________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૫૧
સ્વરૂપમાં લીન થાઉં છું. શ્રીમદ્ભુએ છેલ્લે ટાઈમે કહ્યું કે–હવે મને કોઈ બોલાવશો નહીં. હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું.
આત્મા કેવો છે? શાશ્વત છે. અવિનશ્વર છે.. તે છે, છે ને છે. તે અંધકાર તેમજ પ્રકાશ વિનાનો છે. જડનો અંધકાર આત્મામાં નથી અને જડનો પ્રકાશ પણ આત્મામાં નથી. તેમજ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ વિનાનું છે. ભગવાન આત્મામાં અંધકાર પણ નથી અને પ્રકાશ પણ નથી. જડના ગુણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને તેની અવસ્થાઓ તે આત્મામાં નથી.
“ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અણુઓ રહિત છે, તથા સ્થૂલ દિક્ર (દિશાઓના સમૂહથી ) રહિત છે. ” પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુઓના ૫૨માણુઓથી રહિત છે, એટલે જડથી રહિત છે. દશ પ્રકારની જે દિશાઓ છે તેની કલ્પનાથી તેમજ આકાશની દિશાઓ-આ પૂર્વદિશા અને આ પશ્ચિમદિશા અને આ ઉત્તરદિશા, દક્ષિણદિશા તે બધી કલ્પનાઓથી રહિત આત્મા છે. ચાર દિશા અને ચાર તેના ખૂણા, ઉ૫૨-નીચે એ રીતે દશ દિશા કહેવામાં આવે છે. એ દશા દિશાઓ આત્મામાં નથી. એ તો કલ્પનાની દિશાઓ છે. દિચક્ર એટલે દિશાઓના સમૂહથી રહિત છે. આત્મા દશેય દિશાઓથી રહિત છે.
વળી (૪૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ સાત શ્લોક કહે છે.) સાત શ્લોકનો ઝુમખો કહે છે જેમ દ્રાક્ષનો ઝુમખો હોયને! તેમ કળશનો ઝુમખો લખે છે. ટીકા કરતાં પણ સંતોષ ન થયો, ટીકા કરતાં પણ તૃપ્તિ ન થઈ એટલે હવે કળશમાં પણ તે ભાવ કહે છે.
શ્લોક - ૬૨
(માલિની)
दुरघवनकुठारः प्राप्तदुष्कर्मपारः परपरिणतिदूर: प्रास्तरागाब्धिपूरः। हतविविधविकारः सत्यशर्माब्धिनीरः
सपदि समयसारः पातु मामस्तमारः ।।६२।।
[ શ્લોકાર્થ:- ] જે ( સમયસાર ) દુષ્ટ પાપોના વનને છેદવાનો કુહાડો છે, જે દુષ્ટ કર્મોના પા૨ને પહોંચ્યો છે (અર્થાત્ જેણે કર્મોનો અંત આણ્યો છે), જે ૫૨૫રિણતિથી દૂર છે, જેણે રાગરૂપી સમુદ્રના પૂરને નષ્ટ કર્યું છે, જેણે વિવિધ વિકારોને હણી નાખ્યા છે, જે સાચા સુખસાગ૨નું નીર છે અને જેણે કામને અસ્ત કર્યો છે, તે સમયસાર મારું શીઘ્ર ૨ક્ષણ કરો. ૬૨.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk