________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૯૧ શબ્દ વાપર્યો છે હોં ! જરા (થોડો ) જેટલો પણ ભેદ હું કયા નયથી જાણું?
આહા ! ભગવતીમાતા ફરમાવે છે કે અમે તો બધા આત્માને સિદ્ધ જેવા જોઈએ છીએ. આ આત્મા સંસારી અને આ આત્મા સમકિતી એવો ભેદ જોવાનું જ્ઞાન હોવા છતાં તે અત્યારે નહીં હોવા બરોબર થઈ ગયું છે. જુઓ ! આવો સ્યાદ્વાદ રાખીને, એટલે કે વ્યવહારનય સાધકને હોય છે. ભેદને જાણનારું જ્ઞાન સાધકને શ્રુતજ્ઞાનની પર્યાયમાં હોય છે. પરંતુ જ્યારે અમે નિશ્ચયનયના બળવાળા જ્ઞાનથી જોઈએ છીએ ત્યારે તે વ્યવહારનય હતી નહતી થઈ જાય છે. આ આચાર્ય મહારાજનું કથન છે અને ભગવતીમાતાનો દાખલો આપ્યો.. સમજવા ?
આચાર્ય ભગવંત ફરમાવે છે કે–તેમનામાં એટલે સાધક અને બાધકમાં, સમકિતી અને મિથ્યાષ્ટિમાં, કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું? આહાહા ! એ ભેદને જાણનારી નય હોવા છતાં પણ નહીં હોવા બરોબર છે. કેમકે એ નયથી હું જાણું તેવો મારો સ્વભાવ નથી. આહા... હા ! એ વ્યવહારનયનું વિસ્મરણ થઈ ગયું છે. એ નય હતી ન હતી થઈ ગઈ છે. તે હતી નહતી, હતી નોતી થઈ ગઈ છે. હોવા છતાં પણ નહીં હોવા બરોબર છે.
હોવા છતાં એમ કેમ કહ્યું? સાધક છે ને ! તે કહે છે-અત્યારે તો અમને શુદ્ધનયના વિષયના વિષયભૂત આત્માની મસ્તી ચડી ગઈ છે. અમને વર્તમાનમાં સવિકલ્પ દશામાં શુદ્ધાત્માના જ દર્શન થાય છે. શુદ્ધાત્માના દર્શન કરતાં એમ લાગે છે કે અમારી નજર આમ બહાર જાય છે તેવી વ્યવહારનય જે પર્યાયને જોનારી છે તે નયનું વિસ્મરણ કરીએ છીએ. એટલે કે બીજાના ભેદને જોનારી વ્યવહારનયનું પણ વિસ્મરણ થઈ ગયું છે. આહા! આવી અપૂર્વ ચીજ છે.
આહાહા...! અમે પણ શુદ્ધ અને તમે પણ શુદ્ધ. અમે પણ સિદ્ધ અને તમે પણ સિદ્ધ જાવ. આહા. હા ! જોઈ લેજો આ સાધકની મસ્તી. (તેમનામાં ખરેખર કાંઈ પણ ભેદ અર્થાત્ તફાવત નથી.) ગુરુદેવ આ કળશમાં એમ કહે છે કે વ્યવહારની ઠેકડી ઉડાડી છે. આ કળશના પ્રવચનમાં આટલા શબ્દો બોલે છે.
તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું? અરે ! વ્યવહારનયનો જે અંશ ઉભો થાય છે એ વ્યવહારનય દ્વારા હું જાણું તો મને એમ લાગે છે કે-આ સમકિતી છે અને આ મિથ્યાષ્ટિ છે. એ નય હોવા છતાં તેનો ઉપયોગ મેં એટલો બધો તિરોભૂત કર્યો છે અને શુદ્ધનયને એટલો બધો આવિર્ભત કરીને જોઉં છું તો હું પણ શુદ્ધ અને તમે બધા પણ શુદ્ધ છો. વ્યવહારનયનો તિરોભૂત કરીને તેમ કહ્યું હોં! અભાવ કરીને નહીં. આ બધી વાત જૈનદર્શનની જેમ સ્થિતિ છે તેમ રાખીને વાત છે.
આહા ! વ્યવહારનય હોવા છતાં નથી. હોવા છતાં તે હતી નહતી થઈ ગઈ છે. એટલે કેવળજ્ઞાન નથી પરંતુ શ્રુતજ્ઞાન તો છે. આ સવિકલ્પદશામાં લખાયું છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk