________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ કુંદકુંદાચાર્ય ! આપ સ્વર્ગમાંથી પધાર્યા તે અમારા ધન્ય ઘડી અને ધન્ય ભાગ્ય ! મને આપના દર્શન આજ થયા, પણ આપ મને કહો છો કે–ચારગતિમાં તારું ભ્રમણ થાય છે; તો એ ભ્રમણ મારું થતું નથી એમ હું આપની પાસેથી શીખ્યો છું. ત્યારે તેઓ કહે છે– શાબાશ! હું તને શાબાશી આપું છું-કેમકે તને પર્યાયનો પક્ષ છૂટી ગયો છે. તારા વચનના યોગે હું સમજી શકયો છું કે તને પર્યાયનો પક્ષ છૂટી ગયો છે, તને હજુ આત્માનો અનુભવ થયો નથી.. પણ તને આત્માનો અનુભવ હમણાં થશે. અંતર્મુહૂર્તમાં થઈ જશે. તારા વચનના યોગે હું સમજી ગયો છું.. કે-આ આત્મા નિશ્ચયના પક્ષમાં આવી ગયો છે. આ શિષ્ય મારી સામે થયો છે!
સ્વરૂપની સમજણનાં ટાંણા આવ્યા છે અને આ અધિકાર પણ ટાણે આવ્યો છે. જીવને નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વ સ્વરૂપ ચારગતિઓનું પરિભ્રમણ નથી–શુદ્ધ નિશ્ચયનયે તે શરત છે હોં ! સૌથી આગળ એ શરત મૂકી છે. શુદ્ઘનિશ્ચયનયે એટલે સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો... ? તો મને આ પરિભ્રમણના ભાવો નથી.. અને પરિભ્રમણ મને થતું નથી.
“ નિત્ય-શુદ્ધ ચિદાનંદરૂપ કા૨ણ ૫૨માત્મા સ્વરૂપ જીવને ”, આ બધા જીવને વિશેષણ લગાડયા છે. જીવ કેવો છે ? તે નિત્ય શુદ્ધ છે. નિત્ય-શુદ્ધ શા માટે વિશેષણ લગાડયું? કેમકે માર્ગણાસ્થાનોમાં અનિત્ય શુદ્ધતા આવશે માટે અનિત્ય શુદ્ધતા તે આત્માને નથી. અનિત્ય અલ્પ શુદ્ધતાના પરિણામ કે અનિત્ય પૂર્ણ શુદ્ધતાના પરિણામો તે તારા આત્મામાં કયાંથી આવી ગયા ? તારી બુદ્ધિ ફરી ગઈ છે. તું જીવને જોતો નથી. તારી દૃષ્ટિ પરિણામ ઉપર છે. તું પરિણામ ઉપર દૃષ્ટિ રાખીને બોલે છે.. કે–મારામાં રાગ-દ્વેષ થાય છે તે મિથ્યાત્વ છે. એ ભૂલ સાધારણ નથી.
રાગ-દ્વેષ પરિણામમાં તો થાય છે ને ? તારી દૃષ્ટિ-નજર કયાં છે ? તું પરિણામ ઉપ૨ નજ૨ ૨ાખીને બોલી રહ્યો છે. હવે અપરિણામી ઉપર નજર કરીને તો બોલ, અનુભવની તો ત્યાર પછીની વાત છે તારી ભાષા તો ફેરવ ! ભાવ ફરે તો ભાષા ફરે ! પણ તારો ભાવ ફર્યો નથી માટે તારી ભાષા પણ ફરતી નથી.
આહા ! આ અપૂર્વ ચીજ છે હોં ! આ શુદ્ધભાવ અધિકાર છે તે કુંદકુંદભગવાનની અપૂર્વ દેન છે. કુંદકુંદ આચાર્ય ભગવાને આપણા ઉપ૨ અનંતો ઉપકાર કર્યો છે. અને એમને સમજાવનારા ખરેખર તો ઉપકારી આપણા ગુરુદેવ છે. જો ગુરુદેવ ન મળ્યા હોત તો આ અધિકા૨માં કુંદકુંદાચાર્ય ભગવાન આપણને શું કહેવા માગે છે તે આપણે સમજી
શકત નહીં.
અહીં કહે છે–‘ નિત્ય શુદ્ધ', આ એક-એક શબ્દમાં કિંમત છે. જે અનિત્ય શુદ્ધ તે જીવ નથી. અનિત્ય શુદ્ધ તે સંવર, નિર્જરા અને મોક્ષ તત્ત્વ છે. જેનામાં અનિત્ય
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk