________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬
પરિશિષ્ટ – ૨ કેટલીક શુદ્ધતા છે અને કેટલીક અશુદ્ધતા છે. મોક્ષની પરિપૂર્ણ શુદ્ધતા છે એવો ભેદ ભગવાન આત્મામાં નથી. અનંતગુણનો પિંડ પ્રથમથી જ શુદ્ધ છે. મારે શુદ્ધ થાવું નથી હું તો પ્રથમથી જ શુદ્ધ છું ને!
હું શુદ્ધ છું તેમાં પર્યાય શુદ્ધ થઈ જાય છે. એમ જ્ઞાન જાણે છે. પરંતુ પર્યાય શુદ્ધ થઈ એટલે હું શુદ્ધ થયો તેમ નથી. એ તો પ્રથમથી જ શુદ્ધ છે. જેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર તો પડી છે પરંતુ જ્ઞાન કરવા પ્રત્યે પણ જેને ઉપેક્ષા વર્તે છે. આ કળશ લખ્યો ત્યારે પર્યાયને જાણવાની પણ ઉપેક્ષા વર્તે છે.
કહ્યું? તેને પર્યાયો છે, પર્યાયોનું જ્ઞાન પણ છે, પરંતુ અત્યારે અમારું લક્ષ ત્રિકાળી સામાન્ય દ્રવ્ય ઉપર ગયું છે. તેના ઉપર લક્ષ રાખીને આ વાણી આવી છે. એમાં તો અમને એમ દેખાય છે કે-કોઈ મિથ્યાષ્ટિ નથી અને કોઈ સમ્યગ્દષ્ટિ નથી. આહાહા ! બધા ભગવાન આત્મા છે. તે પ્રથમથી જ શુદ્ધ છે અનાદિથી જ શુદ્ધ છે.
તેમનામાં ” એ બન્ને જીવોમાં પ્રથમથી જ શુદ્ધતા છે. તો “તેમનામાં ભેદ હું કયા નયથી જાણું.” ભેદ કરનારી જે વ્યવહારનય છે તે અત્યારે અસ્ત થઈ ગઈ છે અને શુદ્ધનય ઉદય પામી છે. પર્યાયષ્ટિ છૂટી અને દ્રવ્યદૃષ્ટિ થઈ જાય તેવો આ શ્લોક છે. પાછા કોઈ તર્ક કરે કે પર્યાયને જાણતાં પર્યાયદેષ્ટિ ન થાય? ભાઈ ! એ વાત જુદી અને આ વાત જુદી છે. દ્રવ્યને જાણ્યા પછી પર્યાય જણાય તો પર્યાયષ્ટિ ન થાય. દ્રવ્યને તો તારે જાણવું નથી અને પર્યાયને જાણવાનો તને લોભ થઈ ગયો છે. “જાણવાના લોભમાં સઘળો આ સંસાર છે.” ઘાટકોપરવાળો આપણો રમેશ છે તે ભક્તિમાં બોલે છે.
પર્યાય જાણવી તો જોઈએ ને? પર્યાય છે તો ખરી કે નહીં ? આહાહા ! અમે કહીએ છીએ દ્રવ્ય છે કે નહીં ? દ્રવ્યને તો જાણવું જોઈએ ને ? બોલ ! તું કહે તેમ કરીએ. આપણે બન્ને છીએ તેમાં ચાલ તું પ્રયોગ કર પર્યાયને જાણવાનો અને હું પ્રયોગ કરું દ્રવ્યને જાણવાનો! પછી બે માંથી કોને આનંદ આવે છે તે જો !? તને આનંદ આવે છે કે મને તે કહે. તું પર્યાયને જોયા કર અને હું દ્રવ્યને જોયા કરું. હું દ્રવ્યને જોઈને બહાર આવું છું તું પર્યાયને જોઈને બહાર આવ. પછી આપણે બન્ને વાત કરીએ. સાહેબ ! હું હાર્યો અને તમે જીત્યા. જો લાયક જીવ હોય તો તેમ કહી દે. બાકી દૂરભવી હોય તો ટસના મસ ન થાય. તેના ધંધા બધા ઊંધા હોય.
અરે! અમે દ્રવ્ય સ્વભાવ ઉપર નજર રાખીને કહીએ છીએ.. તું સાંભળ તો ખરો ! તારે પર્યાયનું જ્ઞાન કરવું છે અને તારે પર્યાયનું જ્ઞાન વધારવું છે. અમારે પર્યાયનું જ્ઞાનેય કરવું નથી અને વધારવુંએ નથી. અમારે તો દ્રવ્યનું જ્ઞાન કરવું છે.. અને દ્રવ્યને આશ્રયે જ પરિપૂર્ણ પરમાત્મદશા થઈ જશે. દ્રવ્યને આશ્રયે કેવળજ્ઞાન થશે. સમ્યગ્દર્શન થાય તે તો સાધારણ ચીજ છે.. અને એક સમયમાં થાય છે. પરંતુ દ્રવ્યને જાણવામાંથી જ્યારે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk