SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૨૦ પ્રવચન નં:- ૭ ગાથા-૪૩ મનદંડ, વચનદંડ અને કાયદંડને યોગ્ય દ્રવ્યકર્મો તથા ભાવકર્મોનો અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે. નિશ્ચયથી ૫૨મ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થસમૂહનો (આત્મામાં) અભાવ હોવાથી આત્મા નિર્દેશ્ર્વ (દ્વૈત રહિત ) છે. પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ હોવાથી આત્મા નિર્મમ (મમતા રહિત ) છે. નિશ્ચયથી ઔદારિક, વૈક્રિયિક, આહા૨ક, તેજસ અને કાર્યણ નામનાં પાંચ શરીરોના સમૂહનો અભાવ હોવાથી આત્મા નિઃશ૨ી૨ છે. નિશ્ચયથી ૫૨માત્માને ૫૨દ્રવ્યનું અવલંબન નહિ હોવાથી આત્મા નિરાલંબ છે. મિથ્યાત્વ, વેદ, રાગ, દ્વેષ, હાસ્ય, તિ, અતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ નામનાં ચૌદ અત્યંતર પરિગ્રહોનો અભાવ હોવાથી આત્મા નીરાગ છે. નિશ્ચયથી સમસ્ત પાપમળકલંકરૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ, સહજ-૫૨મવીતરાગસુખસમુદ્રમાં મગ્ન ( ડૂબેલી, લીન ) પ્રગટ સહજાવસ્થાસ્વરૂપ જે સહજજ્ઞાનશ૨ી૨ તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે. સહજ નિશ્ચયનયથી સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ ૫રમવીતરાગ સુખ વગેરે અનેક ૫૨મ ધર્મોના આધારભૂત નિજ ૫૨મતત્ત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ (મૂઢતા રહિત ) છે; અથવા, સાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્ભૂત વ્યવહા૨નયથી ત્રણ કાળના અને ત્રણ લોકના સ્થાવર-જંગમસ્વરૂપ સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ સકળ-વિમળ ( સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાનરૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂઢ છે. સમસ્ત પાપરૂપી શૂરવી૨ શત્રુઓની સેના જેમાં પ્રવેશી શક્તી નથી એવા નિજ શુદ્ધ અંતઃતત્ત્વરૂપ મહા દુર્ગમાં ( કિલ્લામાં ) વસતો હોવાથી આત્મા નિર્ભય છે. આવો આ આત્મા ખરેખર ઉપાદેય છે. ગાથા ૪૩ : ઉ૫૨ પ્રવચન આહા ! વારંવાર આ ભેદોની વાત કેમ કરે છે ? જે આ ભેદો દેખાય છે પર્યાયમાં તેમાં અનાદિકાળથી આત્માએ કેવી આત્મબુદ્ધિ કરી છે. એક સમયમાત્ર પણ ભેદનું લક્ષ છોડીને તેણે અભેદનું લક્ષ કર્યું નથી. માટે આ ભેદ તારામાં નથી તેમ વારંવાર પોતે તેમ વિચારે છે... અને કહે છે. એ વિચાર લખાય જાય છે તો બીજાનું કામ પણ થઈ જાય છે. પરંતુ અત્યારે બીજાને સમજાવવાનું અમારું લક્ષ નથી. અત્યારે તો પોતે હું આવો છું, હું આવો છું તેવી ભાવના ભાવે છે. ટીકા:- અહીં (આ ગાથામાં) ખરેખર શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો - Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy