________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૯૩
શ્રદ્ધાન થાય. પાણી સ્વભાવે શીતળ છે એ વાત સાચી છે પરંતુ પર્યાયમાં ઉષ્ણતા છે. એ ઉષ્ણતાને પાણીનો ધર્મ માને છે.., જ્યારે પાણીનો ધર્મ તો શીતળ છે.
પાણી સ્વભાવે શીતળ અને પર્યાય ઉષ્ણ એ તો બરોબર લાગે છે. તેમાં તો કાંઈ ભૂલ નથી. અમે જો એમ કહેતા હોઈએ કે પર્યાયે ઉષ્ણ છે અને સ્વભાવે ઉષ્ણ થઈ ગયું તો તો અમારી ભૂલ છે .પણ.. અમે કહીએ છીએ કે-પાણી પર્યાય ઉષ્ણ છે અને તેના દ્રવ્ય સ્વભાવે શીતળ છે તે પાણી નથી, તે પાણીનો ધર્મ નથી. એ તો અગ્નિનો ધર્મ છે અને તું તેને પાણીનો ધર્મ માની બેઠો. કારણ જેવું જ કાર્ય હોય. કારણથી વિરુદ્ધ કાર્ય હોય તેને કારણનું કાર્ય ન કહેવાય. એ. બીજા કારણનું કાર્ય છે.
પાણી સ્વભાવે સ્વચ્છ અને પર્યાય મલિન થઈ ગયું. કેમ મલિન થઈ ગયું ? કેમાટીના સંગમાં આવ્યું તેથી પાણી મલિન થઈ ગયું. આહાહા... ! પાણીનો જેવો સામાન્ય સ્વભાવ હોય તેવું જ વિશેષ હોય ત્યારે તેં પાણીના સ્વભાવને સ્વચ્છ જાણ્યો અને માન્યો કહેવાય. તું તો કલ્પનાથી પાણી સ્વચ્છ છે અને પર્યાયે મલિન છે તેમ માને છે. એલા ! તેં પાણીને જોયું છે? ના, મેં પાણીને જોયું નથી. મેં સાંભળ્યું છે કે-પાણીના સ્વભાવમાં સ્વચ્છતા હોય. આ સાંભળવાથી કામ નહીં આવે, પરીક્ષા કરીને અનુભવથી પ્રમાણ કરજે. તું ફટકડી નાખ તો પાણી સ્વભાવે પણ સ્વચ્છ અને પર્યાય પણ સ્વચ્છ છે.
કેમકે સામાન્યની વિશેષ જુદું ન હોય. જેવું સામાન્ય હોય તેવું જ વિશેષ હોય. એક દાખલો આપીએ તો ખ્યાલમાં આવે. વિષય જરા સૂક્ષ્મ છે. દ્રવ્યે શુદ્ધ છે આત્મા અને પર્યાયમાં મિથ્યાત્વ છે તે તો અશુદ્ધતા છે તેમ આગમ કહે છે. એ જે આગમ કહે છે એ વાત તો ઠીક છે.. એ વાત તેના સ્થાને રાખીને એક જુદો પ્રકા૨ મારે તને કહેવો છે. મને અત્યારે કહેવાનો ભાવ આવ્યો છે. તું રુચિનું મોઢું ઉઘાડું રાખજે. આ મોઢું નહીં. જેમ સમુદ્રમાં અમુક પ્રકારના વરસાદ પડે, જેમકે સ્વાતિ નક્ષત્રનું પાણી પડે ત્યારે માછલીઓ આમ મોઢું ઉઘાડું રાખે છે અને અંદર પાણીના ટીપાં પડે છે અને તે મોતીરૂપે પરિણમી જાય છે. તે પાણી અંદર પેટમાં જાય તો પાણીનું મોતી થઈ જાય છે. તેમ આ જિનેન્દ્ર ભગવાનની વાણી છે. સમર્થ આચાર્યભગવાન ફરમાવે છે કે–જગતના જીવો કલ્પનાએ ચઢી ગયા છે. તેને એમ લાગે છે કે–કારણતત્ત્વ શુદ્ધ અને કાર્યતત્ત્વ શુદ્ધ હોઈ શકે નહીં. અનાદિકાળનો મિથ્યાર્દષ્ટિ આત્મા જ્યાં જૈનકુળમાં જન્મ્યો અને તેના કાને બે નયની વાત જ્યાં આવી કે–સંસારી દ્રવ્યે શુદ્ધ અને પર્યાયે અશુદ્ધ છે તેમ સાંભળી અને કહે છે તે તેનું કેવળ વાચાજ્ઞાન છે. કહે છે કે–જેને પોતાનો આત્મા દ્રવ્યે શુદ્ધ છે તેવું જ્ઞાન ને ભાન થાય એ આત્મા તેની પર્યાયમાં પણ શુદ્ધ થઈ જાય છે. પર્યાય શુદ્ધ ન થાય ત્યાં સુધી આત્મા તો શુદ્ધ છે, છે ને છે જ, તે તેનું કેવળ વાચાજ્ઞાન છે. અનુભવી તો એમ કહે છે કે–દ્રવ્યેય શુદ્ધ અને પર્યાયે પણ શુદ્ધ છે. કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk