________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ ઉપર પર્યાય છે. અંદરમાં પ્રદેશ-પ્રદેશે પર્યાય છે. આહાહા ! સમજમાં આવ્યું?
આહાહા ! ક્ષેત્ર ભિન્ન કહ્યું, ભાવ ભિન્ન કહ્યાં તો ક્ષેત્ર ભિન્ન થઈ ગયું ને! છે અસંખ્ય પ્રદેશ.... એમાંના આખિરની ઉત્પત્તિ, જે ઉત્પત્તિ છે તેનું ક્ષેત્ર, ધ્રુવ ક્ષેત્રથી ભિન્ન ગણવામાં આવ્યું છે. આહા.. હા ! ઝીણી વાત છે પ્રભુ! છેલ્લામાં છેલ્લી સાર.
આહા... હા ! જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવ તેનાથી (આત્મા) દૂર છે. આહાહા ! સંવર-નિર્જરા-મોક્ષના ભાવોથી દૂર છે. આહાહા ! સંવર-નિર્જરાને મોક્ષની પર્યાય દ્રવ્યથી દૂર છે. દ્રવ્ય એટલે ધ્રુવ તે ક્રિયાથી દૂર છે. પર્યાય (પોતે ) ધ્રુવ નથી પરંતુ પર્યાય (જેને) વિષય કરે છે તે ધ્રુવ છે. સમ્યગ્દર્શન પર્યાય છે એનો વિષય ધ્રુવ છે. સમ્યગ્દર્શનનો વિષય સમ્યગ્દર્શન નથી.
| [ શ્રી પ્રવચન રત્નો ભાગ-૪ પ્રથમ આવૃત્તિ પેઈજ નં-૨૫૩-૨૫૪]
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૪ દ્વિીતિય આવૃત્તિ પેઈજ નં-૨૬૪-૨૬૫] (૧૦) દૂરનો અર્થક્ષેત્રથી ભિન્ન. એનું ક્ષેત્ર અને આનું ક્ષેત્ર ભિન્ન-ભિન્ન છે. એટલામાં પર્યાય ઉત્પન્ન થાય છે એ ક્ષેત્ર અને ધ્રુવનું ક્ષેત્ર બેય ભિન્ન છે.
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૪ પ્રથમ આવૃત્તિ પેઈજ નં. ૨૫૮]
[ શ્રી પ્રવચન રત્નો ભાગ-૪ દ્વીતિય આવૃત્તિ પેઈજ નં. ર૬૯ ] (૧૧)શ્રોતા- (દ્રવ્ય ને પર્યાય) એક ક્ષેત્રમાં હોવા છતાં દૂર છે તે વાત કયાંથી બેસે ?
ઉત્તર:- પર્યાયનું અસ્તિત્વ એક સમયનું છે જ્યારે દ્રવ્યનું તો ત્રિકાળી અસ્તિત્વ છે. ખરેખર તો તે બન્નેના ક્ષેત્ર પણ ભિન્ન છે. નિશ્ચયથી પર્યાયનું ક્ષેત્ર ત્રિકાળી દ્રવ્યથી ભિન્ન છે. તે બન્નેના ભાવ ભિન્ન છે, ક્ષેત્ર ભિન્ન છે ને બધું સત્ત્વ પણ ભિન્ન છે. એવી વાત છે.
પ્રવચન રત્નચિંતામણી ભાગ-૨ પેઈજ નં. ૪૭] (૧૨) પ્રશ્ન- સમયસાર સંવર અધિકારની પ્રારંભિક ગાથા ૧૮૧ ની ટીકામાં કહ્યું છે કે
ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી, તેમાં એ પણ કથન કર્યું છે કે જીવ અને રાગના પ્રદેશ ભિન્ન-ભિન્ન છે. તો કૃપા કરી સ્પષ્ટીકરણ કરશો?
ઉત્તર- ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી તેથી બન્નેના પ્રદેશ ભિન્ન છે. આત્મ વસ્તુથી શરીરાદિ પરદ્રવ્યો તો ભિન્ન છે જ પણ અહીં તો મિથ્યાત્વ રાગ-દ્વેષના જે પરિણામ છે તે નિર્મળાનંદ પ્રભુ એવા આત્માથી ભિન્ન સ્વરૂપે છે. તેથી પુણ્ય-પાપના ભાવ તે આત્માથી ભાવે ભિન્ન છે, ભાવે ભિન્ન હોવાથી તેના પ્રદેશ પણ ભિન્ન છે. અસંખ્ય પ્રદેશી આત્મા છે તેનાથી આસ્રવના પ્રદેશ ભિન્ન છે. એ છે તો જીવના અસંખ્ય પ્રદેશમાં જ, પણ નિર્મળાનંદ અસંખ્ય પ્રદેશી ધ્રુવ છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk