________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
પ્રવચન નં:- ૧૨ ગાથા-૫૦ જાણવા પણ હવે હું રોકાતો નથી. પણ, એના વિષયને જાણવા તરફ મારો ઉપયોગ ચાલ્યો જાય છે. એ ઉપયોગ તેના વિષયમાં જામે તેનું નામ શુકલધ્યાનના પરિણામ કહેવામાં આવે છે. એ પરિણામ પણ પરસ્વભાવ છે.
જે આ શુકલધ્યાન પ્રગટ થયું તેના તરફ તેનું લક્ષ હોતું નથી. તેનું લક્ષ પરદ્રવ્ય ઉપર હોય તો શુકલધ્યાન પ્રગટ ન થાય. તો વિકલ્પ ઉત્પન્ન થાય.. તો ચારિત્રનો અને જ્ઞાનનો દોષ આવી જાય છે અને કેવળજ્ઞાન પ્રગટ થવામાં બાધક થાય છે. પરદ્રવ્યને જાણેલો પ્રયોજનવાન કહ્યો છે તો કોઈ અપેક્ષાએ કહ્યો છે. ભેદ ઉપાદેય નથી તે અપેક્ષાએ જાણેલો પ્રયોજનવાન કહ્યું હતું. પરંતુ ખરેખર એ ભેદને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ નથી. કેમકે તે પરદ્રવ્ય છે, અને પરદ્રવ્યને જાણતા કેવળજ્ઞાન નહીં થાય.
હવે અંત:તત્ત્વની વ્યાખ્યા કરે છે. અંત:તત્ત્વ ઉપાદેય કહ્યું ને! બહિર્તત્ત્વ હેય છે એમ કહ્યું ને? એ બધી વાતો આવી. હવે જે અંત:તત્ત્વ સ્વદ્રવ્ય ઉપાદેય છે તે અંતઃતત્ત્વ ખાલીખમ છે? શૂન્ય છે કે તેમાં કાંઈ માલ ભરેલો છે? આ દાગીનાની પેટી ખાલી છે કે ભરેલી છે ? આહા ! આ પાકીટ હીરાથી ભરેલું છે કે હીરાથી ખાલીખમ છે? તેમ એકએક ગુણ એ પણ હીરો છે, એક-એક ગુણ રતનમણી છે. એ વાત કરે છે.
અંતઃતત્ત્વ શેનાથી ભરેલું છે? એટલે સભર છે. ખરેખર સહજ જ્ઞાન તે એક હીરો છે. તે હીરો ચૈતન્યહીરો છે. એ હીરાનો એક ગુણ ચૈતન્યત્રિકાળી જ્ઞાન છે. આ ગુણની વાત છે હોં ! પર્યાય તો પરદ્રવ્ય છે. અરે ! ગુણભેદ પણ પરદ્રવ્ય છે. અને ગુણી તે સ્વદ્રવ્ય છે. ગુણના ભેદથી ગુણીને સમજાવે છે. પરંતુ તે ગુણભેદ પણ લક્ષ કરવા યોગ્ય નથી. ઘાટકોપરના પ્રમુખ આવ્યા છે કે નહીં? ગઈકાલે આવ્યા હતા. તે કહે–આત્મામાંથી ગુણોને કાઢી નાખ્યા. મેં કહ્યું-ના, ગુણ નીકળી શકે નહીં. ત્યાં ગુણભેદનું લક્ષ છોડાવ્યું છે. આહા ! પૂછયું તે સારું થયું. એટલું પૂછ્યું એ સારું થયું નહીંતર શલ્ય રહી જાય. ગુણ નીકળી શકે નહીં.
સોનામાંથી પીળાશ, ચીકાશ એ જો છૂટી જાય તો સોનું રહેતું નથી. એ ગુણની વાત હવે કરે છે. એ પર્યાયને આત્મામાંથી ઉથાપી અને આત્મામાં ગુણોને સ્થાપે છે. પરંતુ ગુણભેદ તો ઉથાપવા યોગ્ય છે. ઊંચા પ્રકારની વાત આવતી જાય છે.
જેમ-જેમ શુદ્ધભાવ પૂરો થવા આવે છે ને! આહા.. હા ! તેમ આચાર્ય ભગવાનને મસ્તી ચડી ગઈ છે હોં! અમને જે અંત:તત્ત્વ ઉપાદેય છે તે અંતતત્ત્વ શું છે ? તેમાં કાંઈ માલ ભરેલો છે કે ખાલી છે ?
“ખરેખર સહજ જ્ઞાન”, આ કેવળજ્ઞાન છે તે કૃત્રિમ છે અને જ્ઞાનગુણ છે તે સહજ છે. તે અનાદિ-અનંત અકૃત્રિમ છે. કેવળજ્ઞાનને કૃત્રિમ કેમ કહ્યું? કે નવું ઉત્પન્ન થાય છે માટે. અને એક અપેક્ષાએ તો તે કર્મના અભાવથી ઉત્પન્ન થયેલું હોવાથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk