________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૨૧ અભાવ છે એમ કહ્યું છે.ખરેખર શુદ્ધાત્માને એટલે આ બધા આત્માની વાત છે. આ સિદ્ધના આત્માની વાત નથી. સિદ્ધ એને ઘરે રહ્યાં. શુદ્ધાત્માને એટલે જ્ઞાયકભાવને પરમ પારિણામિકભાવ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને. જેનું લક્ષણ ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ નથી. કારણકે એતો પર્યાયોનું લક્ષણ છે. એ લક્ષણ કોઈ દ્રવ્યનું નથી. એવા ખરેખર શુદ્ધાત્માને સમસ્ત વિભાવોનો અભાવ છે.
આ બધા પ્રકારના જે વિભાવો છે તેને વિસ્તારથી કહેવામાં આવે છે તેનો શુદ્ધાત્મામાં ત્રણેકાળ અભાવ છે. અભાવ થાય છે એમ નહીં પરંતુ અત્યારે અભાવ છે. નિગોદનો જીવ પણ આવો છે. નિગોદના જીવની જ્ઞાન શક્તિ-વીર્યશક્તિ બીડાય ગઈ છે. તેથી તે શુદ્ધાત્માની ભાવના કરી શકતો નથી. પર્યાયની યોગ્યતા બિડાઈ ગઈ છે. એક સમયની જે પર્યાય છે... નિગોદના જીવની તેની યોગ્યતા બીડાઈ ગઈ છે. એટલે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય તેને સમ્યગ્દર્શન થવાની યોગ્યતા તેની પર્યાયમાં અત્યારે પ્રગટ નથી.
જેને સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રગટ થયું છે તેવો આત્મા, મારામાં સમસ્ત વિભાવોનો અભાવ છે તેમ વિચારીને નિર્ણય કરી શકે છે. પછી એ નિર્ણયનો વિકલ્પ છૂટીને, નિશ્ચયનો પક્ષ છૂટીને શુદ્ધાત્માનો અનુભવ થઈ શકે છે. પરંતુ જેને વ્યવહારનો, ભેદનો પક્ષ હશે તેને આ સમજાશે નહીં. તેવા જીવોને એમ લાગે કે આ બધું અત્યારે નથી ? હા, ભાઈ ! તારામાં અત્યારે મિથ્યાત્વ નથી. એ વાત આગળ આવી ગઈ કે આત્મામાં મિથ્યાત્વનો ઉત્પાદુ થાય તે અશકય છે-તેનો અવકાશ જ નથી.
આત્મામાં મિથ્યાત્વ થાય અને પછી આત્મામાંથી હું મિથ્યાત્વને બહાર કાઢે એમ નથી. મિથ્યાત્વ સંયોગમાં થાય છે. સ્વભાવમાં મિથ્યાત્વ થતું નથી. પર્યાયમાત્ર સંયોગીભાવ છે, એ પણ સ્વભાવભાવ નથી. કેમકે ઉત્પા સંયોગ કહેવાય અને વ્યયને વિયોગ કહેવાય. પંચાસ્તિકાયની ૧૮ નંબરની ગાથામાં આ વાત કહી છે. જે વાત આપણે રાત્રે કરી હતી તે વાત ગુરુદેવશ્રીના શ્રીમુખેથી પણ આવેલી. રાત્રિ ચર્ચામાં આ વિષય આવ્યો હતો. અશુદ્ધ પર્યાય હો કે શુદ્ધ પર્યાય હો ! પર્યાયમાત્ર સંયોગ છે, સ્વભાવ નથી.
અમદાવાદમાં કહ્યું હતું કે-આ પર્યાયો જે આવે છે ને જાય છે તે મહેમાન છે, ઘરધણી નથી. આહા...! પર્યાયો.. મહેમાન ! સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રના પરિણામ મહેમાન છે. ધર્મના પરિણામ જે મોક્ષમાર્ગ છે તે મહેમાન છે. અને ધર્મી તે ઘરધણી છે. ધર્મી છે તે ઘરધણી છે. બાકી આવેને જાય તે તો મહેમાન જ છે.
મહેમાન હોય તે કેટલા દિવસ રહે? બે દિ', ચાર દિ', આઠ દિ'... રહે; કોઈ પૂછે કે–તમારે ત્યાં આટલા બધા મહેમાન આવ્યા છે? ઘરધણી પણ એમ કહે કે-મહેમાન આવ્યા છે. અને બજારમાં મહેમાન મળે તેને પૂછીએ કે તમે કયાં ઉતર્યા છો? તો તે પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk