________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
પ્રવચન નં:- ૧૨ ગાથા-૫O અહીંયા ભેદને પરદ્રવ્ય કહ્યું છે. અધ્યાત્મમાં ભેદને પર દ્રવ્ય કહેવાય. આગમમાં આત્મા સિવાય બીજા અનંતા જીવો, અનંતાનંત પુગલ પરમાણુંઓ, એક ધર્માસ્તિકાય અને એક અધર્માસ્તિકાય, અસંખ્ય કાલાણુ અને એક આકાશ એ જે બધાં પરદ્રવ્યો છે તે આગમ પદ્ધતિની અપેક્ષાએ તે પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય છે તેમ સમજવું સહેલું છે. પરંતુ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના જે નિશ્ચય મોક્ષમાર્ગના પરિણામ અને સાધક અવસ્થામાં ઉભા થતાં વ્યવહાર રત્નત્રયના પરિણામ એ બધા પરસ્વભાવો છે. તેથી પરદ્રવ્યો છે. તેથી એ ભેદોને શ્રદ્ધામાંથી હું છોડું છું અને શુદ્ધાત્માને ગ્રહું છું. શ્રદ્ધામાં શુદ્ધાત્માને ગ્રહ્યો ત્યારે શુદ્ધોપયોગમાં આત્મા પણ આવ્યો હતો. હવે એ શુદ્ધ ઉપયોગ છૂટીને ભેદમાં જાય છે, પરદ્રવ્યમાં જાય છે. અનાદિ કાળથી ભેદવાસિત બુદ્ધિ હોવાથી અને ઘણાં શાસ્ત્રો હું ભણેલો છું તે કચરો બધો ધારણામાં રહી ગયો છે. એ કચરાને પણ હું વાળી, ચોળીને સાફ કરું છું. એ મારે માટે પરદ્રવ્ય છે. તેને જાણવામાં રોકાવું એમાં મારું અહિત છે. તેને જાણવામાં રોકાતાં યથાખ્યાચારિત્ર અને કેવળજ્ઞાન રોકાય જાય છે.
સાધકને ભેદનું જાણવું થાય છે તે સમ્યગ્દર્શનમાં બાધક નથી. સાધકને પરદ્રવ્ય જ્ઞાનમાં જણાય છે, સવિકલ્પ ઉપયોગમાં તે કાળે-જણાય છે પરંતુ તે શ્રદ્ધામાં બાધક નથી. સાધક કહે છે-અરે! અરે! સમ્યગ્દર્શન ઉત્પન્ન થવા માટે અમારો જન્મ નથી. અમારો જન્મ તો પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય તેના માટે છે. સમ્યગ્દર્શનમાત્ર અમારું સાધ્ય નથી. અમારું સાધ્ય તો મોક્ષ છે. પૂર્ણાનંદની ઉપલબ્ધિ તેને પરમાત્મા મોક્ષ કહે છે, તે અમારું સાધ્ય છે. હવે આવા સાધ્યની સિદ્ધિ થવામાં આ ભેદ તરફ વલણવાળું જ્ઞાન મોક્ષમાં બાધક થાય છે, સાધ્યને બાધક થાય છે, પરંતુ ધ્યેયને બાધક થતું નથી. અપૂર્વ વાત છે.
તેઓ હેય છે તે શા કારણથી હુય છે? તેનું કારણ આપ્યું. એમાં આવ્યું ને કે શા કારણથી હેય છે? શા કારણથી ઉપયોગમાં પણ ઉપેક્ષા કરવા યોગ્ય છે? શ્રદ્ધામાં તો એનો અભાવ છે. શ્રદ્ધામાં તો એ ભેદનો અભાવ છે. પરંતુ અમારી સવિકલ્પ દશા આવે છે તેનું લક્ષ ભેદ તરફ જાય છે કારણ કે અનાદિકાળથી ભેદવાસિત બુદ્ધિ હતીને! તેથી કહે છે કે એમાં અમારા સાધ્યની-મોક્ષની સિદ્ધિ થતી નથી, પરંતુ બાધક થાય છે. તેથી ઉપયોગનું પરદ્રવ્ય ઉપરથી લક્ષ છોડીને સ્વદ્રવ્યમાં હું લીન થાઉં છું.
આહાહા! ઉત્તર અવસ્થામાં આચાર્ય ભગવાને શુદ્ધાત્માની નિજ ભાવનાના અર્થે આ શાસ્ત્ર લખે છે. ૪૯ ગાથામાં જાણવાની વાત કરી હતી, પરંતુ હવે તેને જાણવાનું છોડીને હવે એકને જાણવામાં આવી જાઉં છું. (શ્રોતા-બહુ સરસ.) બહુ સરસ જ છે. ભગવાન આત્મા જ સરસ રસથી સભર ભરેલો આત્મા છે. જ્ઞાન ને આનંદ મારો રસ છે. આ રાગાદિ મારો રસ નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk