________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૨૭ અધ્યાત્મની પરાકાષ્ટામાં તેને પણ કર્મકૃત કહેવામાં આવે છે. તેમાં અભાવની અપેક્ષા આવી ને!? આહાહાહા ! અપેક્ષિત ભાવ મારો નથી. હું તો નિરપેક્ષ છું. કેવળજ્ઞાન પણ મારું નથી કેમકે તે પર સ્વભાવો છે. તેથી તે પરદ્રવ્ય છે, તેથી તે ઉપાદેય નથી. એક સમયની પર્યાય છે તેથી તે નાશવાન છે. તે વ્યવહારનયનો વિષય છે ને? એ કાંઈ શુદ્ધનયનો વિષય નથી. આ જો ભાઈ જેને ખરેખર નિમિત્તની અને પારદ્રવ્યોની થોડીક થોડીક ઉપેક્ષા આવી ગઈ હશે તેને આ સમજાશે.
હજુ તો પર પદાર્થો-ધન, ધાન્ય અને કુટુંબ પરિવાર, બંગલા, મોટર તે અહીંયા છાતી સરસા ચાંપ્યા હશે તેને આ અધિકારમાં શું કહેવા માગે છે તે નહીં સમજાય. એટલે તેને અઘરા જેવું લાગશે. જ્યારે જ્યારે ન સમજાય ત્યારે ત્યારે આ શું કહેતા હશે ! આ શું કહે છે ભલા? તેને કાંઈ જ ન સમજાય તેથી કઠિન લાગે.
હવે જેને પરદ્રવ્ય ઉપરથી એટલો મોહ ગળી ગયો હોય, ટળ્યો ભલે ન હોય, પરંતુ ગળ્યો હોય અને ગળવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ હોય તેને આ અધિકાર શું કહેવા માગે છે તે ખ્યાલમાં આવે છે. જેને ભેદજ્ઞાનથી ગર્ભિત શુદ્ધતા આવી હશે તેને આ સમજાશે. ભેદજ્ઞાનથી ગર્ભિત શુદ્ધતા થાય છે. આત્માના અનુભવથી પ્રગટ શુદ્ધતા પ્રગટે છે. શુદ્ધભાવ અધિકાર છે તે ઊંચા પ્રકારનો છે.
સમયસાર ગુરુગને સમજવા જેવું છે. એકલાથી ન સમજાય પરંતુ ગુરુગમ સમજ્યા પછી નિયમસાર સમજવા જેવું છે. ખરેખર સહજ જ્ઞાન” આહા ! જ્ઞાનગુણની આગળ સહજ શબ્દ વાપર્યો. જે પરસ્વભાવો છે તે સહજ નથી કૃત્રિમ છે. એ વાત નીચેના શ્લોકમાં આવવાની છે. એક શ્લોક સમયસારનો લેશે. પોતાની વાતની પુષ્ટિ કરવા માટે અને શ્રોતાઓને શ્રદ્ધાન દ્રઢ કરાવવા માટે.. બીજા આચાર્ય ભગવાનનો આધાર આપશે.
ખરેખર સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર-સહજ પરમ વીતરાગ સુખાત્મક શુદ્ધ-અંત:તત્ત્વ સ્વરૂપ”, ગુણ એટલે જે પ્રગટ પર્યાય કેવળજ્ઞાનીને અનંત ચતુષ્ટય પ્રગટ થયા તે પર સ્વભાવ હોવાથી પરદ્રવ્ય છે.
“શુદ્ધ અંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમપારિણામિકભાવ લક્ષણ.” હવે જે સ્વદ્રવ્ય છે તે ગુણીને આધારે છે કેવળજ્ઞાન ક્ષાયિકભાવને આધારે છે અને મારો પરમાત્મદ્રવ્ય છે તે પરમ પારિણામિકભાવને આધારે રહેલો છે. આહા ! ઉપશમના આધારે મારું દ્રવ્ય નથી, ક્ષયોપશમના આધારે નથી, ક્ષાયિકભાવના આધારે મારું સ્વદ્રવ્ય નથી. આ સ્વદ્રવ્ય જેમાં સહજજ્ઞાન, સહજદર્શન-સહજસુખ રહેલું છે. એવા અનંતગુણનો આધાર દ્રવ્ય છે. એ દ્રવ્ય પારિણામિક ભાવને આધારે છે. આહા ! જેશ એટલું બધું આવી જાય છે અને પછી થાક પણ લાગે છે. પણ જોશ રોકાતું નથી.
શું કહ્યું? ફરીને! જે મારો શુદ્ધ અંત:તત્ત્વ ઉપાદેય છે તે મારા ભગવાન આત્મામાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk