________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૭૮
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૪
પરમાત્મા છે તે શુદ્ધભાવ-શુદ્ધજીવ છે. તે તો ઉપયોગને ગ્રહતોય નથી અને ઉપયોગને તે છોડતોય નથી. પરંતુ ઉપયોગ છે તે શુદ્ધાત્માને ગ્રહે છે અને ઉપયોગ છે તે શુદ્ધાત્માને છોડે છે. આ કોની વાત ચાલે છે? સાધક સમ્યગ્દષ્ટિની વાત ચાલે છે.
સમ્યગ્દષ્ટિ ચોથે હોય કે પાંચમે હોય કે છદ્બે–સાતમે ગુણસ્થાને ચારિત્રવંત મુનિરાજ હોય પરંતુ એ જ્યારે સાતમામાં આવે છે ત્યાં શુદ્ધોપયોગમાં આવી ગયા. એ શુદ્ધોપયોગમાં આત્મા શુદ્ધઉપયોગપણે જણાયો અને જ્યાં છઠ્ઠું ગુણસ્થાન આવ્યું ત્યાં જે સાતમામાં અભેદ આત્માને શુદ્ધોપયોગ ગ્રહતો હતો તે શુદ્ધઉપયોગ અભેદમાંથી છૂટીને ભેદમાં આવી ગયો. દૃષ્ટિ ભેદમાં નથી આવતી પણ જ્ઞાન ઉપયોગ ભેદમાં આવે છે. ખરેખર તો ભેદો પણ ભેદની સન્મુખ થઈને જાણવા યોગ્ય નથી. અભેદની સન્મુખ રહેતાં ભેદો સહજ જણાય જાય છે.
જેમ કેવળી ૫રમાત્મા ભેદની સન્મુખ નથી છતાં ભેદ જણાય જાય છે, તે લોકાલોકની સન્મુખ નથી છતાં લોકાલોક તેમાં વ્યવહારે જણાય જાય છે. એમ સમકિતી તેને પણ અભેદનું શ્રદ્ધાન અને જ્ઞાન થયું છે તેથી હવે તું તારા ઉપયોગને શુદ્ધાત્મામાં લગાડજે. એ ઉપયોગ ત્યાંથી ખસી જશે તો ચારિત્રનો દોષ આવશે. આ ભુવનવિદિતને એટલે જગત પ્રસિદ્ધ સત્યને હું ભવ્ય ! તું સદા જાણ !
સત્ય તો એટલું જ છે કે–જેટલું ઉપાદેયભૂત તત્ત્વ છે તેટલું જ સત્ય છે. અને જે હૈયતત્ત્વ છે તે સત્યની અપેક્ષાએ એટલે મારી અપેક્ષાએ અસત્ય છે. હું તેનું શરણ લેતો નથી. અરે ! તેની સામે હું જોતો પણ નથી. તેની સામે જોવા જાઉં તો સમ્યગ્દષ્ટિને પણ ચારિત્રનો દોષ આવી જાય છે. તેને પણ શુદ્ધોપયોગમાં રહેવાનો બોધ છે.
સમકિતીને કહે છે કે–તારા શુદ્ધોપયોગમાં તારા આત્માનું ગ્રહણ કરજે. ત્યાં વળી કોઈને તર્ક ઉઠે કે–પરિણતીમાં તો શુદ્ધાત્મા છે ને ? અરે.. ભાઈ ! આ ઊંચે ઊંચે ચઢવાની વાત છે. તારે હવે પરિણતી કયાં સુધી રાખવી છે? જો અંતર્મુહૂર્ત માટે તારો આત્મા શુદ્ધોપયોગમાં આવી ગયો તો તને કેવળજ્ઞાન પ્રગટ થશે. અને ઉપયોગ તેમાંથી છૂટી ગયો અને પરિણતી ભલે આત્માથી અભેદ રહી તો પછી તને ચારિત્ર પ્રગટ થવામાં વખત લાગી જશે. ચોથો કાળ હોય, લાખો-કરોડો વરસનું મોટું આયુષ્ય હોય, મુનિહોય, તે ભવે મોક્ષમાં જવાના હોય, તો પણ તેને વખત લાગી જાય છે.
આટલું જે સત્ય છે તેને હૈ.. ભવ્ય ! તું સદા જાણ.. કે આટલું જ સત્ય છે. જેટલો શુદ્ધાત્મા છે તેટલું જ સત્ય છે. કેમકે તેનું અવલંબન લેતાં સાધ્યની સિદ્ધિ થાય છે. મારા માટે તો મારો શુદ્ધાત્મા જ સત્ય છે. બાકી આ જગત બધું મારા માટે અસત્ય છે એટલે કે તે અવલંબન લેવા યોગ્ય નથી. ખરેખર તો તે જાણવા યોગ્ય પણ નથી. જાણવા યોગ્ય એક ભગવાન આત્મા છે.. તે તારા ભાવમાં પણ આવતું નથી આહા... હા ! આ ભેદો
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk