________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૦૭ પહેલો આત્મા છે તે ધ્યેય છે. બીજો આત્મા જે લખ્યો તે શુદ્ધોપયોગરૂપે પરિણમી ગયો છે. આત્મા આત્માની સન્મુખ થઈને શુદ્ધોપયોગથી તે અભેદ આત્મા થયો છે. તેને કથંચિત્ અભેદ કહો, અનિત્ય તાદામ્ય કહો, વ્યવહારનયે અભેદ કહો કે-આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો તેમ કહો.
આહા ! શુદ્ધઉપયોગમાં તમારા શુદ્ધાત્માને સાક્ષાત્ અનુભવો-પ્રત્યક્ષ અનુભવો. આ અનુભૂતિ પ્રત્યક્ષ છે, આ અનુભૂતિ પરોક્ષ નથી. આહા ! આશીર્વાદ આપે છે હોં ! આવા આત્માને તમે અનુભવો. આ જે ભેદોને તમે અનુભવી રહ્યા છો એટલે કે ભેદને તમે આત્મા માની રહ્યા છો તે અનાત્મા છે. તે અજીવનો ભેદ છે, અરે ! તે અજીવ છે. હવે તેને આત્મા માનવાનું છોડો. જે અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ એક આત્મા છે તેને તારા જ્ઞાનમાં અને પ્રતીતમાં લઈ અને તેને અત્યારે તું પ્રત્યક્ષ અનુભવ કરે તો તને હુમણાં જ અનુભવ થશે. તને અત્યારે હમણાં જ અનુભવ થશે, કાલ નહીં થાય. આહા ! આવી જેને લગની લાગી તે કાલ પડવા દેતો નથી.
આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો.” આત્માને આત્મામાં તેમાં પહેલો આત્મા છે તે દ્રવ્ય સામાન્ય છે. બીજો આત્મા છે તે શુદ્ધઉપયોગ પર્યાયે પરિણતદ્રવ્ય છે. શુદ્ધ પર્યાયપરિણતદ્રવ્યને ઉત્તર પર્યાયપરિણતદ્રવ્ય કહેવામાં આવે છે. આ બધું જૈનતત્ત્વ મિમાંસામાં ઘણું આવેલું છે.
પૂર્વ પર્યાયપરિણતદ્રવ્ય તેને કારણ કહેવાય અને ઉત્તરપર્યાયપરિણતદ્રવ્યને કાર્ય કહેવામાં આવે છે. પહેલો આત્મા છે તે અપરિણામી છે અને બીજો આત્મા છે તે પરિણામી છે. અહીં પરિણામ ન લેવા પરંતુ પરિણામી લેવો. પરિણામ લેતાં તો ભેદ પડશે. અને પરિણામી તે જ્ઞાનપ્રધાનથી અભેદ છે હોં ! તે અપરિણામી કાંઈ પરિણામી થતો નથી પરંતુ ઉપચારથી તેને અભેદ પણ કહેવામાં આવે છે... એવું પણ શાસ્ત્રનું લખાણ છે. શ્રીમદ્જી કહે છે કે
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ,
ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એહ.” જે પ્રકારે જે વિવિક્ષાથી કથન આવે તેને તે પ્રકારે સમજી લેવું જોઈએ.
સમયસાર શ્લોક - ૩૬
(અનુકુમ ) “ चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्। अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।।"
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk