________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
તે પર્યાય પર્યાયની કર્તા થઈ. તે પર્યાયનો કર્તા દ્રવ્ય કે ગુણ નથી. આટલું લાંબું... કયાં યાદ રાખવું આમાં. અને જે નિર્મળ પર્યાય તે શુદ્ધોપયોગ છે. એ નિર્મળ પર્યાય છે તેનું ક્ષેત્ર પણ દ્રવ્ય-ગુણથી ભિન્ન છે. આહાહા..! પર્યાય જેટલા ક્ષેત્રમાંથી ઊઠે છે એ પર્યાયનું ક્ષેત્ર પર્યાય છે. એ પર્યાયનું ક્ષેત્ર (જુદું છે ) જે ગુણનું ક્ષેત્ર છે તે પર્યાયનું ક્ષેત્ર નથી. આવી વાતો હવે ! સમજાણું કાંઈ ?
[ પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૨૯૩] ૯) આકરી વાત છે પ્રભુ! સંવર-નિર્જરાને મોક્ષના ભાવથી આભા દૂર છે. આહાહા !
કેમકે બે ચીજ એક નહીં થાય. પર્યાય ને દ્રવ્ય બે ભિન્ન છે તો બે રહેશે. પર્યાય ને દ્રવ્ય બન્ને એકમેક થઈ જતા નથી. આહાહા ! ધ્રુવથી પર્યાય ભિન્ન છે. નાશ પામવા યોગ્ય પર્યાય ભાવ છે, એવા ભાવોથી (આત્મ) વસ્તુ-દ્રવ્ય દૂર છે.
પ્રશ્ન:- પર્યાય, દ્રવ્યથી કેટલી દૂર છે?
ઉત્તર:- કહ્યુંને દૂર છે. એટલું એ એમ પણ નહીં. પરંતુ ક્ષેત્રથી દૂર છે. બહુ લાંબુ જશે...તો હવે કહીએ. (તમારે) સાંભળવું છે તો સાંભળો.. (પર્યાય) ક્ષેત્રથી દૂર છે, કાળથી દૂર છે, ભાવથી દૂર છે,.. કહો! કેટલું દૂર છે?
સમયસાર.. સંવર અધિકારમાં શરૂઆતમાં લીધું છે કે જેટલાં પુણ્ય અને પાપના વિકલ્પ છે એ બધી વસ્તુનું ક્ષેત્ર ભિન્ન છે. દીપચંદજીએ ચિવિલાસ બનાવ્યું છે એ ચિવિલાસમાં લીધું છે કે પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે. આહાહા ! આકરી વાત પ્રભુ! આત્માના અસંખ્ય પ્રદેશ છે, એમાં આખિરમાંથી–જેમાંથી પર્યાય ઊઠે છે એટલું ક્ષેત્ર ભિન્ન ગણવામાં આવેલ છે. આહા. હા! આકરી વાત છે. આ ચિવિલાસમાં છે ભાઈ !
સમયસારમાં સંવર અધિકારના મૂળ પાઠમાં છે કે વિકારનું ક્ષેત્ર ભિન્ન છે. દયા-દાનનો વિકલ્પ ઊઠે છે એ ક્ષેત્ર ભિન્ન છે. ભગવાનનું ક્ષેત્ર ભિન્ન છે અને એનું ( વિકારનું) ક્ષેત્ર ભિન્ન છે. એનો કાળ ભિન્ન છે એ એક સમયનો છે અને આ ત્રિકાળ રહ્યો ! ક્ષેત્ર કાળ અને ભાવે ભિન્ન થઈ ગયો. દ્રવ્ય એને કહીએ.. જે ભિન્ન છે. પર્યાયને પરદ્રવ્ય કહેવામાં આવે છે. આહાહા ! નિયમસાર ૫૦ ગાથામાં પર્યાયને પદ્રવ્ય કહેવામાં આવે છે.
શ્રોતા:- ક્રોધાદિના પ્રદેશ ભિન્ન કહ્યા છે પણ સંવર-નિર્જરાના પણ ભિન્ન ?
ઉત્તરઃ- એ તો ભિન્ન છે જ, અને આ એ ભિન્ન! આહા.. હા ! ક્રોધના સ્થાનમાં ક્ષમા ઉત્પન્ન થાય ને! સ્થાન તો એ જ છે. અસંખ્ય પ્રદેશમાં ઉપર.... અસંખ્ય પ્રદેશમાં ઉપર એટલે આ કાંઈ અસંખ્ય પ્રદેશ છે ને એ ઉપર એમ ન સમજવું. પણ જ્યાં પેટમાં (પેટાળમાં) છે ને અસંખ્ય પ્રદેશ, એમાં દરેક પ્રદેશ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk