________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૪ હોય તેને નિ:શલ્ય દશા કહેવાય. તેને વૃતિ શ્રાવક પણ કહેવામાં આવે છે. દેશવિરતિ અને સર્વવિરતિ એને મિથ્યાત્વ ગયા પછી વ્રતને તપ હોય છે. મિથ્યાત્વનું શલ્ય પડયું હોય તેને વ્રત ન હોય.
નિ:શલ્યોવૃતિ” પાઠ છે. સર્વજ્ઞ ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણી છે. વૃતિ કોને કહેવાય? વૃતિ શ્રાવક અને વૃતિ મુનિરાજ નિઃશલ્યોવૃતિ છે. જેણે ત્રણ પ્રકારના શલ્યોનો સ્વભાવના આશ્રયે અભાવ કર્યો છે તેને નિઃશલ્યવૃતિ કહેવામાં આવે છે. એ. આત્મા ત્રણેકાળ નિઃશલ્ય છે. આહા... હા ! પર્યાયમાં નિષ્ક્રિયપણું થાય છે એવો જ એનો સ્વભાવ છે. અને જેવો સ્વભાવ છે તેવો જ પર્યાયમાં પ્રગટ થાય છે. વાત જરા ઝીણી અને સૂક્ષ્મ છે. આત્મા વીતરાગતાની મૂર્તિ છે તો પર્યાયમાં પણ વીતરાગતા પ્રગટ થાય છે. આત્મા નિ:શલ્ય છે ને એટલે પર્યાય પણ નિઃશલ્ય થઈ જાય છે. આવી અલૌકિક વાતો છે.
શ્લોક - ૭૦
(માનિની) असति च सति बन्धे शुद्धजीवस्य रूपाद् रहितमखिलमूर्तद्रव्यजालं विचित्रम्। इति जिनपतिवाक्यं वक्ति शुद्धं बुधानां
भुवनविदितमेतद्रव्य जानीहि नित्यम्।। ७०।। [ શ્લોકાર્થ-] “બંધ હો કે ન હો (અર્થાત્ બંધાવસ્થામાં કે મોક્ષાવસ્થામાં), સમસ્ત વિચિત્ર મૂર્તદ્રવ્યજાળ (અનેકવિધ મૂર્તદ્રવ્યોનો સમૂહ) શુદ્ધ જીવના રૂપથી વ્યતિરિક્ત છે” એમ જિનદેવનું શુદ્ધ વચન બુધપુરુષોને કહે છે. આ ભુવનવિદિતને (-આ જગતપ્રસિદ્ધ સત્યને), હે ભવ્ય ! તું સદા જાણ. ૭૦.
શ્લોક - ૭૦ : ઉપર પ્રવચન “બંધ હો કે નહો (અર્થાત્ બંધાવસ્થામાં કે મોભાવસ્થામાં), સમસ્ત વિચિત્ર મૂર્તિદ્રવ્યજાળ (અનેકવિધ મૂર્તિ દ્રવ્યોનો સમૂહ) શુદ્ધ જીવના રૂપથી વ્યતિરિક્ત છે.” શું કહ્યું? બંધ હો કે ન હો એટલે બંધ અવસ્થામાં કે મોક્ષ અવસ્થામાં જે કર્મનો બંધ થાય છે અને કર્મબંધ છૂટે છે એ બધી મૂર્ત દ્રવ્યની જાળ છે. અથવા મૂર્તના સંબંધથી જે રાગાદિભાવ થાય છે તે પણ મૂર્ત છે. નિશ્ચયનયે તેને મૂર્તિકભાવ કહેવામાં આવે છે, પરંતુ વ્યવહારનયે તે રાગાદિને અમૂર્તિકભાવ કહેવામાં આવે છે. પરંતુ તે વ્યવહારનયનું કથન છે. વ્યવહારનયના કથનને સત્યાર્થીની જેમ ન માનવું. નિશ્ચયનય પણ સાચો અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk