________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
- પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ [ શ્લોકાર્થ-] ચૈતન્યશક્તિથી વ્યાસ જેનો સર્વસ્વ-સાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે; આ ચિન્શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પદ્ગલિક
છે. ”
શ્લોક – ૩૬ : ઉપર પ્રવચન “ચૈતન્યશક્તિથી વ્યાસ જેનો સર્વસ્વ સાર છે”, આહા ! જે ભગવાન આત્મા છે તે તો સામાન્ય ચૈતન્ય શક્તિથી ભરેલો છે. તે વ્યાસ અર્થાત્ ફેલાયેલો છે. તેમાં માત્ર ગુણો જ રહેલાં છે, તેમાં આ પર્યાયના ભેદો નથી. એ જે ભેદો છે એ ભેદ આત્મામાં વ્યાપ્ત નથી. પરંતુ જે ચૈતન્ય આદિ ગુણો છે, જેવા કે-જ્ઞાન, દર્શન, ચારિત્ર તે બધાથી વ્યાસ જેનો સર્વસ્વસાર છે. આત્મામાં ગુણો રહેલા છે-ગુણો વ્યાપેલા છે-ગુણો પ્રસરેલા છે. પરંતુ આ ભેદો પર્યાયમાં પ્રસરેલા નથી. તેવો આ જીવ છે. એ જીવની વ્યાખ્યા કરી.
આહા! ચૈતન્ય શક્તિથી વ્યાસ અને ભેદથી અવ્યાત છે. ભેદથી અવ્યાત છે તેમ આવ્યું કે નહીં ? બે વાત કરી. ચૈતન્ય શક્તિથી વ્યાસ અને ઉપરના જે ભેદો કહ્યાં તેનાથી ભગવાન આત્મા અવ્યાસ છે. સર્વસ્વસાર છે એટલે તે ઉપાદેય તત્ત્વ છે. એવો આ જીવ છે તે એટલો જ માત્ર જીવ છે. જે આ ભેદો છે તે જીવ નથી. આહા.... હા ! અરે ! ભેદ જીવ નથી તે પણ થોડીવાર માટે છે. જ્યાં અભેદ ઉપર આવ્યો ત્યાં આ જીવનો ભેદ છે પછી જીવનો ભેદ નથી પછી અજીવનો ભેદ છે અથવા તો અજીવ છે તેવા વિચાર પણ છૂટી જાય છે. જ્યાં અભેદનો વિચાર કરે છે ત્યાં ભેદનો વિચાર પણ છૂટી જાય છે અને જ્યારે અભેદનો અનુભવ કરે છે ત્યારે અભેદનો વિચાર પણ છૂટી જાય છે.
આ બધા ભેદો મારામાં નથી તેવો વિચાર પહેલાં આવે છે. તો આ ભેદો કોના છે? તે ભેદો વ્યવહારનયે જીવના કહ્યાં, પણ નિશ્ચયનયે તે બધા ભેદો અજીવના છે. એવો વિચાર નાસ્તિથી આવે છે પછી તે વિચાર છૂટી જાય છે. લેશન પાકું થઈ ગયા પછી તે ભેદો કોના છે? તેનો શું કામ વિચાર કરવો જોઈએ.
રેલ્વેમાં સો રૂપિયાની નોટ પડી ગઈ. કોઈ ભાઈ ઉભા થઈને કહે કે-આ સો રૂપિયાની નોટ મને મળી છે... પરંતુ મારી નથી. તો બધાં ભેગાં થઈ ગયાં, તે સો રૂપિયાની નોટ કોની છે? તે નોટ કોની છે તેની મને કયાં પરવાહ છે! આ નોટ મારી નથી... પછી તે કોની છે તે સિદ્ધ કરવા માટે મારે કયાં રોકાવું છે, એને જાણવાનું કામ મારું ક્યાં છે !
એ ભેદો મારા નથી. મારા નથી, તો કોના છે? અરે ભાઈ ! મારા નથી એટલું મારું પ્રયોજન છે-કેમકે હું તો અભેદ છું. પછી પેલો નાસ્તિનો વિચાર છૂટી જાય છે. પછી અભેદનો વિચાર પણ છૂટીને સાક્ષાત અનુભવ થાય એવો આ જીવમાત્ર છે. એટલો જ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk