________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૩
૧૬૪
સ્વર્ગવાસ થઈ ગયો.
તેમ અહીંયા કહે છે કે-આ વિશ્વની અંદર બીજી વસ્તુને જવા દઈએ તો એક વ્યવહા૨ ૫રમાત્મા અને બીજા નિશ્ચય પરમાત્મા તે બેમાં ઉત્કૃષ્ટ નિશ્ચય શુદ્ધાત્મા જ છે. તે પરમોત્કૃષ્ટ અને પૂજનિક છે. તેની ભાવના ભાવતાં અંદ૨માં મને શાંતિ પ્રગટ થાય છે. મારા માટે આ જગતમાં ઊંચામાં ઊંચુ કોઈ હોય તો તે આત્મતત્ત્વ છે. જે શુદ્ધાત્મ તત્ત્વ છે તે ૫૨મ છે, પૂજનિક છે અને સર્વોત્કૃષ્ટ પણ છે.
એ આત્મા કેવો છે? કહે છે-આદિ-અંત વિનાનું તત્ત્વ છે. મારા શુદ્ધાત્માની શરૂઆત પણ નથી અને અંત પણ નથી. દેહની શરૂઆત થાય અને દેહનો અંત આવી જાય. પરિણામની શરૂઆત થાય અને પરિણામનો અંત આવી જાય. સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો પરિણામનું આયુષ્ય એક સમયનું છે. એક સમયમાં જન્મે છે અને બીજા સમયે વ્યય થાય છે. એટલે કે-પરિણામ સાદિ સાંત છે. તેની શરૂઆત થાય છે અને અંત પણ આવી જાય છે. જ્યારે મારો શુદ્ધાત્મા તો આદિ-અંત વિનાનો છે. તે આદિ અંત રહિત છે. તેની આદિ પણ નથી અને તેનો અંત પણ આવવાનો નથી. હું પૂર્વે હતો અને હવે પછીનો ભવિષ્યકાળ અનંત આવશે ત્યારે પણ હું તો એવો ને એવો જ રહેવાનો છું.
66
આવું પરમાત્મતત્ત્વ આદિ અંત વિનાનું છે. આ રહિતના બોલમાં કાળને કાઢી નાખ્યો. હવે બીજો બોલ. “ દોષ રહિત છે ”, મારો શુદ્ધાત્મા કેવો છે–દોષ રહિત છે. કોઈ શુભાશુભભાવો-પુણ્ય-પાપના દોષો મારામાં થતા નથી. અને જ્યાં થાય છે ત્યાં મારું અસ્તિત્વ નથી. આ પુણ્યને પાપના બે પ્રકારના દોષો થાય છે એ દોષોથી વર્તમાનમાં રહિત છું. મારે દોષથી રહિત થવું છે એમ નથી. આત્મતત્ત્વ અનાદિ અનંત દોષ રહિત નિર્દોષ છે. તેને ભૂતકાળમાં દોષ થયો નહતો, વર્તમાનમાં દોષ ઉત્પન્ન થતો નથી અને ભવિષ્યમાં કોઈ કાળે ઉત્પન્ન થવાનો નથી. જેમાં દોષ છે તે હું નથી અને જ્યાં હું છું ત્યાં દોષ નથી.
આહા ! હું મારા આત્મતત્ત્વને જોઉં છું તો મને દોષ દેખાતો નથી. હું તો નિર્દોષ આત્મતત્ત્વ છું. જેને આત્મામાં દોષ દેખાય છે તેને શુદ્ધાત્મા દેખાતો નથી. જે શુદ્ધાત્માને દેખે છે તેને આત્મા નિર્દોષપણે દેખાય છે. આત્મામાં દોષ નથી માટે આત્મા દોષરૂપ દેખાતો નથી, પરંતુ નિર્દોષ સ્વરૂપે દેખાય છે. જેમ પરમાત્મતત્ત્વ આદિ અંત વિનાનું છે તેમ દોષ વિનાનું છે.
“ નિર્દેન્દ્વ છે” એટલે કે આત્મામાં બેપણું નથી. ૪૩ ગાથા ની ટીકામાં છે કે“નિશ્ચયથી ૫૨મ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો ( આત્મામાં ) અભાવ હોવાથી આત્મા નિર્દે છે. (દ્વૈત રહિત છે.) ” એટલે કે–આત્મામાં બેપણું નથી.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk