________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૨૧ બતાવે છે એવા દ્રવ્યશ્રુતને હું નમસ્કાર કરું છું. તે દ્રવ્યશ્રુત મને પૂજનિક છે. કે જેણે મને શુદ્ધાત્મા બતાવ્યો. પ્રત્યક્ષ ઉપકાર તો ગુરુનો છે કે-જે મને શુદ્ધઆત્મા બતાવે છે.
શા કારણથી ય છે તેનું કારણ આપે છે. “તેઓ” એટલે ચાર પ્રકારના ભેદો. તેઓ એટલે છ દ્રવ્યની વાત અહીંયા નથી. જેને વ્યવહારનયે જીવ કહેવાય એ ભેદને અહીંયા પદ્રવ્ય કહેવું છે. છ દ્રવ્ય તો વ્યવહારજીવ પણ નથી. છ દ્રવ્ય તે વ્યવહારજીવ છે? તે વ્યવહારજીવમાંય જતા નથી. જેને વ્યવહારનય જીવ કહે છે, જૂઠાલાલજી જીવ કહે છે, તેવા ભેદો પણ મારા નથી. કારણ કે તે પરદ્રવ્ય છે.
તેઓ” તેઓ એટલે પૂર્વે જેટલા વિભાવગુણ પર્યાયો કહ્યાં તેઓ પરસ્વભાવો છે. આહા ! તે સ્વભાવ નથી. પરસ્વભાવ છે. તેનું કારણ આપે છે હોં ! કારણ આપીને પરદ્રવ્ય કહે છે. સીધું પરદ્રવ્ય કહે તો ન સમજાય પરંતુ પહેલાં કારણ આપે છે. તે ભેદો પર સ્વભાવો હોવાને કારણે પરદ્રવ્ય છે.
તેઓ એટલે ચાર પ્રકારના ભેદો જે વિભાવગુણ પર્યાયો છે. અત્યાર સુધી શુદ્ધભાવ અધિકારમાં તેની વાત કહી. ચૌદ ગુણસ્થાન, માણાસ્થાન, જીવસમાસ વગેરે અથવા ઉદય, ઉપશમ ક્ષય અને ક્ષયોપશમ ભાવો છે તે જીવને નથી. તે જીવમાં નથી તેથી જીવ તેનો સ્વામી નથી. તેથી જીવ તેનો કર્તા ભોક્તા પણ નથી. આટલું પર્યાયથી વિમુખ થવું પડશે. તારી બુદ્ધિને ફેરવવી પડશે, અને બુદ્ધિને અભેદમાં સ્થાપવી પડશે. તેઓ” એટલે બધા ભેદો પર સ્વભાવો છે. તે સ્વસ્વભાવ નથી. એ બધા પરના સ્વભાવો છે. એ બધા પરધર્મો છે, તે સ્વધર્મ નથી. તે પરસ્વભાવો છે અને તેથી પરદ્રવ્ય છે.
આહાહા...! જુઓ, પરદ્રવ્ય સીધુ ન કહેતાં, પ્રથમ પરદ્રવ્ય શા માટે છે તેનું કારણ આપ્યું. અમે જે આ પૂર્વે વાત કરી ગયા કે-તે ભેદો જીવમાં નથી, જીવને નથી એમ કહ્યું. તે ભેદો પરદ્રવ્ય છે-એમ અમારે કહેવું છે. અમે પરદ્રવ્ય કહીએ છીએ તેનું કારણ આપીએ છીએ. જીવનો એટલે મારો પરમપરિણામિક સ્વભાવભાવ છે. મારામાં જે લક્ષણ છે તે આ કોઈ ચારભાવોમાં નથી. મારું લક્ષણ તેમાં નથી. મારા લક્ષણને હું લક્ષ્ય કરીને પર સ્વભાવોના લક્ષણને તપાસું છું તો મારા લક્ષણની સાથે તેનું લક્ષણ મળતું આવતું નથી.
આહા! કેવળજ્ઞાનનું લક્ષણ ક્ષાયિકભાવ છે. મારું લક્ષણ પરમપરિણામિક સ્વભાવભાવ છે. આહા ! કારણ આપીને... પરદ્રવ્ય કહે છે હોં ! આહા ! ઉપયોગ અંદરમાં આવી જાય તેવી વાત છે. આચાર્ય મહારાજ આપણને સમજાવે છે કે તેઓ તેઓ એટલે બધા ભેદો, ૩૮થી માંડીને ૪૯ ગાથા સુધી કહ્યાં તે સાતેય તત્ત્વોનો સમુહુ પર સ્વભાવ હોવાને કારણે પરદ્રવ્ય છે. પર્યાયના જે ભેદો છે તે બધાં પરસ્વભાવો છે. તે મારો સ્વભાવ નથી. તે પર સ્વભાવ હોવાને કારણે તેઓ પરદ્રવ્ય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk