________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૪૭ જેમાં એટલે આત્મામાં આ બધા ભાવો નથી. મારા આત્માથી બહાર પુણ્યપાપના શત્રુ દેખાય છે. તે મારા સ્વભાવમાં પ્રવેશી શકતા નથી. તે મને હણી શકતા નથી. તે ભાવોથી પર્યાયનું ભાવમરણ થાય છે પરંતુ દ્રવ્ય સ્વભાવનું ભાવમરણ કોઈ કાળે થઈ શકે નહીં. ભાવનું એટલે પર્યાયનું મરણ થાય છે. દ્રવ્ય સ્વભાવનું ભાવમરણ થતું નથી. કેમકે આત્મા જન્મતો નથી અને મરતોએ નથી. જેમાં એટલે આત્મામાં આ શત્રુઓની સેના પ્રવેશી શકતી નથી. “એવા નિજશુદ્ધ' નિજ શુદ્ધ શબ્દ વારંવાર વાપરે છે.
“નિજ શુદ્ધ અંત:તત્ત્વરૂપ મહા દુર્ગમાં ( કિલ્લામાં)”, શત્રુની આગળ વિશેષણ મૂક્યું શૂરવીર તેમ દુર્ગની આગળ વિશેષણ છે મહાદુર્ગ કિલ્લામાં શત્રુસેના પ્રવેશી શકતી નથી. ભગવાન આત્મા તો આ ગઢમાં વસે છે. તે પોતાના ગઢમાં હોવાથી નિર્ભય છે. આત્મા ત્રણેકાળ સ્વભાવે નિર્ભય હોવાથી પર્યાયે નિર્ભય થાય છે. હોવાથી પર્યાયે થાય છે.
આહા ! જે પ્રકારના શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે એવા જ પ્રકારનો આત્માનો ત્રિકાળ સ્વભાવ રહેલો છે. આત્મા નિર્ભય હોવાથી નિર્ભય થાય છે. નિર્મૂઢ હોવાથી નિર્મૂઢ થાય છે. શુદ્ધ હોવાથી શુદ્ધ થાય છે. વીતરાગી હોવાથી વીતરાગી થાય છે. હોવાથી શબ્દ છે ને ! માટે પર્યાયમાં એવું જ રૂપ પ્રગટ થાય છે.
તે મહા દુર્ગમાં વસતો હોવાથી મારો આત્મા નિર્ભય છે. મને કોઈ પ્રકારનો ભય નથી. મને આ લોકનો ભય કે પરલોકનો ભય કે મરણનો ભય મને બિલકુલ છે નહીં.
આવો આત્મા’ તેમ નહીં પરંતુ આવો આ આત્મા... એટલે મારો આત્મા પ્રત્યક્ષ-પ્રગટ વિદ્યમાન છે. આ’ શબ્દ છે તે આત્માની વિદ્યમાનતા-હૈયાતિ બતાવે છે.
ભાઈઓ જરા આગળ... આગળ આવો. પછવાડ સાંકડ બહુ થઈ ગઈ છે. ઠવણી કાઢી નાખો. ભલે ચાર-છ દિ' સાંકડ વેઠાય તેનો વાંધો નહીં. કહેવત છે ને! સજ્જનની સાંકડ સારી. સાંકડ ભલે ચાર છે 'દિ રહે પરંતુ સજ્જનની સાંકડ સારી. કાલે તો બધા પગથિયા ઉપર ઉભા હતા રવિવાર હતો ને!?
શું કહે છે? આ અધિકાર બહુ ઊંચો છે. જરા એનું લક્ષ બંધાણું અને લક્ષ પછી જ પક્ષ થઈ ગયો તો આ આત્મા અવશ્યમેવ, બહુ થોડા કાળમાં પક્ષાતિક્રાંત થાય છે. એવો આ અધિકાર છે.
આહા! નિજ શુદ્ધઅંત:તત્ત્વરૂપ મહા દુર્ગમાં વસતો હોવાથી આત્મા નિર્ભય છે. જ્યારે દ્રવ્ય ઉપાદેય થાય છે ત્યારે આમ થયું તેવું સાથે જ્ઞાનપણ થઈ જાય છે. પર્યાયનું જ્ઞાન કરવા માટે જુદો પુરુષાર્થ કરવો પડતો નથી. જ્યાં દ્રવ્યને જાણવાનો પુરુષાર્થ થયો ત્યાં પર્યાયનું સહેજે જ્ઞાન થઈ જાય છે. પર્યાય તેના જ્ઞાનમાં જણાય જાય છે. આમ હતું અને આમ થયું તેમ જણાય છે. કર્તા, કર્મ અને કાર્યમાં આમ થયું તેમ જણાય જાય છે. કાર્ય પ્રગટ થયું તેમાં પૂર્વ પર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પા જ્ઞાનમાં જણાય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk