________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
પ્રવચન નં:- ૭ ગાથા-૪૩ એમ કહે–અમારે ફલાણા ભાઈ સગા છે ને ત્યાં ચાર દિવસ માટે મહેમાન તરીકે આવ્યા છીએ. મહેમાન પણ સમજે છે કે હું મહેમાન છું. અને ચાલ્યો જવાનો છું. અને ઘરધણી સમજે છે કે આને આગ્રહ કરવાની જરૂર નથી. તેની મેળે ચાલ્યા જશે. કદાચ બહુ પ્રેમી હોય તો ચાર દિવસ વધુ રોકે તો પણ તે રોકાય નહીં.
તેમ પર્યાયમાત્ર મહેમાન છે.. ઘરધણી નથી. હું અખંડજ્ઞાન એક પરમાત્મા એ જ ઘરધણી છે-માલિક ઘરનો પોતે છે. આહા! એમાં માલિકીભાવ સ્થાપ્યા જેવો છે. પર્યાયમાં માલિકીભાવ સ્થાપ્યા જેવો નથી.
શ્રોતા:- એક સમય ઘરમાં રહે છે, ટકે છે–તે ઝાઝુ રહેતી નથી.
ઉત્ત૨:- પર્યાયનું આયુષ્ય એક સમયનું છે. કોઈ બાળક આવે બે વરસનો અને તે આયુષ્ય ટૂંકું લઈને આવ્યો હતો અને આયુષ્ય પૂરું થયું અને બાળક ચાલ્યો ગયો. તેમ આ પર્યાયનો કાળ આયુષ્ય છે. આયુષ્યની મર્યાદા કેટલી છે? એક સમયની છે. ભગવાન આત્માની મર્યાદા અનાદિ-અનંત છે. આહા.. હા ! તેને જન્મ લાગુ પડતો નથી. માટે મરણ થતું નથી. પર્યાય જન્મે છે માટે મરે છે. સમ્યગ્દર્શનની પર્યાય જન્મે છે માટે મરે છે અને પછી બીજી સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે એ પણ જન્મે છે અને મરે છે. આહીં.. હા ! તારા રાગની વાત તો કયાંયની કયાંય રહી ગઈ. તારા મિથ્યાત્વના અભિપ્રાયમાં રાગ છે.
આહા... હા! સમકિતી મારામાં રાગ થાય છે એમ દષ્ટિના જોરે કહેતો નથી. અસ્થિરતાથી કોઈ વાત જાણવા માટે કહે, તો... અજ્ઞાની ત્યાં ચોટી જાય છે. અસ્થિરતાથી તો રાગ થાય છે ને? આહા ! એને શું જોઈએ છીએ? રાગ. એટલે તે આત્માથી દૂર કયાંય ચાલ્યો ગયો છે. તે કયાં આવી ગયો છેઠ! તેણે રાગને અહીંયા ( આત્મામાં) સ્થાપ્યો છે એટલે અસ્થિરતાથી રાગ થાય છે ને ! ? નહીંતર તો કેવળજ્ઞાન હોવું જોઈએ. જોઈ લ્યો ! આ તેણે શાસ્ત્રમાંથી કાઢયું. અરે ! આ રાગથી ભિન્ન હું ચિદાનંદ આત્મા છું તે કાઢને ભાઈ ! ભગવાન મહાવીરનો આ ઉપદેશ છે હોં !
ભગવાન મહાવીરનો ઉપદેશ છે કે-પુણ્ય-પાપના પરિણામથી ભિન્ન શુદ્ધાત્માનો અનુભવ કરવો તે ઉપદેશ છે. શુભ કરો, દયા પાળો, વ્રત કરો, દાન કરો, વરસીતપ કરો તે ઉપદેશ નથી. આ બલ્લુભાઈને ગુરુદેવ યાદ કરે છે. તેમણે વરસીતપ કર્યો હતો અને પછી ગુરુદેવ પાસે ગયા હતા, તો ગુરુદેવે કહ્યું કે આ બધી લાંધણ છે. ચોખ્ખા શબ્દોમાં કહ્યું. ત્યારે હું પણ સાથે હતો. તમારો વરસીતપ તે વરસીતપ નથી. આ ભગવાન મહાવીરે કહ્યું કાંઈ અને જગત ઊંધે રવાડે ચડી ગયું.
આહા ! ભગવાન મહાવીરનો બોધ છે કે-શુભાશુભ છે તે આસ્રવ છે. તે આકુળતાને ઉત્પન્ન કરનારા અચેતન ભાવો છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા છે. તેની ઉપર દૃષ્ટિ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk