________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
પ્રવચન નં:- ૫ ગાથા-૪૧ પણ કદાચિત્ છોડીશ, ક્ષયોપશમભાવને પણ કદાચિત્ છોડીશ, પણ તારી દૃષ્ટિમાંથી ક્ષાયિકભાવ છૂટતો નથી. એ ક્ષાયિકભાવ આવરણ સંયુક્ત છે અને તે મોક્ષનું કારણ નથી. તે આશ્રય કરવા યોગ્ય ભાવ નથી. એક પરમ પારિણામિક પંચમભાવ તે જ આશ્રય કરવા યોગ્ય છે. એનો આશ્રય કરનારને નિયમથી–અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય જ છે. કેવળજ્ઞાન પ્રગટ થયા પછી પણ લાખો-કરોડો-અબજો વરસ ચાલ્યા જાય અને મુક્તિ ન થાય. પરમ પરિણામિકભાવનું આલંબન લેનારને અંતર્મુહૂર્તની અંદર મોક્ષની પ્રગટતા થાય છે. માટે એ ક્ષાયિકભાવ પણ મુક્તિનું કારણ નથી. મોક્ષનું કેમ કારણ નથી? કેમકે તે સાવરણ છે, નાશવાન છે, સાપેક્ષ છે અને તે કર્મકૃત છે. તેમાં કર્મના અભાવની અપેક્ષા આવે છે.
બહુ વિશાળ દૃષ્ટિથી જૈનદર્શન સમજે તો સમજાય તેવું છે. સંકુચિત દૃષ્ટિથી જૈનદર્શન સમજે તો સમજાય એવું જૈનદર્શન-આત્મદર્શન નથી. જૈનદર્શન કહો કે આત્મદર્શન કહો. એને જરા મધ્યસ્થ થવાની જરૂર છે. પોતે જે માની રાખ્યું હોય તેને જરા ડીપોઝીટ રાખવું. હમણાં દરિયામાં ન ફેંકી દેવું. આમ તો દરિયામાં ફેંકવા જેવું જ છે. પણ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ન ફેંકવું. નવા કાને નવી વાત આવતી હોય તો તેને શાંતિથી, ધીરજથી અને તે વાત કઈ અપેક્ષાથી કહેવામાં આવે છે, એ અપેક્ષાથી સમજે તો તેને સમાધાન થઈ જાય. એ અપેક્ષાઓ બધી જ્ઞાનમાં આવે છે. અપેક્ષાઓ દૃષ્ટિમાં આવતી નથી. અને દૃષ્ટિના વિષયમાં પણ અપેક્ષા આવતી નથી. કેમકે દૃષ્ટિ નિર્વિકલ્પ છે અને દૃષ્ટિનો વિષય પણ નિર્વિકલ્પ છે. જ્ઞાન છે તે સવિકલ્પ છે. એનો સવિકલ્પ જાણવાનો સ્વભાવ હોવાથી તે ભેદ પાડીને જાણે છે. જ્ઞાનમાં અપેક્ષા આવે છે અને જ્ઞાનની અપેક્ષાથી જીવ સમજી શકે છે. ક્ષાયિકભાવને સાવરણ કેમ કહ્યો તો તે સમજી જાય છે. કે-કર્મના અભાવની અપેક્ષા આવી તેથી તેને સાવરણ કહેવામાં આવે છે.
કેવળજ્ઞાનને મોક્ષનું કારણ કેમ ન કહ્યું? કેમકે તે પરિણામ છે અને તે પરિણામ અવલંબન કરવા યોગ્ય નથી. તે શ્રદ્ધાનો વિષય નથી, અને એ જ્ઞાનનો વિષય પણ નથી અને એ ચારિત્રનો વિષય પણ નથી. ચારિત્રના પરિણામનો વિષય પણ ભગવાન આત્મા અને ઉપાદેયપણે જ્ઞાનનો વિષય પણ ભગવાન આત્મા અને શ્રદ્ધાનો વિષય પણ આત્મા છે. એવા આત્મામાં આ ચાર પ્રકારના આવરણ સંયુક્ત ભાવોનો ત્રણેકાળ અભાવ છે. એક સમય પણ એ પરિણામ દ્રવ્યમાં આવતા નથી. દ્રવ્યથી પરિણામ ભિન્ન રહી જાય છે તેથી એ પરિણામનો પણ આત્મા કર્તા અને ભોક્તા નથી.
હવે કયા ભાવથી આત્માનો મોક્ષ થાય છે? અને કયા ભાવની ભાવના કરવા યોગ્ય છે? આ ચાર પ્રકારના પરિણામના જે ભેદો કહ્યા તે ભાવના કરવા યોગ્ય નથી, પરંતુ આત્માની ભાવના કરવા યોગ્ય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk