________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
- પ્રવચન નં:- ૧૦ શ્લોક-૭ર જેવું કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ છે. જેવું સામાન્ય એવું વિશેષ તેને પદાર્થ કહેવામાં આવે છે. શુદ્ધ-અશુદ્ધની જે વિકલ્પના એટલે વિરુદ્ધ કલ્પના અજ્ઞાનીને હોય છે. દ્રવ્ય શુદ્ધ અને પર્યાયે અશુદ્ધ એ વાત ઠેક-ઠેકાણે આવે છે હોં! પરંતુ અત્યારે એ જાણેલાનું જાણપણું ગૌણ કરીને તને એક નવીન દૃષ્ટિકોણ આપીએ છીએ. આ વાત નવા દેષ્ટિકોણથી આવે છે.
આચાર્ય ભગવાનને એવી કરુણા થઈ ગઈ કે-અજ્ઞાની મિથ્યાષ્ટિ પ્રાણી છે તે શુદ્ધ અશુદ્ધની વિરુદ્ધ કલ્પના કરે છે. દ્રવ્ય શુદ્ધ અને પર્યાયે અશુદ્ધ. પર્યાયે જે અશુદ્ધ કર્યું છે તે દ્રવ્ય શુદ્ધ માનતો જ નથી. જો દ્રવ્ય શુદ્ધ માનતો હોય તો પર્યાય પણ શુદ્ધ હોવી જ જોઈએ... ત્યારે તેને દ્રવ્યની ખરી શુદ્ધતાનું ભાન થયું કહેવાય છે.
છઠ્ઠી ગાથામાં આવે છે કે આત્મા શુદ્ધ છે. કોને ? જે ઉપાસના કરે તેને. જેને કાર્ય શુદ્ધ થાય તેને કારણતત્ત્વ શુદ્ધ જણાય. પરંતુ કાર્ય અશુદ્ધ હોય અને આત્મા શુદ્ધ જણાય જાય તેમ ત્રણકાળમાં બનતું નથી. આત્મા શુદ્ધ જણાય જાય અને પરિણામમાં અશુદ્ધતા રહે એમ પણ ત્રણકાળમાં બનતું નથી.
સમયસારમાં આવે છે કે જે શુદ્ધને જાણે તે શુદ્ધની પ્રાપ્તિ કરે. જે શુદ્ધાત્માને જાણે તે શુદ્ધાત્મા જ મેળવે. ત્રિકાળ શુદ્ધ દૃષ્ટિમાં આવે તેની પર્યાયમાં શુદ્ધતા થાય.. થાય ને થાય. વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા છે, દ્રવ્ય શુદ્ધતા છે એ તારી પારકી મૂડી છે. એ તારું ઉછીનું લીધેલું જ્ઞાન છે. એ આત્માનું જ્ઞાન નથી
અહીંયા કહે છે-કે શુદ્ધ અને અશુદ્ધની જે વિકલ્પના, વિરુદ્ધ કલ્પના-વિપરીત કલ્પના-ખોટી માન્યતા અનાદિની છે. સાહેબ-સંસારી જીવોમાં જ્ઞાયકભાવ દ્રવ્ય તો શુદ્ધ છે અને પર્યાયે અશુદ્ધ છે તેમાં તો કાંઈ ખોટું લાગતું નથી. એમાં તારું ખોટું છે. તું મિથ્યાદેષ્ટિ છો. તું એમ કહે છે દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાયે અશુદ્ધ છે એમ તું કહે છે ને? તો હું તને પૂછું છું કે-આત્મા દ્રવ્ય શુદ્ધ છે તેમ તે કયા જ્ઞાનથી જાણું? એ મેં જાણ્યું નથી. તો આગળ (બોલવાનું) રહેવા દેજો ! આત્મા દ્રવ્ય શુદ્ધ છે તેમ હું ભાષા બોલું છું. એ તારી ભાષા નથી તે તો આગમની ભાષા છે.
તારી ભાષા શું છે તે ખબર છે. હવે દ્રવ્યને શુદ્ધ જો અને પછી પર્યાયમાં અશુદ્ધ છે એમ કહે! અને જ્યાં દ્રવ્યને શુદ્ધ જોયું, હવે શું? કહે છે-દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ છે. કારણ પણ શુદ્ધ અને કાર્ય પણ શુદ્ધ છે. આ અધ્યાત્મ પદ્ધતિ છે. આગમ પદ્ધતિમાં દ્રવ્ય શુદ્ધ અને પર્યાયે અશુદ્ધ તેમ આવે છે. અધ્યાત્મ પદ્ધતિમાં કારણ તત્ત્વય શુદ્ધ અને કાર્ય તત્ત્વય શુદ્ધ તેમ આવ્યું છે.
શુદ્ધ-અશુદ્ધની વિકલ્પના એ મિથ્યાદેષ્ટિને હંમેશાં હોય છે. અજ્ઞાની સંભળાવે હોં કે-દ્રવ્ય શુદ્ધ છે પણ પર્યાયે અનાદિ કાળથી મિથ્યાષ્ટિ હોવાથી.. એ કારણે અશુદ્ધ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk