________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬
- પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ સમયસારમાં તો કરી છે પરંતુ ઉપરાંત ટીકાકાર અમૃતચંદ્રસૂરિએ પણ આ વાત કરી છે. આ વાત પરંપરાથી ચાલી આવે છે. આ સત્ પરંપરાથી રહેલું છે અને આ સત્ પરંપરા રહેશે. સત્ છે તે કોઈ દિવસ અસત્ થશે નહીં. તેની બુદ્ધિ અસત્ થશે, તેની બુદ્ધિ ભ્રષ્ટ થશે પરંતુ વસ્તુ ફરશે નહીં. વસ્તુ નહીં ફરે પરંતુ તેની બુદ્ધિ ફરી જશે.
“શ્લોકાર્થ:- ચિન્શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને અહીં સામાન્ય ચિન્શક્તિ લેવી. એકલી ચિન્શક્તિ ન લેવી. ચિન્શક્તિથી રહિત એટલે ચૈતન્યગુણથી રહિત અન્ય સકળ ભાવોને....ઉપર કહ્યાં તે સંકળભાવોને એટલે ભેદરૂપ ભાવોને “મૂળથી છોડીને અને ચિન્શક્તિમાત્ર એવા નિજ આત્માનું અતિ ફુટપણે અવગાહન કરીને ”, ચિન્શક્તિમાત્ર એવા-જ્ઞાનશક્તિમાત્ર એવા ચિટૂપ સ્વભાવમાત્ર એવા નિજ આત્માનું અતિ ફુટપણે અવગાહન કરીને, આહાહા! અતિપ્રત્યક્ષપણે બળવાનપણે અવગાહન કરીને અર્થાત્ જાણીને, દેખીને અને અનુભવ કરીને.... “આત્મા સમસ્ત વિશ્વ ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ (એક) અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો.” વિશ્વ ઉપર એટલે વિશ્વથી જુદો અનુભવો.
આ જે ભેદો કહ્યાંને તેને વિશ્વ કહેવાય. અનેકતાના જે ભેદો કહ્યાં તેને વિશ્વ કહેવાય. વિશ્વ એટલે અનેકપણું. અનેકપણાને વિશ્વ કહેવામાં આવે છે. જ્યાં વિશ્વ કહ્યું એટલે તેની દૃષ્ટિ બહાર ગઈ. અરે! જે આ ભેદો છે તે જ અનેકપણું-વિશ્વપણું છે. ભગવાન આત્મા તેનાથી જુદો છે.
અવિનર એવા વિશ્વની ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા કેવળ એક અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો. આહા.. હા ! પ્રભુ! આ જે બધા ભેદો છે તે ભેદો ઉપરથી લક્ષ ઉઠાવ.. અને અભેદનું લક્ષ કર ! આ જે ભેદો છે એ વિશ્વ એટલે અનેક પ્રકારના છે. તે ભગવાન આત્માની ઉપર-ઉપર તરે છે. પરંતુ તે આત્મામાં સમાવેશ પામતા નથી. એવા આ કેવળ એક અવિનાશી આત્માને. , આત્માને એટલે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને, આત્મામાં એટલે આત્મસન્મુખ થયેલાં શુદ્ધ ઉપયોગ પરિણામને આત્માથી અભેદ કરીએ તો અભેદનયે તેને પણ આત્મા કહેવામાં આવે છે. તે ભેદનયે પર્યાય છે. શુદ્ધોપયોગ પણ ભેદનયે તો પર્યાય છે. આ જ્ઞાનપ્રધાન કથન છે હોં ! તે ધ્યાનમાં રાખવું. શુદ્ધોપયોગને આત્મા કહ્યો પરંતુ તે શુદ્ધોપયોગ કાંઈ આત્માથી અભેદ થતો નથી. આત્માને એટલે ત્રિકાળી દ્રવ્યને આત્મામાં એટલે વિશેષ શુદ્ધઉપયોગ પ્રગટ થયોઅર્થાત્ આત્માની સન્મુખ થઈને તે અભેદનયે અભેદ થયો. તેમાં આ દ્રવ્ય અને આ પર્યાય તેવું દૈતપણું દેખાતું નથી. દૃષ્ટિપ્રધાન કથનથી ભેદ છે અને જ્ઞાનપ્રધાન કથનથી અભેદ છે.
આત્માને આત્મામાં” તેમ આવ્યું ને! તેમાં પહેલું ધ્યેય છે અને બીજું જ્ઞય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk