________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૭૭ વ્યવહારનય પણ સાચો એમ બે નયના સ્વરૂપને જે સાચું માને છે તે ઉભયાભાસી જીવો છે, તેને આત્માનું ભાન નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે-અમે તો નિશ્ચયનય અને વ્યવહારનય બન્નેને સમકક્ષ માનીએ છીએ-તો એમ નથી.
સમસ્ત વિચિત્ર મૂર્તદ્રવ્યજાળ એ પુદ્ગલની જાળ છે. બંધ હો કે બંધ ન હો એટલે કે કર્મનો બંધ હો કે કર્મનો બંધ ન હો ! ભાવબંધ હો કે ભાવમોક્ષ હો તે બધા કર્મ સાપેક્ષ પરિણામ છે. તે મૂર્તિના સદભાવથી અને અભાવથી ઉત્પન્ન થયેલાં બધા ભાવો છે. માટે સમસ્ત એટલે અનેક પ્રકારે, વિચિત્ર એટલે ચિત્ર-વિચિત્ર તેવા અનેકવિધ પ્રકારની મૂર્ત દ્રવ્યજાળ છે-મૂર્તદ્રવ્યોનો સમૂહ છે. એ જે શુદ્ધ સમૂહ છે તે જીવના રૂપથી વ્યક્તિરિક્ત છે. બંધ અને મોક્ષ એ બન્નેને અશુદ્ધભાવ કહો કે શુદ્ધભાવ કહો. શુદ્ધપર્યાય પણ શુદ્ધભાવથી રહિત છે.. તો પછી અશુદ્ધભાવ તો શુદ્ધભાવથી રહિત હોય જ. “વ્યતિરિક્ત” શબ્દ છે વ્યતિરિક્ત એટલે રહિત છે.
એમ જિનદેવનું” એમ જિનેન્દ્ર ભગવાનનું એટલે કે વીતરાગી સર્વજ્ઞ ત્રિલોકીનાથનું કથન છે. દેવાધિદેવ ઋષભદેવથી માંડીને ભગવાન મહાવીર પર્યત જે દિવ્યધ્વનિ છૂટી તેનો આ સાર છે. આ શુદ્ધાત્મા છે તે તો બંધ અને મોક્ષથી રહિત છેતેને સમ્યગ્દષ્ટિ નિત્ય ભાવે છે, પૂજે છે, વંદે છે, સ્મરે છે. તેઓ પર્યાયનું સ્મરણ કરતા નથી તેમ જિનેન્દ્ર ભગવાનનું શુદ્ધ વચન છે. સર્વજ્ઞ ભગવાન બુધજનોને એટલે સમ્યગ્દષ્ટિને કહે છે. જે શુદ્ધ જીવ છે તે બંધ અને મોક્ષથી વ્યતિરિક્ત અર્થાત્ રહિત છે.
“આ ભુવન વિદિતને (આ જગત પ્રસિદ્ધ સત્યને) હે ભવ્ય ! તું સદા જાણ.” આ સત્ય શું છે? સત્ય કેટલું છે? કહું–જેટલો શુદ્ધાત્મા છે તેટલું જ સત્ય છે. આ બંધ અને મોક્ષતત્ત્વ જે વિનાશિક છે, સાપેક્ષ છે તે બધું અસત્ય છે. અસત્ય એટલે તેનું અવલંબન લેવા યોગ્ય નથી, તેની ભાવના કરવા યોગ્ય નથી. ભાવના તો એક શુદ્ધાત્માની ભાવવા યોગ્ય છે. બંધ-મોક્ષ જાણવા યોગ્ય છે. અરે! બંધ અને મોક્ષને જાણવા તરફનો ઉપયોગ તે પણ દોષ છે. કેમકે જ્યાં ભેદને જાણવા જઈશ તો અભેદ સામાન્ય શુદ્ધાત્મા તારા જ્ઞાન ઉપયોગમાંથી છૂટી જશે, અર્થાત્ નિર્વિકલ્પજ્ઞાનનો ભંગ થઈને તું સમકિતી હોય તો પણ તને સવિકલ્પનો દોષ લાગી જશે. તને ચારિત્રનો દોષ આવશે... પરંતુ તને શ્રદ્ધાનો દોષ તો હવે આવવાનો નથી.
સમકિતીને કહે છે તારા ઉપયોગમાં આ જે બધા ભેદો છે, ભેદો છે ખરાં, પણ તે ઉપાદેયપણે જાણવા યોગ્ય નથી. ઉપાદેયપણે જાણવા યોગ્ય તો નથી પરંતુ તેની સન્મુખ થઈને પણ તેને જાણવા યોગ્ય નથી. ઉપયોગને જાણવાનો વિષય હોય તો એક અભેદ સામાન્ય શુદ્ધાત્મા છે. એનાથી જો તું ખસી જઈશ તો ઉપયોગ છે તે અભેદને છોડી દેશે. હું અભેદ ઉપયોગને છોડતો નથી ને ગ્રહતોય નથી તેવો અભેદ છે. વસ્તુ જે ધ્રુવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk