________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૮૫ સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને ખરેખર આત્મા ઉપાદેય છે. આત્માને આત્મા ઉપાદેય છે એ પણ સ્વસ્વામિ સંબંધનો વ્યવહાર છે. આત્માને આત્મા ઉપાદેય છે તો બે આત્મા તો છે નહીં, ત્યાં આત્મા તો એક જ છે. આત્મા તો આત્મા છેજ્ઞાયક તો જ્ઞાયક જ છે.
પોતે પોતાને જાણે છે, આત્મા આત્માને જાણે છે એ પણ સ્વ-સ્વામિ સંબંધનો વ્યવહાર છે. વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવી શકાય છે બીજો કોઈ ઉપાય નથી. એ ભેદ પણ લક્ષમાં લેવા યોગ્ય નથી... સમજી ગયા. એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે.
ઔદયિક આદિ ચાર ભાવાન્તરોને અગોચર હોવાથી”, આ જે ભગવાન આત્મા છે તે ત્રિકાળ શુદ્ધ છે. આત્મા છે તે અબદ્ધસ્પષ્ટ અને અતીન્દ્રિય જ્ઞાનમય છે. ઔદયિક આદિ ચાર પ્રકારના જે ભાવો થાય છે તે પર્યાયમાં ક્રમે ક્રમે થાય છે. તેના લક્ષ ભગવાન આત્મા જણાય એવો નથી. માટે તે ભાવાન્તરોને અગોચર છે. પર્યાયના લક્ષે દ્રવ્ય જણાતું નથી તેને એમ કહેવાય કે તે ભાવાન્તરોને અગોચર છે.
નીચે ફૂટનોટમાં છે-ભાવાન્તરો એટલે અન્ય-અનેરાભાવો આત્મા સિવાયના ભાવો છે તે અન્યભાવો છે. ક્ષાયિકભાવ અન્યભાવ છે. ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એ ચારભાવો પરમ પરિણામિકભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાન્તરો કહ્યાં છે. આત્માને ભાવ કહ્યો અને તેને ભાવાન્તરો કહ્યાં. આ ભાવથી તે અનેરાભાવ અર્થાત્ જુદા ભાવ છે.
પરમ પરિણામિકભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા આ ચાર ભાવન્તરોને અગોચર છે. જે સામાન્ય જીવ છે તે વિશેષથી જણાય ખરો, પરંતુ વિશેષના લક્ષે સામાન્ય ન જણાય વિશેષનું લક્ષ હોય તો વિશેષ જણાય પરંતુ સામાન્ય ન જણાય. હવે જ્યારે સામાન્યનું લક્ષ આવે છે ત્યારે વિશેષ જણાતું નથી. જ્યારે સામાન્ય જણાય છે ત્યારે વિશેષ પોતે સામાન્યમય થઈને સામાન્યને જાણે છે. ત્યારે એ ભાવાન્તરોને અગોચર થઈ ગયો. પર્યાયનું લક્ષ સર્વથા છૂટી ગયું. ત્યારે પર્યાયાર્થિકચક્ષુ બંધ થઈ ગઈ છે. દરેકમાં આ અર્થ લાગુ પડે છે. ભાવાન્તરમાં પણ લાગુ પડે છે.
ગઈકાલે પરામુખનો અર્થ કર્યો હતો-પર્યાયને જાણવાનું બંધ કરી દે! પરદ્રવ્યથી પરાભુખ એટલે પરિણામને જાણવાનું બંધ કર. મેં જ્યારે પરને જાણવાનું બંધ કર એમ કહ્યું તો એમાં તકલીફ પડી, ઉહાપોહ થયો. અહીંયા તો કહે છે-તારા પરિણામને જાણવાનું બંધ કર.
પૂ. ગુરુદેવે તો ત્યાં સુધી કહ્યું ભાઈ ! આ આત્મા પરદ્રવ્યને જાણે છે એમ જે માને છે તે દિગમ્બર જૈન નથી. આ અમૃત જેવું વચન પુસ્તકમાં છપાઈ ગયું છે. આહાહા ! આ આત્મા પરદ્રવ્યને જાણે છે એમ જે માને છે એ દિગમ્બર જૈન નથી. એટલે અમે તેની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk