________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
પ્રવચન નં:- ૧) ગાથા-૪૪ તો રાગથી રહિત આત્મા તેને દેખાશે નહીં. એવો આગ્રહ છોડી દે ! આત્મામાં રાગ થાય છે એ વાત છોડી દે! એ વાત અજ્ઞાનીના ઘરની છે. હવે આવું વચન જ્ઞાનીનું છે. કથંચિત્ પર્યાયમાં રાગ થાય છે તે કઈ નયનું કથન છે? એ કથન વ્યવહારનયનું છે એટલે કે-એમ છે નહીં. રાગ છે બીજાનો અને વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે આ ઉપચારનું કથન છે, એ કથન સાચું નથી. આત્મામાં રાગ નહીં થતો હોવા છતાં પરાશ્રિત પર્યાયમાં રાગ દેખીને વ્યવહારનય આરોપિત કથન કરે છે કે આત્મા રાગી છે તે ખોટી વાત છે.
જ્યારે જીવ દ્રવ્ય સ્વભાવ ઉપર આવે ત્યારે આ સમજાય એવું છે. સવિકલ્પ દશામાં પણ પહેલા પડખા ઉપર નજર રાખે ત્યારે સમજાય એવું છે. નહીંતર આ વાત નહીં સમજાય. તેને લાગશે કે-પર્યાયમાં તો થાય છે, પર્યાયમાં તો થાય છે ને! પરંતુ દ્રવ્યમાં નથી થતો એ તો વિચાર. પર્યાયમાં થાય છે એ પર્યાયષ્ટિવાળાને લાગે છે. દ્રવ્યદૃષ્ટિવાળો આત્માને નિરાગી પરમાત્મા જાણે છે. તેને પર્યાયમાં વીતરાગભાવ કરે છે તેમ ભાસે છે અને રાગ છે તે પુદ્ગલના પરિણામ છે એમ ભાસે છે. લે! આ તારો ફેંસલો !
સકળ મોહ-રાગ-દ્વેષાત્મક ચેતન કર્મના અભાવને લીધે નિરાગ છે.” લ્યો! અહીંયા ભાવકર્મ લીધું પુદ્ગલના પરિણામ નહીં. જીવને બહિર્મુખ દશામાં પર્યાયમાં જે રાગ-દ્વેષ-મોહ થાય છે એ પર્યાયનો આત્માના સ્વભાવમાં અભાવ છે. કર્મનો તો અભાવ છે જ પણ બહિર્મુખ દશામાં જે રાગ-દ્વેષ-મોહ થાય તેને ચેતન અર્થાત્ ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. એ ચિવિકારનો પણ આત્મામાં અભાવ છે. આત્મામાં રાગ થતો જ નથી. અને જેમાં રાગ થાય છે તે આત્મા નથી. એ રાગ તો પર્યાયમાં થાય છે અને અમે તો દ્રવ્ય સ્વભાવની વાત કરીએ છીએ.
“ચેતનકર્મ' લખ્યું છે. એટલે કે પર્યાયમાં રાગ થાય તો પણ સ્વભાવમાં રાગ ન થાય. સ્વભાવમાં રાગ હોય જ નહીં. સ્વભાવમાં ત્રિકાળ અભાવ એવો શબ્દ વાપર્યો છે. રાગને ટાળી નાખો, રાગને કાઢી નાખો અથવા અભાવ થાય છે એમ નથી. આત્માતો ત્રિકાળ શુદ્ધ.. શુદ્ધને શુદ્ધ જ છે. અશુદ્ધ થયો જ નથી અને જેમાં અશુદ્ધતા છે તે આત્મા નથી.. પણ અનાત્મા છે. તે આત્માથી ભિન્ન તત્ત્વ છે. ચેતન કર્મના અભાવને લીધે આત્મા નિરાગ છે. જેવી વીતરાગી પ્રતિમા છે તેના જેવો ચિબિંબ આત્મા છે. જેમ અરિહંત અને સિદ્ધનો આત્મા ચિવિકારથી રહિત તેમ આ ચિબિંબ આત્મા ત્રણેકાળ ચિવિકારનો અભાવ છે માટે આત્મા નિરાગ છે.
આહા ! નિરાગી થવું છે, વીતરાગી થવું છે તો વીતરાગી નહીં થાય. રાગ રહિત છું તેવી દશામાં વીતરાગી દશા પ્રગટ થઈ જશે. કર્તા બુદ્ધિ વિના, એના લક્ષ વિના,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk