________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૭૩ પ્રશ્ન:- બન્ને ભાવનામાં શું ફેર છે?
ઉત્તરઃ- (૧) આશ્રય અપેક્ષાએ નિગ્રંથની ભાવના કે હું તો નિગ્રંથ જ છું. અત્યારે પરિગ્રહથી રહિત જ છું.. એમ એકાગ્રતા થવી તે નિગ્રંથની ભાવના છે. ત્રિકાળી સ્વભાવ નિગ્રંથ છે.. અને તેની ભાવના આશ્રય માટે છે. (૨) કયારે મારા સ્વરૂપમાં લીન થાઉં તે પ્રગટ કરવાની અપેક્ષાએ ભાવના છે. મને ફરીને શુદ્ધોપયોગ દશા કયારે આવે તેવા અસ્થિરતાના વિકલ્પો આવે છે. હું નિગ્રંથ છું તો નિગ્રંથ થાય છે. જેને દૃષ્ટિમાં નિગ્રંથ આવે તેજ નિગ્રંથ થાય છે.
અનાદિકાળથી તેને દૃષ્ટિમાં એટલે શ્રદ્ધામાં અને જ્ઞાનમાં આવું દ્રવ્ય આવ્યું નથી. એ લાખો કરોડો ઉપાય કરે તો પણ ભાવલિંગ તેને આવતું નથી. કારણ કે તેને દૃષ્ટિમાં નિગ્રંથદશા આવી નથી. તેની શ્રદ્ધા ખોટી છે, વિપરીત છે. તેથી તેની નિગ્રંથ થવાની ભાવના એ કર્તબુદ્ધિ છે. નિગ્રંથ છું એમાં તો અકર્તા છું-હું જ્ઞાયક છું એવી ભાવના ભાવી છે. હું ત્રણે કાળે નિગ્રંથ છું. નિગ્રંથ એટલે પરિગ્રહના અભાવ સ્વભાવે રહેલો છું. આત્મા પરિત્યાગ સ્વરૂપે છે. નિયમસારમાં આવે છે કે
“નિજ ભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવગ્રહે,
જાણે-જુએ જે સર્વ, તે હું એમ જ્ઞાની ચિંતવે.” આત્મામાં ક્રોધ-માન-માયા-લોભ થતા નથી. તો શું ભીંતમાં થાય છે? ભાઈ ! આપણે કાંઈ વાદ-વિવાદ કરવો નથી. અમને આવું ભાસે છે અને અમે આત્માનું સ્વરૂપ જોયું છે. ક્રોધ-માન-માયા-લોભ આત્મામાં થાય છે એમ અમે દેખતા નથી. તમને દેખાય છે એ તમારું અજ્ઞાન છે. જ્ઞાનમાં જેમ જણાય છે તેનાથી અજ્ઞાનમાં જુદું જણાય છે. જ્ઞાનમાં ક્રોધ-માન-માયા-લોભથી રહિત શુદ્ધાત્મા જણાય છે.
આત્મામાં ક્રોધ થાય છે એમ જણાય છે. તે અજ્ઞાની છે. ભાઈ ! દ્રવ્યમાં ક્રોધ ન થાય તો કાંઈ નહીં પર્યાયમાં તો થાય છે ને ? આહા... હા! અરે ! પર્યાયથી સર્વથા ભિન્ન છે. તેથી આત્મામાં ક્રોધ-માન-માયા-લોભ થતા નથી. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે, એ તો પરિત્યાગ સ્વરૂપ છે. આત્મામાં કયાં ક્રોધ થાય છે? પાણીનો સ્વભાવ શીતળ છે. કોઈ કહે કે-પર્યાયમાં ઉષ્ણ છે પરંતુ પાણી સ્વભાવે શીતળ છે. તો કહે છે-પાણીનો શીતળ સ્વભાવ છે અને ઉષ્ણ સ્વભાવ નથી.. આ રીતે ઉષ્ણ પર્યાયનો નિષેધ કરે ત્યારે તેણે દ્રવ્યની ઉપાસના કરી કહેવામાં આવે છે.
આત્મા નિરાગ છે.” આત્મા રાગ રહિત છે. કયારે ? તો કહે છે-અનાદિ અનંત. આત્મામાં રાગ થાય જ નહીં. જેને આત્મામાં રાગ થાય છે તેને આત્મા દેખાતો નથી. અને તેવો આગ્રહ રાખશે તો તેને દેખાશે પણ નહીં. બે વાત કરી.
(૧) આત્મામાં રાગ થાય છે એમ છે નહીં ( ૨ ) અને જો તે એવો આગ્રહ રાખશે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk