________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
પ્રવચન :- ૭ ગાથા-૪૨ અભિમાન કરીશમાં !
આ શાસ્ત્ર ઉત્તર અવસ્થામાં લખાયેલું છે ને ! શાસ્ત્રકાર પોતાની ભાવના કહે છે. હવે મને અપ્રતિબુદ્ધને સમજાવવાનો વિકલ્પ આવતો નથી. આ શાસ્ત્ર તેમની ઉત્તર અવસ્થામાં લખાયેલું છે. એટલે આ વિદાય સંદેશો છે.
વિદાય સંદેશો એટલે શું? સંસારમાંથી વિદાય થવાનો આમાં સંદેશો આપેલોછે. હું એક શુદ્ધાત્મા જ છું, આ જગતમાં બીજી કોઈ ચીજ મારી નથી. અરે ! આ પરિણામ મારાં નથી તેથી તે પરિણામ પ્રત્યે હું મોટું અને મમતા છોડી દઉં છું. કેમકે તે મારે માટે પરદ્રવ્ય છે. એ મારે માટે પરદ્રવ્ય છે પરંતુ સ્વદ્રવ્ય નથી, તેથી હવે હું તેની ભાવના ભાવતો નથી. હું તો એક અખંડ આત્માની ભાવના ભાવું છું. એ અખંડ આત્માની ભાવના ભાવતાં તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય..... થાય ને થાય જ છે. એવા પ્રકારનો ઉપદેશ ભગવાન મહાવીરની વાણીમાં આવ્યો છે.
મહાવીરની વાણીમાં શું ઉપદેશ આવ્યો છે? તું શુદ્ધાત્માની સન્મુખ થા. જો તું અમારી સામે જોઈશ તો તને મિથ્યાત્વ સહિતનું પુણ્ય થશે. કેવું પુણ્ય થશે ? મિથ્યાત્વ સહિતનો તને શુભરાગ થશે. માટે અમારી સામે જોવાનું લક્ષ છોડી દે. અને તું તારા શુદ્ધાત્માની સામે જ તો તારું કામ થશે. આવો ઉપદેશ છે.
એવા પ્રકારનો ઉપદેશ સાંભળ્યા પછી તેને સમજીને, “સલ્હીલરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે.” આહા ! સાધક આત્માઓ ! સન્સીલરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. સલ્હીલરૂપી નૌકા એટલે ચારિત્ર. શુદ્ધાત્માની અંદર જે રમણતા થાય છે તેને શીલ કહેવાય છે, તેનું નામ બ્રહ્મચર્ય કહેવાય છે. બ્રહ્માનંદમાં લીનતા થવી તેનું નામ શીલ અથવા બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. શીલની આગળ સત્ વિશેષણ લગાડયું છે. સશીલ એટલે સમ્યપ્રકારનું શીલ સમ્યક પ્રકારનું એટલે આત્માની સન્મુખ થઈને અંદર લીન થવું તેનું નામ શીલ પાળ્યું કહેવામાં આવે છે.
એ નૌકા વડે અર્થાત્ ચારિત્રની નૌકા વડે, તેમને સમ્યગ્દર્શન તો છે ઉપરાંત ચારિત્રની નૌકા વડે ભવાબ્ધિના-ભવરૂપી સમુદ્રના સામા કિનારે પહોંચી જાય છે, તેને કિનારો સામો આવી જાય છે. તે સંસાર સમુદ્રથી પાર ઉતરી જાય છે. સમ્યગ્દષ્ટિ સંસારરૂપી સમુદ્રને પાર કરે છે. ચૈતન્યની દૃષ્ટિ કરીને ફરી ફરીને તેમાં લીન થાય છે. એટલે સત્ શીલરૂપી નૌકા વડે એ સંસારરૂપી કિનારાને પાર કરીને એ શિવપૂરીની પ્રાપ્તિ કરે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk