________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૦૯ જીવ માત્ર છે.
આ ચિન્શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પદ્ગલિક છે.” ચિલ્શક્તિથી શૂન્ય એટલે રહિત જે આ ભાવો છે તે બધાય પદ્ગલિક છે. આ ભાવો છે ખરા હોં ! તે સસલાના શીંગડા જેવા નથી. આ ભાવો છે ખરા ! તો પણ તેનાથી હું રહિત છું તેનાથી હું શૂન્ય છું. તા. ૧૯/૫/ '૭૯ પ્રવચન નં:- ૭ સ્થળ:- મુંબઈ-ઝવેરી બજાર મંદિર
ચાર પ્રકારના અનુયોગમાં એક દ્રવ્યાનુયોગ નામનો વિભાગ છે. જેમાં શુદ્ધાત્માની વાત અને તેની દૃષ્ટિ કેમ પ્રગટ થાય તે વિભાગ જેમાં કહેવામાં આવ્યો હોય તેને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે છે.
આ દ્રવ્યાનુયોગમાં સમયસાર, નિયમસાર આદિ શાસ્ત્રો છે. તેમાં સમયસારમાં બારસંગનો સાર છે. દ્રવ્યાનુયોગનો સાર નિયમસારમાં ભરી દીધો છે. તેમાંય સારરૂપ આ શુદ્ધભાવ અધિકાર છે. આ અધિકાર માખણ છે. મૂળ ચીજની મૂળ રકમ છે. મૂળ રકમ હાથમાં આવે તો પછી કમાવાની જરૂર ન પડે. વ્યાજ તો ઘેર બેઠા આવેને? પછી કમાવું ન પડે. કારખાનામાં જવું ન પડે, મૂડી બેંકમાં મૂકી હોય તો વ્યાજતો આવ્યા જ કરે. તેને કમાવાની જરૂર નથી. - આ મૂળ રકમની વાત છે. શુદ્ધભાવ એટલે શુદ્ધાત્મા જો એક વખત પણ દૃષ્ટિમાં આવી ગયો તો એને મૂડી હાથમાં આવી ગઈ. પછી તેને શુદ્ધિની વૃદ્ધિ થયા જ કરે. શુદ્ધિની વૃદ્ધિ તે તો વ્યાજ છે. શુદ્ધભાવ તે મૂડી છે અને શુદ્ધ પરિણામ તે વ્યાજ છે, તે મૂડી નથી. કેમકે વ્યાજ ખવાય છે જ્યારે મૂડી ખવાય નહીં. મૂડી ખવાય તો તો પછી વ્યાજ પણ ન આવે. સમજાય છે કાંઈ? આ દષ્ટાંત પણ માર્મિક છે હોં ! મૂડીનો ભોગ-ઉપભોગ ન હોય પરંતુ વ્યાજનો ભોગ-ઉપભોગ હોય.
તેમ જ્યાં શુદ્ધાત્મા એક વખત દૈષ્ટિમાં આવી જાય તો પુંજી હાથમાં આવી ગઈ. હવે જે આનંદ પ્રગટ થાય તે આનંદ વધ્યા કરે છે. એ આનંદ છે તે ભોગવાય અને પછી વ્યય થાય છે. એ આનંદની અવસ્થા ભોગવાય પછી વ્યય થાય છે. મૂડી કાયમ રહે અને વ્યાજ ખવાય છે.
તેમ દૃષ્ટિમાં ભગવાન આત્મા આવી જાય અને પછી વ્યાજમાં આનંદની અવસ્થા પ્રગટ થાય અને ભોગવાય... અને પછી જાય છે. તે ભોગવાયા વિના જતી નથી. આ મૂળરકમનો અધિકાર છે. આ દષ્ટાંત બરોબર છે અને બુદ્ધિથી દરેકને બેસે તેવું છે બધા વેપારી છે ને! એટલે આવું દૃષ્ટાંત લીધું. વળી (૪૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk