________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૬૯ “અન્વયાર્થ-આત્મા”, આત્મા એટલે શુદ્ધાત્મા. “આત્મા નિગ્રંથ” આ શુદ્ધાત્મા નિગ્રંથ છે. મુનિ અવસ્થા પ્રગટ થાય તેને પણ નિગ્રંથ કહેવાય. પરંતુ તે સાદિ સાંત પર્યાયની અવસ્થા છે. એ નિર્ગથ અવસ્થાનો શુદ્ધાત્મામાં અભાવ છે. એ નિર્ગથ પર્યાયને જે જુએ છે તેને શુદ્ધાત્મા દેખાતો નથી. સૂક્ષ્મ વાત છે.
આ નિગ્રંથ શબ્દ છે તે ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ છે. આ બધા આત્મા નિગ્રંથ છે. ક્યારે ? ત્રણેય કાળ. તેનું કારણ કહેશે. આત્મા અત્યારે શા માટે નિગ્રંથ છે તેનું કારણ આપશે. જે નિર્ગથ થાય છે તે હું નથી જે નિગ્રંથ છે તે હું છું. જે પ્રગટ થાય છે તે બધા મને પર સ્વભાવો છે તેથી પરદ્રવ્ય છે. શુદ્ધોપયોગની નિગ્રંથ દશા આત્મામાં નથી.
પાંચ મહાવ્રતને દ્રવ્યલિંગ કહેવાય અને તે બંધનું કારણ છે. પાંચ મહાવ્રત છે તે દ્રવ્યલિંગ છે અને તે દ્રવ્યલિંગનો આત્મામાં અભાવ છે. બહારની નગ્નતા તે દ્રવ્યલિંગ નથી. તેને તો ઉપચારથી દ્રવ્યલિંગ કહેવાય છે. પાંચ મહાવ્રતના પરિણામ છે તે બંધનું કારણ છે અને તે દ્રવ્યલિંગ છે. એ દ્રવ્યલિંગથી ભિન્ન સાધક ધર્માત્માને ભાવલિંગ પ્રગટ થાય છે. એ શુદ્ધોપયોગને ભાવલિંગ કહેવામાં આવે છે. એ ભાવલિંગ પણ ઉપચાર જીવનું સ્વરૂપ છે ખરેખર તે જીવનું સ્વરૂપ નથી.. એમ યોગીન્દુદેવે પરમાત્મપ્રકાશમાં ફરમાવ્યું છે. આવી સાચી વાતેય સાંભળવા મળે નહીં.
મારે નિર્ગથ થવું છે, મારે નિગ્રંથ થવું છે, મારે સાધુ થવું છે. ભાઈ ! તું અત્યારે જ સાધુ છો. ભાઈ ! તું ત્રણેયકાળ સાધુ જ છો. તું પોતે અત્યારે નિગ્રંથ છો. જે નિગ્રંથ થાય છે તે હું નહીં. એવા ભાવલિંગને જે જુએ છે તે શુદ્ધાત્માને જોઈ શકતો નથી. કેમ કે ભાવલિંગનો આત્મામાં અભાવ છે. ભાવકર્મનો તો આત્મામાં અભાવ છે જ.
જેને ભાવકર્મ જીવમાં દેખાય છે તેને જીવ દૃષ્ટિગોચર થતો નથી. જેને આત્મામાં શુદ્ધોપયોગ દેખાય છે તે અજ્ઞાની છે. કેમકે શુદ્ધોપયોગ થાય છે પર્યાયમાં અને તેને દેખાય છે આત્મામાં. ભાવકર્મ અને એનો અભાવ થઈને થતો શુદ્ધોપયોગ, અશુદ્ધ ઉપયોગ અને શુભોપયોગ એ આત્માના સ્વભાવની બહાર સંયોગમાં થાય છે, તે આત્મામાં થતા નથી. સ્વભાવ તો ત્રણેકાળ નિગ્રંથ છે તે ગ્રંથિ વગરનો છે. બાહ્ય દસ પ્રકારના પરિગ્રહો અને અત્યંતર ચૌદ પ્રકારના પરિગ્રહો, એ પરિગ્રહોના અભાવ સ્વભાવે રહેલો છે. તે તેના પરિત્યાગ સ્વરૂપ છે. એ નિગ્રંથની વ્યાખ્યા છે.
અહીં (આ ગાથામાં) પણ શુદ્ધજીવનું સ્વરૂપ કહ્યું છે. અત્યાર સુધીની ગાથાઓમાં જે શુદ્ધાત્માનું સ્વરૂપ કહ્યું તેમ ટીકાકાર કહે છે કે આ ગાથામાં પણ શુદ્ધાત્માનું સ્વરૂપ કહેવા માગે છે. આવા શુદ્ધાત્માના સ્વરૂપનો વિચાર જા આવે તો તેનું કામ થઈ જાય છે. અનુભવમાં તો પછી આવે છે. વિચારમાં આવે તો અનુભવમાં આવવાની શક્યતા છે. શુદ્ધાત્મા વિચારકોટિમાં પણ ન આવે અને આત્મામાં અશુદ્ધતા છે તેમ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk