________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
પ્રવચન નં:- ૧૦ શ્લોક-૭ર સવિકલ્પદશામાં આ વાકય મુનિઓએ લખ્યું છે, અને ભગવતીમાતાએ પણ લખ્યું છે.
- સાધક ભાવલિંગી સંતને આ વ્યવહારનય અત્યંત ગૌણ થઈને તિરોભૂત થઈ ગયો છે. એટલો નિશ્ચયનયનો તેને આવિર્ભાવ થઈ ગયો છે. હું કઈ નયથી આ ભેદને જોઉં? આ સમકિતી કે આ મિથ્યાદૃષ્ટિ! એ ભેદને જોનારું જ્ઞાન હોવા છતાં પણ નથી. સાધકને મસ્તી ચડી જાય છે હોં! અને સાંભળનારનું કામ થઈ જાય તેવી વાત છે. તા. ૯/૯/૮૯ તેમજ તા. ૧૦/૯/૮૯
સ્થળ: જામનગર શ્લોક – ૭૨
(શાર્દૂનવિક્રીડિત). शुद्धाशुद्धविकल्पना भवति सा मिथ्याशि प्रत्यहं शुद्धं कारणकार्यतत्त्वयुगलं सम्यग्दृशि प्रत्यहम्। इत्थं यः परमागमार्थमतुलं जानाति सद्दक् स्वयं
सारासारविचारचारुधिषणा वन्दामहे तं वयम्।। ७२।। [ શ્લોકાર્થ-] શુદ્ધ-અશુદ્ધની જે વિકલ્પના તે મિથ્યાદેષ્ટિને હંમેશાં હોય છે; સમ્યગ્દષ્ટિને તો હંમેશાં (એવી માન્યતા હોય છે કે, કારણતત્ત્વ અને કાર્યતત્વ બને શુદ્ધ છે. આ રીતે પરમાગમના અતુલ અર્થને સારાસારના વિચારવાળી સુંદર બુદ્ધિ વડે જે સમ્યગ્દષ્ટિ સ્વયં જાણે છે, તેને અમે વંદન કરીએ છીએ. ૭૨.
શ્લોક – ૭૨ : ઉપર પ્રવચન “શુદ્ધ-અશુદ્ધની જે વિકલ્પના તે મિથ્યાષ્ટિને હંમેશાં હોય છે.” દ્રવ્ય મારો આત્મા શુદ્ધ છે અને પર્યાયે અશુદ્ધ છે. એ વાતો આગમમાં આવે. વાત તો બધી એના સ્થાને આવે. હમણાં થોડીકવાર તે વાતોને તેના સ્થાને રહેવા દે! આગમને જાણવાનું થોડીવાર બંધ કરી દે અને અધ્યાત્મના શાસ્ત્રમાં આત્માનું જેવું સ્વરૂપ છે તેવું જાણ તો ખરો!
“શુદ્ધ-અશુદ્ધની વિરુદ્ધ કલ્પના', આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાયે અશુદ્ધ છે તેમાં વિરુદ્ધ કલ્પના કયાં આવી? એ જ વિરુદ્ધ કલ્પના છે.
શું કહે છે? મારો આત્મા શુદ્ધ છે એટલે કે દ્રવ્ય શુદ્ધ છું અને પર્યાયે અશુદ્ધતા છે.. એવો જે વિકલ્પ ઊઠે છે એ વિરુદ્ધ છે. પાણી સ્વભાવે શીતળ અને પર્યાયે ઉષ્ણ તે વાકય બરોબર નથી. જેને પાણી શીતળ છે તેમ શ્રદ્ધાન હોય તેને પર્યાયમાં પણ શીતળતા પ્રગટ થાય. અને જ્યારે શીતળતા પ્રગટ થાય ત્યારે પાણીનો સ્વભાવ શીતળ છે એમ જ્ઞાન ને ૧ વિકલ્પના = વિપરીત કલ્પના; ખોટી માન્યતા: અનિશ્ચય; શંકા; ભેદ પાડવા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk