________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૭૫ આત્માના લક્ષ સહેજે વીતરાગભાવ-શુદ્ધભાવ પ્રગટ થાય છે. તેમ જ્ઞાન જાણે છે. હું વીતરાગભાવને પ્રગટ કરું છું તેમ છે નહીં.
વીતરાગભાવેય આત્મામાં થતો નથી અને રાત્રેય આત્મામાં થતો નથી તેને નિરાગી પરમાત્મા કહેવામાં આવે છે. આ સૂક્ષ્મ બીજી વાત આવી. રાગ આત્મામાં થાય છે એમ તો જણાતું નથી પરંતુ વીતરાગભાવ આત્મામાં થાય છે એમ જણાતું નથી. એ પર્યાયનો ધર્મ છે, તે દ્રવ્યનો ધર્મ નથી. થાય છે અને થશે તે આત્મામાં નથી, તે બહારમાં થાય છે. રાત્રેય બહારમાં થાય છે અને વીતરાગભાવેય બહારમાં થાય છે. આત્મામાં મિથ્યાત્વય થતું નથી અને સમ્યગ્દર્શન પણ આત્મામાં થતું નથી.
પ્રશ્ન- તો સમ્યગ્દર્શન કયાં થાય છે?
ઉત્તર:- સમ્યગ્દર્શન પર્યાયમાં થાય છે, પરંતુ તેનાથી મારો આત્મા ભિન્ન છે. જો સમ્યગ્દર્શન આત્મામાં થાય છે તો પછી મિથ્યાદર્શન આત્મામાં થાય છે તેમ આવી જશે. આ એકદમ ઝીણી વાત છે. એક તારા શુદ્ધાત્મા ઉપર દૃષ્ટિ દે. જીવમાં આ નથી. , આ નથી એ તો બતાવવું છે એ બતાવીને આત્મદર્શન કરાવવા છે. આત્માના દર્શન કરવા છે અને તારે પર્યાયના દર્શન છોડવા નથી તારે તો આત્માના દર્શન કયાંથી થશે? - સંતો કહે છે-અમે દ્રવ્યથી વાત કરીએ છીએ અને તું પર્યાયથી વાત કરે છે. અમે તને દ્રવ્યથી સંભળાવીએ છીએ અને તું પર્યાયમાં ઉભો રહીને સાંભળે છે. એક વખત પર્યાયના ચશ્માં ઉતારી નાખ અને દ્રવ્યમાં પલોઠીવાળીને બેસ. દ્રવ્યદૃષ્ટિથી જ તો આત્મામાં પરિણામમાત્રનો અભાવ છે. એવો આત્માનો સ્વભાવ છે.
નિઃશલ્ય-નિદાન, માયા અને મિથ્યાત્વ-એ ત્રણ શલ્યોના અભાવને લીધે નિઃશલ્ય છે. મિથ્યાત્વના પરિણામ આત્મામાં નથી. નિદાન એટલે કોઈ પણ પ્રકારની ક્રિયા કરીને તેના ફળની વાંછા માંગવી અથવા ભગવાનની પૂજા કરું તો ધન મળે, પુત્ર મળે તો સારું એમ ક્રિયાના ફળની ભાવના રાખવી તેને નિદાન શલ્ય કહેવામાં આવે છે. આટલી ક્રિયા કરું તો તેના ફળમાં હું સ્વર્ગમાં જાઉં, આટલી ક્રિયા કરું તો મને પુણ્ય મળે, પૈસા મળે એ બધુ નિદાન બંધ છે. તે અજ્ઞાન છે.
માયા” માયા એટલે કપટભાવ. શુદ્ધાત્માને જેવો છે તેવો સર્વથા ભિન્ન ન જાણવો તેને કપટ કહેવામાં આવે છે. બીજાને છેતરવું એમ નહીં, પોતે પોતાને છેતરે છે.. તેને માયા કહેવામાં આવે છે.
મિથ્યાત્વ- મિથ્યાત્વ એટલે જેવું શુદ્ધાત્માનું સ્વરૂપ છે તેનાથી વિપરીત માનવું તેનું નામ મિથ્યાત્વના પરિણામ છે. એ ત્રણ પ્રકારના પરિણામોનો આત્મામાં અભાવ છે. એટલે તે નિઃશલ્ય છે. “નિઃશલ્ય વૃતિ” એવું એક સૂત્ર છે. વૃતિ કોને કહેવાય કે જેણે નિદાન, માયા, મિથ્યાત્વ એવા ત્રણ પ્રકારના શલ્યોનો સ્વભાવના આશ્રયે અભાવ કર્યો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk