________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXI
શુદ્ધ અંત:તત્ત્વ પણ જેને સ્વીકાર્ય નથી.. તો પછી અન્યની કથની શું કરવી? પરમાત્માની અનુભૂતિમાં હું પરમાત્મા છું તેવો વિકલ્પ બાધક છે. આ વિકલ્પ પરમાત્માની પીઠ કરીને ઉભો થાય છે. પરમાત્માની સન્મુખતાથી તો નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય છે. માટે પ્રભુ બનવાની ઇચ્છા તે જ પરિમાણની વક્રતા છે. “હું પ્રભુ છું” તેવી અનુભૂતિ તે પરિણામની ઋજુતા છે. મારે પ્રભુ થવું છે તેવા ભાવમાં તો પરમાત્માની વિરાધના થઈ રહી છે. “હું પ્રભુ છું' એ પૂર્ણાહૂતિમાં પ્રભુતા દોડતી આવે છે. વાહ રે વાહ! દ્રવ્ય દૃષ્ટિનાં પ્રદાતા ગુરુવર્ય! આ વાત સાંભળીને મડદાં પણ ઉભા થઈ જાય છે.
શ્રી પદ્મનંદી પંચવિશંતિકામાં કહ્યું છે કે “મોહજન્ય મોક્ષાભિલાષ પણ કરે મોક્ષનો સ્વયં વિરોધ.” હે. મોક્ષાર્થી જીવો! મોક્ષની અભિલાષા થવી તે પણ મોહનો ઉદય જાણ ! તેથી શ્રી નિયમસારમાં પદ્મપ્રભદેવ કહે છે કે-મોક્ષ અર્થાત્ જે પરદ્રવ્ય છે તેની વાંછા તો મને નથી. પરંતુ નિજ પરમતત્ત્વની વાંછા પણ અમોને નથી. પોતે સ્વય સુખને આનંદથી લબાલબ ભર્યું.. ભર્યું તત્ત્વ છે –તેને જોનારને કોઈ ઇચ્છા જ ઉત્પન્ન થતી નથી.
આ રીતે શુદ્ધભાવ અધિકારમાં શુદ્ધાત્માની મુક્તાને ઉછાળી છે. પ્રત્યેક શુદ્ધાત્માઓ તેના પરમ પરિણામિકભાવ સ્વરૂપે રહેલા છે. મારું રહેઠાણ શુદ્ધ જીવાસ્તિકાય છે. હું જ્ઞાનનો ધનપિંડ અને આનંદનો રસકંદ છું. હું એક અખંડ નિત્યભાવ છું. હું અપરિણામી નિષ્ક્રિય તત્ત્વ છું. હું મારા અસ્તિત્વભાવથી સદાય ટકેલો છું. હું અનાદિ અનંત નિર્વિકલ્પ તત્ત્વ છું. હું પરદ્રવ્યો (પરિણામો) થી અને પરભાવોથી સર્વથા શૂન્ય છું. આવા અનેક પ્રકારના વાચક દ્વારા વાચ્ય પ્રભુને ઓળખાવવામાં આવ્યો છે. લાયક જીવ છે તે.... નિશ્ચય વચનો દ્વારા પરમાર્થ જીવને ઓળખી વાચ્યને ગ્રહણ કરી લ્ય છે. આ રીતે શુદ્ધભાવ અધિકારમાં અનેક વિશેષણો દ્વારા એક શુદ્ધાત્માને પ્રતિપાદિત કર્યો છે. જ્ઞાનલોક પર્યત નિજ સ્વભાવને ઉછાળી અને તેમાં સ્વચ્છંદપણે, અવિચ્છિન્ન ભાવે અને અપ્રતિત દશાએ નિજ નિલયમાં વિહાર કરાવ્યો છે. ૪ શ્રદ્ધાનું સ્વરૂપ દર્શાવનાર પૂ. ભાઈશ્રી:
ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્માને ગ્રહણ કરનારી શ્રદ્ધા કેવી છે? તેની તાકાત કેટલી છે? તેમાં બળવંતતા કેવી છે? પૂર્ણ સ્વરૂપને પૂર્ણપણે પ્રતીતમાં લેનારી શ્રદ્ધાની તાકાત કેટલી છે? એક સમયની શ્રદ્ધા અનંતગુણમયી દ્રવ્યને કેવા સામર્થ્યથી ઝીલે છે? તે ઉપાય તત્ત્વનો કયા પ્રકારે આદર-સત્કાર કરે છે? શુદ્ધાત્મા પ્રત્યેની તેની અર્પણતા-પ્રીતિ કેવી છે? વગેરે પ્રકારના અનેક પ્રશ્નો ઉદ્ભવે અને દરેક પ્રશ્ન ઘણો ઘણો ઊંડો વિચાર પણ માગે છે. તેની ઊંડાણતાનો તાગ લેવા માટે ધ્રુવ સ્વભાવના દળમાં પ્રવેશવું પડશે..! તો આ સર્વ પ્રશ્નના સમિચીન ઉત્તર સ્વયંથી પ્રાપ્ત થશે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk