________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯)
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૭ અંતરાત્માને એટલે સાધકને-સમ્યગ્દષ્ટિને તેમજ કુબુદ્ધિઓ એટલે અજ્ઞાની મિથ્યાષ્ટિ પ્રાણીઓને પ્રથમથી જ શુદ્ધતા છે.
ઉપર ગાથામાં જે કહ્યું તેના ટેકામાં આ શ્લોક છે. ઉપર ગાથામાં વિસ્તાર કર્યો હતો, હવે તે વાતના રહસ્યને ટૂંકાણથી કહે છે. ઉપર વિસ્તારથી કહ્યું હતું તે વાતને સંક્ષેપથી કહે છે. ઘણી વખત બહુ લાંબી વાત થાય ત્યારે થોડુંક પહેલું સાંભળ્યું હોય તે વિસ્તારથી આવ્યા કરે તો આગળનું ભૂલાય જાય. અને બીજું વાકય સાંભળે ત્યારે આ બરોબર છે, પછી ત્રીજું વાકય આવે, ચોથું વાકય આવે ત્યારે પેલાં બન્ને ભૂલાય જાય વિસ્મરણ થઈ જાય. એટલે આચાર્ય ભગવાનને એમ થયું કે-બહુ વિસ્તારથી તો કહ્યું છે અને હવે ફરી બહુ વિસ્તાર કરતાં આગળની પહેલી વાત ભૂલીને બીજી વાત યાદ કરે અને પછી બીજી ભૂલીને ત્રીજી યાદ કરે, તેના કરતાં લાવને સંક્ષેપમાં કહી દઉં! સંક્ષેપમાં કહેવાથી જલ્દી પકડાઈ જાય.
સમ્યગ્દષ્ટિ હો કે મિથ્યાદેષ્ટિ હો ! તેમાં બહુવચન છે હોં ! સુબુદ્ધિઓ એટલે સમકિતી સાધક ઘણાં હોય છે અને કુબુદ્ધિઓને એટલે મિથ્યાષ્ટિઓને પ્રથમથી જ અનાદિથી શુદ્ધતા છે. તે શુદ્ધતા કેવી છે? સિદ્ધને જે પ્રગટ થઈ ગઈ છે તેવી શુદ્ધતા સંસારી પ્રાણીઓને અંદરમાં શક્તિરૂપે પ્રથમથી જ રહેલી છે. શક્તિ હોય તો વ્યક્તિ થાય છે. શક્તિનો જ અભાવ થાય તો વ્યક્તિ થઈ શકે નહીં.
પ્રથમથી જ આ વચન કેવું મીઠું મધુરું અમૃત જેવું વચન છે. આહા...હા..હા ! આખી પર્યાય દૃષ્ટિ છૂટી જાય તેવું વચન છે. એ.. ગુરુદેવની પર્યાયને જોવાનું બંધ થઈ જાય, અને મિથ્યાદેષ્ટિની પર્યાયને જોવાનું બંધ થઈ જાય, અને પોતાની પર્યાયને જોવાનું બંધ થઈ જાય તેવું છે.
અરે ! પ્રથમથી જ શુદ્ધતા છે. અનાદિથી ભગવાન આત્મા તો શુદ્ધ છે. પ્રથમથી જ શુદ્ધતા છે. શુદ્ધતા થશે એમ નહીં. આ કેવો અધિકાર છે? શુદ્ધભાવ અધિકાર છે. પ્રથમથી જ શુદ્ધતા છે “તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું?” આહા ! જુઓ, આ અધ્યાત્મની મસ્તી.
અતિ આસન્નભવ્ય જીવ છે, જેને હવે એકાદ ભવ બાકી છે, આહા ! એવા મુનિકુંજરોમુનિવરો આત્મામાં લીન થઈને નિત્ય આનંદનું ભોજન કરે છે. જે વૈરાગ્યમાં પરાયણ છે એવા ધર્માત્માઓ એમ ફરમાવે છે કે આ સંસારી અને આ સિદ્ધ એવો જે ભેદ કરનારી વ્યવહારનય એટલે જ્ઞાનનો અંશ છે તે ભેદને પ્રસિદ્ધ કરે છે. જે ભેદને જાણનારો જ્ઞાનનો અંશ છે તેવી વ્યવહારનય અમારી પાસે અત્યારે નથી.
શું કહે છે? આ સુબુદ્ધિ અને આ કુબુદ્ધિ, આ સમકિતી અને આ મિથ્યાષ્ટિ, આ દુઃખી અને આ સુખી તેવો કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું? “કાંઈ પણ ભેદ' તેવો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk