પ્રવચન :- ૯ ગાથા-૪૩ છે. સુખસાગરનું પૂર આત્મા છે. સુખના અમૃતથી ઠસોઠસ ભરેલો આત્મા છે. આહાહા ! પ્રગટ થયેલી સુખની પર્યાય પણ જેમાં પ્રવેશી શકતી નથી. તે ઉપર-ઉપર તરે છે કેમકે તે અધ્રુવ છે. ધ્રુવમાં અધ્રુવ પ્રવેશી શકે નહીં.
આહા...હા ! સહજ, અકૃત્રિમ, નિર્મળ સુખામૃતમય છે. “તે સમયસારને હું સમરસ (સમતા ભાવ) વડે સદા પૂજું .પાઠમાં કહ્યું-તે સમયસારને, આપણે કહેવું કે-“આ સમયસારને તેમ પહેલાં કહેવું “આ” અને પછી તે કહેવું. “તે” માં ન ટકવું પરંતુ “આ”માં આવી જવું. લખાણની પદ્ધતિ તો જે હોય તે હોય. આ સમયસારને હું સમરસ-સમતાભાવ વડે સદા પૂજું છું. વિષમભાવ થી ભગવાન આત્માની પૂજા થઈ શકતી નથી. રાગ અને દ્વેષ તે વિષમભાવ છે. અને વીતરાગી પરિણતીવીતરાગી પરિણામ તે સમભાવ-સમતાભાવ છે. એ સમતા ભાવ વડે સદા પૂજું છું હોં !
પૂજા કયારે કરું છું? સવારે-સાંજે. તો કહે-ના, જંગલમાંથી બહાર જ્યારે આહાર લેવા જાય છે ને ત્યારે પણ હું તો મારા આત્માને સદા પૂજું છું. આ શાસ્ત્ર લખું છું ત્યારે શું કરું છું? હું તો મારા શુદ્ધાત્માને ભજુ છું અને પૂજું છું. આ શાસ્ત્ર લખવાનો વિકલ્પ ઉઠયો છે ને? ત્યારે કોની પૂજા કરો છો ? તમારા ગુરુની? તેઓ કહે છે--ના, સાંભળ ! હું તો મારા નિશ્ચયગુરુની પૂજા કરું છું મારી પરિણતી એક સમયમાત્ર પણ મારા ભગવાન આત્માની પૂજા વિના રહી શકતી નથી. પરિણતી મને પૂજે છે એટલે હું આત્માને પૂજું છું તેમ કહેવામાં આવે છે. “હું” માં પર્યાય લેવી. હું સમરસ વડે એટલે સમતારસ વડે સદા અર્થાત્ હંમેશાં આવા અનાકુળ, અય્યત એવા સુખનો સાગર ભગવાન આત્માને સમતાભાવ વડે અંતર્સન્મુખ થઈને શુદ્ધોપયોગ વડે સદા પૂછું છું.
શ્લોક - ૬૭
(ફંદ્રવજ્ઞા ) इत्थं निजज्ञेन निजात्मतत्त्वमुक्तं पुरा सूत्रकृता विशुद्धम्। बुद्धा च यन्मुक्तिमुपैति भव्य
स्तद्भावयाम्युतमशर्मणेऽहम् ।।६७।। [શ્લોકાર્થ:-] એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકારે (આત્મજ્ઞાની સૂત્રર્તા શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવે ) જે વિશુદ્ધ નિજાત્મતત્વનું વર્ણન કર્યું અને જેને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે છે, તે નિજાત્મતત્ત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું. ૬૭.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૬૧ શ્લોક - ૬૭ : ઉપર પ્રવચન શ્લોકાર્થ- “એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકારે”, નિજજ્ઞ કહ્યું, જિનશ નહીં પરંતુ નિજજ્ઞ કહ્યું નિજ શુદ્ધાત્માને જાણે છે તેથી તે નિજજ્ઞ છે. આહા! નિજજ્ઞ તે નિશ્ચય છે અને જિનશ તે વ્યવહાર છે. નિજજ્ઞ એટલે નિજનો જ્ઞાતા, જ્ઞાયકનો જ્ઞાતા થયો.. માટે તે નિજજ્ઞ છે. એ જ્ઞાન કેવું છે? પ્રગટ થયેલું નિજજ્ઞ છે. નિજજ્ઞ છે પણ ઉપાદેયપણે નિજજ્ઞ છે. એકલા આત્માને જાણે છે તેમ નહીં પરંતુ શુદ્ધાત્માને ઉપાદેયપણે જાણે છે. તેને નિજજ્ઞ કહેવામાં આવે છે. નિજજ્ઞ એટલે આત્માને ઉપાદેયપણે જાણે છે.
(આત્મજ્ઞાની સૂત્રકર્તા શ્રીમદ્ભગવત્કૃદકુંદાચાર્ય દેવે) જે વિશુદ્ધ નિજાત્મતત્ત્વનું વર્ણન કર્યું”, આહા! નિજ શુદ્ધઆત્મતત્ત્વના સ્વરૂપનું-સ્વભાવનું વર્ણન કર્યું. “જેને જાણીને ” એટલે આ શુદ્ધાત્માને જાણીને ભવ્ય આત્માઓ- “ભવ્યજીવો મુક્તિને પામે છે”, નિકટભવ્ય જીવો, અતિ આસન્નભવ્ય જીવો, બે પ્રકાર કહ્યાંઆસન્નભવ્ય જીવો અને અતિઆસન્નભવ્ય જીવો મુક્તિને પામે છે. આહા. હા! જે એક શુદ્ધાત્માને ભજે છે તેની અલ્પકાળમાં મુક્તિ થાય છે. તે નિજાભ તત્ત્વને “ઉત્તમ સુખની પ્રાતિને અર્થે હું ભાવું છું.” ઉત્તમ પૂર્ણ સુખની એટલે કે સાધ્યની સિદ્ધિને અર્થે હું નિજાત્માને ભાવું છું. પૂર્ણ સુખ પ્રગટ થાય તે મારું સાધ્ય છે. પરંતુ તે મારું ધ્યેય નથી. સાધ્ય અને ધ્યેયમાં મોટો ફેર છે. સાધ્ય જે પ્રગટ કરવા યોગ્ય હોય તેને સાધ્ય કહેવાય. અને જે આશ્રયભૂત તત્ત્વ છે તેને ધ્યેય કહેવાય. ઉત્તમસુખની પ્રાપ્તિની-પ્રગટતાના અર્થે હું ભાવું છું.
આહા ! હું નિજાત્મ તત્ત્વને ભાવું છું. મારું પ્રયોજન શું છે? પૂર્ણ દુઃખથી મુક્તિ થાય અને પૂર્ણ સુખની પ્રગટતા થાવ. એ જ હેતુએ હું મારા શુદ્ધાત્માને ભાવું છું. આગળના શ્લોકમાં હતું પૂછું છું, ભાવું છું, ભજું છું, સ્મરું છું. તે બધા એકાર્યવાચક શબ્દો છે. આ નિર્વિકલ્પ ધ્યાનની વાત છે હોં ! હું શુદ્ધાત્માને ભાવું છું. શુદ્ધાત્માની ભાવના ભાવતાં, આત્માની ભાવના ભાવતાં જીવ કેવળજ્ઞાન લહે છે એ બધા વિકલ્પના મોહના ભજન છે. તે કાંઈ સમજતા નથી. હું મારા નિજ શુદ્ધાત્માને ભાવું છું.
શ્લોક – ૬૮
(વસંતતિતા) आद्यन्तमुक्तमनधं परमात्मतत्त्वं निर्द्वन्द्वमक्षयविशालवरप्रबोधम । तद्भावनापरिणतो भुवि भव्यलोक: सिद्धिं प्रयाति भवसंभवदुःखदूराम्।। ६८।।
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૩ [ શ્લોકાર્ચ- ] પરમાત્મતત્ત્વ આદિ-અંત વિનાનું છે, દોષ રહિત છે, નિáદ્ધ છે અને અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાનસ્વરૂપ છે. જગતમાં જે ભવ્ય જનો તેની ભાવનારૂપે પરિણમે છે, તેઓ ભવજનિત દુ:ખોથી દૂર એવી સિદ્ધિને પામે છે. ૬૮. તા. ૨૨/૫/ '૭૯ પ્રવચન નં- ૧૦ સ્થળ- મુંબઈ-ઝવેરી બજાર મંદિર
શ્લોક – ૬૮ : ઉપર પ્રવચન આ નિયમસાર પરમાગમ શાસ્ત્ર છે. તેનો શુદ્ધભાવ અધિકાર છે. તેનો ૬૮ નંબરનો શ્લોક છે. “પરમાત્મતત્ત્વ આદિ-અંત વિનાનું છે”, પરમાત્મ તત્ત્વ એટલે પરમ પૂજનિક. પોતાના આત્માનો સ્વભાવ પૂજનિક છે. તત્ત્વો એટલે સ્વરૂપ.. આમ આત્માનો સ્વભાવ પરમ પૂજનિક છે. આત્મતત્ત્વ આદિ અંત વિનાનું છે. જે છે તેની ભૂતકાળમાં શરૂઆત થઈ નથી, કોઈ કાળે શરૂઆત થતી નથી એટલે કે તેની ઉત્પત્તિ થઈ નથી અને અનંતકાળમાં પણ કોઈ કાળે એનો નાશ થશે નહીં. માટે આદિ-અંત વિનાનો છું. હું આ પરમાત્મ તત્ત્વ છું. હું અનાદિ-અનંત છું, હું દોષ રહિત છું. આ આત્મા પરમાત્મા છે. પરમાત્મા કહેવો અને દોષવાળો કહેવો એ તો આળ આપવા બરોબર છે. ભગવાન કહેવો અને તેને મિથ્યાષ્ટિ કહેવો? ભગવાન કહેવો અને તેને રાગી દ્રષી કહેવો? ભગવાન કહેવો અને તેને મનુષ્ય કહેવો? આત્મા મનુષ્ય પણ નથી, રાગી પણ નથી... અને દ્વેષી પણ નથી.. તેવું નિજ પરમાત્મ દ્રવ્ય ઉપાદેય છે.
“દોષ રહિત છે, નિર્દદ્ધ છે અને અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાનસ્વરૂપ છે.” ભગવાન આત્મામાં બેપણું નથી. અક્ષય એટલે કોઈ કાળે ભગવાન આત્માનો નાશ ના થાય એવો એનો સ્વભાવ છે. વળી તે વિશાળ અને ઉત્તમ પ્રકારનું જ્ઞાનવાળું સ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપ ઉત્તમ છે.. અને વિશાળ છે.
જગતમાં જે ભવ્યજનો તેની ભાવનારૂપે પરિણમે છે”, હવે જગતના ભવ્યજનોને કહે છે-જગતમાં રહેલા સંસારી–અજ્ઞાની પ્રાણીઓ અને એમાં પણ જે ભવ્ય એટલે લાયક આત્માઓ અથવા સમ્યગ્દષ્ટિજનો તેની ભાવનારૂપે પરિણમે છે. સમ્યગ્દષ્ટિ પણ તેની ભાવના કરે છે. તેની એટલે પરમાત્મ તત્ત્વની ભાવના કરે છે. અને જે લાયક આત્મા છે જેને સમ્યગ્દર્શન પ્રગટ થવાનું છે, જેના ભવ્યભાવનો કાળ પાયો હોય તે પણ આવા પરમાત્માની ભાવનારૂપે પરિણમે છે. ભાવના છે ભાવની-પરમતત્ત્વની. તેને નિમિત્તની ભાવના નહીં, શુભભાવની ભાવના નહીં, પુણ્ય અને પુણ્યના ફળની ભાવના પણ તેના શ્રદ્ધા-જ્ઞાનમાંથી છૂટી ગઈ છે એવો ભવ્ય સમ્યગ્દષ્ટિ આત્મા પોતાના પરમ તત્ત્વને ભાવે છે. એવી ભાવનારૂપે પરિણમે છે. હું તો એક શુદ્ધ ચિદાનંદતત્ત્વ આત્મતત્ત્વ છે. તેઓ તે આત્માઓ ભવજનિત દુઃખોથી દૂર એવી સિદ્ધિને પામે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૧૬૩
ભવના ભાવનો અભાવ કરીને તે મોક્ષની પ્રાપ્તિ કરે છે. મોક્ષ છે તે સાધ્ય છે. અને શુદ્ધાત્મા છે તે ધ્યેય છે. આવો શુદ્ધાત્મા ધ્યાન કરવા યોગ્ય છે. અને શુદ્ધાત્માનું ધ્યાન કરનાર આત્માને સાધ્ય મોક્ષ છે.
“તેઓ ભવજનિત દુઃખોથી દૂર એવી સિદ્ધિને પામે છે.” તે આત્મા એટલે ભવ્ય આત્માઓ પોતાના પરમાત્માની ભાવનારૂપે-એકાગ્રતારૂપે-ધ્યાનરૂપે પરિણમે છે. ભાવના એટલે નિર્વિકલ્પ ધ્યાનરૂપે પરિણમવું તે. તેઓ ભવનિત-ભવથી જન્મેલું દુઃખ, તે દુઃખ આત્માથી જન્મેલું નથી. રાગ અને દ્વેષ તે ભવનો ભાવ છે અને તેમાંથી ઉત્પન્ન થયેલું જે દુ:ખ તેનાથી દૂર એટલે રહિત તેવી આત્મસિદ્ધિને પામે છે. એ આ આત્માની સિદ્ધિ થઈ.
જે
કોણ સિદ્ધિને પામે છે ? કહે–ભવ્ય. તે કોને ભાવે છે ? તે પોતાના પરમાત્મ તત્ત્વની ભાવનારૂપે પરિણમે છે, એટલે ધ્યાન અવસ્થામાં એકાગ્ર થઈને એ રૂપે પરિણમે છે. ભવથી જન્મેલા રાગ, દ્વેષ અને દુઃખ તેનાથી રહિત તેવી સિદ્ધિને પામે છે.
હવે ૪૭ ગાથા કાઢો. એમ વિચાર આવ્યો કે-૫૦ ગાથા લઈને પછી પાંચ રતનની ગાથા લઈ લેવી-જે પરમાર્થ પ્રતિક્રમણની છે. ભગવાન આત્મા અકર્તા છે તે અપૂર્વ ચીજ છે. જ્ઞાયકભાવ કહો કે-અકર્તા કહો તે બન્ને પરસ્પર પોષભાવ છે, ઘાતકભાવ નથી. જ્ઞાયકભાવ અને અકર્તાભાવ તે અકર્તા એવા જ્ઞાયકને પોષે છે અથવા જ્ઞાયક એવો અકર્તાભાવ તેને પોષે છે. તે બન્ને ભાવ પરસ્પર પોષક છે. હવે ૪૭ ગાથાની ઉપરનો ૭૦ નંબરનો શ્લોક કહે છે.
તા. ૯/૧૧/’૮૭
શ્લોકઃ ૬૮
“૫૨માત્મતત્ત્વ આદિ-અંત વિનાનું છે. ” આત્મતત્ત્વ એટલે આત્માનું સ્વરૂપ. શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે? કહે છે-૫૨મ છે એટલે કે ઉત્કૃષ્ટ છે. શુદ્ધાત્મા સિવાય આ જગતમાં બીજી કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ નથી. હું જેને વંદન કરું છું એવા અરિહંતો, અનંત સિદ્ધો, આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓ છે તે વ્યવહારે પૂજનિક છે, વ્યવહારે વંદનિક છે. એ પરમેષ્ઠીને વંદન કરતાં મને આત્મલાભ થતો નથી. તેથી મારા આત્મલાભ માટે મારા પરમ પૂજનિક ઉત્કૃષ્ટ એવા આત્મતત્ત્વનું સ્મરણ કરું છું. પરમાત્મતત્ત્વ એટલે કેસર્વોત્કૃષ્ટ છે અર્થાત્ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આ આત્મા છે.
એક ભાઈનો રાજકોટમાં સ્વર્ગવાસ થવાનો કાળ હતો. મને ટેલિફોન કરીને
બોલાવ્યો, તેને હાર્ટએટેક આવેલો... હજુ શુદ્ધિમાં હતા ત્યારે પૂછ્યું કે-આ જગતમાં ઊંચામાં ઊંચી વસ્તુ કઈ છે ? તો એ ભાઈએ કહ્યું કે-ઊંચામાં ઊંચી વસ્તુ હોય તો મારો શુદ્ધાત્મા છે, તે સિવાય બીજી કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ નથી. પછી થોડા ટાઈમમાં તેનો
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૩
૧૬૪
સ્વર્ગવાસ થઈ ગયો.
તેમ અહીંયા કહે છે કે-આ વિશ્વની અંદર બીજી વસ્તુને જવા દઈએ તો એક વ્યવહા૨ ૫રમાત્મા અને બીજા નિશ્ચય પરમાત્મા તે બેમાં ઉત્કૃષ્ટ નિશ્ચય શુદ્ધાત્મા જ છે. તે પરમોત્કૃષ્ટ અને પૂજનિક છે. તેની ભાવના ભાવતાં અંદ૨માં મને શાંતિ પ્રગટ થાય છે. મારા માટે આ જગતમાં ઊંચામાં ઊંચુ કોઈ હોય તો તે આત્મતત્ત્વ છે. જે શુદ્ધાત્મ તત્ત્વ છે તે ૫૨મ છે, પૂજનિક છે અને સર્વોત્કૃષ્ટ પણ છે.
એ આત્મા કેવો છે? કહે છે-આદિ-અંત વિનાનું તત્ત્વ છે. મારા શુદ્ધાત્માની શરૂઆત પણ નથી અને અંત પણ નથી. દેહની શરૂઆત થાય અને દેહનો અંત આવી જાય. પરિણામની શરૂઆત થાય અને પરિણામનો અંત આવી જાય. સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો પરિણામનું આયુષ્ય એક સમયનું છે. એક સમયમાં જન્મે છે અને બીજા સમયે વ્યય થાય છે. એટલે કે-પરિણામ સાદિ સાંત છે. તેની શરૂઆત થાય છે અને અંત પણ આવી જાય છે. જ્યારે મારો શુદ્ધાત્મા તો આદિ-અંત વિનાનો છે. તે આદિ અંત રહિત છે. તેની આદિ પણ નથી અને તેનો અંત પણ આવવાનો નથી. હું પૂર્વે હતો અને હવે પછીનો ભવિષ્યકાળ અનંત આવશે ત્યારે પણ હું તો એવો ને એવો જ રહેવાનો છું.
66
આવું પરમાત્મતત્ત્વ આદિ અંત વિનાનું છે. આ રહિતના બોલમાં કાળને કાઢી નાખ્યો. હવે બીજો બોલ. “ દોષ રહિત છે ”, મારો શુદ્ધાત્મા કેવો છે–દોષ રહિત છે. કોઈ શુભાશુભભાવો-પુણ્ય-પાપના દોષો મારામાં થતા નથી. અને જ્યાં થાય છે ત્યાં મારું અસ્તિત્વ નથી. આ પુણ્યને પાપના બે પ્રકારના દોષો થાય છે એ દોષોથી વર્તમાનમાં રહિત છું. મારે દોષથી રહિત થવું છે એમ નથી. આત્મતત્ત્વ અનાદિ અનંત દોષ રહિત નિર્દોષ છે. તેને ભૂતકાળમાં દોષ થયો નહતો, વર્તમાનમાં દોષ ઉત્પન્ન થતો નથી અને ભવિષ્યમાં કોઈ કાળે ઉત્પન્ન થવાનો નથી. જેમાં દોષ છે તે હું નથી અને જ્યાં હું છું ત્યાં દોષ નથી.
આહા ! હું મારા આત્મતત્ત્વને જોઉં છું તો મને દોષ દેખાતો નથી. હું તો નિર્દોષ આત્મતત્ત્વ છું. જેને આત્મામાં દોષ દેખાય છે તેને શુદ્ધાત્મા દેખાતો નથી. જે શુદ્ધાત્માને દેખે છે તેને આત્મા નિર્દોષપણે દેખાય છે. આત્મામાં દોષ નથી માટે આત્મા દોષરૂપ દેખાતો નથી, પરંતુ નિર્દોષ સ્વરૂપે દેખાય છે. જેમ પરમાત્મતત્ત્વ આદિ અંત વિનાનું છે તેમ દોષ વિનાનું છે.
“ નિર્દેન્દ્વ છે” એટલે કે આત્મામાં બેપણું નથી. ૪૩ ગાથા ની ટીકામાં છે કે“નિશ્ચયથી ૫૨મ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો ( આત્મામાં ) અભાવ હોવાથી આત્મા નિર્દે છે. (દ્વૈત રહિત છે.) ” એટલે કે–આત્મામાં બેપણું નથી.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૬૫
આત્મા એક છે–‘હ્રોગĒ.' હું એક એટલા માટે છું કે-મારા સ્વભાવમાં ૫દ્રવ્યનો, અને કર્તાનો અભાવ છે માટે એક છું.
'
“ અને અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાન સ્વરૂપ છે.” હું જ્ઞાન સ્વરૂપ છું. પહેલા બે બોલમાં નાસ્તિથી વાત કરી છે. પછી નિન્દ્વન્દ્વના બોલમાં હું એક છું એમ કહ્યું. જેનો કોઈ કાળે નાશ ન થાય-ક્ષય ન થાય, વિનાશ ન થાય, અભાવ ન થાય, એવા જ્ઞાન સ્વરૂપે હું છું. એ જ્ઞાન કેવું છે ? વિશાળ છે અને ઉત્તમ છે. આ જગતમાં ઉત્તમમાં ઉત્તમ જો કોઈ વસ્તુ હોય તો જ્ઞાનસ્વરૂપી આત્મા છે. તે વિશાળ એટલા માટે છે કે તેમાં કોઈ પણ પ્રકારનો સ્વભાવમાં સંકોચ થઈ જાય, તેવી સંકુચિત નામની આત્મામાં કોઈ શક્તિ નથી. એતો વિશાળ વિશાળ છે.
શ્રીમદ્દજીના ચા૨ બોલમાં વિશાળતા શબ્દ આવે છે. જિતેન્દ્રિયપણું, સરળતા, મધ્યસ્થતા, વિશાળતા. મારો જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા વિશાળ છે. આ પર્યાયની વાત નથી પણ ભગવાન આત્માની વાત ચાલે છે. જ્યાં વિશાળની વાત આવે, જ્યાં જ્ઞાનની વાત આવે ત્યાં પર્યાયદેષ્ટિવાળાની નજ૨ પર્યાય ઉપર જાય છે. જ્યાં સુધી પર્યાય દેખાય છે ત્યાં સુધી આત્મા દેખાતો નથી. રાગ દેખાય છે તેમાં તો આત્મા દેખાતો નથી પરંતુ જ્ઞાનની પર્યાયને જ્યાં જુએ છે ત્યારે તેનો શુદ્ધાત્મા તિરોભૂત થઈ જાય છે. તે દૃષ્ટિમાં ઓઝલ થઈ જાય છે. તે દૃષ્ટિમાં આવતો નથી. કેમકે જે આત્મા નથી તેને આત્માપણે જુએ છે તો તેને મૂળ આત્મા દૃષ્ટિમાં આવતો નથી.
વિશાળની આગળ અક્ષય વિશેષણ મૂકયું છે. પર્યાય તો નાશવાન છે જ્યારે આત્મા તો અક્ષય, વિશાળ ને ઉત્તમ છે. આવું જ્ઞાનનું સ્વરૂપ છે.
આ પોતાનો આત્મા પરમાત્મા છે. અને આત્મામાં અત્યારે એવું જ્ઞાન ભરેલું છે કે-જે અક્ષય છે. કોઈ કાળે ખૂટે નહીં એવું છે. તેને અક્ષયપાત્ર કહે છે. આ આત્મા કેવો છે? અક્ષય તો છે પરંતુ અક્ષયપાત્ર છે. એમાંથી અનંત અનંત કાળસુધી કેવળજ્ઞાનની પર્યાય થયા જ કરે તો પણ અંત ન આવે. જ્યારે જુઓ ત્યારે થયા જ કરે એવું અક્ષયપાત્ર છે. જ્ઞાનનો સ્વભાવ ઘટી જાય એવું કોઈ કાળે બનતું નથી.
આહા.. હા ! જ્ઞાનસ્વભાવ, સુખસ્વભાવ, દર્શનસ્વભાવ ચારિત્રસ્વભાવ એમ બધા ગુણો લઈ લેવા. અહીં જ્ઞાનની વાત કરે છે. જ્ઞાન અક્ષય છે. કેવળજ્ઞાન તો ક્ષયવાળું છે. જે પ્રગટ થાય અને નાશ પણ થાય. કેવળજ્ઞાન અનાદિ અનંત નથી પણ સાદિ અનંત છે. એક અપેક્ષાએ સાદિ અનંત અને બીજી અપેક્ષાએ સાદિ સાંત છે. કેવળજ્ઞાન પ્રગટ થયું તે થયું તે ધારાવાહી રહે છે. સાદિ એટલે જે મોક્ષની શરૂઆત થઈ તેનો કોઈ કાળે અસ્ત થવાનો નથી.. તે અપેક્ષાએ તેને સાદિ અનંત કહેવાય છે. એક સમયની પર્યાય હોવાથી સાદિસાંત છે. પ્રગટ થાય છે અને બીજે સમયે વ્યય થાય છે. જ્યારે ભગવાન
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૬૬
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૩
આત્મા અક્ષય છે. જેમાંથી કેવળજ્ઞાન આવે છે તે અક્ષય ગુણ છે. આ આત્મા અક્ષયગુણઅક્ષયપાત્ર છે. જેમાંથી અનંત અનંતકાળ કેવળજ્ઞાન આવે છે. ભૂતકાળ ગયો તેનાં કરતાં ભવિષ્યનો કાળ અનંત-અનંતગુણો છે. જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થશે ત્યારે પણ એ જ્ઞાનગુણ જ્યારે જોશો ત્યારે અક્ષય-વિશાળ જણાશે. તે અક્ષયપાત્ર છે જે કદી ખૂટે નહીં.
આહાહા ! એક એવી લબ્ધિ પ્રગટ થાય છે જે અક્ષયલબ્ધિ છે. તેમાં સો માણસના લાડુ બનાવ્યા હોય અને તેમાં પાંચસો માણસ જમે તો પણ ખૂટે નહીં. એ સો લાડુના બસો દેખાય. લાડવા ઉ૫૨ કપડું ઢાંકી રાખો અને જોઈએ તેટલા લાડવા લઈ લ્યો. લાડવા સો બનાવ્યા હોય અને દશહજાર માણસ જમી જાય.. અને લાડવા ખૂટે નહીં. અહીંયા તો બે વ૨સ વ૨સાદ ન પડે તો.. તળમાંથી પાણી આવવું બંધ થઈ જાય.
જ્યારે આ ભગવાન આત્મા તો અક્ષયપાત્ર છે. જ્ઞાન બહારથી આવતું નથી અને અંદરમાંથી આવે તો પણ ખૂટતું નથી. જ્ઞાન શાસ્ત્રમાંથી આવતું નથી અને આત્મામાંથી આવે છે તો પણ ખૂટતું નથી. આવો અક્ષયપાત્ર ભગવાન આત્મા છે. આવા સ્વભાવની ભાવના જીવે ભાવી નથી. અનંતકાળથી તે વિભાવની ભાવના અને નિમિત્તની ભાવના ભાવે છે. અને કાં સંયોગની ભાવના ભાવે છે. તે સંયોગની અને સંયોગી ભાવની ભાવનામાં પડયો છે. પરંતુ તે સ્વભાવની ભાવના ભાવતો નથી. સ્વભાવની ભાવનામાં ભવનો અંત આવે છે. આત્મા અક્ષય વિશાળ જ્ઞાન સ્વરૂપ છે તે બોલ થયો.
હવે કહે છે કે—આવો જે શુદ્ધાત્મા છે તેની ભાવના કરનારા છે કે નથી ? કહે છે– ત્રણેકાળ એની ભાવના કરનારા હોય હોય ને હોય જ, ભલે તેની સંખ્યા ઓછી હોય પરંતુ હોય ખરા. આ જગતમાં રહેલા જે જીવો છે તેમાં બે પ્રકા૨ છે. (૧) ભવ્ય (૨) અભભ. ભવ્યના બે પ્રકાર છે-એક મોક્ષમાં જવાને લાયક છે અને એક મોક્ષમાર્ગમાં આવી ગયેલા છે. ભવ્ય પણ બે પ્રકારના છે. (૧) સમ્યગ્દષ્ટિ અને ( ૨ ) સમ્યક્ સન્મુખ મિથ્યાર્દષ્ટિ તેને પણ ભવ્ય કહેવાય.
“ જગતમાં જે ભવ્ય જનો તેની ભાવનારૂપે પરિણમે છે”, જગતમાં જે ભવ્ય જનો છે, જનો એટલે ચારગતિમાંથી મનુષ્યો લીધા. કેમકે અત્યારે મનુષ્યો સાંભળે છે તિર્યંચ સાંભળવા આવતા નથી. જગતમાં ભવ્ય જનો તેની ભાવના રૂપે પરિણમે છે. અક્ષયપાત્ર તેવા શુદ્ધાત્માની ભાવના એટલે એકાગ્રતા. ભાવના એટલે હું જ્ઞાનસ્વરૂપ છું. હું જ્ઞાનસ્વરૂપ છું તેમ શબ્દ નહીં, વિકલ્પ નહીં, ઇન્દ્રિયજ્ઞાન નહીં, પરંતુ અંતર્મુખ થઈને ભાવના ભાવે છે. જે ભવ્ય જનો એટલે લાયક-પાત્ર જીવો, મોક્ષમાર્ગમાં આવેલા અથવા મોક્ષમાર્ગમાં આવવાની તૈયારીવાળા જીવો આવા શુદ્ધાત્માની ભાવનામાં પડયા છે. ભાવનારૂપે પરિણમે છે એટલે કે–શુદ્ધાત્મા હું છું એમ તેના શ્રદ્વાન-જ્ઞાન અને આચરણરૂપે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૬૭ જે પરિણમી જાય છે.
તેઓ ભવજનિત દુઃખોથી દુર એવી સિદ્ધિને પામે છે.” તેઓ એટલે જનો, ભવ્ય આત્માઓ ભવજનિત એટલે જેમાં ભવ અને ભવનો ભાવ પ્રગટ થાય છે તેવો રાગ અને તેનાથી જનિત એટલે ભાવકર્મથી જન્મેલા દુઃખો, આત્માથી જન્મેલા નહીં. ભવજનિત દુઃખોથી એટલે ભાવકર્મથી એટલે કે કર્મ ચેતના અને કર્મફળ ચેતનાથી દૂર એવી સિદ્ધિને પામે છે. જે પોતાના શુદ્ધાત્માની ભાવનામાં પડ્યા છે તેઓ અલ્પકાળમાં મોક્ષદશાને પામે છે.
સંતો ધર્મ કરવાની રીત બતાવે છે. પોતે શુદ્ધાત્માની ભાવના ભાવે છે અને સાથે જગતના જીવોને માર્ગદર્શન આપે છે કે આવો અક્ષય ભંડાર આત્મા તમારી પાસે પડ્યો છે. સુખ માટે તમે કયાં બહાર ભીખ માંગવા જાઓ છો. તમારી પાસે સુખની નિધિ છે જે આત્મા અક્ષય સુખ સાગર છે. જેમ અક્ષય જ્ઞાનસ્વરૂપ છે તેમ અક્ષય સુખસ્વરૂપ છે. સુખનો પ્રવાહુ અંદરમાંથી આવ્યા જ કરે છે. તે પ્રવાહ કોઈ કાળે ખૂટે એવો નથી.
એવી કહેવત છે કે ખોટે રસ્તે પૈસા વાપરે તો રાજાના ભંડાર પણ ખૂટી જાય છે. પરંતુ આ અક્ષય ભંડાર એટલે જ્ઞાનસ્વરૂપ આત્મા છે. અક્ષયસુખ સ્વરૂપી આત્મામાં એકાગ્ર થતાં (પર્યાયમાં) બહારમાં ગમે તેટલું સુખ આવે તો પણ તે અક્ષય રહે છે. એમાંથી કદી ખૂટે નહીં એવો આત્મા છે. આવા આત્માની ભાવના ભાવતાં તે દુઃખથી નિવૃત્તિ થઈ જાય છે. તે દુ:ખથી દૂર એટલે રહિત એવી સ્થિતિને પામે છે. એવા અતીન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયઆનંદને પામે છે.
આવી પ્રાપ્તિ કોને થાય છે? ભવ્યજનોને. એ ભવ્યજનો શું કરે છે? આવા શુદ્ધાત્માની ભાવના કરે તેને આવી નિધિ પ્રગટ થાય છે. આત્માર્થી નિધિને ઇચ્છતો નથી. એ વાત હવે આવશે. નિષ્કામના બોલમાં, કે જેને પરમતત્ત્વની પણ વાંછા નથી એટલેકે મોક્ષની તો વાંછા નથી. પરંતુ મોક્ષ સ્વરૂપ આત્માની પણ વાંછા નથી.)
છે
આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને એક પંચમભાવને જાણે છે અને દેખે છે; તે સહજ એક પંચમભાવને એણે છોડયો નથી જ અને અન્ય એવા પરભાવને કે-જે ખરેખર પૌલિક વિકાર છે તેને એ ગ્રહતો નથી જ.
(શ્રી નિયમસારજી કલશ ૧૨૯) I
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮
ગાથા-૪૪ ગાથા - ૪૪ णिग्गंथो णीरागो णिस्सल्लो सयलदोसणिम्मुक्को। णिक्कामो णिक्कोहो णिम्माणो णिम्मदो अप्पा।। ४४।।
निर्ग्रन्थो नीरागो निःशल्यः सकलदोषनिर्मुक्त:। नि:कामो निःक्रोधो निर्मानो निर्मद: आत्मा।। ४४।। નિગ્રંથ છે, નિષ્કામ છે, નિક્રોધ, જીવ નિર્માન છે,
નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪. અન્વયાર્થ:- [ માત્મા] આત્મા [ નિ9:] નિગ્રંથ, [ નીચTT: ] નીરાગ, [ નિ:શN:] નિઃશલ્ય, [ સત્તવોષનિક્p:] સર્વદોષવિમુક્ત, [ નિ:વામ: ] નિષ્કામ, [નિ:શોધ:] નિ:ક્રોધ, [ નિનઃ] નિર્માન અને [નિર્મ:] નિર્મદ છે.
ટીકા:- અહીં (આ ગાથામાં) પણ શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે.
શુદ્ધ જીવાસ્તિકાય બાહ્ય-અત્યંતર *ચોવીશ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ હોવાથી નિગ્રંથ છે; સકળ મોહ-રાગ-દ્વેષાત્મક ચેતન કર્મના અભાવને લીધે નીરાગ છે; નિદાન, માયા અને મિથ્યાત્વ-એ ત્રણ શલ્યોના અભાવને લીધે નિઃશલ્ય છે; શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ જીવાસ્તિકાયને દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મનો અભાવ હોવાને લીધે સર્વદોષવિમુક્ત છે; શુદ્ધ નિશ્ચયનયથી નિજ પરમ તત્વની પણ વાંછા નહિ હોવાથી નિષ્કામ છે; નિશ્ચયનયથી પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત પરદ્રવ્યપરિણતિનો અભાવ હોવાને લીધે નિ:ક્રોધ છે; નિશ્ચયનયથી સદા પરમ સમરસીભાવસ્વરૂપ હોવાને લીધે નિર્માન છે; નિશ્ચયનયથી નિઃશેષપણે અંતર્મુખ હોવાને લીધે નિર્મદ છે. ઉક્ત પ્રકારનું (ઉપર કહેલા પ્રકારનું), વિશુદ્ધ સહજસિદ્ધ નિત્ય-નિરાવરણ નિજ કારણસમયસારનું સ્વરૂપ ઉપાદેય છે.
- તા. ૯/૧૧/'૮૭
ગાથા – ૪૪ : ઉપર પ્રવચન અનાદિથી શુદ્ધાત્માના સ્વરૂપની વાત તે સાંભળી નથી. તે અશુદ્ધ આત્માની વાત સાંભળી છે અને તને પરિચય પણ અશુદ્ધ આત્માનો છે. તને અનુભવ પણ અશુદ્ધજીવનો છે. એ અશુદ્ધ જીવથી ભિન્ન શુદ્ધ જીવ રહેલો છે એવા શુદ્ધાત્માની કથા-વાર્તા રુચિપૂર્વક સાંભળી નથી. શુદ્ધાત્માની ચર્ચા સાંભળવા જેવી છે, ચર્ચા કરવા જેવી છે અને એકાગ્ર થઈને અનભવ કરવા જેવી ચીજ છે.. * ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કપડાં અને વાસણ એમ દસ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે; એક મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય એમ ચૌદ પ્રકારનો અત્યંતર પરિગ્રહ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૬૯ “અન્વયાર્થ-આત્મા”, આત્મા એટલે શુદ્ધાત્મા. “આત્મા નિગ્રંથ” આ શુદ્ધાત્મા નિગ્રંથ છે. મુનિ અવસ્થા પ્રગટ થાય તેને પણ નિગ્રંથ કહેવાય. પરંતુ તે સાદિ સાંત પર્યાયની અવસ્થા છે. એ નિર્ગથ અવસ્થાનો શુદ્ધાત્મામાં અભાવ છે. એ નિર્ગથ પર્યાયને જે જુએ છે તેને શુદ્ધાત્મા દેખાતો નથી. સૂક્ષ્મ વાત છે.
આ નિગ્રંથ શબ્દ છે તે ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ છે. આ બધા આત્મા નિગ્રંથ છે. ક્યારે ? ત્રણેય કાળ. તેનું કારણ કહેશે. આત્મા અત્યારે શા માટે નિગ્રંથ છે તેનું કારણ આપશે. જે નિર્ગથ થાય છે તે હું નથી જે નિગ્રંથ છે તે હું છું. જે પ્રગટ થાય છે તે બધા મને પર સ્વભાવો છે તેથી પરદ્રવ્ય છે. શુદ્ધોપયોગની નિગ્રંથ દશા આત્મામાં નથી.
પાંચ મહાવ્રતને દ્રવ્યલિંગ કહેવાય અને તે બંધનું કારણ છે. પાંચ મહાવ્રત છે તે દ્રવ્યલિંગ છે અને તે દ્રવ્યલિંગનો આત્મામાં અભાવ છે. બહારની નગ્નતા તે દ્રવ્યલિંગ નથી. તેને તો ઉપચારથી દ્રવ્યલિંગ કહેવાય છે. પાંચ મહાવ્રતના પરિણામ છે તે બંધનું કારણ છે અને તે દ્રવ્યલિંગ છે. એ દ્રવ્યલિંગથી ભિન્ન સાધક ધર્માત્માને ભાવલિંગ પ્રગટ થાય છે. એ શુદ્ધોપયોગને ભાવલિંગ કહેવામાં આવે છે. એ ભાવલિંગ પણ ઉપચાર જીવનું સ્વરૂપ છે ખરેખર તે જીવનું સ્વરૂપ નથી.. એમ યોગીન્દુદેવે પરમાત્મપ્રકાશમાં ફરમાવ્યું છે. આવી સાચી વાતેય સાંભળવા મળે નહીં.
મારે નિર્ગથ થવું છે, મારે નિગ્રંથ થવું છે, મારે સાધુ થવું છે. ભાઈ ! તું અત્યારે જ સાધુ છો. ભાઈ ! તું ત્રણેયકાળ સાધુ જ છો. તું પોતે અત્યારે નિગ્રંથ છો. જે નિગ્રંથ થાય છે તે હું નહીં. એવા ભાવલિંગને જે જુએ છે તે શુદ્ધાત્માને જોઈ શકતો નથી. કેમ કે ભાવલિંગનો આત્મામાં અભાવ છે. ભાવકર્મનો તો આત્મામાં અભાવ છે જ.
જેને ભાવકર્મ જીવમાં દેખાય છે તેને જીવ દૃષ્ટિગોચર થતો નથી. જેને આત્મામાં શુદ્ધોપયોગ દેખાય છે તે અજ્ઞાની છે. કેમકે શુદ્ધોપયોગ થાય છે પર્યાયમાં અને તેને દેખાય છે આત્મામાં. ભાવકર્મ અને એનો અભાવ થઈને થતો શુદ્ધોપયોગ, અશુદ્ધ ઉપયોગ અને શુભોપયોગ એ આત્માના સ્વભાવની બહાર સંયોગમાં થાય છે, તે આત્મામાં થતા નથી. સ્વભાવ તો ત્રણેકાળ નિગ્રંથ છે તે ગ્રંથિ વગરનો છે. બાહ્ય દસ પ્રકારના પરિગ્રહો અને અત્યંતર ચૌદ પ્રકારના પરિગ્રહો, એ પરિગ્રહોના અભાવ સ્વભાવે રહેલો છે. તે તેના પરિત્યાગ સ્વરૂપ છે. એ નિગ્રંથની વ્યાખ્યા છે.
અહીં (આ ગાથામાં) પણ શુદ્ધજીવનું સ્વરૂપ કહ્યું છે. અત્યાર સુધીની ગાથાઓમાં જે શુદ્ધાત્માનું સ્વરૂપ કહ્યું તેમ ટીકાકાર કહે છે કે આ ગાથામાં પણ શુદ્ધાત્માનું સ્વરૂપ કહેવા માગે છે. આવા શુદ્ધાત્માના સ્વરૂપનો વિચાર જા આવે તો તેનું કામ થઈ જાય છે. અનુભવમાં તો પછી આવે છે. વિચારમાં આવે તો અનુભવમાં આવવાની શક્યતા છે. શુદ્ધાત્મા વિચારકોટિમાં પણ ન આવે અને આત્મામાં અશુદ્ધતા છે તેમ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭)
પ્રવચન નં:- ૧) ગાથા-૪૪ દેખાય તો એનું જ્ઞાન બિડાતું જાય છે, તેનું જ્ઞાન ઉઘડશે નહીં. એ તો મિથ્યાત્વને દ્રઢ કરે છે.
ભાઈ ! તેં શુદ્ધાત્માનું સ્વરૂપ જાણ્યું નથી. “ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત, આ એક કામ બાકી રહી ગયું છે. શુદ્ધાત્માનું વારંવાર વિચાર કરી અને શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે તેને દ્રઢતામાં લેતો નથી. અહીંયા કહે છે-શુદ્ધાત્માના સ્વરૂપની વાત હું કહીશ.
શુદ્ધ જીવાસ્તિકાય”, અસંખ્યાત પ્રદેશી આત્મા છે. તે બહુપ્રદેશી હોવાથી અસ્તિકાય કહેવામાં આવે છે. એક કરતાં વધારે પ્રદેશ હોય તેને અસ્તિકાય કહેવામાં આવે છે. એક પરમાણું છે તે એક પ્રદેશી છે અને કાલાણ પણ એક પ્રદશી છે. બાકીના ચાર પદાર્થ છે તે અસ્તિકાયરૂપ છે. આ જીવ અસ્તિકાયરૂપ છે. અસ્તિકાયરૂપ તો છે પણ શુદ્ધ અસ્તિકાયરૂપ છે.
“બાહ્ય અત્યંતર ચોવીશ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ હોવાથી નિગ્રંથ છે. જ્યારે સાધુ થાય છે ત્યારે આ ચોવીસ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરે છે. પરંતુ એ ત્યાગભાવ કયારે કહેવામાં આવે છે? નિગ્રંથ સ્વભાવ દૃષ્ટિમાં આવે છે ત્યારે. જેવું દ્રવ્ય દૃષ્ટિમાં આવે છે તેને તેવું પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. હવે પર્યાયમાં પણ ચોવીસ પ્રકારના પરિગ્રહ, ઇચ્છા પરિગ્રહ, મૂછ પરિગ્રહ તેના પરિત્યાગ સ્વરૂપ થાય છે. આત્મા પરિત્યાગ સ્વરૂપ છે તેથી તે ત્યાગ કરનારો નથી. તે તો નિગ્રંથ સ્વરૂપે જ છે. આત્મા અત્યારે ત્યાગ સ્વરૂપે જ છે. આ મુનિ થાય તેની વાત નથી પરંતુ આત્મા અત્યારે જ નિગ્રંથ છે. આ કુતરા, બિલાડાના આત્માઓ અત્યારે નિગ્રંથ છે. નિગોદનો આત્મા અત્યારે નિગ્રંથ છે. કેમ નિગ્રંથ છે? નીચે ફૂટનોટમાં જુઓ...!
ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસ, દાસી, કપડાં અને વાસણ એમ દસ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે. એક મિથ્યાત્વ ચાર કષાય અને નવ નૌકષાય એમ ચૌદ પ્રકારનો અત્યંતર પરિગ્રહ છે.”
દસ પ્રકારનો જે બાહ્ય પરિગ્રહ એ બાહ્ય પરિગ્રહના અભાવ સ્વભાવે છે–ત્યાગ સ્વભાવે છે. આત્માએ કદી ધન-ધાન્યને ગ્રહણ કર્યું જ નથી. અને સોના-ચાંદીને ગ્રહણ કરતો નથી. આત્મા બાહ્ય પદાર્થોના ત્યાગ સ્વભાવે રહેલો હોવાથી.. તેના અભાવ સ્વભાવે રહેલો હોવાથી અત્યારે નિગ્રંથ છે. તેને બાહ્યનો ત્યાગ છે એટલે તેના અભાવ સ્વભાવે રહેલો છે. પરના અભાવ સ્વભાવે રહેલો આત્મા અપોક્ક છે.
હવે અંતરંગમાં ભગવાને જે ચૌદ પ્રકારના પરિગ્રહ જોયા તેમાં ભાવકર્મ-મિથ્યાત્વના પરિગ્રહનો આત્મામાં અત્યારે અભાવ છે. જે મિથ્યાત્વના પરિણામને જુએ છે તે નિગ્રંથ આત્માને જોઈ શકતો નથી. નિગ્રંથ એટલે શુદ્ધાત્મા મિથ્યાત્વના પરિણામથી અત્યારે રહિત છે. ચાર કષાય જેમાં ક્રોધ-માન-માયાને લોભ છે તે પરિગ્રહ છે. એ પરિગ્રહ છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૭૧ તે આત્મામાં થાય છે એમ જે માને છે તેને પરિગ્રહના અભાવ સ્વભાવે બિરાજમાન આત્મા દેખાતો નથી. ક્રોધ-માન-માયા-લોભ તે આત્માના છે તેમ ન દેખો! તેનાથી રહિત શુદ્ધાત્મા છું એમ દેખો.. તો દેખનારો દેખાશે.. , જાણનારો જણાશે.
આત્મા મિથ્યાત્વરૂપે થયો નથી. ક્રોધ-માન-માયા-લોભરૂપે થયો નથી. ક્રોધમાન-માયા ને લોભ આત્મામાં થાય છે એમ ન જુઓ. જ્યાં સુધી ક્રોધ-માન-માયા ને લોભ આત્મામાં થાય છે એમ જણાશે ત્યાં સુધી આત્મા દૃષ્ટિગોચર નહીં થાય. જો શ્રદ્ધા ખોટી છે તો ઉપયોગ પણ ખોટો છે. આ ક્રોધ-માન-માયા-લોભ ને નવ નોકષાય જેમાં હાસ્ય, રતિ અરતિ, ભય, જુગુપ્સા, શોક, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ બધા ચારિત્રના દોષ છે. ક્રોધ-માન-માયા-લોભ અને નવ નોકષાય તે ચારિત્રના દોષ છે. જ્યારે મિથ્યાત્વ તે શ્રદ્ધાગુણની વિપરીતતા છે. એમ ચૌદ પ્રકારનો અભ્યતર પરિગ્રહ છે.
પ્રશ્ન:- તેને અત્યંતર કેમ કહ્યો?
ઉત્તર:- કેમકે તે આત્માના પરાશ્રિત પરિણામમાં થાય છે. એ પરાશ્રિત પરિણામમાં થતાં હોવા છતાં તેનો સ્વભાવમાં અભાવ છે. એ પરિણામની સ્વભાવમાં નાસ્તિ છે, તેનો અભાવ છે તેવો આત્મા રહેલો છે. આવા આત્માને જો ! હવે કષાયને ન જો !
પ્રશ્ન:- કષાય આત્મામાં નથી થતો તો ક્યાં થાય છે?
ઉત્તર:- એ.. કષાય આત્મામાં થતો નથી. તારે હવે શું કહેવું છે? શુદ્ધાત્મામાં કષાય ન થાય અને જ્યાં કષાય થાય તે આત્મા નથી પણ અનાત્મા છે.
પ્રભુ! એકવાર ભેદજ્ઞાનની કળામાં આવી જા. આ ઉત્કૃષ્ટ ભેદજ્ઞાનની કળાનો અધિકાર છે. આ શુદ્ધાત્માનો અધિકાર છે. આ જે ચૌદ પ્રકારના અભ્યતર પરિગ્રહ છે તેને સમસ્ત પ્રકારે ગ્રહવું તેને પરિગ્રહ કહેવામાં આવે છે. અથવા મૂર્છાને પરિગ્રહ કહેવાય, ઇચ્છાને પરિગ્રહ કહેવાય છે. તેનો આત્માના સ્વભાવમાં અભાવ હોવાથી આત્મા નિગ્રંથ છે. એ નિર્ગથ આત્મા ઉપાદેય છે. પરંતુ નિગ્રંથ શુદ્ધોપયોગ ઉપાદેય નથી. આત્મા શુદ્ધોપયોગથી રહિત છે. શુભોપયોગથી તો રહિત છે પરંતુ શુદ્ધઉપયોગથી પણ આત્મા રહિત છે.
પરિણામથી આત્માને સર્વથા સહિત માની બેઠો છે. રાગથી, પુણ્ય-પાપના દુઃખના પરિણામથી આત્મા સર્વથા સહિત છે તેમ અનંતકાળથી માની બેઠો છે. કથંચિત્ રહિત અને કથંચિત્ સહિત તેવું અજ્ઞાનમાં ન હોય. કથંચિત્ રહિત સહિત તે જ્ઞાનનો ભેદ છે. શું કહ્યું? આત્મા રાગાદિથી સર્વથા સહિત છે તેમ અજ્ઞાની માને છે. અને જ્ઞાની એમ માને છે કે-રાગાદિથી સર્વથા રહિત છે. અજ્ઞાની સો ટકા સહિત માને છે અને જ્ઞાની સો ટકા રહિત માને છે. કેમકે થોડું રહિત અને થોડું સહિત તેમ શ્રદ્ધા ભાગલા પાડતી નથી. કાં તો તે સો એ સો ટકા સહિત અથવા રહિત માને છે. કાં તો સર્વથા રહિત અને કાં તો સર્વથા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૭૨
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૪
સહિત માને છે. આહા... હા ! શ્રદ્ધા સર્વથાને સ્વીકારે છે, અને જ્ઞાન ચિત્ને જાણે છે. જે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તે આ રાગાદિથી સર્વથા ભિન્ન છે.. એમ માને ત્યારે શ્રદ્ધા સમ્યક્ થાય છે. હવે પ્રગટ થયેલું જ્ઞાન એમ જાણે છે કે ( –નિર્મળ પરિણામથી )
6
કચિત્ રહિત છે અને ચિત્ સહિત છે. સાધક છે ત્યાં સુધી ચિત્ રહિત સહિત જાણે છે પરંતુ પ્રથમ સર્વથા રહિતને જાણ્યા પછી સર્વથા રહિતને જાણ્યા પછી કચિત્ રહિત-સહિત જાણનારા સાધકને કોઈ દોષ નથી. સર્વથા રહિતમાં આવ્યા સિવાય કચિત્ રહિત સહિતનું સ્યાદ્વાદરૂપ સમ્યજ્ઞાન પ્રગટ ન થાય. અજ્ઞાનમાં ચિત્ નથી અજ્ઞાનમાં સર્વથા છે.. અને શ્રદ્ધામાં પણ સર્વથા છે. શ્રદ્ધાની પર્યાય સર્વથાને સ્વીકારતી નથી કેમકે શ્રદ્ધાની પર્યાય નિર્વિકલ્પ છે. કાં તો ૫૨ને સર્વથા પોતાનું માને અને કાં તો પોતાના સ્વરૂપને એટલે આત્માને પોતાનું માને.
હું સર્વથા નિગ્રંથ છું. કથંચિત્ નિગ્રંથ અને કથંચિત્ સથ એવું મારું સ્વરૂપ જ નથી. ઝીણી વાત છે. આ શુદ્ધાત્માની આત્મકથા ચાલે છે. ક્રોધ-માન-માયા ને લોભ આત્મામાં થાય છે તેવો આસ્રવ અનાદિકાળથી પર્યાયદેષ્ટિવાળા જીવને થાય છે. પરંતુ તે આત્માની બહાર થાય છે. આત્મામાં ક્રોધ-માન-માયા-લોભ થાય જ નહીં. અરે ! આત્મામાં જ્ઞાનેય ઉત્પન્ન થતું નથી.. આત્મા તો અક્ષય જ્ઞાનસ્વરૂપે જ છે. જે પ્રગટ થાય છે તે હું નથી... પ્રગટ છે તે હું, આવું ભેદજ્ઞાન કરતાં તેને એક નવું જ્ઞાન પ્રગટ થાય છે. અરે ! મારો શુદ્ધાત્મા તો આવો છે, કષાયથી રહિત છે એવો અનુભવ થાય છે. એવો અનુભવ થાય તેનું નામ જ્ઞાન કહેવાય. જ્ઞાનમાં જ આવો શુદ્ધાત્મા જણાય છે. હું પરિગ્રહથી રહિત છું તેવું સમ્યજ્ઞાન નવું પ્રગટ થાય છે.
શ્રીમદ્ભુ કહે છે–“ અપૂર્વ અવસર એવો કયારે આવશે,
કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો.’
જો તમે નિગ્રંથ થઈ ગયા છો તો નિગ્રંથ થવાની ભાવના શા માટે ભાવો છો ? તને ખબર નથી એ ભાવના સાધ્ય માટેની છે. ધ્યેય માટેની એ ભાવના નથી. ધ્યેયની ભાવનામાં તો હું નિગ્રંથ છું. સાધ્યમાં તેમને હજુ નિગ્રંથ દશા થઈ નથી માટે સ્વરૂપમાં હું કયારે લીન થાઉં તેવી ભાવના ને નિગ્રંથ ભાવના કહેવામાં આવે છે. કયારે નગ્ન થાઉં ? કયારે પાંચ મહાવ્રત પાળુ ? ના... ના... ના... એ નિગ્રંથ દશા નથી. કયારે અમે અમારા સ્વરૂપમાં લીન થઈએ તેનું નામ અપૂર્વ અવસર એવો કયારે આવશે. અલ્પ લીનતા તો છે જ પરંતુ વિશેષ લીનતાની વાત છે.
નિગ્રંથ એટલે કે શુદ્ધોપયોગરૂપ દશા. શુદ્ધાત્માનું શ્રદ્ધાન તો થઈ ચૂકયું છે, શુદ્ધ પરિણતી તો છે પણ હવે હું સ્વરૂપમાં લીન થવાની ભાવના ભાવું છું. એક પ્રગટ કરવાની અપેક્ષાએ ભાવના છે અને એક આશ્રયની અપેક્ષાએ ભાવના છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૭૩ પ્રશ્ન:- બન્ને ભાવનામાં શું ફેર છે?
ઉત્તરઃ- (૧) આશ્રય અપેક્ષાએ નિગ્રંથની ભાવના કે હું તો નિગ્રંથ જ છું. અત્યારે પરિગ્રહથી રહિત જ છું.. એમ એકાગ્રતા થવી તે નિગ્રંથની ભાવના છે. ત્રિકાળી સ્વભાવ નિગ્રંથ છે.. અને તેની ભાવના આશ્રય માટે છે. (૨) કયારે મારા સ્વરૂપમાં લીન થાઉં તે પ્રગટ કરવાની અપેક્ષાએ ભાવના છે. મને ફરીને શુદ્ધોપયોગ દશા કયારે આવે તેવા અસ્થિરતાના વિકલ્પો આવે છે. હું નિગ્રંથ છું તો નિગ્રંથ થાય છે. જેને દૃષ્ટિમાં નિગ્રંથ આવે તેજ નિગ્રંથ થાય છે.
અનાદિકાળથી તેને દૃષ્ટિમાં એટલે શ્રદ્ધામાં અને જ્ઞાનમાં આવું દ્રવ્ય આવ્યું નથી. એ લાખો કરોડો ઉપાય કરે તો પણ ભાવલિંગ તેને આવતું નથી. કારણ કે તેને દૃષ્ટિમાં નિગ્રંથદશા આવી નથી. તેની શ્રદ્ધા ખોટી છે, વિપરીત છે. તેથી તેની નિગ્રંથ થવાની ભાવના એ કર્તબુદ્ધિ છે. નિગ્રંથ છું એમાં તો અકર્તા છું-હું જ્ઞાયક છું એવી ભાવના ભાવી છે. હું ત્રણે કાળે નિગ્રંથ છું. નિગ્રંથ એટલે પરિગ્રહના અભાવ સ્વભાવે રહેલો છું. આત્મા પરિત્યાગ સ્વરૂપે છે. નિયમસારમાં આવે છે કે
“નિજ ભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવગ્રહે,
જાણે-જુએ જે સર્વ, તે હું એમ જ્ઞાની ચિંતવે.” આત્મામાં ક્રોધ-માન-માયા-લોભ થતા નથી. તો શું ભીંતમાં થાય છે? ભાઈ ! આપણે કાંઈ વાદ-વિવાદ કરવો નથી. અમને આવું ભાસે છે અને અમે આત્માનું સ્વરૂપ જોયું છે. ક્રોધ-માન-માયા-લોભ આત્મામાં થાય છે એમ અમે દેખતા નથી. તમને દેખાય છે એ તમારું અજ્ઞાન છે. જ્ઞાનમાં જેમ જણાય છે તેનાથી અજ્ઞાનમાં જુદું જણાય છે. જ્ઞાનમાં ક્રોધ-માન-માયા-લોભથી રહિત શુદ્ધાત્મા જણાય છે.
આત્મામાં ક્રોધ થાય છે એમ જણાય છે. તે અજ્ઞાની છે. ભાઈ ! દ્રવ્યમાં ક્રોધ ન થાય તો કાંઈ નહીં પર્યાયમાં તો થાય છે ને ? આહા... હા! અરે ! પર્યાયથી સર્વથા ભિન્ન છે. તેથી આત્મામાં ક્રોધ-માન-માયા-લોભ થતા નથી. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે, એ તો પરિત્યાગ સ્વરૂપ છે. આત્મામાં કયાં ક્રોધ થાય છે? પાણીનો સ્વભાવ શીતળ છે. કોઈ કહે કે-પર્યાયમાં ઉષ્ણ છે પરંતુ પાણી સ્વભાવે શીતળ છે. તો કહે છે-પાણીનો શીતળ સ્વભાવ છે અને ઉષ્ણ સ્વભાવ નથી.. આ રીતે ઉષ્ણ પર્યાયનો નિષેધ કરે ત્યારે તેણે દ્રવ્યની ઉપાસના કરી કહેવામાં આવે છે.
આત્મા નિરાગ છે.” આત્મા રાગ રહિત છે. કયારે ? તો કહે છે-અનાદિ અનંત. આત્મામાં રાગ થાય જ નહીં. જેને આત્મામાં રાગ થાય છે તેને આત્મા દેખાતો નથી. અને તેવો આગ્રહ રાખશે તો તેને દેખાશે પણ નહીં. બે વાત કરી.
(૧) આત્મામાં રાગ થાય છે એમ છે નહીં ( ૨ ) અને જો તે એવો આગ્રહ રાખશે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
પ્રવચન નં:- ૧) ગાથા-૪૪ તો રાગથી રહિત આત્મા તેને દેખાશે નહીં. એવો આગ્રહ છોડી દે ! આત્મામાં રાગ થાય છે એ વાત છોડી દે! એ વાત અજ્ઞાનીના ઘરની છે. હવે આવું વચન જ્ઞાનીનું છે. કથંચિત્ પર્યાયમાં રાગ થાય છે તે કઈ નયનું કથન છે? એ કથન વ્યવહારનયનું છે એટલે કે-એમ છે નહીં. રાગ છે બીજાનો અને વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે આ ઉપચારનું કથન છે, એ કથન સાચું નથી. આત્મામાં રાગ નહીં થતો હોવા છતાં પરાશ્રિત પર્યાયમાં રાગ દેખીને વ્યવહારનય આરોપિત કથન કરે છે કે આત્મા રાગી છે તે ખોટી વાત છે.
જ્યારે જીવ દ્રવ્ય સ્વભાવ ઉપર આવે ત્યારે આ સમજાય એવું છે. સવિકલ્પ દશામાં પણ પહેલા પડખા ઉપર નજર રાખે ત્યારે સમજાય એવું છે. નહીંતર આ વાત નહીં સમજાય. તેને લાગશે કે-પર્યાયમાં તો થાય છે, પર્યાયમાં તો થાય છે ને! પરંતુ દ્રવ્યમાં નથી થતો એ તો વિચાર. પર્યાયમાં થાય છે એ પર્યાયષ્ટિવાળાને લાગે છે. દ્રવ્યદૃષ્ટિવાળો આત્માને નિરાગી પરમાત્મા જાણે છે. તેને પર્યાયમાં વીતરાગભાવ કરે છે તેમ ભાસે છે અને રાગ છે તે પુદ્ગલના પરિણામ છે એમ ભાસે છે. લે! આ તારો ફેંસલો !
સકળ મોહ-રાગ-દ્વેષાત્મક ચેતન કર્મના અભાવને લીધે નિરાગ છે.” લ્યો! અહીંયા ભાવકર્મ લીધું પુદ્ગલના પરિણામ નહીં. જીવને બહિર્મુખ દશામાં પર્યાયમાં જે રાગ-દ્વેષ-મોહ થાય છે એ પર્યાયનો આત્માના સ્વભાવમાં અભાવ છે. કર્મનો તો અભાવ છે જ પણ બહિર્મુખ દશામાં જે રાગ-દ્વેષ-મોહ થાય તેને ચેતન અર્થાત્ ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. એ ચિવિકારનો પણ આત્મામાં અભાવ છે. આત્મામાં રાગ થતો જ નથી. અને જેમાં રાગ થાય છે તે આત્મા નથી. એ રાગ તો પર્યાયમાં થાય છે અને અમે તો દ્રવ્ય સ્વભાવની વાત કરીએ છીએ.
“ચેતનકર્મ' લખ્યું છે. એટલે કે પર્યાયમાં રાગ થાય તો પણ સ્વભાવમાં રાગ ન થાય. સ્વભાવમાં રાગ હોય જ નહીં. સ્વભાવમાં ત્રિકાળ અભાવ એવો શબ્દ વાપર્યો છે. રાગને ટાળી નાખો, રાગને કાઢી નાખો અથવા અભાવ થાય છે એમ નથી. આત્માતો ત્રિકાળ શુદ્ધ.. શુદ્ધને શુદ્ધ જ છે. અશુદ્ધ થયો જ નથી અને જેમાં અશુદ્ધતા છે તે આત્મા નથી.. પણ અનાત્મા છે. તે આત્માથી ભિન્ન તત્ત્વ છે. ચેતન કર્મના અભાવને લીધે આત્મા નિરાગ છે. જેવી વીતરાગી પ્રતિમા છે તેના જેવો ચિબિંબ આત્મા છે. જેમ અરિહંત અને સિદ્ધનો આત્મા ચિવિકારથી રહિત તેમ આ ચિબિંબ આત્મા ત્રણેકાળ ચિવિકારનો અભાવ છે માટે આત્મા નિરાગ છે.
આહા ! નિરાગી થવું છે, વીતરાગી થવું છે તો વીતરાગી નહીં થાય. રાગ રહિત છું તેવી દશામાં વીતરાગી દશા પ્રગટ થઈ જશે. કર્તા બુદ્ધિ વિના, એના લક્ષ વિના,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૭૫ આત્માના લક્ષ સહેજે વીતરાગભાવ-શુદ્ધભાવ પ્રગટ થાય છે. તેમ જ્ઞાન જાણે છે. હું વીતરાગભાવને પ્રગટ કરું છું તેમ છે નહીં.
વીતરાગભાવેય આત્મામાં થતો નથી અને રાત્રેય આત્મામાં થતો નથી તેને નિરાગી પરમાત્મા કહેવામાં આવે છે. આ સૂક્ષ્મ બીજી વાત આવી. રાગ આત્મામાં થાય છે એમ તો જણાતું નથી પરંતુ વીતરાગભાવ આત્મામાં થાય છે એમ જણાતું નથી. એ પર્યાયનો ધર્મ છે, તે દ્રવ્યનો ધર્મ નથી. થાય છે અને થશે તે આત્મામાં નથી, તે બહારમાં થાય છે. રાત્રેય બહારમાં થાય છે અને વીતરાગભાવેય બહારમાં થાય છે. આત્મામાં મિથ્યાત્વય થતું નથી અને સમ્યગ્દર્શન પણ આત્મામાં થતું નથી.
પ્રશ્ન- તો સમ્યગ્દર્શન કયાં થાય છે?
ઉત્તર:- સમ્યગ્દર્શન પર્યાયમાં થાય છે, પરંતુ તેનાથી મારો આત્મા ભિન્ન છે. જો સમ્યગ્દર્શન આત્મામાં થાય છે તો પછી મિથ્યાદર્શન આત્મામાં થાય છે તેમ આવી જશે. આ એકદમ ઝીણી વાત છે. એક તારા શુદ્ધાત્મા ઉપર દૃષ્ટિ દે. જીવમાં આ નથી. , આ નથી એ તો બતાવવું છે એ બતાવીને આત્મદર્શન કરાવવા છે. આત્માના દર્શન કરવા છે અને તારે પર્યાયના દર્શન છોડવા નથી તારે તો આત્માના દર્શન કયાંથી થશે? - સંતો કહે છે-અમે દ્રવ્યથી વાત કરીએ છીએ અને તું પર્યાયથી વાત કરે છે. અમે તને દ્રવ્યથી સંભળાવીએ છીએ અને તું પર્યાયમાં ઉભો રહીને સાંભળે છે. એક વખત પર્યાયના ચશ્માં ઉતારી નાખ અને દ્રવ્યમાં પલોઠીવાળીને બેસ. દ્રવ્યદૃષ્ટિથી જ તો આત્મામાં પરિણામમાત્રનો અભાવ છે. એવો આત્માનો સ્વભાવ છે.
નિઃશલ્ય-નિદાન, માયા અને મિથ્યાત્વ-એ ત્રણ શલ્યોના અભાવને લીધે નિઃશલ્ય છે. મિથ્યાત્વના પરિણામ આત્મામાં નથી. નિદાન એટલે કોઈ પણ પ્રકારની ક્રિયા કરીને તેના ફળની વાંછા માંગવી અથવા ભગવાનની પૂજા કરું તો ધન મળે, પુત્ર મળે તો સારું એમ ક્રિયાના ફળની ભાવના રાખવી તેને નિદાન શલ્ય કહેવામાં આવે છે. આટલી ક્રિયા કરું તો તેના ફળમાં હું સ્વર્ગમાં જાઉં, આટલી ક્રિયા કરું તો મને પુણ્ય મળે, પૈસા મળે એ બધુ નિદાન બંધ છે. તે અજ્ઞાન છે.
માયા” માયા એટલે કપટભાવ. શુદ્ધાત્માને જેવો છે તેવો સર્વથા ભિન્ન ન જાણવો તેને કપટ કહેવામાં આવે છે. બીજાને છેતરવું એમ નહીં, પોતે પોતાને છેતરે છે.. તેને માયા કહેવામાં આવે છે.
મિથ્યાત્વ- મિથ્યાત્વ એટલે જેવું શુદ્ધાત્માનું સ્વરૂપ છે તેનાથી વિપરીત માનવું તેનું નામ મિથ્યાત્વના પરિણામ છે. એ ત્રણ પ્રકારના પરિણામોનો આત્મામાં અભાવ છે. એટલે તે નિઃશલ્ય છે. “નિઃશલ્ય વૃતિ” એવું એક સૂત્ર છે. વૃતિ કોને કહેવાય કે જેણે નિદાન, માયા, મિથ્યાત્વ એવા ત્રણ પ્રકારના શલ્યોનો સ્વભાવના આશ્રયે અભાવ કર્યો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૪ હોય તેને નિ:શલ્ય દશા કહેવાય. તેને વૃતિ શ્રાવક પણ કહેવામાં આવે છે. દેશવિરતિ અને સર્વવિરતિ એને મિથ્યાત્વ ગયા પછી વ્રતને તપ હોય છે. મિથ્યાત્વનું શલ્ય પડયું હોય તેને વ્રત ન હોય.
નિ:શલ્યોવૃતિ” પાઠ છે. સર્વજ્ઞ ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણી છે. વૃતિ કોને કહેવાય? વૃતિ શ્રાવક અને વૃતિ મુનિરાજ નિઃશલ્યોવૃતિ છે. જેણે ત્રણ પ્રકારના શલ્યોનો સ્વભાવના આશ્રયે અભાવ કર્યો છે તેને નિઃશલ્યવૃતિ કહેવામાં આવે છે. એ. આત્મા ત્રણેકાળ નિઃશલ્ય છે. આહા... હા ! પર્યાયમાં નિષ્ક્રિયપણું થાય છે એવો જ એનો સ્વભાવ છે. અને જેવો સ્વભાવ છે તેવો જ પર્યાયમાં પ્રગટ થાય છે. વાત જરા ઝીણી અને સૂક્ષ્મ છે. આત્મા વીતરાગતાની મૂર્તિ છે તો પર્યાયમાં પણ વીતરાગતા પ્રગટ થાય છે. આત્મા નિ:શલ્ય છે ને એટલે પર્યાય પણ નિઃશલ્ય થઈ જાય છે. આવી અલૌકિક વાતો છે.
શ્લોક - ૭૦
(માનિની) असति च सति बन्धे शुद्धजीवस्य रूपाद् रहितमखिलमूर्तद्रव्यजालं विचित्रम्। इति जिनपतिवाक्यं वक्ति शुद्धं बुधानां
भुवनविदितमेतद्रव्य जानीहि नित्यम्।। ७०।। [ શ્લોકાર્થ-] “બંધ હો કે ન હો (અર્થાત્ બંધાવસ્થામાં કે મોક્ષાવસ્થામાં), સમસ્ત વિચિત્ર મૂર્તદ્રવ્યજાળ (અનેકવિધ મૂર્તદ્રવ્યોનો સમૂહ) શુદ્ધ જીવના રૂપથી વ્યતિરિક્ત છે” એમ જિનદેવનું શુદ્ધ વચન બુધપુરુષોને કહે છે. આ ભુવનવિદિતને (-આ જગતપ્રસિદ્ધ સત્યને), હે ભવ્ય ! તું સદા જાણ. ૭૦.
શ્લોક - ૭૦ : ઉપર પ્રવચન “બંધ હો કે નહો (અર્થાત્ બંધાવસ્થામાં કે મોભાવસ્થામાં), સમસ્ત વિચિત્ર મૂર્તિદ્રવ્યજાળ (અનેકવિધ મૂર્તિ દ્રવ્યોનો સમૂહ) શુદ્ધ જીવના રૂપથી વ્યતિરિક્ત છે.” શું કહ્યું? બંધ હો કે ન હો એટલે બંધ અવસ્થામાં કે મોક્ષ અવસ્થામાં જે કર્મનો બંધ થાય છે અને કર્મબંધ છૂટે છે એ બધી મૂર્ત દ્રવ્યની જાળ છે. અથવા મૂર્તના સંબંધથી જે રાગાદિભાવ થાય છે તે પણ મૂર્ત છે. નિશ્ચયનયે તેને મૂર્તિકભાવ કહેવામાં આવે છે, પરંતુ વ્યવહારનયે તે રાગાદિને અમૂર્તિકભાવ કહેવામાં આવે છે. પરંતુ તે વ્યવહારનયનું કથન છે. વ્યવહારનયના કથનને સત્યાર્થીની જેમ ન માનવું. નિશ્ચયનય પણ સાચો અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૭૭ વ્યવહારનય પણ સાચો એમ બે નયના સ્વરૂપને જે સાચું માને છે તે ઉભયાભાસી જીવો છે, તેને આત્માનું ભાન નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે-અમે તો નિશ્ચયનય અને વ્યવહારનય બન્નેને સમકક્ષ માનીએ છીએ-તો એમ નથી.
સમસ્ત વિચિત્ર મૂર્તદ્રવ્યજાળ એ પુદ્ગલની જાળ છે. બંધ હો કે બંધ ન હો એટલે કે કર્મનો બંધ હો કે કર્મનો બંધ ન હો ! ભાવબંધ હો કે ભાવમોક્ષ હો તે બધા કર્મ સાપેક્ષ પરિણામ છે. તે મૂર્તિના સદભાવથી અને અભાવથી ઉત્પન્ન થયેલાં બધા ભાવો છે. માટે સમસ્ત એટલે અનેક પ્રકારે, વિચિત્ર એટલે ચિત્ર-વિચિત્ર તેવા અનેકવિધ પ્રકારની મૂર્ત દ્રવ્યજાળ છે-મૂર્તદ્રવ્યોનો સમૂહ છે. એ જે શુદ્ધ સમૂહ છે તે જીવના રૂપથી વ્યક્તિરિક્ત છે. બંધ અને મોક્ષ એ બન્નેને અશુદ્ધભાવ કહો કે શુદ્ધભાવ કહો. શુદ્ધપર્યાય પણ શુદ્ધભાવથી રહિત છે.. તો પછી અશુદ્ધભાવ તો શુદ્ધભાવથી રહિત હોય જ. “વ્યતિરિક્ત” શબ્દ છે વ્યતિરિક્ત એટલે રહિત છે.
એમ જિનદેવનું” એમ જિનેન્દ્ર ભગવાનનું એટલે કે વીતરાગી સર્વજ્ઞ ત્રિલોકીનાથનું કથન છે. દેવાધિદેવ ઋષભદેવથી માંડીને ભગવાન મહાવીર પર્યત જે દિવ્યધ્વનિ છૂટી તેનો આ સાર છે. આ શુદ્ધાત્મા છે તે તો બંધ અને મોક્ષથી રહિત છેતેને સમ્યગ્દષ્ટિ નિત્ય ભાવે છે, પૂજે છે, વંદે છે, સ્મરે છે. તેઓ પર્યાયનું સ્મરણ કરતા નથી તેમ જિનેન્દ્ર ભગવાનનું શુદ્ધ વચન છે. સર્વજ્ઞ ભગવાન બુધજનોને એટલે સમ્યગ્દષ્ટિને કહે છે. જે શુદ્ધ જીવ છે તે બંધ અને મોક્ષથી વ્યતિરિક્ત અર્થાત્ રહિત છે.
“આ ભુવન વિદિતને (આ જગત પ્રસિદ્ધ સત્યને) હે ભવ્ય ! તું સદા જાણ.” આ સત્ય શું છે? સત્ય કેટલું છે? કહું–જેટલો શુદ્ધાત્મા છે તેટલું જ સત્ય છે. આ બંધ અને મોક્ષતત્ત્વ જે વિનાશિક છે, સાપેક્ષ છે તે બધું અસત્ય છે. અસત્ય એટલે તેનું અવલંબન લેવા યોગ્ય નથી, તેની ભાવના કરવા યોગ્ય નથી. ભાવના તો એક શુદ્ધાત્માની ભાવવા યોગ્ય છે. બંધ-મોક્ષ જાણવા યોગ્ય છે. અરે! બંધ અને મોક્ષને જાણવા તરફનો ઉપયોગ તે પણ દોષ છે. કેમકે જ્યાં ભેદને જાણવા જઈશ તો અભેદ સામાન્ય શુદ્ધાત્મા તારા જ્ઞાન ઉપયોગમાંથી છૂટી જશે, અર્થાત્ નિર્વિકલ્પજ્ઞાનનો ભંગ થઈને તું સમકિતી હોય તો પણ તને સવિકલ્પનો દોષ લાગી જશે. તને ચારિત્રનો દોષ આવશે... પરંતુ તને શ્રદ્ધાનો દોષ તો હવે આવવાનો નથી.
સમકિતીને કહે છે તારા ઉપયોગમાં આ જે બધા ભેદો છે, ભેદો છે ખરાં, પણ તે ઉપાદેયપણે જાણવા યોગ્ય નથી. ઉપાદેયપણે જાણવા યોગ્ય તો નથી પરંતુ તેની સન્મુખ થઈને પણ તેને જાણવા યોગ્ય નથી. ઉપયોગને જાણવાનો વિષય હોય તો એક અભેદ સામાન્ય શુદ્ધાત્મા છે. એનાથી જો તું ખસી જઈશ તો ઉપયોગ છે તે અભેદને છોડી દેશે. હું અભેદ ઉપયોગને છોડતો નથી ને ગ્રહતોય નથી તેવો અભેદ છે. વસ્તુ જે ધ્રુવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૭૮
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૪
પરમાત્મા છે તે શુદ્ધભાવ-શુદ્ધજીવ છે. તે તો ઉપયોગને ગ્રહતોય નથી અને ઉપયોગને તે છોડતોય નથી. પરંતુ ઉપયોગ છે તે શુદ્ધાત્માને ગ્રહે છે અને ઉપયોગ છે તે શુદ્ધાત્માને છોડે છે. આ કોની વાત ચાલે છે? સાધક સમ્યગ્દષ્ટિની વાત ચાલે છે.
સમ્યગ્દષ્ટિ ચોથે હોય કે પાંચમે હોય કે છદ્બે–સાતમે ગુણસ્થાને ચારિત્રવંત મુનિરાજ હોય પરંતુ એ જ્યારે સાતમામાં આવે છે ત્યાં શુદ્ધોપયોગમાં આવી ગયા. એ શુદ્ધોપયોગમાં આત્મા શુદ્ધઉપયોગપણે જણાયો અને જ્યાં છઠ્ઠું ગુણસ્થાન આવ્યું ત્યાં જે સાતમામાં અભેદ આત્માને શુદ્ધોપયોગ ગ્રહતો હતો તે શુદ્ધઉપયોગ અભેદમાંથી છૂટીને ભેદમાં આવી ગયો. દૃષ્ટિ ભેદમાં નથી આવતી પણ જ્ઞાન ઉપયોગ ભેદમાં આવે છે. ખરેખર તો ભેદો પણ ભેદની સન્મુખ થઈને જાણવા યોગ્ય નથી. અભેદની સન્મુખ રહેતાં ભેદો સહજ જણાય જાય છે.
જેમ કેવળી ૫રમાત્મા ભેદની સન્મુખ નથી છતાં ભેદ જણાય જાય છે, તે લોકાલોકની સન્મુખ નથી છતાં લોકાલોક તેમાં વ્યવહારે જણાય જાય છે. એમ સમકિતી તેને પણ અભેદનું શ્રદ્ધાન અને જ્ઞાન થયું છે તેથી હવે તું તારા ઉપયોગને શુદ્ધાત્મામાં લગાડજે. એ ઉપયોગ ત્યાંથી ખસી જશે તો ચારિત્રનો દોષ આવશે. આ ભુવનવિદિતને એટલે જગત પ્રસિદ્ધ સત્યને હું ભવ્ય ! તું સદા જાણ !
સત્ય તો એટલું જ છે કે–જેટલું ઉપાદેયભૂત તત્ત્વ છે તેટલું જ સત્ય છે. અને જે હૈયતત્ત્વ છે તે સત્યની અપેક્ષાએ એટલે મારી અપેક્ષાએ અસત્ય છે. હું તેનું શરણ લેતો નથી. અરે ! તેની સામે હું જોતો પણ નથી. તેની સામે જોવા જાઉં તો સમ્યગ્દષ્ટિને પણ ચારિત્રનો દોષ આવી જાય છે. તેને પણ શુદ્ધોપયોગમાં રહેવાનો બોધ છે.
સમકિતીને કહે છે કે–તારા શુદ્ધોપયોગમાં તારા આત્માનું ગ્રહણ કરજે. ત્યાં વળી કોઈને તર્ક ઉઠે કે–પરિણતીમાં તો શુદ્ધાત્મા છે ને ? અરે.. ભાઈ ! આ ઊંચે ઊંચે ચઢવાની વાત છે. તારે હવે પરિણતી કયાં સુધી રાખવી છે? જો અંતર્મુહૂર્ત માટે તારો આત્મા શુદ્ધોપયોગમાં આવી ગયો તો તને કેવળજ્ઞાન પ્રગટ થશે. અને ઉપયોગ તેમાંથી છૂટી ગયો અને પરિણતી ભલે આત્માથી અભેદ રહી તો પછી તને ચારિત્ર પ્રગટ થવામાં વખત લાગી જશે. ચોથો કાળ હોય, લાખો-કરોડો વરસનું મોટું આયુષ્ય હોય, મુનિહોય, તે ભવે મોક્ષમાં જવાના હોય, તો પણ તેને વખત લાગી જાય છે.
આટલું જે સત્ય છે તેને હૈ.. ભવ્ય ! તું સદા જાણ.. કે આટલું જ સત્ય છે. જેટલો શુદ્ધાત્મા છે તેટલું જ સત્ય છે. કેમકે તેનું અવલંબન લેતાં સાધ્યની સિદ્ધિ થાય છે. મારા માટે તો મારો શુદ્ધાત્મા જ સત્ય છે. બાકી આ જગત બધું મારા માટે અસત્ય છે એટલે કે તે અવલંબન લેવા યોગ્ય નથી. ખરેખર તો તે જાણવા યોગ્ય પણ નથી. જાણવા યોગ્ય એક ભગવાન આત્મા છે.. તે તારા ભાવમાં પણ આવતું નથી આહા... હા ! આ ભેદો
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૭૯ જાણવા યોગ્ય છે તેમ તું માને છે. હજુ તારે આ ભેદને ક્યાં સુધી તારે જાણવા છે? એક અભેદને જાણી લે તો ભેદો પ્રત્યક્ષપણે જણાય જશે. ભેદની સન્મુખ થયા વિના ભેદો જણાય જશે. કેવળજ્ઞાનમાં બધું જણાય જશે. ન્યાલચંદભાઈ સોગાનીજી તો કહે છે કેઅમને તો બસ આનંદ જોઈએ, અમને જ્ઞાન નહીં. જ્ઞાન તો કેવળજ્ઞાન થશે ત્યારે બધું જણાઈ જશે. તેથી કેવળજ્ઞાનનો-જાણવાનો પુરુષાર્થ નથી. અમને તો સુખ જોઈએ છે એટલે વારંવાર ઉપયોગ અંદરમાં લગાવે છે.
નિજ પરમાત્મ ભાવના અંતિમ ભાવના
આ પરમાત્મપ્રકાશની વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ શું છે કરવું? તો આ પરમાત્મપ્રકાશની વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ આવો વિચાર કરવો જોઈએ કે “શુદ્ધનિશ્ચયનયથી હું એક ત્રણ લોકમાં ત્રણ કાલમાં મનવચન કાયાથી અને કૃત-કારિત-અનુમોદનથી ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધ આત્માના સમ્યકશ્રદ્ધાન, સમ્યકજ્ઞાન અને સમ્યક અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિમાત્ર લક્ષણવાળા સ્વસંવેદનશાનથી સ્વસંવેધ, ગમ્ય, પ્રાપ્ય એવો પરિપૂર્ણ હું છું. રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઇન્દ્રિયોના વિષયવ્યાપાર, મનવચનકાયાના વ્યાપાર, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ખ્યાતિ, પૂજા, લાભ, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાન, માયા, મિથ્યાત્વ, એ ત્રણે શલ્ય આદિ સર્વ વિભાવપરિણામોથી રહિત શૂન્ય હું છું. સર્વ જીવો પણ આવાજ છે, એવી નિરંતર ભાવના કરવી.
(શ્રી પરમાત્મા પ્રકાશમાંથી
ક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
१८०
गाथा-४७ २॥था - ४७ जारिसिया सिद्धप्पा भवमल्लिय जीव तारिसा होति। जरमरणजम्ममुक्का अट्ठगुणालंकिया जेण।। ४७।।' यादृशाः सिद्धात्मानो भवमालीना जीवास्तादृशा भवन्ति।
जरामरणजन्ममुक्ता अष्टगुणालंकृता येन।। ४७।। शुद्धद्रव्यार्थिकनयाभिप्रायेण संसारिजीवानां मुक्तजीवानां विशेषाभावोपन्यासोयम्।
ये केचिद् अत्यासन्नभव्यजीवाः ते पूर्वं संसारावस्थायां संसारक्लेशायासचित्ताः सन्तः सहजवैराग्यपरायणाः द्रव्यभावलिंगधराः परमगुरुप्रसादासादितपरमागमाभ्यासेन सिद्धक्षेत्रं परिप्राप्य निर्व्याबाधसकलविमलकेवलज्ञानकेवलदर्शनकेवलसुखकेवलशक्तियुक्ता: सिद्धात्मान: कार्यसमयसाररूपाः कार्यशुद्धाः। ते यादृशास्तादृशा एव भविन: शुद्धनिश्चयनयेन। येन कारणेन तादृशास्तेन जरामरणजन्ममुक्ताः सम्यक्त्वाद्यष्टगुणपुष्टितुष्टाश्चेति।
જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે,
જેથી જનમમરણાદિહીન ને અષ્ટગુણસંયુક્ત છે. ૪૭. अन्वयार्थ :- [ यादृशाः] १॥ [ सिद्धात्मानः] सिद्ध मात्मामो छ [ तादृशाः] तेवा [भवम् आलीनाः जीवा:] मलीन (संसारी) पो [भवन्ति] छ,[ येन ] थी (ते संसारी पो सिद्धात्मामोनी भाई)[जरामरणजन्ममुक्ताः] ४न्म-४२।-भ२४थी २हित भने [अष्टगुणालंकृता:] 16 पोथी सालंकृत छे.
ટીકાઃ- શુદ્ધદ્રવ્યાર્થિક નયના અભિપ્રાયે સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં તફાવત નહિ હોવાનું આ કથન છે.
छ मति-शासन-भव्य पो था, तेसो पूर्व संस॥२॥१स्थामा संस॥२કલેશથી થાકેલા ચિત્તવાળા થયા થકા સહજવૈરાગ્યપરાયણ થવાથી દ્રવ્ય-ભાવ લિંગને ધારણ કરીને પરમગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પરમાગમના અભ્યાસ વડે સિદ્ધક્ષેત્રને પામીને અવ્યાબાધ (બાધા રહિત) સકળ-વિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન- કેવળદર્શન-કેવળસુખ-કેવળવીર્યયુક્ત સિદ્ધાત્માઓ થઈ ગયા-કે જે સિદ્ધાત્માઓ કાર્યસમયસારરૂપ છે, *કાર્યશુદ્ધ છે. જેવા તે સિદ્ધાત્માઓ છે તેવા જ શુદ્ધનિશ્ચયનયથી ભવવાળા ( સંસારી) જીવો છે. જે કારણે તે સંસારી જીવો * ॥र्यशुद्ध = आर्य-अपेक्षा शुद्ध.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૮૧ સિદ્ધાત્માઓ જેવા છે, તે કારણે તે સંસારી જીવો જન્મજરામરણથી રહિત અને સમ્યકત્વાદિ આઠ ગુણોની પુષ્ટિથી તુષ્ટ છે (-સમ્યકત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુલઘુ અને અવ્યાબાધ એ આઠ ગુણોની સમૃદ્ધિથી આનંદમય છે).
તા. ૨૨/૫/ '૭૯
ગાથા - ૪૭ : ઉપર પ્રવચન “શુદ્ધ દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયે” આ મૂળ શરત છે. આ આત્મા સિદ્ધ જેવો છે. કઈ નયે ? શુદ્ધ દ્રવ્યાર્થિકનયના અભિપ્રાય. એકલી દ્રવ્યાર્થિકનયે નહીં પણ શુદ્ધદ્રવ્યાર્થિકનયના અભિપ્રાય એટલે તેના બળે સંસારી જીવોમાં અને મુક્તજીવોમાં તફાવત નહીં હોવાનું આ કથન છે. શુદ્ધનયથી જોવામાં આવે તો સંસારી જીવો છે તે સિદ્ધ સમાન છે. તે સિદ્ધ જેવા છે. સિદ્ધમાં અને સંસારી જીવોમાં કાંઈ તફાવત નથી.
શુદ્ધ દ્રવ્યાર્થિકન, પર્યાયના ભેદને ગ્રહણ કરતી જ નથી. પરંતુ તે સામાન્ય શુદ્ધભાવને ગ્રહણ કરે છે. શક્તિએ જે આઠ ગુણો રહેલા છે તે કહેશે. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ થઈ તો એ નયે જોવામાં આવે તો મારો આત્મા પણ સિદ્ધ સમાન છે. જે વ્યક્તિને જોવે છે તેને વ્યવહારનય કહે છે. શક્તિને જોવે તે દ્રવ્યાર્થિકાય છે. પ્રથમ શક્તિને જ પછી વ્યક્તિ તો જણાય જશે. તેને જોવી નહીં પડે. વ્યક્તિ એટલે પર્યાય.
હવે આગળ વાત કહે છે-“જે કોઈ અતિ આસન્નભવ્ય જીવો થયા” અત્યાર સુધી જે કોઈ અતિ આસન્નભવ્ય જીવો થયા “તેઓ પૂર્વે સંસારાવસ્થામાં સંસાર કલેશથી થાકેલા ચિત્તવાળા થયા થકા”, જેટલા આસન્નભવ્ય જીવો થયા તેમાં સમ્યગ્દષ્ટિ થયા, અરિહંત થયા કે સિદ્ધ થયા તેઓ પણ પૂર્વની અવસ્થામાં, ભૂતકાળની અવસ્થામાં, સંસાર અવસ્થામાં તેઓ સંસાર કલેશથી થાકેલા હતા. રાગ-દ્વેષ અને મોટું તેનું નામ સંસાર છે. આ કુટુંબ, પરિવાર, ધન, દોલત તે કાંઈ સંસાર નથી. જીવની અશુદ્ધ પરિણતી તેનું નામ સંસાર છે. સ્વભાવથી ખસી જવું તેનું નામ સંસાર છે. પરિણતી સ્વભાવથી શ્રુત થાય છે હોં ! આત્મા તો અય્યત છે.
સંસરણ ઇતિ સંસાર” સ્વભાવમાંથી સરી જવું, પરિણતીનું ખસી જવું અને પરિણામમાં રાગ-દ્વેષ, મોહની ઉત્પત્તિ થવી તેને પરમાત્મા સંસાર તત્ત્વ કહે છે. સંસાર તત્ત્વ નથી જડમાં, નથી કર્મમાં અને નથી સંયોગમાં કે નથી શુદ્ધાત્મામાં કે નથી શુદ્ધોપયોગમાં. સંસાર તત્ત્વ એક સમયની શુભ-અશુભ જે પરિણતી ઉત્પન્ન થાય છે તેમાં છે. વિભાવભાવ તે આસ્રવતત્ત્વ છે. પુણ્ય, પાપ, આસ્રવતત્ત્વ તે સંસાર છે. પુણ્યના પરિણામ પણ સંસાર અને પાપના પરિણામ તે પણ સંસાર છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૭ એ પુણ્યની ઉત્પત્તિથી પણ આત્મા દુઃખી થાય છે એટલે પર્યાયમાં દુઃખ ઉત્પન્ન થાય છે. દયાદાન, કરુણા, કોમળતાના પરિણામ, અહિંસા આદિના પરિણામ, વ્રતાદિના પરિણામ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના સામાયિકના પરિણામ તે સંસાર છે. કેમકે નિશ્ચય સામાયિક તો અજ્ઞાનીને નથી તેથી વ્યવહાર સામાયિક પણ તેને નથી. તેને કષાયની મંદતા છે. તે વ્યવહાર સામાયિક નામ પામતું નથી. કેમકે નિશ્ચય સામાયિક વિના એના શુભભાવને વ્યવહાર સામાયિક કહી શકાય નહીં.
“સંસાર અવસ્થામાં સંસાર કલેશથી થાકેલા”, ઘડીકમાં શુભ અને ઘડીકમાં અશુભ તેવા પરિણામને સંસાર તત્ત્વ કહેવામાં આવે છે. એ સંસાર તત્ત્વ આકુળતામય છે. જે આકુળતામય છે તે શુદ્ધાત્મામાં નથી તેથી શુદ્ધાત્મામાં સંસાર નથી, સંસાર સંયોગમાં નથી, તેમજ શુદ્ધોપયોગમાં પણ સંસાર નથી, સંસાર માત્ર અશુદ્ધોપયોગમાં છે.
સંસારનો કલેશ એટલે કે-રાગ-દ્વેષ ઉત્પન્ન થયો ત્યાં કલેશ શરૂ થયો. કલેશ એટલે દુઃખ ઉત્પન્ન થયું. પછી તે દુકાનના વેપારનો પાપ રાગ હોય તો પણ કલેશમય છે. અને દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો રાગ હોય તો પણ તે કલેશમય છે. દેશનાલબ્ધિ સાંભળવાનો રાગ હોય તો પણ તે કલેશમય ભાવ છે. તે બધા ભાવો આત્માના પરિણામનો ઘાત કરનારા ભાવો છે. તે પરિણામો આત્માના સ્વભાવથી વિરુદ્ધભાવવાળા છે–તેથી કલેશમય ભાવો છે. આત્મા આનંદનીમૂર્તિ છે. જે સંસારથી થાકેલા ચિત્તવાળા છે તેને આ વિકલ્પનું દુઃખ ભાસે છે.
સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રવ્ય-ભાવલિંગને ધારણ કરીને ” આ કોને લાગુ પડે છે? જે ઉપર અતિ આસન્નભવ્ય જીવો થયા તેઓને પૂર્વે સંસાર અવસ્થાના વિકલ્પોના દુ:ખનો થાક લાગ્યો હતો. તે વિકલ્પ અને સ્વભાવનું ભેદજ્ઞાન કરીને સમ્યગ્દષ્ટિ થયા, અને પછી વિશેષ ચારિત્રની સ્થિરતા કરવા માટે સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રલિંગ અને ભાવલિંગને ધારણ કરીને.
શું કહ્યું? દ્રવ્યલિંગ એટલે બાહ્યની નગ્નતા તે પણ દેહ અપેક્ષાએ. શરીર ઉપર તાણો-વાણો હોઈ શકે નહીં. હવે જે પાંચમહાવ્રતના શુભભાવ છે તે પણ દ્રલિંગ છે. સાચા મુનિરાજને જે અઠ્ઠાવીસમૂળગુણના વિકલ્પ ઉઠ તેને પણ દ્રવ્યલિંગ કહેવાય છે. હવે ભાવલિંગ એટલે શુદ્ધોપયોગની દશા. તેઓ ક્ષણમાં અને પળમાં આનંદનું ભોજન કરે છે. તેને ભાવલિંગ કહેવામાં આવે છે. આ વૈરાગ્યનું ફળ આનંદ છે અને રાગ અને સંસારનું ફળ કલેશ છે.
એ રાગનું દુઃખ કયારે લાગે છે? સમ્યગ્દષ્ટિ ધર્માત્મા દીક્ષા અંગીકાર કરીને જ્યારે સાધુપદમાં આવે છે. તે વૈરાગ્ય પરાયણમાં તત્પર થવાથી એટલે કે પાંચ મહાવ્રતના પરિણામમાં તેની તત્પરતા નથી. સહજ જ્ઞાન વૈરાગ્ય જ્યાં હોય ત્યાં આત્મજ્ઞાન હોય,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૮૩
હોયને હોય જ. શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન નથી. જે આત્મજ્ઞાન, સ્વસંવેદનજ્ઞાન અનુભવજ્ઞાન તેની સાથે રહેલો વૈરાગ્ય તે સહજ વૈરાગ્ય છે સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રવ્યલિંગને તેમજ ભાવલિંગને ધારણ કરીને... આમાં કેટલું ચોખ્ખું લખ્યું છે. પાઠમાં છે કે નહીં ?
કોઈ તર્ક કરે કે–અમારે તો ભાવલિંગનું કામ છે અમારે દ્રવ્યલિંગનું શું કામ છે? તેને કહે છે–તારું નિમિત્ત ખોટું છે માટે ઉપાદાન પણ ખોટું છે. તારો વ્યવહાર ખોટો છે માટે તારો નિશ્ચય પણ ખોટો છે. નિશ્ચય સાચો હોય તો તેને યથાયોગ્ય જ વ્યહાર હોય, પરંતુ તેનાથી ઉતરતો વ્યવહા૨ હોઈ શકે નહીં.
આહા ! રાજપાટમાં રહીને હાથીને હોઠે કેવળજ્ઞાન થયું તે વાત સો ટકા ખોટી છે. આહા ! નિશ્ચયને અને વ્યવહારને સુમેળ હોય છે. જેટલા પ્રકારે અંતરમાં કષાયનો અભાવ થયો હોય તેટલા પ્રકારનો તેને બાહ્યનો શુભભાવ હોય, હોયને હોય જ. શુભભાવને દ્રવ્યલિંગ કહેવાય અને શુદ્ધ પરિણામને ભાવલિંગ કહેવાય અને શુદ્ધભાવને આત્મા કહેવાય. શુદ્ધભાવ તે શુદ્ધાત્મારૂપ છે. અને ભાવલિંગ તે શુદ્ધોપયોગરૂપ છે. દ્રવ્યલિંગ છે તે અશુદ્ધઉપયોગ છે હવે સાધકને અશુદ્ધઉપયોગ ઘટતો જાય છે અને શુદ્ધઉપયોગ વધતો જાય છે. કોના બળે ? શુદ્ધાત્માના અવલંબને.
આહા ! વૈરાગ્યમાં જે પરાયણ-તત્પર છે એટલે કે તેની તત્પરતા પાંચ મહાવ્રતમાં નથી. હું આ નગ્ન છું માટે મારો મોક્ષ થશે એવા નગ્નના પક્ષથી રહિત દ્રવ્યલિંગી અને ભાવલિંગી હોય છે. આ પાંચ મહાવ્રતને હું પાળું છું માટે મારો મોક્ષ થશે એવો પક્ષ ભાવલિંગીને હોતો નથી. અને જેણે દ્રવ્યલિંગ ધારણ કર્યું છે અને ભાવલિંગપણું નથી તેને બાહ્યની નગ્નતા દિગમ્બર કહેવાય તો પણ તેને પાંચમહાવ્રતનો પક્ષ હોવાથી એ આત્મા દ્રવ્યલિંગી નથી-તે મિથ્યાર્દષ્ટિ છે. કેમકે તેણે કષાયથી લાભ માન્યો છે.
પ્રશ્ન:- પાંચ મહાવ્રત કષાય છે કે અકષાય ?
શ્રોતાઃ- એ પોતાની માન્યતામાં રાચે છે.
ઉત્ત૨:- રાચે તો રાચો, પરંતુ તેનો મોક્ષ થાય તેમ કેવળી ભગવાનના જ્ઞાનમાં આવતું નથી. કોઈ તર્ક કરે કે–મારે શું વાંધો છે? સંસારમાં વેપાર પણ કરીએ અને વેપારથી નિવૃત્તિ લઈને ઘરે જઈને ધ્યાનમાં મગ્ન થઈ જઈએ. તે વખતે બેડરૂમમાં કપડાં બધાં ઉતારી નાખશું, થોડીવાર ઉતારી નાખશું બેડી, તે અમારું દ્રવ્યલિંગ થઈ ગયું. કેમકે નગ્ન થયા તો દ્રવ્યલિંગ થયું અને આત્માના વિચાર કરીએ છીએ તે ભાવલિંગ છે. આવું માનનાર મૂઢ અને મૂર્ખ છે. તેને કાંઈ ભાન નથી. કેમકે તેની ભાવના તો થોડીવાર પછી કપડાં પહેરવાની છે.. અને પછી તેને દુકાને જવાની ભાવના પણ છે. આહા ! ઘરમાં બેઠા સાધુપદ ત્રણકાળમાં આવી શકતું નથી. હજુ તને ઘરની આસક્તિ છે, કુટુંબ પરિવારની આસક્તિ પણ છૂટી નથી તેને સાધુ કહેવાતા નથી. ટાઢવાય ત્યારે કપડાં
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૮૪
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૭ ઓઢે, ગોદડાં એ સાધુનું લક્ષણ નથી. એ બધા કુસાધુઓ છે. આહા.. હા ! ચોખ્ખી વાત છે. આ કાંઈ દ્વેષની વાત નથી પરંતુ તત્ત્વની વાત ચાલે છે પંચ પરમેષ્ઠીમાં એક સાધુપદ છે એ સાધુપદનું શું સ્વરૂપ છે? એ નગ્ન મુનિરાજનું શું સ્વરૂપ છે ? જેની દશામાંથી રાગ અને દ્વેષ ચાલ્યો ગયો છે. તેઓ સામ્યભાવે રહે છે કોઈ મારો મિત્ર નથી અને કોઈ મારો દુશ્મન પણ નથી.
66
દ્રવ્ય અને ભાવલિંગ ધારણ કરીને, આહા ! ૫૨મ ગુરુના પ્રસાદથી પ્રાસ કરેલા ”, આ સવિકલ્પદશાની ભૂમિકામાં વિવેક કેટલો વર્તે છે તે કહે છે. જેણે દ્રવ્યલિંગ અને ભાવલિંગને ધારણ કર્યું છે અને વૈરાગ્ય પરાયણ છે.. એવા મુનિવરો પણ પોતાના ગુરુનું બહુમાન કરે છે. અમને ગુરુની કૃપાથી ભાવલિંગ મળ્યું છે, એમના પ્રસાદથી એટલે તેની કૃપાથી–મહેરબાનીથી પ્રાપ્ત થયું છે. જુઓ ! વ્યવહારનયના થનની પદ્ધતિ અને વ્યવહારનયનો વિષય અને તેનો વિકલ્પ કેવો આવે છે તે બતાવે છે. સજ્જનો
ઉપકારને ઓળવતા નથી. આ ભાવલિંગી મુનિ સજ્જન છે. તે એમ નથી કહેતા કે અમારા ઉપાદાનથી થયું છે અમારા ગુરુએ કાંઈ કર્યું નથી તે વાત તારી નિશ્ચયથી બરાબર છે.
સાધક છે હજુ સ્વરૂપમાં ઠર્યો નથી તેથી તને વિકલ્પ ઉઠે છે. વિકલ્પના કાળે ઉપકારીનો ઉપકાર જો તને ભાવમાં ન આવે તો તો તું ધીઠ છો. શું કહ્યું ? અમારા ઉપાદાનથી અમને આ મુનિપણું થયું છે એમ ન હોય. “ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તાં સમજવું તેહ.” વ્યવહાર વ્યવહારના સ્થાને હોય છે, વ્યવહાર ઉપાદેય નથી. પરંતુ વ્યવહારના સ્થાને વ્યવહા૨ આવી જાય છે, પણ તેનો કર્તા નથી.
આહા ! પોતાએ જેની પાસેથી દિક્ષા અંગીકાર કરી હોય અથવા જેની પાસેથી આત્મબોધની પ્રાપ્તિ થઈ છે તે મારા ઉપકારી છે. અરે ! એની કૃપાથી, તેમની મહેરબાનીથી આ પદની મને પ્રાપ્તિ થઈ છે. આહા ! જુઓ ! સજ્જનો ઉ૫કા૨ને ઓળવતા નથી.. એવો નિયમસારમાં પાઠ છે હોં ! સજ્જનો ઉપકારને ઓળવતા નથી.
પહેલાના કાળમાં તો બહુ હતું. સામાન્યમાણસ પોતે હોય અને ૫૦૦ રૂપિયા દુકાન માંડવા માટે કોઈએ આપ્યા હોય, અગાઉના કાળમાં ૫૦૦ રૂપિયા ઘણાં કહેવાતા. પછી તેનો પુણ્યનો ઉદય હોય તો ઘણાં થઈ જાય.. થોડા વખતમાં લખપતિ થઈ જાય. અને જેણે ૫૦૦ આપ્યા હોય તે થઈ જાય ભિખારી. બહારમાં તો બધા પુણ્ય-પાપના ખેલ છે. એ શેઠ જ્યારે આવે તે તેને આંગણે અથવા સામા મળે ત્યારે ગરદન ઝૂકી જાય હોં! આપે મારા ઉપર ઉપકાર કર્યો છે. આ બધું આપનું જ છે. ઘરે આવે તો ઉભો થઈ જાય અને પગમાં પડી જાય. સજ્જનો ઉપકારને ઓળવતા નથી. તે એમ નથી કહેતો કેઆ બધું અમારા પુણ્યથી થયું છે. તમે ૫૦૦ આપ્યા પરંતુ મારા પુણ્ય હતા તો તમોને
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૮૫
૫૦૦ રૂપિયા આપવાનો વિકલ્પ આવ્યો ને ? જોઈ લેજો ! તે વ્યવહારને સમજતો નથી અને નિશ્ચયને પણ સમજતો નથી.
એ ભાઈ એમ કહે છે કે-જ્યારે વ્યવહારની વાત આવે ત્યારે વ્યવહારને બરોબર ઉભો રાખો છો. પરંતુ વ્યવહાર-વ્યવહારનયના સ્થાનમાં છે કે નહીં ? કે નથી ? કે વ્યવહારનયનો વિષય જ નથી ? આ શું લખે છે? દ્રવ્ય-ભાવલિંગ ધારણ કર્યું છે જેણે એવા પદ્મપ્રભમલધારિદેવ ફરમાવે છે કે–અમને જે આ પદની પ્રાપ્તિ થઈ છે, મોક્ષમાર્ગની અર્થાત્ નિશ્ચયમોક્ષમાર્ગની તે અમારા પરમગુરુના પ્રસાદથી થઈ છે. આહા ! પરમગુરુ સર્વજ્ઞદેવ છે. તેમની પરંપરામાં પરમગુરુ ગણધરદેવ છે. તેમનાથી માંડીને અમારા ગુરુ પર્યંત અમને તેની કૃપાથી-પ્રસાદથી પ્રાપ્તિ થઈ છે.
“૫૨મગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પરમાગમના અભ્યાસ વડે”, શું કહ્યું ? ૫૨મ આગમ એટલે દ્રવ્યાનુયોગના શાસ્ત્રોના અભ્યાસ વડે, ગુરુના પ્રસાદથી અને ૫૨માગમોના અભ્યાસથી તેવા બે શબ્દો છે. આ વ્યવહાર નથી તો શું છે? વ્યવહાર વ્યવહા૨ના સ્થાને છે પણ તે ઉપાદેય નથી.. તેણે વ્યવહારને માન્યો અને જાણ્યો કહેવામાં આવે છે. વ્યવહા૨થી થાય તેને વ્યવહાર નથી... પરંતુ વ્યવહારાભાસ છે. પ્રાપ્ત કરેલા પરમાગમોના અભ્યાસ વડે “ સિદ્ધક્ષેત્રને પામીને અવ્યાબાધ (બાધા રહિત ) સકળવિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન-કેવળદર્શન-કેવળસુખ-કેવળવીર્યયુક્ત સિદ્ધાત્માઓ કાર્ય સમયસાર રૂપ છે.”
જેટલા સિદ્ધ પરમાત્માઓ થઈ ગયા તે સંસારથી થાકીને, ભેદજ્ઞાન કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યા પછી તે તેના ગુરુ પાસે જઈને દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા અંગીકાર કરીને કહે છે કે–ભગવંત મને મારા ધ્યાનમાં જવા માટે મને એકાન્તની રજા આપો... તો હું ગિરીગુફામાં જાઉં. મુનિઓ-સાધુઓ હોય તે ગામમાં ન રહે, ઘરમાં ન રહે, એ જંગલના સિંહ તો જંગલમાં ફરતા હોય. કેસરીસિંહ કાંઈ ગામમાં વસતા હશે ? આહા ! તેનો વાસ તો ગિરીગુફામાં છે. ત્યાં જઈને અમારા ધ્યાનમાં અમારે લીન થાઉં છે. શ્રીગુરુ તેની ઉગ્ર પરિણતી જાણીને કહે છે-તથાસ્તુ. એ મુનિ જંગલમાં જાય છે અને જ્યાં બે ચાર કલાક થાય છે તો ખબર મળ્યા કે–આપના શિષ્યે તો કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આહા... હા ! એવી ઉગ્ર પરિણતી છે.
એવા જે સિદ્ધ પરમાત્મા થયા એ જ્યારે સાધક અવસ્થામાં વૈરાગ્યમાં પરાયણ હતા. ત્યારે તેમના ગુરુના પ્રસાદથી આ પ્રાપ્તિ થઈ તેમ વિચારતા હતા. પરમાગમના પ્રસાદથી આ દશા અમને પ્રગટ થઈ હતી. તેમ જિનવાણીનું અને પોતાના ગુરુનું બહુમાન પ્રગટ કરે છે.
આહા ! આવા જે સિદ્ધાત્માઓ થઈ ગયા તે કાર્ય સમયસારરૂપ છે. જે સિદ્ધાત્માઓ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
પ્રવચન નં:- ૧) ગાથા-૪૭ થયા તે કાર્ય સમયસારરૂપ છે. તેઓ કાર્ય અપેક્ષાએ પરિપૂર્ણ શુદ્ધ પ્રગટ થયા છે. આમ જે પર્યાય અપેક્ષાએ પરિપૂર્ણ થયા તેને કાર્ય સમયસાર કહેવામાં આવે છે.
નીચે જુઓ ! ફૂટનોટમાં છે. કાર્યશુદ્ધ-કાર્ય-અપેક્ષાએ શુદ્ધ. હવે વિષય આવ્યો. ઉપર જે કહ્યું હતું કે-શુદ્ધ દ્રવ્યાર્થિકનયના અભિપ્રાય સંસારી જીવો અને મુક્ત જીવોમાં કાંઈ ફેર નથી. વ્યવહારનયે ફેર છે પરંતુ નિશ્ચયનયે કાંઈ ફેર નથી. વ્યવહારનયે જે ફેર છે તેને હું ગૌણ કરું છું.. અર્થાત્ તેનું લક્ષ છોડું છું. અને નિશ્ચયનયથી હું મારા આત્માને જોઉં છું તો-મારો આત્મા અત્યારે સિદ્ધ સમાન છે. નિશ્ચયનયે હોં! એટલે ઉપયોગને આત્માના સ્વભાવની સન્મુખ લઈ જઈને જોવામાં આવે તો એ શરત છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયે એટલે વ્યવહારનયે નહીં પરંતુ દ્રવ્યાર્થિકનયે પણ ન કહેતાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયે તેમ કહ્યું.
કાર્ય સમયસાર છે, કાર્ય શુદ્ધ છે. જેવા તે સિદ્ધાત્માઓ છે તેવા જ શુદ્ધ નિશ્ચયનયથી ભવવાળા (સંસારી) જીવો છે. જેવા સિદ્ધભગવંતો છે તેવા જ–તેવા જ હોં ! શુદ્ધનિશ્ચય નથી, અશુદ્ધ નિશ્ચયનયથી તો નહીં પરંતુ નિશ્ચયનયથી પણ ના કહેતાં શુદ્ધ નિશ્ચયનયથી સંસારી જીવો છે. શુદ્ધાત્માના અનુભવના કાળથી જ્યારે જોઉં છું તો તે કાળમાં અને તે કાળથી શુદ્ધોપયોગથી જોઉ છું તો ભવવાળા સંસારી જીવો જેવા જ સિદ્ધ પરમાત્મા છે, તેવા જ સંસારી જીવો પણ શુદ્ધનિશ્ચયથી છે. કેમકે શુદ્ધનિશ્ચયનયનો વિષયભેદ નથી, તેનો વિષય રાગ નથી, તેનો વિષય શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્મા છે તે સિદ્ધ સમાન છે. જે કારણે તે સંસારી જીવો સિદ્ધ આત્માઓ જેવા જ છે. જે કારણે એટલે શુદ્ધનિશ્ચયનયે એ સંસારી જીવો સિદ્ધ આત્મા જેવા જ છે.
તે કારણે તે સંસારી જીવો જન્મ જરામરણથી રહિત અને સમ્યકત્વાદિ આઠ ગુણોની પૃષ્ટિથી તુષ્ટ છે. સંસારી જીવોને શુદ્ધનયથી જોવામાં આવે તો તે વર્તમાનમાં જન્મ, જરા, મરણથી રહિત છે. તેને તે કારણે એટલે તેને તે નથી. આ વર્તમાનની વાત કરે છે. નિશ્ચયનયથી પોતાના શુદ્ધાત્માની સન્મુખ જઈને, અનુભવમાં આવીને, શુદ્ધાત્માને શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ કરીને અને જે પરોક્ષ શ્રુતજ્ઞાન છે તેને રોકીને, અતીન્દ્રિયશ્રુતજ્ઞાન જે છે કે જેને ઇન્દ્રિયનું અવલંબન નથી તે અપેક્ષાએ તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એવા શુદ્ધ ઉપયોગ દ્વારા શુદ્ધાત્માને જાણતાં તે સંસારી જીવો જન્મ, મરણથી રહિત છે. જન્મ, જરા અને મરણ મને નથી. કઈ નયના બળે ? શુદ્ધ નિશ્ચયનયથી. હવે તેનાથી આગળ વાત કરે છે. આનાથી વધારે સૂક્ષ્મ વાત કરે છે. રહિત છે તે વાત કરી હવે શેનાથી સહિત છે તે કહે છે.
એક પુરુષાર્થ સિદ્ધિઉપાય નામનું શાસ્ત્ર છે. તે અમૃતચંદ્રાચાર્ય ભગવાને બનાવેલું છે. તે તેમનો સ્વતંત્ર ગ્રંથ છે. તેમાં શ્રોતાના ઘણાં લક્ષણ કહ્યાં છે. શ્રીમદ્જીએ પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૮૭ શ્રોતાના લક્ષણમાં કહ્યું છે કે-કષાયની મંદતા, મધ્યસ્થતા, સરળતા, જિતેન્દ્રિયપણું આદિ ગુણો તો શ્રોતામાં હોય પરંતુ આ ઉપરાંત શ્રોતાનું લક્ષણ કહ્યું.
અમૃતચંદ્ર સૂરિ કહે છે કે-જેને નિશ્ચય અને વ્યવહારનયનું જ્ઞાન હોય તેને ખરેખર શ્રોતા કહેવામાં આવે છે. કેમકે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની વાણી હિનયાશ્રિત છે. દિનયાશ્રિત છે એટલે કોઈ વખતે નિશ્ચયની મુખ્યતાથી વચન આવતું હોય અને કોઈ વખતે વ્યવહારની મુખ્યતાથી જાણવા માટે વચન આવતું હોય. કથનની પદ્ધતિના આ બે પ્રકાર છે. તેમાં યથાર્થને નિશ્ચયનય કહે છે ઉપચારને વ્યવહારનય કહે છે.
તેથી ઓછામાં ઓછું બે નયનું જ્ઞાન જરૂરી છે. બાકી નયના પ્રકારો તો ઘણાં હોય પરંતુ બે નય બસ છે. શાસ્ત્રોનો ઉકેલ કરવા માટે અને આત્માનો અનુભવ કરવા માટે આ બે નયની આવશ્યકતા છે. આટલી આવશ્યક્તા શ્રોતા માટે છે. તો તે જિનવાણીનો મર્મ સમજી શકશે, નહીંતર તે સમજી શકશે નહીં.
અહીંયા કહેવામાં એ આવ્યું કે-સંસારી જીવોપણ વર્તમાનમાં, શુદ્ધનિશ્ચયનયથી જોવામાં આવે તો સિદ્ધ સમાન છે. જન્મ-મરણથી તો રહિત છે. પરંતુ આઠગુણોથી સહિત છે. અને સભ્યત્વ આદિ આઠગુણોની પુષ્ટિથી તુષ્ટ છે. આવા ગુણો પ્રગટ થશે એમ નહીં પરંતુ સંસારી જીવોમાં શક્તિરૂપે રહેલા છે. કઈ નયના બળે? શુદ્ધ નિશ્ચયનયના બળે. હું શુદ્ધ નિશ્ચયનયથી આવો છું તેમ આત્માનો અનુભવ કરનારને આવા આઠ ગુણો વ્યક્તિમાં પ્રગટ થાય છે. સિદ્ધને પ્રગટ થયા છે અને પોતાને પ્રગટ થઈ જાય છે. આઠ ગુણોમાં જુઓ સૌથી પહેલું સમ્યત્ત્વ લીધું. “સમ્યકત્ત્વ, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, સૂક્ષ્મત્ત, અવગાહન, અગુરુલઘુ અને અવ્યાબાધ એ આઠગુણોની સમૃદ્ધિથી આનંદમય છે.” ચાર ઘાતિ અને ચાર અઘાતિ તેના અભાવથી ઉત્પન્ન થયેલાં અનુજીવી અને પ્રતિજીવી ગુણોની વ્યાખ્યા કરતાં કહે છે કે-એ આઠગુણોની સમૃદ્ધિથી આનંદમય છે. સંસારી જીવ આનંદમય છે. સંસારી જીવ સમ્યકત્વથી સહિત અને કેવળજ્ઞાનથી સહિત, અનંતવીર્યથી સહિત, અને પૂર્ણ આનંદથી સહિત છે.
સંસારી જીવો શુદ્ધ નિશ્ચયનયના બળે એટલે કે જે જ્ઞાનનો પર્યાય છે તેને શુદ્ધ નિશ્ચયનય કહેવાય. અતીન્દ્રિયજ્ઞાનનો જે પર્યાય છે તે શ્રુતજ્ઞાન છે. પરંતુ કેવળજ્ઞાન નથી. કેવળજ્ઞાનમાં નય ન હોય, મિથ્યાષ્ટિને પણ નય ન હોય. પરંતુ સાધક આત્માને નય હોય છે. નય શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે. એ પ્રમાણના એક અવયવને શુદ્ધનિશ્ચયનય કહેવામાં આવે છે. જેનો વિષય શુદ્ધભાવ છે. જે જ્ઞાનનું પ્રયોજન શુદ્ધ આત્માને જાણવાનું છે.. તે જ્ઞાનના અંશને શુદ્ધનય અથવા શુદ્ધનિશ્ચયનય કહેવામાં આવે છે.
કહે છે-વ્યવહાર બે પ્રકારના છે. (૧) પરાશ્રિત વ્યવહાર (૨) ભેદાશ્રિત વ્યવહાર. પરાશ્રિત વ્યવહાર તે શુભભાવ છે. અને ભેદાશ્રિત વ્યવહાર તે સમ્યગ્દર્શન-જ્ઞાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૭ ચારિત્રના પરિણામ છે. એ પણ સભૂત વ્યવહારનયનો વિષય છે. એ વ્યવહાર છે તે ભેદાશ્રિત છે. શુભભાવ છે તે પરાશ્રિત છે. તે પણ બે પ્રકારના છે. (૧) અસત્કૃત અને (૨) સભૂત વ્યવહાર
હવે અહીંયા કહે છે કે-એક વ્યહારનય છે અને એક નિશ્ચયનય છે. નિશ્ચયનયનો વિષય એકલો શુદ્ધાત્મા છે. એ શ્રુતજ્ઞાનમાં શુદ્ધનયથી એટલે નિશ્ચયનયથી ભગવાન આત્માનો અનુભવ કરવામાં આવે ત્યારે સાધક એમ જાણે છે કે-વર્તમાનમાં હું આઠ ગુણોથી સહિત છું. સંસારી જીવોને આઠ ગુણ વર્તમાનમાં પર્યાયમાં પ્રગટ થયા નથી. જેમ સિદ્ધ પરમાત્માને પ્રગટ થયા છે તેમ સંસારી જીવને પ્રગટ થયા નથી. તેને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ હજુ પ્રગટ થયા નથી. પરંતુ શુદ્ધનયના બળે એટલે જે દ્રવ્યને જોનારું જ્ઞાન છે તે દ્રવ્ય નિક્ષેપથી ભાવિમાં પ્રગટ થનારી પર્યાયના દર્શન કરી લ્ય છે. આહાહા ! કઠણ પડ બિન અનુભવીને-અનુભવી તો જેમ હોય તેમ જાણી લે છે કે આ કથન ૧OO
પ્રશ્ન- વસ્તુનું જ્ઞાન દ્રવ્યનિક્ષેપથી ભાવિમાં થવાવાળી પર્યાયને જાણી લે છે?
ઉત્તર:- જાણી લે છે કેમકે નયનો વિષય નિક્ષેપ છે. આહા! નયનો વિષય નિક્ષેપ હોવાથી તે ભાવિ નૈગમનથી પણ પર્યાયના દર્શન કરી લે છે. અને દ્રવ્ય નિક્ષેપથી પણ જાણી લ્ય છે. આહા ! નયનો વિષય ભાવિને પણ જાણવાનો છે. તે અવ્યક્ત અપ્રગટને પ્રગટ સમાન જાણે છે. આહા... હા ! એ જ્ઞાનનો મહિમા અને શક્તિ અચિંત્ય છે. અજ્ઞાનીને ઘડીકમાં બેસે એવું નથી. તે ભાઈનો પડકાર આવે છે સત્યવાત છે. આમાં ભાષાનું કામ નથી.
એ રાજકોટ ચર્ચામાં કહ્યું હતું, એ વખતે સભામાં હું બેઠો હતો. આ કાને સાંભળેલી પ્રત્યક્ષ વાત છે. એ વખતે ઘણાં હતા, પછી અંદરમાં ખળભળાટ થઈ ગયો. આ શું નવી વાત આવી ? બધા મુમુક્ષુ ઘરે આવ્યા અને એક સાથે પ્રશ્ન ઉઠાવ્યો ગુરુદેવે આ શું કહ્યું? શ્રુતજ્ઞાનમાં વળજ્ઞાનના દર્શન થાય? હોય એના દર્શન થાય. ન હોય તેના દર્શન કયાંથી થાય?
અરે! મૂરખા, જે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ ભવિષ્યમાં થવાનું છે તેને વર્તમાનનું જ્ઞાન જાણી લ્ય છે. આજે મંગળવાર છે અને આવતીકાલે બુધવાર થશે તે જ્ઞાન જાણી લ્ય છે કે નહીં? શું નથી જણાતું? જણાય જાય છે. તેમ શુદ્ધનિશ્ચનયના બળે એટલે આત્માના આશ્રયથી પ્રગટ થયેલું અતીન્દ્રિયજ્ઞાન જે નિર્મળ, સ્વચ્છ, નિર્વિકારી, અકષાયી છે. તે અતીન્દ્રિયજ્ઞાનની તાકાત અચિંત્ય છે. આહા.... હા ! એક સમયની જ્ઞાનની આટલી તાકાત તો દેવાધિદેવ જ્ઞાયક પરમાત્માની શું વાત કરવી ! તે આઠ ગુણોથી સહિત છે. તેની પુષ્ટિથી તુષ્ટ છે. આહા ! આનાથી ભગવાન આત્મા પોષાયેલો છે. આ નિયમસારમાં છે કે આત્મા આઠ ગુણોથી સહિત છે. આ સિવાય કોઈ જગ્યાએ આ વાત નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૯
શુદ્ધ અંત:તત્ત્વ
આહા હા ! નયનો વિષય નિક્ષેપ છે. નયનો વિષય આ દ્રવ્ય છે. આ દ્રવ્ય પોતે નિક્ષેપરૂપ છે. દ્રવ્ય સ્વભાવ છે તે નિક્ષેપરૂપ છે-કેમકે તે જ્ઞય છે, માટે તે નિક્ષેપ થઈ શકે છે. પોતાના આત્માને દ્રવ્ય નિક્ષેપથી જોવામાં આવે તો વર્તમાનમાં તે આઠ ગુણોથી સહિત છે. ભાવિનૈગમનય સાધકને હોય છે. એટલે ભાવિમાં ઉત્પન્ન થવાની પર્યાયને વર્તમાનવત્ જાણી લ્ય તેવી તાકાત અતીન્દ્રિયજ્ઞાનમાં રહેલી છે. પર્યાયો પ્રગટ થવા પહેલા જાણી લે હોં! આ ઊંચી વાત છે.
ગુરુદેવ કહે છે–આતો અધ્યાત્મની સૂક્ષ્મ વાતો છે. ગુરુદેવ ફરમાવે છે કે-સમજાય એટલું સમજવું. બાકી નકારતો કરવા જેવો નથી. આહા! જ્યારે જીવોને સીધો આત્માથી અનુભવ થાય ને ત્યારે તેને શાસ્ત્રનું વચન અને ગુરુનું વચન ધારણામાંથી બહાર આવે છે. આહા.... હા ! મને આજ આવો અનુભવ થયો. જેવી વાત મેં ગુરુદેવ પાસેથી પણ સાંભળી હતી એવો જ આજ મને અનુભવ થયો એવી આ વાત છે આ સન્ના સંસ્કાર પણ કોઈ જુદી જાતના રહેલા છે.
[ હવે ૪૭મી ગાથાની ટીકાપૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે.]
શ્લોક - ૭૧
(અનુષ્ટ્રમ) प्रागेव शुद्धता येषां सुधियां कुधियामपि।
नयेन केनचित्तेषां भिदां कामपि वेम्यहम्।। ७१।। [ શ્લોકાર્થ-] જે સુબુદ્ધિઓને તેમ જ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે, તેમનામાં કાંઈ પણ ભેદ હું ક્યા નયથી જાણું? (તેમનામાં ખરેખર કાંઈ પણ ભેદ અર્થાત્ તફાવત નથી.) ૭૧.
શ્લોક - ૭૧ : ઉપર પ્રવચન “જે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે.” સમ્યગ્દષ્ટિઓને એટલે સાધક અંતરાત્માને.... તે સુબુદ્ધિઓ અને કુબુદ્ધિઓ એટલે અજ્ઞાની જીવોને, મિથ્યાષ્ટિ જીવોને, અહીં જીવોને તેમ કેમ કહ્યું? એ તો પર્યાયનો આરોપ જીવ ઉપર આપીને જીવ આવો છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. જીવ તો જેવો છે તેવો છે. જીવ સુબુદ્ધિ પણ નથી અને કુબુદ્ધિ પણ નથી. સુબુદ્ધિ પણ પરિણામનું વિશેષણ છે અને કુબુદ્ધિ પણ પરિણામનું વિશેષણ છે. તે આત્માનું વિશેષણ નથી. છતાં ઉપચારથી વ્યવહારિકજનને વ્યવહારની ભાષાથી સમજાવવામાં આવે છે. સુબુદ્ધિઓ એટલે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯)
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૭ અંતરાત્માને એટલે સાધકને-સમ્યગ્દષ્ટિને તેમજ કુબુદ્ધિઓ એટલે અજ્ઞાની મિથ્યાષ્ટિ પ્રાણીઓને પ્રથમથી જ શુદ્ધતા છે.
ઉપર ગાથામાં જે કહ્યું તેના ટેકામાં આ શ્લોક છે. ઉપર ગાથામાં વિસ્તાર કર્યો હતો, હવે તે વાતના રહસ્યને ટૂંકાણથી કહે છે. ઉપર વિસ્તારથી કહ્યું હતું તે વાતને સંક્ષેપથી કહે છે. ઘણી વખત બહુ લાંબી વાત થાય ત્યારે થોડુંક પહેલું સાંભળ્યું હોય તે વિસ્તારથી આવ્યા કરે તો આગળનું ભૂલાય જાય. અને બીજું વાકય સાંભળે ત્યારે આ બરોબર છે, પછી ત્રીજું વાકય આવે, ચોથું વાકય આવે ત્યારે પેલાં બન્ને ભૂલાય જાય વિસ્મરણ થઈ જાય. એટલે આચાર્ય ભગવાનને એમ થયું કે-બહુ વિસ્તારથી તો કહ્યું છે અને હવે ફરી બહુ વિસ્તાર કરતાં આગળની પહેલી વાત ભૂલીને બીજી વાત યાદ કરે અને પછી બીજી ભૂલીને ત્રીજી યાદ કરે, તેના કરતાં લાવને સંક્ષેપમાં કહી દઉં! સંક્ષેપમાં કહેવાથી જલ્દી પકડાઈ જાય.
સમ્યગ્દષ્ટિ હો કે મિથ્યાદેષ્ટિ હો ! તેમાં બહુવચન છે હોં ! સુબુદ્ધિઓ એટલે સમકિતી સાધક ઘણાં હોય છે અને કુબુદ્ધિઓને એટલે મિથ્યાષ્ટિઓને પ્રથમથી જ અનાદિથી શુદ્ધતા છે. તે શુદ્ધતા કેવી છે? સિદ્ધને જે પ્રગટ થઈ ગઈ છે તેવી શુદ્ધતા સંસારી પ્રાણીઓને અંદરમાં શક્તિરૂપે પ્રથમથી જ રહેલી છે. શક્તિ હોય તો વ્યક્તિ થાય છે. શક્તિનો જ અભાવ થાય તો વ્યક્તિ થઈ શકે નહીં.
પ્રથમથી જ આ વચન કેવું મીઠું મધુરું અમૃત જેવું વચન છે. આહા...હા..હા ! આખી પર્યાય દૃષ્ટિ છૂટી જાય તેવું વચન છે. એ.. ગુરુદેવની પર્યાયને જોવાનું બંધ થઈ જાય, અને મિથ્યાદેષ્ટિની પર્યાયને જોવાનું બંધ થઈ જાય, અને પોતાની પર્યાયને જોવાનું બંધ થઈ જાય તેવું છે.
અરે ! પ્રથમથી જ શુદ્ધતા છે. અનાદિથી ભગવાન આત્મા તો શુદ્ધ છે. પ્રથમથી જ શુદ્ધતા છે. શુદ્ધતા થશે એમ નહીં. આ કેવો અધિકાર છે? શુદ્ધભાવ અધિકાર છે. પ્રથમથી જ શુદ્ધતા છે “તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું?” આહા ! જુઓ, આ અધ્યાત્મની મસ્તી.
અતિ આસન્નભવ્ય જીવ છે, જેને હવે એકાદ ભવ બાકી છે, આહા ! એવા મુનિકુંજરોમુનિવરો આત્મામાં લીન થઈને નિત્ય આનંદનું ભોજન કરે છે. જે વૈરાગ્યમાં પરાયણ છે એવા ધર્માત્માઓ એમ ફરમાવે છે કે આ સંસારી અને આ સિદ્ધ એવો જે ભેદ કરનારી વ્યવહારનય એટલે જ્ઞાનનો અંશ છે તે ભેદને પ્રસિદ્ધ કરે છે. જે ભેદને જાણનારો જ્ઞાનનો અંશ છે તેવી વ્યવહારનય અમારી પાસે અત્યારે નથી.
શું કહે છે? આ સુબુદ્ધિ અને આ કુબુદ્ધિ, આ સમકિતી અને આ મિથ્યાષ્ટિ, આ દુઃખી અને આ સુખી તેવો કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું? “કાંઈ પણ ભેદ' તેવો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૯૧ શબ્દ વાપર્યો છે હોં ! જરા (થોડો ) જેટલો પણ ભેદ હું કયા નયથી જાણું?
આહા ! ભગવતીમાતા ફરમાવે છે કે અમે તો બધા આત્માને સિદ્ધ જેવા જોઈએ છીએ. આ આત્મા સંસારી અને આ આત્મા સમકિતી એવો ભેદ જોવાનું જ્ઞાન હોવા છતાં તે અત્યારે નહીં હોવા બરોબર થઈ ગયું છે. જુઓ ! આવો સ્યાદ્વાદ રાખીને, એટલે કે વ્યવહારનય સાધકને હોય છે. ભેદને જાણનારું જ્ઞાન સાધકને શ્રુતજ્ઞાનની પર્યાયમાં હોય છે. પરંતુ જ્યારે અમે નિશ્ચયનયના બળવાળા જ્ઞાનથી જોઈએ છીએ ત્યારે તે વ્યવહારનય હતી નહતી થઈ જાય છે. આ આચાર્ય મહારાજનું કથન છે અને ભગવતીમાતાનો દાખલો આપ્યો.. સમજવા ?
આચાર્ય ભગવંત ફરમાવે છે કે–તેમનામાં એટલે સાધક અને બાધકમાં, સમકિતી અને મિથ્યાષ્ટિમાં, કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું? આહાહા ! એ ભેદને જાણનારી નય હોવા છતાં પણ નહીં હોવા બરોબર છે. કેમકે એ નયથી હું જાણું તેવો મારો સ્વભાવ નથી. આહા... હા ! એ વ્યવહારનયનું વિસ્મરણ થઈ ગયું છે. એ નય હતી ન હતી થઈ ગઈ છે. તે હતી નહતી, હતી નોતી થઈ ગઈ છે. હોવા છતાં પણ નહીં હોવા બરોબર છે.
હોવા છતાં એમ કેમ કહ્યું? સાધક છે ને ! તે કહે છે-અત્યારે તો અમને શુદ્ધનયના વિષયના વિષયભૂત આત્માની મસ્તી ચડી ગઈ છે. અમને વર્તમાનમાં સવિકલ્પ દશામાં શુદ્ધાત્માના જ દર્શન થાય છે. શુદ્ધાત્માના દર્શન કરતાં એમ લાગે છે કે અમારી નજર આમ બહાર જાય છે તેવી વ્યવહારનય જે પર્યાયને જોનારી છે તે નયનું વિસ્મરણ કરીએ છીએ. એટલે કે બીજાના ભેદને જોનારી વ્યવહારનયનું પણ વિસ્મરણ થઈ ગયું છે. આહા! આવી અપૂર્વ ચીજ છે.
આહાહા...! અમે પણ શુદ્ધ અને તમે પણ શુદ્ધ. અમે પણ સિદ્ધ અને તમે પણ સિદ્ધ જાવ. આહા. હા ! જોઈ લેજો આ સાધકની મસ્તી. (તેમનામાં ખરેખર કાંઈ પણ ભેદ અર્થાત્ તફાવત નથી.) ગુરુદેવ આ કળશમાં એમ કહે છે કે વ્યવહારની ઠેકડી ઉડાડી છે. આ કળશના પ્રવચનમાં આટલા શબ્દો બોલે છે.
તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું? અરે ! વ્યવહારનયનો જે અંશ ઉભો થાય છે એ વ્યવહારનય દ્વારા હું જાણું તો મને એમ લાગે છે કે-આ સમકિતી છે અને આ મિથ્યાષ્ટિ છે. એ નય હોવા છતાં તેનો ઉપયોગ મેં એટલો બધો તિરોભૂત કર્યો છે અને શુદ્ધનયને એટલો બધો આવિર્ભત કરીને જોઉં છું તો હું પણ શુદ્ધ અને તમે બધા પણ શુદ્ધ છો. વ્યવહારનયનો તિરોભૂત કરીને તેમ કહ્યું હોં! અભાવ કરીને નહીં. આ બધી વાત જૈનદર્શનની જેમ સ્થિતિ છે તેમ રાખીને વાત છે.
આહા ! વ્યવહારનય હોવા છતાં નથી. હોવા છતાં તે હતી નહતી થઈ ગઈ છે. એટલે કેવળજ્ઞાન નથી પરંતુ શ્રુતજ્ઞાન તો છે. આ સવિકલ્પદશામાં લખાયું છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
પ્રવચન નં:- ૧૦ શ્લોક-૭ર સવિકલ્પદશામાં આ વાકય મુનિઓએ લખ્યું છે, અને ભગવતીમાતાએ પણ લખ્યું છે.
- સાધક ભાવલિંગી સંતને આ વ્યવહારનય અત્યંત ગૌણ થઈને તિરોભૂત થઈ ગયો છે. એટલો નિશ્ચયનયનો તેને આવિર્ભાવ થઈ ગયો છે. હું કઈ નયથી આ ભેદને જોઉં? આ સમકિતી કે આ મિથ્યાદૃષ્ટિ! એ ભેદને જોનારું જ્ઞાન હોવા છતાં પણ નથી. સાધકને મસ્તી ચડી જાય છે હોં! અને સાંભળનારનું કામ થઈ જાય તેવી વાત છે. તા. ૯/૯/૮૯ તેમજ તા. ૧૦/૯/૮૯
સ્થળ: જામનગર શ્લોક – ૭૨
(શાર્દૂનવિક્રીડિત). शुद्धाशुद्धविकल्पना भवति सा मिथ्याशि प्रत्यहं शुद्धं कारणकार्यतत्त्वयुगलं सम्यग्दृशि प्रत्यहम्। इत्थं यः परमागमार्थमतुलं जानाति सद्दक् स्वयं
सारासारविचारचारुधिषणा वन्दामहे तं वयम्।। ७२।। [ શ્લોકાર્થ-] શુદ્ધ-અશુદ્ધની જે વિકલ્પના તે મિથ્યાદેષ્ટિને હંમેશાં હોય છે; સમ્યગ્દષ્ટિને તો હંમેશાં (એવી માન્યતા હોય છે કે, કારણતત્ત્વ અને કાર્યતત્વ બને શુદ્ધ છે. આ રીતે પરમાગમના અતુલ અર્થને સારાસારના વિચારવાળી સુંદર બુદ્ધિ વડે જે સમ્યગ્દષ્ટિ સ્વયં જાણે છે, તેને અમે વંદન કરીએ છીએ. ૭૨.
શ્લોક – ૭૨ : ઉપર પ્રવચન “શુદ્ધ-અશુદ્ધની જે વિકલ્પના તે મિથ્યાષ્ટિને હંમેશાં હોય છે.” દ્રવ્ય મારો આત્મા શુદ્ધ છે અને પર્યાયે અશુદ્ધ છે. એ વાતો આગમમાં આવે. વાત તો બધી એના સ્થાને આવે. હમણાં થોડીકવાર તે વાતોને તેના સ્થાને રહેવા દે! આગમને જાણવાનું થોડીવાર બંધ કરી દે અને અધ્યાત્મના શાસ્ત્રમાં આત્માનું જેવું સ્વરૂપ છે તેવું જાણ તો ખરો!
“શુદ્ધ-અશુદ્ધની વિરુદ્ધ કલ્પના', આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાયે અશુદ્ધ છે તેમાં વિરુદ્ધ કલ્પના કયાં આવી? એ જ વિરુદ્ધ કલ્પના છે.
શું કહે છે? મારો આત્મા શુદ્ધ છે એટલે કે દ્રવ્ય શુદ્ધ છું અને પર્યાયે અશુદ્ધતા છે.. એવો જે વિકલ્પ ઊઠે છે એ વિરુદ્ધ છે. પાણી સ્વભાવે શીતળ અને પર્યાયે ઉષ્ણ તે વાકય બરોબર નથી. જેને પાણી શીતળ છે તેમ શ્રદ્ધાન હોય તેને પર્યાયમાં પણ શીતળતા પ્રગટ થાય. અને જ્યારે શીતળતા પ્રગટ થાય ત્યારે પાણીનો સ્વભાવ શીતળ છે એમ જ્ઞાન ને ૧ વિકલ્પના = વિપરીત કલ્પના; ખોટી માન્યતા: અનિશ્ચય; શંકા; ભેદ પાડવા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૯૩
શ્રદ્ધાન થાય. પાણી સ્વભાવે શીતળ છે એ વાત સાચી છે પરંતુ પર્યાયમાં ઉષ્ણતા છે. એ ઉષ્ણતાને પાણીનો ધર્મ માને છે.., જ્યારે પાણીનો ધર્મ તો શીતળ છે.
પાણી સ્વભાવે શીતળ અને પર્યાય ઉષ્ણ એ તો બરોબર લાગે છે. તેમાં તો કાંઈ ભૂલ નથી. અમે જો એમ કહેતા હોઈએ કે પર્યાયે ઉષ્ણ છે અને સ્વભાવે ઉષ્ણ થઈ ગયું તો તો અમારી ભૂલ છે .પણ.. અમે કહીએ છીએ કે-પાણી પર્યાય ઉષ્ણ છે અને તેના દ્રવ્ય સ્વભાવે શીતળ છે તે પાણી નથી, તે પાણીનો ધર્મ નથી. એ તો અગ્નિનો ધર્મ છે અને તું તેને પાણીનો ધર્મ માની બેઠો. કારણ જેવું જ કાર્ય હોય. કારણથી વિરુદ્ધ કાર્ય હોય તેને કારણનું કાર્ય ન કહેવાય. એ. બીજા કારણનું કાર્ય છે.
પાણી સ્વભાવે સ્વચ્છ અને પર્યાય મલિન થઈ ગયું. કેમ મલિન થઈ ગયું ? કેમાટીના સંગમાં આવ્યું તેથી પાણી મલિન થઈ ગયું. આહાહા... ! પાણીનો જેવો સામાન્ય સ્વભાવ હોય તેવું જ વિશેષ હોય ત્યારે તેં પાણીના સ્વભાવને સ્વચ્છ જાણ્યો અને માન્યો કહેવાય. તું તો કલ્પનાથી પાણી સ્વચ્છ છે અને પર્યાયે મલિન છે તેમ માને છે. એલા ! તેં પાણીને જોયું છે? ના, મેં પાણીને જોયું નથી. મેં સાંભળ્યું છે કે-પાણીના સ્વભાવમાં સ્વચ્છતા હોય. આ સાંભળવાથી કામ નહીં આવે, પરીક્ષા કરીને અનુભવથી પ્રમાણ કરજે. તું ફટકડી નાખ તો પાણી સ્વભાવે પણ સ્વચ્છ અને પર્યાય પણ સ્વચ્છ છે.
કેમકે સામાન્યની વિશેષ જુદું ન હોય. જેવું સામાન્ય હોય તેવું જ વિશેષ હોય. એક દાખલો આપીએ તો ખ્યાલમાં આવે. વિષય જરા સૂક્ષ્મ છે. દ્રવ્યે શુદ્ધ છે આત્મા અને પર્યાયમાં મિથ્યાત્વ છે તે તો અશુદ્ધતા છે તેમ આગમ કહે છે. એ જે આગમ કહે છે એ વાત તો ઠીક છે.. એ વાત તેના સ્થાને રાખીને એક જુદો પ્રકા૨ મારે તને કહેવો છે. મને અત્યારે કહેવાનો ભાવ આવ્યો છે. તું રુચિનું મોઢું ઉઘાડું રાખજે. આ મોઢું નહીં. જેમ સમુદ્રમાં અમુક પ્રકારના વરસાદ પડે, જેમકે સ્વાતિ નક્ષત્રનું પાણી પડે ત્યારે માછલીઓ આમ મોઢું ઉઘાડું રાખે છે અને અંદર પાણીના ટીપાં પડે છે અને તે મોતીરૂપે પરિણમી જાય છે. તે પાણી અંદર પેટમાં જાય તો પાણીનું મોતી થઈ જાય છે. તેમ આ જિનેન્દ્ર ભગવાનની વાણી છે. સમર્થ આચાર્યભગવાન ફરમાવે છે કે–જગતના જીવો કલ્પનાએ ચઢી ગયા છે. તેને એમ લાગે છે કે–કારણતત્ત્વ શુદ્ધ અને કાર્યતત્ત્વ શુદ્ધ હોઈ શકે નહીં. અનાદિકાળનો મિથ્યાર્દષ્ટિ આત્મા જ્યાં જૈનકુળમાં જન્મ્યો અને તેના કાને બે નયની વાત જ્યાં આવી કે–સંસારી દ્રવ્યે શુદ્ધ અને પર્યાયે અશુદ્ધ છે તેમ સાંભળી અને કહે છે તે તેનું કેવળ વાચાજ્ઞાન છે. કહે છે કે–જેને પોતાનો આત્મા દ્રવ્યે શુદ્ધ છે તેવું જ્ઞાન ને ભાન થાય એ આત્મા તેની પર્યાયમાં પણ શુદ્ધ થઈ જાય છે. પર્યાય શુદ્ધ ન થાય ત્યાં સુધી આત્મા તો શુદ્ધ છે, છે ને છે જ, તે તેનું કેવળ વાચાજ્ઞાન છે. અનુભવી તો એમ કહે છે કે–દ્રવ્યેય શુદ્ધ અને પર્યાયે પણ શુદ્ધ છે. કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
- પ્રવચન નં:- ૧૦ શ્લોક-૭ર જેવું કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ છે. જેવું સામાન્ય એવું વિશેષ તેને પદાર્થ કહેવામાં આવે છે. શુદ્ધ-અશુદ્ધની જે વિકલ્પના એટલે વિરુદ્ધ કલ્પના અજ્ઞાનીને હોય છે. દ્રવ્ય શુદ્ધ અને પર્યાયે અશુદ્ધ એ વાત ઠેક-ઠેકાણે આવે છે હોં! પરંતુ અત્યારે એ જાણેલાનું જાણપણું ગૌણ કરીને તને એક નવીન દૃષ્ટિકોણ આપીએ છીએ. આ વાત નવા દેષ્ટિકોણથી આવે છે.
આચાર્ય ભગવાનને એવી કરુણા થઈ ગઈ કે-અજ્ઞાની મિથ્યાષ્ટિ પ્રાણી છે તે શુદ્ધ અશુદ્ધની વિરુદ્ધ કલ્પના કરે છે. દ્રવ્ય શુદ્ધ અને પર્યાયે અશુદ્ધ. પર્યાયે જે અશુદ્ધ કર્યું છે તે દ્રવ્ય શુદ્ધ માનતો જ નથી. જો દ્રવ્ય શુદ્ધ માનતો હોય તો પર્યાય પણ શુદ્ધ હોવી જ જોઈએ... ત્યારે તેને દ્રવ્યની ખરી શુદ્ધતાનું ભાન થયું કહેવાય છે.
છઠ્ઠી ગાથામાં આવે છે કે આત્મા શુદ્ધ છે. કોને ? જે ઉપાસના કરે તેને. જેને કાર્ય શુદ્ધ થાય તેને કારણતત્ત્વ શુદ્ધ જણાય. પરંતુ કાર્ય અશુદ્ધ હોય અને આત્મા શુદ્ધ જણાય જાય તેમ ત્રણકાળમાં બનતું નથી. આત્મા શુદ્ધ જણાય જાય અને પરિણામમાં અશુદ્ધતા રહે એમ પણ ત્રણકાળમાં બનતું નથી.
સમયસારમાં આવે છે કે જે શુદ્ધને જાણે તે શુદ્ધની પ્રાપ્તિ કરે. જે શુદ્ધાત્માને જાણે તે શુદ્ધાત્મા જ મેળવે. ત્રિકાળ શુદ્ધ દૃષ્ટિમાં આવે તેની પર્યાયમાં શુદ્ધતા થાય.. થાય ને થાય. વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા છે, દ્રવ્ય શુદ્ધતા છે એ તારી પારકી મૂડી છે. એ તારું ઉછીનું લીધેલું જ્ઞાન છે. એ આત્માનું જ્ઞાન નથી
અહીંયા કહે છે-કે શુદ્ધ અને અશુદ્ધની જે વિકલ્પના, વિરુદ્ધ કલ્પના-વિપરીત કલ્પના-ખોટી માન્યતા અનાદિની છે. સાહેબ-સંસારી જીવોમાં જ્ઞાયકભાવ દ્રવ્ય તો શુદ્ધ છે અને પર્યાયે અશુદ્ધ છે તેમાં તો કાંઈ ખોટું લાગતું નથી. એમાં તારું ખોટું છે. તું મિથ્યાદેષ્ટિ છો. તું એમ કહે છે દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાયે અશુદ્ધ છે એમ તું કહે છે ને? તો હું તને પૂછું છું કે-આત્મા દ્રવ્ય શુદ્ધ છે તેમ તે કયા જ્ઞાનથી જાણું? એ મેં જાણ્યું નથી. તો આગળ (બોલવાનું) રહેવા દેજો ! આત્મા દ્રવ્ય શુદ્ધ છે તેમ હું ભાષા બોલું છું. એ તારી ભાષા નથી તે તો આગમની ભાષા છે.
તારી ભાષા શું છે તે ખબર છે. હવે દ્રવ્યને શુદ્ધ જો અને પછી પર્યાયમાં અશુદ્ધ છે એમ કહે! અને જ્યાં દ્રવ્યને શુદ્ધ જોયું, હવે શું? કહે છે-દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ છે. કારણ પણ શુદ્ધ અને કાર્ય પણ શુદ્ધ છે. આ અધ્યાત્મ પદ્ધતિ છે. આગમ પદ્ધતિમાં દ્રવ્ય શુદ્ધ અને પર્યાયે અશુદ્ધ તેમ આવે છે. અધ્યાત્મ પદ્ધતિમાં કારણ તત્ત્વય શુદ્ધ અને કાર્ય તત્ત્વય શુદ્ધ તેમ આવ્યું છે.
શુદ્ધ-અશુદ્ધની વિકલ્પના એ મિથ્યાદેષ્ટિને હંમેશાં હોય છે. અજ્ઞાની સંભળાવે હોં કે-દ્રવ્ય શુદ્ધ છે પણ પર્યાયે અનાદિ કાળથી મિથ્યાષ્ટિ હોવાથી.. એ કારણે અશુદ્ધ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૯૫
એવું પર્યાયે વસ્તુનું સ્વરૂપ છે. તેને મુનિરાજ કહે છે- એવું વસ્તુનું સ્વરૂપ નથી. જેવું સામાન્ય એવું વિશેષ હોય. સોનું સ્વભાવે પીળું છે પણ તેની પર્યાય ધોળી છે. આહા... હા ! તે સોનાને જાણતો જ નથી. એ સોનાની પીળી પર્યાયને જાણે તો સોનું પીળું છે તેમ સાચો ખ્યાલ આવે છે. પીળાશ ત્રણેયમાં વ્યાપે છે. પીળાશ તેના દ્રવ્ય-ગુણમાં વ્યાપે અને સોનાની પર્યાયમાં સફેદ ચાંદી વ્યાપે તેમ કોઈ કાળે બનતું નથી.
તેમ ચૈતન્ય ૫૨માત્મા દ્રવ્યે ચેતન, ગુણે ચૈતન્ય અને પર્યાયમાં ચેતના છે. આહાહા ! ત્રણેયમાં ચૈતન્ય હોય તેને અનુભૂતિ કહેવામાં આવે છે. બાકી બધી વાતો છે.
શુદ્ધ-અશુદ્ધની વિરુદ્ધ કલ્પના તે મિથ્યાર્દષ્ટિને હંમેશાં હોય છે. સમ્યગ્દષ્ટિને તો.. જુઓ, અહીંયા સમ્યગ્દષ્ટિ લીધો, અનુભવી પુરુષને તો હંમેશાં એવી માન્યતા હોય છે કે–કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે. દ્રવ્યે શુદ્ધ છે અને હવે પર્યાય પણ શુદ્ધ થઈ ગઈ છે. “વિપરીત કલ્પના,
વિકલ્પનાનો અર્થ નીચે ફૂટનોટમાં કર્યો છે. વિકલ્પના ખોટી માન્યતા, અનિશ્ચય, શંકા, ભેદ પાડવા. આવા મિથ્યા વિકલ્પ તેને હંમેશાં હોય છે. સમયસાર સાંભળીને તેણે આ કાઢયું કે દ્રવ્યે શુદ્ધ અને પર્યાયે અશુદ્ધ તેવુ આત્માનું સ્વરૂપ છે.. એમ તે જાણે છે અને માને છે. પરંતુ તેની તે વાત ખોટી છે, એ વાત સાચી નથી. આત્મા દ્રવ્યે શુદ્ધ છે તેમ જેનાં લક્ષમાં ને જ્ઞાનમાં ને ભાનમાં આવે તેની પર્યાય પણ શુદ્ધ થાય, થાય ને થાય જ. પર્યાયમાં શુદ્ધતા થઈ તો દ્રવ્યે શુદ્ધતા છે એ વાત સાચી છે પરંતુ પર્યાયમાં અજ્ઞાન–મિથ્યાત્વ રહે અને આત્મા જ્ઞાનમય છે તે વાત બરોબર નથી. સામાન્યથી વિશેષ અણમળતું ન હોવું જોઈએ. જેવું સામાન્ય તત્ત્વ છે તેવું તેનાં વિશેષ પરિણામ હોય. સોનું સ્વભાવે પીળું અને પર્યાયે સફેદ તે સોનાને જાણતો નથી.
તેમ મિથ્યાર્દષ્ટિને હંમેશાં આવા વિપરીત વિકલ્પો હોય છે. હવે તેની સામે સમ્યગ્દષ્ટિની વાત કરે છે. સમ્યગ્દષ્ટિને તો હંમેશાં એટલે નિરંતર, ધ્યાનમાં બેસે ત્યારે જ નહીં, નિરંતર–હંમેશાં એવી માન્યતા હોય છે, એવું જ્ઞાન હંમેશાં હોય છે કે-કારણ તત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે. કારણતત્ત્વ એટલે સામાન્ય જ્ઞાનાનંદ ચિદાનંદ આત્મા શુદ્ધ છે તેનાં ઉપર દૃષ્ટિ પડતાં પરિણામમાં પણ શુદ્ધતા પ્રગટ થાય છે. એ પર્યાય શુદ્ધ થઈને શુદ્ધને પ્રતીતમાં લ્યે છે. પરિણામને અશુદ્ધ રાખીને શુદ્ધ પ્રતીતમાં આવતું નથી. આ કોઈ વિશિષ્ટ પ્રકારનો શ્લોક છે.
=
જે ચાલતી વાત છે તે બરોબર છે તેનો કોઈને કાંઈ વાંધો નથી. અહીં ચાલતી વાત કરતાં હાયર સ્ટેજનો તું વિચાર કર એમ કહે છે. તું વિચારી રહ્યો છે કે પર્યાયે અશુદ્ધતા છે અને દ્રવ્યે શુદ્ધ છે તે ઠીક છે.. પણ, દ્રવ્યે શુદ્ધ છે તેમ તું જાણીને કહે છે ? તે કહે–ના, એ તો મને ખબર નથી. જ્ઞાનીઓ કહે છે અને આગમ કહે છે કે-આત્મા ત્રણે કાળ દ્રવ્ય
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૯૬
પ્રવચન નં:- ૧૦ શ્લોક-૭૨ શુદ્ઘ તેથી કહું છું. અહીં કહે છે એમ નથી. દ્રવ્યે હું શુદ્ધ એમ શ્રદ્વના૨ના પરિણામ પણ અંશે શુદ્ધ થાય છે.. ત્યારે દ્રવ્યે શુદ્ધ છે એમ અનુભવપૂર્વક પ્રતીત આવે છે.
સમ્યગ્દષ્ટિને હંમેશાં કારણતત્ત્વ ને કાર્યતત્ત્વ શુદ્ધ છે. અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ કારણને શુદ્ધ માને અને કાર્યને અશુદ્ધ જાણે તે બરોબર નથી. તો તેણે કારણતત્ત્વ શુદ્ધ જાણ્યું જ નથી. તેથી કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે.
*
‘આ રીતે પરમાગમના અતુલ અર્થને ” આચાર્ય ભગવાન કહે છે-આ રીતે આગમ અને પરમાગમમાં એમ આવે છે કે – દ્રવ્યે શુદ્ધ અને પર્યાયે અશુદ્ધ તેમ આવે છે. અધ્યાત્મ પ્રમાણમાં દ્રવ્યે શુદ્ધ અને પર્યાય શુદ્ધ તેમ ૪૭ શક્તિમાં આવે છે. શક્તિ પણ શુદ્ધ અને વ્યક્તિ પણ અવસ્થા પણ શુદ્ધ છે.. તેમ સમ્યગ્દષ્ટિ જાણે છે. શક્તિ શુદ્ધ અને વ્યક્તિ અશુદ્ધ એવું મિથ્યાર્દષ્ટિનું વચન છે.
કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે. આ રીતે પરમાગમના અતુલ, આહાહા ! જેની તુલના ન થઈ શકે તેને અતુલ કહેવામાં આવે છે. “ એવા અર્થને સારાસારના વિચારવાળી ”, એટલે કે આ સારભૂત અને આ અસારભૂત, આ હૈય અને આ ઉપાદેય એવી જેની સમ્યક્ સુંદર બુદ્ધિ થઈ ગઈ છે તે સમ્યગ્દષ્ટિ છે.
દ
17
સારાસારના વિચા૨વાળી સુંદર બુદ્ધિ વડે જે સમ્યગ્દષ્ટિ સ્વયં જાણે છે”, પોતાથી જાણે છે. “ તેને અમે વંદના કરીએ છીએ. આવા સમ્યગ્દષ્ટિને પણ અમે વંદના કરીએ છીએ. આ ભેદજ્ઞાનનો મંત્ર છે. એક સમયમાત્ર પોતાના શુદ્ધાત્માને જાણ્યો નથી. બહારની ક્રિયા-પુણ્ય-પાપની ક્રિયા અનંતીવાર કરી. પરંતુ સંસારનો અંત આવ્યો નહીં.
66
બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો, તોયે અરે ભવચક્રનો આંટો નહીં એકેય ટળ્યો.”
આહાહા ! આંટો ટળ્યો નહીં. અહીં કહે છે-આત્માને જાણો ત્યાંથી જૈનદર્શનની શરૂઆત થાય છે. જૈનદર્શનની શરૂઆત આત્માને જાણવાથી થાય છે.
૨.
છ
પ્રગટપણે સદા શિવમય (નિરંતર કલ્યાણમય ) એવા ૫રમાત્મ તત્ત્વને વિષે ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ઘનય કહેતો નથી. ‘ તે છે ( અર્થાત્ ધ્યાનાવલી આત્મામાં છે ) ’ એમ (માત્ર ) વ્યવહારમાર્ગે સતત કહ્યું છે. હું જિનેન્દ્ર ! આવું તે તત્ત્વ (−તેં નય દ્વારા કહેલું વસ્તુ સ્વરૂપ ), અહો ! મહા ઇન્દ્રજાળ છે.
( શ્રી નિયમસારજી-કલશ ૧૧૯)
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
2
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્વ
૧૯૭ ગાથા - ૪૯ एदे सव्वे भावा ववहारणयं पडुच्च भणिदा हु। सव्वे सिद्धसहावा सुद्धणया संसिदी जीवा।। ४९।। एते सर्वे भावाः व्यवहारनयं प्रतीत्य भणिताः खलु।
सर्वे सिद्धस्वभावाः शुद्धनयात् संसृतौ जीवाः।। ४९ ।। निश्चयव्यवहारनययोरुपादेयत्वप्रद्योतनमेतत्।
ये पूर्वं न विद्यन्ते इति प्रतिपादितास्ते सर्वे विभावपर्यायाः खलु व्यवहारनयादेशेन विद्यन्ते। संसृतावपि ये विभावभावैश्चतुर्भिः परिणताः सन्तस्तिष्ठन्ति अपि च ते सर्वे भगवतां सिद्धानां शुद्धगुणपर्यायैः सदृशाः शुद्धनयादेशादिति।
આ સર્વ ભાવ કહેલ છે વ્યવહારનયના આશ્રયે;
સંસારી જીવ સમસ્ત સિદ્ધસ્વભાવી શુદ્ધનયાશ્રયે. ૪૯. અન્વયાર્થીનું તે]આ (પૂર્વોક્ત)[ સર્વે ભાવ:] બધા ભાવો[ g] ખરેખર [વ્યવહારનયંપ્રતીત્ય] વ્યવહારનયનો આશ્રય કરીને[ મળતા:]( સંસારી જીવોમાં વિધમાન) કહેવામાં આવ્યા છે; [શુદ્ધનયા] શુદ્ધનયથી [સંસ્કૃતી] સંસારમાં રહેલા [ સર્વે નીવા:] સર્વ જીવો [ સિદ્ધસ્વમાવી:] સિદ્ધસ્વભાવી છે.
ટીકા- આ નિશ્ચયનય અને વ્યવહારનયના *ઉપાદેયપણાનું પ્રકાશન(-કથન) છે.
પૂર્વે જે વિભાવપર્યાયો “વિધમાન નથી ” એમ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે તે બધા વિભાવ૫ર્યાયો ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે. વળી જેઓ (વ્યવહારનયના કથનથી) ચાર વિભાવભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે તે બધા શુદ્ધનયના કથનથી શુદ્ધગુણપર્યાયો વડે સિદ્ધભગવંતો સમાન છે (અર્થાત્ જે જીવો વ્યવહારનયના કથનથી ઔદયિકાદિ વિભાવભાવોવાળા હોવાથી સંસારી છે તેઓ બધા શુદ્ધનયના કથનથી શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયોવાળા હોવાથી સિદ્ધ સદેશ છે). * પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમ જ તેના પર્યાયોનું બન્નેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. “પોતાને કથંચિત્ વિભાવપર્યાયો વિદ્યમાન છે ” એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહિ. માટે વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે' એવી | વિવક્ષાથી જ અહીં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે, તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે” એવી વિવક્ષાથી નહિ. વ્યવહારનયના વિષયોનો આશ્રય (–આલંબન, વલણ, સંમુખતા, ભાવના) તો છોડવાયોગ્ય જ છે એમ સમજાવવા ૫૦મી ગાથામાં વ્યવહારનયને સ્પષ્ટપણે ય કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય, તે જ જીવને દ્રવ્યનું તેમ જ પર્યાયોનું જ્ઞાન સમ્યફ છે એમ સમજવું, અન્યને નહિ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
પ્રવચન નં:- ૧૧ ગાથા-૪૯ તા. ૨૩/૫/૭૯ પ્રવચન નં:- ૧૧ સ્થળ:- મુંબઈ ઝવેરી બજાર મંદિર
ગાથા - ૪૯ : ઉપર પ્રવચન આ, નિશ્ચયનય અને વ્યવહારનયના ઉપાદેયપણાનું પ્રકાશક (કથન) છે.”
આ ગાથા કેમ લીધી? કે અત્યાર સુધી શુદ્ધભાવ અધિકારમાં જીવમાં આ પર્યાય નથી, આ પર્યાય નથી, આ ભેદ નથી, આ ભેદ નથી આ ભેદ નથી, આ ભેદનથી એમ કહી અને એકલો સામાન્ય શુદ્ધભાવ આત્માને ઉપાદેયની મુખ્યતાથી કહેવામાં આવ્યો હતો. પરિણામ જીવમાં નથી એમ કહ્યું હતું. અહીં કહે છે-એ પરિણામ પરિણામમાં નથી એમ ન જાણવું. ભેદો ભેદમાં છે. ભેદને જે જ્ઞાનના શેયમાંથી ઉડાડે છે તે ભલે જૈનમતમાં રહેલો હોવા છતાં પણ સાંખ્યમતિ છે.
આ અધિકારમાં પહેલેથી કહેતા આવે છે કે-જીવમાં ઉદયાદિ ચાર પ્રકારના ભાવો નથી. આ ચાર ભાવો જીવમાં નથી એમ કહ્યું. એમ નથી કહ્યું કે આ ભાવો નથી. જીવમાં નથી તેમ કોણે જાણ્યું? જેણે જીવને જાણ્યો તેણે. જેણે જીવને જાણ્યો તેણે શું જાણ્યું? આ ઉદયાદિ ચારભાવો મારામાં નથી તેમ તેણે જાણ્યું. તો તેમાં એનું જ્ઞાન આવ્યું કે ન આવ્યું? એ વાત કરે છે.
હવે આ ગાથામાં “ઉપાદેય’ શબ્દ છે તેનાથી ભડકવા જેવું નથી. તેનો ખુલાસો કરશે અને પછી ૫૦મી ગાથામાં ફરીથી સંધિ કરશે. સ્યાદ્વાદ સાથે સુસંગત એવી દૃષ્ટિ વડે આત્માની અનુભૂતિ થાય છે-એટલે આ ગાથા લીધી.
આ નિશ્ચયનય અને વ્યવહારનયના ઉપાદેયપણાનું પ્રકાશન-કથન છે.” હવે ટીકામાં “ઉપાદેય’ શબ્દ છે. આમાં એમ આવ્યું ને કે બે નય ઉપાદેય છે તેમ લખાણમાં આવ્યું ને? (વ્યવહારનયનો આશ્રય કરીને ) બીજી લીટી જુએ તો એમ લાગે કે વ્યવહારનય પણ ઉપાદેય છે. એક તો વ્યવહારનયનો પક્ષ હોય, અને પાછું આવું વાકય આગળ કરે તો તેનો વ્યવહારનયનો પક્ષ દ્રઢ થઈ જાય છે. વળી કોઈ એકાંત નિશ્ચયનયના પક્ષપાતી જીવ પર્યાયને જ્ઞાનના શેયમાંથી સર્વથા ઉડાડે છે તે પણ જૈનદર્શનને જાણતો નથી. આ વ્યવહારનય છે તે તેના જ્ઞાનમાં ગ્રહણ કરવા યોગ્ય એટલે જાણવા યોગ્ય છે. નીચે ફૂટનોટમાં ઉપાદેયનો બહુ સારો ખુલાસો કર્યો છે.
પ્રમાણભૂત જ્ઞાનમાં એટલે જે જ્ઞાન દ્રવ્યને જાણે અને જે જ્ઞાન પોતાના ઉત્પન્ન થયેલા સ્વાશ્રિત પરિણામને પણ જાણે. પ્રમાણભૂત જ્ઞાનમાં એટલે સમ્યજ્ઞાનની વાત છે. પ્રમાણજ્ઞાનને સમ્યજ્ઞાન કહેવાય છે. તે દ્રવ્ય અને પર્યાયને એક સમયમાં યુગપ જેમ છે તેમ જાણે છે. ત્યારે તેનો અર્થ એમ ન સમજવો કે જે જાણવાનો વિષય છે તે ઉપાદેય થઈ જાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૯૯ પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મ દ્રવ્યનું તેમ જ તેના પર્યાયોનું બન્નેનું સમ્યજ્ઞાન હોવું જોઈએ.” શુદ્ધાત્મદ્રવ્યનું-શુદ્ધભાવનું એટલે ઉપાદેય તત્ત્વનું તેમજ તેના પર્યાયરૂપ કહેતાં શુદ્ધદ્રવ્યના શુદ્ધપર્યાયો અધ્યાત્મ પ્રમાણમાં આવે અને આગમ પ્રમાણમાં રાગ પણ આવી જાય છે. એ બન્ને પર્યાયરૂપ સમ્યજ્ઞાન છે પરંતુ તે મિથ્યાજ્ઞાન નથી. દ્રવ્યને અને પર્યાયને જે જ્ઞાન જાણે તે જ્ઞાન તે જ્ઞાન મિથ્યાજ્ઞાન નથી. પરંતુ સમ્યજ્ઞાન હોય છે.
પોતાને કથંચિત્ વિભાવ પર્યાયો વિદ્યમાન છે, એવો સ્વીકારજ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોય શકે નહીં.” “છે' એનું જ્ઞાન ભલે ન હોય પરંતુ પર્યાયો પરપણે પણ તે “છે” તો ખરીને ! પર્યાય અવસ્તુ છે એમ નથી. અહીં કહે છે કે આવો સ્વીકાર પણ જે જ્ઞાનમાં જાણવામાંથી પણ ઉડાડે તો તે જૈનમતમાં નથી. પર્યાયને ઉપાદેય માટે ઉડાડે તે તો ઇષ્ટ છે. પરંતુ જ્ઞાનમાં સ્વીકાર ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં.
કોઈ કહે કે અમારે ભેદનું શું કામ છે? અમારી સામે પર્યાયનું નામ લ્યો માં? આવા જીવોને પર્યાયનું નામ લેતાં આવા જીવોને સૂગ ચડી જાય. પર્યાયનું નામ હજુ લ્ય ને ત્યાં તો સૂગ ચડી જાય એટલે તેને પર્યાય પ્રત્યે દ્વેષ આવે છે. ભેદપ્રત્યે જેને દ્વેષ આવે છે તેને અભેદનું જ્ઞાન થઈ શકતું નથી. અને અભેદ પ્રત્યે જેને રાગ આવે છે તેને પણ આત્માનો અનુભવ થતો નથી. શબ્દ છે-“શુદ્ધાત્મદ્રવ્યનું પણ”, શું કહે છે-પર્યાયનું જ્ઞાન સાચું નથી તેને શુદ્ધાત્મદ્રવ્યનું જ્ઞાન નથી. જેને પર્યાયનું સાચું જ્ઞાન નથી તેને શુદ્ધાત્મ દ્રવ્યનું જ્ઞાન પણ સાચું હોઈ શકે નહીં.
“વ્યવહારનયના વિષયનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે.” વ્યવહારનયના વિષયનું પણ, એટલે કે વ્યવહારનયનો વિષય ભેદ-પર્યાય છે. પછી તે વ્યવહાર પરાશ્રિત હો કે ભેદાશ્રિત હો ! એવા અસબૂત ને સદ્ભુત વ્યવહારનયનો વિષય જ્ઞાનમાં ગ્રહણ કરવા યોગ્ય છે. વ્યવહારનયનો વિષય ભેદ છે. એ વિષયોનું જ્ઞાન પણ ગ્રહણ કરવા યોગ્ય છે. આ ઉપાદેયનો અર્થ ચાલે છે.
વ્યવહારનય ઉપાદેય એમ લખ્યું છે ને ! ? ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. ગ્રહણ કરવા યોગ્ય એટલે જાણવા યોગ્ય–તે ઉપાદેયનો અર્થ છે. જાણેલો પ્રયોજનવાન તે ઉપાદેયનો અર્થ ચાલે છે. “વ્યવહારનયનાં વિષયનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે.” ઇન્દુ કોમા કર્યું છે ને? વ્યવહારનયના વિષયનું પણ, એટલે દ્રવ્યનું જ્ઞાન કરવા જેવું છે.. પરંતુ સાથે-સાથે પર્યાયોનું જ્ઞાન પણ ગ્રહણ કરવા યોગ્ય છે, એટલે જાણવા યોગ્ય છે. આ ગ્રહણનો અને ઉપાદેયનો અર્થ ચાલે છે.
આહી... હા! શબ્દો થોડા અને ભાવો ઝાઝા છે. શબ્દો લિમિટેડ અને ભાવો અનંત છે. એક-એક શબ્દનો જ્યાં જેવી રીતે અર્થ થતો હોય ત્યાં તેવી રીતે સમજવો જોઈએ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૦૦
પ્રવચન નં:- ૧૧ ગાથા-૪૯ અહીં એમ કહે છે કે–જ્ઞાન તો કરવા યોગ્ય છે. “ એવી વિવિક્ષાથી જ અહીં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે.” વિવિક્ષા એટલી કે-તે ભેદો છે. સાધકને નિશ્ચયમોક્ષમાર્ગ પ્રગટ થયો તે ‘ છે’ એમ જ્ઞાનમાં જણાય છે. સાધકને સમ્યગ્નાનમાંપ્રમાણજ્ઞાનમાં એટલે દ્રવ્યના જ્ઞાન સાથે સ્વાશ્રિત રહેલો જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તેની સાથે વ્યવહારનયનો વિષય છે તે સંયોગરૂપે રહેલો છે. સંયોગરૂપે છે માટે તે વ્યવહારનયનો વિષય છે. જો સ્વભાવરૂપ હોય તો તો વ્યવહારનયનો વિષય હોઈ શકે નહીં. એવી વિવિક્ષાથી અહીં વ્યવહારને ઉપાદેય કહ્યો છે.
આચાર્ય મહારાજે કહ્યું તેનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે. અને તેને ઉપાદેય કહ્યો છે તે જાણવા માટે ઉપાદેય કહ્યો છે. ઉપાદેય એટલે ગ્રહવું-જાણવું કે-બસ છે. આટલી જ્ઞાનના શેયપણે તેની મર્યાદા છે. પરંતુ આ ( વ્યવહારનયનો વિષય ) અવલંબન કરવા
યોગ્ય છે અને એજ આત્મા છે અને તેનો આશ્રય કરતાં મને વીતરાગતા થાય તેવી વિવિક્ષા એમાં નથી. વ્યવહારનયના વિષયનો આશ્રય કરાવતા નથી. એનો વધારે ખુલાસો કરે છે.
વ્યવહારનયનો જે વિષય છે ભેદ તેના બે પ્રકાર કહે છે. (૧) પરાશ્રિત (૨) ભેદાશ્રિત. આપણે ગુરુદેવના વાંચનમાં આવ્યું હતું કે–વ્યવહાર પર્યાયાશ્રિત છે. એક વ્યવહાર પરાશ્રિત છે અને એક વ્યવહાર પર્યાયાશ્રિત છે. પરાશ્રિત વ્યવહા૨ને શુભભાવ કહેવાય અને પર્યાયનો ભેદ એ પણ વ્યવહારનયનો વિષય કહેવાય. અને ગુણ–ગુણીનો ભેદ એ પણ વ્યવહારનયનો વિષય છે. એક પર્યાયાશ્રિત વ્યવહા૨ છે અને એક ભેદાશ્રિત વ્યવહાર છે.. તે સદ્ભૂત વ્યવહાર છે. પરાશ્રિત વ્યવહાર છે તે અસદ્ભુત વ્યવહા૨ છે જે સાધકનો શુભભાવ છે. “તેમનો આશ્રય, ગ્રહણ કરવા યોગ્ય છે’ તેવી વિવિક્ષા નહીં. વ્યવહારનયના વિષયનો આશ્રય, આલંબન, વલણ, સન્મુખતા, ભાવના તો છોડવા યોગ્ય છે એમ સમજાવવા ૫૦મી ગાથામાં વ્યવહારનયને સ્પષ્ટપણે હેય કહેવામાં આવશે.” અહીં આ ગાથામાં ઉપાદેય કહ્યો તેનો અર્થ કર્યો.
66
ગ્રહણ કરવા યોગ્ય એટલે ‘છે’ તેમ જાણવા યોગ્ય તેટલો ઉપાદેયનો અર્થ છે. આ સમજાવવા ૫૦મી ગાથામાં સ્પષ્ટપણે વ્યવહા૨ને હેય કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક્ છે એમ સમજવું, અન્યને નહીં. ” કેવો સરસ ખુલાસો આપણા પંડિતરત્ન હિંમતભાઈએ કર્યો છે. આહા ! ટીકાની પહેલી લાઈનમાં ઉ૫૨ એ આવ્યું કે-નિશ્ચયનય અને વ્યવહારનય બન્ને ઉપાદેય છે. તે વાતનો ખુલાસો આ ફૂટનોટમાં કર્યો છે.
વ્યવહારનય અને નિશ્ચયનય બન્ને ઉપાદેય છે. આ બે નય સર્વજ્ઞ ભગવાનની
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૦૧
વાણીમાં આવ્યા છે. તો સર્વજ્ઞ ભગવાનની વાણીમાં ખોટું આવે ? તેને કહે છે–સાંભળ ! એ નિશ્ચયનયને અને વ્યવહારનયને ઉપાદેય કહેવામાં આવ્યો છે તેનો અર્થ છે કે ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય એટલે ‘ છે ’ એમ જાણવા યોગ્ય છે. પર્યાય પર્યાયરૂપે જણાય અને દ્રવ્ય દ્રવ્યરૂપે જણાય તેનું નામ સભ્યજ્ઞાન કહેવામાં આવે છે. આ ફૂટનોટ પૂરી થઈ.
“ પૂર્વે જે વિભાવ પર્યાયો ‘વિધમાન નથી ’ એમ પ્રતિપાદન કરવામાં આવ્યા છે તે બધા વિભાવ પર્યાયો ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે.”
પૂર્વે એટલે આ ગાથાની પહેલાં વિભાવ પર્યાયો એટલે વિશેષભાવો-વિશેષ પર્યાયના ભેદો ‘વિધમાન નથી', તે જીવમાં નથી તેમ કહ્યું હતું. જીવમાં ગુણસ્થાન નથી, માર્ગણાસ્થાન નથી, ઉપશમભાવના સ્થાનો નથી, ક્ષાયિકભાવના સ્થાનો જીવમાં નથી, ક્ષયોપશમભાવના સ્થાનો જીવમાં નથી તેમ આગળની ગાથાઓમાં પ્રતિપાદિત કર્યું હતું. આ વિભાવ પર્યાયો વિધમાન નથી તેમ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું. આ વિધમાન નથી, આત્મામાં નથી, જીવમાં વિધમાન નથી, એ ભેદો જીવમાં વિધમાનપણે દેખાતા નથી. ભેદમાં આ બધા ભેદો છે. માર્ગણાસ્થાન, જીવસમાસ, ગુણસ્થાનના ભેદો, ક્ષાયિકભાવના ભેદો, ક્ષાયિક સમ્યગ્દર્શન તે જીવમાં દેખાતું નથી. એટલે તે જીવમાં વિધમાન નથી. જીવમાં તેનો અભાવ છે.
આ બધા વિભાવ પર્યાયો જીવમાં નથી, આ વિભાવ પર્યાયો વિધમાન નથી તેમ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આગળ કહ્યું ને કે–આ બધા ભેદો જીવમાં નથી.. તેમાંથી સાંખ્યમત ઉત્પન્ન થઈ ગયો. તેણે જીવમાં નથી, જીવમાં નથી, જીવમાં નથી, ભેદો જીવમાં નથી ત્યાં થઈ રહ્યું. હાય ! હાય ! ભેદની વાત આવી ! ભેદની વાત આવી તો શું થઈ ગયું ? ભાઈ ! ભેદો છે. ભેદો નથી તેમ કોણ કહે છે ? ભેદ છે તે આશ્રય કરવા યોગ્ય નથી. ભેદો નથી તેમ કોણે કહ્યું ? ભેદ નથી તેમ જે કહે છે તે અન્યમતિ છે પરંતુ જૈનમતિ નથી. તે મિથ્યાર્દષ્ટિ અજ્ઞાની છે.
એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું કે-ભેદ બધા વિદ્યમાન નથી. આ ભેદો જીવમાં વિધમાન નથી. આ બધા જે ભેદો કહ્યાં ત્યાં બધા શબ્દ વાપર્યો છે. એ બધા વિભાવ પર્યાયો જીવમાં નથી. અને જુઓ તો ખરાં કે–વ્યવહારનયની આગળ પણ ‘ ખરેખર ’ શબ્દ લખ્યો છે.
કોઈને એમ થાય કે–આટલા દિવસ સુધી માંડ-માંડ જ્યાં શુદ્ધભાવની વાત આવી હતી ત્યાં આ પર્યાયને જાણવાની વાત મૂકી. આહાહા ! ભાઈ ! આ આચાર્ય ભગવાન અને સર્વજ્ઞભગવાનની કહેલી વાત છે.. હોં ! આ કોઈના ઘરની વાત નથી. તે બધા ભેદો એટલે વિભાવપર્યાયો ખરેખર અસ્તિરૂપે છે. જીવમાં ભેદો ભલે ન હો! જેમ જીવમાં
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨
પ્રવચન નં:- ૧૧ ગાથા-૪૯ પુદ્ગલ નથી, પરંતુ છ દ્રવ્ય છે, પુદ્ગલ છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ તે દ્રવ્યો જીવમાં વિધમાન નથી એમ કહેવામાં આવ્યું હતું. વ્યવહારનયે જોવામાં આવે તો છ એ દ્રવ્યની હૈયાતિ રહેલી છે.
તેમ આ ચૌદ ગુણસ્થાનો, ચૌદ માર્ગણાસ્થાનોના જે ભેદ કહ્યા તે બધાય જીવમાં નથી. ભેદો વિદ્યમાન નથી તેમ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું. આ વાત દૃષ્ટિની મુખ્યતાથી, દૃષ્ટિના વિષયની મુખ્યતાથી, ઉપાદેય તત્વની મુખ્યતાથી કહેવામાં આવી હતી. પરંતુ જાણવાની મુખ્યતાથી વિચારમાં આવે તો ! તો ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે. “વિધમાન નથી અને વિદ્યમાન છે'... આ જૈનદર્શનની વાત શાંતિથી, ધીરજથી, મધ્યસ્થ થઈને સાંભળવા જેવી અને સમજવા જેવી છે. કોઈ પક્ષમાં ખેંચાવા જેવું નથી. પક્ષને જાણીને તો ઓળંગવા જેવું છે. પક્ષમાં અટકવા જેવું નથી.
ખરેખર વ્યહારનયના કથન વ્યવહારનયથી વિદ્યમાન છે. વ્યવહારનયથી જોવામાં આવે તો વિદ્યમાન છે એટલે કે તેની હૈયાતિ છે. એની હૈયાતિ આત્માપણે છે એમ કયાં કહ્યું છે? આત્માપણે હૈયાતિ તો એકની જ છે. આ અનેક જે ભેદો અને પરિણામો છે તેની હૈયાતિ આત્માપણે ભલે ન હો! પરંતુ તેના ભાવપણે તો હૈયાતિ છે! છે કે નથી ? સાતતત્ત્વરૂપ પર્યાયોની હૈયાતિ છે કે નથી ?
વળી જેવો (વ્યવહારનયના કથનથી) ચાર વિભાવ ભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે.”શું કહે છે? સંસારી જીવોને તેની વ્યવહારનયની પ્રધાનતાથી, ભેદની પ્રધાનતાથી જોવામાં આવે તો સંસારી જીવોને છે પરંતુ સિદ્ધને નથી. સંસારી જીવોને આ ચારભાવો, આ ચાર વિભાવભાવો જે ઉદય, ઉપશમ, ક્ષયોપમશ અને ક્ષાયિક આ ચાર વિભાવભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે. સંસારમાં શું રહેલું છે ? આ પરિણામો. કઈ નયે ? વ્યવહારનયે વિધમાન પર્યાય જે એક સમયનું સત્ છે. તે કાંઈ અવસ્તુ નથી. સ્વની અપેક્ષાએ અવસ્તુ છે, તેની અપેક્ષાએ તે વસ્તુ છે. એક સમયનો પર્યાય તે સત્ છે. ચારે વિભાવભાવ પર્યાયો સત્ છે.
વિભાવભાવ કહેતાં વિકારી ભાવ ન લેવો પરંતુ વિશેષભાવ લેવો. ક્ષાયિકભાવ હો કે ઉપશમ ભાવ તેમાં ઉપશમ સમ્યગ્દર્શન હો કે ઉપશમ ચારિત્ર અને ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિકજ્ઞાન અને ક્ષાયિકદર્શન, ક્ષાયિકજ્ઞાન એ વિભાવભાવ એટલે વિશેષભાવ છે તે સામાન્યભાવ નથી. દ્રવ્ય સામાન્યને ભાવ કહીએ તો પરિણામને વિશેષભાવ કહેવાય. આ રીતે વિભાવભાવને વિશેષભાવ કહેવામાં આવે છે.
ક્ષાયિકભાવમાં વિકાર નથી... એ તો વીતરાગી પરિણામ છે. જે કૈવલ્યજ્ઞાનઅનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ તે પરિપૂર્ણ પર્યાયો છે. હવે તેને સામાન્યની સાથે સરખાવવામાં આવે ત્યારે દ્રવ્યને સામાન્ય કહીએ અને બાકી બધા પરિણામને વિશેષભાવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૦૩ કવ્વામાં આવે છે. વિભાવ એટલે વિશેષ ભાવ પરંતુ તે સામાન્ય ભાવ નહીં.
પ્રશ્ન થાય કે-ક્ષાયિકભભાવને વિભાવ કહેવાય? ભાઈ ! કઈ અપેક્ષાએ કથન છે. તે સમજવું જોઈએ. “ચાર વિભાવભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે. તે બધા”, તે બધા કહી અને પાછું ઠેકાણે લાવે છે-મૂળમાં લાવે છે. ભેદનું જ્ઞાન કરાવી ને અભેદની દૃષ્ટિ કરાવે છે. અથવા જેને દૃષ્ટિ થઈ ગઈ છે તેવા જ્ઞાનીને પર્યાયનું જ્ઞાન વિધમાન હોય છે. તે પર્યાયને જ્ઞાનના જ્ઞયમાંથી ઉડાડતો નથી. હવે ધ્યાનના ધ્યેયમાંથી પણ તેને ઉડાડવાનું રહ્યું નથી. કેમકે જે એક વસ્તુ છે તે જ દેખાય છે... તેને બીજું કાંઈ દેખાતું નથી.
તે બધાં' એટલે ઉપર કહ્યાં તે-“શુદ્ધનયના કથનથી શુદ્ધ ગુણ પર્યાયો વડે સિદ્ધ ભગવંતો સમાન છે.” કોણ? બધા જ સંસારી જીવો. આગળ ૪૭ ગાથામાં આવ્યું હતું ને-બધા જ સંસારી જીવો સિદ્ધ ભગવંતો સમાન છે. શુદ્ધગુણ અને શુદ્ધ પર્યાયો વડે અહીં પર્યાયોમાં લેવું. હવે પર્યાયમાં લેવું હોય તો શક્તિરૂપ લેવી પરંતુ પ્રગટ પર્યાય ન લેવી. અર્થાત્ આ શુદ્ધનયનો વિષય કહ્યો. બીજી અપેક્ષાએ પર્યાયનો અર્થ એક બીજો પણ થાય છે.
શુદ્ધપર્યાયમાં કારણ શુદ્ધ પર્યાય પણ લેવાય. ત્રિકાળી ગુણ અને કારણ શુદ્ધ પર્યાયો એ વડે સિદ્ધ ભગવંતો સમાન છે. અહીં બે અર્થ કર્યા. બે અર્થ મેં શું કામ કર્યા? સિદ્ધભગવંતો સમાન છે એમ કહીને બે અર્થ કર્યા.
એક અર્થ તો સિદ્ધ પર્યાયો જે પ્રગટ થઈ આઠ ગુણની તે પર્યાયો સંસારી જીવોને આઠ ગુણની પર્યાયો પ્રગટ થઈ નથી. પરંતુ તે ગુણો શક્તિરૂપે છે. બીજો અર્થ-ગુણ પર્યાયોનો એટલે કે ત્રિકાળીગુણો છે અને કારણ પર્યાય પણ છે. એ પણ શુદ્ધનયનો વિષય છે. આ રીતે બે અર્થ કર્યા. પર્યાયરૂપ શક્તિ છે તે પણ શુદ્ધનયનો વિષય અને કારણશુદ્ધ પર્યાય પણ શુદ્ધનયનો વિષય છે. કેમકે કારણશુદ્ધ પર્યાય તે પૂજિત પંચમભાવની પરિણતી છે. તેને કારણશુદ્ધ પર્યાય કહેવામાં આવે છે.
અહીં શુદ્ધનયના કથનથી શુદ્ધનયનો વિષય કહેવો છે તેથી વર્તમાન પ્રગટ પર્યાય ન લેવાય. તે વ્યવહારનયનો વિષય થઈ જાય છે. ઉત્પાદ છે તે વ્યવહારનયનો વિષય છે અને ધ્રુવ છે તે નિશ્ચયનયનો શુદ્ધનયનો વિષય છે. શુદ્ધનયના કથનથી એટલે ભાવથી... શુદ્ધગુણ પર્યાયો વડે હોવાથી તે સિદ્ધ ભગવંત સમાન છે. કોણ ? બધા જ સંસારી. કઈ નયે? શુદ્ધનયે. અહીં ટીકા પૂરી થઈ ગઈ, હવે તેનો ખુલાસો કરવા માટે કૌંસ કરે છે.
જે જીવો વ્યવહારનયના કથનથી ઔદયિકાદિ વિભાવભાવોવાળા હોવાથી સંસારી છે.” ઔદયિક આદિમાં ચારેય ભાવો લઈ લેવા. ઔદયિક આદિ શબ્દ વાપર્યો ને ! વિભાવ ભાવોવાળા હોવાથી તે સંસારી છે. અમે જે આત્માની વાત કરીએ છીએ ને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪
પ્રવચન નં:- ૧૧ ગાથા-૪૯ તે બધાં સંસારી જીવો શુદ્ધનયના કથનથી એટલે શુદ્ધનયના ભાવથી શુદ્ધગુણો અને શુદ્ધ-પર્યાયોવાળા હોવાથી સિદ્ધ સમાન છે. શુદધનયથી વાત આવે ત્યાં હોવાથી શબ્દ આવે, અને વ્યવહારનયના વિષયની વાત આવે ત્યાં થવાથી આવે. બધાં સંસારી જીવો સિદ્ધ સદેશ હોવાથી તે સિદ્ધ સમાન રહેલાં છે. આતો જ્ઞાનની થોડી સંધિ કરી. અત્યાર સુધી જે વાત આવી તે દૃષ્ટિની મુખ્યતાથી વાત આવતી હતી. આ ભેદો વિદ્યમાન નથી, વિદ્યમાન નથી, ભેદો નથી. હવે જ્યાં ભેદની વાત આવી ત્યાં તેને એમ લાગે કે આ ભેદની વાત આવી: અરે ભાઈ ! ભેદની વાત આવી તેમાં તારું શું બગડી ગયું? જો તું ભેદનું અવલંબન લે તો બગડે અને ભેદને જ જો આત્મા માને તો બગડે. પરંતુ અભેદનું અવલંબન લેતા ભેદો જણાય જાય છે.
ચોથે ગુણસ્થાને આવી અવસ્થાઓ છે, પંચમગુણસ્થાને આવી અવસ્થાઓ હોય છે, છઠ્ઠ-સાતમે આવી અવસ્થાઓ હોય છે, તે બધા ભેદો જ્ઞાનનું જ્ઞય છે. ધ્યાયનું ધ્યેય તો ધ્રુવ પરમાત્મા એક જ છે. માટે ઉપર પ્રમાણજ્ઞાન શબ્દ વાપર્યો હતો.
સમયસાર શ્લોક – ૫ तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(માલિની) “ व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हंत हस्तावलम्बः। तदपि परममर्थं चिच्चमत्कारमात्रं
પરવિરહિતમન્ત: પશ્યતાં નૈષ વિત્ાા” “[ શ્લોકાર્ચ- ]જોકે વ્યવહારનય આ પ્રથમ ભૂમિકામાં જેમણે પગ મૂકયો છે એવા જીવોને, અરેરે! હસ્તાવલંબરૂપ ભલે હોય, તોપણ જે જીવો ચૈતન્યચમત્કારમાત્ર, પરથી રહિત એવા પરમ પદાર્થને અંતરંગમાં દેખે છે તેમને એ વ્યવહારનય કાંઈ નથી.”
શ્લોક – ૫ : ઉપર પ્રવચન એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્દ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં પાંચમા શ્લોક દ્વારા) કહ્યું છે કે “જોકે વ્યવહારનય આ પ્રથમ ભૂમિકામાં જેમણે પગ મૂકયો છે એવા જીવોને, અરેરે! હસ્થાવલંબનરૂપ ભલે હોય,
શું કહ્યું? “જો કે ” એમ શબ્દ છે હોં ! જો કે એ શબ્દમાં ઘણું વજન છે હોં ! જ્યારે અમારી નાની ઉંમરમાં, અમે ભણતાં હતાં ત્યારે-“આમ કરીએ તો આમ થાય.” એમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૦૫ તો” આવે છે. ત્યારે માસ્તર કહેતા કે-આ “તો” છે ને તે છપ્પન મણના વજનવાળો છે તમે એ “તો” ને કાઢી નાખો, પછી જુઓ એ “તો’નું વજન કેટલું છે? છપ્પનમણનું વજન છે. એમ અમારા માસ્તર શીખવાડતા હતા. બાળકો કહેઆમ કરીએ “તો” આમ થાય. તો માસ્તર કહે “તો ” રહેવા દો.
જોકે વ્યવહારનય” એટલે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે એવો અભેદનો ભેદ તેને વ્યવહાર કહેવામાં આવે છે. શુભભાવ છે તે અસદ્ભુત વ્યવહારનયનો વિષય છે. તે ખરેખર અભેદનો ભેદ નથી. શુભભાવ છે તે અભેદની જાતિનો એ ભેદ નથી માટે એ ભેદ આત્માને બતાવી નહીં શકે. પરંતુ જે અભેદની જાતિનો જે ભેદ હોય કે-જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા એ અભેદનો ભેદ એવો જે વ્યવહારનય એ પ્રથમ ભૂમિકામાં હસ્તાવલંબનરૂપ કહ્યો છે.
પ્રથમ ભૂમિકાના બે અર્થ થાય છે. જે મિથ્યાષ્ટિ છે, જેને શુદ્ધાત્માનું ભાન નથી, જે અનાર્ય જેવો છે એટલે કે સ્વસ્તિ કહેતાં જે અર્થને સમજતો નથી એવો જીવ. તે સંસ્કૃત ભણેલો નથી, પરંતુ ગુરુએ “સ્વસ્તિ' કહ્યું એટલે કે-તારું અવિનાશી કલ્યાણ થાવ ! સ્વસ્તિ કતાં તે કાંઈ સમજ્યો નહીં તેવા જીવોને અનાર્યની ભાષામાં સમજાવવા માટે તે વ્યવહારનય હસ્તાવલંબન છે. માટે આ વ્યવહારનય અનાર્યની ભાષાના સ્થાને છે.
આત્માને સમજતો નથી તેને અભેદ સમજાવવાનો ઈરાદો રાખીને, અભેદની અંદર ભેદ કલ્પના કરીને કહે છે કે આત્મામાં જ્ઞાન છે. ભેદ હોવા છતાં અભેદમાં જ્ઞાનગુણનો કે દર્શનગુણનો ભેદ દેખાતો નથી. પરંતુ જે અભેદને સમજતો નથી તેને અભેદમાં ભેદ કલ્પના કરીને સમજાવે છે. જે અભેદને સમજતો નથી તેવા આત્માઓને પ્રાથમિક ભૂમિકામાં આ સિવાય બીજો સમજાવવાનો કોઈ ઉપાય નથી.
જાણે તે આત્મા, દેખે તે આત્મા', જો કે વ્યવહારનયે પ્રથમ ભૂમિકામાં હસ્તાવલંબરૂપ છે. “પ્રથમ ભૂમિકામાં' એ એક અર્થ તો મિથ્યાષ્ટિને લાગુ પડે છે. બીજો અર્થ-જે સાધક હોય અને નિર્વિકલ્પ ધ્યાનમાં જામી જતો ન હોય તો તેને ગુણગુણીના ભેદનો વિચાર આવે છે.
પ્રથમ ભૂમિકામાં જેમણે પગ મૂકયો છે તેવા જીવોને અરેરે ! જોઈ લેજો ! અરે! અરે ! આહા! ખેદ આવી જાય છે. વ્યવહારનયનો પરાશ્રિત-ભેદાશ્રિત ભાવ ઉઠયો છે તે ખેદ છે. આહાહા !નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવી જવાયું છે. અભેદને તો પરિણતીથી અવલોકું છું પરંતુ અભેદમાંથી ઉપયોગ છૂટી અને બીજાને સમજાવવાનો તેનો કાળ આવ્યો છે ત્યારે પણ અભેદનો આશ્રય રાખીને ભેદથી સમજાવે છે. ત્યાં ચારિત્રનો દોષ આવી જાય છે. આહા! એવા જીવોને, “અરેરે!' આ શબ્દ છે તે ખેદજનક છે.
પ્રાથમિક ભૂમિકામાં સમજાવવા માટે વ્યવહાર ભલે હસ્તાવલંબરૂપ હો ! તોપણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૦૬
પ્રવચન નં:- ૧૧ ગાથા-૪૯
દ
તેવા જીવો, “તોપણ જે જીવો ચૈતન્ય ચમત્કારમાત્ર, ૫૨થી રહિત એવા ૫૨મ પદાર્થને અંતરંગમાં દેખે છે... તેમને એ વ્યવહા૨નય કાંઈ નથી.”
૫૨થી રહિત એટલે ભેદથી રહિત એવા ૫૨મ ૫રમાર્થરૂપ આત્માને, પરમ પદાર્થને અંતરંગમાં દેખે છે તેમને એ વ્યવહારનય કાંઈ નથી. વ્યવહારનય અસ્તને પામી જાય છે. નિશ્ચયનય વ્યવહારનયનો પ્રલય કરે છે. પ્રલય કરે છે એટલે વ્યવહારનયનો નાશ થઈ જાય છે. જ્યાં ઉપયોગ અભેદમાં આવ્યો અને અભેદ આત્મા ઉપાદેયપણે જાણવામાં આવ્યો ત્યાં કોઈ ભેદ દેખાતો નથી. અભેદમાં ભેદ દેખાતો નથી. માટે ભેદાશ્રિત વ્યવહારનો પ્રલય થાય છે. અહીં પરાશ્રિત વ્યવહારની તો વાત જ નથી. તે તો અસદ્ભુત વ્યવહારમાં જાય છે. અસદ્ભુત વ્યવહાર તે જૂઠો વ્યવહાર છે. અને એક સાચો વ્યવહાર છે.
વ્યવહાર રત્નત્રયના પરિણામ તે જૂઠો વ્યવહાર છે. અને નિશ્ચય રત્નત્રયના પરિણામ તે સાચો વ્યવહાર છે.. પરંતુ તે નિશ્ચય નથી. આહાહા ! સાધકની પરિણતી તો અભેદમાં ચોંટી ગઈ છે પરંતુ ઉપયોગ અભેદમાંથી ખસી જાય છે. સવિકલ્પદશામાં સાધક આત્માઓનો ઉપયોગ અભેદમાંથી ખસી જાય છે. પરંતુ તેની પરિણતી અભેદથી ખસતી નથી. હવે તે સવિકલ્પ ઉપયોગમાં જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા.. આટલો ભેદ ઉભો થાય છે.
કળશટીકામાં તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ ઘણો બુદ્ધિવાન આત્માને સમજાવવા વાળો હોય એટલે કે અધિક બુદ્ધિ જેની છે તેવા ગણધર ભગવાન હોય તો પણ જ્યારે તેને બીજાને સમજાવવાનો સ્વકાળ અને પેલાને સમજવાનો સ્વકાળ છે એવો યોગાનુયોગ થાય ત્યારે ઉપયોગ અભેદમાંથી છૂટીને, સમજાવવા માટે ભેદથી સમજાવે છે. જેનામાં જ્ઞાન હોય તે આત્મા, દર્શન હોય તે આત્મા, ચારિત્ર હોય તે આત્મા, અથવા જે જ્ઞાન, દર્શન, ચારિત્રને હંમેશાં પ્રાપ્ત કરે તેને આત્મા કહેવામાં આવે છે. ગણધર હોય તો પણ આટલો ભેદ તો બીજાને સમજાવવા માટે આવે છે.
જયસેન આચાર્ય ભગવાને કહ્યું છે કે–સંભાળજે! બીજાને સમજાવવાનો કાળ હોય ત્યારે અભેદમાં ભેદનો વિચાર કરજે! અન્ય કાળે નહીં. આહા ! એ સવિકલ્પમાં રહેતાં નિર્વિકલ્પ ધ્યાન મોળું પડી જશે... અને તું વ્યવહારમાં દુર ચાલ્યો જઈશ.. તો મેળવેલું ચાલ્યું જશે.
કેમકે અનાદિથી વ્યવહારનો પક્ષતો હતો, વ્યવહા૨નો પક્ષ છૂટયો અને અનુભવ થયો અને જો પાછો વ્યવહાર મંડયો ઘૂંટવા બીજાને સમજાવવાના બહાના નીચે પણ, તો સંભવ છે કે પાછો પડી જઈશ. આ સમકિતીની વાત ચાલે છે. બહુ ઝાઝી વખત બીજાને સમજાવવા રોકાઈશ નહીં.
સમાધિતંત્રમાં પૂજ્યપાદ આચાર્ય ફરમાવે છે કે-બીજાને સમજાવવું અને બીજા
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૦૭
પાસે સમજવું તે બન્ને પાગલ છે. ઉન્મત્ત છે.. એટલે કે ગાંડપણ છે. ગુરુદેવ પણ આધાર આપીને આ વાત કરે છે.
એકવાર બાપુજીએ ચર્ચામાં આ શબ્દ કહ્યો અને તે શબ્દ ફરતો ફરતો સોનગઢ ગયો. પછી એક જણ સોનગઢ ગયા હતા તેનો મને ટેલિફોન આવ્યો, તે ભાઈ પણ અહીં બેઠા છે. બાપુજી આમ બોલ્યા હતા તેના વિષે ગુરુદેવને બહુ વિકલ્પ ઉઠે છે. મેં કીધું હું સોનગઢ જઈશ ત્યારે સમાધાન કરીશ. હું ગયો મને પૂછયું, મેં કહ્યું-ગુરુદેવ નિશ્ચયથી તો વાત એમ જ છે ને !? ગુરુદેવ કહે—હા, બરોબર છે. બીજાને સમજાવવું તે પાગલપણું છે.. એમ શાસ્ત્રમાં લખ્યું છે. પછી ગુરુદેવ અમારે ત્યાં સવારના પધાર્યા હતા. બાબુભાઈને ત્યાં દૂધ લેવા પધાર્યા હતા. પછી બાપુજીને કહે તમે કહ્યું હતું ને જે પાગલપણું ઉન્મત્તપણું તે બરોબર છે. તે પૂજ્યપાદ આચાર્ય ભગવાને કહ્યું છે-બીજાને સમજાવવું તે પાગલપણું છે.
સાધકને એવો સ્વકાળ હો તો હો ! પરંતુ એમાં પણ બીજાને સમજાવવા માટે બહુ રોકાવા જેવું નથી. એના સ્વકાળમાં સમજાવવાના પરિણામ હો તો હો! આવે તો આવો ! પરંતુ મને બીજાને સમજાવવાનો કાળ રહ્યા કરે અને બીજા મારી પાસે સમજવા આવ્યા કરે એ ભાવના તું ભાવીશ નહીં. ભાવ આવે તો ભલે આવે ! પરંતુ તેની ભાવના રાખીશ નહીં. શું કહ્યું ? આ એ વાત કરે છે.
જે જીવો ચૈતન્ય ચમત્કારમાત્ર અભેદ, સામાન્ય, ટંકોત્કીર્ણ શુદ્ધભાવ એટલે શુદ્ધ આત્મતત્ત્વને અંતરંગમાં અનુભવે છે, ભેદથી રહિત એવા એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી પણ રહિત તેવા અભેદ આત્માને અનુભવે છે, તેને આ ભેદો દેખાતા નથી. રાગતો કયાંય ગયો પરંતુ શુદ્ધ પર્યાયનો ભેદ પણ પરદ્રવ્યમાં ગયો. હવે જે ગુણનો ભેદ છે તે તો સ્વદ્રવ્યનો અને તેની જાતનો છે અને પારિણામિક ભાવનો છે. અભેદનો ભેદ તે પણ સદ્ભુત વ્યવહાર છે. તેનું પણ અવલંબન કરવા યોગ્ય નથી.
,
૫૨થી રહિત તેવા પરમ પદાર્થને અંતરંગમાં જ્યારે દેખે છે એટલે અનુભવે છે તેને ચૈતન્ય ચમત્કારમાત્ર દેખાય છે. ‘ ચૈતન્ય ચમત્કાર માત્ર ' શબ્દ કહ્યો હોં ! તેને અંતરંગમાં અંતર્મુખ થઈને દેખે છે –અનુભવે છે એવા નિર્વિકલ્પ ધ્યાનમાં જામેલા આત્માઓને તે વ્યવહારનય કાંઈ નથી. આહા.. હા ! નિશ્ચયનય વ્યવહારનયનો કોળિયો કરી જાય છે. નિશ્ચયનય વ્યવહારનયનો પ્રલય કરી નાખે છે. નયચક્રમાં પ્રલય કરે છે તેવો શબ્દ છે. વ્યવહારનયનો નાશ કરવા માટે નિશ્ચયનય જન્મે છે.
નિશ્ચયનયનો જન્મ શેના માટે છે ? વ્યવહારનયને રાખવા માટે હશે ? તો તો તેને શુકલધ્યાનની શ્રેણી આવે જ નહીં... અને કોઈ દિવસ યથાખ્યાત ચારિત્ર થઈને કેવળજ્ઞાન પ્રગટે જ નહીં. આહા... હા ! આ ઠેઠ સુધીની વાત અત્યારથી સમજી લેવા જેવી છે. આહા ! ભવિષ્યમાં શુકલ ધ્યાન આવશે... ધ્યાન રાખજે ! કોઈ ભેદમાં અટકીશ નહીં.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
પ્રવચન નં:- ૧૧ ગાથા-૪૯ નહીંતર તું શુકલધ્યાનની ક્ષપકશ્રેણી તું માંડી શકીશ નહીં. માટે અત્યારથી તેના પ્રત્યાખ્યાન કરી લેજે. આ ભેદરૂપ વ્યવહારપણ મને જોઈતો નથી, હું તો એક અભેદ શુદ્ધાત્માની ભાવના ભાવું છે.
આવા આત્માને જે અંતરંગમાં દેખે છે તેવા સાધક આત્માને, જે નિર્વિકલ્પ ધ્યાનમાં જામી ગયા છે તેવા આત્માને તે વ્યવહારનય કાંઈ નથી. આહા.. હા ! સમયસાર શાસ્ત્રમાં છે કે વ્યવહારનયનું શરણ લેવા જેવું નથી. તેને છોડો.. છોડો ! તેનો ત્યાગ કરો. કેમકે તે નિષેધ કરવા યોગ્ય છે. તો પ્રશ્ન કર્યો કે-આ પાંચ મહાવ્રત, અઠ્ઠાવીસ મૂળગુણ... નો નિષેધ કરશો તમે તો મુનિઓને કોનું શરણ રહેશે? જો મુનિને કાંઈ શરણ નહીં રહે તો પછી મુનિ અશરણ થઈ જશે. તો કહે છે--ના, ના.. તને કાંઈ ખબર નથી. મુનિઓને શુદ્ધાત્માનું શરણ છે-તે અશરણ નથી.
વળી ( આ ૪૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે.)
શ્લોક - ૭૩
(સ્વીતા ) शुद्धनिश्चयनयेन विमुक्तौ संसृतावपि च नास्ति विशेषः। एवमेव खलु तत्त्वविचारे
શુદ્ધતત્ત્વરસિT: પ્રવત્તિના ૭રૂ ા [શ્લોકાર્થ-] “શુદ્ધનિશ્ચયનયથી મુક્તિમાં તેમ જ સંસારમાં તફાવત નથી;” આમ જ ખરેખર, તત્ત્વ વિચારતાં (-પરમાર્થ વસ્તુસ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતાં), શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો કહે છે. ૭૩.
શ્લોક - ૭૩ : ઉપર પ્રવચન “શુદ્ધનિશ્ચયનયથી” એકલી નિશ્ચયનય ન કહેતાં શુદ્ધનિશ્ચયનયથી નય એટલે જ્ઞાનનો વ્યાપાર. જે આત્મા શુદ્ધ છે તેની સન્મુખ થઈને, શુદ્ધાત્માને ઉપાદેયપણે ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે એટલે જાણે છે. તેનું નામ શુદ્ધનિશ્ચયનય દ્દેવામાં આવે છે.
“શુદ્ધનિશ્ચયનયથી જોવામાં આવે તો મુક્તિમાં તેમ જ સંસારમાં તફાવત નથી;” મુક્તિમાં રહેલા જીવો અને સંસારમાં રહેલા જીવો એ બેમાં અમને કાંઈ તફાવત લાગતો નથી. મુક્ત અને સંસારી બન્ને સરખાં? અરે! સાંભળ! ભવિને અભવી બન્ને સરખાં છે જા ! શુદ્ધનયથી ભગવાન આત્માને જોવામાં આવે તો અમને કોઈ સંસારી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૯
શુદ્ધ અંત:તત્ત્વ દેખાતો નથી. અને કોઈ સિદ્ધ પણ દેખાતો નથી. અમને કોઈ ભવિ કે કોઈ અભવિ દેખાતો નથી. બધા ભગવાન આત્મા છે તેમ જણાય છે. બધા આત્માઓ સ્વભાવે ભગવાન અને પરિપૂર્ણ છે, તેને આવરણ નથી–તેને કાટ પણ લાગતો નથી. સોનાને કાટ લાગે તો ભગવાન આત્માને કાટ લાગે. આ બહેનશ્રી નું વચન છે ને!
આહા... હા! આત્માને આવરણ નથી, ઉણપ પણ નથી અને તેને કાટ પણ ચડતો નથી. શુદ્ધનિશ્ચયનયથી મુક્તિમાં એટલે મુક્તિની પર્યાયમાં રહેલો આત્મા તેમજ સંસારની પર્યાયમાં રહેલો આત્મા તેમાં કાંઈ તફાવત નથી. એક આત્મા સિદ્ધપદમાં બિરાજે છે અને બીજો આત્મા અત્યારે નિગોદની પર્યાયમાં સંયોગમાં છે. એક સિદ્ધની પર્યાયના સંયોગમાં શુદ્ધાત્મા છે. એ શું કહ્યું? પર્યાયને સંયોગ કહ્યો કે નહીં? આહા ! જુઓ, ગુરુદેવે આ વાત ન કરી હોત અને જો બીજો કોઈ સાધક કહે કે-શુદ્ધ પર્યાય સંયોગ છે તો કોઈ માનત નહીં. પરંતુ કાળ ઊંચો કે-ગુરુદેવના શ્રીમુખેથી બધા ખુલાસાઓ થાય છે. એટલે અંદરમાં નકાર આવતો હોય તો પણ પરાણે હા પાડવી પડે. નહીંતર તે ગુરુને માનતો નથી. ગુરુના ભયે પણ “હા” પાડવી પડે. અને અંતરથી “હા” પાડે તો તો કામ થઈ જાય.
શું કહ્યું? સંસારની અને નિગોદની જે પર્યાયો છે તે પર્યાયના સંયોગમાં રહેલો શુદ્ધાત્મા, બન્નેના આત્મા, શુદ્ધનયથી સમાન છે. તેમાં કાંઈ ફરક નથી. સંયોગમાં ફેર હો તો હો ! આ ખુલાસો કર્યો કે નહીં? સંસારની પર્યાયનો સંયોગ છે જે જીવને અને બીજા જીવને સિદ્ધની પર્યાયનો સંયોગ છે. એકને પુણ્યના કારણે લક્ષ્મીનો સંયોગ છે અને બીજાને પુણ્યનું કારણ નથી તો લક્ષ્મીનો સંયોગ નથી. છતાં મનુષ્યપણે બધાં સરખાં છે કે નહીં ? કે-ફેર છે? આ દષ્ટાંત આપ્યો.
મનુષ્યપણે જોવામાં આવે તો ધનવાન હો કે નિર્ધન હો ! નિર્ધન તે પણ સંયોગ અને ધનપણ સંયોગ છે. એ બે સંયોગને ગૌણ કરો તો મનુષ્ય જાતિ અપેક્ષાએ બન્ને સમાન છે-સરખાં છે–આ દૃષ્ટાંત.
તેમ નિગોદના જીવને મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રનો સંયોગ છે. પર્યાયનો સંયોગ અને એ સંયોગમાં રહેલો તેનો શુદ્ધાત્મા તે સંયોગથી ભિન્ન છે. અને સિદ્ધની પ્રગટ થયેલી પર્યાય જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, સુખની, વીર્યની પર્યાય જે પ્રગટ થઈ છે એ પણ સંયોગ છે. એ સંયોગમાં રહેલો શુદ્ધાત્મા અને નિગોદની પર્યાયના સંયોગમાં રહેલો શુદ્ધાત્મા તે બન્નેને શુદ્ધનયથી જોવામાં આવે તો મુક્તિમાં તેમજ સંસારમાં તફાવત નથી. જીવતો બધા જ સરખા છે.. અને જે સ્વાંગ છે તેને સંયોગ કહ્યો ને?
સ્વાંગ કરતાં પણ સંયોગ ઊંચી ચીજ છે. સ્વાંગ તો જેમ ધારણ કરે અને છોડે છે. સ્વાંગમાં તો ધારણ કરવાપણું આવે અને છોડવાપણું પણ આવે. પરંતુ પર્યાયને સંયોગ કહ્યો ત્યાં વાત ખલાસ થઈ ગઈ. સંયોગ છે તે પૃથકતા બતાવે છે સ્વભાવ અને સંયોગ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧)
પ્રવચન નં:- ૧૧ ગાથા-૪૯ છૂટાપણું બતાવે છે. જીવ તો સ્વભાવરૂપ છે અને પર્યાયો સંયોગરૂપ છે. સિદ્ધની પર્યાય તે સંયોગરૂપ પરંતુ સ્વભાવરૂપ નથી. આ પહેલી લીટીનો અર્થ ચાલે છે. આમાં લખેલું છે? શુદ્ધનિશ્ચયનયથી જીવમાં કાંઈ તફાવત નથી. ક્યા જીવમાં? મુક્તિમાં હોય જીવ કે સંસારમાં હોય તે બેમાં કિંચિત્માત્ર તફાવત નથી. શુદ્ધનયથી જોવામાં આવે તો નથી. અને શુદ્ધનય જે જુએ છે તે જ સત્યાર્થ છે. વ્યવહારનય ભેદ પાડે છે તે અસત્યાર્થ છે.
આહા. હા! વ્યવહારનય જીવમાં ભેદ પાડે છે. એક મુક્તજીવ અને એક સંસારી જીવ.. એવા સંયોગોનો આરોપ જીવમાં આપી ને એક મુક્ત જીવ છે અને એક સંસારી જીવ છે તેમ કહે છે. એ બન્ને પ્રકારના સંયોગોનો આરોપ સ્વભાવ ઉપર આપીને તે કથન કરે છે. વ્યવહારનયનું કથન સાચું નથી, તે જૂઠું કથન કરે છે. એક મનુષ્ય નિર્ધન અને એક મનુષ્ય સધન તેમ વ્યવહારનય કહે છે. તે બન્ને કથન ખોટાં છે. મનુષ્ય તો મનુષ્ય છે.
આહા. હા! શુદ્ધનિશ્ચયનયથી મુક્તિમાં એટલે મુક્ત અવસ્થામાં રહેલો ભગવાન આત્મા તેમજ વિકારી અવસ્થાના સંયોગમાં રહેલો નિર્વિકારી પરમાત્મા એ બેમાં કોઈ તફાવત નથી. “આમ જ ખરેખર, તત્ત્વ વિચારતાં (પરમાર્થ વસ્તુ સ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતાં), શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો કહે છે.” આમ જ ખરેખર, તત્ત્વ વિચારતાં એટલે તત્ત્વનો, આત્માના સ્વભાવનો અનુભવ કરતાં, વિચારતાં એટલે અનુભવ કરતાં શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો, શુદ્ધાત્માના અનુભવી જીવો આમ કહે છે. એક લોઢાની ડાબલીમાં રહેલો હીરો અને એક સોનાની ડાબલીમાં રહેલો હીરો છે. હવે ઝવેરીની નજર તો હીરા ઉપર છે. હીરો લોઢાની ડાબલીમાં છે માટે તેની કિંમત ઓછી છે અને સોનાની ડાબલીમાં હીરો છે માટે તેની કિંમત વધારે છે તેમ નથી. ઝવેરીની દૃષ્ટિ ડાબલી ઉપર નથી. પરંતુ હીરા ઉપર રહેલી છે. આહા ! તમારો દાખલો આપ્યો. આ સંયોગો તો બધા ડાબલા છે. તે બધા પર્યાયના ડાબલા છે. આ તો બધું પૃથક છે.
આહા.. હા ! જેને વ્યવહારનયે જીવ કહેવાય તે પણ સંયોગ છે. સ્વભાવ નથી. આહા.. હા! ખરેખર આ ઉપરનું જે કથન કર્યું છે તેમાં માલ ભર્યો છે. આમાં તો ભાવો બ્રહ્માંડના ભર્યા છે. આપણી શક્તિ આમાંથી માલ કાઢવાની કાંઈ નથી, એટલા ભાવો ભર્યા છે. અરે ! ગણધર ભગવંતો કહે છે–અમે જ્યારે દિવ્યધ્વનિ સાંભળીએ છીએ ત્યારે એમ લાગે છે કે અમારું જ્ઞાન સમુદ્રમાં બિંદુ છે. પ્રભુ! અમે કાંઈ જાણતાં નથી. ગણધર ભગવાન બાર અંગના ધારી, તદ્ભવી મોક્ષ જનારો આત્મા કહે છે. તે હજુ છદ્ભસ્થ છે ને! તે કેવળજ્ઞાનની પર્યાયની સાથે પોતાના પરિણામનું મિલાન કરે છે. અરે! અમે પામર છીએ. જ્યારે પર્યાયનું જ્ઞાન કરું છું ત્યારે પર્યાય અપેક્ષાએ હું પામર છું. ભલે દ્રવ્ય અપેક્ષાએ પરમાત્મા છું પરંતુ પર્યાય અપેક્ષાએ હું પામર છું. એવી પામર પર્યાયની વિધમાનતા છે, કોઈ નયના બળે તેની વિધમાનતા છે. (સર્વથા) નથી એમ નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૧૧
આહા... હા ! “ આમ જ ખરેખર, તત્ત્વ વિચારતાં”, ૫રમાર્થ વસ્તુ સ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતાં, અનુભવ કરતાં અથવા અનુભવીને નિરૂપણ કરવામાં આવે ત્યારે શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો કહે છે. આવા જીવો નિમિત્તના રસિક નથી. જ્ઞાનીઓ છે તે રસીલા તો છે હોં ! રસિલા તો છે.. રસિક તો છે ! પરંતુ તેમને નિમિત્તનો ૨સ નથી, પાંચ-મહાવ્રતનો ૨સ તેને નથી, શાસ્ત્રજ્ઞાનના ઉઘાડનો ૨સ પણ તેને નથી, અને પ્રગટ થયેલો આનંદ એ પણ ઉપાદેયપણે તેને નથી..., તેનાથી પણ તે ઉદાસીન છે. અમને અતીન્દ્રિયઆનંદનું ભોજન આવે છે પણ તેનાથી હું ઉદાસ છું.. આમ શુદ્ધ તત્ત્વના સિક પુરુષો કહે છે.
અનુભવીઓ, સાધક એમ કહે છે કે-મુક્તિના સંયોગમાં રહેલો જીવ અને સંસારની પર્યાયના સંયોગમાં રહેલો જીવ, તે બન્નેને અમે શુદ્ઘનયથી જોઈએ છીએ તો કાંઈ તફાવત નથી. પર્યાયના ફેરે દ્રવ્યમાં કાંઈ પણ ફેર પડતો નથી.. એમ કહેવાનો આશય છે. મિથ્યાર્દષ્ટિ હો કે સમ્યગ્દષ્ટિ હો.. શુદ્ધનયથી બધા ૫૨માત્મા છે. બધા ભગવાન આત્માઓ છે. તેમ સંતો દ્રવ્યદૃષ્ટિથી જુએ છે.
જીવકે ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, ઔદયિક ઔર પારિણામિકભાવ હૈ, ઉનમેં ઔયિકભાવ બંધ કરનેવાલા હૈ ઔર ઔપમિક, ક્ષાયોપશમિક ઔર ક્ષાયિક ભાવ મોક્ષ કે કા૨ણ હૈ, પારિણામિકભાવ નિષ્ક્રિય હૈ.
(શ્રી સમયસાર તાત્પર્યવૃત્તિ ગાથા. ૪૩૭)
(ચતુર્થાંદિગુણસ્થાનવર્તી જીવોંકી સ્વાનુભૂતિકી અવસ્થામેં ) શુદ્ધ પારિણામિકભાવ ધ્યેયભૂત દ્રવ્ય (ધ્યાન ક૨ને યોગ્ય વિષય) હૈ ઔર શુદ્ધ પારિણામિકભાવ ધ્યાનપર્યાયરૂપ નહીં હૈ કયોંકિ ધ્યાનકી પર્યાય નશ્વર (અનિત્ય ) હૈ.
( શ્રી સમયસાર તાત્પર્યવૃત્તિ ટીકા ગાથા ૪૩૭ માંથી )
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
ગાથા-૫૦ ગાથા – ૫૦ पुव्वुत्तसयलभावा परदव्वं परसहावमिदि हेयं। सगदव्वमुवादेयं अंतरतचं हवे अप्पा ।।५।। पूर्वोक्तसकलभावाः परद्रव्यं परस्वभावा इति हेयाः।।
स्वकद्रव्यमुपादेयं अन्तस्तत्त्वं भवेदात्मा।। ५०।। हेयोपादेयत्यागोपादानलक्षणकथनमिदम्।
ये केचिद् विभावगुणपर्यायास्ते पूर्वं व्यवहारनयादेशादुपादेयत्वेनोक्ता: शुद्धनिश्चयनयबलेन हेया भवन्ति। कुतः ? परस्वभावत्वात्, अत एव परद्रव्यं भवति। सकलविभावगुणपर्यायनिर्मुक्तं शुद्धान्तस्तत्त्वस्वरूपं स्वद्रव्यमुपादेयम्। अस्य खलु सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखात्मकस्य शुद्धान्तस्तत्त्वस्वरूपस्याधार: सहजपरमपारिणामिकभावलक्षणकारणसमयसार રૂતિ
પૂર્વોક્ત ભાવો પર-દરવ પરભાવ, તેથી હેય છે;
આત્મા જ છે આદેય, અંત:તત્વરૂપ નિજદ્રવ્ય જે. ૫૦. અન્વયાર્થ:- [પૂર્વીસનમાવી:] પૂર્વોક્ત સર્વ ભાવો [પરસ્વમાવા:] પરસ્વભાવો છે, [૫૨દ્રવ્યમ] પરદ્રવ્ય છે, [તિ] તેથી [દેયા:] હેય છે; [ અન્તસ્તત્ત્વ ] અંત:તત્ત્વ [ સ્વદ્રવ્યમ] એવું સ્વદ્રવ્ય[ માત્મા] આત્મા[૩૫ાયમ] ઉપાદેય [ ભવેત] છે.
ટીકા:- આ, હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે.
જે કોઈ વિભાવગુણપર્યાયો છે તેઓ પૂર્વે (૪૯ મી ગાથામાં ) વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધનિશ્ચયનયે) તેઓ હેય છે. શા કારણથી? કારણ કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે. સર્વ વિભાવગુણપર્યાયોથી રહિત શુદ્ધ-અંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગ-સુખાત્મક શુદ્ધઅંત:તત્વસ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર સહજપરમપારિણામિકભાવલક્ષણ (-સહજ પરમ પરિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો ) કારણસમયસાર છે.
ગાથા - ૫૦ : ઉપર પ્રવચન ૩૮ ગાથામાં જે કહ્યું હતું તે જ આ ગાથામાં કહે છે. ૩૮ ગાથામાં પાયો નાખ્યો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૧૩
હતો. પાયો નાખે ત્યાર પછી ઉપર દશ, વીશ, પચીશ, ત્રીશ, મજલા-માળા ચણી શકાય.., કયારે ? કે-પાયો એકદમ ઉંડો હોય તો ! તેમ ૩૮ ગાથામાં શુદ્ધભાવ અધિકારનો પાયો નાખ્યો હતો, હવે તેના ઉ૫૨ આ કલગી ચડાવે છે.. એ છે ૫૦ નંબરની ગાથા સાંભળ ભાઈ ! ચણતર ચણીને મહેલ તૈયાર થઈ ગયો.
99
t
"
ટીકાઃ- “ આ, હૈય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે. ” હૈય એટલે ત્યાગ અને ઉપાદેય એટલે ગ્રહણ... તેનાં સ્વરૂપનું કથન છે. જે ૩૮ ગાથામાં કહ્યું હતું એ જ વાત હવે ૫૦મી ગાથામાં ફરીને કહે છે. ઘણાં દિવસ થઈ ગયા એટલે તાજું કરી લઈએ. જુઓ ! ૩૮ ગાથાનું મથાળું વાંચો. “ આ હૈય અને ઉપાદેય તત્ત્વના સ્વરૂપનું કથન છે. આ ’ એટલે આ ગાથામાં હૈય શું છે અને ઉપાદેય તત્ત્વ શું છે તેના સ્વરૂપનું કથન છે. એજ વાત હવે ૫૦મી ગાથામાં ફરીને કહે છે. આમાં પુનરુક્તિ દોષ લાગતો નથી. કેમકે આ ભાવનાનું શાસ્ત્ર છે. આહા... હા ! આ ભેદ મારામાં નથી, આ ભેદ મારામાં નથી, આ ભેદ મારામાં નથી, આ ભેદ મારામાં નથી, હું તો અભેદ છું. આહા... હા ! એ ભાવનાના શાસ્ત્રોમાં અભેદને ઘૂંટે છે, તે ભેદને ઘૂંટતો નથી.
“ આ હૈય ઉપાદેય અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે. જે કોઈ વિભાવગુણ પર્યાયો છે તેઓ પૂર્વે (૪૯મી ગાથામાં) વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા ”, જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તે, આ પર્યાયો છે ખરાં હોં ! તે સસલાના શીંગડા જેવું નથી. ‘ છે ’ શબ્દ આવ્યો ને ? જે કોઈ વિભાવગુણ પર્યાયો છે એટલે વિશેષ ગુણો અને પર્યાયો અથવા શુદ્ધ પર્યાયને ગુણ કહેવાય.. અને વ્યજંન પર્યાય ને પર્યાય કહેવાય છે.
આ જે વિભાવ પર્યાયો છે તેઓ પૂર્વે ૪૯મી ગાથામાં વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા. તે ગાથામાં ‘ ઉપાદેય ’ શબ્દ કહ્યો હતો ને ? આા ! જે કોઈ વિભાવગુણ પર્યાયો છે તેઓ પૂર્વે ૪૯મી ગાથામાં વ્યવહારનયના કથન દ્વારા એટલે ભેદની પ્રધાનતાથી, જે જ્ઞાન ભેદને જોવે તે જ્ઞાનના અંશે વ્યવહારનય કહેવામાં આવે છે. એ કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા એટલે ગ્રહણ કરવા યોગ્ય છે એટલે જાણવા યોગ્ય છે એમ કહેવામાં આવ્યા હતા. પરંતુ હવે કહે છે કે–તેને જાણવામાં રોકાઈશમાં હોં ! આ બહુ ઊંચા પ્રકારની વાત છે.
આહા ! ૪૯ ગાથામાં વ્યવહારનય ઉપાદેય છે એટલે કે ગ્રહણ કરવા યોગ્ય છે એટલે કે જાણવા યોગ્ય છે તે વાત કરી હતી. પરંતુ સામાન્ય દ્રવ્યની સાથે સાથે ૫૨દ્રવ્યના સ્વદ્રવ્યાશ્રિત પરિણામનું જ્ઞાન પણ હોય છે એટલે કે પ્રમાણજ્ઞાન હોય છે. હવે આ ગાથામાં કહે છે કે-એ પર્યાયને જાણવામાં જો તારા જ્ઞાનને રોકીશ તો વ્યવહારનય ઉભો થશે. શુદ્ધ પર્યાયને જાણવામાં અથવા ગુણ-ગુણીના ભેદને જાણવામાં તારી બુદ્ધિ જશે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
પ્રવચન નં:- ૧૧ ગાથા-પ૦ આહા... હાં.. હા ! એ ઉત્કૃષ્ટ ચારિત્રથી ભ્રષ્ટ થઈને તું અપવાદ ચારિત્રમાં આવી જઈશ. આહા ! આ બહુ ઊંચા પ્રકારની વાત છે.
જેને જાણવા માટે ઉપાદેય કહ્યું હતું તેને હવે કહે છે કે-એને જાણવામાં પણ રોકાવા જેવું નથી. કેમકે તારો ઉપયોગ અભેદને જાણતાં. જાણતાં, વળી પાછો પર્યાયને અને ભેદને જાણવા જશે તો નિર્વિકલ્પ ધ્યાનથી તું ભ્રષ્ટ થઈ જઈશ. આહા ! શુદ્ધ ઉપયોગથી ભ્રષ્ટ થઈ જઈશ. શુદ્ધ પરિણતીથી ભ્રષ્ટ ભલે ન થા, તું નહીં થા, પરંતુ શુદ્ધોપયોગથી તો તું ભ્રષ્ટ થઈશ તો તને શ્રેણી નહીં આવે.. અને તને કેવળજ્ઞાન પ્રગટ થશે નહીં. આ બહુ ઊંચા પ્રકારની વાત છે.
એ ભેદોને ભલે તું ઉપાદેયપણે ન જાણ અને ઉપેક્ષારૂપ જાણ ! પરંતુ તારો ઉપયોગ ભેદને જાણવામાં જશે ને? ત્યારે તારો ઉપયોગ અભેદમાંથી છૂટી જશે. ભલે તારી પરિણતી અભેદમાં ચોંટી છે પરંતુ ગુણસ્થાન આગળ નહીં વધે. સાતમામાં તો ઉપયોગ અંદરમાં હતો અને ઉપયોગ જો અભેદમાં ટકયો હોત તો આઠમું, નવમું, દશમું, બારમું અને તેરમું આવી જાત. પરંતુ સાતમામાંથી છટ્ટ આવ્યો તો ભેદજ્ઞાનમાં રોકાણો.. અને ભેદોને ઉપાદેય પણ નથી કરતો તેની અમને ખબર છે. કેમકે તારું છઠું-સાતમું ગુણસ્થાન તો છે. આ બહુ ઊંચા પ્રકારની વાત છે.
શું કહીએ? આહા. હા! ઉપાદેયપણે જે કહેવામાં આવ્યા હતા એટલે જાણવા માટે વિધમાન છે એમ કહેવામાં આવ્યા હતા. જાણવામાટે એટલે કે તે ભેદો છે. જેમ કેસમ્યગ્દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે, જેટલી શુદ્ધિ પ્રગટ થઈ છે તે, આનંદ છે, આનંદની વૃદ્ધિ થાય છે તેમ ભેદને જાણવાની વિવિક્ષાથી ઉપાદેય કહેવામાં આવ્યા હતા. તે જાણવાની અપેક્ષાએ કહેવામાં આવ્યા હતા. પરંતુ હવે સાંભળ! તેને પણ જાણવા રોકાવા જેવું નથી. આહા.... હા ! તેને જાણવા જઈશ ને ભાઈ ! તો શુદ્ધોપયોગ છૂટી જશે. અને શુદ્ધોપયોગ જ સાક્ષાત મોક્ષનું કારણ છે. શુદ્ધ પરિણતી પરંપરાએ મોક્ષનું કારણ છે. અને શુદ્ધોપયોગ છે તે સીધું સાક્ષાત મોક્ષનું કારણ છે. શુદ્ધ ઉપયોગ અંતરમાં ટકયો તો કેવળજ્ઞાન અંતર્મુહૂર્તમાં પ્રગટ થશે હજી તો કહે છે શુભભાવ મોક્ષનું પરંપરા કારણ છે અને સાંભળને ! જડના પરિણામ, કષાયના પરિણામ કયાંથી મોક્ષનું કારણ થાય? આ વાત તું કયાંથી લાવ્યો? તને કોઈ અજ્ઞાની સરખાઈનો ભટકાઈ ગયો છે. તારી યોગ્યતાં પણ એવી છે કે તું હા પાડવા માંડયો. તેમાં તારું અહિત થશે. સાંભળ ભાઈ !
અહીંયા કહે છે કે નિશ્ચય રત્નત્રયના પરિણામ જે પ્રગટ થયા એ ૪૯મી ગાથામાં જાણવા માટે ઉપાદેય કહ્યાં હતાં કે એ પર્યાયો વિદ્યમાન છે પરંતુ હવે એ પર્યાયનું અસ્તિત્વ જાણવા રોકાઈશ નહીં. જે રોકાઈ જઈશ તો છઠ્ઠા ગુણસ્થાને અને આહાહાહા !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૨૧૫ વધારે જો રોકાણો તો પંચમ ગુણસ્થાને આવી જઈશ. આ બધી ઊંચા પ્રકારની વાતો છે, કહી ન જાય તેવી વાત છે. કહી ન શકાય તેવા બ્રહ્માંડના ભાવો ભર્યા છે.
આહા.. હા! ૫૦મી ગાથા ચાલે છે તેની ૪૯ મી ગાથા સાથે સંધિ કરી છે. ૪૯ ગાથામાં જાણવા માટે વિધમાન કહ્યું છે. પર્યાયનું અસ્તિત્વ છે, સમ્યગ્દર્શન પણ છે, સમ્યજ્ઞાન પણ છે, સ્થિરતારૂપ વીતરાગી પરિણામ પણ છે, માટે જાણવાની અપેક્ષાએ, ઉપાદેયની અપેક્ષાએ ગ્રહવું એટલે જાણવું એમ કહ્યું હતું. ભેદો જાણવા માટે કહેવામાં આવ્યા હતા.
અહીં કહે છે-શુદ્ધ નિશ્ચયનયના બળે તેઓ હેય છે. આહા. હા ! ઉપેક્ષા કરવા યોગ્ય છે. જાણવાના બહાના નીચે પણ તું હવે રોકાઈશ નહીં. ઉપયોગનો ધર્મ ભેદને જાણવાનો નથી. ઉપયોગનો ધર્મ માત્ર અભેદને જાણવાનો રહેલો છે તેને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે. આહાહા ! જો ભેદને જાણવામાં રહીશ તો શુદ્ધઉપયોગ છૂટીને, શુદ્ધપરિણતી સાથે શુભોપયોગ ઊભો થશે. શુદ્ધપરિણતી નહીં છૂટે પરંતુ શુદ્ધોપયોગ છૂટી જશે. જાણેલો પ્રયોજનવાન છે પરંતુ સાંભળતો ખરો ! તે-તે કાળે, કોઈ કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. આ માર્મિક શબ્દો છે.
કોઈ કોઈને એટલે મિથ્યાષ્ટિને નહીં અને પરમાત્માને પણ નહીં, કોઈ કોઈ એટલે સમ્યગ્દષ્ટિ સાધકને, કોઈ-કોઈ વખતે એટલે સમ્યગ્દષ્ટિ સાધકને, કોઈ-કોઈ વખતે એટલે સવિકલ્પ દશા હોય ત્યારે એ ભેદો જાણેલા પ્રયોજનવાન છે. અન્યકાળે તે જાણેલો પ્રયોજનવાન પણ નથી. આ ઊંચા પ્રકારની વાત છે.
આહા... હા! ૩૮ ગાથામાં શુદ્ધભાવનો પાયો ઊંડો નાખ્યો હતો. પછી તેના ઉપર ચણતર થયું. હવે ટોંચનો ઉપરનો માળ હવે આવે છે જેમ વરરાજાને કલગી ચઢાવે તેમ આ કળશ ચઢાવે છે.
આ ભેદોને જાણવા માટે ઉપાદેય કહ્યાં હતાં. પર્યાયો છે તે વિદ્યમાન છે, પરંતુ તે જાણવા માટે છે. હવે જાણવા માટે છે તે પણ રહેવા દે ! ઝાઝી વખત વ્યવહારને વળગીશમાં, માંડ વ્યવહારની મેલડીનો પલ્લો છૂટયો છે. અને જે વ્યવહારની વાત બહુ ઝાઝી કર્યા કરીશ તો અમને ભય છે કે-કદાચિત્ તને વ્યવહારનો પક્ષ પણ આવી જશે! અમે તને લાલ બત્તી ધરીએ છીએ. સાધક કહે છે-લાલ બત્તી ધરીએ છીએ. અમે સમકિતીને કહીએ છીએ.
શુદ્ધ નિશ્ચયનયના બળે એટલે શુદ્ધ નિશ્ચયનયે ઉપયોગને અભેદમાં લેતાં, ઉપયોગને અંતરમાં લેતાં એ ભેદને જાણનારો શુભ ઉપયોગ છૂટી જશે. આહા.. હા ! જ્યાં અભેદમાં ઉપયોગને લીધો ત્યાં ભેદ સમ્મુખનું જે જ્ઞાન છે, ભેદને સ્થાપનારું જે જ્ઞાન હતું ત્યારે શુભઉપયોગ હતો. તેને છોડીને જે અભેદમાં ઉપયોગ જાય છે ત્યારે તે ય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
પ્રવચન નં:- ૧૨ ગાથા-૫૦ આહાહા...! આ તો એકદમ છેલ્લી શ્રેણી આવવા પહેલાં શું હોય છે તેનું જ્ઞાન કરવા યોગ્ય છે. કેમકે શ્રેણી તો ગુરુદેવના શિષ્યોને ઘણાંને આવવાની છે. એક બે ને નહીં હોં! ઘણાને. રાજકોટમાં ગુરુદેવે આશીર્વાદ આપ્યા હતા. આહાહા! અત્યારે આ કાળ આવ્યો છે. એમ લાગે છે કે-લાખો જીવો સમ્યગ્દર્શન પામશે. સાચી વાત છે.
રાજકોટથી આવીને તે ભાઈએ મને વાત કરી. કેમકે જેમને એકલો તત્ત્વનો વિચાર ચાલ્યા કરે છે તેને લાંબા ભવો હોય શકે નહીં. આહાહા! ભગવાન શુદ્ધાત્મામાં ભવ નથી-એમ કહ્યું કે નહીં? અરે ! મારામાં મિથ્યાત્વ ઉત્પન્ન થશે તેનો અવકાશ નથી. શંકા કરીશ નહીં. ત્યાં સુધી તો વાત કરી. આવો આત્મા જો આવી ગયો લક્ષમાં અને પછી આવ્યો જો પક્ષમાં, તે પક્ષમાં ઉભો રહેશે નહીં. પરંતુ તે આત્મામાં ચાલ્યો જશે. તા. ૨૪/૫/ '૭૯ પ્રવચન નં- ૧૨ સ્થળ:- મુંબઈ ઝવેરી બજાર મંદિર
આ નિયમસારશાસ્ત્ર છે તેનો શુદ્ધભાવ અધિકાર છે. શુદ્ધ ભાવ એટલે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા એટલે શુદ્ધાત્માનો ત્રિકાળી સામાન્ય એકરૂપ સ્વભાવ. જે દૃષ્ટિનો વિષય છે તે શુદ્ધનયનો એટલે જ્ઞાનનો વિષય પણ શુદ્ધાત્મા જ છે. દષ્ટિનો વિષય ઉપાદેય છે તેમાં પર્યાયના ભેદો નથી. ઉપાદેયની અપેક્ષાએ જ્ઞાનના ભેદો પણ હેય છે. જ્ઞાનનો વિષય જે પર્યાયના ભેદો છે તે ઉપાદેયની અપેક્ષાએ હેય છે. - હવે ઉપયોગની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો શુદ્ધઉપયોગ છૂટી ગયો છે અને તે ઉપયોગ ભેદને જાણવા જાય છે. ત્યારે તેને કૈવલ્યજ્ઞાન રોકાય છે. કેવલ્યજ્ઞાનમાં એ બાધક થાય છે. સાધકને યથાખ્યાત ચારિત્રમાં એ બાધક થાય છે. ભેદોને જાણવા માટે જે ઉપયોગ ઉભો થાય છે એ પણ આત્માનો સ્વભાવ નથી. ભેદ છે તે એક દૃષ્ટિની અપેક્ષાએ ય છે અને એક શુદ્ધોપયોગની અપેક્ષાએ હેય છે. કારણ કે શુદ્ધોપયોગમાં એટલી રુકાવટ થતી હોવાના કારણે તે ભેદ ખરેખર મારે જાણવાનો વિષય પણ નથી. કેમકે ભેદને જાણતાં જ્ઞાન વધતું નથી. જ્યારે અભેદને જાણતાં તો જ્ઞાન પરિપૂર્ણ અવસ્થાને પામે છે. ચારિત્ર પણ પરિપૂર્ણ ભાવને પામી જાય છે. માટે અભેદ, સામાન્ય, શુદ્ધભાવ, એકને શ્રદ્ધો અને એકને જ જાણો. શ્રી નાટક સમયસારમાં આવે છે
एक देखिये जानिये, रमि रह्येि इक ठौर।
समल विमल न विचारिये, यहै सिद्धि नहि और।।२०।। મારા જ્ઞાનનો વિષય સમલ કે વિમલ પરિણામ ન થાઓ. મારા જ્ઞાનનો વિષય તે ન બનો. એ ભેદને જાણવા રોકાઉં છું તો પૂર્ણજ્ઞાન પ્રગટતું નથી. ભેદને જાણવા જેટલો કાળ રોકાઉં છું તો શુદ્ધોપયોગ છૂટી જાય છે. તે અપેક્ષાએ ભેદ હેય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૧૭ (૧) શ્રદ્ધા અપેક્ષાએ ભેદ હેય છે. હવે...
(૨) જાણવાની અપેક્ષાએ ઉપયોગ જો ભેદને જાણવા ઉભો થાય તો જે ઉપયોગ સતમ્ ગુણસ્થાને આત્મામાં હતો તે છઠ્ઠામાં આવી જાય છે. આ બન્ને અપેક્ષાએ ય અને ઉપાદેયનું સ્વરૂપ વિચારી લેવું.
૫૦ ગાથાની ટીકાની પહેલી લીટી. મથાળું શું છે? “આ હેય-ઉપાદેય”, હેય શું અને ઉપાદેય શું? અથવા ત્યાગ શું અને ગ્રહણ શું? “તેના સ્વરૂપનું કથન છે.”
“જે કોઈ વિભાવગુણ પર્યાયો છે-તે”, વિભાવગુણ પર્યાયોમાં અર્થ પર્યાય અને વ્યજંન પર્યાય તેમ બન્ને લઈ લેવી. તેવી આ નિયમસાર શાસ્ત્રની શૈલી છે. પર્યાયોને વિભાવ વ્યજંન પર્યાયોમાં નાખે છે અને ગુણોને શુદ્ધપર્યાયમાં નાખે છે. આ સમયસાર કરતાં નિયમસારની આગવી અને સ્વતંત્ર શૈલી છે.
જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ છે. તેઓ નથી તેમ નથી. પર્યાયો બિલકુલ નથી, પર્યાયના ભેદો બિલકુલ નથી તેમ નથી. પર્યાય દ્રવ્યમાં નથી તે બરોબર છે. પરંતુ પર્યાય પર્યાયમાં પણ નથી તેમ નથી. પર્યાય મારી અપેક્ષાએ અવસ્તુ છે. પરંતુ પર્યાય પર્યાયની અપેક્ષાએ તો એક સમયનું વિધમાન સત્ છે.
“જે કોઈ વિભાવગુણ પર્યાયો છે” એમાં છે' કહ્યું. એનો અર્થ આત્મામાં છે એમ નથી. “જે અને છે.” છ દ્રવ્યો છે પરંતુ તે મારામાં નથી. એ મારામાં આવી જાય તો તેનું અસ્તિત્વ રહેતું નથી. જો મારામાં છ દ્રવ્ય આવી જાય તો છ દ્રવ્યના અસ્તિત્વનો નાશ થઈ જાય. મારામાં તો તે આવી શકતા નથી. અને તે પોતાની સત્તાને પોતે છોડતા નથી.
જેમ આ જગતમાં છ દ્રવ્યનું અસ્તિત્વ છે, તેમ આ ભેદો જેટલા નથી, નથી, નથી કહ્યું પણ ૪૯ ગાથામાં કહ્યું કે-એ બધાં ભેદો વ્યવહારનયની પ્રધાનતાથી જોવામાં આવે તો તે વિદ્યમાન છે. તે સસલાના શીંગડા જેમ નથી.
તેથી નિશ્ચયનય અને વ્યવહારનયને ઉપાદેય છે તેમ કહ્યું હતું. નિશ્ચયનયનો વિષય પણ જાણવા યોગ્ય છે અને વ્યવહારનયનો વિષય પણ જાણવા યોગ્ય છે. ઉપાદેયનો અર્થ ગ્રહણ અને ગ્રહણનો અર્થ જાણવું. જાણવું એટલે કયારે જાણવું? જ્ઞાની જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે આત્માનો ઉપયોગ છૂટી જાય છે, પરિણતી છૂટતી નથી. તેને શુદ્ધ પરિણતી કહે છે. પરંતુ શુદ્ધોપયોગ છૂટે છે? તે કેમ છૂટે છે? ઉપયોગનો વિષય જે અભેદ હતો તે ઉપયોગમાં વિષય ભેદ આવે છે. જ્યાં ભેદને સિદ્ધ કરવા જાય છે ત્યાં શુદ્ધોપયોગ છૂટી જાય છે, એટલે તેને ચારિત્રનો અને જ્ઞાનનો બન્ને દોષ લાગે છે. હવે શ્રદ્ધાનો દોષ લાગતો નથી, જ્ઞાનનો દોષ છે. જ્ઞાનનો વિષય જાણવા માટે પણ ભેદ નથી. કેમકે ભેદને જાણતાં કેવળજ્ઞાન અટકી જાય છે.
આહાહા! અંતર્મુહૂર્ત અભેદને જાણવા ઉપયોગ રોકાય જાય તો કેવળજ્ઞાન પ્રગટ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૧૮
પ્રવચન નં:- ૧૨ ગાથા-૫૦ થાય છે. અરે ! ભેદને જાણવા જાય તો શ્રેણી પણ આવતી નથી... તો પછી કેવળજ્ઞાનની વાત તો કયાંય રહી ગઈ. શ્રેણી વખતે તો એકલો અભેદ સામાન્ય આત્મા ઉપયોગાત્મકપણે આત્માને જાણે છે. ઉપયોગાત્મકપણે એટલે ઉપયોગાત્મક થઈને ધારાવાહીક ભગવાન આત્માને ઉપાદેયપણે જાણે છે. જો બે ઘડી, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત આત્માને જાણવામાં રોકાય જાય તો કેવળજ્ઞાનની પ્રગટતા થાય છે. સાતમે શુદ્ધોપયોગ હતો અને છ અશુભ ઉપયોગ તો નથી, પરંતુ શુભઉપયોગ છે, એટલો ચારિત્રનો દોષ છે. એ દોષનું કા૨ણ એ છે કે.. અનાદિની ભેદવાસિત બુદ્ધિ હતી ને! એટલે ભેદને જાણવા, ભેદમાં ધ્યેયને જાણવા ઉપયોગ ચાલ્યો જાય છે. ( અંશમાં અંશીને જાણવા ઉપયોગ ચાલ્યો જાય છે.)
અભેદના જ્ઞાનપૂર્વક ભેદના જ્ઞાનને ઉપયોગ ભલે જાણે ! એ ઉપયોગ પરસત્તાવલંબનશીલ થઈ ગયો છે. તે ઉપયોગ મોક્ષને સાધતો નથી. જીવના નિશ્ચય મોક્ષમાર્ગના પરિણામ, સમ્યગ્દર્શનના ભેદો, સભ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર એ ભેદને જાણવું તે પરદ્રવ્યને જાણવું છે. એ ૫૨દ્રવ્યને જાણતાં તેને દોષ લાગે છે. તેને જ્ઞાનમાં શ્રેણી આવતી નથી અને કેવળજ્ઞાન થતું નથી. તેને જે અસ્થિરતાનો રાગ ઉત્પન્ન થાય છે તે યથાખ્યાતચારિત્રને બાધક છે અને તે કેવળજ્ઞાનને પણ બાધક છે, તે શ્રદ્ધાને બાધક નથી.
,,
“જે કોઈ વિભાવગુણ પર્યાયો છે તેઓ પૂર્વે (૪૯મી ગાથામાં) વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધનિશ્ચયનયે ) તેઓ હેય છે. ” વ્યવહારનયના કથન દ્વારા એટલે વ્યવહારનયની પ્રધાનતાથી જોવામાં આવે તો તેને ઉપાદેય કહેવામાં આવ્યા હતા, એટલે કે જાણેલો પ્રયોજનવાન છે તેમ કહેવામાં આવ્યા હતા. કયા ભેદો ? જે વિભાવગુણ પર્યાયો છે તેને જાણેલો પ્રયોજનવાન છે તેમ કહેવામાં આવ્યા હતા, પરંતુ શુદ્ધ નિશ્ચયનયના બળે તેઓ હેય છે.
એ ભેદો એટલે પરિણામો શ્રદ્ધામાંથી તો હૈય છે જો શ્રદ્ધામાં એ પરિણામ ઉપાદેય હોય તો મિથ્યાદર્શન હોય. હવે જો એ ભેદો જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય તો શુદ્ધોપયોગ રહેતો નથી, માટે તે અપેક્ષાએ પણ હૈય છે. આહા ! ઝીણી વાત છે! તેઓ શુદ્ધનિશ્ચયનયે હૈય છે. જાણેલો પ્રયોજનવાન છે તો તે સવિકલ્પદશા થઈ ગઈ.. તો તારે ભેદને જાણવું છે કે તારે અભેદને જાણવું છે ? ભલે તને અભેદ દૃષ્ટિમાં આવી ગયો પરંતુ જે દૃષ્ટિનો વિષય છે તેને જ તારા ઉપયોગનો વિષય બનાવ તો કેવળજ્ઞાન થશે, નહીંતર કેવળજ્ઞાન નહીં થાય. ભેદોને જો ઉપાદેયપણે જાણે તો તો તે મિથ્યાર્દષ્ટિ છે. આહાહા ! એ ભેદને જાણવા રોકાય તો તે ચારિત્રને બાધક છે. ભેદનું જ્ઞાન કેવળજ્ઞાનને બાધક થાય છે. કેમકે છઠ્ઠા ગુણસ્થાને શુદ્ધોપયોગ હોતો નથી, તે ઉપયોગ ભેદોને જાણવા જાય છે.
અનાદિકાળથી જીવોની ભેદવાસિત બુદ્ધિ હોવાથી, તેની બુદ્ધિ ભેદવાસિત છે ને ?
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૨૧૯ એ વાતનો પંચાસ્તિકાયની ૧૭ર નંબરની ગાથામાં આવો એક શબ્દ છે. સમ્યગ્દષ્ટિ માટેની વાત છે, મિથ્યાષ્ટિની વાત નથી. સમ્યગ્દષ્ટિને પણ અનાદિકાળની ભેદવાસિત બુદ્ધિ હોવાથી અને ઘણાં શાસ્ત્રો ભણેલો હોવાથી અને ધારણામાં પણ ભેદને સંઘરવાનો ઘણો કચરો રાખ્યો હોવાથી તેનો ઉપયોગ ફટ ભેદમાં ચાલ્યો જાય છે. આહા ! ભેદ તે પદ્રવ્ય છે, ભેદ સ્વદ્રવ્ય નથી.
આહા ! જીવનો ભેદ અજીવ છે. આ વાત નિશ્ચય મોક્ષમાર્ગના પરિણામની છે હોં ! આ પાંચ મહાવ્રતના પરિણામ તો પુદ્ગલનો ભેદ છે, તે જીવનો વ્યવહારેય નથી. વ્યવહારનયે પણ તે ભેદ જીવનો નથી. વ્યવહારનયથી ભેદ વિચારવામાં આવે તો તે પુદ્ગલનો ભેદ છે. કેમકે અભેદ આત્માના ભેદની સાથે તે ભેદ મળતો નથી. તે ભેદ ચૈતન્યની જાતનો નથી. એ ભેદ જે રાગ છે તે અચેતન-જડની જાતનો છે.
આહા હા ! આ શુદ્ધભાવ અધિકાર છે ને! તેથી શુદ્ધની ભાવના ભાવતાંભાવતાં જીવ શુદ્ધ થઈ જાય છે. હોં! મારે શુદ્ધ થવું છે તેવી ભાવના છે નહીં. શુદ્ધ પરિણામને મારે કરવો છે તે તો અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. પરંતુ મારે શુદ્ધ થવું છે તેમ પણ હું ભાવતો નથી. હું શુદ્ધ છું, હું શુદ્ધ છું તેવી ભાવનામાં ને ભાવનામાં પર્યાય શુદ્ધ થઈ જાય છે.. ત્યારે આત્મા શુદ્ધ થયો તેમ ઉપચારથી કહેવામાં આવે છે. આત્મા તો પ્રથમથી જ શુદ્ધ છે. તેને શુદ્ધ ક્યાં થવું છે? આ વાત કાલે લેશું રાત્રીના હોં!
તેઓ હેય છે તો શા કારણથી હેય છે? શ્રદ્ધામાંથી તો હેય છે પરંતુ હવે જાણેલો પ્રયોજનવાન તેને કાઢી નાખ !જાણેલો પ્રયોજનવાન છે તે ક્યારે છે? કોને છે ? અને કયા કાળે છે? સમકિતીને પણ તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. તે ભેદો તે તે કાળે ઉપાદેય તો નથી પરંતુ ભેદો છે તેનું જ્ઞાન થઈ જાય છે. આહા.. હા ! જ્યારે તેનું જ્ઞાન થાય છે ત્યારે ઉપયોગમાંથી અભેદ છૂટી જાય છે. એટલે તે ભેદને જાણવા પણ રોકાવા જેવું નથી. ભેદને ઉપાદેય તો કરીશમાં નહીંતરતો શ્રદ્ધા છૂટી જશે. અને ભેદને ઉપયોગમાં લઈશ તો અપવાદરૂપ ચારિત્ર આવી જશે, ઉત્કૃષ્ટ ચારિત્ર નહીં આવે તો તને દોષ લાગશે. તને છઠું ગુણસ્થાન આવશે. અથવા અતીન્દ્રિયજ્ઞાનનો જે ઉભરો સાતમે આવતો હતો ને તે છેકે આવતા આનંદમાં ઓટ આવી જશે. સાતમે સંજવલનનો અનુદય હતો તે છટ્ટે આવતાં સંજવલનનો ઉદય થશે. આહા ! આવી અપૂર્વ અપૂર્વ વાતો છે. ભગવાન આત્માની તો શું વાત કરવી ? પણ તેના પરિણામની શું વાત કરીએ ? અભૂત હોય છે.
શ્રોતા- વચનામૃતમાં આવે છે કે-પરને જાણતાં જ્ઞાન દબાઈ જાય છે.
ઉત્તર:- લ્યો ! આ પ્રાણભાઈએ ભગવતીમાતાનો આધાર આપ્યો. પરને જાણતાં જ્ઞાન દબાય જાય છે. ક્યું પર? દેવ-શાસ્ત્ર-ગુરુ પર નહીં આહા? આ ચારભાવો છે તેને આ ગાથામાં પરદ્રવ્ય કહે છે. સમ્યગ્દર્શનના પરિણામ પરદ્રવ્ય છે. સમ્યગ્દર્શનના ભેદને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૨૦
પ્રવચન નં:- ૧૨ ગાથા-૫૦ જાણવા જ્ઞાન રોકાય છે તો જ્ઞાન દબાઈ જાય છે. આહા.. હા ! જ્ઞાન બહુ આઘે (દૂર ) જતું નથી. દેવ-ગુરુશાસ્ત્ર તરફ તો જતું નથી પરંતુ પુદ્ગલના પરિણામ તરફ પણ જતું નથી. પરંતુ સમ્યગ્દર્શન થતાં થોડો આનંદ પ્રગટ થયો તેના ભેદમાં જ્ઞાન જાય છે.. તો જ્ઞાન દબાઈ જાય છે. તેથી મારા માટે તે પરદ્રવ્ય છે. અને જ્યાં સ્વદ્રવ્યમાં ઉપયોગ આવ્યો તો જ્ઞાન ઉઘડી જાય છે. ભેદને જાણવામાં દબાઈ જાય છે અને આમાં વિકાસ પામે છે. આત્માને જાણવામાં વિકાસ પામે છે. આ ઊંચા પ્રકારની વાત છે. આ વાત અત્યારથી સમજવા જેવી છે.
ભવિષ્યમાં શ્રેણી આવશે તેથી જો તેં અત્યારથી નક્કી કર્યું હશે તો તારો ઉપયોગ ભેદમાં જશે નહીં. આ બધું પહેલેથી નક્કી કરી લેવા જેવું છે. દીકારા-દીકરીના સગપણ થાય તો તે પહેલેથી જ નક્કી કરે કે નહીં ? આ બાબુભાઈના દીકરાની શ્રીફળ વિધિ છે તો બધો પોગ્રામ નક્કી કરે કે નહીં ? વાડીનોને, જમણનો ને કંકોત્રી લખવાનો વગેરેનો. એ બધાં પ્લાન પહેલેથી જ હોય છે. પ્લાનિંગ હંમેશાં પહેલેથી હોય છે.
આહા.. હા ! જ્ઞાનીને આટલી તો ભેદની ઉપેક્ષા વર્તે છે. તેને ખેદ થાય છે કે-ભેદ તરફ મારું જ્ઞાન ગયું. શ્રદ્ધા ભેદ તરફ જતી નથી.. પરંતુ જ્ઞાનનો ઉપયોગ ભેદ ત૨ફ જાય છે.. તો જ્ઞાન દબાઈ જાય છે. કેમકે ૫દ્રવ્યને જાણતાં મને જ્ઞાન પણ નથી અને સુખપણ નથી... કેમકે તે પદ્રવ્ય છે. ખરેખર તો જીવનો જે ભેદ છે તેને અધ્યાત્મમાં પદ્રવ્ય કહેવાય.. અને આગમથી છ દ્રવ્ય જે આત્માથી ભિન્ન છે તેને પરદ્રવ્ય કહેવાય, તે આગમપદ્ધતિ છે. અત્યારે તો શુદ્ધભાવ અધિકારમાં અધ્યાત્મ પદ્ધતિની વાત ચાલે છે. આહા ! અહીં છ દ્રવ્ય પદ્રવ્ય છે. છ દ્રવ્ય પદ્રવ્ય છે તેમ પણ યાદ કરવા જેવું નથી. છ દ્રવ્યનું અસ્તિત્વ છે કે નહીં ! તે અમે અત્યારે જાણતાં નથી. અરે ! છ દ્રવ્યથી તો વિમુખ થવા જેવું છે હવે તેની સ્થાપ્નામાં કયાં રોકાવું છે ? અરે ! જીવના પરિણામ પ્રગટ થાય છે જે ભેદ એ છે એમ સિદ્ધ કરવા પણ મારા જ્ઞાનને કયાં રોકાવું છે? આહા.. હા ! હું તો અભેદ સામાન્ય છું તેમાં જ્ઞાનને સ્થિર કરવું છે. એમાં જ્ઞાન સ્થિર થતાં તે ભેદના વલણથી અસ્થિર થઈ જાય છે. નહીંતર જ્ઞાનને અસ્થિરતાનો દોષ લાગતો હતો. આ ઊંચા પ્રકારની વાત છે.
ગઈકાલે તે ભાઈ કહેતા હતા કે-જે આવે તે આવવા ધો! આહા ! ભગવાન આત્માની વાર્તા તો અપૂર્વ છે. એમાં પણ તું આ શુદ્ધભાવ અધિકાર સાંભળીશને તો ધ્યાન રાખજે કે હવે તારે સંસારમાં રહેવું હશે ને તો પણ આ શુદ્ધભાવ તને રહેવા નહીં ધે. એવું તો આ નિમિત્તમાં વિશેષપણું છે. આ નિમિત્તની પ્રધાનતાથી વાત કરું છું હોં ! એટલો આંતરો પાડીને આ વાત કરું છું.
નિમિત્તના આટલા બધા વખાણ ? અરે.. ભાઈ ! જે આ શુદ્ધાત્માને હથેળીમાં
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૨૧ બતાવે છે એવા દ્રવ્યશ્રુતને હું નમસ્કાર કરું છું. તે દ્રવ્યશ્રુત મને પૂજનિક છે. કે જેણે મને શુદ્ધાત્મા બતાવ્યો. પ્રત્યક્ષ ઉપકાર તો ગુરુનો છે કે-જે મને શુદ્ધઆત્મા બતાવે છે.
શા કારણથી ય છે તેનું કારણ આપે છે. “તેઓ” એટલે ચાર પ્રકારના ભેદો. તેઓ એટલે છ દ્રવ્યની વાત અહીંયા નથી. જેને વ્યવહારનયે જીવ કહેવાય એ ભેદને અહીંયા પદ્રવ્ય કહેવું છે. છ દ્રવ્ય તો વ્યવહારજીવ પણ નથી. છ દ્રવ્ય તે વ્યવહારજીવ છે? તે વ્યવહારજીવમાંય જતા નથી. જેને વ્યવહારનય જીવ કહે છે, જૂઠાલાલજી જીવ કહે છે, તેવા ભેદો પણ મારા નથી. કારણ કે તે પરદ્રવ્ય છે.
તેઓ” તેઓ એટલે પૂર્વે જેટલા વિભાવગુણ પર્યાયો કહ્યાં તેઓ પરસ્વભાવો છે. આહા ! તે સ્વભાવ નથી. પરસ્વભાવ છે. તેનું કારણ આપે છે હોં ! કારણ આપીને પરદ્રવ્ય કહે છે. સીધું પરદ્રવ્ય કહે તો ન સમજાય પરંતુ પહેલાં કારણ આપે છે. તે ભેદો પર સ્વભાવો હોવાને કારણે પરદ્રવ્ય છે.
તેઓ એટલે ચાર પ્રકારના ભેદો જે વિભાવગુણ પર્યાયો છે. અત્યાર સુધી શુદ્ધભાવ અધિકારમાં તેની વાત કહી. ચૌદ ગુણસ્થાન, માણાસ્થાન, જીવસમાસ વગેરે અથવા ઉદય, ઉપશમ ક્ષય અને ક્ષયોપશમ ભાવો છે તે જીવને નથી. તે જીવમાં નથી તેથી જીવ તેનો સ્વામી નથી. તેથી જીવ તેનો કર્તા ભોક્તા પણ નથી. આટલું પર્યાયથી વિમુખ થવું પડશે. તારી બુદ્ધિને ફેરવવી પડશે, અને બુદ્ધિને અભેદમાં સ્થાપવી પડશે. તેઓ” એટલે બધા ભેદો પર સ્વભાવો છે. તે સ્વસ્વભાવ નથી. એ બધા પરના સ્વભાવો છે. એ બધા પરધર્મો છે, તે સ્વધર્મ નથી. તે પરસ્વભાવો છે અને તેથી પરદ્રવ્ય છે.
આહાહા...! જુઓ, પરદ્રવ્ય સીધુ ન કહેતાં, પ્રથમ પરદ્રવ્ય શા માટે છે તેનું કારણ આપ્યું. અમે જે આ પૂર્વે વાત કરી ગયા કે-તે ભેદો જીવમાં નથી, જીવને નથી એમ કહ્યું. તે ભેદો પરદ્રવ્ય છે-એમ અમારે કહેવું છે. અમે પરદ્રવ્ય કહીએ છીએ તેનું કારણ આપીએ છીએ. જીવનો એટલે મારો પરમપરિણામિક સ્વભાવભાવ છે. મારામાં જે લક્ષણ છે તે આ કોઈ ચારભાવોમાં નથી. મારું લક્ષણ તેમાં નથી. મારા લક્ષણને હું લક્ષ્ય કરીને પર સ્વભાવોના લક્ષણને તપાસું છું તો મારા લક્ષણની સાથે તેનું લક્ષણ મળતું આવતું નથી.
આહા! કેવળજ્ઞાનનું લક્ષણ ક્ષાયિકભાવ છે. મારું લક્ષણ પરમપરિણામિક સ્વભાવભાવ છે. આહા ! કારણ આપીને... પરદ્રવ્ય કહે છે હોં ! આહા ! ઉપયોગ અંદરમાં આવી જાય તેવી વાત છે. આચાર્ય મહારાજ આપણને સમજાવે છે કે તેઓ તેઓ એટલે બધા ભેદો, ૩૮થી માંડીને ૪૯ ગાથા સુધી કહ્યાં તે સાતેય તત્ત્વોનો સમુહુ પર સ્વભાવ હોવાને કારણે પરદ્રવ્ય છે. પર્યાયના જે ભેદો છે તે બધાં પરસ્વભાવો છે. તે મારો સ્વભાવ નથી. તે પર સ્વભાવ હોવાને કારણે તેઓ પરદ્રવ્ય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
પ્રવચન નં:- ૧૨ ગાથા-૫O અહીંયા ભેદને પરદ્રવ્ય કહ્યું છે. અધ્યાત્મમાં ભેદને પર દ્રવ્ય કહેવાય. આગમમાં આત્મા સિવાય બીજા અનંતા જીવો, અનંતાનંત પુગલ પરમાણુંઓ, એક ધર્માસ્તિકાય અને એક અધર્માસ્તિકાય, અસંખ્ય કાલાણુ અને એક આકાશ એ જે બધાં પરદ્રવ્યો છે તે આગમ પદ્ધતિની અપેક્ષાએ તે પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય છે તેમ સમજવું સહેલું છે. પરંતુ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના જે નિશ્ચય મોક્ષમાર્ગના પરિણામ અને સાધક અવસ્થામાં ઉભા થતાં વ્યવહાર રત્નત્રયના પરિણામ એ બધા પરસ્વભાવો છે. તેથી પરદ્રવ્યો છે. તેથી એ ભેદોને શ્રદ્ધામાંથી હું છોડું છું અને શુદ્ધાત્માને ગ્રહું છું. શ્રદ્ધામાં શુદ્ધાત્માને ગ્રહ્યો ત્યારે શુદ્ધોપયોગમાં આત્મા પણ આવ્યો હતો. હવે એ શુદ્ધ ઉપયોગ છૂટીને ભેદમાં જાય છે, પરદ્રવ્યમાં જાય છે. અનાદિ કાળથી ભેદવાસિત બુદ્ધિ હોવાથી અને ઘણાં શાસ્ત્રો હું ભણેલો છું તે કચરો બધો ધારણામાં રહી ગયો છે. એ કચરાને પણ હું વાળી, ચોળીને સાફ કરું છું. એ મારે માટે પરદ્રવ્ય છે. તેને જાણવામાં રોકાવું એમાં મારું અહિત છે. તેને જાણવામાં રોકાતાં યથાખ્યાચારિત્ર અને કેવળજ્ઞાન રોકાય જાય છે.
સાધકને ભેદનું જાણવું થાય છે તે સમ્યગ્દર્શનમાં બાધક નથી. સાધકને પરદ્રવ્ય જ્ઞાનમાં જણાય છે, સવિકલ્પ ઉપયોગમાં તે કાળે-જણાય છે પરંતુ તે શ્રદ્ધામાં બાધક નથી. સાધક કહે છે-અરે! અરે! સમ્યગ્દર્શન ઉત્પન્ન થવા માટે અમારો જન્મ નથી. અમારો જન્મ તો પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય તેના માટે છે. સમ્યગ્દર્શનમાત્ર અમારું સાધ્ય નથી. અમારું સાધ્ય તો મોક્ષ છે. પૂર્ણાનંદની ઉપલબ્ધિ તેને પરમાત્મા મોક્ષ કહે છે, તે અમારું સાધ્ય છે. હવે આવા સાધ્યની સિદ્ધિ થવામાં આ ભેદ તરફ વલણવાળું જ્ઞાન મોક્ષમાં બાધક થાય છે, સાધ્યને બાધક થાય છે, પરંતુ ધ્યેયને બાધક થતું નથી. અપૂર્વ વાત છે.
તેઓ હેય છે તે શા કારણથી હુય છે? તેનું કારણ આપ્યું. એમાં આવ્યું ને કે શા કારણથી હેય છે? શા કારણથી ઉપયોગમાં પણ ઉપેક્ષા કરવા યોગ્ય છે? શ્રદ્ધામાં તો એનો અભાવ છે. શ્રદ્ધામાં તો એ ભેદનો અભાવ છે. પરંતુ અમારી સવિકલ્પ દશા આવે છે તેનું લક્ષ ભેદ તરફ જાય છે કારણ કે અનાદિકાળથી ભેદવાસિત બુદ્ધિ હતીને! તેથી કહે છે કે એમાં અમારા સાધ્યની-મોક્ષની સિદ્ધિ થતી નથી, પરંતુ બાધક થાય છે. તેથી ઉપયોગનું પરદ્રવ્ય ઉપરથી લક્ષ છોડીને સ્વદ્રવ્યમાં હું લીન થાઉં છું.
આહાહા! ઉત્તર અવસ્થામાં આચાર્ય ભગવાને શુદ્ધાત્માની નિજ ભાવનાના અર્થે આ શાસ્ત્ર લખે છે. ૪૯ ગાથામાં જાણવાની વાત કરી હતી, પરંતુ હવે તેને જાણવાનું છોડીને હવે એકને જાણવામાં આવી જાઉં છું. (શ્રોતા-બહુ સરસ.) બહુ સરસ જ છે. ભગવાન આત્મા જ સરસ રસથી સભર ભરેલો આત્મા છે. જ્ઞાન ને આનંદ મારો રસ છે. આ રાગાદિ મારો રસ નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૨૩
આહા... હા ! તેઓ એટલે આ ભેદો. અહીંયા છ દ્રવ્યની વાત ન લેવી. જ્યાં પરદ્રવ્ય લખ્યું હોય, પરદ્રવ્યની વાત આવે ત્યાં દેવ-ગુરુ-શાસ્ત્ર દુકાન અને કુટુંબ પરિવાર એ ૫૨દ્રવ્ય છે. અરે ! ના, ભાઈ ! ના. આટલે લાંબે હવે અમારો ઉપયોગ જતો નથી. અમારા ઉપયોગમાં જે સ્વભાવ છે ત્રિકાળી એટલું જ સ્વદ્રવ્ય છે. અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદો પ્રગટ થાય છે. જે પ્રગટ થાય છે તેઓ ૫૨ સ્વભાવો હોવાને કારણે, ૫૨દ્રવ્ય હોવાને કા૨ણે હવે હું એમાંથી પણ ઉપયોગને હઠાવી અને સ્વદ્રવ્યમાં લગાવું છું.
આહા ! તેઓ પ૨સ્વભાવો છે. અને તેથી જ કારણ આપીને પરદ્રવ્ય કહે છે. ઉપર કારણ આપ્યું ને ? આ ભેદ છે તે ૫૨દ્રવ્ય કેમ છે? તેઓ ૫૨ સ્વભાવો છે માટે. તેઓ પરસ્વભાવો કેમ છે ? મારો સ્વભાવ પરમપારિણામિક ભાવ છે. તેની સાથે આ ભેદનાં લક્ષણને મેળવું છું તો ચાર પ્રકારના પર્યાયના ભેદો છે. અથવા સાત તત્ત્વોના ભેદો છે. એ બધા વ્યવહારનયના વિષય છે. અને એનું જેવું લક્ષણ છે તેવું મારું લક્ષણ દેખાતું નથી. તે ૫૨દ્રવ્ય હોવાથી મારા માટે પરદ્રવ્ય છે. તેને જાણવા માટે પણ હવે હું તેનું લક્ષ છોડું છું. ઉપાદેય માટે તો જ્યારે મને સમ્યગ્દર્શન થયું હતું ત્યારે તેનું લક્ષ છૂટી ગયું હતું, પરંતુ ઉપયોગમાં એ ભેદો હજુ આવ્યા કરે છે હોં ! એ ભેદ ઉપયોગમાં આવે છે તો પણ પરિણતીમાં ભેદ આવતો નથી. પરિણતીમાં તો અભેદ ચાલુ છે. પરંતુ ઉપયોગમાં ભેદ આવે છે તો શુદ્ધોપયોગ છે તે છૂટી જાય છે. શુદ્ધોપયોગ છે તે સાક્ષાત મોક્ષનું કારણ છે. “સર્વ વિભાવગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતઃતત્ત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ” સર્વ પ્રકા૨ના ભેદોથી રહિત અભેદ, સામાન્ય, ટંકોત્કીર્ણ, એક પ્રભુ-વિભુ ભગવાન આત્મા છે. ‘સર્વે ’ આગળ વિશેષણ લગાડયું ને ! “ સર્વે વિભાવગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતઃતત્ત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ” ઉ૫૨ વિભાવગુણ પર્યાયોને હૈય કહ્યું હતું કારણ કે તેઓ ૫૨સ્વભાવો છે, તેથી પરદ્રવ્ય છે અને તેથી હેય છે.
સર્વ વિભાવગુણ પર્યાયોથી રક્તિ એટલે સર્વ પ્રકારના ઉત્પાદ-વ્યયથી રહિત. બસ, ઉત્પાદ–વ્યયથી રહિત કહ્યું તેમાં બધું આવી ગયું. પ્રમત્ત-અપ્રમતથી રહિત કહે ત્યારે તેમાં થોડું રહી જાય છે. પરંતુ ઉત્પાદ-વ્યયથી રહિત કહે તેમાં અગુરુલઘુગુણની ઇત્યાદિ શુદ્ધ પર્યાયો જે છે તે આવી જાય છે. એનાથી એટલે તે ઉત્પાદ-વ્યયથી રહિત ધ્રુવ પરમાત્મા ધ્યાનને યોગ્ય છે. આહા ! પ્રમત્ત-અપ્રમત્તથી રહિત કહ્યું, પરંતુ અગુરુલઘુગુણની પર્યાયથી કયાં રહિત કહ્યું છે? સાંભળ ભાઈ !
૫૨માત્મ પ્રકાશમાં યોગીન્દુ મહારાજ ૪૩ નંબરની ગાથામાં કહે છે કેવ્યવહારનયથી જોવામાં આવે તો આ ધ્રુવ ૫૨માત્મા ઉત્પાદ-વ્યયથી સહિત દેખાય છે, જણાય છે, તો પણ નિશ્ચયનયથી જોવામાં આવે તો ઉત્પાદ-વ્યયથી રહિત ધ્રુવ પરમાત્મા છે. તીર્થંકર ભગવાને છદ્મસ્થ અવસ્થામાં આ ધ્રુવ પરમાત્માનું ધ્યાન કર્યું હતું. તેનું
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૨૪
પ્રવચન નં:- ૧૨ ગાથા-૫૦ ધ્યાન કરીને જેમને કેવળજ્ઞાન પ્રગટયું છે. તીર્થંકર ભગવાને જેનું ધ્યાન કર્યું એવા ઉત્પાદ-વ્યયથી રહિત ધ્રુવ પરમાત્માનું ધ્યાન કરું છું. ઉત્પાદ-વ્યયથી રહિત તેવા નિજ ધ્રુવ તત્ત્વનું ધ્યાન સહજ થાય છે અને તે ધ્યાન હું કરું છું તેમ કહેવામાં આવે છે. બીજો કોઈ ઉપાય નથી. તીર્થંકર પરમાત્મા જેનું ધ્યાન કરે છે તેનાથી જુદો પડીને જે જીવ ભેદનું ધ્યાન કરે.. તેને ધરમ થાય ? આહા ! તે તીર્થંકર ભગવાનના અભિપ્રાયથી તે જુદો પડી ગયો. ભગવાનના અભિપ્રાયથી જુદો પડીશ નહીં. ધ્યાન ભલે મોડું આવે, પરંતુ હે! તીર્થંકર પરમાત્મા ! આપે જેનું ધ્યાન કર્યું તેનું જ હું ધ્યાન કરીશ કેમકે હું આપનો અનુયાયી છું.
હું આપનો જ બાળક અને પુત્ર છું. આપ મારા ધર્મપિતા છો. આપે જેનું ધ્યાન કરીને આપને કેવળજ્ઞાન પ્રગટ થયું ત્યારે આપની દિવ્યધ્વનિમાં એમ આવ્યું કે-આ કેવળજ્ઞાન પ્રગટ થયું છે. એ ઉત્પાદ-વ્યયથી રહિત ધ્રુવ ૫૨માત્માનું ધ્યાન મે સાધક અવસ્થામાં કર્યું હતું તેથી તેના ફળમાં કેવળજ્ઞાન પ્રગટ થયું છે. એટલે વાણીમાં પણ જે મેં પ્રગટ કર્યું તે જ કરવા જેવું છે.. એટલું જ મારી વાણીમાં આવે છે, તેનાથી અન્યથા આવતું નથી. આ વાત પરમાત્મ પ્રકાશમાં ૪૩ નંબરની ગાથામાં છે. અને બીજા ભાગની ૪૩ ગાથા પણ યોગાનુયોગ એવી જ આવી ગઈ છે. પરમાત્મ પ્રકાશ હમણાં ગુજરાતીમાં બહાર પડયું છે. પહેલા હિન્દીમાં હતું. પં. દૌલતરામજીએ તેનો અનુવાદ હિન્દીમાં કરેલો છે.
આહા ! ભગવાન આત્મા ઉત્પાદ-વ્યયથી રહિત છે. કેમકે થોડા ગુણોની પર્યાય અશુદ્ધ હોય છે અને પછી થોડા ગુણોની પર્યાય શુદ્ધ થાય છે. બાકી બધા ગુણોની પર્યાય છે અનાદિ અનંત શુદ્ધ જ છે. એટલે ઉત્પાદ-વ્યયથી રહિતની જ્યાં વાત કરી ત્યાં કોઈ પરિણામ બાકી રહેતા નથી. સહિત હોવા છતાં રહિત છે. રહિત હોવા છતાં સહિત છે.
આ બન્ને થનમાં આસમાન જમીનનો ફેર છે. શું કહ્યું ? ફરીને.. ઉત્પાદ-વ્યયથી સહિત હોવા છતાં, ત્યાં અલ્પ વિરામ છે. તોપણ નિશ્ચયનયથી જોવામાં આવે તો ઉત્પાદવ્યયથી રહિત તેવા ધ્રુવ ભગવાન આત્માનું ધ્યાન કરવા યોગ્ય છે.
તેને બદલે કોઈ એમ કહે કે-ઉત્પાદ-વ્યયથી રહિત હોવા છતાં જે ઉત્પાદ-વ્યયથી સહિત છે.. અને તેનું ધ્યાન કરવા યોગ્ય છે.. તો તે મૂંઢ મિથ્યાર્દષ્ટિ છે. એ પ્રમાણનો ઉપાસક થઈ ગયો. પ્રમાણજ્ઞાનનો ઉપાસક આત્મા મિથ્યાર્દષ્ટિ છે.
ખરેખર સ્થિતિ શું છે ? વ્યવહારનયથી જોવામાં આવે તો આત્મા પર્યાયથી સહિત જણાય છે. પરંતુ નિશ્ચયનયથી જોવામાં આવે તો મારો આત્મા પરિણામમાત્રથી રહિત છે. એવાં ધ્રુવધામનું ધ્યાન કરવા યોગ્ય છે–ખરેખર સ્થિતિ આમ છે. પરંતુ કોઈ પ્રમાણનો પક્ષપાતી જીવ, તે પ્રમાણનો જ્ઞાતા નથી, પ્રમાણનો જ્ઞાતા તો જ્ઞાની હોય છે. અને
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૨૫
પ્રમાણનો પક્ષપાતી મિથ્યાર્દષ્ટિ હોય છે. કોઈ પ્રમાણનો પક્ષપાતી એમ કહે છે કેઉત્પાદવ્યયધ્રુવયુક્તસત્ કહ્યું ને ! હવે એ વાકયને કોઈ બદલાવી નાખે કે ઉત્પાદ-વ્યયથી રહિત હોવા છતાં જે આત્મા ઉત્પાદ-વ્યયથી સહિત આત્મા છે એજ ધ્યાનનું ધ્યેય છે. એમ માનનારો અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ છે. આહા ! તેના માટે ગુરુદેવને ચાર મહિના મહેનત કરવી પડી. દરરોજ ધારાવાહી વ્યાખ્યાનમાં સમજી ગયા ? આવી ગરબડ થઈ ગઈ હતી. આહા ! મોટો ફેર થઈ ગયો. તેને પ્રમાણનો પક્ષ છે, પ્રમાણનું જ્ઞાન નથી. પ્રમાણ કહો કે વ્યવહાર કહો, કે પ્રમાણાભાસ કહો પરંતુ તેને પ્રમાણનું જ્ઞાન નથી. એને પ્રમાણજ્ઞાન હોઈ શકે નહીં. તે અનેકાન્તનું અજ્ઞાન છે. તેને અનેકાન્તનું જ્ઞાન થતું નથી. આહા ! સમ્યક્ એકાંત એવા આત્માના જ્ઞાન સિવાય અનેકાન્તિક જ્ઞાન પ્રગટ પણ થતું નથી.
આહા ! ખરેખર તો ઉત્પાદ-વ્યયથી ભગવાન આત્મા રહિત છે તેટલો જ આત્મા છે. ઉત્પાદ-વ્યય છે તે પદ્રવ્ય છે અને ધ્રુવ છે તે સ્વદ્રવ્ય છે. હવે જે ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયને જો સ્વદ્રવ્યમાં જોડી દે છે તો ઉપાદેયરૂપ સ્વદ્રવ્ય રહેતું નથી. પરંતુ તેની દૃષ્ટિ ૫રદ્રવ્ય ઉ૫૨ જાય છે. ઉત્પાદ-વ્યયથી સહિત જે દ્રવ્ય છે તે પરદ્રવ્ય છે. ઉત્પાદ-વ્યયતો ૫રદ્રવ્ય છે પણ ઉત્પાદ-વ્યયથી સહિત જે દ્રવ્યને માને છે તેની બુદ્ધિ ૫૨ દ્રવ્યમાં ગઈ છે. કેમકે તે પ્રમાણજ્ઞાનનો વિષય છે તેથી તે ધ્યાનનું ધ્યેય નથી.
સર્વ વિભાવગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતઃતત્ત્વ સ્વરૂપ જે છે તે સ્વદ્રવ્ય છે. અને જે ભેદો હતા તે બહિર્તત્ત્વ છે. સાતતત્ત્વના ભેદોને બહિર્તત્ત્વ કહ્યાં કે નહીં ? ક્ષાયિકભાવ બહિર્તત્ત્વ છે. સમ્યગ્દર્શન બહિર્તત્ત્વ છે. ધર્મના પરિણામ બહિર્તત્ત્વ છે. અનંતગુણનો નાથ પ્રભુવિભુ ધર્મી એવો ભગવાન આત્મા તે અંતઃતત્ત્વ છે. અનંતગુણનો નાથ પ્રભુ-વિભુ ભગવાન આત્મા તે અંતઃતત્ત્વ છે. એ શુદ્ધ અંતઃતત્ત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. પછી અંત:તત્ત્વની વ્યાખ્યા કરશે હોં ! એ અંતઃતત્ત્વને મહાન કહી દીધું.
એ અંતઃતત્ત્વ એટલે શું ? એકલું અંતઃતત્ત્વ સ્વદ્રવ્ય છે, અને આ સાત તત્ત્વોના ભેદો બધા છે તે બહિર્તત્ત્વ છે. તે બહિર્તત્ત્વ હોવાને કારણે પરસ્વભાવો છે. પરસ્વભાવો હોવાને કા૨ણે ૫૨દ્રવ્ય છે–એટલે કે મારો સ્વભાવ નથી, તેથી તેના ઉ૫૨થી દૃષ્ટિને છોડું છું. પરંતુ હવે જ્યારે શુકલધ્યાનનો કાળ પાયો છે ત્યારે ભેદ તરફના જ્ઞાનને છોડી ધે છે. પૂજ્ય ગુરુદેવના શબ્દો છે હોં ! તે મારા શબ્દો નથી શ્રુતજ્ઞાનમાં જો કેવળજ્ઞાનના દર્શન થતા હોય તો શુકલધ્યાનની કળા પણ શ્રુતજ્ઞાનમાં વર્તમાનમાં જણાય જાય છે. શુદ્ધાત્માની સન્મુખ થયેલું અતીન્દ્રિય શ્રુતજ્ઞાન શુક્લ ધ્યાનના સ્વરૂપને જાણી લ્યે છે. આવા પરિણામને ભગવાન શુકલધ્યાન કહે છે. શુકલલેશ્યા નહીં, શુકલલેશ્યા શુભભાવ છે. શુકલધ્યાન તે શુદ્ધ પરિણામો છે પરંતુ તે પ૨સ્વભાવો છે. પરદ્રવ્ય છે એટલે તેને
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
પ્રવચન નં:- ૧૨ ગાથા-૫૦ જાણવા પણ હવે હું રોકાતો નથી. પણ, એના વિષયને જાણવા તરફ મારો ઉપયોગ ચાલ્યો જાય છે. એ ઉપયોગ તેના વિષયમાં જામે તેનું નામ શુકલધ્યાનના પરિણામ કહેવામાં આવે છે. એ પરિણામ પણ પરસ્વભાવ છે.
જે આ શુકલધ્યાન પ્રગટ થયું તેના તરફ તેનું લક્ષ હોતું નથી. તેનું લક્ષ પરદ્રવ્ય ઉપર હોય તો શુકલધ્યાન પ્રગટ ન થાય. તો વિકલ્પ ઉત્પન્ન થાય.. તો ચારિત્રનો અને જ્ઞાનનો દોષ આવી જાય છે અને કેવળજ્ઞાન પ્રગટ થવામાં બાધક થાય છે. પરદ્રવ્યને જાણેલો પ્રયોજનવાન કહ્યો છે તો કોઈ અપેક્ષાએ કહ્યો છે. ભેદ ઉપાદેય નથી તે અપેક્ષાએ જાણેલો પ્રયોજનવાન કહ્યું હતું. પરંતુ ખરેખર એ ભેદને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ નથી. કેમકે તે પરદ્રવ્ય છે, અને પરદ્રવ્યને જાણતા કેવળજ્ઞાન નહીં થાય.
હવે અંત:તત્ત્વની વ્યાખ્યા કરે છે. અંત:તત્ત્વ ઉપાદેય કહ્યું ને! બહિર્તત્ત્વ હેય છે એમ કહ્યું ને? એ બધી વાતો આવી. હવે જે અંત:તત્ત્વ સ્વદ્રવ્ય ઉપાદેય છે તે અંતઃતત્ત્વ ખાલીખમ છે? શૂન્ય છે કે તેમાં કાંઈ માલ ભરેલો છે? આ દાગીનાની પેટી ખાલી છે કે ભરેલી છે ? આહા ! આ પાકીટ હીરાથી ભરેલું છે કે હીરાથી ખાલીખમ છે? તેમ એકએક ગુણ એ પણ હીરો છે, એક-એક ગુણ રતનમણી છે. એ વાત કરે છે.
અંતઃતત્ત્વ શેનાથી ભરેલું છે? એટલે સભર છે. ખરેખર સહજ જ્ઞાન તે એક હીરો છે. તે હીરો ચૈતન્યહીરો છે. એ હીરાનો એક ગુણ ચૈતન્યત્રિકાળી જ્ઞાન છે. આ ગુણની વાત છે હોં ! પર્યાય તો પરદ્રવ્ય છે. અરે ! ગુણભેદ પણ પરદ્રવ્ય છે. અને ગુણી તે સ્વદ્રવ્ય છે. ગુણના ભેદથી ગુણીને સમજાવે છે. પરંતુ તે ગુણભેદ પણ લક્ષ કરવા યોગ્ય નથી. ઘાટકોપરના પ્રમુખ આવ્યા છે કે નહીં? ગઈકાલે આવ્યા હતા. તે કહે–આત્મામાંથી ગુણોને કાઢી નાખ્યા. મેં કહ્યું-ના, ગુણ નીકળી શકે નહીં. ત્યાં ગુણભેદનું લક્ષ છોડાવ્યું છે. આહા ! પૂછયું તે સારું થયું. એટલું પૂછ્યું એ સારું થયું નહીંતર શલ્ય રહી જાય. ગુણ નીકળી શકે નહીં.
સોનામાંથી પીળાશ, ચીકાશ એ જો છૂટી જાય તો સોનું રહેતું નથી. એ ગુણની વાત હવે કરે છે. એ પર્યાયને આત્મામાંથી ઉથાપી અને આત્મામાં ગુણોને સ્થાપે છે. પરંતુ ગુણભેદ તો ઉથાપવા યોગ્ય છે. ઊંચા પ્રકારની વાત આવતી જાય છે.
જેમ-જેમ શુદ્ધભાવ પૂરો થવા આવે છે ને! આહા.. હા ! તેમ આચાર્ય ભગવાનને મસ્તી ચડી ગઈ છે હોં! અમને જે અંત:તત્ત્વ ઉપાદેય છે તે અંતતત્ત્વ શું છે ? તેમાં કાંઈ માલ ભરેલો છે કે ખાલી છે ?
“ખરેખર સહજ જ્ઞાન”, આ કેવળજ્ઞાન છે તે કૃત્રિમ છે અને જ્ઞાનગુણ છે તે સહજ છે. તે અનાદિ-અનંત અકૃત્રિમ છે. કેવળજ્ઞાનને કૃત્રિમ કેમ કહ્યું? કે નવું ઉત્પન્ન થાય છે માટે. અને એક અપેક્ષાએ તો તે કર્મના અભાવથી ઉત્પન્ન થયેલું હોવાથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૨૭ અધ્યાત્મની પરાકાષ્ટામાં તેને પણ કર્મકૃત કહેવામાં આવે છે. તેમાં અભાવની અપેક્ષા આવી ને!? આહાહાહા ! અપેક્ષિત ભાવ મારો નથી. હું તો નિરપેક્ષ છું. કેવળજ્ઞાન પણ મારું નથી કેમકે તે પર સ્વભાવો છે. તેથી તે પરદ્રવ્ય છે, તેથી તે ઉપાદેય નથી. એક સમયની પર્યાય છે તેથી તે નાશવાન છે. તે વ્યવહારનયનો વિષય છે ને? એ કાંઈ શુદ્ધનયનો વિષય નથી. આ જો ભાઈ જેને ખરેખર નિમિત્તની અને પારદ્રવ્યોની થોડીક થોડીક ઉપેક્ષા આવી ગઈ હશે તેને આ સમજાશે.
હજુ તો પર પદાર્થો-ધન, ધાન્ય અને કુટુંબ પરિવાર, બંગલા, મોટર તે અહીંયા છાતી સરસા ચાંપ્યા હશે તેને આ અધિકારમાં શું કહેવા માગે છે તે નહીં સમજાય. એટલે તેને અઘરા જેવું લાગશે. જ્યારે જ્યારે ન સમજાય ત્યારે ત્યારે આ શું કહેતા હશે ! આ શું કહે છે ભલા? તેને કાંઈ જ ન સમજાય તેથી કઠિન લાગે.
હવે જેને પરદ્રવ્ય ઉપરથી એટલો મોહ ગળી ગયો હોય, ટળ્યો ભલે ન હોય, પરંતુ ગળ્યો હોય અને ગળવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ હોય તેને આ અધિકાર શું કહેવા માગે છે તે ખ્યાલમાં આવે છે. જેને ભેદજ્ઞાનથી ગર્ભિત શુદ્ધતા આવી હશે તેને આ સમજાશે. ભેદજ્ઞાનથી ગર્ભિત શુદ્ધતા થાય છે. આત્માના અનુભવથી પ્રગટ શુદ્ધતા પ્રગટે છે. શુદ્ધભાવ અધિકાર છે તે ઊંચા પ્રકારનો છે.
સમયસાર ગુરુગને સમજવા જેવું છે. એકલાથી ન સમજાય પરંતુ ગુરુગમ સમજ્યા પછી નિયમસાર સમજવા જેવું છે. ખરેખર સહજ જ્ઞાન” આહા ! જ્ઞાનગુણની આગળ સહજ શબ્દ વાપર્યો. જે પરસ્વભાવો છે તે સહજ નથી કૃત્રિમ છે. એ વાત નીચેના શ્લોકમાં આવવાની છે. એક શ્લોક સમયસારનો લેશે. પોતાની વાતની પુષ્ટિ કરવા માટે અને શ્રોતાઓને શ્રદ્ધાન દ્રઢ કરાવવા માટે.. બીજા આચાર્ય ભગવાનનો આધાર આપશે.
ખરેખર સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર-સહજ પરમ વીતરાગ સુખાત્મક શુદ્ધ-અંત:તત્ત્વ સ્વરૂપ”, ગુણ એટલે જે પ્રગટ પર્યાય કેવળજ્ઞાનીને અનંત ચતુષ્ટય પ્રગટ થયા તે પર સ્વભાવ હોવાથી પરદ્રવ્ય છે.
“શુદ્ધ અંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમપારિણામિકભાવ લક્ષણ.” હવે જે સ્વદ્રવ્ય છે તે ગુણીને આધારે છે કેવળજ્ઞાન ક્ષાયિકભાવને આધારે છે અને મારો પરમાત્મદ્રવ્ય છે તે પરમ પારિણામિકભાવને આધારે રહેલો છે. આહા ! ઉપશમના આધારે મારું દ્રવ્ય નથી, ક્ષયોપશમના આધારે નથી, ક્ષાયિકભાવના આધારે મારું સ્વદ્રવ્ય નથી. આ સ્વદ્રવ્ય જેમાં સહજજ્ઞાન, સહજદર્શન-સહજસુખ રહેલું છે. એવા અનંતગુણનો આધાર દ્રવ્ય છે. એ દ્રવ્ય પારિણામિક ભાવને આધારે છે. આહા ! જેશ એટલું બધું આવી જાય છે અને પછી થાક પણ લાગે છે. પણ જોશ રોકાતું નથી.
શું કહ્યું? ફરીને! જે મારો શુદ્ધ અંત:તત્ત્વ ઉપાદેય છે તે મારા ભગવાન આત્મામાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮
પ્રવચન નં:- ૧૨ ગાથા-૫૦ શું રહેલું છે ? અનંત સામર્થ્યથી ભરેલો તેવો જ્ઞાનગુણ એવા અનંતગુણ જ્ઞાન, આનંદ, આદિ અનંત-અનંત બેહદ સામર્થ્યથી બધા ગુણો રહેલા છે. આહાહા ! એ સામર્થ્ય એવું છે કે-સાદી અનંતકાળ પર્યાયો એમાંથી પ્રગટે તો પણ તે અખૂટ ખજાનો એવો ને એવો રહે છે. એવા એક એક ગુણ એવા અનંતગુણ જેમાં રહેલા છે. આહાહા..! ગુણોને
સ્વદ્રવ્યનો આધાર છે. પર્યાયને સ્વદ્રવ્યનો આધાર નથી. કેમકે એ પર્યાય તો પરદ્રવ્ય છે, તેને સ્વદ્રવ્યનો આધાર હોતો નથી.
પર્યાય તો પર્યાયના આધારે પર્યાય છે. પરંતુ એ ગુણોને કોનો આધાર છે? કેસ્વદ્રવ્યના આધારે ગુણો રહેલા છે. એ ગુણો પણ પારિણામિકભાવે છે. એક-એક ગુણ પારિણામિકભાવે છે, નિત્ય છે. તે નિત્ય નિરાવરણ છે. એક એક ગુણ નિત્ય શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. એક એક ગુણ પરિપૂર્ણ છે. એવા જે ગુણો છે તે શુદ્ધ અંત:તત્ત્વ સ્વરૂપ છે. આ સ્વદ્રવ્યનો જે આધાર એટલે કે ગુણો જેના આધારે રહેલા છે એવું જે દ્રવ્ય. જુઓ, હવે ગુણભેદ પણ છૂટી જાય છે. ગુણો દ્વારા સ્વદ્રવ્યને સમજાવ્યું પછી એવા અનંતગુણનું એકરૂપ એવું જે સ્વદ્રવ્ય તે સ્વદ્રવ્યનો આધાર કોણ છે ? ક્ષયોપશમ ભાવ છે ? ના. તો અતીન્દ્રિયજ્ઞાનનો ઉઘાડ છે? નહીં. ક્ષાયિકભાવ છે? ના.
જેમ ચાર પર્યાયોનો આધારભૂત પર્યાય છે, ઉદયાદિ ચાર ભાવ છે તેમ સ્વદ્રવ્યનો આધારભૂત ભાવ પરમ પરિણામિકભાવ છે. તેમ સ્વદ્રવ્યને કયા ભાવનો આધાર છે? સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પરિણામિકભાવ જેનું લક્ષણ છે તે છે. આહા ! અભૂતથી પણ અભૂત ચમત્કારિક વાત છે.
ગુરુદેવે ઘણીવાર કહ્યું છે કે અરે ! આવી અધ્યાત્મની વાત જેના કાન ઉપર આવે છે એ પણ મહાભાગ્યશાળી છે. એમ અનેકવાર કહે છે કે નહીં ? કેમકે આ વાત સાંભળવા પણ મળતી નથી. અને સાંભળવાનો ભાવ આવે તો વાડામાં પૂરાયેલા જીવો, એ વાડાને ઠેકીને બહાર કૂદી પડે તેવું વીર્ય નહીં હોવાથી તેને આ વાત સાંભળવા મળતી નથી. તે સાંભળવાની જિજ્ઞાસા જાહેર કરે છે, પરંતુ તેને સાંભળવાનો યોગ પણ થતો નથી.
પ્રશ્ન:- સામાન્ય દ્રવ્યને પારિણામિક ભાવનો આધાર છે તેમાં શું સમજાવવું છે?
ઉત્તર:- અહીં એમ સમજાવવું છે કે-સામાન્ય દ્રવ્ય છે તે કોઈ ભાવના આધારે હોય. તેમાં કોઈને કોઈ અસાધારણ ભાવ હોય. જેમ ચાર પ્રકારના પરિણામ છે તેમાં એક કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. તે પર્યાય ક્ષાયિકભાવથી તન્મય છે. તેથી ક્ષાયિકભાવને આધારે કેવળજ્ઞાન છે. ક્ષાયિકભાવ એ પણ અપેક્ષિતભાવ છે. એના આધારે એટલે ભાવના આધારે ભાવવાન છે. ક્ષાયિકભાવ તેને આધારે કેવળજ્ઞાન છે. એ ક્ષાયિક ભાવનો કોઈ કાળે અભાવ થતો નથી તેથી તેના આધારે કેવળજ્ઞાન છે. અને તેનો પણ અભાવ થતો નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૯
શુદ્ધ અંત:તત્ત્વ
તેમ આ જે સ્વદ્રવ્ય છે તેનો આધાર પરમપરિણામિકભાવ છે. એ પણ આધારઆધેયના ભાવથી આધાર આધેય સમજાવે છે. ખરેખર! આધાર આધેયનો ભેદ પણ નથી. એ બધું હળવે હળવે આવશે. એ પણ આવશે તો ખરૂં. બધી વાતો આવશે. પરંતુ પહેલા ભેદથી સમજાવે છે કે-આ સ્વદ્રવ્ય છે એ કોના આધારે છે? ક્યા ભાવના આધારે છે?
સર્વજ્ઞ ભગવાને જીવના અસાધારણ પાંચ ભાવ કહ્યાં. ઉદયભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવ, પરમપરિણામિકભાવ તેવાં પાંચ ભાવો કહ્યાં. એમાં જે આ સ્વદ્રવ્ય છે અને એ સ્વદ્રવ્યમાં અનંતગુણો રહેલા છે, અનંતગુણો સ્વદ્રવ્યને આધારે રહેલા છે. હવે કહે છે-સ્વદ્રવ્ય કયા ભાવને આધારે છે? પાંચ ભાવમાંથી સ્વદ્રવ્યનો આધાર કોણ છે? સ્વદ્રવ્ય આધેય છે અને તે આધાર છે. જો પરિણામિક ભાવ ન હોય તો સ્વદ્રવ્ય પણ ન હોય.
સ્વદ્રવ્યનો આધાર શું છે? સહજ પરમ પરિણામિકભાવ છે જેને અકૃત્રિમ કહ્યો છે. જેને કર્મના ઉદયાદિની અપેક્ષા નથી માટે સહજ સિદ્ધ છે. તે અનાદિથી સહજઅકૃત્રિમ છે. પછી પરમ કહ્યું. પરમનો અર્થ-પરિણામિકભાવ તો પુદ્ગલમાં પણ છે પરંતુ પુદ્ગલમાં પરમપરિણામિકભાવ નથી. આ ઉપાદેય તત્ત્વની વાત ચાલે છે હોં !
સહજ પરમ એટલે પૂજનિક, પરમ એટલે પૂજવા યોગ્ય પારિણામિકભાવ લક્ષણ કારણ સમયસાર છે. “આ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિકભાવ લક્ષણ (સહજ પરમ પારિણામિકભાવ જેનું લક્ષણ છે એવો) કારણ સમયસાર છે.”
આહાહા ! કાર્ય સમયસારને આધારે સ્વદ્રવ્ય નથી. કારણ સમયસારને આધારે સ્વદ્રવ્ય છે. તેનું શું કારણ? એ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમપરિણામિકભાવ છે. તેને આધારે સ્વદ્રવ્ય છે. એટલે કારણ સમયસારને આધારે સ્વદ્રવ્ય રહેલું છે. કાર્ય સમયસારને આધારે સ્વદ્રવ્ય નથી. કેમકે કાર્ય સમયસારનું લક્ષણ પરમપારિણામિક ભાવ નથી. તેથી એને આધારે હું નથી. કેવળજ્ઞાનની પર્યાયનો આધાર સ્વદ્રવ્યને નથી. જો તેને આધારે સ્વદ્રવ્ય હોય તો એ પર્યાય તો અનિત્ય સમયવર્તી છે. તેના આધારે સ્વદ્રવ્ય હોય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય.
અરે! પરદ્રવ્યના આધારે સ્વદ્રવ્ય નથી. કેમકે તેનામાં પરમપરિણામિક લક્ષણ નથી. કારણ સમયસારમાં પરમપરિણામિક લક્ષણ રહેલું છે. એવા કારણ સમયસારને આધારે મારો આત્મા રહેલો છે. તેથી કાર્યમાં એ ઉપચારથી કારણ થાય છે. પરિણામ
જ્યારે તેનો આશ્રય લે ત્યારે તે સમય પુરતું તેને કારણ કહેવામાં આવે છે. ખરેખર તો પરમાત્મા અકારણ છે પરંતુ આશ્રયની અપેક્ષાએ તેને કારણ પરમાત્મા કહેવામાં આવે છે. આત્મા પર્યાયનું પણ કારણ નથી. હવે આપણે તે ગાથા લેવી છે.
આહાહા ! સ્વદ્રવ્યની વ્યાખ્યા કરી કે જેમાં સહજ જ્ઞાનાદિ ગુણો રહેલા છે તેને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩)
પ્રવચન નં:- ૧૩ ગાથા-પO સ્વદ્રવ્ય કહ્યું. હવે એ સ્વદ્રવ્યનો જે આધાર કારણ સમયસાર એમ કેમ કહ્યું? કે સહજ પરમ પારિણામિકભાવ જેનું લક્ષણ એવું કારણ સમયસાર તેને આધારે સ્વદ્રવ્ય રહેલું છે. પરંતુ આ લક્ષ્યને આ લક્ષણ, આ આધારને આધેય તેવા બે ભેદ પણ વસ્તુમાં છે નહીં. એ તો સમજાવવા માટે આ પારિણામિકભાવને આધારે આ સ્વદ્રવ્ય છે. સ્વદ્રવ્ય અને પરમ પરિણામિકભાવ તેનો પ્રદેશભેદ નહીં હોવાને કારણે આધાર-આધેય એ પણ વ્યવહારનયનું વચન થઈ જાય છે. હું હવે આધાર-આયના ભેદને છોડીને મારા ઉપયોગને સ્વદ્રવ્યમાં જોડી દઉં છું... ત્યારે નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે. તા. ૨૫/૫/ ૭૯ પ્રવચન નં- ૧૩ સ્થળ:- મુંબઈ ઝવેરી બજાર
આ નિયમસારજી શાસ્ત્ર છે. તેનો શુદ્ધભાવ અધિકાર શુદ્ધાત્મ સ્વભાવનો અધિકાર એ જે શુદ્ધનયનો વિષય છે અથવા તે સમ્યગ્દર્શનનો વિષય છે. અથવા જેને સમ્યકુચારિત્ર પ્રગટ થાય તેનો આ વિષય છે. અંતર્મુખ થયેલા પરિણામ કેવા આત્માને ઉપાદેય કરે છે તે વાત ચાલે છે.
પરિણામ અનંત પ્રકારના છે પરંતુ તેનો વિષય એક જ છે. પરિણામોનો વિષય અપરિણામી આત્મા અથવા ત્રિકાળી શુદ્ધ સામાન્ય એકરૂપ સ્વભાવભાવ છે, જેમાં પર્યાયનો અભાવ છે. જેમાં એટલે આત્માના સ્વભાવમાં પરિણામનો અભાવ છે. એ પરિણામો આત્મ સ્વભાવને ભાવે છે. ભાવનાર પરિણામ છે અને તે ભાવે છે પરિણામ ત્રિકાળી સ્વભાવને એ પરિણામને આશ્રયભૂત તત્ત્વ છે તે એકજ તત્ત્વ છે. એ શુદ્ધ ભાવ-સ્વભાવનો અધિકાર છે.
૫૦ નંબરની ગાથામાં કુંદકુંદાચાર્યદવ આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં સાક્ષાત સીમંધર ભગવાન પાસે ગયા હતા અને આઠ દિવસ રહ્યા હતા. ત્યાં વાણી સાંભળીને આવીને આ શાસ્ત્ર લખાણાં છે. અને આ મૂળ શ્લોક ૧OOO વર્ષ પહેલાંના છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની) આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૮૫માં શ્લોક દ્વારા) કહ્યું છે.
(શાર્દૂત્તવિવ્રીડિત). सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योति: सदैवास्म्यहम्। एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणा
स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि।। १८५।। શ્લોકાર્થઃ- [ વાત્તચિત્તવરિતૈ: મોક્ષાર્થિfમ:] જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૩૧
(-ઉદાર, ઉચ્ચ, ઉજ્જ્વળ ) છે એવા મોક્ષાર્થીઓ [ ત્રયમ્ સિદ્ધાન્ત: ] આ સિદ્ધાંતને [સેવ્યતામ્] સેવન કરો કે- ‘[ અહમ્ શુદ્ધ વિન્નયમ્ !મ્ પરમં જ્યોતિ: વ સવા વ અસ્મિ] હું તો શુદ્ધ ચૈતન્યમય એક ૫૨મ જ્યોતિ જ સદાય છું; [તુ] અને [ત્તે યે પૃથ લક્ષળા: વિવિધા: માવા: સમુન્નસન્તિ તે અહં ન અસ્મિ] આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, [ યત: અત્ર તે સમગ્રા: અપિ મમ પદ્રવ્યમ્] કા૨ણ કે તે બધાય મને ૫૨દ્રવ્ય છે ’. ૧૮૫. શ્લોક - ૧૮૫ : ઉપ૨ પ્રવચન
કુંદકુંદભગવાન ૨૦૦૦ વર્ષ પહેલાં મૂળ ગાથામાં લખે છે કે– ઉ૫૨ જે ભાવો કહ્યાં, પર્યાયના જે ભેદો કહ્યાં તે બધા પરસ્વભાવો છે, અને તેથી તે ૫૨દ્રવ્યો છે, અને તેથી તે હેય છે. હવે ટીકાકારે મૂળમાં હતું તેમાંથી તેજ પ્રમાણે કાઢયું. શુદ્ધનિશ્ચિયનયનાબળે તેઓ હૈય છે. હવે ય છે તે શા કારણે કહ્યું ? તેઓ પ૨સ્વભાવો છે તે આત્માનો સ્વસ્વભાવ નથી. હવે પ૨ સ્વભાવ છે તેથી પદ્રવ્ય છે. તેમ કુંદકુંદભગવાનમાં આવ્યું અને ટીકાકારે પણ કહ્યું.
તે જ પ્રમાણે ટીકાકાર હવે આચાર્ય અમૃતચંદ્ર મહારાજનો એક આધાર આપે છે. સમયસારની ટીકા કરનાર અમૃતચંદ્રાચાર્યનો આધાર આપે છે કે-જે કુંદકુંદભગવાને કહ્યું અને તેની ટીકામાં અમે જે કહ્યું તે જ પ્રકારે અમારી પૂર્વે આચાર્ય થઈ ગયા તેનો આધાર આપીને પોતે પોતાની ભાવના ભાવે છે. એ ભાવના ભાવતાં શાસ્ત્ર લખાય જાય છે. અને હું મોક્ષાર્થી જીવો તમે પણ આવા શુદ્ધાત્માની નિરંતર ભાવના ભાવો તેમ આદેશ આપે છે, તેનો શ્લોક નીચે છે.
‘ જેમના ’ જેમના એટલે જે મોક્ષાર્થી જીવ છે તેના ચિત્તનું એટલે જ્ઞાનનું ચરિત્ર એટલે જ્ઞાનનું પરિણમન, ઉદાત્ત એટલે ઉદાર, ઉચ્ચ અને ઉજ્જવળ છે. એટલે નિર્મળ છે. એવા મોક્ષાર્થીઓ, મોક્ષાર્થી જીવોના બે અર્થ થાય.
નિશ્ચયથી સમ્યગ્દષ્ટિને મોક્ષાર્થી કહેવામાં આવે છે. જે જીવ સમ્યક્સન્મુખ થયા હોય જે જીવ તેને પણ નૈગમનયથી મોક્ષાર્થી કહેવામાં આવે છે. શ્રીમદ્ભુ એ તો ત્યાં સુધી કહ્યું છે કે તું પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં આવી ગયો છે, તે જાણીને હું તને સમકિતી કહી દઉ છું. તેમણે ત્યાં સુધી કહ્યું કે- પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં તું આવ્યો છો, એટલે કે એ જે કહે છે તે વાતને તું ગ્રહણ કરી રહ્યો છો. યોગમાં એટલે તેના ક્ષેત્રમાં તેમ નહીં. તેની વાતનો તને અંદ૨માંથી હકાર આવે છે. તને અંદરમાં જ્ઞાનની સ્ફૂરણા પણ થઈ ગઈ છે. ઓ હો હો ! મારું આવું સ્વરૂપ છે. તેમ તને સ્વરૂપનો મહિમા આવે છે, જ્ઞાનીના યોગમાં તેથી તને કહી દઉં છું કે તું સમકિતી છો જા ! એમ મોક્ષાર્થીના બે અર્થ કર્યા.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૩૨
પ્રવચન નં:- ૧૩ ગાથા-૫૦
નિશ્ચયથી તો સમ્યગ્દષ્ટિ ધર્માત્મા છે તે મોક્ષાર્થી છે. પરંતુ જેને માત્ર મોક્ષ અભિલાષા છે, સાધ્યની અપેક્ષાએ જેને મોક્ષની અભિલાષા છે, અને ધ્યેયની અપેક્ષાએ તો એક શુદ્ધાત્માની જ અભિલાષા છે એવા જેમના, જેમના એટલે મોક્ષાર્થીના ચિત્તનું એટલે જ્ઞાનનું પરિણમન, ચરિત્ર એટલે જ્ઞાનના પરિણમનમાં તે શુદ્ધાત્માને ભાવે છે. આહાહા! “ એક દેખિયે, જાનિયે રમી રહીએ ઈક દૌર,
સમલ વિમલ ન વિચારીએ યહી સિદ્ધિ નહીં ઔર ”
પરિણમનમાં મલિનતા હો કે પરિણમનમાં નિર્મળતા હો તેના ઉપ૨ અમારું લક્ષ નથી. એક દેખિયે, જાનિયે તેમાં જે એક શબ્દ છે તે ત્રણેયને લાગુ પડે છે. જાણીએ તેમાં ભલે એક શબ્દ ન આવ્યો હોય તો પણ એક ( આધઃ દીપક હોવાથી ) લાગુ પડે છે. ” એક દેખીએ જાણીએ રમી રહીએ ઈક ઠૌર” એક પોતાનો ભગવાન, પોતાનો શુદ્ધાત્મા જે જ્ઞાયક સ્વભાવે છે એનું જ જ્ઞાન, એનું જ શ્રદ્ધાન્ અને તેમાં જ લીનતા, રમણતા, સ્થિરતા તેવા પરિણામને ભગવાન નિશ્ચયમોક્ષમાર્ગ કહે છે.
જેમના ચિત્તનું ચરિત્ર એટલે પરિણમન, ઉદાત્ત એટલે ઉદાર, ઉચ્ચ અને ઉજ્જવળ તે ત્રણ શબ્દો નિર્મળતાને બતાવે છે. “ એવા મોક્ષાર્થીઓ ” આહા ! જેમના જ્ઞાનના પરિણમનમાં ભગવાન આત્મા પ્રત્યક્ષ જણાય રહ્યો છે. અથવા તો નજીકની અંદરમાં તેને હમણાં આત્માનો અનુભવ થઈ જશે તેના જ્ઞાનમાં ઉપાદેયપણે જ્ઞાયક જ્ઞેય થશે. અને તેના ધ્યાનમાં ભગવાન ધ્રુવ પરમાત્મા આવશે તે પણ મોક્ષાર્થી છે. (એવા જીવોને ) માત્ર મોક્ષ અભિલાષઃ અમારે બીજું કાંઈ કામ નથી.
હવે એક સિદ્ધાંતનું સેવન કરે છે કે “ આ સિદ્ધાંતનું સેવન કરો.” આજ્ઞા આપે છે હો ! નિમિત્તની તો સેવા થઈ શકતી નથી પરંતુ અનાદિથી અજ્ઞાની જીવ રાગને સેવે છે, રાગની ઉપાસના કરે છે. તે પુણ્યની ઉપાસના કરી રહ્યો છે. તેવા જીવને કહે છે કે– હવે તેને ન સેવો અને આ સિદ્ધાંતનું સેવન કરો. એટલે કે-સિદ્ધાંતમાં જે વાચ્ય કહેવામાં આવેલું છે તેને સેવો.
એ સિદ્ધાંત શું છે તે સમજાવે છે ? ‘ હું તો શુદ્ધ ચૈતન્યમય એક ૫૨મ જયોતિજ સદાય છું. ’ આ વર્તમાનની વાત ચાલે છે હો ! ‘હું તો શુદ્ધ ચૈતન્યમય ’ તે શુદ્ધાત્માનું વિશેષણ છે. શુદ્ધભાવ અધિકાર છે ને ! તેના વિશેષણ છે કે-‘હું તો શુદ્ધ ચૈતન્યમય એક’, એક અને શુદ્ધ આવ્યું. એક પણ આવ્યું અને શુદ્ધ પણ આવ્યું. આવ્યું કે નહી ? કેમ કે આત્મા-શુદ્ધાત્મા એક જ છે. શુદ્ધાત્માનું બીજું કોઈ રૂપ નથી. અનાદિ અનંત એકરૂપ આત્માનું જેને બીજું રૂપ દેખાય છે તે અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ છે. અને શુદ્ધાત્માને સાંભળીને પણ અનુમાનજ્ઞાનમાં જો એ બીજારૂપે આત્માને જોતો હોય તો તે અનુમાનાભાસ છે. તેનું અનુમાન સાચુ નથી પરંતુ અનુમાનાભાસ છે. તે વ્યવહા૨ાભાસ છે તે મિથ્યાભાસ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ એટલે પ્રમાણાભાસ છે.
૨૩૩
ગુરુ પાસેથી સાંભળીને જેને મારો શુદ્ધાત્મા આવો જ છે, એવું જેને અનુમાનજ્ઞાનમાં માનસિકજ્ઞાનમાં નિર્ણય થઈ ગયો છે, તેને સવિકલ્પમાં આવી એક પરિણતી ઉભી થઈ છે તે કહે છે. અમે પણ નૈગમનયે તેને મોક્ષાર્થી કહીએ છીએ. એના ભાવમાં, તેના ચિત્તમાં આ ઘૂંટાય છે હું તો શુદ્ધ, ત્રિકાળ શુદ્ધ, નિત્ય શુદ્ધ છું. ચૈતન્યવાળો નહીં પરંતુ ચૈતન્યમય છું.
આહા ! આ શાસ્ત્ર વાંચવાનું શાસ્ત્ર નથી. માત્ર વાંચી જવા માટે નથી. જેમ અરીસાની સામે જોતાં પોતાનું જેવું મુખ હોય તેવું દેખાય કે નહીં ? કે અન્યથા દેખાય ? તેમ આ શાસ્ત્રો અરીસા સમાન છે. જ્યાં એની નજ૨ દ્રવ્યશ્રુત ઉ૫૨ જાય છે અને એ દ્રવ્યશ્રુતનું વાચ્ય એના જ્ઞાનમાં શેય થાય છે, પહેલાં એટલો ભેદ રહે છે, પછી જ્ઞાનને જ્ઞેયનો ભેદ છૂટીને અનુભવ થાય છે.
ન
‘હું તો’ અમે જે ભાવના ભાવીએ છીએ એમ તમે પણ તમારા શુદ્ધાત્માની ભાવના ભાવો. જેની ભાવના અમે ભાવીએ છીએ તે અમારી પાસે પ્રગટ છે. અને અમારા જેવો જ આત્મા તમારી પાસે વિધમાન, પ્રગટ, પ્રત્યક્ષ રહેલો છે. ‘ હુંતો ’ વસ્તુ હોય તેની ભાવના હોય, જે ન હોય તેની ભાવના ન હોય. મિથ્યાર્દષ્ટિ પાસે સમ્યગ્દર્શન ભલે નથી અને એને એનો ભાવ પણ આવી જાય પરંતુ સમ્યગ્દર્શનની ભાવના ન હોય. અને સમ્યગ્દષ્ટિને યથાખ્યાતચારિત્રની ભાવના નથી, તેમને કેવળજ્ઞાનની ભાવના નથી, મોક્ષની ભાવના નથી. એ મોક્ષાર્થીને તો એક શુદ્ધાત્માની જ ભાવના હોય છે. આહા ! હું તો શુદ્ધ ચૈતન્યમય અને એક, આહા ! એક અને શુદ્ધ. આ એક અને શુદ્ધ બહુ શબ્દો આવે છે. સમયસારમાં ઠેક-ઠેકાણે, ઠામ-ઠામ આવે છે. આ એક અને શુદ્ઘ તે શુદ્ધાત્માના વિશેષણો છે.
'
“હુંતો શુદ્ધ ચૈતન્યમય એક ૫૨મ જયોતિ જ સદાય છું. ” આહા ! કેવળજ્ઞાનની જયોતિ પ્રગટ થાય છે પરંતુ તે ૫૨મજયોતિ નથી, એ પૂજનિક નથી. વ્યવહારે અરિહંત પૂજનિક છે.. નિશ્ચયેતો એક ચૈતન્યમય એક શુદ્ધઆત્મા જ પૂજનિક રહેલો છે. જે ૫૨મ જયોતિ છે.
આહા ! એ દીવો કંપે નહીં પરંતુ કોડિયાનો દીવો તો કંપી જાય પરંતુ જે રતનનો પ્રકાશ છે તેને કંપન આવે નહીં. વાવાઝોડામાં રતન પડયું હોય તો બીજા દીવા ઠરી જાય અને બલ્બ હોય તો પણ ભાંગી જાય (તૂટી જાય ) પણ રતન છે તે ભાંગે નહીં. અને વાવાઝોડાની સાથે ધોધમાર પાણીનો વરસાદ પડતો હોય તો પણ બુઝાય નહીં. રતનનો દીપ બૂઝાય નહીં અને હુલે નહીં. રતનદીપમાં કંપન નથી. કેવળજ્ઞાનમાં તો કંપન છે. તેથી તે આવે છે ને જાય છે. કેવળજ્ઞાન સંયોગ છે, તે મહેમાન છે, હું કેવળજ્ઞાનની
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
પ્રવચન નં- ૧૩ ગાથા-૫૦ પર્યાયને ભાવતો નથી.
“હુંતો “હુંતો” એમ છે ને! “હુંતો “આ તો ' તેમ નહીં એ તો નહીં. અને “આ તો' નહીં. પરંતુ હુંતો ” પાઠમાં છે ને? આહા! ગુરુદેવ આવા શુદ્ધ ચૈતન્ય આત્માની ભાવના ભાવે છે. આહા ! એ. તો પરજ્ઞય છે. આહા ! એની સામે જોવા જેવું નથી.
હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જયોતિ જ છું “તે ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ છે. પરમ જયોતિ જ સદાય છું ' પેલી કેવળજ્ઞાનની જયોતિ તો સદાય પ્રગટ થાય છે, પરંતુ હું તો પ્રગટ છું. જે પ્રગટ થાય છે તે ભાવો મારા નથી, જે પ્રગટ છે તે હું છું. એમ આમાં નીચે આવશે.
આહા ! શું આ ભાવના! શેની ભાવના ભાવે છે ! નિમિત્તની ભાવના તો ક્યાંય રહી ગઈ. આ શાસ્ત્ર સાંભળનાર ત્યાં સુધી આવી ગયો છે. એમ લખનારને વિશ્વાસ આવી ગયો છે. શું કહ્યું? ઉપદેશ આપનારને એટલો તો વિશ્વાસ આવી ગયો છે કે દ્રવ્યાનુ યોગમાં સમયસારને તેમજ નિયમસારને સાંભળનાર શ્રોતાઓ છે. નિમિત્તની ભાવના જેણે છોડી દીધી છે. તેને અમે શ્રોતા કહીએ છીએ અને જે નિમિત્તની ભાવનામાં પડયો છે તે વાસ્તવિક શ્રોતા નથી/તે મોક્ષાર્થી નથી. આ મોક્ષાર્થી માટેની વાત ચાલે છે.
આહા! જેને નિમિત્તની ભાવના અને જે પુણ્યની અને પુણ્યના ફળની ભાવના ભાવે છે તે મોક્ષાર્થી નથી. કહે છે કે જો પર્યાયની ભાવના પણ તું ભાવતો હોય તો પણ અમે તને મોક્ષાર્થી કહેતા નથી. આ પર્યાયના ભેદોના જ્ઞાનમાં તું અટક્યો હો તો અમે તને મોક્ષાર્થી કહેતા નથી. તારા વિકલ્પાત્મક જ્ઞાનમાં એટલે સવિકલ્પ સ્વસંવેદનમાં, અનુમાનજ્ઞાનમાં પણ જો શુદ્ધાત્માની ભાવના છે તે વિકલ્પાત્મક ભાવનાનો અભાવ થઈને નિર્વિકલ્પ ભાવના આવી જશે. મોક્ષાર્થી જીવો ! ઉંઘમાં પણ શુદ્ધાત્માની ભાવના ભાવે છે.
હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જયોતિ જ છું આમાં કથંચિત્ નહી પરંતુ સમ્યક એકાંત કર્યુ છે. ” પરમ જયોતિ જ છું” “આ દ્રવ્યનું વિશેષણ છે. “આ છે તે કેવળજ્ઞાનનું વિશેષણ નથી “પરમ જયોતિ જ સદાય છું આ સિદ્ધાંતનું સેવન કરો. તમે આવા શુદ્ધાત્માને ભાવો તો કેવળજ્ઞાન તો સહજ પ્રગટ થશે. સમ્યગ્દર્શન તો નાની ચીજ છે, તે તો સામાન્ય છે, તે તો અલ્પ પુરુષાર્થથી પ્રગટ થાય છે. આહા ! એક સમયમાત્રમાં પ્રગટ થાય છે. તે અલ્પ પુરુષાર્થ કહ્યો અને કેવળજ્ઞાનમાં અંતર્મુહૂર્તનો પુરુષાર્થ જોઈએ. એ પુરુષાર્થમાં લાંબો કાળ જાય ત્યારે કેવળજ્ઞાન થાય અને સમ્યગ્દર્શનમાં? કેટલો કાળ..!
જે નિમિત્તની ભાવના ભાવે છે તે આ વાત સાંભળવા આવ્યો છે તેમ અમે જાણતાં નથી. પછી ઈ. ભલે નિમિત્તની ભાવના ભાવતો હોય તો એ શ્રોતા નથી. તે શ્રોતાપદમાંથી ગયો. તારી સાંભળવાની લાયકાત નથી જા! તારે નિમિત્ત જોઈએ છે ને તારે આત્મા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૩૫ જોઈતો નથી ને! અહીંયા તો જેને એક માત્ર મનમાં રોગ છે કે-મારે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી છે, આ સિવાય જગતમાં મારે કાંઈ જોઈતું નથી. માનપત્ર અને સત્કાર સમારંભ જોતો નથી.
આહાહા ! કહે છે કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક છું, આવા સિદ્ધાંતનું સેવન કરો... એમ આદેશ આપે છે. તમે તમારા શુદ્ધાત્માનું સેવન કરો. કેવા શુદ્ધાત્માનું સેવન કરવું? કે-“હું તો” એ તો નહીં. એ તો નહીં, બીજા તો નહીં પણ “હુતોશુદ્ધ ચૈતન્યમય એક પરમ જયોતિ જ સદાય છું. શું કહ્યું? હું પ્રગટ જ છું. જે ભાવ પ્રગટ થાય છે તે હું નથી. એ નીચે આવશે.
પ્રગટ છું અને પ્રગટ થાય છે. દ્રવ્ય સ્વભાવ તો પ્રગટ છે અને પરિણામ તો પ્રગટ થાય છે. (તે હું નથી.) એ પરિણામ પ્રગટ થાય છે તેના લક્ષણથી મારું લક્ષણ વિરુદ્ધ છે. આમાં આવશે. આમાં (શાસ્ત્રમાં) જ બધુ લખેલું છે. આમાં જે લખેલું છે તેનો સ્વાધ્યાય ચાલે છે.
અને આ જે ભિન્ન ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી.” આ જે શુદ્ધાત્મા છે તેની ભાવના ભાવું છું. આહાહા ! અને આ જે ભિન્ન લક્ષણવાળા ભાવો છે તેની ભાવના ભાવતો નથી. ઉપર જે કહ્યું તે આત્માનું શુદ્ધ અને એક લક્ષણ છે. જે એક ચૈતન્યમય અને પરમ જયોતિ જે છે આત્મા, આવા આત્માની ભાવના ભાવું છું-તેમ જ્ઞાનીઓ કહે છે. તમે પણ તેની ભાવના ભાવો તો જ્ઞાની થઈ જશો.
આ જે ભિન્ન લક્ષણવાળા જે ચાર પ્રકારના પર્યાયના ભેદો એટલે પ્રકારો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય તેનું લક્ષણ આત્મદ્રવ્યથી ભિન્ન છે. એ સમ્યગ્દર્શનનું લક્ષણ મારા લક્ષણની સાથે મળતું નથી. હું નિત્ય અને સમ્યગ્દર્શન અનિત્ય છે. હું નિરપેક્ષ અને સમ્યગ્દર્શન સાપેક્ષ છે. હું અનાદિ અનંત અને સમ્યગ્દર્શન સાદિ સાંત છે. તે એક સમયના આયુષ્યવાળી પર્યાય છે એ જાણવાનો વિષય છે પણ ક્યારે? જ્યારે દ્રવ્ય જણાય ત્યારે જાણવાનો વિષય બને છે એના વિના એ જાણવાનો વિષય બનતો નથી.
આહાહા ! અધ્યાત્મની શું વાત તેમાં દ્રવ્યાનુયોગ અને તેમાં સમયસાર અને નિયમસાર અને તેમાં નિયમસારના ટીકાકાર અતિઆસન્નભવ્ય જેના મુખમાંથી પરમાગમ ઝરે છે. પોતે લખે છે હોં ! અમારા મુખમાંથી પરમાગમ ઝરે છે.
“અને આ જે ભિન્ન લક્ષણવાળા” એટલે-કે મારા લક્ષણથી, મારા ચિતથી તેનું ચિહ્ન જુદું છે. મારામાં જે અંધાણ છે એવું એંધાણ તેમાં મને દેખાતું નથી. માટે હું તેની ભાવના ભાવતો નથી. આહા ! એ ભાવ હોય છે. એ ભાવ ના સ્થાને છે તો પણ તેની ભાવના ભાવતો નથી. હું તો એકની ભાવના ભાવું છું એકની ભાવના ભાવું છું અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૩૬
પ્રવચન નં:- ૧૩ ગાથા-૫૦ અનેક ભેદો જ્ઞાનના જ્ઞેયપણે, સહજ ભેદની સન્મુખ થયા વિના, અને આત્માથી વિમુખ થયા વિના એ પરિણામો જ્ઞાનમાં જણાય છે. એના લક્ષણ મારાથી ભિન્ન-જુદાં છે. આહા ! આત્માનું લક્ષણ અને કેવળજ્ઞાનનું લક્ષણ બન્ને જુદા છે. આત્માનું જે લક્ષણ છે તે કેવળજ્ઞાનનું લક્ષણ નથી.
આહા ! ક્ષાયિકભાવની પરિણતી કેવળજ્ઞાનનું લક્ષણ છે. અને મારું લક્ષણ તો ઉ૫૨ ૫૦ ગાથામાં આવી ગયું છે. આહાહા ! અંતઃતત્ત્વની વાતમાં, સ્વદ્રવ્યની વાતમાં મારું લક્ષણ આવ્યું હતું. પરમ પારિણામિભાવ જેનું લક્ષણ છે એવા કારણ સમયસાર માત્ર હું છું. અને જે આ પ્રગટ થયેલાં, પ્રગટ થતાં એટલે કે આવતાં અને જતાં પરિણામો છે તે મહેમાનો છે. એ ઘરધણીનું લક્ષણ નથી. ઘરધણીનું લક્ષણ જુદું અને મહેમાનનું લક્ષણ જુદું છે. એ તો બધાને અનુભવ છે કે નહીં ? ઘરધણીનું લક્ષણ એ મહેમાનનું લક્ષણ થઈ જાય તો તો પછી મકાનમાં એનો ભાગ લાગી જાય પછી તે સરકારમાં અરજી કરે તો સ૨કા૨ તે અરજીને માન્ય કરે નહીં. સરકાર ના કહે–તમે માલિક નથી તમે પાંચ, પંદર દિ', મહિનો, બે મહિના, છ મહિના તમે આવ્યાં, રહ્યાં અમે તમારું સ્વાગત કર્યું અને તમે માલિક થઈ ગયા ? તમે એના માલિક નથી. માલિક એક જ હોય અને મહેમાન અનેક હોય. આ દૃષ્ટાંત પણ સમજવા જેવો છે... હોં !
મહેમાન તો અનેક પ્રકારના આવે. મિત્રો આવે, વેવાઈવેલા આવે, સાધર્મી ભાઈઓ પણ મહેમાન તરીકે આવે, પરંતુ મહેમાન અનેક છે અને મકાનધણી એક છે માલિક એક છે તેમ હું ભગવાન આત્મા શુદ્ધ એક જ છું. અને એ જે મારાથી ભિન્ન લક્ષણવાળા પ્રગટ થતાં ભાવો તે અનેક છે. વિવિધ લક્ષણવાળા એટલે વિધ-વિધ પ્રકારના, અનેક પ્રકારના તે ભાવો છે. આત્મા એક અને મહેમાન અનેક અને એ મહેમાનનું લક્ષણ પણ ઘ૨ધણીથી જુદું છે. મહેમાને તો બિસ્ત્રો મૂક્યો શું અને ઉપાડયો શું ?
“ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો ” વિવિધમાં અનેક પ્રકારના કહ્યાં. મહેમાનમાં અનેક પ્રકાર કહ્યાં જ્યારે ઘરધણીનો પ્રકાર એક જ હોય, ઘ૨ધણી બદલે નહીં. તે આવે નહીં અને જાય નહીં. તે તો ત્યાંને ત્યાં ઘરમાં રહેતો હોય. કોઈ મહેમાન મુંબઈમાં આવે તો તે એમ કહે કે–આજ હું આવ્યો છું, કાલ મલાડમાં મારા સગાં વ્હાલાંને ત્યાં જાઉં છું. તે લાંબું ટકતા નથી. વિવિધ એટલે અનેક પ્રકારનાં વિધવિધ પ્રકારના આ દૃષ્ટાંતની સાથે મેળ ખાય એવો સિદ્ધાંત છે.
આહાહા ! પણ એ પરિણામને, તેને એ મહેમાન નથી લાગતાં. આહા ! પરિણામને જો મહેમાન તરીકે જાણે તો ઉપેક્ષા આવી જાય છે. તો ભેદોમાંથી હું પણાની બુદ્ધિ એટલે પર્યાય દેષ્ટિ છૂટી જાય છે. પર્યાયનું જ્ઞાન તે પર્યાય દૃષ્ટિનું કારણ નથી. આહા ! જોઈ લ્યો ! વળી ઘણાં એવા નીકળે.. કે પર્યાયનું જ્ઞાન કરશો તો પર્યાય દૃષ્ટિ થઈ જશો. આ વાત ક્યાંથી
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૩૭ આવી ? તારા અજ્ઞાનમાંથી આ વાત આવી છે. પર્યાયનુંજ્ઞાન તે પર્યાય દૃષ્ટિનું કારણ નથી. પર્યાયમાં આત્મબુદ્ધિ થવી તે પર્યાયષ્ટિનું કારણ છે. અરે ! તમે પર્યાયની વાત કરો છો ! તમે ભેદની વાત કરો છો ! તેને સૂગ આવે છે, તેને દ્વેષ આવે છે. તેને પર્યાય ઉપર દ્વેષ છે.
આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી.” આ ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે એમ અમારા જ્ઞાનમાં આવે છે. તો પણ તે હું નથી. “આ હું છું', અને તે હું નથી. ‘આ’ અને ‘તે' બે વચ્ચે ભેદ પાડયો. ભેદ પાડયો કે નહીં? “આ” અને “તે” પર્યાયના વિશેષણમાં ‘આ’ ન આવ્યું. આહા! આ તો બધા ગંભીર મંત્રો છે. ભાવો બ્રહ્માંડના ભર્યા છે. શક્તિ અનુસાર તેમાંથી કાઢી શકે છે. ગણધર પણ કહે છે કે-આમાં તો ઘણું ભર્યું છે. પણ અમે કાઢી શકતા નથી. આહા ! આચાર્ય ભગવાનને ત્રણ કષાયનો અભાવ છે. ક્ષણે અને પળે આનંદનું ભોજન કરનારા ધર્માત્મા છે તે સવિકલ્પમાં આવીને કલમ ચલાવે છે.
ભિન્ન લક્ષણવાળા વિવિધ. વિવિધ એટલે અનેક પ્રકારના ભાવો. ભાવો એટલે પરિણામો દ્રવ્યનું વિશેષણ છે ભાવ અને પર્યાયનું વિશેષણ ભાવો છે. પરિણામોમાં બહુવચન લાગ્યું કેમકે પરિણામો અનેક પ્રકારના છે, અને દ્રવ્ય એક પ્રકારનું છે.
પરમ ભાવ કહ્યું ને ? પરમભાવ તે દ્રવ્યનું વિશેષણ છે. ભાવ એક વચન છે. જ્યારે પરિણામનું વિશેષણ ભાવો છે. વિવિધ પ્રકારના જે ભાવો એટલે પર્યાયો, પરિણામો પ્રગટ થાય છે. પ્રગટ થાય છે એમ જ્ઞાનમાં જણાય છે. તો પણ તે હું નથી. આ હું છું અને તે હું નથી. જે પ્રગટ ભાવ છે તે હું છું અને જે પ્રગટ થાય છે તે હું નથી. આહા ! તેને સમ્યક્ એકાન્તપૂર્વક અનેકાન્તનું જ્ઞાન કહેવામાં આવે છે.
જ્યાં પર્યાય આત્મામાં નથી એમ કહ્યું ત્યાં તેને પર્યાય આત્મામાં નથી તે એમ ન સમજાયું અને પર્યાય નથી તેમ માનીને એકદમ દોડવા માંડયો. એલા ! તું ઉભો તો રહે! તું શું સમજયો? તું મુઠ્ઠી વાળીને ભાગ્યો અને સાંખ્યમતિ થઈ ગયો. એલા ! અમે એમ
ક્યાં કહીએ છીએ કે પર્યાય નથી ! અમે એમ કહ્યું કે-આત્માના ત્રિકાળી સ્વભાવભાવમાં પરિણામનો અભાવ છે. અને તે વિચાર્યું કે પરિણામનો અભાવ છે, પરિણામ જ નથી. પરિણામ નથી એમ જૈનદર્શન કહેતું જ નથી “પરિણામ છે પણ તે પરિણામ મારામાં નથી. કેમકે મારા લક્ષણની સાથે એનું લક્ષણ મળતું આવતું નથી. હું પ્રગટ છું અને આ ભાવો તો પ્રગટ નવા નવા સમયવર્તી થાય છે. આવે છે ને જાય છે એ પરિણામ પણ અનેક પ્રકારના છે. એક જ પ્રકારના પરિણામ પ્રગટ થતા નથી. એ ભાવો પ્રગટ થાય છે પરંતુ જે પર્યાય પ્રગટ થાય છે તે હું નથી.
આ હું છું અને તે હું નથી. આ દ્રવ્ય અને પર્યાય વચ્ચેના ભેદજ્ઞાનની વાત ચાલે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૩૮
પ્રવચન નં:- ૧૩ ગાથા-૫૦ જેને સંયોગ મારા છે તેમ ભાસે છે તે તો તીવ્ર મોહી જીવ છે. એ તો તીવ્ર મોહી છે. હજુ શ્રદ્ધામાં ૫૨ દ્રવ્યમાંથી બુદ્ધિ ખસતી નથી. આ શ્રદ્ધા અપેક્ષાએ વાત ચાલે છે. હજી તને શ્રદ્ધામાંથી પરદ્રવ્યનો ત્યાગ થયો નથી તો શ્રદ્ધામાં પરિણામનો ત્યાગ એ તને નહીં બેસે. ૫રદ્રવ્યની સ્વામિત્ત્વ બુદ્ધિ હજુ ઘોળાય છે, અને તું કહે છે કે પરિણામ મારા નથી, હું એનો સ્વામી નથી, એ વાત સુસંગત નથી. આ વિવિધ પ્રકારના ભાવો જે પ્રગટ છે તે હું નથી. તે હું નથી.. કારણ કે-આહા ! કારણ આપીને તો કહે છે. લોજીકથી અને ન્યાયથી તો સિદ્ધ કરે છે. કારણ તો આપતા આવે છે કે –કેમ એવું નથી ? પર્યાય પ્રગટ થાય છે હોં ! જો પર્યાય જ પ્રગટ થતી નથી તો તે મૂંઢ–અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ આત્મા છે. સંયોગ આવે છે ને જાય છે, સંયોગ જ નથી એમ નથી.
પર્યાય પ્રગટ થાય છે. પરંતુ તેનું લક્ષણ મારા લક્ષણથી ભિન્ન છે. જેથી‘ તે હું’ નથી. ‘ તે હું ’ નથી... એટલે ‘ તે ’નું જ્ઞાન તો થયું પરંતુ તે જ્ઞાન મારાપણે ન થયું. ‘ તે ’ નું જ્ઞાન ‘તે ’ ના જ્ઞાનપણે થયું. ‘ તે ’ તેનામાં છે અને હું મારામાં છું. ‘ તે હું’ નથી. હવે ‘ તે હું નથી.’ અનુભૂતિ પણ આત્મા અને સમ્યગ્દર્શન પણ આત્મા છે. એમ તો આવે છે.
આ તમે શું કહ્યું ? ધર્મના પરિણામ જે પ્રગટ થાય છે તે પ્રગટ થાય છે માટે મારા નથી. હું તેનો સ્વામી નથી, હું તેનો કર્તા નથી, પરિણામ પરિણામથી થાય છે. પરિણામ મારાથી થતા નથી, કેમકે હું તો અકર્તા છું. પરિણામ તેના ષટ્કારથી પ્રગટ થાય છે. એનો સ્વભાવ વ્યય થવાનો છે માટે વ્યય થાય છે. હું તેને વ્યય પણ કરતો નથી. ઉત્પાદક નથી એટલે હું તેના વ્યયનો કરનારો પણ નથી. આહા ! એક સમયનું સત્ તેના સ્વઅવસરે, તેની જન્મક્ષણે પ્રગટ થાય છે. તેને નિમિત્તે પ્રગટ કરી શક્યું નથી અને હું પણ એનો પ્રગટ કરનારો નથી. પ્રગટ થાય છે, પ્રગટ કરું છું તેમ નથી લખ્યું.
ન
આમાં શું લખ્યું છે ? આ જે વિવિધ પ્રકારના પરિણામો પ્રગટ થાય છે એમ લખ્યું છે. હું એને કરું છું માટે તે હું નથી એમ ન હોય. એ પરિણામને હું કરું છું એમ જો તારા અભિપ્રાયમાં હોય તો તે પરિણામમાં તને આત્મબુદ્ધિ થઈ ગઈ, તેથી તે પરિણામનો કર્તાપણાનો નિષેધ તારા અભિપ્રાયમાં જ્ઞાનમાં આવી શકે નહી. તો તું તેનો સ્વામી થઈ ગયો.
હું એને પ્રગટ કરતો નથી પરંતુ પ્રગટ થાય છે એમ જ્ઞાનમાં જણાય છે. હું પ્રગટ કરું છું તેમ મારા શ્રદ્ધાનમાં તો નથી પરંતુ મારા જ્ઞાનમાં એમ જણાતું નથી. આહા ! એક શ્લોક તો બેડો પાર કરી છે એમ છે. આ એવી ચીજ છે.
આહા ! પ્રગટ થાય છે તેમ લખ્યું છે કે-પ્રગટ કરું છું તેમ લખ્યું છે આહાહા ! જે સ્વયં એના સ્વ અવસરે એનો જન્મક્ષણ પર્યાયનો હોય ત્યારે પ્રગટ થાય, થાયને થાય જ. એના કાળક્રમમાં પ્રગટ થવાનો એનો સમય પણ ફરતો નથી. આહા ! એ પર્યાયનો
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૩૯ સમય એનો હોય તેની પહેલાં પણ પ્રગટ ન થાય અને પછીના સમયે પણ પ્રગટ ન થાય. એના સ્વકાળે જ એ પરિણામ પ્રગટ થાય છે તેમ જણાય છે. પરંતુ એ પરિણામને હું કરું છું માટે પ્રગટ થાય છે એમ મારા સ્વભાવને વિશે ત્રિકાળ નથી, એવા અકર્તા આત્માની ભાવના ભાવું છું.
હું જ્ઞાયક છું માટે અકર્તા છું. શું કહ્યું? હું જ્ઞાયક છું માટે અકર્તા છું. આહા ! જે જાણે છે તે કરતો નથી. અને જે કરે છે તે જાણતો નથી. પ્રગટ થાય છે તેમ લખ્યું છે. પરંતુ પરિણામને પ્રગટ કરું છું તેમ લખ્યું છે? એવું કર્તાપણું આત્માના સ્વભાવ વિષે નથી. પ્રગટ થાય છે એમ મારા જ્ઞાનમાં તો જણાય છે. છે, તેનો નિષેધ હોય? તેનો નિષેધ ન હોય. પરંતુ પરિણામ તે હું નથી.
કારણ કે તે બધાય-એ સઘળાય, ભિન્ન લક્ષણવાળા વિધ-વિધ પ્રકારના એટલે અનેક પ્રકારના ભાવો “તે બધાય મને પરદ્રવ્ય છે.” અનેક પ્રકારના ભાવો છે માટે સઘળાય કહ્યું, તે બધાય મને પરદ્રવ્ય છે. આ નિમિત્ત પરદ્રવ્ય છે તેની વાત નથી. પરંતુ જે અનાદિ મિથ્યાષ્ટિને પર્યાયષ્ટિ થઈ છે એટલે પર્યાયમાં આત્મબુદ્ધિ થઈ છે તેને
જ્યાં હવે હું શુદ્ધાત્માને એવું છું, ભાવું છું... એમ દ્રવ્યપર દૃષ્ટિ જતા આ પરિણામો પ્રગટ થાય છે તે હું નથી કેમકે તે મારા લક્ષણથી મળતા નથી હું પ્રગટ છું અને તે પ્રગટ થાય છે તેથી બધાં મને પરદ્રવ્ય છે. સમ્યગ્દર્શન પરદ્રવ્ય છે. આ ચારિત્રવંત સાધક કહે છે. જે ત્રણ કષાયના અભાવપૂર્વકનો આનંદ પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે.
આહા.. હા ! જે પ્રગટ થાય છે તેનું લક્ષણ અનિત્ય છે અને મારું લક્ષણ નિત્ય છે. નિત્ય અને અનિત્યના લક્ષણભેદે ભેદ હોવાથી તે પરિણામ મારા નથી. આ પ્રગટ થયેલો આનંદ તે પરદ્રવ્ય છે. પાંચ મહાવ્રતના પરિણામ તો પરદ્રવ્ય છે પરંતુ ચાર પ્રકારના ભાવોમાં ઉપશમ, ક્ષયોપશમ, અને ક્ષાયિક સમ્યગ્દર્શન પણ મને પરદ્રવ્ય છે.
એ. પર દ્રવ્ય છે તેમ ક્યાંથી કાઢયું? આહા ! આ ભીંત પરદ્રવ્ય છે એમ સ્થાપવામાં પણ અમારું જ્ઞાન હવે રોકાતું નથી. દેવ-શાસ્ત્ર-ગુરુ પરદ્રવ્ય છે તેમ બહુ લાંબે સુધી અમારું જ્ઞાન લંબાતુ નથી. અમારું જ્ઞાન નિષેધમાં આવી જાય છે. આ પરિણામ જે પ્રગટ થાય છે તે હું નથી. પરંતુ જે પ્રગટ છે તે હું છું. પ્રગટ છે તે હું છું અને પ્રગટ થાય છે તે હું નથી. પ્રમાણના વિષયમાં વિધિ અને નિષેધથી આત્માનો અનુભવ કરી લ્ય છે. એક એક ગાથા, અને એક એક શ્લોક, ભવના અંત આવી જાય તેવી વાત છે. આહા ! ભવનો અંત તો આવે છે.. પણ, જેમાં ભવ જ નથી એવો હું છું. આવા શુદ્ધાત્માની ભાવના ભાવતાં-ભાવતાં પર્યાયમાં ભવનો અંત આવી જાય છે. મારામાં તો ભવ જ નથી માટે અંત આવી જાય એવું પણ તેમાં લાગુ પડતું નથી. આહા ! જેમાં એ ભવ થાય છે એમાં પણ ભવનો અભાવ થઈ જાય છે. શુદ્ધાત્માની ભાવના ભાવતા ભવનો અભાવ થઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૪૦
પ્રવચન નં:- ૧૩ ગાથા-૫૦
જાય છે.
‘ તે બધાય ’ તે બધાય મને ૫૨દ્રવ્ય છે. ગુરુદેવને નહીં, અરિહંતને નહીં, આચાર્ય ભગવાનને નહીં, તને નહીં પરંતુ મને. મને આ પરદ્રવ્ય છે. શું પરદ્રવ્ય છે ? આ પરદ્રવ્ય કોનું વિશેષણ છે ? પર્યાયોનું વિશેષણ ૫૨દ્રવ્ય છે. અહીંયા ચાર પ્રકારના જે ભાવો કહ્યાં ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ.. જે નવાં વિધ-વિધ પ્રકારના લક્ષણભેદે ભેદ હોવાથી પ્રગટ થાય છે તેનો લક્ષણભેદે ભેદ હોવાથી.. આહાહા... ! પ્રદેશભેદે ભેદ છે. તેથી તે પરદ્રવ્ય છે હોં !
આહા ! ગુરુદેવને એના પ્રગટ થયેલા ભાવો પરદ્રવ્ય છે. એમની વાત તો હવે શું કરવાની! ગુરુની સામે અમારે ક્યાં જોવું છે? આહા ! ગુરુદેવની સામે જોવાનો હવે અવસર નથી. અનંતકાળથી તીર્થંકરની સામે જોયું હવે તો આ નિજ પરમાત્મ દ્રવ્ય સામે જોવાનો કાળ આવ્યો છે. તેનાં ઉ૫૨ દૃષ્ટિ દેતાં એક જ્ઞાન એવું પ્રગટ થાય છે તે એમ જાણે છે કે–આ બધા ભાવો જે પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે.
આહા ! જે શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરે તે ભાવ મને ૫દ્રવ્ય છે. શું કહ્યું ? જે ભાવ મને પ્રગટ કરે. આહાહા ! જે પરિણામ અતીન્દ્રિયજ્ઞાનરૂપ પ્રગટ થાય છે. તે પ્રગટ થઈને મને પ્રગટ કરે છે તે પ્રગટ થઈને મને પ્રસિદ્ધ કરે છે... તેથી એ પરિણામ મને પરદ્રવ્ય છે. આ અનુભૂતિ તે પરદ્રવ્ય છે. અનુભૂતિનો વિષય છે તે સ્વદ્રવ્ય છે. આ શ્લોક સારો ચાલ્યો હવે ૭૧ કળશ લઈને પછી પાંચ રત્નોની ગાથા લેવી છે.
તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા એ શબ્દો લખ્યા છે. આપણા પંડિતરત્ન હિંમતભાઈએ આહા ! તેમણે ગુજરાતી કર્યું છે હો ! ગુજરાતી જીવોને માટે એ પંડિતજી આપણા ઉપકારી છે. હિંદીમાં જેવું ભાવભાસન થાય તેના કરતાં માતૃભાષામાં ભાવભાસન વધારે થાય છે. એ અપેક્ષાએ વિચારવામાં આવે તો પણ ગુજરાતી સમાજ ઉપ૨ તેઓશ્રીનો ઉ૫કા૨ છે. સજ્જનો ઉપકારને ઓળવતા નથી. આહા ! જે જે પ્રકારની ઉપકારની મર્યાદા હોય તેતે પ્રકારે, તેનાથી આગળ પણ તેની મર્યાદા હોઈ શકતી નથી. જે પ્રકારનો ઉ૫કા૨ હોય તે-તે પ્રકારે સજ્જનો તેના ઉપકારને ઓળવતા નથી.
66
કળશ ૭૧મો છે. “ જે સુબુદ્ધિઓને તેમ જ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે.” પ્રથમથી જ એટલે અનાદિથી જ આહાહા !‘ જ ’ શુદ્ધતા છે. જે જીવો છે તે બધાના પરિણામથી બે પ્રકાર પાડવામાં આવે છે. વ્યવહારનય જેના બે પ્રકાર પાડે છે કે –આ સમકિતી અને આ મિથ્યાર્દષ્ટિ, આ બહિર્આત્મા અને આ અંતરઆત્મા એ બધાં પરિણામોના વિશેષણો છે. તેમાં આત્માના વિશેષણો નથી.
એ સુબુદ્ધિ હો ! કે કુબુદ્ધિ હો ! કુબુદ્ધિના સંયોગમાં રહેલો ભગવાન આત્મા અને સુબુદ્ધિના પરિણામના સંયોગમાં રહેલો શુદ્ધાત્મા બન્ને સમાન જ છે. આહાહા ! સંયોગ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૪૧ અને સ્વભાવ એ બે ત્રણકાળમાં એક થઈ શકે નહીં. મહેમાન અને ઘરધણી કદી એક થઈ શકે નહીં.
આહા હા ! તે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ પહેલેથી જ, અનાદિથી જ શુદ્ધતા છે. આહાહા ! શુદ્ધતા પ્રગટ થાય છે તેની સામે અમારું લક્ષ નથી. બીજું જે શુદ્ધનયનો વિષય એવો શુદ્ધાત્મા છે તેમાં શુદ્ધતા પ્રગટ પણ થતી નથી. આ શ્લોકમાં બહુ સૂક્ષ્મવાત કરે છે. - સુબુદ્ધિઓને એટલે સમ્યગ્દષ્ટિઓને અને સાધક ધર્માત્માઓને એના પરિણામમાં શુદ્ધતા પ્રગટ થઈ અને જે કુબુદ્ધિઓ છે જેના પરિણામમાં અશુદ્ધતા પ્રગટ થઈ રહી છે તે બે પ્રકારના પર્યાયના સંયોગમાં રહેલો તેનો ત્રિકાળી સામાન્ય એકરૂપ સ્વભાવભાવ છે એ તો પ્રથમથી જ શુદ્ધ છે. પર્યાય શુદ્ધ થઈ માટે આત્મા શુદ્ધ થયો અને પર્યાય અશુદ્ધ છે માટે આત્મા અશુદ્ધ છે એમ ત્રણકાળમાં નથી. એ તો પ્રથમથી જ શુદ્ધ રહેલો છે.
આહાહા: આ શુદ્ધભાવ અધિકાર ચાલે છે. આ વ્યવહારનો અધિકાર નથી પણ નિશ્ચયનો અધિકાર છે. સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે. “તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું”? કાંઈ પણ ભેદ એટલે તફાવત હું કઈ નયથી જાણું?
કહે છે? આત્મા પ્રથમથી જ શુદ્ધ છે. તેને જાણનારું જે જ્ઞાન છે તે એક જ પ્રકારનું છે. કેમકે સામે વસ્તુ એક જ પ્રકારની છે. વસ્તુ છે તે પોતે મિથ્યાષ્ટિ કે સમ્યગ્દષ્ટિ થતી નથી. વસ્તુ પોતે પ્રથમથી જ શુદ્ધ છે. તેથી તેને જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞાન પણ એક જ પ્રકારનું છે. વસ્તુ એક પ્રકારની તો તેને જાણનારું જે જ્ઞાન છે એ જ્ઞાન પણ એક જ પ્રકારનું છે. કેમ કે વસ્તુમાં બીજો પ્રકાર નથી. કુબુદ્ધિ કે સુબુદ્ધિ તે વસ્તુનો ધરમ નથી. વસ્તુ તો પહેલેથી જ પ્રથમથીજ, અનાદિથી જ શુદ્ધ છે. તો હવે તેમનામાં હું કઈ નથી ભેદ કરું જાણું? આ આત્મા અશુદ્ધ છે અને આ આત્મા શુદ્ધ છે? આ આત્મા મિથ્યાદેષ્ટિ છે ને આ આત્મા સમ્યગ્દષ્ટિ છે? કેમકે ભગવાન આત્મા એક છે તો તેને જાણનારી નય પણ એક જ છે. તેનામાં બે પ્રકાર નથી, માટે શ્રુતજ્ઞાનમાં પણ બે પ્રકાર દેખાતા નથી. આ ઊંચા પ્રકારની વાત શાંતિથી સાંભળવા જેવી છે.
પ્રશ્ન:- સાધકને નિશ્ચયનય અને વ્યવહારનય બે કહી છે ને?
ઉત્તર:- સાંભળ! સાંભળ! જ્યારે શુદ્ધાત્માને જાણે છે ત્યારે તે શુદ્ધનયથી આત્માને શુદ્ધ જાણે છે. એ સાધક આત્માનો જે વિષય છે શુદ્ધઆત્મા તેમાં બીજો પ્રકાર નથી. માટે તેને જાણનારું જ્ઞાન પણ બીજારૂપે મારામાં પ્રગટ થતું નથી. કેમ કે વસ્તુ એક છે અને શુદ્ધ છે, તો અહીંયા જ્ઞાન પણ એક જ પ્રકારનું પ્રગટ થાય છે. મારા શ્રુતજ્ઞાનમાં વ્યવહારનય પ્રગટ થતો જ નથી. કેમકે શુદ્ધાત્મા એક જ પ્રકારનો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨
પ્રવચન નં:- ૧૩ ગાથા-૫૦ શુદ્ધાત્મા એક પ્રકારનો હોવાથી તેને જાણનારું જ્ઞાન પણ એટલે શુદ્ધનય પણ એક જ છે. અશુદ્ધનય મને પ્રગટ થતી નથી. કેમકે અશુદ્ધનય ક્યારે પ્રગટ થાય ? કે વિષયમાં જો સાથે અશુદ્ધનયનો વિષય હોય તો તો એવું જ્ઞાન પ્રગટ થાય. બહુ ઝીણી અને સૂક્ષ્મવાત છે. જરા સમજવા જેવી છે.
શું કહે છે? આ પ્રમાણના પક્ષપાતી જીવને નહીં સમજાય. વ્યવહારના પક્ષવાળા જીવને આચાર્ય ભગવાનના અંતરના ઊંડાણમાંથી, અનુભવમાંથી આવેલી વાત નહીં સમજાય. આવી વાત તો ક્યાંક ક્યાંક કોઈ જગ્યાએ વિરલ મળે, બાકી મળે તેવી નથી. આહા ! તેવી વાત છે.
આહાહા ! શુદ્ધનય એક જ છે એમ સમયસારની અગિયારમી ગાથામાં કહ્યું ગુરુદેવે બે-ત્રણ વખત કહ્યું કે-“શુદ્ધનય તો એક જ છે ને!” શુદ્ધનયનો બીજો પ્રકાર નથી. એક શુદ્ધનય અને બીજી અશુદ્ધનય, એક નિશ્ચયનય અને બીજી વ્યવહારનય એમ નથી. શુદ્ધનય એક જ છે.
શુદ્ધનય એક કેમ છે? તેનું કારણ આપે છે. સામો જે વિષય છે તેને જાણનાર જ્ઞાન છે તે શુદ્ધનય છે આ ત્રિકાળ નિષ્ક્રિયની વાત નથી પરંતુ જ્ઞાનના જે પરિણામ પ્રગટ થાય છે તે જ્ઞાનના પરિણામમાં શુદ્ધાત્મા એક જ પ્રકારનો છે. તે જ્ઞાનના પરિણામમાં શુદ્ધાત્મા એક જ પ્રકારનો છે. શુદ્ધાત્મામાં બીજો પ્રકાર જ નથી. બીજો પ્રકાર નહીં હોવાથી બીજી નય પણ ઉત્પન્ન થતી નથી. કેમકે સામો જે વિષય છે તે એકરૂપ, શુદ્ધ, અનાદિ અનંત એક છે તેથી તેને જાણનારું જ્ઞાન શુદ્ધનય તે એક જ પ્રકારનું છે.
આહા! વિષયોમાં બે પ્રકાર હોય તો વિષયોને પ્રસિદ્ધ કરનારના બે પ્રકાર હોય. વિષય સામો એક જ છે તે વસ્તુથી સિદ્ધ કરે છે. એ. વસ્તુની સિદ્ધિ કરે છે કે-વસ્તુ એક જ પ્રકારની છે. શુદ્ધતા અનાદિ અનંત છે તે કથંચિત્ શુદ્ધ નથી.
પદ્મપ્રભ મુનિરાજ કહે છે કે એમાં બીજો પ્રકાર મને દેખાતો નથી. તો આ આત્મા આ પ્રકારે પણ છે અને આ પ્રકારે પણ છે એવું શ્રુતજ્ઞાન મને પ્રગટ થતું નથી. મને વ્યવહારનય ઉત્પન્ન થતી નથી. કેમ? કે સામે વ્યવહારનયનો વિષય નહીં હોવાથી વ્યવહારનય પ્રગટ થતી નથી. સામો વિષય શુદ્ધ છે તેથી શુદ્ધનય એક જ પ્રગટ થાય છે. તેથી શુદ્ધનયથી બધા આત્માઓને હું શુદ્ધ જાણું છું. મારો આત્મા અશુદ્ધ છે તેમ હું જાણતો નથી. કેમકે આત્મામાં અશુદ્ધતા હોઈ શકે જ નહીં અશુદ્ધતા તો સંયોગમાં, બીજામાં છે, તેનામાં છે પરંતુ મારામાં નથી.
શુદ્ધાત્મા વસ્તુથી એક છે. આત્મ વસ્તુ.. વસ્તુ છે. અનાદિ અનંત બધા આત્માઓ શુદ્ધ છે. બધા આત્માઓ અનાદિ અનંત એક પ્રકારના છે, બીજા પ્રકારના આત્મા નથી. આ આત્મા પહેલા ગુણસ્થાનવાળો, આ આત્મા ચોથા ગુણસ્થાનવાળો, પાંચમા અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૪૩ તેરમાવાળો.. એમ રહેવા દે હવે! પર્યાયના ભેદનું લક્ષ છોડ! ત્વરિત છોડ! હમણાં છોડ! આ સમયે છોડી દે અને દ્રવ્યનું લક્ષ કર ત્યારે તને ભાન થશે કે-ઓહો ! શુદ્ધાત્મા તો એક જ પ્રકારનો છે, તેથી મને પણ જ્ઞાન એક જ પ્રકારનું પ્રગટ થયું. કેમ કે શુદ્ધાત્મા બીજા પ્રકારે છે એમ ન હોવાથી તેને જાણનારું જ્ઞાન પણ મને પ્રગટ થતું નથી.
જેમ સસલાને શીંગડા નથી તો સસલાના શીંગડાને પ્રસિદ્ધ કરનાર જ્ઞાન પણ પ્રગટ થતું નથી. સમજાય છે ? સસલાને શીંગડા જ નથી તો સસલું છે અને તેને શીંગડા છે કે કેમ બને? સસલાને શીંગડા જ નથી તો શીંગડાને જાણનારું જ્ઞાન પણ અહીંયા પ્રગટ થતું નથી. બહુ ઊંચા પ્રકારની વાત છે હોં ! આ એકદમ ટોંચની વાત છે.
આહાહા ! પરમાત્માની દૃષ્ટિ થઈ જાય તેવી વાત છે. શું કહે છે કે શુદ્ધાત્મા એક છે. શુદ્ધાત્મા એક જ છે. તે પ્રથમથી જ શુદ્ધ છે, અનાદિથી શુદ્ધ છે. વસ્તુ એક પ્રકારની છે તેથી અહીંયા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે એક જ પ્રકારનું છે.
મારી વસ્તુ એક પ્રકારની છે તો તેને જાણનારું જે જ્ઞાન મને પ્રગટ થયું એ પણ એક જ પ્રકારનું પ્રગટ થાય છે. વસ્તુ એક પ્રકારની છે તો તેની સન્મુખ થયેલું જે જ્ઞાન છે તે એક જ પ્રકારનું છે.
વ્યવહારનય મારામાં ઉત્પન્ન થતી નથી તેનું કારણ શું? કહે છે–વસ્તુમાં બીજું પડખું નથી, વસ્તુ એક પડખાંવાળી છે, વસ્તુમાં બીજું પડખું જ નથી. પર્યાયનું પડખું દ્રવ્યમાં નથી. જો દ્રવ્યમાં પર્યાય હોય તો પર્યાયને જાણનારું જ્ઞાન પણ મને પ્રગટ થવું જોઈએ પરંતુ દ્રવ્યમાં પર્યાય નથી તેથી તેને જાણનારું જ્ઞાન પણ ઉદય પામતું નથી. એવો વ્યવહારનય પ્રગટ થતો જ નથી. તો હું કયા નયથી જાણું કે આ મિથ્યાષ્ટિ છે ને આ સમ્યગ્દષ્ટિ છે. કેમ કે વસ્તુમાં સમ્યગ્દર્શન પણ નથી અને મિથ્યાદર્શન પણ નથી વસ્તુ તો વસ્તુ છે.
આહાહા ! વ્યવહારના પક્ષવાળાને, પ્રમાણના પક્ષવાળાને ન ગોઠ તો ન ગોઠો! પણ વસ્તુ સ્વભાવ તો આમ જ છે. આ કુંદકુંદભગવાન અને આચાર્ય ભગવાનઅનુભવી સંત કહે છે. તને ન બેસે તો વિચારકોટિમાં રાખજે. આ બહુ ઊંચા પ્રકારની વાતને ધારણામાં રાખીશ તો જ્યારે તને અનુભવ થશે ત્યારે તને શ્રદ્ધાની મજબૂતી માટે તે ટેકો આપશે જ્ઞાનીના વચનો છે પરંતુ વ્યવહારના પક્ષવાળાને ન બેસે.
આહા ! આત્મા બે પ્રકારનો નથી. આત્મા એક પ્રકારનો છે. પ્રમાણનો વિષય તે અનાત્મા છે. શુદ્ધનયનો વિષય એકલોજ અને એટલો જ આત્મા છે. આહા! શુદ્ધાત્મા એક જ પ્રકારે સામે છે તેથી તેને જાણનારું જ્ઞાન પણ એક જ પ્રકારે છે. સામી વસ્તુમાં બીજો પ્રકાર નથી. શુદ્ધ અને અશુદ્ધ એવી સામેની વસ્તુ નથી. સામી વસ્તુ અશુદ્ધ નથી તેથી જીવ અશુદ્ધ છે તેમ જાણનારું જ્ઞાન પણ મને પ્રગટ થતું નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪
પ્રવચન નં:- ૧૩ ગાથા-૫૦ આહાહા ! તેમનામાં કાંઈ પણ ભેદ હો! આહા! લેશમાત્ર કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું? કેમકે બીજી નય મારામાં પ્રગટ થતી નથી. તેનું કારણ શું? વસ્તુ એક જ પ્રકારની છે અને એ વસ્તુને હું એક પ્રકારે જ્યારે જોઉં છું, મીટ માંડીને મારા જ્ઞાનમાં જોઉં છું ત્યારે બીજી નય પ્રગટ થતી નથી. કેમ કે બીજીનયનો વિષય તેમાં નથી. અલૌકિક અને અદ્ભુત વાત છે.
આહાહા ! પ્રમાણના પક્ષવાળાને અનેકાન્તમાં અટકેલા આત્માઓનું અનેકાન્ત પણ અજ્ઞાન છે. અમે તો દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ માનીએ છીએ. સામાન્ય વિશેષાત્મક પદાર્થને માનીએ છીએ. ગુણપર્યાયવદ્રવ્યમ્-ઉત્પાદવ્યયધ્રુવયુક્ત સત્ તેને જીવ કહીએ છીએ. સાંભળ ! સાંભળ! તે બધી વ્યવહારની વાત છે. એ આગમના વચન છે. આતો દ્રવ્યાનુયોગના સિદ્ધાંતનો સાર છે. શાસ્ત્રમાંથી પણ આ સાર છે. તેમ આચાર્ય ભગવાન અનુભવીને કહે છે.
આ સુબુદ્ધિ અને આ કુબુદ્ધિ એમ દેખાતું નથી. કેમકે આત્મામાં એમ છે નહીં. આત્માનું એવું રૂપ નથી તો તેને જાણનારું જ્ઞાન પણ મારામાં પ્રગટ થતું નથી. એકદમ અનુભવીનું આ વાક્ય છે હોં ! ટંકોત્કીર્ણ અને અફર વાત છે. આહા ! તારે ફરવું પડશે પણ સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન અને અનુભવી સંતોનું જ્ઞાન ફરવાનું નથી.
એક દેખીયે જાનિયે રમી રહીએ ઈક ઠૌર” આહા ! ભગવાન આત્મા એક જ પ્રકારે છે. પરંતુ ભગવાન આત્મા આવો છે ને તેઓ છે, આમ છે, આવો થાય છે, આવો થાય છે, આવો થાય છે એ બધા વ્યવહારના જુઠ્ઠાલાલના કથન છે. એનું અવલંબન કરીશમાં આહાહા ! ગોબેલ્સ સોવાર વાત કરી તો દુનિયાને સારું લાગ્યું કે-રણમાં પાણી આવ્યું છે. એક વખત, બે વખત કહ્યું અને પછી બહાર પાડયું કે-કોઈ પણ જૂઠીવાતને, એકની એક વાતને સો વખત દોહરાવશો તો સામો માણસ તેને સાચું માનશે.
કોઈએ પ્રશ્ન કર્યો કે આવું જૂઠાણું તમે ક્યાંથી કર્યું ? તેણે કહ્યું, હું એક વખત, બે વખત કહું ત્યાં સુધી કોઈ માને નહીં, પરંતુ એકની એક વાત વારંવાર, વારંવાર ખોટી વાતને સો વખત કહું તો તેને એક વખત સાચી લાગશે. તેમ વ્યવહારનય અનાદિકાળથી જૂઠી વાત કરતી આવે છે અને વ્યવહારના પક્ષપાતી જીવોને એ વાત સાચી લાગે છે. તે જ તેનું અજ્ઞાન છે.
આહા ! વસ્તુ એક જ પ્રકારે છે. જો વસ્તુમાં બે પ્રકાર હોય તો બે નય હોય એ પ્રમાણ જ્ઞાનના વિષયમાં વસ્તુ બે પ્રકારે દેખાય છે, તેથી બે નય છે. પણ જે ઉપાયભૂત તત્ત્વ છે તે તો એક જ પ્રકારનું છે. અહીંયા શું સિદ્ધ કરવું છે? શુદ્ધાત્મા એક જ પ્રકારનો છે તેથી શુદ્ધનય પણ એક જ પ્રકારની છે. આહા ! એલા! બીજી નય ક્યાં ગઈ ? કેમકે બીજીનયનો વિષય આત્મામાં નથી, માટે બીજી નય ઉત્પન્ન થતી નથી. પછી ક્યાં ગઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૨૪૫
તેનો પ્રશ્ન જ નથી. આ ઘરે બહુ ચાલ્યું બે દિવસ પછી બધાએ માંગણી કરી કે જાહેરમાં
મંદિરમાં વાત કરવી.
પેલા ભાઈ કહે–આત્મા તો કુબુદ્ધિ અને સુબુદ્ધિ છે. અરે ! આત્મા ક્યાં કુબુદ્ધિ અને સુબુદ્ધિ છે. તમારી નજર ક્યાં ગઈ ભાઈ ! આહા. હા. ! એ સુબુદ્ધિ અને કુબુદ્ધિ તે બન્ને અનાત્મા છે. બન્ને અજીવ છે, જીવ નથી. એને શ્રદ્ધામાં જીવપણે લઈશમાં તેને જીવપણે ખતવીશમાં નહીંતર ખતવણીમાં ભૂલ થઈ જશે. ભાઈ ! શુદ્ધાત્મા એક જ છે તેથી તેને જાણનારું જ્ઞાન પણ એક જ છે. બીજી નય છે કે નથી તે અમે જાણતાં નથી. કેમકે તેમાં બીજો પ્રકાર અમને દેખાતો નથી. બીજો પ્રકાર હોય તો બીજા પ્રકારને જાણનારું જ્ઞાન પ્રગટ થાય. પણ આત્મામાં બીજો ભેદ કે બીજું પડખું નથી. પર્યાય તેમાં પ્રગટ થતી જ નથી માટે પર્યાયને જાણનારું જ્ઞાન વ્યવહારનયે પણ અમને પ્રગટ થતું નથી. કેમકે, અમે તો એકને જાણીએ છીએ અને એકને જ દેખીએ છીએ હું તો એકરૂપ છું એકરૂપ છું તેથી તેને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન પણ એકરૂપે શુદ્ધનયપણે પ્રગટ થાય છે. તેથી તેમનામાં કાંઈ પણ ભેદ તફાવત હું કઈ નયથી જાણું ?
આહાહા ! તેમનામાં, ખરેખર ! કાંઈ પણ ભેદ અર્થાત્ તફાવત કઈ નયથી જાણું ? કુબુદ્ધિ અને સુબુદ્ધિ અર્થાત્ પર્યાયના સંયોગમાં રહેલો આત્મા, નિગોદની પર્યાયના સંયોગમાં રહેલો ભગવાન આત્મા, સિદ્ધની પર્યાયના સંયોગમાં રહેલો ભગવાન આત્મા તેનો તફાવત એટલે કે આ સંસારી ને આ સિદ્ધ આહાહા ! હું કઈ નયથી કહું? કેમ કે ભગવાન આત્મામાં આવા બે પ્રકાર નથી હો! પહેલા બે પ્રકારે થયો અને પછી એક પ્રકારે જાણવામાં આવ્યો તેમ નથી. પ્રથમથી જ એક પ્રકારે છે.
આહાહા ! આ બધા શાસ્ત્રોમાં શબ્દો પડયાં છે હો ! પ્રથમથી જ એટલે પહેલેથી જ, અનાદિથી જ શુદ્ધતા છે. શુદ્ધતા પ્રગટ થાય છે તેમ નહીં, શુદ્ધતા છે. તો તેમનામાં કોઈ પણ ભેદ તફાવત–જુદાપણું હું કયા નયથી જાણું ? કેમ કે વસ્તુ એક જ છે તેથી મારા જ્ઞાનમાં વસ્તુ એક જ પ્રકારે દેખાય છે. જો વસ્તુમાં બે પ્રકાર હોત તો બીજા પ્રકારનું જ્ઞાન મને જન્મ પામત! પરંતુ મને બીજા પ્રકારનું જ્ઞાન જન્મ પામતું જ નથી. કેમકે હું શુદ્ધાત્મામાં બીજો પ્રકાર કે આ સુબુદ્ધિ અને આ કુબુદ્ધિએ પર્યાયોને દેખતો જ નથી. માટે શુદ્ઘનય એક જ છે કેમ કે શુદ્ધાત્મા એક જ છે. તે આત્મા આત્માને ઉપાદેય છે. આવા સિદ્ધાંતનું સેવન કરો કે હું તો સદાય શુદ્ધ એક ચૈતન્યમય આત્મજ્યોતિ છું. એવા મોક્ષાર્થી આત્માઓ આવા આત્માની ભાવના ભાવો બીજા નયે તમે જોવા જશો તો આત્મા દૃષ્ટિમાંથી છૂટી જશે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
પ્રવચન નં:- ૧૪ ગાથા-૫O શ્લોક – ૭૪
(શનિની ) न ह्यस्माकं शुद्धजीवास्तिकायादन्ये सर्वे पुद्गलद्रव्यभावाः। इत्थं व्यक्तं वक्ति यस्तत्त्ववेदी
सिद्धिं सोऽयं याति तामत्यपूर्वाम्।। ७४।। [શ્લોકાર્થ-] “શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી'-આમ જે તત્વવેદી સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. ૭૪. તા. ૨૬/૫/૭૯ પ્રવચન નં:- ૧૪ સ્થળ:- મુંબઈ ઝવેરી બજાર મંદિર
શ્લોક - ૭૪ : ઉપર પ્રવચન આ નિયમસાર શાસ્ત્ર છે. તેનો શુદ્ધભાવ અધિકાર છે અને તેની ૫૦ નંબરની ગાથા પછીનો શ્લોક છે. શ્લોક ૭૪ છે.
શુદ્ધ જીવાસ્તિકાયથી” એટલો શબ્દ છે. એક તો આ આત્મા છે તે નિત્ય શુદ્ધ છે. જીવ શબ્દ છે. એ જીવ શબ્દ એટલા માટે છે કે આત્મામાં જીવત્ત્વ શક્તિ છે. તેવા ચૈતન્યપ્રાણથી તે અનાદિ અનંત જીવી રહ્યો છે. તેથી આત્માને જીવ કહેવામાં આવે છે. જેમ આત્માને જ્ઞાનમય કહેવામાં આવે છે તેમ આત્માને જીવ કહેવામાં આવે છે.
જીવ કેમ કહ્યો ? ખરેખર આત્મા દશ પ્રકારના પ્રાણથી જીવતો નથી. પરંતુ એક આત્મામાં જીવન્ત નામની શક્તિ છે જે ૪૭ શક્તિમાં પહેલી જીવન્ત શક્તિ રહેલી છે. તો એ જીવન્ત શક્તિ એટલે અનાદિ અનંત જે ગુણ પારિણામિક ભાવે છે તેનાથી તે જીવી રહ્યો છે. તે નિત્ય શુદ્ધ છે. જીવત્વ શક્તિ હોવાથી તેનું નામ જીવ છે.
હવે અતિ એટલે શું? અતિ એટલે તેનું હોવાપણું છે અને કાય એટલે બહુ પ્રદેશી છે. શુદ્ધ-જીવ-અસ્તિ અને કાય આ ચાર શબ્દો એમાંથી શુદ્ધજીવાસ્તિકાયમાંથી નીકળે છે. શુદ્ધ એટલે નિત્ય શુદ્ધ, જીવ એટલે જીવન્ત નામની શક્તિથી અનાદિ અનંત જીવે છે, તેનું મરણ થતું નથી. જો ગુણનો નાશ થાય તો જ આત્માનો નાશ થાય. પરંતુ ગુણનો કદી પણ નાશ થતો નથી. માટે હું અવિનાશી છું. અતિ એટલે મારું હોવાપણું છે. અને કાય એટલે આત્મા બહુપ્રદેશી છે. એવા શુદ્ધ જીવાસ્તિકાયથી એટલે મારા શુદ્ધાત્માથી, મારા શુદ્ધ ભાવથી, મારા જ્ઞાયકભાવથી જુદા ભિન્ન ભાવો છે. આનાથી આ ભિન્ન છે. આનાથી એટલે મારાથી તે ભિન્ન છે.
હું કોણ ? હું શુદ્ધ જીવાસ્તિકાય તત્ત્વ અનાદિ અનંત એકરૂપ છું. એવો મારો શુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #295
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૪૭ ચિદાનંદ આત્મા એનાથી એટલે મારાથી એ ભાવો ભિન્ન છે. મારાથી અન્ય એટલે અનેરા-જુદા-ભિન્ન છે. એવા જે સઘળાય પરિણામો, મારા સિવાય જેટલા પરિણામો પ્રગટ થાય છે. જેટલા પ્રકારની અવસ્થા થાય છે તે અનાદિ અનંત અવસ્થા થયા જ કરે છે. કોઈ અવસ્થા થવી અટકી પડે તેમ કોઈ કાળે બનતું નથી. અવસ્થા ભલે થયા કરે પણ તે અવસ્થા મારાથી અન્ય છે. એ અવસ્થાથી હું અન્ય છું તેમ નહીં. મારી અવસ્થાથી જીવ જુદો છે એમ નહીં. મારા જીવતત્ત્વથી અન્ય (ભિન્ન અવસ્થાઓ પ્રગટ થાય છે. પરંતુ તેનાથી એટલે મારાથી, મારાથી તે ભાવો અન્ય, અનેરા, જુદા ભિન્ન એવા જે બધાં સઘળાય પરિણામો જે ચાર પ્રકારના છે ઉદય, ઉપશમ, ક્ષયોપશમને ક્ષાયિક તેમાં ચૌદ ગુણસ્થાનો સમાય જાય છે. તેમાં જીવ સમાસ આવી જાય છે. અને ચૌદ માર્ગણાસ્થાન પણ એ ચાર પ્રકારના પરિણામમાં આવી જાય છે. એ મારાથી અન્ય અનેરા-જુદા પરિણામો છે.
અન્ય એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી.” હું તો એક શુદ્ધ જીવાસ્તિકાય તત્ત્વ છું, અને જે અવસ્થાઓ પ્રગટ થાય છે. તેમાં કોઈ અવસ્થા તો કર્મના સભાવની અપેક્ષા રાખે છે અને કેટલાક પરિણામો કર્મના અભાવની અપેક્ષા રાખે છે. એટલે કે કેટલીક અવસ્થાઓ જડના સંયોગથી થાય છે. પુદ્ગલના સંયોગથી થતી હોવાથી તે પુદ્ગલના પરિણામ કહેવાય છે, અને કેટલાક પરિણામ પુદ્ગલના વિયોગથી ઉત્પન્ન થાય છે. તેથી તે પણ પુદ્ગલના પરિણામ છે. અન્ય એવા તે પરિણામ ચૈતન્યમૂર્તિથી ભિન્ન પુદ્ગલના ભાવો છે. આત્મા ચૈતન્ય સ્વભાવી છે, અને આ ચાર પ્રકારના ભાવો પુદ્ગલ સ્વભાવી છે. પુદ્ગલના ભાવોની વિદ્યમાનતા તો છે. પુદ્ગલની વિધમાનતા છે. અને આ પુદ્ગલના પરિણામો થાય છે તે બધા જે ભાવો છે તે મારાથી અન્ય, અનેરા, જુદા, ભિન્ન છે. એ બધાં પરિણામો વ્યવહારનયનો વિષય છે. તે સઘળાય એટલે બધાં પુદ્ગલદ્રવ્યના ભાવો છે. આ બહુવચન કર્યું. પુદ્ગલ દ્રવ્યનો ભાવ નહીં પણ પુદ્ગલદ્રવ્યના ભાવો છે.
એક પુદ્ગલ દ્રવ્યના ભાવો એવા છે કે જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય. અને વીસ પ્રકારની પર્યાય હોય. તે નોકર્મના પરિણામ છે. એક દ્રવ્યકર્મ છે એનામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ તો છે. તઉપરાંત અજ્ઞાનીના અજ્ઞાનનું નિમિત્ત પામીને એ પ્રકારના રસો એમાં ઉત્પન્ન થાય છે. તેથી તેને દ્રવ્યકર્મના પરિણામો-ભાવો કહેવામાં આવે છે. પુદ્ગલદ્રવ્યના ભાવો તે ખરેખર આત્મા નથી.
શું કહ્યું? શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય-અનેરાં-જુદાં પરિણામો મારા જ્ઞાનમાં જણાય છે. એ મારા જ્ઞાનમાં મારો શુદ્ધાત્મા પણ જણાય છે. શુદ્ધ જીવાસ્તિકાય હું છું તેવું જ્ઞાન પ્રગટ થાય છે. શુદ્ધ જીવાસ્તિકાય હું છું તેવું જ્ઞાન પ્રગટ થાય છે. શુદ્ધ જીવાસ્તિકાય હું છું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #296
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૪૮
પ્રવચન નં:- ૧૪ ગાથા-૫૦ તેવા જ્ઞાનની શક્તિમાં સ્વ૫૨પ્રકાશક શક્તિ હોવાથી તે ભાવો ઉપેક્ષારૂપે જણાય છે. આ બધા ભાવો મારાથી ભિન્ન છે, અન્ય છે એટલે તેના પ્રત્યે ઉપેક્ષા આવી જાય છે. આ ભાવો મારા નથી. તે ખરેખર આત્મા નથી.
આત્માતો એક જ પ્રકારનો છે. પ્રમત્ત અપ્રમત્ત તેવા આત્માના બે પ્રકાર નથી. આત્માના ચૌદ પ્રકાર કે સાત પ્રકાર કે નવ પ્રકા૨ એ આત્માના નથી. આત્મા તેનો કર્તા નથી. આહા ! એ બધા ભાવોને ઉત્પન્ન કોણ કરે છે! તો કહે છે કે-પુદ્ગલ કરે છે પણ હું તેનો કર્તા નથી. પુદ્ગલ કરે છે તે સિદ્ધ નથી કરવું પણ હું તેનો કર્તા નથી. હું અકર્તા છું. કેમકે તે મારાથી ભિન્ન છે. ૫૨માર્થ પ્રતિક્રમણમાં અકર્તાનું આવવાનું છે ને તેથી એ ભાવ ઘૂંટાય છે. આ કળશ પછી હમણાં અકર્તાનું આવશે.
આ ભીંત છે ને ભીંત એ નોકર્મ છે. તેનામાં ચાર પ્રકારના સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે. તેની વીસ પ્રકારની પર્યાયો થાય છે. સમજી ગયા ? પુદ્ગલની, નોકર્મની પર્યાયો ભિન્ન છે. નોકર્મ ભિન્ન છે અને કર્મ ભિન્ન છે. તે બન્ને એક જાતના પુદ્ગલ છે. પરંતુ ભીંતમાં ક્રોધ નથી, પરંતુ દ્રવ્યકર્મમાં તો ક્રોધના પરિણામ થાય છે. ભીંતમાં સુખ દુઃખના પરિણામ થતા નથી. પરંતુ દ્રવ્યકર્મમાં તો સુખ-દુઃખનો ૨સ અંદ૨માં ૨હેલો છે. હવે જ્યારે તેનો ઉદય આવે છે અને એમાં જોડાય છે ત્યારે અહીંયા તે સ્વભાવને ભૂલીને અજ્ઞાની ભાવકર્મને ઉત્પન્ન કરીને સુખ-દુઃખને વેદી લ્યે છે. આહા ! તે નિમિત્ત છે, અને અહીંયા નૈમિત્તિક ભાવે અજ્ઞાની ૫૨નું લક્ષ કરીને.. તે અનાદિકાળથી પરિણમી રહ્યો છે. હવે કહે છે લક્ષ ફેરવ.
66
લક્ષ થવાને તેને શાસ્ત્ર કહ્યાં સુખદાય.” આ શાસ્ત્રની રચના શેના (કોના ) માટે છે ? માત્ર શુદ્ધાત્માનું જ લક્ષ કરવા માટે આ શાસ્ત્રની રચના થઈ છે. એમાં એ આ જે શુદ્ધભાવ-શુદ્ધઆત્મા છે તે એક ને જ તેણે અનંતકાળથી લક્ષમાં લીધો નથી. એક સમય-ક્ષણમાત્ર તો લક્ષમાં લે!
કાલે જયોતિબેનના ઘેર ગયો હતો તો તેનો દીકરો રાજુ છે તે પૂછતો હતો કે–એક ક્ષણ પણ આત્માનો અનુભવ થાય તો ! મે કહ્યું એક ક્ષણ થાય તો બસ થઈ ગયું. એક ક્ષણ અનુભવ થાય તો બસ થઈ ગયું.
પરંતુ એ અનુભવ થાય કોને ? અને કેમ થાય ? જેનું ધ્યાન કરવું છે તેનું જો સ્પષ્ટ જ્ઞાન ન હોય તો સર્વજ્ઞ ભગવાને કહેલો શુદ્ધઆત્મા તે પ્રથમ સત્ સમાગમે સમજવો જોઈએ. અહીંયા કહે છે કે-એ નોકર્મમાં જે સ્પર્શ, રસ, ગંઘ, વર્ણની વીસ પર્યાયો થાય તે તો જુદી છે. પણ જે દ્રવ્યકર્મ છે ને તેની સાથે જીવનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અજ્ઞાનદશામાં નિયમરૂપ થાય છે. નોકર્મમાં નિયમ રહેતો નથી. કેમ કે જીવ જ્યારે વિગ્રહગતિમાં જાય ત્યારે નોકર્મ તો નથી, પરંતુ દ્રવ્યર્મનો ઉદય તો છે. તેથી એક
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #297
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૪૯ જીવક્રોધ અને એક અજીવક્રોધ અજીવમાં ક્રોધ થાય છે. અહીંયા તેનું જ્ઞાન થતાં એ ક્રોધ મારામાં થયો તેમ અજ્ઞાનીને ભાવકર્મની ઉત્પત્તિ થઈ ગઈ. ભાવક્રોધ થાય છે બીજામાં અને માને પોતાનામાં છે ભાવ બીજાનો અને માને પોતાનો શ્રીમદ્જીએ કહ્યું છે કે – જીવની ભૂલ એટલી કે તે પોતાને ભૂલીને પરને પોતાનું માનવું.
અહીં પર કહેતાં પરિણામ પર એટલે એ પરદ્રવ્ય છે. એ. પરિણામને પરદ્રવ્ય કહે છે તે ગોઠે નહીં–બેસતું નથી. ગોઠ તો અંદરમાં ઉતરતું નથી. એ કહે છે કે- બધાં પુદ્ગલ દ્રવ્યના ભાવો એટલે ત્યાં દ્રવ્યકર્મ લેવું, સમજી ગયા ? ચાર પ્રકારના જે ક્ષયોપશમના ભાવો છે તેને દ્રવ્યકર્મની સાથે સર્ભાવ સંબંધ અને અભાવ સંબંધ છે. નોકર્મની સાથે સંબંધ નથી. તેથી એ પુદ્ગલદ્રવ્યના ભાવો છે. તે ખરેખર આત્મા નથી. આ ઉપશમ સમ્યગ્દર્શન તે આત્મા નથી.
મિથ્યાદર્શનના પરિણામ તો આત્મા નથી કેમ કે તે પુદ્ગલનો ભાવ છે. પણ ઉપશમ સમ્યગ્દર્શન કે ક્ષાયિક સમ્યગ્દર્શન એ પણ પુદ્ગલના ભાવો છે તે જીવના ભાવો નથી.
પુદ્ગલના ભાવો કહીને કહેવું છે શું? એમ કહીને તેનાથી ભેદજ્ઞાન કરાવવું છે. એ જીવના ભાવો નથી તેથી ખરેખર જીવ નથી. જીવ તેનાથી જુદો છે. આહા.. હા ! એ પરિણામ માત્રથી જીવ ભિન્ન છે. શુદ્ધ જીવાસ્તિકાયથી એટલે મારાથી અન્ય, અનેરાં, બીજા એવાં એ બધા પુદ્ગલ દ્રવ્યના ભાવો તે ખરેખર આત્મા નથી. ખરેખર પુદ્ગલ દ્રવ્યનો ભાવ છે તે આત્મા ક્યાંથી થાય? આ અધ્યાત્મમાં ક્યાંક-ક્યાંક આવી વાતો હોય છે. આ હા.. હા !
શુદ્ધાત્માનું લક્ષ કરાવવા માટે ક્ષાયિકભાવને પણ પુદ્ગલનો ભાવ કહે છે-એ તો અનુભવી પુરુષ કહી શકે બીજાની તાકાત નથી. અને પાત્ર ઝીલી શકે છે અપાત્રનું કામ પણ નથી. બે વાત કરી. બરાબર? પેલા ભાઈ કહે છે બરાબર.
કહ્યું? એ. અનુભવી પુરુષ જ કહી શકે છે આ પુદ્ગલના ભાવો હોવાથી ચૈતન્ય પરમાત્માથી ભિન્ન છે, તેમ અનુભવી પુરુષે કહેલું છે. સર્વજ્ઞની પરંપરામાં તેના ગુરુ પાસેથી એ વાત આવી છે. અને તેમણે સાક્ષાત પ્રત્યક્ષ આત્માનો અનુભવ કર્યો કેખરેખર તે પુદગલના ભાવ છે. કેમ કે તે મારાથી ભિન્ન છે. તે મારી જાતની સાથે મળતા નથી.
હું નિરપેક્ષ છું અને એ ભાવો કર્મ સાપેક્ષ હોવાથી કર્મકૃત છે. શું કહ્યું? ન્યાય આપવામાં આવે છે. આ ચાર પ્રકારના ભાવો છે એ કર્મ સાપેક્ષ છે. તે કર્મના સભાવની અપેક્ષા રાખે છે. કેટલાક પરિણામ કર્મના અભાવની અપેક્ષા રાખે છે. તેથી એ બધા પુલના કર્મો (કાર્યો) હોવાથી એ બધા સાપેક્ષ ભાવો પુલના ભાવો છે. હું તો નિરપેક્ષ છું. મને કર્મના ઉદય, ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમની અપેક્ષા નથી. કેમકે હું તો પરમ પારિણામિકભાવ છું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #298
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૫૦
પ્રવચન નં:- ૧૪ ગાથા-૫૦ ૫૨મ પારિણામિકભાવ એટલે નિત્ય, શુદ્ધ ચૈતન્ય, ચૈતન્ય.. ચૈતન્ય... ચૈતન્ય.. દ્રવ્ય સામાન્ય એ સામાન્ય.. સામાન્ય.. ટંકોત્કીર્ણ એક.. એક... એક... એક.. એક તે પલટીને કોઈ કાળે બીજારૂપે ન થાય તેનું નામ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. અહીં કહે છે કે-ખરેખર એ ભાવો અમારા નથી. હું તો શુદ્ધજીવાસ્તિકાય છું અને એ બધા મારાથી જુદા છે. એ જુદા તો છે પણ તે ભાવો પુદ્ગલના છે તેથી ખરેખર તે અમારા ભાવો નથી. અમારી બુદ્ધિમાં એમ આવતું નથી કે આ પરિણામ મારા છે.. તેમ મારા શ્રદ્ધા-જ્ઞાનમાં આવતું નથી.
66
‘આમ જે તત્ત્વવેદી ” આમ જે તત્ત્વ એટલે શુદ્ધાત્માનો વેદી એટલે અનુભવી. આહા ! આમ જે તત્ત્વવેદી, તત્ત્વો નહીં પણ તત્ત્વ એકવચન છે. શુદ્ધાત્માના સ્વરૂપને જે પ્રત્યક્ષવેદે છે... અનુભવે છે.. શ્રુતજ્ઞાન વડે તે તત્ત્વવેદી છે. તે શ્રુતજ્ઞાન વડે શુદ્ધાત્માને જાણે છે. શ્રુતજ્ઞાન વડે.. અતીન્દ્રિય શ્રુતજ્ઞાન વડે, ભાવશ્રુતજ્ઞાન વડે, કેવળ શુદ્ધાત્માને જાણે છે તેવો આત્માનો અનુભવી પુરુષ “ સ્પષ્ટપણે કહે છે,” એટલે કે તે સ્પષ્ટપણે જાણે છે. આત્માને જાણીને વાણીમાં આવે છે. જાણે છે અને વાણીમાં આવે છે, તેને એમ કહેવામાં આવે છે તેમ કહે છે.
છે તો સહજ વાણી, વાણીનો કરનારો અજ્ઞાની અને વાણીનો કરનારો સાધક પણ નથી. અને દિવ્યધ્વનિ તેનો કરનારો તીર્થંકર પરમાત્મા પણ નથી. દિવ્યધ્વનિનો વ્યાપ્યવ્યાપક સંબંધ ભાષા વર્ગણાની સાથે છે પરંતુ નોકર્મની સાથે નથી. એ શબ્દની પર્યાયનો વ્યાપ્ય-વ્યાપક સંબંધ ભાષા નામની વર્ગણાની સાથે છે. તેની સાથે વ્યાપ્ય-વ્યાપક અને કર્તાકર્મ સંબંધ છે. જેમ ભીંતની સાથે કોઈ સંબંધ નથી તેમ સમજવું જોઈએ.
આમ જે તત્ત્વવેદી એટલે શુદ્ધાત્માનો જાણનાર, વેદનાર અનુભવી સ્પષ્ટપણે કહે છે. આમ જે જાણે છે કે-મારા શુદ્ધ-જીવાસ્તિકાયથી આ બધાં અન્ય એટલે અનેાં ભાવો છે. તે પુદ્ગલના ભાવો છે મારાં ભાવો નથી તેમ ભેદજ્ઞાન કરીને, અભેદઆત્માની સન્મુખ થઈને જે પુરુષ આત્માને અનુભવે છે તે સ્પષ્ટ પણે કહે છે-“ તે અપૂર્વ સિદ્ધિને પામે છે.
99
મોક્ષ છે તે સાધ્ય છે. તે ધ્યેય નથી. પૂર્ણઆનંદની પ્રાપ્તિ તેને પ૨માત્મા મોક્ષ કહે છે. તે અતિ અપૂર્વ છે એટલે કે પૂર્વે નહીં આવેલા એવા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખના જે પરિણામ પ્રગટ થાય છે એવી સ્થિતિને લીધે આ તત્ત્વવેદી પામે છે.
તે તત્ત્વવેદી કેમ થયો ? શુદ્ધ જીવાસ્તિકાયથી આ બધા પુદ્ગલદ્રવ્યના ભાવો ભિન્ન હોવાથી તે મારા નથી. કારણ આપ્યું કે–એ ચૈતન્યના પરિણામો હોવાથી તે મારા નથી. એમ ન કહ્યું. તે પુદ્ગલના ભાવો હોવાથી મારા નથી. અધ્યાત્મની વાત ઊંચા પ્રકારની હોય છે તેને ઝીલનારા બહુ થોડા જીવો હોય છે. ત્રણેકાળ વિરલ જ હોય છે. પરંતુ હોય તો
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #299
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૫૧
ખરા જ. એવા જીવો અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. એટલે મોક્ષ દશાને પામી જાય છે. આહા ! પૂર્ણ આનંદની પ્રાપ્તિ તેનું નામ મોક્ષ છે. પૂર્ણ આનંદની ઉપલબ્ધિ તેનું નામ મોક્ષ છે.
પ્રશ્ન:- આ બધા ભાવો આત્મા નથી એટલે પુદ્ગલના છે, કે તે પુદ્ગલના એટલે આત્માના નથી ?
ઉત્ત૨:- પુદ્ગલના છે માટે તે આત્માના નથી. એ ક્ષાયિકભાવ કર્મના અભાવની અપેક્ષા આવી ને ? તો સાપેક્ષ થઈ ગયાં ને ?
પ્રશ્ન:- ક્ષાયિકભાવનું લક્ષ આત્મા પ્રત્યે થયું ને ?
ઉત્ત૨:- આત્મા પ્રત્યે થયું. પરંતુ તે ક્ષાયિકભાવ એવું નામ ક્યારે પડયું કે-કર્મનો અભાવ થયો એવી અપેક્ષા આવી તેથી એ સાપેક્ષભાવ થયો. કર્મ સાપેક્ષભાવને કર્મ કહેવામાં આવે છે. છે તો જીવના પરિણામ, પરંતુ અહીંયા પરિણામનું લક્ષ છોડાવીને દ્રવ્ય સ્વભાવનું લક્ષ કરાવવું છે. અનાદિકાળથી પર્યાયબુદ્ધિ હોવાથી... તે ક્ષાયિકભાવ મારા છે. મારે પ્રગટ કરવા છે અને હું તેનો સ્વામી છું. તો તેને કહે છે–સાંભળ ! સાંભળ ! તારાથી એ પરિણામ ભિન્ન છે. જે તારાથી ભિન્ન છે તેનો તું કર્તાય નથી અને સ્વામી પણ નથી.
ખરેખર તો પરિણામનો કર્તા પરિણામ છે. આત્મ દ્રવ્ય તેનો કર્તા નથી તો બીજું કોઇ દ્રવ્ય તેનું કર્તા હોવું જોઈએ. એટલું બતાવવા માટે પુદ્ગલનાભાવ કહેવામાં આવે છે. ખરેખર તો પરિણામ પરિણામના ષટ્કારકથી પરિણમે છે. તેનો ઉપાદાન કર્તા આત્મા પણ નથી અને પુદ્ગલદ્રવ્ય પણ નથી. ખરેખર પુદ્ગલ દ્રવ્ય કર્તા નથી પરંતુ તેને સાપેક્ષ ગણીને પુદ્ગલના ભાવ કહેવામાં આવે છે. તેને સ્વભાવની દૃષ્ટિ કરાવવી છે. એ બધું ૫૨માર્થ પ્રતિક્રમણ હવે લેવું છે તેમાં વધારે સ્પષ્ટ થશે.
ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે–જે સકલ નિરાવરણઅખંડ-એ ક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધપારિણામિકભાવ લક્ષણ નિજ ૫૨માત્મદ્રવ્ય તે જ હું છું, પરંતુ એમ ભાવતો નથી કે ખંડજ્ઞાનરૂપ હું છું. (શ્રી સમયસાર તાત્પર્યવૃત્તિ ટીકા ગાથા ૩૨૦ ની ટીકામાંથી )
,,
66
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #300
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૨
પરિશિષ્ટ - ૧ ( પરિશિષ્ટ - ૧) તા. ૭/૧૧/'૮૭ પ્રવચન નં:-૧૫ સ્થળ:- દેવલાલી
શ્લોક - ૭૧ : ઉપર પ્રવચન શ્લોકાર્ચ- “જે', જે એટલે આ શુદ્ધાત્મા. સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે, સુબુદ્ધિ એટલે સમ્યગ્દષ્ટિ ધર્માત્મા હો કે કુબુદ્ધિ એટલે મિથ્યાષ્ટિ હો ! તે બન્નેને પ્રથમથી જ એટલે અનાદિથી જ શુદ્ધતા છે. સમ્યગ્દષ્ટિ થયો માટે આત્મા શુદ્ધ થયો તેમ નથી. અને મિથ્યાષ્ટિ છે માટે આત્મા અશુદ્ધ છે તેમ નથી. જેનું લક્ષ પર્યાય ઉપર છે તેવા જીવને આ વાત ખ્યાલમાં આવતી નથી. કેમકે તે પર્યાય ને જ જુએ છે.
આપણે લીધું ને કે-સંસાર અવસ્થામાં જ્ઞાન હીણું થતું નથી અને મોક્ષ અવસ્થામાં જ્ઞાન વિકાસ પામતું નથી. સહજ શુદ્ધ જ્ઞાન ચેતનાગુણ એવો ને એવો જ રહેલો છે.
પ્રશ્ન:- નિગોદના જીવને તો જ્ઞાન બિડાઈ ગયું છે ને ? ઉત્તર:- એ.. જ્ઞાન બિડાઈ નહીં. પ્રશ્ન:- મોક્ષ અવસ્થામાં તો જ્ઞાન ઉઘડી ગયું છે ને?
ઉત્તર:- જ્ઞાન ઉઘડે નહીં. જ્ઞાન બિડાઈ તો ઉઘડે ને! એ જ્ઞાન બિડાવાના સ્વભાવથી રહિત છે. એ તો પારિણામિકભાવે ગુણ રહેલો છે તે પરિપૂર્ણ છે. એક-એક ગુણ પરિપૂર્ણ છે. તેની હીણી અવસ્થા થાય તે સર્વજ્ઞ ભગવાનને માન્ય નથી. ભગવાન આત્મા પરિપૂર્ણ છે અને તેનો એક એક ગુણ પણ પરિપૂર્ણ રહેલો છે. તે ઉપાદેય તત્ત્વ છે. હેય તત્ત્વના વિચાર કરવા કરતાં ઉપાદેય તત્ત્વના વિચાર કરવા.
સૂક્ષ્મ વાત છે. કે-જે સુબુદ્ધિઓને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ ચૂકી છે. કોને? સમ્યગ્દષ્ટિને એટલે અંતરાત્માને પણ એ શુદ્ધતા પ્રગટ થઈ ગઈ છે. તેને પણ શુદ્ધતા પ્રથમથી જ છે. તે આત્મા છે. જે શુદ્ધતા પ્રગટ થાય છે તે આત્મા નથી. પ્રગટ થાય છે તે વ્યવહારજીવ છે અને જે પ્રગટ છે તે નિશ્ચયજીવ છે. વ્યવહારજીવ ઉપાદેય નથી પરંતુ નિશ્ચયજીવ ઉપાદેય છે. એક પડખું આખું રહી ગયું.
આહાહા ! આ વાત સાંભળવા મળે નહીં, અને સાંભળવા મળે નહીં તો વિચાર કયારે કરે? અને વિચાર ન કરે તો નિર્ણય કયારે કરે ? આહા હા ! એક આખું પડખું સાંભળવાએ મળે નહીં. આ વાત કયાંય છે નહીં. ભાઈ ! આ તો એક સોનગઢના સંતની દેન હતી કે તેણે શુદ્ધાત્માનું આપણને દાન આપ્યું. તે મોટા દાનવીર હતા તેથી તેણે શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો.
પ્રશ્ન ઘણાં આવે કે સાહેબ! અશુદ્ધનયે તો આત્મા અશુદ્ધ થયો ને? વ્યવહારનયે તો અશુદ્ધ થયો ને? પરંતુ વ્યવહારનયે અશુદ્ધ થયો એટલે શું? ગુરુદેવ ફટ જવાબ આપે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #301
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૫૩ કે-વ્યવહારનયે અશુદ્ધ થયો એટલે કે એમ નથી. વ્યવહારનય અન્યથા કથન કરે છે. વ્યવહારનયે મિથ્યાષ્ટિ થયો કે નહીં? વ્યવહારનય એટલે શું તે મને સમજાવ પછી તને જવાબ આપું. વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે. પર્યાયના ભાવને દ્રવ્યનો ભાવ કહે છે. આસ્રવ તત્ત્વને જીવમાં ખતવે છે. આસવ મલિન છે ત્યારે પણ જીવ મલિન થતો નથી.
વ્યવહારનયે તો જીવ મિથ્યાષ્ટિ અશુદ્ધ થયો કે નહીં ? વ્યવહારનય એટલે શું? એટલે કે એમ નથી. વ્યવહારનય અસત્ય કથન કરે છે. જીવનું સ્વરૂપ એવું નથી છતાં જીવ એવો છે એવું પ્રતિપાદન વ્યવહારનય કરે છે. એ વાત અસત્યાર્થીને અભૂતાર્થ છે.
હવે બીજી વ્યાખ્યા, ગુરુ કહે-વ્યવહારનય જૂઠી છે. શિષ્ય કહે-જૂઠી ન કહો, તેને અસત્યાર્થ કહો. અરે... ભાઈ ! અસત્યાર્થ વાત કહો કે જૂઠી કહો તે બન્ને શબ્દનો અર્થ તો એક નો એક છે. તેનાં બે વાચ્ય નથી. વિદ્વાનોની ભાષામાં વ્યવહારનયને અસત્યાર્થ કહે ત્યાં સુધી હુલે નહીં, પણ જ્યાં જૂઠી કહે ત્યાં તો ઊઠીને ભાગી જાય. કાં તો બીજે દિવસેથી આવવાનું જ બંધ કરી ધે. માટે વિદ્વાન લોકો ઊંચા શબ્દો વાપરે.. કે-વ્યવહારનય અસત્યાર્થીને અભૂતાર્થ છે.. ત્યાં સુધી બેઠો રહે પરંતુ બીજે દિવસે કહે કે-વ્યવહારનય જૂઠી છે ભાગી જાય. એલા! જે કાલે કહ્યું તું.. તે જ આજે કહ્યું છે. વોટર કહો, પાણી કરો, નીર કહો, જલ કહો.... તેમાં શબ્દ ફર્યો પરંતુ ભાવ તો એક નો એક જ છે.
પ્રભુ ! આત્માની વાત આત્માએ રુચિપૂર્વક ખરેખર સાંભળી નથી. સાંભળી તો અનંતવાર પરંતુ રુચિપૂર્વક તેણે સાંભળી નથી. આ કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખી. તેણે અંદરમાં ઉતારી નહીં.
આત્મા ત્રણેકાળ શુદ્ધ છે. તે અશુદ્ધ થાય જ નહીં. પાણી ઊનું થાય જ નહીં. અત્યાર સુધી પાણી ઊનું થયું જ નથી. સવારના બધા પાણી ગરમ કરે છે. પપ્પા પાણી ગરમ થઈ ગયું સ્નાન કરો. બેટા ! પાણી ગરમ થયું જ નથી. એ તો અગ્નિ ગરમ થઈ છે પાણી તો શીતળ... શીતળને.... શીતળ જ છે. આ વાત કોણ માને! ધૂમાડા નીકળતા હોય અને તે પાણી શીતળ? હા, શીતળ છે. આ એક બીજું પડખું સામાન્ય રહી ગયું છે. જગતે પર્યાયના પડખાને લક્ષમાં લીધું છે.
અહીંયા કહે છે સુબુદ્ધિ એટલે સમ્યગ્દષ્ટિ કે જેની દૃષ્ટિમાં શુદ્ધાત્મા આવી ગયો છે અને પર્યાય શુદ્ધ થઈ છે પણ ત્યારે શુદ્ધાત્માએ નવું શું કર્યું? સમ્યગ્દર્શન? એ તો પ્રથમથી જ શુદ્ધ હતો. તેણે નવું કાંઈ કર્યું નથી. જેવો હતો તેવો શ્રદ્ધામાં લીધો છે. આત્માએ શું નવિન કર્યું? આત્માને હવે શુદ્ધ કર્યો. એ વચન સમ્યગ્દષ્ટિનું નથી. આત્મા શુદ્ધ હતો જ એવો આત્મા અમારી દૃષ્ટિમાં આવ્યો. અમે આત્મા શુદ્ધ કરીએ એવો અમારો સ્વભાવ નથી. અશુદ્ધને છોડીએ નહીં અને શુદ્ધને ગ્રહીએ નહીં. છોડીએ.........
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #302
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪
પરિશિષ્ટ - ૧ ગ્રહીએ એવો અમારો સ્વભાવ જ નથી. અમે તો પ્રથમથી જ શુદ્ધ છીએ. પ્રથમથી જ એટલે અનાદિથી જ શુદ્ધતા છે. શ્રદ્ધા ગુણ શુદ્ધ અને શ્રદ્ધાગુણની પર્યાય અશુદ્ધ વિપરીત છે એમ નથી. એ શ્રદ્ધાગુણની પર્યાય જ નથી. તેનાથી આગળ સાંભળ! તે તો પુગલના પરિણામ છે ભાઈ !
પ્રથમથી જ શુદ્ધતા છે.” મિથ્યાદેષ્ટિ હો! અભાવ હો! નિગોદમાં હોય તેનો આત્મા અનાદિથી.. પ્રથમથી શુદ્ધ જ છે. તે શુદ્ધ કેમ છે? તેનું હવે કારણ આપે છે. બન્ને અવસ્થામાં આત્મા અનાદિ અનંત શુદ્ધ રહેલો છે. પ્રથમથી જ એટલે અનાદિથી જ શુદ્ધ છે. તે અશુદ્ધ થયો અને પછી અશુદ્ધતા ટળી અને પછી શુદ્ધતા પ્રગટ થઈ એમ છે નહીં. આવો ફેરફાર થાય તે આત્મા નથી. ફેરફાર પરિણામમાં થાય છે. દ્રવ્યમાં ફેરફાર થતો નથી. હવે તેનો એક ન્યાય સૂક્ષ્મ આપે છે.
“તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું?” સમ્યગ્દષ્ટિ હોય કેમિથ્યાષ્ટિ, સંસાર અવસ્થામાં હો કે મોક્ષમાર્ગમાં, તેમનામાં કાંઈ પણ ભેદ કયા નયથી જાણે. આહા.. હા! આ સમ્યગ્દષ્ટિ છે કે આ મિથ્યાદેષ્ટિ છે તેમ જાણનારી મારી પાસે નય જ નથી. તેને જાણનારી જ ન હોય તો હું કહુને કે-આ સમ્યગ્દષ્ટિ અને આ મિથ્યાષ્ટિ. સૂક્ષ્મ વાત છે. આ દ્રવ્ય સ્વભાવના નિર્ણય વિના ધ્યાન શેના? ધ્યાનની શિબિરો લાગે છે. ચાર-ચાર, છ-છ કલાક અને ધ્યાનમાં બેસીએ છીએ. અહીં અધ્યાત્મની શિબિર લાગી છે. ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના ધર્મધ્યાન પ્રગટ થઈ શકતું નથી. શુદ્ધાત્મા છે તે ધ્યેય છે.
અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે-આ મિથ્યાષ્ટિ ને આ સમ્યગ્દષ્ટિ તેને જાણનારું જ્ઞાન મારી પાસે નથી. એને જે જાણે છે તેને અમે ખરેખર જ્ઞાન કહેતા નથી.
તીર્થકર એમ કહે છે, સાધક એમ કહે છે, મુનિરાજ એમ કહે છે કે મારી પાસે બીજી કોઈ નય જ નથી. મારી પાસે એક જ નય છે. મિથ્યાદેષ્ટિ હો કે સમ્યગ્દષ્ટિ હો તે બન્નેને હું તો સમાનપણે શુદ્ધ જોઈ રહ્યો છું. આ શુદ્ધ છે અને આ અશુદ્ધ છે એમ મને દેખાતું નથી. પર્યાયનું જ્ઞાન મારી પાસે નથી. આહાહા...! કોઈને થાય કે તો એકાન્ત થઈ જશે? તો અમને ઈષ્ટ છે, કેમકે સમ્યક એકાન્ત થઈ જશે. સાધકને કોઈ કોઈ વાર મસ્તી ચડી જાય છે. તેમ આ કળશમાં તેમને મસ્તી ચડી ગઈ છે.
અમારી પાસે એક શુદ્ધનય જ છે. બીજી નય જ નથી. અમારી પાસે એક શુદ્ધનયનું જ્ઞાન છે તેથી અમને બધા આત્મામાં કાંઈ ફેર દેખાતો નથી. અમને બધા આત્મા ભગવાન દેખાય છે. બીજી નય હોય તો કહું ને કે-આ સંસારી અને આ મોક્ષમાર્ગી. અમારી પાસે પર્યાયને જોનારું જ્ઞાન જ નથી.
એક જ નય કેમ છે તેનો ન્યાય આપું છું તે સાંભળ. શુદ્ધાત્મા એક છે તેથી શુદ્ધનય એક છે. શુદ્ધાત્માના બે પ્રકાર હોત તો અમારી પાસે બે નય હોત! પરંતુ શુદ્ધાત્મા બે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #303
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
પ્રકારે નથી માટે બે નય નથી. ( શ્રોતા-અપૂર્વ ન્યાય આપ્યો.)
શું કહ્યું ? ફરીને.., શુદ્ધનય એક જ છે. બીજી નય અમારી પાસે નથી. પર્યાયને જોનારું વ્યવહારજ્ઞાન, પર્યાયનાં ભેદોને જાણનારું વ્યવહારજ્ઞાન અમારી પાસે નથી. અભેદને જાણનારું જ્ઞાન અમારી પાસે છે. અમારો અભેદ આત્મા અમે જોયો છે, એ નય અમારી પાસે છે. એ નયથી અમે જોઈએ છીએ તો બધા આત્મા અમને ૫૨માત્મા દેખાય છે. બધા આત્મા ભગવાન છે. કોઈ સંસારી કે કોઈ મોક્ષમાર્ગી અમને દેખાતા નથી. કેમકે એ ભેદ પાડનારી વ્યવહારનય છે. જીવ એવો છે જ નહીં. એક મિથ્યાદૃષ્ટિ અને એક સમ્યગ્દષ્ટિ એવો જીવ જ નથી. આહા.. હા ! જીવનું એવું રૂપને સ્વરૂપ જ નથી. કેમકે પરિણામથી તો આત્મા વ્યતિરિક્ત છે આનું નામ દૃષ્ટિ છે.
ન
આવો આત્મા જ્યારે દૃષ્ટિમાં આવે ને ત્યારે તેને નિર્વિકલ્પ ધ્યાન થાય છે. સમ્યગ્દર્શનના વિષયમાં ભૂલ છે. સમ્યગ્દર્શન કેમ થતું નથી ? એના વિષયની જેટલી સંશોધન શક્તિ જોઈએ તેટલા પ્રમાણમાં સંશોધન દૃષ્ટિ થઈ નથી. થોડું જાણ્યું કે પુણ્યપાપથી રહિત શુદ્ધાત્મા છે.. એ ન ચાલે. શ૨ી૨થી આત્મા ભિન્ન છે, કર્મથી આત્મા ભિન્ન છે, .. તેમાં દૃષ્ટિનો વિષય આવી ગયો. તો કહે છે-નથી આવ્યો, દૃષ્ટિનો વિષય કયારે આવ્યો કહેવાય કે–જ્યારે દૃષ્ટિ પ્રગટ થાય ત્યારે. એક જ નય પ્રગટ થાય છે, બીજી નય પ્રગટ થતી જ નથી. એટલે વ્યવહારનય મારામાં છે જ નહીં. હું વ્યવહારનયથી ભેદને જોતો જ નથી. વ્યવહારનય ભેદ કરે છે પરંતુ નિશ્ચયનય ભેદ કરતી નથી.
આહા.. હા ! મુનિરાજને આ કળશમાં શું કાંઈ મસ્તી ચડી ગઈ છે અને ગુરુદેવને પણ એવી જ મસ્તી હતી. ભાસે છે તો ઘણું પણ ભાવમાં આવતું નથી. આહા... હા ! કહે છે કે–બીજી નય નથી, શુદ્ઘનય એક જ છે. તેનું કારણ કે શુદ્ધાત્મા એક છે. જો શુદ્ધાત્મા બે રૂપ હોય તો બે નય હોય. શુદ્ધાત્માના બે રૂપ નથી આત્મા એક જ રૂપે રહેલો છે. તે જ્ઞાયક.. જ્ઞાયક.. જ્ઞાયક... જ્ઞાયક... જ્ઞાયક છે. પ્રમત્ત અપ્રમત્તને જાણનારી નય અમારી પાસે નથી કેમકે આત્મા પ્રમત્ત-અપ્રમત્ત નથી. પ્રમત્ત-અપ્રમત્ત તે જ્ઞાયકનો ભેદ નથી, તે તો પુદ્ગલના પ્રકારો છે. પુદ્ગલને જાણનારું જ્ઞાન અમારી પાસે નથી એમ જાણીને અમે ઠરી જાઈએ છીએ. જો અમે બીજાને જાણવા જઈએ છીએ તો ઉપયોગ ફરી જાય છે. અમારો ઉપયોગ ઠરે છે પણ ફરતો નથી માટે નય એક જ છે.
૨૫૫
જો ભેદનું અવલંબન લઈએ તો વ્યવહાર ઉભો થાય છે. અમે ભેદનું અવલંબન લેતા નથી. અમને અભેદનું અવલંબન છૂટતું નથી, અભેદનો આશ્રય છૂટતો નથી. અભેદને જાણનારી એક જ નય છે. અભેદ પણ એક અને નય પણ એક જ છે. શુદ્ધાત્મા એક અને તેને જાણનારી નય પણ એક જ છે.
એ.. શું કહ્યું ? પ્રભુ! તું સાંભળ ! મુનિરાજ કહે છે કે–‘તેમનામાં' એટલે કે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #304
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬
પરિશિષ્ટ - ૧ મિથ્યાદેષ્ટિ ને સમ્યગ્દષ્ટિ તેમ તને બે જીવો દેખાય છે, પરંતુ અમને બે દેખાતા નથી. આ સમ્યગ્દષ્ટિ ને આ મિથ્યાષ્ટિ એવું અમને દેખાતું નથી. આ પણ ભગવાન આત્મા અને આ પણ ભગવાન આત્મા તેમ દેખાય છે.
પ્રશ્ન:- આ પણ... ભગવાન અને આ પણ ભગવાન તેમ?
ઉત્તર:- હા, અમેય ભગવાન અને બધાય ભગવાન. કેમકે અમે અમારા આત્માને ભગવાન તરીકે જોઈએ છીએ. એ નયથી જોતાં અમે ભગવાન છીએ તો એ નથી જતાં બધા આત્મા ભગવાન દેખાય છે.
આહાહા ! આ ત્રણ કળશો અમૃતના છે. ૭૦-૭૧-૭ર તે ત્રણેયની એકબીજાની સાથે સંધિ છે. આ મિથ્યાષ્ટિ અને આ સમ્યગ્દષ્ટિ તે કઈ નયનું વચન છે? તે વ્યવહારનયનું વચન છે. વ્યવહારનય જૂઠું બોલે છે. એ જૂઠાબોલાને અમે સાથ આપતા નથી. અમે સાચા બોલાને સાથ આપીએ છીએ. મારું જેવું સ્વરૂપ છે તેવું જ બધાનું સ્વરૂપ છે તેવું પ્રતિપાદન કરે તે નય સાચી છે, તે સત્યાર્થને ભૂતાર્થ છે. શુદ્ધનય ભૂતાર્થ ને સત્યાર્થ છે. સમયસાર અગિયાર ગાથાના પ્રવચનમાં પણ ગુરુદેવે એમ કહ્યું કે-શુદ્ધનય એક જ છે. શુદ્ધનયના બે ભેદ છે જ નહીં. શ્રી પ્રવચનસારની ૧૮૯ ગાથામાં આવે છે કે-રાગ જીવમાં થાય છે તે શુદ્ધનયનું કથન છે. ભાઈ ! એ શુદ્ધનયનું કથન નથી એ તો અશુદ્ધનયનું કથન છે. અહીં અત્યારે જે વાત ચાલે છે તે અપેક્ષાએ. વ્યવહારના પક્ષવાળા જીવો વ્યવહારના કથનોને આગળ કરે.
અહીંયા કહે છે કે તેમનામાં ભેદ હું કઈ નથી જાણું? મારી પાસે બીજી નય હોય તો જાણું ને કે-આ મિથ્યાષ્ટિ. એક જીવ સમ્યગ્દષ્ટિ ભાસશે તો તેના ઉપર રાગ આવશે અને મિથ્યાદેષ્ટિ ઉપર અમને દ્વષ આવશે. અમારા જ્ઞાનમાં ભેદ પડે તો વ્યવહારના ઉભી થાય.. અને તો એક મિથ્યાષ્ટિ ને એક સમ્યગ્દષ્ટિ ભાસે. પરંતુ એ બન્નેની પર્યાય જ જણાતી નથી કેમકે તે બેને જાણનારું જ્ઞાન નથી. એકને જાણનારું જ્ઞાન છે. અહીંયા પણ એક અને ત્યાં પણ એક. એક જ દેખાય છે માટે બીજો ભાવ પ્રગટ થતો નથી. સામ્યભાવ પ્રગટ થઈ જાય છે. અમે બધા આત્માને ભગવાન જોઈએ છીએ. ભગવાન છો અને ભગવાન થાઓ તેમ બધાને આશીર્વાદ આપ્યા.
જે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને”, સમ્યગ્દષ્ટિ સાધક જીવોને કે કુબુદ્ધિ એવા મિથ્યાષ્ટિ જીવોને, પ્રથમથી જ એટલે અનાદિથી જ શુદ્ધતા છે. તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું? તે બેમાં મને કોઈ પણ પ્રકારનો તફાવત લાગતો નથી. તેથી હું કઈ નયથી તફાવત જાણું? કેમકે જો શુદ્ધાત્મામાં તફાવત હોય તો તફાવત જાણનારી બીજી શુદ્ધનય હોય પરંતુ તેમનામાં કાંઈ પણ તફાવત નથી.
મિથ્યાષ્ટિ કે સમ્યગ્દષ્ટિ જીવ હોય તેમનો બન્નેનો આત્મા સમાનપણે શુદ્ધ રહેલો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #305
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૫૭ છે. પ્રથમથી જ એટલે કે અનાદિથી જ શુદ્ધ છે. સંતો કહે છે- અમને જ્યારે આત્માનો અનુભવ થયો તે પહેલાં જ પરના પરિણામને તો જોવાનું બંધ કર્યું હતું. કારણ કે પર જીવોની સાથે મારે કાંઈ લેવા દેવાનો સંબંધ નથી. બીજા સમ્યગ્દષ્ટિ હો કે બીજા મિથ્યાષ્ટિ હો પ્રમાણની બહાર તો જવાનું જ નથી. અમે જ્યારે સમ્યક્ સન્મુખ હતા
ત્યારે અમે બીજાના પરિણામને જોવાનું બંધ કર્યું હતું. કેમકે બીજાના પરિણામને જોવાની કોઈ ચક્ષુજ આત્મામાં નથી.
આત્મા સામાન્ય વિશેષાત્મક પદાર્થ છે અને તેને જાણનારા બે ચક્ષુ છે. એક સામાન્યને જાણનારી શુદ્ધનય અને એક વિશેષ પર્યાયને જાણનારી અશુદ્ધનય અથવા વ્યવહારનય છે. હવે પરને જાણવાનું તો મેં બંધ કરી દીધું કે બીજા જીવો શું કરે છે અને શું માને છે? કેમ આચરે છે, કેમ પરિણમે છે તેને જોવાનું મારે કાંઈ કામ જ નથી. તેને જનારી મારી પાસે ચક્ષુ જ નથી. પછી જયારે સમ્યગ્દર્શન થવાનો કાળ આવ્યો ત્યારે અમે અમારા દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપનો વિચાર કરતા હતા. સવિકલ્પ પ્રમાણના પક્ષમાં આવ્યા તો પણ તેના પક્ષથી અમને આત્માનો અનુભવ નહોતો થયો. પછી અમારા શ્રીગુરુએ એમ સમજાવ્યું કે-તારા પરિણામને જોવાનું તું બંધ કરી દે! એ પરિણામને જોવાની ચક્ષુ સર્વથા બંધ કરી દે! તેમના કહેવાથી અમે અમારા પરિણામને જોવાનું બંધ કર્યું. જ્યાં પરિણામને જોવાનું બંધ કર્યું ત્યાં અમને અંતઃદૃષ્ટિ થઈ.... અને શુદ્ધનય પ્રગટ થઈ ગઈ. અતીન્દ્રિય સંવેદન જ્ઞાન અને પ્રગટ થઈ ગયું. એ ભાવશ્રુત જ્ઞાન વડે શુદ્ધાત્માની સન્મુખ થઈને કેવળ આત્માને પ્રથમ જાણ્યો. અનુભવ્યો ત્યારે એમ થયું કે-આત્માને પ્રસિદ્ધ કરનારી નય એક જ છે. બીજી કોઈ નયથી સાધ્યની સિદ્ધિ થતી નથી. એટલે જે નયથી સાધ્યની સિદ્ધિ થાય તે ખરેખર નય કહેવાય.
આહા.. હા ! જેનાથી સાધ્યની સિદ્ધિ ન થાય અને જેને જાણતાં સાધ્યની સિદ્ધિ ન થાય તે ખરેખર નય નથી. તે નિશ્ચયનય નથી પણ તેને ઉપચારથી નય કહેવામાં આવે છે. અણઉપચારે તો એક જ નય છે.. પણ ઉપચારથી બીજી નય કહેવામાં આવે છે. ખરેખર બીજી નય જ નથી પરંતુ નિશ્ચયનયની સાથે છે તો એ જ્ઞાનના અંશને કે જે ભેદને જાણનારો છે તેને ઉપચારથી નય કહેવામાં આવે છે. અણઉપચારથી તો એક જ નય છે. નયથી અનુભવ થાય છે અને ઉપનયથી સંસારનો જન્મ થાય છે.
શુદ્ધનયની સમીપે રહેલી બીજી નય તેને પરમાત્મા ઉપનય કહે છે.. , નય નથી કહતા. એ ઉપનયથી વ્યવહારનો જન્મ થાય છે ત્યારે આત્મા શુદ્ધોપયોગથી ભ્રષ્ટ થઈ જાય છે. તેમાં નુકશાન. નુકશાન ને નુકશાન જ છે, તેમાં નફાની તો વાત જ નથી. જે નયની સમીપે રહે તેને ઉપનય કહેવામાં આવે છે. ઉપનય કહો કે વ્યવહારનય કહો બન્ને એક જ છે. ખરેખર શુદ્ધાત્મામાં સ્યાદ્વાદ નથી. સ્યાદ્વાદથી તો વ્યવહારનો જન્મ થાય છે,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #306
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
પરિશિષ્ટ - ૧ અને શુદ્ધનયથી શુદ્ધાત્માનો અનુભવ થાય છે... ત્યારે ( અનુભવજ્ઞાનમાં) સ્યાદ્વાદનો જન્મ થાય છે. જ્ઞાનમાં એકલો જ્ઞાયકભાવ ઉપાદેયપણે જણાય છે. તેમાં આત્મા કથંચિત્ શુદ્ધ છે અને કથંચિત્ અશુદ્ધ છે, કથંચિત્ ભેદ છે ને કથંચિત્ અભેદ છે તેવો ભાવ અનુભવના કાળમાં હોતો નથી. માટે અમારા શ્રીગુરુએ બોધ આપ્યો છે કે-તારા પરિણામને જોવાનું સર્વથા બંધ કરી દે! ત્યારે જ તને શુદ્ધાત્માના દર્શન થશે.
ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો-ભગવાને તો બે નય કહી છે ને ? એક નિશ્ચયનય અને એક વ્યવહારનય. અભેદને જાણનારી નિશ્ચયનય છે અને ભેદને જાણનારી વ્યવહારનય છે. ત્યારે આચાર્યદવ ફરમાવે છે કે જે નયથી સાધ્યની સિદ્ધિ થાય તેને પરમાત્મા જ્ઞાન અથવા નય કહે છે. જે જ્ઞાનના વ્યાપારથી વીતરાગતા પ્રગટ ન થાય અને રાગની ઉત્પત્તિ થાય તેને ખરેખર નય ન કહેતાં ઉપનય કહે છે. નયની સમીપે રહેલો જ્ઞાનનો અંશ તેને ઉપનય કહે છે.
જેમ સો માણસની વરને લઈને જાન જાય તેમાં વરરાજા એક હોય. અને સાથે એક અણવર હોય. એક વર, એક અણવર અને સાથે ૯૮ માણસની જાન હોય. સો માણસ જાનમાં આવ્યા હોય પરંતુ કન્યા વરમાળા તો એક વરરાજાના ગળામાં જ નાખે છે. વરરાજાની જોડે ઉભો છે જે અણવર તેના ગળામાં કન્યા વરમાળા નાખતી નથી.
તેમ નય બે છે તે વાત સાચી છે. આચાર્ય ભગવાન કહે છે.. એ અમને ખબર છે. પરંતુ જે નયથી સાધ્યની સિદ્ધિ થાય તેને અમે જ્ઞાન કહીએ છીએ. જેનાથી સાધ્યની સિદ્ધિ ન થાય તેને અમે ઉપનય કહીએ છીએ. જેમ વરની સાથે છે તેથી તેને અમે અણવર કહીએ છીએ. પરંતુ તે જ્ઞાનનો અંશ ત્રિકાળી સ્વભાવને પ્રસિદ્ધ નથી કરતો, તે તો નિમિત્તને, સ્વાંગને, ભેદને અને એક સમયની પર્યાયને પ્રસિદ્ધ કરે છે. તો કહે છે કેજેનાથી સાધ્યની સિદ્ધિ થતી નથી તે નય નથી. અમારું લક્ષ તો સાધ્ય ઉપર છે. જે જ્ઞાનથી સાધ્યની સિદ્ધિ થાય તેને જ અમે નય કહીએ છીએ. વળી એક જ નય છેશુદ્ધનય કે જેનાથી સાધ્યની સિદ્ધિ થાય છે.
અમે જે બીજા જીવોની વાત કરીએ છીએ તેમાં કોઈ સમ્યગ્દષ્ટિ અને કોઈ મિથ્યાષ્ટિ એમ કોઈ જીવની સાથે જોઈએ છીએ ત્યારે તેને જાણનારી નય જ અમારી પાસે નથી. વ્યવહારનય અમારી પાસે નથી, અમારી પાસે એક જ શુદ્ધનય છે. અને એ શુદ્ધનયથી ઉપાદેય ભગવાન આત્મા જાણવામાં આવ્યો તો તેના દ્વારા અમે નક્કી કર્યું કેબધા આત્મા શુદ્ધ છે અને અમારો આત્મા શુદ્ધ છે. એ જ્ઞાનમાં જગતના બધા જીવો શુદ્ધ છે તેમ જણાયું. એવું સ્વપરપ્રકાશક જ્ઞાનમાં પણ શુદ્ધ જ આવ્યું છે. સ્વપર પ્રકાશક જ્ઞાનમાં થોડા જીવો શુદ્ધ અને થોડા જીવો અશુદ્ધ તેમ નથી આવ્યું. હું શુદ્ધ અને બીજા અશુદ્ધ તેમ એક નયમાં દેખાતું નથી. જેને અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે, જે પોતાના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #307
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૯
શુદ્ધ અંત:તત્ત્વ આત્માને શુદ્ધ જાણે છે તે બધા જીવોને ભગવાન જાણે છે. તે ભગવાન કહીને બોલાવે છે. - ભગવાન કહીને બોલાવે છે તેનું કારણ શું છે? તેમને એક જ નય છે કે-જે ભગવાનને જ પ્રસિદ્ધ કરે છે. સ્વ હો કે પર હો! પરંતુ ભગવાનને જ પ્રસિદ્ધ કરનારી શુદ્ધનય છે. એ શુદ્ધનય દ્વારા બીજા જીવોની સામે જોવું ન પડે. પોતાના આત્માને જેણે શુદ્ધ જાણો તેણે સર્વ આત્મા શુદ્ધ છે તેમ જાણ્યું. જે નય વડે પોતાનો આત્મા જણાયો એ નયથી બધા શુદ્ધ છે, કોઈ અશુદ્ધ નથી તેમ જણાયું.
“સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા .” પ્રથમથી એટલે અનાદિથી. શુદ્ધતાની શરૂઆત ન થાય અને અશુદ્ધતાનો અભાવ ન થાય. શું કહ્યું? ફરીને...! અશુદ્ધતાનો અભાવ થાય તેને અમે આત્મા કહેતા નથી. અને શુદ્ધતાની શરૂઆત થાય તેને પણ અમે આત્મા કહેતા નથી. જે પ્રથમથી જ શુદ્ધ છે તેને અમે આત્મા કહીએ છીએ. આમાં સમજાણું?
શું કહે છે? પહેલાં મિથ્યાષ્ટિ હતો અને પછી અશુદ્ધતાનો અભાવ થાય અને હવે સમ્યગ્દષ્ટિ થયો તેને અમે આત્મા જ કહેતા નથી. અથવા તેને જાણનારી કોઈ નય નથી. અશુદ્ધતાનો અભાવ થાય અને શુદ્ધતા થાય એવું આત્માનું સ્વરૂપ જ નથી. અહીંયા તો ત્રિકાળી શુદ્ધતાની વાત ચાલે છે.
શ્રોતા:- શુદ્ધતાની શરૂઆત થતી નથી...!?
ઉત્તર:- શુદ્ધતાની શરૂઆત થતી નથી. અશુદ્ધતાનો નાશ થાય અને શુદ્ધતાની શરૂઆત થાય, એને અમે આત્મા કહેતા નથી. એને જાણનારી અમારી પાસે નય નથી. કેમકે આત્મા એવો નથી. ધ્યાન રાખજો હોં ! ખૂણે-ખાંચરે પણ પર્યાય દૃષ્ટિ રહી જાય છે. દ્રવ્યલિંગી મુનિની સૂક્ષ્મ ભૂલ હોય કાંઈ સ્થૂળ ભૂલ ન હોય.
તું પર્યાય ઉપર નજર કરે છે અને હું દ્રવ્ય ઉપર નજર કરીને કહું છું-મને કોઈ મિથ્યાષ્ટિ કે સમ્યગ્દષ્ટિ દેખાતું નથી. તારી નજર પર્યાય ઉપર છે, અમારી નજર દ્રવ્ય ઉપર છે. તમારો ને અમારો વાંધો અનાદિથી ચાલ્યો આવે છે. (શ્રોતા:- પૂર્વને પશ્ચિમ જેટલો તફાવત છે.) હા, પૂર્વને પશ્ચિમ જેટલો તફાવત છે.
આહા હા ! પરના પરિણામને તો જોવાનો પ્રશ્ન જ નથી. બીજા શું કરે છે અને શું માને છે તેમ જોવાનું નથી. પ્રમાણજ્ઞાનની બહાર ઉપયોગને લગાવે તો ઉપયોગનો દૂર ઉપયોગ થઈ જાય છે. પોતાના આત્માને જાણવામાં ઉપયોગ રોકાઈ જાય તે ઉપયોગનો સઉપયોગ છે. અથવા સંવરયોગ છે.
અમને તેમનામાં કોઈ પણ તફાવત દેખાતો નથી. જે તફાવતથી જોવે છે તે નય જ નથી. તેને અમે જ્ઞાન એટલે નથી કહેતા કે-તે અન્યથા કથન કરે છે. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે અન્યથા કેમ ? એક મિથ્યાષ્ટિ છે ને એક સમ્યગ્દષ્ટિ છે તેમ કથન કરે છે. જીવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #308
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬O
પરિશિષ્ટ – ૧ મિથ્યાષ્ટિ ન હોય અને જીવ સમ્યગ્દષ્ટિ પણ ન હોય. તું જેને જીવ માનીને પ્રશ્ન કરે છે તેને અમે જીવ માનતા જ નથી. અમે તો શુદ્ધાત્માને જીવ માનીએ છીએ. માટે તારી ભૂલ થાય છે. તું પર્યાયથી જોવાનું બંધ કરી દે તો તારું કામ થઈ જશે. તો જ્ઞાન તમારું ખોટું થઈ જશે? અમારું જ્ઞાન ખોટું કે તારું જ્ઞાન ખોટું? તેની ખબર હુમણાં પડી જશે ! બોલ તારું જ્ઞાન સાચું છે તો તને અનુભવ થયો? ના, સાહેબ! મને અનુભવ નથી થયો. તો તારું જ્ઞાન ખોટું છે.
હવે હું તને જેમ કહ્યું તેમ કર અને પછી મારી પાસે આવ. પર્યાયને જાણનારી ચક્ષુ બંધ કરી દે, અને પછી આત્માને જો અને પછી મને કહે, સાહેબ! આપ કહેતા હતા તે વાત સાચી છે. હું આપની સામે બાંયો ચઢાવતો હતો તે મારી ભૂલ હતી. ભાઈ ! જ્ઞાનીની સામે બાંયો ચઢાવમાં તને નુકશાન થશે. જ્ઞાનીને તો કાંઈ નુકશાન થવાનું નથી.
વ્યવહારની ચક્ષુ સર્વથા બંધ કરી દે ! દ્રવ્યાર્થિક ચક્ષુ ખોલીને જો એમ કહ્યું હતું ને? વ્યવહારનય છે અને વ્યવહારનયનો વિષય પણ છે પરંતુ તે જુદી જાતનો છે. જો વ્યવહારને આગળ કરીશ તો તારો વિષય બદલી ગયો.
આ દાખલો મેં સોનગઢમાં, બેંગ્લોરમાં, મૈસુરમાં બધે આપ્યો 'તો. આત્મા એક છે અને તેના પડખાં બે છે. એક પડખું શુદ્ધ છે અને એક પડખું અશુદ્ધ છે. આમ જોઉં છું તો આત્મામાં અશુદ્ધતા લાગે છે અને આમ (બીજી બાજુ ) જોઉં છું તો આત્મામાં શુદ્ધતા ભાસે છે. ઘડીકમાં આમ જોઉં છું અને ઘડીકમાં આમ જોઉં છું. હવે શું કરવું? હું ખરેખર શુદ્ધ છું કે ખરેખર અશુદ્ધ છું. અત્યાર સુધી તો હું અશુદ્ધ છું તેમ માનીને પ્રવૃતિ કરી. પરંતુ આજે એક નવો અખતરો કરું છું.
તેને શ્રીગુરુ કહે છે કે તારો આત્મા શુદ્ધ છે, તેને જાણ તો તને અતીન્દ્રિયસુખ પ્રગટ થશે. કયારે? હમણાં. ગુરુનું વચન સાચું છે કે ખોટું તેની પરીક્ષા અનુભવથી કરવામાં શું વાંધો ! પર્યાય ઉપર દૃષ્ટિ રાખીને આમ.. આમ ( હકાર) કરતો તો, અને બીજી બાજુ શુદ્ધતાની વાત આવે ત્યાં “હા” કે “ના” કાંઈ નહોતો કરતો. “હા” પણ નહોતો પાડતો અને “ના” પણ નહોતો પાડતો. હવે શુદ્ધતાનું બીજું પડખું શ્રીગુરુએ બતાવ્યું તેમાં “ના” કહેવાની હિંમત ચાલે નહીં. અને અશુદ્ધતાની શ્રદ્ધા છે તેથી શુદ્ધતાની
હા” પડતી નથી. “ના” પાડી શકાય નહીં અને “હા” પાડવામાં મૂંઝવણ છે. કેમકે એક ઠેકાણે “હા” પાડી છે તો બે ઠેકાણે તો “હા” થાય નહીં. આ મુદ્દાની વાત છે હોં !
શ્રીગુરુ કહે છે-આત્માના બે પડખાં છે. શિષ્ય કહે બરાબર છે, એક ત્રિકાળી શુદ્ધનું પડખું અને એક વર્તમાન અશુદ્ધનું પડખું. બે પડખાં છે તેમાં અમારે શું કરવાનું? તે અનંતકાળથી શું કર્યું છે? હું અશુદ્ધ છું, હું સંસારી છું, હું રાગી છું, હું મિથ્યાષ્ટિ છું ઇત્યાદિ પડખાને જાણીને “હા' પાડતો હતો, તેનું શ્રદ્ધાન કરતો હતો. હવે આપે બીજું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #309
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૧
પડખું બતાવ્યું તે પણ જાણ્યું ખરું પરંતુ અહીં અશુદ્ધતામાં ‘ હા ’ પડી ગઈ છે એટલે અહીં શુદ્ધતામાં ‘હા ’ પડતી નથી. અને આપ કહો છો તેથી ‘ ના ’ પણ પાડી શકાય તેમ નથી. જો ‘ ના ’ પાડે તો દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ ગયો. મને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા છે. સર્વજ્ઞ ભગવાન કહે છે-આત્મા શુદ્ધ છે એટલે ‘ના’ પાડી શકાતી નથી. નકારમાં ડોકું ધુણાવી શકાતું નથી. અને અશુદ્ધતામાં હકારમાં ડોકું ધુણાવ્યું છે એટલે અહીંયા નકારમાં ડોકું ધુણાવી શકાતું નથી. ત્યારે તેણે છ મહિના સુધી વિચાર કર્યો.
તેમ અહીંયા કહે છે કે–વધારેમાં વધારે છ મહિનામાં થશે. આમ તો અંતર્મુહૂર્તમાં અનુભવ થશે. હવે તેને થાય છે કે-શ્રીગુરુ કહે છે તો એક અખતરો તો કરું. શ્રી ગુરુ કહે છે તું અશુદ્ધ માની બેઠો છો પરંતુ આત્મા અશુદ્ઘ થયો નથી, આત્મા તો શુદ્ધ છે. શુદ્ધતાની વાત પર ‘ના ’માં ડોકું ધુણાવતો હતો.. હવે નકાર બંધ કરી દઉં. શુદ્ધતા તરફ હકાર કરવામાં બહુ વાર લાગી કારણ કે અનાદિનું મિથ્યાત્વ છે ને ! હું શુદ્ધ છું તેમાં હિંમત જ ચાલતી ન હતી. હવે આમ સ્થિર થઈ ગયો, વિચાર કર્યો. ‘ હા ’ પણ નહીં અને ‘ના ’ પણ નહીં. હવે બન્ને બાજુ જોવા લાગ્યો પણ હા, હા, કરતો બંધ થઈ ગયો. હું મનુષ્ય છું, તિર્યંચ છું, સ્ત્રી છું, પુરુષ છું એવી અશુદ્ધતાનો હકા૨ બંધ થઈ ગયો.
હવે આગળ વધ્યો, વિચાર કર્યો કે–લાવ, અખતરો કરું. શ્રી ગુરુ કહે છે અને મને પણ સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર ઉપર શ્રદ્ધા છે. હવે શુદ્ધતા બાજુ જ્યાં આમ આમ (હા.. હા) કહી ત્યાં તો અનુભવ થઈ ગયો. તેને અતીન્દ્રિય આનંદ આવ્યો. હવે અશુદ્ધતા બાજુ (નકાર) આમ આમ કરવા માંડયો. જ્યાં નિર્વિકલ્પ ધ્યાનમાંથી જરાક ખસ્યો, સવિકલ્પ દશામાં આ બાજુ આવ્યો, પણ હવે તે હકાર કરતો નથી. છે તેને જાણે છે, તે જાણેલો પ્રયોજનવાન છે.
આહા ! શુદ્ધતાના હકા૨માં તોઅનુભવ થયો, શ્રદ્ધાન થયું અને સમ્યગ્દર્શન થઈ ગયું. અશુદ્ધતા ભિન્ન પણે રહી ગઈ. પહેલાં અશુદ્ધતામાં ( હા... હા ) આમ.. આમ કરતો હતો હવે તે હું નહીં પરંતુ જ્ઞાયક તરફ હકાર કરવા લાગ્યો.
આ વાત સમયસારમાં છે. એક બાજુથી જોઉં છું તો સંસાર દેખાય છે અને બીજી બાજુથી જોઉં છું તો મોક્ષ દેખાય છે. આ દાખલો સોનગઢમાં ભરસભામાં આપ્યો હતો. અને તેમાં નવરંગભાઈ મોદીના માતુશ્રી મોટી ઉંમરના હતા તેમને તો એવું પકડાઈ ગયું કે-ઓહો ! આ તો પ્રેકટીલ છે. આમાં કાંઈ શાસ્ત્ર ભણવાની જરૂર નહીં, નયના પ્રયોગની જરૂર નહીં. ૫૨ સાથે કાંઈ લેવા દેવા નથી. પર્યાયમાં આમ.. આમ (હકાર) કરું છું તેને બદલે હવે જ્ઞાયકમાં (હકાર) આમ.. આમ કરું, અને અહીં પર્યાયમાં (નકાર ) આમ... આમ... કરું.
ઘણાં વર્ષ પહેલાંની વાત છે. હું જતો હતો ટ્રેઈનમાં મુંબઈ, ત્યારે બધા સ્ટેશને
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #310
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
રદર
પરિશિષ્ટ ૨ મૂકવા આવ્યા હતા. હું ડબ્બામાં બેઠો હતો અને નવરંગભાઈના બા સામે ઉભા હતા. સામે ઉભા ઉભા બે હાથ લંબાવી અને એક બાજુ હકાર અને બીજી બાજુ નકાર કરવા લાગ્યા. તેમણે મને ખુશી બતાવી.. કે–મારું કામ થઈ ગયું. પછી આ દેષ્ટાંત મૈસુરમાં પણ આપેલો એ આ ભાઈએ યાદ કરાવ્યું. શ્રવણ બેલગોલામાં કહ્યું હતું અને પછી મૈસુર ગયા ત્યાં આ દાખલો આપ્યો તો બધા ખુશ.. ખુશ થઈ ગયા હતા. અજાણ્યા માણસો કે જે ભાષા ન જાણતા હોય તે પણ ઈશારાથી સમજી જાય. આ પ્રેકટીકલ વાત છે.
પરિશિષ્ટ - ૨
તા. ૯/૯/’૯૧
પ્રવચન નં:-૧૬
સ્થળ:- જામનગર
આજે શૌચધર્મનો દિવસ છે. મૂળવાત ખ્યાલમાં આવી જાય તો કામ થઈ જાય. અનાદિકાળથી પર્યાયબુદ્ધિ છે. પર્યાયદેષ્ટિ એટલે શું? તે પર્યાયને જ આત્મા માને છે. પર્યાયનો જ ધણી થઈને બેઠો છે. પરંતુ તે પર્યાય આત્મા નથી, એ પર્યાય નાશવાન છે. પુણ્ય-પાપના પરિણામ, ઇન્દ્રિયજ્ઞાન, શાસ્ત્રજ્ઞાન તે કાંઈ આત્મા નથી. તે આત્માની ચીજ ન હોવા છતાં તેને પોતાની માને છે. રાગને પોતાનું માને છે, શાસ્ત્રજ્ઞાન પણ મારું છે. આ પૂજા-ભક્તિના પરિણામ મેં કર્યા. અરે ! એ પરિણામ થાય છે તેને હું જાણું છું તે વાતની ખબર નથી. પરિણામ આવે છે તેમાં કર્તાબુદ્ધિ કરી લ્યે છે.
આહા ! શુભભાવ અજ્ઞાનીને આવે છે અને જ્ઞાનીને પણ આવે છે. એક માને છે કે-આ શુભભાવ મેં કર્યો અને તે કરતાં-કરતાં ધર્મ થશે, લાભ થશે. બીજો સાધક બેઠો છે ભક્તિમાં ને પૂજામાં, એ જાણે છે કે શુભભાવ આવે છે ને જાય છે. તેને પણ હું દૂર રહીને જાણું છું, તેની સમીપે જઈને તેને જાણતો નથી. તેની સમીપે એટલે તેનું લક્ષ કરીને શુભભાવ જ્ઞાનનું શેય થતું નથી. આત્માના લક્ષપૂર્વક શુભભાવ જણાય તો તેને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવે છે. શુભભાવ શુભભાવના લક્ષ વગર જણાય છે. આ ૭૧ નંબરનો કળશ છે. પૂ. ગુરુદેવ પાસેથી ઘણી વખત સાંભળ્યો છે. પર્યાય દૃષ્ટિ છૂટી અને દ્રવ્યદૃષ્ટિ થાય તેવો બહુ ઊંચો આ કળશ છે. પર્યાયર્દષ્ટિ એટલે દેહને પોતાનો માનવો, રાગને પોતાનો માનવો, પરિણામને પોતાના માનવા તે પર્યાયર્દષ્ટિ છે. “ જે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે.” સુબુદ્ધિઓને એટલે સમ્યગ્દષ્ટિ જીવોને–સાધકને, તેમજ કુબુદ્ધિ એટલે કે મિથ્યાર્દષ્ટિઓને પ્રથમથી જ શુદ્ધતા છે. પહેલા અશુદ્ધતા હતી અને પછી શુદ્ધતા થઈ છે તે જીવ નથી. તે વ્યવહા૨જીવ છે પણ નિશ્ચયજીવ નથી. એ પર્યાય છે દ્રવ્ય નથી. દ્રવ્ય અને પર્યાય આ વસ્તુ તો ખાસ સમજવા જેવી છે. સોનું છે તેને દ્રવ્ય કહેવાય અને તેની અવસ્થા એટલે ઘાટ થાય જે બંગડી, વીંટી, પોંચી તે બધાને તેની પર્યાયો કહેવાય. એ સોનીની પર્યાય નથી પરંતુ તે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #311
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૩
શુદ્ધ અંત:તત્ત્વ સોનાની પર્યાય છે. તે સોનાના પરિણામ છે તે ચાંદીના કે લોઢાના પરિણામ નથી. તે સોનાના પરિણામ હોવા છતાં તે સોનું નથી. ચેઈન, બંગડી, મંગળસૂત્ર તે સોનાના પરિણામ છે. એ જે સોનાની અવસ્થાઓ છે તે સોનું નથી. સોનું તો અવસ્થાઓની સાથે અન્વયરૂપે રહેલું છે. અવસ્થાઓ પલટે છે પણ સોનું પલટતું નથી.
એક પાંચ તોલાની બંગડીના ક્રમે ક્રમે દસ ઘાટ કરવામાં આવે છે. એક ઘાટ કરે, પાછો ભાંગીને બીજો ઘાટ કરે, તેની ઘડાઈના પૈસા આપે પરંતુ સોનું તો પાંચ તોલાનું પાંચ તોલા જ રહે છે. એ પણ પ્રમાણિક સોની પાસે કરાવે તો.. બાકી સોનું ખાય જાય છે. સોનું તો પાંચ તોલાના પાંચ તોલા જ રહે છે. કિંમત સોનાની છે કે ઘાટની છે? સોનીને ઘાટની કિંમત નથી. જો ઘાટ ઉપર નજર હશે તો એક ઘાટ સારો લાગશે અને એક ખરાબ લાગશે, તો રાગ ને દ્વેષ થશે. પરંતુ સોના ઉપર નજર રાખશે તો રાગ પણ નહીં થાય અને દ્વેષ પણ નહીં થાય.
એમ અહીંયા કોઈ સુબુદ્ધિ હો કે કોઈ મિથ્યાષ્ટિ હો! બન્ને પ્રથમથી, ત્રણેકાળ સિદ્ધ સમાન બધા આત્માઓ છે. કૂતરાને જોઉં, હાથીને જોઉં, કીડીને જોઉં કે માણસને જોઉં, દેવને જોઉં તો બધા ભગવાન આત્માઓ છે. હું કોના ઉપર રાગ કરું ને કોના ઉપર દ્વેષ કરું. કેમ કે મને કોઈની પર્યાયો જણાતી જ નથી. પર્યાયની પાછળ રહેલો ભગવાન પરમાત્મા છે. બધા આત્મા છે તેથી દ્રવ્ય અપેક્ષાએ બધા સાધર્મી છે. જેવો મારો આત્મા છે તેવો જ બધાનો આત્મા છે.
જે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે.” અનાદિથી જ શુદ્ધ છે. બધા આત્મા પરિપૂર્ણ પરમાત્મા છે. કીડીમાં રહેલો આત્મા, માંકડમાં રહેલો કે મચ્છરમાં રહેલો આત્મા પણ પરમાત્મા છે.
સુબુદ્ધિઓને એટલે અંતરાત્માની દશા જેને થઈ હોય તેમજ કુબુદ્ધિ એટલે બહિરાત્મા હોય તે બે પ્રકારના પરિણામ છે કે બે પ્રકારના જીવો છે? એક સમ્યગ્દષ્ટિ અને એક મિથ્યાષ્ટિ છે. “સુ” અને “કુ’ આ રીતે લખ્યું છે. સુબુદ્ધિની સામે કુબુદ્ધિ લખ્યું. કુબુદ્ધિ એટલે વિપરીત માન્યતા. બે પ્રકારના પરિણામ જીવોના થાય છે તેમાં કોઈને સભ્યતા હોય અને રાગાદિ હોય એટલે કુબુદ્ધિ હોય.
અહીં કહે છે કે-તેમને બન્નેને પ્રથમથી જ શુદ્ધતા છે. તેનામાં તો અનાદિથી શુદ્ધતા પડી છે. જે શુદ્ધતા પ્રગટ થાય છે તે પણ અમારા જ્ઞાનનું જ્ઞય નથી. અજ્ઞાનીને જે અશુદ્ધતા પ્રગટ થાય છે તે પણ અમારા જ્ઞાનનું શેય નથી. અમારી પાસે એવું જ્ઞાન જ નથી કે જે પર્યાયને જાણે. કેમકે જે દ્રવ્યને જાણવાનું ભૂલીને પર્યાયને જાણવા જાય છે તો તેને પર્યાયદેષ્ટિ ઉત્પન્ન થાય છે.
કોઈ મિથ્યાષ્ટિ હોય કે કોઈ સમ્યગ્દષ્ટિ હોય તેની સાથે મારે કોઈ સંબંધ નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #312
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૬૪
પરિશિષ્ટ - ૨
એ બે પ્રકારનો ભેદ પર્યાયની પ્રધાનતાથી પડયો છે. એક સુદૃષ્ટિ અને એક કુદૃષ્ટિ. એ બન્નેમાં અમે તેનાં પરિણામને જોતા નથી. જોતા નથી એટલે પરિણામને જોવાની મારી પાસે ચક્ષુ જ નથી. મારામાં શુદ્ધતા છે અને તેનામાં શુદ્ધતા છે. અમે અમારા પરિણામને જાણતાં નથી તેથી અમે બીજાના પરિણામને પણ જાણતા નથી. અમે અમારા શુદ્ધાત્માને જાણીએ છીએ અનુભવીએ છીએ તો અમારો આત્મા અનાદિનો શુદ્ધ છે.. એમ જ્ઞાનમાં શેયપણે જણાય છે. અમારો આત્મા અમારા જ્ઞાનમાં જેવો જણાયો તેવા જ બધા આત્માઓ છે. અમારી પાસે પરિણામને જોવાની ચક્ષુ જ નથી. પરિણામને જોવાનું જ્ઞાન અમારી પાસે નથી કેમકે શુદ્ઘનય એક જ છે.. તેથી શુદ્ધાત્મા એક જ છે.
આહા ! જીવના બે પ્રકાર નથી. (૧) સમ્યગ્દષ્ટિ અને (૨) મિથ્યાર્દષ્ટિ. એ તો પર્યાયના બે પ્રકાર છે. અથવા તો એ ૫દ્રવ્યના બે પ્રકાર છે. જુઓ! પરિણામ છે, પરિણામને જાણનાર એક પર્યાયાર્થિકનય છે. વ્યવહારનય છે ખરી.. પણ, આહાહા ! મેં તેને જાણવાનું બંધ કર્યું છે. અને તું પણ તેને જાણવાનું બંધ કરી દે. જે જ્ઞાનવડે હું શુદ્ધાત્માને જાણું છું તે જ જ્ઞાનવડે તું શુદ્ધાત્માને જાણ.. તો તને સમ્યગ્દર્શન થઈ જશે. બીજી વ્યવહારનય છે કે નથી તે અમે જાણતાં જ નથી. આહા ! તે હો તો હો ! અને ન હો તો ન હો ! પરંતુ શુદ્ધનય તો છે.. છે.. ને છે. કેમકે તે શુદ્ધને પ્રગટ કરે છે.
સુદૃષ્ટિ હો કે કુદૃષ્ટિ હો તેવા બે પ્રકાર વ્યવહારનય કહે છે. વ્યવહારનય બે પ્રકારના જીવ કહે છે તે વાત જૂઠી છે. જીવ ત્રણેકાળ એક જ પ્રકારનો હોય. જીવના બે પ્રકાર ન હોય. સંવર અને આસ્રવ તેવા પર્યાયમાં બે ભેદ છે, જીવમાં બે ભેદ નથી. સુષ્ટિ એટલે સંવ-નિર્જરા તત્ત્વ અને કુદૃષ્ટિ એટલે આસ્રવ, બંધ તત્ત્વ તે જીવ નથી.
અમે જીવની વાત કરીએ છીએ. જીવને પ્રથમથી જ અનાદિથી જ શુદ્ધતા છે. શુદ્ધતા થાય છે એમ લખ્યું નથી. પ્રત્યેક આત્મા સ્વભાવે શુદ્ધ છે. શુદ્ઘનયથી જોનારને આત્મા શુદ્ધ ભાસે છે. અમે અમારા આત્માની અંતરસન્મુખ થઈને, પરિણામનું લક્ષ છોડીને અમે ત્રિકાળી શાશ્વત દ્રવ્યનું લક્ષ કર્યું તો અમને એમ દેખાયું કે–આત્મા અનાદિનો શુદ્ધ છે. આત્મા અનાદિનો શુદ્ધ છે તેમ જણાયું. કાલે અશુદ્ધ હતો અને આજે શુદ્ધ થયો તેવું અમારી પાસે જ્ઞાન જ નથી. એવું જ્ઞાન અત્યારે અસ્ત થઈ ગયું છે. જ્યારે વ્યવહારનય અસ્ત થાય છે ત્યારે શુદ્ધનય ઉદય થાય છે.
,,
આહાહા ! એ શુદ્ઘનય વડે મેં મારા આત્માને જાણ્યો. હું મને મુનિ તરીકે જાણતો જ નથી. મુનિ છે તે પરિણામનો ધર્મ છે. દ્રવ્ય તો પ્રથમથી જ અનાદિથી જ શુદ્ધ છે ૫રમાત્મા છું. –“ સવ્વ શુદ્ધા શુદ્ઘનયા આ દ્રવ્યસંગ્રહનો પાઠ છે. આ પાઠ ધવલ મહાધવલ છે ને તેમાંથી ઉતરી આવેલો પાઠ છે. શુદ્ધનયથી જોવામાં આવે તો બધા આત્માઓ શુદ્ધ છે. પછી તે અંતરાત્મા હોય, બહિરાત્મા હોય કે ૫રમાત્મા હોય, તે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #313
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૬૫ આત્મા અનાદિથી જ શુદ્ધ રહેલા છે. અશુદ્ધ થાય છે તે બીજો, શુદ્ધ થાય છે તે બીજો,
જ્યારે હું તો પ્રથમથી જ શુદ્ધ છું. પર્યાયને ગૌણ કરી, પર્યાયનું લક્ષ છોડી અને પરિણામની સાથે સમીપવર્તી ભગવાન આત્મા બિરાજમાન છે. તે તો પ્રથમથી જ શુદ્ધ છે.
શુદ્ધનય એક જ છે કારણ કે શુદ્ધાત્મા એક જ છે. શુદ્ધાત્માના બે રૂપ નથી. કોઈ સમ્યગ્દષ્ટિ અને કોઈ મિથ્યાદેષ્ટિ તે આત્મા નથી તે બન્ને સ્વાંગ છે, સ્વભાવ નથી. સંવર, નિર્જરા ને મોક્ષ પણ સ્વાંગ છે, સ્વભાવ નથી. પુણ્ય-પાપ-આસ્રવ, બંધ તે પણ સ્વાંગ છે સ્વભાવ નથી. સ્વાંગ તો નીકળી જાય છે. સ્વાંગ ધારણ કરે છે ત્યારે પણ જીવતો પ્રથમથી જ શુદ્ધ છે. એ સ્વાંગ નીકળી જાય ત્યારે પણ, પ્રથમથી જ શુદ્ધ છે. શુદ્ધ થાય છે ત્યારે પણ શુદ્ધ છે અને તેની પૂર્વે અશુદ્ધતા વખતે પણ શુદ્ધ છે. આ રીતે શુદ્ધતામાં કાંઈ પણ ભેદ તફાવત હોતો નથી. મોક્ષ થયો તો આત્માની શુદ્ધતા વધી ગઈ, નિગોદમાં ગયો તો આત્માની શુદ્ધતા ઘટી ગઈ તેમ નથી. પરિણામમાં ભલે વધઘટ થાય પરંતુ ભગવાન આત્મા તો અઘટિત ઘાટ છે. એ ચૈતન્યમૂર્તિ ટંકોત્કીર્ણ તો જેવો છે તેવો જ છે.
જે સુબુદ્ધિઓને એટલે કે સમ્યગ્દષ્ટિઓને તેમજ કુબુદ્ધિઓને એટલે મિથ્યાદેષ્ટિઓને પ્રથમથી જ શુદ્ધતા છે, પહેલેથી જ શુદ્ધતા છે. એકને પહેલેથી અશુદ્ધતા હતી અને સમ્યગ્દર્શન થયું અને પછી શુદ્ધતા થઈ એવા જીવના બે પ્રકાર જ નથી. તે પરિણામના બે પ્રકાર છે, પરદ્રવ્યના બે પ્રકાર છે. સ્વદ્રવ્યના બે પ્રકાર ન હોય. તે તો એક જ પ્રકારે છે.
આજે શૌચ ધર્મ છે ને! આત્મા પ્રથમથી જ પવિત્ર છે. મલિન થયો જ નથી, મલિન થતો નથી માટે પવિત્ર પણ થતો નથી. મલિન છે તે બીજો અને પવિત્ર થાય એ બીજો અને પ્રથમથી જે પવિત્ર છે તે હું, તે ત્રીજો છે. આ તો કોઈ અપૂર્વ વાત છે.
ચક્રવર્તીના પુણ્ય કરતાં પણ અનંતગણું પુણ્ય વધી જાય ત્યારે જિનેન્દ્ર ભગવાનની વાણી, સર્વજ્ઞની વાણી કાન ઉપર આવે છે. આ વાણીને દિવ્યધ્વનિ સાથેનો સીધો સંબંધ છે. કુંદકુંદાચાર્યના શાસ્ત્રોને સીધો સંબંધ છે. તેઓ મહાવિદેહક્ષેત્રમાં ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યા હતા. જેમણે પ્રત્યક્ષ જોયું છે તે આ વાત કરે છે. વાત સો ટકા સાચી છે. કોઈ માનો કે ન માનો પરંતુ નજરે જોયેલી આ વાત છે. તેમને નજરે જોનારા પણ ભારતમાં અત્યારે અહીં છે. એમણે કહેલી વાત પરમ સત્ય છે. કુંદકુંદભગવાન આઠ દિવસ ત્યાં રહ્યાં હતા. અને ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે.
આત્મા તો પ્રથમથી જ શુદ્ધ છે. અશુદ્ધ થયો જ નથી અશુદ્ધ થયો હોય તો શુદ્ધ થાય ને? કપડું મલિન થયું હોય તો તેને ધોવું પડે! અને ધોતાં ફરીથી નિર્મળ થાય. તેમ ભગવાન આત્મા તો અનાદિથી-પ્રથમથી જ શુદ્ધતાથી ભરેલો છે. તે જ્ઞાન ને આનંદથી છલોછલ ભરેલો છે. તેમાં અતીન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયઆનંદ છલોછલ ભરેલા છે. તેમાં ઇન્દ્રિયજ્ઞાન નથી, તેમાં શાસ્ત્રજ્ઞાન નથી. અરે ! નવતત્ત્વો તેમાં નથી. નવતત્ત્વોમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #314
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬
પરિશિષ્ટ – ૨ કેટલીક શુદ્ધતા છે અને કેટલીક અશુદ્ધતા છે. મોક્ષની પરિપૂર્ણ શુદ્ધતા છે એવો ભેદ ભગવાન આત્મામાં નથી. અનંતગુણનો પિંડ પ્રથમથી જ શુદ્ધ છે. મારે શુદ્ધ થાવું નથી હું તો પ્રથમથી જ શુદ્ધ છું ને!
હું શુદ્ધ છું તેમાં પર્યાય શુદ્ધ થઈ જાય છે. એમ જ્ઞાન જાણે છે. પરંતુ પર્યાય શુદ્ધ થઈ એટલે હું શુદ્ધ થયો તેમ નથી. એ તો પ્રથમથી જ શુદ્ધ છે. જેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર તો પડી છે પરંતુ જ્ઞાન કરવા પ્રત્યે પણ જેને ઉપેક્ષા વર્તે છે. આ કળશ લખ્યો ત્યારે પર્યાયને જાણવાની પણ ઉપેક્ષા વર્તે છે.
કહ્યું? તેને પર્યાયો છે, પર્યાયોનું જ્ઞાન પણ છે, પરંતુ અત્યારે અમારું લક્ષ ત્રિકાળી સામાન્ય દ્રવ્ય ઉપર ગયું છે. તેના ઉપર લક્ષ રાખીને આ વાણી આવી છે. એમાં તો અમને એમ દેખાય છે કે-કોઈ મિથ્યાષ્ટિ નથી અને કોઈ સમ્યગ્દષ્ટિ નથી. આહાહા ! બધા ભગવાન આત્મા છે. તે પ્રથમથી જ શુદ્ધ છે અનાદિથી જ શુદ્ધ છે.
તેમનામાં ” એ બન્ને જીવોમાં પ્રથમથી જ શુદ્ધતા છે. તો “તેમનામાં ભેદ હું કયા નયથી જાણું.” ભેદ કરનારી જે વ્યવહારનય છે તે અત્યારે અસ્ત થઈ ગઈ છે અને શુદ્ધનય ઉદય પામી છે. પર્યાયષ્ટિ છૂટી અને દ્રવ્યદૃષ્ટિ થઈ જાય તેવો આ શ્લોક છે. પાછા કોઈ તર્ક કરે કે પર્યાયને જાણતાં પર્યાયદેષ્ટિ ન થાય? ભાઈ ! એ વાત જુદી અને આ વાત જુદી છે. દ્રવ્યને જાણ્યા પછી પર્યાય જણાય તો પર્યાયષ્ટિ ન થાય. દ્રવ્યને તો તારે જાણવું નથી અને પર્યાયને જાણવાનો તને લોભ થઈ ગયો છે. “જાણવાના લોભમાં સઘળો આ સંસાર છે.” ઘાટકોપરવાળો આપણો રમેશ છે તે ભક્તિમાં બોલે છે.
પર્યાય જાણવી તો જોઈએ ને? પર્યાય છે તો ખરી કે નહીં ? આહાહા ! અમે કહીએ છીએ દ્રવ્ય છે કે નહીં ? દ્રવ્યને તો જાણવું જોઈએ ને ? બોલ ! તું કહે તેમ કરીએ. આપણે બન્ને છીએ તેમાં ચાલ તું પ્રયોગ કર પર્યાયને જાણવાનો અને હું પ્રયોગ કરું દ્રવ્યને જાણવાનો! પછી બે માંથી કોને આનંદ આવે છે તે જો !? તને આનંદ આવે છે કે મને તે કહે. તું પર્યાયને જોયા કર અને હું દ્રવ્યને જોયા કરું. હું દ્રવ્યને જોઈને બહાર આવું છું તું પર્યાયને જોઈને બહાર આવ. પછી આપણે બન્ને વાત કરીએ. સાહેબ ! હું હાર્યો અને તમે જીત્યા. જો લાયક જીવ હોય તો તેમ કહી દે. બાકી દૂરભવી હોય તો ટસના મસ ન થાય. તેના ધંધા બધા ઊંધા હોય.
અરે! અમે દ્રવ્ય સ્વભાવ ઉપર નજર રાખીને કહીએ છીએ.. તું સાંભળ તો ખરો ! તારે પર્યાયનું જ્ઞાન કરવું છે અને તારે પર્યાયનું જ્ઞાન વધારવું છે. અમારે પર્યાયનું જ્ઞાનેય કરવું નથી અને વધારવુંએ નથી. અમારે તો દ્રવ્યનું જ્ઞાન કરવું છે.. અને દ્રવ્યને આશ્રયે જ પરિપૂર્ણ પરમાત્મદશા થઈ જશે. દ્રવ્યને આશ્રયે કેવળજ્ઞાન થશે. સમ્યગ્દર્શન થાય તે તો સાધારણ ચીજ છે.. અને એક સમયમાં થાય છે. પરંતુ દ્રવ્યને જાણવામાંથી જ્યારે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #315
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૬૭
બહાર જ આવે નહીં, ભેદને જાણવા જાય જ નહીં ત્યારે કેવળજ્ઞાન થાય. ઉપયોગ ધારા વાહી બેઘડી અંદરમાં રહે તો શુક્લધ્યાનની શ્રેણી માંડીને તેને પરમાત્મપદની પ્રાપ્તિ
થાય.
અહીં કહે છે કે–તેમનામાં કાંઈ પણ ભેદ તફાવત હું કયા નયથી જાણું ? એટલે તેમની પાસે તફાવત કરનારી કોઈ નય જ નથી. આ શું કહો છો ? એકને બંધ અને એકને મોક્ષ, એક મિથ્યાર્દષ્ટિ અને એક સમ્યગ્દષ્ટિ, એકને ભેદજ્ઞાનનો સદ્ભાવ અને એકને ભેદજ્ઞાનનો અભાવ, આવું તો ઘણુંય આવે છે. શાસ્ત્રમાં બે પ્રકાર તો આવે છે. તારી નજર બે પ્રકાર ઉપર હોવાથી એક પ્રકાર ઉપર આવતી નથી. આ આવું ને આ આવું એમ જ જાણ્યા કરે છે.
અહીંયા ધર્માત્મા છે જે પરમાત્મા થવાની તૈયારીવાળા છે તે એમ ફરમાવે છે કેબે પ્રકારના જીવો અમને દેખાતા નથી. જીવ ત્રણેકાળ એક જ પ્રકારનો હોય. જીવના બે પ્રકાર કહેવા તે ઉપચાર છે. એક અપેક્ષાએ તેને આળ દીધા બરાબર છે. આહાહા ! એ જીવનું હળાહળ અપમાન કરી રહ્યો છે. જીવ ત્રણેયકાળે એક જ પ્રકારનો હોય. જેમ મોક્ષમાર્ગ એક જ પ્રકારનો હોય તેમ જીવ પણ ત્રણેયકાળ એક જ પ્રકારનો હોય. ચોથાકાળે આવો, પાંચમાકાળે આવો, છઠ્ઠાકાળે આવો એવું છે નહીં.
જેમનામાં “ પ્રથમથી જ શુદ્ધતા છે તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું. જીવને જુદા પાડવાની નય મારી પાસે નથી. જુદા કયારે પાડું કે મને જીવના બે પ્રકાર ભાસતા હોય તો ! વાત જરા ઝીણી અને સૂક્ષ્મ છે, સાંભળવા જેવી છે, સમજવા જેવી અને અપનાવવા જેવી વાત છે. બે પ્રકારના જીવ જ નથી. જીવ એક જ પ્રકારનો છે.. તો હું તેમનામાં ભેદ એટલે તફાવત કઈ નયથી જાણું ? જો જીવ બે પ્રકારના હોય તો નય બે પ્રકારની હોય. આ શું કહ્યું ? જીવના જો બે પ્રકાર હોય તો તેને જાણનારી નયના બે પ્રકાર હોય, પણ જીવ તો અનાદિનો એક જ પ્રકા૨નો છે. તે એકનો બે થતો નથી તો એકનો નવ તો કયાંથી થાય?
,
આહાહા ! અનાદિ અનંત આત્મા એક અને શુદ્ધ છે. એક અને શુદ્ધ તે શબ્દો બહુ આવે છે. ‘હું એક જ્ઞાયકભાવ છું’ તેમ ‘ એક' વિશેષણ સમયસારમાં બહુ આવે છે. ‘હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમયી ખરે.”
66
શું કહે છે ? તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું ? કેમકે પર્યાયને જોનારું જ્ઞાન મારી પાસે નથી. સાધક જીવ કહે છે–દ્રવ્યને જોનારું જ્ઞાન મને પ્રગટ થઈ ગયું છે. કોઈ સમ્યગ્દષ્ટિ હો કે મિથ્યાર્દષ્ટિ હો મને તફાવત લાગતો નથી. સમ્યગ્દષ્ટિ પૂજનિક છે અને મિથ્યાર્દષ્ટિ તિરસ્કાર કરવા યોગ્ય છે? તો કહે છે–ના, એ તારી ભૂલ થાય છે. એ ભાવથી તને નુકશાન થશે. વ્યવહારનયની વાતો અનેક પ્રકારની છે. જીવ મિથ્યાર્દષ્ટિ છે,
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #316
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૮
પરિશિષ્ટ - ૨ જીવ સમ્યગ્દષ્ટિ છે, જીવ સંસારી છે, જીવ મોક્ષગામી છે, આહાહા ! વ્યવહારનય ફરતી ફરતી વાતો કરે છે. નિશ્ચયનય અનાદિ અનંત એક પ્રકારની વાત કરે છે.
“તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું?” મારી પાસે એવું જ્ઞાન નથી કે-આ સમ્યગ્દષ્ટિ અને આ મિથ્યાદૃષ્ટિ તેમ જાણે. મારી પાસે શુદ્ધાત્માને જાણનારું એક જ પ્રકારનું જ્ઞાન છે. જે મને પ્રગટ થઈ ગયું છે. જે જ્ઞાન શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરે છે તે જ્ઞાન છે. જે જ્ઞાન પરદ્રવ્યને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન નથી. પર્યાયો બધી જ પરદ્રવ્ય છે. પર દ્રવ્યને પ્રસિદ્ધ કરે એ જ્ઞાન પોતે પરદ્રવ્ય છે. જે સ્વદ્રવ્યને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું છે અને તે સાચું છે.
મને પાસે દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ ગઈ છે, એ દ્રવ્યદૃષ્ટિથી જોઉં છું તો મારો આત્મા શુદ્ધ છે, એમ બધાના આત્માઓ સિદ્ધ સમાન શુદ્ધ જ છે. તેથી મને કોઈના પ્રત્યે રાગદ્વષ થતો જ નથી. દિવ્યચક્ષુ જેને ઉઘડી ગયા છે તેને આ મારો ભક્ત અને આ મારો ભક્ત નથી તેમ દેખાતું નથી. આ જૈનમતિ અને આ અન્યમતિ તેમ દેખાતું નથી. આ
સ્ત્રી ને આ પુરુષ એમ દેખાતું નથી. બધા ભગવાન આત્મા! ચિદાનંદ આત્મા અંદર બિરાજમાન છે.
આહા ! “તેમનામાં ભેદ કઈ નથી જાણું?” તેમનામાં કાંઈ પણ ભેદ અર્થાત્ તફાવત નથી.” આ કળશમાં વ્યવહારનયની મશ્કરી એટલે ઠેકડી ઉડાડી છે. વ્યવહારનય આત્માનું અન્યથા કથન કરે છે. જેવું સ્વરૂપ છે એવું એ કથન કરતી નથી. એટલે એ નય જ નથી-એ જ્ઞાન જ મારું નથી. આત્માને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું. અનાત્માને આત્માપણે પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું જ્ઞાન નહીં. હવે અમે વ્યવહારના પક્ષમાંથી છૂટી ગયા છીએ. અમને અનાદિનો પક્ષ હતો પરંતુ એ પક્ષમાંથી અમારી બુદ્ધિ છૂટી ગઈ છે. અમને શુદ્ધ દ્રવ્યનયથી બધા આત્માઓ સમાન જ દેખાય છે. આત્માર્થી જીવો માટે આવા થોડા શાસ્ત્રો રહી ગયા છે.
આહા... હા! તેમનામાં કાંઈ પણ ભેદ, કિંચિત્ માત્ર તફાવત કેવી રીતે જાણું? મિથ્યાષ્ટિ ને સમ્યગ્દષ્ટિ તેમનામાં કાંઈ પણ તફાવત અમને દેખાતો નથી. કેમકે હું પર્યાયને જોતો નથી. મેં પર્યાયાર્થિકચક્ષુ સર્વથા બંધ કરી દીધી છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો બંધ કરી છે પરંતુ સવિકલ્પદશામાં પણ મેં બંધ કરી છે. સવિકલ્પદશામાં મને પર્યાય ચક્ષુ બંધ થઈ ગઈ છે. પર્યાયચક્ષુ બંધ થાય ત્યારે જ દ્રવ્યચક્ષુ ઉઘડે છે. દ્રવ્યને જાણનારું જ્ઞાન સમયે સમયે પ્રગટ થાય છે. તેની મુખ્યતાથી જોઉં છું તો બીજી નય મને દેખાતી નથી. કારણ કે બે પ્રકારના જીવો છે નહીં. આહા! બે પ્રકારના જીવો છે નહીં, પછી તે નિગોદમાં હો કે સિદ્ધમાં હો !
“જો નિગોદમેં, સોહી મુઝમેં, સોહી મોક્ષ મઝાર, નિશ્ચયભેદ કહું નાહીં, ભેદ ગિને સંસાર.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #317
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૬૯ નિગોદના અને સિદ્ધના તેમ બે પ્રકારના તો જીવો કહ્યાં છે. અહીં કહે છે-જીવના બે પ્રકાર નથી. પર્યાયના બે પ્રકાર છે અને તું પર્યાયને જીવ માની રહ્યો છો તેથી જીવ બે પ્રકારે ભાસે છે. તારી દૃષ્ટિ પર્યાય ઊપર પડી છે તેથી જીવ તને બે પ્રકારે ભાસે છે. આ સંસારી અને આ સિદ્ધ. કોઈ સંસારી નથી અને કોઈ સિદ્ધ નથી. એ બધા શુદ્ધાત્મા છે. તે સંસારની પર્યાયમાં બિરાજમાન હો કે મોક્ષની પર્યાયમાં બિરાજમાન હો, ભગવાન આત્મામાં કાંઈ ફરક નથી. એ તફાવત તો પર્યાયમાં છે. એકને બંધ પર્યાય છે અને એકને મોક્ષ પર્યાય છે.. તે પર્યાયના નામ છે, જીવના નામ નથી.
જીવ તો અનાદિ અનંત શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મા છે. તેમનામાં કાંઈ પણ ભેદ હું કઈ નયથી જાણું? ગુરુદેવ કહેતા કે વ્યવહારનયની આમાં ઠેકડી ઉડાડી છે, મશ્કરી કરી છે. વ્યવહારનય છે ખરી પણ વ્યવહારનો પ્રયોગ કરવાનું બંધ કરી દે ! હવે વ્યવહારનયથી જાણવાનું બંધ કરી દે! કેમકે વ્યવહારનયનો વિષય આત્મા નથી. તેનો વિષય નિમિત્ત -ભેદ છે. વ્યવહારનય પદ્રવ્યને પ્રસિદ્ધ કરે છે અને નિશ્ચયનય સ્વદ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. એ વ્યવહારનય આસ્રવ, બંધથી આગળ વધીને સંવર, નિર્જરા, મોક્ષને પ્રસિદ્ધ કરશે પરંતુ જીવને પ્રસિદ્ધ કરવાની તાકાત વ્યવહારમાં નથી.
વ્યવહારનયના બે પ્રકાર છે. (૧) પરાશ્રિત વ્યવહાર (૨) ભેદાશ્રિત વ્યવહાર. એ બે પ્રકારના વ્યવહારનો ભગવાન આત્મામાં અભાવ છે.. અને શ્રુતજ્ઞાનમાં પણ અભાવ છે. શ્રુતજ્ઞાનમાં એક શુદ્ધનય છે, બીજી કોઈ નય નથી તેથી કયા નયથી અમે ભેદ પાડીએ!? સંતો પરમાત્મા થવાની કળા ને વિધિ બતાવે છે.
તમે દ્રવ્ય અપેક્ષાથી શુદ્ધ કહો છો તે ઠીક છે, તે ભલે કહો, પરંતુ કથંચિત્ બે પ્રકારના જીવો તો છે ને ? આહાહા ! કથંચિત્ આત્માના સ્વભાવમાં નથી. પ્રભુ ! તું જો તો ખરો કે-સ્યાદ્વાદનો આત્મામાં અભાવ છે. એવા અભાવ સ્વભાવી આત્માને લક્ષમાં લેતાં આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે. એ આત્માનું જ્ઞાન જેમ છે તેમ જાણશે તેના ઉપર છોડી દે!
તેમનામાં કાંઈ પણ ભેદ, તફાવત, જુદાઈ હું કયા નયથી જાણું? મારી પાસે બીજી નય નથી કે આ મનુષ્ય છે ને આ તિર્યંચ છે તેમ જાણે ! આ ચોથા ગુણસ્થાનવાળો જીવ છે અને આ તેરમાં ગુણસ્થાનવાળો જીવ છે અને આ પહેલા ગુણસ્થાનવાળો જીવ છે તેમ જોઉં. જીવને ગુણસ્થાન ન હોય, ગુણસ્થાનવાળો જીવ ક્યાંથી હોય!
શું કહ્યું? જીવને ગુણસ્થાન હોય જ નહીં. એ ચૌદ ગુણસ્થાન છે તે પરિણામના ધર્મ છે, તે અપરિણામીનો ધર્મ નથી. જ્યારે હું તો અપરિણામી છે. “પરિણામ કો પરિણામ મેં રહેને દો, મેં તો અપરિણામી હું.” કલકત્તાનો એકાવતારી પુરુષ થઈ ગયો. તેને શરૂઆતમાં કોઈ ઓળખી શક્યું નહીં પછી ગુરુદેવ પાસેથી વાત આવી એટલે ઓળખાણ થઈ. તેઓ એકલી નિશ્ચયની વાત કરે એટલે કોઈને એકાંત લાગે, પણ તે સમ્યક એકાંત છે ભાઈ !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #318
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭)
પરિશિષ્ટ – ૨ - જ્ઞાયક ચિદાનંદ આત્મા જેના ઉપર દૃષ્ટિ પડતાં જે સમ્યગ્દર્શન થાય છે તેને અહીંયા જીવ કહેવામાં આવે છે. પર્યાય તરફ લક્ષ કરતાં તો રાગી પ્રાણીને રાગ જ થશે. અને દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડતાં નવી શુદ્ધતા પ્રગટ થશે. અનાદિથી નહીં પ્રગટ થયેલી તેવી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધતાની પરિણતી પ્રગટ થશે. તને મોક્ષમાર્ગ પ્રગટ થશે. પરંતુ તે બંધમાર્ગ અને મોક્ષમાર્ગને જાણનારી મારી પાસે નય નથી. કેમકે જીવ એવો છે નહીં. જીવ પહેલાં બંધમાર્ગમાં હતો અને પછી મોક્ષમાર્ગમાં આવ્યો એવો ભેદ તફાવત મને દેખાતો નથી. અત્યારે તો વ્યવહારનયની ચક્ષુ બંધ થઈ ગઈછે... અને દ્રવ્યાર્થિકનયની ચક્ષુ ઉઘડી ગઈ છે. એ ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે હું શુદ્ધાત્માને જોઉં છું તો... એ તો પ્રથમથી જ શુદ્ધ છે. તેમનામાં કાંઈ પણ ભેદ કયા નયથી જાણું? ખરેખર તે બે માં કાંઈ પણ તફાવત નથી.
પ્રશ્ન:- મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિ તે બેમાં કાંઈ તફાવત નથી ? ઉત્તર:- ના. પ્રશ્ન- એક બંધાય છે અને એકને નિર્જરા થાય છે ને ?
ઉત્તર:- એ તારી ભૂલ છે. જીવને નિર્જરા ન થાય. જીવ બંધાય પણ નહીં અને મૂકાય પણ નહીં. બંધાય છે તે બીજો અને જાણે છે તે બીજો છે. બીજો છે તે છૂટો છે. છૂટે છે એ બીજો અને છૂટો છે એ બીજો છે. પરિણામ છૂટે છે. જે બંધાય તે મૂકાય. જે બંધાણો જ નથી.... જેલમાં ગયો જ નથી તે જીવ છે.
એક ભાઈ જેલમાંથી છૂટયા તો તેને અભિનંદન આપવા જાય છે. તો તેણે ચાપાણી પાયા. તે ભાઈને થયું કે-ચાલો આપણે શેઠ પાસે પણ જઈએ. જઈને કહેશેઠ! આપ જેલમાંથી છૂટયા તેથી અમે ખુશી ખુશીના ઢગલા થયા. શેઠ કહે ભાઈ ! હું જેલમાં ગયો જ નથી. જો હું બંધાણો હોઉં તો છૂટૂ ને? ભાઈ ! હું જેલમાં ગયો જ નથી તમે ઘર ભૂલી ગયા છો. ચા તો નહીં પરંતુ પાણી પણ ન પાયું. એ બધા એમ ને એમ જતા રહ્યા.
તેમ ભગવાન આત્મા પર્યાયમાં બંધાણી છે અને પર્યાયમાં મુક્ત થાય છે. પરંતુ ભગવાન આત્મા તો ત્રિકાળ મુક્ત છે. શ્રીમદ્રજી એકાવતારી થયા તેઓ કહે છે-જીવનો મોક્ષ થતો નથી મોક્ષ સમજાય છે. તેઓ એમ કહે છે કે-પર્યાયનો ભલે મોક્ષ થાય પરંતુ જીવનો મોક્ષ થતો નથી. આ વાકય ઉપર નજર પણ પડતી નથી.
શું કહ્યું? જીવનો મોક્ષ થતો નથી મોક્ષ સમજાય છે. આત્મા ત્રણેકાળ મુક્ત છે તેમ આમારા જ્ઞાનમાં ને શ્રદ્ધાનમાં આવી ગયું છે. જે ભગવાન આત્મા છે તે બંધાયો નથી. જે બંધાયો હોય તે મૂકાય પણ જે અબંધ છે તેને મુકાવાનો પ્રશ્ન જ રહેતો નથી. જે મુક્ત છે તેને કોઈ દિવસ મુક્ત થાઉં છે તેમ બને? જે બંધાય તે મુકાય તે તો બરોબર છે. જે બંધાય તે બીજો, જે મુકાય તે બીજો અને બંધ મોક્ષથી રહિત આત્મા ત્રિકાળ મુક્ત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #319
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૭૧ સ્વરૂપ છે તે ત્રીજો છે. બે પર્યાયનો ધર્મ છે અને એક દ્રવ્યનો ધર્મ છે.
તેમનામાં ખરેખર કાંઈપણ ભેદ તફાવત નથી. તફાવત નથી એટલે કે પ્રથમથી જ મારો આત્મા શુદ્ધ છે તેમ જણાય છે. બધા આત્માઓ શુદ્ધ છે તેમ હું જાણું છું. એક મિથ્યાદેષ્ટિ ને એક સમ્યગ્દષ્ટિ એમ મારા જ્ઞાનમાં આવતું જ નથી. પર્યાય ધર્મને જોવાની એકદમ ઉપેક્ષા આવી ગઈ છે. દ્રવ્યની મસ્તી ચડી ગઈ છે. દ્રવ્યને અંતર્મુખ થઈને જ્યાં જાણે છે ત્યાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. હજુ તાજા-તાજા આનંદનું ભોજન કરીને બહાર નીકળ્યા છે. એટલે એ જ્ઞાન દ્રવ્યને જ જુએ છે, તે પર્યાયને જોતા જ નથી.
“અલ્કોહેં–એક શુદ્ધ ચિતૂપોડહું” એટલે આત્મા શુદ્ધરૂપે એક છે. આત્મામાં બંધમોક્ષની પર્યાયનો અભાવ છે. તેને જાણનારા જ્ઞાનનો પણ અભાવ છે. દેવસેન આચાર્યનું નયચક્ર છે તેમાં એમ ફરમાવે છે કે જ્યારે વ્યવહારનયનો પ્રલય કરવામાં આવે છે, ત્યારે શુદ્ધનય પ્રગટ થાય છે. એકલો લય નહીં, પરંતુ પ્રલય શબ્દ છે. પ્ર=વિશેષ કરીને લય નાશ કરવામાં આવશે ત્યારે આત્માને જાણનારું એક નવું જ્ઞાન પ્રગટ થશે.
એ દેવસેન આચાર્ય જ કહ્યું છે કે-આત્મામાં સ્યાદ્વાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસપણું આવતું નથી. આ પાનાનો પૂ. ગુરુદેવની હાજરીમાં મેં સંસ્કૃત ઉપરથી અનુવાદ કરાવ્યો હતો. નયચક્ર પેજ ૩૧-૩ર છે. “નિશ્ચયનય ઉપનયથી રહિત છે. અભેદ અને અનુપચાર જેનું લક્ષણ છે અને જે અર્થનો નિશ્ચય કરાવે છે તે નિશ્ચયનય છે.” નિશ્ચનય સ્યાદ્વાદથી રહિત હોવા છતાં નિશ્ચયાભાસપણું નથી આવતું. કારણ કે તે ઉપનયથી રહિત છે. ઉપનયના અભાવમાં સ્યાસ્પદનો અભાવ કેવી રીતે થાય છે. તે કહે છે.
નિશ્ચયનય દ્વારા વ્યવહારનયનો પ્રલય પ્રાપ્ત કરાવવામાં આવે છે... ત્યારે એક નિશ્ચયનય જ પ્રકાશિત થાય છે. અંધકાર જાય છે અને એક પ્રકાશ પ્રગટ થાય છે. આહાહા...! શાસ્ત્રોમાં આ બધું છે. તેમનામાં ખરેખર કાંઈ પણ ભેદ કઈ નયથી જાણું? થોડોક-કિંચિતભેદ બન્નેની શુદ્ધતામાં નથી. પર્યાયમાં અશુદ્ધતા છે તેને ગૌણ કરી દે! તેના પરિણામને ગૌણ કરી અને તેના સામાન્ય સ્વભાવને જો. અરે! એ ભગવાન છે એમ દેખાય ત્યારે તેના પ્રત્યે ક્રોધ આવશે નહીં. આ ક્રોધને જીતવાની કળા છે. આણે મારું અપમાન કર્યું.. , તેને કહે છે-ધીરો થા... ધીરો થા... એની પર્યાયને ગૌણ કરી દે અને એના દ્રવ્યની સામે જો ! તો તને આત્મા ભગવાન દેખાશે. તેણે અપમાન કર્યું તેવો ભાવ તને આવશે જ નહીં. નાટક સમયસારમાં આવે છે કે
“એક દેખિયે જાણીએ રમી રહીએ ઈક ઠૌર, સમલ-વિમલ ન વિચારીએ યહી સિદ્ધિ નહીં ઔર.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૭૨
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ - ૩
66
તા. ૩ તથા ૪ // '૮૯
ગાથા
૩૮ ઉપર પ્રવચન
આ નિયમસાર શાસ્ત્રમાં શુદ્ધભાવ અધિકાર ઊંચામાં ઊંચો છે. તેને શુદ્ધાત્માનો અધિકાર પણ કહેવામાં આવે છે.
-
પરિશિષ્ટ
પ્રવચન નં:-૧૭
સ્થળ:- રાજકોટ
૩
66
અન્વયાર્થ:- આ કુંદકુંદભગવાનની મૂળ ગાથાનો અન્વયાર્થ છે. “ જીવાદિ બાહ્યતત્ત્વો ” એટલે કે–જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ બધાં પર્યાયો છે. જીવ પણ પર્યાય છે. જીવ એટલે જે દસ પ્રકારના પ્રાણથી જીવે તેને વ્યવહારજીવ કહેવામાં આવે છે. આ જે સાતેય તત્ત્વો છે તે વ્યવહારનયનો વિષય છે. એ બાહ્યતત્ત્વ હોવાથી તે શુદ્ધાત્મા નથી. આ સાતેય તત્ત્વો શુદ્ધાત્માથી બહારમાં છે. તેનો શુદ્ધાત્મામાં પ્રવેશ થતો નથી. શુદ્ધાત્મા બંધ-મોક્ષથી રહિત છે. એવા જીવાદિ બાહ્ય તત્ત્વો તૈય છે. હૈય છે એટલે કે તેનું લક્ષ કરવા યોગ્ય નથી પરંતુ તેનું લક્ષ છોડવા યોગ્ય છે.
แ કર્મોપાધિજનિત ગુણપર્યાયોથી વ્યતિરિક્ત છે.” હવે જે આત્મા ઉપાદેય છે તે આત્મા કેવો છે? સાતેય તત્ત્વોને કર્મની ઉપાધિથી જનિત કહ્યાં પરંતુ આત્માથી જનિત નહીં. કર્મની ઉપાધિથી જન્મેલા ગુણપર્યાયો એટલે કે–ચારેયભાવો અથવા સાત તત્ત્વો જે ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષય એ ભાવોની ઉત્પત્તિ કર્મના સંગે થાય છે. તેમાં કર્મનો સદ્ભાવ અને અભાવ તે બે નિમિત્ત કારણ છે માટે તે કર્મોની ઉપાધિથી જન્મેલા ભાવો છે, તેનો કર્તા આત્મા નથી. આ ચારભાવોનો કર્તા આત્મા નિમિત્તપણે પણ નથી અને ઉપાદાનપણે પણ કર્તા નથી. તેનો નિમિત્તપણે કર્તા કોણ છે? એ ચાર પર્યાયોનો કર્તા કર્મ છે. તે કર્મના સંગે થાય છે–તેમાં કર્મનો સદ્ભાવ કે કર્મનો અભાવ નિમિત્ત છે. પારિણામિકભાવને કર્મ લાગુ પડતા નથી. ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકને લાગુ પડે છે.
*
ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે.” વ્યતિરિક્ત એટલે જુદો. એવો જે શુદ્ધાત્મા છે તે શ્રુતજ્ઞાનથી જણાય છે. શ્રુતજ્ઞાનમાં ઉપાદેય થાય છે એમ કહ્યું નથી. આત્મા આત્માને ઉપાદેય છે એટલે કે–અંતર્મુખ થઈને જે પરિણમે છે તેમાં ભગવાન આત્મા ઉપાદેય થઈ જાય છે. આટલી વાત હેય અને ઉપાદેયની કરી, હવે ટીકાકાર એનો વિસ્તાર કરે છે.
6
.
આ આ એટલે ગાથા આ ગાથામાં ‘હેય ’ શું અને ‘ઉપાદેય ’ શું? એવા
તત્ત્વના સ્વરૂપનું કથન છે.” આવું મથાળું બાંધી ને હવે તેની ટીકા કરે છે.
แ
જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ”, (૧) જીવ એટલે કે વ્યવહારજીવ. જે જીવ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #321
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૭૩ દસ પ્રકારના પ્રાણથી જીવે છે જેમાં પાંચ ઇન્દ્રિય મનબળ, વચનબળ, કાયબળ, શ્વાચ્છોશ્વાસ અને આયુ એ દસ પ્રાણ છે. અહીં જીવની પર્યાયની યોગ્યતા છે તેને જીવ કલ્લામાં આવે છે.
(ર) અજીવ:- એક અજીવ તત્ત્વ છે. એ અજીવનો જે વિકલ્પ ઊઠે છે તે પોતે અજીવ તત્ત્વ છે.
(૩) આસ્રવ - મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ એ ચાર પ્રકારના આસ્રવ છે તે મલિન ભાવો છે-મલિન પર્યાયો છે.
(૪) સંવર:- મલિનપર્યાયોના રોકાવાથી સંવર થાય છે. સંવર એટલે નિર્મળ પર્યાય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ. જે નિશ્ચય રત્નત્રયના પરિણામ, વીતરાગી પરિણામ તેનું નામ સંવર છે. શુદ્ધાત્માની પ્રાપ્તિ તેનું નામ સંવર છે.
(૫) નિર્જરા - નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ. આનંદની વૃદ્ધિ થાય તેનું નામ નિર્જરા છે.
(૬) બંધઃ- જે રાગમાં અટકે તેનું નામ ભાવબંધ છે.
(૭) એ બંધનો અભાવ થયો તેનું નામ મોક્ષ છે. –મોક્ષની પર્યાય તે પરિપૂર્ણ વીતરાગી પર્યાય છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય એ મોક્ષના પરિણામ છે. એ સાતેય તત્ત્વના પરિણામને સમૂહ કહ્યો. એકથી વધારે છે માટે સમૂહ.
એ સાતેય તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.” જીવમાં જે ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય છે એ પરદ્રવ્ય છે. અને આ અજીવ છે એવો જે વિકલ્પ ઊઠે છે તે પરદ્રવ્ય છે. તેને વ્યવહારજીવ ન કહેતાં પરદ્રવ્ય કહ્યું. વ્યવહારનય તેને જીવ કહે છે તો વ્યવહારનયે જીવના પરિણામ તો ખરાં ને? આ શલ્ય રહી જતું 'તું તેથી તેને સમ્યગ્દર્શન નહોતું થતું એમ ટીકાકારને ખ્યાલ આવી ગયો એટલે તેઓ કહે છે કે
સાતેય પ્રકારના પરિણામ પરદ્રવ્ય હોવાને લીધે.” થવાને લીધે નહીં, હોવાને લીધે... આ અનાદિ અનંતની વાત છે.
ઋષભદેવ ભગવાનની વાણીમાં આવ્યું કે-સાતેય તત્ત્વ પરદ્રવ્ય છે. ભગવાન મહાવીરની વાણીમાં આવ્યું કે-સાતેય તત્ત્વ પરદ્રવ્ય છે. સાત તત્ત્વોના જે ભેદો પડે છે એ ભેદો બધા કર્મના સંગથી થાય છે માટે તે પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.
એ જે મૂળમાં “હેય” છે તેનો અહીં તરજૂમો કર્યો કે ખરેખર ઉપાદેય નથી. હવે તમે કોઈ જગ્યાએ વાંચો કે-સંવર, નિર્જરા ને મોક્ષને પ્રગટ કરવા માટે ઉપાદેય કહે તો ત્યાં એમ સમજવું કે આ વ્યવહારનું કથન છે. નિશ્ચયનયે તો તે પરદ્રવ્ય હોવાને કારણે એ ખરેખર ઉપાદેય નથી એટલે આશ્રય કરવા યોગ્ય નથી, લક્ષ કરવા યોગ્ય નથી, તેમાં આત્મબુદ્ધિ કરવા યોગ્ય નથી. એ જાણવા યોગ્ય પણ નથી. કેમકે પરદ્રવ્યને જાણતાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #322
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪
પરિશિષ્ટ – ૩ આત્માનું જ્ઞાન અર્થાત્ સમ્યજ્ઞાન નહીં થાય. પરિણામ પરદ્રવ્ય છે માટે સ્વદ્રવ્ય તેનો કર્તા નથી. શુદ્ધાત્મા જ્ઞાયક છે તે ઉપાદેય તત્ત્વ છે જ્યારે પરિણામ પરદ્રવ્ય છે માટે ખરેખર એ પરદ્રવ્યનો કર્તા ન હોય
જેમ આને (શરીરને) ન કરે તેમ સ્વદ્રવ્ય પદ્રવ્યને ન કરે. કર્મના સંગે જે પરિણામ પ્રગટ થાય છે માટે તે પરદ્રવ્ય છે. આત્મા તેનો કર્તા નથી. એની કર્તબુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યાદર્શન છે. કેમકે પરદ્રવ્યને જાણતાં સ્વદ્રવ્ય ન જણાય. જ્યારે પરદ્રવ્યને જાણવાનું બંધ કરે ત્યારે સ્વદ્રવ્ય જણાય.. જણાયને જણાય.
અધ્યાત્મની કયાંની કયાં ઊંચી વાત છે. આ તો સીમંધર ભગવાન પાસેથી સાંભળ્યું હોય તો જ કહી શકાય, નહીં તો પર્યાયને પરદ્રવ્ય ન કહી શકાય. –સંવરની પર્યાય પરદ્રવ્ય છે, મોક્ષની પર્યાય પરદ્રવ્ય છે. કેમકે પરદ્રવ્યની સાથે સર્વ સંબંધની નાસ્તિ છે. “નાસ્તિ સર્વોપિ સંબંધ: પરદ્રવ્ય આત્મતત્ત્વયોઃ” પરદ્રવ્યની સાથે આત્માને કાંઈ પણ સંબંધ નથી. પરદ્રવ્ય એટલે આ પર્યાયની વાત ચાલે છે હોં ! એ પરદ્રવ્યની સાથે કશો સંબંધ નથી? કર્તકર્મ સંબંધ નથી ? કહે-ના. તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે કે નહીં? કહે-ના. તો પછી જ્ઞાતા-રોય સંબંધ છે કે નહીં ? કહે-ના. આત્મા જ્ઞાતા અને પરદ્રવ્ય મારું જ્ઞય એવો સંબંધ નથી. કશોય સંબંધ નથી.. તોડી નાખ સઘળોય સંબંધ તો તને આત્મદર્શન થશે.
આ નિયમસાર તો નિયમસાર છે. “સાત તત્ત્વોનો સમૂહુ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.” એટલે કે આશ્રય કરવા યોગ્ય નથી, લક્ષ કરવા યોગ્ય નથી.” એમાં મમત્વ કરવા યોગ્ય નથી. મોક્ષની પર્યાય મમત્વ કરવા યોગ્ય નથી. ભવિષ્યમાં મારે મોક્ષની પર્યાય પ્રગટ કરવી છે તો નહીં થાય. એના અત્યારે પ્રત્યાખ્યાન કરવાના છે. ભૂતકાળનું પ્રતિક્રમણ, વર્તમાનની આલોચના અને ભવિષ્યના પ્રત્યાખ્યાન કરવાના છે. આ સંવર પ્રગટ કરવા યોગ્ય છે. પરદ્રવ્યને પ્રગટ કરવું તારા અધિકારની વાત છે ! તું પરદ્રવ્યને પ્રગટ કરી શકે છે? જે પરદ્રવ્ય પ્રગટ થાય છે તેને જાણવાનો પણ અમારે હજુ નિષેધ કરવાનો છે. ત્યાં તો તે કરવાની કથા કયાં માંડી ?
આહાહા! મારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે? નહીં થાય, કેમકે તે પરદ્રવ્યનો કર્તા બની ગયો. સમ્યગ્દર્શનની પર્યાય પરદ્રવ્ય છે. ધર્મના પરિણામનો ભેદ પરદ્રવ્ય છે, પરંતુ અભેદ થાય તો તે આત્મા છે શું કહ્યું? ધર્મના પરિણામનો ભેદ છે તે પરદ્રવ્ય છે અને અભેદ થાય તો તે આત્મા છે એ ધ્યાન રાખવું.
ધર્મના પરિણામ માટે પ્રગટ કરવા છે અને પ્રગટ કરીને તે જાણેલો પ્રયોજનવાન છે... એ બન્ને ભૂલ છે. જે પ્રગટ છે તેને જો ને! પ્રગટ કરીને પછી જાણું... પ્રગટ કરીને પછી હું તેને જાણું, તેના કરતાં જે પ્રગટ છે તેને જાણને ! પ્રગટને જાણવું તેનું નામ સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #323
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૫.
શુદ્ધ અંતઃતત્ત્વ છે લે! પર્યાયને કરું તેમાં સમ્યગ્દર્શન નહીં થાય. આવી સૂક્ષ્મ વાત છે.
આહાહા ! જગતના જીવોને શુદ્ધનયનો ઉપદેશ મળે નહીં, શુદ્ધાત્માનો ઉપદેશ મળે નહીં. આહા ! વ્યવહારનો ઉપદેશ તો ઠામ ઠામ છે. વર્તમાનમાં મારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે એ તો ભેદ છે અને તે પરદ્રવ્ય છે. પરદ્રવ્ય પણ સ-અહેતુક અને નિરપેક્ષ છે. જે નિરપેક્ષ છે તેને આત્મા કેવી રીતે કરે? એ પરિણામનો સ્વકાળ હોય છે ત્યારે પ્રગટ થાય છે એમ આત્માના લક્ષવાળો જાણે છે. પછી એમ જાણે છે કે-એ પરિણામને જાણતાં આત્માનું લક્ષ નહીં થાય. આત્માના લક્ષવાળો એમ જાણે છે કે-એ પર્યાય મારા કર્યા વિના સ્વતંત્ર પ્રગટ થઈ છે. કર્તબુદ્ધિ છૂટી શું! જાણવાની બુદ્ધિ છૂટી શું અને નિર્મળ પર્યાય પ્રગટ થઈ શું! ત્યાં જે પર્યાય છે તે જણાય જાય છે. આત્મા જાણવામાં આવ્યો એટલે જાણવાની પ્રતીતિ થઈ. તેનું નામ સમ્યગ્દર્શન છે. જે પરદ્રવ્યના લક્ષે વિકલ્પ થતાં હતાં તે વખતે તે વિકલ્પ છૂટી જાય છે. પરદ્રવ્યની કર્તા બુદ્ધિમાં અને જ્ઞાતા બુદ્ધિમાં વિકલ્પ થાય છે.
આહા! વિશેષનો અજ્ઞાત થાય છે તો વિકલ્પ છૂટી જાય છે અને નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે. તે છૂટી જાય છે બંધાતો નથી. બધા કહે છે કે અમે ચિંતવન કરીએ છીએ પરંતુ વિકલ્પ તૂટતો નથી. મારી પાસે આવીને ઘણાં ખાનગીમાં કહે છે. ધ્યાનમાં બેસીએ છીએ પણ વિકલ્પની જાળ આવ્યા કરે છે. એને વિકલ્પ દેખાણો ને ? વિકલ્પ દેખાય છે એ જ વિકલ્પની ઉત્પત્તિનું કારણ છે. નિર્વિકલ્પને જે ને પછી મારી પાસે આવ! પછી તું આવીશ જ નહીં. કેમકે વિકલ્પનો અકર્તા થઈ જઈશ. વિકલ્પ દેખાતો જ નથી.. પછી જ્ઞાન જણાશે.
આહા ! આ તો નિયમસાર શાસ્ત્ર અને તેનો શુદ્ધભાવ અધિકાર તેની શું વાત કરવી.. તે ભારતમાં અજોડ અધિકાર છે.
“જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.” આહાહા ! પરદ્રવ્યના લક્ષે વિકલ્પ જ થશે, મિથ્યાત્વ જ થશે. પરદ્રવ્યને જાણવા રોકાશે તો મિથ્યાત્વ જ થશે-ભ્રાંતિ થશે. કેમકે પરદ્રવ્યને જાણતાં આત્મા જણાતો જ નથી. પદ્રવ્ય મારા કર્યા વિના થાય છે. જે સ્વયં થાય છે તેને કરવું શું? પરદ્રવ્ય મારા જાણ્યા વિના જણાય જાય છે. જે સ્વયં જણાય જાય છે તેને હું શું કામ જાણું ! જે આનંદ આવે છે તે મારા જ્ઞાનમાં જણાય જાય છે. એને જાણવાનો પુરુષાર્થ મારે કયાં કરવાનો છે! તો પછી મારે એનું લક્ષ શું કામ કરવું? જે સ્વયં જણાય જાય છે તેને જાણવાનો હું શું કામ પુરુષાર્થ કરું! અંતર્મુખ થતાં જે આનંદ આવે છે તે સહજ જણાય જાય છે. તેમાં પુરુષાર્થ નથી. તે સહજ જણાય જાય છે. જે સહજ થાય છે તેને હું શું કરું? અને જે સ્વયં જણાય જાય છે તેને હું શું જાણું? જ્યાં સુધી વિકલ્પ નહીં તૂટે ત્યાં સુધી વિકલ્પની સાથે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #324
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬
પરિશિષ્ટ – ૩ કર્તાકર્મની પ્રવૃત્તિ છે. સમયસારમાં આ શ્લોક છે.
જ્યાં એ વિકલ્પ છૂટયો કે પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. જે સહજ પ્રગટ થાય છે તેને શું પ્રગટ કરું. જે સહજ જણાય જાય છે તેને શું જાણું ! આ સહજ સ્થિતિનો ધંધો છે. આ ઠરવાની વાત છે. હવે તો સ્વરૂપમાં ઠરવાનો કાળ છે. હવે બીજી આડી અવળી વાતો શું કરવી. સ્થૂળ વાતો તો ઘણી કરી હવે. ચક્રવર્તીને ઘેર જાન જાય ત્યારે બાજરાના રોટલા ન આપે. આપે ? ત્યાં તો અમેરીકાની બદામનો શીરો હોય, મેસુબ હોય, કેસર-એલચીવાળું ઊંચું ભોજન હોય. આહાહા ! આ તો કાળ આવ્યો છે. અનંતકાળથી નથી થયું એવો આ કાળ છે. એવા શાસ્ત્રો રહી ગયા અને એનો અર્થ સમજાવનારા આપણને ગુરુ મળ્યા. આના ઉપરના બધા વ્યાખ્યાન થઈ ગયા છે.
જીવાદિ સાત તત્ત્વોનો સમૂહુ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. ત્યારે હવે ઉપાદેય શું છે? જો આ પરિણામ ઉપાદેય નથી તો હવે ઉપાદેય શું છે? કોનો આશ્રય કરવાથી ધર્મ થાય? કોનું લક્ષ કરવાથી શેમાં લીન થવાથી ધર્મ થાય? એવા આત્માનું સ્વરૂપ શું છે? આવા આત્માને ઉપાદેય કરનાર કોણ છે? તો કહે છે કે-મિથ્યાષ્ટિ આવા આત્માને ઉપાદેય કરતો નથી. જઘન્ય જ્ઞાનીને ગૌણ કરીને અહીં ઉત્કૃષ્ટ મુનિરાજ ભાવલિંગી છે તેવા આત્માને આત્મા ઉપાદેય છે. શુદ્ધઉપયોગી મુનિને એટલે કે શુદ્ધ ઉપયોગ પરિણત આત્માને આત્મા ઉપાદેય છે.
આત્મા કોને ઉપાદેય છે? જે અશુભભાવમાં રત છે તેને આત્મા ઉપાદેય છે? તો કહે-નહીં. શુભોપયોગવાળાને આત્મા ઉપાદેય છે? તો કહે-નહીં. તો કોને ઉપાદેય છે? શુદ્ધોપયોગવાળા મુનિરાજને આત્મા ઉપાદેય છે. શુદ્ધ પરિણત આત્માને આત્મા ઉપાદેય છે. એ મિથ્યાષ્ટિ પણ જ્યારે શુદ્ધોપયોગપણે પરિણમે છે ત્યારે તે આત્માને આત્મા ઉપાદેય થાય. શાસ્ત્ર વાંચે અને આત્મા ઉપાદેય ન થાય. બીજાને સમજાવે તો આત્મા ઉપાદેય ન થાય. એકલો બેઠો-બેઠો ચિંતવન કરે કે-આ હેય અને આ ઉપાદેય તેમાં આત્મા ઉપાદેય ન થાય. એકલી શુદ્ધ ઉપયોગની પર્યાયમાં આત્મા ઉપાદેય ન થાય. જ્યારે તે શુદ્ધ ઉપયોગપણે પરિણમી જાય આત્મા ત્યારે આત્માને આત્મા ઉપાદેય છે.
શ્રોતા- ભાઈ ! આપે આમાં બે વાત લીધી કે-મુનિ અને શુદ્ધોપયોગરૂપે પરિણમે ત્યારે.
ઉત્તર-મુનિ છે તે શુદ્ધોપયોગી છે. મુખ્યપણે અહીંયા મુનિ છે તે પોતે પોતાથી જ વાત કરે છે. અમને આત્મા ઉપાદેય થઈ ગયો છે. તે કેવી રીતે થઈ ગયો છે? અમે જ્યારે શુદ્ધોપયોગરૂપે પરિણમી જઈએ છીએ ત્યારે જ અમને પ્રત્યક્ષ આત્માના દર્શન થાય છે. એટલે મુનિનું લક્ષણ-સાધુનું લક્ષણ શુદ્ધોપયોગ છે. જ્યાં બુદ્ધિપૂર્વક રાગ-વિકલ્પ બિલકુલ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #325
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૭૭ ઉત્પન્ન જ થતો નથી. તે આત્મામાં લીન થઈ જાય છે, તે લીનતામાં તેમને આત્માના દર્શન થાય છે. સ્થિરતામાં તેમને આત્માના દર્શન થાય છે. સ્થિરતા કહો કે પછી શુદ્ધોપયોગ કહો એક જ છે.
શ્રોતા:- ભાઈ ! સરસ અર્થ કર્યો કે-મુનિને એટલે શુદ્ધોપયોગને આત્મા ઉપાદેય છે.
ઉત્તર:- શુદ્ધોપયોગ પરિણત આત્મા એમ લેવું. પરિણામી આત્માને અપરિણામી આત્મા ઉપાદેય છે. શુદ્ધોપયોગમાં જ આત્મા ઉપાદેય થાય છે તેમ ભેદથી સમજાવે છે.
જ્યારે તે શુદ્ધોપયોગ પરિણામે પરિણમી જાય ત્યારે આત્માને આત્મા ઉપાદેય છે. એ વખતે તેને પાંચ મહાવ્રતના પરિણામ ઉપાય નથી. જ્યારે છઠ્ઠા ગુણસ્થાને પાંચ મહાવ્રતના પરિણામે પરિણમે છે ત્યારે તેને આત્મા ઉપાદેય નથી. તેને જ્યારે શુદ્ધોપયોગ થાય છે ત્યારે આત્મા ઉપાદેય થાય છે.
શ્રોતા:- શુદ્ધ પરિણતીને આત્મા ઉપાદેય નથી.
ઉત્તરઃ- શુદ્ધ પરિણતીને આત્મા ઉપાદેય નથી તે અપવાદ કથન છે. આ ઉત્સર્ગ કથન છે. એમ શું કામ કહ્યું? અજ્ઞાની જીવને જ્યારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે શુદ્ધોપયોગમાં થાય છે. તેની પાસે શુદ્ધ પરિણતી નથી. અજ્ઞાની પાસે તો શુદ્ધ પરિણતી નથી, તેથી શુદ્ધ પરિણતીમાં ઉપાદેય નથી તેમ કહ્યું. જ્યારે તે આત્મા શુદ્ધોપયોગ પરિણામે પરિણમે છે ત્યારે તે આત્માને આત્મા ઉપાદેય છે. એટલે અનાદિ મિથ્યાષ્ટિ જીવને નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધોપયોગ થાય છે. જ્યારે મુનિને ત્રણ કષાયના અભાવપૂર્વક શુદ્ધોપયોગ છે. ચોથાવાળાને એક કષાયના અભાવપૂર્વક શુદ્ધોપયોગ થાય છે. ચોથે અનંતાનુબંધી ગયો અને શુદ્ધોપયોગમાં શુદ્ધાત્માના દર્શન થયા.. અને જાણેલાની પ્રતીતિ થઈ. મુનિરાજ પોતાથી વાત કરે છે કે-આત્મા કોને ઉપાદેય છે? મુનિરાજને આત્મા ઉપાદેય છે, પછી પાંચમા ગુણસ્થાનવાળા પણ આવી જાય.. અને ચોથા ગુણસ્થાનવાળા પણ ગૌણપણે આવી જાય.
સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણી છે”, પાઠમાં સહજ’ શબ્દ છે. જ્ઞાન ને વૈરાગ્ય કરવાથી થતું નથી પરંતુ તે સહજદશા છે. “સ્વયં ઉછલન્તિ', નિર્મળથી નિર્મળ પર્યાયો ઉછળ્યા જ કરે છે. વીતરાગભાવ સહજ પ્રગટ થાય છે. સહજ પ્રગટે છે તેનો હું કર્તા નથી. મારા કરવાથી એ પરિણામ થતા નથી. એ પરિણામ એનાથી થયા છે તેમ મારા જાણવામાં આવ્યું છે. એ પરિણામ મારાથી થયા નથી કેમકે તે પરિણામ પરદ્રવ્ય છે. પરિણામ જેને પરદ્રવ્યપણે લક્ષમાં આવશે તેના ભવનો અંત આવી જશે.
અહીંયા શિબિરમાં પરિણામને પરદ્રવ્ય લીધું હતું. ત્યારે એક ભાઈ મોટી ઉંમરના જિજ્ઞાસુ હતા તેમણે સમજવા માટે પૂછયું કે-આ પર્યાયને પરદ્રવ્ય કેમ કહ્યું. અજ્ઞાનીને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #326
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮
પરિશિષ્ટ – ૩ પરિણામમાંથી મમત્વ છૂટતું ન હતું. તેથી પરદ્રવ્ય કહ્યું. હવે પરિણામને જ્યાં પરદ્રવ્ય કહ્યું, ત્યાં તેમાંથી મમત્વ છૂટી ગયું. જો પર્યાય પરદ્રવ્ય છે તો પછી અમેરીકામાં રહેલા તમારા દીકરા તે તમારા કયાંથી હોય ! આહાહા ! દિલ્હી બહુ દૂર છે. આ કોઈ સાધારણ વાત નથી. વાત કરવી તે જુદી ચીજ છે અને શ્રદ્ધામાં લઈને અંદર ઘૂસી જવું તે જુદી ચીજ છે. નાસીપાસ ન થવું પરંતુ પ્રયત્ન ચાલુ રાખવો. જ્યાં સુધી સાક્ષાત અનુભૂતિ ન થાય ત્યાં સુધી નિરંતર પ્રયત્ન કરવો. નાસીપાસ થવું નહીં અને કર્તબુદ્ધિ રાખવી નહીં. એ શરત. એણે સામાન્ય પડખાનું ચિંતવન રાખવું બસ.
આહા ! સામાન્ય તત્ત્વને વારંવાર લક્ષમાં લ્યો તેમાં નિર્વિકલ્પ ધ્યાન આવી જશે. (શ્રોતા:-સહજ પરિણામ થાય તેમાં કર્તાબુદ્ધિનો અભાવ થઈ જાય.) “ સહજ' શબ્દ વાપર્યો ને! આત્મા અકર્તા છે કર્તા નથી. કેમકે પરિણામને પોતે પરદ્રવ્ય કહે છે તો તેને તે કેવી રીતે કરે ?
સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણી એટલે કે ટોંચની કલગી. મુનિરાજની છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનની સ્થિતિ એ છે.
“પદ્રવ્યથી જે પરાભુખ છે”
એવા જે મુનિઓ છે તે પરદ્રવ્યથી પરામુખ છે. આ પરદ્રવ્ય શબ્દ ટીકામાં બીજી વખત આવ્યો. પાંચ-મહાવ્રતથી તો પરાભુખ છે જ કારણ કે એ તો પરદ્રવ્ય છે. ૨૮ મૂળગુણ પરદ્રવ્ય છે તેનાથી તો હું પરાભુખ છું જ. જે આનંદની પરિણતી જણાય છે તે પણ મને પરદ્રવ્ય છે. અને તેનાથી હું પરામુખ છું. તેનો હું કર્તા તો છું જ નહીં કેમકે તે પદ્રવ્ય છે, પરંતુ તેને જાણવાનું પણ હું બંધ કરી દઉં છું. સવિકલ્પદશામાં જાણવામાં આવ્યું. હવે વિશેષનો હું અજ્ઞાત થાઉં છું. કેમકે એ પરદ્રવ્યથી હું પરાભુખ છું. આત્માની સન્મુખ અને પરદ્રવ્યથી પરાભુખ છું-વિમુખ છું. ક્ષણમાં ને પળમાં નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય એવા મુનિની શું વાત કરવી !?
મુનિરાજ લખે છે-પાંચ મહાવ્રતના પરિણામ પરદ્રવ્ય છે. હવે જે પરદ્રવ્ય છે તેના કર્તા અને તેનાથી ધર્મ થાય તેમ કયાંયનું ક્યાંય માને છે. કોઈક વિરલા જીવ જ સમ્યગ્દર્શન પામે છે તેનું કારણ આ છે. પરદ્રવ્યથી જે પરાક્ષુખ છે એટલે વિમુખ છે. શ્રદ્ધાની વિમુખતા નિરંતર થઈ ગઈ પરંતુ હવે ઠરવા માટે પણ ઉપયોગ ત્યાંથી ખસી જાય છે. એ પરિણામ જે વ્યવહારે જ્ઞય થતા હતા તેને બદલે તે હવે ફરીને આનંદમૂર્તિને જાણવા જતો રહે છે. તે ગુફામાં ડૂબકી મારે છે. આ પરદ્રવ્ય શબ્દ બે વખત આવ્યો. (૧) પરિણામ પરદ્રવ્ય હોવાને કારણે તે ઉપાદેય નથી. એમ કહ્યું. (૨) એ પરદ્રવ્ય છે તેનાથી હું વિમુખ છે. આહાહા ! શુદ્ધોપયોગ થયો હતો હવે ફરી પાછો અનુભવ થાય છે. પાછા અંદરમાં જતા રહે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #327
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૭૯
દ
""
પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે ”, પાંચ પ્રકારની જે ભાવઇન્દ્રિયો છે તેનો ફેલાવો રોકાય જાય છે. આંખથી અમે ૫૨ને જાણતા નથી, કાનથી સાંભળતા નથી, જીભથી સ્વાદ લેતા નથી, નાકથી સૂંઘતા નથી અને સ્પર્શ ઇન્દ્રિયથી ઠંડી હવાને અનુભવતા નથી. તેમણે ઇન્દ્રિયો ઉપર જીત મેળવી છે.. તે જિતેન્દ્રિય છે.
દેહમાત્ર જેને પરિગ્રહ છે એટલે દેહનો સંયોગ છે પરંતુ દેહ પ્રત્યે મમતા નથી. પરિગ્રહનો અર્થ મમતા નથી. સંયોગ એટલે દેહનો સંયોગ હજુ છે. કેમકે સિદ્ધ અવસ્થા ન થાય ત્યાં સુધી સાધકને કે અરિહંતને દેહ રહે છે. અરિહંતને પણ દેહ તો છે.
“ જે ૫૨મ જિનયોગીશ્વર છે”, આહાહા ! પોતે પોતાનું સંબોધન કરે છે. અમે યોગી નથી પરંતુ પરમ જિનયોગીશ્વર છીએ. એકલા યોગીશ્વર નહીં પરંતુ ‘પરમ ’ અને જિન એ બે વિશેષણ છે. આહાહા ! જેણે મોહ-રાગ-દ્વેષને જીતી લીધો છે. પાછું અહીંયા જૈન શબ્દ નથી વાપર્યો... પરંતુ ‘જિન’ શબ્દ વાપર્યો છે. ‘જિન' શબ્દ તો ખરેખર ભગવાન માટે વપરાય છે. જ્યારે જૈન તો ચોથાગુણસ્થાનવાળો પણ છે. પાંચમા ગુણસ્થાનવાળો જૈન છે. છઠ્ઠા ગુણસ્થાનવાળો જિનના લઘુનંદન છે. હવે તે જિન થઈ ગયો છે. કેમકે તેને વૈરાગ્યની ટોંચ આવી ગઈ છે. તેમને અસંખ્ય પ્રદેશે વૈરાગ્ય ઉછળે છે. હમણાં કેવળજ્ઞાન લેશું કે લીધું એવી અંદરમાં તૈયારી છે. જે પરમ જિન યોગીશ્વર છે એટલે યોગીઓમાં પણ ઉત્કૃષ્ટ છે.
આ ટીકાકાર છે એ ભાવિ તીર્થંકર છે. ૨૧૨ નંબરના કળશમાં પોતે લખી ગયા છે. આપણને બે ભાવિ તીર્થંકરનો ઉપદેશ મળ્યો. એક સૂર્યકીર્તિ ભગવાન અને બીજા ટીકાકાર ભાવિ તીર્થંકર. આ ગજબનો સારો કાળ છે.. જાણે ચોથાકાળ જેવું છે.
પ્રશ્ન:- જૈન અને જિનમાં શું ફેર છે?
ઉત્ત૨:- જિન છે એ જૈન કરતાં ઉત્કૃષ્ટ શબ્દ છે. જૈન છે તેણે તો મોહને જીત્યો છે જ્યારે આમણે તો રાગ-દ્વેષને જીત્યા છે. તેમને વિશેષ વીતરાગતા વધી છે. જેણે મોહ જીત્યો છે તે જૈન છે પણ જિન નથી. “ ઐસે મુનિવર દેખે વનમેં.. જાકે રાગ-દ્વેષ નહીં તનમેં ”, આવા જિન છે. એ આવે તો જાણે હાલતા.. ચાલતા સિદ્ધ આવે છે. અમૃતચંદ્રાચાર્ય પ્રવચનસારમાં લખે છે કે–આ રહ્યા અમે મોક્ષમાર્ગના પ્રણેતા... જોઈ લ્યો ! મોક્ષમાર્ગ જોવો હોય તો અમને જોઈ લ્યો ને !
“ સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે”, સ્વદ્રવ્યમાં બુદ્ધિ તો ચોથા પાંચમાવાળાની પણ છે જ, પરંતુ તીક્ષ્ણ નથી. ચોથા-પાંચમાવાળાને લક્ષ તો દ્રવ્યનું જ છે. તેની બુદ્ધિ તો ત્યાં ગઈ છે પરંતુ તીક્ષ્ણ નથી. આ તો મુનિરાજ તેની શું વાત કરવી !!
แ
‘સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે-એવા આત્માને ‘ આત્મા ’ ખરેખર ઉપાદેય
છે. ” એવા આત્માને એટલે કે એવા અમને... તેમ પોતાથી વાત કરે છે. ઉ૫૨ કહ્યો એવા
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #328
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮)
પરિશિષ્ટ - ૩ આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. અમને એકલો સામાન્ય ભગવાન ચિદાનંદ આત્મા જ દૃષ્ટિમાં અને જ્ઞાનમાં આવે છે. અમારું અહમ્પણું એમાં છે. અમારું અહમ્ પરિદ્રવ્યમાં નથી. એ પરદ્રવ્યનું જ્ઞાન પણ શું કરીએ! કારણ કે-સવિકલ્પદશામાં આવીએ છીએ ત્યારે પરદ્રવ્ય જણાય જાય છે. આહાહા ! એ પરદ્રવ્ય જણાય છે ત્યારે અમારું છઠું ગુણસ્થાન આવે છે. પરદ્રવ્યને જાણવાનું જ્યાં બંધ કર્યું ત્યાં સાતમું ગુણસ્થાન આવી જાય છે. કરવાની તો વાત છે જ નહીં. પરંતુ છઠ્ઠી ગુણસ્થાને જાણેલો પ્રયોજનવાન હતો. હવે જ્યાં તેને જાણવાનું બંધ કરીએ છીએ ત્યાં સાતમું ગુણસ્થાન આવી જાય છે. આહાહા ! ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને હું ભાવું છું.
શ્રોતા:- જો પરદ્રવ્યને જાણવામાં છઠું ગુણસ્થાન આવી જાય તો કરવામાં તો પહેલું આવી જાય.
ઉત્તર:- કરવામાં તો મિથ્યાત્વ છે. અને સાધક તો આત્માને જાણતાં.. જાણતાં પરિણામને જાણે છે એવું જે પ્રમાણજ્ઞાન તે પ્રમાણજ્ઞાન પણ તેને ખટકયું. કેમકે સ્વપર બન્નેને જાણે છે તેવું પ્રમાણજ્ઞાન વ્યવહાર છે. તે નિશ્ચય નથી. નિયમસાર શુદ્ધોપયોગ અધિકારમાં લખ્યું છે-પરાશ્રિતો વ્યવહાર તેમાં નીચે લખે છે કે-કેવળી ભગવાન આત્માને તો જાણે છે પણ લોકાલોકને જાણે છે. તેમાં એકમાં બીજું પ્લસ કર્યું તેથી વ્યવહાર થઈ ગયો. (આત્માની સાથે લોકાલોક ઉમેર્યું તેથી વ્યવહાર થયો.) જ્યાં એક રહે છે ત્યાં નિશ્ચય રહે છે. આ વાત અપૂર્વ છે. જીવ જાણવાના ન્હાના નીચે પણ રહી ગયો છે. સ્વપર પ્રકાશક ખરું કે નહીં ? આહાહા ! અહીંયા તો કહે છે-અરે પ્રભુ ! જે પરદ્રવ્ય છે તેને જ્યાં જાણવા ગયો ત્યાં છઠું ગુણસ્થાન આવી ગયું. આહા... હા! બહુ ઊંચા પ્રકારની વાતો છે.
એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે.” શુદ્ધોપયોગમાં આત્મા ઉપાદેય છે તેમ ન લખતાં; આત્માને આત્મા ઉપાદેય છે. કોને ઉપાદેય છે? કહે–આત્માને. શું ઉપાદેય છે? આત્મા. કેવા આત્માને ? શુદ્ધોપયોગરૂપે પરિણત આત્માને. છટ્ટ ગુણસ્થાને આત્મા પરોક્ષ છે, સાતમે પ્રત્યક્ષ થાય છે. એક-એક શબ્દની કિંમત છે.
આહા ! છટ્ટ ગુણસ્થાને પરોક્ષ છે, છઠ્ઠ ગુણસ્થાન તેને ખટકયું. છટ્ટ ગુણસ્થાને આત્મા પરોક્ષપણે જણાય છે, તેથી પરોક્ષતા તેને ખટકે છે. સાતમે નિર્વિકલ્પ ધ્યાનમાં
જ્યાં આવી જાય છે ત્યાં એકદમ આનંદનો ઉભરો આવી જાય છે. તેને પ્રત્યક્ષ કહેવાય છે. પરોક્ષજ્ઞાન પણ સમ્યજ્ઞાન છે અને પ્રત્યક્ષજ્ઞાન પણ સમ્યજ્ઞાન છે, છતાં પરોક્ષજ્ઞાન છે તે હીણું જ્ઞાન છે. તેથી છઠું તેને ખટકે છે. કેમકે છઠ્ઠામાંથી સાતમાંમાં જાય તે જ મુનિ છે.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ વાત લીધી છે. મુનિનું લક્ષણ શું? સાધુનું લક્ષણ શું? જેને શુદ્ધોપયોગ પ્રગટ થાય તેને જ અમે મુનિ કહીએ છીએ. શુદ્ધપરિણતીમાં મુનિપણું રહે છે પણ તે પરોક્ષ અનુભૂતિ છે. પ્રત્યક્ષ નથી. ચોથે-પાંચમે પણ પરોક્ષ અનુભૂતિ તો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #329
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
હોય છે પરંતુ પ્રત્યક્ષ અનુભૂતિ તો કોઈ કોઈ કાળે જ થાય છે.
શ્રોતા:- ભાઈ ! સાતમે પ્રચુર આનંદ કહેવામાં આવે છે.
ઉત્તર:- હા, પ્રચુર આનંદ તો છે. છટ્ટે જે ઉપયોગ બહાર જતો હતો અને એમાં જે આનંદ જણાતો હતો... આનંદમૂર્તિ જણાતી હતી એ પરોક્ષ છે. અંદ૨માં જ્યાં શુદ્ધઉપયોગ થયો ત્યાં તે પ્રત્યક્ષ થઈ ગયો. આ નિર્વિકલ્પ ધ્યાનમાં થયું, અને પેલું સવિકલ્પમાં આત્મા પરોક્ષ છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રત્યક્ષ થઈ જાય છે.
૨૮૧
અનાદિકાળથી અજ્ઞાની જીવને પરોક્ષ અનુભૂતિ થાય છે.. અને પછી પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે ત્યારે સમ્યગ્દર્શન થાય છે, એમ સાતમાવાળાને પ્રત્યક્ષ અનુભૂતિ થાય તેને શુદ્ધઉપયોગની ભૂમિકા કહેવાય છે. આનું નામ ચારિત્ર ખલ્લુ ધમ્મો છે. “ વંસળ મૂલ્લો ધમ્મો અને ચારિત્ર વસ્તુ થમ્મો।” ચારિત્ર એટલે સ્વરૂપમાં રમવું-ચરવું–લીન થઈ જવું તેનું નામ ખરેખર ચારિત્ર છે અને તેનું નામ જ ધર્મ છે.
મુનિરાજ શ્રેણીનો જ અભ્યાસ કરે છે. શ્રેણી તો આ કાળે આવતી નથી પણ તેઓ શ્રેણીનો જ અભ્યાસ કરે છે. છઠ્ઠ ગુણસ્થાને સવિકલ્પદશામાં પરોક્ષ અનુભૂતિ થાય છે. સાતમું ગુણસ્થાન નિર્વિકલ્પ છે. સવિકલ્પ એટલે શું ? પાંચ મહાવ્રતના પરિણામ અઠ્ઠાવીસ મૂળગુણના વિકલ્પ ઉત્પન્ન થાય એટલે સવિકલ્પદશા આવી જાય છે. ત્યાં થોડો મનનો વ્યાપાર ચાલુ થઈ ગયો છે.. અને મન છે માટે પરોક્ષ છે અને જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. જ્ઞાન એટલે શુદ્ધોપયોગ છે એ પ્રત્યક્ષ છે. થોડો અભ્યાસ હોયને તો આ બહુ મજા આવે એવું છે. ઓહો ! આ તો સંતોની વાણી છે.
સાતમે જૈન ન કહ્યો જિન કહ્યો. જેમ તેરમે જિન છે તેમ સાતમે જિન છે. જેમ તેરમામાં શુદ્ધોપયોગ છે તેમ સાતમામાં શુદ્ધોપયોગ છે–માટે બન્ને જિન છે. આ ન્યાય. (શ્રોતા:- હાલતા-ચાલતા સિદ્ધ કહેવાય છે તે વાત હવે મળી કહેવાય.) જેમ લોહચુંબક મોટું હોય અને તે જેમ સોયને ખેંચી લ્યે એમ જે ઉપયોગ બહાર જાય છે તે ફટ અંદર ખેંચાય જાય છે. તીવ્ર રુચિવાન છે એટલે ઉપયોગ બહાર ટકતો નથી.. ફટ અંદર આવી જાય છે.
૫૨મ જિનયોગીશ્વર ’ આહાહા ! યોગમાં પણ ઉત્કૃષ્ટ છે. યોગ એટલે શું ? ઉપયોગને આત્મામાં જોડવો તેનું નામ યોગ અને તે જોડાય જાય તેનું નામ યોગી અને આ તો યોગીશ્વર. એક એક શબ્દની કિંમત છે. યોગ, યોગી, યોગીશ્વર, યોગીશ્વર એ શુદ્ધોપયોગનું મૂળ કારણ છે. ૫૨મ જિન યોગીશ્વર એટલે યોગીમાં પણ ઈશ્વર તે વિશેષણ શુદ્ધોપયોગની ભૂમિકામાં આવે છે ત્યારે લાગે છે. છઠ્ઠ યોગી તો છે પરંતુ યોગીશ્વર નથી. આહા! યોગમાં પણ મહાન છે. ઉપયોગને જ્યાં અંદ૨માં જોડી દીધો ત્યાં શુદ્ધોપયોગ થઈ ગયો. જેમ અરિહંત ભગવાનને આત્મા પ્રત્યક્ષ થાય છે તેમ આ સાતમાવાળાને પણ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #330
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ - ૩
૨૮૨
આત્મા પ્રત્યક્ષ થાય છે. સાતમે આનંદની બહુ ભરતી આવી જાય છે.., છઠ્ઠ આનંદની ઓટ છે. છટ્ટે આનંદનું વેદન છે પરંતુ તે પરોક્ષ છે. જ્યારે સાતમે તો પ્રત્યક્ષ છે. એ ઉપયોગ આનંદમાં એકદમ તરબોળ એકમેક થઈ જાય છે.
પ્રશ્ન:- ભાઈ ! પ્રત્યક્ષ અને પરોક્ષમાં શું ફેર છે ?
ઉત્ત૨:- ૫૨ોક્ષતા છે તે સવિકલ્પની ભૂમિકામાં છે. સવિકલ્પની ભૂમિકામાં ઉપયોગ બહાર જાય છે, પરિણતી અંદર રહી ગઈ છે. પરિણતી તો છે જ પરંતુ ઉપયોગ બહાર જાય છે અને ઉપયોગ અંદરમાં આવે છે તેમાં મોટો ફેર છે. જે ઉપયોગ બહાર જાય છે તેવી ભૂમિકાને પરોક્ષ કહેવાય અને ઉપયોગ અંદરમાં જાય તેને પ્રત્યક્ષ કહેવાય છે. દા. ત. તમને અત્યારે તમારા હોંગકોંગના ઘરનું જ્ઞાન છે તે પરોક્ષ કહેવાય. તમે પ્લેનમાંથી ઉતરીને તમારા ઘરમાં જાવ એટલે તમને થાય કે હાશ ! ઘરમાં આવી ગયા. એ ઘરમાં આવ્યા તે પ્રત્યક્ષ કહેવાય. અત્યારે પરોક્ષ છે.
પ્રશ્ન:- પ્રતીતિ અને ઉપયોગ બન્નેમાં પરોક્ષ છે?
ઉત્ત૨:- પ્રતીતિ તો એમ ને એમ છે. પ્રતીતિમાં પ્રત્યક્ષ અને પરોક્ષ તેવા ભેદ નથી. પરોક્ષ અને પ્રત્યક્ષ તેવા ભેદ જ્ઞાનમાં છે.
પ્રશ્ન:- પ્રતીતિ ચાલુ જ છે...!
ઉત્ત૨:- પ્રતીતિ તો પ્રતીતિરૂપ જ છે તેમાં પ્રત્યક્ષ પરોક્ષના ભેદ નથી. એમાં કાંઈ ઓછું વધુ પણ નથી. છટ્ટે હો કે સાતમે તેમાં તો પૂર્ણ પ્રતીતિ છે, પરંતુ જ્ઞાનમાં ફેર છે. આ વાત ચાલે છે જ્ઞાનની. જ્ઞાનના લક્ષણમાં પ્રત્યક્ષ અને પરોક્ષ તેવા બે ભેદ પડે છે. છઠ્ઠામાંથી સાતમામાં જાય એટલે શુદ્વોપયોગ કહેવાય. યોગ-યોગી અને યોગીશ્વર ત્રણ શબ્દો છે.
(૧) યોગ એ ભેદનું કથન,
(૨) યોગી એ અભેદનું કથન,
(૩) યોગીશ્વર એ અભેદ અનુપચારનું કથન.
શ્રોતાઃ- યોગી અભેદ ઉપચારનું કથન, યોગીશ્વર તે અભેદ અનુપચારનું કથન છે. ઉત્ત૨:- અભેદ થાય છે એ તો અનુપચાર જ છે. શુદ્ધોપયોગ તે અનુપચાર જ છે. અનુપચારમાં પણ તેની માત્રા વધી ગઈ. લીનતા વધી ગઈ માટે યોગીશ્વર કહ્યું. યોગી તો હતા, પરંતુ યોગીમાં પણ મોટા-મહાનપણું-ઇશ્વર. યોગ એટલે ઉપયોગને આત્મામાં જોડવો તે; અને એ ઉપયોગ આત્મામાં જોડાય ગયો તો તે યોગી થયા; હવે એમાં પણ વિશેષ લીન થયા તો યોગીશ્વર થયા.
અહીં પાઠમાં ‘જિન ’ શબ્દ વાપર્યો, ‘ જૈન ’ શબ્દ ન વાપર્યો. મોહનો ક્ષય થાય તો જૈન થાય. ચોથે જૈન કહેવાય, પાંચમે જૈન કહેવાય. એક અપેક્ષાએ ચોથે જિન પણ કહે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #331
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૮૩ છે. ચોથાવાળાને પણ લઘુનંદન કહેવાય, ન કહેવાય તેમ નહીં. પરંતુ આ તો મુનિરાજની વાત કોઈ અલૌકિક છે. અહીંયા ચોથા-પાંચમાની વાત મુખ્યતાથી નથી.
અમારા બાપુજી કહેતા હતા કે-લાલચંદ ! આ દુષમકાળ છે, પંચમકાળ છે એટલે સમ્યગ્દષ્ટિની બોલબાલા તો હોય, વાહુ-વાહ હોય. તે ઠીક છે, બાકી ચોથો કાળ હોય તો સમ્યગ્દષ્ટિને કોઈ પૂછેય નહીં. એકેક ઘરમાં પાંચ-દસ સમ્યગ્દષ્ટિ હોય. પચાસ માણસનું કુટુંબ હોય તેમાં દસ તો સમ્યગ્દષ્ટિ હોય. એનો કોઈ ભાવ પણ પૂછે નહીં. સમ્યગ્દષ્ટિ સાધારણ છે. ચારિત્ર છે એ જ ધર્મ છે. ત્યાં વિદેહમાં એવો કાળ છે. મુનિ દિક્ષા લઈ લ્ય અને પછી ધ્યાનમાં મસ્ત થઈ જાય. આ તો પંચમકાળમાં જ્ઞાનીના દુષ્કાળ છે.
શ્રોતા- શુદ્ધઉપયોગના બે અર્થ કર્યા. એક તો ચોથા ગુણસ્થાને આત્માની પ્રાપ્તિ થાય છે અને બીજો સાતમા ગુણસ્થાને શુદ્ધોપયોગ થાય તે.
ઉત્તર:- અહીં ચારિત્રની મુખ્યતાથી વાત છે. જ્યારે ચોથામાં સમ્યગ્દર્શનની મુખ્યતાથી વાત છે. ચોથામાં સમ્યગ્દર્શનને યોગ્ય શુદ્ધોપયોગ અને આ ચારિત્રને યોગ્ય શુદ્ધોપયોગ. સાતમામાં લીનતા વધારે છે, ચોથા-પાંચમામાં લીનતા ઓછી છે.
આત્મ અનુભવના કાળમાં આત્મા સ્વપ્રકાશકથી પ્રગટ થાય છે. સવિકલ્પદશામાં સ્વપર બન્નેને જાણે તો એનું નામ પ્રમાણજ્ઞાન કહેવાય. પ્રમાણજ્ઞાન તે વ્યવહારનું લક્ષણ થયું.
પ્રશ્ન:- એકદમ નિશ્ચયનો પક્ષ આવે ત્યારે કાર્ય થાય છે.
ઉત્તર:- નિશ્ચયનો પક્ષ છૂટે ત્યારે કાર્ય થાય છે. નિશ્ચયનો પક્ષ આવે પછી તે પક્ષ છૂટી જાય અને અંદરમાં ઉપયોગ જામી જાય ત્યારે કાર્ય થાય. પછી બહાર આવે ત્યારે તેને સ્વપર પ્રકાશક કહેવાય. એ જ્ઞાનમાં આત્માય જણાય અને ગુરુદેવ પણ જણાય, આત્માય જણાય અને શાસ્ત્ર પણ જણાય એનું નામ સ્વપરપ્રકાશક છે. સ્વ પ્લસ પર લીધું એટલે સ્વપરપ્રકાશક તે વ્યવહાર થઈ ગયો, નિશ્ચય ન રહ્યો. નિશ્ચય તો સ્વ આશ્રિત જ હોય. ઉપયોગમાં એકલો આત્મા જ જણાય છે બીજું કાંઈ ન જણાય.
પદ્રવ્યથી પરાભુખ એટલે વિશેષોનો હું અજ્ઞાત થાઉં છું ત્યારે અંદર જવાય છે. કેમકે એ પર્યાય પરદ્રવ્ય છે. સાતેય તત્ત્વો અને પાંચ મહાવ્રતના પરિણામ તે પરદ્રવ્ય છે. અને જે પરિણતી પ્રગટ થઈ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની તે ભેદ અપેક્ષાએ પરદ્રવ્ય છે. અભેદ થાય તો તો પરદ્રવ્ય રહ્યું જ નહીં. તો તો આત્મા જ થઈ ગયો, ત્યારે તો શુદ્ધોપયોગ કહેવાય છે. આત્મા આત્માને ઉપાદેય છે. પર્યાયને પરદ્રવ્ય કહ્યું. આ બહુ ઉત્કૃષ્ટ વાત છે.
શ્રોતા:- પરદ્રવ્ય કહીને ભાઈ ! ઘણું રહસ્ય ખોલી નાખ્યું. ઉત્તર- અમે તો અમારો સ્વાધ્યાય કરીએ છીએ. પરદ્રવ્ય લાગે છે એટલે પરામુખ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #332
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ - ૩
૨૮૪
થાય છે ને ? ૫૨દ્રવ્ય ભાસે છે એટલે પાડ્યુખ થાય છે. સ્વદ્રવ્ય ભાસે તો તો પામુખ કયાંથી થાય ? તો તો ત્યાં જ ચોંટયો રહે. તો તેને છઠ્ઠું જ રહે.. સાતમું આવે જ નહીં. અને થોડો ટાઈમ છઠ્ઠ રહે તો પાંચમે આવી જાય. છઠ્ઠું પણ ટકે નહીં, કારણ કે છઠ્ઠાનો કાળ પણ પોણી સેંકડનો છે. તે છઠ્ઠામાંથી ફટ સાતમામાં જતા રહે.
પરિણામ છે તે (લક્ષ ) કરીને જાણવાનો વિષય જ નથી. એ પરદ્રવ્યને જાણ્યા કરે તો શુદ્ધોપયોગ થાય જ નહીં. એટલે અમે હવે તેનાથી પરાસ્મુખ થઈએ છીએ. સ્વદ્રવ્યમાં અમારી તીક્ષ્ણબુદ્ધિ થઈ છે. પર્યાયને પરદ્રવ્ય કહીને તે વ્યવહારનયના વિષયને હૈય કહેવું છે. એટલે ૫૨દ્રવ્યની કર્તાબુદ્ધિ તો નહીં પરંતુ જ્ઞાતાબુદ્ધિ કરવાની નથી. ખરેખર અમારા જ્ઞાનનું એ જ્ઞેય નથી. કેમકે પરિણામ પરદ્રવ્ય છે. અમારા જ્ઞાનનું શેય તો સ્વદ્રવ્ય છે. આ વાત તો અલૌકિક છે. જાણવાનો નિષેધ કરવા માટે તેને પરદ્રવ્ય કહ્યું.. સમજી ગયા તમે. શ્રોતાઃ- ભાઈ ! આપે કહ્યું ને કે-પ્રગટ છે તેને જો ને !
ઉત્તર:- જે પ્રગટ છે તેને જો ને!
શ્રોતા:- પ્રગટ કરવાના વિકલ્પથી એ પ્રગટ નહીં થાય. આ વાત અમે નવી સાંભળી કે–સાતમે શુદ્ધોપયોગ અને છટ્ટે શુદ્ધ પરિણતી.
ઉત્ત૨:- સાતમું ગુણસ્થાન શુદ્ધોપયોગનું છે અને છટ્ટે શુદ્ધ પરિણતી છે આ વાત શાસ્ત્રોક્ત છે.
શ્રોતા:- છઠ્ઠા ગુણસ્થાનમાં આવતાં જાણે શિક્ષા પડી હોય તેમ લાગે છે.
ઉત્ત૨:- મુનિરાજ પરોક્ષમાં આવી ગયા, પ્રત્યક્ષ છૂટી ગયું. તમને તમારા ઘરનો હોંગકોંગનો દાખલો આપ્યો ને ? અત્યારે તમારું ઘર તમને પરોક્ષ છે પછી જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે પ્રત્યક્ષ થાય. એમ છઠ્ઠા ગુણસ્થાને તેને આત્માનું ભાન છે, જ્ઞાન તો વર્તે છે પરંતુ પાછા એ ઘરમાં અંદર પ્રવેશે છે ત્યારે પ્રત્યક્ષ થાય છે.
સાધક આત્માને શુદ્ધાત્મા ઉપાદેય છે. સાધક થયા તેને શુદ્ધાત્મા જ ઉપાદેય છે. જે સાધકને ઉપાદેય હોય તે સર્વને ઉપાદેય હોય. અને સાધકને જે હૈય હોય તે કોઈને ઉપાદેય હોય નહીં. અને ઉપાદેય માને તો મિથ્યાર્દષ્ટિ થઈ જાય.
અહીં ટીકામાં ટીકાકારે પદ્રવ્ય કહ્યું અને ૫૦ ગાથામાં મૂળમાં કુંદકુંદભગવાન ૫૨દ્રવ્ય કહેશે. પરદ્રવ્ય-પરભાવ અને હેય. એટલે એકલું ટીકાકારે કહ્યું છે તેમ નથી. એક મુનિરાજને આવે તે બધાને એક સ૨ખું જ હોય.
પરિણામ પદ્રવ્ય છે માટે તેનો કર્તા નથી અને પદ્રવ્ય છે માટે તેનો જાણનાર નથી. પરિણામને જાણવાનું બંધ કરવા માટે ૫દ્રવ્ય કહ્યું છે. કર્તાબુદ્ધિ તો ગઈ હતી ચોથે પરંતુ અહીં તો જ્ઞાતા જ્ઞેયના વ્યવહારનો નિષેધ કરે છે. એ પરિણામ છે તે જ્ઞાનનું શૈય પણ નથી.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #333
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૮૫ સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને ખરેખર આત્મા ઉપાદેય છે. આત્માને આત્મા ઉપાદેય છે એ પણ સ્વસ્વામિ સંબંધનો વ્યવહાર છે. આત્માને આત્મા ઉપાદેય છે તો બે આત્મા તો છે નહીં, ત્યાં આત્મા તો એક જ છે. આત્મા તો આત્મા છેજ્ઞાયક તો જ્ઞાયક જ છે.
પોતે પોતાને જાણે છે, આત્મા આત્માને જાણે છે એ પણ સ્વ-સ્વામિ સંબંધનો વ્યવહાર છે. વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવી શકાય છે બીજો કોઈ ઉપાય નથી. એ ભેદ પણ લક્ષમાં લેવા યોગ્ય નથી... સમજી ગયા. એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે.
ઔદયિક આદિ ચાર ભાવાન્તરોને અગોચર હોવાથી”, આ જે ભગવાન આત્મા છે તે ત્રિકાળ શુદ્ધ છે. આત્મા છે તે અબદ્ધસ્પષ્ટ અને અતીન્દ્રિય જ્ઞાનમય છે. ઔદયિક આદિ ચાર પ્રકારના જે ભાવો થાય છે તે પર્યાયમાં ક્રમે ક્રમે થાય છે. તેના લક્ષ ભગવાન આત્મા જણાય એવો નથી. માટે તે ભાવાન્તરોને અગોચર છે. પર્યાયના લક્ષે દ્રવ્ય જણાતું નથી તેને એમ કહેવાય કે તે ભાવાન્તરોને અગોચર છે.
નીચે ફૂટનોટમાં છે-ભાવાન્તરો એટલે અન્ય-અનેરાભાવો આત્મા સિવાયના ભાવો છે તે અન્યભાવો છે. ક્ષાયિકભાવ અન્યભાવ છે. ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એ ચારભાવો પરમ પરિણામિકભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાન્તરો કહ્યાં છે. આત્માને ભાવ કહ્યો અને તેને ભાવાન્તરો કહ્યાં. આ ભાવથી તે અનેરાભાવ અર્થાત્ જુદા ભાવ છે.
પરમ પરિણામિકભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા આ ચાર ભાવન્તરોને અગોચર છે. જે સામાન્ય જીવ છે તે વિશેષથી જણાય ખરો, પરંતુ વિશેષના લક્ષે સામાન્ય ન જણાય વિશેષનું લક્ષ હોય તો વિશેષ જણાય પરંતુ સામાન્ય ન જણાય. હવે જ્યારે સામાન્યનું લક્ષ આવે છે ત્યારે વિશેષ જણાતું નથી. જ્યારે સામાન્ય જણાય છે ત્યારે વિશેષ પોતે સામાન્યમય થઈને સામાન્યને જાણે છે. ત્યારે એ ભાવાન્તરોને અગોચર થઈ ગયો. પર્યાયનું લક્ષ સર્વથા છૂટી ગયું. ત્યારે પર્યાયાર્થિકચક્ષુ બંધ થઈ ગઈ છે. દરેકમાં આ અર્થ લાગુ પડે છે. ભાવાન્તરમાં પણ લાગુ પડે છે.
ગઈકાલે પરામુખનો અર્થ કર્યો હતો-પર્યાયને જાણવાનું બંધ કરી દે! પરદ્રવ્યથી પરાભુખ એટલે પરિણામને જાણવાનું બંધ કર. મેં જ્યારે પરને જાણવાનું બંધ કર એમ કહ્યું તો એમાં તકલીફ પડી, ઉહાપોહ થયો. અહીંયા તો કહે છે-તારા પરિણામને જાણવાનું બંધ કર.
પૂ. ગુરુદેવે તો ત્યાં સુધી કહ્યું ભાઈ ! આ આત્મા પરદ્રવ્યને જાણે છે એમ જે માને છે તે દિગમ્બર જૈન નથી. આ અમૃત જેવું વચન પુસ્તકમાં છપાઈ ગયું છે. આહાહા ! આ આત્મા પરદ્રવ્યને જાણે છે એમ જે માને છે એ દિગમ્બર જૈન નથી. એટલે અમે તેની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #334
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬
પરિશિષ્ટ – ૩ વાત તો કરતા જ નથી, આત્મા પરદ્રવ્યને જાણે છે કે હવે જાણવાનું બંધ કરે છે એ વાત કહેતા જ નથી. પણ તું એ પર્યાયને જાણવાનું બંધ કરી દે. બહારની દુનિયામાં શું થાય છે એ વાત તો અહીંયા છે જ નહીં. અહીં પર્યાય પરદ્રવ્ય છે. પર્યાય પરભાવ છે ભાવાન્તર છે, હવે એને જે જાણે છે અને એમ માને છે કે પર્યાયને હું જાણું છું તે દિગમ્બર જૈન નથી. એ તો મિથ્યાષ્ટિ છે માટે એ પર્યાયને જાણવાનું બંધ કરી દે. ભાવાન્તરને ગોચર કરતાં આ કારણે પરમાત્માના તને દર્શન નહીં થાય. તને રાગના દર્શન થશે.
“ઔદિયિક આદિ ચાર ભાવાન્તરોને અગોચર હોવાથી જે કારણપરમાત્મા”, કારણ પરમાત્મા આવ્યું તો કારણ પરમાત્માની સાથે કાર્ય શુદ્ધ પરમાત્મા. કારણ શુદ્ધ પર્યાય સામે કાર્ય શુદ્ધ પર્યાય આવી. એ કારણ પરમાત્મા કેવો છે? દ્રવ્યકર્મ એટલે જ્ઞાનાવરણાદિ આદિ આઠ પ્રકારના જે કર્મ છે તે દ્રવ્યકર્મ છે. રાગ-દ્વેષ-મોહ તે ભાવકર્મ છે અને શરીરાદિ નોકર્મ છે.
દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવગુણપર્યાયો વિનાનો છે.” કર્મની ઉપાધિથી જન્મેલા અર્થાત્ તેના સંગે જન્મેલા જે વિભાવગુણ પર્યાયો છે-વિશેષગુણ પર્યાયો છે તેમાં બધુંય લઈ લેવું. વિભાવગુણ પર્યાયો વિનાનો તેનો અર્થ વિનાનો છે, વિનાનો થાય છે તેમ નહીં.
- તું આત્માને પર્યાયથી સહિત માની બેઠો છે એ તારી ભૂલ છે. શરીરથી તો સહિત નથી પરંતુ પરિણામથી પણ સહિત નથી. આત્મા કેવળજ્ઞાનની પર્યાયથી સહિત નથી. આત્મા મોક્ષની પર્યાયથી સહિત નથી. મોક્ષની પર્યાયથી રહિત આત્મા છે તેમ વ્યતિરિક્તમાં આવ્યું. અનાદિ અનંત આત્મા પરિણામથી રહિત છે.
આ રહિત અને સહિતની રમત ગુરુ-શિષ્ય વચ્ચે ચાલે છે. આજ રહિતની ચર્ચા કરી. પરંતુ સહિત થયો? આપે કહ્યું ને પર્યાય થી રહિત છો. પર્યાયથી રહિત છે તો પછી સહિત કયાંથી થાઉં. જો તું (નિર્મળ પર્યાયથી) સહિત નથી થયો તો તારું રહિત ખોટું છે. આ સ્યાદ્વાદ આવી ચીજ છે.
આહા ! સર્વથા રહિત પૂર્વક કથંચિત્ સહિત થાય છે. આત્મા કથંચિત્ સહિત થાય છે. રહિતમાં સર્વથા લગાડજો.. અને સહિતમાં સર્વથા ન લગાડજો ત્યાં કથંચિત્ લગાડજો. કેમ કે જો પર્યાયથી સર્વથા સહિત કહેશો તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો નાશ થશે. માટે તેમાં કથંચિત્ સહિત કહ્યું. પર્યાય કથંચિત્ અભિન્ન છે, સર્વથા અભિન્ન નથી.
ઔદયિક આદિ ચાર ભાવોને અગોચર હોવાથી એટલે કે એનું લક્ષ કરતાં ભગવાન આત્માના દર્શન થતા નથી. માટે ચાર ભાવોને અગોચર કહ્યું છે. જે કારણ પરમાત્મા છે તે આઠકર્મ વિનાનો અત્યારે છે. અત્યારે આત્મા આયુષ્યકર્મ વિનાનો છે. તો તો અત્યારે દેહ અને આત્મા જુદા થઈ જવા જોઈએ આયુષ્યકર્મનો જો અત્યારે બંધ ન હોય તો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #335
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૮૭ શરીર અને આત્મા અત્યારે જ જુદા હોવા જોઈએ. પરંતુ આયુષ્યકર્મ અને આત્મા અત્યારે જુદા છે નહીં. માટે આયુષ્યકર્મનો બંધ થયો છે કે નથી થયો ? કે પછી આત્મા છે તે આયુષ્યકર્મ વિનાનો છે?
અહીં કહે છે કે-અત્યારે તને આયુષ્યકર્મનો બંધ થયો જ નથી. આત્મા અત્યારે આયુષ્યકર્મથી સર્વથા રહિત જ છે. બંધ પર્યાયની સાથે થાય છે દ્રવ્યની સાથે બંધ થતો જ નથી. આત્મા આઠ કર્મ વિનાનો છે તેમાં તમે આયુષ્યકર્મ લીધું એટલે જવાબ દઈ ન શકે. આયુષ્યકર્મ છૂટી જાય તો તો દેહને આત્મા જુદા થાય. દેહને આત્મા જુદા જ છે તે જુદા થાય શું?
આયુષ્યકર્મનો જે બંધ થાય છે ને તે અંતઃતત્ત્વની સાથે થતો નથી. બહિર્તત્ત્વની સાથે થાય છે. બંધનો સંબંધ રાગની સાથે છે મારી સાથે તેનો કાંઈ સંબંધ નથી, હું તો તેનાથી જુદો જ છું.
હું અનાદિ અનંત આઠ કર્મથી રહિત છું. હું નિત્ય નિરાવરણ છું. કર્મનો બંધ મારામાં નથી. બંધ છે પરંતુ તે મારા સ્વભાવની બહાર છે. આત્મા દ્રવ્યકર્મ વિનાનો છે. દ્રવ્યકર્મમાં આયુષ્યકર્મ આવી ગયું કે નહીં ?
શ્રોતા- આમ વાંચી જાય કે દ્રવ્યકર્મ વિનાનો છું પરંતુ તેને પૂછે તો તે આયુષ્યકર્મમાં ફસાઈ જાય.
ઉત્તર:- આયુષ્યકર્મમાં ફસાઈ જાય. કેમકે જો આયુષ્યકર્મથી રહિત બોલી જાઉં – કહું તો મારું મરણ થઈ જશે. તારું મરણ નહીં થાય પણ તું જીવતો રહીશ. હું આયુષ્યકર્મથી બંધાણી નથી તેમાં જીવશે. આયુષ્યકર્મથી બંધાણી છું તો તે ભાવમરણે મરશે.. તો અજ્ઞાન થઈ ગયું. આયુકર્મ નું એટલે પૂછ્યું કે તેમાં જવાબ આપતાં અચકાય જાય. ગભરાટ થઈ જાય એવો પ્રશ્ન હતો.
વર્તમાનમાં આત્મા દ્રવ્યકર્મ વિનાનો છે. આ જે સાંભળવાનો ભાવ રાગ આવે છે તે સાંભળવાના રાગથી આત્મા રહિત છે કે સહિત? જ્યારે તે સાંભળે છે ત્યારે રાગથી રહિત જ છે. સારું, તો પછી ભાવકર્મથી તો અત્યારે રહિત છે અને નોકર્મથી અત્યારે રહિત છે. શરીરથી આત્મા રહિત છે. શરીર શરીરમાં રહે અને આત્મા આત્મામાં રહે, બે ચીજ અલગ છે. લોટામાં પાણી નાખ્યું છે ત્યારે લોકો અને પાણી જુદા છે કે એકમેક થઈ ગયા છે? તે અલગ-અલગ છે. તેમ આ ચૈતન્ય પરમાત્મા અને આ કાશીઘાટનો લોટો (શરીર) અલગ છે.
“ઉપાધિથી જનિત વિભાવગુણ પર્યાય વિનાનો છે.” કારણ પરમાત્મા હોં ! આ મિથ્યાષ્ટિને સમ્યગ્દર્શન કેમ થાય તેની ગાથા છે. આ શરૂઆતની વાત છે. આ વાત હાયર સ્ટેજની નથી. આત્મા કેવો છે? તેની વાત નાસ્તિથી કરી કે વિભાવગુણ પર્યાયો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #336
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮
પરિશિષ્ટ – ૩ વિનાનો છે. હવે અતિ કહે છે.
આત્મા શું છે? એક તો તે “અનાદિ અનંત છે”, જેની આદિ નથી અને જેનો અંત નથી તે. જેનો કોઈ દિ' નાશ ન થાય. જેની કોઈ સંયોગ થી ઉત્પત્તિ ન થાય અને કોઈ સંયોગના વિયોગથી નાશ ન થાય એવો અવિનાશી અનાદિ-અનંત આત્મા છે. “આત્મા અમૂર્ત છે.” દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ મૂર્તિક હતા. અને આત્મા અમૂર્ત છે.
અતીન્દ્રિય સ્વભાવવાળો શુદ્ધ-સહજ-પરમ પરિણામિકભાવ જેનો સ્વભાવ છે.” ઇન્દ્રિયજ્ઞાન આત્માને નથી. ત્રિકાળ શુદ્ધ છે, નિરપેક્ષ શુદ્ધ છે. સાહજિક એટલે સ્વભાવિક પરમ પારિણામિકભાવ છે. જેવો આત્મા છે તેવો ને તેવો રહે છે. આત્માનો સ્વભાવ ચૈતન્ય... ચૈતન્ય છે, તે અનાદિ અનંત ચૈતન્ય રહે છે. તે ચૈતન્ય મટીને કદી જડ ન થાય... તેને પરિણામિકભાવ કહેવામાં આવે છે. જેનો સ્વભાવ છે એટલે મારો સ્વભાવ છે, મારા આત્માનો સ્વભાવ છે એવો હું કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે.
એવો કારણ પરમાત્મા તે ખરેખર “આત્મા” છે.આત્મા કેવો છે? ઉપાદેયભૂત આત્મા કેવો છે તેનું સ્વરૂપ ત્રિકાળીદ્રવ્યનું બતાવે છે. સાધકને આત્મા ઉપાદેય થયો તો સાધકને કેવો આત્મા ઉપાદેય થયો ? આવો આત્મા ઉપાદેય થયો. “અતિ આસન્નભવ્ય જીવોને”, અતિ આસન્નભવ્યોને તે બહુ વચન છે. આસન્નભવ્ય એકલું નહીં કહેતાં અતિ આસન્નભવ્ય. આસન્ન એટલે નજીક અને અતિ આસન્ન એટલે એક, બે, પાંચ ભવમાં મોક્ષમાં જતા રહે તેવા આત્માઓ. તેમને વધારે ભવ ન થાય. થોડા.. અલ્પ ભવમાં મોક્ષને પામે. અતિ આસન્ન ભવ્ય જીવ એટલે મોટે ભાગે એકાવતારી જેવું ગણાય. સમજી ગયા, છતાં બહુ છૂટ મૂકો તો બે-ચાર-પાંચ ભવ ગણાય.
“એવા નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી.”ઉપર જે પરમાત્માનું સ્વરૂપ કહ્યું તે ઉપાદેય છે. આહાહા ! આ પૈસો-ટકો ને આબરૂ ને શાસ્ત્રનો ઉઘાડ એ કાંઈ ઉપાદેય નથી. તેને એકલો શુદ્ધાત્મા જ ઉપાદેય છે. ઉપાદેય એટલે અહમ્ કરવા યોગ્ય ચીજ. આ હું છું, આ પરમાત્મા તે હું છું. તેમને પાંચ મહાવ્રત ઉપાદેય નથી. તેમને નિશ્ચય મોક્ષમાર્ગ ઉપાદેય નથી. કેમકે એ ભાવોને ભાવાન્તર કહ્યા તેથી એ ભાવાન્તર વિનાનો આત્મા છે.
સંપૂર્ણ એક અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય ઉત્કૃષ્ટ જ્યોતિ કેવળજ્ઞાનના કારણભૂત, શુદ્ધાત્મ સ્વરૂપની ભાવનાથી ઉત્પન્ન પરમઆહલા એક લક્ષણ સુખ સંવિતિ (આનંદાનુભૂતિ) કે આકાર પરિણતિરૂપ રાગાદિ વિકલ્પોની ઉપાધિ રહિત સ્વસંવેદનજ્ઞાનમાં (તે એક શુદ્ધાત્મ સ્વરૂપની) ભાવના કરવી જોઈએ-આ અભિપ્રાય છે.
(શ્રી પ્રવચનસારજી તાત્પર્યવૃતિ ટીકા ગાથા-૧૯ ટીકામાંથી) |
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #337
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૯
શુદ્ધ અંત:તત્ત્વ
પરિશિષ્ટ - ૪) તા. ૧૬/૨/'૮૯ પ્રવચન નં :-૧૮ સ્થળ:- દિવાનપરા-રાજકોટ
શુદ્ધભાવ અધિકારની ખરેખર છેલ્લી ગાથા ૫૦ છે. કારણ કે-પ૧ થી ૫૫ ગાથામાં વિષય ફરે છે.
મૂળ પાઠમાં છે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય એટલે નિજ દ્રવ્ય અને પરદ્રવ્ય વચ્ચે ભેદજ્ઞાનની વાત છે.
અન્વયાર્થ:- “પૂર્વોક્ત સર્વ ભાવો”, જેટલા જેટલા ભાવોનું અને વર્ણન કર્યું છે કે-આ જીવમાં નથી, જીવમાં નથી, જીવમાં નથી એ સર્વ પ્રકારના ભાવો એટલે પરિણામોપર્યાયો-અવસ્થાઓ તે પરસ્વભાવો છે, પરદ્રવ્યો છે. અને તે કારણે હેય છે. એટલે તેનું લક્ષ કરવા યોગ્ય નથી. હેયનો અર્થ એટલો જ કે–તેનું લક્ષ છોડી દે ! તેનાથી અજ્ઞાત થઈ જાઓ. પરિણામને જોવાનું બંધ કરવું તેનું નામ હેય છે. તેની ઉપેક્ષા એટલે તેની સામે જોવું જ નહીં. તેને હેયપણે ન જોવું અને શેયપણે પણ ન જોવું. પરિણામો ઉપાદેયપણે તો છે જ નહીં, પરંતુ આ હેય છે અને આ જ્ઞય છે તેમ પણ જાણવા યોગ્ય નથી. તેની પરમ ઉપેક્ષા કરવા યોગ્ય છે. બિલકુલ તેનું લક્ષ છોડી દેવું. સર્વાશે નિઃશેષપણે ઉપયોગને અંતર્મુખ વાળવો. કાંઈ પણ બાકી રાખ્યા વગર આખાયે ઉપયોગને અંતરમાં વાળવો. થોડોક ઉપયોગ હેય તત્ત્વને જાણે અને થોડોક ઉપયોગ ઉપાદેય તત્ત્વને જાણે એમ નથી.
હેયનું કારણ આપ્યું કે-પર્યાયો પરસ્વભાવો છે અને પરદ્રવ્ય છે માટે હેય છે. કેમકે તેનું લક્ષ થતાં શુદ્ધાત્માના દર્શન નહીં થાય, અથવા તેના લક્ષે રાગ જ ઉત્પન્ન થશેવિકલ્પ જ ઉત્પન્ન થશે. તેનાં લક્ષ શુદ્ધોપયોગ નહીં થાય, નિર્વિકલ્પ ધ્યાન નહીં થાય.. માટે તે હેય છે.
પરદ્રવ્ય જે છે તેને જાણવામાં નુકશાન થાય છે માટે તેનો કર્તા તો તું છો જ નહીં. કેમકે જે પર દ્રવ્ય હોય તેને કરી શકાતું નથી. પરદ્રવ્યની સાથે કર્તાકર્મ સંબંધ નથી ત્યાં સુધી તો શિષ્ય આવી ગયો છે. હવે એ પરદ્રવ્યને જાણવું એ પણ છોડી દે! તેને શેયપણે જાણવું છોડી દે! કેમકે પરદ્રવ્યને શેય બનાવતાં સ્વદ્રવ્ય ય નહીં બને. માટે તું પરમ ઉપેક્ષા કર. એકલી ઉપેક્ષા કર તેમ નહીં તેની પરમ ઉપક્ષા કર... એટલે કે સર્વથા બંધ કરી દે! તેના તરફ જાણવાનું સર્વથા બંધ કરી દે.
તે “પ૨વું પરાવનિરિ દેય” તે કારણે તે હેય છે. હવે પરિણામ હેય છે તો કોઈ ઉપાદેય હોય જ. અંત:તત્ત્વ એવું સ્વદ્રવ્ય એટલે એકલો જ્ઞાનાનંદ પરમાત્મા સામાન્ય સામાન્ય... ટંકોત્કીર્ણ એવો જે ચૈતન્ય સ્વભાવ તેવુ અંત:તત્ત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. સ્વદ્રવ્યને આત્મા કહ્યો અને તેથી તે ઉપાય છે. અને તેથી પર સ્વભાવો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #338
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૯૦
પરિશિષ્ટ - ૪
અને પરદ્રવ્યો તૈય છે.
સ્વદ્રવ્ય એટલે જ્ઞાયકભાવ. જ્ઞાયકભાવ તે સ્વ અને હું તેનો સ્વામી છું. હવે જ્યારે હેય કહ્યું ત્યારે તેમાં ૫રમ ઉપેક્ષા કરી. તેની ઉપેક્ષા અને જાણવાનું બંધ કરી દે. હવે કહે છે કે–આવો આત્મા તારી પાસે છે. અંતઃતત્ત્વ સ્વરૂપ આત્મા તો છે.. પરંતુ કેવળ તેના હોવાથી તને લાભ નહીં થાય. તેને ઉપાદેયપણે જાણવાથી તને લાભ થશે. હૈયમાં ઉપેક્ષા છે અને ઉપાદેયમાં અપેક્ષા છે. માટે હવે હેય તત્ત્વને જાણવાનું બંધ કર અને શુદ્ધાત્માને જાણવાનું ચાલુ કરી દે. કેમકે જે ઉપયોગે અંતર્મુખ થઈને જાણ્યું કે–“ આ હું” તેનું નામ ઉપાદેય તત્ત્વ છે. તેમાં આત્માનો અનુભવ થાય છે તેવો સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. છે તો બધાની પાસે પરંતુ એમ નહીં, તે ઉપાદેય છે. છે તો બધાની પાસે પણ.. જેને દૃષ્ટિમાં ઉપાદેયપણે-આદેયપણે આવે તેનું નામ અનુભૂતિ છે.
હવે તું પર્યાયને જાણવાનું બંધ કરી દે! પર્યાયનું લક્ષ છોડી દે ! તેની ઉપેક્ષા કર! હવે ઉદાસીન થઈને પણ તેને જાણમાં કે એ પરભાવ છે. તેને સ્વદ્રવ્યપણે નથી જાણતો પરંતુ ૫૨૫ણે જાણવાનું બંધ કરી દે ! તેને જાણવાથી તને શું પ્રયોજન છે. એ પદ્રવ્ય છે એટલા માટે તું જાણવા જાય છે કે–આ ૫૨દ્રવ્ય છે. તો હવે તેને જાણવાનું સર્વથા બંધ કરી દે અને એકલા આત્માને જાણ, તેનું નામ સ્વપ્રકાશક છે. તેનું નામ શુદ્ઘ દ્રવ્યાર્થિકનય છે. તેનું નામ શુદ્ઘનય છે. જે ઉપાદેય થાય છે તે શુદ્ધ દ્રવ્યાર્થિકનય છે. અને જે ઉપાદેયપણે જણાય છે તે અંતઃતત્ત્વ આત્મા છે. ઉપાદેય થયો તેમાં ક્રિયા થઈ અને પેલો તો નિષ્ક્રિય છે.
આવો સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. એટલે અંતરમાં જઈને સામાન્ય ટંકોત્કીર્ણ જ્ઞાનાનંદ ૫રમાત્મા છે તે જ હું છું.. એવું અભિમુખ થઈને જે પરિણમન થયું અને જાણેલાની પ્રતીતિ થઈ તેનું નામ ઉપાદેય છે. તેનું નામ અનુભૂતિ છે. તેનું નામ મોક્ષમાર્ગ છે.
પદ્રવ્યનું લક્ષ છોડ અને સ્વદ્રવ્યનું લક્ષ કર. કેમકે લક્ષ ફેરે ફેર છે. આ બે તત્ત્વ હાજરા હજૂર છે ને !? એક પરદ્રવ્ય પણ છે અને બીજું સ્વદ્રવ્ય પણ છે. પરદ્રવ્યના લક્ષ સંસાર છે અને સ્વદ્રવ્યના લક્ષે મોક્ષનો માર્ગ છે. આનંદનો માર્ગ છે.
અહીંયા પરદ્રવ્ય કહ્યું. જ્યારે ૩૮મી ગાથામાં સાતેય તત્ત્વોના સમુહને હૈય કહ્યો. ૩૮ ગાથામાં પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી તેમ કહ્યું હતું. ટીકાકારે પદ્રવ્ય કહ્યું. જ્યારે અહીંયા કુંદકુંદભગવાન ૫૨દ્રવ્ય કહે છે. પૂર્વોક્ત સર્વેભાવો પરદ્રવ્ય છે અને જેટલા ભાવોનું વર્ણન કર્યું તે પરદ્રવ્યો છે.. માટે હેય છે. અને અંતઃતત્ત્વ તેવું સ્વદ્રવ્ય, ૩૮ ગાથામાં સાત તત્ત્વોને બક્તિત્વ કહ્યું હતું અને આ ગાથામાં આત્માને અંતઃતત્ત્વ કહ્યું.
સૂક્ષ્મ રુચિવાળા જીવો માટે ૩૮ અને ૫૦ ગાથા બે તો બસ છે. જીવાદિ બાહ્ય તત્ત્વ હૈય છે. કર્મોપાધિ ગુણપર્યાયોથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે. ૩૮માં જીવાદિ બાહ્યતત્ત્વને હેય કહ્યું અને ૫૦માં ૫૨દ્રવ્ય કહ્યું. ૩૮ ગાથામાં આત્માની વ્યાખ્યા નાસ્તિથી
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #339
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૯૧ કરી, હેયનું સ્વરૂપ બતાવી અને પછી આત્મા કોને કહેવો તે કહ્યું. કર્મોઉપાધિ જનિત વિભાવગુણ પર્યાયોથી વ્યતિરિક્ત છે રહિત છે તે આત્મા આત્માને ઉપાદેય છે. ૩૮ ગાથામાં બાહ્યતત્ત્વ હેય કહ્યું અને અહીંયા આત્માને અંત:તત્ત્વ કહ્યું. ત્યાં પરદ્રવ્ય નહોતું કહ્યું પરંતુ ટીકાકારે પરદ્રવ્ય કહ્યું.
અહીંયા એટલે ૫૦ ગાથામાં મૂળમાં કુંદકુંદભગવાને પરદ્રવ્ય કહ્યું છે. અને ટીકાકારે પદ્રવ્ય કહ્યું છે. તેમણે પરદ્રવ્ય કહ્યું તે બરોબર છે અને અમૃતચંદ્રાચાર્ય કહ્યું એ બરોબર છે. આમ ત્રણ આચાર્યોએ પરદ્રવ્ય કહ્યું છે.
અંત:તત્ત્વ તેવો સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. ઉપાદેય એટલે કે તેની સમીપે જઈને તેનું અહમ્ કરવું. તેમાં એકાગ્ર થવું ધ્યાનમાં લાગી જવું. ધ્યાનમાં ઉપયોગને જોડી દેવો. આ જાણનારો જણાય છે તે હું છું. જ્ઞાયક જે જાણનાર તત્ત્વ છે તે હું છું એમ જાણવું. એમ જાણવાથી લાભ થાય છે જ્ઞાયકના અસ્તિત્વથી લાભ નથી. કેમકે લાભ હાનિ પર્યાયમાં થાય છે. પર્યાયના લક્ષે નુકશાન થતું હતું અને સ્વના લક્ષ લાભ થવા લાગ્યો. સ્વના લક્ષ દુઃખગયું અને સુખ આવ્યું. આત્મા ઉપાદેય થતાં એવું પરિણમન છે. અનંતકાળથી યતત્ત્વ જે હતું તે ઉપાદેય થયું હતું તે તેનું ઉંધુ પરિણમન હતું. હવે તે જ્યારે ય થાય છે ત્યારે બીજી ચીજ ઉપાદેય થાય છે. પેલામાં મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન હતું. હવે આત્મા ઉપાદેય થતાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્રચારિત્રનું પરિણમન થયું.
પરિણામ હેય છે તેમ કહીને તેનું લક્ષ છોડાવવું છે. જાણવાનું બંધ કરાવવું છે. આત્માને ઉપાદેય કહીને તેને જાણવાનું ચાલુ કરાવ્યું છે. અનંતકાળથી જે આત્માને જાણ્યો નથી તે આત્માને જાણ. પરિણામને જાણવાનું બંધ કર જેને નથી જાણ્યો તેને જાણ ! પ્રથમ આત્માને જાણ !
એક શુદ્ધાત્માને જાણતાં આખા વિશ્વ ઉપરથી મમતા છૂટી જાય છે. પછી તેને કયાંય મારાપણું દેખાતું નથી. એક અંત:તત્ત્વમાં મારાપણું સ્થાપ્યું છે બસ. સતી સ્ત્રીને પતિ એક જ હોય. તેને એક જ પુરુષ દેખાય છે, બીજા કોઈ પુરુષ દેખાતા નથી. તેમ એક વખત શ્રદ્ધા જ્ઞાન પ્રગટ થયું તે એકને દેખે છે. તે એક આત્માને જ મારાપણે દેખે છે, જગતની બીજી કોઈ ચીજ મારી નથી તેમ સહેજે આવી જાય છે.
ટીકાઃ- “આ” એટલે આ ગાથામાં આચાર્ય ભગવાન શું કહેવા માગે છે. તેનું મથાળું બાંધે છે. “આ હેય ઉપાદેય અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે.” હેયનો બીજો શબ્દ કહ્યો ત્યાગ. અને ઉપાદેયનો બીજો શબ્દ છે ગ્રહણ. હવે આખું જગત ત્યાગ ગ્રહણમાં પડ્યું છે. ત્યાગ એટલે છોડી દેવું અને ગ્રહણ એટલે કાંઈક ગ્રહી લેવું. પણ એવું ત્યાગ ગ્રહણનું સ્વરૂપ નથી. ત્યાગનો અર્થ પર્યાયનું લક્ષ છોડી દેવું અને ગ્રહણ એટલે સ્વરૂપનું લક્ષ કરવું. તેનું નામ ગ્રહણ છે. આ ત્યાગ ગ્રહણનો આટલો જ અર્થ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #340
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨
પરિશિષ્ટ - ૪ આહાહા..! અધ્યાત્મશાસ્ત્ર વિના ભેદજ્ઞાન નથી. આ ભેદજ્ઞાનની વાત છે. હેય ઉપાદેય એટલે ભેદજ્ઞાનની વાત છે. બે વચ્ચેનું એટલે દ્રવ્ય-પર્યાય વચ્ચેનું ભેદજ્ઞાન. પર્યાયમાં અહમ્ હતું તે છૂટીને દ્રવ્યમાં થાય છે. ત્યારથી મોક્ષમાર્ગ શરૂ થાય છે. પર્યાય દૃષ્ટિનો ત્યાગ તે જ ત્યાગ છે અને જે દ્રવ્યષ્ટિ થઈ તે જ દ્રવ્યનું ગ્રહણ છે. ગ્રહણ એટલે કોઈ પદાર્થને પકડવો તેવો અર્થ નથી. કોઈ પર્દાથને છોડવો તેનું નામ ત્યાગ નથી. કેમકે આત્મા છતે ગ્રહણત્યાગથી તો શૂન્ય છે. કોઈ આત્મા કોઈ પદાર્થને ગ્રહતો નથી અને કોઈ પદાર્થને છોડતો નથી.
ખરેખર કોઈ પરભાવને છોડતો નથી. જ્ઞાન પ્રત્યાખ્યાન છે તેમાં ત્યાગ અને ગ્રહણ સમાય ગયા. ત્યાગ એટલે પરિણામને જાણવાનું બંધ કર, પરિણામનું લક્ષ છોડી દે અને દ્રવ્યનું લક્ષ કર તેમાં ત્યાગગ્રહણ થઈ ગયું. ઉપાદેયનો અર્થ જ એ છે કે-ઉપ+આદેયઋતેની સમીપે જઈને તેમાં અહમ્ કરવું તેનું નામ ઉપાદેય છે.
જે કોઈ વિભાવગુણ પર્યાયો છે એટલે વિશેષ ગુણના પર્યાયો છે. તેઓ પૂર્વે ૪૯મી ગાથામાં વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા તે જાણવા માટે કહ્યું છે.
ફૂટનોટમાં નીચે અર્થ છે. ઉપર મથાળામાં લખ્યું છે કે આ નિશ્ચયનય અને વ્યવહારનયના ઉપાદેયપણાનું પ્રકાશનનું કથન છે. ઉપાદેયનો નીચે અર્થ છે. “પ્રમાણભૂત જ્ઞાનમાં”, એટલે જે જ્ઞાન સ્વને અને પરને બન્નેને જાણે છે તેનું નામ પ્રમાણજ્ઞાન કહેવાય. સ્વને અને પરને બન્નેને ગ્રહણ કરે કે બન્નેને ત્યાગ કરે તેનું નામ પ્રમાણજ્ઞાન નથી. પ્રમાણજ્ઞાનમાં રાગ હેય અને શુદ્ધાત્મા ઉપાદેય તેમ પ્રમાણજ્ઞાનમાં ન હોય. પ્રમાણજ્ઞાનમાં બન્નેમાં છે' આવે... છે. દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે, બસ એટલું જ આવે છે.
ય ઉપાદેય નયજ્ઞાનમાં હોય, પ્રમાણમાં ન હોય. મોસંબી છે તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. શેય કહો કે પ્રમાણજ્ઞાનનો વિષય કહો તે બન્ને એક જ છે. એટલે “પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમ જ તેના પર્યાયોનું બન્નેનું સમ્યજ્ઞાન હોવું જોઈએ.” પર્યાયમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયના ભાગલા નથી. પછી પર્યાયો જે પ્રકારની હોય તે પ્રકારે તે તે રીતે તે પર્યાયનું સમ્યજ્ઞાન હોવું જોઈએ.
“પોતાને કથંચિત વિભાવ પર્યાયો વિધમાન છે તેવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય”, એટલે જે પર્યાયને ઉડાડે છે કે-પર્યાય છે જ નહીં, એકલું દ્રવ્ય જ છે અને પર્યાય નથી તેમ જાણવું ખોટું છે. કેમકે.. પોતાને વિભાવ પર્યાયો કથંચિ વિધમાન છે. એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય “તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં.” માટે વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #341
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૨૯૩
તે ઉપાદેયનો અર્થ કર્યો. શું કહ્યું ? ( ઉપાદેય એટલે ) વ્યવહારના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે જાણવા યોગ્ય છે કે-પર્યાય છે. એવી વિવિક્ષાથી જ અહીં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે. તેનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવિક્ષાથી નહીં.
k
ઉપાદેયનો અર્થ-તેનું લક્ષ કરવા યોગ્ય છે અને તે આત્મા છે અને તે અહમ્ કરવા યોગ્ય છે એવો અર્થ નથી એવી વિવિક્ષાથી કહ્યું નથી. “ વ્યવહારનયના વિષયોનું આશ્રય આલંબન, વલણ, સન્મુખતા, ભાવના તો છોડવા યોગ્ય જ છે. એમ સમજાવવા ૫૦મી ગાથામાં વ્યવહારનયને સ્પષ્ટપણે હેય કહેવામાં આવશે. અહીંયા ૪૯માં ઉપાદેય કહ્યો અને ત્યાં ૫૦માં હેય કહેશે.
99
“ જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય છે. તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક્ છે એમ સમજવું, અન્યને નહીં. ”
,,
દ્રવ્ય પર્યાયને જાણીને એક આશ્રય કરવા યોગ્ય છે. અને એક આશ્રય કરવા યોગ્ય નથી.. એવું જેને જ્ઞાન વર્તતું હોય તેનું નામ પ્રમાણજ્ઞાન છે. પ્રમાણજ્ઞાન વખતે પણ ભેદજ્ઞાન ચાલુ છે. પ્રમાણજ્ઞાન વખતે જ્ઞાનીને પર્યાયનું જ્ઞાન છે પરંતુ તેને પર્યાયમાં અહમ્ થતું નથી. માત્ર જ્ઞાન છે. જેવી પર્યાય છે તેવા પ્રકારનું પર્યાયનું જ્ઞાન થાય છે. અને એ જ્ઞાનનો એવો સ્વકાળ જ્ઞાનના કારણે થાય છે.. પેલું તો નિમિત્તમાત્ર છે.
પ્રમાણજ્ઞાનમાં તો જેમ છે તેમ જાણતું જ્ઞાન પ્રવર્તે છે. એટલે પ્રમાણજ્ઞાન જ્ઞાનીને જ હોય છે. મિથ્યાર્દષ્ટિને પ્રમાણજ્ઞાન ન હોય. મિથ્યાર્દષ્ટિને વિકલ્પાત્મક પ્રમાણજ્ઞાન હોય તે જુદી વાત છે.
એ સમસ્ત ધર્મોને યુગપ ્ જાણે છે. તે નિત્યને નિત્ય અને અનિત્યને અનિત્ય જાણે છે. એક ને એક, અનેકને અનેક, શુદ્ધને શુદ્ધ જાણે છે. થોડી પર્યાયમાં શુદ્ધતા હોય તો તેને તે રીતે જાણે છે. બધા ગુણોને, અપેક્ષિત ધર્મોને, પર્યાયોને કેવળ માત્ર જાણે.. જાણે.. જાણે ને જાણે છે. હવે જ્યારે ફરી નયનો પ્રયોગ શરૂ થાય છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં પાછા જાય છે. જ્યાં સુધી પ્રમાણમાં છે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ નથી.
સવિકલ્પ પ્રમાણમાં છે તો પણ જ્ઞાની બધાને જાણે છે ને! ત્યાં તેણે એકને જાણવાનું બંધ નથી કર્યું. એકને( પર્યાયને ) જાણવાનું બંધ કરે અને એકને( દ્રવ્યને ) જાણે તો નિર્વિકલ્પ ધ્યાન આવે. જેવી રીતે અનાદિ મિથ્યાર્દષ્ટિને સમ્યગ્દર્શન થાય છે એવી રીતે ચારિત્રવંતને ફરીને પર્યાયાર્થિક ચક્ષુ બંધ થાય છે.
જે વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન કહ્યો ને ! હવે દ્રવ્યને જાણતાં જાણતાં પર્યાયને જાણે છે. દ્રવ્યને જાણવાનું છૂટતું નથી એટલે તો સમ્યગ્દર્શન ચાલુ રહે છે. બેને જાણે છે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #342
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪
પરિશિષ્ટ - ૪ તેમાં નિર્વિકલ્પ અનુભવ નથી. એકને જાણવાનું બંધ કરે અને એકને જ જાણે ત્યારે નિર્વિકલ્પ અનુભવ થાય છે. કોઈપણ કાળે તે પ્રમાણજ્ઞાનનો વિષય ઉપાદેય કોઈપણ સ્થિતિમાં નથી.
કોઈપણ કાળે અને કોઈપણ જીવને પ્રમાણજ્ઞાનનો વિષય ઉપાદેય નથી. સર્વ કાળે શુદ્ધનયના વિષયભૂત દ્રવ્ય એક જ ઉપાદેય કહ્યું છે, અને વ્યવહારનયનો વિષય બધાને માટે હેય છે. આહાહા...! તે ઉપાદેય નથી.
પ્રશ્ન - જ્યારે સવિકલ્પદશામાં આવે છે ત્યારે જ્ઞાન નિર્વિકલ્પ રહે છે?
ઉત્તર:- સવિકલ્પદશામાં જે જ્ઞાન છે તે તો અતીન્દ્રિયજ્ઞાન જ છે. તે બરોબર છે. હવે એ અતીન્દ્રિયજ્ઞાનમાં જે ઉપયોગાત્મકપણે ભગવાન આત્મા સામાન્યપણે જણાતો હતો એ છૂટી જાય છે. એટલે પરિણતીમાં તો સામાન્ય જણાય જ છે, પરંતુ ઉપયોગમાં ભેદ જણાય છે. જે ઉપયોગમાં ભેદ જણાય છે તે ઇન્દ્રિયજ્ઞાન થઈ ગયું. તે અતીન્દ્રિયજ્ઞાન ન રહ્યું-કેમકે ઉપયોગાત્મક વિષય તો એક જ હોય. કાં સામાન્યને ઉપયોગાત્મકપણે જાણે અને કાં વિશેષને ઉપયોગાત્મકપણે જાણે-ભેદને જાણે. ભેદને જાણે છે ઉપયોગાત્મક પણે તો તે ઇન્દ્રિયજ્ઞાન થઈ ગયું છે.
સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ્.” વિશેષને જાણનારું જ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન થઈ ગયું. ભલે તે અતીન્દ્રિયજ્ઞાનમાં જણાય છે પરંતુ ઉપયોગાત્મક તો ઇન્દ્રિયજ્ઞાન થઈ ગયું. એ રાગ જણાય છે તે ઉપયોગાત્મક છે. રાગને રાગ અને દ્વેષને દ્વેષ જાણે છે. તે સવિકલ્પ દશામાં. હવે જ્યારે ફરીથી તેને જાણવાનું બંધ થાય છે ત્યારે તે અંદરમાં ચાલ્યો જાય છે. એટલે જે પરિણતી હતી તે ઉપયોગાત્મક થઈ ગઈ. અને જે ઉપયોગ હતો તે હવે લબ્ધ થઈ ગયો. હવે ઇન્દ્રિયજ્ઞાનનો ઉપયોગ લબ્ધ થઈ ગયો. અને પેલું જે લબ્ધ હતું તે ઉપયોગાત્મક થઈ ગયું. સાધકદશામાં એમ થયા કરે છે બસ.
એક નિયમ કે જ્યારે પ્રમાણજ્ઞાનમાંથી વ્યવહારનું લક્ષ છોડી અને પર્યાયમાં ફરીથી સામાન્યનું લક્ષ આવે છે ત્યારે જ શુદ્ધોપયોગ દશા થાય છે. ચોથું હોય કે પાંચમું હોય કે છઠું હોય. શાસ્ત્રની સામે જોયા કરે તો નિર્વિકલ્પધ્યાન આવી જાય? નહીં આવે. પર્યાયની સામે જોયા કરે તો નિર્વિકલ્પધ્યાન નહીં આવે. તે તો રાગની ઉત્પત્તિનું કારણ છે. સંસારની ઉત્પત્તિનું કારણ છે. ભલે અસ્થિરતા છે તો પણ સંસાર છે ને? જગપંથ છે કે નહીં ? જૈનદર્શનમાં કોઈ છૂટછાટ નથી.
પ્રમાણજ્ઞાન છે તે દ્રવ્ય-પર્યાય બન્નેને જાણે છે. પછી એકને જાણવાનું બંધ કરે છે અને શુદ્ધોપયોગ થતાં ફરીથી અંદરમાં આવી જાય છે. તેનું નામ નિર્વિકલ્પ નય થઈ ગઈ એ નિર્વિકલ્પ નયપૂર્વક નિર્વિકલ્પ પ્રમાણ પણ થાય છે. અંદરમાં.. સમજી ગયા ! દ્રવ્ય પર્યાય બન્નેને જાણે છે તે જાણપણું છે તે ઉપયોગરૂપ છે. પર્યાયને જાણે છે તે ઉપયોગરૂપ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #343
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૯૫ જાણે છે હોં !
પ્રશ્ન:- પ્રત્યક્ષ જાણે છે?
ઉત્તર- હા, પ્રત્યક્ષ જાણે છે. એક જ પર્યાયનું નામ નય પણ છે અને એ જ પર્યાયનું નામ પ્રમાણજ્ઞાન પણ છે. જે વિવિક્ષાથી જ્યાં હોય ત્યાં તેમ સમજવું. પર્યાય એક છે તેનાં નામ બે છે. જ્ઞાનની તાકાત કોઈ અચિંત્ય છે. એકલું દ્રવ્યને જાણે અને પર્યાયને ન જાણે તો જ્ઞાન અધુરું રહે છે. પ્રમાણજ્ઞાન થતાં જ્ઞાન પુરું થાય છે. પ્રમાણમાં પુરું જ્ઞાન થાય છે કારણ કે-હવે તેને કાંઈ જાણવાની ઇચ્છા બાકી રહેતી નથી. કેમકે પ્રગટ થયેલો આનંદ જણાય જાય છે. વૃદ્ધિ થયેલો આનંદ જણાય જાય છે. કેમકે જ્ઞાનનો સ્વભાવ જ સ્વપરને જાણવાનો છે. એવું સામર્થ્ય સ્વભાવથી જ જ્ઞાનમાં છે. આવું સામર્થ્ય પ્રગટ થાય છે ત્યારે જ્ઞાન વિશ્રામ પામી જાય છે. તેને હવે કાંઈ ઇચ્છા રહેતી નથી. તે જ્ઞાન વિશ્રામ પામી જાય છે. કારણ કે-કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. હવે તેને વિષયનો પ્રતિબંધ છૂટી ગયો છે. જાણવાનો જેટલો વિષય હતો તેટલો મળી ગયો છે.
આહા ! ઉપાદેયપણે સામાન્યને જાણે અને જાણવાપણે સામાન્ય વિશેષ બન્નેને જાણે. “ઉત્પાદ-વ્યય ધ્રુવયુક્તત્સત્ ” એવો આખો આત્મા જણાય છે. કેવળી અને શ્રુતકેવલી અનુભવ કાળે તુલ્ય છે. આહાહા ! તુલ્ય કહ્યું કે નહીં? કેવળીને દ્રવ્ય-ગુણપર્યાય ત્રણેય જણાય છે કે નહીં ? તો અનુભવ કાળે શ્રુતકેવળીને પણ કેવળી સમાન ત્રણેય જણાય છે. તે તો બિલકુલ કેવળી જ છે એમ.
સમયસાર ૧૪૩ ગાથામાં લીધું છે, પછી પ્રવચનસાર ૩૪ ગાથામાં પણ એ વાત લીધી છે. જ્યારે ઉપાધિ જાય છે ત્યારે એકલું જ્ઞાન રહે છે.. જ્ઞતિ રહે છે. તે તુલ્યકાળ કેવળી માફક છે. આહાહા ! જ્ઞાનનું સામર્થ્ય કોઈ અલૌકિક છે, એ જ્ઞાનનું સામર્થ્ય જ એવું છે. જ્યાં સુધી પૂરી વસ્તુને ન જાણે ત્યાં સુધી પક્ષ રહી જાય છે. તેને વિકલ્પ ઉઠયા જ કરે છે. વિકલ્પ વિરામ ન પામે. અને આ જે ધ્યેયપૂર્વકશેય થાય છે તે તો સહજ થાય છે. પુરુષાર્થ ધ્યેયનો છે, પુરુષાર્થ જ્ઞયનો નથી. એતો સહજ તેનું ફળ આવે છે.
શ્રોતા:- આપે કહ્યું ને કે કોઈ પણ સમયે કોઈને પણ પ્રમાણજ્ઞાન ઉપાદેય ન થાય.
ઉત્તર:- હા, પ્રમાણજ્ઞાન બિલકુલ ઉપાદેય ન થાય. તે ત્રિકાળ નિયમ છે. એકલો સામાન્ય જ ઉપાદેય થાય છે. અને વિશેષો ય છે. જ્યારે સામાન્ય વિશેષ ઉપાદેય પણ નથી અને હય પણ નથી પરંતુ જ્ઞય છે.
પ્રમાણજ્ઞાનનો જે વિષય છે તે હેય પણ નથી અને તે ઉપાદેય પણ નથી પરંતુ તે જ્ઞય છે બસ. પ્રમાણજ્ઞાન બન્નેને જાણે છે, દ્રવ્ય-પર્યાયને યુગપ જાણે છે માટે શેય થઈ ગયું ને? અનુભવમાં ધ્યેયપૂર્વક જે શય થાય છે તે આ શય છે. પ્રમાણજ્ઞાનનો વિષય હેય પણ નથી અને ઉપાદેય પણ નથી, માત્ર જ્ઞય છે. આ શેયમાં જ હેય ઉપાદેય છૂપાયેલું છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #344
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬
પરિશિષ્ટ – ૪ યને હ્ય તરીકે જાણે છે અને પછી ઉપાદેયને ઉપાદેય તરીકે ફરીને જાણવા જાય છે ત્યાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. એ જ્ઞયમાં જ બે અંશ છે ને ? જ્ઞયમાં જ હેય ઉપાદેય છે. શેય તત્ત્વમાં બે અંશ છે. ઉત્પાદ-વ્યયધ્રુવયુક્ત સત્ તે જ્ઞય છે. અને તેમાં જ હેય ને ઉપાય છે. ઉત્પાદ-વ્યય તે ય છે અને ધ્રુવ પરમાત્મા તે ઉપાદેય છે. અંદરમાં બધું ઉત્પાદ-વ્યયધવયુક્તસમાં આવી જાય છે. એની બહાર તો કાંઈ છે નહીં. પ્રમાણની બહાર તો કયારેય જવાનું જ નહીં. બહારમાં તમારું ક્ષેત્ર જ નથી. પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. તે હવે કયાંથી અટકે. તેને ખબર પડી ગઈ કે-હેય ઉપાદેય અંદરમાં જ છે. એટલે પછી તે ઉપાદેય તત્ત્વ કાઢી જ લ્ય છે.
જે કોઈ વિભાવગુણ પર્યાયો છે તેઓ પૂર્વે વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા. વ્યવહારનયથી જોવામાં આવે તો એ વિભાવગુણ પર્યાયો જાણવા લાયક છે. પરંતુ હવે જાણવા લાયક નથી. જાણવાની અપેક્ષાએ ઉપાદેય કહ્યાં હતાં પરંતુ તે જાણવા લાયક ચીજ છે.
“પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે તેઓ હેય છે.” આહા.. હા ! તેઓ અદ્ધરથી હય નથી કહેતા. જ્યાં એ ઉપયોગ અંદરમાં ગયો અને જ્ઞાયકની સાથે તન્મય થઈ ગયો ત્યાં પર્યાયનું લક્ષ છૂટી ગયું એટલે તેને જાણવાનું બંધ થઈ ગયું-આ એનું નામ હેય કર્યું કહેવાય. હવે પ્રશ્ન કરે છે કે-તે શા કારણે હેય છે? જે પ્રમાણનો એક અંશ છે તેને શું કામ હેય કહો છો? જે આત્માનો જ એક અંશ છે અને આત્માની જ જાત છે. પ્રમાણથી જુઓ તો એક અંશ સામાન્યપણે રહેલો છે તે આત્મા છે અને વિશેષ છે તે પણ આત્મા છે.
હવે તેને હેય શા માટે કહ્યું તેનું કારણ આપે છે. “કારણ કે તેઓ પરસ્વભાવો છે.” આ પારિણામિકભાવ એમાં નથી. એમાં પરિણામિકભાવનો અભાવ છે. એટલે કે-જીવતત્ત્વના લક્ષણનો તેમાં અભાવ છે. એ ભાવોમાં જીવનું લક્ષણ નથી.. માટે પરસ્વભાવો છે, માટે તેઓ પરદ્રવ્ય કહેવામાં આવે છે.
તેને પરદ્રવ્ય કેમ કહો છો? તેનું કારણ આપ્યું–તેઓ પરભાવ છે માટે અમે તેને પદ્રવ્ય કહીએ છીએ. જે સ્વભાવ હોય તેને સ્વદ્રવ્ય કહેવાય અને જે પરભાવ હોય તેને પરદ્રવ્ય કહેવાય. પર સ્વભાવો છે તેથી જ પરદ્રવ્ય છે. જેમાં પરભાવપણું છે તેમાં પદ્રવ્યપણું હોય જ. પરભાવ એકલો પરદ્રવ્ય વિનાનો ન હોય. પરભાવ અને પારદ્રવ્ય એક ચીજ છે. પરસ્વભાવો છે એટલેકે પરભાવ છે માટે તેને અમે પરદ્રવ્ય કહીએ છીએ.
“સર્વ વિભાગુણ પર્યાયોથી રહિત”, જુઓ, પાછું રહિત આવ્યું ! સર્વ વિભાવગુણ પર્યાયો એટલે વિશેષગુણની પર્યાયો તેનાથી રહિત છે. આટલી વાત નાસ્તિથી કરી. હેય તત્ત્વનું જ્ઞાન હેય તત્ત્વનું લક્ષ છોડાવવા માટે કરાવ્યું. હવે ઉપાદેય તત્ત્વનું જ્ઞાન ઉપાદેયનું લક્ષ કરવા માટે કરાવવું છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #345
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૯૭ શુદ્ધ અંત:તત્ત્વસ્વરૂપ” સ્વદ્રવ્ય ઉપાદેય છે. પેલું પરદ્રવ્ય હેય છે તો સ્વદ્રવ્ય ઉપાદેય છે. જેમ પરદ્રવ્યને હેય શા માટે કહ્યું? કે તે પરભાવ છે માટે પરદ્રવ્યને હેય કહ્યું. હવે અહીંયા સ્વદ્રવ્ય ઉપાદેય છે તો તેનું કારણ આપે છે. સ્વદ્રવ્ય શા માટે ઉપાદેય છે?
“ખરેખર સહજજ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વીતરાગ સુખાત્મક”, આ બધા ગુણો છે.. આત્માના. શુદ્ધ અંત:તત્ત્વ સ્વરૂપ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિકભાવ લક્ષણ કારણ સમયસાર છે. સહજ પરમ પારિણામિકભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર છે. ઉપર કહ્યું હતું કે-શુદ્ધ અંત:તત્ત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર આ જે બધા ગુણો છે તેને સ્વદ્રવ્યનો આધાર છે. તે સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પરિણામિકભાવ લક્ષણ એવો કારણ સમયસાર છે તે ઉપાદેય છે. સ્વદ્રવ્યમાં બધા ગુણો લેવા પરંતુ ત્રિકાળી દ્રવ્ય ન લેવું. કેમકે ત્રિકાળી દ્રવ્યો કારણ સમયસાર છે. આ સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસાર છે. આ સ્વગુણોનો આધાર કારણ સમયસાર છે. અને એ કારણ સમયસારનું લક્ષણ પરમ પારિણામિકભાવ છે. આનો ઉકલ જ્યારે આવ્યો ત્યારની વાત કરું છું.
એ વખતે સોનગઢમાં શિક્ષણ શિબિર ચાલતી હતી. સ્વાધ્યાય હોલ ચિક્કાર ભરાયેલો હતો. તેમને આ વાત ખૂબ ઘૂંટાતી હતી. તેમને અંદરમાં એવો વિચાર આવ્યો કે હે પરમાત્મા ! આજે મારી લાજ રાખજે. જેવો અર્થ હોય તેવો અર્થ કરી દેજે ! ગાદી ઉપર બેઠા અને સ્વદ્રવ્યની વ્યાખ્યા કરી. અહીં સ્વદ્રવ્ય એટલે ગુણો તે તેમને અર્થ આવી ગયો. સ્વદ્રવ્ય એટલે ગુણોનો આધાર છે તે કારણે પરમાત્મા છે. ગુણો ગુણીને આધારે છે અને ગુણીનું લક્ષણ પરમ પારિણામિકભાવ છે. બધા રાહ જોઈને બેઠા હતા કે ગુરુદેવ આનો અર્થ શું કરશે? આમાં બધા મુંઝાતા હતા. ગુરુદેવે જ્યાં આનો અર્થ કર્યો-આ સ્વદ્રવ્યનો આધાર એટલે ગુણોનો આધાર કારણ સમયસાર જેનું લક્ષણ છે એવો પરમ પારિણામિકભાવ છે. ત્યાં તો તાળીઓનો ગડગડાટ થયો. આ પ્રસંગ બન્યો ત્યારે હું પણ સભામાં હતો.
પછી તેઓએ વાત કરી કે-આજ તો પરમાત્માને વિનંતી કરીને આવ્યો તો કેભગવાન ! જેવો અર્થ હોય એવો અર્થ તું મને કહેજે. આજે ઘણાં માણસો આવ્યા છે મારી લાજ રાખજે. આ જેણે પ્રત્યક્ષ જોયું હોય તેને તાદૃશ્ય દેખાય.
ઉપર ગુણની વ્યાખ્યા કરી અને પછી શુદ્ધ અંત:તત્ત્વ કહ્યું. આ સ્વદ્રવ્યનો એટલે બધા ગુણોનો આધાર છે. ગુણોને સ્વદ્રવ્ય કહ્યું, કેમકે પર્યાયને પરદ્રવ્ય કહ્યું હતું. પર્યાયને પરભાવ પરદ્રવ્ય કહ્યું તો ગુણોને સ્વદ્રવ્ય જ કહેવાય. એ ગુણોને ગુણીનો આધાર છે. અને એ ગુણીનું લક્ષણ પરમ પારિણામિકભાવ છે.
આ સ્વદ્રવ્ય ઉપાદેય છે. જેમ અનંતગુણો છે તે ગુણીને આધારે છે અને એ ગુણીનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #346
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮
પરિશિષ્ટ – ૪ લક્ષણ પરમ પરિણામિકભાવ છે પેલા ચાર વિભાવ છે, પરભાવ છે માટે પરદ્રવ્ય છે.. અને માટે હેય છે. તેમ આ આત્મા એક જ ઉપાદેય છે. આવા ઉપાદેય આત્મતત્ત્વનું વર્ણન કર્યું.
આ સ્વદ્રવ્યનો આધાર એટલે ગુણોનો આધાર એવો અર્થ તેમને આવી ગયો. આનો અર્થ કોઈ દિ' કર્યો નહોતો. એમ તો થાતું હતું કે આમાં શું કહેવા માગે છે. ભગવાન કહે ત્યારે આપણને ખબર પડેને ! આજે ભગવાન બોલ્યા. મેં વિનંતી કરી કેભગવાન! આજે ઘણું માણસ છે આનો જે અર્થ હોય તે મને કહી દેજે. પોતે જ ભગવાન છે. પોતે પોતાને વિનંતી કરી, બીજા ભગવાનને નહીં. પોતાના પરમાત્માને જ વિનંતી કરી. એટલે એવું જ્ઞાન ઉઘડી જાય કે જેવો અર્થ હોય તેવો આવી જાય. કેમકે તે અર્થનો જાણનાર તો અંદર બેઠો જ છે. જે શક્તિમાં છે તે વ્યક્તિમાં આવી જવું જોઈએ ને? શક્તિમાં તો છે પરંતુ તે વ્યક્તિમાં-જ્ઞાનમાં આવી જવું જોઈએ.
આહા ! એ ગુણોને દ્રવ્યનો આધાર હોય, તેને ક્ષાયિકભાવનો આધાર નથી. દ્રવ્યને આધારે ક્ષાયિકભાવ ન હોય એમ કહ્યું. કેમકે એ નાશવાન છે, તે કર્મકૃત-કર્મ સાપેક્ષ છે, તે વિભાવ છે, પરદ્રવ્ય છે, હેયતત્ત્વ છે, તે ઉપાદેયતત્ત્વ કોઈ કાળે બને જ નહીં. તે ત્રણે કાળે ય છે.
પ્રમાણજ્ઞાનનો વિષય જ્ઞય છે, વ્યવહારનયનો વિષય ય છે અને શુદ્ધનયનો વિષય ઉપાદેય છે. આટલી જ વાત છે. જગતના જીવોને, પ્રાથમિક શિષ્યોને પ્રથમ પ્રમાણનો ઉપદેશ અપાય છે. સ્વચતુષ્ટય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં દ્રવ્ય ગુણ પર્યાય, “ઉત્પાદ-વ્યયબ્રુવયુક્તસત્” છે. આ સને આખા પદાર્થથી જુદું પાડી દીધું છે. પદાર્થમાં જ સ્વદ્રવ્ય છૂપાયેલું છે ને ! સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય બન્ને મળીને એક પદાર્થ થાય છે. બોલો એવી વાત છે. બધું અંદરમાં ને અંદરમાં છે, કયાંય બહાર જવાનું નથી. સંસાર ઉત્પન્ન થાય છે વિશેષના લક્ષ, મોક્ષ ઉત્પન્ન થાય છેસામાન્યના લશે. બસ.. “સામાન્ય ” શુદ્ધમ્ વિશેષ અશુદ્ધમ્ છે.
હે યોગી ! પરમાર્થથી જીવ ઉત્પન્ન થતો નથી, મરતો નથી, બંધ | અને મોક્ષને કરતો નથી, એમ જિનેન્દ્રદેવ કહે છે.
(શ્રી પરમાત્મ પ્રકાશ ગાથા-૬૮).
શુદ્ધ પારિણામિકભાવ ધ્યાનના કાળે ધ્યેયરૂપ હોય છે, ધ્યાનરૂપ, હોતો નથી, કારણ કે ધ્યાન પર્યાય વિનશ્વર છે અને શુદ્ધ પારિણામિકભાવ તો દ્રવ્યરૂપ હોવાથી અવિનર છે.
(બૃહદદ્રવ્ય સંગ્રહ-ગાથા-૧૩ની ટીકામાંથી)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #347
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
આ પુસ્તક પ્રકાશન માટે અન્યદાતાઓ તરફથી આવેલી દાનરાશિ. રૂા. ૫૦૦૦/- અંજારના સ્વ. મહેશચંદ્ર ખીમચંદના સ્વર્ગવાસ નિમિત્તે. હ. ધી૨જશ્રી ( સોનગઢ )
રૂા. ૩૦૦૧/- સ્વ. લલિતાબેન વીરચંદભાઈ પંચાલી-બોટાદ. રૂા. ૩૦૦૧/- શ્રી પ્રવિણભાઈ દોશી-બેંગ્લોર રૂા. ૧૫૦૧/- શ્રી ચંપાબેન વિનયકાંત લાખાણી હ. બકુલભાઈ રૂા. ૧૦૦૧/- ચિ. સોહમશેઠ અને મીલના લગ્ન નિમિત્તે
હ. કલાબેન વિક્રમભાઈ શેઠ-જામનગર રૂા. ૧૦૦૧/- શ્રી કપુરચંદ ખુશાલચંદ જૈન-કરેલી જિ. નરસિંગપુર રૂા. ૧૦૦૧/- શ્રી કમલભાઈ ખારા-બીલાસપુર
પૂ. ભાઈશ્રીની નિશ્રામાં થયેલા પુસ્તક પ્રકાશનો
* ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન... નથી.
* દ્રવ્યસ્વભાવ.. પર્યાય સ્વભાવ.
* ભેદજ્ઞાન ભજનાવલી
કુંદામૃત કહાન સ્વાધ્યાય હોલના પ્રકાશનો
* જ્ઞાનથી.. જ્ઞાનનું ભેદજ્ઞાન.
* દ્રવ્યસ્વભાવ પર્યાય સ્વભાવની ચર્ચા.
* જાણનારો જણાય છે.
* ચૈતન્ય વિલાસ.
* આત્મ જ્યોતિ
* શુદ્ધ અંત:તત્ત્વ.
હવે પછીનું પુસ્તક પ્રકાશનનું કાર્ય ચાલુ છે.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
૨૯૯
Page #348
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 300 શુદ્ધ અંત:તત્ત્વ વાંચકોની નોંધ માટે ) Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk