________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૭૧ તે આત્મામાં થાય છે એમ જે માને છે તેને પરિગ્રહના અભાવ સ્વભાવે બિરાજમાન આત્મા દેખાતો નથી. ક્રોધ-માન-માયા-લોભ તે આત્માના છે તેમ ન દેખો! તેનાથી રહિત શુદ્ધાત્મા છું એમ દેખો.. તો દેખનારો દેખાશે.. , જાણનારો જણાશે.
આત્મા મિથ્યાત્વરૂપે થયો નથી. ક્રોધ-માન-માયા-લોભરૂપે થયો નથી. ક્રોધમાન-માયા ને લોભ આત્મામાં થાય છે એમ ન જુઓ. જ્યાં સુધી ક્રોધ-માન-માયા ને લોભ આત્મામાં થાય છે એમ જણાશે ત્યાં સુધી આત્મા દૃષ્ટિગોચર નહીં થાય. જો શ્રદ્ધા ખોટી છે તો ઉપયોગ પણ ખોટો છે. આ ક્રોધ-માન-માયા-લોભ ને નવ નોકષાય જેમાં હાસ્ય, રતિ અરતિ, ભય, જુગુપ્સા, શોક, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ બધા ચારિત્રના દોષ છે. ક્રોધ-માન-માયા-લોભ અને નવ નોકષાય તે ચારિત્રના દોષ છે. જ્યારે મિથ્યાત્વ તે શ્રદ્ધાગુણની વિપરીતતા છે. એમ ચૌદ પ્રકારનો અભ્યતર પરિગ્રહ છે.
પ્રશ્ન:- તેને અત્યંતર કેમ કહ્યો?
ઉત્તર:- કેમકે તે આત્માના પરાશ્રિત પરિણામમાં થાય છે. એ પરાશ્રિત પરિણામમાં થતાં હોવા છતાં તેનો સ્વભાવમાં અભાવ છે. એ પરિણામની સ્વભાવમાં નાસ્તિ છે, તેનો અભાવ છે તેવો આત્મા રહેલો છે. આવા આત્માને જો ! હવે કષાયને ન જો !
પ્રશ્ન:- કષાય આત્મામાં નથી થતો તો ક્યાં થાય છે?
ઉત્તર:- એ.. કષાય આત્મામાં થતો નથી. તારે હવે શું કહેવું છે? શુદ્ધાત્મામાં કષાય ન થાય અને જ્યાં કષાય થાય તે આત્મા નથી પણ અનાત્મા છે.
પ્રભુ! એકવાર ભેદજ્ઞાનની કળામાં આવી જા. આ ઉત્કૃષ્ટ ભેદજ્ઞાનની કળાનો અધિકાર છે. આ શુદ્ધાત્માનો અધિકાર છે. આ જે ચૌદ પ્રકારના અભ્યતર પરિગ્રહ છે તેને સમસ્ત પ્રકારે ગ્રહવું તેને પરિગ્રહ કહેવામાં આવે છે. અથવા મૂર્છાને પરિગ્રહ કહેવાય, ઇચ્છાને પરિગ્રહ કહેવાય છે. તેનો આત્માના સ્વભાવમાં અભાવ હોવાથી આત્મા નિગ્રંથ છે. એ નિર્ગથ આત્મા ઉપાદેય છે. પરંતુ નિગ્રંથ શુદ્ધોપયોગ ઉપાદેય નથી. આત્મા શુદ્ધોપયોગથી રહિત છે. શુભોપયોગથી તો રહિત છે પરંતુ શુદ્ધઉપયોગથી પણ આત્મા રહિત છે.
પરિણામથી આત્માને સર્વથા સહિત માની બેઠો છે. રાગથી, પુણ્ય-પાપના દુઃખના પરિણામથી આત્મા સર્વથા સહિત છે તેમ અનંતકાળથી માની બેઠો છે. કથંચિત્ રહિત અને કથંચિત્ સહિત તેવું અજ્ઞાનમાં ન હોય. કથંચિત્ રહિત સહિત તે જ્ઞાનનો ભેદ છે. શું કહ્યું? આત્મા રાગાદિથી સર્વથા સહિત છે તેમ અજ્ઞાની માને છે. અને જ્ઞાની એમ માને છે કે-રાગાદિથી સર્વથા રહિત છે. અજ્ઞાની સો ટકા સહિત માને છે અને જ્ઞાની સો ટકા રહિત માને છે. કેમકે થોડું રહિત અને થોડું સહિત તેમ શ્રદ્ધા ભાગલા પાડતી નથી. કાં તો તે સો એ સો ટકા સહિત અથવા રહિત માને છે. કાં તો સર્વથા રહિત અને કાં તો સર્વથા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk