________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૬૫ આત્મા અનાદિથી જ શુદ્ધ રહેલા છે. અશુદ્ધ થાય છે તે બીજો, શુદ્ધ થાય છે તે બીજો,
જ્યારે હું તો પ્રથમથી જ શુદ્ધ છું. પર્યાયને ગૌણ કરી, પર્યાયનું લક્ષ છોડી અને પરિણામની સાથે સમીપવર્તી ભગવાન આત્મા બિરાજમાન છે. તે તો પ્રથમથી જ શુદ્ધ છે.
શુદ્ધનય એક જ છે કારણ કે શુદ્ધાત્મા એક જ છે. શુદ્ધાત્માના બે રૂપ નથી. કોઈ સમ્યગ્દષ્ટિ અને કોઈ મિથ્યાદેષ્ટિ તે આત્મા નથી તે બન્ને સ્વાંગ છે, સ્વભાવ નથી. સંવર, નિર્જરા ને મોક્ષ પણ સ્વાંગ છે, સ્વભાવ નથી. પુણ્ય-પાપ-આસ્રવ, બંધ તે પણ સ્વાંગ છે સ્વભાવ નથી. સ્વાંગ તો નીકળી જાય છે. સ્વાંગ ધારણ કરે છે ત્યારે પણ જીવતો પ્રથમથી જ શુદ્ધ છે. એ સ્વાંગ નીકળી જાય ત્યારે પણ, પ્રથમથી જ શુદ્ધ છે. શુદ્ધ થાય છે ત્યારે પણ શુદ્ધ છે અને તેની પૂર્વે અશુદ્ધતા વખતે પણ શુદ્ધ છે. આ રીતે શુદ્ધતામાં કાંઈ પણ ભેદ તફાવત હોતો નથી. મોક્ષ થયો તો આત્માની શુદ્ધતા વધી ગઈ, નિગોદમાં ગયો તો આત્માની શુદ્ધતા ઘટી ગઈ તેમ નથી. પરિણામમાં ભલે વધઘટ થાય પરંતુ ભગવાન આત્મા તો અઘટિત ઘાટ છે. એ ચૈતન્યમૂર્તિ ટંકોત્કીર્ણ તો જેવો છે તેવો જ છે.
જે સુબુદ્ધિઓને એટલે કે સમ્યગ્દષ્ટિઓને તેમજ કુબુદ્ધિઓને એટલે મિથ્યાદેષ્ટિઓને પ્રથમથી જ શુદ્ધતા છે, પહેલેથી જ શુદ્ધતા છે. એકને પહેલેથી અશુદ્ધતા હતી અને સમ્યગ્દર્શન થયું અને પછી શુદ્ધતા થઈ એવા જીવના બે પ્રકાર જ નથી. તે પરિણામના બે પ્રકાર છે, પરદ્રવ્યના બે પ્રકાર છે. સ્વદ્રવ્યના બે પ્રકાર ન હોય. તે તો એક જ પ્રકારે છે.
આજે શૌચ ધર્મ છે ને! આત્મા પ્રથમથી જ પવિત્ર છે. મલિન થયો જ નથી, મલિન થતો નથી માટે પવિત્ર પણ થતો નથી. મલિન છે તે બીજો અને પવિત્ર થાય એ બીજો અને પ્રથમથી જે પવિત્ર છે તે હું, તે ત્રીજો છે. આ તો કોઈ અપૂર્વ વાત છે.
ચક્રવર્તીના પુણ્ય કરતાં પણ અનંતગણું પુણ્ય વધી જાય ત્યારે જિનેન્દ્ર ભગવાનની વાણી, સર્વજ્ઞની વાણી કાન ઉપર આવે છે. આ વાણીને દિવ્યધ્વનિ સાથેનો સીધો સંબંધ છે. કુંદકુંદાચાર્યના શાસ્ત્રોને સીધો સંબંધ છે. તેઓ મહાવિદેહક્ષેત્રમાં ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યા હતા. જેમણે પ્રત્યક્ષ જોયું છે તે આ વાત કરે છે. વાત સો ટકા સાચી છે. કોઈ માનો કે ન માનો પરંતુ નજરે જોયેલી આ વાત છે. તેમને નજરે જોનારા પણ ભારતમાં અત્યારે અહીં છે. એમણે કહેલી વાત પરમ સત્ય છે. કુંદકુંદભગવાન આઠ દિવસ ત્યાં રહ્યાં હતા. અને ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે.
આત્મા તો પ્રથમથી જ શુદ્ધ છે. અશુદ્ધ થયો જ નથી અશુદ્ધ થયો હોય તો શુદ્ધ થાય ને? કપડું મલિન થયું હોય તો તેને ધોવું પડે! અને ધોતાં ફરીથી નિર્મળ થાય. તેમ ભગવાન આત્મા તો અનાદિથી-પ્રથમથી જ શુદ્ધતાથી ભરેલો છે. તે જ્ઞાન ને આનંદથી છલોછલ ભરેલો છે. તેમાં અતીન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયઆનંદ છલોછલ ભરેલા છે. તેમાં ઇન્દ્રિયજ્ઞાન નથી, તેમાં શાસ્ત્રજ્ઞાન નથી. અરે ! નવતત્ત્વો તેમાં નથી. નવતત્ત્વોમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk