________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
પ્રવચન નં:- ૮ ગાથા-૪૩ સમ્યગ્દર્શનની પર્યાયના આધારે શ્રદ્ધા નામનો ગુણ નથી. શ્રદ્ધા નામના ગુણને પર્યાયનો આધાર નથી. કેમકે પર્યાય વિનશ્વર છે અને જો તેના આધારે ગુણ હોય તો ગુણનો પણ નાશ થઈ જાય. સમ્યગ્દર્શનના આધારે શ્રદ્ધા નામનો ગુણ નથી. પરંતુ શ્રદ્ધાગુણને આધાર નિજ પરમાત્મ દ્રવ્યનો છે. કેમકે હું પણ નિત્ય અને ગુણ પણ નિત્ય છે. તેથી નિત્યનો આધાર નિત્ય જ હોય. નિત્યનો આધાર અનિત્ય હોય શકે નહીં. તો પછી નિમિત્તનો આધાર તો કયાંથી હોય? આ બહુ ઊંચા પ્રકારની વાત છે.
અરે ! નિમિત્તનો પક્ષ તો છૂટી જાય, શુભભાવનો પક્ષ પણ છૂટી જાય, શુદ્ધ પર્યાય જે પ્રગટ થાય છે એ શુદ્ધપર્યાયનો પક્ષ પણ છૂટી જાય તેવી વાત છે. શુદ્ધ પર્યાયનો પક્ષ છૂટી જશે અને શુદ્ધપર્યાય તો પ્રગટ થશે. શુદ્ધપર્યાયનો અભાવ નહીં થાય. શુદ્ધપર્યાયનો પક્ષ પણ છૂટે છે.
શુદ્ધપર્યાય છે તે જ્ઞાનનું જ્ઞય છે. હવે તે શુદ્ધપર્યાયનો જો પક્ષ હોય તો શુદ્ધ પર્યાય પ્રગટ થતી નથી. પરંતુ શુદ્ધપર્યાયમાં આત્મબુદ્ધિ થઈ જાય છે, તેથી તે જ્ઞાનનું ય થઈ શકતી નથી. આહા! આમાં તો ભાવો બ્રહ્માંડના ભર્યા છે.
ભગવતી માતાએ એક દષ્ટાંત આપ્યું છે. જેવી રીતે અબરખનું પડ હોય, તે અંદરમાં હજારો પડથી ભરેલું હોય છે. જેમ જેમ એ પડને ઉખેડતા જાવ. સાચવીને.. ધીમે-ધીમે, એક-એક પડને પાછું તે અખંડપડને સાચવે. સાચવે એટલે તેના ટૂકડા ન થાય. પણ જે એક-એક, ઝીણું ઝીણું પડ છે ને! તે ઉખળતું જાય છે. આહા.... હા! તેમ આ સર્વજ્ઞ ભગવાનની વાણી સીધી આવી છે હોં ! તે વાણીને કુંદકુંદભગવાને ઝીલી છે અને ગુરુદેવે કહી છે. તેમાં બ્રહ્માંડના ભાવો ભર્યા છે. સમયસારની સ્તુતિમાં આપણાં પંડિત રત્ન લખે છે.. કે-હું સમયસાર ભગવાન! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા છે. ગણધર કહે છે-મારી શક્તિ નથી, તો પછી તું તો છદ્ભસ્થ છો, નાનો છો, તારી શક્તિ કેટલી હોય ? આમાં તો ભાવો બ્રહ્માંડના ભર્યા છે. જેમ-જેમ આનું ઊંડાણથી અધ્યયન કરવામાં આવે છે તેમતેમ શુદ્ધાત્મામાંથી, શુદ્ધાત્માને જાણનારી જ્ઞાનની પર્યાયના પડ ઉખડતાં જાય છે. તેઓ કુશળ છે તેમ ૧૮૭માં કહ્યું છે.
એ પરમધર્મોના આધારભૂત નિજ આત્માને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ છે. જાણવામાં સમર્થ એટલે જાણવાની શક્તિથી સમર્થ. જાણવાની ક્રિયાથી નહીં. ક્રિયા પછી આવશે. આત્મા આત્માને જાણે તેવી આત્મામાં સામર્થ્ય શક્તિ રહેલી છે તેથી આત્મા નિર્મૂઢ છે. આત્મા આત્માને ન જણાય એવો આત્મા જ નથી. તેવો આત્માનો સ્વભાવ જ નથી. આત્મા આત્માને જાણે તેવું જ આત્મામાં સામર્થ્ય છે. અને આત્મા આત્મામાં જણાય જાય તેવું બેવડું સામર્થ્ય છે. તેથી આત્મા જ્ઞાતા પણ છે અને આત્મા શેય પણ છે. એવા સામર્થ્યથી ભરેલો નિમૂઢ આત્મા છે. આ નિર્મૂઢ તે ત્રિકાળીનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk