________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
કે–તું તારા શુદ્ધાત્માની ભાવના ભાવ. આહા ! સંયોગની, કષાયની, ઇન્દ્રિયજ્ઞાનની ભાવના ભાવવા જેવી નથી. એવા પ્રકારનો પૂર્વોક્ત ઉપદેશ સમજીને, ઉપદેશ સાંભળીને નહીં; ઉપદેશ સમજીને તેમ લખ્યું છે. એટલે કે દ્રવ્યશ્રુતનું કહેવાનું જે વાચ્ય છે કે–હું અખંડ જ્ઞાનાનંદ આત્મા છું એમ સમજીને, સાંભળ્યા પછી સમજવું, સાંભળીને ધારણામાં ન રાખવું. સાંભળીને ધારણામાં રાખવું તે લોભીની લક્ષ્મી સમાન છે. લોભીની લક્ષ્મીની વાત આવે છે ને !
૧૧૭
એકવાર દુષ્કાળ પડયો તો જે બે રૂપિયે કિલો મળતા ઘઉં તેનો ભાવ પચીસ રૂપિયા થઈ ગયો. એક લોભી શેઠ હતા, તેની તેજુરીમાં રોકડા પૈસાના ઢગલા પડયાતા. ઘઉંવાળો પૂછવા આવ્યો કે-શેઠ ઘઉં લેવા છે? શેઠ કહે હા ભાઈ ! ઘઉં તો લેવા છે. છોકરાં ભૂખે ટળવળે છે. ઘઉં તો મારે જોઈએ છીએ. કિલોનો શું ભાવ છે? એક કિલોના પચાસ રૂપિયા છે. અરે ! ગઈસાલ તો બે રૂપિયા ભાવ હતો અને આ સાલ પચાસ રૂપિયા ?
થોડો વખતમાં આટલો ફેરફાર ? ઘઉં મારે જોઈતા નથી.
બીજે દિવસે બીજો આવ્યો, તે કહે–શેઠ, ઘઉં લેવા છે! શેઠ કહે–હા, ઘઉં તો લેવા છે. તમારી પાસે પૈસા છે ? અરે ? પૈસાના તો ઢગલા પડયા છે. ઘઉંવાળો કહે-પંચોતેર રૂપિયાના કિલો છે. શેઠ કહે–નથી લેવા. ઘઉં વેંચવાવાળો ત્રીજે દિવસે આવ્યો.. શેઠ, ઘઉં લેવા છે ? હા, ભાઈ ! ઘઉંની બહુ જરૂર છે. આ છોકરા ત્રણ દિવસથી ભૂખ્યા મરે છે. તો લઈ લ્યો, આ દશ કિલો ઘઉં છે અને સો રૂપિયે કિલો છે. ના, ના, મારે ઘઉં લેવા નથી. એમ ચાર દિ’, છ દિ', આઠ દિ ’ થયા ત્યાં એક પછી એક છોકરાં તરફડીને મરી ગયા. તે લોભિયાએ ધનનો ઉપયોગ કર્યો નહીં.
તેમ દેશનાલબ્ધિ સાંભળીને એ દેશના જે ધારણામાં રાખે છે કે-શુદ્ધાત્માની ભાવના કરવા જેવી છે.. તેમ ધા૨ણામાં રાખે છે... તે લોભીની લક્ષ્મી છે. તેને શુદ્ધાત્માની પ્રાપ્તિ થતી નથી. એ ધારણા તેની બંધપેટી છે,તેનું ઇન્દ્રિયજ્ઞાન રગડયું છે. આહા ! તે પ્રયોગ કરતો નથી પછી શું થાય ? ઓલા છોકરાઓ જેમ મર્યા તેમ આ પણ ભાવમ૨ણે મરી રહ્યો છે. અને હવે દ્રવ્યમરણ પણ નજીક છે. જીવે તો પણ વધારેમાં વધારે સો વરસ પછી તો દ્રવ્યમ૨ણ છે જ. સો વરસ પણ કોઈક જીવે, બાકી તો ત્રીસ, પાંત્રીસ, ચાલીસ વરસે હાર્ટફેઈલમાં ચાલ્યા જાય છે.
શ્રોતા:- આ દાખલો સારો છે.
ઉત્ત૨:- હું જાણું છું કે-ભૂતાર્થને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. મેં ગુરુદેવ પાસે સાંભળ્યું છે–આ બધા ભેદો મારામાં નથી. હું અભેદ છું... તેમ હું બરાબર જાણું છું! તેં સાંભળ્યું પણ નથી અને તું સમજ્યો પણ નથી. કેમકે તેં અમલ કર્યો નહીં-માટે તારી ધારણા લોભીની લક્ષ્મી સમાન છે. એવી ધારણાની કોડીની કિંમત નથી. ધારણાનું
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk