________________
૧૫૨
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩
શ્લોક - ૬૨ : ઉપ૨ પ્રવચન
66
દ
શ્લોકાર્થ-“ જે ( સમયસાર) દુષ્ટ પાપોના વનને છેદવાનો કુહાડો છે”, પુણ્ય અને પાપ એ દુષ્ટ છે. તે આત્માનું અહિત કરનારા છે.. તેને છેદવાનો કુહાડો આ ભગવાન આત્મા છે. “ જે દુષ્ટ કર્મોના પા૨ને પહોંચ્યા છે (અર્થાત્ જેણે કર્મોનો અંત આણ્યો છે )” જે કર્મથી રહિત આત્મા છે. કળશમાં આ બધાં કહ્યાં તે ત્રિકાળીના વિશેષણો છે હોં ! “ જે ૫૨ પરિણતીથી દૂર છે ”, આ ઔયિકાદિની જે ચાર પ્રકારની પરિણતી છે, તેમાં રાગાદિની અથવા વીતરાગી પરિણતીથી ભગવાન આત્મા રહિત છે. જેણે રાગરૂપી સમુદ્રના પૂરને નષ્ટ કર્યું છે.” એટલે આત્મા રાગથી રહિત છે. “ જેણે વિવિધ વિકારોને હણી નાખ્યા છે”, એટલે આત્મા વિકાર વિનાનો છે. “ જે સાચા સુખ સાગરનું નીર છે અને જેણે કામને અસ્ત કર્યો છે”, જેમાં ઇચ્છાઓ ઉત્પન્ન થતી નથી. ઇચ્છા છે તે આસવમાં ઉત્પન્ન થાય છે. આત્માના સ્વભાવમાં ઇચ્છા ઉત્પન્ન ન થાય. આહા ! જેમાં ઈચ્છા ઉત્પન્ન થાય તે જીવતત્ત્વથી બીજું એક તત્ત્વ છે. ઉપચારથી કહેવાય કે-આત્મામાં ઇચ્છા થઈ. પરંતુ નિશ્ચયનયથી સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો એક સમયમાત્ર પણ ઇચ્છા આત્મામાં ઉત્પન્ન થતી નથી. ઇચ્છાની ઉત્પત્તિ થાય તેનો આત્મામાં અવકાશ નથી. આગળ આ વાત આપણે આવી ગઈ છે.
તે વખતે પેલા ભાઈએ કહેલું-કયાં લઈ જવા છે? અરે! ભગવાન આત્માના ઘરમાં લઈ જવાની વાત છે. આહા... હા... હા ! “ જેણે કામને અસ્ત કર્યો છે, તે સમયસાર મારું શીઘ્ર રક્ષણ કરો.” સંવર કહે છે કે-હે ભગવાન ! તું મારું રક્ષણ કર. મને આસ્રવથી બચાવી લે ! કેમકે તારું અવલંબન લેતાં આ શત્રુ કાંઈ મને નડશે નહીં... એમ સંવર બોલે છે હોં! તે સમયસાર મારું શીઘ્ર રક્ષણ કરો. પરિણામ અપેક્ષાએ પરિણામને પણ આત્મા કહેવાય. મારું શીઘ્ર રક્ષણ કરો.
આહા... હા.. હા ! જો પરિણામને શરણ હોય તો એક તારું શરણ હોજો.. બીજાનું શરણ ન હોજો. દેવ-ગુરુ-શાસ્ત્રનું શરણ પણ શુભભાવ છે. અને એ શુભભાવ મારામાં ઉત્પન્ન થતો નથી. તેથી એ દેવ-ગુરુ-શાસ્ત્રના શરણની વાંછાથી પણ રહિત છું. આગળ આવશે કે–આત્માને મોક્ષની પણ ઇચ્છા નથી. ઊંચા પ્રકારની વાત છે. ચારે બાજુ પર્યાયની જ વાત ફેલાયેલી છે, અને પરસ્પર વાતો પણ પર્યાયની જ કરે છે. પર્યાયનો આરોપ આત્મા ઉપર મૂકે છે, પરંતુ ભગવાન આત્મા પરિણામમાં આવતો નથી. આત્મા નવતત્ત્વના પરિણામથી પાર અનાદિ અનંત પાર છે. તે નિત્ય શુદ્ધ રહેલો છે. તે સમયસાર શીઘ્ર મારું રક્ષણ કરો. આવી ભાવના ભાવે છે કે–ભગવાન તારું જ મને શરણ હોજો.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk