________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩ છે તેને સંવર નામનો યોદ્ધો જ જીતી શકે છે. તેને આત્મા જીતવા જતો નથી. ચક્રવર્તી તો બંગલામાં હોય અને તેના સેનાપતિ હોય તે યુદ્ધ લડે. તેમ આત્માનો સેનાપતિ સંવર છે. તે આસ્રવ નામના શૂરવીર યોદ્ધાને હણે છે. પરંતુ એ શૂરવીર શત્રુ જે પુષ્ય ને પાપ છે તેને ભગવાન આત્મા હણતો નથી. કેમકે તે તો અભેદ કિલ્લામાં નિર્ભયપણે રહેલો છે. બહારના કર્તવ્યો બધા બહારમાં થાય છે. એ બહારનો ભાવ બહારને હણે છે. સંવર આસ્રવને હણે છે. પરંતુ ભગવાન આત્મા આસ્રવને હણતો નથી.. એ આમાં કહેવું છે. એ વાત આમાં લખેલી છે હોં! જે લખેલું છે તેનો અર્થ ચાલે છે. જુઓ પાઠમાં છે અંદર. જુઓ, “પાપરૂપી શૂરવીર શત્રુઓની સેના'. આ સેના બહુ મોટી જબદસ્ત છે.
આહા.. હા ! શાંતિભાઈ આવ્યા છે? એક વખત શાંતિભાઈ ને ફોન કર્યો કે- ધ્યાન રાખજો તમારા ઘરમાં મોહરાજાએ પુણ્યની સેના મોકલી છે, તેનાથી ચેતતા રહેજો ! પુણ્ય ને પુણ્યના ફળ તે શત્રુ છે-મિત્ર નથી. પુણ્યને મિત્ર ન ગણશો નહીંતર છેતરાઈ જશો. તેમ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું છે. આહા ! પાપ વખતે તો ધર્મને યાદ કરે પરંતુ પુણ્ય ને પુણ્યના પ્રકારના ફળ ભજે ત્યારે બહુ ચેતવા જેવું છે. જો મોહરાજાને ખબર પડી જાય કે-આ જીવ સોનગઢ જતો થઈ ગયો છે અને હવે મારી વસ્તી ઘટશે. એટલે તેને શું કરે? તેના ઘેર પુણ્યની સેના મોકલે. હાઈશ..! હવે બરોબરનો સરખો ફસાઈ જવાનો. તે જીવ એવો ગુંચવાય જાય; વીંટાઈ જાય.. આ વાત બધાને લાગુ પડે છે.
“સમસ્ત પાપરૂપી શૂરવીર શત્રુઓની સેના” પાઠ છે આ સેના કયાં છે? ભગવાન આત્માના અભેદ કિલ્લાથી બહાર છે. એ શત્રુઓનો વસવાટ કયાં છે? એ શત્રુઓ કયાં વસે છે? ભગવાન આત્માનો જે અભેદ કિલ્લો-નિર્ભય કિલ્લો છે તેની બહાર શત્રુની સેના છે.
જૂનાગઢમાં ઉપરકોટનો એક કિલ્લો છે. તેમાં રા'ખેંગાર રાજા હતો અને રાણકદેવી સાથે તેના લગ્ન થયાં હતાં. રાણકદેવીનું સિદ્ધરાજની સાથે સગપણ થયું હતું. પછી રા'ખેંગાર તેને લઈ આવ્યો અને તેની સાથે લગ્ન કર્યા. પછી સિદ્ધરાજે જૂનાગઢ ઉપર ચઢાઈ કરી. પરંતુ કિલ્લો એવો મજબૂત કે-બાર-બાર વરસ સુધી સિદ્ધરાજનું સૈન્ય તે કિલ્લામાં પ્રવેશી શકયું નહીં. એમ આ પુણ્ય-પાપની બધી સેના છે તે બહારની શત્રુની સેના છે. તે આત્મામાં પ્રવેશી શકતી નથી. પુણ્ય-પાપનો આત્મામાં પ્રવેશ નથી.
જ્ઞાનઘન, વીતરાગઘન પરમાત્મામાં, આત્માના સ્વભાવમાં, એ વિજ્ઞાનઘન સ્વભાવની દિવાલમાં બાકોરું કરીને તેમાં પુણ્ય-પાપ પ્રવેશી જાય તેમ એક સમય પણ બનતું નથી. તેમ બનવું અશક્ય છે. તો પછી તે શત્રુસેનાને જીતે છે કોણ? એ ચક્રવર્તીનો સંવર નામનો જે યોદ્ધો પ્રગટ થાય છે તે સેનાને જીતી લ્ય છે. આત્મા તેને જીતતો નથી. કેમકે આત્મામાં તે સેનાનો પ્રવેશ નથી. ચક્રવર્તી તો નિરાંતે ઉંધે છે હોં ! લડાઈ બહારમાં થતી હોય છે, ચક્રવર્તીતો નિર્ભય છે. તે જાણે છે અમારા ગઢમાં કોઈ આવી શકે નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk