________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૫
શુદ્ધ અંત:તત્ત્વ જે ધર્મના સાધકના પરિણામ ઔપથમિક અને ક્ષાયોપથમિક તે અંતરાત્માને હોય છે. તો પણ તે પરિણામ આવરણ સંયુક્ત છે. કેમકે તેમાં કર્મના અભાવની અપેક્ષા આવે છે. તેને કર્મના આવરણની અપેક્ષા લાગે છે.
ચોથો ક્ષાયિકભાવ છે જે અરિહંત અને સિદ્ધને હોય છે. તે પણ કર્મ આવરણજનિત ભાવ કહેવાય છે. કેમકે એ ભાવ પણ કર્મના અભાવથી ઉત્પન્ન થયેલો ભાવ છે. તે કર્મ સાપેક્ષભાવ હોવાથી તેને પણ આવરણ સંયુક્ત કહ્યો. ક્ષાયિકભાવને પણ આવરણ સંયુક્ત કહ્યો. કેવળજ્ઞાન વખતે જ્ઞાનાવરણકર્મનો ઉદય પણ નથી અને ક્ષયોપશમ પણ નથી. પરંતુ કેવળજ્ઞાનાવરણકર્મનો અભાવ છે. અભાવથી ઉત્પન્ન થયેલો ભાવ-કર્મ સાપેક્ષભાવ હોવાથી તેને પણ આવરણ સંયુક્ત કહ્યો. ક્ષાયિકભાવને આવરણ સંયુક્ત કહ્યો. કેવળજ્ઞાન વખતે જ્ઞાનાવરણ કર્મનો ઉદય પણ નથી. અને ક્ષયોપશમ પણ નથી. પરંતુ કેવળજ્ઞાનાવરણકર્મનો અભાવ છે આ ભાવ કેવળજ્ઞાનાવરણના અભાવથી ઉત્પન્ન થયેલો ભાવ હોવાથી તે અભાવ સંયુક્ત છે. એ ભાવમાં અભાવની અપેક્ષા આવતી હોવાથી તેને પણ આવરણ સંયુક્ત કહેવામાં આવે છે આ ભાવ નિત્ય નિરાવરણ નથી. પરમાત્મ દ્રવ્ય તો આવરણથી નિત્ય રહિત છે.
પરમાત્મ દ્રવ્ય તો અનાદિ-અનંત આવરણથી રહિત છે. ધ્રુવ આત્માને એક સમયમાત્ર પણ એને કર્મનું આવરણ કે ભાવકર્મનું આવરણ ત્રણકાળમાં નથી. દ્રવ્યકર્મનું તો આવરણ નથી પણ ભાવકર્મનું પણ આવરણ નથી. નિજ શુદ્ધ પરમાત્માને સમયમાત્ર આવરણ નથી. આત્માનો આશ્રય કરનારને ધર્મની પ્રગટતા થાય તેનો હેતુ એ છે. કહે છે કે-આ ચાર ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી.
કોઈ જગ્યાએ એમ આવે કે-નિશ્ચય મોક્ષમાર્ગ એ મુક્તિનું કારણ છે. નિશ્ચય મોક્ષમાર્ગ-ક્ષયોપશમ અને ઉપશમભાવ તે મોક્ષનું કારણ છે. અહીંયા તેને મોક્ષનું કારણ નથી તેમ કહ્યું. ક્ષાયિકભાવ પણ મોક્ષનું કારણ નથી. કેમકે તે ભાવ આવરણ સંયુક્ત છે. કેમકે એ ભાવ આશ્રય કરવા યોગ્ય નથી. ક્ષાયિકભાવ છે.. પણ ક્ષાયિકભાવનું અવલંબન કરવા યોગ્ય નથી. એ ક્ષાયિકભાવ શ્રદ્ધાનો વિષય નથી. એ જ્ઞાનમાં ઉપાદેયભૂત શેય પણ નથી. ભેદનું લક્ષ કરવા જેવું નથી. માટે તે કારણ નથી. ક્ષાયિકભાવ-કેવળજ્ઞાન એ પણ મોક્ષનું કારણ નથી.
એમ તર્ક ઊઠે કે-કેવળજ્ઞાન થયા વિના તો મોક્ષ થતો નથી તો કેવળજ્ઞાનને કેમ કારણ ન કહેવાય ? કેમકે કેવળજ્ઞાન થયા પછી મોક્ષ થાય છે. કેવળજ્ઞાન તેરમા ગુણસ્થાને પ્રગટ થાય છે, ત્યાર પછી મોક્ષ થાય છે. તો મોક્ષનું કારણ તો ખરેખર કેવળજ્ઞાન થયું. અહીં કહે છે-કેવળજ્ઞાન મોક્ષનું કારણ નથી. સાંભળ, ભાઈ ! અમને ખબર છે તને અનાદિથી પર્યાયષ્ટિ છે. તું તારી શ્રદ્ધામાંથી ઉદયભાવને કદાચિત્ છોડીશ, ઉપશમભાવને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk