________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૯૫
એવું પર્યાયે વસ્તુનું સ્વરૂપ છે. તેને મુનિરાજ કહે છે- એવું વસ્તુનું સ્વરૂપ નથી. જેવું સામાન્ય એવું વિશેષ હોય. સોનું સ્વભાવે પીળું છે પણ તેની પર્યાય ધોળી છે. આહા... હા ! તે સોનાને જાણતો જ નથી. એ સોનાની પીળી પર્યાયને જાણે તો સોનું પીળું છે તેમ સાચો ખ્યાલ આવે છે. પીળાશ ત્રણેયમાં વ્યાપે છે. પીળાશ તેના દ્રવ્ય-ગુણમાં વ્યાપે અને સોનાની પર્યાયમાં સફેદ ચાંદી વ્યાપે તેમ કોઈ કાળે બનતું નથી.
તેમ ચૈતન્ય ૫૨માત્મા દ્રવ્યે ચેતન, ગુણે ચૈતન્ય અને પર્યાયમાં ચેતના છે. આહાહા ! ત્રણેયમાં ચૈતન્ય હોય તેને અનુભૂતિ કહેવામાં આવે છે. બાકી બધી વાતો છે.
શુદ્ધ-અશુદ્ધની વિરુદ્ધ કલ્પના તે મિથ્યાર્દષ્ટિને હંમેશાં હોય છે. સમ્યગ્દષ્ટિને તો.. જુઓ, અહીંયા સમ્યગ્દષ્ટિ લીધો, અનુભવી પુરુષને તો હંમેશાં એવી માન્યતા હોય છે કે–કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે. દ્રવ્યે શુદ્ધ છે અને હવે પર્યાય પણ શુદ્ધ થઈ ગઈ છે. “વિપરીત કલ્પના,
વિકલ્પનાનો અર્થ નીચે ફૂટનોટમાં કર્યો છે. વિકલ્પના ખોટી માન્યતા, અનિશ્ચય, શંકા, ભેદ પાડવા. આવા મિથ્યા વિકલ્પ તેને હંમેશાં હોય છે. સમયસાર સાંભળીને તેણે આ કાઢયું કે દ્રવ્યે શુદ્ધ અને પર્યાયે અશુદ્ધ તેવુ આત્માનું સ્વરૂપ છે.. એમ તે જાણે છે અને માને છે. પરંતુ તેની તે વાત ખોટી છે, એ વાત સાચી નથી. આત્મા દ્રવ્યે શુદ્ધ છે તેમ જેનાં લક્ષમાં ને જ્ઞાનમાં ને ભાનમાં આવે તેની પર્યાય પણ શુદ્ધ થાય, થાય ને થાય જ. પર્યાયમાં શુદ્ધતા થઈ તો દ્રવ્યે શુદ્ધતા છે એ વાત સાચી છે પરંતુ પર્યાયમાં અજ્ઞાન–મિથ્યાત્વ રહે અને આત્મા જ્ઞાનમય છે તે વાત બરોબર નથી. સામાન્યથી વિશેષ અણમળતું ન હોવું જોઈએ. જેવું સામાન્ય તત્ત્વ છે તેવું તેનાં વિશેષ પરિણામ હોય. સોનું સ્વભાવે પીળું અને પર્યાયે સફેદ તે સોનાને જાણતો નથી.
તેમ મિથ્યાર્દષ્ટિને હંમેશાં આવા વિપરીત વિકલ્પો હોય છે. હવે તેની સામે સમ્યગ્દષ્ટિની વાત કરે છે. સમ્યગ્દષ્ટિને તો હંમેશાં એટલે નિરંતર, ધ્યાનમાં બેસે ત્યારે જ નહીં, નિરંતર–હંમેશાં એવી માન્યતા હોય છે, એવું જ્ઞાન હંમેશાં હોય છે કે-કારણ તત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે. કારણતત્ત્વ એટલે સામાન્ય જ્ઞાનાનંદ ચિદાનંદ આત્મા શુદ્ધ છે તેનાં ઉપર દૃષ્ટિ પડતાં પરિણામમાં પણ શુદ્ધતા પ્રગટ થાય છે. એ પર્યાય શુદ્ધ થઈને શુદ્ધને પ્રતીતમાં લ્યે છે. પરિણામને અશુદ્ધ રાખીને શુદ્ધ પ્રતીતમાં આવતું નથી. આ કોઈ વિશિષ્ટ પ્રકારનો શ્લોક છે.
=
જે ચાલતી વાત છે તે બરોબર છે તેનો કોઈને કાંઈ વાંધો નથી. અહીં ચાલતી વાત કરતાં હાયર સ્ટેજનો તું વિચાર કર એમ કહે છે. તું વિચારી રહ્યો છે કે પર્યાયે અશુદ્ધતા છે અને દ્રવ્યે શુદ્ધ છે તે ઠીક છે.. પણ, દ્રવ્યે શુદ્ધ છે તેમ તું જાણીને કહે છે ? તે કહે–ના, એ તો મને ખબર નથી. જ્ઞાનીઓ કહે છે અને આગમ કહે છે કે-આત્મા ત્રણે કાળ દ્રવ્ય
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk